Sunday, 7 June 2026

આવતા જન્મ માટે પુણ્ય જમા કરો

 

આવતા જન્મ માટે પુણ્ય જમા કરો

 

જેનું ૫રીણામ સુખ છે તે પુણ્ય અને જેનું ૫રીણામ દુઃખ છે તે પા૫.ધન કમાઓ સાથે સાથે ખુબ પુણ્ય પણ કમાઓ.ધન વર્તમાન જીવન માટે છે અને પુણ્ય આગલા જન્મ માટે કારણ કે એક વાત નક્કી છે કે એક દિવસ આપણે બધાએ આ દુનિયા છોડીને બીજો જન્મ લેવો પડશે.હાલના જીવનમાં આપણી પાસે તમામ સુખના સાધનો છે પરંતુ હવે પછીના જન્મમાં આપણને સુખ-સુવિધાઓ મળે તે માટે પણ કંઇક જમા કરીએ અને આ સંપત્તિ છે પુણ્ય કે જેને અમે આ જન્મમાં જમા કરીશું તો તેનું ફળ આપણને આગલા જનમમાં ભોગવવા મળશે.સૌથી મોટું પુણ્ય એ છે કે માનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.પુણ્ય ના કરો તો કાંઇ નહિ પણ પાપ તો ન જ કરો.

 

મનુષ્‍ય જન્મ કરોડો જન્મના પુણ્ય કર્મોનું ફળ છે.આ જન્મમાં પ્રભુ ૫રમાત્માને જાણવા એ મનુષ્‍યનું ૫રમ કર્તવ્ય છે.જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગયોનિઓ છે.મનુષ્‍યયોનિમાં કરેલા પા૫-પુણ્ય ભોગવવા માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્ય કરવાનો અથવા પા૫-પુણ્યથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગ યોનિઓ છે.મનુષ્‍ય યોનિમાં કરેલા પા૫-પુણ્યનાં ફળ ભોગવવાના માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્યો કરવાનો અથવા પા૫-પુણ્યોથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.

 

ચિત્રગુપ્ત એટલે ચિત્તની ગુપ્ત વાતો જાણનાર.ચિત્તની ગુપ્ત વાતો જાણે તેને ચિત્રગુપ્ત કહે છે. સાક્ષીમાં સૂર્યદેવ અને વાયુદેવ છે.દિવસના કરેલા પાપની સાક્ષી સૂર્યદેવ આપે છે.રાતના પાપની વાયુદેવ.આ જીવ બારણા બંધ કરીને પાપ કરે છે કે મને કોઈ જોતું નથી પણ તારો બાપ જે અંદર બેઠો છે તે તો જુએ છે? પૃથ્વી,ચંદ્ર,સૂર્ય..વગેરે ચૌદ સાક્ષીઓ છે તે પરમાત્માના સેવકો છે તે સાક્ષી આપે છે કે અમે તેને પાપ કરતા નજરે જોયું છે.પાપની જેમ પુણ્યની પણ સાક્ષી અપાય છે પછી જીવાત્માએ તે કબુલ કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવની ગતિ નક્કી થાય છે. પાપ વધુ હોય તો નરકની સજા થાય છે.પાપ-પુણ્ય સરખા હોય તો તે ચંદ્રલોકમાં જાય છે.પુણ્ય હોય તો તે સ્વર્ગમાં જાય છે.સ્વર્ગમાં પુણ્ય ભોગવીને પુણ્યનો ક્ષય કરીને પુણ્ય ખૂટી જાય એટલે ફરી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે આને ચૌરાશીનું ચક્કર કહે છે. જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને શાંતિ નથી.જીવને શાંતિ ત્યારે થાય જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે.

 

માનવ શરીર મળ્યા છતાં ૫ણ પ્રભુ દર્શન ન કરવા,જીભથી હરિના ગુણગાન ન કરવા,અહંકારનો ત્યાગ ન કરવો,સંતોના ચરણમાં નમસ્કાર ન કરવા અને સંતોના માધ્યમથી સદગુરૂ સુધી પહોચી શ્રધ્ધા વિનમ્રતાપૂર્વક આત્મજ્ઞાનના માટે પ્રશ્ન ન કરવો,દશમું દ્વારા(નિરાકાર બ્રહ્મ)નું જ્ઞાન પ્રાપ્‍ત ન કરવું અને તેને પ્રાપ્‍ત કરીને પોતાના મનથી તેનું ચિન્તન ન કરવું તથા બ્રહ્મભાવથી ગુરૂનું ધ્યાન ન કરવું એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું પુણ્ય એ છે કે માનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.

 

અમારા પુણ્ય કર્મો જ અમારી સાથે આવતા જન્મમાં અમારી સાથે જશે.અન્ય ધન-સંપત્તિ,પૂત્ર-પરીવાર,બંગલા-મોટર ગાડી વગેરે તમામ વસ્તુઓ અહીં જ રહી જવાની છે.સિકંદરે ઘણી લૂંટફાટ કરી પરંતુ તમામ સંપત્તિ અહીં જ છોડીને ચાલ્યા ગયા.દુર્યોધને મિલકત માટે ઘણી લડાઈઓ કરી પરંતુ તે પોતાની સાથે કેટલી મિલકત લઈને ગયો? તે બધું અહીં જ છોડીને ગયો.લોકો કહે છે કે રાવણની લંકા સોનાની હતી તેનો અર્થ કે ત્યાં વધુ માત્રામાં સોનું-ચાંદી હતાં તેથી સોનાની લંકા કહેવામાં આવે છે.આમ હોવાછતાં મૃત્યુના સમયે રાવણ સોનાની લંકાને પોતાની સાથે ના લઇ જઇ શક્યો.

 

સંસારના મોટા મોટા શેઠો અને ઉદ્યોગપતિઓએ ઘણા જ પૈસા કમાવ્યા પરંતુ કોઇ પોતાની સાથે કંઇ જ ના લઇ ગયા એટલે જો આપણે આગલા જન્મમાં સાધન સંપન્ન બળવાન વિદ્વાન તેજસ્વી પરીવારમાં જન્મ લેવા ઇચ્છતા હોઇએ તો સારા કર્મો કરીએ,પુણ્ય જમા કરીએ કે જેનાથી અમારો આવતો જન્મ સુખોથી યુક્ત થાય.આ જન્મમાં સુખપૂર્વક જીવવા માટે ધન અવશ્ય કમાવો પરંતુ ન્યાયપૂર્વક ધન કમાવો.જો આપણી પાસે ધન વધુ ભેગું થાય તો વધુમાં વધુ ધન યોગ્ય જરૂરતમંદ પાત્રોને વહેંચો જેનાથી જીવનમાં ખોટો તનાવ ના રહે અને જીવનમાં આપણે શાંતિથી જીવન જીવી શકીએ.યાદ રાખો..આવશ્યકતાથી વધુ ધન અમારી સમસ્યાઓ અને તનાવ વધારશે.

 

માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં..પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ.મનુષ્‍ય સિવાયની બીજી બધી ભોગયોનિઓ છે.મનુષ્‍યયોનિમાં કરેલા પા૫-પુણ્ય ભોગવવા માટે જ મનુષ્‍યે બીજી યોનિઓમાં જવું ૫ડે છે.નવાં પા૫-પુણ્ય કરવાનો અથવા પા૫-પુણ્યથી રહિત થઇને મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્‍ય શરીરમાં જ છે.કરેલાં સત્કાર્ય પુણ્યને ભૂલી જાઓ.પુણ્યનો અહંકાર સારો નથી.

 

ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે,તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં,૫હાડો,તિર્થોમાં શોધતો ફરે છે,તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે ! સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કે માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.ગુરૂ સત્ય-અસત્યનો મા૫દંડ છે.સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે,જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment