પ્રભુ સુમિરણનો મહિમા
કોઇ૫ણ શબ્દ કે પ્રભુના નામનું જીભથી
વારંવાર રટન કરવું તેને સુમિરણ કહેવાતું નથી.
કબીરજીએ કહ્યું છે કેઃ
માલા તો કરમેં ફીરે,
જીભ ફિરે મુખમાંહી,
મનુવા તો ચહું દિશા
ફિરે યહ તો સુમિરણ નાહી...!
હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે અને
જીભથી રટન થઇ રહ્યું છે,પરંતુ મન તો બીજે ક્યાંક ભટકી રહ્યું હોય તો તેને સુમિરણ
કહેવાતું નથી.સુમિરણ કોઇ શબ્દ કે શબ્દોનો સમુહ જ નથી,પરંતુ સદગુરૂ દ્વારા પ્રદત્ત
સર્વમંગલકારી મહાવાક્ય છે,જેનું સુમિરણ ત્રિવિધ દુઃખહારી તથા સર્વ સુખકારી છે.સર્વવ્યાપક,સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂ પાસેથી દ્દષ્ટ્રિ
પ્રાપ્ત કરીને સર્વત્ર જોવા એ "જ્ઞાન’’ છે અને
જોયા(દર્શન કર્યા) ૫છી તેમને યાદ કરવા એ "સુમિરણ’’ છે.જ્ઞાન એ ગુપ્ત નિધિ છે.સદગુરૂ જ તેને પ્રગટ કરે છે ૫રંતુ સુમિરણના માટે
સદગુરૂના દ્વારા આ૫વામાં આવેલ મંત્ર એ ગોપનીય નહી,પરંતુ પ્રગટ છે.હરિ ૫રમાત્માને
જાણ્યા વિના સુમિરણનો કોઇ સાર નથી.હરિ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કે સુમિરણ થઇ
શકતું નથી.
રામચરીત માનસમાં ગોસ્વામી
તુલસીદાસજીએ સુમિરણની અતિ મહત્તા સમજાવતાં કહ્યું છે કેઃ
"કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરત ભવપારા...’’
સુમિરણનો અર્થ છેઃ ૫રમ જ્યોતિ સ્વરૂ૫
૫રમાત્મા તથા સાકાર સદગુરૂના પાવન ચરણો તથા સ્વરૂ૫નું સુમિરણ કરવું.જે વ્યક્તિ
વસ્તુ કે સ્થાનને અમે જોયું નથી..ઓળખ્યું નથી..અનુભવ્યું નથી તે વ્યક્તિ..વસ્તુ કે
સ્થાનનું અમે ગમે તેટલીવાર નામ લઇએ તેમછતાં તે ક્યારેય અમારી કલ્પના કે સુમિરણમાં
આવતું નથી.યાદ હંમેશાં તેની જ આવે છે કે જેને અમે જાણીએ છીએ..જેને અમે જોઇ
હોય..જેની સામે અમારી ઓળખાણ હોય તે વસ્તુ કે વ્યક્તિનું નામ લેતાં જ તેનો ચહેરો
તથા સ્વરૂ૫ અમારા માનસ ૫ટલ ૫ર ચલચિત્રની જેમ અંકિત થઇ જાય છે.કહેવાનો ભાવ એ છે કેઃ
જે સ્વરૂ૫ની યાદ હંમેશાં બનેલી રહે તેને જ સુમિરણ કહેવામાં આવે છે...
જ્યોં તિરિયા પીહર
બસે, ધ્યાન રહે પિયે માંહીં,
વૈસે ભગત જગતમેં,
હરિકો ભૂલત નાહીં...!
જે છોકરીનું લગ્ન થઇ ગયું છે તે ભલે
પોતાના માતા-પિતાના ઘેર આવી જાય,પરંતુ ત્યાં આવીને ૫ણ તે પોતાના ૫તિને ભુલતી નથી
૫છી ભલે તે પિયરમાં આવીને પોતાના પતિનું નામ ના લે.. વાતચીતમાં ૫ણ ક્યારેય પોતાના
પતિની ચર્ચા ના કરે તેમછતાં માનસિક રીતે પોતાના ૫તિની યાદ હંમેશાં બનેલી રહે
છે,તેવી જ રીતે જે જ્ઞાની ભક્ત હોય છે જેમને સદગુરૂની
કૃપાથી પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લીધી હોય છે તે આ જગતમાં રહેવા છતાં શરીરના
માધ્યમથી પ્રભુ ૫રમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હોય છે.
સુમિરણકી સુધિ યોં કરો, જ્યો ગાગર પાનિહાર,
હાલે ડોલે સૂરતમેં, કહે કબીર વિચાર.....(કબીરવાણી)
જેમ બહેનો પાણી ભરવા માટે નદી..તળાવ કે કૂવા ઉ૫ર જાય છે ત્યારે પાણી ભરેલું
માટલું માથા ઉ૫ર હોય છે ત્યારે ચાલતાં ચાલતાં સહેલીઓ સાથે વાતચીત કરે છે..રસ્તાની
આસપાસનાં દ્દશ્યોનું અવલોકન કરે છે.આ બધાં કાર્યો કરવા છતાં તેમનું ધ્યાન સુક્ષ્મ
રીતે પાણી ભરેલા માટલામાં જ રહે છે અને તેથી ડગલેને ૫ગલે સંભાળીને ચાલે છે જેથી
શરીરનું સંતુલન બનેલું રહે અને માથા ઉ૫રનું માટલું ૫ડી ના જાય..પ્રભુ સુમિરણમાં ૫ણ
આવી અવસ્થા હોય છે કે તમામ કાર્યો કરવા છતાં ૫ણ ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં જ લાગેલું
રહે છે..
આ વિશે રામચરીત માનસમાં કહ્યું છે કેઃ
"કરસે કરમ કરો વિધિ નાના, સુરત રખો જહાં કૃપા નિધાના....’’
એટલે કે સંસારનાં તમામ કાર્યો કરવા છતાં
ધ્યાન એક પ્રભુ પરમાત્મામાં લાગેલું રહે, તેને જ સાચું સુમિરણ કહેવામાં આવે છે.આવા
જ સુમિરણને પોતાના જીવનનું અનિવાર્ય અંગ બનાવવાની આવશ્યકતા છે.ઘણીવાર અમે પોતાને
ભગવાનનું નામ ઉચ્ચારવાનું શિખવીએ છીએ અને પો૫ટ સિતારામ-સિતારામ બોલ્યા જ કરે છે તે
રાત દિવસ નામનું રટન કર્યા જ કરે છે તેમછતાં તે પોતાના જીવનને સુંદર બનાવી શકતો
નથી..પોતાને ભક્ત બનાવી શકતો નથી,કારણ કેઃ તેના સુમિરણમાં શબ્દ જ્ઞાનનો બોધ કે
મનનો યોગ હોતો નથી, એટલા માટે સંતો કહે છે કેઃ
"અલ્લાહ બોલીએ ચાહે રામ બોલીએ, ૫હેલે ૫હચાનકે ફિર નામ બોલીએ’’
મનુષ્ય જીવનને સુધારવા માટે સુમિરણ એ
શાસ્ત્ર છે.જેનાથી તમામ સંકટો દૂર થાય છે.પ્રભુ સુમિરણથી કેટલાય ૫તિત આત્માઓ પાવન
થયા છે,તેમનો ઉદ્ધાર થયો છે, કારણ કેઃ પ્રભુ સુમિરણ જ સુખનો સ્ત્રોત છે અને
પ્રભુને ભુલી જવા એ જ દુઃખ છે.
રામચરીત માનસમાં કહ્યું છે કેઃ
" કહે હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ, જબ તવ સુમિરણ ભજન ન હોઇ ’’
કબીરજીએ તો એટલે સુધી કહ્યું
છે કેઃ
"દુઃખમેં સુમિરણ સબ કરે, સુખમેં કરે ના કોઇ,
જો સુખમેં સુમિરણ કરે, દુઃખ કાહે કો હોય...’’
દ્રો૫દીએ સુમિરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણએ
આવીને તેની લાજ બચાવી..પ્રહ્લાદે જ્યારે પ્રભુને યાદ કર્યા તો હોલિકા ભસ્મ થઇ ગઇ
અને પ્રહ્લાદની રક્ષા થઇ...નિભાડામાં રાખેલાં બિલાડીનાં બચ્ચાંની રક્ષા ૫ણ પ્રભુ
સુમિરણના કારણે જ થઇ હતી.સુમિરણનો પ્રભાવ તમામ સિમાઓથી ૫ર હોય છે..તે હોનીને
અનહોનીમાં બદલી શકે છે.પૂર્ણ સમર્પણથી કરવામાં આવેલ સુમિરણની શક્તિ કલ્પનાથી ૫ર
હોય છે.સુમિરણથી અહંકાર..મોહ-માયા..ક્રોધ..નિંદા-નફરત..લોભ-દ્વેષ...વગેરે દોષો દૂર થાય છે.
સુમિરણ કરવા માટે કોઇ સ્થાન કે સમયની સીમા
હોતી નથી.સૂતાં-જાગતાં,ઉઠતાં-બેસતાં,ખાતાં-પીતાં, હરતાં-ફરતાં,રાત્રે-દિવસે,
નહાતાં-ધોતાં,સુખ-દુઃખ...વગેરે ગમે ત્યારે પ્રભુ સુમિરણ કરી શકાય છે.
સંતવાણી કહે છે કેઃ
ઉઠત બૈઠત હર ભજો,
સાધુ સંગ પ્રિત,
નાનક દુરમતિ છૂટિ
ગઇ, પારબ્રહ્મ બસે ચિત્ત...’’
સુમિરણના માટે કોઇ પથ્ય..૫રહેજ કે વિધિની
૫ણ આવશ્યકતા નથી.નાહી ધોઇને..શુદ્ધ પાક પવિત્ર ભાવથી જ ઉત્તમ સુમિરણ થાય છે તે પણ
એક ભ્રાંત માન્યતા છે.સુમિરણમાં મનનું સમ્મિલિત થવું એ ખુબ જ આવશ્યક છે.અમારા મનને
કાબૂમાં રાખવા માટે અમારે અમારા ગુરૂદેવની છબી પોતાની આંખોમાં..ધ્યાનમાં..મનમાં
વસાવવાની છે,તેમના વચનો(પ્રણો)ને અમારી જીવન યાત્રામાં સંગી બનાવી આચરણમાં લાવી
અમારૂં કલ્યાણ કરવાનું છે.
ધન ધન રાજા જનક, જિન
સિમરણ કિયા વિવેક,
એક ઘડી કે સિમરણસે,
પાપી તરે અનેક.....!
નિરાકાર પરબ્રહ્મ ૫રમાત્મા સાકાર (દ્દશ્ય)
રૂ૫માં એટલે કેઃ સદગુરૂના રૂ૫માં અવતાર લઇને આવ્યા છે,તેમની નિરાળી મહિમાનો ભેદ
ઓળખવામાં ભક્ત જ સફળ થાય છે અને આ જ સંદેશ ધર્મગ્રંથો ૫ણ આપે છે કે.........
ધ્યાનમૂલં ગુરૂ
મૂર્તિ, પૂજા મૂલં ગુરૂ ૫દં,
મંત્ર મૂલં ગુરૂ
વાક્ય, મોક્ષ મૂલં ગુરૂ કૃપા !!
સદગુરૂએ આપણને જ્ઞાનરૂપી નેત્ર પ્રદાન
કરીને સમજાવ્યું છે કેઃ તમામ દ્દશ્યમાન વસ્તુઓ નાશવંત છે, હંમેશાં શાશ્વત રહેનાર
એક પ્રભુ ૫રમાત્મા જ છે,તેમનું ધ્યાન કરો.તેમને એ કર્મ બતાવ્યું છે કે.. સંતોની
સેવા કરો..સંતોની ચરણરજ બનીને રહો અને પ્રભુ પરમાત્માનું સુમિરણ કરો..કે હે પ્રભુ
૫રમાત્મા ! તમોને ક્યારેય ના ભૂલું કારણ કેઃ તમોને ભુલવાથી દુઃખ જ દુઃખ છે..અરે !
સુખ ૫ણ દુઃખ બની જાય છે.જો હું તમોને ના ભુલૂં તો દુઃખની શું તાકાત છે કે તે મારી
નજીક આવી શકે ? સંતોનો સંગ કરીને જે સદગુરૂ ૫રમાત્માનું ધ્યાન કરે છે તેમનું મન
જેમ અ૫વિત્રથી અપવિત્રથી જળ જેમ ગંગામાં ભળીને ગંગાજળ બની જાય છે તેમ વિકારોથી
રહીત થઇ જાય છે.પ્રભુને જે હંમેશાં અંગસંગ સમજીને તેમનું સુમિરણ કરે છે તેમના
ચરણોમાં તમામ સુખો આવી જાય છે..મનની તૃષ્ણાઓ શાંત થઇ જાય છે.
સેવા..સુમિરણ..સત્સંગ આ ત્રણ કર્મ
૫રમાત્મા બોધ બાદ અ૫નાવવાનું સદગુરૂ કહે છે.આ ત્રણેને અ૫નાવવાથી જીવનમાં અનંત
સદગુણો આવી જાય છે.ભક્તિમાર્ગમાં સેવા-સુમિરણ-સત્સંગમાંથી એક૫ણ દૂર થઇ જાય તો
આનંદાનુભૂતિથી દૂર જવાય છે.સુમિરણ દાનવનું માનવ તથા માનવને દેવત્વની તરફ લઇ જાય
છે.ગુરૂ પાસેથી પ્રાપ્ત ઇશારા બાદ રત્નાકર ડાકુ સુમિરણના પ્રભાવથી મહાન સંત બની
ગયા.
કહ્યું છે કેઃ
!! ઉલ્ટા નામ જપે જગ
જાના, વાલ્મિકી ભયે બ્રહ્મ સમાના !!
સુમિરણની દિવ્ય શક્તિની અનુભૂતિ તે ભક્તને
જ થાય છે કે જેને પોતાના સદગરૂની કૃપાથી આત્મ સાક્ષાત્કાર કર્યો છે અને જે દરેક
સમયે પ્રભુ ૫રમાત્માનો અંગસંગ અનુભવ કરે છે..
વસ્તુકે બિના
નામકા કોઇ કામ નહી હોતા,
સિર્ફ નામસેં
દુનિયાકા કોઇ કામ નહી હોતા,
રોગીકો લાજિમ હૈ
દવાઇ ઔર હકીમ દોનો,
નુસ્ખોકી ઇબાદતસે
તો આરામ નહી હોતા.......!!!
|
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com
|
H Not For Publish Only For Detail Study
Please H
આવો....
સુમિરણ વિશે અનેક સંતો..મહાપુરૂષો..વિવેચકોના વિચારો જાણીએ
સંત કબીરવાણીમાં સુમિરણની મહિમા..!
સુમરનસે સુખ
હોત હય, સુમરનસે દુઃખ જાય,
કહે કબીર સુમરન કિયે, સ્વામિ માંહિ સમાય.
પરમાત્માનું સુમિરણ
કરવાથી સુખી થવાય છે, તેમજ દુઃખી થતા હોય ત્યારે પણ તેનું સુમિરણ કરે તો દુઃખ દૂર થાય છે. તેથી
કબીરજી કહે છે કે પરમાત્માને હર હંમેશ યાદ કરી સુમિરણ ચાલુ રાખશો તો તમે તે સ્વામીમાં
સમાઈ જશો.
કબીરા સુમરન
સાર હય, ઓર સકલ જંજાળ,
આદી અંત સબ
શોધીયા, દુજા દીસે કાલ.
કબીરજી કહે છે કે દરેક
વસ્તુનો સાર પરમાત્મા છે, એનું સુમિરણ કાયમ રહેવું જોઈએ. બાકી આ બધી જંજાળ છે, તે સર્વની શોધ કરી તો
તે બધાં આદી ને અંત વાળાં છે. જે એકથી બીજું છે તે હમેશા કાળને વશ છે.
કબીરા નિજ
સુખ રામ હય, દુજા દુઃખ અપાર,
મનસા બાચા
કર્મના, નિશ્ચય સુમરન સાર.
કબીરજી કહે છે કે
પોતાનું નિજ સ્વરૂપ તો રામ એટલે કે બ્રહ્મ છે. તેનાથી બીજું જુદું જણાવું તે પાર વગરના
દુઃખનું કારણ છે,તેથી મન..વાણી અને કર્મથી જે કંઈ કરો ત્યારે આ બ્રહ્મ સ્વરૂપ સુમિરણમાં
રહે તેનો પાકો નિશ્ચય કરજો.
રામ નામકે
લેત હિ, હોત પાપકા નાશ,
જૈસી ચન્ગિ
અગ્નિકી, પડી પુલાને ઘાસ.
જેમ ફક્ત અગ્નિની નાની
સરખી ચિનગારી ઘાસના પુળાને સળગાવી બાળી મૂકે છે, તેમ રામનું નામ લેતાની સાથે એટલે
કે પોતાનું નિજ સ્વરૂપ બ્રહ્મનું સુમિરણ થતાંની સાથે તારા બધાં પાપોનો નાશ થઈ જશે.
નામ જો રતી
એક હય, પાપ જો રતી હજાર,
એક રતી ઘટ
સંચરે, જાર કરે સબ છાર.
તમે હજારો પાપો કર્યા
હોય, છતાં જો તમે વખતસર ચેતી જઈ સદગુરૂ પાસેથી તે એકનું જ્ઞાન મેળવી લીધું હોય તો
તે સર્વ પાપોનાં દુઃખોનો નાશ થશે.
રામ નામકી
ઔષધિ, સદગુરૂ દિયે બતાય,
ઔષધ ખાય પચી
રહે, તાકે બેદ ન જાય.
રામ નામનું ઔષધ, તારી લાયકાત મુજબ
સદગુરૂ તને બતાવશે. તે ઔષધ ખાઈ તું તેને પચાવી શકશે તો તારી બધી વેદનાનું દુઃખ નાશ
પામશે. અર્થાત્ સદગુરૂ પોતાના શિષ્યને જે આત્મજ્ઞાન બતાવે તેને શ્રવણ, મનન, નિદીધ્યાસન અને ચાર સાધનો થકી તેનો જાતે
પોતે અનુભવ કરી લે, તેની સર્વ વેદના ચાલી જતાં તે નિર્ભય થાય છે.
સબ મંત્રકા
બીજ હય, રામ નામ તત્સાર,
જે કો જન
હિરદેં ગરેં, સો જન ઉતરે પાર.
રામ નામ જે તત્વનો સાર
છે, તે જ સર્વ મંત્રોનું બીજ છે. જેના હ્રદયમાં તે તત્વ ઉતરી વસી જાય, તે જન આ ભવ સાગરને
જીવતાં જીવત પાર કરી જાય છે.
રામ કહો મન
વશ કરો, એહિ બડા હય અર્થ,
કાહેકો પઢ
પઢ મરોં, કૌટહિ જ્ઞાન ગ્રંથ
તું કોટી જ્ઞાનનાં
ગ્રન્થો વાંચી વાંચી શા માટે મહેનત કરી દુઃખી થઈ મરે છે, તેના કરતાં તારા મનને વશ કરી, રામનો ખરો અર્થ સમજી તે
રામનું નામ તું લેશે તો તારૂં કામ થઈ જશે.
જીને નામ
લિયા ઉને સબ કીયા, સબ શાસ્ત્રકા ભેદ,
બિના નામ
નર્કે ગયે, પઢ પઢ ચારો વેદ.
જેણે રામનું નામ લીધું
એટલે કે નામ સુમિરણ બરોબર સમજી ગયો હોય, તે બધા શાસ્ત્રોનો ભેદ પામી જઈ ભવપાર થઈ
જાય છે. પણ જે સાર સમજ્યા વગર ચારો વેદ ભણી ભણી પંડિત થયો હોય તેને તો નર્કે જવું
પડશે, એટલે કે તે ફરી ફરીને આ ભવચક્રમાં આવી પડશે.
એકહિ
શબ્દમેં સબહિ કહા, સબહિ અર્થ બિચાર,
ભજીયે કેવળ
રામકો, તજીયે બિષયહિ બિકાર.
એક જ શબ્દમાં મેં તને
બધું જ કહી દીધું, એના બધા જ અર્થો પર સારી રીતે વિચાર કરી, વિષય વિકારોને છોડી, તું તે રામ શબ્દમાં
તારી લગની લગાડજે, એટલે કે રામને ભજજે.
કબીરા હરિકે
નામસે, કૌટી બિઘન ટળ જાય,
રાઈ સમાન
બસુદરા, કૈટેક કાષ્ટ જણાય.
કબીરજી કહે રાઈ જેટલી
અગ્નિની ચિનગારીથી કેટલા બધા લાકડાંનો જથ્થો બળીને રાખ થઈ જાય છે,તેમ એક હરિના
નામનો સારી રીતે સમજી વિચારી જાપ કરશે તો તારાં કરોડો અર્થાત સર્વ દુઃખોનો નાશ થશે.
સુખમેં
સુમરન ના કરે, દુઃખમેં કરે સબ કોય,
સુખમેં જો
સુમરન કરે, તો દુઃખ કહાં કે હોય.
સુખી હોય ત્યારે કોઈ પણ મનુષ્ય
પરમાત્માને યાદ નથી કરતો અને જ્યારે દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરી તેની મદદ
માંગે છે,પરંતુ સુખમાં તેને યાદ કરી સદબુદ્ધિથી વિચારીને વર્તે તો દુઃખ છે જ ક્યાં
? કે તે તને દુઃખ આપે.
સુખમેં
સુમરન ના કરે, દુઃખમેં કરે જો યાદ,
કહે કબીર તા
દાસકી, કૌન સુને ફરિયાદ.
સુખમાં હોય ત્યારે કોઈ પરમાત્માનું સુમિરણ
કરતું નથી અને દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરે છે. કબીરજી કહે તું વિષય વાસનાનો દાસ થઈ
સુખની ખાતર ન કરવા જેવા કર્મો કર્યા છે પછી જ્યારે દુઃખ આવે ત્યારે તેની ફરિયાદ કોણ સાંભળશે?
બિપત્તભલી
હરિ નામ લેત, કાયા કસોટી દુઃખ,
રામ બિનાં કિસ
કામકી, માયા સંપત્ત સુખ.
વિપત્તિ આવે તે સારૂં
છે કે જેથી આપણને પરમાત્મા યાદ આવે છે અને તેના દુઃખથી તન..મનની કસોટી થાય છે.રામ
વિના અર્થાત પરમાત્માનું જ્ઞાન મેળવ્યા વિના માયામય સુખ સંપત્તિ જે નાશવાન છે તે પરમાર્થમાં શું કામ આવવાનાં હતાં ?
હરિ સુમરન
કોઢી ભલા, ગલી ગલી પડે ચામ,
કંચન દેહ
જલાય દે, જો નહિં ભજે હરિ નામ.
માણસને કોઢ અર્થાત કુષ્ટરોગ
Leprosy નો રોગ થવાથી તેની ચામડી ગળી પડતી હોય છતાં તે પરમાત્માને સમજીને તેનું નામ લેતો હોય તે ભલો
માણસ છે પણ જે તવંગર તંદુરસ્ત માણસ સમજ પુર્વક હરિનું સુમિરણ નહિં કરે, તેવાની સોના જેવી કાયા
હોવા છતાં લોકો તેની કાયાને સળગાવી બાળી મૂકશે.
જા ઘર સંત ન
સેવિયા, હરિ કો સુમરન નાહે,
સો ઘર મરગટ
સરિખા, ભુત બસોં તે માંહે.
જે ઘરમાં સાધુ સંતનું
સેવન અને હરિનું સુમિરણ થતું નથી તે ઘર ભુત પિશાચોનો વાસો હોય તેવા સ્મશાન સરખું
છે. એટલે કે આ અવતારમાં તન..મન..ધન થકી સદગુરૂ જેવા સંત પાસેથી પરમાત્મા વિષે જાણી
લઈ તેનું સુમિરણ થતું ન હોય તો તેવાનાં તન..મન..ધન ભુત પલીતોનાં વાસ વાળું સ્મશાન
જ છે.
રામનામ તો
રતન હય, જીવ જતન કરી રાખ,
જબ પડેગી
સંકટી, તબ રાખે રઘુનાથ.
રામ નામ તો એક અમુલ્ય
રતન એટલે કે મણી છે,તેને જીવનું જતન કરે છે તેમ સાચવજે. જ્યારે સંકટ આવી પડે, ત્યારે તને રામના
મર્મની સાચી સમજણ હોવાથી તે તને બચાવી લેશે.
જબ જાગે તબ
રામ જપ, સોવત રામ સંભાર,
ઉઠત બેઠત
આત્મા, ચાલત હિ રામ ચિતાર.
જ્યારે જાગતો થાય ત્યારે રામનો જાપ કરજે, સુતી વખતે પણ રામનું સુમિરણ
કરીને સુજે. એમ ઉઠતાં, બેસતાં, ચાલતાં અને દરેક કામ કરતાં તારા મનમાં તે આત્મારામનું ધ્યાન ચાલુ રાખજે.
જીતને તારે
ગગનમેં, ઈતને શત્રુ હોય,
કૃપા હોય
શ્રીરામકી, તો બાલ ન બાંકો હોય.
આસમાનમાં જેટલા તારા છે તેટલા તારા શત્રુ
એટલે દુશ્મન હોય. છતાં તારૂં ચિત્ત રામ સુમિરણમાં લાગેલું હશે તો તે શત્રુઓ તારો
વાળ પણ વાંકો ન કરી શકે.
જો કોઈ
સુમરન અંગકો, પાઠ કરે મન લાય,
ભક્તિ જ્ઞાન
મન ઉપજે, કહે કબીર સમજાય.
કબીરજી સમજાવી કહે છે, જે કોઈ પરમાત્માનો
મંત્ર મોઢે કરી, તેને મનથી સારી રીતે વિચારે તેના મનમાં જરૂર જ્ઞાનની ભક્તિ ઉપજશે.
જપ તપ સંયમ
સાધના, સબ સુમરનકે માંહિ,
કબીર જાને
યા રામજન, સુમરન સમ કછુ નાંહિ.
જપ તપ સંયમ સાધના વગેરે પરમાત્મા સુમિરણમાં
આવી જ જાય છે. કબીરજી અને રામ જન એટલે જ્ઞાની સંતો જાણે છે કે પરમાત્મા જ્ઞાનના સુમિરણની
તોલે કંઈ જ નથી.
સહકામી સુમરન
કરે, પાવે ઉત્તમ ધામ,
નિષ્કામી
સુમરન કરે, પાવે અવિચળ નામ.
કામના અર્થાત બદલાની આશા વાળા સુમિરણ કરે
તેને કોઈક ઉંચું પણ વિનાશી સ્થળ મળે ખરૂં પણ જે નિષ્કામ ભાવે પરમાત્માનું સુમિરણ
તેને તો અવિચળ સાર પ્રાપ્ત થઈ જાય છે.
પથ્થર પુંજે
હરિ મિલે, તો મેં પુંજું ગિરિરાય,
સબસે તો
ચક્કિ ભલી, કે પિસ પિસકે ખાય.
પથ્થરની મુર્તીને પુજવાથી જો ભગવાન મળતો
હોય તો હું મોટામાં મોટા પર્વતની પૂજા કરૂં પણ એમ કંઈ હરિ એટલે પરમાત્મા મળતો નથી,તેનાથી
પથ્થરની ઘંટી સારી કે જેના થકી લોકો અનાજ દળી પોતાનું પેટ ભરે.
દેહ નિરંતર
દેહરા, તામેં પ્રત્યક્ષ દેવ,
રામ નામ
સુમરન કરો, કહાં પથ્થરકી સેવ.
તારૂં શરીર એજ તારી તદ્દન નજીકનું દેવાલય
છે. તેની અંદર પ્રત્યક્ષ પરમાત્મા દેવ બેઠો છે, તેને સારી રીતે ઓળખી લઈ, તે રામનું હંમેશાં સુમિરણ
કર. પથ્થરની મૂરતીની પૂજા કે સેવાથી તારૂં શું વળવાનું.
પથ્થર મુખ
ના બોલહિ, જો શિર ડારો કુટ,
રામ નામ
સુમરન કરો, દુજા સબહિ જુઠ.
તું તારૂં માથું અફાળીને ફોડી નાંખશે તો
પણ તે મુર્તિ જે પથ્થરની છે તે તેના મુખથી બોલવાની નથી. માટે તું રામ એટલે
પરમાત્માનું સુમિરણ કરજે કે જેથી તું સમજી જશે કે આ એકથી જે બીજું જણાય છે, તે સર્વ જુઠું છે.
કુબુદ્ધિકો
સુઝે નહિં, ઉઠ ઉઠ દેવલ જાય,
દિલ
દેહેરાકી ખબર નહિં, પથ્થર તે કહાં પાપ.
ખોટી દિયાનતવાળા બુરી બુદ્ધિવાળા માણસોને
સાચી સુઝ એટલે કે સમજવાની શક્તિ જ હોતી નથી. તેવાઓ થોડા થોડા વખતે દેવલ અર્થાત
મંદિરે દોડતા ફરે છે. જેને પોતાનો દેહ જે મંદિર સમાન છે તેની તો થોડીક પણ ખબર નથી,તેવાઓ
મંદિરમાંની પથ્થરની મૂર્તિ પાસેથી શું મેળવવાના હતા ?
પથ્થર પાની પુંજ કર, પચ પચ મુવા સંસાર,
ભેદ નિરાલા રહ ગયા, કોઈ બિરલા હુવા પાર.
પથ્થર અને પાણીની પુજા કરી કરીને આ
મનુષ્યો સંસાર સાગરમાં તડફી તડફીને ડુબી મરી રહ્યા છે. એ તો કોઈ વિરલાઓ જ તે
પરમાત્માનો ભેદ જે નિરાળો છે, તેને જાણી લઈ પાર થઈ ગયા..!
મક્કે મદિને
મેં ગયા, વહાં ભી હરકા નામ,
મેં તુજે
પુછું હે સખી, કિન દેખા કિસ ઠામ.
હું મક્કા મદિના જઈ આવ્યો ત્યાં પણ એજ
હરીનું નામ લેવાતું છે. તો હું તમે બધા સખી મિત્રોને પુછું છું કે તેને કોણે જોયો
અને કઈ જગ્યાએ જોયો ?
રામ નામ સબ
કોઈ કહે, ઠગ ઠાકોર ઔર ચોર,
ધ્રુવ પ્રહલાદ સબ તર ગયે, એહિ નામ કછુ ઓર.
રામનું નામ તો બધા જ લે છે, જેવા કે ઠાકોર અર્થાત
રાજા, ચોર અને ઠગારા આજના બગ ભગત શાહુકારો પણ રામનું નામ પોપટની જેમ બોલે છે,પરંતુ
એજ નામ સુમિરણ થકી ધ્રુવ, પ્રહલાદ જેવા બધા આ સંસાર ભવસાગર તરીને પાર ઉતરી ગયા.
શુદ્ધ બિન
સુમરન નહિ, ભાવ બિન ભજન ન હોય,
પારસ બિચ
પરદા રહા, ક્યું લોહા કંચન હોય.
જેમ પારસમણિ અને લોખંડની વચમાં દિવાલ ખડી
હોય તો તે લોખંડ કદી પણ સોનામાં ફેરવાતું નથી. તેમ શુદ્ધ નિર્મળ મન વિના
પરમાત્માનું સુમિરણ કદી પણ થઈ શકે નહિં અને સદભાવ વગર તેનું ભજન પણ થઈ શકે નહિં.
સુમરન
સિદ્ધિ યું કરો, જૈસે દામ કંગાળ,
કહે કબીર
બિસરે નહિ, પલ પલ લેત સંભાળ.
જેમ ધનવાન જેના ધનની તુલનામાં એક દમડીની
કશી પણ કિંમત નથી અને તે એક દમડી પણ ગરીબને આપી શકતો નથી,પરંતુ પળે પળે તે તેની
સંભાળ રાખે છે. કબીરજી કહે છે કે તેમ તું પણ પરમાત્માનું સુમિરણ એવી રીતે સિદ્ધ કર
કે પળે પળે તને તેની યાદ ચાલુ રહે અને જરા પણ વિસરાય નહિં.
જૈસી નૈયત
હરામપે, ઐસી હરસે હોય,
ચલા જાવે
વૈકુંઠમેં, પલ્લા ન પકડે કોઈ.
જેમ મનુષ્યો પરાઈ મિલકત પર નૈયત અર્થાત્
તેની ઈશ્વરે અર્પેલી દાનત બગાડી તેને મેળવવા પ્રયાસ કરે છે અને કર્મ બંધનમાં સપડાય
છે,તેમ જો તું પરમાત્મા પર તારી શુદ્ધ નિયત રાખશે તો તને ત્યાં પહોંચી જતાં કોઈ અટકાવી શકશે
નહિં.
બાહેર ક્યા
દિખલાઈયે, અંતર કહિયે રામ,
નહિ મામલા
ખલ્કસેં, પડા ધનિસેં કામ.
બહારનો દેખાવો કરવાની કોઈ જ જરૂર નથી.તું
અંદર અંતઃકરણમાં પરમાત્માનું સુમિરણ હરેક પળે ચાલુ રાખજે. જ્યારે તને ખલ્ક એટલે કે
દુનિયાનાં ધણી સાથે જ કામ છે તો પછી તે દુનિયાના મામલા સાથે તારે શું કામ ?
માલા તો
કરમેં ફિરે, જીભ ફિરે મુખ માંહિ,
મનવા તો
ચૌદિશ ફીરે, ઐસો સુમરન નાહિ.
તારા હાથમાં માળા ફરતી હોય અને મોંમાં જીભ રામ રામ કરતી હોય, છતાં મન જાત જાતનાં વિચારોમાં ચારો
દિશામાં ફરતું હોય આવું તારૂં સુમિરણ એ કંઈ પરમાત્માનું સુમિરણ નથી.
સુમરન ઐસો
કિજીયે, ખરે નિશાને ચોટ,
સુમરન ઐસો
કિજીયે, હલે નાહિ જીભ હોઠ.
પરમાત્માનું સુમિરણ એવું કરવું કે જેની
ચોટ ખરા નિશાન પર લાગે એટલે કે તારૂં ચિત્ત પરમાત્મા સાથે એક થઈ જાય અને તે સુમિરણ
એવું થાય છે કે જેને માટે જીભ કે હોઠ હલાવવાની જરૂરત નથી.
હોઠ કંઠ
હાલે નહિ, જીભ્યા ન નામ ઉચ્ચાર,
ગુપ્ત સુમરન
જો ખેલે, સો હિ હંસ હમાર.
સુમિરણમાં જીભથી મોટા અવાજે નામના ઉચ્ચાર
થતા ન હોય,હોઠ કે કંઠ હાલતો ન હોય એમ શરીર અને મન શાન્ત હોય. એવું ગુપ્ત છાનું સુમિરણ જે
કરતો હોય તે અમારો ખરો હંસ એટલે સંત પુરૂષ છે.
અંતર ‘હરિ હરિ’ હોત હય, મુખકી હાજત નાંહિ,
સહેજે ધુન
લાગી રહે, સંતનકે ઘટ માંહિ.
જેના અંતઃકરણમાં અર્થાત્ મનમાં હરિ એટલે
કે પરમાત્માનું સુમિરણ કાયમ ચાલુ રહે છતાં તે મુખથી મોટેથી બોલતો ન હોય તેવા સંતનાં મનમાં તેની ધુન સહજે જ ચાલુ રહે છે.
અંતર જપીયે
રામજી, રોમ રોમ રન્કાર,
સહેજે ધુન
લાગી રહે, એહિ સુમરન તત્સાર.
અંતઃકરણમાં રામજીનો જાપ એવો હરહમેશ ચાલતો
રહે તો તેનો રણકાર તારા રોમે રોમમાં જાગી ઉઠશે એમ પરમાત્માની ધુન સહેજ થઈ જશે ત્યારે તેવા સુમિરણથી તને તત્વનો સાર સમજાય જશે.
સુમરન સુરતિ
લગાયકે, મુખસે કછુ ના બોલ,
બાહેર કે પટ
દેય કે, અંતર કે પટ ખોલ.
પરમાત્માના સુમિરણમાં ધ્યાન લગાડી, મુખથી કંઈ પણ બોલવું
નહિં. બહારના દરવાજા બંધ કરી અર્થાત્ મન અને ઈન્દ્રિયોને બહાર ભટકતી અટકાવી તારા અંતઃકરણના દરવાજા ખોલી દે એટલે કે તેનામાં જ તારૂં ચિત્ત જોડી દે.
લેહ લાગી તબ
જાનિયે, કબુ છુટ ન જાય,
જીવતહિ લાગી
રહે, મુવા માંહિ સમાય.
પરમાત્માની લેહ લાગેલી છે તે ત્યારે જણાય છે કે તું તે પરમાત્મા સાથે એક થઈ જાય. તારૂં અને તેનું એકપણું
કદી પણ છુટે નહિં તેમ જ જીવતા જીવ તું તેનામય થઈ રહે અને મર્યા પછી તેનામાં જ સમાશે.
બુંદ સામાના
સમુદ્રમેં, જાનત હય સબ કોય,
સમુદ્ર
સમાના બુંદમેં, જાને બીરલા કોય.
પાણીનું ટીપું સમુદ્રમાં સમાય જાય તે તો
સર્વ કોઈ જાણે છે પણ સમુદ્ર પાણીના ટીપામાં સમાય જાય છે તે તો કોઈ વિરલા પુરૂષ જ જાણે છે,અર્થાત્
જ્ઞાનીને ખબર પડી ગયેલી છે કે આ જે બધું જણાતું છે તે તેની પોતાની જ કરામત છે બહારનું નથી.
મેરા મન સુમરે રામકો, મનમેં રામ સમાય,
મનહિ જબ રામ હો રહા, તો શિશ નમાવું કાંય ?
કબીરજી કહે છે કે મારૂં મન રામના સુમિરણમાં જ રહે છે અને હવે તો મારા મનમાં રામ સમાય ગયા છે. જ્યારે મારૂં મન જ રામમય બની ગયું છે, ત્યારે મારૂં મસ્તક શા
માટે અને કોને નમે ?
કબીર ! મન નિશ્ચલ કરો, ગોવિંદકે ગુન ગાય,
નિશ્ચલ બિના
ન પાઈયે, કોટિક કરો ઉપાય.
તેથી કબીરજી કહે છે કે ગોવિંદના ગુણ ગાઇને
એટલે કે પરમાત્મા તત્વનો વિવેક કરી મનને નિશ્ચલ બનાવો. તેને સ્થિર કર્યા વગર બીજા
કરોડો ઉપાયો કરશો તો પણ તું પરમાત્માને પામી શકીશ નહિં.
માલા જપું ન
કર જપું, મુખસે કહું ન રામ,
રામ હમેરા
હમકો જપે, મેં બેઠા રહું વિશ્રામ.
હું મારા હાથ અને માળા વડે નથી જાપ જપતો
કે મુખથી નથી રામનું નામ લેતો. હવે તો એવું થઈ ગયું છે કે મારા રામ મારા અંતરના
સાચા હું ને જપે છે એટલે કે હું ને તે એક થઈ ગયા છે અને હું બેઠો બેઠો આરામથી તેની
મોજ માણી રહ્યો છું.
નામ બિસારે
દેહકા, જીવ દશા સબ જાય,
જબ હિ છોડે
નામકો, સબહિ લાગે પાય.
પરમાત્માનું નામ એટલે તેનું જ્ઞાન થઈ
જતાં દેહનું હું તરીકેનું ભાન જતું રહે છે અને મારી જીવ તરીકેની જે દશા હતી તે પણ
ચાલી ગઈ છે. આવી હું અને તે એક જ થવારૂપી દશા થવાથી રામનું નામ રટવાનું છુટી ગયું
છે, અને સર્વ કોઈ મને (પરમાત્મા સ્વરૂપને) પગે લાગતા આવે છે.
રામ જપે
અનુરાગસે, સબ દુઃખ ડાલે ધોય,
બિશ્વાસે તો હરિ મિલે, લોહા કંચન હોય.
જેમ દુન્યવી વસ્તુમાં અનુરાગ હોય છે તેમ પરમાત્મા રામનો તેવા અનુરાગથી જાપ કરે, તો તેં જે કર્મો દ્વારા ઉભું કરેલું
પાપનું દુઃખ ધોવાઈ જશે અને એવો પૂરો ભરોસો હશે તો તને જરૂર હરિ મળશે જેમ લોખંડનું
સોનું થઈ જાય તેમ તું પરમાત્મા સ્વરૂપ થઈ જશે.
રામ નામ
પુકારતાં, મિટા મોહ દુઃખ દ્વંદ,
મનકી દુબ્ધા
તબ ગઈ, જબ ગુરૂ મિલે ગોવિંદ.
જ્યારે સદગુરૂએ મને ગોવિંદ મેળવી આપ્યો, ત્યારે પરમાત્માનું નામ
પોકારતાં મારામાં જે મોહ થકી ઉભા કરેલા દુઃખો હતાં તે સર્વ મટી ગયાં, તેમ જ મારા મનમાં જે
દુબ્ધા અર્થાત્ હું અને તેની જે જુદાઈ હતી તે પણ ચાલી ગઈ.
નિશદીન એક
પલકહિ, જો કહેવે રામ કબિર,
તાકે જનમ
જનમકે, જહેં પાપ શરીર.
કબીરજી કહે જે માણસ દરરોજ એક ક્ષણ માટે
પણ શુદ્ધ ભાવનાથી પરમાત્મા રામને યાદ કરી નામ કહેશે તો તેના શરીરથી કરેલાં જનમ
જનમના પાપો નાશ પામશે.
કલ્યુગમેં
જીવન અલ્પ હય, કરીયે બેગ સંભાર,
તપ સાધન કછુ
ના બને, તાતે નામ સંભાર.
કળીયુગમાં હાલની કરૂં કરૂંની બધું જ નવું
મેળવવામાં જીવન ઘણું જ ટુંકું થઈ ગયું છે તેથી તું ઉતાવળ કરી તારાથી તપ કે સાધન
કંઈ ન બની શકે તો તું તે પરમાત્માનું નામ શુદ્ધ સમજથી યાદ કરતો રહેજે.
રાજા રાણા ના બડા, બડા જો સુમરે રામ,
તાહિ તે જન બડો, જો સુમરે નિજ નામ.
રાજા કે મહારાજા જે ઈશ્વરને પણ ગણતા નથી
તેવા લોકો મોટા નથી. તેઓના કરતાં જે સાકાર ઈશ્વરને રામ તરીકે સ્મરતા હોય તે મોટા
છે. તે બધાઓથી તે જ મોટો છે કે નિજનામ (નિજાનંદ) એટલે કે પોતાના પરમાત્મા સ્વરૂપના
ધ્યાનમાં લીન રહે છે.
કબીર મેં માંગું
એ માંગના, પ્રભુ દિજે મોહે સોય,
સંત સમાગમ
હરિ કથા, હમારે નિશદિન હોય.
કબીરજી કહે છે કે હું પ્રભુ પાસે માંગી
માંગીને એટલું માંગું છું કે મને લાયક ગણીને સાધુ સંતોનો સમાગમ અને તેમના તરફથી પરમાત્માના જ્ઞાનની કથા રાતદિવસ સંભળવા મળે.
મુગટ જટા
માંગું નહિં, ભક્તિ દાન દિજો મોહે,
ઓર કછુ
માંગું નહિં, નિશદિન જાચું તોહે.
હું પ્રભુ પાસે એટલું જ માંગું છું કે
મને ભક્તિ કહેતાં તેની સાથે એક થઈ જવાનું દાન આપજે. મને રાજ્ય કે રાજમુંગટ એવું
કશું પણ જોઈતું નથી, હું રાતદિવસ તને જ મેળવવા માંગું છું.
ૐ ૐ ૐ
શ્રીકૃષ્ણ સ્મરણ
શ્રી
શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે –
सकृन्मनः
कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान् स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥
જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.
अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्॥
શ્રીકૃષ્ણના ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.
पुंसां कलिकृतान्दोषान्द्रव्यदेशात्मसंभवान्।
सर्वान्हरित चित्तस्थो भगवान्पुरुषोत्तमः॥
ભગવાન પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ જ્યારે ચિત્તમાં વિરાજે છે ત્યારે તેના પ્રભાવથી કળયુગના બધા પાપ અને દ્રવ્ય, દેશ અને આત્માના દોષ નષ્ટ થઈ જાય છે.
शय्यासनाटनालाप्रीडास्नानादिकर्मसु।
न विदुः सन्तमात्मानं वृष्णयः कृष्णचेतसः॥
શ્રીકૃષ્ણને પોતાનુ સર્વસ્વ સમજનારા ભક્ત શ્રીકૃષ્ણમા એટલા તન્મય રહેતા હતા કે સૂતા, બેસતા, હરતા, ફરતા, વાતચીત કરતા, રમતા, સ્નાન કરતા અને ભોજન વગેરે કરતા સમયે તેમને પોતાનો હોશ જ રહેતો નહોતો.
एनः पूर्वकृतं यत्तद्राजानः कृष्णवैरिणः।
जहुस्त्वन्ते तदात्मानः कीटः पेशस्कृतो यथा॥
न ते यमं पाशभृतश्च तद्भटान् स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥
જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.
अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्॥
શ્રીકૃષ્ણના ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.
पुंसां कलिकृतान्दोषान्द्रव्यदेशात्मसंभवान्।
सर्वान्हरित चित्तस्थो भगवान्पुरुषोत्तमः॥
ભગવાન પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ જ્યારે ચિત્તમાં વિરાજે છે ત્યારે તેના પ્રભાવથી કળયુગના બધા પાપ અને દ્રવ્ય, દેશ અને આત્માના દોષ નષ્ટ થઈ જાય છે.
शय्यासनाटनालाप्रीडास्नानादिकर्मसु।
न विदुः सन्तमात्मानं वृष्णयः कृष्णचेतसः॥
શ્રીકૃષ્ણને પોતાનુ સર્વસ્વ સમજનારા ભક્ત શ્રીકૃષ્ણમા એટલા તન્મય રહેતા હતા કે સૂતા, બેસતા, હરતા, ફરતા, વાતચીત કરતા, રમતા, સ્નાન કરતા અને ભોજન વગેરે કરતા સમયે તેમને પોતાનો હોશ જ રહેતો નહોતો.
एनः पूर्वकृतं यत्तद्राजानः कृष्णवैरिणः।
जहुस्त्वन्ते तदात्मानः कीटः पेशस्कृतो यथा॥
...................................................................................................................................................................
ભજન, નામ સ્મરણ અને મંત્રનો વૈજ્ઞાનિક મહિમા
ઓગડેન નેશ અમેરિકાનો કટાક્ષકાર કવિ હતો. એ કહેતો કે ઈન્ડિયા
ગરીબ છે પણ તેની પાસે ગરીબીનો ઈલાજ છે પણ અમેરિકનો પાસે તકલીફનો કે
કેટેસ્ટ્રોફી કે કેલેમીટી કે અંડવરસીટીનો કોઈ ચોટડુક ઈલાજ નથી. એ પૈસાથી હરીકેનનું
વાવાઝોડુ નિવારી શકતો નથી. ભૂકંપ કે કુદરતી આફતને પૈસાથી ખરીદી શકતો નથી. ઈન્ડિયાનો
ગરીબ માણસ સાવ મફતમાં તેનો ઈલાજ કરે છે. સંકટ આવે કે ન આવે તે રોજ
સાંજ-સવાર
હાથમાં માળા લઈને પ્રભુ સ્મરણ કરે છે. મહુવામાં સાંસ્કૃતિક
કાર્યક્રમ સાંભળવા મોરારબાપુ બેસે છે તોય તેના હાથમાં ગૌમુખી હોય છે. તેમાં માળા
રાખી હોય તે માળા ફેરવતાં ફેરવતાં મનમાં નામ સ્મરણ કરતા હોય છે અને વિદ્વાનોનાં લેકચર
પણ સાંભળે છે.
હિન્દુઓની જપમાળા ૧૦૮ મણકાની હોય છે. વૈષ્ણવો
તુલસીની માળા રાખે છે. બ્રાહ્મણો
રૂદ્રાક્ષની માળા રાખે છે. શાકત પંથના ભકતો સ્ફટિકની કે રૂદ્રાક્ષની
માળા રાખે છે. મારો મિત્ર
કાઠમંડુ જાય તો અસલી રૂદ્રાક્ષની માળા લાવે છે. મુસ્લિમો
માળાને તસબીહ કહે છે. તે સ્ફટિકની હોય છે. આ માળા ભારતના
લોકોની વગર પૈસાની ડ્રિપ્રેશન અને સંકટની ઔષધિ છે.
નામ સ્મરણ ઉપરાંત મંત્રો પણ ઘણા. ધાર્મિક લોકો સવાર-સાંજ કે નવરા પડે ત્યારે રટે છે. અમેરિકામાં જે જાતનું ‘સેન્ડી’નું તોફાન આવ્યું ત્યારે અમેરિકનો પાસે હાય ! વોય ! કરવા સિવાય તો કોઈ ઉપાય નહોતો. જો ધાર્મિક હિન્દુ કે મુસ્લિમ હોય તો નામ સ્મરણ કે તસબીહ ફેરવવા માંડે અગર મહા મૃત્યુંજય મંત્રનું રટણ કરે. અમેરિકામાં એક સંસ્થા છે જે જગતમાં કુદરતી સંકટ કે માણસે ઊભા કરેલા સંકટોની યાદી બનાવે છે. દા.ત. ઓગસ્ટ મહિનામાં એક સપ્તાહમાં જગતભરમાં ૩૫ કુદરતી સંકટો આવેલાં. ચીનનાં શેનડોગ પ્રાંતના ઝીબો સિટીમાં કેમિકલ પ્લાંટ ફાટતાં ભયંકર અકસ્માત થયો હતો. જાપાનમાં ઓકીનાવા ખાતેની રીફાઈનરીને ટાયફુનના વાવાઝોડાથી ડરીને અટકાવી દેવી પડી હતી. ગુજરાતમાં એલેમ્બિકનાં પ્લાંટમા આગ લાગેલી. એજ દિવસે અમેરિકાના ડેલાવર શહેરની રીફાઈનરીમાંથી ૫૦૦ રતલ ઝેરી ગેસ છુટયો હતો. આવા અકસ્માતો થયા જ કરે છે. ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં ઓઈલ રીફાઈનરી કરી છે તેના સલામતીનાં ધોરણો જગતભરમાં વખણાય છે. તો પણ આજુબાજુનાં ગામડાનાં લોકોને ડર નથી તે ભગવાન ઉપર ભરોસો રાખે છે અને રામ મંદિરમાં અવારનવાર રામધુન રાખે છે.
નામ સ્મરણ ઉપરાંત મંત્રો પણ ઘણા. ધાર્મિક લોકો સવાર-સાંજ કે નવરા પડે ત્યારે રટે છે. અમેરિકામાં જે જાતનું ‘સેન્ડી’નું તોફાન આવ્યું ત્યારે અમેરિકનો પાસે હાય ! વોય ! કરવા સિવાય તો કોઈ ઉપાય નહોતો. જો ધાર્મિક હિન્દુ કે મુસ્લિમ હોય તો નામ સ્મરણ કે તસબીહ ફેરવવા માંડે અગર મહા મૃત્યુંજય મંત્રનું રટણ કરે. અમેરિકામાં એક સંસ્થા છે જે જગતમાં કુદરતી સંકટ કે માણસે ઊભા કરેલા સંકટોની યાદી બનાવે છે. દા.ત. ઓગસ્ટ મહિનામાં એક સપ્તાહમાં જગતભરમાં ૩૫ કુદરતી સંકટો આવેલાં. ચીનનાં શેનડોગ પ્રાંતના ઝીબો સિટીમાં કેમિકલ પ્લાંટ ફાટતાં ભયંકર અકસ્માત થયો હતો. જાપાનમાં ઓકીનાવા ખાતેની રીફાઈનરીને ટાયફુનના વાવાઝોડાથી ડરીને અટકાવી દેવી પડી હતી. ગુજરાતમાં એલેમ્બિકનાં પ્લાંટમા આગ લાગેલી. એજ દિવસે અમેરિકાના ડેલાવર શહેરની રીફાઈનરીમાંથી ૫૦૦ રતલ ઝેરી ગેસ છુટયો હતો. આવા અકસ્માતો થયા જ કરે છે. ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં ઓઈલ રીફાઈનરી કરી છે તેના સલામતીનાં ધોરણો જગતભરમાં વખણાય છે. તો પણ આજુબાજુનાં ગામડાનાં લોકોને ડર નથી તે ભગવાન ઉપર ભરોસો રાખે છે અને રામ મંદિરમાં અવારનવાર રામધુન રાખે છે.
તમારી આજુબાજુ અને ખાસ તો મોટા શહેરમાં ટ્રાફિકમાં માણસ
કયારે મરી જાય તેનો ભરોસો નથી. મને તો
ઘણાં વર્ષો પહેલાં (૧૯૪૬) બનારસ હિન્દુ યુનિ.ના સંસ્કૃતના
નિવૃત્ત પ્રોફેસર પંડિત ત્રિલોકચંદજીએ સંકટ સમયે ગભરાઈ જવાને બદલે મહા-મૃત્યુંજય
મંત્ર રટવાનું કહેલું. હું ઈઝરાયેલ ગયો ત્યાં તેલઅવીવ એરપોર્ટની
ડ્યૂટી ફ્રી શોપમાં કંઈક ખરીદી કરી પછી મારો પાસપોર્ટ ભુલીને છેલ્લી ઘડીએ બ્રિટશિ
એરવેઝમેના વિમાનમાં ચડી ગયો. પછી લંડન આવ્યું ત્યારે ખબર પડી કે
પાસપોર્ટ નથી. હું લગભગ
બ્રિટશિ સરકારનો એક ગુનેગાર બની ગયો. પાસપોર્ટ વગરનો હતો એટલે મને એરપોર્ટની
જેલમાં બેસાડી દીધો. હું કાંઈ બહુ હિઁમતવાળો નથી પણ મને પંડિત
ત્રિલોકચંદજીએ મૃત્યુંજય મંત્ર આપેલો તે રટીને બધી જ આવનારી તકલીફને
ઈશ્ર્વરને સોંપી દીધી અને મને અડધા કલાકમાં મુંબઈ આવતાં વિમાનમાં વગર
પાસપોર્ટથી બેસવા મળી ગયું!
મહામૃત્યુંજય મંત્ર આ પ્રમાણે છે:
ઓમ ત્રયબકં યજામહે,સુગિન્ધં પુષ્ટિ વર્ધનમ્
ઉવૉરૂકમિવ બંધનાત,મૃત્યોમુક્ષિય મા મૃતાત્
અથૉત્ હૈ ત્રિનેત્ર ધરાવતા શિવ ભગવાન! હું મારાં તમામ દુ:ખો તમને સોંપુ છું. તમે તો મહા કૃપાળુ છો. તમે જ મારા જીવનની સુગંધ છો. તમે જ મારા અસ્તિત્વને પોષો છો. મારું સ્વાસ્થ્ય જાળવો છો. એટલે મને મૃત્યુ ઉપરાંત બીજા બધાં ભયમાંથી મુકત કરો. ઘણા માને છે કે મહા મૃત્યુંજય મંત્ર માત્ર મૃત્યુને જીતવા માટે છે. પણ પંડિત ત્રિલોકચંદજીએ કહેલું કે ‘મૃત્યુ’નો વિશાળ અર્થ લેવાનો છે. બનારસ યુનિ.માં એક ઋષિ આવેલા. તેણે જુદું અર્થઘટન કરી કહેલું ‘અરે ભકતો મૃત્યુ તો આવકાર્ય હૈ. યહ જગસે છુટ્ટી હો જાવે. લેકીન યહ મંત્ર હૈ જીવન કો કિઠન કરનારી કિઠનાઈઓ સે મુક્તિ કે લીયે હૈ. સંસારના મોહનાં બંધનોથી મુક્તિ માટે મંત્ર છે.
ર્ડા.જહોન સેના નામના એક વિજ્ઞાની જે હરેકૃષ્ણ અને બીજા આશ્રમોમાં સત્સંગ કરવા જતા હતા તેને કેટલાક રેશનાલસ્ટિઓએ કહ્યું કે આ વિજ્ઞાન અને કોમ્પ્યૂટર યુગમાં આ રીતે મૂઢની માફક યંત્રવત માળા ફેરવવાથી કે નામ જપવાથી શું ફાયદો થયો છે? તો ર્ડા.જહોન સેનાએ કહ્યું કે સત્સંગ કે નામ સ્મરણ તમને આજુબાજુના તમામ પયૉવરણ અને ખરાબ વિચારોથી મુકત કરી પરમાત્મા સાથે જોડે છે. દરેક કાર્યમાં ફાયદો જોવાય નહીં.વિદ્વાનો કહે છે કે મહામૃત્યુંજય મંત્ર એ ઋગ્વેદનો મંત્ર છે. માર્કન્ડેય મુનીએ આ ગુપ્ત મંત્રનો ઉપયોગ કરેલો. ગાયત્રી મંત્ર આજે જગતભરમાં વધુ વ્યાપક છે પણ મહામૃત્યુંજય મંત્ર વિશે અધૂરી માન્યતાને કારણે ઓછો રટાય છે.
હું તો માનું છું કે ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્ર કે ઓમ નમ: શિવાયનો મંત્ર કે જૈનોનો નમો અરહિંતાણમનો મંત્ર એ તમામમાં જે બળ છે કે છૂપી શક્તિ છે તે માત્ર તમારા રટણ થકી જ શક્તિ આવે છે. પંડિત ત્રિલોકચંદજી કહેતાં કે ‘શક્તિ મંત્ર એ શું છે? ઈટ ઈઝ ટેપિંગ ઈન ટુ ધ ગ્રેટ ગોડસ વીધીન અસ.’ અથૉત્ મંત્ર દ્વારા આપણામાં જ ઈશ્ર્વરીય શક્તિ બેઠી છે તેને જગાડીએ છીએ. મંત્રજાપ અગર નામ સ્મરણનું લોજીક શું છે? તેવો પ્રશ્ન અમેરિકન વેદાંતના જાણકાર ડો. રોબર્ટ વાસને પૂછાયો. તેણે ‘મંત્ર ચેન્ટિંગ’ ઉપર પુસ્તક લખેલું છે. તે કહે છે કે ઘણા લોકો મૌન રહીને મંત્ર રટે છે પણ હું સાચા ઉચ્ચાર સાથે જોરથી મંત્રોચ્ચાર કરવામાંય માનું છું. પરંતુ જો સંગીત સાથે મંત્રોચ્ચાાર થાય તો તો ગોળથી વધુ ગળ્યું. અમુક પ્રકારના મંત્રનાં ધ્વનિમાં પણ એક જાતનો ઔષધિય ગુણ છે. સંગીત દ્વારા અને ભિકતપૂર્વક અને સંગીત સાથે મંત્રનું રટણ થાય તો તમે તત્કાળ ઈશ્ર્વર કે અલ્લાહ સાથે તમારી જાતને જોડીને ચિંતા મુકત થઈ જાઓ છો. ખરાબ સ્મરણે ભૂલી જાઓ છો. એટલસ્ટિ નિરાશાવાળા વિચારથી નવરા થાઓ છો.
મોટે ભાગે ભૂતકાળનાં ખોટાં અને કડવાં સ્મરણો જે ભૂલી જવા જેવા હોય છે તેને કાયમ માટે ભુલવાનો એક જ માર્ગ છે-મંત્રનું રટણ. ખાસ તો વિજ્ઞાનીઓ કહે છે કે મંત્ર રટણથી તમારાં ફેફસાંને બળ મળે છે. તમારા શ્ર્વાસોચ્છવાસની ગતિમાં તમારી જાણ વગર ઈચ્છનીય ફેરફાર થાય છે.ડો. રોબર્ટ ગાસ તો મંત્રોચ્ચારની અસરકારકતાની બહુ જ શ્રદ્ધાપૂર્વક ભલામણ કરે છે. મંત્ર રટવાથી માણસની જાણ વગર તેનામાં એક સ્પિરિચ્યુઅલ એનર્જી આવે છે. મંત્ર રટણ એ આધ્યાિત્મક શક્તિ મેળવવાનો સહેલામાં સહેલો રસ્તો છે. ભણેલા-અભણ બન્નેએ એ રસ્તો લઈ શકે છે. અમેરિકનોને ગળે ઊતરે તે માટે ડા‹. સોર્યગાસે તો ત્યા સુધી કહ્યું છે કે ‘મંત્ર બીકમ્સ એ ટુલ ઓફ પાવર.’ અથૉત્ મંત્ર દ્વારા શક્તિ આવે છે. ઉકળતા મનને મંત્ર શાંત કરે છે. બાળકોની બુિદ્ધ વધારે છે. આ વાત હવે ‘ભણેલાં’ બાળકોને ગળે ઊતરવી જોઈએ.ભારતનાં હરિસિંઘ નામના એક મંત્રના નિષ્ણાતે તો ઉપરની ડા‹. રોબર્ટ ગાસની વાતને વૈજ્ઞાનિક રીતે આગળ વધારી છે. તે કહે છે: ‘મંત્ર ઈઝ વાઈબ્રેશન એનર્જી, વાઈબ્રેટસ ધેર ઈઝ પર્ટીકયુલર વાઈબ્રેટરી ફ્રીકવન્સી કોરસપોન્ડિંગ ટુ, એવરી સાઉન્ડ ઈન ધ યુનિવર્સ’મંત્ર એક જાતનુ શુભ સ્પંદન ફેલાવતું પવિત્ર સાધન છે જે ધ્વનિ દ્વારા આ જગતમા જે બીજા અસરકારક અને દિવ્ય ધ્વનિ હોય છે તેની સાથે હળીભળીને જબ્બર અસર ઉપજાવે છે. તમે મંત્ર ભણીને તમને જ નહીં આખા વિશ્વને સુખ અને શાંતિ માટેનો શુભ સંકલ્પ બનાવો છો. ફરીથી કહું છું કે સંકટમોચન માટે તમામ માર્ગ બંધ લાગે ત્યારે મંત્ર ઉપર વિશ્વાસ રાખજો. તેમાં કોઈ નુકસાન નથી.
ઓમ ત્રયબકં યજામહે,સુગિન્ધં પુષ્ટિ વર્ધનમ્
ઉવૉરૂકમિવ બંધનાત,મૃત્યોમુક્ષિય મા મૃતાત્
અથૉત્ હૈ ત્રિનેત્ર ધરાવતા શિવ ભગવાન! હું મારાં તમામ દુ:ખો તમને સોંપુ છું. તમે તો મહા કૃપાળુ છો. તમે જ મારા જીવનની સુગંધ છો. તમે જ મારા અસ્તિત્વને પોષો છો. મારું સ્વાસ્થ્ય જાળવો છો. એટલે મને મૃત્યુ ઉપરાંત બીજા બધાં ભયમાંથી મુકત કરો. ઘણા માને છે કે મહા મૃત્યુંજય મંત્ર માત્ર મૃત્યુને જીતવા માટે છે. પણ પંડિત ત્રિલોકચંદજીએ કહેલું કે ‘મૃત્યુ’નો વિશાળ અર્થ લેવાનો છે. બનારસ યુનિ.માં એક ઋષિ આવેલા. તેણે જુદું અર્થઘટન કરી કહેલું ‘અરે ભકતો મૃત્યુ તો આવકાર્ય હૈ. યહ જગસે છુટ્ટી હો જાવે. લેકીન યહ મંત્ર હૈ જીવન કો કિઠન કરનારી કિઠનાઈઓ સે મુક્તિ કે લીયે હૈ. સંસારના મોહનાં બંધનોથી મુક્તિ માટે મંત્ર છે.
ર્ડા.જહોન સેના નામના એક વિજ્ઞાની જે હરેકૃષ્ણ અને બીજા આશ્રમોમાં સત્સંગ કરવા જતા હતા તેને કેટલાક રેશનાલસ્ટિઓએ કહ્યું કે આ વિજ્ઞાન અને કોમ્પ્યૂટર યુગમાં આ રીતે મૂઢની માફક યંત્રવત માળા ફેરવવાથી કે નામ જપવાથી શું ફાયદો થયો છે? તો ર્ડા.જહોન સેનાએ કહ્યું કે સત્સંગ કે નામ સ્મરણ તમને આજુબાજુના તમામ પયૉવરણ અને ખરાબ વિચારોથી મુકત કરી પરમાત્મા સાથે જોડે છે. દરેક કાર્યમાં ફાયદો જોવાય નહીં.વિદ્વાનો કહે છે કે મહામૃત્યુંજય મંત્ર એ ઋગ્વેદનો મંત્ર છે. માર્કન્ડેય મુનીએ આ ગુપ્ત મંત્રનો ઉપયોગ કરેલો. ગાયત્રી મંત્ર આજે જગતભરમાં વધુ વ્યાપક છે પણ મહામૃત્યુંજય મંત્ર વિશે અધૂરી માન્યતાને કારણે ઓછો રટાય છે.
હું તો માનું છું કે ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્ર કે ઓમ નમ: શિવાયનો મંત્ર કે જૈનોનો નમો અરહિંતાણમનો મંત્ર એ તમામમાં જે બળ છે કે છૂપી શક્તિ છે તે માત્ર તમારા રટણ થકી જ શક્તિ આવે છે. પંડિત ત્રિલોકચંદજી કહેતાં કે ‘શક્તિ મંત્ર એ શું છે? ઈટ ઈઝ ટેપિંગ ઈન ટુ ધ ગ્રેટ ગોડસ વીધીન અસ.’ અથૉત્ મંત્ર દ્વારા આપણામાં જ ઈશ્ર્વરીય શક્તિ બેઠી છે તેને જગાડીએ છીએ. મંત્રજાપ અગર નામ સ્મરણનું લોજીક શું છે? તેવો પ્રશ્ન અમેરિકન વેદાંતના જાણકાર ડો. રોબર્ટ વાસને પૂછાયો. તેણે ‘મંત્ર ચેન્ટિંગ’ ઉપર પુસ્તક લખેલું છે. તે કહે છે કે ઘણા લોકો મૌન રહીને મંત્ર રટે છે પણ હું સાચા ઉચ્ચાર સાથે જોરથી મંત્રોચ્ચાર કરવામાંય માનું છું. પરંતુ જો સંગીત સાથે મંત્રોચ્ચાાર થાય તો તો ગોળથી વધુ ગળ્યું. અમુક પ્રકારના મંત્રનાં ધ્વનિમાં પણ એક જાતનો ઔષધિય ગુણ છે. સંગીત દ્વારા અને ભિકતપૂર્વક અને સંગીત સાથે મંત્રનું રટણ થાય તો તમે તત્કાળ ઈશ્ર્વર કે અલ્લાહ સાથે તમારી જાતને જોડીને ચિંતા મુકત થઈ જાઓ છો. ખરાબ સ્મરણે ભૂલી જાઓ છો. એટલસ્ટિ નિરાશાવાળા વિચારથી નવરા થાઓ છો.
મોટે ભાગે ભૂતકાળનાં ખોટાં અને કડવાં સ્મરણો જે ભૂલી જવા જેવા હોય છે તેને કાયમ માટે ભુલવાનો એક જ માર્ગ છે-મંત્રનું રટણ. ખાસ તો વિજ્ઞાનીઓ કહે છે કે મંત્ર રટણથી તમારાં ફેફસાંને બળ મળે છે. તમારા શ્ર્વાસોચ્છવાસની ગતિમાં તમારી જાણ વગર ઈચ્છનીય ફેરફાર થાય છે.ડો. રોબર્ટ ગાસ તો મંત્રોચ્ચારની અસરકારકતાની બહુ જ શ્રદ્ધાપૂર્વક ભલામણ કરે છે. મંત્ર રટવાથી માણસની જાણ વગર તેનામાં એક સ્પિરિચ્યુઅલ એનર્જી આવે છે. મંત્ર રટણ એ આધ્યાિત્મક શક્તિ મેળવવાનો સહેલામાં સહેલો રસ્તો છે. ભણેલા-અભણ બન્નેએ એ રસ્તો લઈ શકે છે. અમેરિકનોને ગળે ઊતરે તે માટે ડા‹. સોર્યગાસે તો ત્યા સુધી કહ્યું છે કે ‘મંત્ર બીકમ્સ એ ટુલ ઓફ પાવર.’ અથૉત્ મંત્ર દ્વારા શક્તિ આવે છે. ઉકળતા મનને મંત્ર શાંત કરે છે. બાળકોની બુિદ્ધ વધારે છે. આ વાત હવે ‘ભણેલાં’ બાળકોને ગળે ઊતરવી જોઈએ.ભારતનાં હરિસિંઘ નામના એક મંત્રના નિષ્ણાતે તો ઉપરની ડા‹. રોબર્ટ ગાસની વાતને વૈજ્ઞાનિક રીતે આગળ વધારી છે. તે કહે છે: ‘મંત્ર ઈઝ વાઈબ્રેશન એનર્જી, વાઈબ્રેટસ ધેર ઈઝ પર્ટીકયુલર વાઈબ્રેટરી ફ્રીકવન્સી કોરસપોન્ડિંગ ટુ, એવરી સાઉન્ડ ઈન ધ યુનિવર્સ’મંત્ર એક જાતનુ શુભ સ્પંદન ફેલાવતું પવિત્ર સાધન છે જે ધ્વનિ દ્વારા આ જગતમા જે બીજા અસરકારક અને દિવ્ય ધ્વનિ હોય છે તેની સાથે હળીભળીને જબ્બર અસર ઉપજાવે છે. તમે મંત્ર ભણીને તમને જ નહીં આખા વિશ્વને સુખ અને શાંતિ માટેનો શુભ સંકલ્પ બનાવો છો. ફરીથી કહું છું કે સંકટમોચન માટે તમામ માર્ગ બંધ લાગે ત્યારે મંત્ર ઉપર વિશ્વાસ રાખજો. તેમાં કોઈ નુકસાન નથી.
સતત એક તારું સ્મરણ આપજે
ભલે તું મને ફક્ત રણ આપજે,
હું ચાલી શકું એ ચરણ આપજે.
ભલે હરઘડી મુંઝવણ આપજે,
મને કાળજું પણ કઠણ આપજે.
હું બોલું પછી હોઠ ખોલું પછી,
પ્રથમ તું મને આચરણ આપજે.
પરમ્ તત્વને હુંય પામી શકું,
મને એવી એકા’દ ક્ષણ આપજે.
કદાચિત્ ભૂલી જાઉં ખુદને હું ‘હમદમ’,
સતત એક તારું સ્મરણ આપજે.
....................................................................................
હરક્ષણ મૃત્યુનું સ્મરણ કરો
મિત્રો, જ્યારે તમે વિચાર કરશો કે મારે
મૃત્યુના મુખમાં જવાનું છે ત્યારે તમને અનેક વિચાર આવશે. જો તમે
મૃત્યુનું સ્મરણ નહિ રાખો, તો વ્યામોહ તમને ઘેરી લેશે અને ભવબંધનો તમને જકડી
રાખશે. તમને વધારે કમાવાની લાલચ રહેશે. ભલે ૫છી તેની જરૂર હોય કે ના હોય, છતાંય તમારો એ મોહ છૂટે નહિ.
તમારા પુત્રપૌત્રો સમર્થ થઈ ગયા હશે, તો ૫ણ તમે એમને મદદ કરવાનો તથા
એમના માટે પૈસા ભેગાં કરવાનો વિચાર કરતા રહેશો. તમને કદાપિ એવો
વિચાર નહિ આવે કે એમના સિવાય ૫ણ દુનિયામાં બીજા લોકો રહે છે.
જ્યારે માણસ પોતાના મૃત્યુને સતત યાદ રાખે છે ત્યારે જ તેનામાં ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિ જાગે છે.
આથી તમે નિરંતર મૃત્યુ સ્મરણ કરતા રહો. ઓમ કૃતો સ્મરઃ…. ! કોને યાદ કરો ? મોતને યાદ કરો. ભસ્મીભૂતમિંદં શરીરં અર્થાત્ આ
શરીર ભસ્મીભૂત થવાનું છે.
તમે આ મરણ પામનારા શરીર વિશે
ધ્યાન રાખો કે તે કાલે કે ૫રમ દિવસે માટીમાં મળી જવાનું છે, તો ૫છી હું એવા ખોટાં કામ શા
માટે કરું, જેનાથી મારો ભવ બગડે અને પાછળવાળા આ૫ણને ધિક્કારે અને આ૫ણે પોતે
અસંતોષની આગમાં બળવું ૫ડે ? તમે એવું કામ કદાપિ ન કરશો. – નવું જીવન અને નવું મોત – ને યાદ રાખવાથી આ૫ણને ઉ૫રનો
બોધ થાય છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તમે આ બંને સંધ્યાવંદનને
ભૂલશો નહિ. ગુરુજી ! હું તો તે વખતે ગાયત્રી મંત્રના જ૫
કરું છું, બેટા, તે બીજા સમયે કરજે. સવારે તો એવું મનન અને
ચિંતન કરજે કે આજે મારો નવો જન્મ અને સાંજે મૃત્યુ થવાનું છે. આવું ચિંતન
કરવાની સાથે જો તમે તમારી ફરજ, કર્તવ્ય અને બુદ્ધિમત્તા વિશે વિચાર કરશો, તો તમને એવી અનેક વાતો સમજાશે, એનાથી તમારો આ જન્મ સાર્થક થઈ જાય અને તમે
સાચા આધ્યાત્મિક માણસ બનો. આજે તમને બસ, આટલું જ કહેવાનું હતું. ૐ શાંતિઃ
................................................................................................................................
મરણનું
સ્મરણ — એક ચિંતન લેખ
મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .” માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે .જોશ મલીદાબાદીનો એક શેર છે:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી
હૈ “
લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.” ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું
મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથીઆવી ન જ ટાળી શકાય એવી બાબતનો
શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાંકહેવાયું છે કે જેવી રીતે કપડાં
જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ, તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને
ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા જેવું શું છે?ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને
પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન
રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ. સાગરનું ટીપું સાગર સાથે મળી જઈને તેનું સામર્થ્ય તથા
તેનું ગૌરવ પ્રાપ્ત કરવાને માટે તેની સાથે પાછું મળી જાય છે તે પ્રમાણે ચાલ્યો ગયેલો આત્મા સર્વશક્તિમાન સાથે એકરૂપ થતા પહેલાં કેવળ પોતાનો પુરુષાર્થ કરવાને જ આ દુનિયામાં આવે છે”
સ્વ. કાકાસાહેબ કાલેલકરે મૃત્યુને પરમ સખા એટલે કે એક મિત્ર તરીકે ગણાવ્યું છે. એમના કહેવા પ્રમાણે ખરેખર તો મરણમાં દુખ નથી .જેને આપણે દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠીને જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુઃખમાંથી છુટકારો કરે છે.દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. શરીર માટે ઊઘ જેટલી પૌષ્ટીક છે તેટલું જ પ્રાણ માટે મૃત્યુ પૌષ્ટીક છે
.જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે ઈષ્ટ છે. પાકેલું ફળ પોતે જ નીચે
પડી જ્મીનમાં દટાઇ જઈને નવો પ્રવાસ શરુ કરવા માટે વૃક્ષ-માતાનો સંબંધ છોડી દે છે તે પ્રમાણે માણસે પોતાનું જીવન પુરું કરીને તે પછી અનાસક્ત ભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઈએ અને નવી તક માટે પરવાના રૂપ થનાર મરણનું સ્વાગત કરવું જોઈએ. એકાદ પ્રિય વ્યકિતનું મૃત્યુ થતાં આપણને દુઃખ થાય તે સ્વભાવિક છે ,કારણકે આપણે તેની સાથે
મમતાની લાગણીથી જોડાએલા અને તેનો સહવાસ ગુમાવીએ છીએ. કયારેક એવું મૃત્યું આપણી દૃષ્ટિએ
અનિષ્ટ હોવા છતાં મરનારની દ્રષ્ટિએ તે ઇષ્ટ અને હિતાવહ હોઈ શકે છે. એવે વખતે આપણે આપણું
દુખ ગળી જવું જોઈએ..માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે ,તેવી જ રીતે શાંતિ અને
શોભાથી તેને જીવન પુરું કરતાં પણ આવડવું
જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું? જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”
જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું? જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”
પોતાના ખુબ જ ટૂંકા જીવન દરમ્યાન દેશ પરદેશમાં બોધ વચનો તેમજ ધર્મિક સાહિત્યથી હિંદુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી,, જિંદગીને ભરપુર પ્રેમ કરી, આધ્યત્મિક જીવનનો અમર વારસો પાછળ મૂકી જનાર સ્વામી વિવેકાનંદનાજીવનનો એક પ્રસંગ મરણનું સ્મરણ શા માટે સતત રાખવું જોઈએ એની સ્પષ્ટતા કરે છે.પોતાની અમેરિકાની મુલાકાત દરમ્યાન શિકાગોમાં એમનું ધાર્મિક પ્રવચન પુરું કર્યા પછી સ્વામીજી એમના સ્થાને બેઠા ત્યારે એક ઉત્સુક શ્રોતાજને ઉભા થઇને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો” સ્વામીજી ,એવી કઈ બાબત છે જેને માણસે આખા જીવન દરમ્યાન સતત યાદ રાખવી જોઈએ ? ઘણા સભાજનોએ મનમાં
ધારણા કરી હશે કે તેઓશ્રી માણસે પોતાના આરોગ્યને કે ભગવાનને હમેશાં યાદ રાખવા જોઈએ એમ કહેશે. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે સ્વામીજીએ
સસ્મિત ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યોકે “મૃત્યું “. પોતાના આ જવાબની સ્પષ્ટતા કરતાં એમણે આગળ
કહ્યું કે”મૃત્યુને હમેશાં એટલા માટે યાદ રાખવું જોઈએ કેમકે એથી આપણાં કાર્યોથી કોઈને દુખ નહી પહોંચે, આપણે હમેશાં સત્ય બોલીશું ,આપણે મનુષ્ય જાત પ્રત્યે વધુ પ્રેમ
દાખવીશું. આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”
દાખવીશું. આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”
જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ જીવન અને મૃત્યું પણ એક જ છે. એટલા માટે માણસે મનમાં મરણની જરા પણ ચિંતા કે ડર રાખ્યા સિવાય કોઈ પણ જાતની શરત વિના ભગવાનની મહામુલી ભેટ એવા જીવનને ભરપુર પ્રેમ કરવો જોઈએ..જીવનનો એક છેડો મરણને અડકતો હોઈ એની અનિશ્ચિતતા અને અનિવાર્યતાને સ્મરણમાં રાખતા રહી છેવટની ઘડી અત્યંત પાવન , પુણ્યમય અને મધુર કેવી રીતે થાય એ માટે જીવન દરમ્યાન અભ્યાસપુર્વક કાર્ય કરતા રહીશું
તો આપણે જીવન તેમજ મરણના સ્વામી થઈને રહીશું. જીવનનો દાખલો આપણે એવી રીતે ગણવો જોઈએ
જેથી
મરણનો જવાબ સાચો આવે. જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે. આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
મરણનો જવાબ સાચો આવે. જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે. આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
જબ તુમ જગમે આયા ,જગ હસા તુમ રોય ,ઐસી કરની કર ચલો ,તુમ હસો જગ રોય .”
!! યાદ રાખ !! દેહની અંતે થઇ જશે રાખ !!
માંનવી કદી
અમર ન હતો કે ન છે એમ છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે સ્મશાને બધું પાછળ છોડીને.
ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.
ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે સ્મશાને બધું પાછળ છોડીને.
ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.
ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.
Courtesy : Vinod R.Patel, સાન ડિયાગો
................................................................................................................................................
સ્મરણ અને વિસ્મરણ
સ્મરણ એટલે યાદ કરવું અને વિસ્મરણ એટલે ભૂલી જવું. આ બેમાં સારું શું ? મોટા ભાગના લોકો સ્મરણની પસંદગી કરશે એમાં મને જરાયે શંકા નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં મને મનમાં પ્રશ્ન થયો કે વિસ્મરણ સિવાય સ્મરણ થઇ શકે ખરું. આ બે શબ્દોનો જરા જુદી દ્રષ્ટિથી વિચાર કરતાં મને સમજાયું કે સ્મરણ તો ત્યારે જ થાય કે જયારે મન જે વિષયનું સ્મરણ કરવા ઇચ્છતું હોય તે વિષયમાં એકાગ્ર થાય.અને તે માટે મનમાં ભમતા બીજા બધા વિષયોનું વિસ્મરણ થાય. આ ઘણું જરૂરી છે.
મારી દ્રષ્ટિએ વિસ્મરણનો અર્થ છે વિ(શિષ્ટ્)સ્મરણ. કારણ એની વિશિષ્ટતા એ છે કે તેનાથી કોઇ એક વિષય સિવાયના બીજા બધા વિષયોના વિચારને મનમાંથી દૂર કરી શકાય છે. મારી દ્રષ્ટિએ વિસ્મરણ એટલે ધ્યાનાવસ્થા. છતાં આપણે સહુ બને તેટલા વિષયો સ્મરણમાં રાખવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલું જ નહીં પણ ભાવિમાં તે ભૂલાઈ જવાના ડરથી તે બધું કાગળ કે કોપ્યુટર ઉપર સાચવી રાખીએ છીએ અને તેથી જે ભૂલવા જેવું છે તે પણ યાદ કરી કરીને દુઃખી થઇએ છીએ. જો દુઃખી ના થવું હોય તો વિસ્મરણ કરવાની ‘ધ્યાનાવસ્થ’ થવાની કળા શીખવા જેવી છે. જે શીખવી ખૂબ અઘરી છે.
કદાચ કોઇ એવી દલીલ કરે કે દવા દારૂના નશાથી વિસ્મરણ આસાનીથી થઇ શકે છે. હા જરૂર પણ તેને
વિસ્મરણ કહેવા કરતાં અસ્મરણ કહેવું વધુ યોગ્ય ગણાય કારણકે આવા નશાથી કેવળ
બેભાનાવસ્થા જ પ્રાપ્ત થાય.ધ્યાનાવસ્થા નહીં.અને આવી સ્થિતિમાં જેનું સ્મરણ
કરવા ઇચ્છતા હોઇએ તે પણ ભૂલાઇ જાય. જોકે ‘અસ્મરણ’ જેવો કોઇ શબ્દ
ગુજરાતી ભાષામાં નથી છતાં ‘જ્ઞાન,અજ્ઞાન અને વિજ્ઞાન’ કે ‘કર્મ,અકર્મ અને વિકર્મ’ જેમ સ્મરણ અસ્મરણ અને વિસ્મરણ કહેવામાં શું વાંધો છે.
વિસ્મરણની આ કળા કેવી રીતે શીખવી તે સમજાવવા પતંજલિ ઋષિએ પાતંજલ યોગસૂત્રની રચના કરી છે. જેમાં આ
કળા હસ્તગત કરવા માટેના આઠ અંગોની ચર્ચા કરી છે.જેને અષ્ટાંગ યોગ પણ
કહેવાય છે.
આ યોગસૂત્રના
સૌથી પહેલા સૂત્રમાં જ એમણે કહયું છે કે ” યોગ ચિત્તવૃત્તિ નિરોધ” ભટકતી ચિત્તવૃત્તિ ને રોકવી એટલે
યોગ આ આઠ અંગો નીચે પ્રમાણે છે. યમ ,નિયમ,આસન,પ્રાણાયમ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.આમાના પહેલા પાંચ અંગ બહિરંગી
ગણાય છે કારણ કે તે આપણા બહારના જગત સથેના આપણા સામાજિક વ્યવહારના
ઘડતર માટે છે. અને છેલ્લા ત્રણ અંતરંગી છે એટલે કે આપણા આંતરિક જીવના ઘડતર
માટે છે. આ દરેક અંગોના ઉપાંગો વિશેની સમજ પતંજલિ ઋષિએ આપી છે. જેનો ઉલ્લેખ
અહીં કરૂં છું. યમના ઉપાંગો “અહિંસા, સત્ય, અસ્તેય, બહ્મચર્ય, અને અપરિગ્રહ” નિયમના ઉપાંગો “શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય,અને ઇશ્વર પ્રણિધાન” આસનના ઉપાંગો “ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌલી અને કપાલ ભાતિ” આને ષટકર્મો પણ કહેવાય છે.
પ્રાણાયમ એટલે શ્વાસોછ્શ્વાસનું નિયમન ધારણા એટલે અમુક વસ્તુ કરવાનો નિર્ધાર ધ્યાન એટલે
વિશિષ્ટ સ્મરણ, એકાગ્રતા, સમાધિ એટલે સમ=એક સરખી અને આધિ= સ્થિતિ અર્થાત
મનનું ઇચ્છીત વિષયમાં લય પામવું સ્મરણ વિસ્મરણ વચ્ચેની મારી સમજ વ્યકત કરવા
પુરતો જ આ લખાણનો ઉદ્દેશ હતો એટલે અહીં રોકાઇ જાવું જ વ્યાજબી સમજું છું.
ઇતિ.
મરણનું સ્મરણ રહેવું જોઈએ....વિનોબાજી
Ø
શ્રીમદ ભગવદ ગીતાના આઠમા
અધ્યાયમાં એવો સિદ્ધાંત રજૂ કર્યો છે કે જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમ જ ઊંડો ઠસી
ગયેલો હોય તે જ વિચાર પચીના જન્મમાં સૌથી જોરાવર ઠરે છે. એ ભાથું બાંધીને
જીવ આગળની યાત્રાને માટે નીકળે છે. આજના દિવસની કમાણી લઈને ઊંઘી ઊઠ્યા પછી
કાલના દિવસની આપણે શરૂઆત કરીએ છીએ. તે જ પ્રમાણે આ જન્મે મેળવેલું ભાથું બાંધીને મરણની મોટી
ઊંઘમાંથી ઊઠ્યા પછી ફરી પાછી આપણી યાત્રા શરૂ થાય છે. આ જન્મનો અંત તે આગળના જન્મની શરૂઆત
બને છે. એથી મરણનું સ્મરણ રાખી જીવનનો વહેવાર કરો.
Ø
મરણનું સ્મરણ રાખીને
જીવવાની વળી વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી
શકાય, તેમની સામે તોડ કાઢી શકાય. એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે
નાથને પૂછ્યું, “ મહારાજ, તમારૂં જીવન કેટલું સાદું ને નિષ્પાપ ! અમારૂં એવું કેમ નથી ? તમે કદી કોઈના પર
ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં, તકરાર નહીં. તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો ! ” નાથે કહ્યું, “ મારી વાત હમણાં રહેવા
દે. તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે. તારૂં આજથી સાત દિવસ રહીને મરણ છે.” નાથે કહેલી વાત ખોટી કોણ માને ? સાત દિવસ રહીને
મરવાનું ! ફક્ત એકસો ને અડસઠ કલાલ બાકી ! અરેરે ! હવે શું થાય ? તે માણસ ઝટપટ ઘેર ગયો. તેને કંઈ સૂઝે નહીં.
બધી મેલમૂકની વાત, સોંપણનોંધણ પણ કરવા માંડી. પછી તે માંદો પડયો. પથારીએ પડયો. છ
દહાડા એમ ને મ જતા રહ્યા. સાતમે દહાડે નાથ તેની પાસે આવ્યા. તેણે નમસ્કાર કર્યા. નાથે પૂછ્યું, “ કેમ છે ? ” તેણે કહ્યું, “ જાઉં છું હવે. ” નાથે પૂછ્યું, “ આ છ દિવસમાં કેટલું
પાપ થયું ? પાપના કેટલા વિચાર મનમાં ઊઠયા ? ” તે આસન્નમરણ માણસે જવાબ આપ્યો, “ નાથ ! પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો ? નજર સામે મરણ એકસરખું
ઘૂમ્યા કરતું હતું. ” નાથે કહ્યું “ અમારૂં જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો ” મરણનો વાઘ હમેશા સામે ઘૂરકતો ઊભો હોય ત્યારે
પાપ કરવાનું સૂઝે ક્યાંથી ? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હમેશ
સ્મરણ રાખવું એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામું દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ
પાપ કરશે ?
Ø
પણ મરણનું સ્મરણ માણસ
હંમેશ ટાળતો ફરે છે. પાસ્કલ નામનો એક ફ્રેંચ ફિલસૂફ થઈ ગયો છે.
તેનું ‘ पांसे ’ નામનું એક પુસ્તક છે. पांसे એટલે વિચાર. જુદા જુદા સ્ફુટ
વિચારો એ પુસ્તકમાં તેણે રજૂ કર્યા છે. તેમાં તે એક ઠેકાણે લખે છે, “ મૃત્યુ સતત પીઠ પાછળ
ઊભું છે પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે. મૃત્ને યાદ
રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી. ” માણસથી મરણ શબ્દ સુધ્ધાં સહેવાતો નથી. જમતી વખતે કોઈ
મરણ શબ્દનો ઉચ્ચાર કરે તો કહે છે, ‘ અરે ! કેવું અભદ્ર બોલે છે ! ’ પણ તેમ છતાં, મરણ તરફની મજલ હરેક પગલે અચૂક કપાતી જાય છે. મુંબઈની ટિકિટ કપાવીને
એક વાર રેલગાડીમાં બેઠા પછી તમે બેઠા રહેશો તો પણ ગાડી તમને મુંબઈમાં લઈ
જઈને નાખશે. આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે. તમારે
જોઈએ તો બેસો કે દોડો. બેઠા રહેશો તો પણ મૃત્યુ છે, દોડશો તો પણ મૃત્યુ છે. તમે મરણના વિચારને
પકડી રાખો કે છોડી દો. પણ તે ટાળ્યો ટળતો નથી. બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પણ મરણ નિશ્ચિત
છે. સૂર્ય અસ્ત પામે છે તેની સાથે માણસના આવરદાનો એક કકડો ખાતો જાય છે. જીવનના ટુકડા એક પછી એક કરડાતા જાય
છે. આવરદા ઘસાતી જાય છે, ઘટતી જાય છે. તો પણ માણસને તેનો વિચાર આવતો નથી.
જ્ઞાનદેવ કહે છે, कौतुक दिसतसे –
કૌતુક દેખાય છે.
માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે એ વાતનું જ્ઞાનદેવને આશ્ચર્ય
થાય છે. મરણનો વિચાર સુધ્ધાં સહન ન થાય એટલી હદ સુધી માણસને મરણનો ડર લાગે છે. એ વિચારને તે ટાળતો ફરે
છે. જાણીબૂજીને તે આંખ મીંચી જાય છે. લડાઈમાં જનારા સિપાઈ મરણનો વિચાર
ટાળવાને સારૂ રમતગમત કરશે, નાચશે, ગાશે, સિગારેટ પીશે. પાસ્કલ લખે છે, ‘ પ્રત્યક્ષ મરણ સામે દેખાતું હોવા છતાં આ ટૉમી, આ સિપાઈ તેને વીસરી જવાને માટે
ખાશે, પીશે ને રાગડા તાણશે.’
Ø
આપણે બધા આ ટૉમી જેવા
જ છીએ. ચહેરો ગોળ, હસતો રાખવાના, સૂકો હોય તો તેલ, પોમેડો લગાડવાના. વાળ પાકીને ધોળા થઈ ગયા હોય તો કલપ લગાડવાના
પ્રયાસોમાં માણસ મંડ્યો રહે છે. છાતી પર સાક્ષાત્ મૃત્યુ નાચતું હોવા છતાં તેને વિસારે પાડવાની કોશિશમાં આપણે
બધા ટૉમીઓ જરાયે થાક્યા વગર મંડ્યા રહીએ છીએ. બીજી ગમે તે વાત કરશે પણ
કહેશે મરણનો વિષય છેડશો મા. મૅટ્રિક પાસ થયેલા છોકરાને પૂછશો, ‘ હવે શું કરવા ધાર્યું
છે ? ’ તો તે કહેશે, ‘ હમણાં પૂછશો મા.
હમણાં ફર્સ્ટ ઈયરમાં છું. ’ પછીને વર્ષે પાછું પૂછશો તો કહેશે, ‘ પહેલાં ઈન્ટર તો પાસ થવા દો, પછી આગળ જોઈશું ! ’ એમ ને એમ તેનું ગબડે
છે. આગળ શું છે તે પહેલેથી જોવું નહીં જોઈએ કે ? આગળના પગલાની પહેલેથી તજવીજ કરી રાખવી સારી, નહીં તો તે ક્યાંક
ખાડામાં નાખી દેશે. પણ વિદ્યાર્થી એ બધું ટાળે છે. એ બિચારાનું શિક્ષણ જ
એવું અંધકારમય હોય છે કે તેમાંથી પેલી પારનું ભવિષ્ય તેને મુદ્દલ દેખાતું
નથી. એથી પછી શું કરવું એના વિચારને તે નજર સામે ફરકવા જ દેતો નથી.
કારણ બધું જ અંધારૂં ઘોર છે. પણ એ આગળનું એમ ટાળી શકાતું નથી. તે બોચી પર આવીને
બેઠા વગર રહેતું નથી.
Ø
કૉલેજમાં પ્રોફેસર
તર્કશાસ્ત્ર શીખવે છે. ‘ માણસ મર્ત્ય છે. સૉક્રેટીસ માણસ છે. એટલે તે અચૂક
મરવાનો. ’ આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સૉક્રેટીસનો દાખલો આપે છે. પોતાનો કેમ નથી
આપતો ? પ્રોફેસર પોતે પણ મર્ત્ય છે. ‘ બધાં માણસ મર્ત્ય છે, માટે હું પ્રોફેસર પણ મર્ત્ય છું અને હે શિષ્ય, તું પણ મર્ત્ય છે, ’ એવું તે પ્રોફેસર
શીખવશે નહીં. તે એ મરણને સૉક્રેટીસને માથે ધકેલી દે છે. કારણ સૉક્રેટીસ મરી પરવારેલ છે.
તે તકરાર કરવાને હાજર નથી. શિષ્ય ને ગુરૂ બંને સૉક્રેટિસને મરણ અર્પણ કરી પોતાની બાબતમાં तेरी भी चूप, मेरी भी चूप જેવા રહે છે. તેમને જાણે એવું લાગે છે કે આપણે અત્યંત સલામત
છીએ!
Ø
મૃત્યુને વીસરી જવાનો
આવો આ પ્રયાસ સર્વત્ર રાત ને દિવસ જાણીબૂજીને ચલાવાય છે. પણ મૃત્યુ
ટળે છે ખરૂં કે ? કાલે મા મરી ગઈ એટલે મૃત્યુ સામું આવીને ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે
મરણનો વિચાર કરી તેનો તોડ કાઢવાની માણસ હિંમત કરતો જ નથી. હરણની પાછળ વાઘ પડયો છે. હરણું
ચપળ છે. પણ તેનું જોર ઓછું પડે છે. તે આખરે થાકી જાય છે. પાચળ પેલો વાઘ, પેલું મરણ આવતું હોય છે. તે ક્ષણે
તે હરણની કેવી સ્થિતિ થાય છે ? વાઘ તરફ તેનાથી જોઈ શકાતું નથી. જમીનમાં મોં ને શીંગડાં ખોસી તે
આંખ મીંચીને ઊભું રહે છે. ‘આવ ભાઈ ને માર હવે ઝડપ’ એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે.
આપણે મરણને સામું જોઈ શકતા નથી. તેને ચૂકવવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે
છેવટે તે આપણને પકડી પાડયા વગર રહેતું નથી.
Ø
અને મરણ આવે છે એટલે
માણસ જીવનની સિલક તપાસવા બેસે છે. પરીક્ષામાં બેઠેલો આળસુ ઠોઠ
વિદ્યાર્થી ખડિયામાં કલમ બોળે છે ને બહાર કાઢે છે. પણ ધોળા ઉપર કાળું થવા દે તો
શરત. અલ્યા, થોડુંયે લખીશ કે નહીં ? કે પછી સરસ્વતી આવીને બધું લખી જવાની છે ?
તે કોરો પેપર આપી આવે છે. અથવા છેવટે કંઈકનું કંઈક ચીતરી મારે છે.
સવાલના જવાબ લખવાના છે, એનો કશો વિચાર નથી. આમ જુએ છે ને તેમ જુએ છે. એવું જ
આપણું છે. જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખી તે
છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, રૂડી કેવી રીતે થાય એનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ
ઠસે એનો વિચાર આજથી જ થવો જોઈએ. પણ સારા સંસ્કારનો અભ્યાસ કોને કરવો છે ? બૂરી વાતોનો મહાવરો માત્ર
ડગલે ને પગલે થયા કરે છે. જીભ, આંખ, કાન એને આપણે સ્વાદ લગાડી લગાડી બહેકાવી મૂકીએ છીએ. પણ ચિત્તને જુદો મહાવરો
પાડવો જોઈએ. સારી વાતો તરફ ચિત્તને દોરવું જોઈએ, તેનો તેને રંગ લગાડવો જોઈએ. જે ક્ષણે સમજાય કે આપણી ભૂલ થાય
છે તે જ ક્ષણથી સુધારો કરવાને મંડી પડવું જોઈએ. ભૂલ જણાય છતાંયે તે પાછી
કર્યા કરવી ? જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણો. તે તારૂં નવું
બાળપણ. તે તારા જીવનની બીજી નવી સવાર છે એમ સમજ. હવે તું ખરો જાગ્યો. હવે
રાત ને દિવસ જીવનનું પરીક્ષણ કર, સંભાળીને ચાલ. એમ
નહીં કરે તો પડીને પાછો અફળાઈશ, પાછો બૂરાનો અભ્યાસ ચાલુ થઈ જશે.
Ø ઘણાં વરસ પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો. તે ખૂબ ઘરડી થઈ
ગઈ હતી. તે મને કહે, ‘ વિન્યા, હમણાંનું કશું યાદ નથી રહેતું. ઘીનું વાસણ લેવાને જાઉં છું પણ લીધા વગર
જ પાછી આવું છું. ’ પણ પચાસ વરસ પહેલાંની દાગીનાની એક વાત તે મને કહ્યા કરે. પાંચ મિનિટ પહેલાંનું
યાદ રહેતું નથી. પણ પચાસ વરસ પહેલાંનો જોરાવર સંસ્કાર છેવટ સુધી જાગતો સતેજ રહે છે. એનું
કારણ શું ? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે. તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ રહ્યો
હતો. તે વાત જીવનને ચોંટી ગઈ, જીવન સાથે એકરૂપ થઈ ગઈ. મેં મનમાં કહ્યું, ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન
આવે એટલે થયું.... (વિનોબાજી)
અંતકાળે પણ ભગવાનનું સ્મરણ થઈ શકે તેનો ઉપાય
અંતકાળમાં મનુષ્યથી જેનું ચિંતન થાય છે તેવી યોનિમાં મનુષ્ય જન્મ લે છે. શ્રીમદ્ ભાગવતમાં
જડભરતનું દ્ષ્ટાંત છે કે તે અતિ વિદ્વાન હતા. રાજપાટ છોડી ઉપાસના કરવા વનમાં ગયા અને
એક હરણના બચ્ચાનું પાલન કરવામાં મરતી વખતે તેમને તે હરણના બચ્ચાનું ચિંતન થયું અને તેમનો બીજો જન્મ હરણનો થયો. એ વિસ્તૃત વર્ણન અહીં અસ્થાને છે પણ અંતકાળે જેનું ચિંતન થાય તે યોનિમાં જન્મ થાય એ કુદરતનો નિયમ છે અને અંતકાળે ઈશ્ર્વરનું સ્મરણ થાય તો મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરી શકે છે તો અંત સમયે ભગવાનનું સ્મરણ થાય તે માટે ગીતામાં ભગવાને ઉપાય દેખાડ્યો છે.
तस्मात्सर्वेषु
कालेषु मामतुस्मर युद्ध च।
मय्यर्पितमनोबुद्धिर्मा
मेवैष्यस्य संशयम्॥
(અ. 5/7)
‘એટલા માટે (તું) હર ક્ષણ મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં મનબુદ્ધિ
અર્પિત કરનારો (તું) નિ:સંદેહ મને પ્રાપ્ત કરીશ.
હર ક્ષણ ભગવાનનું સ્મરણ
થવું જોઈએ
અહીં સર્વકાલેષુનો સંબંધ - અર્થ - ભગવાનના સ્મરણ સાથે છે, યુદ્ધ સાથે નહીં. કારણ કે યુદ્ધ કાંઈ હંમેશાં થતું નથી. એ જ રીતે કોઈપણ ક્રિયા નિરંતર થતી નથી. અમુક સમયે અથવા અમુક સ્થળે થતી હોય છે તેથી તેનો આરંભ પણ હોય છે અને અંત પણ હોય છે. તેથી ભગવાનનું કેવળ સ્મરણ કરવાનું નથી.
માણસના પ્રત્યેક કાર્યમાં સમયની વહેંચણી હોય છે. જેમ કે સૂવાનો સમય, જમવાનો, ફરવાનો, કામધંધાનો સમય ઇત્યાદિ.
પરંતુ ભગવાનના સ્મરણ માટે એ રીતે સમયની વહેંચણી થતી નથી કે અમુક જ સમય ભગવાન માટેનો એવું
ભગવાન કહેતા નથી. નહીં તો કેટલાક લોકો સવારના પાઠપૂજાનો એટલે કે ભગવાન માટેનો સમય નક્કી કરતા હોય છે પણ અહીં અનુસ્મર શબ્દ છે. તેથી તેનો અર્થ નિરંતર સ્મરણ. કેવળ ર્ક્તવ્ય કરતી વખતે જ તેનું સ્મરણ કરવું એવું નથી. પરંતુ ભગવાનનું નિરંતર સ્મરણ થતું હશે તો જ કર્તવ્યકર્મ કરતી વખતે આપોઆપ ભગવાનનું સ્મરણ થશે. તેથી અહીં અનુસ્મર કહેવા પાછળ ભગવાનનો આ જ ઉદ્દેશ્ય છે. બાકી તો ચોરી કરવા જનારા ભગવાનને યાદ કરીને જ ચોરી કરવા જાય છે અને ધાડપાડુ પણ ભગવાનને યાદ કરી ધાડ પાડવા જાય છે કે જેથી તેમને મોટો દલ્લો મળે. અને કામધંધે જનાર પણ ભગવાનનું સ્મરણ તો કરે જ છે, પરંતુ અહીં મહત્ત્વ છે નિરંતર - સતત સ્મરણનું.
અહીં યુદ્ધનો પ્રસંગ છે. અર્જુન માટે યુદ્ધ એ કર્તવ્યકર્મ હતું તેથી યુદ્ધ કર કહ્યું છે. એ રીતે મનુષ્યને પોતાનું કર્તવ્યકર્મ છે. પોતાનું જે પણ કાંઈ કર્મ હોય તે કર્મ ભગવાનનું સ્મરણ મુખ્ય છે અને ર્ક્તવ્યકર્મ ગૌણ છે.
ભગવાન સાથે
પોતીકાપણાનો સંબંધ
અને ભગવાનને નિરંતર સ્મરણ કરવા માટે ભગવાનની સાથે પોતીકાપણું કેળવવું જરૂરી છે. એ પોતીકાપણું જેટલું દ્ઢ હશે તેટલું સ્મરણ સાહજિક થશે. આપણો ભગવાન સાથે પોતીકાપણાનો સંબંધ છે. મોટાભાગે તો આપણો ભગવાન સાથે સ્વાર્થનો સંબંધ છે. તેથી ભગવાન સાથે પોતીકાપણાનો સંબંધ બાંધવો જરૂરી છે. મને ભગવાન મારા લાગવા જોઈએ.
યુદ્ધટાણે પણ
ભગવદ્ સ્મરણ !
યુદ્ધ કર એનો બીજો પણ એક સંદર્ભ છે. વાસ્તવમાં જીવન જ એક સંગ્રામ છે. જીવનના સમરાંગણમાં બધાં કર્તવ્યકર્મો કરતી વખતે આત્માની ઉન્નતિના રક્ષણ કાજે ઝઝૂમવું એ મનુષ્યનું કર્તવ્ય છે. મનમાં પ્રબળ થતા પશુભાવ સાથે દૈવી સંપત્તિના રક્ષણ કાજે, ચિત્તની ઇષ્ટ અને અનિષ્ટ વૃત્તિઓ વચ્ચેના સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા જીવે લડી
લેવાનું છે. આવા પ્રસંગે દેહનું મરવું-જીવવું મહત્ત્વનું નથી. આવા પ્રસંગે ધર્મ માટે
લડવાનો પ્રસંગ છે અને એવા પ્રસંગે પ્રભુનું સ્મરણ કરીને યુદ્ધ કરવાનું છે, પરંતુ પ્રભુનું સ્મરણ નિરંતર થતું હશે તો જ તે ક્ષણે પ્રભુની યાદ આવશે, નહીં તો આવેશ, આક્રોશ અથવા તો ક્રોધને વશ થઈ યુદ્ધ કરવા જઈશું તો માનવીનું પતન નિશ્ર્ચિત છે. વાત તો એક જ છે લડી લેવાની, પરંતુ તેની પાછળનો હેતુ અને ભાવ મહત્ત્વનાં છે.
મનુષ્ય જ્યાં સુધી એ બધા જડ પદાર્થોને પોતાના માને છે ત્યાં સુધી તે શુદ્ધ રહી શકતા નથી. તેમને પોતાના માનવા એ જ અશુદ્ધિ અને આ એક અશુદ્ધિમાંથી અનેક અશુદ્ધિઓ પેદા થાય છે અને મન ઉપર માલિન્યનાં પડળ બાઝે છે. બુદ્ધિ ઉપર અહમ્નાં પડ જામે છે અને આવાં મલિન મન, બુદ્ધિ ભગવાનને સમર્પિત કરતી વખતે માણસ પ્રયત્ન પણ કરે તો તે ભગવાન સ્વીકારે ખરા? અને તેથી જ આપણા ભગવાનને મન, બુદ્ધિ આપવા પ્રયત્ન કરીએ છીએ, ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરીએ છીએ ત્યારે ચિત્ત પ્રભુમાં એકાગ્ર થતું નથી.
ચિત્ત એકાગ્ર
ન થવાનું કારણ
હકીકતમાં તો માણસનો સંબંધ પ્રભુ સાથે છે. પ્રકૃતિ અને તેના કાર્ય સાથે મનુષ્યનો સંબંધ કદી હતો જ નહીં, નથી અને રહેશે પણ નહીં. કારણ કે મનુષ્ય તો સાક્ષાત્ પરમાત્માનો અંશ છે તેથી તેનો પ્રકૃતિ સાથે
સંબંધ શી રીતે હોઈ શકે? તેથી મનુષ્યે મન, બુદ્ધિ ભગવાનનાં છે એમ સમજી ભગવાનને અર્પણ કરવાં જોઈએ. અને આ સમજણથી તેને અર્પણ કરવામાં આવશે તો નિ:સંદેહ ભગવાનની પ્રાપ્તિ થશે જ.
વાસ્તવમાં ભગવાનની પ્રાપ્તિ કરવાની છે જ નહીં. જે પ્રાપ્ય ન હોય તેની પ્રાપ્તિ કરવાની હોય. પરંતુ ભગવાન તો આપણા હૃદયમાં છે જ. પરંતુ પ્રાપ્તિની ભાવના એટલા માટે થાય છે કે આપણે સંસાર સાથે સંબંધ જોડવો છે તેથી ભગવાનને આપણે પ્રાપ્ત કરવા છે એ ભાવના થાય છે. જે નિત્ય પ્રાપ્ત છે તેનો અભાવ કેમ હોઈ શકે ? Courtesy: Parmanand Gandhi
ગર્ભાધાનથી સંસ્કાર સિંચન-માતૃત્વ શક્તિ
આજના આ
સમયમાં દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોએ આપણા નાના બાળકો અને યુવાનોમાં ખરાબ વિચાર અને
સંસ્કારોનું સિંચન કરીને આપણી ભારતીય સંસ્કૃતિની દશા બગાડી નાખેલ છે ત્યારે આવા
ખરાબ સંસ્કારો ઉપર કાબુ મેળવવા અને સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરવા એક
માત્ર માતામાં ભગવાને વિપુલ પ્રમાણમાં શક્તિઓ આપેલ છે તેનો આપણે જો યોગ્ય ઉપયોગ
કરી શકીએ તો તેની અસર સારા પ્રમાણમાં મળી શકે છે.
આ માટે હું , માતાઓ ગર્ભાધાનના સમયથી આવા સંસ્કારોનું
સિંચન કેવી રીતે કરી શકે તેનો આપને આપણા પવિત્ર ગ્રંથ ગીતાજીના આધારે આપને જીવ શું
છે ? અને આ જીવમાં વૃતિઓ કેવી રીતે અને
ક્યાંથી આવે છે તે બાબત ઉપર ધ્યાન દોરીશ.
"અનેક જન્મો નાં અંતે મનુષ્ય જન્મ આપણને
મળે છે પણ સર્વે જગ્યાએ વાસુદેવ છે તેવું
માનનાર
જ્ઞાની મહાત્માં મળવો દુર્લભ છે.’’ (ગીતાઃ૭/૧૯)
આપણને અનેક
જન્મોના જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે પણ મનુષ્ય અવતાર મળ્યા પછી દરેક જગ્યાએ
વાસુદેવ છે તેવું માનતા નથી. આપણા ગયા જન્મોના સારા કર્મોને લીધેજ આ જન્મ આપણને
મનુષ્યનો શ્રેષ્ઠ જન્મ મળેલ છે જેથી આ જન્મમાં આપણે સારા કર્મો કરીને આપણો આવતો જન્મ સુધારવાની તક
અને મોકો આપણને મળેલ છે તે તક ઝડપી લેવી જોઈએ આપણા તમામ કર્મો યજ્ઞ રૂપી ગણીને
આપણું કર્તવ્ય સમજીને કર્મ ભગવાનનું છે તેમ સમજી કરવું જોઈએ. આપણા કર્મ અને સંગ જ
આપણને સારી અને ખરાબ યોની તરફ લઇ જાય છે.
"અંતકાળે
જે જીવ મારૂ સ્મરણ કરતો શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂપને પામે છે તેમાં ક્યાંય
પણ
શંકાને સ્થાન નથી.’’ (ગીતાઃ૮/૫)
આઠમાં અધ્યાયના
પાંચમાં શ્લોકમા ભગવાન ઉપરોક્ત વાત કરતાં કહે છે કે માણસના અંત સમયે જે જીવ મારા
નામનું સ્મરણ કરતાં પોતાનું શરીર છોડે છે તે મારા સ્વરૂપને નિશ્ચિત પામે છે તેમાં
ક્યાંય પણ શંકા રાખવી નહિ આ મનુષ્ય અવતાર આપણને હવે પછી જન્મ સુધારવા માટે મળેલ છે
તે એક કર્મયોની છે અને તે સિવાયની તમામ યોનીઓ ભોગયોનીઓ છે ભગવાને કેટલી ઉદારતા
રાખી છે કે ગામે તેવો દુરાચારી ,પાપયોનીના
જન્મ વાળો કે અન્ય કોઈ પણ કે જે મનુષ્ય કર્મ કરતો હોય તે પણ મારા નામનું સ્મરણ અંત
સમયે કરી લે તો મારા સ્વરૂપને પામે છે .પણ દુઃખ એ વાતનું છે કે મનુષ્ય આ પણ કરી
શકતો નથી કારણકે પોતાનાં જીવન પર્યત જે જે કર્મો કરેલા હોય તે વૃતિઓને અધીન કરેલા
હોય છે અને તે અંત સમયે ભગવાનનું નામ લેવા માટે સમર્થ રહેતો નથી અને તેને કરેલા
કર્મો અનુસારની યોનીમાં તેની જીવ ચાલ્યો જાય છે અને પાપયોની તરફ મુકવો પડ્યો. આટલી
મોટી ઉદારતા ભગવાન આપણા માટે રાખે છે તેનું કારણ એ છે કે તેનું હવે પછીનું જીવન પણ
તેની વૃતિ અનુસાર રહેશે અને તે પછીનો જન્મ સુધારી શકતો નથી.
આપણે એ પણ
જાણતા નથી કે આપણો અંત સમય ક્યારે આવશે ? દરેક
વૃદ્ધ થશે ત્યારે અંત સમય આવશે તેવું આપણું માનવું ભૂલભરેલું છે વૃદ્ધાવસ્થામાં
આંખોની દ્રષ્ટી નહિ હોય,કાનની
શ્રાવણ શક્તિઓ નહિ હોય અને કોઈ પણ રોગથી આપણું શરીર પીડામાં હશે ત્યારે ભગવાનના
નામનું સ્મરણ કરવું અતિ દુષ્કર છે અને લગભગ અશક્ય છે. કોઈનો અકાળે અંત આવશે ત્યારે
ભગવાનનું નામ લેવાનો મોકો મળતો નથી.
આમ મરણાસન્ન
વ્યક્તિને આઠમો અધ્યાય સંભળાવવો જોઈએ, તેમના
સામે ભગવાનના ફોટોગ્રાફ મુકવા, ભજન
કરવા આમ કરતાં પીડા અનુભવતા જીવનું જો અનાયાસે ધ્યાન તેમાં જય તો પછીનો જન્મ સુધરી
જાય છે અને આપણને એક જીવની ગતિ સુધારવાનું શ્રેય મળે છે.
આગળ અર્જુન ભગવાનને પૂછે છે કેઃ "જે જીવ ભગવાનના નામનું સ્મરણ કરતો નથી તેવા જીવની ગતિ કેવી થાય છે ? ત્યારે ભગવાન તેને
જવાબ આપતા કહે છે..
"અંત કાળે મનુષ્ય જેવા ભાવનું સ્મરણ કરતો પોતાનો જીવ છોડી જાય છે તે તેવા ભાવને
જ પામે છે , કરણ કે
જીન્દગી આખી તેને આવા ભાવનું સ્મરણ કરેલું હોય છે.’’ (ગીતાઃ૮/૬)
આમ અંત કાળે
મનુષ્ય મારા નામનું સ્મરણ કરતો નથી પણ ત્યારે જે ભાવોનું ચિંતન કરે છે તેવા ભાવની
યોનીમાં તેનો જીવ ચાલ્યો જાય છે કેમ કે જીનગી આખી તેને તેવા ભાવનું જ સ્મરણ કરેલું
હોય છે આમ અંત કાળે તેને મારૂ નામ લેવું દુષ્કર છે અને તેના કર્મો અનુસારનો જીવ
પ્રાપ્ત કરે છે માણસની વૃતિઓ બદલવી લગભગ અશક્ય છે તેમ છતાં ભગવાને આટલી છૂટ આપી છે
કે આખી જીન્દગી ભલેને દુષ્કર્મ કર્યા હોય પણ અંત કાળે જો આ જીવ પોતાની વૃતિ
બદલવામાં સફળ થાય તો નવો જન્મ સુધરી જાય છે અને ભગવાને આટલી આપણું જીવન સુધારવાની
તક આપી છે.
જે જીવ પોતાનું શરીર છોડીને જાય છે પછી
તેને નવો અવતાર મળે છે એ વચ્ચેના સમયગાળામાં તે જીવ પોતાની વૃતિઓ બદલી શકતો નથી અને તેવી
સતા પણ આપવામાં આવી નથી.
આ સંસારમાં રોજ સનાતન અંશ પાંચ ઇન્દ્રિય અને છટ્ઠા મનને શરીર તરફ આકર્ષે છે અને શરીર માંથી છુટેલો જીવ બીજા શરીરમાં આવીને અગાઉના જીવની વૃતિઓને અનુરૂપ જીવન જીવવાનું શરૂ કરે છે, જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધ લઈને જાય છે તેમ જીવ પણ પોતાની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠા મનને લઈને જાય છે.તે નિશ્ચિત છે.
આ સંસારમાં રોજ સનાતન અંશ પાંચ ઇન્દ્રિય અને છટ્ઠા મનને શરીર તરફ આકર્ષે છે અને શરીર માંથી છુટેલો જીવ બીજા શરીરમાં આવીને અગાઉના જીવની વૃતિઓને અનુરૂપ જીવન જીવવાનું શરૂ કરે છે, જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધ લઈને જાય છે તેમ જીવ પણ પોતાની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠા મનને લઈને જાય છે.તે નિશ્ચિત છે.
આટલી ગીતા
આધારિત સમજણ મેળવીને ગીતા અધ્યાય
૭/૧૯ તરફ ધ્યાન કરતાં હવે આપણને મનુષ્ય અવતાર મળશે કે કેમ ? તેના તરફ આપણે વિચાર નાં કરતાં આપણી ગર્ભવતી માતાઓ એક
મનુષ્યને જન્મ આપશે તે નક્કી અને નિર્વિવાદ હકીકત
છે. અગાઉ સમજણ આપ્યા મુજબ ગીતા અધ્યાય ૮/૫ અને ૮/૬ મુજબની વૃતિઓને લઈને આવેલો જીવ આપણી ગર્ભવતી માતાઓના
ઉદરમાં આવેલ છે તે વાત પણ નક્કી જ છે આવા આવેલા જીવની વૃતિઓ અને કર્મો કેવા છે તે આપણે
જાણતા નથી પરંતુ સર્વે કર્મો અને વ્રુતિઓનો નાશ
કરનાર એક જ શક્તિ છે અને તે છે જ્ઞાન અને તે જ્ઞાન આપણે સગર્ભાવસ્થા દરમ્યાન આપણી માતાઓના ઉદરમાં જ આપી શકીએ છીએ.
જેવું અન્ન
તેવો ઓડકાર અને મન તેવા વિચાર આમ
સગર્ભા માતાએ પોતાનાં ઉદારમાં આવેલા જીવ માટે અને પ્રથમથી જ આપણા બાળકને જ્ઞાન પ્રદાન કરવા આપણી સગર્ભા માતાઓને
સારી જાતનો ખોરાક,ઉતમ પ્રકારના
પુસ્તકોનું વાંચન કરવું
સારા વક્તાઓના ભાષણો સંભાળવા, માતાએ
ક્રોધ ન કરવો તથા સવાર અને સાંજ એક થી બે
કિલોમીટર પગે ચાલવું જેથી માતાની ચયાપચયની ક્રિયાઓ એકદમ નિયમિત થતાં આપણા બાળકને પણ આવા પ્રકારનું શુદ્ધ
લોહી મળે જેથી તેની તંદુરસ્તી સારી રહે.આપણા બાળકોનો બુધીઆંક આપણે વધારી શકીએ તેમજ આપણા બાળકને
સારા સંસ્કારો તેના જન્મ બાદ આપવામાં આપણને
તકલીફો ન પડે અને આપનું બાળક સારા વિચારો અન બુદ્ધી લઈને અવતરે જેના લીધે તેનો મનુષ્ય જન્મ સુધરી જાય.
આપણા જીવનમાં
વિચારોનું મહત્વ વધુ છે અને આપણા મનમાં આવેલા તમામ વિચારોની અસર આપણા સમગ્ર શરીર
પર પડે છે જેમ કે ગુસ્સે થયેલા વ્યક્તિના કે ખુશીમાં હોય તેવા વ્યક્તિના મુખ ઉપરથી
આપણે તેના વિચારો જાણી જઈએ છીએ.તો આપણા વિચારો આપણા મન અને શરીર ઉપર આટલા અસર
કરતાં હોય તો ગર્ભસ્થ શિશુ ઉપર આના કરતાં પણ વધારે અસર કરે છે . તે ખુબ જ અગત્યની
બાબત છે અને દરેક માતાઓએ પોતાનાં વિચારો ઉમદા પ્રકારના રહે તેનું ધ્યાન રાખવું.
જન્મની સાથે
આવા પ્રકારના જ્ઞાનનું પ્રદાન ફક્ત માતૃશક્તિ જ કરી શકે છે. આમ આગલા જન્મની
ગમેતેવી વૃતિઓ લઈને આપણું બાળક આવે પણ તેને સારી દિશાઓ આપવાનું સાધન જ્ઞાન સીવાય કંઈ પણ નથી અને આવું આપેલું જ્ઞાન તેના જીવનમાં જરૂર નવી દિશાઓ
આપશે તેમાં ક્યાંય પણ સંકાને સ્થાન નથી અને એક જ્ઞાની અને સંત પ્રકારના ઈશ્વરીય
બાળકની ભેટ આપણે જરૂરથી સંસારને આપી શકીશું.... !! અસ્તુ !! Courtesy: premniyatra.blogspot.in
માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?
સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ
કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા
આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ
કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત
ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.
બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.
108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.
108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે. Courtesy: gujaratirocks.com
No comments:
Post a Comment