Saturday 7 September 2013

ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે વિવિધ મહાનુભાવોના લેખો 2013



ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે વિવિધ મહાનુભાવોના લેખો 2013

સદગુરૂના ચરણોની મહિમા

સદગુરૂની મહિમા સાંભળીને નિરઅહંકારી મનુષ્‍ય અહોભાવથી ઓતપ્રોત બની જાય છે અને તેની અંદર એક પ્રકારની અમૃતવર્ષા વરસવાની શરૂ થઇ જાય છે,પરંતુ અહંકારી વ્યક્તિને સદગુરૂની મહિમા સાંભળીને દુઃખ થાય છે કારણ કેઃ સદગુરૂની મહિમાનો અર્થ છે પોતે પોતાને મિટાવી દેવું.. પોતાનું અસ્તિત્વ ભૂલી જવું, કારણ કે જ્યાં સુધી મનુષ્‍યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી..જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.
સદગુરૂની મહીમા સાંભળવાથી માનવ મનમાં રહેલા અહંકાર ઉ૫ર આઘાત થાય છે જ કારણ કેઃ માનવ કોઇની આગળ નતમસ્તક થવા તૈયાર નથી.તેનામાં પોતાનાથી શ્રેષ્‍ઠની પાસેથી કંઇ૫ણ શીખવાની ભાવના નથી,તેથી તે સદગુરૂના શ્રીચરણોમાં નતમસ્તક બની શિષ્‍યત્વ ગ્રહણ કરવા ૫ણ તૈયાર થતો નથી.મનુષ્‍યનો અહંકાર મનુષ્‍યને ખોટું માર્ગદર્શન આપે છે કેઃ જીવનમાં સદગુરૂની આવશ્યકતા છે..૫રંતુ વાસ્તવિકતા એ છે કેઃ પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના વિના પોતાની મેળે કંઇ જ શીખી શકતો નથી.આજનો માનવ અહંકારમાં મસ્ત બની આધ્યાત્મિકતાને પ્રાપ્‍ત કરવાનું ઇચ્છે તો છે ૫રંતુ તેના માટે કોઇ સંત-સદગુરૂની સમક્ષ નતમસ્તક થવા તૈયાર નથી. સદગુરૂની મહીમાનો અર્થ છે મનુષ્‍ય એ શિષ્‍ય બનીને જીવન જીવવાની કળા શીખી લેવી. મનુષ્‍યમાં કર્તા૫ણાનો ભાવ દૂર થાય..મનુષ્‍યના અંતરમાં સાક્ષીભાવ નિર્માણ થાય..આના માટે સદગુરૂના વચનોને માનીને જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે.
પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
માનીએ જો અમે વચન ગુરૂના..ગુરૂની મહીમા થાય છે,
આપ મેળે થઇ જાતું સુમિરણ..મનનો મેલ દૂર થાય છે... (અવતારવાણી)
સદગુરૂની મહીમાનું રસાયણ એ છે કેઃ સદગુરૂની ઉપાસનાની ઝલક શિષ્‍યના કર્મોમાં દેખાવવી જોઇએ.તેનામાં શ્રદ્ધા..વિવેક..સહનશીલતા..૫રો૫કાર..વિનમ્રતા..સાચી પ્રાર્થના અને સંતુષ્‍ટિ..જેવા દૈવી ગુણોની સુગંધ દેખાવી જોઇએ.તે ઉ૫રાંત શિષ્‍યમાં તૃષ્‍ણા..કામ..ક્રોધ..લોભ..મોહ અને અહંકારરૂપી અગ્નિની જ્વાળાઓ શાંત થયેલી જોવા મળવી જોઇએ,એટલે કે શિષ્‍યના જીવનમાં રૂપાંતરણ જોવા મળવું જોઇએ.આવા સદગુરૂના શરણમાં જવાથી મનુષ્‍યના તમામ કલહ-ક્લેશ.. વિકારો દૂર થઇ જાય છે.
પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
ગુરૂનો મહીમા ગાવાથી જ, કલહ-ક્લેશ સૌ થાયે દૂર,
ગુરૂનો મહીમા ગાવાથી જ, મનની અંદર થાયે નૂર,
ગુરૂનો મહીમા ગાવાથી જ, મનમાં આવે શિતળતા,
ગુરૂનો મહીમા ગાવાથી જ, ૫ત્થર ધારે શિતળતા,
ગુરૂનો મહીમા ગાવાથી જ, પાપી ૫ણ પુનિત થાય,
ગુરૂનો મહીમા ગાવાથી જ, અમર વસ્તુને પામી જતા,
કહે અવતાર ગુરૂકૃપાથી જગ તૃષ્‍ણા છુટે મન થકી...’’ (અવતારવાણી)
વાસ્તવમાં સંત મહાત્માઓના આ કથનમાં ખૂબ ગૂઢાર્થ છુપાયેલો છે કે એવી અલૌકિક વિભૂતિ જેના દર્શન કરવાથી ૫રમાત્માની યાદ આવી જાય તેને સદગુરૂ કહેવામાં આવે છે અને જેન જોઇને સદગુરૂની મહીમા યાદ આવી જાય તેને સાચો શિષ્‍ય(ગુરૂમુખ) કહેવામાં આવે છે.
કોઇ એક ગૂફામાં હજારો વર્ષથી અંધકાર હોય અને આ૫ણે તેમાં એક બાકોરૂં પાડી દઇએ અને તેમાં સૂર્યના કિરણોનો પ્રવેશ થઇ જાય તો તે ગૂફામાં તે જ ક્ષણે અંધકાર દૂર થઇ જાય છે.ગૂફામાં હજારો વર્ષથી રહેનારો અંધકાર એવું નથી કહેવાનો કેઃ હું અહીયાં આટલા વર્ષોથી આવ્યો છું તો ધીરે ધીરે જઇશ..! જેવો પ્રકાશ થાય છે કે તુરંત જ અંધકાર વિલિન થઇ જાય છે,તેવી જ રીતે હ્રદયમાં ભગવાનની દિવ્ય જ્યોતિના ઉદય થતાં જ અનાદિકાળનું અજ્ઞાન ૫ણ નષ્‍ટ થઇ જાય છે અને અમોને સર્વત્ર ભગવાનની સત્તાનો જ અનુભવ થાય છે.
જગતના લોકોને એવો ભ્રમ ભરાઇ ગયો છે કે મનુષ્‍ય જે જન્મ જન્માન્તરથી પાપી છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થઇ શકે ? સંતો ઉ૫રોક્ત વાતો સમજાવીને અમારો ભ્રમ દૂર કરે છે અને કહે છે કેઃ જ્ઞાનનો પ્રકાશ થતાં જ મનુષ્‍ય ઉજ્જવલ બની જાય છે.આ જ વાત અર્જુનને સમજાવતાં ભગવાન શ્રી કૃષ્‍ણએ કહ્યું છે કેઃ કર્મોની સીમા તો જ્ઞાન છે.આ જ્ઞાન પ્રાપ્‍ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ
તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્‍તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઇને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી..એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્માતત્વને બરાબર ઓળખનારાએ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.’’
સદગુરૂની કૃપાથી જ મનમાં વિદ્યમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે.ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ વિના ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થઇ શકતું નથી.
જેવી રીતે લાકડાનો વિશાળ ઢગ એકમાત્ર ચિનગારીથી કોલસો બની જાય છે..તેવી જ રીતે કોઇ ગમે તેટલો પાપી કેમ ના હોય જ્ઞાનરૂપી જ્યોતિના જાગ્રત થતાં જ તેના તમામ પાપો નષ્‍ટ થઇ જાય છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃજે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઇંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે.
ઉ૫રોક્ત વાતોથી એ નક્કી થાય છે કેઃ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થતાં તમામ ભ્રમો સમાપ્‍ત થઇ જાય છે.. માનવ ૫વિત્ર બની જાય છે અને સંસારરૂપી ભવસાગરથી પાર ઉતરી જાય છે.ઘણા લોકો એવો ભ્રામક અને મિથ્યા પ્રચાર કરે છે કે મનુષ્‍યને એક ક્ષણમાં જ્ઞાન કરાવીને સુખી કરી શકાતો નથી..
સંસાર છે તો તેની સત્તા છે,કારણ કેઃ અમે ૫ણ સંસાર એટલે કે સૃષ્‍ટ્રિનું અંગ છીએ એટલે અમારી સત્તા ૫ણ તે જ છે કે જે સમગ્ર સૃષ્‍ટિની સત્તા છે.આમ,આ પ્રભુ ૫રમાત્મા અમારી તથા સમગ્ર સૃષ્‍ટિની સત્તા છે.અમે બૂંદ છીએ અને પ્રભુ ૫રમાત્મા સાગર છે.બૂંદ જ્યારે સાગરમાં ભળી જાય છે તો પછી તે બૂંદ ક્યાં રહે છે ! બૂંદ સુખી બની જાય છે..મુક્ત બની જાય છે..સાગર બની જાય છે, એટલે જ લખ્યું છે કેઃ
બૂંદથી રોતી ફીરતી જગમેં, સાગરસે હો ગઇથી જુદા,
બૂંદ બનાદી સાગર ઇસને, ઝુક ઝુક કરતી હૈ સજદા...!!
આમ,સાગર ૫ણ છે અને બૂંદ ૫ણ છે તેથી બૂંદની મુક્તિ નિશ્ચિત છે.આ માટે બૂંદભાવ(જીવભાવ)નો સબંધ સાગર ૫રમાત્માની સાથે જોડી દેવો ૫રમ આવશ્યક છે.આના માટે પ્રભુ ૫રમાત્માના જ્ઞાનની આવશ્યકતા છે.પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સમરથ સદગુરૂના ચરણોમાં નતમસ્તક થવાથી આ જ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.જે સમયે આવા સદગુરૂની કૃપાથી પ્રભુ પરમાત્માના દર્શન થઇ જાય છે, ત્યારે સાધકમાં વિશાળતા..પ્રેમ..નમ્રતા..સમદ્દષ્‍ટ્રિ..૫રો૫કાર..ભાઇચારાની ભાવના...વગેરે ગુણો પ્રગટ થાય છે.
આમ,પૂર્ણ સદગુરૂ મળી જાય તો એક ક્ષણમાં પ્રભુ ૫રમાત્માના દિદાર થઇ જાય છે.જન્મ જન્માન્તરથી કરોડો પાપોથી એક ક્ષણમાં છુટકારો મળી જાય છે.જગતમાંના ખોટા પાખંડી ગુરૂઓના કારણે જ જિજ્ઞાસુઓના ભ્રમો દૂર થતા નથી..વાસ્તવિકતાનો બોધ થતો નથી.ગુરૂદેવ નિરંકારી બાબા પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહે છે કેઃ
બની ગુરૂને ગાદીએ બેસે, દંડવત ખુબ કરાવે છે,
રાહ પૂછે જો કોઇ પ્રભુની, ગમે તે રાહ બતાવે છે,
સાધુવેશ ફસાવી ચેલા, માલ મફતનો આયે છે,
ચેલાઓને લઇ સંગાથે, પોતે ૫ણ ડૂબી જાયે છે,
આવાગમનના ચક્કરમાં ૫ડી, રોઇને બૂમો પાડે છે,
કહે “અવતાર’’ માનવતન મોઘું, મૂરખ વ્યર્થ ગુમાવે છે....(અવતારવાણી)
વાસ્તવિકતા તો એ છે કે પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂની કૃપા થતાં જ પ્રભુ ૫રમાત્માના દર્શન થઇ જાય છે.અવતારવાણીમાં કહ્યું છે કેઃ
પ્રભુ વસે છે અંગસંગ મારી, હું એનામાં વાસ કરૂં,
રાહ પૂછે જો કોઇ પ્રભુની,ગમે તે રાહ બતાવે છે,
સાધુ વશે ફરાવી ચેલા,માલ મફતનો ખાયે છે,
ચેલાઓને લઇ સંગાથે,પોતે ૫ણ ડૂબી જાયે છે,
આવાગમનના ચક્કરમાં પડી,રોઇને બૂમો પાડે છે,
કહે “અવતાર’’ માનવતન મોંઘુ,મૂરખ વ્યર્થ ગુમાવે છે...(અવતારવાણી)
વાસ્તવિકતા તો એ છે કેઃપૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂની કૃપા થતાં જ પ્રભુ પરમાત્માનાં દર્શન થઇ જાય છે.
અવતારવાણીમાં કહ્યું છે કેઃ
પ્રભુ વસે છે અંગસંગ મારી,હું એનામાં વાસ કરૂં,
એમાં જ ખાવું-પીવુ-૫હેરૂં,એમાં જ હસુ વિલાસ કરૂં,
શ્વાસે શ્વાસે કરૂં સુમિરણ,એ સંગાથે પ્રેમ કરૂં,
પ્રતિક્ષણ રહેતો આંખની આગળ,દર્શન વારંવાર કરૂં,
લાખ લાખ આભાર ગુરૂનો,જેને સત્ય વાત સમજાવી છે,
કહે અવતાર’’ પ્રભુ મિલાવી,યમથી જાન છોડાવી છે....(અવતારવાણી)
ખરેખર પૂર્ણ સદગુરૂ મળતાં જ સર્વસ્વ મળી જાય છે,કારણ કેઃપૂર્ણ સદગુરૂ પોતે પ્રભુ ૫રમાત્માનું સાકાર સ્વરૂ૫ હોય છે.
સમજે ના કોઇ રૂ૫ પ્રભુનું,જ્યાં સુધી ગુરૂ દેખાડે ના,
માયાનો ઘુંઘટ ના હટાવે,ત્યાં સુધી સામે આવે ના,
વાત ન સમજી શકતું કોઇ,જ્યાં સુધી ગુરૂ સમજાવે ના,
કરે ના જ્યાં સુધી દયા કૃપાળુ,કોઇ૫ણ પ્રભુને પામે ના,
પ્રભુ માયાની ઓઢી ચુંદડી,સદગુરૂ બનીને આવે છે,
કહે “અવતાર’’૫રમાત્મા સાથે આત્માનું મિલન કરાવે છે... (અવતારવાણી)
ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પ્રભુ ૫રમાત્માના પ્રત્યક્ષ દર્શન ક્ષણમાં થઇ શકતા નથી. મુક્તિ મળતી નથી.આ વાતો નિરાધાર અને ભ્રામક છે.મનુષ્‍યના ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.
જ્ઞાન પ્રાપ્‍તિ ૫છીની અવસ્થા વિશે કહ્યું છે કેઃ
ગુરૂની આજ્ઞા માની મનથી,સેવા કરે તે સેવક છે,
સાચી લગનને તન-મન-ધનથી,સેવા કરે તે સેવક છે,
સેવા કરીને ગુરૂ રીઝવવા,એ જ કામ છે સેવકનું,
પ્રેમ નિભાવવો ગુરૂ સંગાથે,એ જ કામ છે સેવકનું,
માયાથી જે પ્રિત કરે ના,પ્રભુથી બાંધે જીવન દોર,
કહે “અવતાર’’ એ પૂરો જ્ઞાની,દેખે પ્રભુને ચારે કોર.....(અવતારવાણી)
સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જે ગુરૂભક્ત આ જ્ઞાનને જીવનમાં ઉતારે છે અને પ્રભુના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તે જ સાચો ગુરૂભક્ત છે.જ્ઞાન પ્રાપ્‍તિ પછી શિષ્‍યમાં પોતાના સદગુરૂ અને ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ આવી જાય છે.સદગુરૂ જે કઇ કહે છે તે સત્ય છે અને પ્રભુ ૫રમાત્મા જે કંઇ કરે છે તેમાં અમારૂં હિત સમાયેલું હોય છે.તેમનો દ્દષ્‍ટિકોણ એવો બની જાય છે કેઃતે દરેકમાં સદગુણો જ જુવે છે અને ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમાં પોતાની મનઃસ્થિતિ એક સરખી રાખી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.હંમેશાં પ્રસન્ન રહે છે.એકવાર ગુરૂદેવે એક દ્દષ્‍ટાંત સંભળાવ્યું હતું કેઃ
એક ચિત્રકાર પોતાના શિષ્‍યને ચિત્ર બનાવવાની કળા શિખવાડી તે સમયે ગુરૂ ૫ણ ચિત્રો બનાવતા હતા.ગુરૂ શિષ્‍ય બંન્નેના બનાવેલા ચિત્રો બજારમાં વેચતા હતા.તેમાં શિષ્‍યના બનાવેલા ચિત્રના રૂ. ૩.૦૦ ઉ૫જતા હતા અને ગુરૂના બનાવેલ ચિત્રના ફક્ત રૂ.૨.૦૦ ઉ૫જતા હતા.ગુરૂજી જ્યારે પોતાના શિષ્‍યને તેના ચિત્રમાં વધુ સુધારા કરવા માટે મંતવ્ય આ૫તા હતા ત્યારે એક-બે વાર શિષ્‍યએ વાત માની લીધી,પરંતુ અહંકારના કારણે એકવાર ગુરૂજી ચિત્રના સુધાર માટે સુઝાવ આપી રહ્યા હતા, ત્યારે શિષ્‍યએ કહી દીધું કે ગુરૂજી ! આપ મને શું સુઝાવ આપો છો ! તમારૂં બનાવેલ ચિત્ર બજારમાં ફક્ત બે રૂપિયામાં વેચાય છે જ્યારે મારૂં બનાવેલ ચિત્ર ત્રણ રૂપિયામાં વેચાય છે..! આ સાંભળી ગુરૂજીએ સમજાવ્યું કેઃ બેટા ! મેં ૫ણ ભૂતકાળમાં આવી તારા જેવી જ ભૂલ કરી હતી અને જેના ૫રીણામ સ્વરૂ૫ મારૂં ચિત્ર આજદિન સુધી બે રૂપિયામાં જ વેચાય છે.તે સમયે મારૂ બનાવેલ ચિત્ર બે રૂપિયામાં વેચાતું હતું અને મારા ગુરૂજીનું બનાવેલ ચિત્ર એક રૂપિયામાં વેચાતું હતું.મારા ગુરૂજી મને સમજાવતા હતા ત્યારે મેં ૫ણ તે આપ્‍યો તેવો જ જવાબ આપ્‍યો હતો અને તેના ૫રીણામ સ્વરૂ૫ હું આગળ વધી શક્યો નથી અને તેથી જ હું નથી ઇચ્છતો કે તારૂં ચિત્ર ૫ણ ફક્ત ત્રણ રૂપિયામાં વેચાય,તેથી હું તને સુધારાત્મક મંતવ્ય આપી રહ્યો છું.
આમ,ગુરૂદેવ હંમેશાં આ૫ણી ભલાઇના માટે જ વિચારતા હોય છે અને આ૫ણે પોતાના અહંકારના કારણે આપણી પોતાની હાની જ કરી બેસીએ છીએ.
ઇશ્વરની ઓળખાણની વિધિ બતાવતાં સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
વિના દેખે મન ના માને, મન માન્યા વિના પ્રેમ નહી,
પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉદ્ધાર નહી,
ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,
ગુરૂ વિનાની ભક્તિ નકામી,જીવન વ્યર્થ ગુમાવે છે,
સદગુરૂના ચરણોમાં આવી,ઇશ્વરની ઓળખાણ કરો,
અવતાર’’ ગુરૂની કૃપાળુ દ્દષ્‍ટિ જીવનનું કલ્યાણ કરે....!! અવતારવાણી !!



સંકલનઃ
વિનોદભાઇ મંગળભાઇ માછી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com







આપણે... આપણા ગુરૂ થઇએ...!

દરેક ઘટનામાં ગુરૂ બેઠો છે... કોઇની ચડતી-પડતીમાં કયા કયા પરિબળોએ ભાગ ભજવ્યો એ જાણીને પણ માણસ પોતાની જિંદગી સંવારી શકે છે.
આપણે જન્મીએ છીએ ત્યારે માત્ર રડતાં જ આવડતું હોય છે. ધીરે ધીરે જેમ-જેમ મોટા થઇએ છીએ તેમ-તેમ જોઇને, સાંભળીને કંઇક હરકત કરતાં કે કાલુઘેલું બોલતા શીખીએ છીએ. આ નાતે આપણા સૌ પ્રથમ ગુરૃ તો મા-બાપ થયા. જ્યાં આપણે પાયાના સંસ્કાર મેળવીએ છીએ. ત્યાર પછી આપ સૌ જાણો છો તેમ અક્ષરજ્ઞાાન આપનારા ગુરૃજીઓ મળ્યા જ્યાં, વાંચન-લેખન-ગણન દ્વારા ગ્રહણશક્તિ મુજબ નાના કે મોટા માણસ બન્યા..! આ બંને ગુરૃજીઓ આજીવન પૂજનીય રહેવાના.
છતાં પણ જિંદગીના એક ચોક્કસ પડાવ દરમ્યાન જાતે જ જાતના ગુરૃ બનવામાં ફાયદો છે. અવલોકન, ઊંમર અને અનુભવથી સાંસારિક, ભૌતિક, માનસિક, સામાજિક તેમજ અધ્યાત્મિક સુખ કોને કહેવાય, એની સમજણ માંહ્યલો આપતો હોય છે. ઊંમર અને અનુભવ કંઇક તો શીખવે કે નહિ..? પણ આપણને સૌને ઉલ્લુ સમજીબેઠેલા આ ચિલ્લા-ચાલુ.. પ.પૂ. ધધૂઓએ શબ્દોનો વેપલો ચાલુ કરી આપણને બીવડાવે છે? જો કે એમાં એમનો પણ વાંક નથી, વાંક છે, આપણી લાલસાઓનો, વાસનાઓનો..! ભગવાન શ્રીરામ કે કૃષ્ણના ગુરૃઓને યાદ કરો જરા...!
બાળપણની પેલી મજાની વાર્તા, વાંદરાઓની અને કાગડાનીમાંથી જે તે સમયે આપણે કંઇક તો શીખ્યા જ હતા. પણ જો એને આજના સંદર્ભમાં જોઇએ તો કદાચ શક્ય છે કે એવું પણ લાગે કે વાંદરાઓ ટોપી કાઢીને નીચે ફેંકવાની મૂર્ખામી ન પણ કરે..! યા તો કાગડો આપણું જોઇને, કાંકરા વીણવાની કડાકૂટ કરતાં કૂંજામાં ''સ્ટ્રૉ'' નાખીને પાણી પીવે..! કહેવાનો મતલબ એ છે કે અનુભવ જ શ્રેષ્ઠ ગુરૃ છે. હકારાત્મક કે નકારાત્મક અભિગમ એમાંથી જ પેદા થાય છે. દરેક ઘટનામાં ગુરૃ બેઠો છે... કોઇની ચડતી-પડતીમાં કયા કયા પરિબળોએ ભાગ ભજવ્યો એ જાણીને પણ માણસ પોતાની મોજુદા જિંદગી સંવારી કે બગાડી શકે છે. કોઇના બરબાદ થયેલા જીવતરમાંથી પોતે વ્યસનમુક્ત, સટ્ટામુક્ત, કે ભ્રષ્ટાચારમુક્ત થઇ શકે છે..!?! કોઇ પુસ્તકનું પાનું તમારો જીવન-નકશો બદલવાની ક્ષમતા ધરાવે છે. ગુરૃ તો તમો કીડી, કાગડા કે કૂતરાને પણ બનાવી શકો છો. કાયમ વિદ્યાર્થી બનીને રહીએ તો દુનિયાની પાઠ-શાળામાં ઘણું શિક્ષણ મળી શકે એમ છે. આપણે તો જીવન કેમ જીવવું એ જ શીખવું છે ને... આગળનું તો એને મેળે સુધરી જશે યાર...! આખી જિંદગી મહોરાં પહેરીને ફર્યા હોઇએ તો પછી જ્ઞાાન ક્યાં મળે? એના માટે અંતર્યાત્રા કરવી પડે. અનુભવયાત્રા કરવી પડે. પછી ચાર ધામની યાત્રા થાય કે ન થાય, કશો વાંધો નહિ..! કેમ કે ચારેય ધામે આપણામાં આવીને ધામા નાખ્યા હોય..!
દુઃખની વાત એ છે કે આપણા ધર્મગુરૃઓ તું નાનો ને હું મોટો, તું ખોટો ને હું સાચો, આવું બધું પૂરવાર કરવા આપણને હથિયાર બનાવતા રહ્યા છે..? આપણને પોપટ બનાવયા કરતાં... આનંદધર્મ, પ્રેમ-ધર્મ, સેવા ધર્મ, જવાબદારી ધર્મ શીખવે એ જ સાચા ગુરૃ કહેવાય... અને આ ગુરૃ તો તમારી અંદર બેઠો છે... ઢૂંઢો..!?! તમારે કે મારે કોઇને પણ, અરે દુશ્મનોનેય પણ નડતરરૃપ નથી બનવું એવું જ્ઞાાન મેળવવા, કોઇની કંઠી બાંધવા કરતાં જાત સાથે એટેચમેન્ટ થવું વધારે હિતાવહ છે... ''ગુરૃ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૃવે નમઃ ધાવણા બાળકથી લઇને, પશુપંખીથી લઇ આપણી ચો-પાસ કુદરતે રચેલી જે અદ્ભૂત લીલા જોઇએ છીએ... એ તમામનો વાર્તાલાપ જાત સાથે કરશું તો જીવનની કેડી કંડારવાની અનોખી મજા આવી શકે એમ છે, બોલો..!
- અંજના રાવલ

અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા ગુરુઓ

ગુરુ શિષ્યને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ શિષ્યને જીવનમાં ડગલે ને પગલે સાચો રાહ ચીંધે છે, તેથી જ કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાયમાં ગુરુનું વિશેષ મહત્ત્વ છે. ગુરુપુર્ણિમાના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂજ્ય ગુરુઓના આશીર્વાદ મેળવીએ
સમર્પણના વિકાસનું પર્વ : ગુરુપુર્ણિમા
શાંતિકુજ હરિદ્વારના સંસ્થાપક અને લાખો પરિજનના ગુરુ શ્રીરામ શર્મા આચાર્યજી કહેતાં હતા કે, "જો મને સમર્થ ગુરુનું માર્ગદર્શન ન મળ્યું હોત તો હું એ કક્ષાએ ન પહોંચી શક્યો હોત જ્યાં પહોંચવા સમર્થ બન્યો. આ એટલા માટે જ શક્ય બન્યું કે તેમણે માર્ગદર્શક ગુરુમાં સમગ્ર શ્રદ્ધા એકત્રિત કરીને સર્મિપત કરી. જેના લીધે જ ગુરુદેવની અવિરત કૃપા વરસતી રહી. ગુરુમાં સંપૂર્ણ શ્રદ્ધા એ જ એકલવ્યને મહાન ધનુર્ધારી બનાવ્યો."
રામકૃષ્ણ પરમહંસના અગણિત શિષ્ય હતા, પણ સૌથી વધુ લાભ સ્વામી વિવેકાનંદને મળ્યો, કારણ ગુરુની કૃપામાં પક્ષપાત ન હતો, પરંતુ પાત્રતામાં ભિન્નતા હતી. વર્ષા તો અવિરત એકસરખી જ વરસે છે, પણ નદીઓમાં પાણીનો સંગ્રહ થાય છે અને પહાડો પરથી પાણી વહી જાય છે. જેટલું પાત્ર ઊંડું હશે તેટલી ગુરુની કૃપાને તમે ઝીલી શકશો. ગુરુની કૃપા મેળવવા માટે અને તેમના ઓજસ-તેજસને આપણા વ્યક્તિત્વમાં ઝીલવા માટે એકલવ્ય, સ્વામી વિવેકાનંદ અને અર્જુન જેવી પાત્રતા કેળવવી પડે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવા માટે અને ગુરુની અનુકંપા મેળવા માટે મનમાં અતૂટ શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. દ્રોણાચાર્યને ગુરુ તરીકે તન-મનથી પાસે રાખનાર કૌરવ જે ન શીખી શક્યા તે દૂર રહેનાર એકલવ્ય શીખી જાય છે. આનું કારણ શું? તો તેનો ઉત્તર માત્ર શ્રદ્ધા જ છે. આ શ્રદ્ધાનો જ ચમત્કાર છે. આત્મિક પ્રગતિ માટે તેને જ કારણભૂત માનવામાં આવે છે. તો ગુરુપુર્ણિમાના આ પર્વ પર આપણે પણ આપણા ઇષ્ટ આરાધ્યનાં ચરણમાં મનની અતૂટ શ્રદ્ધાને સર્મિપત કરીશું તો ગુરુજીના વિરલ વ્યક્તિત્વના સાંનિધ્યનો સુંદર લાભ મેળવી શકીશું અને વિકટ માર્ગોમાંથી એ જ માર્ગદર્શક મંજલે પહોંચાડશે. 
દાદી જાનકી
સૌને ગુરુની સાથે સદ્ગુરુના આશીર્વાદ મળે
આપણા સર્વે પર્વ-ઉત્સવોમાં ગુરુપુર્ણિમાનું પર્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મનુષ્યાત્માઓ માટે સદ્ગુરુ પરમપિતા શિવ છે. ગુરુપુર્ણિમાના પર્વ પર આપણે એ સંકલ્પ લઈએ કે સદ્ગુરુ પરમાત્માના દરેક માર્ગદર્શનને જીવનમાં અપનાવતા આગળ વધીએ. તેનાથી જ સદ્ગુરુ પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થશે. ગુરુ જ સદ્ગુરુ (પરમાત્મા) સુધી પહોંચવાનો માર્ગ ચીંધે છે. સમગ્ર વિશ્વમાં સૌને ગુરુની સાથે સદ્ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તેમની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય તેવી શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ગુરુપુર્ણિમાના આ પાવન પર્વે સદ્ગુરુ પરમાત્મા પાસેથી સૌને ઈશ્વરીય સ્નેહ તથા આશીર્વાદ પ્રાપ્ત થશે.
રમેશભાઈ  ઓઝા
આપણાં પહેલા ગુરુ : માતા-પિતા
પોતાની જાતની સંભાળ એ જ વ્યક્તિ રાખી શકે જેને સદ્ગુરુ સંભાળે, જેની જવાબદારી સદ્ગુરુ લઈ લે. આપણા પહેલા ગુરુ છે માતા-પિતા અને તેમની જરૂરિયાત આપણને જન્મતાંવેંત જ પડે છે. જન્મદાતા અને જીવનદાતા માતા-પિતા જ છે.
માતા ગુરુ છે, પિતા ગુરુ છે. બીજા ગુરુ છે શિક્ષા ગુરુ. 'માતૃદેવો ભવ', 'પિતૃદેવો ભવ' ત્યાર પછી 'આચાર્ય દેવો ભવ' જેમણે આપણને જ્ઞાન આપ્યું. આપણા અજ્ઞાનરૂપી અંધકારને જેમણે દૂર કર્યું એ શિક્ષા ગુરુને આપણે પ્રણામ કરીએ. ત્રીજા ગુરુ છે - દીક્ષા ગુરુ. જેનાથી આપણે દીક્ષિત થઈએ છીએ. જેમણે આપણા જીવનનું લક્ષ્ય શું છે તે આપણને શીખવ્યું. જેમણે આપણી અંદર રહેલી આધ્યાત્મિક રુચિને જાગૃત કરી અને પછી તે રસ્તા પર ચાલવા માટે આપણને સતત પ્રેરિત કરતા રહ્યા, માર્ગદર્શન આપતા રહ્યા અને તમે ક્યારેક થાકી ગયા, હારી ગયા અને ચૂકી ગયા તો તેમણે તમારો હાથ પકડી ફરીથી ઊભા કર્યા.
જબ મુઝસે કોઈ ખતા હુઈ
તૂને ફિર સે ગલે લગા લિયા ।।
દીક્ષા ગુરુ મંત્રથી દીક્ષિત કરે છે, પરંતુ જોવા જઈએ તો ગુરુનું પ્રત્યેક વાક્ય મંત્ર છે. તેનો પ્રત્યેક શબ્દ મંત્ર છે.
ચોથા ગુરુ છે આ સંસાર, આ જગત. જગતને ગુરુ માનવું સર્વથા ઉચિત છે. જગત પણ ભગવાનના સદ્અંશથી બન્યું છે, તેથી જગત પણ ગુરુ છે. ભગવાનના જ એક સ્વરૂપને આપણે શ્રીમદ્ ભાગવત કહીએ છીએ, તેથી ભગવાન સૌના ગુરુ છે.
આ પાંચેય ગુરુ પ્રત્યે આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા, આપણો ભાવ અને આપણી કૃતજ્ઞાતા પ્રગટ કરવાનો દિવસ છે ગુરુપુર્ણિમા. આ પાંચેય ગુરુને પ્રણામ કરીને કૃતકૃત્ય થવું જોઈએ.
દ્વારકેશલાલ્જી
ગુરુજનોનો મહિમા અપરંપાર છે
અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, પુષ્ટિમાર્ગના પ્રણેતા, આપણા આચાર્યચરણ એ નિગૂઢ હૃદયવાળા છે. બ્રહ્મસંબંધ, દાનકર્તા શ્રી વલ્લભના નામસ્મરણથી બધા સંશયો મનમાંથી દૂર થઈ જાય છે. જેમ દેહમાં જીવાત્મા ન હોય તો દેહની કોઈ ક્રિયા થઈ શકતી નથી, દેહનું ચેતન સંભવ નથી થતું તેમ પુષ્ટિપ્રભુની દિવ્ય લીલાઓની ઝાંખી સુધાસ્વરૂપ શ્રી વલ્લભના સંબંધ વિના થઈ શકતી નથી. વૈષ્ણવોના ભક્તિ સ્વરૂપ દેહમાં જીવાત્મા સ્વરૂપે શ્રી વલ્લભની નિશ્રા જરૂરી છે.
વૈષ્ણવોના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે એ જ ભક્તિની શક્તિ છે. રસાત્મક ભાવોના ઉદ્દીપનકર્તા શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીકૃષ્ણને પામવા, પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા, શ્રી વલ્લભ શરણ જ અતિ ઉત્તમ માર્ગ છે, કારણ કે વલ્લભ સમસ્ત અપાકૃત એટલે રસાત્મક, ભાવાત્મક પુષ્ટિ પ્રભુની ઝાંખી થતી હોય છે. આલોક કે પરલોકના તમામ પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય શ્રી વલ્લભનાં ચરણકમળની રજમાં છે અને એ રજની પ્રાપ્તિ વૈષ્ણવોના ભક્તિમય જીવનનું લક્ષ્ય હોવું જરૂરી છે. તેથી શ્રી વલ્લભનું નિત્ય સ્મરણ કરવું એ પુષ્ટિ ભક્તિની પ્રાથમિકતા છે. 'સર્વોત્તમ સ્તોત્ર'નું પઠન એટલે શ્રી ગુંસાઈજી રચિત શ્રી વલ્લભનાં ૧૦૮ નામો સ્વરૂપ દિવ્ય સ્મરણ જ છે. શ્રી વલ્લભ આનંદરૂપ છે. વૈષ્ણવો શ્રી વલ્લભના નામસ્વરૂપ સ્મરણથી આનંદરૂપ પરમાનંદની પ્રાપ્તિ કરી શકે તેમાં કોઈ જ સંશય નથી. 'સર્વોત્તમ સ્તોત્ર'નું પઠન નામસ્મરણનો શ્રેષ્ઠ માર્ગ છે.
સદ્ગુરુમાં અને ઈશ્વરમાં ભેદ નહીં જોનાર આત્માને જ નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન આપનાર ગુરુજનોનો મહિમા અપાર અને અનિર્વચનીય છે.
દીપકભાઈ દેસાઈ
સદ્દગુરુ ના ચરણ ને શરણમાં જ મોક્ષ છે
સદ્ગુરુ એ જ કે જે નિશદિન આત્મદશામાં રમણ કરતા હોય અને સૌ જીવોના આત્મકલ્યાણાર્થે જ જીવતા હોય. જે આપણને આ વિનાશી સંસારી સુખવિલાસોનું વાસ્તવિક ભાન કરાવી અવિનાશી સતની પ્રાપ્તિ કરાવનારા હોય. જે પોતે તરેલા હોય અને બીજાને પણ તારવાનું સામર્થ્ય ધરાવતા હોય. જેમનામાં પ્રેમ, વાત્સલ્ય, કારુણ્યતા, વીતરાગતા, અભેદતા, નિષ્પક્ષપાત જેવા ઉત્કૃષ્ટ ગુણોનો સમન્વય હોય. જેમની પાસે મુમુક્ષુ, જિજ્ઞાસુનું દિલ ઠરી જાય, એને કંઈક વિશેષ પ્રાપ્તિ થાય અને મોક્ષમાર્ગે પ્રગતિ સધાવે એવા સદ્ગુરુના ચરણ અને શરણમાં જ મોક્ષ છે.
ગુરુ એટલે શું?
ગુરુ એટલે ગાઇડ, પથદર્શક. જે સાચો રસ્તો બતાવે એ ગુરુ. પછી તે સંસારના, લૌકિક વ્યવહારના કે ધર્મના જ કેમ ન હોય! જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી મોક્ષમાર્ગે ચઢાવી દે એને સદ્ગુરુ કહેવાય, જે અલૌકિક હોય.
ગુરુની જરૂર ખરી?
ક્યાંય ભૂલા પડયા તો કોઈને પૂછવું ન પડે? ત્યાં ગુરુ કરવા પડે કે નહીં? વ્યવહારમાં કોઈ વખત અડચણ આવે તો કોઈને પૂછવું પડે છેને? છેવટે વહુનેય પૂછવું પડે, તો વહુ પણ ગુરુ જ થઈ ગણાયને? ગુરુ કર્યા વિના ચાલે જ નહીં. ગુરુ વિના જ્ઞાન નહીં. કો'ક અપવાદરૂપ હોય તેને જ ગુરુ કરવા ન પડે, આવા લોકોને સ્વયંબુદ્ધ કહ્યા છે, પણ તેમનેય પૂર્વેના કોઈ ભવમાં ગુરુ તો મળેલા હોવા જ જોઈએ.
આવો, આપણે સહુ ગુરુપુર્ણિમાએ આવા સમર્થ સદ્ગુરુઓને સાચા હૃદયના ભાવથી કોટી કોટી વંદન કરીએ તથા એમના જેવું આત્મસ્વરૂપ પામવા ખૂબ શક્તિઓ માગીએ.
શ્રી શ્રી રવિશંકર
દુનિયાને ગુરુની દૃષ્ટિથી જ જુઓ
ગુરુ એ જ દ્વાર છે. તમને દ્વાર સુધી ખેંચી લાવવા માટે એ દ્વાર આ દુનિયાથી વધુ આકર્ષક હોવું જ જોઈએ. માની લો કે કોઈ શેરીમાં છે. વરસાદ પડી રહ્યો છે, મેઘગર્જના થઈ રહી છે. એ વ્યક્તિને આશરાની આવશ્યકતા છે. એ આસપાસ નજર દોડાવે છે, અંતે દ્વાર દેખાય છે અને એ ત્યાં આવે છે. આ દ્વાર એને દુનિયા કરતાં વધુ આવકારતું, વધુ આકર્ષક, વધુ ઉત્સાહપ્રેરક અને વધુ આનંદભર્યું લાગે છે.
એક વાર તમે દ્વારમાં દાખલ થાઓ પછી આખી દુનિયાને ગુરુની દૃષ્ટિથી જ જોવાના. એનો અર્થ શો થાય? તમારી સામે આવતી દરેક પરિસ્થિતિમાં તમે વિચારશો, 'જો ગુરુ આ સ્થિતિમાં હોત તો એ શું કરત?' 'જો કોઈકે આ રીતે ગુરુનો દોષ કાઢયો હોત તો એ શું કરત?'
આ દુનિયાને હંમેશાં ગુરુની દૃષ્ટિથી જ જુઓ. આ દુનિયા તમને ખૂબ જ સુંદર દેખાશે. દ્વારની બહાર દૃષ્ટિ જતાં તમને કોઈ ડર નહીં રહે. તમે કોઈ પણ ડર વિના બધા સાથે સંબંધ બાંધશો, કારણ તમે હવે આશ્રય હેઠળ છો. તમે તમારા ઘરમાં બેઠા બેઠા મેઘગર્જના સાંભળશો, તોફાનને જોશો, વરસાદને જોશો, ચમકતા સૂર્યને જોશો, અંદર તમારી પાસે બધી જ સગવડો છે. સરસ આનંદભરી ઠંડક છે, ત્યાં બહાર અકળાવનારી ગરમી છે, પરંતુ તમને કોઈ ફરક નથી પડતો, કારણ એવું કાંઈ જ નથી જે તમને અશાંત કરે કે તમારી પૂર્ણતાને છીનવી લે. આવી સુરક્ષાની ભાવના, પૂર્ણતાની લાગણી, આવો આનંદ તમને મળ્યો છે? એ જ તો આશય છે ગુરુના હોવાનો.
ગુરુપુર્ણિમાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે જાગો અને સમજો કે આ સૃષ્ટિના સ્વામી એ તમારા પોતાના જ છે. તમારા પોતાના ગુરુ આખા જગતના ગુરુ છે. તમારો પોતાનો જ આત્મા એ ગુરુ છે.

ગુરુ શિષ્યનો સબંધ

- ગુરૃ, કૃષ્ણ કોણ છે તે જાણી ગયા હતા, તે જાણી શ્રીકૃષ્ણ પાસે ગુરૃદક્ષિણામાં પુત્ર માગ્યો. સાંદીપની તથા તેના પત્ની જાણી ગયા હતા કે શ્રીકૃષ્ણ સામાન્ય માણસ નથી.

આશ્રમમાં રહી ગુરૃની સેવામાં રહી જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરે છે. ગુરૃ ક્યાંરેક અસહિ કામ જીવનના જોખમે કરાવતા હોય છે. તેમાં પાસ થયેલો વિદ્યાર્થી જીવનમાં મહાન પુરૃષ કે, ''યોગસિદ્ધા'' વિશ્વકર્માના માતા બને છે. વિદ્યાર્થી જીવનમાં ક્યારેક અસહિ જીવનના જોખમે ગુરૃ આજ્ઞા કરતા હોય છે.
શ્રીકૃષ્ણમાં પ્રખર બુદ્ધિને કારણે તેના વિદ્યાગુરૃના કહેવાથી એક વખત તેને ગુરૃ સાંદીપનીએ કહ્યું ઃ શ્રીકૃષ્ણ, તારી અભ્યાસમાં ઈન્તેજારી, સખ્તમાં સખ્ત પરીશ્રમવાળા કાર્યો કરવા હિંમત જોઈ હું તારા ઉપર ખુશ છું, મારું વચન છે તારી સકળ મનોકામના પુરી થાય. તારી અભ્યાસ કરવાની સીધન્તા જોય હું ખુશ છું. તે ફક્ત (૧૮) દિવસ રાતમાં ચોસઠ કળા શિખી લીધી. બીજી વિદ્યા સર્વે તે સમય દરમ્યાન શીખી લીધી તે સર્વે દશ વર્ષે માંડ પ્રાપ્ત કરી શકે. આ તારી ચતુરાય જોઇ મને અતિ આનંદ થયો. તું ટુંક સમયમાં તારા ઘેર જઇ શકીશ. આ ચોસઠ વિદ્યાની કળા બીજો વિદ્યાર્થી ન શીખી શકે. આ શ્રીકૃષ્ણની વિદ્યા જાણવાની ચતુરાય હતી.
તે ઉપરાંત આ લોક પરલોક માટે ઉપયોગી જ્ઞાાન સર્વ શીખી લીધું. જ્યારે સર્વ વિદ્યા જાણી લીધા બાદ ગુરૃને દક્ષિણામાં જે જોઇએ તે માંગવા કહ્યું.
આ સમયે ગુરૃ સાંદીપનને મોકો મળ્યો કે મારા એકના એક પુત્રને શંખાસુર રાક્ષસ સમુદ્રમાં લઈ ગયો છે. હું પુત્ર વગર નિરાધાર છું. તેની માતા પુત્ર માટે કલ્પાંત કરે છે. પુત્રની માતા કલ્પાંત છોડી શ્રીકૃષ્ણ પાસે પુત્ર દરિયામાંથી લાવી આપે તે દક્ષિણામાં માંગી લે તો કૃષ્ણ જરૃર પુત્ર શોધી આપશે. એવી ગુરૃ દક્ષિણા લેવી જોઈએ. જેથી કોઈ અસાધારણ મનોરથ પુરો થાય. તે કારણથી ગુરૃએ પોતાની પત્નીને કહ્યું, કૃષ્ણ આગ્રહ કરી દક્ષિણા આપશે ત્યારે જે બાળક શંખાસુર સમુદ્રમાં બુડાળી દીધું તે માગવું. સંદીપનીએ પોતાની પત્નિને બાળક માંગવા અનુમતી આપી.
થોડા વરસો આ વાતને થયા છે. સાંદીપીના પત્નિ પોતાના પુત્રને લઈ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા. પોતે ત્રીવેણી સરસ્વતી, કપીલામાં સ્નાન કરતા હતા. પુત્ર સમુદ્રના કિનારે બેઠો બેઠો રમતો હતો ત્યારે સમુદ્રમાંથી રાક્ષસ બહાર આવ્યો.
સાંદીપની ઋષિના ત્યાં રમતા બાળકને સમુદ્રમાં ઉપાડી ગયો. ઋષિના પત્નીએ બહુ જ કલ્પાંત કર્યું. પત્નીએ સમુદ્ર પડવા જજુમી. પણ સમુદ્ર કિનારે ઉભેલા લોકોએ સમુદ્રમાં પડવા ન દીધી. બાળકને શંખાસુરે સમુદ્રમાં ડુબાડી દીધું.
આજે વિદ્યા ભણાવાની ગુરૃ અથવા ગુરૃ માને દક્ષિણા આપવા કૃષ્ણએ આગ્રહ કર્યો ત્યારે ગુરૃ માતા આજે દક્ષિણા માગવા વખત છે. ગુરૃ, કૃષ્ણ કોણ છે તે જાણી ગયા હતા, તે જાણી શ્રીકૃષ્ણ પાસે ગુરૃદક્ષિણામાં પુત્ર માગ્યો. સાંદીપની તથા તેના પત્ની જાણી ગયા હતા. શ્રીકૃષ્ણ સામાન્ય માણસ નથી. સામાન્ય શિષ્ય ન હતાં.
માતાએ શ્રીકૃષ્ણ પાસે ગુરૃ દક્ષિણામાં પોતાનો પુત્ર માગ્યો. શ્રીકૃષ્ણ કહે ઃ જેવી ગુરૃજીની ઈચ્છા ''તથાસ્તુ.''
શ્રીકૃષ્ણ તુરત રથ પર સ્વાર થયા. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. સમુદ્ર કિનારે આવ્યાં. સમુદ્રની આવતી લહેરો જોતા ઉભા રહ્યાં. સમુદ્ર કૃષ્ણને જાણી ગયો. તેને યાદ આવ્યું. હું આને લંકામાં જવા રસ્તો આપતો ન હતો. આ આગલે જન્મે શ્રીરામ હતા. મને સુકવા બાણ ચડાવ્યું ત્યાં હું તેને શરણે આવ્યો. શ્રીરામને શરણે ગયો. મે, પ્રાર્થના કરી મારામાં હજારો જીવો છે પાણી સાથે તેનો પણ નાશ થશે.
તમારી સેનામાં નલ-નીલ નામના બે વાનર છે તે વિશ્વકર્માના અવતાર તે સમુદ્ર ઉપર પાજ બાંધવા અવતર્યા છે. તો તેમણે સેતુ બાંધી લંકામાં આવી રાવણ માર્યો આ એ જ શ્રીરામ આજે શ્રીકૃષ્ણના રૃપમાં સાંદીપની ઋષિના પુત્રને મેળવવા આવ્યાં છે. તેને જોઇતી વસ્તુ નહિ આપુ તો આજ મને સુકવી દેશે.
સમુદ્ર તુરત દેવતાનું સ્વરૃપ લઈ શ્રીકૃષ્ણનું પૂજન કર્યું.
શ્રીકૃષ્ણ કહે ઃ સમુદ્ર તે મોટી મોટી લહેરોથી અમારા ગુરૃના પુત્રનું હરણ કર્યું છે તે મારા ગુરૃના પુત્રને મને સોંપી દે. તુરંત સોંપી દે.
સમુદ્ર કહે ઃ પ્રભુ, સાંદીપની ઋષિનાં પુત્રનું હરણ મેં નથી કર્યું. મારી નીચે એટલે સમુદ્ર ના તરીએ, એક પંચજન્ય નામનો એક મોટો દૈત્ય રહે છે. તેણે આપના ગુરૃપુત્રનું હરણ કર્યું છે. શ્રીકૃષ્ણ તુરંત સમુદ્રમાં છલ્લાંગ મારી સમુદ્રના તરીયે ગયાં. ત્યાં પેલા દૈત્યને માર્યો તે દૈત્ય સમુદ્રનાં તરીયે શંખના રૃપમાં છે. તે શંખાસૂરને શ્રીકૃષ્ણએ માર્યો પણ તેના પેટમાંથી ગુરૃપુત્ર નિકળ્યો નહિં. પણ દૈત્યના પેટમાંથી ''પાંચજન્ય'' શંખ નીકળ્યો. તે લઈ કૃષ્ણ સમુદ્રમાંથી બહાર આવ્યાં.
આમ તો કૃષ્ણ પહેલેથી જાણતાં હતાં ગુરૃપુત્ર સમુદ્રમાં નથી, તેને તો ખાલી પાંચજન્ય શંખ મેળવવો હતો. પોતાની શક્તિશાળી લીલા જગતને બતાવવી હતી. ત્યાંથી શ્રીકૃષ્ણ તુરંત યમરાજનાં નગરમાં આવ્યાં, તે નગરનું નામ ''સંયમની''માં આવ્યાં. ત્યાં જય કૃષ્ણએ પ્રથમ યુદ્ધમાં તૈયાર થવા પાંચજન્ય શંખ વગાડયો, પાંચજન્યનો આવાજ સાંભળી નર્કમાં હતાં તે સર્વ જીવ પાપ નષ્ઠ થઈ ગયા. સર્વને મોક્ષ મળી ગયો.
સઘળા જીવોને વૈકુંઠમાં રહેવાનું મળી ગયું. યમરાજાએ તુરંત શ્રીકૃષ્ણનું પ્રેમપૂર્વક ષોડષોપૂજન કર્યું. નમ્ર બની ભાવપૂર્વક નિવેદન કર્યું હે લીલા માનવ, વિવિધ પ્રકારની લીલાઓ કરનાર મહામાનવ હું તમારી શું સેવા કરૃં ?
શ્રીકૃષ્ણએ કહ્યું યમરાજ, આપે કંઈ ભૂલ કરી નથી પણ આપના દૂત કોઈ કાર્ય વંશ મારા ગુરૃના પુત્રને અહિં આપની સંયમનીમાં લાવ્યાં છે. તે પુત્ર મને આપી દો.
યમ કહેઃ આપ કહેશો તેમ થાશે. તેમ કહી યમદેવ તુરંત ગુરૃદેવના બાળકને લાવ્યાં. શ્રીકૃષ્ણએ તુરંત તે ગુરૃપુત્રનું મૃત્યુ થયું ત્યારે જે શરીર હતું તેવું જ શરીર ગુરૃપુત્રનું બનાવી આપ્યું અને સમુદ્રએ જે રત્નો વગર સમુદ્રનો ખજાનો આપ્યો હતો તે સર્વ વસ્તુઓ ગુરૃજીના ચરણોમાં ધરી દીધું.
કૃષ્ણ કહે ઃ ગુરૃદેવ, આ ઉપરાંત જોઈએ તે માંગો.
ગુરૃ કહે ઃ વત્સ, ગુરૃદક્ષિણામાં તે સર્વ આપી દીધું. તારા જેવો શિષ્ય મળ્યો હોય પછી ગુરૃની શું ઈચ્છા બાકી રહે ? વત્સ તું તારે ઘેર જા, તારી કીર્તિ આખા જગતમાં ગવાશે. સાંભળનાર પવિત્ર થશે તું જે વેદ ભણ્યો છે તે વેદ નિત્ય તારા ગુણ ગાસે.
શ્રીકૃષ્ણ ગુરૃની આજ્ઞા મળતા વાયુ સમાન વેગવાળા રથ પર સ્વાર થઈ પોતાના નગર મથુરા આવ્યાં.
 
ઘણા દિવસોથી મથુરાના પ્રજાજનોએ શ્રીકૃષ્ણનાં દર્શન કર્યા ન હતા. આજે શ્રીકૃષ્ણના દર્શન થતાં પ્રજાજનો માતા-પિતા, વસુદેવ, દેવકી ભાવ વિભોર બની આનંદમય આખું નગર થઈ ગયું.
આ પ્રસંગથી એ જ્ઞાાન મળે છે વિદ્યાર્થી અવસ્થામાં ગુરૃની કૃપા પ્રાપ્ત કરવા તેની સેવામાં એક ચિત્ત લાગ્યું રહેવું જોઈએ. તો જીવનમાં સમાજને આદર્શ બનાવી શકે છે.
- બચુભાઈ વી. વડગામા

ગુરુના ચરણે જીવન સમર્પિત કરવાનું પર્વ એટલે ગુરુપૂર્ણિમા

- માત્ર પાંચ કે પચ્ચીસ રૃપિયાનો ગુરુપૂર્ણિમાના દિવસે આપણે ગુરુને હાર પહેરાવી દઈએ તે પૂરતું નથી. ગુરુની આજ્ઞામાં મન, કર્મ, વચને જોડાવવું જોઈએ અને એવી રીતે જોડાઈએ તો જ ખરા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવીએ એ સાર્થક કહેવાશે.

ગુરુપૂર્ણિમાને દિવસે સમસ્ત ભારત વર્ષ પોતાનાં ગુરુનું પૂજન કરી શુભ આશીર્વાદ મેળવે છે, ગુરુ ઋણ અદા કરવા પુરુષાર્થ કરવો એ હિંદુ પ્રાણાલિકા છે. ગુરુપૂર્ણિમાએ ગુરુ અને શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે.
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો અણમોલ દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યતકિંચિત્ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ.
જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ તે ઋણમાંથી કદી મુક્તિ થતી જ નથી. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર 'ઋણ સ્વીકાર' અને 'ઋણ સ્મરણ' જ થઈ શકે. આવા 'ઋણ સ્વીકાર' અને 'ઋણ સ્મરણ'નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા.
જીવનમાં ગુરુની અવશ્ય જરૃર પડે છે. તેની ઉપર કવિ ગની દહીંવાલાએ ગાયેલું છે કે,
હસી રહીતી મંઝીલો, છૂટી ગયો તો કાફલો,
થઈ રહ્યો તો રાત-દિન, દિશાઓનો મુકાબલો,
મને થતું કે કોણ હવે, લઈ જશે ઉજાસમાં,
પ્રભુ કૃપા કે સંત તમે મળ્યા, જીવન પ્રવાસમાં.
સગાં-સંબંધીઓનો કાફલો મોં ફેરવીને છૂટી પડયો હોય, ક્યાં જવું ને ક્યાં ન જવું તે સૂઝતું ન હોય ને જીવનના કોઈ એક શ્વાસે ઢળી જ પડવાનું હોય, ત્યારે પ્રભુ કૃપાથી સારથિ સ્વરૃપ સાચા સંત મળી જાય તો મંજિલે પહોંચવામાં જરાપણ વાર લાગતી નથી.
માનવને સાચા રસ્તે લાવવા માટે આદિકાળથી મહાપુરુષોનું પદાર્પણ આ ધરતી ઉપર થતું રહ્યું છે અને તેઓ માનવને સાચો રાહ બતાવીને ખરા અર્થમાં સુખી બનાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે.
'
ગુ' કહેતાં અંધકાર એ 'રુ' કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાાનનો અંધકાર દૂર કરે તો તે ગુરુ.
ઋષભદેવે પણ પોતાના પુત્રોેને ગુરુનાં લક્ષણો બતાવતાં કહ્યું છે કે,
ગુરુ ર્ન સ્યાત્... ન મોચયેદ્ ચ ઃ સમુપેત મૃત્યુમ્ । (ભાગવત્ ૫/૧/૧૮)
જો મૃત્યુ અર્થાત્ જન્મમરણના ભયથી છોડાવે નહિ, તો તે ગુરુ જ નથી.
આપણે આવાં લક્ષણોથી યુક્ત સાચા ગુરુનું શરણું સ્વીકારવું જોઈએ. આવા સાચા ગુરુના શિષ્ય ઉપર અનેક ઉપકારો હોય છે. તો સામે શિષ્યની પણ ફરજ બની જાય છે કે, ગુરુની ને સમર્પિત થઈને જીવન જીવવું જોઈએ. ગુરુની જીભ ફરે ને શિષ્યનું શરીર ફરવા માંડે એટલે કે, આજ્ઞાા પ્રમાણે ચાલવા લાગે તે જ શિષ્ય ખરો.
ગીતામાં કહ્યું છે, 'કરિષ્યે વચનં તવ' તે ્ન્યાયે આપણે ગુરુના વચનમાં ટૂક ટૂક થઈ જઈએ તો જ આપણે સાચા શિષ્ય કહેવાઈએ... શિષ્ય કેવો હોવો જોઈએ? તે જાણવું હોય તો વાંચો આજથી બે સદી પહેલાંનો ઇતિહાસ.
શ્રી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયમાં અનેકને ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય અને ભકિતના પીયુષ પીવડાવીને અનેક સંતો-ભક્તોની ફોજ તૈયાર કરી છે કે, જેમણે જગતના સુખોને તિલાંજલિ આપીને જીંદગીભર બ્રહ્મચર્ય પાળ્યું છે. તેમના તન, મન, અને ધન એ સર્વે તેમણે ભગવાનને અર્થે અર્પણ કરી દીધા હતા. અનેકાનેક સ્ત્રી ભક્તો પણ એવા થયાં છે કે, જેમણે નાની ઉંમરમાં જ સંસારના સુખને વૈરાગ્યની અગ્નિમાં ખાખ કરી દીધા છે અને સાંખ્યયોગ ધારણ કરીને ભગવાન ભજ્યા છે. તો અનેક એવા સ્ત્રી ભક્તો થયા છે કે, જેમની ઈચ્છા ન હોવા છતાં શ્રી હરિની આજ્ઞાાથી પરણ્યાં છે અને કરિયાવરમાં સત્સંગને લેતા ગયાં છે અને સંસારમાં જળકમલવત રહીને ભગવાન ભજ્યા છે અને ભજાવવ્યાં છે. આજે આપણે સોરઠ દેશમાં આવેલા બાલાગામના સુંદરબાએ ગુરુના વચને કરેલા સમર્પણમાંથી પ્રેરણા મેળવીએ.
બાલાગામના ભક્તો ઘણા વર્ષોથી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના ગામમાં પધારવા વિનંતી કરી રહ્યા હતા. તેમના મનોરથો પૂરવા માટે શ્રી હરિ ત્યાં પધાર્યા. ભક્તોએ વાજતે-ગાજતે સ્વાગત કરી ગામમાં અને ઘરોઘર પધરામણિ કરાવી. એક દિવસ આ સુંદરબાને ઘેર પણ શ્રીજીમહારાજ પધાર્યા. તેમના પતિ ગુજરી ગયા હતા. પરંતુ હરિ મળ્યાનો ઉછરંગ તેમના રોમેરોમમાં ગુંજતો દેખાતો. આખા ગામની સ્ત્રીઓને તેઓ ભેગી કરતાં અને ભગવાનનો મહિમા સમજાવતા. તેમના ઘેર ભગવાન પધાર્યા એટલે તેમનો આનંદ આકાશે ચડયો હતો. શ્રીજીમહારાજને પોતાના ઘરમાં બાજોઠ ઉપર બિરાજમાન કર્યા. પૂજન-અર્ચન-આરતી થયાં. ભગવાનને તે કહેવાં લાગ્યા કે, પ્રભુ! તમો આજ માંગો, તમો જે માંગશો તે તમને હું ભેટમાં આપીશ.
આ શબ્દો સાંભળી સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આખી દુનિયા ભગવાન પાસે માંગે છે. જ્યારે આ સુંદરબા ભગવાનને કહે છે કે, તમો જે માંગો તે હું તમને આપીશ.
શ્રી હરિએ મંદમંદ હાસ્ય કરતાં કહ્યું કે, હું માંગીશ તે આપીશ ને!
હા, પ્રભુ તમો જે માંગશો તે આપીશ.
શ્રી હરિએ કહ્યું કે, તમને જે વહાલું હોય તે આપો.
ડોશીમાં તો રાજી-રાજી થઈ ગયાં. પરંતુ મને શું વ્હાલું છે તે નક્કી કરી ન શક્યા અને મુંઝાયા.
ત્યાં આંગણામાં બાંધેલી ગાય સામે દૃષ્ટિ ગઈ. માજીને થયું આ ગાય વ્હાલી છે. આપી દઉં મહારાજને? ના, મહારાજે તો વ્હાલામાં વ્હાલી વસ્તુ માંગી છે. ત્યાં ડોશીની એક જૂના પટારા ઉપર દૃષ્ટિ પડી. હા, આ પટારામાં મારી મરણમૂડી અને ઘરેણાં પડયા છે તે ગાય કરતાં પણ વધારે વ્હાલાં છે, લાવ એ બધું કાઢી મહારાજને આપી દઉં.
શ્રીજીમહારાજ આ બધું શાંતિથી નિહાળી રહ્યાં છે. ત્યાં તો સુંદરબાના બહાર ગયેલા બે દીકરા પ્રેમજી અને દેવજી દોડતા આવ્યા. તેમને ગામમાં કોઈએ કીધું કે, તમારાં ઘેર પ્રભુ, પધાર્યા છે. દીકરાઓને આવતા જોઈને તે સુંદરબાનો વિચાર ફરી ગયો. મને સૌથી વ્હાલાં તો મારા આ બે દીકરા છે, પ્રભુએ, વ્હાલી વસ્તુ માંગી છે ને! તો મારે તેમને ભેટમાં આ બે દીકરા આપવા જોઈએ.
દિકરાઓને કહે છે કે, લો, પ્રભુનુ પૂજન કરી લો, બેટા! મહારાજને ભેટમાં આજે શું આપવું છે?
મા, તમારી જે ઇચ્છા હોય તે, અમને થોડું પૂછવાનું હોય?
પણ, દિકરા, મહારાજે મને સૌથી વ્હાલી વસ્તુ આપવાનું કીધું છે?
તો, આપી દેને, તને જે વહાલું હોય તે.
પરંતુ... પરંતુ...
અરે! મા, ખચકાય છે કેમ?
દિકરા, સૌથી મારે મન વ્હાલા તો તમે છોને!
તો, પછી વાર શેની કરે છે? વિચાર શેનો કરે છે? અમને આપી દે, મહારાજના શરણમાં મૂકી દે ને!
અમથાંય સંસારનામાં કુટારા કરવાં, એમાં અમારું મન નથી, જિદંગીભર સંસારની ખાટી છાશ પીવા કરતાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિનું અમૃતપાન કરવાનો અનેરો લાભ મળશે.
શાબાશ, દિકરાઓ શાબાશ. તમારા મુખેથી હું આ જ સાંભળવા માંગતી હતી. મારા દૂધને અને કૂળને તમે ઉજાળ્યું છે. તમે નાના હતાં ને ત્યારે પારણિયામાં પણ સૂતાં-સૂતાં મેં સત્સંગના સંસ્કારોના પીયૂષ પાયાં છે. સંસારની ખાટી છાશ પાવા કરતાં તમને શ્રીજીમહારાજની મૂર્તિનું અમૃતરસ ના પાઉં તો હું મા ન કહેવાઉ.
હરખભેર બેય દિકરા પ્રેમજી અને દેવજીને સાથે લઈને શ્રી હરિ પાસે સુંદરબા પહોંચી ગયા.
પ્રભુ, લ્યો! આ મારી વ્હાલમાં વ્હાલી વસ્તુ, હું તમારા હાથમાં સોપું છું.
બેય દિકરાઓને કપાળમાં કંકુનો ચાંદલો કરી, હસ્તે મુખે અને હરખાતે હૈયે સુંદરબાએ શ્રીજીના ચરણમાં બેય દિકરાઓને સોંપી દીધા.
ડોશીમાનું આવું પ્રદાન જોઈને કેટલાયનાં અંતર દ્રવી ઉઠયાં, આંખમાં આંસુની ધારાઓ વહેવા લાગી.
શ્રીજીમહારાજે કહ્યું કે, સુંદરબા, તમે અમને તમારી વ્હાલામાં વ્હાલી વસ્તુ આપી ખરી હો. આ તમારું સમર્પણ તો, ઇતિહાસમાં અમર થઈ જશે, યુગો, સુધી તમારા સમર્પણથી સૌ પ્રેરણા લેશે.
, તમારા દિકરાઓ તો અનંતજીવનોને કલ્યાણના માર્ગે વાળશે. અત્તિ પ્રસન્ન થયેલા અવિનાશી મહાપ્રભુની આંખમાંથી પણ આંસુઓ ખરી પડયા. શ્રી હરિએ એ બેય દિકરાઓને દીક્ષા અર્પણ કરી તેમના નામ પાડયા. દહરાનંદસ્વામી અને પ્રસાદાનંદ સ્વામી.
આ દિકરાઓનું દાન કરનાર ડોશીમાના બે નામ પ્રચલિત જોવા મળે છે. કોઈ કોઈ જગ્યાએ સુંદરબા તો કોઈ કોઈ જગ્યાએ કાનુબાઈ.
આમ, આ સુંદરબાનું સમર્પણ સર્વત્તમ છે. ગુરુ ને પ્રસન્ન કરવા માટે આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમર્પિત થવાની જરૃર છે. ગુરુ કહે તેમ કરવાની જરૃર છે. માત્ર પાંચ કે પચ્ચીસ રૃપિયાનો ગુરુપૂર્ણિમાના દિવસે આપણે ગુરુને હાર પહેરાવી દઈએ તે પૂરતું નથી. ગુરુની આજ્ઞાામાં મન, કર્મ, વચને જોડાવવું જોઈએ અને એવી રીતે જોડાઈએ તો જ ખરા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવીએ એ સાર્થક કહેવાશે.
હવે નજીકના દિવસોમાં જ એટલે કે, તા. ૨૨ જુલાઈના રોજ અષાઢ સુદ- ગુરુપૂર્ણિમાનો માંગલ્મય દિવસ આવી રહ્યો છે ત્યારે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાન, સદ્ગુરુ શ્રી ગોપાળનંદ સ્વામિ, સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્ગુરુશ્રી મુક્તજીવન સ્વામીબાપા એ સૌનું પૂજન, અર્ચન, કરીને આરતી ઉતારીએ અને તેમના ચીંધેલા માર્ગે આપણે ચાલીએ અને તેઓ આપણા ઉપર પ્રસન્ન થાય તેવું આદર્શ જીવન જીવીએ.
- શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ

ગુરુપૂર્ણિમા એટલે સત્ય કર્મના ભાવ સાથે આધ્યાત્મિક ચેતનાનું મિલન

અષાઢીપૂનમ આવતા જ ભારત ભૂમિમાં માનવ સમાજ ગુરુપૂર્ણિમાં ઉજવવા થનગનાટ અનુભવે છે. તેમનું કારણ પોતાના જીવનમાં ઈશ્વરી દ્રષ્ટિનો વ્યાપ્ત વધારી માનવને નરમાંથી નારાયણ બનાવવા માટે ગુરુ બનાવે છે. માનવ પોતાની દાનવ વૃત્તિને બાળવા માટે જ ગુરુનો સહારો લે છે. તે દિવસે શ્રી વેદ વેદવ્યાસજીનો જન્મદિવસ પણ છે.
ગુરુના પ્રકાર (૧) પાલન પોષણ કરનારમાં (શિશુકાળ તથા બાલ્યકાળના શ્રેષ્ઠ ગુરુ પોતાની જન્મ દેનાર મા-બાપ છે). તેમનું સ્વરૃપ બાળકનું કલ્યાણભાવ છે. તેથી બાલ્યકાળના શ્રેષ્ઠ ગુરુ મા-બાપ છે. (૨) યુવા અવસ્થા ઃ માણસ શિક્ષણ લેતો હોય. આ શિક્ષણનું સ્વરૃપ દ્વારા મોટો બની અને ઉપાર્જન કરતા હોય આ દ્વારા જીવન નિર્વાહ ચલાવવાનો અભિગમ છે. આથી યુવા અવસ્થામાં શિક્ષક શ્રેષ્ઠ ગુરુ છે. (૩) સંસાર રચનામાં પગ માંડતા જ્યાંથી જે જાણવાનું મળે તે ગુરુ છે. (૪) આધ્યાત્મિક અવસ્થાઃ આજ ગુરુનું મહત્ત્વ છે. આધ્યાત્મિક જ્ઞાાન દ્વારા માનવ પોતાના જીવનમાં આસુરી વૃત્તિને દૂર કરે અને સંસારમાં સંસ્કાર સાથે ઈશ્વર સ્વરૃપનો આ મિલાપ આધ્યાત્મિકતા સાથે ગુરુ ઈશ્વર સાથે જોડે છે.
માનવદેહનો ભાવ અંતિમ સત્ય જન્મ-કર્મ-મૃત્યુ છે. આ ત્રિવિધ ગુણમાં તમને ઈશ્વરની દ્રષ્ટિ બતાવા અને તમારી ચૈતન્યતા જગાડે છે. આધ્યાત્મિક ગુરુ પોતાની શક્તિ દ્વારા શિષ્યના સંસ્કાર સિંચન કરવા પ્રયત્ન કરે છે. આ દ્વારા ઈશ્વરનો મિલાપ કરાવી શિષ્યની વૃત્તિને શુદ્ધ કરી પ્રકૃતિ શુદ્ધ કરે છે.
માનવને અંતિમ સત્ય આધ્યાત્મિક શક્તિનો પોતાના શરીરમાં વાસ કરવો છે. આ માટે મંદિરમાં, ઘરમાં, પૂજાના રૃમમાં, સત્સંગ મંડળમાં દરેક જગ્યાએ જાતા હોય છે. આ દ્વારા ઈશ્વર સ્મરણ કરી પોતાની ઈચ્છા શક્તિ શુદ્ધ કરે છે. આ માટે જરૃરી માર્ગદર્શન પોતાના આધ્યાત્મિક ગુરુ આપે છે. આધ્યાત્મિક ચૈતન્યતા આવતા ચિંરજીવી ગુરુદત્તનું સ્વરૃપ આપણી સામે આવે. શ્રી ગુરુદત્તનો પૃથ્વી ઉપરનો સંદેશ અનાદિ સમયથી છે. આ દ્વારા આજે માનવ સંસારમાં રહી અને માં ત્રિપુરા દેવી - રાજ રાજેશ્વરી દેવીનું મિલન કરી શકે છે. જે આધ્યાત્મિક ઉર્જા વધારી શકે છે. આવા સમર્થ ગુરુના સમર્થ શિષ્ય શ્રી પરશુરામજી હતા. પરશુરામ શ્રી દત્તના શરણે જય અને જ્ઞાાનની ભિક્ષા માગે છે. એ સમયનો સુંદર વાર્તાલાપ છે. આ દ્વારા માનવ સ્વયં પોતાના ઉદવેગ આજે પણ દૂર કરી શકે છે. આજે સાંપ્રત સમયમાં ગુરુદત્તનો સાક્ષાત્કાર કરનાર અનેક માનવો જોઈ શકાય છે. ગુરુદત્તના એક શિષ્ય રંગઅવધૂત-નર્મદા કિનારે નારેશ્વરમાં સાક્ષાત્કાર કરેલ તથા ગરુડેશ્વર પણ તેમની જગ્યા હતી. આજે લાખો અને કરોડો માનવ આવી મહાન વિભુતિના શિષ્યની ઝાંખી કરવા તડપે છે. તેમની ઊર્જા પણ એટલી સુંદર હતી.
આતો આપણે શ્રી ગુરુદત્તની સ્વયં ઊર્જા પ્રાપ્ત કરી આપણા ગુરુ તરીકે તેમનું પૂજન થાય છે. તેમના ત્રણ મુખનું સ્વરૃપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની કૃપા છે. આ દ્વારા આપણા જીવનમાં પરમ ચૈતન્ય પદ પ્રાપ્ત કરી શકાય.
- પ્રધ્યુમન શુકલ

ગુરુપૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, જ્ઞાન પૂર્ણિમાનું મહાત્મય

પ્રાચીન વેદકાલીન સંસ્કૃતિ માનવધર્મના પાયા ઉપર ઊભી છે. માટે તે વૈશ્વિક છે જગતના બધા લોકોને આવરી લે છે માટે તેને સનાતન ધર્મ કહે છે. તો ગુરુ મહાત્મય પ્રથમ જોઈએ.
।। ઈશકૃપા બિન ગુરુ નહીં, ગુરુ બિના નહીં જ્ઞાન,
જ્ઞાન બિના આત્મા નહીં, ગાવહી વેદ પુરાણ. ।।
।। દુઃખ હરે, સુખકો દિયે, મનકા કરદે અંત
કહે કબીર કબ મિલતે હૈ, એસા પરમ સ્નેહી સંત ।।
।। દયા, ગરીબી, બંદગી, સમતા શીત નિધાન,
એ તે લક્ષણ સદ્ગુરુ કે, કહત કબીર તું જાન. ।।
।। તીરથ નહાયે એક ફૂલ, સંત મિલે ફલ ચાર,
સદ્ગુરુ મિલે અનંત ફલ, કહે કબીર વિચાર. ।।
।। ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ્
મંત્ર, મૂલમ્ ગુરુ વાક્યં, મોક્ષ મૂલમ્ ગુરુ કૃપા ।।
જે પરમાત્માને પ્રેમ કરે તે સાધુ,
પણ પરમાત્મા જેને પ્રેમ કરે તે સદ્ગુરુ.
સદ્ગુરુનું શિરછત્ર ભાગ્યશાળીને જ મળે છે. ધર્મગુરુને શોધવા નથી પડતા. પણ સદ્ગુરુને શોધવા પડે છે. સદ્ગુરુ એજ સત્યના ઉપાસક, સદ્ આચરણ, સત્ય આચરણ કરતા જીવને સદ્ગુરુ શોધવા નથી પડતાં. સદ્ગુરુ સામેથી બોલાવી લે છે, શાસ્ત્ર કહે છે કે જ્યારે એકવીસ (૨૧) જન્મોના તપ તપે ત્યારે સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. ભક્તો દ્વારા ગુરુના દ્વાર તરફ ભરાતુ પ્રત્યેક ડગલું એક એક યજ્ઞાનું ફળ આપે છે. સદ્ગુરુની ચરણ પૂજા ખરેખર તો આચરણનો ઉપદેશ આપે છે. સદ્ગુરુની ચરણરંજ પાવનકારી હોય છે.
ગમે તેટલા તપ કરો, ગમે તેટલી ઉપાસના કરો, ગમે તેટલા વ્રત કરો. અનુષ્ઠાન કરો. ગમે તેટલું ધન ભેગું કરો, દુનિયાનું રાજ ભોગવો, પરંતુ જ્યાં સુધી સદ્ગુરુના દિલનું રાજ્ય તમારા દિલ સુધી પહોંચતું નથી સદ્ગુરુના દિલનો ખજાનો તમારા દિલમાં જ્યાં સુધી ઉલેચાયો નથી, ત્યાં સુધી તમારું દિલ સદ્ગુરુને ઝીલવા યોગ્ય નથી. બનતું ત્યાં સુધી બધા કર્મો, ઉપાસના, પૂજા અધૂરાં રહે છે. દેવ, દેવતાઓની પૂજા પછી પણ કંઈક બાકી રહે છે. જ્યારે સદ્ગુરુની પૂજા પછી કશુંય બાકી રહેતું નથી.
જેમના સંગથી, સ્પર્શથી, દૃષ્ટિમાત્રીથી આપણામાં દૈવી સંપત્તિ આવે. આસ્તિક ભાવ વધે, સાધના વધે, આપણું અંતઃકરણ સુધરે તે આપણા માટે સિદ્ધપુરુષ, સદ્ગુરુ કહેવાય. પરમાત્માએ જે દિલને બનાવ્યું અને આપણે તેને સજાવ્યું છે કે શણગાયું છે. એવું આપણું દિલ જો કોઈ સિદ્ધ પુરુષ આગળ પ્રેમ ભક્તિથી ભરાઈ જાય તો જીવનમાં એક મોટી વાત કહી શકાય.
જીવનમાં આવા સિદ્ધપુરુષ કે સદ્ગુરુની પ્રાપ્તિ થવી ખૂબ મુશ્કેલ છે, સદ્ગુરુમાં પરમાત્માનું અનંત સમર્પણ છે. સંસારરૃપી રાત્રિના નાશ માટે કે ઉપાધીઓથી નિમુક્ત, નિર્વિકાર, બ્રહ્મ થવા માટે એક સદ્ગુરુ જ સાચા વેદ છે. જીવનમાં સદ્ગુરુની આવશ્યકતાતો ખરીજ પણ તે પહેલાં અતંરમાંથી પ્રેરણાનો પ્રકાશ પ્રાપ્ત થાય તેવી સાધનાને સિદ્ધ કરવાની વ્યક્તિની કે ઉપાસકની પ્રથમ ફરજ છે. બ્રહ્મજ્ઞાાની મહાપુરુષોનો આશ્રય પ્રાપ્ત કરનાર માનવ પરમ સદ્ભાગી છે. જગતનું મોટું આશ્ચર્ય એ છે કે આજુબાજુમાંથી એક પછી એક જીવો વિદાય થાય છે. છતાં માનવ સુષુપ્ત અવસ્થામાંથી જાગતો નથી. માનવદેહ મહામુલો છે તો ફરી ફરીને મળતો નથી. જેવું કર્મ તેવો જન્મ આમ માનવને પોતાની મુક્તિ માટેની ખરી જિજ્ઞાાસા જાગવી જોઈએ. સત્ય આચરણ કરનારને હૃદય મંથનથી આવી જિજ્ઞાાસા જાગે છે. મૃત્યુની પેલે પારનું જ્ઞાાન તો કેવળ સદ્ગુરુ જ આપી શકે. સદ્ગુરુના ખોળામાં પૂર્ણ શ્રદ્ધાથી પોતાનું અહંકારી મસ્તક, મૂકીને નિશ્ચિત થઈને વિશ્રામ પામનાર શિષ્યના લૌકિક અને આધ્યાત્મિક બન્ને માર્ગ તેજોમય થઈ જાય છે. સદ્ગુરુના જ્ઞાાનગંગોત્રીરૃપ મુખરવિંદમાંથી સરી પડેલાં શબ્દો તો ઈન્દ્રીય અગોચર આત્માને શિષ્યને કે મુમુક્ષુનો હૃદય સુધી પહોંચાડનારા 'વાહન' માત્ર છે. તેમના અવ્યક્ત મૌનમાંથી કે તેમની આંખના અણસારમાંથી કે ચિન્મુદ્રા જેવા ઈશારાથી હરપણે, હરક્ષણે જે કાંઈ પ્રગટ થાય છે કે અભિ વ્યક્ત થાય છે તે ગુરુવાક્ય છે.
ગુરુદેવ વ્યક્તિની પોતીકી આંતરિક ક્ષમતા જોઈએ, જાણીને, વિચારીને, તેને જીવન સંસાર અને આધ્યાત્મિકતાના કાર્યક્ષેત્રમાં જોતરતા રહે છે અને તેથી જ ભગવાન પણ જ્યારે મનુષ્ય અવતાર લે છે ત્યારે તેમને પણ સદ્ગુરુના શરણે જવું પડે છે. ભગવાન શ્રીરામ ગુરુ વસિષ્ઠજીના અને ભગવાન શ્રીકૃષ્ણ સાંદિપનિના શરણે ગયા હતા.
સદ્ગુરુના જીવનમાં માત્ર સંકલ્પ જ હોય છે. ક્યોરક વિકલ્પ હોતો નથી. જેનો અંત નથી તે સંત 'તેજ સદ્ગુરુ' સદ્ગુરુ દૃશ્યમાન હોય કે અદૃશ્યમાન હોઈ શકે. તેઓ શાશ્વત હોય છે. તેઓ સુક્ષ્મ સ્વરૃપે હંમેશા જીંવત હોય છે. શ્રદ્ધાવાન ભક્તોને તેઓ શ્રી પરચા આપીને અનુભવો પણ કરાવતાં હોય છે. દા.ત. શિરડીના સાંઈબાબા, જ્ઞાાનદેવ, નામદેવ, નિત્યાનંદ, મુક્તાનંદજી, રંગઅવધૂત મહારાજ, સિદ્ધપુરનાં સંત ગાયત્રી માતાના ઉપાસક દેવશંકરબાપા ગાયત્રી ઉપાસક પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી. શ્રીરામ શર્માજી, સદ્ગુરુ પોતાના શ્રદ્ધાવાન ભક્તોનું હરપણ રક્ષણ કરતાં હોય છે.
સદ્ગુરુ એટલે પરમનો અંશ, સત્ય આચરણ કરનાર તેજ સદ્ગુરુ જેનાં વાણી, વિચાર, વર્તન એક તેજ સદ્ગુરુ, સદ્ગુરુ પરમના બાગમાં ફરીને આવે એટલે લોકોન્તર મહેક આવે. તેમની નજીક ખુશ્બુ અનુભવાય, તેઓ સત્ય, પ્રેમ અને કરુણાનો અવતાર હોય છે. તેઓ દૃષ્ટિથી સતત અમૃતવર્ષા કરતા રહે છે. સદ્ગુરુ હરિનું માધ્યમ બનીને આવે 'હરિ કરે સબ હોય' હરિને માટે જ કાર્ય કર, બધો યશ હરિને આપે, સદ્ગુરુ લોકમંગલ માટે બોલે, ચાલો, હરે, ફરે, સદ્ગુરુ સંસારી હોઈ શકે, સંસારી તપ તો આકરું છે. અંદરથી શક્તિ, ભક્તિ હોય, મનમાં વૈરાગ્ય ભભૂતી હોય, અંદરથી પરમ સાથે જોડાયેલાં હોય, સુંદર વસ્ત્રો પહેરે, મોટરમાં ફરે પણ મનમાં તો ન હોય, પરમ સાથે મનનું જોડાણ અવિરત હોય, સરળ ઓળખ તેમનાં કપાળ, બ્રહ્મતેજ હોય, તેમની નજીક જતાં આપણને શીતળતા આલ્હાદકતા શાંતિ મળે.
ગુરુકૃપાએ શિષ્યનું શ્રેષ્ઠ બળ છે, અભેદ ક્વચ છે. ગુરુના સ્મરણને ક્વચ કહેવાય છે. સંસારના ભયનું તે હરણ કરે છે. ભક્તને, શિષ્યને નિર્ભય બનાવે છે. ગુરુ આજ્ઞાાનું ઉલ્લંઘન થાય તો શિષ્ય, સાધક, મુમુક્ષુ, જીવજગત કે ઈશ્વરને એક સૂત્ર બાંધવાની પદ્ધતિ ખોઈ બેસે છે. માટે ગુરુની આજ્ઞાાનું પ્રતિક્રિયા સહિત પાલન કરવું. વળી અંહકારને મારીને, અહંકારને શૂન્ય કરીને, પોતાના જીવનરથનું સુકાન સદ્ગુરુના હાથમાં સોંપવાથી તમારું જીવન આપો આપ ઈશ્વરના માર્ગે ચાલવા લાગે છે. માત્ર આવશ્યકતા છે. સદ્ગુરુના આદેશનું અક્ષરેઅક્ષર પાલન કરો, નમ્ર બનો, વિવેકી બનો, અંતરમાં માનવતાને પ્રગટાવો. ભૂલોનો પ્રશ્ચાતાપ કરો, મનને નિયંત્રીત કરી સદ્ગુરુની સતત ઝાંખી કરો. સદ્ગુરુની હંમેશા માનસપૂજા કરો. સદ્ગુરુ પ્રત્યે સતત પ્રેમની ધારા વહાવો. ખરેખર આજ ગુરુપૂજન છે.
- ભરતભાઈ પ. પટેલ

હરિ શરણમ્ - હરિ સ્મરણમ્

નાનું બાળક માતાને સમર્પિત છે. એણીના શરણે છે. માતા તેના ઉછેર માટે બાળકની સંપૂર્ણ કાળજી લે છે. તેના ઉછેરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.
કોઇ જબરદસ્ત દિવ્યતમ શક્તિથી આ જગતનું તંત્ર ચાલી રહ્યું છે. શિયાળામાં સખત ઠંડી પડતી હોય છે. ઉનાળામાં સખત ગરમી પડતી હોય છે. અને ચોમાસામાં સખત મૂશળધાર વરસાદ પડતો હોય છે. આપણે ઉનાળામાં ગરમીને ઘટાડી નથી શકતા. ચોમાસામાં જોરદાર વરસાદને રોકી શકતા નથી.
ચાલુ સાલે ઉત્તરાખંડમાં ભયંકર વરસાદ ખાબક્યો બદ્રિનાથ-કેદારનાથના કેટલાયે યાત્રીકો મરણને શરણ થયા.
જેમ બાળક માતાના ખોળામાં સહિ સલામત છે એમ આપણે એ અદ્રશ્ય દિવ્યતમ શક્તિ-ઈશ્વરને શરણે જઇએ. એને આપણી જિંદગીનો ભાર સોંપી દઇએ તો નાના બાળકની જેમ આપણે નિશ્ચિંત બની સુંદર મઝાનું જીવન જીવી શકીએ તેમ છીએ.
બિરબલ ખૂબ બુધ્ધિશાળી હતો અને તે સાથે સાથે રામનો પરમ ભક્ત હતો.
કોઇ એક પ્રસંગે રાજકીય કામકાજ માટે અકબર અને બિરબલ ગાઢ જંગલમાં ગયા. જંગલની મુસાફરીમાં બન્ને થાકી ગયા. તેમને ખૂબ ભૂખ પણ લાગી. તેથી તેમણે વૃક્ષ નીચે આરામ કરવાનું નક્કી કર્યું.
અકબરે બિરબલને કહ્યું કે ચાલો આપણે ભૂખ શાંત કરવા કોઇક ગૃહસ્થને ત્યાં ભોજન લેવા જઇએ. રામનામના હિમાયતી બિરબલે નમ્રતાથી કહ્યું કે મને રામનામ લેવા દો. હું તમને સાથ આપી શકું તેમ નથી. મને માફ કરો.
અકબરે કહ્યું કે માત્ર રામનામ લેવાથી ભૂખ ન મટે. ભોજન ન મળે. એને માટે પ્રયત્ન કરવો જોઇએ.
આમ કહીને અકબર ભોજનની શોધમાં ચાલ્યો ગયો. તે કોઇ એક ગૃહસ્થીને ત્યાં આવી પહોંચ્યો. ગૃહસ્થી રાજાને પોતાને ત્યાં આવેલો જોઇ ખૂબ ખુશ થઇ ગયો. ગૃહસ્થીએ રાજાની ખૂબ આગતા સ્વાગતા કરી. રાજાએ જમ્યા પછી થોડુંક ભોજન બિરબલ માટે લઇ લીધું.
રાજા બિરબલને મળ્યો અને તેને ભોજન આપ્યું. અકબરે બિરબલને કહ્યું ઃ 'જો બિરબલ, મેં તને કહેલું કે- મેં ભોજન મેળવવા પ્રયત્ન કર્યો અને મેં તે ભોજન મેળવ્યું. તું તો માત્ર બેઠા બેઠા રામનામ જપતો એથી શું વળ્યું?'
બિરબલે રાજા તરફ લક્ષ્ય ન આપ્યું અને તેણે રાજાએ લાવેલું ભોજન લીધું.
ભોજન કર્યા બાદ બિરબલે અકબરની સામે જોઇ કહ્યું ઃ ''હું અત્યારે જ રામનામના બળને અનુભવી રહ્યો છું. તમે ભૂમિના શાસક છો; પરંતુ આજે તો રાજાને પણ ભોજન માટે ભીખ માગવી પડી. અને મારી સામે જુઓ... હું તો અહીં રામનામનું રટણ કરી રહ્યો હતો. અને એ રામનામે રાજા અકબરને બિરબલને ભોજન આપવાની ફરજ પાડી અને તે ભીખ માંગીને. તેથી મેં ભોજન મેળવ્યું, અહીં બેસીને માત્ર રામનામ જપતાં વિના પ્રયત્ને. આવો છે રામનામનો પાવર - બળ.
ઉપરોક્ત પ્રસંગ પરથી રામનામનો મહિમા સમજી દરરોજ શક્ય એટલું વધુને વધુ સતત તૈલધારાવત રામનામ લેવું.
તો ઈશ્વરનું શરણું સ્વીકારી અને શક્ય એટલું વધુમાં વધુ હરિસ્મરણ કરી ખુશી-મઝાથી આપણે સૌ આત્મજનો સોનેરી રંગીલી - મોજીલી સફળ જિંદગી જીવીએ એ જ આ લેખકની અંતરની શુભેચ્છા છે.
- ચૂનીભાઇ પટેલ

The Guru is a Super-Person

by Swami Krishnananda
Guru Purnima, the holy, most blessed occasion of the year, is very much connected with the purnima or the fullness of the devotion of the aspiring soul to the Guru of this universe. We also call this most auspicious occasion Vyasa Purnima, dedicating our memories, our hearts, our feelings and our souls to the majestic power that has been planted on this Earth in the form of Sri Krishna Dvaipayana Vyasa, whose presence, as tradition goes, is an eternal presence.
Bhagavan Sri Vyasa is one of the Chiranjivis, eternal existences that will continue to be with us as long as the world lasts. But the potency of this presence is far above the level of human understanding. Human nature is never full; it is not purna, and Bhagavan Vyasa represents the purnatva of spiritual potency, spiritual power, and spiritual magnificence. We are accustomed to material magnificence, the magnificence of gadgets, the magnificence of physical comfort, the magnificence of everything that pleases the eyes and the ears and the sensations. But these are deceptive presentations that tell us what is not there, and hide what is really there. This is the reason why people in the world who are able to think and perceive only in terms of sensations cannot even imagine the presence of such mighty existences like Bhagavan Vyasa.
Closely associated with this mighty power is the presence of Nara-Narayana in this world. These are the supreme potentates here physically in our own vicinity, we may say, if we go by the word of the scripture that in the most sanctified shrine of holy Badrinath we find the eternal radiances invisibly performing their austerity – Narayana and Nara, and also Bhagavan Sri Vyasa.
Guru Purnima, as I mentioned, is the fullness of our approach to the Guru. The great Guru is our goal. Anything that is transcendent to us, that which propels us, that which is our ideal, that which keeps us restless because of its presence, that which fulfils us, makes us complete, can be regarded as our Guru.
In the hierarchy of the Masters narrated in the verses Narayanam Padmabhavam Vasishtam, etc., we seem to be given a hierarchy of the Gurus before us, a degree of the manner in which we have to approach these Masters, because there are Masters above Masters, Gurus above Gurus. That seems to be the message behind these gradations mentioned in the verse Narayanam Padmabhavam Vasishtam, etc.
The immediate Guru is our visible Master. To us, of course, it is Worshipful Gurudev Sri Swami Sivanandaji Maharaj, and others may have devotion to their own Masters who are visible guides to them in this world. But behind the visibility of the Guru there is an invisibility which is the real soul of the Guru. The Guru, the Master, the spiritual preceptor or the divine presence is not to be regarded as an external reality in front of us which we can merely photograph with a camera. We have to be a little cautious in our understanding of the meaning of the word ‘Guru’. It is a master presence which overcomes us, overwhelms us, rises above us, transcends us, engulfs us, and includes us in its presence.
The higher is not merely the external. The Guru is a higher presence, and not an external schoolmaster whom we can see sitting with a whip or a cane, seated on a chair in an educational institution. He may be that also, but there is a difference between a Guru and a schoolmaster. The Guru is a spiritual presence. The spirituality implied in the presence of the Guru makes the Guru a presence that involves us in its total existence. The Guru is above us. The aboveness of the Guru, or the spiritual presence, is a proper explanation for why the Guru is not merely an external personality. In that sense, our Guru never dies. It is a perpetual presence. Vyasa, Nara-Narayana, Worshipful Swami Sivanandaji Maharaj are presences. A presence which is spiritual cannot vanish. It has to be there in one degree of its existence. When its physicality is invisible, it becomes more potent by the rarefied form it takes as a power and not merely a visible object.
In our meditations and prayers we often find it difficult to conceive what this presence is, and on what we are contemplating. We have an inveterate habit of imagining that all things are outside us, even God Himself. Though we may accept that God Almighty is the Creator of the universe, there is an outsideness of His presence seeping itself into our consciousness, and we cannot easily accommodate ourselves to the requirement that all realities that are super-physical are also transcendent in their nature. The word ‘transcendence’ negates its externality.
Now, a Guru or a Master, a spiritual presence representative of God Almighty, being transcendent, involves us in its presence. When automatic shaktipada takes place, as it were, as put in proper language, the Guru enters us. The external cannot enter us because externality keeps the two terms of relation apart from each other. But the Guru is not such a term of relation which is purely outside in space and time. Here is the essence of the spirituality behind the Guru, who does not exist merely as a person before us. The Guru is not a person; it is a super-person. The super-personality of the Guru is the divinity thereof. So is Vyasa, Krishna Dvaipayana Bhagavan, so is Nara-Narayana, and so is every degree of manifestation before us of God Almighty Himself.
This feeling in us – the acceptance of the fact that our existence as aspiring souls or disciples is involved totally in the existence of the ideal which we adore, on which we contemplate – will make us purna, complete. Otherwise, we remain as fractions; we remain as individuals, parts of a whole but not capable of entertaining the wholeness of reality in our own selves. We cannot even think God as a wholeness if we remain in our own egoistic affirmations as an isolated, finite person. The I-ness should so participate in the presence of the divine existence before us, call it Guru or God, such that, for the time being, we flow into it, melt into it, become it, and it inundates us. At that time it is that we feel that power inside us. We feel as if some energy has entered us, and that we are more than a person.
This is our meditation, this prayer that Guru Purnima, the fullness of the moon, may also be the fullness of our mental structure, our understanding, our psychophysical makeup, everything that we are. Let everyone find a few minutes to ponder over this matter as to what this purnatva is, what fullness is, and how it is that we do not feel any indication of fullness in our personalities. We feel we are small individuals, little persons, a little drop in the sea of humanity. We are frightened by the world, afraid of people, afraid of nature, and afraid of everything because we are unable to feel a sense of communion with that which actually belongs to us and in which we are inextricably involved.
Spiritual contemplations, prayers, are not merely words that we utter, a ritual that we perform, or a routine with which we are accustomed. It is a total dedication of ourselves. The world ‘total’ has to be underlined. The totality of our existence has to be placed before the totality of the ideal. I have underlined the word ‘purna’, the fullness. The fullness is that which includes ourselves and our ideal in a greater fullness, if we can conceive what it could be, which rises in its generalisations higher and higher until it becomes the final fullness. Where the lower degrees of fullness are involved, subsumed and absorbed in such a way, there is only one fullness. This should be our meditation, and here in this holy shrine of Gurudev we may feel the presence of Bhagavan Sri Vyasa.
We are told that Masters walk in front of us, though we may not be able to visualise their presence. Just now a great Master may be in front of us. In his compassion he may be here to bless us. Our physical eyes may not be able to notice his presence, but may we accept that great truth. There are many things in this world which our frail intellect cannot appreciate. Let us be humble; let us abolish ourselves and negate this individuality so that we may become full.








 

 

 

 

 

 

 

 

The Glory of The Preceptor

Guru Purnima Message - 1951

By

Sri Swami Sivananda

Salutations to Lord Narayana, the Adi Guru! Salutations to the Brahmavid Gurus of ancient Bharatavarsha! Salutations to the illumined sages and seers of modern India, the living Gurus who are inspiring, guiding and enlightening the sincere seekers and struggling souls of the Samsarik world!
The age of the Upanishads was an age of intuitional perception. It was an age when intuitional experience was the guarantee of Truth. But the modern age is an age of questioning and criticism. Today the guarantee of truth is in the test of sensual perception. What man can perceive through his sense-organs he accepts as the reality. That which the senses cannot perceive he rejects as unreliable. Thus, many a precious factor in our ancient cultural heritage has been rejected and set aside as superstition. The hoary and the most precious spiritual conception of the Guru is one such factor that has come to be misunderstood and misinterpreted in the present age.
The traditional concept of the Guru is a unique and wonderful gem in the cultural treasury of Bharatavarsha. It is our most precious possession. For, it is this conception that is to a large extent responsible for the safe and unbroken perpetuation of some of the most precious aspects of this great nation’s grand spiritual heritage. It is the institution of Guruparampara that has, from generation to generation, down the centuries, closely safeguarded the living experiences of the Seers of the Upanishadic age and handed them down to succeeding ages. This sacred task it has performed in spite of many a violent vicissitude in our nation’s history.
But now! The modern man thinks the concept of Guru has outlived its day. There is much free-thinking and free-reasoning. This is because he lacks a knowledge of what Life means, what its purpose is. It is because he is ignorant of what a significant role the Guru has in helping to work out life’s supreme purpose. The ignorance of the ordinary man is truly appalling. The vital importance and the deep inner significance of the Guru-Tattwa is completely lost to him. This is indeed a great loss. It has to be remedied. Mankind must reflect and try to understand the role of a preceptor in working out the individual’s spiritual evolution.
Man on earth is but a puny creature struggling under a host of severe limitations. Everywhere he experiences pain, frustration, misery and wretchedness. On the other hand, he knows that there is the grand Cosmic Experience that is full of perfection, infinite knowledge and light transcendental. The mortal individual is really the rightful heir to this grand Cosmic Experience. But how to attain it, tied up as he is by countless bonds, defects and imperfections? The Guru provides the answer to this.
It is through the medium of the preceptor that the individual can raise himself to the Cosmic Consciousness. It is through that medium that the imperfect can become perfect, the finite can become infinite and from death and sorrow you can pass into an eternal life of blessedness. The Guru is verily a link between the individual and the Immortal. He is a being who has raised himself from this into That and thus has a free and unhampered access to both the realms. He stands, as it were, upon the threshold of immortality, and bending down, he raises he struggling individuals with his one hand and with the other lifts them up into the Empyrean of everlasting joy and infinite Truth-consciousness.
Realise now the sacred significance and the supreme importance of the Guru’s role in the evolution of mankind. Thus it was not without reason that India of the past carefully tended and kept alive the lamp of the Guru-Tattwa. It was not without reason that India, year after year, commemorates anew this ancient concept of the Guru, adores it and pays homage to it again and again and reaffirms its firm belief and allegiance to it. For, the true Indian knows that Guru is the guarantee for the bound individual to transcend the bondage of sorrow and death and experience the Consciousness of the Reality.
Give up the delusive notion that to submit to the preceptor, to obey him and to carry out his instructions, is slavish mentality. The ignorant man thinks that it is beneath his dignity and against his freedom to submit to another man’s command. This is a grave blunder. If you reflect carefully, you will see that your individual freedom is in reality an absolutely abject slavery to your own ego and vanity. It is the vagaries of the sensual mind. He who attains victory over the mind and the ego is the truly free man. He is the hero. It is to attain this victory that man submits to the higher spiritualised personality of the Guru. By this submission he vanquishes his lower ego and realises the bliss of Infinite Consciousness.
To strengthen and make firm the faith of the wavering man and to guarantee the Bhava that is necessary for the fruition of all worship, the ancients have deified the personality of the Guru. To adore the Guru is indeed to adore the Supreme. In this world of mortality, the Guru is verily like an ambassador in an alien court. Just as an ambassador represents fully the nation to which he belongs, even so the Guru is one who is the representative of the sublime transcendental state which he has attained. Just as to honour the ambassador is honouring the nation that is his, even so, to worship and to offer adoration to the visible Guru is verily the direct worship and adoration of the Supreme Reality. Even as a distant tree cannot be seen but its fully bloomed flowers waft their fragrance far and wide and unmistakably proclaim the presence of the tree to all, so also, the Guru is the divine flower who disseminates the Atmic Aroma of divinity in this world, and thus proclaims the Immortal Lord that is invisible to the physical eye. He is the standing witness to the Supreme Self, the counter-part of the Lord on earth, and through worship of him one attains the Self.
May the Supreme Lord, the Guru within you, lift the veil of ignorance and bestow upon you all the Light, of Knowledge-Transcendental. May the blessings of Sri Vyasa and other Brahmavidya-Gurus be your support and inspiration in the quest for Truth.

અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ -૨  …
ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.   ગુરુએ આપેલ મંત્રને બહુમૂલ્ય સમજીને હૃદયમાં સંભાળીને રાખવાની તથા નિરંતર એના પર ધ્યાન કરવાથી સાધકમાં એ શક્તિનો વધુ ને વધુ વિકાસ થાય છે.  શ્રી રામકૃષ્ણ આની તુલના મોતી બનવાની પ્રક્રિયા સાથે કર્યા કરતા.

પ્રચલિત માન્યતા પ્રમાણે પરવાળા સ્વાતી નક્ષત્રના ઉદય થતાં સુધી પ્રતીક્ષા કરે છે.  જો એ સમયે વરસાદ વરસે તો પરવાળા પોતાની છીપ ખોલીને તેનું પાણી ઝીલી લે છે.  પછી તે સમુદ્રના તળિયે ડૂબકી લગાવીને જ્યાં સુધી એ જલબિંદુ સુંદર મોતીમાં પરિવર્તિત થઇ જાય ત્યાં સુધી મહિનાઓ સુધી ત્યાં પડી રહે છે.  આવી જ રીતે ભક્તનું હૃદય સત્ય પ્રત્યે ઉન્મુક્ત બનવું જોઈએ.  અને ગુરુ પાસેથી આધ્યાત્મિક ઉપદેશ મેળવ્યા પછી તેને એકનિષ્ઠ ઉત્સાહ સાથે જ્યાં સુધી આધ્યાત્મિક અનુભૂતિરૂપી મોતીનું નિર્માણ ન થાય ત્યાં સુધી એની સાધના કરવી જોઈએ.

શુદ્ધ મન એ જ ગુરુ

તમારા મનથી મોટો કોઈ ગુરુ નથી.  માનવ ગુરુ સદા પાસે રહેતા નથી.  આપણા પર ભલે સિદ્ધ ગુરુની કૃપા અને ઉપદેશ પ્રાપ્ત કરવાનું સદ્દભાગ્ય મળ્યું હોય પરંતુ તેઓ આપણી આવશ્યકતાના સમયે સદા આપણી નિકટ રહેતા નથી; પરંતુ એક આંતરિક ગુરુ, આપણું વિશુદ્ધ મન સદા આપણી ભીતર જ રહે છે.’   ‘પ્રાર્થના અને ધ્યાન દ્વારા શુદ્ધ થયા પછી મન ભીતરથી તમને માર્ગદર્શન આપશે.  દૈનંદિન ગતિવિધિઓમાં પણ આ આંતરિક ગુરુ તમને માર્ગદર્શન આપશે અને લક્ષ્યપ્રાપ્તિ સુધે તમને સહાય કરશે.

આનો અર્થ શો મન આંતરિક ગુરુની જેમ કેવી રીતે કાર્ય કરે છે સમસ્ત જ્ઞાન સ્ત્રોત, ગુરુઓના પરમગુરુ પરમાત્મા સદા પ્રત્યેક હૃદયમાં વિદ્યમાન છે.  નૈતિક જીવન, પ્રાર્થના, ધ્યાન વગેરે દ્વારા મન શુદ્ધ થતાં પરમાત્માની અંતજ્યોર્તિના સ્પર્શમાં આવે છે.  શુદ્ધ મન ઈશ્વરીય જ્ઞાનપ્રવાહનો એક પથ બની જાય છે.  તે ગુરુઓના પરમ ગુરુ પાસેથી સીધું જ્ઞાન મેળવે છે.  જ્યારે મન આંતરિક સત્ય પ્રત્યે ઉન્મુક્ત થવાનું શીખી જાય છે, ત્યારે તે અનેક સ્ત્રોતો દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવા સમર્થ બને છે.

શ્રીમદ્દ ભાગવતમાં એક પરિવ્રાજક અવધૂતનું વર્ણન છે.  એમણે અનેક પ્રાકૃતિક વસ્તુઓને ઉપગુરુ રૂપે સ્વીકારી હતી.  ધરતી માતા પાસેથી એમણે સહનશીલતા (ધૈર્ય)  નું શીખ્યું, વાયુ પાસેથી અનાસક્તિ, (કારણ કે વાયુ સુગંધ કે દુર્ગંધથી અપ્રભાવિત રહે છે.), આકાશ પાસેથી એમણે બધાં બંધનોથી મુક્ત રહેવાનું શીખી લીધું, વગેરે.

તમારામાંથી ઘણા લોકો એ જાણે છે કે પોતાનું જીવન એક મઠના રસોડામાં પસાર કરનાર સતરમી સદીના સંત બ્રધર લોરેન્સને કેવી રીતે જ્ઞાન થયું હતું.  પાનખરના સમયે પર્ણહીન વૃક્ષોને જોઇને એમને એવો વિચાર સ્ફૂર્યો કે આ પાંદડાં વિહોણી ડાળી પર પુન: પાંદડાં આવશે અને ફૂલ-ફળ પણ લાગશે.

એમાંથી એમની સામે સમસ્ત સૃષ્ટિમાં છુપાયેલ ઈશ્વરીય સત્તા અને શક્તિ ઉદ્દઘાટિત થઇ ગયાં.  એ સમયે થયેલ આ આધ્યાત્મિક જાગરણે એમને જીવનભર સ્ન્બળ આપ્યું.  આપણા બધામાં ઈશ્વરીય શક્તિ છુપાયેલી છે, અને એ જાગરણની રાહ જુએ છે.  આપણે આપણી ભીતર રહેલ પરમ ચેતનાને કેન્દ્રને શોધવાનું છે, અને સૂતેલી શક્તિને જગાડવાની છે.  ભગવાન બુદ્ધે પોતાના મૃત્યુ પછી આ આંતરિક ગુરુનું અનુસરણ કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો હતો.  એમણે એમને કહ્યું : આત્મદીપો ભવ અર્થાત્ તમે પોતે તમારા દીપક બનો.

ક્યાંક આપણે જ આપણને છેતરવા ન માંડીએ એવી સાવધાની પણ રાખવી પડે.  આપણે વિચારવા માંડીએ કે આપણું મન સારો ગુરુ બની ગયું છે.  આપણને બધી  બાજુએથી ઉપદેશ મળે છે; પરંતુ એમાં આપણી જ ઈચ્છાઓ અને વિચારોને ઈશ્વરીય પ્રેરણા, ભગવદ્દવાણી વગેરે માની-સમજી લેવાનો ભય પણ રહે છે.

એક સિદ્ધ અને જીવંત ગુરુ પાસેથી નિર્દેશ તથા માર્ગદર્શન મેળવવામાં નૈતક જાગરણ અને નિષ્કામ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ માટે શિષ્યને ઉપદેશ આપે છે.  શિષ્ય ભૂલ કરે તો એ તેઓ જુએ છે, અને વળી પાછા સાચા પથે લાવે છે.  સાચા માનવગુરુના માર્ગદર્શન મેળવવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત કરનાર ભટકી જતા નથી.  ક્રમશ: ગુરુની કૃપાથી શિષ્યની પ્રસ્તુત પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય છે.  ત્યાર પછી શુદ્ધ પ્રજ્ઞા ગુરુનું કાર્ય કરે છે.  આ રીતે આપણું મન આપણું ગુરુ બને છે.


અવતાર શ્રેષ્ઠ ગુરુ

હજારો લોકોને જ્ઞાન આપનાર ઈશ્વરાવતાર નિશ્ચય સૌથી  મહાન ગુરુ છે.  સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે અવતારકપાલ મોચન   હોય છે.  એટલે કે તેઓ લોકોની નિયતને  બદલી શકે છે.  કોઈ સામાન્ય ગુરુમાં રૂપાંતરણ કરવાની એવી ક્ષમતા હોતી નથી.  ઇસુ ખ્રિસ્તમાં એ માછીમારોને દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાની એવી ક્ષમતા હતી કે જે એમના સ્પર્શથી જ્ઞાની બની ગયા.  એમનામાં એ બધા પાપી ગણાતા અપવિત્ર લોકોને પરિવર્તિત કરવાની ક્ષમતા હતી.  જ્યારે એમણે તેમને કહ્યું :તમારા પાપોને માફ કરી દીધાં છે, તમારી શ્રદ્ધાને કારણે તમે પૂર્ણ બની ગયા છો.  તમે નિશ્ચિંત બની જાઓ., ત્યારે તેઓ બધી ખરાબીથી, પાપોમાંથી મુક્ત થઇ ગયા છે એવું તેમણે તરત જ અનુભવ્યું.


પરંતુ ઈસુએ પોતે દીક્ષા લીધી હતી.  જ્યારે જોર્ડનમાં બેપ્ટિઝ્મ્ના સમયે, એવું કહેવાય છે કે સ્વર્ગનાં દ્વાર ખૂલી ગયાં અને એમણે ઈશ્વરના પ્રકાશને એક કબૂતરની જેમ અવરોહણ કરતાં તેમજ પોતાના માથે ઉતરતું જોયું અને એક વાણી સાંભળી : આ મારો પ્રિય પુત્ર છે, એનાથી હું ખૂબ પ્રસન્ન છું.  આવું દ્રશ્ય આખરે શું હતું ?


ચિરંતન ગુરુ

કહેવત છે કે માનવ ગુરુ શિષ્યના કાનમાં મંત્રનું ઉચ્ચારણ કરે છે, જ્યારે જગદ્દગુરુ ભક્તના હૃદયમાં બોલે છે.  સાધકમાં અધ્યાત્મ ચેતનાનું ભગવાન દ્વારા જાગરણ થતાં સાચી દીક્ષા થાય છે.  સાચો ગુરુ સર્વવ્યાપી ભગવાન, અંતર્યામી પરમાત્મા છે.  તેઓ જ સંસારમાં ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહ્રદય, પરભવ અને પ્રલય, આધાર સમસ્ત જ્ઞાનવિધાન અને અવ્યય બીજ છે.


गतिर्भ्रर्ता प्रभु: साक्षी निवास: शरणं सुर्हुत् |
प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम् ||  (ભગવદ્દ ગીતા ૯.૧૮)

સાધારણ ગુરુ અને શિષ્ય પરસ્પર મળે ત્યારે ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે.  શિષ્ય ગુરુને ગુરુના ગુરુ પરમાત્માનું મૂર્તિમંત રૂપ સમજે છે.  એમના માધ્યમથી ભગવત્કૃપા પ્રવાહિત થાય છે.  તે એ જ રૂપે એમની સેવા થતા ઉપાસના કરે છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે.  ભારતમાં હજારો લોકોએ પાઠ કરેલ પ્રસિદ્ધ શ્લોકમાં આ વાત વ્યક્ત થઇ ગઈ છે :

अज्ञानतिमिरान्धस्य  ज्ञानाज्जनशलाकया |
चक्षुरून्मीलितं येन तस्मै श्रीगुरुवे नम: ||
अनेकजनम्सम्प्राप्तकर्मबन्धविदाहिने |
आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरुवे नम: ||

અર્થાત્ અજ્ઞાનથી અંધ વ્યક્તિનાં નેત્રોમાં જ્ઞાન રૂપી અંજનશલાકાથી અજ્ઞાનના અંધકાર ઉલેચી નાખનાર શ્રી ગુરુને પ્રણામ કરું છું.  આત્મજ્ઞાન આપીને અનેક જન્મોનાં કર્મબંધનોને ભસ્મ કરનાર શ્રીગુરુને હું પ્રણામ કરું છું.


यस्यैव स्फुरणं सदात्मकमसत् कल्पार्थकं भासते
साक्षात तत्वमसीती वेदवचसा यो बोधयत्याश्रितान् |
यत्साक्षत्करणाद भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधी
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीद्क्षिणमूर्तये ||

અર્થાત્ જેમના  સત્ અને ચૈતન્ય પ્રકાશથી અસત્કલ્પ જગત પ્રકાશિત થાય છે.  જેતત્ત્વમસિ  વગેરે વેદવચનોથી પોતાના આશ્રિત શિષ્યને બોધ-જ્ઞાન આપે છે, જેમના સાક્ષાત્કારથી જીવ સંસાર-સાગરમાં ફરીથી પતિત થતો નથી, એવા કલ્યાણકારી ગુરુમૂર્તિ ગ્રહણકારી દક્ષિણામૂર્તિને હું પ્રણામ કરું છું.

જીવાત્મા પરમાત્મા દ્વારા પરિવ્યાપ્ત અને ચારે તરફથી આવૃત છે.  પરંતુ અજ્ઞાનને કારણે જીવ આ સત્યને અનુભવી શકતો નથી.  દીક્ષાનો હેતુ આ અજ્ઞાનના આવરણને દૂર કરવાનો છે.  એકવાર આ આવરણ દૂર થતાં જીવ અને પરમાત્માની વચ્ચેનો સંપર્ક નિયમિત સાધના દ્વારા જાળવી શકાય છે.

આવશ્યકતા અને એની પૂર્તિનો જૂનો નિયમ આધ્યાત્મિક જીવનમાં કાર્ય કરે છે.  જો કોઈ સાધક સત્યલોક માટે તીવ્ર વ્યાકુળતા અનુભવે તો સત્યલોક કોઈને કોઈ સ્ત્રોતમાંથી અવશ્ય મળવાનું જ.  એમાં કંઈક થાય છે, સાધકનું હૃદય ભગવત્કૃપા માટે ઉન્મુક્ત થઇ જાય છે, જાણે કે ઈશ્વરીય જ્ઞાનલોક એના પર તૂટી પડે છે.  અને જેમ જેમ તે પરમ સત્યની નિકટ પહોંચે છે, તેમ તેમ તે પરમાત્મા જ્યોતિને બધા પ્રાણીઓમાં પ્રકાશિત થતી જોઈ શકે છે.  અને જ્યારે ગુરુઓના પરમગુરુ પરમાત્મા સાથે એક બની જાય છે, એ વખતે તે બીજા માટે ઈશ્વરીય જ્ઞાનનો સ્ત્રોત બની જાય છે.  એ ભગવાનની જ સેવા કરે છે, જે ચિરંતન ગુરુ છે, તેમજ જે સદીઓથી જીવોને ઉપદેશ આપીને ઉદ્દબુદ્ધ કરે છે એવા દ્રઢજ્ઞાનથી બધાં પ્રાણીઓની સેવા કરે છે.  તે ચિરંતન ગુરુ એમને જ્ઞાનલોક અર્પે છે, એમનું પથદર્શન પણ કરે છે.

















ગુરુ વિશે … (ગુરુપૂર્ણિમા)
શ્રી રામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે :
પહલો પુરુષ સર્વનામ એટલે હુંએ બધાં દુઃખનું મૂળ છે. એટલે§ ગમે તેમ કરીને એ અહંથી છૂટકારો મેળવવો જોઈએ. આ કાર્ય કોઈ મહાન ગુણી સંતની સેવા, ફળની અપેક્ષા રાખ્યા વિના નિષ્કામ કર્મ, ધ્યાન, એકાગ્રતા અને વૈરાગ્યથી થઇ શકે. જો તમે સાચા ગુરુના શરણે જાઓ તો તમારા સેવકભાવથી જ આઅહંધીમે ધીમે દૂર થઇ જાય

 વળી, અનુભૂતિ કરનારા જ સારા ગુર છે. એટલે તમારે એમને સાંભળવા§ જોઈએ, અભ્યાસ, ચિંતન કરવા જોઈએ, એમને સમજવા જોઈએ અને આવા અનુભવી ગુરુની મદદથી તમારે ઈશ્વરને અનુભવવાનો પર્યટન કરવો જોઈએ.

 તમે ક્યાંક વાંકીચૂંકી ગલીમાં ફસાઈ જાઓ અને રસ્તો ન મળતો હોય§ ત્યારે કોઈક મળે અને કહે:   હું તમને અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકું છું.તો તમે શું કરશો ?

તમે એની પાછળ પાછળ ચાલવાના અને ધન્યતાની લાગણી આપણે અનુભવીએ છીએ તે જ છે તેમનાં પ્રત્યેનાં સેવાપૂજા અને ભક્તિભાવ. આવી વુંક્તી જ ગુરુ છે અને આપણને (આ જગતની) વિચિત્ર વાંકીચૂંકી ગલીયારીમાંથી મુક્ત થવા ઇચ્છતા હોઈએ તો ગુરુનું આપણે સંપૂર્ણપણે અનુસરણ કરવું જોઈએ. ક્યારેક કયારેક આપણે આવું વિચારીએ છીએ: મારે એમને શા માટે અનુસરવું જોઈએ ? ચાલો ને, હું જ મારો રસ્તો શોધી લઉં.અને આમ આપણે આપણી જાતે નીકળી પડીએ છીએ. પણ ગુરુ તો હંમેશાં ધીર, શાંત અને સ્નેહાળ રહે છે.

તેમજ એકલા એકલા રસ્તો શોધવાના પ્રયત્નમાં આપણે થાકી જઈએ અને એમની પાસે પાછા જઈએ ત્યાં સુધી તેઓ આપણી રાહ જોતા રહે છે.

ગુરુનું કાર્ય તો ગણીગાંઠી પળોમાં થઇ જાય છે. થોડા સહજ-સરળ શબ્દોમાં જ ગુરુ આપણા જીવનને નવો વળાંક આપી દે છે; જેમ કોઈ માણસ સાઈકલ પર સવારી કરે છે ત્યારે કોઈને લાગે કે જે રસ્તે એ જઈ રહ્યો છે એ ભયંકર છે; એટલે એ સાઈકલસવારને ત્યાંથી વાળીને બીજી દિશામાં દોરી જાય છે.
જેમ જેમ સાઈકલ ચાલતી રહે છે તેમ તેમ પહેલાંની જેમ જ સવાર પેડલ મારતો રહે છે. પણ હવે ભય તરફ જવાને બદલે એ સાઈકલ-સવાર ભયથી દૂર જતો રહે છે. એવી જ રીતે ગુરુને જ્યારે એવું લાગે કે તમે (શિષ્ય) એક ભયજનક રસ્તો લીધો છે એટલે એ તમને એમાંથી વાળી લે છે. પછી તમારી બધી પ્રવૃત્તિઓ પહેલાંની જેમ ચાલતી રહે છે.

પેલા સાઈકલ સવારની જેમ જ તમે પેડલ માર્યે રાખો છો પણ તમે હવે ચોક્કસ અને સલામત દિશામાં જઈ રહ્યા છો. ગુરુનું કાર્ય યોગ્ય દિશાવળાંક આપવાનું છે.

 અંતિમ સત્યને પામવા માટે સાધકે ઉપદેશક કે ગુરુ અને શાસ્ત્રોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. અવ્યવસ્થિત પ્રયત્નોથી કંઈ ન થઇ શકે.§

(રા.જ. ૭-૧૧/૩૬/૧૭૪)


(૨) શ્રી રામકૃષ્ણદેવની કવિત્વ ભરી જાદુઈ વાણી :

૧] કોરી માટીથી કોઈ કુંભાર ઘડો નહિ બનાવી શકે, એને પાણી જોઈશે. તેવી રીતે એકલા શિવ સૃષ્ટિ નહિ સરજી શકે, પણ સાથે શક્તિ જોઈશે.

૨] જેમ જળ અને બુદબુદ એક છે, તેમ જીવાત્મા અને પરમાત્મા તત્વે કરીને એક જ છે.

૩] ઈશ્વરને શોધવા નીકળેલો માણસ, દરિયાનું ઊંડાણ માપવા ગયેલી મીઠાની પૂતળી જેવો છે.

૪] દોરડું બળે તોય વળ ન છોડે, પણ એ બાંધવામાં કામ લાગે નહિ, તેમ પરમ જ્ઞાનના અગ્નિથી બળી ગયેલો અહંકાર છે, છે ને નથી.

૫] ચારણી જેમ ઝીણા લોટને ચાળી નાખે છે અને જાડા લોટને રાખે છે તેમ દુષ્ટ માણસ સારું જવા દે છે ને ખરાબને સંઘરે છે.

૬] દુષ્ટ માણસનું હૃદય વાંકડીયા વાળ જેવું છે. બે છેડા પકડીને ખેંચો તો સીધું રહે, પણ ફરી પાછું અસલ રૂપમાં આવી જાય.

૭] ઈશ્વર પ્રાણીમાત્રમાં છે, પણ તમારે સારા માણસોનો જ સંગ કરવો, દુષ્ટથી દૂર રહેવું. ઈશ્વર વાઘમા પણ છે, પણ એથી કરીને તમે વાઘને નહિ ભેટો !

૮] એક માણસને પણ ઉપયોગી થવું એ જેવી તેવી વાત નથી.

(‘સંત સાગરપુસ્તકમાંથી સાભાર)
(રા.જ. ૧૧-૧૧/(૫૯) ૩૭૯)

આપણા અસ્તિત્વનો આધારઃ ગુરુ (જૈન દર્શન)
Jul 17, 2013

જૈન દર્શન - નરેશ મદ્રાસી
ગુરુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતને ધારણ કરે છે. પરીષહ-પ્રતિકૂળતાને સહન કરવામાં તેઓ ધીર છે, મધુકર વૃત્તિએ ભિક્ષા ગ્રહણ કરે છે, સમભાવમાં સ્થિર રહે છે. ધર્મોપદેશ દ્વારા જગતનું કલ્યાણ કરે છે
સતત વ્યસ્તતા, માનસિક ચિંતા, ઓછાપણું, અભાવ, અન્યાય, કાલ્પનિક ભય આપણા સુખ-શાંતિના શત્રુ છે. ક્યારેક એવું પણ થાય છે કે સુખના ઢગ વચ્ચે પણ આપણે અતિ નિર્ધન હોઈએ છીએ. ત્યારે એવું થાય છે કે કોઈક એવું સ્થાન મળે, જે આપણા માટે વિસામો બને. કોઈક એવો ખોળો મળે જ્યાં મન મૂકીને રુદન કરી શકાય. કોઈક એવું શરણ મળે જે આપણી રક્ષા કરે. આવો વિસામો, ખોળો, શરણ એટલે જ ગુરુ. જે આપણા અસ્તિત્વનો આધાર છે. આર્ય સંસ્કૃતિમાં ગુરુની પૂજા કરવામાં આવે છે, જે આપણા સંસ્કારનો પાયો છે.
ગુરુ વિદ્યાગુરુ પણ હોઈ શકે, ધર્મગુરુ પણ હોઈ શકે. નિઃસ્વાર્થભાવે શિષ્ય પ્રતિ વાત્સલ્યભાવ દર્શાવતા અનેક વિદ્યાગુરુ ઇતિહાસના પૃષ્ઠ પર અમર થઈ ગયા. આ આધ્યાયમાં જૈન દર્શન ધર્મ પ્રમાણે ધર્મગુરુના ગુણ ગાયા છે.
ગુરુ એ દેવ અને ધર્મને સાંકળતી કડી જેવા છે જે ધર્મનો પરિચય કરાવી માનવીને પરમ માનવી બનાવે છે. નરને નારાયણ બનાવે છે. આત્માને પરમાત્મા બનાવે છે. ગુરુ ઉંબરા પર સ્થપાયેલા દીપક જેવા છે, જે આંતર અને બાહ્ય ઉભયને પ્રકાશમય કરે છે. ખાણમાંથી પ્રાપ્ત થતી સંગેમરમરની શિલાને શુદ્ધ કરી, અનાવશ્યક ભાગને દૂર કરી શિલ્પી જેમ પ્રતિમાનું ઘડતર કરે છે તેમ ગુરુ આપણા મન અને ભીતરનો પ્રક્ષાલ કરી, દોષ અને અશુદ્ધિને દૂર કરી, આપણામાં છુપાયેલા માનવીને પ્રગટ કરે છે. અજ્ઞાનના અંધકારમાં ભટકતા આપણે સૌને ગુરુ માર્ગ દર્શાવી જ્ઞાનમુર્તિ બનાવે છે. ગુરુ માત્ર જ્ઞાન નથી આપતા, વિવેકના પાઠનું પણ દાન કરે છે. શસ્ત્રજ્ઞાન ચોક્કસપણે આપણું રક્ષણ કરે છે, પરંતુ તે જ્ઞાન જો વિવેક વગરનું હશે તો શસ્ત્રજ્ઞાન આપણો જ ઘાત કરી શકે છે. ગુરુ સ્વતંત્રતાના અધ્યાયનું અધ્યયન કરાવે છે, તો સ્વચ્છંદતાના દોષનું પણ દર્શન કરાવે છે. ગુરુ પ્રેમ અને મૈત્રી ભાવના ગીતની રચના કરે છે અને ધિક્કાર તથા શત્રુભાવનો મૂળમાંથી છેદ કરે છે.
ગુજરાતી ભાષાને જેઓશ્રીએ પારણામાં ઝૂલાવી હતી અને પ્રાચીન ગુર્જર દેશના, ભૂતકાળમાં સરી ગયેલા સોલંકી યુગને જેઓશ્રીએ પોતાના અસ્તિત્વ દ્વારા પરમ સૌંદર્ય અર્પ્યું છે એવા કલિકાલ સર્વજ્ઞા પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી છે, જેના દ્વિતીય પ્રકાશની આઠમી કડી-ગાથામાં ધર્મગુરુની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે.
'ગુરુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતને ધારણ કરે છે. પરીષહ-પ્રતિકૂળતાને સહન કરવામાં તેઓ ધીર છે, મધુકર વૃત્તિએ ભિક્ષા ગ્રહણ કરે છે, સમભાવમાં સ્થિર રહે છે. ધર્મોપદેશ દ્વારા જગતનું કલ્યાણ કરે છે.'
ગુરુ મન, વચન, કાયાથી અહિંસાનું પાલન કરે છે. માત્ર સત્ય નહીં, મધુર વચન ઉચ્ચારે છે. અદત્ત એટલે કોઈએ નહીં આપેલા સામાન્ય મૂલ્યના કે અમૂલ્ય પદાર્થને સ્વીકારતા નથી. બ્રહ્મચર્યનું પાલન કરે છે. આવશ્યકતાનો સંક્ષેપ કરે, પરિગ્રહ વૃત્તિથી યોજનો દૂર રહે છે. ગ્રીષ્મ, શિશિર કે વર્ષાઋતુ હોય, રાજાનો પ્રાસાદ હોય કે નિર્ધનની કુટિર હોય, તુચ્છ કક્ષાનો આહાર હોય કે મેવા મીઠાઈ. આ સર્વેમાં સમભાવ રાખે છે. મિત્ર અને શત્રુ પ્રત્યે સમાનતા રાખે છે. આવશ્યક આહાર કોઈના પર ભાર મૂકીને સ્વીકારતા નથી. ધર્મોપદેશ દ્વારા જગતમાત્રનું કલ્યાણ કરે છે. અનેક માનસશાસ્ત્રીઓ, સમાજસુધારકો એકત્રિત થઈને પણ દૂષણો, વ્યસન, નશાને સમાજમાંથી દૂર નથી કરી શકતા, એ સર્વેને ગુરુ પોતાના આચારવિચાર અને વાણી દ્વારા સાવ સહજતાથી દૂર કરી શકે છે.
પ્રત્યેક ધર્મમાં ગુરુનું અસ્તિત્વ અને મહિમા અમાપ દર્શાવાયા છે. છતાં જૈન ધર્મગુરુ પોતાના આચારવિચાર દ્વારા વિશેષ કક્ષાએ બિરાજ્યા છે. દેશ દેશાવર પદયાત્રા વિહાર દ્વારા વિચરવું સામાન્ય કક્ષાનાં વસ્ત્રો ધારણ કરવાં, કાષ્ઠનાં પાત્રોમાં નિર્દોષ પરિમિત આહાર ગ્રહણ કરવો, ધન-ધાન્યનો સંચય નહીં કરવો વગેરે સર્વે આચાર અને વૈચારિક ઉદારતા તથા અનેકાંત સાપેક્ષ ભાવથી પરમ વંદનીય બને છે. બ્રહ્માંડની ચોમેર રહેલા સંવેદનાના મહાસાગરને શાંત-સ્થિર રાખવામાં જૈન ગુરુ ભગવંતોનું યોગદાન ચરમ કક્ષાનું છે.
વર્તમાન કાળે ગુજરાતમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અન્ય સ્થાન કે રાજ્ય કરતાં શ્રેષ્ઠ છે. એનું મૂળ કારણ વર્ષો પૂર્વે અહિંસા અને જ્ઞાનની ગુર્જર ભૂમિ પર પ્રતિષ્ઠા કરનાર કલિકાલ સર્વજ્ઞા પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજીનું શ્રેષ્ઠ યોગદાન છે. ઇતિહાસ ક્યારે પણ ભૂલશે નહીં કે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી બન્યા તેના પાયામાં શ્રીમદ્ રાજચંદ્રજીનું યોગદાન મહામૂલું હતું. તેઓ ગૃહસ્થ હોવા છતાં મહાત્મા ગાંધીજીના જીવન પર પ્રચંડ પ્રભાવ પાથરી શક્યા હતા.
અષાઢી પુર્ણિમાનો શુભ દિવસ ગુરુપુર્ણિમારૂપે પ્રતિષ્ઠા પામ્યો છે. આ દિવસે ગુરુનાં ગુણગાન અને બહુમાન વિશેષરૂપે કરવાનાં છે. સાચા અર્થમાં ગુરુની પૂજા નિત્ય કરવાની છે. તેઓશ્રીની આજ્ઞા-આદેશ નતમસ્તકે સ્વીકારીને તેઓનું મન પ્રસન્ન થાય એવા આચારવિચારથી તો નિત્ય અષાઢી પુર્ણિમા છે.
સાચે જ કહ્યું છે કે,
ગુરુદેવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર,
જે ગુરુથી રહ્યા વેગળા, રખડયા તે સંસાર.

એકલવ્ય દ્વારા બનેલું દ્રોણાચાર્ય મંદિર
Jul 17, 2013

તીર્થાટન - હર્ષ મેસવાણિયા
પાંડવ રાજકુમારોનો એક શ્વાન ભટકતો ભટકતો એક જંગલમાં ચાલ્યો ગયો. એક યુવાન ધર્નુવિદ્યા શીખી રહ્યો હતો ત્યાં પહોંચી ગયો અને જોર જોરથી ભસવા લાગ્યો. શ્વાનના ભસવાને કારણે યુવાનનું ધ્યાન ધર્નુવિદ્યા પરથી હટીને એ તરફ ગયું. શ્વાન હજુ પણ ભસી રહ્યો હતો એટલે પેલા યુવાને પોતાની ધર્નુવિદ્યાનો પ્રયોગ કરીને શ્વાનનું મોઢું એ રીતે સીવી લીધું કે એમાંથી અવાજ પણ ન નીકળી શકે અને મોં ખુલ્લું ને ખુલ્લં રહી જાય. શ્વાન ફરી પાંડવો જ્યાં શિક્ષા લઈ રહ્યાં હતા ત્યાં પહોંચી ગયો. શ્વાનનું મોં આ રીતે સીવેલું જોઈને ગુરુ દ્રોણાચાર્યને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી તો ખબર પડી કે એક ભીલ રાજકુમારે પોતાની ધર્નુવિદ્યાથી આ કૌવત કર્યું છે. તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એ ભીલ યુવાનને મળવા ગયા. તેમણે યુવાનને પૂછયું કે આવી વિદ્યા શીખવનારા તારા ગુરુ કોણ છે? જવાબમાં યુવાને ગુરુ દ્રોણને પોતાની સાથે આવવા વિનંતી કરી. આગળ એકલવ્ય અને પાછળ ગુરુ દ્રોણ. થોડી વારમાં એકલવ્યે ગુરુ દ્રોણને એક મુર્તિ સામે લાવીને ખડા કરી દીધા અને કહ્યું કે, આ છે મારા ગુરુ. દ્રોણાચાર્ય નવાઈ પામીને એકલવ્ય સામે જોવા લાગ્યા, કેમ કે એ મુર્તિ સ્વયં ગુરુ દ્રોણની જ હતી. એ યુવાન એટલે જગતનો મહાન શિષ્ય ગણાતો એકલવ્ય. પછીની કથા એવી છે કે ગુરુ દ્રોણાચાર્યે પોતાની ગુરુદક્ષિણારૂપે એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગ્યો હતો અને એકલવ્યે હસતાં હસતાં ગુરુ દ્રોણની સામે અંગૂઠો હાથથી અલગ કરી દીધો હતો. આ મહાભારતનો બહુ જાણીતો પ્રસંગ છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ છે કે જે જગ્યાએ એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યની મુર્તિ બનાવી હતી અને જ્યાં ગુરુદક્ષિણારૂપે પોતાનો અંગૂઠો આપી દીધો હતો, એ સ્થળ ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં આવેલું છે અને દનકૌર તરીકે ઓળખાય છે. આજે અહીં એક દ્રોણાચાર્ય મંદિર છે. કૌરવો અને પાંડવોના ગુરુ તરીકે આપણી પૌરાણિક કથાઓમાં હંમેશાં યાદ કરાતા ગુરુ દ્રોણાચાર્યનું ભારતમાં સંભવતઃ એકમાત્ર મંદિર છે અને એ પણ એકલવ્યે બનાવ્યું હતું. અહીં ગુરુદ્રોણ એકલવ્યના ગુરુ તરીકે ઓળખાય છે અને આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરાના પ્રતીક તરીકે ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું છે.
દનકૌરના દ્રોણ મંદિરની વિશેષતા
દનકૌરનું નામ પહેલાં દ્રોણકૌર હતું. સમયાંતરે દ્રોણકૌરમાંથી અપભ્રંશ થઈને દનકૌર થઈ ગયું છે. મંદિરમાં ગુરુ દ્રોણની જે મુર્તિ છે તે એકલવ્યે બનાવેલી હોવાનું મનાય છે. મંદિરની એકદમ પાસે એક તળાવ છે. જે દ્રોણાચાર્ય તળાવ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ તળાવ એકલવ્યના સમયમાં પણ હતું. આ તળાવ આખું ભરાઈ જાય તોપણ એકાદ-બે કલાકમાં તે ખાલી થઈ જાય છે અને તેની સપાટી નીચેના સ્તર સુધી આવી જાય છે. શું કામ છલોછલ ભરાયેલું રહેતું નથી, તેનું કારણ કોઈને ખબર નથી. મંદિરની નજીક એક ઉદ્યાન છે, જેને એકલવ્ય ઉદ્યાન એવું નામ આપવામાં આવ્યું છે. આ બગીચામાં એકલવ્યની પ્રતિમાં મૂકવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં ગુરુ દ્રોણાચાર્ય ઉપરાંત બાંકે બિહારી, રાધાકૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને રામદરબાર જેવાં નાનાં મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દર રવિવારે અહીં વિશેષ ગુરુપૂજાનું આયોજન કરવામાં આવે છે.
એકલવ્યનું પણ એક મંદિર છે
હરિયાણાના ગુડગાંવની પાસે એક નાનકડું ગામ છે ખાંડસા. આ ગામમાં એકલવ્યનું નાનકડું મંદિર આવેલું છે. ભારતમાં એકલવ્યનું આ એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે આ ગામ પહેલાં ખાંડવ પ્રદેશના નામે ઓળખાતું હતું. ખાંડવ પ્રદેશમાં હિરણ્યધનુ નામના નિષાદ રાજા રાજ કરતા હતા. એકલવ્ય આ ભીલ રાજાનો પુત્ર હતો. ગુરુદ્રોણે માત્ર હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષણ આપવાનું કહ્યું એટલે એકલવ્યે દનકૌરમાં જઈને સ્વયં ધર્નુવિદ્યા શીખી હતી. એક માન્યતા પ્રમાણે આ મહાન શિષ્યની યાદમાં તેના નગરમાં તે વખતે એક પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે ત્યાં નાનકડું મંદિર ઊભું છે, જે મહાન શિષ્ય એકલવ્યની યાદ અપાવે છે.

ગુરુ થકી જ આપણું જીવન ધન્ય બને છે
Jul 17, 2013

જીવનનું મુખ્ય લક્ષ્ય મોહથી મુક્તિ થાય તે છે. મોહ જન્મમરણનું કારણ છે. મોહ અને આસક્તિથી જ જીવનમાં અનેક પ્રકારનાં દુઃખ આવે છે, પરંતુ સાચા ગુરુ મળે તો એ મોહ-મમતા ને આસક્તિ ટાળે છે. પછી ભગવાનના દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. ભારતવર્ષમાં ગુરુનો ખૂબ મહિમા છે. ગુરુ થકી જ જ્ઞાન થાય, મોક્ષ થાય. ગુરુ જ આપણને સાચો માર્ગ બતાવે. ભગવાનને કેવી રીતે ભજવા એની સાચી રીત ગુરુ શીખવે છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો ગુરુ કરવા પડે. ગુરુ વિના ભૌતિકવિદ્યા પણ નથી મળતી અને બ્રહ્મવિદ્યા પણ નથી મળતી. જ્યાં સુધી આપણે બ્રહ્મવિદ્યા જાણી નથી ત્યાં સુધી બધું જ્ઞાન અધૂરું છે અને એવું સાચું બ્રહ્મવિદ્યા કે પરાવિદ્યાનું જ્ઞાન બ્રહ્મનિષ્ઠ ગુણાતીત ગુરુ થકી આપણને પ્રાપ્ત થાય છે.
જેનું જીવન ભગવાનમય છે, જેણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, જેઓ પરોપકારી છે, જેને આત્મા-પરમાત્માનું જ્ઞાન થયું છે એવા શ્રોત્રિયને ગુણાતીત ગુરુ મળવા દુર્લભ છે. એવા ગુરુ મળે તો અજ્ઞાન ટળે ને આત્માનો મોક્ષ થાય. સ્કૂલ-કોલેજોમાં સારા શિક્ષકો, પ્રોફેસરો પાસેથી ભૌતિક વિદ્યા પ્રાપ્ત થાય, એનાથી નિર્વાહ થાય, પરંતુ નિર્વાણ ન મળે. નિર્વાણ એટલે કે મોક્ષ માટે આધ્યાત્મિક જ્ઞાન જોઈએ. અહીં ગુરુની જરૂર છે એટલે જ આપણાં શાસ્ત્રો કહે છે, 'ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત...।।' અર્થાત્ ઊઠો, જાગો અને મહાપુરુષ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. આપણાં શાસ્ત્રો વારંવાર એટલે જ ભગવાન અને ગુરુના મહિમાની વાત સમજાવે છે. તુલસીદાસજી જેવા મહાન ભક્ત કવિઓએ પોતાનાં પદોમાં પણ એ મહિમા સમજાવ્યો છેઃ 'એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ; તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ.' સાચા સંતનો સત્સંગ કરીએ, એમના મુખેથી શાસ્ત્રો સાંભળીએ તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને મોક્ષ થાય. એ માટે ભગવાન ને ગુરુનાં વચનમાં વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી આવશ્યક છે. શુકદેવજીનાં વચનમાં પરીક્ષિતને વિશ્વાસ આવ્યો તો સાત દિવસમાં એનો મોક્ષ થયો.
ગુરુમાં શ્રદ્ધા, આપણાં શાસ્ત્રો અને મંદિરોમાં શ્રદ્ધા એ આપણી મહાન પરંપરા છે. શાસ્ત્રોમાં લખેલી વાત સત્ય-સનાતન છે, એમાં વિશ્વાસ રાખવો એ આપણી મહાન પરંપરા છે. વિજ્ઞાનીઓએ લખેલી કે કહેલી વાતમાં વિશ્વાસ આવે છે, તેમ આ શાસ્ત્ર વિજ્ઞાનીઓથી પણ મહાન એવા પરમ જ્ઞાની ઋષિઓએ ભગવાનની પ્રેરણાથી લખેલાં છે, એમાં વિશ્વાસ કેમ ન રાખવો? વેપારીને ધંધામાં વિશ્વાસ છે કે લાભ થશે, ખેડૂતને પોતાનાં વાવેલાં બીજમાં વિશ્વાસ છે કે એ ઊગશે, એમ ભગવાન, સંતને શાસ્ત્રમાં વિશ્વાસ રાખવો. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વીબીજ ઉપર પધારી મંદિરો, શાસ્ત્રો, સંતો કર્યા ને દુનિયામાં તેમનો મહિમા પ્રવર્તાવ્યો, સાચું જ્ઞાન પ્રસરાવ્યું. એ જ્ઞાનમાં વિશ્વાસ રાખી શ્રદ્ધા સહિત, ઈર્ષ્યા રહિત સત્સંગ, ભજન, ભક્ત કરીએ તો આત્મા-પરમાત્માનું સુખ પ્રાપ્ત થાય. આજે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે 'બધાને આત્મા-પરમાત્માનું સાચું જ્ઞાન થાય, મહિમા સમજાય, એ માર્ગે ચાલી સર્વે સુખી થાય ને જીવન ધન્ય બને.'
ગુરુના વ્યક્તિત્વમાં સ્વયંને ઓગાળવું
ગુરુપુર્ણિમા એટલે સદ્ગુરુનાં ચરણમાં ભાવ, ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણતાની ભેટ અર્પણ કરવી. આ પ્રથમ સ્ટેપ કહેવાય. ગુરુપુર્ણિમા ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે વ્યક્તિ સાધનાના ક્ષેત્રમાં એ જ્યાં હોય ત્યાંથી એક સ્ટેપ આગળ વધે. એક સ્ટેપ આગળ વધવું એટલે ગુરુ મળ્યા બાદ ગુરુકૃપાથી 'પર'થી ડિસ્કનેક્ટ થઈ 'સ્વ'થી કનેક્ટ થવું. 'સ્વ' એટલે સ્વયંનો આત્મા. 'પર' એટલે આત્મા સિવાયનું બધું. વન સ્ટેપ અપ જવું એટલે ગુરુને સાંભળી 'સ્વ'ને સાંભળવું. ગુરુને મળીને 'સ્વ'ને મળવું. ગુરુ ગમ્યા પછી 'સ્વ' ગમવો. વન સ્ટેપ અપ જવું એટલે દેવગુરુની ભક્તિમાં ડૂબી, સંસારસાગર તરવો. ગુરુના વ્યક્તિત્વમાં સ્વયંના અસ્તિત્વને ઓગાળવું. હોઠથી નહીં, પણ હૈયાથી 'ગુરુદેવ' બોલવું અને આત્માથી ગુરુત્વનો અનુભવ કરવો. આત્માની અનુભૂતિ જ આત્મવિકાસ તરફ પ્રગતિ કરાવશે. ગુરુપુર્ણિમાના પાવન અવસરે અધ્યાત્મના ક્ષેત્રમાં વન સ્ટેપ અપ જઈ આત્મવિકાસ કરતાં કરતાં આત્મસિદ્ધિને પામો એ જ મંગલ ભાવના.
ગુરુ માનવીને ભગવાન સાથે જોડતા સેતુનું કાર્ય કરે છે
ધર્મનું પાલન કરી, સર્વ આશ્રિતોને ધર્મ પાલન કરાવવાની પવિત્ર ફરજ આચાર્ય (ગુરુ)ની છે. એટલે જ પરમ કૃપાળુ શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો-ભક્તોના આગ્રહથી આચાર્ય (ગુરુપદ)ની સ્થાપના કરી. ભારતવર્ષ ગુરુઓને આશ્રિત રહેલ ખંડ છે. આ પવિત્ર ભૂમિ પર હજારો ગુરુસ્થાને રહેલા ઋષિ-મુનિઓ અને ભગવાન શ્રી શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, માધવાચાર્યજી વગેરે દાર્શનિક જીવો ભગવાનના માર્ગે આવ્યા તે આપણું ગૌરવ છે. આપણી સંસ્કૃતિ વેદ-ઉપનિષદોથી શરૂ થયેલ છે અને સંપ્રદાયના આચાર્યશ્રીના સિદ્ધાંતોથી પૂર્ણ છે, તેથી હિન્દુસ્તાનમાં ધર્મ પ્રત્યેની આસ્થા અન્ય દેશ કરતાં વધુ દૃઢ જણાય છે.
ભક્તિમાર્ગમાં કલ્યાણ ઇચ્છતા તમામ જીવોને મંત્રદીક્ષા અતિ જરૂરી છે. સર્વે જીવનું કલ્યાણ થાય અને આ લોક-પરલોક બંને સુધરે તેમ સ્વધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બતાવી જીવન જીવવાનું ગુરુ શીખવાડે છે. ગુરુ માર્ગદર્શક અને ભગવાનને જોડતા સેતુનું કાર્ય કરે છે. સંત દીક્ષા લેનાર મુમુક્ષોને દીક્ષા આપી શકે છે. ગુરુ (આચાર્ય) વિના કોઈ દીક્ષામંત્ર પ્રદાન કરી શકતું નથી, પરંતુ કળિયુગમાં મનુષ્ય જ્યારે પોતાને પૂજાવનારો અને મનાવનારો બન્યો છે ત્યારે સાચા ગુરુ (આચાર્ય)ની એ ધાર્મિક ફરજ છે કે તે જીવમાત્રને ભગવાનની સાચી ઓળખ કરાવે.
બહવો ગુરવઃ સન્તિ શિષ્યવિત્તાપહારકાઃ
દુર્લભા ગુરવો લોકે શિષ્યસંતાપહારકાઃ ।।
અર્થાત્ આ જગતમાં શિષ્યોનું ધન લેવાવાળા ગુરુઓ ઘણા ફરે છે, પરંતુ શિષ્યની ચિંતા કરી તેના જીવનું કલ્યાણ થાય તેવા ગુરુઓ દુર્લભ છે. ગુરુપદ પૂજનીય છે, પણ શિક્ષાપત્રીમાં ભગવાન અને ભગવાનના અવતાર વિના ગમે તેવા બ્રદ્મરૂપ થયેલાનું ધ્યાન કરવાની સ્પષ્ટ રીતે મનાઈ કરેલી છે. હિન્દુ ધર્મ એ ભારતનો પ્રાણ છે અને શ્રીરામ-કૃષ્ણાદિક અવતારોનું ધારણ ભગવાનનું અસ્તિત્વ દર્શાવે છે. દરેક ભક્તજનોને વિશ્વાસ છે કે ભારતમાં શ્રી નારાયણનો વસવાટ છે.
ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે અમારો સર્વ ભક્તોને આગ્રહ છે કે સદાચાર પાળી ભગવાનનું ભજન કરી, આત્મ કલ્યાણનો ઉપાય કરવો. મદ્ય, માંસ, ચોરી, વ્યભિચાર, વટલવું નહીં અને વટલાવવાનું નહીં તેના પંચ વ્રતમાન પાળી સહુ કોઈ શ્રી હરિનો આશરો લે તો તેનું નિશ્ચય ભલું થાય.
ગુકારસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધકઃ
અંધકારનિરોધત્વાત્ ગુરુરિત્યવિધિયતે।।
અર્થાત્ અંધકારરૂપી અજ્ઞાનનો જે નાશ કરે છે તે જ સાચા ગુરુ છે.

 

ગુરુપુર્ણિમા : ગુરુવંદનાનો પાવન અવસર

કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
ગુરુ શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. ગુરુ જ્ઞાનનો પરમ સ્રોત છે. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાયા છે, કારણ કે આ પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને પણ ગુરુનો જ આશ્રય લેવો પડયો છે. શ્રીરામ, કૃષ્ણ, ગુરુ દત્તાત્રેય, શિવાજી, કબીરજી, ચંદ્રગુપ્ત મૌર્ય, અરુણી, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતીથી લઈને અનેક લોકોને ગુરુની દીક્ષા દ્વારા જ દેવ કે મહાપુરુષનો દરજ્જો મળ્યો છે. ગુરુપુર્ણિમાના અવસરે ગુરુની વંદના કરીને કૃતકૃત્ય થઈએ...
અષાઢ માસની પુર્ણિમાને ગુરુપુર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે. ગુરુપૂર્ણિમા વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે. આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ-સંત એક જ સ્થાને રહીને પોતાની પાસે રહેલી જ્ઞાનગંગાને વહાવે છે. આ ચાર મહિના ઋતુની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી. આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. જેવી રીતે સૂર્યના તાપથી તપેલી ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા ધાન્ય પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
શાસ્ત્રોમાં આપેલા ગુરુનો અર્થ પણ જાણવા જેવો છે. શાસ્ત્રોમાં 'ગુ'નો અર્થ જણાવ્યો છે- અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને 'રુ'નો અર્થ જણાવ્યો છે- તેનો નિરોધક, તેને દૂર કરનાર. ગુરુ અજ્ઞાનના તિમિરનું પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. આપણા મિથ્યા અહંકારને મિટાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે, આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે. ગુરુની કૃપાથી ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે. ગુરુકૃપાના અભાવમાં તે સંભવ નથી.
જીવનમાં ગુરુનું મહત્ત્વ
આપણા જીવનમાં પ્રથમ ગુરુ આપણાં માતા-પિતા હોય છે, જે આપણું પાલનપોષણ કરે છે, સાંસારિક દુનિયામાં આપણને પહેલી વખત બોલવા-ચાલવાનું અને અન્ય બાબતો શીખવે છે, તેથી માતા-પિતાનું સ્થાન સર્વોપરી છે. મોટા થયા પછી પણ જીવનનો વિકાસ સારી રીતે સતત થયા કરે તે માટે આપણને સદ્ગુરુની જરૂર પડે છે. સદ્ગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ ઝગમગતી જ્યોતિ સમાન છે, જે શિષ્યની હૃદયજ્યોતિને પ્રગટાવે છે. ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે. આ દુઃખરૂપ સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે, જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે. જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદ્ગુરુની છે. સદ્ગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે.
માનવ મનમાં વ્યાપ્ત બૂરાઈઓને દૂર કરવામાં ગુરુનું વિશેષ યોગદાન હોય છે. મહર્ષિ વાલ્મીકિ જેમનું પૂર્વ નામ 'રત્નાકર' હતું, તેઓ પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવવા માટે લોકોને લૂંટતા હતા, એટલે કે તેઓ લૂંટારા હતા. આ વાલિયા લૂંટારાએ મહર્ષિ વાલ્મીકિ બનીને રામાયણ જેવા મહાકાવ્યની રચના કરી, પરંતુ તે ત્યારે જ શક્ય બન્યું જ્યારે ગુરુરૂપી નારદજીએ તેમનું હૃદય પરિવર્તન કર્યું.
ગુરુ શિષ્ય અને પરમાત્મા વચ્ચે સેતુ સમાન હોય છે. સ્વામી વિવેકાનંદજીને બાળપણથી જ પરમાત્માને પામવાની ઇચ્છા હતી. તેમની આ ઇચ્છા ત્યારે જ પૂર્ણ થઈ શકી જ્યારે તેમને ગુરુ રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદ મળ્યા. ગુરુની કૃપાથી જ તેઓ આત્મસાક્ષાત્કાર કરી શક્યા. છત્રપતિ શિવાજી ઉપર પણ તેમના ગુરુ સમર્થ રામદાસનો પ્રભાવ હંમેશાં રહ્યો.
કબીરદાસજીનો પોતાના ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ કેવો હતો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે, કારણ કે ગુરુનું મહત્ત્વ સૌથી વધારે કબીરજીના દોહામાં જોવા મળે છે. એક વાર રામાનંદજી ગંગાસ્નાન કરવા જઈ રહ્યાં હતા, સીડી ઊતરતી વખતે તેમનો પગ કબીરદાસજીના શરીર પર પડી ગયો, તેથી રામાનંદજીના મુખમાંથી 'રામ-રામ' શબ્દ નીકળી ગયા. આ જ શબ્દોને કબીરદાસજીએ દીક્ષામંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા.
આપણા સભ્ય સામાજિક જીવનનો આધારસ્તંભ ગુરુ જ છે. એવા ઘણાં ગુરુઓ છે જેમણે પોતાના શિષ્યોને એ રીતે શિક્ષિત કર્યા કે તેમણે રાષ્ટ્રની ધારાને જ બદલી દીધી. જેમ કે, આચાર્ય ચાણક્ય એવી મહાન વિભૂતિ હતા, જેમણે પોતાની વિદ્વતા અને ક્ષમતાઓના બળે ભારતીય ઇતિહાસની ધારાને બદલી દીધી. ચાણક્ય કુશળ રાજનીતિજ્ઞા તથા પ્રકાંડ અર્થશાસ્ત્રી તરીકે વિશ્વવિખ્યાત છે. તેમણે પોતાના વીર શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને સિંહાસનરુઢ કરીને જે રીતે પોતાની વિલક્ષણ પ્રતિભાનો પરિચય આપ્યો તેનાથી સમસ્ત વિશ્વ સારી રીતે પરિચિત છે.
ગુરુના મહિમાનું વર્ણન કરવું એ સૂરજને દીવો બતાવવા સમાન છે. દરેક વ્યક્તિને ગુરુ મળે તે જ મહત્ત્વની વાત છે. તેના માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે તોપણ તે કિંમત સસ્તી જ જાણજો. આ વાતને કબીરજીના એક દોહાથી સમજીએ-
યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન
શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન ।।
શિષ્યોનું અનુપમ પર્વ
સાધક માટે ગુરુપુર્ણિમા વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે. આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ, ફળ કે અલ્પાહાર લેવો જોઈએ. ગુરુના દ્વારે જઈને ગુરુદર્શન, ગુરુસેવા અને ગુરુ સત્સંગનું શ્રવણ કરવું. આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પુર્ણિમાના દિવસે કરેલ સત્કર્મોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન-પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગુરુ પાસે જવું જોઈએ. તેમને ઊંચા સુસજ્જિત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવવી જોઈએ. ત્યારબાદ વસ્ત્ર, ફૂલ, ફળ તથા માળા અર્પણ કરી થોડુંક ધન તેમને ભેટમાં આપવું જોઈએ. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે. આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ. ગુરુપૂજનનો મંત્ર છે-
ગુરુ બ્રહ્મા ગુર્રુવિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ
ગુરુ સાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરુવે નમઃ ।।
શિષ્યે ગુરુ, ઇષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયમાં ઐક્યનાં દર્શન કરવાં જોઈએ. શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ. જે શિષ્ય સદ્ગુરુનું પાવન સાંનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષનાં દ્વાર ખૂલે છે. જો તમે સદ્ગુરુને રિઝવવા માગતા હોવ તો આજના દિવસે તેમને કંઈક દક્ષિણા જરૂર આપવી જોઈએ.
ગુરુપુર્ણિમાની ઉજવણી
ભારતભરમાં ગુરુપુર્ણિમાનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા ગ્રહણ કરતો, આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞાતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરીને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો. આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે. મંદિરોમાં પૂજા થતી હતી, પવિત્ર નદીઓમાં સ્નાન થતાં હતાં, ઠેર-ઠેર ભંડારા થતા હતા અને મેળાઓ ભરાતા હતા.
આ દિવસે અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે. ગોવર્ધન પર્વતની આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે. બંગાળી સાધુઓ પોતાનું માથું મુંડાવીને પરિક્રમા કરે છે. આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરોભાવ થયો હતો. વ્રજમાં આ પર્વને 'મુડિયા પૂનો' કહેવામાં આવે છે.
હરદ્વારમાં ગુરુપુર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થાય છે. પૂજન-અર્ચન કરે છે અને ગરીબોને દાન-પુણ્ય કરે છે. શિરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઊજવવામાં આવે છે.
વ્યાસ પુર્ણિમા
આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્યની યાદ અપાવનાર મનને દૈવી ગુણોથી વિભૂષિત કરનારા, સદ્ગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રાત્સાહન આપતું પર્વ છે ગુરુપુર્ણિમા, જેને વ્યાસ પુર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આ દિવસ ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ પણ છે. વેદવ્યાસે વેદોનું સંકલન કર્યું, અઢાર પુરાણો અને ઉપપુરાણોની રચના કરી. ઋષિઓના અનુભવો સમાજભોગ્ય બને તે માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. પંચમ વેદ 'મહાભારત'ની રચના પણ આ જ પુર્ણિમાના દિવસે પૂર્ણ કરી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું. ત્યારે દેવતાઓએ વેદવ્યાસજીનું પૂજન કર્યું. ત્યારથી વ્યાસ પુર્ણિમા મનાવવામાં આવે છે. આ દિવસે જે શિષ્ય બ્રહ્મવેત્તા સદ્ગુરુનાં શ્રીચરણોમાં પહોંચીને સંયમ-શ્રદ્ધા-ભક્તિથી પૂજન કરે છે, તેને આખા વર્ષના બધાં જ વ્રત પર્વોનું ફળ મળી જાય છે.

ગુરુપૂર્ણિમાનો મહિમા

માહાત્મ્ય - વિનોદ માછી
ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ. સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે..જ્ઞાનનો આદર છે.. જ્ઞાનનું પૂજન છે..બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.
        સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્‍યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે,તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.મહર્ષિ ૫રાશરની કૃપાથી ભગવાન વેદવ્યાસનું અવતરણ આ ભારત વસુન્ધરા ઉ૫ર અષાઢ સુદ-પૂર્ણિમાના દિવસે થયું હતું.બદરીકાશ્રમમાં બોર ઉ૫ર વનયાપન કરવાના કારણે તેમનું એક નામ બાદનારાયણ’’ ૫ણ કહેવામાં આવે છે.વ્યાસદ્વિ૫માં પ્રગટ થયા એટલે તેમનું નામ દ્વૈપાયન’’ ૫ડ્યું. કૃષ્‍ણ (કાળા) હતા તેથી તેમને કૃષ્‍ણદ્વૈપાયન’’ ૫ણ કહેવામાં આવે છે.તેમને વેદોનો વિસ્તાર કર્યો એટલે તેમનું નામ વેદ વ્યાસ’’ ૫ડ્યું.જ્ઞાનના અસિમ સાગર.. ભક્તિના આચાર્ય..વિદ્વતાની ૫રીકાષ્‍ઠા અને અથાહ કવિત્વ શક્તિ ધરાવનાર ભગવાન વેદ વ્યાસથી મોટા કોઇ કવિ મળવા મુશ્કેલ છે.
આ વ્યાસપૂર્ણિમાને સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે,કારણ કેઃ૫રમાત્માનું જ્ઞાન અને ૫રમાત્માની તરફ લઇ જનારી આ પૂર્ણિમા છે તેને વ્યાસપૂર્ણિમા ૫ણ કહેવામાં આવે છે.જ્યાં સુધી મનુષ્‍યને સત્ય જ્ઞાનની જિજ્ઞાસા રહેશે ત્યાં સુધી આવા વ્યાસ પુરૂષોનું..બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષો આદર પૂજન થતું રહેશે.વ્યાસપૂર્ણિમાના અવસર ૫ર સત્સંગ સમારોહોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.ભગવાન વેદવ્યાસે વેદોના વિભાગ કર્યા..બ્રહ્મસૂત્રોની રચના કરી..પાંચમો વેદ મહાભારત તથા ભક્તિ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ની રચના કરી તથા આ સિવાય અન્ય ૧૮ પુરાણો લખ્યા. વિશ્વમાં જેટલા ૫ણ ધર્મગ્રંથો છે,પછી ભલે તે કોઇ૫ણ ધર્મ..પંથના હોય તેમાં જે કંઇ સાત્વિક અને કલ્યાણકારી વાતો લખવામાં આવી છે તે તમામ સીધી કે આડકતરી રીતે ભગવાન વેદ વ્યાસના શાસ્ત્રોમાંથી જ લેવામાં આવી છે એટલા માટે વ્યાસોરિછષ્‍ટં જગત્સર્વમ્’’ કહેવામાં આવે છે.
વ્યાસ એ સમગ્ર માનવજાતિને સાચો કલ્યાણનો રસ્તો બતાવ્યો છે.વેદવ્યાસની કૃપા તમામ સાધકોના ચિત્તમાં ચિરસ્થાઇ રહે છે.જેના જેના અંતઃકરણમાં આવા વ્યાસનું જ્ઞાન..તેમની અનુભૂતિ અને નિષ્‍ઠા જોવા મળે છે તેવા પુરૂષો હજું ૫ણ જે ઉંચા આસન ઉ૫ર બેસે છે તે પીઠને આજે ૫ણ વ્યાસપીઠ’’ કહેવામાં આવે છે.વ્યાસપીઠ ઉ૫રથી વ્યાસને અમાન્ય એવો એક ૫ણ વિચાર કહી શકાય નહી તેથી વ્યાસપીઠ ઉ૫ર બેસનારે વ્યાસ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરવો જોઇએ.વ્યાસપીઠ ૫રથી કોઇની ખોટી નિન્દા કે ખુશામત કરી શકાય નહી,તેમની વાણી સરળ..સ્પષ્‍ટ..ઉંડી અને સમાજની ઉન્નત્તિ કરાવનારી હોવી જોઇએ.
વેદવ્યાસના શાસ્ત્ર શ્રવણ વિના ભારત તો શું વિશ્વનો કોઇ૫ણ વ્યક્તિ આધ્યાત્મિક ઉ૫દેશક બની શકતો નથી.વેદવ્યાસનું આવું અગાદ્ય જ્ઞાન છે.જે મહાપુરૂષોએ કઠોર પરીશ્રમ કરીને અમારા માટે જે કંઇ કર્યું છે તે મહાપુરૂષોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર..ઋષિ ઋણ ચુકવવાનો અવસર.. ઋષિઓની પ્રેરણા અને આર્શિવાદ પામવાનો અવસર છે...વ્યાસ પૂર્ણિમા..!!
ભગવાન શ્રી રામ ૫ણ પોતાના ગુરૂના દ્વારે જતા હતા અને માતાપિતા તથા ગુરૂદેવના શ્રીચરણોમાં વિનયપૂર્વક નમન કરતા હતા...
!! પ્રાતઃકાળ ઉઠી કૈ રઘુનાથા..માતુ પિતા ગુરૂ નાવહિં માથા’’ !!
ગુરૂજનો..શ્રેષ્‍ઠજનો તથા પોતાનાથી મોટાઓ(વડીલો)ના પ્રત્યે અગાદ્ય શ્રદ્ધાનું આ પર્વ ભારતીય સનાતન સંસ્કૃતિનું વિશિષ્‍ટ ૫ર્વ છે.આમ,ગુરૂપૂર્ણિમાએ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને ત૫..વ્રત.. સાધનામાં આગળ વધવાનો આ તહેવાર છે.સંયમ..સહજતા..શાંતિ..માધુર્ય તથા જીવતાં જીવ મધુર જીવનની દિશા બતાવનાર પૂર્ણિમા એટલે...ગુરૂપૂર્ણિમા. ઇશ્વરની પ્રાપ્‍તિની સહજ..સાધ્ય..સાફ સુથરી દિશા બતાવનાર તહેવાર છેઃ ગુરૂપૂર્ણિમા. આ આસ્થાનું ૫ર્વ છે..શ્રદ્ધાનું પર્વ છે..સમર્પણનું ૫ર્વ છે.
જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.સદગુરૂ આ સંસાર સાગરમાંથી પાર ઉતારનાર નાવિક અને તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન નૌકા સમાન છે.મનુષ્‍ય આ જ્ઞાન પ્રાપ્‍ત કરીને ભવસાગરથી પાર ઉતરી શકે છે.
ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરીત માનસના આરંભમાં ગુરૂની વંદના કરતાં લખે છે કેઃ
!! બંદઉં ગુરૂ ૫દ કંજ કૃપા સિન્ધુ નરરૂપ હરિ ! મહામોહ તમ પૂંજ જાસુ બચન રવિ કર નિકર’’ !!
!! રામચરીત માનસ !!
(જે કૃપાના સાગર છે અને નરરૂ૫માં શ્રી હરી છે તથા જેમનાં વચન મહા મોહરૂ૫ ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોના સમુહ સમાન છે એવા ગુરૂ મહારાજના ચરણકમળની હું વંદના કરૂં છું)
ગુરૂ શબ્દની વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવે છે.
Ø      જે શિષ્‍યના કાનમાં જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કરે છે તે ગુરૂ છે..
Ø      જે પોતાના સદઉ૫દેશના માધ્યમથી શિષ્‍યનું અજ્ઞાનરૂપી અંધકાર નષ્‍ટ કરે છે તે ગુરૂ છે.
Ø      જે શિષ્‍યના પ્રત્યે ધર્મ..વગેરે જ્ઞાતવ્ય તથ્યોનો ઉ૫દેશ આપે તે ગુરૂ છે.
Ø      જે વેદ વગેરે..શાસ્ત્રોના રહસ્યને સમજાવી દે તે ગુરૂ છે.
Ø      જેમ જડ વસ્તુને ઉ૫ર ફેંકવા ચેતનની જરૂર ૫ડે છે તેમ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે.આ વ્યક્તિ એટલે ગુરૂ.
Ø      જે લઘુ નથી અને જે લઘુને ગુરૂ બનાવે છે..જીવનને મનના વશમાં ના જવા દે,પરંતુ જે મનનો સ્વામી છે તે ગુરૂ છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર,ગુરૂ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!
(બ્રહ્માની જેમ સદગુણોના સર્જક..વિષ્‍ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન છે) ગુરૂ કેવા હોવા જોઇએ ? તેના વિશે લખ્યું છે કેઃ
બ્રહ્માનંદં ૫રમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ,
દ્વંન્દ્વાતીતં ગગનસદ્રશં તત્વમસ્યાદિલક્ષ્‍યમ્ !
એકમ્ નિત્યમ્ વિમલમચલમ્ સર્વાધિસાક્ષીભૂતમ્,
ભાવાતિતમ્ ત્રિગુણરહીતમ્ સદગુરૂ તમ્ નમામિ !!
(બ્રહ્મના આનંદરૂ૫..શિષ્‍યોને ૫રમ સુખ આ૫નાર..કૈવલ સ્વરૂ૫ જ્ઞાનની મૂર્તિ.. સુખ-દુઃખ..વગેરે દ્વંન્દ્વો થી મુક્ત..આકાશ જેવા નિર્લે૫ અને ગંભીર..તત્વમસિ’’ વગેરે..મંત્રો જેનું લક્ષ્‍ય છે એવા એક સ્વરૂ૫.. નિત્ય..નિર્મળ..અચળ..સર્વની બુદ્ધિના સાક્ષીરૂ૫..સર્વભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના (ગુણાતીત) એવા શ્રી સદગુરૂને હું નમન કરૂં છું)
જેમને જીવનમાં ભોગમાં ૫ણ ભાવ જોયો..તેમના શ્રીચરણોમાં ગયા ૫છી ભવની ભીતિ(જન્મ-મરણનો ભય) ચાલી જાય તે સદગુરૂ છે.તે જ્ઞાનની મૂર્તિ હોય છે.જ્ઞાન એટલે પ્રકાશ. જેની પાસે પ્રકાશ..ઉત્સાહ..ચૈતન્ય અને સ્ફુર્તિ છે તે જ્ઞાની..તે સુખ દુઃખમાં સમાન રહે છે.આકાશ જેમ બધી જગ્યાએ વ્યાપક છે છતાં નિર્લે૫ રહે છે,આવી રીતે જ તે મહાપુરૂષ બધામાં ફરે..સદગુણી-દુર્ગુણીમાં જાય..શ્રીમંત-ગરીબોમાં જાય તેમ છતાં નિર્લે૫ રહે છે.
તત્વમસિના ત્રણ અર્થ છેઃતેના લીધે તૂં છે..તેનો તૂં છે..અને તે જ તૂં છે.
આ મહાપુરૂષનું કંઇ લક્ષ્‍ય હશે તો તે તત્વમસિ’’ છે.જેની પાસે ગયા ૫છી આ૫ણું મન એક ૫રમાત્મામાં ચોંટી જાય..કોઇ૫ણ અવસ્થામાં હોઇશું..આ૫ણે આ૫ણું પાપ ૫ણ તેમની સામે ઓંકીશું તો ૫ણ તે આ૫ણાથી નારાજ થઇ નફરત કરતા નથી તે ગુરૂ..! તે વિમલ શુદ્ધ અને અચલ હોય છે. સત્તા..સંપત્તિ..કીર્તિ કે સ્ત્રીના ઝંઝાવતી ૫વનો તેને હલાવી શકતા નથી..તે ભાવથી અતિત હોય છે..તે ત્રણ ગુણોથી ૫ર હોય છે..આવા તનુમાનસા સદગુરૂના શ્રી ચરણોમાં નમન થાય છે..
માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.
(૧) સૂચક ગુરૂઃ ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.
(ર) વાચક ગુરૂઃ        વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.
(૩) બોધક ગુરૂઃ        ફક્ત મંત્ર આપે છે.
(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.
(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.
(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.
(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ
હોય છે.આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.
આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કેઃ શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે.....

ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ'કુષ્ણં વંદે જગદ્ગુરુમ્'

પરંપરા - દિવ્યેશ વેકરિયા
કૃષ્ણજીવનનું મૂલ્ય આંકનાર ન તો આ જીવસૃષ્ટિમાં કોઈ જન્મ્યું છે કે ન ક્યારેય જન્મ લેશે. ક્યારેક તો તેમની લીલાઓ જોઈને લાગે કે શું આ જ સૃષ્ટિના સર્જનહાર હશે! નિર્ધન સુદામા માટે શ્રીકૃષ્ણનો નિરપેક્ષ સ્નેહ, સારથિ દારૂક માટેનો પ્રેમભર્યો મનોભાવ, ગોકુલના ગોવાળિયા સાથે ખેલકૂદ કરનારને કોણ સૃષ્ટિના સર્જનહાર કહી શકે? પરંતુ એ ભગવાન છે અને એટલે જ તો તેઓ સંસારજીવમાં ક્યારેય જોવા ન મળેલ દર્શનીય અને કૃપાપાત્ર પરમ બ્રહ્મતેજ છે. જીવમાત્ર કૃષ્ણની સામે ઊભા રહીને આરાધના અને આહ્વાન કરે છે.
વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ્
દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્
તેઓ ચલ-અચલ, તેજ-નિસ્તેજ બધામાં શ્રેષ્ઠ છે એટલે જગદ્ગુરુ છે, પરંતુ તેઓ જગદ્ગુરુ કહેવાયા, કેમ કે તેઓ વંદનીય શિષ્ય હતા. જેનો જન્મ જ અનેક જીવોનું કલ્યાણ કરવા માટે થયો હોય તેમને પણ ગુરુમાં અટલ શ્રદ્ધા હતી. માનવહિતના કલ્યાણ અર્થે ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે પૃથ્વી પર માનવ અવતાર ધારણ કરીને આવ્યા છે ત્યારે તેઓ હંમેશાં ગુરુના પરમ શિષ્ય બન્યા છે. ભગવાન શ્રીરામે મહર્ષિ વશિષ્ઠ, ભગવાન શ્રીકૃષ્ણે મુનિવર્ય શ્રી સાંદીપનિ અને ભગવાન સહજાનંદ સ્વામીએ ગુરુ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા હતા. હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન કેટલું અગ્રગણ્ય અને ઉમદા છે તેનું આ જ તો પરમ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે, પરંતુ વાત આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણની કરવાની છે. તેમના પહેલા ગુરુ તો આચાર્ય સાંદીપનિ હતા તે તો બધા જ જાણે છે, પરંતુ ભગવાન જેમની સાથે ચિંતન-મનન કરતા અને જીવરસની ચિંતા-ચર્ચા જેમની સાથે વ્યક્ત કરતા હતા તે તપસ્વી ઘોર-આંગિરસ તેમના બીજા ગુરુ હતા. આચાર્ય સાંદીપનિ પાસેથી ચિંતનના પાઠ ભણ્યા અને ઘોર-આંગિરસ સાથે તેમણે સંસારના જીવનું કલ્યાણ કેમ થાય તેનું મનન કર્યું.
કૃષ્ણ જેવા શિષ્ય મેળવનાર આ ગુરુ કેટલા ભાગ્યશાળી અને પ્રભાવશાળી હશે કે જેને ગુરુ માનવા સમગ્ર સંસાર તત્પર છે અને તેમના તેઓ ગુરુ છે. યદુનંદન ક્યારેય કોઈના ગુરુ બન્યા નથી, પણ સમય-સ્થાન અને પરિસ્થિતિના આધારે તેઓ સંસારમાત્રના ગુરુ બનીને સંસારને કૃપામાર્ગ બતાવ્યો છે. હાલ તો આપણે બધા જ ભગવાનની લીલા જાણીએ છીએ, પણ દ્વાપરયુગમાં તો કૃષ્ણ એ માનવ હતા. તેમના જેવી જ શક્તિ ધરાવતા પિતામહ ભીષ્મ, તેમના જેવું જ અવિચળ જ્ઞાન ધરાવનાર ગુરુ દ્રોણ, તેમના જેમ જ વાક્ચાતુર્યમાં નીતિજ્ઞા વિદુર, તેમના જેવી જ યુદ્ધકળામાં માહેર મહારથી અર્જુન અને ધર્મજ્ઞાનમાં તેમના જેટલા જ મહાનતમ ધર્મદેવ યુધિષ્ઠર હતા, પરંતુ આપોઆપ આ બધાનાં મસ્તક વાસુદેવની સામે ઝૂકી જતાં અને મનોમન ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ગુરુ માનતા હતા.
ગુરુના રૂપમાં મિત્ર-સખા, માર્ગદર્શક બનીને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર વિવશ બનેલ ધનુર્ધારી અર્જુનને કર્મ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યના પાઠ ભણાવવા બેસી ગયા અને મહાનતમ સર્વગુણ સંપન્ન માનવજાતનો સનાતન ગ્રંથ 'ભગવદ્ગીતા'નું સર્જન કર્યું. જેને જેને અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કૃષ્ણે ગુરુ બનીને ધર્મની રક્ષા કરી છે. કોણ જાણતું નથી કે કૃષ્ણ કોણ છે? સમસ્ત જીવોનો આદિ, મધ્ય અને અંત છે. આદિત્યોમાં વિષ્ણુ છે, જ્યોતિઓમાં તેજસ્વી સૂર્ય છે, મરુતોમાં મરીચ છે અને નક્ષત્રોમાં ચંદ્ર છે. વેદોમાં સામવેદ, દેવોમાં સ્વર્ગના રાજા ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને સમસ્ત જીવોમાં રહેલી ચેતના (પ્રાણશક્તિ) છે. રુદ્રોમાં શિવજી, યક્ષો-રાક્ષસોમાં ધનપતિ કુબેર, વસુઓમાં અગ્નિ અને પર્વતોમાં મેરુ છે. પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાનાયકોમાં ર્કાિતકેય, જળાશયોમાં સમુદ્ર અને સમગ્ર સંસારના નિર્ણાયક સત્ય કૃષ્ણ જ છે. જેના સ્ફુલિંગમાત્રમાંથી સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય અને તેજસ્વી સર્જનો થાય છે અને આવી અનંત વિભૂતિઓ તેના એક સંકેતમાત્ર છે.
'ભગવદ્ગીતા'ના અગિયારમા અધ્યાયના તેંતાલીસમા શ્લોકમાં અર્જુન ભગવાનના સ્વરૂપને જાણીને કહે છે આપ આ સંપૂર્ણ જગતના, સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સમોવડિયો નથી અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે, તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણે લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શક? અર્જુનને જ્યારે ભગવાન ભગવદ્ગીતાનો ઉપદેશ આપે છે ત્યારે તેઓ તેમના આદ્ય ગુરુ હતા. ગીતાનું પરમ જ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ ખરા જગદ્ગુરુ છે.

સમર્થ ગુરુના સમર્પિત શિષ્ય

ગુરુ મહિમા - તૃપ્તિ ભટ્ટ
'શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન' ગુરુની મહત્તા શબ્દથી વર્ણવવી શક્ય નથી. ગુરુ એક એવા પારસમણિ છે જેમના સ્પર્શથી શિષ્યનું જીવન સુવર્ણમય બની જાય છે. રામકૃષ્ણ પરમહંસના સાંનિધ્યે નરેન્દ્રને સ્વામી વિવેકાનંદ બનાવી દીધા અને સમર્થ ગુરુ રામદાસે શિવાજીને દરેક મોરચે લડવાનું સાહસબળ પૂરું પાડયું. ચાણક્યે એક સામાન્ય બાળકને પ્રશિક્ષિત કરી સમ્રાટ ચંદ્રગુપ્ત બનાવી દીધો હતો, આવાં તો અગણિત ઉદાહરણો જોવા મળે છે
ગુરુ રામદાસ અને શિવાજીનું મિલન
ગુરુ અને શિષ્યનો સંબંધ બહુ જ નિરાળો છે. ગુરુ તરફનું શિષ્યનું આંતરિક ખેંચાણ જ તેને ગુરુના સાંનિધ્યમાં લઈ જાય છે. શિવાજી મહારાજે સમર્થ ગુરુ રામદાસ વિશે બહુ સાંભળ્યું હતું. શિવાજીનું રામદાસ તરફ ખેંચાણ હતું, તેથી તેમને ગુરુ રામદાસનાં દર્શન સપનામાં થાય છે. સમર્થ ગુરુ રામદાસ એક સિદ્ધ સંત હતા. તેમણે ભારતનું ભ્રમણ કરીને રાજકારણથી માંડીને સામાજિક, ધાર્મિક સ્થિતિનું અવલોકન કર્યું અને દરેક ક્ષેત્રે સુધારણા કરવા માટે મથુરા, દ્વારકામાં મઠોની સ્થાપના કરી હતી. રામદાસ સ્વામીનાં કાર્યોથી શિવાજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમને ગુરુજીને મળવાની ઝંખના જાગી. શિવાજી રામદાસ સ્વામીને મળવા માટે અનેક જગ્યાએ ગયા, પણ તેમનું મિલન શક્ય ન બન્યું. એક દિવસ શિવાજી ગુરુજીને મળવા પ્રતાપગઢ પહોંચી ગયા. ત્યાં રામદાસ સ્વામીના ઇંતજારમાં જ તે નિદ્રાધીન થઈ ગયા ત્યારે સપનામાં એક ચમત્કાર થયો. તેમને સપનામાં ભગવાં વસ્ત્ર, હાથમાં માળા ધારણ કરેલા રામદાસ સ્વામીનાં દર્શન થયાં. સ્વામીએ તેમને હાથમાં નાળિયેર આપ્યું. જ્યારે સવારે જાગીને જુએ છે તો સાચે જ તેમના હાથમાં નાળિયેર હતું.
આ ઘટના બાદ શિવાજીને ગુરુ તરફની શ્રદ્ધા વધી ગઈ. તો આ તરફ ધર્મના રક્ષક શિવાજીને મળવા રામદાસ પણ આતુર હતાં તેથી તે ખુદ શિવાજી પાસે પહોંચી ગયા. શિવાજીને રામદાસના સાંનિધ્યમાં એટલું સુખ મળ્યું કે શિવાજી બધું જ છોડીને ગુરુજીનાં ચરણની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ગુરુજીએ કહ્યું કે "પ્રાણ જાય તોપણ આ ધર્મપથ પરથી ચલિત ન થઈશ. તું જ્યારે પણ મારું ચિંતન કરીશ હું તારી સાથે હોઈશ." શિવાજી જે રીતે સ્વાભિમાન અને તત્પરતાથી હિન્દુ રાષ્ટ્રના રક્ષણ માટે કાર્ય કરી રહ્યા હતા. તેના માટે તેમના ગુરુને પણ શિવાજી પર અભિમાન હતું.
શિવાજીનું મનોબળ જ્યારે પણ તૂટવા લાગતું કે કટોકટીની ઘડી આવતી ત્યારે પથ પથ પર પોતાના શિષ્યનું માર્ગદર્શન કરવા ગુરુજી સતત હાજર રહેતા હતા. કટોકટીના સમયે રામદાસ સ્વામીએ શિવાજીને આપેલ માર્ગદર્શન એટલું મૂલ્યવાન હતું કે 'દાસબોધ' પુસ્તકના રૂપમાં તેમના માર્ગદર્શનનું સંપાદન કરવામાં આવ્યું છે. શિવાજી માટે ગુરુ રામદાસ તેમના પ્રાણવાયુ સમાન હતા અને રામદાસ સ્વામીને પણ શિષ્ય તરીકે શિવાજી પર ઘણો ગર્વ હતો.
ગુરુએ બનાવ્યા નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસે નાસ્તિક નરેન્દ્રમાંથી આસ્થાવાન વિવેકાનંદનું સર્જન કર્યું. આ ગુરુ-શિષ્યના મિલનને લીધે ભારતને સ્વામી વિવેકાનંદ નામનું રત્ન સાંપડયું, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણનું મિલન પણ એક સુંદર કુદરતી ને વિરલ ઘટના છે. બંનેને જાણે એકબીજાનો આત્મા એકમેક તરફ ખેંચતો હતો અને એક દિવસ તે મિલન શક્ય બની ગયું. નરેન્દ્ર ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. તે સાક્ષાત્કાર વગર કોઈ વાતનો સ્વીકાર ન કરતા. તેઓ કહેતાં કે, 'ભગવાન છે, પણ મેં તેમને જોયા નથી, તો હું તેમના અસ્તિત્વનો કઈ રીતે સ્વીકાર કરું? બસ આ જ સવાલ તેમને રામકૃષ્ણ પરમહંસ સુધી પહોંચાડે છે. તેમની કોલેજના એક અધ્યાપકે કહ્યું કે "નરેન્દ્ર, તું રામકૃષ્ણ પરમહંસની એક વાર મુલાકાત લે. તારા દરેક સંશય શ્રદ્ધામાં ફેરવાઈ જશે."
નરેન્દ્રનું મન શાંત ન હતું. તેથી બંને તરફના ખેંચાણને લીધે આખરે નરેન્દ્ર રામકૃષ્ણના સાંનિધ્યમાં પહોંચી જાય છે. જ્યારે તે રામકૃષ્ણનાં ચરણમાં મસ્તક ઝુકાવે છે ત્યારે તેમના મસ્તકને રામકૃષ્ણના પગનો અંગૂઠો અડકે છે અને નરેન્દ્રના શરીરમાં જાણે ચેતનાનો સંચાર થઈ જાય છે. નરેન્દ્ર સમાધિ અવસ્થામાં જતા રહે છે. આ ક્ષણે જ તેમને પરમાત્માની ચેતનાની અનુભૂતિ થાય છે. રામકૃષ્ણે નરેન્દ્રને સર્વવ્યાપી પરમ સત્યના રૂપમાં ઈશ્વરની સર્વોચ્ચ અનુભૂતિ મેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું. 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્ર સાથે ઠાકુરે સ્વામી વિવેકાનંદમાં શક્તિપાત કર્યો અને ત્યારબાદ તેમને પણ સાક્ષાત્ દિવ્યશક્તિની અનુભૂતિ થઈ. ગુરુકૃપાથી જ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મપરિષદમાં પ્રભાવી વાણીથી સૌને અભિભૂત કરી દીધા.
રામકૃષ્ણને વિવેકાનંદ પર અપાર પ્રેમ હતો. શિષ્યની જુદાઈ તે સહન ન કરી શકતા. વિવેકાનંદ રામકૃષ્ણથી દૂર રહેતા તો ન જાણે કેટકેટલા લોકો સાથે રામકૃષ્ણ સંદેશો મોકલાવી તેને પાસે બોલાવી લેતા. રામકૃષ્ણ કાલીમાતા પાસે વિવેકાનંદની જુદાઈને લીધે રડયા હોય એવું અનેક વાર બન્યું હતું. તો આ બાજુ વિવેકાનંદને પણ તેમના ગુરુ પ્રત્યે અપાર સ્નેહ હતો. એક વાર રામકૃષ્ણે વિવેકાનંદની કસોટી લેવા માટે તેમના પ્રત્યે દુર્લક્ષ સેવવાનું શરૂ કર્યું. વિવેકાનંદ ગુરુજીનાં ચરણ સ્પર્શ કરે અને ગુરુજી મોં ફેરવીને અન્ય લોકો સાથે વાત કરવા લાગે, પણ વિવેકાનંદ વારંવાર તેમનાં ચરણ સ્પર્શ કર્યા કરે છે ત્યારે તેમના ગુરુજી કહે છે કે હું તારું અપમાન કરું છું તોપણ તું કેમ વારે વારે અહીં આવે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે, "તમે મારું અપમાન કરો છો તેના કરતાં મને તમારાં દર્શનથી જે આનંદ મળે છે તે આ માન-અપમાનની ભાવનાથી પર છે. આવો હતો ગુરુ-શિષ્યનો પ્રેમ. જેમાં સિદ્ધ સંત રામકૃષ્ણ પરમહંસ પણ ગળાડૂબ હતા.


No comments:

Post a Comment