માતા-પિતાની
છત્રછાયામાં
હયાત માતા-પિતાની છત્રછાયામાં,
હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…
હોઠ અડધા બીડાઇ ગયા પછી,
હોઠ અડધા બીડાઇ ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરના આર્શિવાદ આપનારને,
અંતરના આર્શિવાદ આપનારને,
સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…
હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે,
હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે,
કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફરે,
લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નહી મળે,
લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નહી મળે,
૫છી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…
માત-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
માત-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…
સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,
સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,
પછી કીનારે છીપલા વીણીને શું કરશો…
હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો,
હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો,
પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…
પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…
સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…
સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી સતનામ સત્ છે બોલીને શું કરશો…
પૈસા ખર્ચતાં સઘળુ મળશે, માતા-પિતા મળશે નહી,
પૈસા ખર્ચતાં સઘળુ મળશે, માતા-પિતા મળશે નહી,
ગયેલો
સમય નહી આવે, લાખો કમાઇ ને શું કરશો…
પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નહી મળે,
પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નહી મળે,
પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…
No comments:
Post a Comment