હિન્દુધર્મના મહાન આઠ
દાનવીરો
(૧)
દૈત્યરાજ બલિ.
(૨) મહાન દાનવીર મહર્ષિ દધિચી.
(૩)
મહારાજ નૃગ.
(૪)
દાનવીર રાજા હરિશ્ચંદ્ર.
(૫)
મહાન દાનવી૨ રાજા શિબિ ઉશીનર.
(૬)
રાજા રઘુ.
(૭)
મહાન દાનવીર ભીમપૌત્ર બર્બરીક/ખાટુશ્યામ.
(૮)
હિન્દુધર્મના મહાન દાનવીર-કર્ણ.
************************************************
હિન્દુધર્મમાં દાનનું
ઘણું જ મહત્વ બતાવવામાં આવ્યું છે.જ્યારે અમે દાનવીરતાની વાત કરીએ ત્યારે અમારા
મનમાં સહજ રીતે અંગરાજ કર્ણની તસ્વીર અમારી નજર સામે આવે છે.આઠ મહાન દાનવીરોથી
હિન્દુધર્મના ગ્રંથો ભરેલા પડ્યા છે.આવો હિન્દુધર્મના મહાન આઠ દાનવીરો દૈત્યરાજ બલિ, મહર્ષિ
દધીચિ, મહારાજ નૃગ, રાજા હરિશ્ચંદ્ર,
રાજા શિબિ, રાજા રઘુ, બર્બરીક
અને દાનવીર કર્ણ..
બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ
સૌથી મોટી દાની છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃ દાન-ભોગ અને
કામના રહિત દાન એ જ
યથાર્થ દાન છે.માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં-પુણ્ય કાર્યમાં અને
શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય
તેનો તુરંત જ અમલ કરી દેવો. સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને
૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી ૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ
કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું-પીધું ભોગવ્યું તેની કોઇ કિંમત
નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું..? તેનું જ મૂલ્ય છે.
જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં
ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
જે વસ્તુનું તમે આ
જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો
પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ
આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ
ઘણું) ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે.સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન
આપવાનો આગ્રહ ના રાખે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ
થાય છે.
ભિખારી ભીખ માગવા આવતો નથી પણ
આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ
છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વૃદ્ધાવસ્થામાં છોકરાઓ
પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે
છૂટ છે.કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં
નથી.થોડું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.
ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે.સાધુ-સન્યાસી અને બ્રાહ્મણને
આપવું તે ગૃહસ્થનો ધર્મ છે પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી
થાય.દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે.દાન આપનારો મોટો ગણાય
છે.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.
વામન ભગવાન બલિરાજાને
ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો.જે દાન લે છે તે બંધનમાં
પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિરાજાને
આપ્યું હતું.જે દાન લે છે તે બંધનમાં પડે છે.દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ
લઇને જ આવે છે.મૃત્યુ પછી કોઇ કહેવાનું નથી કે મને કંઇક આપો એટલે પરોપકાર કરવો એ જ
જીવનનો ઉદ્દેશ્ય છે.
પ્રહ્લાદના પૂત્ર વિરોચન અને
વિરોચનનો પૂત્ર બલિને સૌથી મોટા દાનવીર માનવામાં આવે છે. બલિરાજા અતિ ધાર્મિક અને
સાત્વિક હતા અને મોટા મોટા યજ્ઞો કરતા હતા.બલિરાજાનો દેવરાજ ઇન્દ્ર સાથે વિરોધ હતો
અને કદાચ તે ઇન્દ્રાસન લેશે તો? એવા ડરથી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને સંભાળવાનું
માથે લીધું અને યજ્ઞમાં ભગવાન વિષ્ણુ વામનરૂપ લઇને ગયા.આ બટુકને જોઇને બલિએ કહ્યું
કે તારે જે માંગવું હોય તે માંગ ત્યારે વામને કહ્યું કે મારે ત્રણ પગલાં ભૂમિ જોઇએ.
આ સમયે બલિના ગુરૂ શુક્રાચાર્યજીએ કહ્યું કે મૂરખ ! તું આવું ના કરીશ,આ તારી મૂર્ખાઇ છે.બટુકના રૂપમાં આ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે.તને ખબર છે
વામન તને મારી નાખશે. બલિ કહે છે કે વાંધો નહી.ભગવાન વિષ્ણુના હાથે મરણ થાય તો
મારૂં કલ્યાણ થશે.ભગવાન વામને ભૂમિ લેવા માંડી.એક પગલામાં પૃથ્વી,બીજા પગલામાં ત્રિભુવન લીધું અને પુછ્યું કે ત્રીજું પગલું ક્યાં મુકું?
આપેલું વચનનું પાલન કરો ત્યારે ત્રીજો પગ મુકવા બલિએ પોતાનું મસ્તક
આગળ કરી દીધું.વામને ત્રીજું પગલું તેને માથે મુકતાં જ તે પાતાળમાં ધકેલાઇ ગયો.બલિ
ઉપર ભગવાન વામન ઘણા જ પ્રસન્ન થયા અને તેને ચિરંજીવી બનાવીને પાતાળલોકનું સ્થાયી
રાજ્ય પ્રદાન કર્યું અને ભગવાને ત્યાં બલિનું પોષણ કરવાનું વચન આપ્યું-આ આપણી
પૌરાણિક કથા છે.
અહી પ્રશ્ન થાય કે બલિ
પરમ ભક્ત હતો તો તેને આમ દાટવાનું કારણ શું? પુણ્ય હોય તો ગમે તે ઇન્દ્ર
થાય તો ઇન્દ્રનો પક્ષ લઇને તેને મારવાનું શું કારણ? વામન
અવતાર એ રૂપકાત્મક છે.
હિરણ્યકશ્યપુના પૂત્ર
પ્રહલાદે સંસ્કૃતિના પ્રચાર માટે ઘણા પ્રયત્ન કર્યા.ત્યાર પછી તેમનો પૂત્ર વિરોચન
નાસ્તિક નીકળ્યો. ”પિતા કરતાં દાદાના સંસ્કાર
પૌત્રમાં વધુ આવે છે.” વિરોચનનો પૂત્ર બલિ બુદ્ધિશાળી
અને રાજનિપુણ હતો.તેને નિસ્તેજ સમાજ બનાવ્યો.સમાજમાંથી ભગવદનિષ્ઠા અને પ્રભુ પ્રેમ
ચાલ્યાં ગયાં. વર્ણવ્યવસ્થા ખલાસ કરી નાખી.લોકોમાંથી ભગવાન ઉપરનો પ્રેમ ચાલ્યો
ગયો.દૈવી-સંસ્કૃતિ નષ્ટ થઇ. ભોગવિલાસ પ્રમુખ બન્યા.
ત્રણ પગલાં પૃથ્વી માંગી તેનો
અર્થ છે.
(૧) યજ્ઞ અને કર્મકાંડમાં જ
બ્રાહ્મણો રોકાયેલા હોવાથી તેમની તેજસ્વિતા ચાલી ગઇ હતી.સમાજમાં સાંસ્કૃતિક અને
નૈતિક જીવન નિર્માણ કરવું બ્રાહ્મણોનું કામ છે એટલે શિક્ષણતંત્ર બ્રાહ્મણોને આપ.
(ર) રાજ્યકારભાર કરતા ક્ષત્રિયો
જડવાદી નહી પણ ઇશ્વરવાદી હોવા જોઇએ. (૩) ઇશ્વરને માનવાવાળા,ઇશ્વરના કાર્ય
માટે જ હું જન્મ્યો છું એમ માનવાવાળા સાત્વિક વિચારના હોય તે જ ધંધો કરી શકે.આમ
વૈશ્યો પણ ઇશ્વરવાદી હોય તેવી વ્યવસ્થા કર..
(૩) ત્રીજું પગલું માંગતાં જ બલિ
ગભરાઇ ગયો અને કહ્યું કે તો પછી મારા અસુરો ક્યાં જાય? આનો અર્થ એ છે કે
હું મરી ગયો,મારૂં અસ્તિત્વ જ નહી તો હું ક્યાં જાઉં?
ભગવાન વામને કહ્યું કે
તમારા માટે દક્ષિણમાં સુતલમાં હું રહેવાની વ્યવસ્થા કરૂં છું.આમ ચાતુર્વણ્ય
વ્યવસ્થા ઉભી કરી.
ભગવાન વામને સંદેશ
આપ્યો કે કનક અને કાંતાના લીધે માણસો અસુર થાય છે.સુંદર સ્ત્રી જોતાં ધર્મના બંધનો
તોડી હાથ પકડવો એ માનવસ્વભાવ છે.ભગવાને કનક અને કાંતામાં ભ્રમ રાખ્યો છે.સંપત્તિ
ભોગવવાની નથી તે ભોગદાસી નથી પણ આપણી બા છે. એ બા ના ખોળામાં માથું
મુકી સૂઇ જાવ તે બા નું પૂજન કરો. આ પૂજન
એટલે લક્ષ્મીપૂજન અને બીજો એક દિવસ રાખી દીધો સ્ત્રીજાતને બહેન સમજવી-
એનું સતત ભાન રહે તે માટેનો દિવસ એટલે ભાઇબીજ. લોકોએ કહ્યું કે બલિ
બહુ સારો હતો તેનામાં ઘણી સારી વાતો હતી અને તેની સારી વાતો લેવી જ જોઇએ
એટલે તેના નામે પણ એક દિવસ રાખ્યો તે બલિપ્રતિપ્રદા એટલે બેસતું વર્ષ.
ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ.ભારતીય
સંસ્કૃતિએ લક્ષ્મીને
કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય
શક્તિના વિજયનું
આપણી દિવાળી કેવી? બધુ
બંધ-રજા.ઘરની સાફ-સફાઇ.સ્ત્રીઓ ફરસાણ-મીઠાઇ બનાવે તે ખાવાની અને ફટાકડા ફોડવાના !
આ સિવાય બીજો દ્રષ્ટિકોણ સમજતા જ નથી ! આ દિપોત્સવના પાંચ
દિવસના દ્રષ્ટિકોણને
સમજીએ. લક્ષ્મી-સંપત્તિને બા સમજીએ.જીવનમાં નરક સર્જનારા આળસ,પ્રમાદ,અસ્વચ્છતા
બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ
સૌથી મોટી દાની છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃ દાન-ભોગ અને
કામના રહિત દાન એ જ
યથાર્થ દાન છે.માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં-પુણ્ય કાર્યમાં અને
શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય
તેનો તુરંત જ અમલ કરી દેવો. સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને
૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી ૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ
કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું-પીધું ભોગવ્યું તેની કોઇ કિંમત
નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું..? તેનું જ મૂલ્ય છે.
જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં
ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
(૨) મહાન દાનવીર મહર્ષિ દધિચી
હિન્દુધર્મમાં દાનનું ઘણું જ
મહત્વ બતાવવામાં આવ્યું છે.મહર્ષિ અથર્વણના પૂત્ર તથા બ્રહ્માના પૌત્ર દધીચિએ
દાનની સર્વોત્તમ પરિભાષા સ્થાપિત કરી છે.તેઓ બ્રહ્મજ્ઞાની
હતા.તે અહર્નિશ ભગવાનના ધ્યાનમાં લાગેલા રહીને તપ કરતા હતા.એકવાર અશ્વિનીકુમારો
તેમની પાસે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવે છે.ઇન્દ્ર
અશ્વિનીકુમારોને હીન સમજતા હતા એટલે તેમને પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઇ
અશ્વિનીકુમારોને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપશે તેનું મસ્તક કાપી નાખવામાં
આવશે.ઇન્દ્રના ભયના કારણે તેમને કોઇ જ્ઞાનોપદેશ આપતું નહોતું પરંતુ તેમને જ્યારે
મહર્ષિ દધીચિ પાસે આવીને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવા વિનંતી કરી તો મહર્ષિ તૈયાર થઇ
ગયા.અશ્વિનીકુમાર એવું નહોતા ઇચ્છતા કે ઇન્દ્ર મહર્ષિનું મસ્તક કાપી નાખે એટલે
તેમને એક ઘોડાનું મસ્તક કાપી લાવી મહર્ષિના મસ્તકની જગ્યાએ લગાવી દીધું અને તેમના
મસ્તકને ઔષધિઓમાં રાખવામાં આવ્યું.હવે મહર્ષિ અશ્વમુખથી અશ્વિનીકુમારોને
બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવા લાગ્યા.જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે આવીને
અશ્વનું મસ્તક કાપીને લઇ જાય છે.અશ્વિનીકુમારોએ સુરક્ષિત રાખેલ મસ્તકને ફરીથી
મહર્ષિના ધડ ઉપર લગાવી દીધું.આમ ઇન્દ્રની નીચતાનો કોઇ પ્રભાવ દધિચી ઉપર ના પડ્યો
અને અશ્વિનીકુમારોને બ્રહ્મવિદ્યા મળી હતી.મહર્ષિ દધિચીએ અનંતકાળ સુધી ભગવાન શિવનું તપ
કરીને અથાહ પુણ્ય ભેગું કર્યું હતું.
ઉપરોક્ત ઘટનાના થોડા સમય બાદ
ત્વષ્ટાના અગ્નિકુંડમાંથી એક વૃતાસુર નામનો દૈત્ય પેદા થાય છે.તે પરાક્રમી
હતો.તેને પોતાના પરાક્રમથી સ્વર્ગલોક ઉપર અધિકાર પ્રાપ્ત કરી ઇન્દ્રને ભગાડી
મુક્યો. જયારે વૃત્રાસુરનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વધ કરવા માટે દેવરાજ
ઇન્દ્રને એક મહાન દિવ્ય અસ્ત્રની આવશ્યકતા હતી.અસહાય ઇન્દ્ર દેવગણોને લઇને બ્રહ્માજી
પાસે જાય છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.બ્રહ્માજીએ શેષ નારાયણ ભગવાન વિષ્ણુની
સ્તુતિ કરી.
ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને
કહ્યું કે પૃથ્વીલોકમાં અંગિરા ગોત્રમાં જન્મેલા મહર્ષિ દધીચિના હાડકામાં તેમના
સંચિત પુણ્યોના કારણે એટલું બળ છે કે તેનાથી બનેલ અસ્ત્રથી વૃત્તાસુરનો વધ થઇ શકશે
પરંતુ મહર્ષિને મારીને તેમના હાડકાં પ્રાપ્ત કરી શકાશે નહી કારણ કે તે મારા આશ્રિત
છે.જો દેવરાજ ઇન્દ્ર અને દેવતાઓ તેમની પાસે જઇને વજ્ર બનાવવા માટે તેમના હાડકાઓ
માટે યાચના કરે તો અવશ્ય તે પોતાનાં હાડકાં પ્રદાન કરશે.
દેવરાજ ઇન્દ્રે ઘણા જ સંકોચ સાથે
મહર્ષિ દધીચિના આશ્રમમાં જઇને અનેક પ્રકારથી તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કરે
છે.ત્યારબાદ દેવતાઓ પોતાની સમસ્યા બતાવે છે.મહર્ષિ પોતાના હાડકાં આપવા માટે તૈયાર
થઇ જાય છે પરંતુ એકવાર તિર્થયાત્રા કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.દેવરાજ ઇન્દ્રે
નૈમિષારણ્યમાં તમામ તિર્થોનું આહ્વાન કર્યું.મહર્ષિ દધિચીએ ત્યાં સ્નાન કર્યું અને
આસન લગાવીને બેસી ગયા.મન અને પ્રાણોને હ્રદયમાં સ્થિત કરીને ભગવાનના ધ્યાનમાં લાગી
ગયા અને તેમની આત્મા દેવતાઓના માટે શરીરનો ત્યાગ કરીને પરમાત્મામાં સમાઇ ગઇ.તેમના
અસ્થિઓમાંથી વિશ્વકર્માજીએ વજ્રનું નિર્માણ કર્યું જેનાથી દેવરાજ ઇન્દ્રે
વૃત્તાસુરનો વધ કર્યો હતો.
ધન્ય છે મહર્ષિ દધિચી કે જેમને
દેવરાજ ઇન્દ્ર કે જેને સમજી વિચારીને અકારણ અપકાર કરનારને પોતાના હાડકાંઓનું દાન
કરીને શ્રેષ્ઠતમ પરોપકારનો આદર્શ પ્રસ્તુત કર્યો.આ આદર્શના કારણે આજે ત્રણે લોકોમાં
મહર્ષિ દધિચીનો યશ છવાયેલો છે અને તે ઇન્દ્ર અને દેવતાઓના પૂજનીય બની ગયા.આ
ભગવાનની ભક્તિનો પ્રભાવ હતો કે જેમને આટલા સરળભાવથી પોતાના શરીરનો ત્યાગ કર્યો
હતો.આ ઘટના અમદાવાદમાં ઘટી હતી કે જ્યાં આશ્રમ
રોડ ઉપર આજે દધીચિ આશ્રમ છે ત્યાં તેમના આરાધ્ય દૂધાધારી મહાદેવનું મંદિર વિદ્યમાન
છે.દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે તેમની જન્મજયંતિ ઉજવાય છે.
(૩) મહારાજ નૃગ..
મહારાજ નૃગ ભગવાન શ્રીરામના
પૂર્વજ અને મહારાજ ઇક્ષ્વાકુના પૂત્ર હતા. તેમની દાનવીરતા એવી હતી કે તે દરરોજ
અનેક ગાયોનું દાન કરતા હતા અને દાન કરતાં પહેલાં તમામ ગાયોના શિગડાને સોનાથી અને
પગની ખરીઓને ચાંદીથી શણગારતા હતા અને ગાય સાથે એક વાછરડાનું પણ દાન કરતા હતા.એકવાર
તેમને એક બ્રાહ્મણને જે ગાયનું દાન આપ્યું હતું તે ગાય પરત તેમની ગૌશાળામાં પરત
આવી જાય છે.રાજા નૃગને આ વાતની ખબર પડતી નથી તેથી તે ગાયને અન્ય બ્રાહ્મણને દાનમાં
આપી દે છે.જ્યારે પહેલા બ્રાહ્મણને આ વાતની જાણ થાય છે તો આ બંન્ને બ્રાહ્મણો
વચ્ચે વિવાદ થાય છે.બંન્ને બ્રાહ્મણો કહે છે કે આ ગામ મને દાનમાં મળી હતી.બંન્ને
બ્રાહ્મણો ફરીયાદ લઇને રાજા નૃગ પાસે જાય છે પરંતુ રાજા નૃગ રાજકાજમાં વ્યસ્ત
હોવાથી તેઓને મળી શકતા નથી એટલે બ્રાહ્મણો ક્રોધિત થઇને રાજા નૃગને પતન થવાનો
શ્રાપ આપે છે પરીણામ સ્વરૂપ તેમનો જન્મ પૃથ્વી ઉપર વર્ષો સુધી કાચિંડાના રૂપે થાય
છે.દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના હાથે તેઓ શ્રાપમુક્ત થાય છે.ભગવાન શ્રીરામે
પોતાના સ્વમુખે રાજા નૃગની દાનવીરતાની લક્ષ્મણ સમક્ષ ચર્ચા કરી હતી.
(૪)
દાનવીર રાજા હરિશ્ચંદ્ર..
જ્યારે પણ સત્ય અને દાનવીરતાની ચર્ચા કરવામાં આવે છે ત્યારે
રાજા હરિચંદ્રને યાદ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી
છેઃદાન-ભોગ અને
કામના રહિત દાન એ જ
યથાર્થ દાન છે.માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં-પુણ્ય કાર્યમાં અને
શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય
તેનો તુરંત જ અમલ કરી દેવો. સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને
૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી ૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ
કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું-પીધું ભોગવ્યું તેની કોઇ કિંમત
નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું? તેનું જ મૂલ્ય છે.જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન
હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
દાનવીર
રાજા હરિચંદ્રે તો દાનની તમામ હદો પાર કરી દીધી હતી.તેઓ અયોધ્યાના સૂર્યવંશી
ભગવાન શ્રીરામના પૂર્વજ હતા.તેઓ રાજા ત્રિશંકુ અને સત્યવ્રતાના પૂત્ર હતા.તેમને સો
રાણીઓ હતી તેમાં મુખ્ય પટરાણી તારામતી હતા.સત્યની
જ્યારે પણ ચર્ચા કરવામાં આવે છે ત્યારે રાજા હરિચંદ્રનું નામ અવશ્ય લેવામાં આવે
છે.તેમને ક્યારેય સત્યનો સાથ છોડ્યો નહોતો અને આ કારણોસર ઘણીવાર તેમને મોટી
મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એકવાર રાજા
હરિશ્ચંદ્રે સ્વપ્ન જોયું કે તેમને પોતાનું રાજ્ય અને બધું સુખ મહર્ષિ
વિશ્વામિત્રને દાનમાં આપી દીધું છે.બીજા દિવસે જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર તેમના
મહેલમાં આવે છે ત્યારે તેમને સ્વપ્નની વાત કહે છે અને દાનમાં પોતાનું સમગ્ર
સામ્રાજ્ય આપી દીધું હતું.ત્યારબાદ મહર્ષિ વિશ્વામિત્રે દક્ષિણાના રૂપમાં પાંચસો
સોનામહોરો માંગી હતી.તેની વ્યવસ્થા કરવા માટે તેમને પોતાની જાતને સ્મશાનમાં એક
ચાંડાલને વેચીને સોનામહોરો મહર્ષિ વિશ્વામિત્રને દક્ષિણાના રૂપમાં આપી હતી.ધર્મના
માટે પોતાની પત્ની તારામતી અને પૂત્ર રોહિતનું પણ દાન કરી દીધું હતું.જ્યારે તેમનો
એકમાત્ર પૂત્ર રોહિતનું સર્પદંશથી મૃત્યુ થાય છે ત્યારે તેમને સત્યના માટે પોતાનો
રસ્તો બદલ્યો નહોતો અને પોતાની પત્ની પાસે પોતાના જ પૂત્રના અગ્નિસંસ્કાર કરવા માટે
કર માંગ્યો હતો.પત્ની કરના પૈસા ક્યાંથી લાવે? ત્યારે તેમની
પત્નીએ પોતાની સાડીનો અડધો ભાગ ફાડીને પોતાના પતિને કરના રૂપમાં આપ્યો હતો.આ ઘટના
પછી આકાશ માર્ગે દેવતાઓ આવીને તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરીને કહ્યું કે તમે સત્યને
જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચત્તમ આદર્શ સ્થાપિત કર્યો છે,તમારી
કર્તવ્યનિષ્ઠા મહાન છે.તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો.
ત્યારે
હરિશ્ચંદ્રે કહ્યું કે જો ખરેખર મારી કર્તવ્યનિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો
અમારા પૂત્ર રોહિતને જીવનદાન આપો.આ પછી પૂત્ર રોહિત જીવિત થાય છે અને પરીવાર સહિત
રાજા પોતાના રાજ્યમાં પરત આવે છે.મહર્ષિ વિશ્વામિત્રે પ્રગટ થઇને તેમની તમામ
સંપત્તિ પરત આપી દીધી હતી અને કહ્યું કે હે રાજા તમે ધન્ય છો.આ બધી તમારી કસોટી
હતી જેમાં તમે સાબિત કર્યું છે કે તમે શ્રેષ્ઠ સેવાભાવી સત્યવાદી અને ધાર્મિક છો.
આ ઘટના પછી તેમનો યશ યુગો યુગો સુધી ફેલાયો હતો.સત્યની
પરીક્ષા જરૂર થાય છે પરંતુ અંતે તો ઇશ્વરની મદદથી સત્યની જ જીત થાય છે.
(૫)
મહાન દાનવી૨ રાજા શિબિ ઉશીનર..
યમુના
નદીની બંન્ને તરફ જલા અને ઉપજલા નામની બે નદીઓ આવેલી છે તેના કિનારે રાજા શિબિ
ઉશીનરે યજ્ઞો કરીને ઇન્દ્રથી ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.એકવાર નૃપશ્રેષ્ઠ
રાજા શિબિની પરીક્ષા કરવા દેવરાજ ઇન્દ્ર બાજ પક્ષી અને અગ્નિદેવ કબૂતરનું રૂપ ધારણ
કરીને તેમના યજ્ઞમંડપમાં જાય છે.પોતાની રક્ષા કરવા રાજાનો આશ્રય લઇ કબૂતર આવીને
તેમના ખોળામાં બેસી જાય છે.તે સમયે બાજ આવીને કહે છે કે હે રાજન ! પૃથ્વી ઉપરના
તમામ રાજાઓ આપને ધર્માત્મા કહે છે.કબૂતર મારો આહાર છે.આપ ધર્મના લોભથી તેની રક્ષા
ના કરો અને કબૂતરને મારા હવાલે કરી દો.
રાજા શિબિએ
કહ્યું કે આ કબૂતર તમારા ભયથી પોતાના પ્રાણ બચાવવા મારા શરણમાં આવ્યું છે તેનું
રક્ષણ કરવું એ મારો પરમ ધર્મ છે. બાજે કહ્યું કે મહારાજ ! તમામ પ્રાણીઓ આહારથી
ઉત્પન્ન થાય છે, આહારથી
તેમની વૃદ્ધિ થાય છે અને આહારથી જ જીવિત રહે છે. પ્રજાનાથ ! આજે આપ મને ભોજનથી
વંચિત કરશો તો મારૂં મૃત્યુ થશે.મારૂં મૃત્યુ થતાં મારી પત્ની-પૂત્ર પરીવાર અસહાય થતાં
નષ્ટ થશે.આમ આપ એક કબૂતરની રક્ષા કરીને ઘણા બધા પ્રાણીઓની રક્ષા નથી કરી રહ્યા !
સત્ય
પરાક્રમી નરેશ ! જે ધર્મ બીજા કોઇ ધર્મના માટે બાધક છે
તે ધર્મ નહી પણ કુધર્મ છે. જે બીજા કોઇપણ ધર્મનો વિરોધ ના કરીને પ્રતિષ્ઠિત થાય છે
તે વાસ્તવિક ધર્મ છે.ધર્મ અને અધર્મનો નિર્ણય કરતી વખતે પાપ અને પુણ્યની તરફ
દ્રષ્ટિ રાખીને વિચાર કરવો જોઇએ અને જેનાથી અધિક પુણ્ય થાય તે ધર્મને આચરણમાં
લાવવો જોઇએ. રાજા શિબિએ કહ્યું કે પક્ષીશ્રેષ્ઠ ! તમારી વાતો અત્યંત
કલ્યાણમય ગુણોથી યુક્ત છે.તમે ધર્મના જ્ઞાતા છો.તમે આ ઉદ્યોગ ફક્ત ભોજન પ્રાપ્ત
કરવા માટે કરી રહ્યા છો તો આહારનો પ્રબંધ તો અન્ય બીજી રીતે પણ થઇ શકે છે.તમે
ઇચ્છો તેને તમારા ભોજન માટે પ્રસ્તુત કરી શકું તેમ છું.
બાજે
કહ્યું કે મહારાજ ! હું અન્ય કોઇપણ પ્રાણીને આહાર નહી બનાવું.મારો આહાર ફક્ત કબૂતર
છે તેને મારા હવાલે કરી દો.રાજાએ કહ્યું કે હું શિબિદેશનું સમૃદ્ધશાળી રાજ્ય તને
સોંપું છું પરંતુ મારા શરણમાં આવેલ પક્ષીનો ત્યાગ કરી શકતો નથી.ત્યારે બાજ પક્ષી
કહે છે કે જો આપનો આ કબૂતર ઉપર સ્નેહ હોય અને તેને મારા હવાલે કરી શકો તેમ ના હોય
તો તેના વજન બરાબર તમારૂં માંસ કાપીને ત્રાજવામાં મૂકો જેનાથી મારી તૃપ્તિ
થશે.ત્યારપછી પરમ ધર્મજ્ઞ રાજા શિબિએ પોતાના શરીરનું માંસ કાપીને ત્રાજવામાં
મુકવાનું શરૂ કર્યું પરંતુ બીજા ત્રાજવામાં મુકેલ કબૂતર રાજાના માંસની સરખામણીએ
વજનમાં ભારે નીકળ્યું ત્યારે મહારાજ શિબિએ ફરીથી પોતાનું માંસ કાપીને ત્રાજવામાં
મુક્યું આમ વારંવાર માંસ કાપીને મુકવા છતાં કબૂતરના વજન બરાબર ના થતાં રાજા શિબિ
પોતે ત્રાજવામાં બેસી ગયા.
આવું બન્યા
પછી બાજ કહે છે કે હે ધર્મજ્ઞ નરેશ ! હું ઇન્દ્ર છું અને આ કબૂતર અગ્નિદેવ છે.અમે
બંન્ને આપના ધર્મની પરીક્ષા કરવા માટે તમારી યજ્ઞશાળામાં આવ્યા હતા.આપે એક પક્ષીના
માટે પોતાના શરીરનું માંસ કાપીને આપ્યું આ આપની પ્રકાશમાન કીર્તિ યુગો સુધી
રહેશે.ત્યારબાદ ઇન્દ્ર અને અગ્નિદેવ દેવલોક ચાલ્યા ગયા અને ધર્માત્મા રાજા શિબિ
સ્વર્ગલોકમાં જતા પહેલાં દેવતાઓ પાસે વરદાન માંગ્યું કે જનમોજનમ
અવધ નગરીમાં જ મારો જન્મ થાય અને આજે મારી કસોટી કરી છે તેવી કસોટી કળિયુગમાં કોઇ
મનુષ્યની ના કરશો. (મહાભારતમાંથી સાભાર)
જે વસ્તુનું તમે આ
જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો
પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ
આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ
ઘણું) ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે.સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન
આપવાનો આગ્રહ ના રાખે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ
થાય છે.
ભિખારી ભીખ માગવા આવતો નથી પણ
આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ
છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વૃદ્ધાવસ્થામાં છોકરાઓ
પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે
છૂટ છે.કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં
નથી.થોડું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.
ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે.સાધુ-સન્યાસી અને
બ્રાહ્મણને આપવું તે ગૃહસ્થનો ધર્મ છે પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી
થાય.દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે.દાન આપનારો મોટો ગણાય
છે.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.
વામન ભગવાન બલિરાજાને
ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો.જે દાન લે છે તે બંધનમાં
પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિ રાજાને
આપ્યું હતું.જે દાન લે છે તે બંધનમાં પડે છે.દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ
લઇને જ આવે છે.મૃત્યુ પછી કોઇ કહેવાનું નથી કે મને કંઇક આપો એટલે પરોપકાર કરવો એ જ
જીવનનો ઉદ્દેશ્ય છે.
(૬)
રાજા રઘુ..
મહારાજ રઘુ
ઇક્ષ્વાકુ વંશના રાજા દિલિપના પૂત્ર હતા.તે અયોધ્યાના સમ્રાટ અને ભગવાન શ્રીરામના
પરદાદા હતા.તેમને અશ્વમેઘ યજ્ઞ કરીને સંસાર ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો
અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને તેમની પાસેથી પોતાના યજ્ઞનો અશ્વ પરત મેળવ્યો હતો,ત્યારબાદ તેમને
પોતાનું તમામ ધન દાન કરી દીધું હતું. તેમના નામથી જ તેમના વંશના ક્ષત્રિયો રઘુવંશી
કહેવાયા હતા.
એકવાર
વિશ્વજીત યજ્ઞમાં પોતાનું તમામ ધન દાન કરી દીધું હતું.તેમના પોતાના નિત્ય વ્યવહાર
માટે ફક્ત માટીના વાસણ જ રહ્યા હતા તે સમયે વરતંતુના શિષ્ય કૌત્સ પોતાના ગુરૂને
દક્ષિણા આપવા માટે ચૌદ કોટિભાર સોનુ માંગવા માટે આવે છે પરંતુ રાજા પૂર્ણરૂપથી
અર્થહીન તથા નિષ્કિંચન જાણીને યાચના કર્યા વિના જ પરત જાય છે ત્યારે મહારાજ રઘુ
તેમને રોકે છે અને આવવાનું પ્રયોજન પુછે છે ત્યારે કૌત્સ કહે છે કે મેં આપની
દાનવીરતા સાંભળી છે,આપ અદ્વિતિયદાની છો પરંતુ અહીયાં
આવ્યા પછી જાણ્યું કે આપે વિશ્વજીત યજ્ઞમાં આપે તમામ ધન યાચકોને દાન કરી દીધું છે
આવા સંજોગોમાં આપ મારો મનોરથ પુરો કરી શકો તેમ ન હોવાથી પરત જઇ રહ્યો હતો ત્યારે
રાજા રઘુ કહે છે કે આપનો અભિપ્રાય મને બતાવો તેને પુરો કરવાનો હું પ્રયાસ કરીશ.
કૌત્સે
કહ્યું કે રાજન ! ગુરૂદેવના શ્રીચરણોમાં રહીને મેં તમામ વિદ્યાઓ પ્રાપ્ત કર્યા પછી
મેં ગુરૂજીને પ્રાર્થના કરી કે અન્ય શિષ્યોની જેમ મારી પાસેથી પણ ગુરૂદક્ષિણાનો
સ્વીકાર કરવા કહ્યું પરંતુ મને ગરીબ સમજીને મારી ઉપેક્ષા કરી રહ્યા હતા એટલે મેં
ગુરૂદક્ષિણા માટે દબાણ કર્યું.અતિશય આગ્રહ કરવાના કારણે ગુરૂજીને ક્રોધ આવે છે અને
કહે છે કે ખરેખર તૂં ગુરૂદક્ષિણા આપવા ઇચ્છતો હોય તો ચૌદ કોટિ સુવર્ણ મુદ્રા
લાવીને મને આપ. રાજન ! આ ચૌદ કોટિ સુવર્ણ મુદ્રા લેવા માટે હું આપ પાસે આવ્યો હતો.
મહારાજ
રઘુએ કહ્યું કે જો ક્ષત્રિય રાજાના દરબારમાં એક વિદ્વાન બ્રહ્મચારી બ્રાહ્મણ નિરાશ
પરત જાય તો મને ધિક્કાર છે.આપ થોડો સમય પ્રતિક્ષા કરો. હું કૂબેર પાસે જઇને આપની
ગુરૂદક્ષિણાની વ્યવસ્થા કરૂં છું.રાજા રઘુના પરાક્રમથી ભયભીત થઇને કૂબેરે રાત્રે જ
અપાર સોનાની ધન વર્ષા કરી,જેમાંથી ચૌદ કોટિ સુવર્ણ મુદ્રા
કૌત્સને આપવામાં આવે છે અને બાકીના ધનને બ્રાહ્મણોને દાન કરી દેવામાં આવે છે.
આમ એક નહી
પરંતુ અનેક પ્રકારથી પ્રજાજનોની મનોકામના પુરી કરીને લાંબા સમય સુધી શાસન કરીને
છેલ્લે તમામ રાજ્યભાર પોતાના પૂત્ર અજને સુપ્રત કરીને ભગવાનનું ભજન કરવા માટે
વનમાં ચાલ્યા જાય છે.
(૭) મહાન દાનવીર ભીમપૌત્ર બર્બરીક/ખાટુશ્યામ
ભિખારી ભીખ માગવા આવતો નથી પણ
આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ
છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વૃદ્ધાવસ્થામાં છોકરાઓ
પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે
છૂટ છે.કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં
નથી.થોડું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.
ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે.સાધુ-સન્યાસી અને
બ્રાહ્મણને આપવું તે ગૃહસ્થનો ધર્મ છે પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી
થાય.દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે.દાન આપનારો મોટો ગણાય
છે.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.
બર્બરીકની
કથા મહાભારતમાં આવતી નથી પરંતુ લોકકથાઓના રૂપમાં તે ઘણી જ પ્રચલિત છે.બર્બરિક
ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો, એની માતા મૌર્વિ હતી,તે ખુબ બળવાન હતો. બર્બરીક
ગુરૂ વિજય સિદ્ધસેનનો શિષ્ય હતો જેણે આકરી તપસ્યા કરીને માતા કામાક્ષી દેવીને
પ્રસન્ન કર્યા હતા.દેવીએ વરદાન સ્વરૂપે બર્બરીકને ધનુષ અને ત્રણ અજેય બાણ આપ્યા
હતા.આ ત્રણ બાણો દ્વારા તે યુદ્ધને ક્ષણવારમાં પુરૂ કરી શકે તેમ હતો.
બર્બરીક
પાસે ગુરૂ વિજય સિદ્ધસેને ગુરૂદક્ષિણામાં માંગ્યું હતું કે તે યુદ્ધમાં એ પક્ષ
તરફથી જ લડશે જે પક્ષ યુદ્ધમાં કમજોર હશે.ભગવાન શ્રીકૃષ્ણ આ વાત જાણતા હતા અને જો
આમ થાય તો મહાભારતના યુદ્ધનો વાસ્તવિક ઉદ્દેશ્ય જ પુરો થઇ જશે.જ્યારે તે મહાભારતના
યુધ્ધમાં લડવા માટે જાય છે ત્યારે ભગવાન
શ્રીકૃષ્ણ તેને
સામે મળે છે અને બર્બરીકને પોતાની યુદ્ધકળા અને સિદ્ધિઓ બતાવવાનું કહે છે.શ્રીકૃષ્ણે
બર્બરીકને પડકાર ફંકતાં કહ્યું કે તમે જે પીપળાના ઝાડ નીચે ઉભા છો તેના તમામ
પાંદડાને એક બાણથી વિંધી બતાવો તો હું તમારી સિદ્ધિને સત્ય માનું.બર્બરીકે આ
પડકારનો સ્વીકાર કર્યો અને પોતાના ગુરૂનું ધ્યાન કરીને પહેલું તીર ચલાવ્યું જેણે
પીપળાના દરેક પાંદડાને લક્ષ્ય બનાવ્યું.તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકની જાણ
બહાર પીપળાનું એક પાંદડું પોતાના પગ નીચે દબાવી દીધું.બર્બરીકે માતા કામાક્ષી
દેવીનું ધ્યાન ધરીને બીજું તીર ચલાવ્યું.તીર ચલાવતાંની સાથે જ પીપળાના તમામ પાંદડા
વિંધાઇ ગયા તથા ભગવાન શ્રીકૃષ્ણના પગ અને પગ નીચેના પાંદડાને વિંધીને પાછું
ભાથામાં આવી ગયું.
ભગવાન
શ્રીકૃષ્ણે બર્બરીકને પુછ્યું કે તેઓ યુદ્ધમાં કોના તરફથી યુદ્ધ કરવાના છો? ત્યારે તેમને
કહ્યું કે તેઓ પોતાના ગુરૂની આજ્ઞાનુસાર જે પક્ષ કમજોર હશે તેના તરફથી યુદ્ધ
લડશે.હાલમાં પાંડવોનો પક્ષ કમજોર છે એટલે તે પાંડવોના પક્ષે યુદ્ધ કરશે.ભગવાને
તેમને પુછ્યું કે જો કૌરવ પક્ષ કમજોર થશે તો? ત્યારે બર્બરીક કહે છે કે તો હું ગુરૂની
આજ્ઞાનુસાર કૌરવ પક્ષ તરફથી યુદ્ધ લડીશ.ત્યારે ભગવાન કહે છે કે જો તૂં આમ કરીશ તો
તૂં એકલો જ જીવિત રહેશે કેમકે બાકીના બધાનો તો વિનાશ થઇ જશે.
ભગવાન
શ્રીકૃષ્ણ તેને પુછે છે કે તારા ગુરૂ કોન છે ત્યારે બર્બરીક કહે છે કે તમે જ મારા
ગુરૂ છો. ભગવાન શ્રીકૃષ્ણ તેની પાસે ગુરૂદક્ષિણા તરીકે તેના મસ્તકનું દાન
માંગ્યું.બર્બરીકને ગુરૂદક્ષિણા આપવામાં કોઇ સંકોચ નહોતો પરંતુ આ મહાયુદ્ધ જોવાની
તેને ઇચ્છા વ્યક્ત કરી.ભગવાને આશ્વાસન આપતાં કહ્યું કે તમારૂં મસ્તક કપાયા પછી પણ
તમે શરૂઆતથી અંત સુધી યુદ્ધ જોઇ શકશો.
બર્બરીકે
તલવારથી પોતાનું મસ્તક કાપીને ભગવાનના ચરણે ધર્યું.ભગવાને તેમના મસ્તક ઉપર અમૃત
છાંટીને તેને સજીવન કર્યું અને યુદ્ધના મેદાનના મધ્યમાં આવેલ વધસ્તંભ ઉપર મૂકી દીધું
કે જ્યાંથી તે સમગ્ર યુદ્ધ જોઇ શકે.જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે
પાંડવ પક્ષના યોદ્ધાઓ વચ્ચે વિવાદ થયો કે યુદ્ધમાં તેમનો ફાળો અગત્યનો હતો.બધાએ આ
સમસ્યાના સમાધાન માટે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી ત્યારે ભગવાને કહ્યું કે
બર્બરીકના મસ્તકે સમગ્ર યુદ્ધને જોયું છે તેમને આ બાબતે પુછીએ.
ત્યારે
બર્બરીક કહે છે કે સંપૂર્ણ યુદ્ધમાં મેં ફક્ત ભગવાનના સુદર્શન ચક્રને જ ફરતું
જોયું છે.બધા યોદ્ધાઓનો સંહાર સુદર્શન ચક્રએ કર્યો છે.આ સાંધળીને તમામ યોદ્ધાઓનો
ગર્વ ઉતરી ગયો.ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકના મસ્તકને ઘડ સાથે જોડીને સજીવન
કર્યું અને વરદાન માંગવાનું કહેતાં બર્બરીકે કહ્યું કે આ યુદ્ધ જોયા પછી મને સંસાર
પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે તેથી હવે મારે જંગલમાં જઇ સંન્યાસી જીવન જીવવું છે, ભગવાને
અમરતાના આર્શિવાદ આપ્યા.
રાજસ્થાન
અને અન્ય રાજ્યોમાં બર્બરીકની “ખાટુશ્યામ”
નામથી પૂજા થાય છે,જ્યાં બર્બરીકનું મસ્તક રાખવામાં આવ્યું
હતું તે સ્થાનનું નામ ખાટૂં છે,ગુજરાતમાં તે “બળિયાદેવ”
તરીકે પૂજાય છે.
(૮) હિન્દુધર્મના
મહાન દાનવીર-કર્ણ
હિન્દુધર્મમાં દાનનું ઘણું જ
મહત્વ બતાવવામાં આવ્યું છે.હિન્દુધર્મમાં અનેક મહાન દાનવીરો થયા છે આજે આપણે મહાન દાનવીર કર્ણ વિશે જાણીશું..
જે વસ્તુનું તમે આ
જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો
પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ
આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ
ઘણું) ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે.સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન
આપવાનો આગ્રહ ના રાખે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ
થાય છે.
ભિખારી ભીખ માગવા આવતો નથી પણ
આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ
છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો
હાથ ઉપર હોય છે.દાન આપનારો મોટો ગણાય છે.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.
વામન ભગવાન બલિરાજાને
ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો.જે દાન લે છે તે બંધનમાં
પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિ રાજાને
આપ્યું હતું.જે દાન લે છે તે બંધનમાં પડે છે.દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ
લઇને જ આવે છે.મૃત્યુ પછી કોઇ કહેવાનું નથી કે મને કંઇક આપો એટલે પરોપકાર કરવો એ જ
જીવનનો ઉદ્દેશ્ય છે.
ભગવાન શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ
અને તેમના પિતા શૂરસેન હતા.તેમને પૃથા નામની એક
કન્યા હતી.શૂરસેનના ફોઇના દિકરાનું નામ કુંતીભોજ હતું. શૂરસેને કુંતીભોજને વચન
આપ્યું હતું કે મારે પ્રથમ સંતાન થશે તે હું તમોને ભેટમાં આપી દઇશ. શૂરસેનને પ્રથમ
સંતાનના રૂપમાં કન્યા થઇ જે તેમને કુંતીભોજને અર્પણ કરી હતી જેનો કુંતીભોજે સારી
રીતે ઉછેર કર્યો હતો અને તેનું નામ કુંતી પડ્યું
હતું. કુંતીભોજ ઉદાર અને સદગુણી હોવાથી તેમના આંગણે ઘણા અતિથિઓ આવતા-જતા રહેતા હતા
અને તેમની સેવા કરવાની તથા દેવતાઓના પૂજનની જવાબદારી તેમને કુંતાને સોંપી હતી.સંતાનોનું સાચું ઘડતર કરવા ઇચ્છતા માતા-પિતા પોતાના બાળકોને
બાળપણથી જ સેવાપ્રવૃત્તિ લગાવતા હોય છે.
એકવાર કુંતીભોજના દરબારમાં
દુર્વાસા નામના અતિ મહાપ્રતાપી ઉગ્ર સ્વભાવના ઋષિ આવે છે.ઉગ્ર
ક્રોધી વ્યક્તિની સેવા કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે પરંતુ ઉગ્રતા
હંમેશાં ઉદારતાના ગુણ સાથે હોય છે.ઉગ્રતા સહન કરે તે ઉદારતાનાં ફળ પ્રાપ્ત કરે છે.
કુંતીની સેવાથી દુર્વાસા પ્રસન્ન થયા. તેમને કુંતીનું ભવિષ્ય જોયું તો
વિચારમૂઢ થઇ ગયા કે આ કન્યાને તો પૌરૂષહીન પતિ પ્રાપ્ત થવાનો છે. પતિની સર્વપ્રથમ યોગ્યતા તેનું પૌરૂષ હોય છે તે ના હોય અને
બાકી બધું હોય તો મડદા સાથે લગ્ન કર્યા કહેવાય પરંતુ ભાવિ પ્રબળ હોય છે તેને રોકી
શકાતું નથી. કુંતા ઉપર આવનાર ભાવિ સંકટનો વિચાર કરીને તેના ધર્મની રક્ષા
કરવા માટે દુર્વાસાએ પાંચ વશીકરણ મંત્રો આપ્યા અને કહ્યું કે આ મંત્રોની આરાધના
કરીશ તો તે દેવ પ્રસન્ન થઇને એક-એક પૂત્ર આપશે આમ કહીને દુર્વાસા ચાલ્યા ગયા.
પુરૂષોની તુલનામાં સ્ત્રીઓમાં
ગંભીરતા ઓછી હોય છે કારણ કે તેમનામાં લાગણીઓની પ્રચુરતા વધુ હોય છે. લાગણીઓ અને
ગંભીરતા એક સાથે ના રહી શકે તેથી જ તેમને ચંચળવૃત્તિ કહેવાય છે.દુર્વાસાના ગયા પછી
કુંતીને મંત્ર સબંધી તાલાવેલી અને ઉત્કંઠા જાગી.મંત્રો સાચા હશે કે કેમ? તેવા તર્ક-વિતર્ક
થવા લાગ્યા. કુંતી કુંવારાં હતાં એ સમયે પરીક્ષા કરવા વિધિપૂર્વક સૂર્યના મંત્રની
આરાધના કરી કે તુરંત જ સૂર્યદેવ પ્રગટ થયા તો કુંતીએ હાથ જોડી નમસ્કાર કર્યા.સૂર્યદેવે
આવવાનો હેતુ બતાવ્યો કે હું તને બાળક આપવા આવ્યો છું. કુંતા ગભરાઇ ગયાં. હવે તેમને
પોતાની ભૂલ સમજાઇ.તેણે સૂર્યદેવને પાછા ચાલ્યા જવા ઘણી વિનંતી કરી, આજીજી કરી ક્ષમા માંગી.મહાભારતમાં કુંતીનું આ વાક્ય યાદ રાખવા જેવું
છે.કુંતી કહે છે કે “સ્ત્રીઓથી અપરાધ થઇ
જાય તો પણ મહાપુરૂષો હંમેશાં તેમનું રક્ષણ કરે છે.” પણ સૂર્યદેવ ના માન્યા અને કહ્યું કે શુભે ! હું જાણું છું કે
ઋષિ દુર્વાસાએ તમોને વરદાન આપ્યું છે,તમે ભય છોડીને મારી સાથે સમાગમ કરો.મારૂં દર્શન
અમોઘ છે અને તમે મારૂં આહ્વાન કર્યું છે અને આ આહ્વાન વ્યર્થ જશે તો તમોને મોટો
દોષ લાગશે.મારી કૃપાથી તમોને કોઇ દોષ નહી લાગે.જે થવાનું હતું તે થયું. સૂર્યદેવે
કવચ-કુંડલ સાથે મહાબળવાન પરાક્રમી ઉદાર પૂત્ર ઉત્પન્ન થશે તેવો આર્શિવાદ
આપ્યો.કુંતાને તુરંત જ બાળક પ્રાપ્ત થઇ ગયું.ઉત્તમ પ્રકાશવાળા ભગવાન સૂર્યે
કુંતીને પુનઃ કન્યાત્વ પ્રદાન કરી ચાલ્યા ગયા.(મહાભારત
આદિપર્વ પાનઃ૩૯૯)
મનુષ્ય સિવાયની બીજી
યોનિઓની માદાઓ ગમે તે નરથી બાળક પેદા થાય તો જરાય ચિંતા કરતી નથી કારણ કે તેમને
સંસ્કૃતિ હોતી નથી તે બિંદાસ્ત થઇને બાળઉછેર કરે છે પણ સ્ત્રી આવું કરી શકતી
નથી.જેમ જેમ સંસ્કૃતિ ભવ્ય થતી જાય તેમતેમ લોકાપવાદ વધતા જાય છે.લોકાપવાદ ખોટા હોય
તો પણ જીવતી સ્ત્રીને મારી નાખતા હોય છે.આ બધુ સ્ત્રીઓને જ ભોગવવાનું હોય છે કારણ
કે સંસ્કૃતિનો બધો ભાર સ્ત્રીઓએ જ ઉપાડવાનો હોય છે.હવે શું કરવું? શું મોઢું
બતાવવું? ક્યાં જવું? કુંતાને કશું
સુઝતું નથી. ઉતાવળમાં કુંતાએ નવજાત શિશુને લાકડાની પેટીમાં મુકી નદીમાં પેટી તરતી
મુકી દીધી. હજારો કુંતીઓ અને હજારો કર્ણોનું આજે પણ આવું થતું રહે છે.
નદીના પ્રવાહમાં તરતી તરતી પેટી
આગળ વહી ગઇ.સંતાન વિનાના,સંતાન માટે તડપતા એક અધિરથ નામના સારથી અને તેની પત્ની રાધા
નદીમાં સ્નાન કરી રહ્યાં હતા તેમની નજર પેટી ઉપર પડે છે. કિનારે લાવીને પેટી
ખોલીને જોયું તો એક મહાતેજસ્વી શિશુ સૂર્યની જેમ ચમકી રહ્યો હતો.રાધાની ખુશી સમાતી
નથી.બંન્નેના ભાગ્ય ખુલી ગયાં.ભગવાને પ્રસૃતિની પીડા વેઠ્યા વિના જ ઘેર બેઠાં બાળક
આપ્યું. બાળકને કવચ-કુંડલ હોવાથી તેનું નામ વસુષેણ પાડવામાં આવે છે.જન્મ સમયે
તેનું નામ વસુષેણ હતું પરંતુ ત્યારબાદ પોતાના શરીરમાંથી
કવચને કાપીને કાઢવાના કારણે તેનું નામ કર્ણ અને વૈકર્તન પડ્યું હતું.
ત્યારબાદ જોતજોતામાં બાળક મોટું થયું.તે પૂત્ર અસ્ત્ર-શસ્ત્રમાં નિપુણ થઇ જાય
છે.તેનો ઉદાર સ્વભાવ ચારે તરફ વખાણાવા લાગ્યો.સૂર્યની નજર ગુપ્ત રીતે હંમેશાં કર્ણ
ઉપર રહેતી હતી.ભલે લોકભયથી તે પ્રગટ પિતા ના થઇ શકે પરંતુ પિતા હતા તે નક્કી જ છે.
કર્ણની
દાનવીરતાના વિષયમાં આપ બધા વાકેફ છો જ..! તેમની દાનવીરતાની ચર્ચાથી મહાભારત ભરેલું
પડ્યું છે.દરરોજ સૂર્યનારાયણની પૂજા પછી યાચકો જે માંગે તેનું દાન આપતા હતા, તેમના
દ્વારથી કોઇ યાચક ખાલી હાથે જતા નહોતા.કર્ણને ખબર હતી કે ઇન્દ્રદેવ અર્જુનને મદદ
કરવા માટે જ કવચ-કુંડળ માંગવા આવ્યા છે છતાં હસતા મોઢે તે ઇન્દ્રદેવને આપી દીધા
હતા.માતા કુંતાને દાનના રૂપમાં અર્જુન સિવાય બાકીના ચાર પાંડવોને જીવનદાન આપ્યું
હતું અને આ કારણોસર યુધિષ્ઠિર ભીમ નકુળ અને સહદેવને હરાવ્યા છતાં તેમના પ્રાણ લીધા
નહોતા.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment