Wednesday, 9 October 2013

ગુજરાતી ભજનો-૨


Þ      આરતી
Þ      જય સદગુરૂ સ્વામી, પ્રભુ જય સદગુરૂ સ્વામી
Þ      ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
Þ      એવો પ્રભુ બનાવ્યો શા માટે ?
Þ      ઈશ્વર પડ્યો નથી રસ્તામાં...

Þ      આજની ઘડી તે રળિયામણી

Þ      જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
Þ      કિસ્મતો કરાવે ભૂલ જે તે કરી નાખું બધી
Þ      તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું
Þ      તારા દુઃખને ખંખેરી નાંખ,તારા સુખને  વિખેરી નાંખ
Þ      સીતારામ તણા સત્સંગમાં
Þ      ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડાં,
Þ      ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
Þ      ઓ નીલ ગગનના પંખેરું તું કાં નવ પાછો આવે
Þ      નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
Þ      નવધા રે ભક્તિમાં નિરમળ રહેવું રે
Þ      ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
Þ      દીકરીતો પારકી થાપણ કહેવાય
Þ      દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
Þ      તું રંગાઇ જાને રંગમાં.
Þ      તારા દુઃખને ખંખેરી નાંખ,તારા સુખને  વિખેરી નાંખ,
Þ      જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
Þ      જેણે સેવેલ સાચા સંત રે,
Þ      સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
Þ      જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
Þ      જન ગણ મન અધિનાયક જય હે,
Þ      છપ્‍પા
Þ      ગુરૂ ગુરૂ કહત સકલ સંસારા,
Þ      પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
Þ      ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહીં રે
Þ      મંગલ મંદિર ખોલો દયામય,
Þ      મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
Þ      હરિ તારાં છે હજાર નામ! કયે નામે લખવી કંકોતરી?
Þ      Hanuman Chalisa
Þ      મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ
Þ      મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
Þ      મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
Þ      ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
Þ      યા દેવી સર્વભૂતેષુ
Þ      આ તો રમત રમાડે રામ,
Þ      શાને ઢૂંઢે  રામને  તું  ધરતી ગગનમાં
Þ      રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ..
Þ      શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
Þ      હો હો હેલો મારો સાંભળો
Þ      વીજળીને ચમકારે મોતીડાં પરોવવું પાનબાઇ !
Þ      ૐ તત્સત શ્રીનારાયણ
Þ      હંસલો, પીંજરે પુરાણો
Þ      હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે
Þ      સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
Þ      સુખનું સરનામું આપો;
Þ      શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ
Þ      શિવ મહિમ્ન સ્ત્રોત (ભાષંતર સહીત)
Þ      શાંતિ પમાડે તેને તો સંત કહીએ
Þ      સમયની સાથે સમય વહી જાય છે
Þ      સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા
Þ      સબ સે ઊંચી પ્રેમસગાઇ
Þ      શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
Þ      વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે
Þ      હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે
Þ      હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી
Þ      હેજી કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
Þ      જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
Þ      આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો
Þ      પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે ૭૬
Þ      આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
Þ      સત્સંગનો રસ ચાખ, પ્રાણી.
Þ      રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે..
Þ      માળા છે ડોકમાં
Þ     



આરતી
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ થયાં.
ૐ જયો જયો મા જગદંબે.
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ સઘળાં, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.
ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.
અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.
દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.
એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.
બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.
તેરશે તુળજા રૂપ તું તારુણી મા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.
ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.
સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.
ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.
એક બે એક સ્વરૂપ અંતર નવ ધરશો, મા અંતર
ભોળા ભવાની ને ભજતાં, ભોળા અંબેમાને ભજતાં,
ભવસાગર તરશો.
ૐ જયો જયો મા જગદંબે.
ભાવ ના જાણું ભક્તિ ના જાણું, નવ જાણું સેવા, મા નવ...(૨)
ભોળા ભવાનીને ભજતાં (૨) ભવ સાગર તરશો.
ૐ જયો જયો મા જગદંબે.
માની ચુંદડી લાલ ગુલાલ, શોભા બહુ સારી, મા શોભા (૨)
આંગણ કુક્કડ નાચે, જય બહુચર બાળી.
ૐ જયો જયો મા જગદંબે.
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા (૨)
અબીલ ઊડે આનંદે, ગુલાલ ઉડે આનંદે,જય બહુચર બાળી.
ૐ જયો જયો મા જગદંબે.




















જય સદગુરૂ સ્વામી, પ્રભુ જય સદગુરૂ સ્વામી;
સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી
(
પ્રભુ જય સદગુરૂ સ્વામી)

ચરણસરોજ તમારાં, વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી;
ચરણે ચિત્ત ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી
(
પ્રભુ જય સદગુરૂ સ્વામી)

નારાયણ નર ભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી;
પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી
(
પ્રભુ જય સદગુરૂ સ્વામી)

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી;
અડસથ તિરથ ચરણે, અડસથ તિરથ ચરણે, કોટિ ગયા કાશી
(
પ્રભુ જય સદગુરૂ સ્વામી)

પુરૂશોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે;
કાળ કર્મથી છુટી, કાળ કર્મથી છુટી, કુટુંબ સહિત તરશે
(
પ્રભુ જય સદગુરૂ સ્વામી)

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, પ્રભુ કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિધ્ધી
(
પ્રભુ જય સદગુરૂ સ્વામી)
















अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं
श्रीधरं माधवं गोपिका-वल्लभं जानकीनायकं रामचन्द्रं भजे ॥

अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं
इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकीनन्दनं नन्दजं संदधे ॥
विष्णवे जिष्णवे शङ्किने चक्रिणे रूक्मिणीरागिणे जानकीजानये
वल्लवीवल्लभायार्चितायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः ॥

कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे
अच्युतानन्त हे माधवाधोक्षज द्वारकानायक द्रौपदीरक्षक ॥

राक्षसक्षोभित: सीतया शोभितो दण्डकारण्यभू-पुण्यताकारणः
लक्ष्मणोनान्वितो वानरैस्सेवितो अगस्त्यसंपूजितो राघवः पातु माम् ॥

धेनुकारिष्टकाऽनिष्टक्रुद्-द्वेषिहा केशिहा कंसहृद्-वंशिकावादकः
पूतनाकोपकः सूरजाखेलनो बालगोपालकः पातु माम् सर्वदा ॥
विद्युदुद्योतवत्-प्रस्फुरद्-वाससं प्रावृडंभोदवत्- प्रोल्लसद्विग्रहं
वन्यया मालया शोभितोरः स्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे ॥

कुन्चितैः कुन्तलै-भ्रार्जमानाननं रत्नमौलिं लसत्कुण्डलं गण्डयोः
हारकेयूरकं कङ्कणप्रोज्ज्वलं किङ्किणी मञ्जुलं श्यामलं तं भजे ॥

अच्युतस्याष्टकं यः पठेदिष्टदं प्रेमतः प्रत्यहं पूरुषः सस्पृहं
वृत्ततः सुन्दरं कर्तृविश्र्वंभरः तस्य वश्यो हरिजार्यते सत्वरम् ॥



















અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરંરામનારાયણં જાનકી વલ્લભમ

કોન કહેતે હે ભગવાન આતે નહિ, તુમ મીંરા કે જૈસે બુલાતે નહિ
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરંરામનારાયણં જાનકી વલ્લભમ

કોન કહેતે હે ભગવાન ખાતે નહિ, બેર શબરી કે જૈસે ખીલાતે નહિ,
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરંરામનારાયણં જાનકી વલ્લભમ

કોન કહેતે હે ભગવાન સોતે નહિ, માતા યશોદા કે જૈસે સુલાતે નહિ
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરંરામનારાયણં જાનકી વલ્લભમ

કોન કહેતે હે ભગવાન નાચતે નહિ, ગોપીઓકી તરહ તુમ નચાતે નહિ
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરંરામનારાયણં જાનકી વલ્લભમ






























ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય
અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય
સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત
વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ
આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ
જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન
ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર
તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ
અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર
કાપ કલેશ કંકાશ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ
ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ
મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ

અંધેરી નગરી ને ગંડુ રાજા           કવિ - દલપતરામ

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો, ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી, સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે, નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે, ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી, તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો, “નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.
ન માની કશી વાત તે શિષ્ય જયારે, ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા, બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા, કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર; તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ; શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર; રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર; ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર; ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ; એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.
મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.

ચેલો બોલ્યો, “હું ચઢુંને ગુરુ કહે, “હું આપ;”અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

મારા રામ તમે સીતાજીની તોલે
રામ રામ રામ
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તોયે દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.









એવો પ્રભુ બનાવ્યો શા માટે?
પથ્થરનો ઘડીને બેસાડ્યોફૂલને વાધા પહેરાવ્યાં,
માનવની મુજમાં સમજે ના,એવો પ્રભુ બનાવ્યો શા માટે?
પૂજારી ઘંટડી મારીને પ્રભાતીયા ગાઇ ઊઠાડે
પરદામાં રહીને સ્નાન કરેએવો પ્રભુ બનાવ્યો શા માટે?
ભોજનમાં ધર્યા મિષ્ટાનોને મેવાના થાળો શા માટે?
આવે તો પૂછી લેવું છે, આ ગરીબો ભૂખ્યાં શા માટે
એવો પ્રભુ બનાવ્યો શા માટે?
જડભરત જેવો ઊભો છે, પથ્થરનો ઊંચો હાથ કરી,
દુઃખિયાનાં શિશ નમાવે છે, એ મુખ મલકાવે શા માટે?
એવો પ્રભુ બનાવ્યો શા માટે?
આનંદ મને તો આવે છે, એની સાથે ઝઘડવામાં,
દુઃખો આપે તો છો આપે, દુઃખોની પરવા શા માટે?
એવો પ્રભુ બનાવ્યો શા માટે?


ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા ...
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ..
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે ...
પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા,
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા,
નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં,
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં,
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...

આજની ઘડી તે રળિયામણી

આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે
આજની ઘડી તે રળિયામણી.
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે
આજની ઘડી તે રળિયામણી.
 - નરસિંહ મહેતા










જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કેવાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી






























કિસ્મતો કરાવે ભૂલ જે તે કરી નાખું બધી

કિસ્મતો કરાવે ભૂલ જે તે કરી નાખું બધી
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની !
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની ?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !

તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
એને દીધેલા કોલ તમે ભૂલી ગયાં,
જૂઠી માયાના મોહમાં ઘેલા થયાં,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન.
બાળપણ ને યુવાનીમાં અડધું ગયું,
નહીં ભક્તિના મારગમાં પગલું ભર્યું,
હવે બાકી છે એમાં ધરો ધ્યાન.
પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવ ધન, તજાશે નહીં,
બનો આજથી પ્રભુમાં મસ્તાન.
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડા દિવસનાં મહેમાન...
બધા આળસમાં દિવસો વીતી જશે,
પછી ઓચિંતુ યમનું તેડું થાશે,
નહીં ચાલે તમારું તોફાન...
એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો,
ચિત્ત રાખી ઘનશ્યામમાં સ્નેહે સમરો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન.


















તારા દુઃખને ખંખેરી નાંખ,તારા સુખને  વિખેરી નાંખ,
પાણીમાં કમળની થઇને પાંખ,જીવતરનું ગાડું હાંક,
સંસારી રે, તારા રામનો ભરોસો રાખ.
માટીના રમકડાં ઘડનારાએ એવાં ઘડ્યાં,
ઓછું પડે એને કાંખનું કામ, જીવતરનું ગાડું હાંક
તારું ધાર્યું કંઇ ના થાતું, હરિ કરે સો હોય,
ચકલાંચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોય
ટળ્યાં ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક.
જીવતરનું ગાડું હાંક
કાપડ ફાટ્યું હોય તો તાણો નહીંને તુણીયે,
પણ કાળજું ફાટું હોય તો કોઇ કાળે સંધાય નહીં.
કેડી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ
મન મૂકીને સોંપી દે તું, હરિને હાથ લગામ.
હે ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે,
અમથી ના ભીની કર આંખ, જીવતરનું ગાડું હાંક.



























સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગમાં,તું રંગાઇ જાને રંગમાં.
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહીં રે તારા અંગમાં.
જીવ જાણ તો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ,પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, જમનું જાણજે,
જાવું પડશે સંગમાં.
સહુ જન કહેતા પછી જપીશું,
પહેલાં મેળવી લ્યોને દામ,રહેવાના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં,
સહુ જન કહેતા વ્યંગમાં.
ઘડપણ આવશે ત્યારે ભજશું,
પહેલાં ઘરના કામ તમામ,પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે,
તારું શરીર રહેશે પલંગમાં.
બત્રીસ જાતનાં ભોજન જમતાં,
ભેળી કરીને ભામ,એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
ફોગટ ફરે છે ઘમંડમાં.
રંગ રાગમાં ક્યારે રટાશે,
રહી જશે આમ ને આમ,
માટે ઓળખ તું આતમરામ,બાબા આનંદ હરિ ૐ અખંડ છે,
ભજ તું શિવના સંગમાં.










ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાધના છે નખ વાકાં,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.






































ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં બેફામકોઇ પણ જગા સારી નથી હોતી.
















ઓ નીલ ગગનના પંખેરું તું કાં નવ પાછો આવે
ઓ નીલ ગગનના પંખેરું તું કાં નવ પાછો આવે
મને તારી યાદ સતાવે
સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરિયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે
તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે
મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવું વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.
કુળને તજીયે કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે.
ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે નરસૈંયોવૃન્દાવનમાં, મોહન સાથે મ્હાલી રે.

નવધા રે ભક્તિમાં નિરમળ રહેવું રે, રાખવો વચનનો વિશ્વાસ રે
સદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઇને રહેવું  ગુરૂનાદાસ રે.
રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભ્યાસ રે
સદ્દગુરુ સંગે કાયમ રહેવું ને,તજી દેવી ફળની આશ રે.
દાતાને ભોક્તા હરિ, એમ કહેવું ને, રાખવું નિરમળ જ્ઞાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવવું ને, ધરવું ગુરુજીનું ધ્યાન ર.
અભ્યાસીને એવી રીતે રહેવું , જાણવો વચનનો મરમ રે
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઇ, છોડી દેવાં અશુદ્ધ કરમ રે.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
અમે તારા નામની, અલખના રે ધામની
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
એક રે તંબુરાનો તાર, અને બીજી તાતી તલવાર રે,
એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, એય તોય ક્યાંય મેન ના મળે લગાર
હે કદી કદી આવતી આંધી હોળ કામની
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની

દીકરીતો પારકી થાપણ કહેવાય
બેના રે.....સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય....

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.
વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા

સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા તુ રંગમાં,તું રંગાઇ જાને રંગમાં.
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહીં રે તારા અંગમાં.
જીવ જાણ તો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ,પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, જમનું જાણજે,
જાવું પડશે સંગમાં.
સહુ જન કહેતા પછી જપીશું,
પહેલાં મેળવી લ્યોને દામ,રહેવાના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં,
સહુ જન કહેતા વ્યંગમાં.
ઘડપણ આવશે ત્યારે ભજશું,
પહેલાં ઘરના કામ તમામ,પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે,
તારું શરીર રહેશે પલંગમાં.
બત્રીસ જાતનાં ભોજન જમતાં,
ભેળી કરીને ભામ,એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
ફોગટ ફરે છે ઘમંડમાં.
રંગ રાગમાં ક્યારે રટાશે,
રહી જશે આમ ને આમ,
માટે ઓળખ તું આતમરામ,બાબા આનંદ હરિ ૐ અખંડ છે,
ભજ તું શિવના સંગમાં.

તારા દુઃખને ખંખેરી નાંખ,તારા સુખને  વિખેરી નાંખ,
પાણીમાં કમળની થઇને પાંખ,જીવતરનું ગાડું હાંક,
સંસારી રે, તારા રામનો ભરોસો રાખ.
માટીના રમકડાં ઘડનારાએ એવાં ઘડ્યાં,
ઓછું પડે એને કાંખનું કામ, જીવતરનું ગાડું હાંક
તારું ધાર્યું કંઇ ના થાતું, હરિ કરે સો હોય,
ચકલાંચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોય
ટળ્યાં ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક.
જીવતરનું ગાડું હાંક
કાપડ ફાટ્યું હોય તો તાણો નહીંને તુણીયે,
પણ કાળજું ફાટું હોય તો કોઇ કાળે સંધાય નહીં.
કેડી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ
મન મૂકીને સોંપી દે તું, હરિને હાથ લગામ.
હે ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે,
અમથી ના ભીની કર આંખ, જીવતરનું ગાડું હાંક.

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી
હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કેવાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી

જેણે સેવેલ સાચા સંત રે,
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
ધરમને એ પલકે હેજી દુઃખ ઉપજે રે
હેજી જાણી જોજો.
જેના કુળમાં થાય કલેશ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
મીંરાબાઇના દુઃખને જોવા મળી મેદની રે
વિચારી જો જો
જેણે ઝેરેના કીધાં અમરત રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
હરિચંદ્રની માથે હે વિશ્વામિત્ર કોપિયો રે
એ વિચારી જોજો
જેણે પાડ્યા નોખા દુઃખ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
પ્રહલાદજીને પીડવા હરણાકંસ કોપિયો રે
એ વિચારી જોજો
જેની ભોંયમાં હોય માંય રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
દાસ સવો એમ કે' છે સૂણીજન લાગ્યાં ડોલવા રે
એ વિચારી જજો.
રે'જો સંતચરણે વાસ રે

સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
બન્ને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું
રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું મરીઝ
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો
રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો
મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો
બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો
નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે
બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને
થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા,
પંજાબ સિંધ ગુજરાત મરાઠા
દ્રવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા,
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે
ગાહે તવ જય-ગાથા
જન ગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે

અહ્રરહ તવ આહ્વાન પ્રચારિત,
શૂનિ તવ ઉદાર વાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક
મુસલમાન ખુષ્ટાણી
પૂરબ પશ્ચિમ આસે
તવ સિંહાસનપાશે
પ્રેમહાર, હય ગાથા
જન ગણ એક્ય વિધાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે

પતન અભ્યુદય વન્ધુર પન્થા
યુગયુગ ધાવિત યાત્રી
જે ચિર સારથી, તવ રથ ચક્રે
મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ માઝે
તવ શંખધ્વનિ બાજે
સંકટ દુઃખ શ્રાતા
જન ગણ મન પરિચાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે


ઘોર તિમિર ઘન નિબિડ નિશીત
પીડિત મૂર્છિત દેશે
જાગ્રત દિક તવ અવિચલ મંડલ
નત નયને અનિમેષ
દુઃસ્વપને આતંકે
રક્ષા કરિજે અંકે
સ્નેહમયી તુમ માતા
જન ગણ દુઃખત્રાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે


રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ
પૂરબ ઉદય ગિરિ ભાલે
સાહે વહગ, પુણ્ય સમીરણ
નવ જીવન રસ ઢાલે
તવ કરુણારૂણ રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા
જય જય જય હે, જય રાજેશ્વર,
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે
છપ્‍પા
આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું     કાંઇને     સમજ્યું     કશું,    આંખનું   કાજળ   ગાલે   ઘસ્યું,
ઊંડો    કૂવો    ને    ફાટી    બોક,   શીખ્યું    સાંભળ્યું    સર્વે     ફોક.

(
સરંગટ - ઘૂંઘટ કાઢેલી, બોક - પાણી ભરવાનું ચામડાનું સાધન)

તિલક     કરતાં    ત્રેપન    થયાં,    જપનાળાનાં    નાકાં     ગયાં.
તીરથ    ફરી    ફરી  થાક્યા ચરણ,  તોય ન પોહતો હરિને શરણ.
કથા    સુણી    સુણી  ફૂટ્યા કાન, અખા તોય અ આવ્યું બ્રહ્મજ્ઞાન.

દેહાભિમાન    હૂતો     પાશેર,     તે    વિદ્યા    ભણતાં   વદ્યો શેર,
ચર્ચાવાદમાં     તોલે     થયો,    ગુરુ   થયો   ત્યાં  મણમાં  ગયો.
અખા એમ હલકાથી   ભારે    હોય, આત્મજ્ઞાન     મૂળગું    ખોય.

એક    મૂરખને     એવી    ટેવ,    પથ્થર     એટલા    પૂજે   દેવ,
પાણી    દેખી     કરે      સ્નાન, તુલસી       દેખી    તોડે     પાન.
એ અખા વડું  ઉતપાત, ઘણા   પરમેશ્વર    એ    ક્યાંની   વાત?

વૃદ્ધ   થયો    વંઠ્યું    મનતંન,    ઉપાય    ટળ્યો  ને  ખૂંટ્યું ધંન,
ત્યારે   ધર્મ  સાધવા  જાય,  જ્યારે  કોહ્યા  કાપડશો  દેહ   થાય.
અખા   ભજી   ન   જાણ્યો   નાથ,   ચારે    પડિયા    ભોંયે  હાથ.



















ગુરૂ ગુરૂ કહત સકલ સંસારા,
એસે જગ ભરમાયા હૈ,
ગુરૂ જગત મેં બહુ કહાયે તાકા ભેદ ના પાયા હૈ.
માતપિતા પ્રથમ ગુરૂ જાનો,દુજા દાઇ કહાયા હૈ,
તિજા ગુરૂ તાહી કું જાનો જીનને નામ ધરાયા હૈ.
ચોથા ગુરૂ જેહી વિદ્યા દિનહા,અક્ષર જ્ઞાન શીખાયા હૈ.
માલા દીયા સો ગુરૂ પાંચમાં,જેહી હરિ નામ બતાયા હૈ.
છઠ્ઠા ગુરૂ સો સંત કહાવે,જીન સબ ભરમ મીટાયા હૈ.
સર્જનહાર સો ગુરૂ સાતમા,આપે હી આપ લખાયા હૈ.
એસે ગુરૂ વિના ભવજલ કો પાર કો નહી પાયા હૈ.
બ્રહ્માનંદ અચલ સદગુરૂ કે ચરણકમલ લીપટાયા હૈ.

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.
વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..
પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી ! પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !એમ જેસલ કહે છે જી0
ફોડી સરોવર પાળ, તોળી રાણી ! ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !એમ જેસલ કહે છે જી0
લૂંટી કુંવારી જાન, તોળી રાણી ! લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !એમ જેસલ કહે છે જી0
હરણ હર્યાં લખચાર, તોળી રાણી ! હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !એમ જેસલ કહે છે જી
જેટલા મથેજા વાળ, તોળી રાણી, જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !એમ જેસલ કહે છે જી
પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !એમ તોરલ કહે છે જી

મંગલ મંદિર ખોલો દયામય,
પોતાના જ પુત્રનાં અગ્નિસંસ્કાર કરવા પડે, એનાથી આઘાતજનક ઘટના કોઇ પણ પિતા માટે  હોય. ક્ષણે ક્ષણે તેનો જીવ લળી લળીને કપાય, પણ આ વેદના ભાગ્યે જ સહન થાય. કવિ નરસિંહરાવ દિવેટિયાના પુત્રનું નાની ઉંમરે અવસાન થયું ત્યારે તેમની વેદના કંઇક આ રીતે શબ્દ સ્વરૂપ પામી.
મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો.
જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો.
તિમુર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો લ્યો.
નામ મધુર તમ રટયો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો.
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો.

ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે.

હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા,નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે.

ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે, ગોવિંદના ગુણ ગાયા રે;
ધન્ય ધન્ય એનાં માતપિતાને, સફળ કરી એણે કાયા રે.

ધન્ય વૄંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;
અષ્ટ મહાસિધ્ધિ આંગણીયે રે ઉભી, મુક્તિ થઇ રહી દાસી રે.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે;
કાંઇ એક જાણે વ્રજની વનિતા, ભણે નરસૈંયોભોગી રે.


મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે



પ્રાત સમયે ઊઠી પુરુષોત્તમની
મૂર્તિમાં મન ધરીયે રે.
જે અવસર જે આડ કરે તે
પાપ જાણી પરહરિયે રે.

જાણુ જુગલ જોઇને સુંદર
સાથળ શોભા સારી રે
વામ સાથમાં ચિહ્ન એક નિરખું
શ્યામ કટી લાગે પ્યારી રે.

કમળ સરીખી નાભી ઊંડી
ત્રિવડી ઉદર માંહી રે
જડિયા છે સુંદર
છાપચિહ્ન સુખ દાઇ રે.

ગજની સૂંઢ સરીખા ભૂજદંડ
શોભાના ભંડાર રે
પ્રેમાનંદ કહે મનમાં રાખું
કરહર અભય ભંડાર રે.


પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
જપ,તિરથ, વૈકુંઠ સુખ મેલી, વૈષ્ણવ હોયે ત્યાં હું આવું રે.

પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.

અંબરિષ રાજા મને અતિઘણા વાહલા, દુર્વાસાભિમાન ભંગ કીધો રે,
મે     મારું    અભિમાન    તજીને,     દશવાર    અવતાર    લીધો   રે.

પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.

ગજને    માટે     હું    ગરૂડે   ચડી   પડ્યો, મારા   સેવકની  વ્હારે રે,
ઊંચનીચ   હું   કાંઇ   ના   જાણું,   મુને   ભજે   તે    મુજ    જેવા   રે.


પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.

લક્ષ્મીજી    અર્ધાંગના    મારી,    તે    મારા    સંતની    દાસી    રે,
અડસઠ    તિરથ    મારા    સંતની  ચરણે, કોટિ ગંગા કોટિ કાશી રે.

પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.

સંત    ચાલે    ત્યાં    હું   આગળ   ચાલુ,   સંત સુએ ત્યારે જાગુ રે,
જે   મારા    સંતની   નિંદા   કરે   તેને   કુળ   સહીત   હું   ભામુ   રે.

પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.

મારા   રે   બાંધ્યા   વૈષ્ણવ છોડે  , વૈષ્ણવે  બાંધ્યા  નવ   છૂટે   રે,
એકવાર વૈષ્ણવ મુજને બાંધે તે બંધન મે નવ તૂટે   રે.

પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.

બેઠા ગાય ત્યાં હું ઉભો ઉભો સાંભળું, ઉભા ગાય   ત્યાં હું   નાચું   રે,
એવા વૈષ્ણવથી નહી એક ક્ષણ અળગો, ભણે   નરસૈંયો   સાચું   રે.


કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનીયાં લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં,કીડીને આપ્યાં સન્માન
હાલોને કીડીબાઇની જાનમાં.

મોરલે બાંધ્યો રૂડો માંડવલડો રે, ખજુરો પીરસે ખારેક,
સૂડલે ગાયા રૂડાં ગીતડા, પોપટ પીરસે પકવાન.

મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માળવીયો ગોળ,
મકોડો કેડેથી પાતળો, ગોળ ઊપડ્યો નવ જાય.

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે, એવાં નોતરવા ગામ,
સામા મળ્યાં બે કૂતરાં, બિલાડીનાં કરડ્યા બે કાન

ઘોએ બાંધ્યાં પગે ઘૂઘરા રે , કાચીંડે બાંધી છે કટાર,
ઊંટે બાંધ્યા રે ગળે ઢોલકા, ગધેડો ફૂંકે શરણાઇ.

ઊંદરમામા હાલ્યા રિહામણે રે, બેઠા દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે, મને કપડાં પહેરાવ.

વાંહડે ચડ્યો એક વાંદરો રે, એ જુએ જાનુની વાટ,
આજે તો જાનુંને લૂંટવી, લેવા સર્વેના પ્રાણ.

કઇ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર,
ભોજાભગતની વિનતી, સમજો ચતુર સુજાણ

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુણતા શામળીયા સાદ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે હરિને...

આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે
કર જોડી કહે ગેમલ દાસ, ભક્તોના દુઃખ હરશે રે.

હરિ તારાં છે હજાર નામ! કયે નામે લખવી કંકોતરી?
રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી?
મથુરામાં મોહન તું, ગોકુળ ગોવાળિયો,
દ્વારિકાનો રાય રણછોડ…..કયે
કોઈ સીતારામ કહે, કહે રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર…..કયે
ભક્તોની રાખી ટેક, રૂપ ધર્યાં તે અનેક,
અંતે તો એકનો એક…..કયે
ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર,
પહોંચે ન પૂરો વિચાર…..કયે
નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીંરાનો ગિરિધર ગોપાળ…..કયે


Hanuman Chalisa
શ્રી ગુરુચરણ સરોજ રજ,નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ,જો દાયકુ ફલ ચારિ ||
બુધ્ધિ હિન તનુ જાનિ કે સૂમિરૌ, પવન કુમાર |
બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,હરહુ કલેસ બિકાર ||
જય હનુમાન જ્ઞાન ગુન સાગર |જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલ ધામા |અંજનિ પુત્ર પવનસુત નામા ||
મહાબીર બિક્રમ બજરંગી |કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન બિરાજ સુબેસા | કાનન કુંડલ કુંચિત કેસા ||
હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મુંજ જનેઉં સાજે ||
શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહા જગ બંદન ||
વિદ્યાવાન ગુની અતિ ચાતુર |રામ કાજ કરિબે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |રામ લખન સીતા મન બસિયા ||
સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા | બિકટ રુપ ધરી લંક જરાવા ||
ભીમરુપ ધરિ અસુર સંહારે | રામચંદ્ર કે કાજ સંવારે ||
લાય સજીવન લખન જિયાયે | શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હીં બહુત બડાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||
સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ | અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા | નારદ સારદ સહિત અહિસા ||
જમ કુબેર દિગપાલ જહાં તે | કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં | રામ મિલાય રાજપદ દીન્હાં ||
તુમ્હરો મંત્ર બિભીષન માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ||
જુગ સહસ્ર જોજન પર ભાનુ | લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં | જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે | તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા | જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ | મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા | તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે | સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા | હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા | અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે | જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ | હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ | કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ | છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા | હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા | કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ ||
||
સિયાવર રામચંદ્ર કી જય ||
||
રમાપતિ રામચંદ્ર કી જય ||
||
પવનસૂત હનુમાન કી જય ||
||
ઉમાપતિ મહાદેવ કી જય ||
||
બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
||
બોલો ભાઇ સબ સંતન કી જય ||

મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે.

ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે, કોઇ દી' કરે નહીં આશ રે,
દાન દેવે પણ, રેવે અજાજી રે, વચનુંમાં રાખે વિશ્વાસ રે.

હરખ રે શોકની જેને નાવે રે હેડકી ને આઠે રે પહોરે આનંદ રે
નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરાં ફંદ રે.

તન મન ધન જેણે પ્રભુને અર્પે રે, ધન્ય નિજાજી નરને નાર રે,
ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇપ્રભુ પધારે એને દ્વાર રે.


મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે


મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો વશે ગિરધારી રે ધારી,
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ.

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા,
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન.

હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,
 
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું.
મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો,
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે,
વારે વારે માનવદેહ કદી ના મળે,
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ટળે,
મને મોહન મળે.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી,
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે.

ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;જોવીતી કોતરો ને જોવીતી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળેઅંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,અંતરની આંખડી લ્હોવી જરી.
યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુનાયક સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ તૃરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ દયારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ યાત્રીરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ નિર્વ્યારૂપૈણ સંસ્થિતા
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ ।

આ તો રમત રમાડે રામ,
આ તો રમત રમાડે રામ,
આ તો રમત રમાડે રામ,
આ તો રમત રમાડે રામ
ઘડી મળી કાયાની પૂતળીને
માણસ રાખ્યું નામ,
આ તો રમત રમાડે રામ.
કોઇનું મીંઢળ કોઇને હાથે,
કોઇનું ભાવી કોઇની સાથે
કોઇનાં રથના કોઇ સારથી,
કોઇનાં રથના કોઇ સારથી,
કોઇને હાથ લગામ.
આ તો રમત રમાડે રામ
વિધાતા પણ કેવી વરસે નારી તારે માથે
અગ્નિપરિક્ષા સિતા સમીની રામચંદ્રને હાથે
અબોલ રહીને પીવે હલાહલ, તોય કો બદનામ.
અગમનિગમની રમત રામની, કુદરત એનું નામ,
ભુલ કરીને ભોગવવા તારે, તારા બુરા કામ.
બગડિ બાજી લે સુધારી, હૈયે રાખી હામ.
આ તો રમત રમાડે રામ.
આ તો રમત રમાડે રામ.
આ તો રમત રમાડે રામ.
આ તો રમત રમાડે રામ.

શાને ઢૂંઢે  રામને  તું  ધરતી ગગનમાં,
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
અંધકાર     પગથારે    રામ   કેરો   વાસ   છે,
દીપક થઇને જગે ઝગમગે રામનો ઉજાસ છે.
રામ રામને રટતી કરણી રેખાના મધુવનમાં
રામ  તો  વસે   છે   સદા   તારા   તનમનમાં.
રામ   તણા   દર્શનને  કાજે  શાને  તું અધીર છે?
એક પ્રકારે તારા તનમન રામ તણી તસ્વીર છે
દસે   દિશામાં   રામની  હસ્તી  જીવનમરણમાં
રામ   તો   વસે   છે   સદા   તારા    તનમનમાં.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ   સીતારામ,  ભજ   પ્યારે   તું  સીતારામ. જયશ્રી રામ

રામ રાખે તેમ રહીએ, ઓધવજીરામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએરામ રાખે તેમ રહીએ
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએઓધવજી, રામ રાખે તેમ રહીએ


શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ .
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્.
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્.
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ .
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્.

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં છે ઝોક,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જીઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જીલીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી
આંખે કરું આંધળોને દિલે કાઢું કોઢ
દુનિયા જાણે પીર રામદેવનો ચોર
મારો હેલો સાંભળો હો હો હો હો જી
હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

વીજળીને ચમકારે મોતીડાં પરોવવું પાનબાઇ !
અચાનક અંઘારૂં થાશે રે;
જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસો ને કાળ થાશે રે.
જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
અધૂરિયાને નો કેવાય રે,
ગુપત તે રસનો ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો  સમજાય.
નિરમળ થઇને આવો મેદાનમાં રે પાનબાઇ !
જાણી લ્યો જીવની જાત રે;
સજાતિ રે વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત.
પિંડ બ્રહ્માંડ્થી રે પર છે ગુરુજી પાનબાઇ !
તેનો દેખાડું તમને દેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ.

ૐ તત્સત શ્રીનારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું,
સિધ્ધ-બુધ્ધ તું, સ્કંદ વિનાયક સવિતાપાવક તું,
બ્રહ્મમધ્ય તું, યહ્વશક્તિ તું, ઇસુપિતા પ્રભુ તું,
રૂઢ્રવિષ્ણુ તું, રામકૃષ્ણ તું,   રહીમ તાઓ તું,
વાસુદેવ ગૌ વિશ્વરૂપ તું, ચિતાનંદ હરિ તું,
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું,
ૐ તત્સત શ્રીનારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું.



હંસલો, પીંજરે પુરાણો,
હેજી મારો, હંસલો પીંજરે પુરાણો
કાયાનું કોડીયું ઝોલા રે ખાતું ,
ને આતમડો મુંઝાણો...
પળપળ ઝળકી મૃગજળ સમ આ સંસારી જાય,
હોય ભલે રાણીનો જાયો, સહુને માથે કાળ,
જે આવે તે જાય, એટલું જાણો.
બાંધ ગઠરી આ પાપ-પુણ્યની જાવું સામે પાર
ઉપર ફૂલ નીચે કાંટા અવળો આ સંસાર
કાયાનો કાચો તાણો વાણો

હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
'તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે .
ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે'તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે .
મોતીડાં નહી રે મળે .
વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે.
મોતીડાં નહી રે મળે .















સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં ... સુખદુઃખ
નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી ... સુખદુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી ... સુખદુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી ... સુખદુઃખ
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી ... સુખદુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી ... સુખદુઃખ
શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી ... સુખદુઃખ
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે ... સુખદુઃખ
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી ... સુખદુઃખ

સુખનું સરનામું આપો;
 
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; સુખનું સરનામું આપો.
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
ને મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.


 

શ્રી વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી   અખિલ   વિશ્વ   તણી જનેતા
વિદ્યા  ધરી  વદનમાં  વસજો    વિધાતા

દુર્બુદ્ધિને   દૂર   કરી   સદ્   બુદ્ધિ    આપો
મમ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ભુલો   પડી   ભવરણે    ભટકું    ભવાની,
સુઝે નહીં  લગીર   કોઇ   દિશા  જવાની
ભાસે   ભયંકર   વળી   મનના   ઉતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

આ   રંકને   ઉગરવા   નથી   કોઇ  આરો
જન્માંધ છું  જનની  હું  ગ્રહી  બાળ તારો
ના શું સુણો ભાગવતી  શિશુનાં  વિલાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મા    કર્મ-જન્મ   કથની   કરતાં   વિચારું
આ  સૃષ્ટિમાં   તુજ   વિના નથી કોઇ મારું
કોને   કહું   કઠણ   યોગ   તણો    બળાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

હું   કામ,   ક્રોધ   ,મદ, મોહ   થકી  છકેલો
આડંબરે    અતિ    ઘણો   મદથી   બકેલો
દોષો   થકી    દુષિત   ના કરી માફ પાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ના   શાસ્ત્રનાં   શ્રવણ   નુ   પયપાન કીધું
ના મંત્ર  કે  સ્તુતિ  કથા  નથી  કાંઇ   કીધું
શ્રદ્ધા   ધરી   નથી   કર્યા  તવ નામ જાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

રે  રે  ભવાની   બહુ   ભૂલ   થઇ  જ મારી
આ    જિંદગી  થઇ  મને  અતિશે  અકારી
દોષો  પ્રજાળી   સઘળા   તવ છાપ છાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ખાલી ન કોઇ સ્થળ છે  વિણ  આપ  ધારો
બ્રહ્માંડમાં   અણુ  અણૂ  મહીં  વાસ  તારો
શક્તિનાં  માપ  ગણવા  અગણિત  માપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

પાપે   પ્રપંચ   કરવા   બધી   વાતે પૂરો
ખોટો   ખરો   ભગવતી   પણ  હું  તમારો
જડ્યાંધકાર   દૂર   કરી   સદબુદ્ધિ  આપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શિખે   સુણે   રસિક છંદ  જ   એક      ચિત્તે
તેના  થકી   વિવિધ   તાપ   ટળે   ખચિતે
વાઘે  વિશેષ   વળી   અંબા તણા પ્રતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શ્રી  સદગુરુનાં   ચરણમાં   રહીને યજું છું
રાત્રિ   દિને   ભગવતી   તુજને   ભજું   છું
સદભક્ત    સેવક   તણા પરિતાપ છાપો;
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

અંતર  વિષે  અધિક  ઊર્મી થતાં ભવાની
ગાઉં   સ્તુતિ   તવ   બળે નમીને મૂડાની
સંસારના   સકળ   રોગ    સમૂળ    કાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો


શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ
કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજ ચોરયાશી કોશ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કમલ કમલ પરમધ પર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વ્રજ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વાજાં ને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

શરણાઈ ને તબુંરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કેસર કેરી પ્યારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

ચૌદ લોકે બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સરોવર ચોકી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબ લીબું ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જકીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

મથુરાજીના ચોવા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગલી ગલી જાહવરવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબાડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વિરહી જનના હૈયાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણ વિયોગી રાપુર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વલ્લ્વી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મધુર મીના વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

તારોડીયાના મંડલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

રોમ રોમ વ્યાકૃળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મહામંત્ર મનમાંહે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જુગલ ચરણ મંત્રાદિ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ


શિવ મહિમ્ન સ્ત્રોત
પુષ્પદંત ઉવાચ ||
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||
અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.
અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો
રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ
સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:
પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: || 2 ||
અર્થ : હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.
મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્
સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ |
મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:
પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: || 3 ||
અર્થ : હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.
તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત
ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ |
અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી
વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય || 4 ||
અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.
કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:
કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || 5 ||
અર્થ : હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.
અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |
અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો
વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || 6 ||
અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.
ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ |
રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં
નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર || 7 ||
અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ નારદપંચરાત્રના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.
મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:
કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ |
સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં
નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ || 8 ||
અર્થ : હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.
ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં
પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ
સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || 9 ||
અર્થ : હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.
તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:
પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: |
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ |
સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ || 10 ||
અર્થ : આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.
અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં
દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન |
શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે
સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ || 11 ||
અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.
અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં
બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: |
અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ
પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: || 12 ||
અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.
યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી
મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: |
ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં
કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ || 13 ||
અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.
અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -
વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: |
સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો
વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: || 14 ||
અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.
અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે
નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:
સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત
સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: || 15 ||
અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.
મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં
પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ |
મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા
જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા || 16 ||
અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.
વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:
પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે |
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ
ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: || 17 ||
અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.
રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો
રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ |
દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ -
વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: || 18 ||
અર્થ : હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.
હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો
ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ |
ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા
ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ || 19 ||
અર્થ : હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ એ ત્રણે લોકનં રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.
ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં
કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે |
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં
શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: || 20 ||
અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.

ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં
ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: |
ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને |
ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: || 21 ||

અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળરહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ ન નિવડે.

પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં
ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |
ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું
ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: || 22 ||

અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.

સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્
પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ |
યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના
દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: || 23 ||

અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.

સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા
શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: |
અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં
તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ || 24 ||

અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.

મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:
પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: |
યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે
દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ || 25 ||

અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.

ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ
સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ |
પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં
ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ || 26 ||

અર્થ : હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.

ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા
નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ |
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ:
સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ || 27 ||

અર્થ : હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.

ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાં
સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ |
અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ
પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે || 28 ||

અર્થ : હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ઈશાનછે. આવી રીતે જેમ શ્રુતિ પ્રણવનો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.

નમો નેદિષ્ઠય પ્રિયદવ ! દવિષ્ઠાય ચ નમો
નમ: ક્ષોદિષ્ઠાય સ્મરહર ! મહિષ્ઠાય ચ નમો |
નમોવષિષ્ઠાય ત્રિનયન | યવિત્ઠાય ચ નમો:
નમ: સર્વસ્મૈ તે તદિદમિતી સર્વાંય ચ નમ: || 29 ||

અર્થ : નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા ! હું તમને વંદન કરું છું. હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું. હે ત્રિનેત્રોને ધારણ કરનાર ! વૃદ્ધ અને યુવાન રૂપે પ્રકટતા તમને મારા નમસ્કાર હો. એક બીજાની અતિ વિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવન્ તમને હું નમું છું અને તેથી આ તમારું દ્રશ્યરૂપ છે ને પેલું અદશ્યરૂપ છે, એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વારૂપાત્મક એવા તમને હું વંદું છું. કારણ કે આખું જગત તમારામય છે.

બહલરજસે વિશ્વોત્પતૌ ભવાય નમોનમ:
પ્રબલતમસે તત્સંહારે હરાય નમોનમ: |
જનસુખકૃતે સત્વોદ્વિકતૌ મુંડાય નમોનમ:
પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમોનમ: || 30 ||

અર્થ : હે દીનાનાથ ! બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ ! તમને હું નમું છું. આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું તમને નમું છું. જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરનાર મુંડ તમને નમું છું. આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ, રજસ અને તમસ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ ! એવા તમને હું વારંવાર વંદન કરું છું.

કૃતપરિણતિચેત: કલેશવશ્ય કવ ચેદં
કવ ચ તવ ગુણસીમાલ્લંઘિમી શશ્વદદ્ધિ: |
ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરોધા
દ્વરદ ! ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ || 31 ||

અર્થ : હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર ! અમારા અલ્પવિષયક, અજ્ઞાન રાગદ્વેષાદિ દોષોથી મલિન ચિત્ત ક્યાં આ અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં ? આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું. મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમારી વાક્યો રૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું.

અસિતગિરિ સમસ્યાત્કજ્જલં સિંધુપાત્રે
સુરતરુવરશાખા લેખનીં પત્રમુર્વી |
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ || 32 ||

અર્થ : હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા ! સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્સમી શાહીથી, કલ્પવૃક્ષની ડાળીને કલમ રૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી, આવા, સર્વોત્તમ સાધન વડે, અનંતવિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હરહંમેશ લખ્યા કરે, તો પણ તે તેનો અંત પામે તેમ નથી.

અસુરસુરમુનીન્દ્રે રચિતસ્યેન્દુમૌલે
ગ્રંથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય |
સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાનો
રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતરચ્ચરકા || 33 ||

અર્થ : હે ઈશ્વર ! દેવો, દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત, ચન્દ્રને કપાળમાં ધરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વ, રજસ અને તમ, એવા ત્રિગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે.

અહરહરનવધં ધૂર્જટે ! સ્તોત્રમેત
ત્વઠતિ પરમભકત્યા શુદ્ધચિતા પુમાન્યં |
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાડત્ર
પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ય || 34 ||

અર્થ : હે જટાધારી ! નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરે છે, તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે. અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે. તથા આ મહીલોકમાં મોટો ધનાઢ્ય, દીર્ધ આયુષ્યવાળો, પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે.

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિ: |
અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગૂરો: પરમ || 35 ||

અર્થ : ખરેખર ! મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આ મહિમ્નસ્તોત્રજેવી બીજી કોઈ સ્તુતિ નથી, ‘અઘોરનામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી. આથી ગુરુ પરંપરા હે ઈશ્વર ! તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું.

દીક્ષા દાનં તપસ્તીર્થ જ્ઞાનં યાગાદિકા: ક્રિયા: |
મહિમ્નસ્તવ પાઠસ્ય કલાંનાર્હન્તિ ષોડશીમ્ || 36 ||

અર્થ : દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા, તે વધી જાય છે. માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે.

કુસુમદશનનામા સર્વગંધર્વરાજ:
શિશુશશિધરા મૌલેદેવેદસ્ય દાસ |
સ ખલુ ર્નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા
ત્સ્તવનામિદકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્ન: || 37 ||

અર્થ : કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદશ્ય રહી પુષ્પ ચોરતા હતા, તેથી રાજાએ બિલ્વપત્ર કે તુલસીદલ તેમના માર્ગમાં વેર્યાં. એમ કરવાનો ઉદ્દેશ એ હતો કે શિવ કે, વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદશ્ય રહેવાની શક્તિ નાશ પામી. આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલેન્દુને કપાળ વિષે ધરાવનાર શંકરના દાસ કુસુમદર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમોક્ષેક હેતુ
પઠતિ યદિ મનુષ્ય: પ્રાંજર્લિર્નાંન્યચેતા:
વજતિ શિવસમીપં કિન્નરે: સ્તુયમાન:
સ્તવનમિદમતીઘં પુષ્પદંત પ્રણીતમ્ || 38 ||

અર્થ : આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે. ઈન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષપ્રાપ્તિના એક જ સાધન સમું, હંમેશ ફલદાયક અને શ્રીપુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થઈને ભક્તિથી સ્તવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે.

આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ |
અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન || 39 ||

અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.

ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: |
અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: || 40 ||

અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો.

તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: |
યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: || 41 ||

અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: |
સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે || 42 ||

અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.

શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન
સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ |
કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન
સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ || 43 ||

અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.

ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત…..




શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
ઓ ભાઇ રે ! શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
એના દાસના દાસ થઇ રહીએ. 

વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યું
ત્યારે મહેતાનો માર શીદ ખાઇએ?
કીધા ગુરૂજી ને બોધ નવ આપે,
ત્યારે તેના ચેલા તે શીદ થઇએ?

વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાય
ત્યારે તેની ગોળી કેમ ખાઇએ?
લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટે
ત્યારે તેની સોબતે શીદ જઇએ?

નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું,
ને તે તો ચોંટ્યું છે મારે હૈયે,
મહેતા નરસૈંયાની વાણી છે સારી,
તો શામળાને શરણે જઇએ.


સમયની સાથે સમય વહી જાય છે.
શેષમાત્ર  તારી  યાદ  રહી જાય છે.

સમયની સાથે સમય વહી જાય છે.

સ્પર્શની સુગંધમાં મધમાટ વહી જાય છે,
શેષમાત્ર  તારી  યાદ  રહી જાય છે.

સમયને સાથ બે અક્ષરો,
બે અક્ષરોમાંપંક્તિ વહી જાય છે.
પંક્તિમાં પ્રિયે, તારું ગીત વહી જાયને
ગીતમાં તારી યાદ વહી જાય છે.

વિરહના ગીતને, યાદનો સહારો
આંસુઓમાં જીવન વહી જાય છે.

જીવનમાં સાથ તારો મળે,
જેમ સાગરમાં નહી મળી જાય છે.
સમયની સાથે સમય વહી જાય છે.
શેષમાત્ર  તારી  યાદ  રહી જાય છે.

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે જ્યારે, નહી રહે દેહનું ભાન.
એ રે સમય મુખે તુલસી દેજે, દેજે જમુના પાન.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ.
એ રે સમય મારી વ્હારે ચઢીને રાખજે તારૂં નામ.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર.
એ રે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ.
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનિતછોડે પ્રાણ.

સબ સે ઊંચી પ્રેમસગાઇ.
દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર ખાઇ,
જૂઠે ફલ શબરી કે ખાયે, બહુ વિધિ સ્વાદ બતાઇ
પ્રેમ કે બસ અર્જૂન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઇ.
એસી પ્રીત બઢી વૃંદાવન, ગોપિયન નાચ નચાઇ
સૂર ક્રુર એહિ લાયક નાહિ, કેહિ લગો કરહું બડાઇ.

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥
ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો ॥૮॥

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં  સહુને  વંદે,   નિંદા   ન   કરે   કેની   રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને   તૃષ્ણા   ત્યાગી,   પરસ્ત્રી   જેને   માત  રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ   ક્રોધ   નિવાર્યા   રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતાકુળ ઈકોતેર તાર્યા રે.

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુણતા શામળીયા સાદ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે હરિને...

આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે
કર જોડી કહે ગેમલ દાસ, ભક્તોના દુઃખ હરશે રે.


હે   કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.
હે   સંકટના હરનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારા પાપ ભર્યા છે એવાં,તારી ભૂલ્યો કરવી સેવા,
મારા પાપોનાં ભૂલનારાતારી કરૂણાનો કોઇ પાર નથી.

હે   પરમકૃપાળુ   વ્હાલા,   મેં   પીધાં  વિષનાં   પ્યાલા,
વિષને અમૃત કરનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

હું   અંતરમાં   થઇ   રાજી,   ખેલ્યો   છું   અવળી  બાજી,
અવળી સવળી કરનારા,તારી કરૂણાનો કોઇ પાર નથી.

ભલે છોરું ક છોરું   થાયે,   તોયે   તું   માવતર   કહેવાયે,
મીઠી   છાયા   દેનારા,    તારી કરૂણાનો કોઇ પાર નથી.

મને   જડતો   નથી   કિનારો, મારો ક્યાંથી આવે આરો?
મારા સાચા ખેવનહારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારું   જીવન   છે   ઉદાસી,   તારે  ચરણે લે અવિનાશી,
રાધાનું   દિલ  હરનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.


હેજી કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હેજી કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..

હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એની બની રે પ્રભુજીની મૂર્તિ,
બીજો ધોબીડાને ઘાટ..

હો.. એક રે ગાયુનાં દો-દો વાછરાં,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે વાછડો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર.. હેજી રે કરમનો સંગાથી..

હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.. હેજી રે કરમનો સંગાથી..

હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય.. હેજી રે કરમનો સંગાથી..

ગુરૂને પ્રતાપે મીરાંબાઈ બોલીયા,
દેજો દેજો સંત ચરણે વાસ.. હેજી રે કરમનો સંગાથી..



જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું ... મારો હંસલો

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું ... મારો હંસલો

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં ... મારો હંસલો



આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો, ધૂળ મારા પર હતી ને હું
અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતી ને, એ દોસ્ત, હું તને માફ કરતો રહ્યો.

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને, હું ન્યાયાલય ખોલીને બધાનો
ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં, જે મારી સાથે હતા એમને
મારી ખિલાફ કરતો રહ્યો.

ખુદ મારા વિષે તો રતીભરનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું, ભવિષ્યમાં શું થશે એ
વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ, કરતો રહ્યો.

હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ..    દયારામ

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને 
મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને 
વ્યવહારો સૌ પૂરા કરીને, પરમારથમાં પેસજો,
સઘળી ફરજો અદા કરીને, સત્સંગ માંહે આવજો... આજે સૌને
હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને રાખજો,
માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો... આજે સૌને 
હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપવજો,
ભક્તિ કેરું અમૃત પીને, બીજાને પીવડાવજો... આજે સૌને 
સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતી બાંધજો,
વલ્લભશીખ હૈયે રાખી, હરિથી સુરત સાધજો... આજે સૌને 
વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો... આજે સૌને
માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત...આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત
શાને કાજે મારો તું સથવારો ત્યાગે રે
...ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને ઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે
પણ પંખી વાણી ઊચરે કે આખર જવું એક દાહડે
આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે






આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ... 
કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ... 
અડસઠ તીરથ ગુરુજીના ચરણે, ગંગા જમુના રેવા;
સંત મળે તો મહાસુદ પામું, ગુરુજી મળે તો મેવા... આનંદ... 
શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક, નારદ મુનિ દેવા;
કહે 'પ્રીતમ' ઓળખો અણસારે, હરિના જન હરિજેવા... આનંદ...
સત્સંગનો રસ ચાખ, પ્રાણી.
સત્સંગનો રસ ચાખ, પ્રાણી. તું સત્સંગનો રસ ચાખ.
પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ ... પ્રાણી, તું.
આ રે કાયાનો ગર્વ ન કીજે,  અંતે થવાની છે ખાખ. ... પ્રાણી, તું.
હસ્તિ ને ઘોડી, માલ ખજાના,  કાંઈ ન આવે સાથ. ... પ્રાણી, તું.
સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,  વેદ પૂરે છે સાખ. ... પ્રાણી, તું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,  હરિચરણે ચિત્ત રાખ. ... પ્રાણી, તું.

જીભલડી રે તને હરિગુણ ગાતાં

જીભલડી રે તને હરિગુણ ગાતાં આવતી આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરાઈ ન મળે, બોલી ઉઠે મુખમાંથી રે. 
પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે,
ઝઘડો કરવા ઝૂઝે વહેલી, કાયર હરિગુણ ગાવા રે. 
અંતકાળે કોઈ કામ ન આવે, વહાલા વેરીની ટોળી રે,
વજન ધારીને સર્વસ્વ લેશે, રહેશો આંખો ચોળી રે. 
તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ સંભળાવો રે,
પ્રથમ તો મસ્તક નહીં નમતું, પછી શું નામ સુણાવો રે
ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એ કેમ હોલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે
માયાઘેનમાં ઊંઘી રહે છે, જાગીને જો તું તપાસી રે,
અંત સમે રોવાને બેઠી, પડી કાળની ફાંસી રે. 
હરિગુણ ગાતાં દામ ન બેસે, એકે વાળ ન ખરશે રે,
સહેજ પંથનો પાર ન આવે, ભજન થકી ભવ તરશે રે.


રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે..

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રેરાખનાં રમકડાં, રમકડાં
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,  રાખનાં રમકડાં, રમકડાં
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે  રાખનાં રમકડાં, રમકડાં
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,  રાખનાં રમકડાં, રમકડાં
માળા છે ડોકમાં
ગુરુજીના નામની હોમાળા છે ડોકમાં
નારાયણ નામની હોમાળા છે ડોકમાં
જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હોમાળા છે ડોકમાં
ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હોમાળા છે ડોકમાં
પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હોમાળા છે ડોકમાં
ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હોમાળા છે ડોકમાં
હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

















શ્રીકૃષ્ણ: શરણં મમ:શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:શ્રીકૃષ્ણ: શરણં મમ:
કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભુમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજા ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઇ ને તંબૂરમા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ન્રુત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજી ના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોવર્ધનના શિખરે બોલેશ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ——– બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વરસંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુલિન કન્દરા મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજી ના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહી જનનાં હૈયા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર વિણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની તરુવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશેબોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમ રોમવ્યાકુળ થઇ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મનમાંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ!
એમ બસ આઠે પ્રહરની મોજ રાખે, પાનબાઈ!
આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,
વિષયોનો ના કશો યે બોજ રાખે, પાનબાઈ!
જ્યાં તમે ને હું પડી ગ્યા ત્યાં જ ઊભા એ ય પણ,
દૃઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ!
વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,
ટેક લીધી એક દી તે રોજ રાખે, પાનબાઈ!
ફક્ત દિવાથી નહીં ફેલાય અજવાળું સુધીર’,
વેણ બોલી ઉજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ!


No comments:

Post a Comment