ગીતાસાર
v
સાંસારીક મોહના
લીધે જ મનુષ્ય હું શું કરૂં અને શું ના કરૂં ?આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત
થઇ જાય છે,એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ.
v
શરીર નાશવાન છે
અને તેને જાણનાર અશરીરી અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન
કરવું..આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.
v
નિષ્કામભાવપૂર્વક
ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.
v
કર્મ બંધનથી
છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિસ્વાર્થભાવથી કર્મ કરવું અને
તત્વજ્ઞાનનો અનુભવ કરવો.
v
મનુષ્યએ
અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ, કારણ કે,તેનાથી
પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.
v
કોઇપણ સાધનથી
અંતઃકરણમાં સમતા આવવી જોઇએ.સમતા આવ્યા વિના મનુષ્ય નિર્વિકલ્પ થઇ શકતો નથી.
v
ccતમામ પ્રભુરૂ૫ છે’’આવો સ્વીકાર કરવો
સર્વશ્રેષ્ઠ સાધન છે.
v
અંતકાળે જેવું
ચિંતન અનુસાર જ જીવની ગતિ થાય છે,એટલે મનુષ્યએ હરદમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં
પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરવું જોઇએ,જેનાથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.
v
તમામ મનુષ્ય
ભગવત્પ્રાપ્તિના અધિકારી છે,પછી તે ગમે તે વર્ણ,આશ્રમ,દેશ..વગેરે ના કેમ ના હોય ?
v
સંસારમાં જ્યાં
પણ વિલક્ષણ વિશેષતા,સુંદરતા,મહત્તા,બલવત્તા..વગેરે જોવા મળે તેને ભગવાનનું જ
માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ..
v
આ જગતને ભગવાનનું
સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.
v
જે ભક્ત શરીર
ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય
થાય છે.
v
સંસારમાં એક
પરમતત્વ જ જાણવા યોગ્ય છે,તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્તિ થાય છે.
v
સંસાર બંધનથી
છુટવા માટે સત્વ,રજ અને તમ- આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્યભક્તિથી મનુષ્ય
આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે.
v
આ સંસારનો મૂળ
આધાર અને અત્યંત શ્રેષ્ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે- એવું માનીને અનન્યભાવથી
તેમનું ભજન કરવું જોઇએ.
v
દુર્ગુણ-દુરાચારોથી
મનુષ્ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે,એટલે જન્મ-મરણના
ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.
v
મનુષ્ય
શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.
v
તમામ ગ્રંથોનોનો
સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની
શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત
કરી દે છે.