સંત-ચરીત્રો તથા સપ્તઋષિઓનું જીવનચરીત્ર.
(૧) ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર.
(૨) ભગવાન કૃષ્ણના પરમ ભક્ત શ્રી બિલ્વમંગલજીનું જીવન-ચરીત્ર.
(૩) ભગવાન બુદ્ધ અને અંગુલિમાલ
ડાકૂ.
(૪) પતિવ્રતા ધર્મની આચાર્ય મહાસતી અનસૂયા.
(૫) મહાન પ્રભુ ભક્ત રાજા મુચુકુંદની કથા.
(૬) દયાળુ રાજા રન્તિદેવ.
(૭) સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર.
(૮) પરમ ભક્ત ધન્ના જાટની કથા.
(૯) મહારાષ્ટના મહાન સંત નામદેવજી.
(૧૦) મહાન સંત સેના ભગતની કથા.
(૧૧) ગાલવ ઋષિની તપોભૂમિ ગળતેશ્વર મહાદેવનું મંદિર.
(૧૨) યુગ પ્રવર્તક બાબા
ગુરૂબચનસિંહજી મહારાજનું જીવન દર્શન.
(૧૩) માંડવ્યઋષિની કથા.
(૧૪) રાજા
પુરંજનની કથા.
(૧૫) સંત એકનાથજી
મહારાજનું જીવનચરીત્ર.
(૧૬) મહારાષ્ટના મહાન સંત નામદેવજી.
(૧૭) સંત શ્રી બજરંગદાસ બાપા (બાપા સીતારામ)
(૧) અત્રિઋષિનું
જીવનચરીત્ર.
(૨) વિશ્વામિત્ર ઋષિનું જીવનચરીત્ર.
(૩) કશ્યપ ઋષિનું જીવનચરીત્ર.
(૪) ગૌતમ ઋષિનું જીવનચરીત્ર.
(૫) જમદગ્નિ ઋષિનું જીવનચરીત્ર.
(૬) ભારદ્વાજ ઋષિનું જીવનચરીત્ર.
(૭) વશિષ્ઠ ઋષિનું જીવનચરીત્ર.
ભગવદભક્ત દેવી
કરમાબાઇનું જીવનચરીત્ર..
પ્રભુએ કરમાબાઇનો ખિચડો ખાધો,વિદુરની ખાધી ભાજી
શબરીબાઇના બોરમાં,રામ થયા બહુ રાજી..
કરમાબાઇનો જન્મ રાજસ્થાનના અલવર જીલ્લાના કાલવા
ગામના ખેડૂત પરીવારમાં જીવનરામ ડૂડી અને
માતા રત્નાદેવીની કૂખે ૨૦ ર્આગસ્ટ-૧૬૧૫ના રોજ આજથી ૪૧૦ વર્ષ પહેલાં થયો હતો. કરમાબાઇના
પિતા જીવનરામ ભગવાનના પરમ ભક્ત હતા.તેમનો નિત્ય
નિયમ હતો કે તેઓ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને જલપાન કરાવ્યા સિવાય પોતે જળ ગ્રહણ
કરતા નહોતા,ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ ભોજન ગ્રહણ કરતા હતા.ઇશ્વર પ્રાપ્તિના માટે
તેમને અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું હતું.કરમાબાઇનો જન્મ થતાં જ તેઓ હસ્યાં હતાં
તેથી એક વૃદ્ધ દાઇએ કહ્યું હતું કે આ બાલિકા ઇશ્વરનો અવતાર છે.કરમાબાઇનું લગ્ન અલવર
જીલ્લાના સોઉ ગોત્રમાં ગઢી મામોડ ગામમાં લિખમારામ
સાથે કરવામાં આવ્યું હતું પરંતુ થોડા જ સમયમાં તેઓ વિધવા બન્યાં હતાં,તે સમયે કરમાબાઇ કાલવામાં હતાં.પતિના અંતિમ સંસ્કાર કરવા માટે તેઓ પોતાની
સાસરીના ગામ ગઢી મામોડ ગયાં હતાં.તેઓએ આજીવન
બાલવિધવાના રૂપમાં પોતાનું જીવન ભગવાનની ભક્તિમાં વ્યતીત કર્યું હતું.તેઓ તેમના
પિતૃક ગામ કાલવામાં ઘર અને ખેતીનું તમામ કામ કરતાં હતાં તથા અતિથિઓની ઘણી સેવા
કરતાં હતાં.કાલવા સિવાયના આસપાસના ગામોમાં પણ તેમની પ્રસંશા થવા લાગી.
કરમાબાઇના પૂર્વજન્મ
વિશે કહેવાય છે કે જ્યારે માતા શ્રીયશોદાજી વયોવૃધ્ધ થયા તે સમયે તેઓએ લાડકવાયા
લાલાને યાદ કરતાં પ્રભુ પ્રગટ થયા ત્યારે ફરીથી લાડ લડાવવા પુનઃ એક અવતારની ઇચ્છા
પ્રગટ કરી હતી.શ્રીઠાકોરજીની કૃપાથી તેઓ શ્રીકરમાબાઈ રૂપે જન્મ્યાં હતા.તેમની સ્થિતિ
ગરીબ પણ અંતરની અમીરાત ઘણી હતી.
કરમાબાઇના પિતા ભગવાનના પરમ ભક્ત
હતા,એકવાર
કરમાબાઇના પિતા કેટલાક દિવસો માટે તીર્થયાત્રા કરવા બહાર જાય છે ત્યારે ભગવાનની
પૂજા-અર્ચના તથા ભગવાનને ભોગ ધરાવવાની જવાબદારી કરમાબાઇને સોંપીને જાય છે.બીજા
દિવસે ભોળાં કરમાબાઇએ ખિચડી બનાવીને ભગવાનને ભોગ ધર્યો તો ભગવાને ગ્રહણ ના કર્યો
ત્યારે કરમાબાઇએ વિચાર્યું કે કદાચ પડદો ન હોવાથી ભગવાન ભોગ ગ્રહણ કરતા નથી તેથી
કરમાબાઇએ પોતાના ચણિયાનો પડદો બનાવ્યો અને
પોતાનું મુખ બીજી તરફ ફેરવી લીધું કે જેથી ભગવાન ભોગ ગ્રહણ કરી શકે તેમછતાં ભગવાને
ભોગ ગ્રહણ ના કર્યો ત્યારે કરમાબાઇ કહે છે કે ભગવાન ! આપ ભોજન નહી કરો તો હું પણ
ભોજન નહી કરૂં.આમ પ્રથમ દિવસે કરમાબાઇ ભૂખ્યાં રહ્યાં.બીજા દિવસે પણ કોઇ પરીણામ ના
આવ્યું ત્યારે કરમાબાઇએ કહ્યું કે પ્રભુ ! આપ ભોજન નહી આરોગો તો હું પણ ભોજન ગ્રહણ
નહી કરૂં અને ભૂખ્યા રહીને મારા પ્રાણનો ત્યાગ કરીશ. આમને આમ ત્રણ દિવસ પસાર થઇ
ગયા.ત્રીજા દિવસે ભગવાને કરમાબાઇને સ્વપ્નમાં આવીને કહ્યું કે ઉઠ ! જલ્દીથી ખિચડી
બનાવ,મને ઘણી ભૂખ લાગી છે.
કરમાબાઇ સફાળા જાગી ગયા અને
જલ્દીથી ખિચડી બનાવી અને ભગવાનને ભોગ ધરાવ્યો તો થોડી જ વારમાં ભગવાન બધી જ ખિચડી
ખાઇ ગયા.કરમાબાઇ ઘણા જ ખુશ થાય છે.હવે તો દરરોજ કરમાબાઇ ભગવાનને ખિચડીનો ભોગ
ધરાવવા લાગ્યા અને ભગવાન બાલરૂપમાં આવીને કરમાબાઇના ખોળામાં બેસી તેમની ખિચડી ખાવા
લાગ્યા,આ કરમાબાઇની ભક્તિની ચરમસીમા હતી.કરમાબાઇને રોજ ચિંતા રહેતી કે બાલકૃષ્ણને
ભોજનમાં મોડું ના થવું જોઇએ એટલે તે કોઇ વિધિ-વિધાનમાં પડ્યા વિના અત્યંત પ્રેમથી
ખિચડી તૈયાર કરતાં હતાં.એકવાર કરમાબાઇના ઘેર એક સાધુ આવે છે અને નાહ્યા-ધોયા વિના અપવિત્ર
દશામાં ખિચડી તૈયાર કરી ભગવાનને ભોગ ધરાવતાં જુવે છે એટલે તેમને કરમાબાઇને
પવિત્રતાના માટે સ્નાન વગેરે વિધિ બતાવી.ભક્તિમતી કરમાબાઇએ બીજા દિવસે સાધુને
બતાવ્યા અનુસાર સ્નાન વગેરે વિધિ કરી ખિચડી તૈયાર કરી પરંતુ આમ કરવાથી મોડું થઇ
ગયું તેથી તેમનું હ્રદય રડી ઉઠે છે કે આજે મારો શ્યામસુંદર ભૂખથી વ્યાકુળ થયા હશે.
કરમાબાઇએ દુઃખી મનથી શ્યામસુંદરને
ખિચડી ખવડાવી,તે જ સમયે પુરી(ઓરિસ્સા)માં આવેલ જગન્નાથ મંદિરમાં ઘી માંથી બનેલ અનેક
પકવાન ધરાવી પૂજારી પ્રભુને આહ્વાન કરે છે ત્યારે ભગવાન કરમાબાઇની ખિચડી ખાઇને
એંઠા મુખે પ્રગટ થાય છે.પૂજારીને ઘણી જ નવાઇ લાગે છે.તે દિવસે પૂજારીએ જોયું કે
ભગવાનના મુખારવિંદ ઉપર ખિચડી ચોંટેલી હતી.પૂજારી પણ ભગવાનના અનન્ય ભક્ત હતા. પૂજારીએ
નમ્રભાવે ભગવાનને વાસ્તવિકતા જાણવા પ્રાર્થના કરી ત્યારે જવાબ મળ્યો કે દરરોજ
સવારે હું કરમાબાઇ પાસે ખિચડી ખાવા માટે જાઉં છું,તેમની
ખિચડી મને ઘણી મધુર અને પ્રિય લાગે છે પણ આજે એક સાધુએ આવીને કરમાબાઇને સ્નાન
વગેરેની વિધિ બતાવી એટલે ખિચડી બનાવવામાં મોડું થયું એટલે મને ભૂખનું કષ્ટ તો થયું
અને ઉતાવળમાં એંઠા મુખે જ મારે આવવું પડ્યું.
ભગવાનની આજ્ઞાનુસાર પૂજારીએ તે
સાધુને શોધીને ભગવાને કહેલ તમામ વાતો કહી.ગભરાયેલા સાધુ દોડતા કરમાબાઇના ઘેર જાય
છે અને કહે છે કે આપ પહેલાંની જેમ જ ખિચડી બનાવીને ભગવાનને જમાડો.આપના માટે કોઇ
નિયમની આવશ્યકતા નથી અને કરમાબાઇ પહેલાંની જેમ ખિચડી બનાવીને ભગવાનને ભોગ ધરાવવા
લાગ્યાં.કરમાબાઇના ઘેર ભગવાન જાતે આવીને ભોજન આરોગે છે આ વાત વાયુવેગે ચારે બાજુ
ફેલાઇ ગઇ.સંતોએ વાણીમાં ગાયું કે..
પ્રભુએ કરમાબાઇનો
ખિચડો ખાધો,વિદુરની ખાધી ભાજી
શબરીબાઇના બોરમાં,રામ
થયા બહુ રાજી..
ઘણા દિવસો પછી જ્યારે કરમાબાઇના
પિતા તીર્થયાત્રા પુરી કરીને ઘેર પરત આવે છે ત્યારે આ ઘટના કે પ્રભુ દરરોજ
બાળસ્વરૂપે આવીને કરમાબાઇનો ખિચડો આરોગે છે જાણીને તેમને ઘણી જ નવાઇ લાગે છે અને
કરમાબાઇ થકી તે પણ ભગવાનના દર્શન કરી પોતાને ધન્યભાગી સમજે છે.
કરમાબાઇના પ્રેમના બંધનમાં
બંધાઇને ભગવાન જગન્નાથ દરરોજ સવારે ખિચડીનો પ્રસાદ આરોગવા આવે છે એટલે પ્રભુ
જગન્નાથ મંદિરના પંડિતોએ આ સમસ્યાના સમાધાન માટે દરરોજ ભગવાન ને રાજભોગ ધરાવતા
પહેલાં કરમાબાઇના ખિચડાનો ભોગ જગન્નાથપુરીના મંદિરમાં ધરાવવા લાગ્યા કે જેથી
ભગવાનને કરમાબાઇનો ખિચડાનો પ્રસાદ જમવા જવું ના પડે.આજે પણ જગન્નાથપુરીના મંદિરમાં
કરમાબાઇના પ્રભુ પ્રત્યેના પ્રેમનું જવલંત ઉદાહરણ જોવા મળે છે.પુરી(ઓરિસ્સા)માં
આવેલ જગન્નાથ મંદિરમાં કરમાબાઇનું મંદિર આવેલું છે અને દરરોજ ભગવાન જગન્નાથજીને
ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે.
કરમાબાઇની ભક્તિની ચર્ચા દૂર-દૂર
સુધી થવા લાગી.કરમાબાઇએ પોતાનું સમગ્ર જીવન ભગવાનની ભક્તિમાં વ્યતીત
કર્યું.કરમાબાઇની ભક્તિનું પરિણામ એ છે કે આજે પણ રાજસ્થાનમાં આ વાત્સલ્ય ભક્તિના
કિસ્સા લોકોની જીભે સાંભળવા મળે છે.મહિલાઓ કૃષ્ણ મંદિરોમાં કરમાબાઇની ખિચડી સબંધિત
ભજનો ભક્તિભાવથી ગાય છે.આમ કરમાબાઇએ પોતાની અનોખી વાત્સલ્ય ભક્તિના કારણે આ
સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી તા.૨૫-૦૭-૧૬૯૧ના
રોજ આ નશ્વર દેહ છોડી પરમાત્મામાં વિલીન થઇ ગયાં અને ભગવાનમાં આસ્થા રાખનારાઓ માટે
એક સંદેશ છોડીને ગયાં કે બાહ્ય શુદ્ધતાની જગ્યાએ આત્માની
શુદ્ધતા તથા ભગવાનમાં સાચી પ્રિતથી પ્રભુ પ્રાપ્તિ સંભવ છે.
કરમાબાઇએ પોતાની ભોળી ભક્તિની
શક્તિથી તે આજે પણ એવી સ્ત્રીઓના માટે ઉદાહરણરૂપ બન્યા છે કે જે આચાર-વિચારના વિના
પણ ભગવાનમાં સાચી પ્રિત રાખે છે.કરમાબાઇ વાસ્તવમાં સાચા પ્રેમનું પ્રતિક હતાં.કવિએ
લખ્યું છે કે..
કરમાં કુલમેં જાટણી
નરતનકો અવતાર,પ્રેમ પ્રિતકી પૂતલી સિરજી સિરજનહાર..
ભગવાન કૃષ્ણના
પરમ ભક્ત શ્રી બિલ્વમંગલજીનું જીવન-ચરીત્ર
દક્ષિણ ભારતમાં કૃષ્ણવીણા નદીના
કિનારે એક ગામમાં રામદાસ નામના ભગવદભક્ત બ્રાહ્મણ રહેતા હતા.તેમના પૂત્રનું નામ
બિલ્વમંગલ હતું.પિતાએ યથાસાધ્ય પૂત્રને ધર્મશાસ્ત્રોનું શિક્ષણ આપ્યું હતું.પિતાની
શિક્ષા તથા તેમના ભક્તિભાવના પ્રભાવથી બાળપણથી જ બિલ્વમંગલ શાંત, શિષ્ટ અને
શ્રદ્ધાવાન બની ગયા હતા પરંતુ દૈવયોગથી માતા-પિતાનું દેહાવસાન થયા પછી તમામ
સંપત્તિ ઉપર તેનો અધિકાર થયો ત્યારથી તેને કુસંગી મિત્રોનો સંગ થવા લાગ્યો.“માણસ ખરાબ નથી હોતો તેને જેવો સંગ મળે છે તેવો તે બની
જાય છે.”
હિતોપદેશમાં કહ્યું કે “યુવાની, ધન, પ્રભુત્વ (પદ-પ્રતિષ્ઠા,માન-મોટાઇ) અને અવિવેક.. આમાંથી એક આવી જાય તો પણ ઘણો મોટો અનર્થ થાય છે
તો પછી આ ચારેય જીવનમાં આવી જાય તો કહેવું જ શું?” બિલ્વમંગલ પાસે ધન હતું, યુવાનીનું પૂર
હતું અને કુસંગી મિત્રોના સંગમાં અવિવેકે આવીને અડ્ડો જમાવી દીધો.ધીરે ધીરે તેના
અંતઃકરણમાં અનેક દોષોએ ઘર કરી લીધું.એક દિવસ ગામમાં
ચિંતામણી નામની વેશ્યાનો નાચ-ગાનનો કાર્યક્રમ હતો.નાચ-ગાનના શોખીનો મોટી સંખ્યામાં
સહભાગી થયા.બિલ્વમંગલ પણ મિત્રોની સાથે ત્યાં પહોચ્યો.વેશ્યાની સુંદરતા જોઇને
બિલ્વમંગલનું મન ચંચળ બન્યું.વિવેકશૂન્ય બુદ્ધિએ સહારો આપ્યો, બિલ્વમંગલ ભાન
ભૂલ્યો અને તેને હાડ-માંસ ભરેલા,ચામડાથી મઢેલા કલ્પિત રૂપ ઉપર પોતાનું
સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. તન મન ધન કુળ માન-મર્યાદા અને ધર્મ બધું જ ભૂલી
ગયો.બ્રાહ્મણ કુમારનું પતન થયું.સૂતાં-જાગતાં, ઉઠતાં-બેસતાં અને
ખાતાં-પીતાં તમામ સમયે બિલ્વમંગલ ચિંતામણીનું જ ચિંતન કરવા લાગ્યો.થોડા સમયના ખરાબ સંગનું આ દુષ્પરિણામ હતું.
બિલ્વમંગલના
પિતાનું શ્રાદ્ધ હતું એટલે આજે તે નદીના સામા કિનારે ચિંતામણીના ઘેર મળવા ના જઇ
શકતો નથી.શ્રાદ્ધની તૈયારી થઇ રહી છે.વિદ્વાન કુલપુરોહિત શ્રાદ્ધના મંત્રો બોલી
રહ્યા છે પરંતુ તેનું મન તો ચિંતામણીના ચિંતનમાં નિમગ્ન હતું. ગમે તેમ કરીને
શ્રાદ્ધની વિધિ પતાવી બ્રાહ્મણોને ભોજન કરાવી બિલ્વમંગલ ચિંતામણીના ઘેર જવા તૈયાર
થયો પરંતુ સાંજ પડી ગઇ હોવાથી મિત્રોએ સમજાવ્યું કે આજે તારા પિતાનું શ્રાદ્ધ છે
તેથી વેશ્યાના ઘેર ના જવું જોઇએ પરંતુ તે કોઇની વાત સાંભળતો નથી. તેનું હ્રદય તો
ક્યારનું ધર્મ-કર્મને છોડી ચુક્યું હતું.બિલ્વમંગલ દોડીને નદીના કિનારે જાય
છે.ભગવાનની માયા અપાર છે. અકસ્માતે પ્રબળ વેગથી તૂફાન આવે છે અને ભારે વરસાદ તૂટી
પડે છે. આકાશમાં અંધકાર છવાયો છે. વાદળોની ભયાનક ગર્જના અને વીજળીના કડાકાથી તમામ
જીવો ભયભીત થઇ રહ્યા હતા. રાત-દિવસ નદીમાં રહેનારા કેવટોએ પોતાની નાવો કિનારે
બાંધી વૃક્ષ નીચે સહારો લીધો હતો પરંતુ બિલ્વમંગલ ઉપર આની કોઇ અસર ના થઇ.
બિલ્વમંગલે કેવટને સામે કિનારે લઇ જવા વારંવાર વિનંતી કરી, ડબલ ઉતરાઇ આપવાનું
પ્રલોભન આપ્યું પરંતુ તમામ કેવટોએ સામા કિનારે લઇ જવાની ના પાડી દીધી.
વિલંબ થતાં
બિલ્વમંગલની વ્યાકુળતા વધી ગઇ અને છેવટે આગળ-પાછળની વિચાર કર્યા વિના તરીને પાર
ઉતરવા નદીમાં કૂદી પડ્યો.ઘણું દુઃસાહસ ભર્યું કામ હતું પરંતુ “કામાતુરાણાં
ન ભયં ન લજ્જા” સંયોગવશ નદીમાં એક મડદું તરતું હતું, બિલ્વમંગલે તેને
લાકડું સમજીને સામા કિનારે દિગંબર અવસ્થામાં પહોંચી ગયો. બિલ્વમંગલના પિતાનું
શ્રાદ્ધ હતું એટલે આજે તે નહી આવે તેમ સમજી ચિંતામણી ઘરના તમામ દરવાજા બંધ કરી સૂઇ
ગઇ હતી. બહારથી તેને અનેકવાર બૂમો પાડવા છતાં ભારે તોફાનના લીધે અંદર અવાજ જતો
નથી. વિજળીના પ્રકાશમાં તેને ઘરની દિવાલ ઉપર દોરડું લટકતું જોયું અને તેને પકડીને
ચિંતામણીના ઘરમાં પ્રવેશ કરીને તેને જગાડે છે. બિલ્વમંગલને જોઇને ચિંતામણીને ઘણી જ
નવાઇ લાગે છે. તેનું શરીર
નગ્ન છે,શરીરમાં
ભયાનક દુર્ગંધ આવે છે તેથી ચિંતામણીએ પુછ્યું કે આવી ભયાનક રાતમાં તમે બંધ ઘરમાં
કેવી રીતે આવ્યા?
બિલ્વમંગલે
લાકડા ઉપર બેસીને નદી પાર કરીને અને દોરડાના સહારે દિવાલ ઉપર ચઢી આવવાની વાત
કરી.વરસાદ રોકાઇ ગયો હતો.ચિંતામણી હાથમાં ફાનસ લઇને બહાર જુવે છે તો એક ભયાનક કાળો
નાગ દિવાલ ઉપર લટકી રહ્યો હતો અને નદી કિનારે સડી ગયેલ મડદું પડેલું જુવે છે.
બિલ્વમંગલ પણ આ જોઇને ગભરાઇ જાય છે.
ચિંતામણી
ઠપકો આપતાં કહે છે કે તૂં બ્રાહ્મણ છે.આજે તારા પિતાનું શ્રાદ્ધ હતું પરંતુ એક
હાડ-માંસના શરીર ઉપર તૂં એટલો આસક્ત થઇ ગયો કે પોતાના તમામ ધર્મ-કર્મને તિલાંજલી
આપીને આવી ભયાનક રાતમાં મડદા અને સાપના સહારે અહીયાં દોડી આવ્યો ! તૂં આજે જેને
પરમ સુંદર સમજીને ગાંડો બન્યો છે તેની તો એક દિવસ આ સડેલા મડદા જેવી જ દશા થવાની
છે.તારી આવી નીચ વૃત્તિને ધિક્કાર છે ! અરે ! આટલી આસક્તિ મનમોહન શ્યામ સુંદર ઉપર
હોત, તેમને
મળવાની આવી તાલાવેલીથી દોડ્યો હોત તો અત્યાર સુધી તેમને પામીને અવશ્ય કૃતાર્થ થયો
હોત.
ચિંતામણીની
વાણીએ બહુ મોટું કામ કર્યું. બિલ્વમંગલ ચિંતન કરવા લાગ્યો. બાળપણના સંસ્કારોની
સ્મૃતિ મનમાં જાગી ઉઠી.પિતાજીની ભક્તિ અને તેમની ધર્મપરાયણતાનું દ્રશ્ય તેની આંખો
આગળ મૂતિમંત બની નાચવા લાગ્યું.વિવેક જાગૃત થયો,ભગવદપ્રેમનો સાગર
ઉમટ્યો અને તેની આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગી. તેને ચિંતામણીના પગ પકડ્યા અને
કહ્યું કે માતા ! તમે આજે મને દિવ્ય-દ્રષ્ટિ આપીને કૃતાર્થ કર્યો છે.મનોમન
ચિંતામણીને ગુરૂ માનીને ત્યાંથી નીકળી ગયો.
શ્યામ
સુંદરની પ્રેમમયી મનોહર મૂર્તિના દર્શન કરવા માટે બિલ્વમંગલ પાગલની જેમ અહી તહી
ભટકવા લાગ્યો.ઘણા દિવસો પછી અચાનક રસ્તામાં પરમ રૂપવતી સુંદરતાની મૂર્તિ એક
યુવતીને જુવે છે. પૂર્વના સંસ્કાર પુરેપુરા દૂર થયા નહોતા. યુવતીનું સુંદર રૂપ
જોઇને તેના નેત્રો ચંચળ બને છે અને મનને ખેંચી લઇ જાય છે.
ભગવાને
ગીતામાં કહ્યું છે કે “રસબુદ્ધિ રહેવાથી યત્ન કરવા છતાં
બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક
હરી લે છે.(ગીતાઃ૨/૬૦)” આ અનુસાર બિલ્વ મંગલને પણ મોહ થયો. ભગવાનને
ભૂલીને તે પુનઃ પતંગીયુ બનીને વિષયાગ્નિની તરફ દોડ્યો. બિલ્વમંગલ તે યુવતીની પાછળ
પાછળ તેના મકાન સુધી ગયો. યુવતી પોતાના ઘરમાં ચાલી ગઇ અને દરવાજો અંદરથી બંધ કરી
દીધો.બિલ્વમંગલ ઉદાસ થઇને દરવાજાની બહાર ઓટલા ઉપર બેસી જાય છે. ઘરના માલિકે બહાર
આવીને જોયું કે એક મલિનમુખ અતિથિ બ્રાહ્મણ બહાર બેઠો છે, તેમને કારણ પુછ્યું
તો બિલ્વમંગલે કપટ છોડીને તમામ ઘટના સંભળાવી અને કહ્યું કે હું ફરી એકવાર તે
યુવતીને દિલભરીને જોવા ઇચ્છું છું તેને બહાર બોલાવો. આ યુવતી શેઠની ધર્મપત્ની હતી.
શેઠે વિચાર્યું કે જો મારી પત્નીને જોવાથી તેને તૃપ્તિ થતી હોય તો તેને બહાર
બોલાવવાં શું વાંધો હોઇ શકે ! આમ વિચારી અતિથિવત્સલ શેઠ પોતાની પત્નીને બોલાવવા
ઘરની અંદર જાય છે. આ બાજુ બિલ્વમંગલના મનમાં અનેક પ્રકારના વિચારોનું તોફાન ચાલતું
હતું.
“જે
એકવાર અનન્યભાવથી ભગવાનના શરણમાં જાય છે તેમના યોગક્ષેમની તમામ જવાબદારી ભગવાન
ઉપાડી લે છે.”
આજે
બિલ્વમંગલને સાચવી લેવાની જવાબદારીની ચિંતા ભગવાનને હતી. દીન વત્સલ ભવાને
અજ્ઞાનાન્ધ બિલ્વમંલને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા. તેમને પોતાના
સ્વ-સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું, હ્રદય શોકથી ભરાઇ ગયું. તેમને નજીકમાંના
બાવળના વૃક્ષના બે કાંટા તોડી લાવ્યા, એટલામાં જ શેઠની પત્ની ત્યાં આવી પહોંચી.
બિલ્વમંગલે તેમને જોયાં અને મનોમન પોતાને ધિક્કાર કરતાં કહ્યું કે અભાગી આંખો !
તૂં ના હોત તો આજે મારી આ દશા ના થાત,આટલું કહીને આંખોને દંડ આપવા બાવળની બે શૂળો
આંખોમાં ભોંકી દીધી. આંખોમાંથી લોહીની ધારા છુટી. બિલ્વમંગલ ર્હંસતો નાચતો જોર
જોરથી હરિનામ ઉચ્ચારવા લાગ્યો. શેઠ અને તેમની પત્નીને ઘણું જ દુઃખ થયું પરંતુ તેઓ
બિચારાં નિરૂપાય હતાં. બિલ્વમંગલના ચિત્તનો મલ આજે નષ્ટ થયો અને તે અનાથોના નાથને
પ્રાપ્ત કરવા વ્યાકુળ બન્યા.
ભગવાનની
પ્રાપ્તિનું નામ યોગ અને તેમના નિમિત્તે કરવામાં આવતા સાધનોની રક્ષાનું નામ ક્ષેમ
છે.પરમ પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણના દારૂણ વિયોગની વ્યથાથી તેમની
ફુટેલી આંખો ચૌવીસ કલાક આંસુ વહાવતી હતી. તેમને ભૂખ-તરસ કે સુવા-જાગવાનું
ભાન નથી. કૃષ્ણ-કૃષ્ણના નામ ઉચ્ચારણ કરતા કરતા ગામેગામ ફરે છે.
સ્વાર્થ
અને કામનાથી પ્રેમ કલંકિત થાય છે અને સામા પાત્રમાં દોષ જુવે છે કારણ કે ત્યાં
લેન-દેનનો વ્યવહાર હોય છે પરંતુ નિર્મળ પ્રેમના સાગરમાં પ્રેમ સિવાય બીજાને સ્થાન
હોતું નથી અને આવા પ્રેમમાં પ્રેમાસ્પદને ચૈન પડતું નથી અને તે દોડતા આવવું જ પડે
છે.
આજે આંધળા
બિલ્વમંગલ કૃષ્ણપ્રેમમાં મતવાળા બની અહી-તહી ભટકે છે. ક્યાંક પડી જાય છે તો ક્યાંક
ટકરાઇ જાય છે. ખાવા-પીવાનું ઠેકાણુ નથી. આવી દશામાં ભગવાન કેવી રીતે નિશ્ચિંત રહી
શકે? એક નાનકડા
ગોપ બાળકનું રૂપ લઇ ભગવાન બિલ્વમંગલ પાસે આવી પોતાની મધુર વાણીથી કહે છે કે
સૂરદાસજી ! આપને ઘણી ભૂખ લાગી હશે તો હું મીઠાઇ અને પાણી લાવ્યો છું જેને આપ ગ્રહણ
કરો. બિલ્વમંગલના પ્રાણ તો બાળકના મધુર સ્વરથી મોહિત થાય છે.તેમના હાથનો દુર્લભ
પ્રસાદ પામીને હ્રદય પુલકિત થઇને પુછે છે કે ભાઇ ! તમારૂં ઘર ક્યાં છે? તમારૂં નામ શું છે? તમે શું કરો છો?
બાળક કહે
છે કે મારૂં ઘર નજીક જ છે.મારૂં કોઇ ખાસ નામ નથી.મને જે નામથી બોલાવે છે હું
તેનાથી જ બોલું છું.ગાયો ચરાવું છું.મને જે પ્રેમ કરે છે હું તેની સાથે પ્રેમ કરૂં
છું.બાળકની મધુર વાણી સાંભળી બિલ્વમંગલ વિમુગ્ધ બને છે.બાળક જતાં જતાં કહે છે કે
હું રોજ આવીને તમોને ભોજન કરાવીશ.બિલ્વ મંગલ કહે છે કે આ ઘણી સારી વાત છે તમે રોજ
આવતા રહેજો.બાળક ચાલ્યો જાય છે. ભગવાન ભક્તો માટે શું નથી કરતા? અનેક
પ્રકારની ભોગ સામગ્રીઓનો ભોગ લગાવીને પણ જે તેમની કૃપા માટે તરસે છે તે કૃપાસિંધુ
આજે બિલ્વમંગલને પોતાના હાથે ભોજન કરાવે છે.
બિલ્વમંગલ
એ ના સમજી શક્યા કે જેના માટે મેં ફકીરી લીધી અને આંખો ફોડી તે આ બાળક તો નહી હોય
! એક દિવસ મનોમન વિચાર કરવા લાગ્યા કે તમામ આફતો છોડીને અહીયાં આવ્યો તો નવી આફત
આવી છે. સ્ત્રીનો મોહ છોડ્યો તો આ બાળકના મોહમાં મને ઘેરી લીધો છે આવો વિચાર કરતા
હતા ત્યાં જ આ રસિક બાળક તેમની સામે આવીને બેસી ગયો અને કહે છે કે બાબા ! એકલા
એકલા શું વિચારો છો?
મારી સાથે વૃંદાવન આવશો? વૃંદાવનનું નામ સાંભળતાં જ તેમને ખુશી થાય
છે પરંતુ પોતાની અસમર્થતા પ્રગટ કરતાં કહે છે કે ભાઇ ! હું આંધળો છું તો વૃંદાવન
કેવી રીતે આવી શકું?
બાળક કહે છે કે આ મારી લાકડી પકડી લો હું તમોને દોરીને લઇ જઇશ.
બિલ્વમંગળ ખુશ થઇને લાકડી પકડીને ચાલે છે આગળ ભગવાન અને પાછળ ભક્ત. વૃંદાવન
પહોંચતાં બાળક કહે છે કે બાબા ! વૃંદાવન આવી ગયું હવે હું જાઉં છું. બિલ્વમંગલે
બાળકનો હાથ પકડી લીધો.હાથનો સ્પર્શ થતાં જાણે આખા શરીરમાં વિજળીના કરંટ જેવો અનુભવ
થયો. સાત્વિક પ્રકાશથી તમામ દ્વાર પ્રકાશિત થયાં.બિલ્વમંગલને દિવ્ય દ્રષ્ટિ
પ્રાપ્તિ થઇ અને તેમને જોયું કે બાળકના રૂપમાં સાક્ષાત્ શ્યામસુંદર છે.શરીર
રોમાંચિત થયું.આંખોમાં પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી.તેમને ભગવાનનો હાથ જોરથી પકડી
લીધો અને કહ્યું કે હવે હું આપને ઓળખી ગયો છું. ઘણા દિવસો પછી આપને પકડી શક્યો
છું. પ્રભુ ! હવે હું તમારો હાથ નહી છોડું.ભગવાને જોરથી ઝટકો મારીને હાથ છોડાવી
લીધો.જેના બળથી માયા સમગ્ર જગત ચલાવી રહી છે તેમના બળ
આગળ બિચારા આંધળા શું કરી શકે !
બિલ્વમંગલ
કહે છે કે જાઓ છો?
પરંતુ યાદ રાખો હાથ છુડાતે જાત હો,નિર્બલ
જાનિકૈ મોહિ, હ્રદયતેં જબ જાઉગે સબલ બદૌગો તોહિ.. ભગવાન કેવી
રીતે જઇ શકે? કેમકે
તેમને પ્રતિજ્ઞા કરી છે કે “જે ભક્તો મારૂં જેવા ભાવથી શરણ
લે છે હું તેમને એવા ભાવથી આશ્રય આપું છું કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા
માર્ગનું અનુસરણ કરે છે.” (ગીતાઃ૪/૧૧)
ભગવાને
બિલ્વમંગલની આંખો ઉપર પોતાના કોમળ હાથનો સ્પર્શ કરતાં તેમની આંખો ખુલી.નેત્રોથી
ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરતાં તે ભગવાનના ચરણોમાં પડી અશ્રુથી ચરણકમળોને ધોવા
લાગ્યા. ભગવાને તેમને છાતી સરસા ચાંપી લીધા.ભક્ત અને ભગવાનના મધુર મિલનથી તમામ
જગતમાં મધુરતા છવાઇ ગઇ.દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી.સંતો-ભક્તોના ટોળા નાચવા
લાગ્યા.હરિનામના પવિત્ર ધ્વનિથી આકાશ છવાઇ ગયું.ભક્ત અને ભગવાન બંન્ને ધન્ય થઇ
ગયા.ચિંતામણી,શેઠ અને
તેમની પત્ની પણ આવી પહોચ્યા.ભક્તના પ્રભાવથી ભગવાને તે તમામને દિવ્ય દર્શન આપી
કૃતાર્થ કર્યા. બિલ્વમંગલ જીવનભર ભક્તિનો પ્રચાર કરી વૃદાવનમાં રહ્યા,ભગવાનની મહિમા
વધારતાં હરીગુણ ગાતા રહ્યા અને છેલ્લે ગોલોક ધામમાં ગયા.તેમણે ચિંતામણીના સંગમાં
રહી વ્રજગોપીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સુંદર વર્ણન “કૃષ્ણકર્ણામૃત” નામના
સુંદર કાવ્ય સંગ્રહમાં કર્યું છે.(ભક્તમાલ)
ભગવાન બુદ્ધ અને અંગુલિમાલ
ડાકૂ
ગુરૂના શ્રાપને કારણે ડાકૂ બનેલ અંગુલિમાલ ભગવાન બુદ્ધના સંગથી બૌદ્ધ સાધુ બની ગયો.
વસ્તીના અંગુલિમાલને આપણે ડાકુ
તરીકે જ જાણીએ છીએ જે લોકોની હત્યા કરી તેમની આંગળીઓ કાપી તેની માળા બનાવી પહેરતો
હતો.વાસ્તવમાં અંગુલિમાલ કોઈ ડાકુ ન હતો પરંતુ એક વિદ્વાન બ્રાહ્મણ હતો.જેને
પોતાના જ ગુરૂ-પત્નીની વાસનાથી હત્યારા બન્યો હતો.
રાજા પ્રસેનજીત શ્રાવસ્તી પર રાજ
કરતા હતા.આ શહેરની ઉત્તર દિશામાં થોડે દૂર એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રી તેના અહિંસાક નામના પુત્ર સાથે રહેતી હતી.જ્યારે તે બાળકને
શિક્ષણ આપવાનો સમય આવ્યો ત્યારે તેની માતાએ તેને તે જ રાજ્યના ગામ હલહસેના રહેવાસી આચાર્ય મણિભદ્ર પાસે વેદનો અભ્યાસ કરવા
માટે મોકલ્યો હતો કે જે ચારેય વેદોના જાણકાર હતા.તેમના
અભ્યાસ દરમિયાન તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયના ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થી
હતા.જેના કારણે તેના કેટલાક સહાધ્યાયી તેની ઈર્ષ્યા કરવા લાગ્યા.ગમે તે રીતે તે
ગુરૂના મનમાં તેમના પ્રત્યે નકારાત્મક લાગણીઓ પેદા કરવા ષડયંત્ર રચવા લાગ્યા.થોડા
દિવસો અભ્યાસ કર્યા પછી એક દિવસ આચાર્ય મણિભદ્ર તેમના શિષ્ય અહિંસાકને ઘરની રક્ષા કરવાનું કહીને બહાર ગયા હતા.
આચાર્ય જ્યારે ઘરની બહાર નીકળ્યા
ત્યારે તેમની યુવાન પત્ની કે જે પહેલાથી જ અહિંસાકના
પ્રેમમાં હતી.તેના મન અને હૃદયમાં તે વસી ગયો હતો.તેણીએ તેના કપડાં અને ઘરેણાં
ઉતાર્યા અને નગ્ન અવસ્થામાં તેની પાસે જાય છે.ગુરૂની પત્નીને તેની સામે નગ્ન જોઈને
અહિંસાકે કહ્યું કે તમે મારી માતા તુલ્ય છો તેથી તમે તમારા કપડાં પહેરો અને અંદર
ચાલ્યા જાઓ પરંતુ વાસનાથી પીડિત ગુરૂની પત્નીએ પોતાના નખથી તેના શરીરને પંપાળવાનું
શરૂ કર્યું અને તેણીએ પોતાને નગ્ન અવસ્થામાં ઘરના થાંભલા સાથે બાંધી લીધી.જ્યારે
આચાર્ય રાજમહેલમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે તેમની પત્નીને આ હાલતમાં જોઈને તેમણે
દોરડું ખોલ્યું અને પત્નીને આનું કારણ પૂછ્યું તો ગુરૂપત્નીએ કહ્યું કે તમારા
શિષ્ય અહિંસાકએ મને ખોટું કૃત્ય કરવાનું કહ્યું
અને મેં ના પાડી તો તેણે મને બળપૂર્વક થાંભલા સાથે બાંધી દીધી છે.આચાર્ય મણિભદ્ર
દુઃખી થઈ ગયા અને કહ્યું કે હે દુષ્ટ આત્મા ! તેં ગુરૂ-પત્ની સાથે દુર્વ્યવહાર
કરીને મોટો અપરાધ કર્યો છે જેથી હવે તારામાં બ્રાહ્મણ પુત્ર કહેવાની લાયકાત નથી
માટે હવે તૂં અહીથી ચાલ્યો જા અને તૂં હજારો માણસોને મારીશ તેવો મહાન ડાકૂ બનીશ.
ગુરૂ મણિભદ્રના આદેશથી તે
શ્રાવસ્તીના જંગલમાં ગયો અને લોકોને મારવા લાગ્યો.એટલું જ નહી પરંતુ લોકોની હત્યા
કરવા લાગ્યો.જે મળે તેનો અંગૂઠો કાપીને તેની માળા બનાવી ગળામાં બાંધતો હતો તેથી
તેનું અંગૂલિમાન પડ્યું હતું.તેને ૯૯૯ લોકોની હત્યા કરી હતી પરંતુ કોઈને લૂંટ્યા ન
હતા.
પ્રાચીન કાળની વાત છે એક વખત
મહાત્મા બુદ્ધ મગધ પ્રદેશની રાજધાની શ્રાવસ્તીના એક ગામમાં પ્રચાર કરતા હતા.જ્યારે
તેમનો પ્રચાર કાર્યક્રમ પૂરો થયો ત્યારે તેમણે લોકોને ખૂબ જ ગભરાયેલા જોયા.
સૂર્યાસ્ત થતાં જ લોકો ઝડપથી પોતાના ઘર તરફ જવા લાગ્યા.મહાત્મા બુદ્ધ આ ડરનું કારણ
જાણવા માંગતા હતા.તેમને ખબર પડી કે અંગુલિમાલ નામનો એક ડાકુ છે જેણે હજાર લોકોને
મારવાની પ્રતિજ્ઞા લીધી છે પરિણામે તે ગામ નજીકના જંગલમાંથી પસાર થતા પ્રવાસીઓને
નિર્દયતાથી મારી નાખે છે.હત્યા કર્યા પછી તે તેની આંગળી કાપી નાખે છે અને તેને
તેના ગળામાં પહેરે છે.તત્કાલીન રાજા પ્રસેનજિત પણ તેને કાબુમાં લઈ શક્યા નહોતા.
લોકોએ અંગુલિમાલના ત્રાસથી મુક્ત
કરવા ભગવાન બુદ્ધને વિનંતી કરી.લોકોની વિનંતી સાંભળી ભગવાન બુદ્ધ શ્રાવસ્તી જંગલ
તરફ ચાલતા ગયા કે જ્યાં અંગૂલિમાન રહેતો હતો તે સમયે જંગલના મૌનને વીંધતો કઠોર
અવાજ તેમના કાને પડ્યો.અંગુલિમાલે દૂરથી બૂમ પાડી કે હે સંન્યાસી ! તમોને ખબર નથી
કે હું કોણ છું? ભગવાન બુદ્ધ હસ્યા અને કહ્યું કે કદાચ તમે પણ
જાણતા નથી કે હું કોણ છું? ભગવાન બુદ્ધે કહ્યું કે હું તમને કહું છું કે
હું જાણું છું કે હું કોણ છું? પરંતુ તમે જાણતા નથી કે તમે કોણ છો? અંગુલિમાલા ખચકાયો.તેને વિચાર્યું કે
આટલી મજબૂતાઇથી બોલી શકે તેવી વ્યક્તિ તેણે ક્યારેય જોઈ નથી.તેમ છતાં તેણે કહ્યું
કે ઉભા રહો ! ભગવાન બુદ્ધે અવાજની પરવા કર્યા વિના ચાલવાનું ચાલુ રાખ્યું.તે સમયે
એક વિચિત્ર ઘટના બની.અંગુલિમાલ ભગવાન બુદ્ધનો પીછો કરતો રહ્યો.ભગવાન
બુદ્ધે જવાબ આપ્યો કે હું તો ઘણા સમયથી સ્થિર છું,તમે ક્યારે રોકશો? અંગુલિમાલ બુદ્ધના આવા જવાબ અને તેજસ્વી ચહેરો જોઈને અસ્વસ્થતા અનુભવતો
હતો.અંગુલિમાલે કહ્યું કે હે સંન્યાસી ! હું તને મારી
નાખીશ કારણ કે તમે મારો હજારમો શિકાર છો.હું તમારી આંગળીઓ કાપીને મારા ગુરૂને
ગુરૂદક્ષિણા આપી મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ.
ભગવાન બુદ્ધે ખૂબ જ શાંત સ્વરે
જવાબ આપ્યો કે તમારે જે કરવું હોય તે કરો પરંતુ તે પહેલાં મારૂં એક કામ કરો કે સામાના ઝાડ ઉપરથી કેટલાક પાન તોડી લાવો.તે ઝડપથી દોડીને ઝાડના
પાંદડા તોડી લાવી ભગવાન બુદ્ધને આપતાં બોલ્યો કે આ પાન લો.. ત્યારે ભગવાન બુદ્ધે
કહ્યું કે હવે આ પાંદડાને એ જ ઝાડના ડાળ ઉપર પાછા ચોંટાડી દો.અંગુલિમાલે કહ્યું કે
તમે કેવા મૂર્ખ છો ! એકવાર કાપેલી વસ્તુ પાછી કેવી રીતે જોડાઈ શકે? ભગવાન
બુદ્ધે કહ્યું કે હું પણ તને એ જ વાત કહેવા માંગું છું કે જ્યારે તમારામાં ઝાડના
તોડેલ પાંદડા જોડવાની આવડત નથી તો પછી તમને કોણે તોડવાનો અધિકાર આપ્યો છે? તેને તોડવું ખૂબ જ સરળ છે પણ જોડાવું ખૂબ મુશ્કેલ છે.
અંગુલિમાલાના હાથમાંથી ખંજર નીચે
જમીન પર પડી ગયું.આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. અંગુલિમાલાએ ભગવાન બુદ્ધના ચરણોમાં
કાપેલી આંગળીઓની માળા મૂકી અને તથાગત બુદ્ધ ગામ છોડીને જવા લાગ્યા ત્યારે
અંગુલિમાલા પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો.વાદવિવાદમાં
હારીને અને ભગવાન બુદ્ધનો ચમત્કાર જોઈને અંગુલિમાન બૌદ્ધ સાધુ બની ગયા.અંગુલિમાલે
ભગવાન બુદ્ધની યાદમાં શ્રાવસ્તીમાં સ્તૂપ પણ બંધાવ્યો હતો.ભગવાન બુદ્ધની આજ્ઞાથી
અંગુલિમાને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેનો પ્રચાર શરૂ કર્યો.
જ્યારે સમ્રાટ બિંબિસારને સાંજે આ
સમાચાર મળ્યા ત્યારે તે બુદ્ધને મળવા આવ્યા.તે જીવનભરના દુશ્મન અંગુલિમાલને જોવા
આવ્યા હતા પરંતુ બહાનું બુદ્ધને જોવાનું હતું. તેમણે બુદ્ધના ચરણોમાં પ્રણામ કર્યા
અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે અંગુલિમાલને દીક્ષા
આપવામાં આવી છે? ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે હા, તે લાયક હતો તેથી તેને દીક્ષા આપવામાં આવી છે.બિંબિસારે કહ્યું કે અંગુલિમાલ અને લાયક ! તો પછી અયોગ્ય કોણ છે?
બુદ્ધે કહ્યું કે કોઈ અયોગ્ય છે જ નહી.જે
પોતાને અયોગ્ય માને છે તે અયોગ્ય છે.માન્યતા માટે અયોગ્યતા છે અન્યથા જ્ઞાન દરેક
વ્યક્તિમાં રહે છે.માત્ર ઉશ્કેરણી કરો,રાખને સાફ કરો
અને એક અંગાર બહાર આવશે,એક ચમકતો અંગાર,શાશ્વત પ્રકાશ દેખાશે.
બિંબિસારને આ બાબતોમાં રસ નહોતો
તેથી કહ્યું કે મારે જાણવું છે કે અંગુલિમાલ ક્યાં છે? હું તેને જોવા
માંગુ છું,તેને જોવાની મારી જીવનભરની ઈચ્છા આજે પૂરી
થશે.ભગવાન બુદ્ધે કહ્યું કે મારી બાજુમાં બેઠેલા આ સાધુ અંગુલિમાલ છે.બાદશાહ એટલો
ગભરાઈ ગયો કે તેણે ઝડપથી પોતાની તલવાર કાઢી. ભગવાન બુદ્ધે કહ્યું કે તલવારને
મ્યાનમાં રાખો.હવે તેનાથી ડરવાની જરૂર નથી.જો તમે તેના ટુકડા કરી નાખો તો પણ તેના મનમાંથી,તેના
આત્મામાંથી કોઈ દુ:ખ ઉદભવશે નહીં,ફક્ત આશીર્વાદ જ વરસશે.તે
માત્ર સાધુ જ નથી પણ બ્રાહ્મણ પણ બની ગયા છે,તેમને બ્રહ્મને
ઓળખ્યા છે આમ હોવા છતાં બિંબિસારને પરસેવો થવા લાગ્યો.
ભગવાન બુદ્ધ અને અંગૂલિમાનની
કથામાંથી આપણે એવો બોધ લેવાનો છે કે કોઇપણ વ્યક્તિ ગમે
તેટલું ખરાબ જીવન જીવતો હોય પરંતુ સંત મહાપુરૂષોના સંગથી સાચું માર્ગદર્શન મળે તો
વ્યક્તિના વિચારો બદલાઈ શકે છે.વિચારો બદલાય તો વ્યક્તિ બદલાય છે અને છેલ્લે
દુનિયામાં સારા વિચારોનો પ્રચાર પ્રસાર થાય છે.સારા માણસની સામે દુર્ગુણી
વ્યક્તિના ખરાબ વિચારો લાંબો સમય સુધી ટકી શકતા નથી તેથી જીવનમાં સમસ્યાઓનો પહાડ
જોઈને ગભરાશો નહીં,ધીરજથી તેમનો સામનો કરો.
પતિવ્રતા ધર્મની આચાર્ય મહાસતી અનસૂયા
સનાતન
ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી તેમાં રહેલા ભાવને મહત્વ આપેલું છે.સત્કર્મ
કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી પણ પાપ થાય
છે.શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી 'સર્વેષામ
અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે' મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત થાય
છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારૂં
બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં
છે.સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.મહાભારતમાં કથા છે કે દુર્યોધને પણ
વિષ્ણુયાગ કરેલો,તે
વિષ્ણુયાગ કરે છે પણ તેના મનમાં સદભાવ નથી એટલે તેને કંઈ ફળ મળ્યું નથી.
મનુ
મહારાજને ત્યાં ત્રણ કન્યાઓ થયેલી.આકુતિ,દેવહુતિ અને પ્રસૂતિ.તેમના લગ્ન અનુક્રમે
પ્રજાપતિ,કર્દમ અને
દક્ષ પ્રજાપતિ જોડે કરેલા.કર્દમ અને દેવહુતિને ત્યાં નવ કન્યાઓ થયેલી તે નવ
બ્રહ્મર્ષિઓને પરણાવેલી,તેમાંની એક અનસુયા અત્રિઋષિને પરણાવેલી.તેમના ત્યાં ત્રણ પુત્રો
દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા
થયેલાં.જે અનુક્રમે ભગવાન વિષ્ણુ-શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા.
આ
સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિમુનિને ત્યાં શા માટે અવતાર લીધા તે કથા જોઇએ.દત્તાત્રેય
અત્રિના ઘેર જ આવે છે.પુરૂષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસુયા જેવી
તપસ્વીની બને તો દત્તાત્રેય આજે પણ આવવા તૈયાર છે.ન-ત્રિ તે અત્રિ.સત્વ-રજસ અને
તમસ આ ત્રણ ગુણોનો નાશ કરી નિર્ગુણી બને તે અત્રિ. આજકાલ સત્વ-રજસ અને તમસ ગુણોમાં
જીવ મળી ગયો છે.આ ત્રણ ગુણોથી જીવને અલગ કરવાનો છે. ત્રણ ગુણો છોડીને બ્રહ્મસંબંધ
કરવાનો છે.ત્રિગુણાતીત ત્રણ ગુણોથી અલગ બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે તે
અત્રિ.શરીરમાં તમોગુણ છે તેને રજોગુણથી મારો,રજોગુણને સત્વગુણથી મારો.સત્વગુણ પણ બંધન
કરે છે, એમાં થોડો
અહંભાવ રહી જાય છે માટે સત્વગુણને સત્વગુણથી મારવાનો છે.સત્વગુણનો પણ નાશ કરી
નિર્ગુણી થવાનું છે.
અનસૂયાનો
અર્થ ઈર્ષ્યા અને જલનથી જે મુક્ત છે તે અત્રિ નામના
પ્રાચીન ઋષિની પત્ની હતાં. રામાયણમાં તેઓ ચિત્રકુટના જંગલના
દક્ષિણ છેવાડે એક નાના આશ્રમમાં તેમના પતિ અત્રિ સાથે રહેતા હતા.તેઓ ખૂબ જ
ધર્મનિષ્ઠ હતા અને હંમેશાં તપ અને ભક્તિનો અભ્યાસ કરતા હતા.આનાથી તેમને ચમત્કારિક
શક્તિ પ્રાપ્ત થઈ હતી.સતી અનસૂયાને સાત પતિવ્રતાઓમાં એક
ગણવામાં આવે છે. સીતા અને રામ જ્યારે તેમના વનવાસ
દરમિયાન અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનસૂયા તેમની ખૂબ સંભાળ
રાખતા હતા અને તેમણે સીતાજીને એક લેપ આપ્યો હતો જેથી તેમની સુંદરતા કાયમ જળવાઈ
રહે.સતી અનુસુયાએ માતા સીતાને પતિધર્મની શિક્ષા આપી હતી અને વિદાય આપતી વખતે માતા
સીતાને ઘરેણાં અને દિવ્ય વસ્ત્રો આપ્યા હતા જે ક્યારેય પણ મેલા (ગંદા) ન થાય કે
ફાટે નહીં.તેઓ ત્રિમૂર્તિ બ્રહ્મા-વિષ્ણુ અને શિવના અવતાર દત્તાત્રેય, ભગવાન શિવનો
અવતાર ક્રોધી ઋષિ દુર્વાસા અને
બ્રહ્માનો અવતાર એવા ચંદ્રદેવની માતા હતાં.તેઓ ઋષિ કર્દમ અને દેવહુતિની પુત્રી
હતા.ઋષિ કપિલ તેમના ભાઈ
હતા.
સતી
અનુસુયા આશ્રમ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આવેલો છે,જે મંદાકિની નદીની
ઉપર તરફના ભાગમાં સ્થિત છે.તે શહેરથી ૧૬ કિ.મી. ગાઢ જંગલ અને પક્ષીઓની મધુર સંગીત
વચ્ચે આવેલો છે.અહીં ઋષિ અત્રિ તેમની
પત્ની અનુસુયા અને તેમના ત્રણ પુત્રો (જે બ્રહ્મા- વિષ્ણુ અને શિવના ત્રણ અવતારો હતા)
સાથે રહેતા અને તપ કરતા હોવાનું કહેવાય છે.સતી અનસુયા આશ્રમ હાલમાં એક ખૂબ જ
શાંતિપૂર્ણ સ્થળ છે જ્યાં પર્વતોમાંથી વિવિધ પ્રવાહો ભેગા થાય છે અને મંદાકિની નદી
બનાવે છે.સીતા અને રામ પણ મહર્ષિ અત્રિ અને સતી
અનુસુયાને મળવા આ સ્થળે આવ્યા હતા.અહીં સતી અનુસુયાએ સીતાને સતીત્વની ભવ્યતા અને
મહત્વ સમજાવ્યું હતું.દંડકના ગાઢ જંગલો આ સ્થાનથી શરૂ થાય છે.આ જંગલો પર તે સમયે રાવણનું શાસન
હતું.રાવણે તેના શાસકો તરીકે ખર-દૂષણ અને વિરાધ જેવા શક્તિશાળી રાક્ષસોની નિમણૂંક
કરી હતી.આ સ્થાનને રાક્ષસોના આતંકથી ગ્રસ્ત હતું.
જીવ
અત્રિ થાય તો બુદ્ધિ અનસુયા બને.અસૂયા મત્સર ઈર્ષા વગરની બુદ્ધિ તે
અનસૂયા.બુદ્ધિનો મોટામાં દોષ અસૂયા મત્સર અને ઈર્ષા છે.બીજાનું સારૂં જોઈ ઈર્ષ્યા
કરે,બળે
તે અસૂયા.અસૂયા જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન કરી શકાશે નહિ.જીવ અત્રિ
થાય અને બુદ્ધિ અસૂયા વગરની બને પછી દત્તાત્રેય પધારે.અનસૂયા મહાન પતિવ્રતા છે.
એક વખત
નારદજી કૈલાસમાં આવ્યા છે.શંકર સમાધિમાં હતા.પાર્વતીજી પૂજન કરતાં હતાં.પાર્વતી
નારદજીને પ્રસાદ આપે છે.નારદજી કહે છે કે લાડુ બહુ સુંદર છે,આજે તમારાં હાથનો
પ્રસાદ મળ્યો પણ અનસૂયાના ઘરનો લાડુ તમારાં લાડુ કરતા શ્રેષ્ઠ છે.પાર્વતીજી પૂછે
છે કે આ અનસૂયા કોણ છે? નારદજી કહે છે તમે પતિવ્રતા છો પણ અનસૂયા મહાન પતિવ્રતા
છે.પાર્વતીના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઇ.મારાથી અનસૂયા વધે? શંકરજી સમાધિમાંથી
જાગ્યા છે પાર્વતી વંદન કરે છે.ઘરનાં માણસ બહુ વંદન, બહુ
સેવા કરે એટલે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે.ભગવાન શંકરે
પૂછ્યું દેવી શું વાત છે? પાર્વતીએ શંકર પાસે માગણી કરી.કોઈ પણ પ્રકારે અનસૂયાના
પતિવ્રતાપણાનો ભંગ થાય તેવું કરો.શિવજી કહે છે કે બીજાને
ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે છે.દેવી..તેમાં કલ્યાણ નથી
પણ તમારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ.
નારદજી એ
આવી જ રીતે લક્ષ્મીજી અને સાવિત્રીજી આગળ અનસુયાના પતિવ્રતાપણાની વાત કરી અને એવી
જ રીતે લક્ષ્મીજીએ વિષ્ણુને અને સાવિત્રીજીએ બ્રહ્માની પાસે પાર્વતીની જેમ જ માગણી
કરી છે.બ્રહ્મા-વિષ્ણુ–મહેશ ત્રણે ચિત્રકૂટમાં ભેગા મળ્યા.ત્રણે દેવો અનસુયાના
આશ્રમમાં ભિક્ષા માગવા આવે છે.અનસૂયાએ અતિથિનું સ્વાગત કરી ભોજન પીરસવાની તૈયારી
કરી રહ્યાં હતાં ત્યારે ત્રણેય બ્રહ્મચારી ત્રિદેવોએ એવી આકરી શરત મૂકી કે તમે નિર્વસ્ત્ર થઈને ભીક્ષા આપો તો જ લઈશું, નહિ
તો પાછા જઈશું. નગ્ન થઈને એટલે કે વાસના
વગરના થઈને ભિક્ષા આપો એમ અર્થ કરી શકાય.અનસુયાના મનમાં સૂક્ષ્મ વાસના પણ
નહોતી.જો સૂક્ષ્મ વાસના પણ મનમાં હોય તો ત્રણે દેવો આવતા નથી.અનસૂયા વિચારે છે કે
જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પાતિવ્રત્યનો ભંગ થાય અને ભિક્ષા ના આપું તો
આંગણે આવેલા અતિથી પાછા જાય તો પણ મહાપાપ લાગે.આવેલા અતિથિ ખાલી હાથે પાછા ફરે તો
સતીત્વ ધર્મ લાજે,
આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરી સંકલ્પ કર્યો કે જો મારી સ્વામીભક્તિ સાચી હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે
બાળક સ્વરૂપ થઈ જાય.અંજલિનો સ્પર્શ થતાં બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ નાનાં
બાળક બની ગયાં.માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પોતાનું દૂધ પીવડાવીને પારણામાં મૂકી
સૂવડાવી દીધાં.પતિવ્રતામાં એવી શક્તિ હોય છે.
આ બાજુ
ત્રણે દેવોની પત્ની હેરાન છે.સવારના ગયા હજુ સુધી પાછા આવ્યા નથી.ત્રણે દેવીઓ
શોધવા નીકળી છે.બ્રહ્મલોક-વૈકુંઠ અને કૈલાસ એમ ત્રણેય લોક પર દેવી બ્રહ્માણી-લક્ષ્મીજી
અને રૂદ્રાણી તેમના આવવાની રાહ જોઈ ચિતિંત થઈ ગયાં હતાં અને વિચારતાં હતાં કે
ત્રણેય દેવો ગયા ક્યાં?. ચિત્રકૂટમાં આવ્યા ત્યાં નારદજીને
તેમણે જોયા,દેવીઓએ
તેમને પૂછ્યું અમારા પતિઓના કોઈ સમાચાર જાણતા હો તો કહો.નારદજી કહે છે કે પહેલાં
કહો કે મોટું કોણ?
તમે કે અનસૂયા? દેવીઓ કહે છે કે અનસૂયા.એ સમયે નારદજીએ
કહ્યું સતી
અનસૂયાના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બની ગયા છે.
નારદજીએ
કહ્યું કે હાલમાં માતા
અનસૂયાએ ત્રણે દેવોને બાળક બનાવી પારણામાં ઝુલાવી રહ્યાં છે. ત્રણે દેવીઓ ગભરાય
છે.ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો? નારદજી કહે છે કે તમે ભલે મત્સર
કરો પણ અનસૂયા તમને સદભાવથી જોશે,તમારા પ્રત્યે સદભાવ રાખશે.ત્રણેય દેવીઓ તરત
જ અત્રિના આશ્રમ પહોંચી માતા અનસૂયાની માફી માગી ત્યારે અનસૂયાએ અનેક
પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવીઓ પાસે કરાવી કે “આજથી
પ્રતિજ્ઞા કરો કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ, જગતની
કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.” ત્યારબાદ પોતાના પતિ પાછા આપવાની માગણી કરી ત્યારે માતા
અનસૂયાએ ત્રણેય દેવીઓને કહ્યું કે તમારા સ્વામી અત્યારે
પારણામાં સૂતા છે તેમને ઓળખીને લઈ જાઓ,ત્યારે ત્રણેય
દેવીઓ પોતાના પતિઓને ઓળખી ન શકી અને મુઝાઈ ગઈ. બીજા સાથે
અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી.
ત્રણેય
દેવીઓએ માતા અનસૂયાને ફરી વિનંતી કરતાં કહ્યું કે અમે અજ્ઞાની
અમારા સ્વામીઓને ઓળખી ન શક્યાં,તમે જ અમારા સ્વામીની ઓળખાણ કરાવો.અત્રિ ઋષિ
તેવામાં પધારે છે અને પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ છે? અનસૂયા કહે કે આ
ત્રણ મારા છોકરાઓ છે અને ત્રણ વહુઓ છે.અત્રિ કહે છે દેવી આવું ના બોલો.આ ત્રણ તો
મહાદેવો છે.ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પૂર્વવત
સ્થિતિમાં લાવી દીધા.ત્રણે દેવોએ કહ્યું તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ
કાયમ તમને આપશું.આ ત્રણે દેવોનું તેજ ભેગું થવાથી આદ્ય ગુરૂ દત્તાત્રેય પ્રગટ થયા
છે.ત્રણેય દેવોએ માતા અનસૂયાને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે ત્રણેય
દેવો મારા પુત્રસ્વરૂપે અવતરો અને અમને ધન્ય કરો.તેમને ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય,દુર્વાસા અને
ચંદ્રમા જે અનુક્રમે ભગવાન વિષ્ણુ,શંકર
અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા..
મહાન પ્રભુ
ભક્ત રાજા મુચુકુંદની કથા
મુચુકુંદ હિંદુ પૌરાણિક કથાઓમાં
ઇક્ષ્વાકુવંશના મહારાજા માંધાતાના પુત્ર હતા.તેઓ પરમ ભક્ત,સત્ય વાદી,સંગ્રામવિજ્યી અને મહાપુરૂષ હતા.એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ભયભીત
થયા હતા.તેમને પોતાની રક્ષા માટે રાજા મુચુકુંદને પ્રાર્થના કરી અને તેમને ઘણા સમય
સુધી દેવતાઓની રક્ષા કરી.જ્યારે ઘણા સમય બાદ દેવતાઓને સેનાપતિના રૂપમાં
કાર્તિકસ્વામી મળી ગયા ત્યારે દેવતાઓએ મુચુકુંદને કહ્યું કે તમે અમારી રક્ષા માટે
બહુ પરીશ્રમ અને કષ્ટ વેઠ્યાં છે હવે તમે વિશ્રામ કરો.હવે તમારા પૂત્રો,રાણીઓ, ભાઇ-બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની
પ્રજામાંથી અત્યારે કોઇ રહ્યું નથી.બધા જ કાળનો કોળિયો બની ગયા છે.બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે.તમારી જે ઇચ્છા હોય
તે અમારી પાસે માંગી લો.અમે કૈવલ્ય-મોક્ષ સિવાય આપ જે માંગો તે આપી શકીએ
છીએ.કૈવલ્ય-મોક્ષ આપવાનું સામર્થ્ય ફક્ત અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે.દેવતાઓની આ
વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુચુકુંદે તેમને વંદન કર્યા અને બહુ જ થાકી ગયા
હોવાથી નિંદ્રાનું વરદાન માગ્યું અને વરદાન મેળવીને તેઓ નિંદ્રાધિન થઇને પર્વતની
ગુફામાં સૂઇ ગયા.તે સમયે દેવતાઓએ કહ્યું કે નિંદ્રાધીન અવસ્થામાં જો કોઇ મૂર્ખ
તમોને જગાડી દે તો તે આપની દ્રષ્ટિ પડતાં જ તે જ ક્ષણે બળીને ભસ્મ થઇ જશે.
કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું
કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના
તે વરદાનને સત્ય રાખવા શ્રીકૃષ્ણ જાતે કાળ-યવનને મારતા નથી એટલે શ્રીકૃષ્ણ હાર્યા
અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા તેથી તેમનું નામ પડ્યું “રણછોડ” દોડતાં
દોડતાં શ્રીકૃષ્ણ ગિરનારની ગુફામાં આવે છે કે જ્યાં આગળ રહીને મુચુકુન્દ રાજા
તપશ્ચર્યા કરતા હતા.ધોલપુરની નજીક રાજા મુચુકુંદના નામની એક પ્રખ્યાત ગુફા છે જે
ગંધમાદન ટેકરીની અંદર હોવાનું કહેવાય છે.રણછોડ ધામ અને મુચકુંદ ગુફાનો ઈતિહાસ
દ્વાપર યુગ સાથે સંબંધિત છે.શ્રીકૃષ્ણ જયારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે મુચુકુંદ
નિંદ્રામાં હતા.શ્રીકૃષ્ણે પોતાનું પીતાંબર મુચુકુંદ પર ઓઢાડી અને પોતે સંતાઈ ગયા.કાળ-યવન શ્રીકૃષ્ણની પાછળ પાછળ ગુફામાં આવ્યો
અને આ શ્રીકૃષ્ણ સૂતા છે એમ સમજી મુચુકુંદને લાત મારી.કાળ-યવનની લાતથી મુચુકુંદ
જાગે છે અને કાળ-યવન પર તેમની દૃષ્ટિ પડતાં જ તે રાખ થઇ ગયો.મુચુકુંદને ખબર પડી કે
શ્રીકૃષ્ણ આવ્યા છે એટલે તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી છે.
પ્રભુ ! જગતના તમામ પ્રાણીઓ આપની
માયાથી મોહિત થઇ રહ્યાં છે.જેઓ આપનાથી વિમુખ થઇને અનર્થોમાં ફસાયેલા રહે છે અને
આપની ભક્તિ કરતા નથી,તેઓ સુખ માટે ઘર-ગૃહસ્થોની ઝંઝટમાં ફસાઇ જાય છે કે જે તમામ
દુઃખોની જડ છે.આમ સ્ત્રી અને પુરૂષ બધાં જ ઠગાઇ રહ્યાં છે.પાપરૂપી સંસારથી સર્વથા
અતિત પ્રભુ ! આ ભૂમિ અત્યંત કર્મભૂમિ છે,આમાં મનુષ્ય જન્મ
થવો બહુ દુર્લભ છે.મનુષ્ય જન્મ એટલું પૂર્ણ છે કે તેમાં ભક્તિ માટે કોઇપ્ણ અસુવિધા
નથી.પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરીને પણ
જે પોતાની મતિ-ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષય સુખના માટે તમામ
પ્રયત્ન કરતા રહીને ઘર-ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે,ભગવાનના ચરણકમળોની ઉપાસના કરતા નથી તે પશુ જેવા છે.છે.જેની તૃષ્ણા અપાર છે
તે ક્યારેય સુખી થઇ શકતો નથી.જીવ અનાદિકાળથી જન્મ-મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકી
રહ્યો છે.
ભગવાન કહે છે કે મારા જે અનન્ય
ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી.તમે તમારૂં મન અને
મનના બધા ભાવો મને અર્પણ કરી દો,મારામાં જોડી દો આમ કરવાથી મારામાં તમારી નિર્મળ
ભક્તિ અખંડ રહેશે.
જીવને આ મનુષ્ય દેહ
મળ્યો હોવાં છતાં વિષયોમાં પ્રીતિ હોવાથી તે આપનાં ચરણારવિંદની સેવા કરતો
નથી.મનુષ્ય કેવો પ્રમાદી છે?સર્પ દેડકાને ગળે છે,અર્ધું શરીર સર્પના પેટમાં ગયું છે પણ તેનું મોઢું બહાર છે,બે મિનિટમાં તો તે સર્પનો કોળિયો થવાનો છે,તેવામાં
માખ ઉડતી ઉડતી આવે તો દેડકો માખ પકડીને ખાવાનો પ્રયત્ન કરે છે,તે પોતાના મરણનો વિચાર કરતો નથી.સર્પના મુખમાં રહેલા દેડકા જેવી મનુષ્યની
સ્થિતિ છે,નાથ..! કૃપા કરો, સંસારના જડ
પદાર્થોમાં મારું મન ના જાય.મને અનન્ય ભક્તિ આપો. મનુષ્યને બહારગામ જવાનું હોય તો
બે-ચાર દિવસથી તૈયારી કરે છે.ઘરમાં લગ્ન હોય તો બે-ચાર મહિનાથી તૈયારી કરે છે
પરંતુ જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી તેની તૈયારી કોઈ કરતુ નથી.
કાળ ક્યારે કોળિયો કરે તે કહી
શકાતું નથી. પચાસ પૂરાં થાય એટલે સમજવું કે અડધું શરીર પેલા દેડકાની જેમ કાળના મુખમાં
ગયું છે.ફક્ત મોઢું બહાર છે.માણસ ગાફેલ રહે છે તેથી તેનું મરણ બગડે છે. શ્રીકૃષ્ણ
મુચુકુન્દને કહે છે કે આ જન્મમાં તને તેવી અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.જુવાનીમાં
તે ઘણું વિલાસી જીવન ગાળ્યું છે.કામનો માર ખાય તેને કાળનો માર અવશ્ય ખાવો જ પડે
છે.હજુ તારે એક જન્મ લેવો પડશે.તે જન્મમાં તને બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થશે અને તને
અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે.મારા હાથે તમારાં અનેક કાર્યો થશે.
મુચુકુંદે તે પછી તપશ્ચર્યા કરી
અને બીજા જન્મમાં બ્રાહ્મણ શરીર મેળવ્યું.કહેવાય છે કે દ્વાપર યુગનો મુચુકુન્દ
રાજા તે કળિયુગમાં નરસિંહ મહેતા તરીકે આવ્યા
છે.નરસિંહ મહેતા દ્વારકાધીશના લાડીલા છે, તેમનાં બાવન કામ પ્રભુએ કર્યા
છે.મુચુકુન્દ રાજાની કથા સ્પષ્ટ બતાવે છે કે યુવાનીમાં વિલાસપૂર્વક જીવન ગળ્યું
હોય તો તેવા મનુષ્યને આ જીવનમાં ભક્તિ કે અનન્ય ભક્તિ
મળવી મુશ્કેલ છે.તેણે ધીરે ધીરે સંયમને વધારીને ભગવદ-મય જીવન ગાળીને તથા સતત ઈશ્વરનું સ્મરણ કરવાથી
તેનો આવતો જન્મ સુધરે છે.(આ જન્મ નહિ) પણ જે યુવાનીમાં જ સંયમ વધારી ભક્તિમય જીવન
ગાળે તેને તે જ જન્મમાં મુક્તિ મળે
છે.વૃદ્ધાવસ્થામાં ઈશ્વરભજન કરવાથી આવતો જન્મ સુધરે છે.(શ્રીમદ ભાગવતમાંથી સાભાર)
દયાળુ રાજા રન્તિદેવ
જે જન ઈચ્છે બીજાનું
સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..
ચંદ્રવંશી રાજા દુષ્યંતના વંશમાં
સંકૃતિ નામના એક રાજા થયા.રાજા સંકૃતિના બે પૂત્રો હતાઃગુરૂ અને રન્તિદેવ.તેમાં
રન્તિદેવ ઘણા જ ન્યાયશીલ,અતિ પરોપકારી,ધર્માત્મા,દયાળુ રાજનીતિમાં નિપુણ રાજા હતા. પ્રજાની ગરીબાઇ તેઓ જોઇ શકતા
નહોતા.પોતાની તમામ સંપત્તિ તેમણે દીન-દુઃખીઓમાં વહેંચી દઇને ઘણી જ કઠીનાઇથી પોતાના
પરીવારનો નિર્વાહ કરતા હતા.આવી દશામાં પણ તેમણે જે કંઇ મળે તે પોતે ભૂખ્યા રહીને
પણ જરૂરતમંદોને આપી દેતા હતા.ગમે તેવા ધનવાન,વિદ્વાન,ગુણવાન અને ભક્તરાજ હોય તો પણ જો તેનામાં દયા ન હોય તો તેનાથી બીજા જીવોને
કાંઇ લાભ થતો નથી.આજે આપણે દયાળુ અને પરોપકારી રાજા રન્તિદેવના જીવનમાંથી પ્રેરણા
મેળવીએ.
રન્તિદેવ પ્રજાની રીતભાત અને સુખ-દુઃખને
જોવા તથા કોઇ ચોર-લૂંટારૂઓ પ્રજાને હેરાન કરતા નથી તે જોવા રાજા દિવસ-રાત છુપાવેશે
નગરચર્ચા કરતા હતા અને હરહંમેશાં પ્રજાની ચિંતા કરતા હતા તથા પ્રજાને રૂબરૂ બોલાવી
દર મહિને સભા ભરતા હતા.નરેશ પ્રજાનું દુઃખ જાણીને તેને તત્કાળ દૂર કરતા હતા. આવા
પ્રાણીમાત્રમાં ભગવાનનાં દર્શન કરતા પરદુઃખભંજન,દિલના દયાળુ રાજા
અન્ય કોઈ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.તેમને અનેક યજ્ઞો કરાવ્યા હતા.પોતે
વિપત્તિઓ વેઠીને પણ ઘણા જ દાન કરતા હતા,તેમનામાં અપાર ધીરજ
હતી.
એક સમયે સતત બાર વર્ષ સુધી દુકાળ
પડ્યો હતો.રાજા રંતીદેવ દર વર્ષે પ્રજાજનો પાસે અન્નનો સંગ્રહ કરાવતા હતા.પહેલા
વર્ષે દુકાળ પડ્યો,તે દુકાળની અસર કોઈને થઇ નહિ તેમ છતાં રાજા દરરોજ ગામે ગામ જઇને પ્રજાને
સુખ-દુઃખની ખબર પૂછતા હતા.બીજું વર્ષ પણ કોરૂં ગયું અને બીજા વરસે ચોમાસું વરસ્યું
નહિ વર્ષ કોરું કઠણ ગયું ત્યારપછીના વર્ષે વાવણી થશે તેમ રાહ જોતાં આઠ માસ કોરા
ગયા આમ ત્રીજા ચોમાસાના દિવસો પણ કોરા ગયા.આકાશમાં વરસાદના કોઈ ચિહ્ન દેખાયા
નહિ.ઉપરાઉપરી દુષ્કાળના વર્ષો આવ્યા.કોઠીઓમાં અન્ન ખૂટી ગયા.રાજાએ અનાજની વખારો
ભરી હતી તે ખાલી કરવા માંડી.અન્ન ખાવા મળે પણ પાણી પીવાનું ના મળે તેવી
પરિસ્થિતિથી પ્રજા ખૂબ મુશ્કેલીમાં મૂકાઇ તેથી રાજા ચિંતાતુર બન્યા.નદીઓ અને
તળાવમાં ટીપું પાણી નથી.વાવ,કૂવા,સરોવરોનું
પાણી પણ પાતાળમાં ગયું.પૈસા ખર્ચતા પણ ક્યાંય પાણી મળતું નથી.પશુ-પક્ષીને ચારો
મળતો નથી.ભૂખના દુઃખથી મુંગા પશુ-પક્ષીઓ મરવા લાગ્યા.રાજા પ્રજાને ધીરજ આપે છે.આવી
ઉપાધિમાં રાજાને દિવસ-રાત ઉંઘ આવતી નથી. રાજાએ અગિયાર વર્ષ સુધી લોકોના ઘેર અનાજ
પહોચાડ્યું.બારમા વર્ષે પણ દુષ્કાળ પડ્યો
જેમાં દસ માસ સુધી લોકોને અન્નનો પુરવઠો પહોંચાડ્યો પછી રાજા નિરાશ થઇ ગયા.જ્યારે
અન્નનો કોઈ આધાર ના રહ્યો તેથી લોકો ભૂખથી પીડાવા લાગ્યા.પેટમાં અને પૃથ્વી ઉપર
અગ્નિએ જોર પકડ્યું.પ્રજામાં હાહાકાર થઈ ગયો.ભૂખના દુઃખથી નરનારીઓ મરવા
માંડ્યાં.હવે રાજા પાસે પણ અનાજનો જથ્થો ખલાસ થઇ ગયો.
પ્રજાનું દુઃખ ના જોવાતું હોવાથી
રાજાએ પોતાના શરીરનો અંત લાવવાના ઇરાદાથી વનની વાટ પકડી,તેમની પાછળ તેમની
રાણી-રાજકુંવર તથા કુંવરી પણ તેમની પાછળ રાજાને પાછા લાવવા વિનંતી કરે છે ત્યારે
રાજા કહે છે કે પ્રજાનું દુઃખ હવે મારાથી જોયું જતું નથી અને વનની વાટ બહુ વિકટ છે
તેથી તમે બધાં પાછા નગરમાં જાઓ.ત્યારે પરીવાર કહે છે કે સુખના સમયે અમે તમારી સાથે
રહ્યા અને હવે દુઃખના સમયે તમારો સાથ છોડી દઈએ તો અમારા જેવા અધમ કોઇ ના કહેવાય.આ
વિશે એક દ્રષ્ટાંત જોઇએ..
વનમાં એક વડલો સળગ્યો
પણ કોઈ પંખી વટવૃક્ષ ઉપરથી ઉડ્યાં નહિ.ત્યારે વડલો કહે છે કે હે પંખીઓ..તમે ઝટ ઉડી
જાઓ,બીજા વૃક્ષ ઉપર માળો કરો.આ સાંભળીને પંખીઓ બોલ્યા કે ‘સુખના સમયે અહીં વાસ ર્ક્યો,પાન બગાડ્યાં,ફળ સારી પેઠે ખાધાં,આપની શીતળ છાયામાં ગાન કર્યું,
સુખમાં સદાય સાથે રહ્યાં.હવે તમારૂં દુઃખ જોઇને ઉડી જઈએ તો અમારા
જીવનને ધિક્કાર છે.ભોગ તમે આપ્યો અને હવે અમારાથી બીજાનો આશરો કેમ લેવાય? તેવી જ રીતે
રન્તિદેવ અને તેના પરિવારને વનમાં પ્રવાસ કરતા કરતાં અડતાલીસ દિવસ સુધી અન્ન-જળ કે
ફળ મળ્યાં નહિ તેમછતાં દરરોજ ઉમંગ-ઉત્સાહમાં પસાર થયા. છેલ્લે ઓગણપચાસમો દિવસ
આવ્યો,સવાર પડ્યું અને અન્ન-જળ મળ્યું તે સમયે ઈશ્વરનો ઉપકાર
જાણી તેમણે અન્ન-જળનો સ્વીકાર કરી તેના ચાર ભાગ કર્યા.રાજાએ સંકલ્પ કર્યો કે આ
સમયે કોઈ અભ્યાગત આવે તો ઈશ્વરરૂપ જાણી અન્ન આપી દઉં,ત્યાં જ
અભ્યાગત શિકારી શ્વાન સાથે આવ્યો,તેને આવીને હાથ જોડીને ભોજનની
માંગણી કરી જેને રાણી-કુંવર અને દિકરીએ દિલથી ભોજન આપી દીધું. તરસ છીપાવવા પાણી
હતું ત્યાં તો ચિંથરેહાલ એક ચાંડાલ આવ્યો અને મને બચાવો..એમ કહીને પોક મૂકીને
કહ્યું કે પાણી વિના મારા પ્રાણ જશે.આ સાંભળી બધું પાણી તેમને પ્રેમથી આપી
દીધું.પાણી પીને જળનું પાત્ર ફોડીને ચાંડાળ તો ચાલ્યો ગયો.રન્તિદેવ રાજા બોલ્યા કે
આપણાં ભાગ્ય કેવાં સારાં છે કે ઓગણપચાસ દિવસ પછી અન્ન-પાણી મળ્યું તે પણ અતિથિની
સેવામાં કામ આવી ગયું.આવું બોલ્યા ત્યાં બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ પ્રગટ થઇને કહે
છે કે રાજાન ! તમે જે માંગશો તે તમામ તમને આપીશું ત્યારે રાજા રંતિદેવે કહ્યું કે મારે ધન-દૌલતની જરૂર નથી,ઈંદ્રિયોના સુખની ઈચ્છા નથી,ભોગ
વિલાસની ઈચ્છા નથી,હું તો એટલું જ માગું છું કે તમામ
પ્રાણધારી જીવો પીડાય છે,ભૂખ-તરસના દુઃખે દુઃખી છે તે તમામ
પ્રાણીમાત્ર સુખ આપો અને તેમના જીવનમાં આવતાં દુઃખ હું ભોગવું એ સિવાય કાંઈ ઈચ્છા
નથી.જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ
આવે દુઃખ..આવા મહાદુઃખમાં પણ રાજા રન્તિદેવની ધીરજ ડગી નહિ.ત્રિદેવોની કૃપાથી
તૃપ્ત ધરતીમાં અમૃતની વૃષ્ટિ થઈ,વન પાંગર્યાં,અનાજ પાક્યાં,તમામ પ્રાણીઓ સુખ પામ્યા.છેલ્લે રાજાનો
પરિવાર પ્રભુના ધામને પામ્યા.જેની કીર્તિ આજે પણ દેવતાઓ અને મુનિજનો ગાય છે.
સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર
સંબંધોમાં લાગણીની સાથે વિશ્વાસ અને વફાદારી પણ હોવી જોઈએ તો જ સંબંધોમાં
પ્રેમ અને ગૌરવ જળવાઈ રહેશે.
બ્રહ્મનિષ્ઠ
બ્રાહ્મણ પિતા સૂર્યનારાયણ અને માતા રૂકમણીદેવીની
કુખે સંત એકનાથનો જન્મ મહારાષ્ટના પૈઠણ ગામમાં
આજથી ૧૧૨ વર્ષ ૫હેલાં થયો હતો.જન્મથી તેઓમાં
દૈવીગુણો હતા.બાળપણથી તેઓ ઇશ્વરના પરમ ભક્ત હતા.યજ્ઞોપવિત આપ્યા બાદ એકવાર તેઓ
સ્વાધ્યાય કરતા હતા તે સમયે આકાશવાણી થઇ કે તમે દેવગઢ ગામે જઇ જનાર્દન પંત પાસે જઇ
જ્ઞાન પ્રાપ્તિ કરો.એકનાથ તુરંત જ નીકળી પડે છે અને સતત છ વર્ષ સુધી જનાર્દન પંતની
સાચા હ્દયથી સેવા કરે છે.જનાર્દન પંતે સમજાવ્યું કે સાંસારીક ભૂલો શોધવામાં આપણને
આનંદ આવે છે તો સંસારમાં આપણાથી પણ ઘણી ભૂલો થાય છે તે શોધશો તો તમારૂં જીવન ધન્ય
થઇ જશે.સાચી લગનથી પ્રભુ પરમાત્મામાં મન લગાવો.સંત આજ્ઞા માથે ચઢાવી એકનાથજીએ
ભગવાનમાં મન લગાવ્યું તો પૂર્વજન્મના સતકર્મોથી થોડા જ સમયમાં તેમને ભગવાન
દત્તાત્રેયના દર્શન થાય છે અને આ વાત તેમને જનાર્દન પંતને કહી.ગુરૂજીએ આર્શિવાદ
આપ્યા કે આજથી તમે ગુરૂ દત્તાત્રેયને પોતાના ઇષ્ટ માનજો તમારૂં કલ્યાણ થશે.
એક
સમયે ધ્યાન અવસ્થામાં ભગવાન દત્તાત્રેયે દિક્ષા આપી કહ્યું કે હે ભક્તરાજ ! પર્વત
ઉપર જઇ ભજન કરી ધર્મનો પ્રચાર કરો.તેઓ નાસિક થઇ ત્ર્યબકેશ્વર પહોંચી
ચતુઃશ્લોકી ભાગવત પર વ્યાખ્યા લખી ત્યારબાદ તેઓ ચિત્રકૂટ
જાય છે ત્યાં તેમને ભગવાન શ્રીરામના દર્શન થાય છે.ત્યારબાદ તેઓ પોતાના
વતનમાં પરત આવે છે.તે વખતે તેમની કીર્તિ ખુબ ફેલાઇ હતી.ઘરના વડીલોએ જનાર્દન પંત
પાસે જઇ એકનાથજીના લગ્ન માટે રજા માંગી.ગુરૂજીએ રજા આપતાં એકનાથજીના લગ્ન ખુબ જ ભક્તિભાવવાળા ગિરજાદેવી સાથે કરવામાં આવે
છે.એકનાથજી ભાગવતની કથા સરળ ભાષામાં કહેતા અને જાતે ભજનો બનાવી સુંદર અવાજે ગાતા
હતા.
સંત
એકનાથજીને જીવમાત્ર ઉપર દયા અને સમતાનો ભાવ હતો.બાર વર્ષની ઉંમરે તેમને રામાયણ,મહાભારત અને
ભાગવતનો અભ્યાસ કર્યો હતો.એકવાર તેઓ ક્યાંક જઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર નીકળેલા
સાપને લોકો મારી રહ્યા હતા.તેમને લોકોને અટકાવીને કહ્યું કે આ સાપ ક્યાં તમોને
કરડવા આવે છે તે તો રસ્તો ઓળંગી રહ્યો છે.બસ સાપ જોયો નથી અને મારો છો,તે સાપ યોનિમાં
જન્મ્યો છે તો શું થયું? તમે તેને મારો નહી તો તે પણ તમોને નહી મારે,એને પોતાના જાનનું
જોખમ લાગે તો ડરીને ડંખ મારે છે.સંતના વચનની અસર થઇ અને લોકોના ગળે વાત ઉતરી અને
સાપને જવા દીધો.
કેટલાક
દિવસ બાદ એકનાથજી અંધારામાં નદીએ સ્નાન કરવા માટે જઇ રહ્યા હતા તે સમયે સાપ રસ્તા
વચ્ચે ફેણ ચઢાવીને ઉભો રહી જાય છે.સંત એકનાથજીએ તેને હટાવવા ઘણા
પ્રયત્નો કર્યા પણ સાપ રસ્તામાંથી ખસ્યો જ નહી તેથી તેઓ બીજા ઘાટે સ્નાન કરવા માટે
જાય છે.સ્નાન કરી તેઓ પરત આવે છે તે સમયે અજવાળું થઇ ગયું હતું તેથી કુતુહલવશ તેઓ
જ્યાં સાપ હતો તે જગ્યાએ જાય છે તો ત્યાં સાપ નહોતો પણ જ્યાં સાપ હતો તે રસ્તાની
આગળ વરસાદના લીધે મોટો ખાડો પડ્યો હતો.એકનાથજી ખાડામાં પડી ના જાય તે માટે તેમને
પાછા વાળવા માટે સાપ રસ્તા વચ્ચે ફેણ ફેલાવી ઉભો રહી ગયો હતો.એકનાથજી સમજી ગયા કે
જે સાપને લોકોના મારથી બચાવ્યો હતો તેણે જ પરોપકારનો બદલો વાળવા મને ખાડામાં પડતો
બચાવી મારૂં રક્ષણ કર્યું છે.
એકનાથ
મહારાજ પૈઠણમાં રહેતા.ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે.તે માર્ગમાંથી
જે હિન્દુઓ સ્નાન કરીને જાય તેમને તે બહુ તંગ કરતો.એકનાથ મહારાજ એ જ રસ્તે
ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા.પઠાણ મહારાજને પણ તંગ કરતો પણ એકનાથજી સર્વ સહન
કરે.એક દિવસ પઠાણને થયું આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે
તો તેને ગુસ્સે કરવો જ છે.એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા ત્યારે
પેલો યવન મહારાજ પર થૂંક્યો.મહારાજ ફરી સ્નાન કરવા ગયા પણ યવન પર ગુસ્સે થયા નહિ.
મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે.મહારાજ ગોદાવરીમાને કહે કે મા..
ફરીફરી સ્નાન કરવા બોલાવે છે તારી કૃપા છે.યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો
રસ્તો છોડવો નથી.મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા ગયા છે.યવન શરમાયો, મહારાજને પગે પડી
ક્ષમા માગી આપ સંત છો.આપને હું ઓળખી શક્યો નહિ.મહારાજ કહે એમાં ક્ષમા કરવા જેવું
શું છે? તારા લીધે
આજ ૧૦૮ વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.
એકનાથજીએ
એક આશ્રમ બનાવ્યો હતો.તેમની સાથે આશ્રમમાં બીજા ઘણા લોકો પણ રહેતા હતા,તેમાંથી એક તેમનો
અંગત સચિવ હતો જેનું નામ પુરણ પૌડા હતું.અંગત સેક્રેટરીને આ નામ એટલા માટે આપવામાં
આવ્યું હતું કારણ કે તે ખૂબ ખાતો હતો,તેને ખૂબ ભૂખ લાગતી હતી.થોડો જાડો પણ થઇ ગયો
હતો.એકનાથજી પહેલા પુરણ પૌડા ઉઠી જતો હતો.એકનાથજી આખો દિવસ જે કંઈ કરતા હતા,પૂરણ પૌડા તેમની
સાથે રહીને તેમની સેવા કરતો હતો,તે ગુરૂના સુઈ જાય પછી જ સૂતો હતો, તે દરેક ક્ષણે
ગુરૂની સેવા માટે હંમેશા સજાગ રહેતો. એક દિવસ એકનાથજીને લાગ્યું કે હવે તેઓ આ
સંસાર છોડીને જવાના છે. તેથી તેમણે બધા શિષ્યોને બોલાવ્યા.એકનાથજીએ બધાને કહ્યું
કે ‘આ દિવસોમાં
હું ગ્રંથ લખી રહ્યો છું મને એવો અનુભવ થાય છે કે જો મારી ઉંમર પૂરી થઈ જશે તો
કદાચ આ પુસ્તક પૂરૂં નહીં થાય.મારા ગયા પછી પુસ્તક અધૂરૂં રહી જાય તો પૂરણ પૌડા
પાસે પૂરૂં કરાવજો.આ સાંભળીને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. બધા કહેવા લાગ્યા કે આ
કામ માટે તમારો દીકરો હરિ યોગ્ય છે,તે પંડિત બની ગયો છે.નિયમ પ્રમાણે ભણ્યો છે
તેને તમારો અધૂરો ગ્રંથ પૂરો કરવાનો અધિકાર છે પછી એકનાથજીએ કહ્યું ‘મારો દીકરો વિદ્વાન
બની ગયો છે પરંતુ તેના મનમાં મારા માટે પિતાની લાગણી છે પણ પુરણ પૌડા મને માત્ર
ગુરૂ માને છે તે ગુરુ-શિષ્યનો સંબંધ પૂરા દિલથી નિભાવે છે.આ પુસ્તકનું બાકીનું
કાર્ય વિદ્વતાથી નહિ પણ શ્રદ્ધાથી પૂરૂં થશે. શ્રદ્ધામાં ડૂબેલા શબ્દોની ઊંડી અસર
થાય છે બાદમાં પુરણ પૌડાએ તે પુસ્તક પૂર્ણ કર્યું હતું.
અહીં
એકનાથજીએ આપણને શીખવ્યું છે કે સંબંધોમાં લાગણીની સાથે
વિશ્વાસ અને વફાદારી પણ હોવી જોઈએ તો જ સંબંધોમાં પ્રેમ અને ગૌરવ જળવાઈ રહે
છે.દરેક શિષ્યએ હંમેશા ગુરૂની સેવા માટે તત્પર રહેવું જોઈએ.એકવાર મધરાતના સમયે
એકનાથજીનું ઘર શોધતાં શોધતાં કેટલાક અતિથિઓ આવી ચડયા.એમના માટે રસોઈ કરવા
એકનાથજીના પત્ની ગિરિજાબાઈ પણ એ જ સમયે બેસી ગયા.ભોજનની સામગ્રી તો ઘરમાં હતી પણ
બળતણના પૂરતાં લાકડા નહોતાં.રાતના સમયે લાકડા લેવા ક્યાં જવું? અને લઈને આવે એટલો
સમય અતિથિઓને વધારે ભૂખ્યા રહેવું પડે એટલે એકનાથજીએ એમના ઘરના છાપરામાંથી વળીઓ
ખેંચી કાઢી એનો ઇંધણ તરીકે ઉપયોગ કર્યો અને તરત
ભોજન બનાવી અતિથિઓને જમાડયા.
એકવાર
એકનાથજીના ઘેર કેટલાક ચોર ચોરી કરવા આવ્યા.એક ઓરડામાંથી સામાન ચોરી એનું પોટલું
બનાવી બીજા ઓરડામાં આવ્યા.ત્યાં એકનાથજીએ ભગવાનની મૂર્તિ પાસે રાખેલા ઘીના દીવાના
આછા અજવાળામાં ભગવત્સ્મરણ કરી રહ્યા હતા.એકનાથજીને જાગતા જોઈ તે ત્યાંથી નાસવા જતા
હતા પણ એકનાથજીએ એમને ઉભા રાખ્યા.પોતાની આંગળીએ પહેરેલી એક વીંટી કાઢીને એમને
આપી.થોડા સિક્કા પણ આપ્યા અને કહેવા લાગ્યા કે 'આ પણ લઈ જાઓ.પેલા
સામાન કરતાં આ વધારે કીમતી છે.' બીજી વસ્તુઓ એક પોટલામાં ભરી એમને આપવા
લાગ્યા.ચોરોએ એકનાથજીના પગમાં પડી માફી માંગી. એકનાથજીએ એમના પત્ની ગિરિજાબાઈને
જગાડી રસોઈ કરાવી અને તે જમાડી ચોરોને વિદાય કર્યા. ચોરોએ ત્યારથી ચોરી નહીં
કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી.
કાશીની
યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા
ત્યાં રસ્તામાં એક રેતાળ પ્રદેશ આવ્યો.ગરમીના દિવસો હતા.એકનાથજી અને એમની સાથે
બીજા સંતો તથા ભક્તો ત્યાંથી જઈ રહ્યા હતા.તેમણે એક ગધેડાને તરસને લીધે રેતીમાં
તરફડતું જોયું. બીજા બધાએ આ જોયું પણ કંઈ ના કર્યું. જ્યારે એકનાથજીએ તેને જોયો કે
તરત દોડી ગયા અને રામેશ્વરના શિવલિંગ પર અભિષેક રૂપે ચડાવવાનું પવિત્ર ગંગાજળ
કાવડમાંથી કાઢી એ ગઘેડાને પીવડાવી દીધું. એનાથી ગધેડાના
પ્રાણ બચી ગયા.તેમને સાથી ભક્તોએ ઠપકો આપ્યો તો તે કહેવા લાગ્યા પ્રાણીમાત્રમાં
પરમેશ્વર રહેલ છે.આ પ્રાણીના પ્રાણ સંક્ટમાં હતા એને પાણી પીવડાવી મેં શિવલિંગ પર
અભિષેક કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે.કાવડનું ગંગાજળ જે ગધેડાએ પીધું તે
સીધું રામેશ્વર ભગવાન પર જ ચડયું છે.રામેશ્વર ભગવાને પ્રગટ થઈ એકનાથજીની વાતનું
સમર્થન કર્યું અને કહ્યું તમારી ઉદારતાની કસોટી કરવા જ
મેં પોતે ગર્દભનું રૂપ લીધું હતું.
એકનાથજીના
જમાનામાં છૂત-અછૂતની ભ્રમણા ઘણી હતી.શુદ્દ જાતિમાં જન્મેલ રાન્યા નામનો એક યુવાન
એકનાથજીના કિર્તનમાં આવીને તેમના મોઢેથી ઉપદેશ સાંભળતો કે પ્રાણીમાત્રમાં એક જ
ઇશ્વરનો વાસ છે એટલે જગતના તમામ મનુષ્યો અને પ્રાણીઓ સાથે સમાનતાથી વર્તવું
જોઇએ.પ્રભુની બનાવેલ સૃષ્ટિમાં કોઇ ઉંચ કે નીચ નથી.આવું સાંભળ્યા બાદ રાન્યાએ
એકનાથજીને પોતાના ઘેર ભજન અને ભોજન માટે આમંત્રણ આપે છે.એકનાથજીએ તેના આમંત્રણનો
સ્વીકાર કરી ગામના બીજા બ્રાહ્મણોના વિરોધ હોવા છતાં રાન્યાના ઘેર ભોજન લીધું.સંત
એકનાથજીએ અનેક પતિત લોકોનો ઉદ્ધાર કર્યો. એક દેહ વ્યાપાર કરતી પતિત સ્ત્રીને
શ્રીમદ ભાગવત કથામાં પિંગલા ચરીત્રનું આખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજ્યો અને પુર્વ
જીવનનો પશ્ચાતાપ થતાં ભગવાનની ભક્તિના માર્ગે પોતાનું જીવન બદલી પોતાનો ઉદ્ધાર
કર્યો. છાસઠ વર્ષની વયે દેહ છોડતાં પહેલાં તેમને અંતિમ ઉપદેશ આપ્યો કેઃ ભાગવત ધર્મનું
પાલન કરજો, હળીમળીને
રહેજો,એક પ્રભુ
પરમાત્માનું શરણું લઇ મનુષ્ય જન્મ સાર્થક કરજો.
પરમ ભક્ત ધન્ના
જાટની કથા
ભગવાનની ભક્તિ તમામ જાતિઓના તમામ
મનુષ્ય કરી શકે છે.જેની ચિત્તવૃત્તિરૂપી સરિતાનો પ્રવાહ ભગવતરૂપી પરમાનંદના
મહાસાગરની તરફ વહેવા લાગે છે તે ભક્તિનો અધિકારી છે અને તેના ઉપર ભક્તભાવન ભગવાન
પ્રસન્ન થાય છે.
પ્રભુના પરમ ભક્ત
ધન્નાજી જાટ જાતિના હતા.તેમને પ્રાથમિક શિક્ષણ પણ લીધું નહોતું.શાસ્ત્રોનું શ્રવણ
પણ તેઓ કરી શક્યા નહતા પરંતુ તેમનું સરળ હ્રદય અનુરાગથી ભરેલું હતું.જગતમાં એવો
કોઇ મનુષ્ય નથી કે જેના હ્રદયમાં પ્રેમનું બીજ ના હોય.ભક્તવર
ધન્નાજીનું પ્રેમ બીજ નાની વયમાં જ સંત સુધા સમાગમથી જીવનશક્તિ પ્રાપ્ત કરી
હતી.ધન્નાજીના પિતા ખેતીનું કામ કરતા હતા અને તેઓ ગાયો-ભેંસો ચરાવવાનું કામ કરતા
હતા.તેઓ ભણેલા ન હોવા છતાં પણ તેમનું હ્રદય સરળ અને શ્રદ્ધા સંપન્ન હતું.તેઓ
હંમેશાં પોતાની શક્તિ અનુસાર સંતો ભક્તો મહાત્માઓની સેવા કરતા હતા.
જ્યારે ધન્નાજીની ઉંમર પાંચ
વર્ષની હતી ત્યારે એક દિવસ ભગવદભક્ત સાધુ બ્રાહ્મણ તેમના ઘેર પધારે છે.બ્રાહ્મણોએ
પોતાના હાથોથી કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું.ત્યારબાદ સંન્ધ્યા વંદન વગેરે
નિત્યકર્મ કરીને પોતાના થેલામાંથી ભગવાન શ્રીશાલીગ્રામજીની મૂર્તિ કાઢીને તેને
સ્નાન કરાવી તુલસી ચંદન ધૂપ વગેરેથી તેમની પૂજા કરીને પ્રસાદ ધરાવીને પછી ભોજન કરે
છે.ભક્તિનિષ્ઠ બ્રાહ્મણોની આ બધી ક્રિયાઓ કૂતુહલવશ ધન્નાજી જુવે છે.બાળકનો સરળ
સ્વભાવ હતો.થોડોક સમય સાધુસંગ થયો. ધન્નાજીના મનમાં પણ ઇચ્છા થઇ કે જો મારી પાસે
ભગવાનની મૂર્તિ હોત તો હું પણ આ રીતે ભગવાનની પૂજા કરતો.નાના બાળકો જેવું જુવે છે
તેવું જ કરવા ઇચ્છતા હોય છે.
સત્સંગનું માહાત્મય
સમજાવતાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે..હે ઉદ્ધવ ! તમામ સંગોથી છોડાવનાર
સત્સંગ દ્વારા જેવી રીતે હું પૂર્ણરૂપથી વશ થાઉં છું તેવો યોગ સાંખ્ય ધર્મ
વેદાધ્યયન તપસ્યા ત્યાગ અગ્નિહોત્ર,કૂવા ખોદાવવા,બાગ
લગાવવા, દાન-દક્ષિણા વ્રત યજ્ઞ મંત્ર તિર્થયાત્રા નિયમ અને
યમ વગેરે સાધનોથી થતો નથી.
ધન્નાજીએ મન પ્રસન્ન કરનારી
વાણીથી બ્રાહ્મણદેવને કહ્યું કે પંડિતજી ! આપની પાસે જેવી ભગવાનની મૂર્તિ છે તેવી
એક મૂર્તિ મને આપો તો હું પણ તમારી જેમ ભગવાનની પૂજા કરી શકું. બ્રાહ્મણોએ પહેલાં
તો બાળકની વાત ઉપર ધ્યાન ના આપ્યું પરંતુ બાળક ધન્નાજીએ જ્યારે વારંવાર કરગરીને
વિનંતી કરી ત્યારે બ્રાહ્મણોએ કંટાળીને એક કાળો પત્થર ધન્નાજીને આપી દીધો અને
કહ્યું કે બેટા ! આ તારા ભગવાન છે. તું તેની પૂજા કરજે અને ભગવાનને ભોગ લગાવ્યા
પછી જ ભોજન કરજે.ધન્નાને તો જાણે ગુરૂદક્ષિણા મળી ગઇ.થોડા જ સમયમાં સત્સંગ અને સરળ
ભક્તિના પ્રભાવથી બાળક ધન્નાજી પ્રભુને પ્રસન્ન કરવા સમર્થ બની ગયા.
બ્રાહ્મણોના ગયા પછી
ધન્નાજીએ ભગવાનની પૂજા કરીને ભોગ લગાવ્યો પરંતુ ભગવાને ભોજન ના આરોગ્યુ.ભગવાનના
ભોજન કરવાની રાહ જોઇને ધન્નાજી ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહે છે.જ્યારે તેમનું દુઃખ
અસહનીય બની ગયું ત્યારે ભગવાને પ્રગટ થઇને ભોજનનો સ્વીકાર કર્યો.ત્યારબાદ જ્યારે
ધન્ના ગાયો ચરાવવા જાય છે ત્યારે બપોરનું ભાથું સાથે લઇને જાય છે અને જમવા બેસે છે
ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થઇને તેની સાથે ભોજન કરે છે.જ્યારે બીજા વર્ષે કુલગુરૂ
તેમના ઘેર આવીને શાલીગ્રામની પૂજાના વિશે પુછે છે ત્યારે ભોળા સ્વભાવના ધન્નાજીએ
ભગવાન દ્વારા તેમની સાથે ભોજન કરવાની વાત કહે છે.આ સાંભળીને કુલગુરૂએ પણ ભગવાનના
દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો ધન્ના જાટ તેમને પણ જંગલમાં લઇ જાય છે પરંતુ
કુલગુરૂને ભગવાનનાં દર્શન થતાં નથી. ત્યારબાદ ભગવાનની પ્રેરણાથી તેઓ રામાનંદ
સ્વામીને ગુરૂ બનાવવા માટે કાશી જાય છે અને તેમને ગુરૂ બનાવ્યા બાદ તેઓ પરત ખેરાગઢ
આવીને ભક્તિભાવમાં લાગી જાય છે.
ધન્નાજી એક રહસ્યવાદી કવિ અને
વૈષ્ણવ ભક્ત હતા જેમના ત્રણ ભજન આદિગ્રંથમાં છે.તે કૃષ્ણ ભક્ત હતા.તેમના જન્મને
લઇને અનેક મતભેદ છે.એક માન્યતા અનુસાર તેમનો જન્મ રાજસ્થાનના ટોંક જીલ્લાના દૂની
પાસેના ધુવા ગામમાં હિન્દુ-ઘાલીવાલ જાટ પરિવારમાં ઇસ્વીસન ૧૪૧૬માં થયો હતો.ધન્ના
જાટનું નામ મુખ્ય સંતોની યાદીમાં લેવામાં આવે છે.તેઓ સંત રામાનંદના શિષ્ય હતા.
આજે તેમના જન્મસ્થાનની
જગ્યાએ તેમનું મંદિર અને ગુરૂદ્વારા બનાવવામાં આવેલ છે.હિન્દુ અને શિખધર્મના
લોકોમાં તેમના પ્રત્યે ઘણી જ ઉંડી આસ્થા છે.આ મંદિરથી થોડે દૂર જ અરવલ્લીની
પહાડીયો છે જ્યાં ધન્ના ભગતજી જે ગુફામાં તપસ્યા કરતા હતા ત્યાં ભગવાન શિવનું
પ્રાચિન મંદિર છે જ્યાં ધુંધલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.શિખ ધર્મના
ગ્રંથોમાં પણ ધન્ના ભક્તનું વર્ણન છે.ભક્ત ધન્નાજીએ લગ્ન કર્યું નહોતું કે કોઇ પંથ
પણ ચલાવેલ નથી.ધન્ના જેવી ભક્તિ સંસારમાં કોઇ વિરલાને જ પ્રાપ્ત થાય છે.જો પુરી
તલ્લિનતાથી પ્રભુ પરમાત્માને પોકાર કરવામાં આવે તો પ્રભુ પણ ભક્ત પાસે આવવા માટે
વિવશ બની જાય છે તેવી પ્રેરણા આપણે ધન્ના ભગતના જીવનમાંથી લેવી જોઇએ.
મહારાષ્ટના
મહાન સંત નામદેવજી
પાંડુરપુર દક્ષિણમાં શિંપી દરજી
પરીવારના વામદેવ ભગવાનના પરમ ભક્ત હતા.તેમની પૂત્રી લગ્નના થોડા સમયમાં જ વિધવા
બને છે. તે જ્યારે બાર વર્ષની થાય છે ત્યારે પિતા વામદેવ કહે છે કે તૂં આપણા ઘરમાં
વિરાજમાન ઠાકુર શ્રીપાંડુરંગનાથજીની સેવા એકાગ્ર મનથી કરો. તારા તમામ મનોરથ
ઠાકોરજી પુરા કરશે. પિતાની આજ્ઞા માનીને સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને
પ્રત્યક્ષ દર્શન આપે છે. ભગવાનના સુંદર રૂપને જોઇને તે દિકરીના હ્રદયમાં ભોગની
ઇચ્છા જાગ્રત થાય છે અને ભગવાને તેના મનોરથને પુરો કર્યો.દિકરી ગર્ભવતી બને છે.
શું આ સંભવ છે? તેને માની જ લેવાનું છે કારણ કે ભગવાનની માયાના રહસ્યને જાણી શકાતું નથી
તે લૌકિક વિધિ-નિષેધથી પર હોય છે.
વિધવાને ગર્ભ રહી ગયો
તેની ચર્ચા ઠેર ઠેર થવા લાગે છે.પારકી નિંદા કરવાવાળાઓને તો ચર્ચા કરવા મસાલો મળી
ગયો.આ વાત ફરતી ફરતી વામદેવજી સુધી પહોંચે છે.તેમને શંકાના સમાધાન માટે પૂત્રીને
પુછે છે ત્યારે દિકરી કહે છે કે ભગવાને પોતે પ્રત્યક્ષ દર્શન આપીને અનુગ્રહીત કરેલ
છે.પુરા મહિને તે એક બાળકને જન્મ આપે છે,વામદેવજી તેનું નામ નામદેવ
રાખે છે.
નામદેવ મહારાજ
ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે.શ્રીનામદેવજીનો જન્મ કારતક વદ બીજ
રવિવાર સંવત ૧૩૨૭ના રોજ સૂર્યોદયના સમયે મહારાષ્ટના પરભની જીલ્લાના નરસી બામણી
નામના ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ દામાશેઠ અને માતાનું નામ ગોણાબાઇ
હતું.દામાશેઠની ચાર પેઢી પહેલાં આ પરીવારના યદુશેઠ ભગવાન વિઠ્ઠલના અનન્ય ઉપાસક
હતા. આવા પરીવારમાં જન્મ લીધો હોવાથી સંસ્કારી નામદેવના જીવનમાં બાલ્ય અવસ્થાથી જ ભક્તિના
સંસ્કાર હતા તેથી તેઓ પોતાના મિત્રોથી અલગ રહીને ભગવાન વિઠ્ઠલજીના નામનો જપ પૂજા
ગુણગાનમાં પોતાનો સમય પસાર કરતા હતા.
તે સમયે તેમના સમાજમાં બાળલગ્નની
પ્રથા અમલમાં હતી એટલે તેમનું નાની ઉંમરે ગોવિંદ શેઠ સદાવર્તેની કન્યા રાજાઇની સાથે લગ્ન કરવામાં આવ્યું હતું.તેમના પિતાના
સ્વર્ગવાસ પછી તેમના માતા નામદેવને વેપાર ધંધામાં જોડાઇ જવા દબાણ કરે છે પરંતુ તે
સહમત થતા નથી અને એક દિવસ ગામ અને ઘર છોડીને પંઢરપુર ચાલ્યા જાય છે ત્યાં ગોરા
કુંભાર,સવિતા માલી વગેરે ભક્તો સાથે તેમનો પરીચય થાય છે અને શ્રીવિઠ્ઠલજીમાં
શ્રદ્ધા વધુ દ્રઢ બને છે.
એકવાર મહારાષ્ટના પ્રસિદ્ધ સંત
જ્ઞાનેશ્વરજી પોતાની સાથે નામદેવજીને તીર્થયાત્રામાં લઇ જવા ઇચ્છા વ્યક્ત કરે છે
ત્યારે નામદેવજી કહે છે કે જો ભગવાન પાંડુરંગજી આજ્ઞા આપે તો હું તમારી સાથે આવી
શકું. સંત જ્ઞાનેશ્વરજીએ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને કહ્યું કે નામદેવજીને
છોડવાનું અત્યંત દુઃખ છે પરંતુ જો તમે તમારી જવાબદારી ઉપર લઇ જઇ શકો છો.
તીર્થયાત્રા દરમ્યાન ગુજરાતમાં
આવેલ પ્રભાસ પાટણ,દ્વારીકા વગેરે તીર્થોના દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હોય છે
ત્યારે એક ઘટના બને છે.રસ્તામાં બિકાનેર પાસેના કૌલાયત ગામમાં પહોંચે છે તે સમયે
તેમને તરસ લાગે છે.પાણીની શોધ કરતાં એક કૂવો જોવા મળે છે પરંતુ તેમાં પાણી નહોતું.
યોગી જ્ઞાનેશ્વરે લધિમા સિદ્ધિના પ્રભાવથી કૂવાની
અંદર પૃથ્વીમાં પ્રવેશ કરીને પાણી પી પાછા આવી જાય છે અને નામદેવજીના માટે પાણી
લેતા આવે છે.નામદેવજી આ પાણીને પીતા નથી અને કહે છે કે મારા વિઠ્ઠલને મારી ચિંતા
હોય છે તે કંઇને કંઇ ઉપાય કરશે તેવું બોલે છે ત્યાં જ કૂવો પાણીથી ઉભરાઇ જાય છે
અને નામદેવ પાણી પી લે છે.જ્ઞાનેશ્વરજીના દેહાંત બાદ નામદેવજી ઉત્તર ભારત તરફ જાય
છે અને પંજાબમાં ભક્તિનો પ્રચાર કરે છે. કહેવાય છે કે વિસોબા ખેચરે નામના એક સંતના
માધ્યમથી તેમને પૂર્ણ જ્ઞાન મળ્યું હતું એટલે નામદેવ તેમને ગુરૂ માનતા હતા.
મહારાષ્ટમાં પ્રચલિત બારફુરી
પંથના સંસ્થાપક નામદેવજી હતા.એંસી વર્ષની ઉંમરે સંવત ૧૪૦૭માં
તેઓ પરલોક સિધાવી ગયા.ભક્તમાલમાં તેમને જ્ઞાનદેવજીના શિષ્ય બતાવ્યા છે.તેમને
મૂર્તિપૂજાની નિંદા કરી છે પરંતુ પોતે મૂર્તિપૂજક હતા.ગુરૂદાસપુર
જીલ્લાના ધોમાનમાં નમદેવજીના નામથી એક મંદિર છે.
સંત નામદેવજીનું બાળપણ તેમના
મોસાળમાં વ્યતિત થયું હતું.તેમના નાના વામદેવ કે જે પરમ વૈષ્ણવ ભક્ત હતા.તેમની
ભક્તિ જોઇને બાળપણથી જ તેઓ નાનાને કહેતા હતા કે ભગવાનની સેવા મને કરવા દો.એકવાર
તેમના નાના કોઇ કામસર ત્રણ દિવસ માટે બહાર જતાં પહેલાં નામદેવને કહે છે કે ત્રણ
દિવસ સુધી તારે ઠાકોરજીની સેવા કરવાની છે.તેમને દૂધનો ભોગ લગાવવાનો છે અને વધેલ
ભોગ પોતે લેવાનો છે.નાનાજી જતાં પહેલાં ફરીથી કહે છે કે ભગવાનની સેવા કરવાની છે,ભગવાનને દૂધનો ભોગ
લગાવવાનો છે દૂધ ભગવાનને પીવડાવવાનું છે.
નાનાજીના ગયા પછી સવારે તે
ભગવાનની સેવા કરે છે.બે કિલો દૂધ ઉકાળીને જ્યારે એક કટોરો દૂધ રહી જાય છે ત્યારે
તેમાં મેવા-મિશ્રી વગેરે નાખીને તેમાં તુલસીપત્ર મૂકી ભોગ માટે કટોરો ભગવાનની આગળ
મૂકી પડદો આડો કરી દે છે.થોડો સમય પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારા
ભોગનો સ્વીકાર કરો,આપની આગળ દૂધ મુક્યું છે તે પીવા વિનંતી કરૂં છું.થોડીવાર પછી પડદો
હટાવીને જુવે છે તો દૂધના કટોરામાંથી દૂધ ઓછું થતું નથી.
બાળક નામદેવજી વિચાર કરે છે કે
મારી શ્રદ્ધામાં કોઇ ખામી રહી ગઇ હશે કે જેથી ભગવાન દૂધ પીતા નથી.આવું બે દિવસ
સુધી સતત ચાલે છે.ભગવાન ભોગ સ્વીકારતા નથી,દૂધ પીતા નથી એટલે પોતે પણ ભૂખ્યા રહે
છે.ત્રીજા દિવસે નામદેવજી વિચારે છે કે આજે ત્રણ દિવસ પુરા થાય છે અને આજે પણ
ભગવાન દૂધ નહી પીવે તો નાનાજી આવીને પુછશે તો શું જવાબ આપીશ.
ત્રીજા દિવસની સવારે નામદેવજી
ભગવાનને સુંદર શ્રૃંગાર કરે છે,ફુલની માળા અર્પણ કરીને દૂધનો કટોરો તૈયાર કરીને
ભગવાનની આગળ મુકે છે.કેટલોક સમય સુધી પ્રાર્થના કરે છે અને પછી જુવે છે તો
કટોરામાં દૂધ તો ઓછું થયું નથી આ જોઇને તેમને પ્રભુની સામે આત્મસમર્પણ કરતાં
હાથમાં છરી લઇને કહ્યું કે હે પ્રભુ ! જો
આજે આપ દૂધ નહી પીવો તો હું મારી જાતને તમારી આગળ મારા પ્રાણ આપી દઇશ તેમ કહીને
જેવો પોતાની ગરદન ઉપર પ્રહાર કરવા જાય છે કે તુરંત જ ઠાકુરજી પ્રગટ થાય છે અને
હાથમાંનો છરી પકડી લે છે અને નામદેવજીને કહે છે કે હું દૂધ પી જઇશ પણ તમે આવો
અનર્થ ના કરશો. આવી રીતે ભગવાને નામદેવજીના હાથે દૂધ પીધું.બીજા દિવસે તેમના નાના
ઘેર આવ્યા તો સેવાના વિશે પુછતાં નામદેવજીએ દૂધ પીવાની ભગવાનની લીલા વિશે વાત કરી
તો તેમને વિશ્વાસ આવતો નથી અને કહે છે કે ભગવાન મારી હાજરીમાં દૂધ પીવે તો હું
સાચું માનું.
બીજા દિવસે સવારે નામદેવ ભગવાનની
પૂજા અર્ચના કરી દૂધ મુક્યું પરંતુ ભગવાન દૂધ પીવા આવતા નથી ત્યારે નામદેવજીએ
ભગવાનને કહ્યું કે ગઇકાલે આપે મારી સામે આવીને દૂધ પીધું હતું તો આજે કેમ મને જૂઠો
સાબિત કરો છો? આમ કહીને હાથમાં છરી લઇને જેવી ગર્દન ઉપર મુકી તેવા જ ભગવાને દિવ્ય રૂપમાં
મોર મુગુટ બંસીધારી રૂપે પ્રગટ થઇને દર્શન આપી દૂધનો ભોગ ગ્રહણ કરે છે ત્યારે
નામદેવજી કહે છે કે પ્રભુ ! અમારા માટે થોડો ભોગ રહેવા દેજો.વામદેવને પણ ભગવાનના દર્શન
થયાં.
આમ જો પરીવારમાં
બાળકોને ભક્તિના સંસ્કાર આપવામાં આવે તો ભગવાનની કૃપા,ભગવદ
ભક્તિ પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બને છે.આ કથાના માધ્યમથી અમારે ભક્તિને દ્રઢ
કરી આગળ વધી અમારા જીવનના અંતિમ ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરવાના છે.નામદેવના
ચરીત્રના માધ્યમથી ભગવાન સ્પષ્ટ કરે છે કે તે ભક્તોના પ્રેમને વશ થઇને ભોગ ગ્રહણ
કરે છે અને જ્યાં પ્રેમનો અભાવ હોય છે ત્યાં છપ્પન પ્રકારના વ્યજંનો હોય તો પણ
સ્વીકારતા નથી.
સામાન્ય ભક્તિથી ભગવાન પ્રસન્ન
થતા નથી તેના માટે તીવ્ર ભક્તિયોગની જરૂર છે.ઉપાસના
કરતી વખતે પ્રતિમા બુદ્ધિ ના રાખવી.આવા પ્રકારના વિશ્વાસની ભાવના બાળકોમાં અત્યંત
સહજ હોય છે.તે પોતાનાં રમકડાંને પણ સજીવ સમજે છે.
એકવાર મુસલમાન રાજા સિકંદરે
નામદેવજીને બોલાવીને પુછ્યું કે સાંભળ્યું છે કે આપને સાહેબ (ભગવાન) નો
સાક્ષાત્કાર થયો છે તો અમોને પણ તેમના દર્શન કરાવો અને તમારી આશ્ચર્યજનક શક્તિનો
પરીચય આપો.ત્યારે નામદેવજી કહે છે કે મારામાં એવી કોઇ કરામત
હોત તો અમે દરજીનું કામ ના કરતા. આખો દિવસ પરીશ્રમ કર્યા પછી જે કંઇ મળે છે તે
સંતો-ભક્તો સંગ બેસીને ગ્રહણ કરૂં છું અને સંતોના પ્રભાવથી મારી કીર્તિ દૂર સુધી
ફેલાઇ છે અને તેથી આપે મને આપના દરબારમાં બોલાવ્યો છે.ત્યારે બાદશાહ કહે છે કે આપ
આ મરેલી ગાયને જીવિત કરીને તમારા ઘેર ચાલ્યા જઇ શકો છો.નામદેવજીએ સહજ સ્વભાવથી એક
પદ ગાઇને ગાયને જીવિત કરી હતી.
આ ચમત્કાર જોયા પછી બાદશાહે તેમને
કોઇ એક ગામ કે પ્રદેશ દાનના રૂપમાં આપવા વિનંતી કરે છે ત્યારે નામદેવજી કંઇપણ
લેવાનો ઇન્કાર કરે છે તેમછતાં રાજાએ પ્રસન્ન થઇને એક રત્નજડીત પલંગ ભેટ આપે છે
જેને નામદેવથી માથા ઉપર મુકીને લઇ જાય છે ત્યારે રાજા પલંગને ઉચકવા કેટલાક સેવકો
મોકલે છે પરંતુ નામદેવ ના પાડી દે છે.રાજા તેમની સુરક્ષા માટે પાછળ ખાનગીમાં
કેટલાક સૈનિકોને મોકલે છે.
નામદેવજી તે પલંગ લઇને યમુના
કિનારે જાય છે અને પલંગને ભગવાનને સમર્પિત કરી યમુનાના અગાદ્ય જળમાં ડુબાડી દે
છે.સૈનિકોએ આ ઘટના જોઇને તેની જાણ રાજાને કરે છે ત્યારે રાજા ફરીથી નામદેવજીને
રાજસભામાં બોલાવે છે અને કહે છે કે મેં તમોને જે પલંગ આપ્યો હતો મારે તેવો જ પલંગ
બનાવડાવવો છે તેથી તે પલંગ લાવીને કારીગરોને બતાવો.નામદેવજી યમુના કિનારે જઇને
યમુના જળમાંથી અનેક પલંગ બહાર કાઢીને બહાર મુકે છે અને રાજાને પોતાનો પલંગ ઓળખીને
લઇ જવા કહે છે.નામદેવજીના આવા ચમત્કારથી રાજાને ઘણી જ નવાઇ લાગે છે.નામદેવજીના
વિલક્ષણ પ્રભાવ જોઇ બાદશાહ તેમના પગમાં પડી જાય છે અને કહે છે કે મને પ્રભુના
કોપથી બચાવો કેમકે મેં પ્રભુના લાડકા દિકરા સંત નામદેવજીની પરીક્ષા કરીને અપરાધ
કર્યો છે.
નામદેવજી રાજાને કહે છે કે મારા
પ્રભુની ક્ષમા માંગવા ઇચ્છતા હો તો આજપછી ક્યારેય સંત-સાધુઓને સતાવશો નહી અને મને
ક્યારેય આપના રાજદરબારમાં ના બોલાવશો.નામદેવજીનું જીવન અનેક ચમત્કારોથી ભરપૂર હતું
જેની વાતો આગલા લેખમાં કરીશું..
મહાન સંત સેના ભગતની
કથા
ભક્તોની મહિમા અનંત છે.હજારો એવા
ભક્તો છે જેમને પરમાત્માના નામ જપ કરીને,ભક્તિ કરીને સંસારમાં યશ પ્રાપ્ત કર્યો
છે.આવા ભક્તોમાં સેનાજીનું નામ મોખરે છે.તેઓ નાઇ જાતિના હતા.તેઓ ઘણા નિસ્પૃહ,ઉદાર અને સીધા-સાદા વ્યક્તિ હતા.કામ ક્રોધ લોભ વગેરે વિકારો તેમની
ચિત્તવૃત્તિને સ્પર્શ પણ કરી શકતા નહોતા.તે ભગવાનના અટલ વિધાનમાં પૂર્ણ વિશ્વાસ
રાખી નિશ્ચિંતરૂપથી જીવનનો સદઉપયોગ કરતા હતા.સંત સેનાજીના સમયમાં ભક્તિની લહેર
ચરમસીમા ઉપર હતી.કાશી અને અન્ય સ્થાનો ઉપર અનેક ભક્ત મંડળીઓ બની હતી અને તમામ
ભક્તો ભેગા મળીને સત્સંગ કરતા હતા.સમગ્ર નગરમાં તેમની પ્રસંશા થતી હતી.તે તમામને
પોતાના પરમ આત્મિયરૂપે જોતા હતા.તમામના પ્રત્યે સમભાવ રાખતા હતા.
આજથી છસો વર્ષ પહેલાંની વાત
છે.સંત સેનાજી બધેલખંડ પ્રાંતના બાંધવગઢના રહેવાસી હતા.સંત સેના નાઇ(વાળંદ) નગરના રાજા વિરસિંહની નોકરી કરતા હતા.રોજ
સવારે રાજ દરબારમાં જઇને રાજાને માલિશ તથા હજામત કરતા હતા.રાજા તેમની સેવાથી ઘણા
પ્રસન્ન રહેતા હતા.એકવાર તેમના જીવનમાં વિચિત્ર ઘટના બને છે.એક દિવસ ગામમાં બહારથી
સંતોનું આગમન થાય છે.આખી રાત કિર્તન સત્સંગ ચાલે છે.પ્રભુ ભક્તિમાં સેનાજી એટલા
મગ્ન થઇ જાય છે કે સવારે રાજ દરબારમાં જવાનું છે તે ભૂલી જાય છે.સવારમાં રાજાની
સેવા કરવાની છે તે માટે અને પોતાના ભક્તનું કામ કરવા માટે અને તેમની લાજ રાખવા
માટે ભક્તોના રક્ષક ઇશ્વરે મોરપંખનો ત્યાગ કરી માથે પાઘડી બાંધી સેના ભગતનું રૂપ
ધારણ કરીને રાજાની પાસે જાય છે.જેવી રીતે ગાય પોતાના વાછરડાના હિતના માટે હંમેશાં
તત્પર રહે છે તેવી જ રીતે શ્યામસુંદર પોતાના ભક્તનું કલ્યાણ કરવા માટે હંમેશાં
તત્પર રહે છે.રાજાને તેલથી માલિશ કરે છે જેનાથી રાજાને ઘણી જ પ્રસન્નતા થાય છે.
ભગવાને રાજાની સેવા એટલી શ્રદ્ધા સાથે કરી કે રાજા પ્રસન્ન થઇને પોતાના ગળામાં
પહેરેલ હાર ઉતારીને સેના ભગતના ભ્રમમાં ભગવાનને આપે છે.ભગવાને હંસીને હારનો
સ્વીકાર કર્યો અને તે હાર સેના ભગતના ગળામાં પહેરાવી દીધો અને તેની તેમને ખબર પણ
ના પડી.
સવાર પડતાં સંત સેનાજીને ભાન થાય
છે કે આજે હું રાજમહેલમાં ગયો નથી તેથી રાજા નારાજ થશે આવું વિચારીને તે મહેલ તરફ
ચાલવા લાગે છે.મહેલના દ્વારપાળ પ્રસન્નતાપૂર્વક પુછે છે કે ભક્તરાજ ! મહેલમાં કાંઇ
ભૂલી ગયા છો કે શું? જે લેવા પાછા આવ્યા છો? મહેલમાં જતાં જુવે છે તો
રાજા બાંધવગઢ પોતાના મહેલમાં ફરી રહ્યા હતા.તેમને
સ્નાન કરીને કપડાં પહેરી લીધાં હતાં.સેનાજી ઉદાસ ચહેરે રાજા સમક્ષ ઉપસ્થિત થાય છે
તો રાજા કહે છે કે સેનાજી ! તમે ફરીથી કેમ આવ્યા છો? શું
તમારે કોઇ ચીજવસ્તુની જરૂર છે? આજે તો હું તમારી સેવાથી ઘણો
જ ખુશ થયો છું.સેનાજી વિચાર કરે છે કે રાજા મારાથી નારાજ થયા છે તેટલે ગભરાતાં
ગભરાતાં વિનંતી કરે છે કે મહારાજ ! ક્ષમા કરો.આપણા નગરમાં બહારથી સંતો પધાર્યા હતા
તેથી આખી રાત ભજન-સત્સંગ ચાલ્યો હોવાથી હું સવારમાં આવી શક્યો નહોતો.આ સાંભળીને
રાજાને ઘણી જ નવાઇ લાગે છે.તેમને કહ્યું કે આજે તમોને શું થયું છે? અને કેવી વાતો કરી રહ્યા છો? આપ સવારમાં નિયત સમયે જ
રાજદરબારમાં આવ્યા હતા.મને આપે જગાડ્યો,નખ કાપ્યા,માલિશ કરી, સ્નાન કરાવ્યું,કપડાં
પહેરાવડાવ્યાં અને મેં પ્રસન્ન થઇને મારો હાર ઉતારીને તને આપ્યો હતો અને તે હાર
તમારા ગળામાં છે.
સંત સેનાજીએ જોયું તો ખરેખર
ગળામાં રાજાએ આપેલ હાર હતો.તે સમયે તેમને ખબર પડી અને રાજાને કહ્યું કે સત્ય એ છે
કે હું સવારમાં રાજદરબારમાં આવ્યો જ નથી.હું જેની ભક્તિ કરૂં છું તેમને સ્વયં
આવીને મારૂં કાર્ય કર્યું છે.આપે આ માળા ભગવાનના ગળામાં પહેરાવી હતી અને ભગવાને
પોતાની શક્તિથી મારા ગળામાં આ હાર પહેરાવ્યો છે,આ તો પ્રભુનો
ચમત્કાર છે.આ સાંભળીને રાજાને ઘણી જ નવાઇ લાગે છે.આ ઘટના બન્યા પછી રાજા સંત
સેનાજીના શ્રીચરણોમાં નતમસ્તક થઇ તેમના શિષ્ય બની જાય છે અને કહે છે કે આપની
ભક્તિના પ્રતાપથી મને ભગવાનના દર્શન થયા છે,આમ કહી ભક્તિરૂપી
અમૃતનું રસપાન કરે છે અને કહે છે કે ભક્તરાજ ! હવે આપશ્રીને રાજ્ય તરફથી
જીવનનિર્વાહ માટેનો ખર્ચ આપવામાં આવશે,હવે આપ બેઠા બેઠા
આરામથી ભક્તિ કરજો.
આ ઘટના પછી સંત સૈનને વૈરાગ્ય આવી
જાય છે.કેટલોક સમય બાંધવગઢમાં રહ્યા પછી સ્વામી રામાનંદજી પાસેથી દિક્ષા લઇને
તીર્થયાત્રા માટે નીકળી જાય છે અને પંઢરપુર પહોંચે છે અને ભગવાન વિઠ્ઠલની ભક્તિમાં
તરબોળ બની જાય છે.તેઓ સંત જ્ઞાનેશ્વરજી મહારાજના જ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા
હતા.તેમને સંત જ્ઞાનેશ્વરજી મહારાજ સાથે પણ ઘણો સમય સત્સંગ કર્યો હતો.તેઓ
જ્ઞાનેશ્વરને પોતાના પરમ મિત્ર માનતા હતા.તેઓ કહેતા હતા કે ભગવાન વિઠ્ઠલની ભક્તિથી
મારા મનની વિષય વાસના દૂર થઇ છે.પ્રેમપૂર્વક ભગવાનનું નામ-સુમિરણ કરવાથી કાળ દૂર
ભાગી જાય છે.તમામ દોષો દૂર થાય છે. તેમની ભગવાન્નામ ભક્તિ નિઃસંદેહ અસાધારણ
કક્ષાની હતી.તેમના પદો ગુરૂગ્રંથ સાહેબમાં આલેખિત છે. મરાઠીમાં તેમને એકસો પચાસ
અભંગોની રચના કરી છે.
ગાલવ ઋષિની
તપોભૂમિ ગળતેશ્વર મહાદેવનું મંદિર
ગુજરાત રાજ્યના ખેડા જીલ્લાના
ડાકોરથી પંદર કિમી દૂર સરનાલ ગામમાં મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ
બારમી શતાબ્દીમાં બાંધવામાં આવેલ પ્રાચિન શિવ મંદિર ગળતી નદીના તથા ગાલવ ઋષિના નામ
ઉપરથી ગળતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.૧૨મી સદીનું સોલંકી યુગનું આ મંદિર તેની
વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે,જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની
અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે.
ગાલવઋષિની તપોભૂમિ ગણાતા આ શિવ
મંદિરની બહારની દિવાલો અષ્ટકોણીય છે,તેની ઉપર દેવી-દેવતાઓની મૂર્તિઓનું કોતરકામ કરેલ
છે.મંદિરના ગર્ભગૃહની બહારની દિવાલો ઉપરની દિગ્પાલોની મૂર્તિઓ આઠેય દિશાઓથી
મંદિરનું રક્ષણ કરે છે.ગર્ભગૃહની અંદરની દિવાલો ઉપર કોતરકામ કરેલ ભગવાન શિવના
વિવિધ સ્વરૂપો મંદિરના પુરાતન હોવાના ઉદાહરણ છે. સુંદર પ્રવેશદ્વાર તથા જન્મથી
લઇને મૃત્યુ સુધીની ઘટનાઓનું પત્થર ઉપર કોતરણી કામ આકર્ષક છે. અષ્ટકોણીય મંદિરની
આઠે બાજુમાંના સ્તંભો અને મંડપ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની યાદ અપાવે છે.ગળતેશ્વર
મંદિરના અંદરના આઠ અને બહાર આવેલા સોળ સ્તંભો મનમોહક છે.
ગળતેશ્વર ખાતે આવેલ શિવ મંદિરના
ગર્ભગૃહમાં પગથિયાં ઉતરીને નીચે જતાં ચોરસ ગર્ભગૃહ નજરે પડે છે તેની વચ્ચે
તાંબાનું થાળું,શિવલિંગ અને તેના ઉપર છત્ર જેવા નાગદેવતા દર્શનીય છે. ગોળાકાર ગર્ભગૃહની
દિવાલોમાં સાત ગોખલાઓ છે.પૌરાણિક કથા અનુસાર આશરે આઠસો વર્ષ પહેલાં પવિત્ર મહીસાગર
નદીના કિનારે ગાલવ ઋષિએ તપ કર્યું હતું.તેમના તપથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેમને
દર્શન આપી કૃતાર્થ કર્યા હતા.ગાલવ ઋષિએ આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી હતી.અહી
શિવલિંગ નીચેથી ગળતી નદી વહે છે અને સતત શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે.
ગળતેશ્વર મંદિરની બહાર આરસના
ગણપતિ,કેશરીયા
હનુમાન મધ્યમાં આરસની નંદીની પ્રતિમા છે.અહી મહાશિવરાત્રી,શરદપૂનમ
અને જન્માષ્ટમીના તહેવારોએ મેળો ભરાય છે.સવારે આઠથી રાત્રીના નવ વાગ્યા સુધી મંદિર
ખુલ્લુ રહે છે.
મુગલ સમયમાં આ ગળતેશ્વર મંદિરને
તોડવાનો પ્રયાસ થયો હતો પરંતુ ભગવાન શિવના ચમત્કાર અને શિવલિંગમાંથી અવાજ આવતાં
મુગલ આક્રમણકારીઓ ભાગી ગયા હતા.ગળતેશ્વર મંદિરને પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય
મહત્વનું સ્મારક જાહેર કરાયું છે.તુટેલા શિખરના
જીર્ણોદ્ધાર માટે શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી રામદાસજીના પ્રયાસોથી અને
માન.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રસ લીધા પછી ગળતેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર
કરવામાં આવ્યો હતો.
સંત ચરીત્ર
યુગ પ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજી મહારાજનું જીવન દર્શન
યુગ પ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજી
મહારાજનો જન્મ માતા બુધવંતીજી તથા બાબા અવતારસિંહજી મહારાજના સન્માનિત ૫રીવારમાં
૧૦મી ડિસેમ્બર,૧૯૩૦ના રોજ થયો હતો.તેમને યુગપુરૂષ સદગુરૂ બાબા અવતારસિંહજી
મહારાજના સુયોગ્ય પૂત્ર તથા નિષ્ઠાવાન શિષ્ય હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત
થયું.તેમના શબ્દોમાં કહીએ તો “હું સમયના પૈગમ્બરના આધ્યાત્મિક
પ્રકાશથી જગમગતા ૫રીવારમાં જન્મ્યો છું,મેં ક્યારેય અજ્ઞાનનો અંધકાર જોયો નથી.’’ સને ૧૯૪૭માં તેમનો વિવાહ
મહા.મન્નાસિંહજીની સુપૂત્રી કુલવંતકૌરજી કે જેમને નિરંકારી જગતમાં “નિરંકારી
રાજમાતાજી’’ના નામથી સંબોધવામાં આવે છે તેમની સાથે કરવામાં આવ્યો.સંત
નિરંકારી મિશનના ત્રીજા ગુરૂ તરીકે બાબા ગુરૂબચનસિંહજી મહારાજને ડિસેમ્બર-૧૯૬૨માં
ગુરૂગાદી મળી ત્યારથી ૨૪મી એપ્રિલ,૧૯૮૦માં તેમના
દેહાંત સુધી દુનિયાભરમાં સત્યનો સંદેશ ૫હોચાડવા માટે તેમને ખભેખભો મિલાવીને કાર્ય
કરતાં રહ્યાં.સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ-નિરંકારી બાબાની સાથે ૫ણ તેમને ૨૯મી
ઓગસ્ટ,૨૦૧૪ના રોજ દેહાંત સુધી પોતાની તમામ જવાબદારીઓ સક્રિયરૂ૫થી નિભાવી હતી.
બાબા ગુરૂબચનસિંહજી મહારાજ પોતાના
પ્રવચનોમાં કહેતા હતા કે “મહાન સંતો-મહાપુરૂષોએ બતાવેલા માર્ગ ઉ૫ર ચાલીને અમારે
ગૃહસ્થમાં રહીને પોતાની ખૂન-૫સીનાની કમાઇથી અમારી રોજી રોટી
ચલાવવી જોઇએ,સમાજ ઉ૫ર બોજારૂ૫ ના બનવું જોઇએ.” તે પોતે એક
કર્મયોગી મહાત્મા હતા.તેમનામાં એક સાચા સંતની તમામ વિશેષતાઓ વિદ્યમાન હતી.પોતાના
દૈવી ગુરૂ ૫રીવારમાં રહેવા છતાં તે હંમેશાં નિષ્કામ સેવા ભક્તિમાં લાગેલા રહેતા
હતા.ડિસેમ્બર-૧૯૬૨માં યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન જ
સંત નિરંકારી મિશનની જવાબદારી તેમને સુપ્રત કરી દીધી હતી.અધ્યાત્મ જગતના ઇતિહાસમાં
આવી ઘટના દુર્લભ જ જોવા મળે છે કે જ્યાં મહાન સદગુરૂએ પોતાના જીવનકાળ દરમ્યાન જ
ગુરૂગાદી પોતાના સુયોગ્ય શિષ્યને સોંપીને પોતાને એક સાધારણ ભક્તના રૂ૫માં
પ્રસ્તૃત કર્યા હોય.
બાબા ગુરૂબચનસિંહજી મહારાજ
સત્ય,અહિંસા,શાંતિ તથા ઉચ્ચ માનવીય મૂલ્યોના દ્દઢ ૫ક્ષધર હતા તથા તે ૫વિત્ર
ઉદ્દેશ્યના માટે તે જીવ્યા અને શહીદ થયા હતા.તેમને કહ્યું હતું કે “હું એક સાધારણ માનવ છું અને માનવતા જ મારો ધર્મ છે.’’બાબા
ગુરૂબચનસિંહજી મહારાજે એક નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માના
જ્ઞાન,વિશ્વ-બંધુત્વ,શાંતિ,અહિંસા,સહનશીલતા,અનેકતામાં એકતા તથા માનવતાની નિષ્કામ-સેવા
વગેરે મહાન સંદેશાઓને માનવમાત્ર સુધી ૫હોચાડવા માટે દુનિયાભરમાં પ્રચારયાત્રાઓ કરી
હતી.
ગહન-ગૂંઢ રહસ્યોને ૫ણ સાધારણ
શબ્દોમાં હસતાં હસતાં કહી દેવાનો તેમનો પોતાનો એક અલગ અંદાજ હતો.તેઓ કહેતા કે “તમામ
વિઘ્નો તથા વિરોધ હોવા છતાં સંત હંમેશાં જાત-પાંત,રંગ,દેશ,ભાષા
સંસ્કૃતિ વગેરેથી ઉ૫ર ઉઠીને પ્રાણીમાત્રને ભક્તિના રંગમાં રંગતા જાય છે.સંત
હંમેશાં માનવમાત્રના ઉદ્ધાર તથા સમાજના ઉત્થાનના માટે જીવે છે અને મરે છે.’’ તેમનું માનવું હતું કે “સંસારનો
ત્યાગ કરીને વેશધારી સાધુ સન્યાસી બનવાની આવશ્યકતા નથી.ઘર ગૃહસ્થમાં રહીને પોતાની
પારીવારીક જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં દરેક વ્યક્તિ પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને
પ્રાપ્ત કરી શકે છે.” તેમને હંમેશાં દરેક વ્યક્તિને સમાનરૂપી આર્શિવાદ
આપ્યા.તેમના માટે કોઇ પારકું ન હતું.૧૩મી એપ્રિલ,૧૯૭૮ના દિવસે અમૃતસરના દુઃખદ
હત્યાકાંડ ૫છી પત્રકારોએ તેમને પુછ્યું કે “આ હત્યાકાંડમાં કેટલા સામાવાળાના અને
કેટલા તમારા લોકો માર્યા ગયા? તે સમયે તેમનો જવાબ હતો કે “જે કોઇ માર્યા ગયા છે તે
તમામ મારા જ હતા.’’
બાબા ગુરૂબચનસિંહજી મહારાજ એક
મહાન સમાજ સુધારક હતા.તેમને દુરગામી,બહુપ્રભાવી સુધારાઓની શરૂઆત કરી હતી.મે-૧૯૭૩માં
પ્રચારકોની એક ઐતિહાસિક “મન્સૂરી કોન્ફરન્સ’’માં તેમને આહ્વાન કર્યું કે “સંત
નિરંકારી મિશનના તમામ અનુયાયી એક સાધારણ ૫વિત્ર સંતો જેવું જીવન જીવે,સાદી વેશભૂષા ૫હેરવી,સાદું ભોજન જ લેવું અને તમામ
પ્રકારના નશાથી દૂર રહેવું.તેમને એ ૫ણ પ્રેરણા આપી કે તેમના ભક્તજનો અન્તર્જાતીય
સાધારણ વિવાહને પ્રાથમિકતા આપશે,દહેજના દૂષણને જડમૂળથી ઉખાડી ફેકી દેવું.વિવાહ તથા
અન્ય સમારોહમાં ખોટા ખર્ચા તથા પ્રદર્શન વગેરેથી બચવું.”
બાબા ગુરૂબચનસિંહજી મહારાજ તથા
તેમના ભક્તોએ હંમેશાં પુરાતન પીર-પૈગમ્બર,ગુરૂઓ તથા પવિત્ર ગ્રંથો પ્રત્યે હંમેશાં
સાચી શ્રદ્ધા તથા આસ્થા રાખી તથા રખાવી છે,તેમને એ વાત ઉ૫ર ભાર મુક્યો કે પુરાતન
ગુરૂઓ તથા ૫વિત્ર ગ્રંથો દ્વારા આ૫વામાં આવેલ ઉ૫દેશોને જીવનમાં ઉતારવા એ જ તેમના
પ્રત્યે આદર-શ્રદ્ધા તથા વિશ્વાસ કરવા બરાબર છે.
બાબા ગુરૂબચનસિંહજી મહારાજના વધતા
જતા પ્રભાવ તથા સંત નિરંકારી મિશનનો આંતરરાષ્ટ્રીય સ્તર ઉ૫રના ઝડપી વિકાસ થતાં
ધાર્મિક કટ્ટરપંથીઓ આ સહન ના કરી શક્યા,તેમની ઘૃણા અને અસહિષ્ણુતા બાબા
ગુરૂબચનસિંહજીની વિરૂદ્ધમાં એક ષડયંત્રના રૂ૫માં બદલાઇ ગઇ અને ૨૪મી એપ્રિલ, ૧૯૮૦ના રોજ મધ્યરાત્રીએ હત્યારાઓની ગોળીના શિકાર
બની બલિદાન આપ્યું.તેમની યાદમાં સંત નિરંકારી મિશન દર વર્ષે આ દિવસને “માનવ
એકતા દિવસ’’ ના રૂ૫માં મનાવે છે.આ દિવસે સમગ્ર દેશ તથા વિશ્વભરના નિરંકારી
ભક્તજનો દ્વારા શ્રદ્ધાંજલી સત્સંગ સમારોહ તથા વિશાળ પાયા ઉ૫ર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.
કોઇ સજ્જને પ્રશ્ન કર્યો કે તરબૂચ
અને સંતરામાંથી કયું ફળ માનવ એકતા દર્શાવે છે? તરબૂત બહારથી એવું દેખાય છે કે તે
અનેક ભાગોમાં વહેચાયેલું છે પરંતુ તેને કાપ્યા ૫છી ખબર ૫ડે છે કે તે અંદરથી એક જ
છે.જ્યારે સંતરાને બહારથી જોવામાં આવે તો એક જ દેખાય છે ૫રંતુ તેને કાપ્યા ૫છી
ખબર ૫ડે છે કે તે અનેક ભાગોમાં વહેચાયેલું છે.સંસારની હાલત ૫ણ સંતરા જેવી છે,બહારથી બધા માનવો
એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે પરંતુ વાસ્તવમાં બધા પોતપોતાના સ્વાર્થમાં
જોડાયેલા છે તેનાથી ઉલ્ટું બ્રહ્મજ્ઞાની સંતોનું જીવન તરબૂત જેવું બહારથી અલગ અલગ
જોવા મળે છે ૫રંતુ અંતર્મનથી તેઓ એક હોય છે,તેમની ભાવના,વિચારધારા,સંસારમાં વિચરણ
કરવાની રીત તથા સંસારને જોવાનો દ્દષ્ટિકોણ એક હોય છે અને આ બ્રહ્મજ્ઞાનથી જ શક્ય
બન્યુ હોય છે.જ્યારે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ડ સદગુરૂની કૃપાથી અનુભવ થાય કે તમામ
પ્રાણીઓમાં એક જ નિરાકાર પ્રભુ ૫રમાત્મા સમાયેલા છે તો એકતા આપોઆ૫ સ્થાપિત થાય
છે,સ્વાર્થના સંકુચિત વર્તુળમાંથી બહાર આવી મન વિશાળ બને છે અને હવે ફક્ત પોતાના
દુઃખ દર્દનું નહી ૫રંતુ બીજાનું દુઃખ જોઇને આંખમાં આંસુ આવી જાય છે.
એક જ શહેરમાં રહેનારા બે વ્યક્તિઓ
પોતાના મહોલ્લા,વિસ્તારના નામથી ઓળખાય છે,આ બે વ્યક્તિઓ પોતાના શહેરથી દૂરના સ્થળે ભેગા
થઇ જાય તો તેમને કેટલો હર્ષ થાય છે ! પોતાપણાનો ભાવ જાગે છે ! અને કોઇ તેમને પુછે
તો તેઓ એમ જ કહે છે કે અમે બંન્ને એક જ શહેરના છીએ ! એક જ શહેરમાં ઘણા દૂર દૂર
રહેતા હોવા છતાં તેમના શહેરનું નામ આવતાં પોતાપણાની ભાવના જાગ્રત થાય છે. એક જ
રાજ્યના બે વ્યક્તિઓ મુંબઇ જેવા શહેરમાં ભેગા થઇ જાય ત્યારે શહેરના નામથી નહી
૫રંતુ રાજ્યના નામથી ઓળખાય છે અને લોકો કહે છે કે શું આ૫ બંન્ને ગુજરાતી છો? ભલે
તેમના શહેરો હજારો કિલોમીટર દૂર હોય છતાં રાજ્યનું નામ આવતાં જ એકતા સ્થાપિત થઇ
જાય છે.આજે સંત નિરંકારી મિશન બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવના દ્દષ્ટિકોણને વિશાળ
બનાવી રહ્યું છે,મનના ભાવોને બદલી રહ્યું છે.મન બદલાય તો સ્વભાવ બદલાય છે-વિચાર
બદલાય છે અને વિચારો બદલાતાં જ જીવન જીવવાની રીત આપોઆ૫ બદલાઇ જાય છે.
યુગપ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજીએ
સમાજના કલ્યાણના માટે સતત કાર્ય કર્યું છે.દરેક ભક્તના જીવનને વાસ્તવિક રૂપમાં
વ્યવહારિક દિશા આપી છે જેના માટે માનવતા હંમેશાં તેમની ઋણી રહેશે. તેમની યાદમાં
યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા ૧૯૮૬થી
શરૂ કરાયેલ રક્તદાનની આ ઝુંબેશ આજે એક વિશાળ
વટવૃક્ષ બનેલ છે.છેલ્લા ચાર દાયકાઓથી આયોજીત ૮૬૪૪
રક્તદાન શિબિરોમાં માનવમાત્રના કલ્યાણ માટે અત્યાર સુધી ૧૪,૦૫,૧૭૭ યુનિટ
રક્તદાન કરવામાં આવ્યું છે અને આ સેવા હજું નિરંતર ચાલુ છે.લોકકલ્યાણના માટે
ચલાવવામાં આવી રહેલ આ અભિયાન નિરંકારી સતગુરૂ દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનો સંદેશ
ફેલાવી દરેક પ્રાણી તેમાંથી પ્રેરણા મેળવી પોતાનું જીવન સફળ બનાવી રહ્યાં છે.
માંડવ્યઋષિની કથા
માંડવ્ય નામના એક વિખ્યાત મહાન સિદ્ધિવાન બ્રાહ્મણ જે
ધૈર્યવાન,તમામ
ધર્મોના જ્ઞાતા, સત્યનિષ્ઠ અને તપસ્વી હતા.ખાંડવવનમાં તેમનો આશ્રમ હતો.તેમને તપસ્યા દ્વારા ઘણી
સિદ્ધિઓ પ્રપ્ત કરી હતી.તે પોતાના આશ્રમના દ્વાર ઉપર એક વૃક્ષ નીચે બંન્ને હાથોને
ઉપર ઉઠાવી મૌનવ્રત ધારણ કરી ઉભા રહી કઠીન તપશ્ચર્યા કરતા હતા.
માંડવ્યઋષિના શાપથી ધર્મરાજાનો દાસીપુત્ર વિદુરજી તરીકે શુદ્રને ત્યાં જન્મ થયો હતો.માંડવ્ય ઋષિની
કથા એવી છે કે એક વખત કેટલાક ચોરો રાજાના ખજાનામાં મૂલ્યવાન રત્નોનો ચોરી કરી હતી.
તેમની પાછળ સૈનિકો પડ્યા એટલે પકડાઇ જવાના ડરથી રસ્તામાં આવતા માંડવ્યઋષિના આશ્રમમાં બધું ચોરેલ ધન-વૈભવ ફેંકીને
આશ્રમમાં સંતાઇ જાય છે.આશ્રમમાં તપાસ કરતાં છુપાયેલ ચોરો પકડાઇ જાય છે.રાજાના
ખજાનામાંથી ચોરાયેલ તમામ ધન સંપત્તિ જોઇને સૈનિકોએ માની લીધું કે માંડવ્યઋષિ જ ચોર
છે એટલે ચોરોની સાથે તેમને પણ પકડીને ધન-સંપત્તિ સાથે રાજા સમક્ષ હાજર કરવામાં આવે
છે.
રાજાએ પુરતી તપાસ કર્યા વિના ચોરો તથા માંડવ્યઋષિને પણ
પ્રાણદંડની સજા કરવામાં આવે છે.માંડવ્યઋષિને શૂળી ઉપર ચઢાવવામાં આવે છે.ધર્માત્મા
મહર્ષિ માંડવ્ય લાંબા સમય સુધી શૂળીના અગ્રભાગ બેસી રહેવા છતાં તથા ભોજન ન મળવા
છતાં તેમનું મૃત્યુ થતું નથી.તેઓ શૂળીની અણી પર ગાયત્રી મંત્રનો જાપ કરે છે.ચોવીસ
કલાક થયા છતાં ઋષિના શરીરમાં શૂળીનો પ્રવેશ થયો નથી.ઋષિએ સ્મરણ કરીને ઋષિઓને
પોતાની પાસે બોલાવ્યા.શૂળીની અણી ઉપર રહીને તપસ્યા કરનાર મહાત્માથી પ્રભાવિત થઇને
તમામ તપસ્વી મુનીઓને દુઃખ થયું અને તેઓ રાત્રિના સમયે પક્ષીઓનું રૂપ ધારણ કરીને
આવીને વિપ્રવર માંડવ્ય ઋષિને પુછે છે કે આપે એવું કયું પાપ કરેલું કે જેના
ફળસ્વરૂપે શૂળી ઉપર બેસવાનું મહાન કષ્ટ પ્રાપ્ત થયું છે? ત્યારે મુનિ કહે છે કે હું કોના ઉપર દોષ લગાઉ? બીજા કોઇએ મારો અપરાધ કર્યો નથી.
ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજાને લાગ્યું કે આ કોઈ ચોર નથી પણ
પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે.ઋષિને શૂળી પરથી નીચે ઉતરાવ્યા.સઘળી હકીકત જાણી રાજાને દુઃખ થયું અને ઋષિની માફી માંગતા કહે છે કે મેં મોહ અને અજ્ઞાનતાવશ જે અપરાધ કર્યો છે
તેના માટે આપ મારી ઉપર ક્રોધ ના કરશો મને માફ કરજો.માંડવ્યઋષિ કહે છે રાજન હું તને
ક્ષમા આપીશ પણ યમરાજને માફ નહિ કરૂં.મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ? મુનિને શૂળી ઉપરથી ઉતારીને શૂળીનો આગળનો ભાગ જે મુનિના શરીરમાં
ઘુસી ગયો હતો તેને કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ન નીકળતાં અણીનો ભાગ તેમના
શરીરમાં જ રહેવા દઇને કાપી નાખવામાં આવે છે.તેમના શરીરમાં શૂળીનો અગ્રભાગ લઇને
ફરતા હોવાથી તેમને અણિ-માંડવ્ય કહેવાયા.
ત્યારબાદ પરમાત્મા તત્વના જ્ઞાતા વિપ્રવર માંડવ્યઋષિ
ધર્મરાજાના દરબારમાં આવીને પૂછે છે મને કયા પાપની સજા કરવામાં આવી છે? ધર્મરાજાએ જોયું તો ઋષિના નામે કોઈ પાપ જમા ન હતા.
ધર્મરાજા ગભરાયા છે.તેમને વિચાર્યું કે ભૂલ થઇ છે એમ કહીશ તો ઋષિ શ્રાપ આપશે એટલે ધર્મરાજાએ કહ્યું છે
કે તમે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એક પતંગિયાને કાંટો ભોંકેલો તેની આ સજા છે.થોડું
દાન કરવાથી તેનું અનેકઘણું ફળ મળે છે તેવી જ રીતે થોડો અધર્મ કરવાથી દુઃખરૂપી ફળ
ભોગવવું પડે છે.
ત્યારે માંડવ્યઋષિ કહે છે કે મેં ક્યારે અને કેટલી ઉંમરે આ પાપ
કર્યું હતું તે મને બતાવો? ત્યારે ધર્મરાજા
કહે છે કે તમે ત્રણ વર્ષની ઉંમરે આ પાપ કર્યું હતું ત્યારે માંડવ્યઋષિ કહે છે કે
ધર્મશાસ્ત્ર અનુસાર બાર વર્ષની ઉંમર સુધી બાળક જે કંઇ કર્મ કરે છે તેને અધર્મ
માનવામાં આવતો નથી કે તેનું ફળ તેને ભોગવવું પડતું નથી.તમે નાના સરખા કર્મનો મને
બહુ મોટો દંડ આપ્યો છે.
માંડવ્યઋષિ કહે છે કે શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય
અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા જાગૃત અવસ્થામાં નહિ,સ્વપ્નાવસ્થામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો અને કરેલા પાપની સજા
સ્વપ્નામાં કરવી જોઈતી હતી.તમે ગેરવ્યાજબી રીતે ખોટી સજા કરી છે.ધર્મરાજાના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી તેથી હું તમને શાપ આપું છું
કે શૂદ્રયોનિમાં તમારો જન્મ થાઓ અને ત્યાં તમે ન્યાય-અન્યાયની સમસ્યાઓનું સમાધાન
કરતાં કરતાં થાકી જશો.આજથી સંસારમાં ધર્મના ફળને પ્રગટ કરનાર મર્યાદા સ્થાપિત કરૂં
છું કે ચૌદ વર્ષની ઉંમર સુધી જે કર્મ કરવામાં આવશે તેનું પાપ નહી લાગે.આ પ્રમાણે
માંડવ્યઋષિના શાપથી સાક્ષાત ધર્મરાજા જ વિદુર તરીકે દાસીને ઘેર જન્મ્યા હતા.તેઓ
ધર્મશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના પંડીત,લોભ અને ક્રોધથી રહીત,દીર્ધદર્શી શાંતિપરાયણ હતા.
દેવથી ભૂલ થાય તો તેને મનુષ્ય બનવું પડે છે અને મનુષ્ય ભૂલ કરે
તો તેને ચાર પગવાળા પશુ બનવું પડે છે.સદગુરૂ પરમાત્માની કૃપાથી એક પ્રભુ
પરમાત્માને જાણીને,અમારા મનને
હરીનામમાં લગાવવાથી અમો પાપ કરવાથી બચીએ છીએ તથા સદગુરૂ અમોને શરણમાં લઇ અમારો
મનુષ્ય જન્મ સફળ બનાવે છે.વિદુરજી વિચારે છે કે એકવાર
મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ.હવે મારા હાથે કોઈ પુણ્ય
ના થાય તો વાંધો નહિ પણ પાપ તો ના જ થાય.પાપ ના કરે એ જ મહાપુણ્ય છે.
વિચારવાન પુરૂષ પા૫ કરવા ઇચ્છતો નથી કેમ કે પાપનું પરિણામ દુઃખ હોય છે અને દુઃખને કોઇપણ મનુષ્ય ઇચ્છતો
નથી પરંતુ હૈયામાં સાંસારીક ભોગ અને સંગ્રહની ઇચ્છા જ તમામ પાપોનું મૂળ
છે.પાપવૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરૂષ તે પાપને જાણતો હોવાથી તેનાથી દુર
રહેવા ઇચ્છે છે છતાં ૫ણ તે એ પાપમાં એવી રીતે લાગી જાય છે કે જેવી રીતે કોઇ તેને
પાપમાં જોડી રહ્યું હોય ! આથી એવું જણાય છે કે પાપમાં લગાવવાવાળું કોઇ બળવાન કારણ
છે.અંતકાળમાં બે યમદૂતો આવે છેઃપાપ પુરૂષ અને પુણ્ય
પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે
છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.
રાજા પુરંજનની
કથા
જે મનુષ્ય
પુર્ણ ગૃહસ્થાશ્રમમાં રહીને પત્ની, પૂત્ર અને ધનને જ પરમ પુરૂષાર્થ માને છે તે
અજ્ઞાનના લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાથી પરમ કલ્યાણને પ્રાપ્ત કરી
શકતો નથી. મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો છે કે “હું
કોણ છું?”
તેનું તેને જ્ઞાન થતું નથી.જે પોતાના સ્વરૂપને
(આત્માને) ઓળખી શકતો નથી તે પરમાત્માને કેવી રીતે ઓળખી શકે?
પ્રાચીન
કાળમાં પુરંજન નામે મહાન યશસ્વી રાજા હતો.રાજાનો એક મિત્ર હતો તેનું નામ
અવિજ્ઞાત.અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સતત પ્રયત્નશીલ રહેતો અને પુરંજનને આ વાતની
ખબર ના પડે તેની કાળજી રાખતો. જીવ અને ઈશ્વરની મૈત્રી
છે.અવિજ્ઞાત તે ઈશ્વર છે.ઈશ્વરને જીવ પ્રત્યે અપાર કરૂણા છે.જીવને ગુપ્ત રીતે હર
પળે મદદ કરે છે તેથી મદદ આપનારો કોણ છે તે દેખાતું નથી.પરમાત્મા પવન,પાણી
પ્રકાશ,બુદ્ધિ
બધું જીવને આપે છે પછી કહે છે બેટા એક કામ તું કર અને એક કામ હું કરૂં.તારી અને
મારી મૈત્રી છે.ધરતી ખેડવાનું કામ તારૂં,વરસાદ
વરસાવવાનું કામ મારૂં. બીજ તારે રોપવાના અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારૂં.
બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણનું કામ તારૂં, પોષણનું
કામ મારૂં.આ બધું કરવા છતાં હું સઘળું કરૂં છું તે જીવને ખબર પાડવા દેતા
નથી.પ્રભુની આ અવિજ્ઞાત લીલા છે. તે પછી ભગવાન કહે છે ખાવાનું કામ તારૂં અને
પચાવવાનું કામ મારૂં, ખાધા પછી સુવાનું કામ તારૂં, જાગવાનું
કામ મારૂં, ઈશ્વર સુત્રધાર છે તે સુતો નથી. નિદ્રામાં પણ આપણું
રક્ષણ કરે છે.
આપણે
રેલગાડીમાં સારી જગ્યા મળે તો સુઈ જઈએ છીએ પણ એન્જીનનો ડ્રાઈવર સુઈ જાય તો? આ બધું પરમાત્મા કરે
છે છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે? પ્રભુના જીવ પર
કેટલા બધા ઉપકાર છે છતાં જીવ કૃતઘ્ન છે.
રાજા
પુરંજન પોતાનું રહેવા લાયક સ્થાન શોધવા આખી પૃથ્વી પર ફરી વળ્યો તો પણ તેને કોઇ
અનુરૂપ સ્થાન મળ્યુ નહી.તેને જાત જાતના ભોગોની લાલસા હતી તેને ભોગવવા માટે તેણે
સંસારના જેટલા નગર જોયા તેમનામાંનું કોઇપણ તેને ઉચિત લાગ્યું નહી.પુરંજન એ જીવાત્મા છે.પુરંજને
વિચાર કર્યો નહિ કે હું કોના લીધે સુખી છું? સર્વદા
ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલીને તે એક દિવસ નવ દરવાજા વળી નગરીમાં દાખલ થયો.નવ દરવાજા
વાળી નગરી તે માનવ શરીર. શરીરને આંખ કાન નાક.. વગેરે નવ દરવાજા છે ત્યાં આવ્યા પછી
તેને એક સુંદર સ્ત્રી મળી.પુરંજને તેને પૂછ્યું તમે કોણ છો? સ્ત્રી
એ જવાબ આપ્યો હું કોણ છું? મારૂં ઘર ક્યાં છે? મારા
માતાપિતા કોણ છે મારી જાતિ કઈ છે? તે કશું હું જાણતી નથી પણ
તમારે પરણવું હોય તો હું તૈયાર છું. હું તને સુખી કરીશ. સુંદર દેખાતી હતી એટલે
કશું પણ વિચાર કર્યા વગર પુરંજને તેની સાથે લગ્ન કર્યું. બુદ્ધિ તથા અવિદ્યાને જ
પુરંજની નામની સ્ત્રી જાણવી,એના કારણે દેહ
ઇન્દ્રિયોમાં હું-મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તેનો આશ્રય લઇને
ઇન્દ્રિયો વડે વિષયોનો ભોગ કરે છે.દશ ઇન્દ્રિયો એ તેના મિત્રો છે જેમનાથી જ્ઞાન
અને ક્રિયાઓ થાય છે.ઇન્દ્રિયોની વૃત્તિઓ તેની સખીઓ છે અને પાંચ પ્રાણ એ પાંચ
ફણાવાળો સાપ છે.તે સ્ત્રીમાં એવો આસક્ત થયો કે થોડા સમયમાં તેને ૧૧૦૦ પુત્રો થયા.
વિચાર કરો..સંસારસુખ ભોગવવાની ઈચ્છા અને સંકલ્પવાળો જીવ એ બુદ્ધિ સાથે પરણે છે.
બુદ્ધિ જાણતી નથી કે તેના માતાપિતા ઘર વગેરે ક્યાં છે? ઇન્દ્રિયો
૧૧ છે.એક એક ઇન્દ્રિયોના ૧૦૦ સંકલ્પો તે એક એકના સો પુત્રો, તે
પુત્રો માંહે માંહે લડે છે. એક વિચાર ઉદભવે તેને બીજો દબાવી દે છે. સંકલ્પ
વિકલ્પથી જીવને બંધન થાય છે.
ઘણા વર્ષો
સુધી પુરંજન સંસાર સુખ ભોગવે છે.બીજી બાજુ કાળદેવની દીકરી “જરા” સાથે કોઈ લગ્ન
કરતુ નહોતું, તે કહે છે
મને કોઈ વર બતાવો,
તેને કહે છે કે તને વર બતાવું. પુરંજનનગરીમાં એક જીવ છે તે તારી
સાથે લગ્ન કરશે પછી પુરંજનની ઈચ્છા ન હોવાં છતાં જરા (વૃદ્ધાવસ્થા) તેને વળગી.
પુરંજનનું બીજું લગ્ન જરા સાથે થયું. જરા (વૃદ્ધાવસ્થા) સાથે લગ્ન થયા પછી
પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે.ભોગ ભોગવે એને જરા-વૃદ્ધાવસ્થા વળગે
છે.યોગીને જરા અવસ્થા વળગી શકે નહિ. જવાની એ "જવા" ની જ
છે.વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી અને પછી મૃત્યુનો સેવક
પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રીમાં
અતિ આસક્ત હોવાથી અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં શરીર છોડવાથી પુરંજન વિદર્ભ
નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.એવું નથી કે કોઈ કાયમ માટે પુરૂષ કે કાયમ માટે સ્ત્રી
થઇ પુનર્જન્મ પામે. આ શરીરમાં જીવ જે દૃઢ વાસના કરે છે તે પ્રમાણે તેનો પુનર્જન્મ
થાય છે.મનુષ્ય પોતાનું સ્વરૂપ પોતે જ નક્કી કરે છે.બાલ્યાવસ્થા અને
વૃદ્ધાવસ્થામાં જે થોડા સત્કર્મો કરેલા હતા તેને પ્રતાપે વિદર્ભમાં પુરંજનનો જન્મ
કન્યારૂપે (વૈદર્ભી) થયો. સમય જતાં તેનું લગ્ન દ્રવિડ દેશના રાજા પાંડ્ય (મલયધ્વજ)
સાથે થયું.પાંડ્ય (મલયધ્વજ) રાજા ભક્ત હતા તેનાથી એક પુત્રી અને સાત પુત્રો થયા.
કથા
શ્રવણ સત્સંગમાં રૂચિ તે ભક્તિ (પુત્રી). સાત પુત્રો ભક્તિના સાત પ્રકાર છે. (શ્રવણ, કિર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન
અને દાસ્ય) આ સાત પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પામી શકે છે પરંતુ આઠમી
સખ્ય અને નવમી આત્મનિવેદન ભક્તિ પ્રભુ જેના પર કૃપા કરે છે તેને જ મળે છે. સાત
પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી એક વખત જયારે કન્યાના પતિનું મરણ થાય છે ત્યારે તે
દુઃખી થાય છે. ત્યારે પરમાત્મા સદગુરૂ રૂપે આવી અને સખ્ય અને આત્મનિવેદન ભક્તિનું
દાન કરે છે એટલે કે જે મિત્ર અવિજ્ઞાતને (પરમાત્માને) પુરંજન (જીવ) માયાને લીધે
ભૂલી ગયો હતો તે સદગુરુ રૂપે આવ્યા અને બ્રહ્મવિદ્યાનો
ઉપદેશ કર્યો કે તું મને છોડીને (મારાથી વિખુટો પાડીને) નવ દ્વાર વાળી નગરી
(શરીર)માં રહેવા ગયો ત્યારથી તું દુઃખી થયો છે પણ હવે તું તારા સ્વરૂપને ઓળખ. તું
મારો મિત્ર છે, તું મારો અંશ છે, તું
સ્ત્રી નથી કે પુરુષ નથી, તું મારા સામું જો.પુરંજન
પ્રભુની સન્મુખ થયો.જીવ અને ઈશ્વરનું મિલન થયું. અને જીવ કૃતાર્થ થયો.
મનની
શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા 'ભક્તિ' (કર્મ)ની
જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા 'જ્ઞાન'ની
જરૂર છે.જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય.. ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્મા દર્શન
કરી કૃતાર્થ થાય છે.
ભક્તમાળ
પુસ્તકમાં મહાન સંત અમરદાસજીની કથા આવે છે.તેમની ઉંમર ત્રણ વર્ષની હતી
ત્યારે તેમણે તેમની મા ને પૂછ્યું મા હું કોણ છું? મા એ જવાબ આપ્યો
તું મારો દીકરો છું.અમરદાસ પૂછે છે દીકરો કોણ? કોનો? મા એ તેમની છાતી પર
હાથ રાખી કહ્યું આ મારો દીકરો છે. અમરદાસ કહે એ દીકરો ક્યાં છે? એ તો છાતી છે.હવે
મા એ તેનો હાથ પકડી કહ્યું આ મારો દીકરો છે. અમરદાસ કહે મા તે તો મારો હાથ છે. મા
જો આ શરીર એ તારો દીકરો હોય તો તારૂં લગ્ન થયું ત્યારે હું ક્યાં હતો? મા કહે છે બેટા
મારા લગ્ન પછી તારો જન્મ થયો છે. અમરદાસ કહે છે મા તું ખોટું કહે છે. લગ્ન પછી તો
શરીરનો જન્મ થયો પણ તે પહેલાં તો હું ક્યાંક તો હતો જ તે મારૂં અસલી ઘર ક્યાં છે?
જીવ
અજ્ઞાનથી અનેક પ્રકારનાં કષ્ટો ભોગવતો રહી મનુષ્ય શરીરમાં પડ્યો રહે
છે.છે.વાસ્તવમાં તો તે નિર્ગુણ છે પરંતુ પ્રાણ,ઇન્દ્રિયો અને મનના
ધર્મોને પોતાનામાં આરોપીત કરીને હું-મારાપણાના અભિમાનથી બંધાઇને વિષયોનું ચિંતન
કરતો રહીને જાત જાતના કર્મો કરતો રહે છે.આ જીવ પરમાત્માનો સનાતન અંશ હોવાછતાં
જ્યાંસુધી કોઇ ક્ષોત્રિય બ્રહ્મનીષ્ઠ સદગુરૂના માધ્યમથી પ્રભુ પરમાત્માને જાણતો
નથી ત્યાંસુધી પ્રકૃતિના ગુણોમાં બંધાયેલો રહે છે.
મનુષ્યનું
અસલી ઘર પરમાત્માના ચરણમાં છે. ‘હું કોણ છું’ તેનો
વિચાર કરવાનો છે.જીવનના લક્ષ્યને ભૂલવાનું નથી.જીવને ઈશ્વરનું જ્ઞાન તો નથી પણ
જીવને હું કોણ છું? તેનું પણ જ્ઞાન નથી. વિષયોમાં
જીવ એવો ફસાયો છે કે હું કોણ છું? તેનો પણ વિચાર કરતો નથી
તો પછી પરમાત્માનો તો વિચાર પણ ક્યાંથી આવે? પુરંજન
કથાનું આ રહસ્ય છે.જેનાથી પ્રભુ પ્રસન્ન થાય તે કર્મ અને જેનાથી પ્રભુમાં બુદ્ધિ
પરોવાય તે જ્ઞાન.
કથા
મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષો છોડાવે છે.જો માણસ
સમજે અને પ્રયત્ન કરે તો પૂર્વ જન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરૂં કરવાનું છે પણ નવું
પ્રારબ્ધ ઉભું કરવાનું નથી.એવું સાદું જીવન જીવવાનું કે જન્મ મરણનો ત્રાસ છૂટી
જાય. આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળે
છે. મનુષ્યને “જગત નથી” એવો અનુભવ થાય છે પણ
“હું
નથી” એવો
અનુભવ થતો નથી.“અહમ” નું
વિસ્મરણ જલ્દી થતું નથી.
સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર
સંબંધોમાં લાગણીની સાથે વિશ્વાસ અને વફાદારી પણ હોવી જોઈએ તો જ સંબંધોમાં
પ્રેમ અને ગૌરવ જળવાઈ રહેશે.
બ્રહ્મનિષ્ઠ
બ્રાહ્મણ પિતા સૂર્યનારાયણ અને માતા રૂકમણીદેવીની કુખે સંત એકનાથનો જન્મ મહારાષ્ટના પૈઠણ ગામમાં આજથી ૧૧૨
વર્ષ ૫હેલાં થયો હતો.જન્મથી તેઓમાં દૈવીગુણો હતા.બાળપણથી તેઓ ઇશ્વરના પરમ ભક્ત
હતા.યજ્ઞોપવિત આપ્યા બાદ એકવાર તેઓ સ્વાધ્યાય કરતા હતા તે સમયે આકાશવાણી થઇ કે તમે
દેવગઢ ગામે જઇ જનાર્દન પંત પાસે જઇ જ્ઞાન પ્રાપ્તિ કરો.એકનાથ તુરંત જ નીકળી પડે છે
અને સતત છ વર્ષ સુધી જનાર્દન પંતની સાચા હ્દયથી સેવા કરે છે.જનાર્દન પંતે
સમજાવ્યું કે સાંસારીક ભૂલો શોધવામાં આપણને આનંદ આવે છે તો સંસારમાં આપણાથી પણ ઘણી
ભૂલો થાય છે તે શોધશો તો તમારૂં જીવન ધન્ય થઇ જશે.સાચી લગનથી પ્રભુ પરમાત્મામાં મન
લગાવો.સંત આજ્ઞા માથે ચઢાવી એકનાથજીએ ભગવાનમાં મન લગાવ્યું તો પૂર્વજન્મના
સતકર્મોથી થોડા જ સમયમાં તેમને ભગવાન દત્તાત્રેયના દર્શન થાય છે અને આ વાત તેમને
જનાર્દન પંતને કહી.ગુરૂજીએ આર્શિવાદ આપ્યા કે આજથી તમે ગુરૂ દત્તાત્રેયને પોતાના
ઇષ્ટ માનજો તમારૂં કલ્યાણ થશે.
એક
સમયે ધ્યાન અવસ્થામાં ભગવાન દત્તાત્રેયે દિક્ષા આપી કહ્યું કે હે ભક્તરાજ ! પર્વત
ઉપર જઇ ભજન કરી ધર્મનો પ્રચાર કરો.તેઓ નાસિક થઇ ત્ર્યબકેશ્વર પહોંચી
ચતુઃશ્લોકી ભાગવત પર વ્યાખ્યા લખી ત્યારબાદ તેઓ ચિત્રકૂટ
જાય છે ત્યાં તેમને ભગવાન શ્રીરામના દર્શન થાય છે.ત્યારબાદ તેઓ પોતાના
વતનમાં પરત આવે છે.તે વખતે તેમની કીર્તિ ખુબ ફેલાઇ હતી.ઘરના વડીલોએ જનાર્દન પંત
પાસે જઇ એકનાથજીના લગ્ન માટે રજા માંગી.ગુરૂજીએ રજા આપતાં એકનાથજીના લગ્ન ખુબ જ ભક્તિભાવવાળા ગિરજાદેવી સાથે કરવામાં આવે
છે.એકનાથજી ભાગવતની કથા સરળ ભાષામાં કહેતા અને જાતે ભજનો બનાવી સુંદર અવાજે ગાતા
હતા.
સંત
એકનાથજીને જીવમાત્ર ઉપર દયા અને સમતાનો ભાવ હતો.બાર વર્ષની ઉંમરે તેમને રામાયણ,મહાભારત અને
ભાગવતનો અભ્યાસ કર્યો હતો.એકવાર તેઓ ક્યાંક જઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર નીકળેલા
સાપને લોકો મારી રહ્યા હતા.તેમને લોકોને અટકાવીને કહ્યું કે આ સાપ ક્યાં તમોને
કરડવા આવે છે તે તો રસ્તો ઓળંગી રહ્યો છે.બસ સાપ જોયો નથી અને મારો છો,તે સાપ યોનિમાં
જન્મ્યો છે તો શું થયું? તમે તેને મારો નહી તો તે પણ તમોને નહી મારે,એને પોતાના જાનનું
જોખમ લાગે તો ડરીને ડંખ મારે છે.સંતના વચનની અસર થઇ અને લોકોના ગળે વાત ઉતરી અને
સાપને જવા દીધો.
કેટલાક
દિવસ બાદ એકનાથજી અંધારામાં નદીએ સ્નાન કરવા માટે જઇ રહ્યા હતા તે સમયે સાપ રસ્તા
વચ્ચે ફેણ ચઢાવીને ઉભો રહી જાય છે.સંત એકનાથજીએ તેને હટાવવા ઘણા
પ્રયત્નો કર્યા પણ સાપ રસ્તામાંથી ખસ્યો જ નહી તેથી તેઓ બીજા ઘાટે સ્નાન કરવા માટે
જાય છે.સ્નાન કરી તેઓ પરત આવે છે તે સમયે અજવાળું થઇ ગયું હતું તેથી કુતુહલવશ તેઓ
જ્યાં સાપ હતો તે જગ્યાએ જાય છે તો ત્યાં સાપ નહોતો પણ જ્યાં સાપ હતો તે રસ્તાની
આગળ વરસાદના લીધે મોટો ખાડો પડ્યો હતો.એકનાથજી ખાડામાં પડી ના જાય તે માટે તેમને
પાછા વાળવા માટે સાપ રસ્તા વચ્ચે ફેણ ફેલાવી ઉભો રહી ગયો હતો.એકનાથજી સમજી ગયા કે
જે સાપને લોકોના મારથી બચાવ્યો હતો તેણે જ પરોપકારનો બદલો વાળવા મને ખાડામાં પડતો
બચાવી મારૂં રક્ષણ કર્યું છે.
એકનાથ
મહારાજ પૈઠણમાં રહેતા.ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે.તે માર્ગમાંથી
જે હિન્દુઓ સ્નાન કરીને જાય તેમને તે બહુ તંગ કરતો.એકનાથ મહારાજ એ જ રસ્તે
ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા.પઠાણ મહારાજને પણ તંગ કરતો પણ એકનાથજી સર્વ સહન
કરે.એક દિવસ પઠાણને થયું આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે
તો તેને ગુસ્સે કરવો જ છે.એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા ત્યારે
પેલો યવન મહારાજ પર થૂંક્યો.મહારાજ ફરી સ્નાન કરવા ગયા પણ યવન પર ગુસ્સે થયા નહિ.
મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે.મહારાજ ગોદાવરીમાને કહે કે મા..
ફરીફરી સ્નાન કરવા બોલાવે છે તારી કૃપા છે.યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો
રસ્તો છોડવો નથી.મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા ગયા છે.યવન શરમાયો, મહારાજને પગે પડી
ક્ષમા માગી આપ સંત છો.આપને હું ઓળખી શક્યો નહિ.મહારાજ કહે એમાં ક્ષમા કરવા જેવું
શું છે? તારા લીધે
આજ ૧૦૮ વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.
એકનાથજીએ
એક આશ્રમ બનાવ્યો હતો.તેમની સાથે આશ્રમમાં બીજા ઘણા લોકો પણ રહેતા હતા,તેમાંથી એક તેમનો
અંગત સચિવ હતો જેનું નામ પુરણ પૌડા હતું.અંગત સેક્રેટરીને આ નામ એટલા માટે આપવામાં
આવ્યું હતું કારણ કે તે ખૂબ ખાતો હતો,તેને ખૂબ ભૂખ લાગતી હતી.થોડો જાડો પણ થઇ ગયો
હતો.એકનાથજી પહેલા પુરણ પૌડા ઉઠી જતો હતો.એકનાથજી આખો દિવસ જે કંઈ કરતા હતા,પૂરણ પૌડા તેમની
સાથે રહીને તેમની સેવા કરતો હતો,તે ગુરૂના સુઈ જાય પછી જ સૂતો હતો, તે દરેક ક્ષણે
ગુરૂની સેવા માટે હંમેશા સજાગ રહેતો. એક દિવસ એકનાથજીને લાગ્યું કે હવે તેઓ આ
સંસાર છોડીને જવાના છે. તેથી તેમણે બધા શિષ્યોને બોલાવ્યા.એકનાથજીએ બધાને કહ્યું
કે ‘આ દિવસોમાં
હું ગ્રંથ લખી રહ્યો છું મને એવો અનુભવ થાય છે કે જો મારી ઉંમર પૂરી થઈ જશે તો
કદાચ આ પુસ્તક પૂરૂં નહીં થાય.મારા ગયા પછી પુસ્તક અધૂરૂં રહી જાય તો પૂરણ પૌડા
પાસે પૂરૂં કરાવજો.આ સાંભળીને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. બધા કહેવા લાગ્યા કે આ
કામ માટે તમારો દીકરો હરિ યોગ્ય છે,તે પંડિત બની ગયો છે.નિયમ પ્રમાણે ભણ્યો છે
તેને તમારો અધૂરો ગ્રંથ પૂરો કરવાનો અધિકાર છે પછી એકનાથજીએ કહ્યું ‘મારો દીકરો વિદ્વાન
બની ગયો છે પરંતુ તેના મનમાં મારા માટે પિતાની લાગણી છે પણ પુરણ પૌડા મને માત્ર
ગુરૂ માને છે તે ગુરુ-શિષ્યનો સંબંધ પૂરા દિલથી નિભાવે છે.આ પુસ્તકનું બાકીનું
કાર્ય વિદ્વતાથી નહિ પણ શ્રદ્ધાથી પૂરૂં થશે. શ્રદ્ધામાં ડૂબેલા શબ્દોની ઊંડી અસર
થાય છે બાદમાં પુરણ પૌડાએ તે પુસ્તક પૂર્ણ કર્યું હતું.
અહીં
એકનાથજીએ આપણને શીખવ્યું છે કે સંબંધોમાં લાગણીની સાથે
વિશ્વાસ અને વફાદારી પણ હોવી જોઈએ તો જ સંબંધોમાં પ્રેમ અને ગૌરવ જળવાઈ રહે છે.દરેક
શિષ્યએ હંમેશા ગુરૂની સેવા માટે તત્પર રહેવું જોઈએ.
એકવાર
મધરાતના સમયે એકનાથજીનું ઘર શોધતાં શોધતાં કેટલાક અતિથિઓ આવી ચડયા. એમના માટે
રસોઈ કરવા એકનાથજીના પત્ની ગિરિજાબાઈ પણ એ જ સમયે બેસી ગયા.ભોજનની સામગ્રી તો
ઘરમાં હતી પણ બળતણના પૂરતાં લાકડા નહોતાં.રાતના સમયે લાકડા લેવા ક્યાં જવું? અને લઈને આવે એટલો
સમય અતિથિઓને વધારે ભૂખ્યા રહેવું પડે એટલે એકનાથજીએ એમના ઘરના છાપરામાંથી વળીઓ
ખેંચી કાઢી એનો ઇંધણ તરીકે ઉપયોગ કર્યો અને તરત
ભોજન બનાવી અતિથિઓને જમાડયા.
એકવાર એકનાથજીના
ઘેર કેટલાક ચોર ચોરી કરવા આવ્યા.એક ઓરડામાંથી સામાન ચોરી એનું પોટલું બનાવી બીજા
ઓરડામાં આવ્યા.ત્યાં એકનાથજીએ ભગવાનની મૂર્તિ પાસે રાખેલા ઘીના દીવાના આછા
અજવાળામાં ભગવત્સ્મરણ કરી રહ્યા હતા.એકનાથજીને જાગતા જોઈ તે ત્યાંથી નાસવા જતા હતા
પણ એકનાથજીએ એમને ઉભા રાખ્યા.પોતાની આંગળીએ પહેરેલી એક વીંટી કાઢીને એમને આપી.થોડા
સિક્કા પણ આપ્યા અને કહેવા લાગ્યા કે 'આ પણ લઈ જાઓ.પેલા સામાન કરતાં આ વધારે કીમતી
છે.' બીજી
વસ્તુઓ એક પોટલામાં ભરી એમને આપવા લાગ્યા.ચોરોએ એકનાથજીના પગમાં પડી માફી માંગી.
એકનાથજીએ એમના પત્ની ગિરિજાબાઈને જગાડી રસોઈ કરાવી અને તે જમાડી ચોરોને વિદાય કર્યા.
ચોરોએ ત્યારથી ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી.
કાશીની
યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા
ત્યાં રસ્તામાં એક રેતાળ પ્રદેશ આવ્યો.ગરમીના દિવસો હતા.એકનાથજી અને એમની સાથે
બીજા સંતો તથા ભક્તો ત્યાંથી જઈ રહ્યા હતા.તેમણે એક ગધેડાને તરસને લીધે રેતીમાં
તરફડતું જોયું. બીજા બધાએ આ જોયું પણ કંઈ ના કર્યું. જ્યારે એકનાથજીએ તેને જોયો કે
તરત દોડી ગયા અને રામેશ્વરના શિવલિંગ પર અભિષેક રૂપે ચડાવવાનું પવિત્ર ગંગાજળ
કાવડમાંથી કાઢી એ ગઘેડાને પીવડાવી દીધું. એનાથી ગધેડાના
પ્રાણ બચી ગયા.તેમને સાથી ભક્તોએ ઠપકો આપ્યો તો તે કહેવા લાગ્યા પ્રાણીમાત્રમાં
પરમેશ્વર રહેલ છે.આ પ્રાણીના પ્રાણ સંક્ટમાં હતા એને પાણી પીવડાવી મેં શિવલિંગ પર
અભિષેક કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે.કાવડનું ગંગાજળ જે ગધેડાએ પીધું તે
સીધું રામેશ્વર ભગવાન પર જ ચડયું છે.રામેશ્વર ભગવાને પ્રગટ થઈ એકનાથજીની વાતનું
સમર્થન કર્યું અને કહ્યું તમારી ઉદારતાની કસોટી કરવા જ
મેં પોતે ગર્દભનું રૂપ લીધું હતું.
એકનાથજીના
જમાનામાં છૂત-અછૂતની ભ્રમણા ઘણી હતી.શુદ્દ જાતિમાં જન્મેલ રાન્યા નામનો એક યુવાન
એકનાથજીના કિર્તનમાં આવીને તેમના મોઢેથી ઉપદેશ સાંભળતો કે પ્રાણીમાત્રમાં એક જ
ઇશ્વરનો વાસ છે એટલે જગતના તમામ મનુષ્યો અને પ્રાણીઓ સાથે સમાનતાથી વર્તવું
જોઇએ.પ્રભુની બનાવેલ સૃષ્ટિમાં કોઇ ઉંચ કે નીચ નથી.આવું સાંભળ્યા બાદ રાન્યાએ
એકનાથજીને પોતાના ઘેર ભજન અને ભોજન માટે આમંત્રણ આપે છે.એકનાથજીએ તેના આમંત્રણનો
સ્વીકાર કરી ગામના બીજા બ્રાહ્મણોના વિરોધ હોવા છતાં રાન્યાના ઘેર ભોજન લીધું.સંત
એકનાથજીએ અનેક પતિત લોકોનો ઉદ્ધાર કર્યો. એક દેહ વ્યાપાર કરતી પતિત સ્ત્રીને
શ્રીમદ ભાગવત કથામાં પિંગલા ચરીત્રનું આખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજ્યો અને પુર્વ
જીવનનો પશ્ચાતાપ થતાં ભગવાનની ભક્તિના માર્ગે પોતાનું જીવન બદલી પોતાનો ઉદ્ધાર
કર્યો. છાસઠ વર્ષની વયે દેહ છોડતાં પહેલાં તેમને અંતિમ ઉપદેશ આપ્યો કેઃ ભાગવત
ધર્મનું પાલન કરજો,
હળીમળીને રહેજો,એક પ્રભુ પરમાત્માનું શરણું લઇ મનુષ્ય જન્મ
સાર્થક કરજો.
મહારાષ્ટના
મહાન સંત નામદેવજી
પાંડુરપુર દક્ષિણમાં શિંપી દરજી
પરીવારના વામદેવ ભગવાનના પરમ ભક્ત હતા.તેમની પૂત્રી લગ્નના થોડા સમયમાં જ વિધવા
બને છે. તે જ્યારે બાર વર્ષની થાય છે ત્યારે પિતા વામદેવ કહે છે કે તૂં આપણા ઘરમાં
વિરાજમાન ઠાકુર શ્રીપાંડુરંગનાથજીની સેવા એકાગ્ર મનથી કરો. તારા તમામ મનોરથ
ઠાકોરજી પુરા કરશે. પિતાની આજ્ઞા માનીને સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને
પ્રત્યક્ષ દર્શન આપે છે. ભગવાનના સુંદર રૂપને જોઇને તે દિકરીના હ્રદયમાં ભોગની
ઇચ્છા જાગ્રત થાય છે અને ભગવાને તેના મનોરથને પુરો કર્યો.દિકરી ગર્ભવતી બને છે.
શું આ સંભવ છે? તેને માની જ લેવાનું છે કારણ કે ભગવાનની માયાના રહસ્યને જાણી શકાતું નથી
તે લૌકિક વિધિ-નિષેધથી પર હોય છે.
વિધવાને ગર્ભ રહી ગયો
તેની ચર્ચા ઠેર ઠેર થવા લાગે છે.પારકી નિંદા કરવાવાળાઓને તો ચર્ચા કરવા મસાલો મળી
ગયો.આ વાત ફરતી ફરતી વામદેવજી સુધી પહોંચે છે.તેમને શંકાના સમાધાન માટે પૂત્રીને
પુછે છે ત્યારે દિકરી કહે છે કે ભગવાને પોતે પ્રત્યક્ષ દર્શન આપીને અનુગ્રહીત કરેલ
છે.પુરા મહિને તે એક બાળકને જન્મ આપે છે,વામદેવજી તેનું નામ નામદેવ
રાખે છે.
નામદેવ મહારાજ
ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે.શ્રીનામદેવજીનો જન્મ કારતક વદ બીજ
રવિવાર સંવત ૧૩૨૭ના રોજ સૂર્યોદયના સમયે મહારાષ્ટના પરભની જીલ્લાના નરસી બામણી
નામના ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ દામાશેઠ અને માતાનું નામ ગોણાબાઇ
હતું.દામાશેઠની ચાર પેઢી પહેલાં આ પરીવારના યદુશેઠ ભગવાન વિઠ્ઠલના અનન્ય ઉપાસક
હતા. આવા પરીવારમાં જન્મ લીધો હોવાથી સંસ્કારી નામદેવના જીવનમાં બાલ્ય અવસ્થાથી જ ભક્તિના
સંસ્કાર હતા તેથી તેઓ પોતાના મિત્રોથી અલગ રહીને ભગવાન વિઠ્ઠલજીના નામનો જપ પૂજા
ગુણગાનમાં પોતાનો સમય પસાર કરતા હતા.
તે સમયે તેમના સમાજમાં બાળલગ્નની
પ્રથા અમલમાં હતી એટલે તેમનું નાની ઉંમરે ગોવિંદ શેઠ સદાવર્તેની કન્યા રાજાઇની સાથે લગ્ન કરવામાં આવ્યું હતું.તેમના પિતાના
સ્વર્ગવાસ પછી તેમના માતા નામદેવને વેપાર ધંધામાં જોડાઇ જવા દબાણ કરે છે પરંતુ તે
સહમત થતા નથી અને એક દિવસ ગામ અને ઘર છોડીને પંઢરપુર ચાલ્યા જાય છે ત્યાં ગોરા
કુંભાર,સવિતા માલી વગેરે ભક્તો સાથે તેમનો પરીચય થાય છે અને શ્રીવિઠ્ઠલજીમાં
શ્રદ્ધા વધુ દ્રઢ બને છે.
એકવાર મહારાષ્ટના પ્રસિદ્ધ સંત
જ્ઞાનેશ્વરજી પોતાની સાથે નામદેવજીને તીર્થયાત્રામાં લઇ જવા ઇચ્છા વ્યક્ત કરે છે
ત્યારે નામદેવજી કહે છે કે જો ભગવાન પાંડુરંગજી આજ્ઞા આપે તો હું તમારી સાથે આવી
શકું. સંત જ્ઞાનેશ્વરજીએ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને કહ્યું કે નામદેવજીને
છોડવાનું અત્યંત દુઃખ છે પરંતુ જો તમે તમારી જવાબદારી ઉપર લઇ જઇ શકો છો.
તીર્થયાત્રા દરમ્યાન ગુજરાતમાં
આવેલ પ્રભાસ પાટણ,દ્વારીકા વગેરે તીર્થોના દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હોય છે
ત્યારે એક ઘટના બને છે.રસ્તામાં બિકાનેર પાસેના કૌલાયત ગામમાં પહોંચે છે તે સમયે
તેમને તરસ લાગે છે.પાણીની શોધ કરતાં એક કૂવો જોવા મળે છે પરંતુ તેમાં પાણી નહોતું.
યોગી જ્ઞાનેશ્વરે લધિમા સિદ્ધિના પ્રભાવથી કૂવાની
અંદર પૃથ્વીમાં પ્રવેશ કરીને પાણી પી પાછા આવી જાય છે અને નામદેવજીના માટે પાણી
લેતા આવે છે.નામદેવજી આ પાણીને પીતા નથી અને કહે છે કે મારા વિઠ્ઠલને મારી ચિંતા
હોય છે તે કંઇને કંઇ ઉપાય કરશે તેવું બોલે છે ત્યાં જ કૂવો પાણીથી ઉભરાઇ જાય છે
અને નામદેવ પાણી પી લે છે.જ્ઞાનેશ્વરજીના દેહાંત બાદ નામદેવજી ઉત્તર ભારત તરફ જાય
છે અને પંજાબમાં ભક્તિનો પ્રચાર કરે છે. કહેવાય છે કે વિસોબા ખેચરે નામના એક સંતના
માધ્યમથી તેમને પૂર્ણ જ્ઞાન મળ્યું હતું એટલે નામદેવ તેમને ગુરૂ માનતા હતા.
મહારાષ્ટમાં પ્રચલિત બારફુરી
પંથના સંસ્થાપક નામદેવજી હતા.એંસી વર્ષની ઉંમરે સંવત ૧૪૦૭માં
તેઓ પરલોક સિધાવી ગયા.ભક્તમાલમાં તેમને જ્ઞાનદેવજીના શિષ્ય બતાવ્યા છે.તેમને
મૂર્તિપૂજાની નિંદા કરી છે પરંતુ પોતે મૂર્તિપૂજક હતા.ગુરૂદાસપુર
જીલ્લાના ધોમાનમાં નમદેવજીના નામથી એક મંદિર છે.
સંત નામદેવજીનું બાળપણ તેમના
મોસાળમાં વ્યતિત થયું હતું.તેમના નાના વામદેવ કે જે પરમ વૈષ્ણવ ભક્ત હતા.તેમની
ભક્તિ જોઇને બાળપણથી જ તેઓ નાનાને કહેતા હતા કે ભગવાનની સેવા મને કરવા દો.એકવાર
તેમના નાના કોઇ કામસર ત્રણ દિવસ માટે બહાર જતાં પહેલાં નામદેવને કહે છે કે ત્રણ
દિવસ સુધી તારે ઠાકોરજીની સેવા કરવાની છે.તેમને દૂધનો ભોગ લગાવવાનો છે અને વધેલ
ભોગ પોતે લેવાનો છે.નાનાજી જતાં પહેલાં ફરીથી કહે છે કે ભગવાનની સેવા કરવાની છે,ભગવાનને દૂધનો ભોગ
લગાવવાનો છે દૂધ ભગવાનને પીવડાવવાનું છે.
નાનાજીના ગયા પછી સવારે તે
ભગવાનની સેવા કરે છે.બે કિલો દૂધ ઉકાળીને જ્યારે એક કટોરો દૂધ રહી જાય છે ત્યારે
તેમાં મેવા-મિશ્રી વગેરે નાખીને તેમાં તુલસીપત્ર મૂકી ભોગ માટે કટોરો ભગવાનની આગળ
મૂકી પડદો આડો કરી દે છે.થોડો સમય પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારા
ભોગનો સ્વીકાર કરો,આપની આગળ દૂધ મુક્યું છે તે પીવા વિનંતી કરૂં છું.થોડીવાર પછી પડદો
હટાવીને જુવે છે તો દૂધના કટોરામાંથી દૂધ ઓછું થતું નથી.
બાળક નામદેવજી વિચાર કરે છે કે
મારી શ્રદ્ધામાં કોઇ ખામી રહી ગઇ હશે કે જેથી ભગવાન દૂધ પીતા નથી.આવું બે દિવસ
સુધી સતત ચાલે છે.ભગવાન ભોગ સ્વીકારતા નથી,દૂધ પીતા નથી એટલે પોતે પણ ભૂખ્યા રહે
છે.ત્રીજા દિવસે નામદેવજી વિચારે છે કે આજે ત્રણ દિવસ પુરા થાય છે અને આજે પણ
ભગવાન દૂધ નહી પીવે તો નાનાજી આવીને પુછશે તો શું જવાબ આપીશ.
ત્રીજા દિવસની સવારે નામદેવજી
ભગવાનને સુંદર શ્રૃંગાર કરે છે,ફુલની માળા અર્પણ કરીને દૂધનો કટોરો તૈયાર કરીને
ભગવાનની આગળ મુકે છે.કેટલોક સમય સુધી પ્રાર્થના કરે છે અને પછી જુવે છે તો કટોરામાં
દૂધ તો ઓછું થયું નથી આ જોઇને તેમને પ્રભુની સામે આત્મસમર્પણ કરતાં હાથમાં છરી
લઇને કહ્યું કે હે પ્રભુ ! જો આજે આપ દૂધ
નહી પીવો તો હું મારી જાતને તમારી આગળ મારા પ્રાણ આપી દઇશ તેમ કહીને જેવો પોતાની
ગરદન ઉપર પ્રહાર કરવા જાય છે કે તુરંત જ ઠાકુરજી પ્રગટ થાય છે અને હાથમાંનો છરી
પકડી લે છે અને નામદેવજીને કહે છે કે હું દૂધ પી જઇશ પણ તમે આવો અનર્થ ના કરશો.
આવી રીતે ભગવાને નામદેવજીના હાથે દૂધ પીધું.બીજા દિવસે તેમના નાના ઘેર આવ્યા તો
સેવાના વિશે પુછતાં નામદેવજીએ દૂધ પીવાની ભગવાનની લીલા વિશે વાત કરી તો તેમને
વિશ્વાસ આવતો નથી અને કહે છે કે ભગવાન મારી હાજરીમાં દૂધ પીવે તો હું સાચું માનું.
બીજા દિવસે સવારે નામદેવ ભગવાનની
પૂજા અર્ચના કરી દૂધ મુક્યું પરંતુ ભગવાન દૂધ પીવા આવતા નથી ત્યારે નામદેવજીએ
ભગવાનને કહ્યું કે ગઇકાલે આપે મારી સામે આવીને દૂધ પીધું હતું તો આજે કેમ મને જૂઠો
સાબિત કરો છો? આમ કહીને હાથમાં છરી લઇને જેવી ગર્દન ઉપર મુકી તેવા જ ભગવાને દિવ્ય રૂપમાં
મોર મુગુટ બંસીધારી રૂપે પ્રગટ થઇને દર્શન આપી દૂધનો ભોગ ગ્રહણ કરે છે ત્યારે
નામદેવજી કહે છે કે પ્રભુ ! અમારા માટે થોડો ભોગ રહેવા દેજો.વામદેવને પણ ભગવાનના
દર્શન થયાં.
આમ જો પરીવારમાં
બાળકોને ભક્તિના સંસ્કાર આપવામાં આવે તો ભગવાનની કૃપા,ભગવદ
ભક્તિ પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બને છે.આ કથાના માધ્યમથી અમારે ભક્તિને દ્રઢ
કરી આગળ વધી અમારા જીવનના અંતિમ ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરવાના છે.નામદેવના
ચરીત્રના માધ્યમથી ભગવાન સ્પષ્ટ કરે છે કે તે ભક્તોના પ્રેમને વશ થઇને ભોગ ગ્રહણ
કરે છે અને જ્યાં પ્રેમનો અભાવ હોય છે ત્યાં છપ્પન પ્રકારના વ્યજંનો હોય તો પણ
સ્વીકારતા નથી.
સામાન્ય ભક્તિથી ભગવાન પ્રસન્ન
થતા નથી તેના માટે તીવ્ર ભક્તિયોગની જરૂર છે.ઉપાસના
કરતી વખતે પ્રતિમા બુદ્ધિ ના રાખવી.આવા પ્રકારના વિશ્વાસની ભાવના બાળકોમાં અત્યંત
સહજ હોય છે.તે પોતાનાં રમકડાંને પણ સજીવ સમજે છે.
એકવાર મુસલમાન રાજા સિકંદરે
નામદેવજીને બોલાવીને પુછ્યું કે સાંભળ્યું છે કે આપને સાહેબ (ભગવાન) નો
સાક્ષાત્કાર થયો છે તો અમોને પણ તેમના દર્શન કરાવો અને તમારી આશ્ચર્યજનક શક્તિનો
પરીચય આપો.ત્યારે નામદેવજી કહે છે કે મારામાં એવી કોઇ કરામત
હોત તો અમે દરજીનું કામ ના કરતા. આખો દિવસ પરીશ્રમ કર્યા પછી જે કંઇ મળે છે તે
સંતો-ભક્તો સંગ બેસીને ગ્રહણ કરૂં છું અને સંતોના પ્રભાવથી મારી કીર્તિ દૂર સુધી
ફેલાઇ છે અને તેથી આપે મને આપના દરબારમાં બોલાવ્યો છે.ત્યારે બાદશાહ કહે છે કે આપ
આ મરેલી ગાયને જીવિત કરીને તમારા ઘેર ચાલ્યા જઇ શકો છો.નામદેવજીએ સહજ સ્વભાવથી એક
પદ ગાઇને ગાયને જીવિત કરી હતી.
આ ચમત્કાર જોયા પછી બાદશાહે તેમને
કોઇ એક ગામ કે પ્રદેશ દાનના રૂપમાં આપવા વિનંતી કરે છે ત્યારે નામદેવજી કંઇપણ
લેવાનો ઇન્કાર કરે છે તેમછતાં રાજાએ પ્રસન્ન થઇને એક રત્નજડીત પલંગ ભેટ આપે છે
જેને નામદેવથી માથા ઉપર મુકીને લઇ જાય છે ત્યારે રાજા પલંગને ઉચકવા કેટલાક સેવકો
મોકલે છે પરંતુ નામદેવ ના પાડી દે છે.રાજા તેમની સુરક્ષા માટે પાછળ ખાનગીમાં
કેટલાક સૈનિકોને મોકલે છે.
નામદેવજી તે પલંગ લઇને યમુના
કિનારે જાય છે અને પલંગને ભગવાનને સમર્પિત કરી યમુનાના અગાદ્ય જળમાં ડુબાડી દે
છે.સૈનિકોએ આ ઘટના જોઇને તેની જાણ રાજાને કરે છે ત્યારે રાજા ફરીથી નામદેવજીને
રાજસભામાં બોલાવે છે અને કહે છે કે મેં તમોને જે પલંગ આપ્યો હતો મારે તેવો જ પલંગ
બનાવડાવવો છે તેથી તે પલંગ લાવીને કારીગરોને બતાવો.નામદેવજી યમુના કિનારે જઇને
યમુના જળમાંથી અનેક પલંગ બહાર કાઢીને બહાર મુકે છે અને રાજાને પોતાનો પલંગ ઓળખીને
લઇ જવા કહે છે.નામદેવજીના આવા ચમત્કારથી રાજાને ઘણી જ નવાઇ લાગે છે.નામદેવજીના
વિલક્ષણ પ્રભાવ જોઇ બાદશાહ તેમના પગમાં પડી જાય છે અને કહે છે કે મને પ્રભુના
કોપથી બચાવો કેમકે મેં પ્રભુના લાડકા દિકરા સંત નામદેવજીની પરીક્ષા કરીને અપરાધ
કર્યો છે.
નામદેવજી રાજાને કહે છે કે મારા
પ્રભુની ક્ષમા માંગવા ઇચ્છતા હો તો આજપછી ક્યારેય સંત-સાધુઓને સતાવશો નહી અને મને
ક્યારેય આપના રાજદરબારમાં ના બોલાવશો.નામદેવજીનું જીવન અનેક ચમત્કારોથી ભરપૂર હતું
જેની વાતો આગલા લેખમાં કરીશું..
સંત શ્રી બજરંગદાસ
બાપા (બાપા સીતારામ)
પૂજય શ્રી બાપા સીતારામ તરીકે
આપણે બધા ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું.તેઓ ભાવનગર
જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા.મુળમાં એ રામાનંદી સાધુ હતા. ૧૯૦૬માં ઝાંઝરીયા
હનુમાનજીના મંદિરમાં ગામઃઅધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના કૂખે તેમનો
જન્મ થયો હતો,તેમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું.ગામમાં બધાની માન્યતા એવી હતી કે
ભકિતરામ એ ભગવાન શેષ નારાયણના પૂર્ણ અવતાર છે,તેમને ગામમાં જ
બીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને ૧૯૧૫માં પહેલીવાર નાસિક કુંભમેળાના દર્શન
કર્યા હતા,જયાં તેમનો એમના ગુરૂ પૂજયશ્રી સીતારામદાસ બાપુ
જેમનો આશ્રમ આયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશમાં હતો,સાથે મેળાપ થયો
હતો.એમના માર્ગદર્શન હેઠળ બાપાએ એમની મુખ્ય સાધના ચિત્રકુટ પર્વત પાસે મધ્યપ્રદેશ
અને ઉત્તરપ્રદેશની સીમા પર મંદાકિની નદી પર કરી હતી.૨૮ વર્ષની ઉંમરે તેમને
યોગસિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.તેમના ગુરૂએ એમને પોતાનો માર્ગ નક્કી કરવા કહ્યું અને
એમનું નામ બજરંગદાસ બાપા રાખ્યું હતું.બાપાએ
બધાને પછીથી બાપા સીતારામ તરીકે ઓળખાવા માટે
કહ્યું,જેથી એમાં તેમના ગુરૂનું તથા ભગવાન શ્રીરામનું
નામસ્મરણ થાય.જયારે તેઓ ૩૦ વર્ષના હતા ત્યારે હિમાલયની યાત્રાએ ગયા હતા,પછી ભારત ભ્રમણ કરતાં મુંબઇ, સૂરત,લક્ષ્મીમંદિર,ધોલેરા(૧ વર્ષ), ભાવનગર
(૫ વર્ષ), પાલીતાણા (૫ વર્ષ) અને પછી ૪૧મા વર્ષે તેઓ શ્રી બગદાણામાં
આવ્યા અને ત્યાં સ્થિર થયા હતા.
તેમણે ઘણાં ચમત્કાર બતાવ્યા પરંતુ
એમને એના માટે બહુ પ્રચાર-પ્રસાર ના કર્યો.ચમત્કારો માટે એ ભગવાનનો આભાર માનતા હતા.એકવાર
મુંબઇમાં ઘણાં બધા સંતો સાથે તેમના ગુરૂ સીતારામજી પધાર્યા. સમુદ્ર કિનારા ઉપર ચોપાટીમાં
મુકામ હતો.ગરમીના દિવસો પાણી કયાંથી લાવવું? ગુરૂએ તેમને આજ્ઞા કરી કે બજરંગદાસ બધા માટે
પાણીની વ્યવસ્થા કરો,તેઓને કાંઇ જ ખબર ન હતી પણ તેમણે
ગુરૂનું નામ લઇ ત્યાં જ રેતીમાં ખોદવાનું ચાલુ કર્યું અને થોડીકવારમાં ગંગાજી
જેવું શુદ્ધ મીઠું પવિત્ર પાણી પ્રગટયું.બધા આ ચમત્કાર જોઇ આશ્ચર્ય ચકિત થયા.બધાની
તરસ મટી એ જોઇ ગુરૂજી ખુશ થયા.ગુરૂજીએ તેમણે પોતાની રીતે સમાજના ભલા માટે કામ
કરવાની પરવાનગી આપી અને ગામડાના લોકોના જીવન ઉદ્ધારનું કાર્ય કરવાનો આદેશ
આપ્યો.બગદાણા આવી અહી ત્રિવેણી સંગમ જોતા ત્યાં રહેવાનું મન કર્યું અને ત્યાંના
સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરી લોકોનું જીવનધોરણ સુધારવાનું કામ તેમણે શરૂ
કર્યુ.બગદાણા ગુરૂ આશ્રમમાં તેઓ ૩૦ વર્ષ રહ્યા.અહીં સેવા અને સમાજ સુધારણાની અખંડ
ધુણી ધુણાવી.બગદાણામાં રહી આસપાસના તમામ વિસ્તારોમાં સેવા અને લોકોના ઉદ્ધારના
અનેક કામો કર્યા.
બજરંગદાસ બાપા ફકત
બજરંગદાસ બાપાની પ્રેરણાથી જ “જય સિતારામ
બગદાણા મંદિરનો
બાપા એટલે જાણે મોટી ઉમરનું
અત્રિઋષિનું જીવનચરીત્ર
આકાશમાં ઉત્તર ધૃવ તરફ આવેલું સાત
તારાઓનું ઝૂમખું.તેની પૂછડીના બીજા તારા પાસે જ એક ઝીણો તારો છે જેને અરૂન્ધતીનો
તારો કહે છે.આ ઝુમખું ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતું જણાય છે.આ સપ્તઋષિઓ સાત તારા
રૂપે છે. કશ્યપ,અત્રિ,ગૌતમ,ભારદ્વાજ,વિશ્વામિત્ર,જમદગ્નિ,વશિષ્ઠ
અને આ સપ્ત ઋષિઓ અને આઠમા ઋષિ અગસ્ત્યના સંતાનો ‘ગોત્ર’
કહેવાય છે.તે પૈકી આજે આપણે અત્રિઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન
કરીશું.
અત્રિ એટલે ત્રણ ગુણોથી પર,ભૌતિક જીવન અને
આધ્યાત્મિક જીવનનો સમન્વય સાધનાર. લોકસત્તા નિર્માણ કરવાનો યશ અત્રિના ફાળે જાય
છે.માનવી સંસ્કૃતિની પ્રથમ લોકશાહીના નિર્માતા અત્રિ છે.જેમણે ભગવાન વિષ્ણુના
સાક્ષાત્ દર્શન થયા હતા.ભગવાન વિષ્ણુને જ્યારે બોલાવે ત્યારે આંખ સામે આવે તેવા
કર્દમઋષિ અત્રિને મળવા આવ્યા.કર્દમઋષિ દેવહૂતિ નામની રાજકન્યા સાથે પરણ્યા હતા.
તેમની બીજી દિકરી અનસૂયા હતી કે જેમનું આખું જીવન પ્રભાવી અને તેજસ્વી
હતું.સ્ત્રીચરીત્રમાં અનસૂયા જેવું તેજસ્વી અને જ્ઞાની ચરીત્ર ઓછું જોવા મળે
છે.સેંકડો જીવોને ઉપર લઇ જવા દિવસ-રાત તેમને પુરૂષાર્થ કર્યો હતો અને તેમાં એ
યશસ્વી થયાં હતાં.
એકવાર કર્દમઋષિ અત્રિ પાસે આવ્યા,તે સમયે તેજસ્વી,પુરૂષાર્થી યુવાન કવિઓની સંસ્થા જોડે અત્રિની ચર્ચા ચાલતી હતી.ત્યારબાદ
કર્દમે કહ્યું કે તમે ધ્યાન ઉપર લો તો મારી એક માંગણી છે કે મારી દિકરી અનસૂયા અતિ
તેજસ્વી છે.તમારી જોડે બુદ્ધિનો કૂદકો મારી શકે તેવી છે તો મારી આજ્ઞા છે કે તમે
તેનું પાણિગ્રહણ કરો.યોગ્ય મુહુર્ત નક્કી કરી અત્રિ-અનસૂયા સાથે વિવાહગ્રંથિથી
જોડાયા.એવામાં એક ઘટના બની..
અનસૂયાની બહેનપણી શાંડિલી તેના
પતિ સાથે અંધારામાં જતી હતી.તે સમયે માંડવ્યઋષિને રાજ્યના કોઇ આરોપ સહ લઇ જવામાં
આવી રહ્યા હતા.અંધારામાં માંડવ્યઋષિને શાંડિલીનો ધક્કો વાગ્યો. સ્ત્રીનો ધક્કો
લાગતાં ગુસ્સે થઇ માંડવ્યઋષિએ કહ્યું કે જા સૂર્ય ઉદય થતાં પહેલાં તૂં વિધવા થઇશ.શાંડિલી
પણ તેજસ્વી હતી.તેને કહ્યું કે સૂર્ય ઉદય થતાં પહેલાં મારા પતિ મરશે તો જોઉં છું
કે સૂર્ય કેમ ઉગે છે? તે અકળાઇને દોડતી અનસૂયા પાસે આવીને બધી વાત કરે છે.
અનસૂયાએ કહ્યું કે જે ઇશ્વર
નિર્મિત થયું હશે તે ટળવાનું નથી.ભગવાનની સૃષ્ટિ કોઇ ધર્મશાળા નથી.તે એક સુસૂત્રાત્મક
ઘટના છે તેને અટકાવવાની તાકાત કોઇનામાં નથી.ત્યારે શાંડિલી કહે છે કે શું તૂં
બહેનપણી થઇને ઇચ્છે છે કે હું વિધવા થાઉં? અનસૂયાએ કહ્યું કે તારો પતિ મરશે તો હું
તેને પાછો ઉભો કરીને તને સુપ્રત કરીશ.જા હવે નિરાંતે સૂઇ જા.અનસૂયાની આવી પ્રભાવી
અને તેજસ્વી વાણીથી લોકો અંજાઇ જતા હતા.તત્કાલિન સમાજમાં અનસૂયા અને શાંડિલીનું
સારૂં એવું વર્ચસ્વ હતું.
અત્રિએ લોકોને યોગ્ય રીતે જીવન
જીવવાની દ્રષ્ટિ આપી.તેમના મુખ્ય બે ગ્રંથ છેઃઅત્રિસંહિતા અને
અત્રિસ્મૃતિ.અત્રિસંહિતામાં યોગના વિચારો સમજાવ્યા છે.લોકોનો તેજ જોડે યોગ કેમ થાય? જ્ઞાન જોડે યોગ
કેમ થાય? ભગવાન જોડે યોગ કેમ થાય? અને
યોગ માટે ધ્યેયનિષ્ઠ જીવન અને તે માટે જપ વગેરેનું મહત્વ સમજાવ્યું છે.તેમજ
કર્મવિપાક ઉપર ઘણાં પ્રકરણ અને છેલ્લું પ્રકરણ પ્રાયશ્ચિતનું છે.
તમે પાપ કર્યું છે તો ગભરાશો નહી,તમે સુધરી
શકશો.પ્રાયશ્ચિતથી તમારાં પાપ ધોઇ નાખો આવી હિંમત અત્રિએ આપી છે.મહર્ષિ અત્રિ
પ્રસ્તુત સાતમા મન્વંતરના સપ્તર્ષિમાંના એક છે તથા બ્રહ્માના માનસ પુત્ર છે તેમજ
તેઓ નવ પ્રજાપતી પૈકીના એક માનવામાં આવે છે.અત્રિ ગોત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય અને વૈશ્યોમાં જોવા મળે
છે.ઋગ્વેદના પાંચમા મંડલના રચઇતા છે.
અત્રિ ઋષિનું મહત્વ મહાભારતમાં પણ
અનેક સ્થળોએ જોવા મળે છે.જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન
સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું, તેમણે સહસ્ત્રો
યોદ્ધાઓનો સંહાર કર્યો. હજારો શબોના ઢગ થઈ ગયા અને રક્તની નદીઓ વહેવા માંડી. ઘાયલ
સૈનિકોનું આક્રંદ આકાશને વિદિર્ણ કરવા લાગ્યું. આવા રણસંગ્રામમાં તેઓ નિર્દયી અને
ક્રુર થઈને ઊભા હતા.આવા સમયે અત્રિ ઋષિને ચિંતા થઈ કે આવી રીતે જો ચાલતુ રહ્યું તો
માનવજાતીનું સંતુલન બગડી જશે.અત્રિ-ગૌતમ ઋષિ અને અન્ય પાંચ સપ્તર્ષિઓ યુદ્ધભૂમિ પર પ્રગટ થયા.આવા સમયે યુધિષ્ઠિરે
અશ્વસ્થામા હણાયાની જાહેરાત કરી. આથી દ્રોણ પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને
જીજીવિષા ત્યાગી દીધી.
અત્રિઋષિને દ્રોણ પર દયા આવી અને
તેમણે હિતોપદેશ આપ્યો કે "હે દ્રોણ ! તમે મૂળથી જ અધર્મનો સાથ આપ્યો છે.આ
યુદ્ધભૂમિમાં હોવુ એ જ તેનું શ્રેષ્ઠ પ્રમાણ છે. બસ બહુ થઈ ગયુ હવે બંધ કરો આ
સંહાર. તમે એક સજ્જન છો. આવો વિનાશ તમને શોભતો નથી.તમે વેદાંતના આચાર્ય છો.તમે
બ્રાહ્મણ છો અને તમારે બ્રાહ્મણધર્મનું પાલન કરવું જોઇયે.આ અધર્મયુક્ત યુદ્ધકર્મ
તમને ન શોભે.શસ્ત્રો ત્યાગી દો. મનને ધર્મમાં પરોવો. મને ખેદ થાય છે કે તમે
બ્રહ્માસ્ત્ર જેવાં વિનાશક અસ્ત્રનો પ્રયોગ આવ નિર્દોષ સૈનિકો પર કર્યો.આવા
નિરર્થક સંહારને બંધ કરો."
અત્રિ ઋષિએ આ પ્રમાણે જ્યારે
હિતોપદેશ આપ્યો ત્યારે દ્રોણે હથીયાર ત્યાગી દીધા.ક્રોધ-ઈર્ષા અને પ્રતિશોધની
ભાવના ત્યાગી દીધી અને તેમનું હ્રદય શુદ્ધ થઈ ગયું.તેઓ ધ્યાનસ્થ થઈ ગયા અને આવી
ભીષણ યુદ્ધભૂમિમાં પણ તેઓ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવા મંડ્યા.આમ અત્રિઋષિના
પ્રભાવથી તેમનું કલ્યાણ થયું.
એક વાર ત્રિદેવોએ સતી અનસુયાના
સતીત્વની પરિક્ષા લેવા વિચાર્યું. તેઓ બ્રાહ્મણ વેશે ત્યાં આવ્યા અને ભિક્ષા માંગી
પણ ભિક્ષા આપવાની શરત એ મુકી કે અનસુયાજીએ નગ્ન થઇને ભિક્ષા પીરસવી. અનસુયાજી એ આ
શરત સ્વિકારી અને તપોબળથી ત્રિદેવોને શિશુ બનાવી દિધા અને ત્યાર બાદ શરત મુજબ ભિક્ષા
આપી.ત્યાર બાદ ત્રિદેવોએ વિનંતી કરતા તેમણે મૂળ રૂપ આપ્યું. ત્રિદેવોએ પ્રસન્ન થઈ
ત્રણ પુત્રોનું વરદાન આપ્યું. અત્રિને અનસૂયાથી ચાર પૂત્ર થયા.એક પ્રાતઃ
સ્મરણીય કર્તૃત્વવાન દત્તાત્રેય, તપોનિષ્ઠ દુર્વાસા, પ્રજાપતિરૂપ બનેલો સોમ(ચંદ્ર) અને દેવરૂપ બનેલો આર્યવાન.આ ચાર પૂત્ર
ઉપરાંત તેમને એક બ્રહ્મનિષ્ટ અમલા નામની પૂત્રી હતી.
ભગવાન રામ તેમના વનવાસના ચૌદમાં વર્ષમાં અત્રિ ઋષિના આશ્રમમાં ગયા હતા ત્યારે અત્રિ
ઋષિએ તેમનું યથોચિત સ્વાગત કર્યા પછી તેમને દંડકારણ્યનો માર્ગ બતાવ્યો હતો.અનસૂયાએ
કોઇ પ્રસંગ લાવી સરળ અને કોમળ વાણીથી સીતાજીને વિસ્તારથી સ્ત્રીઓના ધર્મો
સંભળાવતાં કહ્યું હતું કે..
હે રાજકુમારી ! માતા-પિતા,ભાઇ તથા બીજા
હિતકારી સ્વજનો માપેલું સુખ જ આપે છે પણ પતિ તો મોક્ષરૂપ અપરિમિત સુખ આપે છે.જે
સ્ત્રી પતિનું સેવન ના કરે તે અધમ ગણાય છે.ધીરજ ધર્મ મિત્ર અને નારી.. આ ચારની
પરીક્ષા આપત્કાલમાં થાય છે. પતિ વૃદ્ધ રોગવશ જડ નિર્ધન આંધળો બહેરો ક્રોધી કે અતિ
દીન હોય તો પણ સ્ત્રીએ તેનું અપમાન ના કરવું, જે સ્ત્રી આવા
પતિનું અપમાન કરે છે તે સ્ત્રી યમપુરીમાં અનેક દુઃખોને પ્રાપ્ત થાય છે.સ્ત્રીઓના
માટે એક જ ધર્મ,ધર્મ,એક જ વ્રત અને એક
જ નિયમ છે કે તે મન-વચન અને કાયાથી પતિના ચરણોમાં પ્રેમ રાખવો.
જગતમાં ચાર પ્રકારની પતિવ્રતા
સ્ત્રીઓ છે તેમ વેદ-પુરાણ અને સંતજનો કહે છે.ઉત્તમ મધ્યમ નિકૃષ્ટ અને
લધુ.ભવિષ્યમાં જે સ્ત્રીઓ આ ચાર પ્રકારો સાંભળશે તેઓ સંસારને તરી જશે. જે
સ્વપ્નમાં પણ બીજા કોઇ પુરૂષનું ચિંતન કરતી નથી તે ઉત્તમ પતિવ્રતા સ્ત્રી કહેવાય
છે. જે સ્ત્રી પારકા પુરૂષોને પોતાના ભાઇ સમાન, પિતા સમાન અને
પૂત્ર સમાન જુવે છે તે મધ્યમ પતિવ્રતા સ્ત્રી કહેવાય છે. જે સ્ત્રી ધર્મ અને કૂળનો
વિચાર કરીને મર્યાદામાં રહે તે સ્ત્રી નિકૃષ્ટ પતિવ્રતા કહેવાય છે અને જે સ્ત્રી
અવસર અવસર નહી મળવાથી અથવા બીકના લીધે ધર્મમાં રહે તે સ્ત્રી લઘુ પતિવ્રતા કહેવાય
છે.
જગતમાં પતિવ્રતાઓના આ ચાર પ્રકાર
શ્રૃતિએ કહ્યા છે.જે સ્ત્રી પતિને ઠગે તથા પારકા પુરૂષ ઉપર પ્રિતિ કરે તે સ્ત્રી
સો કલ્પો સુધી રૌરવ નામના નરકમાં પડે છે. જે સ્ત્રી છળને છોડીને પાતિવ્રત્ય
ધર્મનું પાલન કરે તે સ્ત્રી કશાય પ્રયત્ન વિના પરમપદને પામે છે. પતિથી પ્રતિકૂળ
રહેનારી સ્ત્રી જ્યાં જ્યાં જન્મે ત્યાં યુવાનીમાં જ વિધવા થાય છે.
સ્ત્રી જાતિ કે જે સ્વાભાવિક રીતે
જ અપવિત્ર છે તે પતિની સેવા કરવાથી શુભ ગતિને પામે છે એમ ચારેય વેદો ગાય છે.તુલસી
પૂર્વજન્મમાં પતિવ્રતા હોવાથી આજ સુધી ભગવાનને પ્યારી છે.દુર્વાસા હિન્દુ ધર્મનાં
પ્રાચિન ઋષિ ગણાય છે.તેઓ ઋષિ અત્રિ અને અનસુયાના પુત્ર છે. તેઓ ભગવાન શિવનો અવતાર મનાય છે અને પોતાના અતિ ભયંકર ક્રોધ માટે જાણીતા છે. ક્રોધાવેશમાં
આવીને તે તુરંત શાપ આપી દેતા હતા જેને કારણે મનુષ્યો અને દેવતાઓ પણ તેનાથી ડરતા
હતા.મહાકવિ કાલિદાસના શકુંન્તલા
અભિગ્યાનમાં તેઓ શકુંન્તલાને શ્રાપ આપે છે કે તેનો પ્રેમી તેને ભુલી જશે. જો કે તે
જેના પર રીઝતા તેને વરદાન પણ તુરંત આપી દેતા હતા.મહાભારત અનુસાર પાંડુરાજાનાં પત્ની કુંતીને તેમણે આપેલ વરદાનને
કારણે પાંડવોનો જન્મ થયાની કથા છે.
મહર્ષિ વિશ્વામિત્રનું જીવનચરીત્ર
કાન્યકુબ્જ
રાજ્યના ગાધિરાજાના
પુત્ર ઋષિ વિશ્વામિત્ર
હતા.ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું
હતું.ગાધિરાજાને સંતાન ન હતું તેથી તે સોમયજ્ઞ કરે છે તેના ફળસ્વરૂપે તેમને ત્યાં
એક દિકરીનો જન્મ થાય છે.તેનું નામ સત્યવતી.આ કન્યા સદગુણોનો ભંડાર, અતિસુંદર,ચાલાક અને હોંશિયાર
હોવાછતાં તેનામાં અભિમાન ન હતું.
એકવાર
સત્યવતી જંગલમાં ફરતી હતી તે સમયે તેની મુલાકાત યુવાન અને તપસ્વી ઋચિક
સાથે થાય છે.ઋચિકે જ્યારે સૌદર્યની મૂર્તિ સત્યવતીને જોઇ ત્યારે તેઓ સત્યવતી તરફ
આકર્ષિત થાય છે. પૂર્વજન્મોના ઋણાનુબંધથી જ આપણે બધા
એકબીજાને મળતા હોઇએ છીએ.
ઋચિકને
સત્યવતી ગમી જાય છે અને સત્યવતીને ઋચિક ગમી જાય છે તેથી ઋચિક લગ્નની વાત લઇને
ગાધિરાજા પાસે આવી સત્યવતીના હાથની માંગણી કરે છે.ગાધિરાજા ઋચિકની માંગણીનો
સ્વીકાર કરવા માંગતા નહોતા તેથી એક અશક્ય શરત મુકે છે કે જો
તમે એક હજાર શ્યામકર્ણવાળા ઘોડાઓ લાવી આપો તો હું મારી દિકરીને તમારી સાથે
પરણાવીશ.
ઋચિક
ગંગામાતા પાસેથી એક હજાર શ્યામકર્ણવાળા ઘોડાઓ લાવ્યા.તેનો અર્થ એ થાય કે ઋચિકે
ગંગા નદીના કિનારે આવેલા વિસ્તારમાં જ્ઞાન-ભક્તિનો એટલો બધો પ્રચાર પ્રસાર કરી
લોકોના દિલ જીતી લીધા કે તેમની ઇચ્છા પૂર્ણ કરવા લોકોએ એક હજાર શ્યામકર્ણના ઘોડાઓ
ભેગા કરી આપે છે.ઋચિક એક હજાર શ્યામકર્ણ ઘોડાઓ લઇને ગાધિરાજા પાસે આવે છે એટલે શરત
મુજબ સત્યવતીના લગ્ન ઋચિક સાથે કરવામાં આવે છે.
“તમામ
લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની
સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને
તપમાં લાગેલા રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે
ઋચિક કહે છે તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જોઇને હું
ગાંડો થયો હતો.હું સૌદર્યનો ઉપાસક છું ભક્ષક નથી.ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે
મનુષ્ય જીવન એકલા ભોગ માટે નહી પરંતુ પરમાત્માના યોગ માટે છે એ હું સમજું છું
પરંતુ મને એક સંતાન થાય એવી ઇચ્છા છે જે આપ પુરી કરો અને આખરે ઋચિક પત્નીની ઇચ્છા
પુરી કરવા તૈયાર થઇ જાય છે.”
એકવાર
સત્યવતી પોતાના પિયર જાય છે અને માતાને કહે છે કે મારે પતિ સાથે કોઇપણ પ્રકારના
મતભેદ નથી.મારા પતિએ મને એક પૂત્રરત્ન થાય તે માટે રાજી થઇ ગયા છે.ત્યારે
સત્યવતીની માતા કહે છે કે તારા પતિ ઘણાજ પ્રભાવશાળી તપસ્વી છે અને તારે પણ ભાઇ નથી
તેથી મારા માટે પણ આર્શિવાદ માંગી લેજે.
સત્યવતી
પતિ સમક્ષ પ્રસ્તાવ મુકે છે કે મારે ભાઇ નથી.તમે મને જેમ એક અપત્ય આપવાના છો તેમ
મારી માતાને પણ એક અપત્ય આપવાની કૃપા કરજો.ગાધિરાજા ક્ષત્રિય હતા અને ઋચિક
બ્રાહ્મણ હતા તેથી ઋચિકે પોતાનો દિકરો બ્રહ્મતેજવાળો બને સત્યવતીની માતાનો દિકરો
ક્ષત્રિયતેજવાળો બને તે માટે ઋચિકે પોતાના તપ અને મંત્રશક્તિના પ્રભાવથી બે ચરૂં(ભાતના
ગોળા) બનાવ્યા.
બંને ચરૂ
લઇને સત્યવતી પોતાની માતા પાસે આવે છે ત્યારે તેમની માતાના મનમાં વિચાર આવે છે કે
સત્યવતીના પતિને એના ઉપર ઘણો જ પ્રેમ છે તેથી તેઓને મહાન પ્રભાવી દિકરો થાય એવો
ચરૂ સત્યવતી માટે તૈયાર કર્યો હશે અને મારા માટે જે ચરૂ બનાવ્યો છે તેમાં જોઇએ
એટલો પ્રભાવ હશે નહી. આવી શંકાના કારણે સત્યવતીના માટે તૈયાર કરેલ ચરૂં પોતે ખાય
છે અને પોતાના માટે તૈયાર કરેલ ચરૂં સત્યવતીને ખવડાવે છે.
આમ
ચરૂં ઉલટ-સુલટ થઇ જવાથી ગાધિરાજાને ત્યાં બ્રહ્મતેજવાળા ક્ષત્રિય સ્વભાવના જન્મ્યા
તે વિશ્વામિત્ર અને બ્રાહ્મણ ઋચિક અને સત્યવતીનું સંતાન જમદગ્નિ ક્ષત્રિય તેજવાળા
જન્મે છે.વિશ્વામિત્ર અને જમદગ્નિ મામા-ભાણેજ થાય.
વિશ્વામિત્ર
બાળપણથી ખુબ જ હોંશિયાર હતા.થોડા સમયમાં જ તેઓએ તમામ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી
લીધી.એકવાર આ વિશ્વામિત્ર સૈન્ય સહિત મૃગયા રમવા
નીકળ્યા.શિકાર કરતાં કરતાં તે પોતાની સરહદ ઓળંગીને વશિષ્ટના આશ્રમમાં જાય
છે.વસિષ્ઠ ઋષિએ ખુબ આગ્રહ કરીને બે દિવસ પોતાના આશ્રમમાં રોકાઇ જવા વિનંતી કરે
છે.ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હું એકલો નથી મારી સાથે મારી આખી સેના છે.વશિષ્ટ
ઋષિએ પોતાની નંદિની નામની કામધેનુની મદદથી રાજા તથા સાથે આવેલ તમામનો આદર સત્કાર
અને તમામના ભોજનની વ્યવસ્થા કરી.
મનમાં
જે ઇચ્છા કરીએ તે તુરંત પુરી કરે તેને કામધેનુ કહેવાય છે.વિશ્વામિત્ર
આ કામધેનુની માંગણી કરે છે અને આ કામધેનુના બદલામાં અનેક ગાયો અને અડધુ રાજ્ય આપવા
આપવાનું કહે છે છતાં વશિષ્ટ કામધેનુ આપવા તૈયાર થતા નથી.વશિષ્ઠઋષિની ના છતાં
બળજબરીથી તેમની કામધેનું ગાય વિશ્વામિત્ર લઈ જવા તૈયાર થયા.તે સમયે કામધેનુ નંદિની
ગાયમાંથી અસંખ્ય પુરૂષો પ્રગટ થયા અને તેમણે વિશ્વામિત્રના તમામ સૈન્યનો નાશ કર્યો
અને રાજા લજ્જા પામી પોતાને નગર પાછા આવ્યા.
ક્ષત્રિયબળ
કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેમને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ
કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિની પદવી આપી પરંતુ
વસિષ્ઠમુનિ તો તેમને રાજર્ષિ કહીને બોલાવતા.આથી વિશ્વામિત્રે વેર રાખી વસિષ્ઠઋષિના
સો પુત્રોને મરાવી નાખ્યા અને તેમને પણ મારી નાખવા તૈયાર થયા.
વિશ્વામિત્ર
ક્ષત્રિય હતા એટલે રાજર્ષિ કહેવાતા પણ વિશ્વામિત્રનું કહેવાનું હતું કે મને
પણ બ્રહ્મર્ષિની કક્ષામાં મુકો.ઋષિ કહેવડાવવું એ કંઈ બ્રાહ્મણોનો
ઈજારો નથી.ગુરૂ વસિષ્ઠ તેમનો વિરોધ કરતા, સાથે સાથે એવું પણ કહેતા કે ખુબ આકરી તપસ્યા
કરવાથી બ્રહ્મર્ષિ થઇ શકાય છે.એક રાત્રે વિશ્વામિત્રનું લોહી ઉકળી ઉઠ્યું
એમણે ગુરૂ વસિષ્ઠને મારી નાખવાનો પ્લાન બનાવ્યો અને પૂનમની ચાંદની રાત્રે
ગુરૂ વસિષ્ઠના આશ્રમે પહોંચી ગયા અને વસિષ્ઠને મારી નાખવાનો લાગ જોતા સંતાઈને
ઉભા રહ્યા, આ વખતે ગુરૂ
વસિષ્ઠ પોતાની પત્ની અરૂંધતી સાથે વાતોમાં વ્યસ્ત હતા.આ વખતે પુનમના ચંદ્રની
ચાંદની જોઈ અરૂંધતીએ પોતાના પતિ ગુરૂ વસિષ્ઠને પૂછ્યું કે આવું શુદ્ધ નિર્મળ તપ
કોનું હશે? ત્યારે
ગુરૂ વસિષ્ઠ બોલ્યા આવું તપ તો મહર્ષિ વિશ્વામિત્ર સિવાય બીજા કોનું
હોય શકે? આવાં ગુરૂ
વસિષ્ઠનાં વચનો સાંભળી વિશ્વામિત્રનો ક્રોધ એકદમ ઓગળી ગયો અને તેઓ વસિષ્ઠ જ્યાં
બેઠા હતા ત્યાં ગયા. ઋષિ વિશ્વામિત્રને જોઈ ગુરૂ વસિષ્ઠ બોલ્યા કે પધારો
બ્રહ્મર્ષિ.. મીઠા વચનો ક્રોધાવેશ ઓગળી દે છે.વશિષ્ઠજીને મારવા આવેલ વિશ્વામિત્ર
વસિષ્ઠને પગે પડીને તેમની માફી માંગે છે.જ્યારે વિશ્વામિત્રને નિરાભિમાન જોયા
ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહીને બોલાવ્યા ત્યારથી તે બંને વચ્ચે
ગાઢ સ્નેહ બંધાયો.
વિશ્વામિત્રના
તપનો પ્રભાવ જોઇને ઇન્દ્રને ડર લાગે છે.ઇન્દ્રે સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા
મેનકાને ધરતી પર જવા આદેશ આપ્યો.ઇન્દ્રને વિશ્વાસ હતો કે વિશ્વામિત્ર મેનકાની
સુંદરતામાં એટલા મોહક થઈ જશે કે પોતાની તપસ્યા છોડી દેશે. આખરે
મેનકાની સુંદરતા જોઇને તેઓ મેનકા તરફ આકર્ષિત થયા અને તપસ્યામાંથી ઊભા થઈ
ગયા.વિશ્વામિત્રના હૃદયમાં મેનકા માટે પ્રેમના અંકુર ફૂટ્યા.અપ્સરા મેનકા જે યોજના
સાથે આવી હતી તે કામમાં સફળ થઈ.ઋષિની તપસ્યા ભંગ થઈ તેના મનમાં વિશ્વામિત્ર
પ્રત્યે પ્રેમનો અનુભવ થયો.મેનકાને વિશ્વામિત્રના ક્રોધનો ડર હતો. થોડા સમય બાદ
બંનેએ લગ્ન કરી લીધાં. મેનકાને ડર હતો કે જો વિશ્વામિત્રનો સાથ છોડીને જતી રહેશે
તો તે ફરીથી તપસ્યામાં બેસી જશે. તેમની સાથે ગૃહસ્થ આશ્રમ વિતાવ્યાનાં કેટલાંક
વર્ષો બાદ મેનકાએ એક પુત્રીને જન્મ આપ્યો.હવે સન્યાસી વિશ્વામિત્ર સંપૂર્ણપણે
સંસારી બની ચૂક્યા હતા.
એક દિવસ
મેનકા પોતાની નાની પુત્રી સાથે રમી રહી હતી ત્યારે ઇન્દ્ર પ્રકટ થયા અને તેમણે
મેનકાને યાદ અપાવ્યું કે તે કોઈ સાધારણ સ્ત્રી નથી પણ સ્વર્ગની અપ્સરા છે.હવે ધરતી
તમારૂં કામ પૂરૂં થઈ ચૂક્યું છે.મેનકાએ ત્યાર બાદ ઋષિ વિશ્વામિત્રને જણાવ્યું કે
તે સ્વર્ગલોકની અપ્સરા છે અને તેમની તપસ્યા ભંગ કરવા માટે દેવતાઓએ તેને ધરતી પર
મોકલી હતી.આ સાંભળી વિશ્વામિત્ર ખૂબ જ દુઃખી થયા હતા.મેનકાએ પોતાની પુત્રીને ત્યાં
જ જંગલમાં એકલી છોડી વિદાય લીધી.જંગલમાં શંકુતા નામના પક્ષીઓ આ બાળકીની રક્ષા કરે
છે.એકવાર કણ્વઋષિ પોતાના શિષ્યો સાથે સ્નાન કરવા જાય છે ત્યારે અનેક પક્ષીઓથી
ઘેરાયેલી બાળકીને જુવે છે.ઋષિ બાળકીને પોતાના આશ્રમમાં લઇ જાય છે.શંકુતા નામના
પક્ષીઓએ તેની રક્ષા કરી હતી તેથી તેનું નામ શકુંતલા રાખવામાં આવે છે.
શકુંતલા
ઉંમરલાયક થતાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત સાથે તેનું ગંધર્વ વિધિથી લગ્ન થાય છે.
બંન્નેના દામપ્ત્ય જીવનથી પૂત્રરત્ન જન્મે છે જેનું નામ ભરત રાખવામાં આવે છે.આ
ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે.
કશ્યપ ઋષિનું જીવનચરીત્ર
પુરાણો
અનુસાર બ્રહ્માનાં દશ પુત્રોમાંના એક મરીચિના પુત્ર કશ્યપ ઋષિ હતા.જે સપ્તર્ષિ
પૈકીના એક, સર્વ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ,સ્મૃતિગ્રંથોના
રચનાકાર.પ્રભુકાર્ય કરવાવાળાઓએ કાર્યને હાનિ ન થાય તે માટે લગ્ન કરવા જોઇએ એ સિદ્ધાંતને
અનુસરીને દક્ષ પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિ અર્થે અદિતિ દિતિ દનુ કાલા દનાયુ સિંહિકા
ક્રોધા પ્રાધા ઇલા વિનતા કપિલા મુનિ અને કદ્રુ નામની તેર કન્યાઓ કશ્યપને પરણાવી
હતી.પુરાણોમાં આ તેર કન્યાઓનાં અનેક નામાંતરો મળે છે.કશ્યપને આ પત્નીઓથી આદિત્ય
દૈત્ય દાનવ કાલેય ક્રૌધેય ગન્ધર્વો અને અપ્સરાઓ વૈનતેય મૌન
કાદ્રવેય વગેરે અનેક સંતાનો થયાં હતાં. તેમાં વૈનતેય ગરૂડ હતા અને કાદ્રવેયો સર્પો
કે નાગ હતા.
કશ્યપ-અદિતિનો ગૃહસ્થાશ્રમ દિવ્ય હતો.પવિત્ર જીવન ગાળી
તપશ્ચર્યા કરતા હતાં.તેથી પ્રભુ ને થયું કે હું એમના ઘેર જન્મ લઉં.આજ પણ કોઈ પત્ની અદિતિ જેવું પયોવ્રત કરે
અને પતિ કશ્યપ બને તો આજ પણ ભગવાન તેને ત્યાં જન્મવા તૈયાર છે.અદિતિ એટલે
અભેદબુદ્ધિ-કશ્યપ એટલે બ્રહ્માકાર વૃત્તિ. બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે.
કશ્યપ અગ્નિહોત્રી તપસ્વી ઋષિ હતા અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ કશ્યપઋષિનાં ધર્મપત્ની છે.એક વખત સાયંકાળે શણગાર સજી દિતિ કામાતુર બની કશ્યપઋષિ જોડે આવ્યા છે. કશ્યપઋષિ કહે છે દેવી આ સમય કામાધીન થવા (શારીરિક સુખ ભોગવવા) માટે યોગ્ય નથી.
કશ્યપઋષિ દિતિને સમજાવે છે કે દેવી અત્યારે પ્રદોષ કાળ છે.પ્રદોષ કાળમાં શિવ પૂજન થાય છે. ભગવાન
શંકર આ સમયે જીવમાત્રને નિહાળવા જગતમાં ભ્રમણ કરે છે.સાયંકાળે
સ્ત્રીસંગથી ભગવાન શંકરનું અપમાન થાય છે તેથી અનર્થ થાય.દિતિ કહે છે કે મને તો ક્યાંય શંકર દેખાતા
નથી.કશ્યપ કહે છે દેવી તમે કામાંધ છો એટલે તમને શંકર દેખાતા નથી.
દિતિ એટલે ભેદ બુદ્ધિ સર્વમાં નારાયણ છે એવો અભેદભાવ રાખે તો
પાપ થાય નહિ. દિતિએ કશ્યપનું
માન્યું નહિ.દિતિ દુરાગ્રહી છે.(પિતા દક્ષની જેમ).કશ્યપ દિતિના દુરાગ્રહને વશ
થયા.દિતિ સગર્ભા થયા છે,પાછળથી દિતિને
પોતાની ભૂલ સમજાઈ, પસ્તાયાં છે, પશ્ચાતાપ થયો, શિવજીની પૂજા કરી ક્ષમા માગી છે.કશ્યપે દિતિને કહ્યું અપવિત્ર સમયે તમારા
પેટમાં ગર્ભ રહ્યો છે.તેથી તમારાં ગર્ભમાંથી બે રાક્ષસોનો જન્મ થશે. પોતાના પેટેથી
રાક્ષસો અવતરશે એવું જાણી દિતિ ગભરાઈ ગઈ છે.
કશ્યપ કહે છે તારાં બાળકો જગતને રડાવશે, તે વખતે પરમાત્મા અવતાર ધારણ કરી તેને મારશે. દિતિ કહે છે તો તો
મારા પુત્રો ભાગ્યશાળી થશે.પ્રભુ ભલે મારા બાળકોને મારશે પણ તેમને પ્રભુના દર્શન
તો થશે ને ? કશ્યપે આશ્વાસન
આપતા કહ્યું તારા બે બાળકો ભલે જગતને રડાવશે પણ તારા પુત્રનો પુત્ર મહાન ભગવદભક્ત
થશે. મહાન વૈષ્ણવ થશે અને પ્રહલાદના નામથી ઓળખાશે.દિતિને સંતોષ થયો છે.
સનકુમારોએ જય-વિજયને શાપ આપ્યો તે જ સમયે કશ્યપ દિતિનો સંબંધ
થયો છે.દિતિના ગર્ભમાં જય-વિજય આવ્યા છે.દિતિને બે બાળકોનો જન્મ થયો છે તેમના નામ
રાખ્યા છે હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ. કુસમયે કરેલા કામોપભોગથી દિતિ-કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો છે.કશ્યપ પર
ત્રણ દોષો નાંખેલા છે.કર્મત્યાગ, મૌનત્યાગ અને સ્થાનત્યાગ.
કશ્યપ
લોકોમાં અત્યંત પ્રિય થયા.બધા જ પ્રકારના લોકો તેમને પ્રેમ આપવા લાગ્યા.અરે !
સ્ત્રીઓ પણ જે સ્વભાવે ચંચળ હોય છે કે જે આજે સારૂં અને
આવતી કાલે ખરાબ કહે છે તેમને પણ કશ્યપને ખુબ પ્રેમ આપ્યો.
જેના હાથમાં
પરશુ છે તે લોક પ્રસિદ્ધિ પામેલ ભગવાનના અવતાર પરશુરામ તેમના શિષ્ય હતા. વિદ્યા
અભ્યાસ પૂર્ણ થતાં વિદાઇ સમયે ગુરૂદક્ષિણાના રૂપમાં માગ્યું હતું કે તૂં ક્યારેય અકારણ યુદ્ધ કરીશ નહી.તે સમયે ગુરૂ કશ્યપના પગ ઉપર
હાથ રાખી સોગંદ ખાધા હતા કે હું અકારણ યુદ્ધ કરીશ નહી.
એક દિવસ
વૃદ્ધ કશ્યપ ઝાડ નીચે કાંઇ વિચારતા બેઠા હતા તે સમયે લોહીથી ખરડાયેલા વસ્ત્રોવાળા
પાંચ-છ ક્ષત્રિયો તેમની પાસે આવીને ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગ્યા.રડવાનું કારણ
પુછતાં તેઓએ કહ્યું કે એક દિવસ કાર્તવીર્ય રાજા ચતુરંગી સેના લઇને જમદગ્નિના
આશ્રમમાં આવ્યા.એક સમ્રાટને શોભે તેવી તેમની આગતા-સ્વાગતા થઇ.રાજાને મનમાં થયું કે
આ ઝુંપડીમાં રહેનાર ઋષિ પાસે આટલો વૈભવ ! ત્યારે જમદગ્નિએ કહ્યું કે આ બધો આ
કામધેનુનો પ્રતાપ છે.કાર્તવીર્યે કામધેનુ જોઇ મોહિત થયો અને તેની માંગણી કરી પરંતુ
જમદગ્નિએ તેમની માંગણી નકારી દીધી.
થોડા સમય
પછી કાર્તવીર્યે આશ્રમ ઉપર અચાનક હુમલો કર્યો.બળજબરીથી કામધેનુ લેવા ગયો પરંતુ
પરશુરામની આગેવાની નીચે આશ્રમના બધા લોકો ભેગા થયા અને પરશુરામે કાર્તવીર્યને
માર્યો. એકવાર પરશુરામ આશ્રમમાં હાજર નથી તે ખબર પડતાં જ સત્તા અને સંપત્તિમાં
ઉન્મત્ત થયેલા કાર્તવીર્યના પૂત્રે આશ્રમ ઉપર હુમલો કર્યો,આશ્રમ લૂટ્યો અને
જમદગ્નિને મારી નાખી કટકા કરી નાખ્યા.પરશુરામ તપ કરતા હતા ત્યાં તેમની માતા
રેણુકાએ સંદેશો મોકલ્યો.
પરશુરામ
આવ્યા.ઉદ્ધ્વસ્ત થયેલો આશ્રમ જોયો.ચોધાર આંસુએ રડતી માતાને જોઇ,સામે પિતાના શરીરના
ટુકડા જોઇને તેમની આંખોમાં ક્રોધાગ્નિ પ્રગટ્યો અને તેમને પ્રતિજ્ઞા કરી કે તે
ઉન્મત્ત થયેલી ક્ષત્રિય સત્તાની શાન ઠેકાણે લાવશે.
સત્તા
અને સંપત્તિ એકત્ર ના થવાં જોઇએ એ ભારતીય દર્શન છે અને જો તે એકત્ર થાય તો તેના
ઉપર અંકુશ હોવો જોઇએ.
પરશુરામે
પરશુ હાથમાં ઉપાડ્યું અને કાર્તવીર્યના પૂત્રને ઉભા રહેવા જગ્યા ના રાખી.તેમને જડદ
અંગ થંગ કુંતીપ્રદેશ ક્ષુદ્રક માલવ કલિંગ વિદેહ ત્રિદત્ત માતૃસ્યામા તામવીત
ત્રિવર્ત રાજ્યોને ખલાસ કરી નાખ્યા અને તપશ્ચર્યા માટે ચાલ્યા ગયા.લોકોને નિરાંત
થઇ પરંતુ દશ વર્ષ પછી પ્રલયકાળની અગ્નિ જેવા પાછા ફર્યા અને ક્ષત્રિયસત્તાને
નિઃસંતાન કરી.દર દશ વર્ષે આવે છે અને ક્ષત્રિયોને ખલાસ કરે છે.આ મોટી દુઃખની વાત
છે તેથી ક્ષત્રિય સત્તા દીન-હીન થઇને તમારે શરણે આવી છે.ત્યારે કશ્યપે કહ્યું કે
તમે જાવો અને બધા ક્ષત્રિયોને આશ્વાસન આપો,સૌને અભય આપો.
કશ્યપઋષિ
પરશુરામને મળવા જાય છે અને કહે છે કે પરશુરામ ! તમોને
ખબર છે કે જગતમાં વિદ્યા શૌર્ય પૌરૂષ એકત્ર થાય અને સત્તા સંપત્તિ હાથમાં આવે તો
ભયાનક પરીણામ નિર્માણ થાય છે.
પરશુરામ
કહે છે કે ગુરૂજી ! આપનું કહેવું હું સમજી ગયો છું.આપ મને સમજાવવા આવ્યા છો પણ મેં
આપેલ ગુરૂદક્ષિણા હું ભૂલ્યો નથી.મેં અકારણ ક્ષત્રિયસત્તાનો વધ કર્યો
નથી.ક્ષત્રિયસત્તા ઉન્મત્ત થઇ રક્ષકના બદલે ભક્ષક બની જીવનનાં મૂલ્યો ખલાસ કર્યા, ન્યાય-નીતિ
ઉદ્ધ્વસ્ત કરી તેથી તેમને મેં દંડ કર્યો છે.
ત્યારે
કશ્યપ કહે છે કે રામ ! હું તારી પાસે માંગવા આવ્યો છું.ત્યારે પરશુરામે બધી જીતેલી
પૃથ્વી દાનમાં આપી.ગુરૂજીએ કહ્યું કે દાનમાં આપેલી વસ્તુ ઉપર તારો અધિકાર નથી તેથી
તૂં દક્ષિણ દિશામાં સહ્યાદ્રિ પર્વત ઉપર ચાલ્યો જા અને ત્યાં નવી પૃથ્વી નિર્માણ
કર. આમ કશ્યપ પ્રાણીમાત્રના ઉદભાવક ગણાય છે. કશ્યપ પરશુરામ જામદગ્ન્યના અશ્વમેધમાં
અધ્વર્યુ હતા.ક્ષત્રિયો સાથેનાં યુદ્ધોમાં જીતેલી સમસ્ત પૃથ્વી પરશુરામે કશ્યપને
દાનમાં આપી હતી.પોતાને મળેલી પૃથ્વી પર બાકી રહી ગયેલા ક્ષત્રિયોના રક્ષણ માટે
કશ્યપે પોતાની પૃથ્વી ઉપરથી અન્યત્ર વસવા ગયા હતા.આમ તેમણે ક્ષત્રિય જાતિની રક્ષા
કરી અને પૃથ્વી પર ફરી સુરાજ્ય સ્થાપ્યું તેથી પૃથ્વી કાશ્યપી
કહેવાય છે.
કશ્યપે
જોયું કે ક્ષત્રિયો નષ્ટ થયા છે,બ્રાહ્મણો ભ્રષ્ટ થયા છે,દૈવીતત્વ ખલાસ થયું
છે,સમાજમાં
બધે જ વૈશ્યવૃત્તિ નિર્માણ થઇ છે.ફાયદાવાદી લોકો પોતાનો સ્વાર્થ સાધતા હતા.આખો
સમાજ સ્વાર્થી થયો હતો. આ સમયે કશ્યપે સંસ્કૃતિના પુનરૂત્થાનનું પ્રચંડ કાર્ય
કર્યું.આશ્રમો નિર્માણ કર્યા,તેજસ્વી બ્રાહ્મણોને ઉભા કર્યા, ક્ષત્રિયસત્તા પાછી
ઉભી કરી.દીન ક્ષીણ મડદા જેવું જીવન જીવતા માનવને પાછો જીવંત કર્યો. માનવના મૂલ્યો
સ્થિર કર્યા અને સમાજની પુનઃરચના કરી.
ધર્મના
નામે ઘુસી ગયેલ અધર્મને કાઢ્યો,લોકોને વહેમોથી મુક્ત
કર્યા.તેમને કહ્યું કે વિત્તશક્તિ અને બુદ્ધિશક્તિ,સત્તા
અને સામર્થ્ય આ બધી શક્તિઓને જરૂર ભેગી કરો પરંતુ તે એક વ્યક્તિમાં ભેગી ના થવા
દો.
ગૌતમ ઋષિનું જીવનચરીત્ર
આકાશમાં ઉત્તર ધૃવ તરફ આવેલું સાત તારાઓનું ઝૂમખું.આ ઝુમખું
ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતું જણાય છે.આ સપ્તઋષિઓ સાત તારા રૂપે છે.વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને
કશ્યપ આ સપ્તઋષિઓ છે તે પૈકી આજે આપણે ગૌતમ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન
કરીશું.જડ-ચેતન તમામમાં પ્રભુ પરમાત્મા સર્વવ્યાપક છે.તમામ મનુષ્યોમાં પ્રભુના
લાડકા એવા સંતો અને ઋષિઓમાં પ્રભુનો પ્રભાવ વિશેષ હોય છે.
ન્યાય,તર્ક,રસાયણ,પદાર્થ, પૃથક્કરણ અને તત્વ વગેરેના શોધક,ન્યાયશસ્ત્રના
આચાર્ય અને પ્રણેતા ગૌતમ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે.તેમનો જન્મ બ્રહ્માના
માનસપુત્ર અંગિરા ઋષિના
દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં
થયો હતો.તે મહાન તેજસ્વી,તત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા.લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે
તપસમૃદ્ધિ મેળવી હતી.પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિમાં સ્થાન
પામ્યા.
અહલ્યા મુદ્ગલની પુત્રી અને
બ્રહ્માની માનસપુત્રી મનાય છે.બ્રહ્મદેવે તેને અદભૂત રૂપ પ્રદાન કર્યું હતું, એનામાં ‘હલ્ય’ એટલે કે કદરૂપાપણું ન હોવાને કારણે તેનું નામ
અહલ્યા રાખવામાં આવ્યું.શરદ્વત ગૌતમ મુનિની જિતેન્દ્રિયતા અને તપઃસિદ્ધિ જોઈ
બ્રહ્મદેવે કન્યા અહલ્યાને પત્ની રૂપે તેમને અર્પણ કરી પરંતુ ઇન્દ્ર, અગ્નિ,દાનવ તથા અન્ય રાક્ષસોના મનમાં પણ રૂપરૂપના
અંબાર સમી અહલ્યાને પ્રાપ્ત કરવાની અભિલાષા થઈ તેથી એમણે કહ્યું કે અમારા પૈકી
પ્રત્યેકના સામર્થ્યની કસોટી કરવામાં આવે.બ્રહ્મદેવે કહ્યું કે જે વ્યક્તિ
પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સર્વ પ્રથમ આવશે તેને કન્યા અહલ્યા આપવામાં
આવશે.અહલ્યાને પામવા ઉત્સુક સૌ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યા પરંતુ અર્ધ
પ્રસૂતા ગાય પૃથ્વી સમાન હોઈ ગૌતમે તેની તથા એકલિંગની પ્રદક્ષિણા કરી અને
બ્રહ્મદેવ પાસે સહુના પહેલાં પહોંચી ગયા.એ જોઈ બ્રહ્મદેવે પોતાની કન્યા અહલ્યાને
ગૌતમ સાથે પરણાવી દીધી.ત્યાર બાદ એક પછી એક પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવવા લાગ્યા
પણ તેમને ખબર પડી કે બ્રહ્મદેવે અહલ્યાને ગૌતમ સાથે પરણાવી દીધી છે તેથી તેઓ ખૂબ જ
દુઃખી થઈ ગયા.એ સમાચારથી ઇન્દ્રની નારાજગીનો પાર નહોતો કારણ કે તે અહલ્યાને ખૂબ જ
ચાહતો હતો.લગ્ન પછી ગૌતમ અને અહલ્યા બ્રહ્મગિરી પર રહેવા ચાલ્યાં ગયાં.ગૌતમને આ સાધ્વી સ્ત્રીએ ધર્મોપદેશ,ધર્મનીતિનાં કૃત્યો અને શોધોમાં ઘણી સહાયતા કરી હતી.
કેટલાક સમય પછી ઋષિ ગૌતમને આશ્રમ
બહાર ગયેલા જોઈને કામાસક્ત ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને આવ્યા અને ગૌતમની
પત્ની અહલ્યા સાથે દુરાચાર કર્યો.ઇન્દ્રના શરીરમાંથી દિવ્ય સુગંધ આવવાને કારણે
અહલ્યાને ખ્યાલ આવી ગયો કે આ મારો પતિ નથી.એવામાં ગૌતમ ઋષિ બહારથી ઘેર પાછા
ફર્યા.તેમને જોઈને ઇન્દ્ર અત્યંત ભયભીત થઈ ગયા.ગૌતમ ઋષિ દરરોજ નદીએ સ્નાન કરવા જતા
હતા.તેમના વિદ્યાર્થીઓને ગૌતમ ઋષિનું બીજું રૂપ દેખાયું.ગૌતમ ઋષિ આવ્યા એટલે
વિદ્યાર્થીઓએ તેમના આશ્રમમાં ગૌતમનું બીજું રૂપ દેખાડ્યું.
ગૌતમ ઋષિ અત્યંત કોપાવિષ્ટ
થયા.ગૌતમ ઇન્દ્રને શાપ આપે એ પહેલાં ઇન્દ્રે બિલાડાનું રૂપ ધારણ કરી ભાગવાની કોશિશ
કરી.ગૌતમને શંકા ગઈ એમણે ઇન્દ્રને પૂછ્યું: ‘‘તું કોણ છે ?’’ ત્યારે
ઇન્દ્રે પ્રગટ થઈ પોતાનું મૂળ રૂપ દેખાડ્યું.ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો કે ‘‘તું શત્રુઓ દ્વારા હારીશ અને મનુષ્યલોકમાં તેં જારકર્મ કર્યું એટલે
વ્યભિચારનું અડધું પાપ તારે માથે લખાશે.દેવરાજાને આશ્રયસ્થાન ક્યારેય પ્રાપ્ત નહીં
થાય અને તારા શરીરે સો છિદ્રો થઈ જશે તથા તું વૃષણ વગરનો થઈ જઈશ.’’ત્યાર બાદ ગૌતમે અહલ્યાને પણ શાપ આપ્યો કે તું કોઈને દેખાઈશ નહીં અને
તારું રૂપ નષ્ટ થઈ જશે.તું શિલા બની જઈશ અને તારા જન્મસ્થાનમાં એક સૂકી નદી બની
જઈશ.તારા દેહમાં કેવળ હાડકાં અને ચામડી જ બચશે,નખ અને માંસ
નહીં હોય.તારા કારણે સ્ત્રીઓમાં પાપકર્મ પ્રત્યે ભય રહેશે.
અહલ્યાએ પોતાના પતિને પ્રાર્થના
કરતાં કહ્યું કે ‘‘ઇન્દ્ર આપનું રૂપ ધારણ કરીને આવ્યા હતા એટલે હું ઓળખી શકી નહીં.’’ ગૌતમે ધ્યાન દ્વારા જાણી લીધું કે અહલ્યા નિર્દોષ છે.તેમણે શાપનું નિવારણ
કરતાં કહ્યું કે ભગવાન રામ જ્યારે અહીં આવશે ત્યારે તેમના ચરણસ્પર્શથી તારો ઉદ્ધાર
થશે.
ઇન્દ્ર અને અહલ્યાની કથા
રૂપકાત્મક છે.પતિ દ્વારા શાપિત અહલ્યા નિર્જનમાં ઉપેક્ષિત બની પથ્થર જેવું જડ જીવન
ગુજારતી હતી.શ્રીરામે ગૌતમને કહ્યું કે મારી માતા તુલ્ય અહલ્યાએ પારાવાર દુઃખ
વેઠ્યું છે.પશ્ર્ચાત્તાપની આગમાં બળીને એ પવિત્ર બની ગયાં છે.મારું વચન રાખી આપ
માતા અહલ્યાનો પુનઃ સન્માનપૂર્વક સ્વીકાર કરો.રામનું નિઃસ્વાર્થ વચન ગૌતમ ઋષિએ
સ્વીકાર્યું અને અહલ્યાનો ગુનો માફ કરી તેમને પત્ની તરીકે અપનાવી લીધાં.અહલ્યાનું
પથ્થર જેવું જડ જીવન પુનઃ ધબકતું થયું અને નારીત્વનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું.
તેમણે રચેલી સ્મૃતિને ગૌતમ-સ્મૃતિ કહે છે,તેમ જ ન્યાયશાસ્ત્ર વગેરે ગ્રંથો પણ તેમણે રચ્યા છે.ન્યાયશાસ્ત્રને
ન્યાયદર્શન અથવા ગૌતમદર્શન પણ કહે છે.તે ન્યાયશાસ્ત્ર સર્વમાન્ય છે. ન્યાયસૂત્ર
ઉપર વાત્સ્યાયનનું ભાષ્ય છે.તેના બીજા પણ ઘણા ગ્રંથો છે.
આ મહાત્માના તપના પ્રભાવથી ગોદાવરી ગૌતમગંગા કહેવાય છે.ત્યાં કારતક માસમાં
સિંહના બૃહસ્પતિ આવે ત્યારે મોટી યાત્રા ભરાય છે.આ ઋષિએ નિમિ રાજાનો એક હજાર
વર્ષનો યજ્ઞ કરાવ્યો હતો.ગૌતમ ઋષિને બ્રાહ્મણ માહાત્મ્ય સંબંધી અત્રિની જોડે, નદીના મહાત્મ્ય
સંબંધી આંગિરસ સાથે અને માબાપના ઋણમાંથી શી રીતે છુટાય એ સંબંધી યમની સાથે
સંવાદ થયો હતો.તે ઉત્તંગ કે ઉદંક ઋષિના સસરા થાય.
ગૌતમ ઋષિને મળવા માટે સાક્ષાત
ભગવાન ત્ર્યંબક રૂપે આવ્યા અને ત્ર્યંબકેશ્વરના જ્યોર્તિલિંગમાં સમાઇ જઇ સ્થાઇ
બન્યા.ગૌતમ ઋષિના સમયમાં દુકાળ પડ્યો.તેજરહીત જીવન અને જ્ઞાનવિહીન જીવન આ બંન્ને
ભેગા થાય એટલે દુકાળ પડે.આ દુકાળ વિચારોનો હતો,જ્ઞાનનો હતો.ભક્તિમાં પણ કોઇ વિચાર ન હતો.એકે
કર્યું એટલે બીજાએ કરવાની શરૂઆત કરી.શા માટે અને કેવી રીતે કરવી તેની ખબર નહતી.
વિચાર વગરની ભક્તિ લોકો કરતા હતા.વિચાર વગરનો ધર્મ હતો.વિચારના આ ભયંકર દુકાળમાં
ગૌતમ ઋષિએ પ્રચંડ કાર્ય કર્યું.
ગૌતમ ઋષિએ યમરાજા પાસે જઇને
મૃત્યુજ્ય જ્ઞાન મેળવ્યું અને તે જ્ઞાન લોકોને આપ્યું.જ્ઞાનવિહીન અને તેજરહીત લોકો
ભેગા થાય એટલે લાચારી આવે અને ભક્તિમાં લાચારી આવે એટલે જ્ઞાન મગજમાં ઉતરે નહી તે
માટે ગૌતમે શક્તિ ઉપાસના કરી નિસ્તેજ બનેલ લોકોને માર્ગદર્શન આપ્યું.
સમાજમાં જ્ઞાન અને સારા વિચારનો
પ્રચાર થાય અને મનુષ્યશક્તિ વધે તે માટે ગૌતમ ઋષિએ સમાજને ચાર ઉપદેશ આપ્યા.’’માનવીમાં
ઇન્દ્રિયનિગ્રહ હોવો જોઇએ..માનવીમાં દયા હોવી જોઇએ.. માનવીમાં પરોપકાર વૃત્તિ હોવી જોઇએ અને માનવીમાં અભિમાનશૂન્યતા હોવી જોઇએ.’’માણસ કાર્ય કરે એટલે અહંકાર આવે તે સ્વાભાવિક છે.અહંકારથી કાર્ય કરીશું તો
કાર્ય ખલાસ થઇ જશે તથા સેવાકાર્યમાં ઉપકારવૃત્તિ અને સ્વાર્થ ના હોવો જોઇએ.
હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ
અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા.ગામ હોય તો ઉકરડો હોય જ
છે.કેટલાક અસંતુષ્ટ લોકોને ગૌતમની ઇર્ષ્યા થઇ.’’પોતાની પ્રતિષ્ઠા
ઘટે તો બીજાની ઇર્ષ્યા આવે.’’ગૌતમ ૠષિને હેરાન કરવા ગણપતિની
ઉપાસના કરી.ગણેશ પ્રસન્ન થયા એટલે તેમને માંગ્યું કે ગૌતમને ઉતારી પાડવો છે.ત્યારે
ગણેશજીએ ઠપકો આપતાં કહ્યું કે તમે મહાન પાપી છો.જેમને તમારામાં તેજસ્વીતા અને
ચૈતન્ય નિર્માણ કર્યું તેનું જ ખરાબ વિચારો છો? તમે કૃતઘ્ની
છો અને બધા પાપોનું પ્રાયશ્ચિત છે ૫ણ કૃતઘ્નતાનું પ્રાયશ્ચિત નથી.ગણેશજીએ અનિચ્છાએ
વરદાન આપ્યું અને ગાય બનીને ગૌતમના ખેતરમાં ચરવા લાગી.ગૌતમે ગાયને ડંડો માર્યો અને
ગાય મરી ગઇ.
આ ઘટનાનો સાંસ્કૃતિક અર્થ સમજવો
જોઇએ.વિરોધીઓએ ગણપતિની ઉપાસના કરી અને ગણપતિ પ્રસન્ન થયા એનો અર્થ એ છે કે તેમણે
બુદ્ધિની ઉપાસના કરી બુદ્ધિપૂર્વક એક છટકું ગોઠવ્યું તેમાં ગૌતમ ફસાય અને તેમના
ઉપર ગૌ હત્યાનું આળ ચઢાવી શકાય.તેમને કહ્યું કે તમે ગૌહત્યા કરી છે માટે સપરિવાર
અહીંથી ચાલ્યો જા ત્યારે ગૌતમ ૠષિએ ગૌહત્યાના પાપ-નિવારણનો ઉપાય પૂછતાં ૠષિઓએ જવાબ
આપ્યો કે ગંગા નદીને અહીં બોલાવીને તેમાં સ્નાન કરવું તેમજ ૧૧ વખત બ્રહ્મગિરિ પર્વતની
પ્રદક્ષિણા કરીને જો પાર્થિવ શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપશુદ્ધિ
થશે.ગૌતમ તથા અહલ્યાએ હિમગીરી પર્વત ઉપર તપ કર્યું.ત્રણ નેત્રવાળા ભગવાન શંકર
પ્રસન્ન થઈને પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ગૌતમ ઋષિએ તેમને ગૌ
હત્યાના પાપમાંથી મુક્ત થવાનું વરદાન માંગ્યું. આથી મહાદેવે કહ્યું કે તમે કોઈ પાપ
કર્યું જ નથી પણ વિરોધી ઋષિઓએ વેરને કારણે ષડયંત્ર બનાવ્યું હતું.તમે હંમેશાંથી
નિષ્પાપ જ છો.ભગવાનના મુખથી આ વાણી સાંભળી ગૌતમ ઋષિ સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા
કે જો ઋષિઓએ આવું ન કર્યું હોત તો મને આપના દર્શન ના થાત એટલા માટે હે મહાદેવ જો
તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા છો તો અહીં ર્માં ગંગાને પ્રકટ કરો.ગૌતમ ઋષિના
આગ્રહથી ભગવાન શિવે ગંગાને આ સ્થળ પર પ્રકટ થવાનું નિવેદન કર્યું ત્યારે ર્માં
ગંગાએ કહ્યું કે હું ત્યારે જ આ સ્થળ પર પ્રગટ થઈશ જયારે મહાદેવ પોતે પોતાના પરિવાર
અને સમસ્ત દેવતાઓ સાથે અહીં વાસ કરશે.મહાદેવે તથાસ્તુ કહ્યું અને દરેક દેવોને
કહ્યું કે દર વર્ષે જયારે બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સ્થળે દરેક
દેવતાઓનો વાસ હશે.ત્યારબાદ ર્માં ગંગા તે સ્થળ પર પ્રગટ થયા અને વિશ્વમાં
ગોદાવરીના નામથી ઓળખાવા લાગ્યા અને મહાદેવ લિંગ સ્વરૂપે ત્રંબકેશ્વર
જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા.
ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ
પ્રાચીન છે.મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે આ ત્રણેય
શિવલિંગ બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના નામથી ઓળખાય છે.ગૌતમે ત્રણ આંખના વિરૂપાત્મક
દર્શન વિશે પુછતાં ભગવાન કહે છે કે..’’એક આંખ પ્રેમની છે.બીજી આંખ જ્ઞાનની છે અને
ત્રીજી આંખ ન્યાયની છે.સંસ્કૃતિના કાર્ય કરનાર પાસે પણ ત્રણ આંખ હોવી જોઇએ.એક આંખ
દયાની,બીજી કરૂણાની અને ત્રીજી આંખ કર્તવ્યદક્ષતાની.’’
અહીં ગંગા નદી ગૌતમીના નામથી
પૂજાય છે.એક વખત ઈન્દ્રએ અહલ્યાના રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો
તેની સજારૂપે ભગવાન શંકરે જયોર્તિલિંગના સ્થાનમાંથી ઈન્દ્રને કાઢી મૂકયા તેથી
ત્યાં ખાડો રહ્યો.આમ ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય
છે.નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે.ગોદાવરી નદીના તટે વસેલું નાસિક
દક્ષિણનું બનારસ પણ કહેવાય છે.
જમદગ્નિ ઋષિનું જીવનચરીત્ર
આકાશમાં ઉત્તર ધૃવ તરફ આવેલું સાત તારાઓનું ઝૂમખું.તેની પૂછડીના બીજા તારા
પાસે જ એક ઝીણો તારો છે જેને અરૂન્ધતીનો
તારો કહે છે.આ ઝુમખું ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતું જણાય છે.આ સપ્તઋષિઓ સાત તારા
રૂપે છે.વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ આ
સપ્તઋષિઓ અને આઠમા ઋષિ અગસ્ત્યના સંતાનો ‘ગોત્ર’ કહેવાય છે.તે પૈકી આજે આપણે જમદગ્નિ
ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.
જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિ અને ગાધિ રાજાની કન્યા સત્યવતીથી અવતર્યા હતા.તેમની ગણના
સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે.વિશ્વામિત્રની સાથે તે પણ વસિષ્ઠના વિરોધી હતા.
“તમામ લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ
ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને તપમાં લાગેલા
રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે ઋચિક કહે છે
તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જોઇને હું ગાંડો થયો હતો.હું સૌદર્યનો ઉપાસક છું
ભક્ષક નથી.ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે મનુષ્ય જીવન એકલા ભોગ માટે નહી પરંતુ
પરમાત્માના યોગ માટે છે એ હું સમજું છું પરંતુ મને એક સંતાન થાય એવી ઇચ્છા છે જે
આપ પુરી કરો અને આખરે ઋચિક પત્નીની ઇચ્છા પુરી કરવા તૈયાર થઇ જાય છે.”
એકવાર સત્યવતી પોતાના પિયર જાય છે અને માતાને કહે છે કે મારે પતિ સાથે કોઇપણ
પ્રકારના મતભેદ નથી.મારા પતિએ મને એક પૂત્રરત્ન થાય તે માટે રાજી થઇ ગયા છે.ત્યારે
સત્યવતીની માતા કહે છે કે તારા પતિ ઘણાજ પ્રભાવશાળી તપસ્વી છે અને તારે પણ ભાઇ નથી
તેથી મારા માટે પણ આર્શિવાદ માંગી લેજે.સત્યવતી પતિ સમક્ષ પ્રસ્તાવ મુકે છે કે
મારે ભાઇ નથી.તમે મને જેમ એક અપત્ય આપવાના છો તેમ મારી માતાને પણ એક અપત્ય આપવાની
કૃપા કરજો.ગાધિરાજા ક્ષત્રિય હતા અને ઋચિક બ્રાહ્મણ હતા તેથી ઋચિકે પોતાનો દિકરો
બ્રહ્મતેજવાળો બને અને સત્યવતીની માતાનો દિકરો ક્ષત્રિય તેજવાળો બને તે માટે ઋચિકે
પોતાના તપ અને મંત્રશક્તિના પ્રભાવથી બે ચરૂં(ભાતના ગોળા) બનાવ્યા.
બંને ચરૂ
લઇને સત્યવતી પોતાની માતા પાસે આવે છે ત્યારે તેમની માતાના મનમાં વિચાર આવે છે કે
સત્યવતીના પતિને એના ઉપર ઘણો જ પ્રેમ છે તેથી તેઓને મહાન પ્રભાવી દિકરો થાય એવો
ચરૂ સત્યવતી માટે તૈયાર કર્યો હશે અને મારા માટે જે ચરૂ બનાવ્યો છે તેમાં જોઇએ એટલો
પ્રભાવ હશે નહી. આવી શંકાના કારણે સત્યવતીના માટે તૈયાર કરેલ ચરૂં પોતે ખાય છે અને
પોતાના માટે તૈયાર કરેલ ચરૂં સત્યવતીને ખવડાવે છે.
આમ ચરૂં ઉલટ-સુલટ થઇ જવાથી ગાધિરાજાને ત્યાં બ્રહ્મતેજવાળા ક્ષત્રિય
સ્વભાવના જન્મ્યા તે વિશ્વામિત્ર અને બ્રાહ્મણ ઋચિક અને સત્યવતીનું સંતાન જમદગ્નિ
ક્ષત્રિય તેજવાળા જન્મે છે.વિશ્વામિત્ર અને જમદગ્નિ મામા-ભાણેજ થાય.જમદગ્નિમાં
ક્ષત્રિયોચિત ગુણો હતા.જન્મ્યા ત્યારથી ધગધતા અગ્નિ જેવા જલદ સ્વભાવના ઋષિ
હતા.જન્મજાત તેઓ વિદ્વાન હતા.તેમનું લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી રેણુકા સાથે
કરવામાં આવ્યું હતું.તેમને પાંચ પુત્ર થયા હતા તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા જેને આપણે ભગવાનનો છઠ્ઠો અવતાર માનીએ છીએ.તે જન્મથી શૂરવીર,ધનુર્વિદ્યાના જાણકાર,સુંદર અને તિક્ષ્ણ
બુદ્ધિવાળા હતા.વિષ્ણુનું ધનુષ્ય ઋચિકે જમદગ્નિને આપેલ હતું.એકવાર રેણુકા સ્નાન કરવા ગયા તે સમયે ચિત્રરથ અને ચિત્રાંગદ આ બંન્ને ગંધર્વો પોતાની પત્નીઓ સાથે જલક્રીડા કરતાં
હતાં.તેમની ક્રીડા જોઈ રેણુકાને કામવાસનાની અસર થઈ તેથી તે ઘેર આવીને શારીરીક સુખ
માટે પ્રર્થના કરે છે જે સાંભળીને ઋષિ ગુસ્સે થાય છે.બ્રાહ્મણની પત્ની અને તારા
મનમાં આવા કામુક વિચાર ! એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતા રેણુકાનો
શિરચ્છેદ કરવા કહ્યું.કોઈએ આજ્ઞા પાળી નહિ તેથી તેમને પાષાણતુલ્ય જડ કરી દીધા.
છેવટ પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કરી પોતાની માતા રેણુકાનું માથું પોતાના
ફરસાથી કાપી નાખ્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહેતાં પરશુરામે પોતાની
માતાને સજીવન કરવા અને માતા રેણુકાના
અંતઃકરણમાં મારા માટે દ્વેષ ન રહે અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરી દેવાનું
વરદાન માંગ્યું.જમદગ્નિએ તપ સાર્મથ્યથી રેણુકાને સજીવન કરી.ત્યારબાદ તેમને ક્રોધનો
સદંતર ત્યાગ કર્યો.
રેણુકા
મર્યા કેવી રીતે અને જીવતા કેવી રીતે થયા? મહાભારતમાં આવો જ એક પ્રસંગ આવે છે. મહાભારત
યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન કર્ણ સામે યુદ્ધમાં હતા તે સમયે તેમને સમાચાર
મળ્યા કે યુધિષ્ઠિર ક્યાંય દેખાતા નથી તેથી તેઓ તેમને શોધવા માટે જાય છે ત્યારે તે
કર્ણ સાથેના યુદ્ધમાં ઘાયલ થઇ પોતાના તંબૂમાં આવ્યા હતા.અર્જુનને આવેલો જોઇને
યુધિષ્ઠિર પુછે છે કે તૂં કર્ણને મારીને આવ્યો છે? ત્યારે અર્જુન કહે
છે કે મોટાભાઇ તમે દેખાયા નહી એટલે અમે તમોને શોધવા આવ્યા છીએ.તે સમયે યુધિષ્ઠિર
કહે છે કે જો તારાથી કર્ણ ના મરાયો હોય તો તારા ગાંડીવને ધિક્કાર છે,તે તારા હાથમાં
શોભતું નથી.
યુધિષ્ઠિરના આવા વચનોથી અર્જુન ગાંડીવ લઇને યુધિષ્ઠિરને મારવા માટે તૈયાર
થાય છે ત્યારે કૃષ્ણ વચ્ચે પડ્યા અને કહ્યું કે અર્જુન તું શું કરવા જાય છે તેનું
તને ભાન છે? ત્યારે અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે
મારા ગાંડીવનું કોઇ અપમાન કરશે,કોઇ ખરાબ બોલે તો તેને
મારી નાખવો.તે સમયે કૃષ્ણએ સમજાવ્યું કે જેને માનાર્થે તમે કહીને બોલાવવા જોઇએ તેને તૂં કહીને બોલાવો એટલે તેને માર્યા બરાબર છે
એટલે તૂં યુધિષ્ઠિરનું અપમાન કર એટલે તે મરી ગયો એમ સમજ જેથી તારી પ્રતિજ્ઞાનું
પાલન થશે અને યુધિષ્ઠિરનું શરીર ટકી જશે.
ભગવાન
કૃષ્ણની આવી યુક્તિ અનુસાર અર્જુને યુધિષ્ઠિરનું અપમાન કર્યું એટલે ધર્મરાજાને
મારી નાખ્યા બરાબર કહેવાય.ધર્મરાજાનું અપમાન કર્યા બાદ અર્જુન હાથમાં તલવાર લઇ
પોતાનું માથું કાપવા તૈયાર થયો ત્યારે કૃષ્ણ કહે છે કે તૂં આ શું કરે છે? ત્યારે
અર્જુન કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે કોઇ ધર્મરાજાનું અપમાન કરે કે તેમને મારે
તેને હું મારી નાખીશ.ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે હવે શું કરવું? આ
લોકોના મનમાં મરવું અને મારવું સિવાય કોઇ વિચાર જ નથી.ભગવાને દેવતાઓને દુર્લભ
મનુષ્ય શરીર આપ્યું છે તેનાથી કંઇ કામો લેવા માટે આપ્યું છે માટે શરીરનું રક્ષણ
કરવાનું છે.આવી નાની વાતમાં શરીરને ફેંકી દેવું એ ડહાપણની વાત નથી..પોતાની
સ્તુતિ-વખાણ પોતાના મોઢે કરવા એ પોતાના મરણ બરાબર છે એટલે તૂં જાહેરમાં વડીલો સામે
તારા વખાણ કર એટલે મૃત્યુ બરાબર છે આવો મરણનો રસ્તો ભગવાને બતાવ્યો છે.
માણસના જીવનમાં તકલીફો આવે એટલે માણસ મનથી મરી જાય છે તે વખતે સંતો
મહાપુરૂષો તેની પાસે જાય અને સમજાવે કે તૂં મનથી મરીશ ના, કારણ કે તારૂં મન તારી જોડે જન્મજન્માંતર સુધી સાથે રહેવાનું છે.ગયા જન્મે
તે તારી સાથે હતું અને આવતા જન્મે પણ તે સાથે જ આવશે.મનને તાજું રાખવા શ્રીમદ
ભગવતગીતા,ઉપનિષદ વગેરે ધર્મગ્રંથો વાંચવાના છે.ભોગ અને
અજ્ઞાનના લીધે જીવનમાં નિસ્તેજતા લાચારી આવે છે.ભગવાનની ભક્તિ અને ભગવાનનું કાર્ય
શું છે? તે સમજાવી લોકોના જીવનમાંથી ક્ષુદ્રતા અને લાચારી
કાઢવા માટે જમદગ્નિએ સતત પુરૂષાર્થ કર્યો.
નર્મદાતીરથી
થોડે દૂર હૈહય વંશના રાજા કૃતવિર્યની રાજધાની હતી.કૃતવિર્યનો છોકરો મહાન ક્ષત્રિય
રાજા કાર્તવીર્ય અર્જુન(સહસ્ત્રાર્જુન) એક મહાન પ્રાતઃસ્મરણીય શક્તિ હતી.તેના માટે
એવું કહેવાતું હતું કે તેના સ્મરણમાત્રથી ખોવાયેલી વસ્તુ પાછી મળતી હતી.
એકવાર તે અત્રિઋષિના આશ્રમમાં જઇને તેમનું અપમાન કરે છે.જેને ત્રણ ગુણોને
જીત્યા છે તે અત્રિઋષિ તેને મૂર્ખ સમજીને માફ કરી દે છે પરંતુ અત્રિઋષિના પૂત્ર
દુર્વાસાથી પોતાના પિતાનું અપમાન સહન ના થયું અને તેને પોતાના બ્રહ્મતેજનું પાણી
તેને બતાવ્યું તેથી હારીને તે દુર્વાસા સાથે મિત્રતા કરે છે અને તેમના આશ્રમમાં
આવતો-જતો રહે છે.
સહસ્ત્રાર્જુન
અત્રિઋષિના પૂત્ર દત્ત ભગવાનનો ઉપાસક હતો.દત્ત ભગવાન પાસે તેને વરદાન માગ્યું કે
લડાઇના સમયે મને હજાર હાથ થાય.દત્ત ભગવાને પ્રસન્ન થઇને તેને વરદાન આપ્યું.હજાર
હાથ એટલે સહસ્ત્રાર્જુને પોતાની બુદ્ધિ કૌશલ્યથી સેંકડો લોકોને ભેગા કર્યા એટલે કે
હજારો હાથ ભેગા કરીને તે અહંકારી બને છે અને બ્રાહ્મણો-ઋષિઓનો દ્વેષ કરી તેમને
હેરાન કરે છે.માણસ મત્સરથી ભરાઇ જાય ત્યારે બીજા વ્યક્તિને બધા લોકો નમસ્કાર કરે
તે તેમનાથી સહન થતું નથી.
એકવાર સહસ્ત્રાર્જુન વશિષ્ઠ ઋષિનો આશ્રમ બાળવા જાય છે તે સમયે વશિષ્ઠની
મશ્કરી કરે છે ત્યારે ઋષિ કહે છે કે તને મરવાના કોડ જાગ્યા છે.પરશુરામ સાથે તારો
ભેટો થશે ત્યારે તે તને મારશે.રાત દિવસ તે પરશુરામનું નામ સાંભળીને તે ચિડાઇ જતો
હતો.તેના માણસોએ કહ્યું કે પરશુરામ હાજર ના હોય ત્યારે આપણે તેમનો આશ્રમ લુંટીએ.
પરશુરામ
આશ્રમમાં હાજર નહોતા ત્યારે એકવાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સહિત જમદગ્નિના
આશ્રમમાં આવ્યો.પોતાની પાસે કામધેનુ હોવાથી ઋષિએ તમામનું આતિથ્ય કર્યું.આ જોઇને
સહસ્ત્રાર્જુને બળજબરીથી કામધેનુ લઈ લીધી અને આશ્રમ લૂંટી લીધો તો પણ જમદગ્નિને
ક્રોધ આવ્યો નહિ.પરશુરામે બધાને ભેગા કરી સમજાવ્યા કે આ અન્યાયીઓને ચલાવી લેશો તો
પ્રભુશક્તિ પણ આપણને મદદ નહી કરે.ક્ષત્રિયો તરીકે પ્રભુએ તેમને સત્તા આપી છે તેનો
તે દુરઉપયોગ કરી આસુરી સંસ્કૃતિના ઉપાસક બન્યા છે.
સહસ્ત્રાર્જુનની પાસેથી પરશુરામે કામધેનુને છોડાવી લાવી આશ્રમધર્મ ચાલુ
કર્યો.પરશુરામે સહસ્ત્રાર્જુનને માર્યો હતો તેનું વેર રાખીને તેના પુત્રોએ પરશુરામ
આશ્રમમાં ન હોય એવો લાગ જોઇને જમદગ્નિને મારી નાખ્યા તેનો બદલો લેવા પરશુરામે
એકવીસ વખત પૃથ્વી નિઃક્ષત્રિય કરી એટલે કે તેમને ભોગવાદી બનેલા એકવીસ રાજાઓને
માર્યા.
જમદગ્નિએ
નર્મદા અને ગંગાકિનારે તપશ્ર્ચર્યા કરી પોતાનો ઉદ્ધાર કર્યો અને અનેક લોકોના જીવન
સુધાર્યા એવા સપ્તર્ષિમાંના તે એક ઋષિ હતા તેમને અંતરના ભાવથી વંદન કરીએ.
ભારદ્વાજ ઋષિનું જીવનચરીત્ર
આકાશમાં
ઉત્તર ધૃવ તરફ આવેલું સાત તારાઓનું ઝૂમખું.આ ઝુમખું ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા
કરતું જણાય છે.આ સપ્તઋષિઓ સાત તારા રૂપે છે.વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ આ
સપ્તઋષિઓ છે તે પૈકી આજે આપણે ભારદ્વાજ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન
કરીશું.જડ-ચેતન તમામમાં પ્રભુ પરમાત્મા સર્વવ્યાપક છે.તમામ મનુષ્યોમાં પ્રભુના
લાડકા એવા સંતો અને ઋષિઓમાં પ્રભુનો પ્રભાવ વિશેષ હોય છે.
દેવોના
ગુરૂ બૃહસ્પતિ અને મમતાનું સંતાન એટલે ભારદ્વાજ.ભારતવર્ષના પુણ્યશાળી વ્યક્તિ
રાજર્ષિ ભરત પાસે રહીને ભારદ્વાજ મોટા થયા હતા.તેમની બુદ્ધિ ઘણી પ્રભાવી
હતી.ઋગ્વેદના છઠ્ઠા મંડલમાં તેમની સુવાસ દેખાય છે.તેમને સમગ્ર ભારતની તીર્થયાત્રા
કરી અને તેમને જોયું કે માણસ કેવું જીવન જીવે છે તે જોઇને તેમને દુઃખ થયું.બધે
નાસ્તિકતા વધી ગઇ છે,યજ્ઞો બંધ થયા છે.આખો સમાજ બગડ્યો છે.ધર્મના મૂળમાં બે વાતો
હોવી જોઇએ.પરલોકની આકાંક્ષા અને પરલોકનો ડર..તેનાથી માનવ ધર્મનું પાલન કરે છે.
ભારદ્વાજે
જોયું કે માનવી પશુ જેવું જીવન જીવી રહ્યો છે.સમાજમાં ધર્મના પુનઃસ્થાપન માટે
વિચાર શક્તિ, વિત્તશક્તિ
અને શરીરશક્તિ ભેગી કરવાથી જે શક્તિ ઉભી થાય તેનાથી માનવનું કલ્યાણ થાય તે માટે
તેમને વારણા અને અસિ આ બે નદીઓ વચ્ચેની પુનિત જગ્યા(વારાણસી)ને પોતાની કર્મભૂમિ
બનાવી.ગામે ગામ જઇને તેમને હજારો લોકોનો સંપર્ક કરી તેમને તૈયાર કરી તેમનામાં
ખુમારી અને તેજસ્વિતા જગાડી.
ભગવાનનું
કાર્ય એટલે શું? જીવન એટલે
શું? દૈવી જીવન
કેવી રીતે બનાવી શકાય? સંસારમાં ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં હસતાં હસતાં
સંતોષથી સમાધાનથી કેવી રીતે રહી શકાય? આ બધું ભારદ્વાજ મુનિએ લોકોને સમજાવ્યું.
જીવનનો
હેતુ જ્ઞાન(સત્ય-પરમાત્મા)ને જાણવાનો છે.જ્ઞાન અનંત છે.જ્ઞાનનો એક પ્યાલો પીઓ એટલે
વધુ પીવાની ઇચ્છા થાય.તેમણે જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયો લોકો સમક્ષ
મુક્યા.માનવજીવનને સુખી અને સ્વસ્થ બનાવવા અનેક સંશોધનો કર્યાં.પોતે ખૂબ ભણ્યા અને
બીજાને પણ ભણાવ્યા.માણસ ધારે તો કેટલું જાણી શકે અને જીવનમાં કેવી ઊંચાઇ પ્રાપ્ત
કરી શકે તે માટે મહર્ષિ ભરદ્વાજ એક ઉત્તમ ઉદાહરણ છે.
વૈદિક
ઋષિઓમાં ભારદ્વાજ ઋષિ ઉચ્ચ સ્થાને છે.મહર્ષિ ભારદ્વાજ મુનિનાં પત્નીનું નામ સુશીલા
હતું.ભરદ્વાજના પુત્રો અને શિષ્યો પૈકી દસ ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓ હતા.ઋજિષ્વા, ગર્ગ, નર, પાયુ, વસુ, શાસ, શિરામ્બિષ્ઠ, શુનહોત્ર, સપ્રથ, અને સુહોત્ર તેમના
પૂત્રો હતા તથા 'રાત્રિ' નામની એક પૂત્રી
હતી તે પણ
વેદદ્રષ્ટા ઋષિકા હતાં.જેમનું રાત્રીસૂક્ત ખૂબ જાણીતું છે.આ ઉપરાંત ઋગ્વેદની
સર્વાનુક્રમણીમાં તેમનાં પુત્રી 'કશિપા'નો પણ ઉલ્લેખ છે.આમ મહર્ષિ ભરદ્વાજના બાર
જેટલાં સંતાનો વેદના ઋષિ તરીકે માનવંતું સ્થાન ધરાવે છે.
ભારદ્વાજ
મુનિ ગુરૂ દ્રોણાચાર્યનાં પિતા
અને સાત ચિરંજીવીઓ પૈકીના એક,અશ્વત્થામાનાં દાદા હતાં.
ભારદ્વાજ મુનિનાં વંશજ ગણાતા ઉત્તર ભારતનાં અમુક બ્રાહ્મણો પોતાની અટક ભારદ્વાજ
લખે છે.આ સિવાય મોટા ભાગનાં બ્રાહ્મણો અને દક્ષિણ ભારતનાં કેટલાક ક્ષત્રિયોમાં પણ
ભારદ્વાજ ગોત્ર હોય છે.
વનવાસ
દરમિયાન ભગવાન રામ-સીતાજી અને લક્ષ્મણ પણ મહર્ષિ ભરદ્વાજના દર્શને પધાર્યાં હતાં
તે સમયે મહર્ષિએ તેમને વનાંચલના જીવનને લગતી ઘણી ઉપયોગી માહિતી આપી હતી.
મહર્ષિ
ભારદ્વાજે દેવરાજ ઇન્દ્ર પાસેથી વ્યાકરણનું શિક્ષણ મેળવ્યું અને પછી તેની વ્યાખ્યા
કરી અનેક ઋષિઓને ભણાવ્યું હતું.પ્રાચીન શરીરવિજ્ઞાની ચરક નોંધે છે કે આયુર્વેદનું
સૌ પ્રથમ જ્ઞાન મહર્ષિ ભારદ્વાજે ઇન્દ્ર પાસેથી લીધું હતું,જેના
આધારે તેમણે 'આયુર્વેદ સંહિતા'ની
રચના કરી હતી.મહાભારતમાં ઉલ્લેખ છે કે મહર્ષિ ભૃગુ પાસેથી ભારદ્વાજે ધર્મશાસ્ત્રનો
ઉપદેશ લઇને 'ભારદ્વાજ સ્મૃતિ'ની
રચના કરી હતી.ભક્તિમાર્ગના પાંચરાત્ર સંપ્રદાયની એક સંહિતા 'ભારદ્વાજ
સંહિતા' નામે જાણીતી છે.આમ તેમણે ભક્તિમાર્ગનો પણ ગહન અભ્યાસ કર્યો
હતો.મહાભારતના શાંતિપર્વમાં જણાવ્યા અનુસાર મહર્ષિ ભારદ્વાજે ધનુર્વિદ્યા (શસ્ત્રવિદ્યા)
અને રાજ્યશાસ્ત્રનું સર્જન કર્યું હતું.મૌર્યયુગના મહાપંડિત ચાણક્ય પણ મહર્ષિ
ભરદ્વાજને અર્થશાસ્ત્રના મૂળ સર્જકોમાં ગણના કરી માન આપે છે.
મહર્ષિ
ભરદ્વાજે 'યંત્ર સર્વસ્વ' નામના મહાગ્રંથની રચના કરી હતી.સ્વામી
બ્રહ્મમુનિએ આ ગ્રંથનો એક ભાગ 'વિમાનશાસ્ત્ર' તરીકે પ્રકાશિત કર્યો
છે,જેમાં આકાશમાં ખૂબ ઊંચે અને નીચે ઊડતાં વિમાનોનાં નિર્માણ સારૂં
કયા પ્રકારની ધાતુ વાપરવી તેનું પણ વર્ણન છે.આમ પ્રાચીન સમયમાં ભારતમાં
વિમાનવિદ્યાનું જ્ઞાન હતું તે વાતનો સંદર્ભ મળે છે.
ઋષિ
એટલે વૈજ્ઞાનિક.પોતે નવું નવું જાણે અને બીજાઓને શીખવે,જીવનને
જ્ઞાનયજ્ઞ માને અને આ જ્ઞાનનું અમૃત પીએ તે અમર થાય એ ન્યાયે મહર્ષિ ભારદ્વાજ અમર
છે,તેમનો જીવનબોધ અમર છે. ભરૂચ શુક્લતીર્થ પછી
મંગલેશ્વર નામનું નાનકડું ગામ નર્મદાજીનાં કિનારે આવેલું છે તેના સામે કિનારે
સુપ્રસિદ્ધ કબીરવડ છે.મંગલેશ્વરમાં ભારદ્વાજ આશ્રમની સ્થાપના સુપ્રસિદ્ધ સંત
મૌનીભિક્ષુ સંપૂર્ણાનંદ બાપુએ કરેલ છે.
વશિષ્ઠ
ઋષિનું જીવનચરીત્ર
આકાશમાં ઉત્તર ધૃવ તરફ આવેલું સાત
તારાઓનું ઝૂમખું.આ ઝુમખું ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા કરતું જણાય છે.આ સપ્તઋષિઓ સાત
તારા રૂપે છે.વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ
આ સપ્તઋષિઓ છે તે પૈકી આજે આપણે વશિષ્ઠ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન
કરીશું.જડ-ચેતન તમામમાં પ્રભુ પરમાત્મા સર્વવ્યાપક છે.તમામ મનુષ્યોમાં પ્રભુના
લાડકા એવા સંતો અને ઋષિઓમાં પ્રભુનો પ્રભાવ વિશેષ હોય છે.
વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં
કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા,
ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરૂ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વ યંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ
માનસપુત્રો માંહેના એક હતા.તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો.એ
ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે.
પ્રથમ જન્મમાં વસિષ્ઠ બ્રહ્માના અયોનિજ માનસિક
પુત્ર હતા. શ્રીમદ્ ભાગવતમાં વસિષ્ઠને
બ્રહ્માના દશ માનસ પુત્રમાંના એક કહ્યા છે.ભગવાન મનુ પણ એમ જ કહે છે.આમ, વસિષ્ઠ અયોનિજ હતા.એમ કહેવાય છે
કે એક રાત્રીના સમારંભમાં દેવો એકઠા મળ્યા હશે ત્યાં મિત્ર અને વરૂણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા
અને વીર્ય સ્ખલિત થયું.તે અર્ધું એક કુંભ એટલે ઘડામાં પડ્યું તે અગત્સ્ય અને
અર્ધું વસુ એટલે પાણીમાં પડ્યું એટલે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે.
તેઓ કર્દમ ઋષિની દીકરી અરૂંધતી સાથે પરણ્યા
હતા.તેમને બીજી ઊર્જા નામની પણ સ્ત્રી હતી.તેમણે અરૂંધતીને કેળવણી આપી જ્ઞાની
બનાવી હતી. ઇક્ષ્વાકુ કુળના વિકુક્ષિ
રાજાના તે કુલગુરૂ થયા.અરુંધતીને શક્તિ વગેરે સૌ પુત્રો થયા હતા.અરૂંધતીએ વેદ ઉપર ભાષ્ય કર્યું છે.
નંદિની નામની કામધેનુ તેમનું
ઉત્તમ બળ હતું.તે વડે એ અતિથિનો તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર કરી શકતા.વસિષ્ઠે
પોતાની નંદિની નામની ધેનુ દિલીપ રાજાને
આપી હતી.
વસિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા
પ્રધાન હતા.તેમની સલાહ પ્રમાણે રાજ્ય કારભાર ચાલતો હતો.વસિષ્ઠે રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને
સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું તેમ જ તેમણે રામને આધ્યાત્મિક
જ્ઞાન તથા યોગ સમજાવ્યો હતો.તેમનો ગ્રંથ આજે યોગવાસિષ્ઠ રામાયણ રૂપે પ્રસિદ્ધ છે.વળી વસિષ્ઠે સ્મૃતિગ્રંથ રચેલો છે તેને વસિષ્ઠસ્મૃતિ કહે
છે તથા તેમણે રચેલી સંહિતા ને વસિષ્ઠસંહિતા કહેવામાં
આવે છે.તે એકવીસ અધ્યાયની છે.યોગધર્મના તેઓ આચાર્ય હતા.આ યોગધર્મ વેદના જ્ઞાનકાંડ
અને વેદાંતશાસ્ત્રના વલણ ઉપરથી રચાયો હતો. આ ધર્મમાં ગોરખ, મત્સ્યેંદ્ર, જાલંધર, નવનાથ, ચોર્યાશી સિદ્ધ, જૈનોના નવ યોગેશ્વર વગેરે યોગીઓ તેમ જ ગોપીચંદ, ભરથરી, વિક્રમ વગેરે મહારાજાઓ આ ધર્મના
નિયમ ઉપર ચાલી ગયા છે.
વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને મહાન
તપસ્વી અને તેજસ્વી મહર્ષિઓ હતા. જો કે વિશ્વામિત્રને પોતાના તપોબળનું ખૂબ અભિમાન
હતું. એકવાર એ બંને વચ્ચે સંવાદ થયો. વિષય હતો સત્સંગ ચઢે કે તપ? વશિષ્ઠ કહે
સત્સંગ ચઢિયાતો છે તો વિશ્વામિત્ર કહે કે તપ ! અંતે બંને સમાધાન કરવા ભગવાન અનંત
(શેષનાગ) પાસે પહોંચ્યા. અનંતે હળવાશથી કહ્યું કે 'હું તો આ
પૃથ્વીનો ભાર માથા પર ઉંચકીને બેઠો છું, તમારામાંથી કોઇ એકાદ
ક્ષણ તેનો ભાર ઉંચકી લે તો મને કંઇક વિચારૂં !' વિશ્વામિત્ર
કહે છે કે 'એમાં શું? હું મારા એક હજાર
વર્ષના તપોબળથી પૃથ્વી ઉંચકી લઇશ.' જો કે તે તપોબળથી
પૃથ્વીનો ભાર ન ખમી શક્યા, એ પછી મહર્ષિ વશિષ્ઠે માત્ર એક
ઘડીના સત્સંગના પુણ્યથી પૃથ્વીનો ભાર ઉપાડી લીધો. એ સાથે જ વિવાદનો ઉત્તર મળી ગયો.
વાત રૂપકાત્મક છે. તપથી ઊર્જા મળે પણ સત્સંગથી સદબુદ્ધિ મળે છે. સત્સંગ એટલે સારા
વિચારો અને કર્મ કરનારી વ્યક્તિનો સંગાથ. જો સારી વૃત્તિ ન હોય તો શક્તિ શું કામની?
એ દ્રષ્ટિએ સત્સંગ તપથી ચઢિયાતો છે.
માણસના મનોમંથનના આ બીજા અગત્યના
સવાલનો ઉત્તર પણ વશિષ્ઠ અને વિશ્વામિત્રના વાદ- વિવાદમાંથી મળે છે. તપના મદમાં
રાચતા વિશ્વામિત્ર વારંવાર વશિષ્ઠ સાથે સંઘર્ષમાં ઊતરે છે. દર વખતે વશિષ્ઠ જીતે
છે. સત્યની અનુભૂતિ સાથે વિશ્વામિત્ર બોલી ઊઠે છે, 'ધિગ્બલં
ક્ષાત્રબલં બ્રહ્મબલં બલં બલમ્ !' એટલે કે ક્ષાત્રબળને (મસલ
પાવર) ધિક્કાર છે, બ્રહ્મબળ (નૉલેજ પાવર) જ ખરૂં બળ છે.
વશિષ્ઠ અને ઋષિઓ વિશ્વામિત્રને ‘રાજર્ષિ’ કહીને બોલાવતા. વિશ્વામિત્રનો આગ્રહ હતો કે તેમને પણ ‘બ્રહ્મર્ષિ’નું સંબોધન થવું જોઇએ. જો કે તેમના
અહંકાર અને ઉગ્રતાને લીધે તેમને બ્રહ્મર્ષિ પદ મળી ન શક્યું. એ પછી ખૂબ મનોમંથન
અને સત્સંગ દ્વારા સંસ્કાર કેળવી વિનમ્ર બનેલા વિશ્વામિત્ર વશિષ્ઠને મળવા જાય છે અને
તેમના ચરણોમાં વંદન કરે છે. ત્યારે વશિષ્ઠ ખૂબ પ્રેમથી તેમને ભેટે છે અને તેમના
કાનમાં કહે છે કે ‘આવો બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર !’ વાતનો સાર એ છે કે વિદ્યાથી આવે વિવેક અને વિવેક વિના શક્તિનો સદુપયોગ
સંભવ નથી. અહીં વશિષ્ઠ અને વિશ્વામિત્રમાંથી કોણ મહાન છે? એ
સવાલની ચર્ચા કરવાનું પ્રયોજન નથી. વળી આ બે મહાન ઋષિઓની તુલના કરવાની આપણી
પાત્રતા પણ ક્યાં છે? આપણે તો વેદ-ઉપવનના આ દિવ્ય
પુષ્પોમાંથી મનગમતી સૌરભ લેવાની છે અને તે
એ છે કે શક્તિ અને સંસ્કારના સમાયોજનથી દિવ્ય જીવનનો આનંદ લઇએ..
આલેખનઃ
વિનોદભાઇ માછી
નિરંકારી
નવીવાડી તા.શહેરા
જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment