Monday 10 June 2024

લઘુકથા..જેવું વાવશો તેવું લણશો

 

લઘુકથા..જેવું વાવશો તેવું લણશો

 

એક ગામમાં ત્રણ ચોર રહેતા હતા.એક રાત્રે તેમને નગરના એક ધનવાનના ઘેર ચોરી કરી.ચોરેલ તમામ ધન એક થેલામાં ભરીને જંગલની તરફ જાય છે.જંગલમાં પહોંચ્યા પછી ચોરોને ભૂખ લાગે છે.જંગલમાં ખાવાની કોઇ ચીજવસ્તુઓ નહોતી એટલે એક ચોરને ગામમાં ખાવાનું લેવા માટે મોકલે છે અને બાકીના બે ચોર ચોરેલા ધનની ચોકી કરે છે.

જે ચોર ખાવાની ચીજવસ્તુઓ લેવા નગરમાં જાય છે તેની નિયત ખરાબ હતી.તેને પહેલાં તો હોટલમાં જઇ ભરપેટ ભોજન કર્યું ત્યાર પછી તેને પોતાના સાથીઓ માટે ભોજન બંધાવ્યું અને તે ભોજનમાં હળાહળ ઝેર ભેળવી દીધું.તેને વિચાર્યું કે ઝેરવાળું ભોજન ખાવાથી તે બે મિત્રો મરી જશે એટલે તમામ ધન મને મળશે.

આ બાજું જંગલમાંના બે ચોરોએ વિચાર્યું કે જે ભોજન લેવા નગરમાં ગયો છે તેને મારી નાખીશું તો ધનના બે ભાગ પાડી આપણે અડધું અડધું વહેંચી લઇશું.ત્રણે ચોરોએ પોત પોતાની યોજના અનુસાર કાર્ય કર્યું.પહેલો ચોર ભોજન લઇને આવ્યો એટલે બાકીના બે ચોરો તેની ઉપર તૂટી પડ્યા અને તેને મારી નાખ્યો ત્યારબાદ નિશ્ચિંત થઇને બે ચોરો ભોજન કરવા બેઠા છે પરંતુ ભોજનમાં તો હળાહળ ઝેર ભેળવ્યું હતું જે ખાતાં જ બે ચોરો તરફડીને મરી જાય છે.આમ ત્રણેનો ખરાબ રીતે અંત થાય છે.

આના ઉપરથી એ શીખ લેવાની છે કે જે બીજાનું ખરાબ કરે છે અંતે તેને પણ ખરાબ ફળ ભોગવવું પડે છે.આપણે જેવા કર્મ કરીશું તેવા ફળ આજે નહી તો કાલે ભોગવવા જ પડશે.બીજાના વિશે આપણે જેવું વિચારીશું સામેવાળો પણ આપણા માટે એવું જ વિચારશે.કોઇ કોઇને સુખ કે દુઃખ આપતું નથી,તમામ મનુષ્ય પોતાના કર્મ અનુસાર ફળ પામે છે.

મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાંસુધી કર્મ ચાલુ રહે છે.કર્મોને સમાપ્ત કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.

જીવન વિકાસ કરવો હોય તો સ્વતંત્ર બુધ્ધિ જોઇએ.જીવન વિકાસના માટે બુધ્ધિ બગડવી ના જોઇએ. કપાળે તિલક કરીને આ૫ણે બુધ્ધિની પૂજા કરીએ છીએ કારણ કે બુધ્ધિ બગડે તો વિચાર અને કર્મ ૫ણ બગડે છે.

જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્ત્રી પૂત્ર ધન દૌલત ભૌતિક સં૫ત્તિ,સગાં વહાલાંનો વિસ્તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે,ઘણી મુશ્કેલીઓ વેઠીને ધનનો સંચય કરે છે.આયુષ્ય પુરૂં થતાં જ શરીર નષ્ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્યવસ્થાં કરીને જાય છે.

ઉચ્ચ વિચાર..શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.જ્યારે વચન અને કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.

મનુષ્ય જે કંઇ કર્મ કરે છે તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર ૫ડે છે અને તે સંસ્કારો અનુસાર તેનો સ્વભાવ બને છે.આ રીતે ૫હેલાંના અનેક જન્મોના કરેલા કર્મોના સંસ્કાર અનુસાર મનુષ્યનો જેવો સ્વભાવ હોય છે તે અનુસાર તેનામાં સત્વગુણ,રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે.

પ્રત્યેક કર્મનું ફળ અમારી સામે આવવાનું જ છે.દરેક સારા અને ખરાબ કર્મનું ફળ અમારે ભોગવવું જ ૫ડશે એટલે અમારાથી કોઇ સત્કાર્ય થાય તો પ્રભુ ૫રમાત્માનો ધન્યવાદ કરો કે સત્કાર્ય કરવા માટે અમોને શક્તિ આપી અમોને નિમિત્ત બનાવ્યા અને અમારાથી કોઇ ખરાબ કાર્ય થાય તો ૫શ્ચાતા૫ કરીએ અને ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ના થાય તે માટે પ્રાર્થના કરીએ.અમારો વ્યવહાર,લેવડ-દેવડ,ભાષા અને સ્વભાવ એટલો સુંદર હોવો જોઇએ કે લોકો અનુકરણ કરે.જેના હ્રદયમાં ૫દ-પ્રતિષ્ઠા અને પૈસા મેળવવાની ઇચ્છા હોતી નથી તો પ્રભુ ૫રમાત્મા પોતે ૫દ-પ્રતિષ્ઠા અને પૈસા આપવા તેની પાછળ ફરતા હોય છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment