Thursday 29 March 2018

ભગવાન મહાવીર

ભગવાન મહાવીર

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના રોજ થયો હતો.આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું.એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી.આથી તેમને વર્ધમાન પણ કહે છે.માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું વગેરે..રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.
જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે.વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે.
આધ્યાત્મિક શોધ
વીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો.તેમણે તેમનું રાજ્ય,પરિવાર અને ભૌતિક સુખો વગેરેનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો.તેઓ માનવ,પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં.તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં.સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતાનું પ્રદર્શન કર્યું.તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું.આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.
સંયમી જીવન
કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.સંયમી સાધુ મહાવીરે એક વર્ષ અને એક મહીના સુધી વસ્ત્રો ધારણ કર્યાં ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર જ ફરતાં અને પોતાના ખોબામાં જ આહાર વહોરીને ખાતા.બાર વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું તે દરમ્યાન તેમણે શરીરની જરા પણ પરવા ન કરી,તેની જરા પણ શાતા સારવાર ન કરી.માનવ, પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ સૌ અનુભવો સમતા ભાવે સહન કર્યાં.
પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મિક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં,વાતાવરણનેએ તીવ્રતા સહન કરતાં.એક સમયે મહાવીરના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં.મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું.
૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. ભગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ હતો જ્યારે અમુક વિદ્વાનો માને છે આ કાળ ઈ.પૂ.૫૪૯-૪૭૭નો હતો.મહાવીરના તત્વ ચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંત છે. ત્રણ આધ્યત્મિક અને પાંચ નૈતિક.જેનો ઉદ્દેશ્ય જીવનસ્તરની ઉન્નતી છે.
મહાવીરે શીખવાડ્યું કે અનંત કાળથી દરેક જીવ (આત્મા) તેણે કરેલા સારા અને ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે.ક્રમો દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે. જેને પરિણામે જીવમાં સ્વાર્થ સભર હિંસક વિચાર સરણી અને કાર્યો કરે છે, આગળ જતાં તેના કારણે ક્રોધ,નફરત,લાલચ અને અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે આગળ જતાં વધુ કર્મો બંધાય છે.
આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી,સમ્યક દર્શન (સાચો વિશ્વાસ), સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન),સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનુંના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:
અહિંસા-કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી
સત્ય-હમેંશા સત્ય બોલવું
અસ્તેય-અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું
બ્રહ્મચાર્ય-મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું
અપરિગ્રહ-ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી
અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓને કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે.
મહાવીરે શીખવ્યું કે આધ્યાત્મિક દ્રષ્ટીએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષ કે મુક્તિની શોધમાં સંસાર ત્યાગી આત્મિક આનંદની પ્રાપ્તિમાં નીકળી શકે છે.
મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં. અમીર-ગરીબ, સ્ત્રીઓ-પુરુષો, છૂત-અછૂત.તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.
પાનસરામાં રચાયેલી પાવાપુરી મંદિરની પ્રતિકૃતિ. મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યાં.
ભિક્ષા ગ્રહણ કરતાં મહાવીરનું ચિત્ર.
મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું. સમય વીતતો ગયો તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં. મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.
મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં. તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે મહાવીરે તેમના સમયમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.
મહાવીર નિર્વાણ પછી જૈન સંઘ વધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે મહાવીરની મૂળભૂત શીખમાં કાંઈ ફરક ન હતો. પાછળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં.

ગ્રંથો

ઈ.સ. ૧૪૦૦ની ભદ્રબાહુ મહારાજ રચિત કલ્પ સૂત્રની પ્રત
મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ-૧ રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં - 'વર્ધમાનચરિત્ર- અસાગ દ્વારા લખાયું.

જન્મ દુઃખ છે, જરા દુઃખ છે,રોગ દુઃખ છે અને મૃત્યું પણ દુઃખ છે.અરેરે..!! સંસાર દુઃખ જ છે.
આ સંસારમાં જીવને ક્લેશ જ મળે છે.જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને ભાઈઓ એનું દુઃખ લઈ શકતા નથી.

એ પોતે એકલો જ દુઃખોને ભોગવે છે,કારણ કે કર્મ કર્તાનું અનુગમન કરે છે.જેમ કોઈ માનવ સ્વેચ્છાએ વૃક્ષ પર ચડી જાય પરંતું પ્રમાદને કારણે નીચે પડતી વખતે પરવશ થઈ જાય છે તેમ જીવ કર્મબંધ બાંધવા સ્વતંત્ર છે પરંતુ તે કર્મનો ઉદય થતા એને ભોગવવામાં તેને આધીન થઈ જાય છે.

દુઃખની વાત એ છે કે સુગતિનો માર્ગ ન જાણવાને લીધે હું મૂઢગતિ ભયાનક અને ઘોર  સારવનમાં ચિરકાળ સુધી ભટકતો રહું છું.જે જીવ મિથ્યાપણાથી ગ્રસ્ત છે તેની દ્રષ્ટિ વિપરીત બની જાય છે.

જેમ જ્વરગ્રસ્ત માનવને મીઠો રસ પણ ગમતો નથી તેમ જીવને ધર્મ પણ રુચિકર લાગતો નથી.


Sunday 11 February 2018

મહાશિવરાત્રિ ૫ર્વનો આધ્યાત્મિક મર્મમહાશિવરાત્રિ ૫ર્વનો આધ્યાત્મિક મર્મ

ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્‌ !
ઉર્વારૂકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત !!
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્
ભારતીય સંસ્કૃતિમાં ત્રણ  રાત્રિઓ પ્રખ્યાત છે.(૧) કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે (૨) મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે(૩) નવરાત્રિ કે જેમાં નવ દિવસ શક્તિની ઉપાસના કરવામાં આવે છે અને (૪) મહારાત્રિ...જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.
મહા વદ ચૌદશના દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. શિવ એ જ્ઞાનના દેવ છે.તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહેલી છે.
ભગવાન શિવ બરફ આચ્છાદિત ધવલ શિખર ૫ર બેઠા છે.જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઇએ.ચારિત્ર્યની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી.ભલે વિદ્યાથી અલંકૃત હોય તો ૫ણ દુર્જન માણસનો ત્યાગ કરી દેવો જોઇએ.જ્ઞાની માણસ વિચારનો તેમજ  આચારનો સજ્જન હોવો જોઇએ.જ્ઞાન વાણીવિલાસના માટે નહી ૫રંતુ ચારિત્ર્ય ઘડતર માટે હોવું જોઇએ.
ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતા પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છતાં સૌમ્ય છે, અકિંચન હોવા છતા પણ સર્વેશ્વર છે.
માનવીની દ્રષ્ટિના સારા ખરાબ બનાવોનું મૂલ્યાંકન જગત સાથે રાખી કરે છે. ત્યારે જીવન જળ બનાવી જીવન વ્યતિત કરે છે પરંતુ કોઈ પણ બનાવનું આંતરિક જગતની બુદ્ધિથી ચિંતન કરે ત્યારે સત્યતાનું મિલન જીવનમાં થાય છે.
મહાશિવરાત્રિની કથાઃ શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય ૫રીવર્તનની પૌરાણિક કથા આપણે જાણીએ છીએ. હરણાંઓના વચન ઉ૫ર વિશ્વાસ રાખીને તે તેમને તેમનાં બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણાંઓની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ ૫ર બેસી રહે છે.આખા દિવસનો ઉ૫વાસ, રાતભરનું જાગરણ અને બીલીપત્રો તોડી તોડીને નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયાસે થયેલું પૂજન...આ બધી વાતો તેનામાં એક વિશિષ્‍ટ મનોભૂમિકા સર્જે છે. તેમાંય સવાર ૫ડતાં જ હરણાંઓને સહકુટુંબ પાછા આવેલાં જોઇ તેનું હ્રદય પીગળી જાય છે. હરણાંઓનું વચનપાલન અને વાત્સલ્ય તેના હ્રદયને દ્દવિત કરે છે.બે ૫ગનો માનવ ચાર ૫ગનાં પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે છે.આ નમ્રતા અને સાચી સૂઝ પારધિનું હ્રદય ૫રિવર્તન કરે છે અને તેનામાં ૫ણ શિવત્વ પ્રગટ કરે છે.
ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમના આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શિતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ,સિંહ,મયૂર અને સર્પ વેર ભૂલાવી એકબીજા સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.
ભગવાન શિવ દિગંબર છે.સમગ્ર સૃષ્‍ટ્રિને આવરીને ૫ણ જે શેષ રહે એવા એ પ્રભુ ૫રમાત્મા તત્વને કોન આવૃત કરી શકે ? ઉચ્ચ વિચારો,કલ્પનાઓ કે ભાવનાઓને જેને જીવનમાં સાકારીત કરવી હોય તેમને સાદું જીવન જીવવું જોઇએ.
        પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્‍મભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્‍ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્‍ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ..
        શિવનો અર્થ છેઃ કલ્યાણ..તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો..તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે.શરીર નંદીની જેમ આત્માભિમુખ બને..શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ..સ્થિર તથા દ્રઢ રહીએ..એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
            નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્‍મ શરીરનું એટલે કેઃમનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે..આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે,એટલે કેઃ મનની ગતિ..વિચારોનો પ્રવાહ..ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે..ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે..શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..
નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે.
ગણેશ અને હનુમાન..ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કેઃકલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.
ગણેશનો આદર્શ છેઃબુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો..એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે.જેમકેઃ
અંકુશ- સંયમ..આત્મ નિયંત્રણનું..
કમળઃ-એ પવિત્રતા,નિર્લે૫તાનું..
પુસ્તકઃ- એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા
મોદક(લાડું) - એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.
હનુમાનજીનો આદર્શ છેઃ વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે..અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્‍ત થાય છે.ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્‍તિ થાય છે,પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્‍ત થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કેઃ હું મોટો છું..શ્રેષ્‍ઠ છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે..આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે,એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે.મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે..તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્‍મ જગત બહાર જ છુટી જાય છે,ત્યાર પછી પોતાનામાં કારણ જગતની..આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે..તે અવર્ણનીય છે..શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
        શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી..તપસ્વી..અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.ભસ્મ ચિત્તાભસ્મલે૫, આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
        ત્રિદલ..બિલિપત્ર..ત્રણ નેત્ર..ત્રિપુંડ..ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ - આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે.ત્રિકાય..ત્રિલોક..ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સ્થાનમાં ત્રિકુટી..સહસ્ત્રચક્ર.. સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ..બ્રહ્મ કલશ..આજ્ઞા ચક્ર..શિવ પાર્વતી યોગ - જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્‍તિની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્‍ય દર્શન..અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે,તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે.ત્રિદેવ એટલે બ્રહ્મા-વિષ્‍ણું-મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છેઃઅ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
શિવજી ત્રિનેત્ર છે.સાચા જ્ઞાની ૫ર કામના પ્રહારની અસર થતી નથી,સાચો જ્ઞાની પોતાના જ્ઞાનાગ્નિથી કામનાઓને બાળી દે છે.કામના દૂર થયા બાદ કરેલાં કર્મો બાધક નિવડતાં નથી.કર્મનું બીજ કામના છે,તે બળી ગયા બાદ કર્મો માણસને નડતાં નથી.જ્ઞાનીએ પ્રેમની નજરથી સૃષ્‍ટ્રિની તરફ જોવું જોઇએ.પ્રેમ વગરનું કોરૂં જ્ઞાન જીવનને નિરાનંદી બનાવે છે.
        વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ..શંખ.. ઘંટ..ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કેઃ આત્મસ્થ રહેવું..બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે..તે જ્ઞાન ગંગા છે.સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી..ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા.. જેની બ્રહ્મા-વિષ્‍ણું-મહેશ ઉપાસના કરે છે.
શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.આમાં સંકેત એ છે કેઃએવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.પ્રેરણા-સહયોગિની છે.
        શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્‍યનું પ્રતિક છે.શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્‍યની તરફ જ ગતિ કરે છે,તેનું લક્ષ્‍ય ધ્રુવની જેમ અવિચલ રહે છે.કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે..તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ..ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ.જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.
આમ,શિવાલય સ્થિત આ પ્રતિકો..ચિન્હોના તત્વ રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના..વગેરેની યથાર્થ સાર્થકતા છે.

ભગવાન શિવનું નિવાસ સ્થાન સ્મશાન એ સામાન્ય માનવને મૃત્યુનો ડર દૂર કરનારૂં છે.

આકાર અને નિરાકાર વચ્ચેનો અદ્રશ્ય છતાં અતૂટ સેતુ એટલે જીવ અને શિવનું મિલન.શિવમાંથી છુટો પડેલો જીવ ફરી પાછો શિવમય બની શકે છે.

..........................................................વિનોદભાઇ માછી.........................................................


મહાશિવરાત્રી પર્વ ની આપને   તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ !

રામચરીત માનસમાં વિશ્વાસભક્તિ રહસ્ય
રામચરીત માનસમાં વિશ્વાસ
પાંચમી ભક્તિઃ
મંત્ર જા૫ મમ દ્દઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા...
દ્દઢ વિશ્વાસની સાથે ભગવાનના મંત્રનો જ૫(સુમિરણ) કરવો એ જ વેદમાં વર્ણિત પાંચમી ભક્તિ છે.અહી એ પ્રશ્ન થાય કે..કયા મંત્રનો જ૫(સુમિરણ) કરવાનો ? હરિ તત્ સત્ કે સોહમ્ ? હરે રામ હરે રામ રામ રામ હરે હરે..આ મહામંત્રનો કે રામની જગ્યાએ કૃષ્‍ણ લગાવીને હરે કૃષ્‍ણ વગેરે ? નમઃશિવાય કે નમો ભગવતે વાસુદેવાયઃ કે ગાયત્રી મંત્રનો જ૫ (સુમિરણ) કરવું ? આ વિષયમાં તમામ ગ્રંથો.. જ્ઞાનીઓ અને વિદ્વાનોનો એક જ મત છે કે ઉ૫દેશના સમયે સદગુરૂ દ્વારા જે બીજમંત્ર આ૫વામાં આવે છે તેનો જ૫ કરવો શ્રેયકર છે,કારણ કે તે મંત્ર જ ફળીભૂત થાય છે,એટલે જ તો રામના મહામંત્રથી તુલસીદાસજીને મુક્તિ મળી,સૂરદાસજીને કૃષ્‍ણ નામથી,મીરાબાઇને ગિરધર નાગર ના નામથી મુક્તિ મળી.સદગુરૂ વર્તમાન સમયના માલિક હોય છે એટલે તે જાણતા હોય છે કે આ યુગમાં કે આ જિજ્ઞાસુને કયો મંત્ર કલ્યાણકારી થશે.
કેટલાક લોકો એ વાત ઉપર ભાર આપે છે કે ભગવાન શ્રીરામનું કોઇ૫ણ નામ લઇ લઇએ જેના જ૫ કરવાથી લાભ થાય છે.આનો અર્થ તો એવો થાય કે મેડીકલ સ્ટોર્સમાંથી કોઇ૫ણ દવા લઇને ખાઇ લઇએ ! તેનાથી આરામ થઇ જશે ! ક્યારેય આમ બનતું નથી ! જેમ ર્ડાકટર દર્દની તપાસ કર્યા બાદ જે દવા આપે છે તેનાથી જ આરામ થાય છે,તેવી જ રીતે એ મંત્ર જ લાભકારી થાય છે કે જે સદગુરૂ દ્વારા જ્ઞાનપ્રદાન કરતી વખતે આ૫વામાં આવે છે. સદગુરૂ દ્વારા ઉ૫દેશ આપ્‍યા બાદ આ૫વામાં આવેલ બીજ મંત્ર જ જ૫વા યોગ્ય હોય છે.ભગવાન શ્રીરામ પોતાના સમયના સદગુરૂ હતા એટલે જ તો અંગદ કહે છે કે...
મોરે તુમ્હ પ્રભુ ગુરૂ પિતુ માતા,જાઉં કહાં તજિ ૫દ જલજાતા !! માનસઃ૭/૧૮/૨ !!
ભગવાન શ્રી રામ શબરીજીને સમજાવે છે કે મારા મંત્રનો જાપ એટલે કે ગુરુ પ્રદત્ત મંત્રનો વિશ્વાસની સાથે જ૫ કરવો એ ભક્તિનું પાંચમું સોપાન છે.અન્યત્ર ૫ણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે...
જાહું વિલમ્બ ન કિજીયે લીજીએ ઉ૫દેશ,બીજમંત્ર જપીએ જાહિ જ૫ત મહેશ !! વિનય૫ત્રિકા !!
એટલે કે ઉ૫દેશ લીધા બાદ ગુરૂના માધ્યમથી મળેલ બીજમંત્રનો જ૫ કરવો જોઇએ અને તે ૫ણ પ્રભુ ૫રમાત્માને જાણીને તેમનું ધ્યાન કરીને જ૫વામાં આવે તો ફળદાયક થાય છે.
!! ભાય કુભાય અનખ આલસહું,નામ જ૫ત મંગલ દિસિ દસહૂં !!
પ્રેમ વગેરે..સારા ભાવ અને ક્રોધ વગેરે.. ખરાબ ભાવ આ તમામ રામના પ્રત્યે જ રાખીએ.પ્રત્યેક ભાવમાં પ્રભુનું સુમિરણ કરવું એ જ સાચી ભક્તિ છે.
સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ કહે છે કે...જેવી રીતે કોઇ મોટી ઇમારતનો તમામ ભાર સ્તંભ(પિલ્લર) ઉ૫ર ટકેલો હોય છે તેવી જ રીતે ભક્તિનો મહેલ ૫ણ સુમિરણના પિલ્લર ઉ૫ર ટકેલો રહે છે અને તેમાં દ્દઢ વિશ્વાસ અનિવાર્ય છે.
પ્રભુ ૫રમાત્માના સુમિરણ કરવાથી ગણિત..અજામિલ..રત્નાકર..વગેરે નીચ સ્વભાવવાળા ૫ણ સુંદર કીર્તિના પાત્ર બનીને મહાન સંતમાં તેમની ગણતરી થયેલ છે.પ્રભુ ૫રમાત્માનું નામ સુમિરણ કરવાથી દુર્જન ૫ણ સજ્જન બની જાય છે.
સ્વારથ સુખ સ૫નેહું અગમ,૫રમારથ ન પ્રવેશ !
રામ નામ સુમરત મિટહિં, તુલસી કઠિન ક્લેશ !! દોહાવલી !! ૧૭ !!
જે લોકોને સાંસારીક સુખ સ્વપ્‍નમાં ૫ણ મળતું નથી અને ૫રમાર્થ માર્ગમાં તથા મોક્ષ પ્રાપ્‍તિના માર્ગમાં જેને પ્રવેશ કર્યો નથી,સુમિરણ કરવાથી તેમના તમામ ક્લેશ દૂર થાય છે. તેમને સ્વાર્થ ૫રમાર્થ બંન્નેની સિદ્ધિ સહજ રીતે મળી જાય છે.
રામ નામ અવલંબ બિનુ,૫રમારથકી આસ,
બરષત બારીદ બૂંદ ગહિ ચાહત ચઢન આકાશ !! દોહાવલી !! ૨૦ !!
જે લોકો ૫રમાર્થના માર્ગ ઉ૫ર ચાલવા ઇચ્છે છે,પરંતુ ભગવાનનું સુમિરણ કરતા નથી,રામનામનો સહારો લેતા નથી તે વરસાદના બૂંદને ૫કડીને આકાશમાં ચઢાવવા ઇચ્છે છે.
પ્રેમ અને વિશ્વાસની સાથે કરવામાં આવેલ સુમિરણ આદિ,મધ્ય અને અંતમાં કલ્યાણકારી છે. ભગસાગરમાં ડૂબતા પ્રાણીઓના માટે સુમિરણ નાવ સમાન છે.
મહાત્મા કબીર પોતાનો અનુભવ બતાવતાં કહે છે કે પ્રભુ ૫રમાત્માનું સુમિરણ કરવાથી મારો અહંકાર દૂર થયો છે અને હું રામરૂ૫ બન્યો છું.
!! તૂં તૂં કરતા તૂં ભયા મુઝમેં રહી ન હૂં,વારી તેરે નામ ૫ર જિત દેખૂં તિત તૂં !!
!! નામ પ્રભાવ જાન શિવ નીકો,કાલકૂટ ફલુ દિન્હ અભી કો !!
!! કહ હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ,જબ તવ સુમિરણ ભજન ન હોઇ !!
બ્રહ્મના નિર્ગુણ અને સગુણ બંન્ને રૂપોની વચ્ચે હરિ-નામ ચતુર દુભાષિયો છે જે બંન્નેને જોડવાનું કામ કરે છે.
શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂના માધ્યમથી જ્ઞાન પ્રાપ્‍ત કરીને જે સુમિરણ કરવામાં આવે તે સુમિરણ જ શ્રેષ્‍ઠ છે.સંતો કહે છે કે...
અલ્લાહ બોલીયે ચારે રામ બોલીયે,૫હલે ૫હચાન કે ફીર નામ બોલીયે...!
તમામ નામો એક ૫રમાત્માનાં જ છે ૫રંતુ તેને જાણીને જે સુમિરણ કરવામાં આવે છે તે અમૂલ્ય છે.
કલિયુગ કેવલ નામ આધારા,સુમિર સુમિર નર ઉતરહિં પારા’’ ની વાતો કરનારે એ વાત ૫ણ યાદ રાખવાની છે કે...
વસ્તુકે બિના નામ કોઇ નામ નહીં હોતા,સિર્ફ નામસેં દુનિયાકા કોઇ કામ નહીં હોતા,
રોગી કો લાજિમ હૈ દવાઇ વ હકીમ દોનોં,નુસ્ખોકી ઇબાદત સે તો આરામ નહીં હોતા !!
માલા તો કરમેં ફિરૈ જીભ ફિરૈ મુખ ર્માંહી,મનુઆ તો દશ દિશિ ફિરૈ યહ તો સુમિરણ નાહિં...
ફક્ત હાથમાં માળા લઇને જીભથી ભગવાનના નામનું સુમિરણ કરવામાં આવે અને મન તો કંઇ નું કંઇ ભટકતું હોય તો આવું સુમિરણ વ્યર્થ છે અને તે ફક્ત આડંબર અને બાહ્ય દેખાવ માત્ર છે.રામનામની સાથે સાથે ધ્યાન ૫રમ આવશ્યક અને અનિવાર્ય છે.ધ્યાન વિના ફક્ત જીભથી કરવામાં આવતા સુમિરણને સુમિરણ કહેવામાં આવતું નથી.મનથી કરવામાં આવતા સુમિરણને જ સુમિરણ કહેવામાં આવે છે.
!! માલા ફેરત જગ મુઆ ગયા ન મનકા ફેર,કરકા મણકા ડારિકે મનકા મણકા ફેર !!
આ સુમિરણમાં જેટલો દ્દઢ વિશ્વાસ,નિષ્‍કપટતા અને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન થશે તેટલો જ વધુ લાભ થાય છે અને ભક્તિમાર્ગમાં આગળ વધી શકાય છે. કામના અને માયાનું લક્ષ્‍ય સુમિરણની શક્તિને ઓછી કરે છે.
સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.
(૧) દિખાઉ...દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને.
(ર) બિકાઉ...ધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી.
(૩) ટિકાઉ...ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્‍ઠ સુમિરણ કહેવામાં આવે છે.
!! ભગતિ કરે તો ઐસી કરે જાણી શકે ના કોઇ,જૈસે મહેંદી પાતમેં રહી રંગ લબકોઇ !!
આવા સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી.
!! અંતર સૂરતિ જગાઇકે મુખસે કછુ ના બોલ,બાહર કે ૫ટ દેઇકે અંદર કે ૫ટ ખોલ !!
સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે.
!! જ્યોં તિરિયા પિયર બસે સૂરત રહે પિય માંહી,ઐસે હી ભગત જગતમેં પ્રભુકો ભૂલે નાહિં !!
પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્‍ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.
આંખ ન મૂંદૂં કાન ન રૂંધુ કાયા કષ્‍ટ ન ધારૂં,
ખુલે નયન મેં હંસ હંસ દેખૂં સુંદર રૂ૫ તિહારૂં,
કહૂં સો માન સુનું સો સુમિરણ જો કછું કરૂં સો સેવા,
ગૃહ ઉજાડ એક કરી જાનો પૂંજૂ ઔર ન દેવા !! કબીર !!
જ્ઞાની સંતો અને ભક્તોની આ મનોવૃત્તિને ગોસ્વામી તુલસીદાસજીએ પાંચમી ભક્તિ બતાવતાં કહ્યું છે કે
મંત્ર જા૫ મમ દ્દઢ વિશ્વાસા,પંચમ ભજન સો વેદ પ્રકાશા !! રામચરીત માનસઃ૩/૩૬/૧ !!


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com