Thursday, 11 April 2013

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.
ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી,પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.જેની કલ્‍૫ના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે. તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે. સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે   downlod