બોધકથા..સંબંધો મૃત્યુ સાથે સમાપ્ત થાય છે.
એકવાર દેવર્ષિ
નારદ પોતાના શિષ્ય તુમ્બુરૂ સાથે મૃત્યુલોકમાં ભ્રમણ કરી રહ્યા હતા.ઉનાળાના દિવસો
હતા.ગરમીના કારણે તેઓ પીપળાના ઝાડની છાયા નીચે બેઠા હતા,તે જ
સમયે એક કસાઈ ૨૫-૩૦ બકરાં લઈને પસાર થયો.તેમાંની એક બકરો એક દુકાનમાં જઇ ગોળ ખાવા
લાગ્યો.આ દુકાનની ઉપરના બોર્ડ ઉપર શેઠનું નામ "શગાલચંદ શેઠ" લખેલું
હતું.દુકાનદારનું બકરા તરફ ધ્યાન જતાં જ બકરાના બે કાન પકડીને બે-ચાર મુક્કા
માર્યા.બકરો "મેં મેં" કરવા લાગ્યો અને મોઢામાંનો ગોળ નીચે પડી ગયો,ત્યારપછી બકરો કસાઈને સોંપતા તેણે કહ્યું કે "જ્યારે
તમે આ બકરાને કાપો ત્યારે મને તેનું માથું મને આપજો કારણ કે તે મારો ગોળ ખાઈ ગયો
છે." દેવર્ષિ નારદે ધ્યાન કરીને જોયું અને તે જોર જોરથી ર્હંસવા લાગ્યા.
તુમ્બુરૂએ પૂછ્યું કે "ગુરૂજી ! તમે કેમ હસ્યા? જ્યારે
તે બકરાને માર પડી રહ્યો હતો ત્યારે તો તમે દુઃખી થયા હતા પરંતુ ધ્યાનમાં જોયા પછી
તમે હસવા લાગ્યા,તેની પાછળનું રહસ્ય શું છે?"
નારદજીએ
કહ્યું કે "એ વાત જવા દો.આ બધું કર્મોનું ફળ છે.ત્યારે તુમ્બરૂં કહે છે કે ના,ગુરૂજી
કૃપા કરીને મને સત્ય બતાવવાની કૃપા કરો.ત્યારે નારદજી કહે છે કે આ દુકાન પર નામ લખેલું
'શગાલચંદ સેઠ', તે શગાલચંદ શેઠ પોતે જ
આ બકરાના રૂપમાં આવ્યા છે.આ દુકાનદાર શગાલચંદ સેઠનો જ પુત્ર છે.શગાલચંદ શેઠ મરી
ગયા પછી બકરો બનીને આવ્યા છે અને આ દુકાન સાથેનો પોતાનો જૂનો સબંધ સમજીને તે ગોળ ખાવા
ગયો તો તેના પોતાના પુત્રએ તેને મારીને ભગાડી મૂક્યો.તેથી મેં ધ્યાન કરીને જોયું
કે ૨૫-૩૦ બકરાઓમાંથી કોઈ દુકાનમાં ગયો નહીં તો પછી આ બકરો જ કેમ ગયો? ત્યારે મને સમજાયું કે તેનો આ પરીવાર અને દુકાન સાથે જૂનો સંબંધ હતો.જે
પુત્રના માટે શગાલચંદ શેઠ આટલું બધું કમાયા હતા તેનો જ પૂત્ર તેને ગોળ ખાવા દેતો
નથી અને ભૂલથી ગોળ ખાધો તો આ પૂત્ર બકરાના રૂપમાં આવેલા પોતાના પિતાનું માથું
માંગી રહ્યો છે તેથી કર્મની ગતિ અને મનુષ્યના મોહ ઉપર મને હસવું આવે છે.દરેક જીવને
પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે અને આ જન્મના સંબંધો મૃત્યુ સાથે દૂર થઈ જાય છે,કોઈ કામ આવતા નથી.
દરેક વ્યક્તિએ
પોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જ ભોગવવા પડે છે તેથી સેંકડો હાથે ભેગું કરો
અને હજારો હાથોથી વહેંચો.
મૃત્યુના
સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો,મન
અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય
છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના
મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી
દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.મનુષ્ય જ્યારે સદગુરૂ કૃપાથી
પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ
પ્રાપ્ત કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.
આ દિવ્ય નર
તન જીવને ભગવાને અતિકૃપા કરીને જન્મ-મૃત્યુરૂ૫ સંસાર સાગર તરવા માટે પ્રદાન કરેલ
છે.માનવશરીરરૂપી આ સુદ્દઢ નૌકાને જો અમે ભવાબ્ધિ તરવાનું,પાર
ઉતરવાનું સાધન નહીં બનાવીએ તો તે માનવજીવન વ્યર્થ છે.નાવ કે જહાજ પ્રાપ્તિની
સાર્થકતા સાગર પાર કરવામાં જ છે,વચ્ચે સ્થિત રહીને ચંચલ
લહેરોના ક્ષણિક સૌદર્યને જોવા માટે નથી.જો અમે આ સુદ્દઢ માનવશરીરરૂપી નૌકાને
વિષયસુખના ઘાટ ઉ૫ર જ બાંધી રાખીશું તો મૃત્યુપાશથી મુક્ત થઇ શકીશું નહીં.
મન જ
પ્રાણીઓના ભવિષ્યનું નિર્માણ કરે છે.આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં
મૂકામ..મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ
કર્મ હોય,જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો
મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે એટલે કે મોક્ષને પ્રાપ્ત
થઇ શકે છે તેના માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ ૫રમાત્માના ચરણકમળમાં ધ્યાન
લગાવવાની આવશ્યકતા છે.
એક
ધનવાન શેઠના મનમાં એકવાર કોઇ સંત પાસેથી જ્ઞાન લેવાની ઇચ્છા થઇ પરંતુ તેના મનમાં
ધનનો બહુ જ અહંકાર હતો.તે સંત પાસે જાય છે.સાચા સંત અંતર્યામી હોય છે.સંતને ખબર
પડી જાય છે કે શેઠના મનમાં ધનનો ખુબ જ અહંકાર છે પરંતુ સંતે આ વાત જાણવા છતાં
પોતાના મનમાં જ રાખીને શેઠને એક જ્ઞાન મંત્ર આપે છે.
જ્ઞાન મંત્ર
લીધા પછી શેઠ કહે છે કે મહારાજ..મારી પાસે ધનની કોઇ કમી નથી.આપશ્રીને કોઇ
ચીજવસ્તુની આવશ્યકતા હોય તો મને આપ જેવા સંતની સેવા કરવાનો અવસર આપવા કૃપા
કરજો.સંત શેઠની વાતની પાછળ છુપાયેલા અહંકારને જાણી ગયા અને તેથી શેઠનો અહંકાર દૂર
કરવા,તેમનું કલ્યાણ કરવા વિચાર કરીને કહે છે કે બીજી તો કોઇ તકલીફ
નથી પરંતુ મારા કપડાં સિવવાની સોઇની વારંવાર જરૂર પડે છે એટલે ખરેખર તમે મારી સેવા
કરવા ઇચ્છતા હો તો મારા શરીર છુટ્યા પછી જ્યારે તમે મૃત્યુ પછી ઉપર આવો ત્યારે
મારા માટે સાથે એક સોઇ લેતા આવજો.
શેઠના માટે
એક સોઇની વ્યવસ્થા કરવી એ મામૂલી વાત હતી એટલે આગળ પાછળનો વિચાર કર્યા વિના બોલી
જાય છે કે સારૂં મહારાજ..પરંતુ ઉતાવળમાં શેઠ બોલી તો ગયા પરંતુ પછી ખ્યાલ આવે છે
કે આ કેવી રીતે શક્ય બનશે? મૃત્યુ પછી હું એક સોઇ પણ સાથે લઇ શકતો નથી અને
કદાચ સંત માટે સોય લઇ જઉં તો પણ સંતને કેવી રીતે ખબર પડે કે હું તેમના માટે સોઇ
લઇને આવ્યો છું અને મોટામાં મોટી વાત તો એ છે કે મૃત્યુ પછી તો સોઇ તો અહીની અહી જ
રહી જાય છે.
શેઠને આ
વિચાર ધ્યાનમાં આવતાં જ તે સંતના ભાવને સારી રીતે સમજી જાય છે કે કોઇના મૃત્યુ પછી
અમે તેને કશું જ આપી શકતા નથી કે કોઇપણ જીવ મૃત્યુ પછી સાથે કશું જ લઇ જઇ શકતા
નથી. જે ધનનું હું અભિમાન કરૂં છું તે તો અહીનું અહી જ રહી જવાનું છે.એક સોય જેવી
સામાન્ય ચીજ પણ સાથે લઇ જઇ શકતા નથી આવું વિચારી શેઠનું અભિમાન ઓગળી જાય છે અને
માફી માંગીને સંતના શ્રીચરણોમાં મસ્તક ઝુકાવી દે છે.
આપણું શરીર જેને
આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ,આપણી ધન-સંપતિ,બંગલા મોટરગાડી,પદ-પ્રતિષ્ઠા અને પૈસો કે જેને ઘરની
બહાર આપણે બીજાને દેખાડવામાં પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવીએ છીએ તે સંપતિ મૃત્યુ
પછી બીજાની થઇ જાય છે,આપણો ઘરપરિવાર અને સગાવહાલાં પણ અંતે
સાથે આવતાં નથી.
સંતો ભજનના
માધ્યમથી આપણને સમજાવે છે “આવ્યો ખાલી હાથે જવાનો તૂં ખાલી આજે તો છે કાલે
નથી રહેવાનો.. મૃત્યુ પછી આ હંસલો એકલો જ જવાનો છે ત્યાં કોઇનો સંગાથ મળવાનો
નથી.મૃત્યુ પછીનો માર્ગ ઘણો વિકટ હોય છે એટલે સાચા સંત કે જે મુક્તિના આપનાર હોય
છે તેમના સંગમાં રહી ભક્તિનું ભાથું સાથે લેવાની જરૂર છે.
તમારૂં શું
ગયું છે કે તમે રડો છો? તમે જન્મ સમયે સાથે શું લઇને આવ્યા હતા કે જે
તમે ગુમાવ્યું છે? તમે શું પૈદા કર્યું છે કે જેનો નાશ થયો
છે.તમે જન્મ સમયે કશું લઇને આવ્યા નહોતા અને મૃત્યુના સમયે કશું સાથે લઇને જવાના
નથી.જે કંઇ મળ્યું તે અહીયાં આવ્યા બાદ પ્રભુએ આપ્યું છે અને મૃત્યુના સમયે અહી જ
આપીને જવાનું છે.
ખાલી હાથે
આવ્યા અને ખાલી હાથે જવાના છીએ.જે આજે તમારૂં છે તે ગઇકાલે બીજા કોઇનું હતું અને
આવતીકાલે તે બીજા કોઇનું થઇ જવાનું છે તેને પોતાનું સમજો છો તે જ તમારા દુઃખનું
કારણ છે. પરીવર્તન સંસારનો નિયમ છે.તમે જેને મૃત્યુ સમજો છો તે જ જીવન છે.એક
ક્ષણમાં તમે કરોડોના સ્વામી બની જાઓ છો અને બીજી ક્ષણે તમે દરિદ્ર બની જાઓ છો.
દેહ અને
આત્માને જુદા પાડવાની પ્રક્રિયા એ જ મૃત્યુ.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની
સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત
૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો
મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય
એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના
તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય
છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને
છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે.અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું
કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે,પરંતુ સુક્ષ્મ
સંસ્કારો ટકી રહે છે,એ સંસ્કારો જ પુનઃજન્મનું કારણ બને
છે.સુક્ષ્મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો
જન્મ પામે છે.
વિચાર
કરો..મૃત્યુ પછી આપણી સાથે શું આવવાનું છે? મૃત્યુ ક્યારે આવી જાય
તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને
પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ
કરતા રહેવું જોઇએ.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment