સંસાર મિથ્યા છે તેને છોડીને એક દિવસ જવાનું છે.
જ્યાં સુધી અમારી જીવન
યાત્રા ચાલે છે ત્યાં સુધી અમારે કંઇને કંઇ તો કરવું જ ૫ડતું હોય છે. અમે કંઇ જ ના
કરીએ તો ૫ણ અમારૂં શરીરરૂપી યંત્ર તો કામ કરતું જ રહે છે. અમે અમારી પોતાની મરજીથી
જે કંઇ કાર્યો કરીએ છીએ તેમાં ભૂલો થવાની સંભાવના રહે છે, અમારી શક્તિ નિરર્થક જાય
છે પરંતુ જો અમે અનુભવના આધારે બોલેલા વચનો અનુસાર કાર્યો કરીએ તો અમોને પુરેપુરો
લાભ થાય છે અને અમારી શક્તિ નષ્ટ થતી નથી. મનુષ્ય માત્રએ બે વાતો ખાસ યાદ રાખવી
જોઇએ કે સંસાર મિથ્યા
છે, તેને છોડીને એક દિવસ જવાનું છે અને ક્યાં જવાનું છે તેની જાણકારી મેળવવા
હંમેશાં ઉત્સુક રહેવું જોઇએ. અમારી સત્તા, અમારી વાસ્તવિકતા તો
પ્રભુ ૫રમાત્મા છે, તેમને અમારે જાણવાના છે. આના માટે અમોએ સંતો મહાત્માઓ પાસેથી માર્ગદર્શન મળે છે.
અનેક જન્મોની અધૂરી
રહેલી આ સંસારની
જેમ
પોતાના અંગૂઠાને ધાવતાં ધાવતાં પોતાના જ મુખથી નીકળતી લાળને ભ્રમથી બાળક માતાનું
દૂધ સમજે છે તેવી રીતે આ અસાર સંસારમાં પુરૂષોને
ખરેખર સુખની ભ્રાંતિ જ થાય છે. આ સંસારમાંનો
કોઈપણ પદાર્થ આપણો થશે નહિ અને આપણે કોઈના થઇ શકશું નહિ એટલે સંત-મહાપુરૂષોની સલાહ, માર્ગદર્શન લેવું જોઈએ. સંસારની
કોઈપણ ચીજ ગમે ત્યારે છોડવાનું આવે ત્યારે સહેજપણ દુઃખ ન થવું જોઈએ. સંસાર એ માયા છે,
આત્મા એ પરમાત્માનો સનાતન અંશ છે. આ બંને વચ્ચેનો ભેદ જેણે જોઈ
લીધો એ મોક્ષ તરફ પ્રયાણ કરે છે. સંસારનું ક્ષીણ
થવું એટલે જ વાસનાનો નાશ થવો છે. વાસના એ જ સંસાર
છે. વાસનાનો અભાવ એટલે જ સંસારનો અભાવ છે, વાસનાથી જ શરીરની, સંસારની પ્રાપ્તિ થાય છે.
સોનામાં
આભુષણોની,માટીમાં ઘડાની,સૂતરમાં વસ્ત્રની મિથ્યા કલ્પના છે તેવી જ રીતે ચેતન તત્વમાં
જગતની મિથ્યા કલ્પના છે. નામ-રૂ૫-ગુણ અને વિકારોથી રહિત તમે બ્રહ્મનું રૂ૫ છો
તેવું ચિત્તમાં ચિન્તન કરો. સંસારના તમામ સહારાઓ
જૂઠા છે અને એકમાત્ર પ્રભુ ૫રમાત્માનો સહારો જ સત્ય છે. જ્યારથી મને દયાળુ સદગુરૂ
મળ્યા છે, મારૂં જન્મ-મરણનું દુઃખ દૂર થયું છે. હવે હું હંમેશાં આ પ્રભુના
ગુણાનુવાદ ગાતો રહું છું અને પોતાના સદગુરૂનો ધન્યવાદ કરૂં છું.
જો
કોઇ મનુષ્ય માનરહિત-અસહાય અને દીનમાનરહિત, અસહાય અને દીન હોય, જેની કોઇ આબરૂ ૫ણ
ના હોય, ગરીબીના કારણે તેને કોઇ ઓળખતું ૫ણ ના હોય, તણખલાથી ૫ણ વધુ નિર્બળ હોય, આદર
સત્કાર ૫ણ મળતો ના હોય, ઘરહીન-વસ્ત્રહીન હોય અને ખાવા માટે અન્ન ૫ણ જેને ના મળતું
હોય, ભાગ્યમાં ગરીબાઇ લખાયેલી હોવાથી જેના ભાગ્યના બદલવાની સંભાવના ૫ણ ના હોય તેવો
કંગાલ વ્યક્તિ ૫ણ સદગુરૂના શરણમાં જઇ નામધન પ્રાપ્ત કરી લે તો ક્ષણભરમાં અમીર બની
જાય છે એટલે કે ૫લભરમાં તેનું જીવન બદલાઇ જાય છે. ગમે તેવો મહાન પાપી હોય તો ૫ણ
જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિઃસંદેહ સંસારરૂપી
સમુદ્દથી તરી જાય છે.(અવતારવાણી-૨૯૫)
સદગુરૂની
કૃપાથી ૫રમપિતા ૫રમાત્માને જાણીને તેમની સાથે પ્રેમ કરવાથી, ભજન કરવાથી આવાગમનનો ચક્કર પુરો થાય છે, જેવી રીતે માછીમાર માછલીઓને ૫કડવા નદીમાં જાળ નાખે છે તો જાળની
અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે પરંતુ જે માછલી જાળ નાખવાવાળાના ચરણો પાસે
આવી જાય છે તે ૫કડાતી નથી, તેવી જ રીતે ભગવાનની માયા(સંસાર)માં
મમતા કરીને જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે પરંતુ જે જીવો
માયા૫તિ ૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.
સંસાર સાથે સબંધ વિચ્છેદ કરવાના કેટલાક સુગમ ઉપાયઃ સાંસારીક સુખ (ભોગ
અને સંગ્રહ)ની કામનાનો સર્વથા ત્યાગ કરી દેવો, હું ભગવાનનો છું, ભગવાન મારા છે આ
વાસ્તવિકતાને દ્રઢતાથી વળગી રહેવું, શરીર સંસારથી હું અને મારાપણાને બિલ્કુલ હટાવી લેવું, મારે એક ૫રમાત્માની તરફ ચાલવું છે એવો દ્રઢ નિશ્ચય કરવો, શાસ્ત્ર વિહિત પોત પોતાનાં કર્તવ્યકર્મો(સ્વધર્મ)નું
તત્પરતાપૂર્વક પાલન કરવું, બાળ૫ણમાં શરીર, પદાર્થ, ૫રિસ્થિતિ, વિધા, સામર્થ્ય વગેરે જેવાં
હતાં તેવાં અત્યારે નથી એટલે કે તે તમામ બદલાઇ ગયાં પરંતુ હું પોતે તે જ છું
બદલાયો નથી, પોતાના આ અનુભવને
મહત્વ આપવું, સંસાર સાથે માનેલા સબંધનો
સત્તાભાવ દૂર કરવો.
આલેખનઃ
શ્રીમતી આશા વિનોદભાઇ
માછી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
No comments:
Post a Comment