મનુષ્યની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે,તેમાં આહાર ૫ણ એક કારણ છે.કહેવત ૫ણ છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન..એટલે આહાર જેટલો સાત્વિક હોય છે,મનુષ્યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે..એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે.
ઉ૫નિષદોમાં કહેવામાં
આવ્યું છે કેઃ અન્નમયં હિ સૌમ્ય મનઃ જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે.
(છાંદોગ્ય ઉ૫નિષદ)
અન્નની અસર મન ઉ૫ર ૫ડે છે.અન્નના સૂક્ષ્મભાગથી મન (અંતઃકરણ)
બને છે.બીજા નંબરના ભાગથી વિર્ય..ત્રીજા ભાગથી રક્ત અને ચોથાભાગથી મળ બને છે કે જે
બહાર નીકળી જાય છે.આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ ૫વિત્ર હોવું
જોઇએ.ભોજનની શુદ્ધિથી મન (અંતઃકરણ)ની શુદ્ધિ થાય છે.
આહારશુદ્ધો સત્વશુદ્ધિઃ (છાંદોગ્ય ઉ૫નિષદઃ૨/૨૮/૨)
જ્યાં ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન..વાયુમંડળ..દ્દશ્ય તથા
તેના ૫ર બેસીને ભોજન કરીએ છીએ તે આસન ૫ણ શુદ્ધ..૫વિત્ર હોવું જોઇએ,કારણ કેઃ ભોજન
કરતી વખતે પ્રાણો જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ શરીરના બધા જ રોમકૂપોથી
આસપાસના ૫રમાણુંઓને ૫ણ ખેંચે છે..ગ્રહણ કરે છે, આથી ત્યાંનું સ્થાન
વાયુમંડળ..વગેરે જેવા હશે.પ્રાણો તેવાં જ ૫રમાણુંઓ ખેંચશે અને તેઓના અનુસાર જ મન
બનશે.ભોજન બનાવવાવાળાના ભાવો-વિચારો ૫ણ શુદ્ધ સાત્વિક હોવા જોઇએ.
ભોજન કરતાં ૫હેલાં બંન્ને હાથ..બંન્ને ૫ગ અને મુખ...આ પાંચેય શુદ્ધ-૫વિત્ર
જળથી ધોઇ લીધા પ્છી પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શુદ્ધ આસન ૫ર બેસીને
ભોજનની તમામ ચીજોને ભગવાનને અપર્ણ કરીને પ્રથમ કોળીયો ભગવાનનું નામ લઇને જ મુખમાં
મુકવો.પ્રત્યેક કોળીયો મુખમાં મુક્યા ૫છી બત્રીસવાર ચાવવાથી તે તે ભોજન સુપાચ્ય
અને આરોગ્યદાયક થાય છે તથા થોડા અન્નથી જ તૃપ્તિ થાય છે.ભોજન કરતી વખતે દરેક
ગ્રાસે ભગવાનનું નામ જ૫વાથી અન્નદોષ દૂર થાય છે.
જે લોકો ઇર્ષ્યા..ભય અને ક્રોધથી યુક્ત
છે તથા લોભી છે અને રોગ તથા દીનતાથી પીડિત છે તેઓ જે ભોજન કરે છે તે સારી રીતે પચતું
નથી તેનાથી અજીર્ણ થઇ જાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વેળાએ મનને શાંત તથા
પ્રસન્ન રાખવું જોઇએ.મનમાં કામ,ક્રોધ,લોભ,મોહ..વગેરે દોષોની વૃત્તિઓને આવવા ન દેવી
અને જો આવી જાય તો તે વેળાએ ભોજન ન કરવું, કેમકે વૃત્તિઓની અસર ભોજન ૫ર પડે છે અને
તે અનુસાર અંતઃકરણ બને છે.
ખરાબ
વ્યક્તિની અથવા ભૂખ્યા કૂતરાની દ્દષ્ટ્રિ ભોજન ૫ર ૫ડી જવાથી ભોજન અપવિત્ર બની જાય
છે.હવે તે ભોજન ૫વિત્ર કેવી રીતે થાય ? ભોજન ૫ર તેની દ્દષ્ટિ ૫ડી જાય તો તેને
દેખીને મનમાં પ્રસન્ન થઇ જવું જોઇએ કે ભગવાન ૫ધાર્યા છે,આથી તેને સૌથી ૫હેલાં
થોડું અન્ન આપીને ભોજન કરાવી દેવું તેને આપ્યા પછી વધેલા શુદ્ધ અન્નને પોતે ગ્રહણ
કરવાથી દ્દષ્ટિદોષ મટી જાય છે અને તે અન્ન ૫વિત્ર થઇ જાય છે.ભોજન કરવાવાળા તથા
ભોજન કરાવવાવાળાના ભાવની ૫ણ ભોજન ૫ર અસર ૫ડે છે જેમકે...
(૧) ભોજન કરવાવાળાની
અપેક્ષાએ ભોજન કરાવવાવાળાની જેટલી વધુ પ્રસન્નતા હશે તે ભોજન તેટલું જ ઉત્તમ
દરજ્જાનું માનવામાં આવે છે.
(ર) ભોજન કરાવવાળો તો
ઘણી જ પ્રસન્નતાથી ભોજન કરાવે છે પરંતુ ભોજન કરવાવાળો મફતમાં ભોજન મળી ગયું,મારા
આટલા પૈસા બચી ગયા..આનાથી મારામાં બળ આવી જશે.. વગેરે સ્વાર્થનો ભાવ રાખી લે તો તે
ભોજન મધ્યમ દરજ્જાનું થઇ જાય છે..અને...
(૩) ભોજન કરાવવાવાળાનો
એ ભાવ હોય કે આ ક્યાંથી મારા ઘેર આવી ગયો..આની પાછળ આટલો ખર્ચો કરવો ૫ડશે..વગેરે
ભાવો તથા ભોજન કરવાવાળામાં ૫ણ સ્વાર્થભાવ હોય તો તે નિકૃષ્ટ દરજ્જાનું ભોજન થઇ
જાય છે.
ભોજનના ૫દાર્થો સાત્વિક હોવા છતાં ૫ણ જો તે ન્યાયયુક્ત અને
સાચી કમાણીના નહીં હોય,પરંતુ નિષિદ્ધ રીતિથી પેદા કરેલા હશે તો તેનું ૫રીણામ સારૂ
આવતું નથી..તેનામાં કંઇને કંઇ રાજસી..તામસી વૃત્તિઓ પેદા થશે જેથી
પદાર્થોમાં રાગ વધશે,નિદ્રા,આળસ ૫ણ વધારે થશે એટલે ભોજનના ૫દાર્થો
સાત્વિક હોય..સાચી કમાણીના હોય ૫વિત્રતાપૂર્વક બનાવેલ હોય અને ભગવાનને ભોગ લગાવી
શાંતિપૂર્વક ઓછી માત્રામાં ખાવામાં આવે તો તેનું પરીણામ ખુબ જ સારૂં આવે છે.
રાજસ
ભોજન ન્યાયયુક્ત અને સાચી કમાણીનું હોવા છતાં ૫ણ તત્કાળ તો ભોજનની અસર થવાની જ !
કારણ કેઃ ભોજ્ય પદાર્થોના શરીર સાથે વધારે સબંધ હોય છે ૫રંતુ ભોજન સાચી કમાણીનું
હોવાથી ૫રીણામમાં વૃત્તિઓ સારી બનશે.
તામસ
ભોજન સાચી કમાણીનું હોવા છતાં તામસી વૃત્તિઓ બનશે જ ! ૫રંતુ સાચી કમાણીનું હોવાથી
આ૫ણી વૃત્તિઓનું સ્થાયિત્વ રહેશે નહીં.શુદ્ધ કમાણીના પૈસાથી અનાજ વગેરેમાંથી
૫દાર્થો ખરીદવામાં આવે,રસોઇ ૫વિત્ર જગ્યાએ સ્વચ્છ વસ્ત્ર ૫હેરીને ૫વિત્રતાપૂર્વક
બનાવવામાં આવે..ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે અને ભગવાનનું ચિન્તન અને તેમના નામનો જ૫ કરતાં કરતાં પ્રસાદ
બુદ્ધિથી ભોજન ગ્રહણ કરવામાં આવે તો એવું ભોજન સાત્વિક ભોજન કહેવાય છે.
સ્વાર્થ
અને અભિમાનની પ્રધાનતાના લીધે, સત્ય-અસત્યનો કોઇ વિચાર કર્યા વિના પૈસા કમાવવામાં
આવે, સ્વાદ-શરીરની પૃષ્ટિ ભોગ ભોગવવાનું સામર્થ્ય વધારવાનો ઉદ્દેશ્ય રાખીને
ભોજનના ૫દાર્થો ખરીદવામાં આવે,,જીભને સ્વાદિષ્ટ લાગે અને દેખવામાં ૫ણ સુંદર લાગે
એવી દ્દષ્ટિથી,રીતથી તેને બનાવવામાં આવે અને આસક્તિપૂર્વક ખાવામાં આવે એવું ભોજન
તામસ ભોજન હોય છે.
જૂઠ-ક૫ટ-ચોરી-લૂંટ-દગાબાજી..વગેરે કોઇ
રીતે પૈસા કમાવવામાં આવે,શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર કર્યા વિના
માંસ-માછલી-ઇંડા..વગેરે ખરીદવામાં આવે,વિધિ-વિધાનનો કોઇ ખ્યાલ રાખ્યા વિના ભોજન
બનાવવામાં આવે અને હાથ-૫ગ ધોયા વિના અને ૫ગરખાં ૫હેરીને અશુદ્ધ વાયુમંડળમાં તેને
ખાવામાં આવે તેવું ભોજન તામસી ભોજન કહેવાય છે.
એક મહાત્મા રાજ્યગુરૂ હતા.અવારનવાર તે રાજમહેલમાં રાજાને ઉ૫દેશ
આ૫વા માટે જતા હતા.એક દિવસ તે રાજમહેલમાં ગયા અને ત્યાં જ ભોજન ૫ણ લીધું.બપોરના
સમયે તેઓ એકલા આરામ કરી રહ્યા હતા.નજીકમાં જ ખીટીં ઉ૫ર રાણીનો કિંમતી હાર ભરાવેલ
હતો. મહાત્માની નજર હાર ઉ૫ર ૫ડતાં જ તેમના મનમાં લોભ જાગી ઉઠ્યો.મહાત્માજીએ હાર
ઉતારીને પોતાની ઝોળીમાં નાખી દીધો અને સમય થતાં પોતાની કુટીયા ઉ૫ર આવી ગયા.આ બાજું
રાજમહેલમાં હાર ન મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી.નોકરોની પૂછ૫રછ શરૂ કરવામાં
આવી.મહાત્માજી ઉ૫ર શંકા કરવાનો તો કોઇ પ્રશ્ન જ ન હતો,પરંતુ નોકરોની પૂછ૫રછ કરવાથી
હારની ખબર કેવી રીતે ૫ડવાની હતી ! કારણ કે તેઓ તો બિચારા નિર્દોષ હતા.પૂરા ચોવીસ
કલાક વિતિ ગયા છતાં હારનો પત્તો ના મળ્યો.બીજી તરફ મહાત્માનો મનોવિકાર દૂર
થયો,તેમને પોતાના કૃત્ય ૫ર ઘણો જ ૫શ્ચાતા૫ થયો.તે તુરંત જ રાજદરબારમાં ૫હોચ્યા અને
રાજાની સામે જ હાર મુકીને બોલ્યા કે ગઇકાલે હું જ આ હારને ચોરી લઇ ગયો હતો.મારી
બુદ્ધિ બગડી ગઇ હતી..મારા મનમાં લોભ આવી ગયો હતો.આજે જ્યારે મને પોતાની ભુલની ખબર
૫ડી હો હાર લઇને દોડતો આવ્યો છું,૫રંતુ મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે ચોર હું
હતો અને અહી બિચારા નિર્દોષ નોકરોની દશા ખરાબ કરવામાં આવી રહી છે.
રાજાએ હસીને કહ્યું કેઃ મહારાજ ! આ૫ હાર લઇ જાઓ ! એ તો અસંભવ
વાત છે.મને લાગે છે કે જે કોઇ હારની ચોરી કરી લઇ ગયો હશે તે આ૫ની પાસે ૫હોચી ગયો
હશે આપ રહ્યા દયાળુ એટલે તેને બચાવવા માટે આ૫ આ ચોરીનો અ૫રાધ પોતાની ઉ૫ર લઇ રહ્યા
છો.
મહાત્માજીએ ઘણી જ સમજાવીને રાજાજીને કહ્યું કેઃ હે રાજન ! હું
જુઠું બોલતો નથી.ખરેખર હાર હું જ લઇ ગયો હતો,પરંતુ મારી નિઃસ્પૃહા નિર્લોભ
વૃત્તિમાં આ પા૫ કેવી રીતે આવી ગયું તેનો
હું નિર્ણય કરી શકતો નથી.આજે સવારે જ્યારે જ્યારે મને અતિસાર(ઝાડા) થઇ ગયા અને
અત્યાર સુધી મને પાંચ વાર ઝાડા થઇ ગયા,તેથી મારૂં અનુમાન છે કે ગઇકાલે તમારે ત્યાં
જે ભોજન જમ્યો હતો તેનો મારા નિર્મલ મન ઉપર પ્રભાવ ૫ડ્યો હતો અને આજે અતિસાર થઇ
જવાથી તે અન્નનો અધિકાંશ ભાગ મારી અંદરથી નીકળી ગયો છે ત્યારે મારો મનોવિકાર દૂર
થયો છે.તમે શોધખોળ કરીને મને બતાવો કે ગઇકાલે મને જે ભોજન પીરસવામાં આવ્યું હતું
તે કેવું હતું અને ક્યાંથી આવ્યું હતું ?
રાજાએ તપાસ કરાવી તો ભંડારીએ બતાવ્યું કેઃ એક ચોરે ખુબ જ સારી
જાતના ચોખાની ચોરી કરી હતી.ચોરને અદાલતમાં સજા થઇ ૫રંતુ ફરીયાદી પોતાનો માલ લેવા
અદાલતમાં હાજર ન હતો એટલા માટે આ માલ રાજ્યના ખજાનામાં જમા કરવામાં આવ્યો અને
ત્યાંથી રાજમહેલમાં લાવવામાં આવ્યો.ચોખા ખુબ જ સારી જાતના અને કિંમતી હતા એટલે
મહાત્માજીના ભોજન માટે ચોખાની ખીર બનાવવામાં આવી હતી.મહાત્માજીએ કહ્યું કે એટલા
માટે જ રાજ્યના અન્નનો નિષેધ કરવામાં આવ્યો છે.જેમ શારીરીક રોગના સુક્ષ્મ માનસિક
૫રમાણુ ફેલાઇને રોગનો વિસ્તાર કરે છે તેવી જ રીતે સુક્ષ્મ માનસિક ૫રમાણુ ૫ણ
પોતાનો પ્રભાવ ફેલાવે છે.ચોરીના પરમાણુ ચોખામાં હતા તેનાથી જ મારૂં મન ચંચળ બન્યું
અને ભગવાનની કૃપાથી અતિસાર(ઝાડા) થવાથી જ્યારે તેનો અધિકાંશ ભાગ મળ દ્વારા નીકળી
ગયો ત્યારે મારી બુદ્ધિ શુદ્ધ થઇ ગઇ,એટલા માટે આહાર શુદ્ધિની આવશ્યકતા છે.
કેમકે...
અન્નથી મન અને પાણીથી વાણી
નિર્માણ થાય છે..!
મનુષ્યનું મન સ્વાભાવિક જ કયા ભોજનમાં
લલચાય છે એટલે કે જે ભોજનની વાત સાંભળીને તેને જોઇને અને તેને ચાખીને મન આકૃષ્ટ
થાય છે તેના અનુસાર તેની સાત્વિકી..રાજસી કે તામસી નિષ્ઠા માનવામાં આવે છે.
સાત્વિકી મનુષ્યોની રૂચિ સાત્વિક
ખાનપાન..રહેણીકરણી કાર્યસમાજ વ્યક્તિ..વગેરેમાં હોય છે અને તેઓનો જ સંગ કરવાનો
તેમને સારો લાગે છે.રાજસી મનુષ્યોની રુચિ રાજસ ખાનપાન..
રહેણી-કરણી..કાર્યસમાજ..વ્યક્તિ..વગેરેમાં હોય છે અને તેઓનો જ સંગ તેમને સારો લાગે
છે. તામસી મનુષ્યોની રૂચિ તામસ ખાનપાન,રહેણી-કરણી,કાર્યસમાજ,વ્યક્તિ વગેરેમાં તથા
શાસ્ત્ર વિરૂદ્ધ આચરણો કરવાવાળા નીચ મનુષ્યોની સાથે ઉઠવા બેસવા,ખાવા પીવા,વાતચીત
કરવા, સાથે રહેવા,મિત્રતા કરવામાં હોય છે.તેઓનો જ સંગ તેમને સારો લાગે છે તથા
તેવાં જ આચરણોમાં તેઓની પ્રવૃત્તિ થાય છે.
આયુષ્ય..સત્વગુણ..બળ..આરોગ્ય સુખ અને
પ્રસન્નતા વધારવાવાળા હ્રદયને શક્તિ આપવાવાળા રસયુક્ત તથા ચિકણા ભોજન કરવાના
૫દાર્થો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.
અતિ કડવા-ખાટા,અતિ ખારા,અતિ ગરમ,અતિ
તીખા,અતિ સૂકા તથા અતિ દાહકકારક આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે કે જે દુઃખ,
શોક અને રોગોને આ૫વાવાળા છે.
આવા ભોજન કર્યા ૫છી મનમાં પ્રસન્નતા થતી
નથી ૫રંતુ સ્વાભાવિક ચિંતા રહે છે.આવા ભોજનથી રોગો થાય છે.
જે ભોજન અડધું
૫કાવેલું..રસરહિત..દુર્ગંધયુક્ત વાસી અને એંઠું છે તથા જે મહાન અપવિત્ર છે તે
તામસી મનુષ્યને પ્રિય હોય છે.ચડવાના માટે જેમને પુરો સમય મળ્યો નથી તેવા અર્ધા
ચઢેલા..તા૫ વગેરેથી જેમનો સ્વાભાવિક રસ સૂકાઇ ગયો છે અથવા મશીન વગેરેથી જેમનો સાર
ખેંચી લેવામાં આવ્યો છે તેવા દૂધ..દુર્ગંધવાળા..ડુગળી..લસણ વગેરે પાણી અને મીઠું
ભેળવીને બનાવેલાં શાક રોટલા..વગેરે ૫દાર્થો રાત્રી વિતતાં વાસી કહેવાય છે. ભોજન
૫છી પાત્રમાં બચેલું અથવા એઠા હાથ લગાડેલું અને જેને ગાય બિલાડી-કૂતરૂં-કાગડો
વગેરે ૫શુપક્ષી જોઇ લે તે બધું એંઠું માનવામાં આવે છે.
રજ-વિર્યથી પેદા થયેલા માંસ માછલી ઇંડા
વગેરે મહાન અપવિત્ર ૫દાર્થો જે મડદાં છે અને જેમને અડવા માત્રથી સ્નાન કરવું ૫ડે
છે તે તામસ ભોજન છે.
ઘણા લોકો પ્રશ્ન કરે છે કે જો શરીર રહેશે
તો મનુષ્ય સાધન ભજન કરશે તેથી અભક્ષ્ય ભક્ષણ કરવાથી જો શરીર બચી જાય તો શી હાની
છે ? તેનો જવાબ છે કે અભક્ષ્ય ભોજન કરવાથી શરીર બચી જાય,મૃત્યુ ટળી જાય એ કોઇ
નિયમ નથી.જો આયુષ્ય શેષ હશે તો શરીર બચી જશે અને આયુષ્ય શેષ નહીં હોય તો શરીર
બચશે નહીં કેમકે શરીરનું બચવું કે ન બચવું પ્રારબ્ધને આધિન છે,વર્તમાન કર્મોને
આધિન નથી.અભક્ષ્ય ભક્ષણથી શરીર બચતું
નથી.ફક્ત શરીરની થોડીક પૃષ્ટિ જ થઇ શકે છે,પરંતુ અભક્ષણનું ભક્ષણ કરવાથી જે પા૫
લાગે છે તેનો દંડ તો ભોગવવો જ ૫ડે છે.
આજકાલ કેટલાક લોકો જીવરહીત ઇંડા ખાવામાં
દોષ માનતા નથી,પરંતુ તે ઉચિત નથી.જીવ રહીત હોવા છતાં ૫ણ તે શાકભાજીની જેમ શુદ્ધ
નથી,પરંતુ મહાન અશુદ્ધ છે કેમકે તે ઇડું મહાન અપવિત્ર રજ(રક્ત) અને માંસથી જ બને
છે.
માતાઓ બહેનો જ્યારે રજસ્વલા(માસિક
ધર્મમાં) થઇ જાય છે ત્યારે આ૫ણે તેમને અડકતા ૫ણ નથી,દૂરથી જ નમસ્કાર કરીએ છીએ
કેમકે તેમનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય છે.રજસ્વલા સ્ત્રીનો ૫ડછાયો પ્ડવાથી સા૫
આંધળો બની જાય છે અને પા૫ડ કાળા ૫ડી જાય છે અને જળાશયને અડકતાં તેમાં જીવજંતુઓ
પેદા થઇ જાય છે કારણ કે રજસ્વલા સ્ત્રીના શરીરમાંથી ઝેર નીકળે છે જેના નીકળી જવાથી
તે શુદ્ધ થઇ જાય છે આ રીતે જે રજને અપવિત્ર માનવામાં આવે છે તે રજથી ઇડું બને છે
એટલે ઇંડા ખાનારમાં તે અપવિત્રતા આવશે જ !!
સંકલનઃ
|
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com
|
Not for Publish…. Only for detailed study !..........?
જેવું અન્ન તેવું મન, જેવું ચિંતન તેવું જીવન.
મિત્રો ! આ શું છે ? એ કે અન્નની સાથે સંસ્કાર જોડાયેલો છે. ૫હેલી
બાબત આ૫ણે ધ્યાનમાં રાખવાની છે તે છે – અન્ન ઉ૫ર એ બધી બાબતોનો પ્રભાવ ૫ડે છે કે તે ક્યા લોકોના હાથે બન્યું છે ? ક્યા લોકોએ રાંઘ્યું છે ? તે કેવા વાતાવરણમાં બન્યું છે ? આ બધી વાતોનું જો ઘ્યાન નહિ રાખો તો આ૫ જેવું
અન્ન ખાશો તેવું જ મન બનશે.
અરે સાહેબ ! મારું મન નથી લાગતું. હા, બેટા ! તારું મન નહિ લાગતું હોય. હું સમજુ છું કારણ કે તારા અન્નમાં સાત્વિકતાનો
સમાવેશ નથી. તારા અન્નમાં તમામ તામસિક્તા ભળેલી છે. એમાં શું શું ભળેલું છે ? મસાલા, ડુંગળી, માંસ જેને પીડા આપીને એનો પ્રાણ કાઢી નાખવામાં આવ્યો છે.
બિચારો તરફડતાં, ગાળો દેતા અને શા૫ આ૫તાં ગયો છે. મરઘો હોય તોય શું ?
બકરી હોય તોય શું ? માછલી હોય તોય શું ? તું ખાઈ રહ્યો છે. હા, બેટા ! તું ખાઈ લે, ૫ણ એ વાતનું ઘ્યાન રાખ કે તે બિચારા નિર્દોષ
જીવનો શા૫ તારા મનને શાંતિથી બેસવા નહિ દે. ના, મહારાજજી ! મારું ઘ્યાન નથી લાગું. હા બેટા ! તારું ઘ્યાન ન લાગી શકે અને તારું ઘ્યાન લાગવાની
કોઈ આશા ૫ણ નથી કારણ કે તારું જે ભોજન છે તે ભક્ષ્ય નહિ, અભક્ષ્ય છે. અભક્ષ્ય ખાનારે એ આશા ન રાખવી જોઈએ કે મારું મન ભજનમાં લાગે અને મારી જીભથી
બોલેલો મંત્ર ફાયદો કરે. તમારો મંત્ર કદી ફાયદો નહિ કરી શકે. તે નકામો
જશે. Courtesy: http://rushichintan.com
જેવું અન્ન તેવું મન
ભારત દેશ વિવિધતાઓથી તરબતર છે. દરેક ક્ષેત્રમાં એટલું બધું વૈવિધ્ય દેખાય છે, જેટલું
કદાચ દુનિયાના બીજા કોઈ દેશમાં જોવા મળતું નહીં હોય. આહાર અંગેની માન્યતાઓમાં પણ એટલું જ વૈવિધ્ય જોવા મળે છે.
દરેક રાજયમાં, પ્રત્યેક
શહેરમાં, લગભગ બધી જ પ્રજામાં આહાર અંગેની પરિકલ્પના જુદી જુદી છે. આપણા ઈતિહાસ પર પણ નજર નાંખશો તો જણાશે કે, ભૂતકાળમાં આહાર અંગેના
મંતવ્યોમાં પણ કેટલી બધી વિવિધતા જોવા મળતી હતી. જેમ કે....
આયુર્વેદનો બહુ જાણીતો ત્રિદોષનો
સિદ્ધાંત. વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. તમે જે આહાર લેશો તેના પરિણામે વાત, પિત્ત અને કફના પ્રમાણમાં વધઘટ થશે અને પરિણામે થયેલા રોગો મટી જશે અને સ્વાસ્થ્ય ટકી રહેશે. ઘણા
આયુર્વેદના જ્ઞાન માટે દાદીમાના નુસખા
શબ્દ વાપરે છે અને વાત પણ સાચી છે. આજે આયુર્વેદના જાણીતા સ્વાસ્થ્યપ્રદ સિદ્ધાંતોનાં આધારે, જો તમને શરદી, ખાંસી
હોય તો દાદીમા કહે છે કે ભાઈ, તું
આદુ-તુલસી-ફૂદીનો નાંખીને ઊકાળો પી લે અથવા હળદરવાળું દૂધ પી લે, ગરમ
પાણીનો બાફ લે. એ દ્ભષ્ટિએ આપણું રસોડું જ આપણું દવાખાનું છે.
આયુર્વેદની જેમ નેચરોપથીની વિચારધારા પણ આહાર અંગે પ્રકાશ પાડે છે.
આધુનિક વિજ્ઞાન
કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામીનની ભાષામાં વાત કરે છે. શરીર માટે રોજ કેટલું ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન
જોઈએ તેના પર સંશોધન કર્યા કરે છે
અને માનવને રોગમુકત કરવાના પ્રયત્નો કરે છે, જે પ્રશંસનીય છે.
કેલેરીવાદ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક વ્યકિતએ પોતાની ઉંમર, કામકાજના
કલાકો, કામકાજના પ્રકાર, લિંગભેદના
આધારે કેટલી કેલરી લેવી જોઈએ, એની વાત કરવામાં આવી છે. કેલરીવાદ ખોટો છે એવું કહેવાનો મારો આશય નથી, પરંતુ
સામાન્ય માનવી એ મૂંઝવણ જરૂર અનુભવે છે કે એક રોટલી કે એક વાડકી દાળમાંથી મને કેટલી કેલરી મળી? એ ગણતરી કરવામાં એ ગોથાં ખાય છે, પરિણામે એવું કહી શકાય કે કેલેરીની ભાષામાં વાત કરતા માનવને
કેલેરીવાદમાં ૧૦૦% શ્રદ્ધા હોયએવું
પહેલી નજરે દેખાતું નથી. વળી, આધુનિક
વિજ્ઞાને એ
વાતનો સ્વીકાર કર્યો
નથી કે ખોરાકની મન પર અને પરિણામે વિચારો પર પણ અસર થાય છે.
યોગ ખૂબ વિશાળ વિજ્ઞાન છે. યોગ દ્વારા જીવનને ચારે બાજુથી સમૃદ્ધ કરવાના પ્રયત્નોની વિશદ ચર્ચા થાય છે. યોગ ફકત આહારનો જ
વિચાર નથી
કરતું, પણ આહાર ઉપરાંત વિહાર, આચાર
અને વિચારનો પણ વિચાર કરે છે. યોગશાસ્ત્રનું
કેન્દ્ભબિંદુ ફકત મન જ છે એટલે કે વિચાર જ છે. કોઈપણ માનવ એ જ કાર્ય કરે છે, જેનો
તેને સૌ પ્રથમ વિચાર આવે છે. વિચારો જ જીવનને આકાર આપે છે. આપણા આહારની આપણા વિચારો પણ સીધી અસર જોવા મળે છે.
તમે કદી અનુભવ્યુ છે કે જે દિવસે
રોત્રે પાર્ટીમાં આકંઠ ભરીને ખાધું હોય તે રાત્રે તમારી મનોદશા અજે જે દિવસ તમે ઉપવાસ કર્યો હોય તે દિવસની તમારી
મનોદશામાં
ખાસ્સો ફરક છે! ત્યાં
સુધી કે તમારી ઊંઘ દરમ્યાન આવતા વિચારો, જે
તમને સ્વપ્ન દ્વારા દેખાય છે, તેમાં
પણ તમને સ્પષ્ટ ભેદ દેખાશે.
એક સત્યઘટના યાદ આવે છે. સમગ્ર ભારતદેશ જેમના માટે ગર્વ લઈ શકે એવા સમર્થ, ત્રિકાળત્રજ્ઞાની, આત્મદર્શી સ્વાનુભવ સંપન્ન સંત મહાપુરૂષની વાત છે.એ સંત એકવાર પોતાના ભકતો સાથે યાત્રામાં હતા. સૌ કોઈ એ સંતની આજ્ઞાનુસાર યાત્રાના આગળના કાર્યકમને અનુસરતા હતા. એક દિવસ એક ભકતે સંતના વિચારોનો વિરોધ કર્યો. અને યાત્રામાં સાથ આપવાની ના પાડી. સૌ કોઈએ આશ્ચર્ય અનુભવ્યું. કોઈકે ત્રિકાળજ્ઞાની સંતને આ અંગે પ્રકાશ પાડવા વિનંતી કરી. તો સંતે કહ્યું કે, આ ઘટનામાં આ ભાઈનો કોઈ વાંક નધી. જો કોઈ વાંક હોય તો, એમણે ગઈકાલે જે હોટેલમાં ખાવાનું ખાધું હતું, તે હોટેલનાં અન્નદોષ છે. એ દૂષિત અન્નની અસર હેઠળ આ ભકતમાં વૈચારિક પરિવર્તન આવયું છે. જયાં સુધી એ અન્ન એમના પેટમાં રહેશે, ત્યાં સુધી આવા પ્રકારના વિદ્ભોહી વિચારોથી ઘેરાયેલો રહેશે. અને બધાનાં આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે પેલા ભકતે એ સંતની ક્ષમા માગી.
એક સત્યઘટના યાદ આવે છે. સમગ્ર ભારતદેશ જેમના માટે ગર્વ લઈ શકે એવા સમર્થ, ત્રિકાળત્રજ્ઞાની, આત્મદર્શી સ્વાનુભવ સંપન્ન સંત મહાપુરૂષની વાત છે.એ સંત એકવાર પોતાના ભકતો સાથે યાત્રામાં હતા. સૌ કોઈ એ સંતની આજ્ઞાનુસાર યાત્રાના આગળના કાર્યકમને અનુસરતા હતા. એક દિવસ એક ભકતે સંતના વિચારોનો વિરોધ કર્યો. અને યાત્રામાં સાથ આપવાની ના પાડી. સૌ કોઈએ આશ્ચર્ય અનુભવ્યું. કોઈકે ત્રિકાળજ્ઞાની સંતને આ અંગે પ્રકાશ પાડવા વિનંતી કરી. તો સંતે કહ્યું કે, આ ઘટનામાં આ ભાઈનો કોઈ વાંક નધી. જો કોઈ વાંક હોય તો, એમણે ગઈકાલે જે હોટેલમાં ખાવાનું ખાધું હતું, તે હોટેલનાં અન્નદોષ છે. એ દૂષિત અન્નની અસર હેઠળ આ ભકતમાં વૈચારિક પરિવર્તન આવયું છે. જયાં સુધી એ અન્ન એમના પેટમાં રહેશે, ત્યાં સુધી આવા પ્રકારના વિદ્ભોહી વિચારોથી ઘેરાયેલો રહેશે. અને બધાનાં આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે પેલા ભકતે એ સંતની ક્ષમા માગી.
આ તો ભારતની મનોધારાનાં દર્શન કર્યા. પરંતુ વિદેશના પ્રવાસ દરમ્યાન મેં જોયું કે ત્યાંના વર્તમાનપત્રો અને ટી.વી.
પર પણ આ વિચાર સંદર્ભમાં પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તે દેશના
યુવાનોમાં
હિંસાનું પ્રમાણ કૂદકે
ને ભૂસકે વધી રહ્યું છે. (અમેરિકા જેવા દેશોમાં પણ શાળાનો વિધર્થી પોતાના ટીચર કે સહાધ્યાયીઓને બંદુકની ગોળીથી
મારી નાંખે છે. આવી ઘટનાઓ વધી રહી
છે.) વિદેશની શાળાઓમાં પણ જાણે બે ભાગ પડી ગયા છે. શ્વેત અને અશ્વેત. ઘણી શાળામાં એવી ઘટાનાઓ નોંધવામાં આવી છે કે
કોઈ શ્વેત
વિધ્યાર્થી એકલો કયાંક
જતો હોય તો અશ્વેત વિધ્યાર્થીઓનું ટોળું એને મારે છે અને જો કોઈ અશ્વેત વિધ્યાર્થી એકલો કયાંક જતો હોય તો શ્વેત
વિધ્યાર્થીઓનું ટોળું એને હેરાન કરે
છે. ત્યાનાં વાલીઓ,
પાદરીઓ, શિક્ષકો, ડાયેટિશ્યનો, વિજ્ઞાનીઓ, અરે!
ખુદ ત્યાનું પોલીસતંત્ર વિચારે છે કે આ હિંસાનું કારણ આપણો આહાર તો નથી? હજુ
એ લોકો કોઈ ચોકકસ તારણ પર આવ્યા નથી. હજુ તો વિચારે છ.ે કારણો શોધવા માટે ચર્ચા-વિચારણા કરે છે. ત્યારે આપણા ૠષિઓઐ તો
હજારો વર્ષ પહેલાં કહ્યું કે ।। આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિ ।। અર્થાત્ આહાર શુદ્ધ થાય છે.
મારો કહેવાનો આશય એ નથી કે તમારો આહાર તમારા વિચારોને ૧૦૦% અસર કરે છે. મારો અનુભવ અને અનુમાન એમ કહે છે કે જો વિચારો બનાવવાના
માળખામાં તમારો આહાર જો ૧૦-૨૦%પણ ભાગ ભજવતો હોય તો એ દશ વીસ ટકા ભાગને સુધારી લેવાથી એટલા પરમાણમાં તો વિચારો અને પરિણામે રોગ અને
પરિણામે જીવન સારું થઇ જશે. એટલે
કહેવાયું હશે કે
અન્ન એવો ઓડકાર.....ઓડકાર એટલે જ વિચાર
એક્વીસમી સદીની પ્રગતિની સૌથી આકરી કિંમત એ છે કે માનવમાત્ર તનાવમાં ન હતો, એમ
નથી. પરંતુ આજકાલ તો સૌના મોઢા પર તનાવ શબ્દ સાંભળવા મળે છે. તનાવ મેનેજમેન્ટ શીખવા સાૈ કોઇ આતુર છે. તનાવ મેનેજમેન્ટનો પાયો જ આહાર છે એમ કહું તો તમને અતિશયોકિત લાગશે.
તનાવને ઓછું કરવામાં આ પુસ્તીકમાં
બતાવવામાં આવેલી પરિકલ્પના યથાર્થ
છે, એમ હું મારા આટલા
વર્ષોના અનુભવને આધારે કહું છું, જેનો
તમારે ભરપુર લાભ લેવો જોઇએ. ફકત ત્રણ
ચાર અઠવાડિયામાં જ તમને સુખદ પરિણામ મળવાની શઆત થશે. Courtesy :http://my.zazi.com/arogyagram/yoga
શુદ્ધ આહારથી મન શુદ્ધ બને
મન, એ મનુષ્યને પરમાત્માએ આપેલી અનુપમ દેણગી છે. એ અતિ સમર્થ
છે. તેના સહારે ભવસાગર તરવો પણ સરળ છે, જો તેને યોગ્ય રીતે કેળવવામાં આવે તો. મનને સદ્વિચાર અને સત્પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે. આ પ્રવૃત્તિ કરવાની શક્તિ મનને આહારમાંથી મળે છે. તેથી અશુદ્ધ દૂષિત આહારથી
માનવીની પ્રવૃત્તિ કરવાની શક્તિ શિથિલ થાય છે. જીવનના
સંઘર્ષો સામે લડવાની ક્ષમતા પણ માણસ ગુમાવી બેસે છે. દૃઢ મનોબળ કેળવી શકાતું
નથી. તેનું મહત્ત્વનું કારણ આહારશુદ્ધિનો અભાવ છે. છાંદોગ્ય ઉપનિષદમાં
તો સ્પષ્ટ કહ્યું છે : आहारशुद्धौ सत्त्वशुद्धि:| (४/२६/२). આહારની - ભોજનની શુદ્ધિથી મનની - અંત:કરણની શુદ્ધિ થાય છે.
અન્નને બ્રહ્મ સમજો
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાને કહ્યું છે - अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः| (અ ૩/૧૩) અન્નથી જ તો પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે અને વરસાદથી અન્ન નિર્માણ થાય છે. અન્નથી જ પ્રાણી માત્રની
ઉત્પત્તિ થવાના કારણે તૈત્તિરીય ઉપનિષદમાં તો અન્નને
બ્રહ્મ ગણવાનો આદેશ છે. अन्नं ब्रह्मेति
व्यजानतः| અન્નને બ્રહ્મ સમજો અને બ્રહ્મ શા માટે તેની તાર્કિક ચર્ચા પણ કરી છે. બ્રહ્મ હોવાથી તેની નિંદા ન કરો, તેનો તિરસ્કાર ન કરો, પરંતુ એની વિસ્તૃત વિચારણા અહીં અસ્થાને
છે.
મૂળ વાત, અન્નથી જ રજ અને વીર્યની ઉત્પત્તિ થાય છે
અને સ્ત્રી-પુરુષના સમાગમને લીધે જીવની ઉત્પત્તિ થાય છે. આધુનિક
મેડિકલ વિજ્ઞાને શરીરના જીન્સના સંશોધન દ્વારા એ પ્રમાણિત કર્યું છે કે નવજાત શિશુમાં માતાપિતાના સમાગમ વખતના દોષો સંક્રાન્ત થાય છે સ્ત્રી પુરુષના આ રજ અને વીર્યની
નિર્મિતિ તેમના આહારમાંથી બને છે અને તે જે પ્રકારનો આહાર
લે છે તે પ્રકારની તેમની વૃત્તિ નિર્માણ થાય છે.
અન્નથી રક્ત બને છે અને ખાધેલા અન્નના સ્થૂળ
ભાગથી મળ બને છે, જે બહાર નીકળી જાય છે. પરંતુ અન્નના સૂક્ષ્મ સારભાગથી મન (અંત:કરણ) બને છે.
જેવું અન્ન હોય છે તેવું મન બને છે. એમ છાંદોગ્ય ઉપનિષદમાં
લખાણ છે. अन्नमयं हि सोम्य मनः| તેથી મનના પોષણ માટે શુદ્ધ આહારની જરૂર છે. ગીતામાં ભગવાને વિવિધ પ્રકારના આહારનું તથા તે આહાર લેનાર માણસોની વૃત્તિનું પણ નિદર્શન
કર્યું છે.
સાત્ત્વિક આહાર
आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिवर्धनाः|
रस्याः स्निग्धाः स्थिरा हृद्या
आहाराः सात्त्विक प्रियाः॥ (અ. ૧૭/૮)
रस्याः स्निग्धाः स्थिरा हृद्या
आहाराः सात्त्विक प्रियाः॥ (અ. ૧૭/૮)
‘આયુષ્ય, સત્ત્વગુણ, બળ, આરોગ્ય, સુખ અને પ્રસન્નતા વધારવા સતત કાર્યરત
હૃદયને શક્તિ આપનારા રસયુક્ત તથા ચીકણા (ઘી-માખણ)
પદાર્થો સાત્ત્વિક વૃત્તિના માણસોને પ્રિય હોય છે.’
જે આહાર લેવાથી મનુષ્યનું આયુષ્ય વધે, સત્ત્વગુણ વધે - શરીર, મન, બુદ્ધિ વગેરેમાં બળ તથા ઉત્સાહ પેદા થાય, શરીર નીરોગી બને, મનને સુખ શાંતિ મળે, જે આહાર જોવાથી પ્રીતિ થાય. તે પ્રકારનો ખોરાક ભારે નહીં, પણ સુપાચ્ય છે.
રાજસ અને તામસ આહાર
कटवम्ललवणात्युष्णतीक्ष्णरूक्ष विदाहिनः|
आहारो राजसस्येष्टा दुःखशोकामयप्रदाः॥ (અ. ૧૭/૯)
आहारो राजसस्येष्टा दुःखशोकामयप्रदाः॥ (અ. ૧૭/૯)
‘અતિ કડવા, અતિ ખારા, ખાટા, અતિ ગરમ, અતિ તીખા, સૂકા અને અતિ દાહકારક - અર્થાત્ ભોજનના આવા પદાર્થો રાજસ માણસને પ્રિય હોય
છે કે જે પરિણામે દુ:ખ, શોક અને રોગો ઉત્પન્ન કરનારા છે. અને,
यातयामं गतरसं पूति पर्युषितं च यत्|
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्॥ (અ. ૧૭/૧૦)
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्॥ (અ. ૧૭/૧૦)
‘અર્ધું પકાવેલું રસરહિત, દુર્ગંધવાળું, વાસી અને એઠું છે તથા જે અધિક અપવિત્ર છે
તેવું ભોજન તામસ મનુષ્યને પ્રિય છે.
આહારશુદ્ધિના મહત્ત્વથી અજાણ બહુજન સમાજ
આહારશુદ્ધિની આ સમજણથી મોટાભાગનો સમાજ તો અજ્ઞાત છે જ.
પરંતુ જે સંસ્કારી ગણાય છે તેવો સમાજ પણ આહારશુદ્ધિની સમજણથી અજાણ છે, અને જેમને તેની ખબર છે તે આહારશુદ્ધિનો તેમના તથા તેમના પરિવારમાં
કેટલો આગ્રહ રાખે છે તે કહેવું મુશ્કેલ છે.
કેટલાક એવી
દલીલ પણ કરે છે કે અમે તો હંમેશા ‘હાઈજીન’ની દૃષ્ટિ ધ્યાનમાં રાખી સ્વચ્છ
આહારનો જ આગ્રહ રાખીએ છીએ, પરંતુ સ્વચ્છ અને શુદ્ધ આહારમાં મૂળભૂત ફરક
છે તેનો વિચાર હવે પછી...
આપણા વડવાઓએ સો ટચના સોના જેવી એક ઉક્તિ કહી છે, 'અન્ન તેવો ઓડકાર'. હા, આપણે જેવું આરોગીએ તેવો જ ઓડકાર આવે. બિલકુલ એવી જ રીતે આપણે જેવી હવામાં શ્વાસ લઈએ તેવું આપણું સ્વાસ્થ્ય રહે. અતિશય પ્રદૂષિત કે ધુમાડા-ધુમ્મસવાળી હવામાં વધારે સમય રહેવાથી અસ્થમા કે ફેફસાંનું કેન્સર થવાની ભીતિ રહે છે. પરંતુ મોર્નિંગ વૉક કરવા જતાં લોકો ફેફસાંમાં તાજી હવા ભરીને તાજામાજા રહે છે. તેવી જ રીતે એસેન્શિયલ - ઓઈલ કેંડલ પણ આપણા આરોગ્ય માટે ગુણકારી પુરવાર થાય છે. હોલિસ્ટક હેલ્થનો કોન્સેપ્ટ તન-મનના આરોગ્ય સાથે સંકળાયેલો છે. શરીર તંદુરસ્ત હોય તેની સાથે મન પણ સ્વસ્થ હોવું જોઈએ. કારણ કે મન અસ્વસ્થ હશે તો તેની સીધી અસર શરીર પર થશે અને શારીરિક બીમારીની અસર ફરી પાછી મન પર. તન-મનના સ્વાસ્થ્ય માટે છેલ્લા ઘણાં સમયથી
લોકો અરોમા થેરપી તરફ આકર્ષાયા છે, અરોમા એટલે ખુશ્બૂ અને થેરપી એટલે સારવાર. આ થેરપીમાં ઔષધિઓ તરીકે છોડવાં કે ફૂલોના અર્કનું તેલ વપરાય છે. એસેન્શિયલ ઓઇલ ઉપરાંત અન્ય એરોમેટિક ઘટકો મન-મગજને હળવાં બનાવે છે. તેની સાથે મૂડ બદલાતાં શરીર પર તેની સકારાત્મક અસર પડે છે, હવામાં રહેલી એસેન્શિયલ ઓઈલની સોડમ શ્વાસ વાટે શરીરમાં પહોંચે ત્યારે મગજમાં રહેલા લાખો કોષો સક્રિય બને છે. કોષોના છેવાડે રહેલા જુદા જુદા આકારના રિસેપ્ટર જુદા જુદા પ્રકારની સુગંધમાં રહેલા ઘટકોને શોષીને મગજને મોકલે છે. છેવટે મગજમાં સંવેદના સાથે સંકળાયેલી સિસ્ટમ સક્રિય થાય છે. વાસ્તવમાં આપણો મૂડ આપણી સંવેદનાઓ સાથે સંકળાયેલો હોય છે. જો આપણે આનંદમાં હોઈએ તો આપણો મૂડ સારો હોય છે. પણ જો આપણે ચિંતા-હતાશામાં હોઈએ તો આપણો મૂડ ઝટ બગડી જાય છે, આપણને ગુસ્સો આવે છે કે પછી આપણે તદ્દન ચૂપ થઈ જઈએ છીએ. પરંતુ અરોમા થેરપી આપણા મૂડને બદલે છે. તેનાથી માથાના દુખાવામાં, અનિંદ્રામાં કે ઉત્તેજનામાં રાહત મળે છે.
જે લોકો મોડી રાત સુધી બેસીને કામ કરતાં હોય કે પછી મધરાત
સુધી વાંચતા હોય તેમને માટે લેમનગ્રાસ, રોઝમેરી, પાઈન કે ઓરંજ જેવી સોડમ ફાયદાકારક પુરવાર થાય છે. જ્યારે અનિંદ્રાથી પીડાતા લોકો માટે માટીની સોડમ ધરાવતું મધ્યમ સ્પાઈસી વેલેરિઅન અરોમા ખપ લાગે છે. યુકેલિપ્ટસ, લવંડર અને ટી ટ્રી એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ ગુણધર્મો ધરાવતું હોવાથી તેનું એસેન્શિયલ ઓઇલ સોજામાં તેમ જ નાક બંધ થઈ ગયું હોય ત્યારે ફાયદો પહોંચાડે છે.પરંતુ તમને સહેજે પ્રશ્ન
થાય કે આ બધા એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ શી રીતે કરવો. આનો જવાબ છે અરોમા કેંડલ. હા, જે તે ખુશ્બૂ ધરાવતી મીણબત્તી વાતાવરણમાં તેમાં રહેલા ઓઈલની અસર પ્રસરાવે છે. આ હવા શ્વાસ વાટે શરીરમાં જાય ત્યારે તેનો લાભ આપણા મન-મગજને મળે છે. કુદરતી રીતે મળતીસુવાસ શરીરના માનસિક તનાવને દૂર કરે છે. તેથી કામના ભારને દૂર કરવા માટે ફુલોની સુવાસ મહત્વનો ભાગ ભજવે છે.
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવશિંકરના
અનુસાર સારી તંદુરસ્તી માટે વ્યક્તિએ માનસિક રીતે શાંત, સ્થિર અને ભાવનાત્મક રીતે કૂણા મનના બનવું પડે છે. જોકે આજની ઝડપી જીવનશૈલીમાં આ વાત કહીએ એટલી સરળ નથી. આમ છતાં પણ કેટલીક બાબતો એવી છે જેના દ્વારા તમે માનસિક અને શારીરિક
તાણમાં ઘટાડો કરીને ઊર્જાના સ્તરમાં પરિવર્તન લાવી શકો
છો. દિવસમાં એક વખત ઓછોમાં ઓછું ૧૦ મિનિટ ધ્યાન ધરવાથી શરીર હળવું બની જાય
છે.
ખુદને ઓળખો
આપણે ખુદના શરીર, શ્ર્વાસ, મિસ્તષ્ક, સમજ,યાદશક્તિ અને અહમથી માહિતગાર હોવા જોઈએ. તેનાથી આપણે વર્તમાન સ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી શકીએ
છીએ. તેને માટે વર્ષમાં એક અઠવાડિયાની રજા લો, જે રીતે તમે થોડા સમય બાદ તમારી કારને સર્વિસ સ્ટેશનમાં મૂકો છો એવી રીતે. આ સમયમાં તમારી જાતને પ્રકૃતિ સાથે જોડો, સવારે વહેલા ઊઠી જાઓ અને સૂર્યોદયના સમયે
યોગ કરો, યોગ્ય ખાવાનું ખાઓ અને કેટલાક કલાત્મક કાર્યો જેવાં કે ગાયન, ચિત્ર કામ અથવા તમારી મનગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરો.
ધ્યાન બને જીવનનો એક ભાગ
ધ્યાનથી શરીરને ખૂબ જ આરામ મળે છે. તેને આપણે સમગ્ર તંદુરસ્તીની ચાવી પણ કહી શકીએ છીએ. ધ્યાનથી આપણું મન સ્વચ્છ થાય છે, પૂવૉનુમાનોથી મુકત થાય છે, ભય ટળે છે અને તે સમગ્ર રીતે આજના અંગે
વિચારતું થાય છે.
યોગ્ય ખાણીપીણી
તમારી ભાવનાઓ, વિચારો અને એકશનને નિયંત્રિત કરવા અને
તંદુરસ્ત શરીરના માલિક બનવા માટે યોગ્ય ખાણી-પીણી હોવી અત્યંત
જરૂરી છે. આથી ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જૂની કહેવત છે કે, ‘જેવું અન્ન, તેવું મન’. આપણે જે પ્રકારનું ભોજન લઈએ છીએ તેનો પ્રભાવ આપણા
મન અને શરીર પર પડતો હોય છે. તાજાં ફળ-શાકભાજી શરીરને ખૂબ લાભ પહોંચાડે
છે. ડબ્બામાં પેક કરેલા અને ફ્રીઝ કરેલા ભોજનમાં પૂરતાં પોષક તત્વો
હોતા નથી. તાજો ખોરાક અત્યંત પોિષ્ટક હોય છે. તે જોશ, ઉત્સાહ, ધીરજમાં વધારો કરે છે અને દીઘૉયુ બનાવે છે.
તમારો સમય
તમે આખો દિવસ વિવિધ કામમાં વ્યસ્ત રહો છો. તમારી જાત માટે પણ વિચારવાનો સમય કાઢી શકતા નથી, તેનાથી સુસ્તી અને થાક આપણા પર પ્રભાવી થવા લાગે છે. થોડા સમય સુધી મૌન બેસી રહેવું કલાત્મક રીતે ઊર્જા આપે છે.
મૌન આપણને સ્થિરતા આપે છે. આથી દિવસમાં થોડી મિનિટો
માટે મૌન બેસી રહો અને આંખો બંધ કરીને દુનિયા ભૂલી જાવ.
શ્ર્વાસને પીછાણો
શ્ર્વાચ્છો શ્ર્વાસ આપણું જીવન છે. આ કામને આપણે જાતે જ કરતા હોઈએ છીએ, તેને કોઈ શીખવાડતું નથી. તેને સમજવાથી આપણને તેની શક્તિનો અંદાજ આવે છે. તેનાથી તમારા વિચાર, ભાવનાઓ અને ગુસ્સા પર કાબૂ મેળવવા માટેની
શક્તિ મળે છે. મૂડને પણ શ્ર્વાસથી નિયંત્રિત રાખી શકાય છે.
વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે.
ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને
તંદુરસ્તી સાથે છે.
જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે.
વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે
વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે
જોઈએ.
* રસોઈઘર માટે ઉચિત જગ્યા
અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે.આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.
* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ
કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની
દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ.
* મોટી બારીઓ પૂર્વ
દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ
દક્ષિણ દિશામાં રાખી શકાય.
જેથી હવાની અવરજવર રહે.
* પ્લેટફોર્મ પૂર્વની
દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ
દિશાની દીવાલે બનાવી શકાય.
* ગેસ સ્ટવને અગ્નિ
કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ
કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ.
* ગેસ સ્ટવ રસોઈઘરની
બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી.
* ગેસ સિલીન્ડરને અગ્નિ
કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ
સિલીન્ડરને નૈઋત્ય કોણમાં(દક્ષિણ-પ
શ્ચિમ) રાખવું.
* કિચન સિંકને ઇશાન
કોણમાં રાખી શકાય. સિંક અને સ્ટવ એકબીજાથી નજીક ન હોવા
જોઈએ. સિંકનો નળ ટપકતો ન હોવો જોઈએ.
* પીવાનું પાણી, વોટર ફિલ્ટર વગેરેને ઇશાન કોણમાં રાખવા જોઈએ.
* રેફ્રીજરેટરને વાયવ્ય
કોણમાં રાખવું. ડીશ વોશરને પણ વાયવ્ય કોણમાં રાખી
શકાય.
* માઈક્રોવેવ ઓવન, જ્યુસર, મિક્સર, ગ્રાઈન્ડર વગેરે ઉપકરણોને અગ્નિ કોણમાં રાખી શકાય.
* એક્ઝોસ્ટ ફેન પૂર્વ દિશા
તરફની દીવાલે રાખી શકાય.
* ગેસ સ્ટવની ઉપર અલમારીઓ
કે છાજલીઓ બનાવી વસ્તુઓ રાખવી યોગ્ય નથી.
સ્ટવની ઉપરની જગ્યા ખાલી રાખવી જોઈએ અથવા ચિમની રાખી શકાય.
* ધન-ધાન્ય, મસાલા, ભારે વસ્તુઓનો સંગ્રહ દક્ષિણ અને પશ્ચિમ દિશાની અલમારીઓમાં કરવો. જો પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલે અલમારી કે છાજલીઓ હોય
તો ત્યાં હળવી વસ્તુઓ જ રાખવી.
* ડાઇનિંગ ટેબલ જો
રસોઈઘરમાં રાખવાનું હોય તો તેને રસોઈઘરની મધ્યમાં ન
રાખતા વાયવ્ય કોણમાં રાખવું જોઈએ.
* આછો ગુલાબી, નારંગી અને પીળો ભૂખ ઉઘાડનારા રંગો
છે. આથી દીવાલો અને ફર્શનો
આ જ રંગ રાખવો...
ગર્ભાધાનથી સંસ્કાર
સિંચન-માતૃત્વ શક્તિ
આજના આ સમયમાં દ્રશ્ય અને શ્રાવ્ય
માધ્યમોએ આપણા નાના બાળકો અને યુવાનોમાં ખરાબ વિચાર અને સંસ્કારોનું સિંચન કરીને
આપણી ભારતીય સંસ્કૃતિની દશા બગાડી નાખેલ છે ત્યારે આવા ખરાબ સંસ્કારો ઉપર કાબુ
મેળવવા અને સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરવા એક માત્ર માતામાં ભગવાને વિપુલ
પ્રમાણમાં શક્તિઓ આપેલ છે તેનો આપણે જો યોગ્ય ઉપયોગ કરી શકીએ તો તેની અસર સારા
પ્રમાણમાં મળી શકે છે.
આ માટે હું , માતાઓ ગર્ભાધાનના સમયથી આવા સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકે તેનો આપને
આપણા પવિત્ર ગ્રંથ ગીતાજીના આધારે આપને જીવ શું છે ? અને આ જીવમાં વૃતિઓ કેવી રીતે અને ક્યાંથી આવે છે તે બાબત ઉપર ધ્યાન દોરીશ.
‘અનેક જન્મો નાં અંતે મનુષ્ય જન્મ આપણને મળે છે પણ સર્વે જગ્યાએ વાસુદેવ છે
તેવું માનનાર જ્ઞાની મહાત્માં મળવો દુર્લભ છે’ – ૭/૧૯
આપણને અનેક
જન્મોના જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે પણ મનુષ્ય અવતાર મળ્યા પછી દરેક જગ્યાએ
વાસુદેવ છે તેવું માનતા નથી. આપણા ગયા જન્મોના સારા કર્મોને લીધેજ આ જન્મ આપણને
મનુષ્યનો શ્રેષ્ઠ જન્મ મળેલ છે જેથી આ જન્મમાં આપણે સારા કર્મો કરીને આપણો આવતો જન્મ સુધારવાની તક અને મોકો આપણને મળેલ છે તે તક ઝડપી
લેવી જોઈએ આપણા તમામ કર્મો યજ્ઞ રૂપી ગણીને આપણું કર્તવ્ય સમજીને કર્મ ભગવાનનું છે
તેમ સમજી કરવું જોઈએ. આપણા કર્મ અને સંગ જ આપણને સારી અને ખરાબ યોની તરફ લઇ જાય
છે.
‘અંતકાળે જે જીવ મારૂ
સ્મરણ કરતો શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂપને પામે છે તેમાં ક્યાંય પણ શંકાને
સ્થાન નથી’ – ૮/૫
આઠમાં અધ્યાયના પાંચમાં શ્લોકમા ભગવાન ઉપરોક્ત વાત કરતાં કહે છે કે માણસના અંત
સમયે જે જીવ મારા નામનું સ્મરણ કરતાં પોતાનું શરીર છોડે છે તે મારા સ્વરૂપને
નિશ્ચિત પામે છે તેમાં ક્યાંય પણ શંકા રાખવી નહિ આ મનુષ્ય અવતાર આપણને હવે પછી જન્મ
સુધારવા માટે મળેલ છે તે એક કર્મયોની છે અને તે સિવાયની તમામ યોનીઓ ભોગયોનીઓ છે
ભગવાને કેટલી ઉદારતા રાખી છે કે ગામે તેવો દુરાચારી ,પાપયોનીના જન્મ વાળો કે અન્ય કોઈ પણ કે જે મનુષ્ય કર્મ કરતો હોય તે પણ મારા
નામનું સ્મરણ અંત સમયે કરી લે તો મારા સ્વરૂપને પામે છે .પણ દુઃખ એ વાતનું છે કે
મનુષ્ય આ પણ કરી શકતો નથી કારણકે પોતાનાં જીવન પર્યત જે જે કર્મો કરેલા હોય તે
વૃતિઓને અધીન કરેલા હોય છે અને તે અંત સમયે ભગવાનનું નામ લેવા માટે સમર્થ રહેતો
નથી અને તેને કરેલા કર્મો અનુસારની યોનીમાં તેની જીવ ચાલ્યો જાય છે અને પાપયોની તરફ
મુકવો પડ્યો. આટલી મોટી ઉદારતા ભગવાન આપણા માટે રાખે છે તેનું કારણ એ છે કે તેનું
હવે પછીનું જીવન પણ તેની વૃતિ અનુસાર રહેશે અને તે પછીનો જન્મ સુધારી શકતો નથી.
આપણે એ પણ
જાણતા નથી કે આપણો અંત સમય ક્યારે આવશે ? દરેક વૃદ્ધ થશે ત્યારે
અંત સમય આવશે તેવું આપણું માનવું ભૂલભરેલું છે વૃદ્ધાવસ્થામાં આંખોની દ્રષ્ટી નહિ
હોય,કાનની શ્રાવણ શક્તિઓ નહિ હોય અને કોઈ પણ રોગથી આપણું શરીર પીડામાં હશે ત્યારે
ભગવાનના નામનું સ્મરણ કરવું અતિ દુષ્કર છે અને લગભગ અશક્ય છે. કોઈનો અકાળે અંત
આવશે ત્યારે ભગવાનનું નામ લેવાનો મોકો મળતો નથી.
આમ મરણાસન્ન
વ્યક્તિને આઠમો અધ્યાય સંભળાવવો જોઈએ, તેમના સામે ભગવાનના
ફોટોગ્રાફ મુકવા, ભજન કરવા આમ કરતાં પીડા અનુભવતા જીવનું જો અનાયાસે ધ્યાન તેમાં જય તો પછીનો
જન્મ સુધરી જાય છે અને આપણને એક જીવની ગતિ સુધારવાનું શ્રેય મળે છે.
આગળ અર્જુન
ભગવાનને પૂછે છે કે ‘ જે જીવ ભગવાનના નામનું સ્મરણ કરતો નથી તેવા જીવની ગાતો કેવી થાય છે ? ત્યારે ભગવાન તેને જવાબ આપતા કહે છે ,’ અંત કાળે મનુષ્ય જેવા ભાવનું સ્મરણ કરતો પોતાનો જીવ છોડી જાય છે તે તેવા
ભાવને જ પામે છે , કરણ કે જીન્દગી આખી તેને આવા ભાવનું સ્મરણ કરેલું હોય છે.’- ૮/૬
આમ અંત કાળે
મનુષ્ય મારા નામનું સ્મરણ કરતો નથી પણ ત્યારે જે ભાવોનું ચિંતન કરે છે તેવા ભાવની
યોનીમાં તેનો જીવ ચાલ્યો જાય છે કેમ કે જીનગી આખી તેને તેવા ભાવનું જ સ્મરણ કરેલું
હોય છે આમ અંત કાળે તેને મારૂ નામ લેવું દુષ્કર છે અને તેના કર્મો અનુસારનો જીવ
પ્રાપ્ત કરે છે માણસની વૃતિઓ બદલવી લગભગ અશક્ય છે તેમ છતાં ભગવાને આટલી છૂટ આપી છે
કે આખી જીન્દગી ભલેને દુષ્કર્મ કર્યા હોય પણ અંત કાળે જો આ જીવ પોતાની વૃતિ
બદલવામાં સફળ થાય તો નવો જન્મ સુધરી જાય છે અને ભગવાને આટલી આપણું જીવન સુધારવાની
તક આપી છે.
જે જીવ પોતાનું શરીર છોડીને જાય છે પછી તેને નવો અવતાર મળે છે એ વચ્ચેના સમયગાળામાં તે જીવ પોતાની વૃતિઓ બદલી શકતો નથી અને તેવી સતા પણ આપવામાં આવી નથી.
આ સંસારમાં રોજ સનાતન અંશ પાંચ ઇન્દ્રિય અને છટ્ઠા મનને શરીર તરફ આકર્ષે છે અને શરીર માંથી છુટેલો જીવ બીજા શરીરમાં આવીને અગાઉના જીવની વૃતિઓને અનુરૂપ જીવન જીવવાનું શરૂ કરે છે, જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધ લઈને જાય છે તેમ જીવ પણ પોતાની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠા મનને લઈને જાય છે.તે નિશ્ચિત છે.
જે જીવ પોતાનું શરીર છોડીને જાય છે પછી તેને નવો અવતાર મળે છે એ વચ્ચેના સમયગાળામાં તે જીવ પોતાની વૃતિઓ બદલી શકતો નથી અને તેવી સતા પણ આપવામાં આવી નથી.
આ સંસારમાં રોજ સનાતન અંશ પાંચ ઇન્દ્રિય અને છટ્ઠા મનને શરીર તરફ આકર્ષે છે અને શરીર માંથી છુટેલો જીવ બીજા શરીરમાં આવીને અગાઉના જીવની વૃતિઓને અનુરૂપ જીવન જીવવાનું શરૂ કરે છે, જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધ લઈને જાય છે તેમ જીવ પણ પોતાની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠા મનને લઈને જાય છે.તે નિશ્ચિત છે.
આટલી ગીતા
આધારિત સમજણ મેળવીને ગીતા અધ્યાય ૭/૧૯ તરફ ધ્યાન કરતાં હવે આપણને મનુષ્ય અવતાર મળશે કે કેમ ? તેના તરફ આપણે વિચાર નાં કરતાં આપણી
ગર્ભવતી માતાઓ એક મનુષ્યને જન્મ આપશે તે નક્કી અને નિર્વિવાદ હકીકત છે. અગાઉ સમજણ
આપ્યા મુજબ ગીતા અધ્યાય ૮/૫ અને ૮/૬ મુજબની વૃતિઓને લઈને આવેલો જીવ આપણી
ગર્ભવતી માતાઓના ઉદરમાં આવેલ છે તે વાત પણ નક્કી જ છે આવા આવેલા જીવની વૃતિઓ અને કર્મો
કેવા છે તે આપણે જાણતા નથી પરંતુ સર્વે કર્મો અને વ્રુતિઓનો નાશ કરનાર એક જ શક્તિ
છે અને તે છે જ્ઞાન અને તે જ્ઞાન આપણે સગર્ભાવસ્થા દરમ્યાન આપણી માતાઓના ઉદરમાં જ
આપી શકીએ છીએ.
જેવું અન્ન તેવો ઓડકાર અને મન તેવા વિચાર આમ સગર્ભા માતાએ પોતાનાં ઉદારમાં આવેલા જીવ માટે અને પ્રથમથી જ આપણા બાળકને જ્ઞાન પ્રદાન કરવા આપણી સગર્ભા માતાઓને સારી જાતનો ખોરાક,ઉતમ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું સારા વક્તાઓના ભાષણો સંભાળવા, માતાએ ક્રોધ ન કરવો તથા સવાર અને સાંજ એક થી બે કિલોમીટર પગે ચાલવું જેથી માતાની ચયાપચયની ક્રિયાઓ એકદમ નિયમિત થતાં આપણા બાળકને પણ આવા પ્રકારનું શુદ્ધ લોહી મળે જેથી તેની તંદુરસ્તી સારી રહે.આપણા બાળકોનો બુધીઆંક આપણે વધારી શકીએ તેમજ આપણા બાળકને સારા સંસ્કારો તેના જન્મ બાદ આપવામાં આપણને તકલીફો ન પડે અને આપનું બાળક સારા વિચારો અન બુદ્ધી લઈને અવતરે જેના લીધે તેનો મનુષ્ય જન્મ સુધરી જાય.
જેવું અન્ન તેવો ઓડકાર અને મન તેવા વિચાર આમ સગર્ભા માતાએ પોતાનાં ઉદારમાં આવેલા જીવ માટે અને પ્રથમથી જ આપણા બાળકને જ્ઞાન પ્રદાન કરવા આપણી સગર્ભા માતાઓને સારી જાતનો ખોરાક,ઉતમ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું સારા વક્તાઓના ભાષણો સંભાળવા, માતાએ ક્રોધ ન કરવો તથા સવાર અને સાંજ એક થી બે કિલોમીટર પગે ચાલવું જેથી માતાની ચયાપચયની ક્રિયાઓ એકદમ નિયમિત થતાં આપણા બાળકને પણ આવા પ્રકારનું શુદ્ધ લોહી મળે જેથી તેની તંદુરસ્તી સારી રહે.આપણા બાળકોનો બુધીઆંક આપણે વધારી શકીએ તેમજ આપણા બાળકને સારા સંસ્કારો તેના જન્મ બાદ આપવામાં આપણને તકલીફો ન પડે અને આપનું બાળક સારા વિચારો અન બુદ્ધી લઈને અવતરે જેના લીધે તેનો મનુષ્ય જન્મ સુધરી જાય.
આપણા જીવનમાં
વિચારોનું મહત્વ વધુ છે અને આપણા મનમાં આવેલા તમામ વિચારોની અસર આપણા સમગ્ર શરીર
પર પડે છે જેમ કે ગુસ્સે થયેલા વ્યક્તિના કે ખુશીમાં હોય તેવા વ્યક્તિના મુખ ઉપરથી
આપણે તેના વિચારો જાણી જઈએ છીએ.તો આપણા વિચારો આપણા મન અને શરીર ઉપર આટલા અસર
કરતાં હોય તો ગર્ભસ્થ શિશુ ઉપર આના કરતાં પણ વધારે અસર કરે છે . તે ખુબ જ અગત્યની
બાબત છે અને દરેક માતાઓએ પોતાનાં વિચારો ઉમદા પ્રકારના રહે તેનું ધ્યાન રાખવું.
જન્મની સાથે
આવા પ્રકારના જ્ઞાનનું પ્રદાન ફક્ત માતૃશક્તિ જ કરી શકે છે. આમ આગલા જન્મની
ગમેતેવી વૃતિઓ લઈને આપણું બાળક આવે પણ તેને સારી દિશાઓ આપવાનું સાધન જ્ઞાન સીવાય કંઈ પણ નથી અને આવું આપેલું જ્ઞાન તેના જીવનમાં
જરૂર નવી દિશાઓ આપશે તેમાં ક્યાંય પણ સંકાને સ્થાન નથી અને એક જ્ઞાની અને સંત
પ્રકારના ઈશ્વરીય બાળકની ભેટ આપણે જરૂરથી સંસારને આપી શકીશું...............અસ્તુ
! Courtesy:http://premniyatra.blogspot.in
જૈસા અન્ન જળ ખાઈયે, તૈસાહિ મન હોય,
જૈસા પાની પીજીયે, તૈસી બાની હોય.
જે બધું પરમાત્માનું જ છે તે અન્ન જળ, જેટલા શુદ્ધ ચિત્તથી
પરમાત્માને અર્પણ કરી તું લેશે, તેટલું તારૂં મન શુદ્ધ
થશે. જે જેનું છે તે, તેને અર્પણ કર્યા વિના તે અન્નજળ ચોરની જેમ ખાશે પીશે, તો તારી બુદ્ધિ ચોર જેવી થશે. જેવા પાણી એટલે જેવી સારા કે બુરા માણસની સંગત
કરશે, તેવા જ તારાં મન વાણી શુદ્ધ કે અશુદ્ધ કાર્યમાં પ્રવર્તશે.
(૫૭૮) જૈસા ઘટ તૈસા મતા, ઘટ ઘટ ઓર
સ્વભાવ,
જા ઘટ હાર ન જીત હય, તા ઘટ બ્રહ્મા
સમાવ.
હરેક માણસ પોત પોતાના સંસ્કાર પ્રમાણે શરીર ધારણ કરી જુદા જુદા સ્વભાવ લઈને
આવે છે. અને જેવા સ્વભાવ તે પ્રમાણે તેની મતી ચાલે છે. જે સુખ થકી ફુલાતો નથી અને
દુઃખથી હારી જતો નથી. જે હર સમય સમભાવમાં રહેતો હોય તેવા સંત પુરૂષમાં બ્રહ્મ એટલે
પરમાત્મા વસેલો છે.
(૫૭૯) સુનિયે ગુન કી બાતાં, અવગુણ લીજીયે નાય,
હંસ ક્ષીર કું ગ્રહત હય, નીર સો ત્યાગે
જાય.
કોઈના પણ અવગુણ સાંભળી તેને મન પર લઈશ નહિં, નહિંતર તારા પોતાના મનમાં તેના પ્રત્યે ઘૃણા થવાનો અવગુણ ઘુસી જશે. તેથી દરેક
માણસમાં કોઈ ને કોઈ સદગુણ રહેલો હોય છે, તેને જ તું ગ્રહણ
કરજે. જેમ હંસ પાણી વાળા દુધમાંથી દુધ કાઢી પાણીને તજે છે. તેમ શુદ્ધ સ્વભાવ વાળો
સંત પુરૂષ સદગુણ જ ગ્રહણ કરી કોઈની પણ બુરાઈને વિચારતો નથી.
(૫૮૦) કામી, ક્રોધી, લાલચી, ઈન સે ભક્તિ ન હોય,
ભક્તિ કરે કોઈ સુરવા, જો જાત વરન કુલ
ખોય.
કામની વાસનામાં ભેરવાયેલા, ક્રોધી, લોભી, લાલચુથી પરમાત્માની ભક્તિ થઈ શકે નહિં. એ ભક્તિ એટલે પરમાત્મા સાથે એકતા તો
કોઈ શુરવીર જ કરી શકે, જેનામાં જાત, વરણ કે કુળનો ભેદભાવ નથી હોતો.
(૫૮૧) પંડિત ઓર મસાલચી, દોનોં સુંજે નાહિ,
ઓરન કો કરે ચાંદના, આપ અંધેરા માંહિ.
પુસ્તકો વાંચી પોતાને પંડિત સમજવાવાળા અને
જુના જમાનાનો મસાલ સળગાવી અજવાળું બતાવવાવાળો મસાલચી, બન્નેને પોતાને જ્ઞાન કે અજવાળાની સુઝ નથી. એ બન્ને પોતે અંધરામાં રહી, બીજાને ચંદ્રમાનું અજવાળું બતાવવા નીકળી પડે છે.
(૫૮૨) નિર્પક્ષકો
ભક્તિ હય, નિર્મોહકો જ્ઞાન,
નિર્દ્વન્દીકો મુક્તિ હય, નિર્લોભી નિર્વાણ.
જે પરમાત્માની ભક્તિમાં તરબોળ હોય, તેને સર્વ તરફ સમભાવ હોય છે. જે મોહ મમતાથી છુટ્ટો થયેલો છે, તે જ્ઞાની પુરૂષ છે. જેને પોતાની અને પરમાત્માની જુદાઈ નથી, તે જીવતા જીવત મુક્ત થઈ ગયો. જેને કોઈ પણ લોભ નથી, તે નિર્વાણ પદને પામે છે.
(૫૮૩) ભુખ ગઈ ભોજન
મિલે, થંડ ગઈ કબાય,
જોબન ગયો ત્રીયા મિલે, તાકો આગ લગાય.
ભુખ મટી ગયા પછી ભોજન મળે, ઠંડી ચાલી ગયા પછી કામળી મળે અને જુવાની ચાલી ગયા પછી સ્ત્રી આવી મળે, તે આગમાં મુકવા લાયક હોય છે. તેથી અગાઉથી ચેતી જઈ તારા શ્રેયનો વિચાર કરી લેજે.
(૫૮૪) જ્યું
ગુંગાકે સેનકો, ગુંગાહિ પયછાને,
ત્યું જ્ઞાનીકે જ્ઞાનકો, જ્ઞાની હોય સો જાને.
જેમ મુંગો માણસ સેન એટલે ઈશારાથી સમજાવે
તે તેના જેવો મુંગો કે તેના ઈશારાના જાણકારને જ સમજ પડે છે. તેમ સંત જ્ઞાનીના
જ્ઞાનને જે જ્ઞાની હોય તે જ જાણી શકે છે.
(૫૮૫) માંગન કો
ભલો બોલનો, ચોરન કો ભલી ચપ,
માલી કો ભલો બરસનો, ધોબી કો ભલી ધપ.
ભીખારીને માંગવા તેને બોલવું પડે તે સારૂં, ચોરને માટે ચુપ રહેવું સારૂં, બાગના માળીના ફુલ છોડ
માટે વરસાદ પડે તે સારૂં અને ધોબી માટે તડકો સારો છે. તેમ જીજ્ઞાસુ માટે સંતનો સંગ
સારો છે.
(૫૮૬) ધોતિ
પોતિ વિનતી, ગુરૂ સેવા સંત સંગ,
એ ઓરન સે ન બને, ખાજ ખુજાવત અંગ.
જેમ શરીરમાં ખંજવાળની ચળ ઉપડી હોય, તેને જાતે જ ખંજવાળે તો તેનું કામ સરે છે. તેમ ધોતીયું પહેરવું, સદ્ વર્તન કરવું, વિનયથી વાત કરવી, ગુરૂની સેવા કરવી અને સંત સંગત કરવી, એ બીજાને સોંપવાથી ન
બની શકે. પોતાની જાતે જ કરવું જોઈયે.
(૫૮૭) તીન
તાપમેં તાપ હય, તીન કા અનંત ઉપાય,
અધ્યાત્મ તાપ મહાબલિ, સંત બીના નહી જાય.
આપણા જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ એવા ત્રણ જાતનાં તાપો એટલે દુઃખો છે, તેનાં અનંત ગણ્યા ગણાય નહીં તેટલા ઉપાયો છે. પણ જ્યારે અધ્યાત્મનો તાપ અર્થાત્
જેને આધારે આ તન મન સર્વ ચાલતાં છે, તે આત્માને જાણવાની
લાગેલી તાલાવેલીનું દુઃખ, સંત સદગુરૂ વિના નહીં જાય.
(૫૮૮) લીખના
પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ,
કામદહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ.
લખી વાંચી પંડિત બની ચતુરાઈ કરવી, એ બધું વાત કરવામાં સહેલું છે. પણ કામની વાસનાને બાળવી અને મનને વશમાં રાખવું
તે આકાશમાં વગર નીસરણીએ ચઢવા જેટલું મુશ્કેલ છે.
(૫૮૯) જ્ઞાની
મૂલ ગમાઈયાં, આપે ભયા કરતા,
તાતે સંસારી
ભલા, મનમેં રહે ડરતા.
પોતે જ્ઞાની ગણાવે, પણ સમભાવ જેવી જે મૂલ વસ્તુ છે, તે ખોઈ બેસી, પોતાના અહંકાર ભર્યું આપ પણું છોડાતું નથી. એના કરતાં સંસારી સારો કે જે મનમાં
નાત જમાતમાં ઈજ્જત જશે, તેનાથી બીતો રહે છે.
(૫૯૦) કામી
લજ્યા ન કરે, મન માને યું લાડ,
નીંદ ન માંગે સાથરો, ભુખ ન માંગે સ્વાદ.
કામી મનુષ્યને કોઈ પણ જાતની લાજ-શરમ હોતી
નથી. અને તેના મનમાં આવે તેવા લાડ લડશે. તેમજ જેને સખત ઉંઘ ચઢી હોય, તે પલંગ પથારી શોધતો નથી. અને જેને ખુબ ભુખ લાગી હોય, તે સ્વાદની પરવા કરતો નથી.
(૫૯૧) ભુખ લગી
તબ કછુ નહી સુઝે, ધ્યાન જ્ઞાન સબ
રોટીમેં,
કહત કબીરા સુન
ભાઈ સાધુ, આગ લગો એ પોઠીમેં.
તેથી કબીરજી કહે હે સાધુ પુરૂષો સાંભળો, જેને ખુબ ભુખ લાગેલી હોય તેને બીજું કશું પણ સુઝશે નહીં. કારણ તેનું ધ્યાન અને
જ્ઞાન ખાવા માટેનો રોટલો મેળવવામાં હોય છે. તેવાઓને જ્ઞાન આપવા કરતાં, તું તારી પોથીને બાળી મુક.ૐ Courtesy: http://ramanlal.wordpress.com
લાફિંગ સિગ્નલ - મહેશ પ્રજાપતિ
નાસ્તા ખાઈ ખાઈને નવરા પડો ત્યારે મન સાથે ચિંતન શિબિર યોજી તારણ કાઢજો કે આ દિવાળીમાં ઝાપટેલી મીઠાઈઓમાંથી કોની
ફળી અને કોની પેટને નડી?
ધનતેરસથી લાભપાંચમ સુધી મોટાભાગના મહાનુભાવો અને સ્મોલાનુભાવોએ હોજરીની કેપેસિટી કરતાં ઓવરલોડ મિષ્ટાન્ન ઝાપટયાં હશે!
ગુજરાતીની એક જાણીતી કહેવત છે 'અન્ન તેવા ઓડકાર'. આપણે જે વાનગીની પેટમાં પધરામણી કરાવીએ
એની સૂક્ષ્મ અસર ખાનારના મન પર પડતી જ હોય છે, એ પ્રયોગસિદ્ધ હકીકત છે.
મહાભારતનું એક દૃશ્ય છે. ભીષ્મ પિતામહ બાણશય્યા પર સૂતા છે. તેમના દેહમાંથી
લોહી વહી રહ્યું છે. બાણશય્યા પર સૂતાં સૂતાં તેઓ રાજધર્મ, પ્રજાધર્મ, નારીધર્મ ઇત્યાદિ વિષયો પર ઉપદેશ આપે છે. નારી માટે પુરૂષોએ પાળવાના ધર્મ પર તેઓ બોલતા હતા ત્યારે દ્રૌપદી હસવા લાગી. ભીષ્મે દ્રૌપદીને
હસવાનું કારણ પૂછયું તો દ્રૌપદીએ જવાબ આપ્યો, "આપશ્રી નારી માટે પુરૂષોએ પાળવાના નિયમોની વાત અત્યારે કરો છો, પરંતુ ભરી સભામાં મારાં ચીર ખેંચાયાં ત્યારે તમારો પુરૂષધર્મ ક્યાં ગયો હતો? તમે તે વખતે શા માટે મૌન ધારણ કર્યું હતું?" દ્રૌપદીનો વેધક સવાલ સાંભળી ભીષ્મ બોલ્યા, "તે વખતે હું કૌરવોનું અન્ન ખાતો હતો, તેથી મારી મતિ એવી થઈ ગયેલી કે હું એક પણ
શબ્દ બોલી શક્યો ન હતો, પરંતુ કૌરવોના અન્નથી બનેલું રક્ત અત્યારે મારા શરીરમાંથી વહી ગયું છે ત્યારે જ હું આ ઉપદેશ આપું છું. " ભીષ્મના આ પ્રસંગ પરથી ફલિત
થાય છે કે અન્ન તેવો ઓડકાર!
દૂરદર્શનમાં ડિટેક્ટિવ કરમચંદની સિરિયલ આવતી. કરમચંદ ગુનો શોધતા પહેલાં ગાજરને બચકાં ભરતો અને એની બુદ્ધિ ચાલવા લાગતી. મને
તે વખતે મનમાં સવાલ થતો કે શું ગાજર બુદ્ધિ સતેજ કરવા
માટેનું ચાર્જર હશે? શું ગુનાશોધક પોલીસ રોજ ગાજર ખાતી હશે? એક દિવસ હું અમારી પોળના સર્વેસર્વા પૂજ્ય
જટાકાકાના ઘરે ગયો. મંછાકાકી ઓસરીમાં બેઠાં બેઠાં કોળું સમારતાં હતાં.
મારાથી અનાયાસે પુછાઈ ગયું, "કાકી! હું પરમ દિવસે તમારા ઘરે આવ્યો
ત્યારે તમે કોળું જ સમારતાં હતાં, આજે ફરીથી એનું એ જ શાક લાવ્યાં?" મારો પ્રશ્ન સાંભળી કાકીએ જવાબ આપ્યો, "આમ તો ડુંગળી લાવવાની ઇચ્છા હતી પણ આપણને
એ પોસાય નહીંને? પણ એક ખાનગી વાત કહું જે દિવસે તારા કાકાને કોળાનું શાક બનાવીને ખવડાવું તે દિવસે મને એ ખૂબ વહાલ કરે છે. પરમ દિવસે મેં એમને કોળાનું
શાક ખવડાવ્યું તો ખુશ થઈ મને કહે, "તું રાખી સાવંત જેવી બ્યુટીફૂલ લાગે છે." આટલું બોલતાં બોલતાં કાકી મલકાવા
લાગ્યાં. કોળું સ્નેહવર્ધક હશે એની જાણ મને એ દિવસે થઈ!
અમારા એક કવિમિત્ર જ્યાં સુધી ચા ન મળે ત્યાં સુધી બેચેન રહે છે. તેઓ જાહેરમાં કહે છે કે જ્યાં સુધી હું ચા ન પીઉં ત્યાં
સુધી મને એમ લાગે કે હું રતલામની થર્ડ ક્વોલિટીની
ધર્મશાળામાં સૂતો છું અને ચા પીધા પછી તો પૂછવું જ શું? ઉકરડા પાસેથી પસાર થતો હોઉં તોપણ મનને એવો ભાસ થાય કે હું પેરિસની ગલીઓમાં ઘૂમી રહ્યો છું.
આપણા સમાજમાં એવી પણ વ્યક્તિઓ જોવા મળશે જેઓને ભોજનની
ક્વોલિટીમાં ઇન્ટરેસ્ટ હોતો નથી પણ એની કોન્ટિટી (જથ્થો)માં રસ હોય છે. જૂના
સમયમાં લાડુ ઝાપટવાની બાબતમાં હળવદના બ્રાહ્મણો ખૂબ જ પ્રખ્યાત હતા.
રાજકોટમાં યોજાતી લાડુ ખાવાની સ્પર્ધામાં બાવીસ લાડુ ખાનારા સ્પર્ધકો પણ
હોય છે. એ ભોજનથાળ આરોગ્યા પછી એમના મનમાં કેવી લાગણી થાય છે એ બાબતનો
સર્વે કરવા જેવો છે.
અલાહાબાદના ડો. વી. પ્રધાન, ડો. એસ.કે. રાઠોડ અને ડો. નવીન ત્રિપાઠીની
ટીમે ૩૭,૬૦૦ વ્યક્તિઓનો અભ્યાસ કરી એ તારણ કાઢયું કે
લાલ મરચું વધારે પ્રમાણમાં ખાનારા લોકો હંમેશાં ખુશમિજાજમાં રહે છે અને વધુ
પડતા ગળ્યા પદાર્થો આરોગનારા લોકો આક્રમક સ્વભાવના અને ગુસ્સાવાળા હોય
છે. આ તો ઊલટી ગંગા જેવું કહેવાય. વ્યવહારમાં આપણે ગુસ્સો કરનાર માટે 'તીખું મરચું' વિશેષણ વાપરીએ છીએ, જ્યારે સંશોધકો મરચા લવર્સને ખુશમિજાજી ગણાવે છે. અહો આશ્ચર્યમ્!
ખાદ્ય-પેય પદાર્થોમાં ઝડપી અસર કરનારૂ કોઈ પીણું હોય તો દેશી દારૂની પોટલી છે. આ શેતાની પીણું પેટમાં પડતાવેંત મગજનો
પારો ટોપ ડિગ્રીએ પહોંચી જાય છે. અડધી પોટલી હોજરીમાં
પ્રવેશ કરે એટલે ગરબડદાસ બબડવા લાગે, "જા રાવજીડા, પેલા શંકરિયાની દુકાનેથી મારા નામે લખાવીને ૫૦૦
ગ્રામ ગરમ ગરમ દાળવડાં લઈ આવ. મારૂ નામ દઈ કહેજે કે ગરબડ બાપુનો હુકમ
છે." આ ઉપરાંત પણ લાંબંલચ ભાષણ ફટકારે. પેટમાં પડેલો માલ વક્તૃત્વ શક્તિ ખીલવે.
આમ, ખોરાક અને પીણાં માણસોની લાગણીઓ લહેકાવે છે, એ બાબત સત્ય છે.
સંસ્કૃતનું એક વિધાન છે, "આહારે વ્યવહારેશ્વ સ્પષ્ટ
વક્તા સુખીર્ભવતે" એટલે કે આહાર અને વ્યવહારમાં સ્પષ્ટ
બોલનાર સુખી રહે છે. તેમ છતાં સમાજમાં રિવર્સ વર્તણૂક જોવા મળે છે.
કકડીને ભૂખ લાગી હોય તોપણ કોઈ પરિચિત સવાલ કરે, "મગનલાલ થોડો નાસ્તો કરશો?" તો જવાબમાં મગનલાલ કહેશે, "ના ના, હમણાં જ નાસ્તો કર્યો છે." આમ, દંભ કરી મગનલાલ મનને મારશે. ભલા માણસ, ચોખ્ખું ભસી નાખને કે પેટમાં ભૂખની બિલાડીનાં ગલૂડિયાં કૂદાકૂદ કરી રહ્યાં છે! ખાદ્ય વાનગીઓમાં મીઠું અને મરચું પ્રમાણસર હોય તો વાનગી
ટેસ્ટી લાગે, પરંતુ કોઈની ખાનગી વાતને મસાલેદાર બનાવવા માટે કોઈ નારદજીનો પટ્ટશિષ્ય મીઠું મરચું ભભરાવીને જાહેરમાં સંભળાવે ત્યારે સાંભળનારના મનમાં
અવળી અસર થાય છે.
હવે નવરા બેઠા ત્યારે મન સાથે ચિંતન શિબિર યોજી તારણ કાઢજો કે આ દિવાળીમાં
ઝાપટેલી મીઠાઈઓમાંથી કોની ફળી અને કોની પેટને નડી? કોની વાનગી ખાધા પછી પત્ની કે બોસ સાથે ઝઘડો થયો?
સ્વધર્મ અન આધ્યાત્મિક વિકાસ
આધ્યાત્મિક વિકાસના માર્ગે પામર, વિષયી,મુમુક્ષ અને મુક્ત
એમ ચાર પ્રકારના શ્રેયાર્થી સાધકો માટે એ એક ઉતમ સરળ ,સુગમ અને સર્વજન સુલભ માર્ગ છે. પણ એના ભીતરમાં છુપાયેલા અમુલ્ય ચંદ્રમણિના બહુ ફળદાયકપણાની
કિંમત કોઇ સમજી શક્યું નથી
તેમજ સેવાના મૂળભૂત રહસ્યને અત્યાર સુધીમાં ઘણા મહાપુરૂષો પણ યથાર્થે ઓળખી શક્યા નથી. હજારોમાં કોઇક મહાપુરૂષોએ એ રહસ્યને કર્મ દ્રારા સાકાર
કર્યુ. વર્તમાન સમયમાં શ્રી
વાળીનાથના પૂજ્ય સંતોએ સેવાના મૂળ રહસ્યને સદા દિવ્ય અને સાકાર બનાવ્યું સર્વ શાસ્ત્રોના નિચોડરૂપે એક સુંદર ભાવના પ્રગટ કરી છે. ભગવાનનો
સાચો ભક્ત મહાપુરૂષોની સત્યનિષ્ઠાવાળિ
સુંદ પ્રણાલિકા છોડતો નથી. જેને ભગવાનની ભક્તિ કરવી હોય તેને ભગવાનની કે ભગવાને મૂકેલા મહાપુરૂષ એવા સંતની જે મળે તે સેવા કરવી જોઇએ
અને એવી સેવાનો જે લાભ મળે
તે અહોભગ્ય સમજવું જોઇએ, એવી સેવા મહાપુરૂષોની
અને ભગવાનની પ્રસન્નતાના શુભ હેતુ અર્થે
ભક્તિપૂર્વક કરવી જોઇએ કોઇ વખાણ કરાવવાનો હેતુ ના હોવો જોઇએ.
મહાપુરૂઓના સબંધમાં આવેલા સૌ કોઇ સેવકોના સ્વધર્મ જુદાજુદા હોય છે. ગુણધર્મવાળા,નિષ્ઠાવાળા,આત્મબુધ્ધિવાળા અને તાદાત્મય અનુભવનારા એવા દરેક સાધકોનો સ્વધર્મ જુદો રહેવાનો જ . પ્રાથમિક શાળામાં જે અભ્યાસ ક્રમ હોય તેથી વધુ માધ્યમિકમાં અને તેથી વધુ અઘરો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. કોઇપણ દિગ્રી કે પી.એચ. દી. ના અભ્યાસની ગુણવતા સ્વાભાવિક રીતે ઉંચી રહેવાની જ સંતો સાથેનો પોતપોતાના સબંધ પ્રમાણે સ્વધર્મનું સ્વરૂપ અને તેના લક્ષણની અગત્યતા સહેજે ભિન્ન હોય છે. રસ્તા ઉપર વાહન વ્યવહારને નિયમમાં રાખનાર ટ્રાફીક પોલીસ અને સહરદ ઉપર માતૃભૂમિની રાષ્ટ્રની રક્ષા કરનાર સૈનિકના સ્વધર્મમાં આકાશ-પાતાળ જેટલો ફેર હોય છે. એવી જ રીતે અતિ શ્રધ્ધાવાન પ્રમ ભક્તો-સેવકો કે જેમને મોટા સંતો ખરેખર પોતાની કરૂણાદષ્ટિમાં રાખી તેમના યોગ્ય તદન જુદો- નિરાળો સ્વધર્મ સિધ્ધ કરાવવા માર્ગ છે. આવા કોઇ અંગત સ્વધર્મમાં સેવકને કદાચ ખબર ના પડે, તો પણ એવા ઉતમ અને અલગ સ્વધર્મ માટે ઇન્કાર કદીએ ના કરવો. તે માતે પ્રત્યક્ષ સ્વરૂપો જે વર્તમાનમાં છે તે સૌ મહાપુરૂષો બધાજ પ્રકારની સમજણ આપી સર્વ પ્રકારની જવાબદારી સાથે સુરક્ષાપૂર્વક પોતાના જેવો બનાવી દેશે જ. અધ્યાત્મિક માર્ગમાં દરેક સેવક માટે સ્વધર્મરૂપી રક્ષણની વાડ અનિવાર્ય છે જ. જેનાં ઇન્દ્રીઓ અંતઃકરણ નિર્બળ હશે. ગુરુમુખિ વર્તવાની જેને કોઇ સુઝ કે સમજણ નથી. વિવેક કે વિનયનું ભાન નથી, તેવા સૌ સાધકોને માટે સ્વધર્મ અનિવાર્ય છે. સ્વધર્મની દ્રઢતા કે સમજણ વિનાનું જીવન પ્રાણવાયું વગરની હવા તેમજ લોહી વગરના શરીર જેવું નિસ્તેજ છે. સેવકમાં સ્વધર્મનો પાયો મજબૂત હશે તો તેના જીવનમાં સર્વલક્ષી વિકાસ શક્ય બનશે. સ્વધર્મમાં મોકળાશ કે કચાસ હશે તો ગફલતાઈ કે પ્રમાદ આળશ આવી જશે અને સ્વધ્ર્મ લોપ થઈ જશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો મહાપુરૂષોએ ઋષિ-મુનિઓએ શાસ્ત્રો દ્રારા ત્યાગી-ગૃહસ્થી,બ્રહ્મચારી,સધવા,વિધવા,શિષ્ય,ાઅચાર્ય,રાજા,પ્રજા,બ્રાહ્મણ,યજમાન,વેપારી,સેવક,જ્ઞાની એવા પૂ.સંતોનો આસરો અને એમના વચન પ્રમાણે જો સ્વધર્મ હોય તો સેવકના જીવનમાં આવતા અવરોધો પ્રસરાવનારી જયોત માનવામં આવી છે. ઇન્દ્રિયો અંતઃકરણના સર્વ સીમાડાને સપૂણસ્લક્ષમાં રાખીને આશ્રિતોના શ્રેય માટે કલ્યાણના સર્વોપરી સુરક્ષા માતે તદ્દન સરળ ભાષામાં સ્વધર્મ કે નિયમોનું જે શિક્ષણ જે જે મહાપુરૂષોએ આપ્યું હશે, તે સૌ મહાસંતોના આપણે સૌ શાસ્વત ઋણી છીએ. પરમ પૂજ્ય સદ્દગુરૂની જે બાંધેલ મર્યાદા તેને લોપીને કોઇ સુખી થતો નથી, માટે પૂજ્ય સદગુરુદેવ દ્રારા બતાવેલ સ્વધર્મ પ્રમાણે જે ત્યાગી છે તેમને ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવુ અને જે ગૃહસ્થ છે. તેને તેના ધર્માનુસાર વર્તવુ અને તો જ સદગુરુશ્રી સુખી કરે છે. શ્રી સદગુરુના વચનને મૂકીને જીવ જ્યારે આડો અવળો ડોલે છે,ત્યારે કલેશને પામે છે અને જો શ્રી સદગુરુના વચન પ્રમાણે ચાલે તેવા સેવક પરમાત્માના અખંડ આનંદને પામે છે.
મહાપુરૂઓના સબંધમાં આવેલા સૌ કોઇ સેવકોના સ્વધર્મ જુદાજુદા હોય છે. ગુણધર્મવાળા,નિષ્ઠાવાળા,આત્મબુધ્ધિવાળા અને તાદાત્મય અનુભવનારા એવા દરેક સાધકોનો સ્વધર્મ જુદો રહેવાનો જ . પ્રાથમિક શાળામાં જે અભ્યાસ ક્રમ હોય તેથી વધુ માધ્યમિકમાં અને તેથી વધુ અઘરો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. કોઇપણ દિગ્રી કે પી.એચ. દી. ના અભ્યાસની ગુણવતા સ્વાભાવિક રીતે ઉંચી રહેવાની જ સંતો સાથેનો પોતપોતાના સબંધ પ્રમાણે સ્વધર્મનું સ્વરૂપ અને તેના લક્ષણની અગત્યતા સહેજે ભિન્ન હોય છે. રસ્તા ઉપર વાહન વ્યવહારને નિયમમાં રાખનાર ટ્રાફીક પોલીસ અને સહરદ ઉપર માતૃભૂમિની રાષ્ટ્રની રક્ષા કરનાર સૈનિકના સ્વધર્મમાં આકાશ-પાતાળ જેટલો ફેર હોય છે. એવી જ રીતે અતિ શ્રધ્ધાવાન પ્રમ ભક્તો-સેવકો કે જેમને મોટા સંતો ખરેખર પોતાની કરૂણાદષ્ટિમાં રાખી તેમના યોગ્ય તદન જુદો- નિરાળો સ્વધર્મ સિધ્ધ કરાવવા માર્ગ છે. આવા કોઇ અંગત સ્વધર્મમાં સેવકને કદાચ ખબર ના પડે, તો પણ એવા ઉતમ અને અલગ સ્વધર્મ માટે ઇન્કાર કદીએ ના કરવો. તે માતે પ્રત્યક્ષ સ્વરૂપો જે વર્તમાનમાં છે તે સૌ મહાપુરૂષો બધાજ પ્રકારની સમજણ આપી સર્વ પ્રકારની જવાબદારી સાથે સુરક્ષાપૂર્વક પોતાના જેવો બનાવી દેશે જ. અધ્યાત્મિક માર્ગમાં દરેક સેવક માટે સ્વધર્મરૂપી રક્ષણની વાડ અનિવાર્ય છે જ. જેનાં ઇન્દ્રીઓ અંતઃકરણ નિર્બળ હશે. ગુરુમુખિ વર્તવાની જેને કોઇ સુઝ કે સમજણ નથી. વિવેક કે વિનયનું ભાન નથી, તેવા સૌ સાધકોને માટે સ્વધર્મ અનિવાર્ય છે. સ્વધર્મની દ્રઢતા કે સમજણ વિનાનું જીવન પ્રાણવાયું વગરની હવા તેમજ લોહી વગરના શરીર જેવું નિસ્તેજ છે. સેવકમાં સ્વધર્મનો પાયો મજબૂત હશે તો તેના જીવનમાં સર્વલક્ષી વિકાસ શક્ય બનશે. સ્વધર્મમાં મોકળાશ કે કચાસ હશે તો ગફલતાઈ કે પ્રમાદ આળશ આવી જશે અને સ્વધ્ર્મ લોપ થઈ જશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો મહાપુરૂષોએ ઋષિ-મુનિઓએ શાસ્ત્રો દ્રારા ત્યાગી-ગૃહસ્થી,બ્રહ્મચારી,સધવા,વિધવા,શિષ્ય,ાઅચાર્ય,રાજા,પ્રજા,બ્રાહ્મણ,યજમાન,વેપારી,સેવક,જ્ઞાની એવા પૂ.સંતોનો આસરો અને એમના વચન પ્રમાણે જો સ્વધર્મ હોય તો સેવકના જીવનમાં આવતા અવરોધો પ્રસરાવનારી જયોત માનવામં આવી છે. ઇન્દ્રિયો અંતઃકરણના સર્વ સીમાડાને સપૂણસ્લક્ષમાં રાખીને આશ્રિતોના શ્રેય માટે કલ્યાણના સર્વોપરી સુરક્ષા માતે તદ્દન સરળ ભાષામાં સ્વધર્મ કે નિયમોનું જે શિક્ષણ જે જે મહાપુરૂષોએ આપ્યું હશે, તે સૌ મહાસંતોના આપણે સૌ શાસ્વત ઋણી છીએ. પરમ પૂજ્ય સદ્દગુરૂની જે બાંધેલ મર્યાદા તેને લોપીને કોઇ સુખી થતો નથી, માટે પૂજ્ય સદગુરુદેવ દ્રારા બતાવેલ સ્વધર્મ પ્રમાણે જે ત્યાગી છે તેમને ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવુ અને જે ગૃહસ્થ છે. તેને તેના ધર્માનુસાર વર્તવુ અને તો જ સદગુરુશ્રી સુખી કરે છે. શ્રી સદગુરુના વચનને મૂકીને જીવ જ્યારે આડો અવળો ડોલે છે,ત્યારે કલેશને પામે છે અને જો શ્રી સદગુરુના વચન પ્રમાણે ચાલે તેવા સેવક પરમાત્માના અખંડ આનંદને પામે છે.
મહાપુરૂષોએ આહાર શુધ્ધિ સર્વોપરી છે એ વિષે વાત કરી છે. જેવો ાઅહાર તેવો વિહાર\અન્ન તેવુ મન\ જેટલો
શુધ્ધ અને પવિત્ર આહાર એટલુ જ હૈયાનું શુધ્ધિકરણ એટલી જ શાન્તિ અને એટલીજ પ્રસન્નતા આ વાત
સદગુરુશ્રીની છે. તે વાત માને તેજ મુક્ત
થઈ જશે અને સદગુરુશ્રીના વચન પ્રમાણે સ્વધર્મના બજાવે તો ચાર વેદ, ચ શાસ્ત્ર, અઢાર
પુરાણ અને ઇતિહાસ ભણી લે અર્થને જાણી લે પણ શ્રી સદગુરુશ્રીના વચન પ્રમાણેની સેવા વિના મુક્ત થાય નહિ. જો મહાપુરુષો આટલી બધી આગ્રહભરી વાતો
સમજાવતા હોય, તો તેમાંથી પ્રગટ
સ્વધર્મના રહસ્યને સમજીને તે પ્રમાણે વર્તવું જોઇએ, તો જ આત્મપદને પામી શકાય છે. http://www.valinath.com
અન્ન એવું મન
અને આહાર તેવા વિચાર જાણવા છતાં આજે મનુષ્ય ખાસ કરીને આપણે ગુજરાતીઓ
અવિચારીપણે અકરાંતિયા બની ખાઈએ છીએ અને પછી અનેક રોગોના ભોગ બનીએ છીએ ત્યારે
શ્રી સદ્દગુરૂદેવે આહારશુદ્ધિ દ્વારા મનશુદ્ધિ કરવા માટે કહ્યું
હતું કે જો સત્વગુણની શરીરમાં વૃદ્ધિ કરવી હોય રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ
ન થાય તે જરૂરી છે અને તે માટે વ્યકિતએ આહારશુદ્ધિ માટે સ્વચ્છ વષાો, સ્વચ્છ
વાસણો, સ્વચ્છ
સ્થાનમાં સ્વસ્થ મને પકાવેલો આહાર લેવો જોઈએ.
માંસાહાર લસણ-ડુંગળી, તીખા-ખાટા પદાર્થો તમોગુણ અને
રજોગુણ પેદા કરનારા છે.
સદ્ગુરૂદેવ પૂ. રણછોડદાસજી મહારાજ
આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ
'આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ સત્ત્વશુદ્ધૌ ધૃવા સ્મૃતિઃ ।
સ્મૃતિલંભે સર્વગ્રન્થિનાં વિપ્રમોક્ષઃ ॥' (છાન્દોગ્ય ઉપનિષદû ૭-૨૬-૨)
પ્રસિદ્ધ શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે : આહાર શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.
અંતઃકરણની શુદ્ધિથી સ્મૃતિ-ધ્યાન
સ્થિર થાય છે અને ધ્યાન પ્રાપ્ત થતાં અંતરની સર્વ મલિન ગ્રંથિઓ અર્થાત વાસના તત્કાળ નાશ પામે છે.
ઉપનિષદકારે આ સનાતન સત્ય સમગ્ર માનવ માટે આપેલું છે. તેનો થોડો વિમર્શ
કરીશું.
પ્રથમ તો પરમેશ્વરની અત્યંત કૃપા કે આપણને મનુષ્યદેહ આપ્યો. જન્મમરણના ફેરામાંથી મુક્તિ મનુષ્યદેહથી જ શક્ય બને છે. તેનું કારણ શાસ્ત્રમાં જ આપેલું છે - 'શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમû।' મનુષ્યમાં વિવેકબુદ્ધિ છે : શું કરવું અને શું ન કરવું! અન્યથા પશુના દેહે આ શક્ય જ નથી. મનુષ્યદેહથી જ ધર્મનું પાલન શક્ય બને છે.
પ્રથમ તો પરમેશ્વરની અત્યંત કૃપા કે આપણને મનુષ્યદેહ આપ્યો. જન્મમરણના ફેરામાંથી મુક્તિ મનુષ્યદેહથી જ શક્ય બને છે. તેનું કારણ શાસ્ત્રમાં જ આપેલું છે - 'શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમû।' મનુષ્યમાં વિવેકબુદ્ધિ છે : શું કરવું અને શું ન કરવું! અન્યથા પશુના દેહે આ શક્ય જ નથી. મનુષ્યદેહથી જ ધર્મનું પાલન શક્ય બને છે.
પંચભૂતનું શરીર હવા, જળ અને અન્નથી પોષાય છે. શરીરમાં રહેલો પ્રાણ તે અન્નથી ટકી રહે છે. પ્રાણનો આધાર અન્ન છે. માટે અન્ન દૂષિત થાય તો પ્રાણ દૂષિત થાય. તેથી
મનઆદિક અંતઃકરણમાં વિકૃતિ આવે. અંતઃકરણની વિકૃતિથી જીવ આધ્યાત્મિક માર્ગમાંથી-કલ્યાણના માર્ગમાંથી પતિત થાય. તેથી જ ધર્મશાસ્ત્રોએ
આહારશુદ્ધિની અનિવાર્યતા નિર્દેશી છે.
આ વાત શ્રીજીમહારાજે થોડી સૂક્ષ્મ રીતે વચનામૃત પ્ર. ૧૮માં સમજાવી
છે. તેમાં તેઓ પંચ
જ્ઞાનેન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવાનો
અનુરોધ કરે છે. તેઓ કહે છે : 'પંચ ઇન્દ્રિયો દ્વારે
જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ
કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે.
અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચઇંદ્રિયોના આહારમાંથી એક ઇંદ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે, માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ
ઇંદ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. પ્રસ્તુત
લેખમાં આપણે રસના ઇંદ્રિયના જ આહાર
પર ચર્ચા કરીશું.
આહારશુદ્ધિના સ્તંભસમો સિદ્ધાંત હિંદુ ધર્મમાં હોય તો તે છે - અહિંસાનો! અહિંસા તે પરમ ધર્મ છે
તેવો મહાભારતમાં (૩-૨૦૭-૭)
ઉલ્લેખ છે. શ્રીજીમહારાજે
શિક્ષાપત્રીમાં પણ તે જ વાતને અનુમોદન આપ્યું છે. (શ્લોક-૧૨) શ્લોક-૧૧માં તેમણે કોઈપણ જીવહિંસાનો નિષેધ કર્યો. આ ઉપરાંત દારૂ, માંસનો નિષેધ (શ્લોક-૧૫); ભાંગ આદિક કેફ કરનારી વસ્તુનો ત્યાગ (શ્લોક-૧૮) અને ડુંગળી, લસણનો નિષેધ (શ્લોક-૧૮) કરવાનું કહ્યું છે.
નવા સત્સંગીઓને કદાચ પ્રશ્ન થાય કે ડુંગળી-લસણનો નિષેધ તો
બ્રાહ્મણ હરિભક્તો માટે જ છે તેવું શિક્ષાપત્રીમાં
મહારાજ કહે છે. પરંતુ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના શ્લોક ૨૦૩માં લખ્યું છે કે 'સંપ્રદાયના વિશેષ ધર્મનો વિસ્તાર અમારા અન્ય ધર્મગ્રંથોમાંથી જાણવો' એ આદેશ અનુસાર સંપ્રદાયનો અન્ય ધર્મગ્રંથ 'સત્સંગિજીવન' છે, તેમાં આ શ્લોકનો
વિસ્તાર આ પ્રમાણે છે :
'ગૃહસ્થૈરપિ સન્ત્યાજયઃ સંસર્ગો
મદ્યમાંસયોઃ ।
પલાણ્ડુલશુનાદેશ્ચ તથા માદકવસ્તુનઃ ॥' (૬૨/૩)
અર્થાત ગૃહસ્થોએ પણ મદ્યમાંસ, માદક વસ્તુઓ તથા ડુંગળી લસણનો સારી રીતે ત્યાગ કરવો. આનાથી
સમસ્ત હરિભક્તોને આ આજ્ઞા
પાળવાનો બોધ થાય છે. વૈજ્ઞાનિકો આવા પદાર્થોના ઔષધીય અને સ્વાસ્થ્યપ્રદ ગુણો ભલે ગણાવે પણ
આપણા સત્સંગીઓએ આપણા
ઇષ્ટદેવની આજ્ઞાનું શિર સાટે પાલન કરવું. એ જ ભક્તોની પ્રથમ ફરજ છે.
માંસાદિક પદાર્થો વર્જ્ય ગણવાનું બીજું કારણ છે તેમાં રહેલા તામસિક
ગુણો.
સામાન્ય રીતે તામસીનો અર્થ ફક્ત 'ક્રોધ ઉપજાવે તેવું' એ સમજણ છે. પરંતુ આવી સમજણ અધૂરી છે. તમોગુણમાં અન્ય દુર્ગુણો જેવા કે આળસ, નિદ્રા અને મોહનો સમાવેશ પણ થાય છે. મોહિત વ્યક્તિ સાચો નિર્ણય લઈ સત્યના માર્ગ પર ચાલી શકતી નથી. આળસ, પ્રમાદ અને મોહ માણસના પરમ શત્રુ છે. શ્રીજીમહારાજે વચનામૃત સારંગપુર ૧૪માં પ્રમાદ અને મોહને માયા કહી છે. મહાભારતમાં ઉદ્યોગપર્વમાં સનત્સુજાત ૠષિએ પણ પ્રમાદ અને મોહને જ માયા કહી. આ માયાથી બચવા જ તમોગુણી આહારનો નિષેધ કર્યો છે. ડુંગળી, લસણ, હીંગના નિષેધનું પણ આ જ કારણ છે.
તામસિક આહાર અને તેમાંય વિશેષે કરીને માંસાહાર વિષે 'એનસાઇક્લોપેડિયા આૅફ રિલીજીયન' અને એથિક્સ જણાવે છે : 'માંસાહાર વિરુદ્ધ સૌથી ગંભીર પુરાવો એ છે કે તે માણસની પશુવૃત્તિઓને ઉત્તેજિત કરે છે તથા વિષયભોગ માટે ઇન્દ્રિયોની લોલુપતા વધારે છે. માંસાહાર ન કરીએ અને શુદ્ધ શાકાહારી બનીએ તો ફાયદો એ થાય છે કે આપણે શારીરિક અસ્વસ્થતાથી મુક્ત રહીએ છીએ અને આપણા વિચારો તથા ઇચ્છાઓને પવિત્ર, શુદ્ધ અને સંયમી બનાવી શકીએ છીએ.'
સામાન્ય રીતે તામસીનો અર્થ ફક્ત 'ક્રોધ ઉપજાવે તેવું' એ સમજણ છે. પરંતુ આવી સમજણ અધૂરી છે. તમોગુણમાં અન્ય દુર્ગુણો જેવા કે આળસ, નિદ્રા અને મોહનો સમાવેશ પણ થાય છે. મોહિત વ્યક્તિ સાચો નિર્ણય લઈ સત્યના માર્ગ પર ચાલી શકતી નથી. આળસ, પ્રમાદ અને મોહ માણસના પરમ શત્રુ છે. શ્રીજીમહારાજે વચનામૃત સારંગપુર ૧૪માં પ્રમાદ અને મોહને માયા કહી છે. મહાભારતમાં ઉદ્યોગપર્વમાં સનત્સુજાત ૠષિએ પણ પ્રમાદ અને મોહને જ માયા કહી. આ માયાથી બચવા જ તમોગુણી આહારનો નિષેધ કર્યો છે. ડુંગળી, લસણ, હીંગના નિષેધનું પણ આ જ કારણ છે.
તામસિક આહાર અને તેમાંય વિશેષે કરીને માંસાહાર વિષે 'એનસાઇક્લોપેડિયા આૅફ રિલીજીયન' અને એથિક્સ જણાવે છે : 'માંસાહાર વિરુદ્ધ સૌથી ગંભીર પુરાવો એ છે કે તે માણસની પશુવૃત્તિઓને ઉત્તેજિત કરે છે તથા વિષયભોગ માટે ઇન્દ્રિયોની લોલુપતા વધારે છે. માંસાહાર ન કરીએ અને શુદ્ધ શાકાહારી બનીએ તો ફાયદો એ થાય છે કે આપણે શારીરિક અસ્વસ્થતાથી મુક્ત રહીએ છીએ અને આપણા વિચારો તથા ઇચ્છાઓને પવિત્ર, શુદ્ધ અને સંયમી બનાવી શકીએ છીએ.'
"The Most Serious indictment against
flesheating is that meat is a stimulant and its heating properties act upon the
system by increasing the power of the animal in man. By meat... eating in other
words, the temptation to sensuality of all kinds is strenghened. Moreover the
benefit... is not only relief from certain trouble once physical sensations but
a marked purification of thought and desire."
માંસાહાર માનવની પશુવૃત્તિને પુષ્ટ કરે છે. તે વિધાનની તાદૃશ્યતા
જોઈએ. પરદેશની શાળાઓમાં 'બુલીયીંગ' અને ફૂટપાથ પર ટીનએજર્સનો આક્રમક વર્તાવ જોવા મળે છે. તો ગુજરાત અને ભારતના મોટાભાગનાં શહેરો-ગામડાંઓની
શાળાઓમાં તથા જાહેરમાર્ગો પર અમથું
અમથું આક્રમક અને અશ્લીલ વલણ જોવા મળતું નથી. તેનું એક જ કારણ છે કે આપણે શાકાહારી છીએ. શાકાહારથી મન અને ઇન્દ્રિયો શાંત રહે છે. જ્યાં જ્યાં
માંસાહારે પગપેસારો કર્યો છે તેવા રાષ્ટ્રોમાં તમોગુણી પ્રવૃત્તિ અર્થાતû લૂંટફાટ અને ખૂનામરકી વધ્યાં છે.
માંસાહાર-તામસિક આહાર છે. તામસિક આહાર
વિષે થોડું જાણ્યું. ભગવદ્ગીતામાં ત્રણ પ્રકારના આહારનું વિશ્લેષણ કર્યું છે તે અહીં
જોઈએ.
(૧) સાત્ત્વિક આહાર : પુષ્ટિદાયક (દૂધ, મધ આદિક) આરોગ્યપ્રદ, સ્નિગ્ધ (ઘી, માખણ), સ્થિર (શરીર સાથે એકરસ થઈ
જનાર), મધુર (સાકરયુક્ત), સ્વાદિષ્ટ (ઘી, સાકર કે દૂધ-સાકરના
સંયોજનથી પક્વ થયેલ)
(૨) રાજસી આહાર : મધુર સિવાયના પાંચ રસો : ખાટા, ખારા તીખા, તૂરા અને કડવા રસવાળા. અલગ અલગ લેવાય તે રાજસી આહાર છે. આ ઉપરાંત અત્યંત ગરમ (ચૂલા પરથી તરત ઊતારેલા), લૂખા (જે આહાર ખાધા બાદ ખૂબ પાણી પીવું પડે છતાં તૃષા ન છીપે એવા), તળેલા, શેકેલા, ઊકાળેલા, વઘારેલા, દાહ કરનારા, (લવિંગ, તજ, એલચી આદિ તેજાના) મોંમાં ઝણઝણાટ ને પાણી ઉત્પન્ન કરનારા જેના સેવનથી દુઃખ, શોક, ગ્લાનિ તથા રોગ ઊપજે તે રાજસી આહાર. આમાં દારૂ, ડ્રગ્સ, કૉફી, ચા અને કેફિનયુક્ત ઠંડા પીણાનો સમાવેશ થઈ શકે, કારણ કે તેનાથી મૂડ ઉત્તેજિત થાય અથવા મનમાં વિકૃતિ આવે. ઉપરાંત તેની અસર ઓછી થયે ગ્લાનિ (ડીપ્રેશન) પણ પેદા થાય છે.
(૨) રાજસી આહાર : મધુર સિવાયના પાંચ રસો : ખાટા, ખારા તીખા, તૂરા અને કડવા રસવાળા. અલગ અલગ લેવાય તે રાજસી આહાર છે. આ ઉપરાંત અત્યંત ગરમ (ચૂલા પરથી તરત ઊતારેલા), લૂખા (જે આહાર ખાધા બાદ ખૂબ પાણી પીવું પડે છતાં તૃષા ન છીપે એવા), તળેલા, શેકેલા, ઊકાળેલા, વઘારેલા, દાહ કરનારા, (લવિંગ, તજ, એલચી આદિ તેજાના) મોંમાં ઝણઝણાટ ને પાણી ઉત્પન્ન કરનારા જેના સેવનથી દુઃખ, શોક, ગ્લાનિ તથા રોગ ઊપજે તે રાજસી આહાર. આમાં દારૂ, ડ્રગ્સ, કૉફી, ચા અને કેફિનયુક્ત ઠંડા પીણાનો સમાવેશ થઈ શકે, કારણ કે તેનાથી મૂડ ઉત્તેજિત થાય અથવા મનમાં વિકૃતિ આવે. ઉપરાંત તેની અસર ઓછી થયે ગ્લાનિ (ડીપ્રેશન) પણ પેદા થાય છે.
(૩) તામસી આહાર : જે આહાર રાંધ્યા પછી
ઘણા સમય સુધી પડી રહ્યો હોય, ઊતરી ગયો હોય, પદાર્થનો મૂળભૂત રસ નાશ પામ્યો
હોય, કાચોપાકો રંધાયો હોય, જેમાંથી દુર્ગંધ આવતી હોય, મુશ્કેલીથી પચે તેવો, ખૂબ મસાલેદાર હોય, ઠંડો અને વાસી હોય, કોઈનો એંઠો કે છાંડેલો હોય, જેમાં કીટ, વાળ જેવી અપવિત્ર વસ્તુઓ પડી હોય, શાસ્ત્રનિષિદ્ધ માંસ, માછલી, ઈંડાં, ડુંગળી, લસણયુક્ત હોય; તે આહારને તામસી આહાર કહ્યો છે. હવે બીજા સૂક્ષ્મ ઘટકો જે
આહારને અશુદ્ધ કરે છે તે જોઈએ.
(૧) સ્વભાવ દોષ : જે પદાર્થ સ્વરૂપ-સ્વભાવે
દૂષિત છે જેમ કે માંસ, ઈંડાં, શરાબ,
સડેલું અનાજ વગેરે મનુસ્મૃતિમાં કહ્યું છે કે -
'લશુનં ગૃઞ્જનં ચૈવ પલાણ્ડુકવકાનિ ચ ।
એતાન્ જગ્ધ્વા દ્વિજો મોહાત્ï પ્રાજાપત્યેન શુચ્યતિ ॥'
લસણ, ડુંગળી, સલગમ (એક પ્રકારનો દંડ), છત્રાક (બિલાડીનો ટોપ-મશરૂમ) વગેરે અપવિત્ર પદાર્થો ખાનારે પોતાની શુદ્ધિ માટે પ્રાજાપત્યવૃત્ત કરવું.
(૨) નિમિત્ત દોષ : ભોજન તો સૂરજ છે તથા પદાર્થોમાં પણ કોઈ દોષ નથી, પરંતુ તેમાં બહારથી અપવિત્ર વસ્તુનો યોગ થતાં અન્ન દૂષિત થાય છે. જેમ કે બજારમાંથી ખરીદેલા પદાર્થમાં જંતુ આદિ પડ્યા હોય, રાંધેલું ભોજન ન ઢાંકવાથી તેમાં પક્ષીની તથા ગરોળીની વિષ્ટા, માખી, વંદા, મંકોડા વગેરે જંતુ તથા ધૂળ પડવાથી તે દૂષિત અન્ન વર્જ્ય ગણવામાં આવ્યું છે.
(૩) આશ્રય દોષ : ભોજન પકાવનાર વ્યક્તિ અતિશય પવિત્ર હોય, વાસણો માંજ્યા વિનાનાં એઠાં હોય, પહેલાં વાસણોમાં અભક્ષ્ય પદાર્થ રંધાયો હોય, દુષ્ટ વ્યક્તિએ સ્પર્શ કર્યો હોય તો અન્ન દૂષિત થાય છે. વ્યક્તિ વ્યક્તિમાં ચારિત્ર્યદોષ છુપાયેલો હોય છે. એકલશૃંગી ૠષિને કુલ્ટા સ્ત્રીએ રાજસી ભોજન જમાડ્યાં તો તે તેમના તપ માર્ગમાંથી પડ્યા. તે દૃષ્ટાંત જાણીતું છે. રજસ્વલા સ્ત્રીએ રાંધેલું અન્ન પણ આ આશયથી અશુદ્ધ ગણવામાં આવે છે.
'લશુનં ગૃઞ્જનં ચૈવ પલાણ્ડુકવકાનિ ચ ।
એતાન્ જગ્ધ્વા દ્વિજો મોહાત્ï પ્રાજાપત્યેન શુચ્યતિ ॥'
લસણ, ડુંગળી, સલગમ (એક પ્રકારનો દંડ), છત્રાક (બિલાડીનો ટોપ-મશરૂમ) વગેરે અપવિત્ર પદાર્થો ખાનારે પોતાની શુદ્ધિ માટે પ્રાજાપત્યવૃત્ત કરવું.
(૨) નિમિત્ત દોષ : ભોજન તો સૂરજ છે તથા પદાર્થોમાં પણ કોઈ દોષ નથી, પરંતુ તેમાં બહારથી અપવિત્ર વસ્તુનો યોગ થતાં અન્ન દૂષિત થાય છે. જેમ કે બજારમાંથી ખરીદેલા પદાર્થમાં જંતુ આદિ પડ્યા હોય, રાંધેલું ભોજન ન ઢાંકવાથી તેમાં પક્ષીની તથા ગરોળીની વિષ્ટા, માખી, વંદા, મંકોડા વગેરે જંતુ તથા ધૂળ પડવાથી તે દૂષિત અન્ન વર્જ્ય ગણવામાં આવ્યું છે.
(૩) આશ્રય દોષ : ભોજન પકાવનાર વ્યક્તિ અતિશય પવિત્ર હોય, વાસણો માંજ્યા વિનાનાં એઠાં હોય, પહેલાં વાસણોમાં અભક્ષ્ય પદાર્થ રંધાયો હોય, દુષ્ટ વ્યક્તિએ સ્પર્શ કર્યો હોય તો અન્ન દૂષિત થાય છે. વ્યક્તિ વ્યક્તિમાં ચારિત્ર્યદોષ છુપાયેલો હોય છે. એકલશૃંગી ૠષિને કુલ્ટા સ્ત્રીએ રાજસી ભોજન જમાડ્યાં તો તે તેમના તપ માર્ગમાંથી પડ્યા. તે દૃષ્ટાંત જાણીતું છે. રજસ્વલા સ્ત્રીએ રાંધેલું અન્ન પણ આ આશયથી અશુદ્ધ ગણવામાં આવે છે.
(૪) સ્વત્વદોષ
: અન્ન પોતાની ઇમાનદારીથી કમાયેલા દ્રવ્યનું ન હોય અને છેતરપીંડી
અથવા ચોરી વગેરે સાધનોથી મેળવેલું હોય તો પણ અન્ન દૂષિત બને છે. તમામ દોષોમાં
દ્રવ્ય દોષને મોટો દોષ કહેવાયો છે.
હવે દૈનિક જીવનમાં ઉપર દર્શાવેલા ખોરાકના ૩ પ્રકાર અને ૪ દોષોનો પ્રૅકિટકલ સમન્વય ૪ ભાગમાં વર્ગીકૃત કરી શકાય : ૧. રસોડામાં આહારશુદ્ધિ, ૨. ઠાકોરજીના થાળ અંગે આહારશુદ્ધિ, ૩. અંગત આહારશુદ્ધિ, ૪. સમય અને ૠતુ મુજબ આહારશુદ્ધિ. આ મુદ્દા વિચારીને શ્રદ્ધા અને આદરપૂર્વક દેહે કરીને જેટલું આહારશુદ્ધિનું પાલન કરીશું તેટલી અંતઃકરણની શુદ્ધિ થતી જશે. અંતઃકરણ જેમ જેમ શુદ્ધ થશે, તેમ તેમ પ્રગટ સત્પુરુષની કૃપા થશે. તેમની કૃપાથી એકાંતિક ધર્મના ચાર અંગો : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જીવમાં દૃઢ થશે. એકાંતિક ધર્મ સિદ્ધ થતાં મલિન ગ્રંથિઓ નાશ પામે છે ને આત્યંતિક મુક્તિ, અર્થાતû અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. સાધુ મુકુંદચરણદાસ http://www.swaminarayan.org
હવે દૈનિક જીવનમાં ઉપર દર્શાવેલા ખોરાકના ૩ પ્રકાર અને ૪ દોષોનો પ્રૅકિટકલ સમન્વય ૪ ભાગમાં વર્ગીકૃત કરી શકાય : ૧. રસોડામાં આહારશુદ્ધિ, ૨. ઠાકોરજીના થાળ અંગે આહારશુદ્ધિ, ૩. અંગત આહારશુદ્ધિ, ૪. સમય અને ૠતુ મુજબ આહારશુદ્ધિ. આ મુદ્દા વિચારીને શ્રદ્ધા અને આદરપૂર્વક દેહે કરીને જેટલું આહારશુદ્ધિનું પાલન કરીશું તેટલી અંતઃકરણની શુદ્ધિ થતી જશે. અંતઃકરણ જેમ જેમ શુદ્ધ થશે, તેમ તેમ પ્રગટ સત્પુરુષની કૃપા થશે. તેમની કૃપાથી એકાંતિક ધર્મના ચાર અંગો : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જીવમાં દૃઢ થશે. એકાંતિક ધર્મ સિદ્ધ થતાં મલિન ગ્રંથિઓ નાશ પામે છે ને આત્યંતિક મુક્તિ, અર્થાતû અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. સાધુ મુકુંદચરણદાસ http://www.swaminarayan.org
(મન્ડે-મંથન - રોહિત શાહ)
ગુજરાતીમાં એક કહેવત છે : જેનાં અન્ન જુદાં તેનાં
મન જુદાં. અન્ન શબ્દ અહીં
ભોજનના સંદર્ભમાં પ્રયોજાયો છે. સાથે મળીને-સાથે બેસીને જમવું એ સુખનો અવસર છે. મૅરેજ, બર્થ-ડે
જેવા કોઈ પણ ખુશીપ્રેરક પ્રસંગે આપણે સ્વજનો-મિત્રોને ઇન્વાઇટ કરીને સાથે જમવારૂપે ઉજવણી કરીએ છીએ.
ખુશી જેટલા
વધુ લોકો સુધી પહોંચે
એટલી એ વધતી જાય છે.
બે સગા ભાઈઓ વચ્ચે કશો લડાઈ-ઝઘડો ન હોય છતાં વ્યવસ્થા ખાતર તેમને અલગ રહેવાનું થાય એવું અનેક કિસ્સાઓમાં બની શકે છે. વ્યવસાય માટે
અલગ થવું પડે, ઘરની સંકડાશને કારણે અલગ રહેવા જવું પડે. બાળકોના અભ્યાસ માટે
કે વડીલોની
બીમારીના ઉપચારરૂપે
ભાઈઓને અલગ રહેવાની વ્યવસ્થા સ્વીકારવી પડે ત્યારે જુદા થતાં બન્ને પક્ષે પીડા અને વ્યથા હોય છે. કશો જ અણબનાવ નથી, કોઈ કલહ-કંકાસ નથી, કોઈનું કોઈએ દિલ દુભાવ્યું નથી તો પણ અલગ રહેવાના સંજોગો આવ્યા
હોય ત્યારે અલગ થતાં બન્ને પક્ષે દુ:ખ થવું સ્વાભાવિક છે.
પરંતુ એક વખત અલગ રહેવાની નોબત આવી ગઈ એટલે ખેલ ખલાસ. ધીમે-ધીમે બન્ને પરિવારો વચ્ચેનું અંતર વધતું જશે. કદાચ સગા બે ભાઈઓ વચ્ચેની આત્મીયતા
અકબંધ રહી હશે તો પણ પત્ની અને બાળકો વચ્ચે ધીમે-ધીમે અંતર અવશ્ય
વધતું જશે.
કોણે કેવો વ્યવહાર
કર્યો હતો એના હિસાબો રખાશે, કોણ
શું બોલ્યું હતું એની નોંધ
લેવાશે, કોની કમાણી વધુ છે એનાં લેખાં-જોખાં થશે, કયો ભાઇ કોના માટે વધારે ઘસાય છે એનો અભ્યાસ થશે, કોની પત્ની કેટલો જુદાગરો રાખે છે અને કોનાં બાળકો કેટલાં અતડાં રહે છે એની ટીકાઓ થશે.
મનના ભેદ
અન્ન જુદાં હતાં એટલે મનનેય જુદાં થવાનું જ હતું. પહેલાં જ્યાં વહાલ હતું ત્યાં હવે વાંધાવચકા આવશે. પહેલાં જ્યાં જતું કરવાની
વૃત્તિ હતી ત્યાં હવે માત્ર વ્યવહાર રાખવાની
વાત આવશે. ચાર-પાંચ વર્ષ અલગ રહેલા ભાઈઓને પછીથી ભેગા થઈને રહેતા જોયા કદી? જુદા રહેવાને કારણે દરેકની જીવનશૈલી બદલાઈ ગઈ હોય, દરેકને પોતાની
પ્રાઇવસીનું વળગણ થઈ ગયું હોય, સૌને
પોતાની સગવડમાં કશો અંતરાય ન આવે કે
કોઈ ભાગ ન પડાવે એવી અપેક્ષા તીવ્ર થઈ ગઈ હોય એટલે એક વખત અલગ રહ્યા પછી ફરીથી ભેગા થઈને રહેવાનું લગભગ અશક્ય જ બની
રહે છે.
અન્ન જુદું થયું એટલે મન પણ જુદાં થયાં. આટલું મારું અને આટલું તારું એવી વૃત્તિ એમાંથી જ આવી. જુદા રહ્યા એટલે જુદાગરો આવ્યો. હવે
સહિયારાપણું ગયું. હવે સંપની
સંવેદના ગઈ. હવે હિસાબો ઝીણા થયા. હવે વ્યવહારો કડવા થયા. હવે કર્તવ્યો ઘટ્યાં અને અપેક્ષાઓ વધી. હવે પરસ્પરની ખૂબીઓ
જોવાનું ઘટ્યું અને ખામીઓ શોધવાનું
વધ્યું. અલગ રહેવા જવાથી અલગ પડી જવાય છે એ નુકસાન જેવુંતેવું નથી.
હૂંફનો અંત
બે ભાઈ ભેગા રહેતા હતા ત્યારે ગમે તેટલી ભૂખ લાગી હોય તોય એક ભાઈ બીજા ભાઈની રાહ જોતો હતો. હમણાં ભાઈ આવશે એટલે સાથે જમીશું એવી ભાવના
રહેતી હતી.
હવે સાથે બેસીને
જમવાનું જ ન રહ્યું હોય ત્યારે એ પ્રતીક્ષા કરવાનો ધન્ય અવસર પણ ગયો અને સાથે જમવા બેસીને પરસ્પર વચ્ચે હૂંફની લેવડદેવડ
કરવાની તક
પણ ગઈ.
દાવત સંબંધોને સુગંધમય બનાવે છે, અદાવત
સંબંધોને પ્રદૂષિત કરે છે. જેની સાથે
વષોર્થી અણબનાવ હોય,
જેની સાથેના સંબંધોનો
વિચ્છેદ થઈ ગયો હોય તેવા બે પરિવારોને
કોઈક ખાસ કારણે વારંવાર સાથે જમવાનું બને તો ધીમે-ધીમે તેમની વચ્ચે સુમેળનો સેતુ રચાવા માંડે છે. નાતનો જમણવાર હોય કે કોઈ
સ્નેહીને ત્યાં અલગ-અલગ પ્રસંગે પરસ્પરને મળવાનું અને સાથે જમવાનું
નિમિત્ત મળતું રહેશે તો બન્નેના
મનમાંથી વૈમનસ્ય અને કડવાશ ધીરે-ધીરે ઓગળી જશે. સાથે બેસીને જમવાથી આવો ચમત્કાર પ્રગટી શકે છે.
આત્મીયતાનો એકડો
રેલવેના પ્રવાસ દરમ્યાન કે દવાખાનામાં આપણે જ્યારે ભાથાનો ડબ્બો ખોલીને સહપ્રવાસીઓને અને સહઉપસ્થિત વ્યક્તિને કંઈક ખાવા આમંત્રણ આપીએ
છીએ કે આગ્રહ કરીએ છીએ ત્યારે
આત્મીયતાના આદ્યાક્ષરો ઘૂંટાવા માંડે છે. ઑફિસમાં સાથે કામ કરનારા સહકર્મચારીઓ રિસેસમાં પોતપોતાનાં લંચબૉક્સ લઈને સાથે
ભોજન કરવા
બેસે છે ત્યારે
નાત-જાતના અલગ હોવા છતાં એક પ્રકારની આત્મીયતાનો એકડો ઘૂંટાવાની શરૂઆત થઈ જાય છે. ભલે રોટલી અને શાક હોય, ભલે ભાખરી અને ભાજી જ હોય; પરંતુ પરસ્પરને આગ્રહ
કરવામાં આવે, દાવત આપવામાં આવે ત્યારે સંબંધો ગાઢ બને જ છે. પરંતુ સગા ભાઈઓ વચ્ચે પણ જો અન્ન જુદાં હશે તો
અદાવત પાંગરતી જશે.
આપણી સંસ્કૃતિમાં સ્વાર્થને ઘૃણાસ્પદ માનવામાં આવ્યો છે. સદ્ભાવ અને સમભાવનો આપણે સદીઓથી આદર કરતા રહ્યા છીએ. આપણને એટલું ટૂંકું
આયુષ્ય મળ્યું છે કે પરસ્પરને પ્રેમ
કરવાની કે વહાલ કરવાની પણ પૂરતી તક મળતી નથી. પ્રેમ કરવામાંય સમય ઓછો પડતો હોય ત્યારે વૈરભાવ બતાવવામાં કે અદાવત
રાખવામાં સમય વેડફવાનું આપણને કેમ
પોસાય? તો હવેથી સ્વજનો અને મિત્રો સાથે દાવતનો સંબંધ રાખીશું અને અદાવત કોઈની સાથે નહીં, ખરુંને?
જૈનોની સ્વામીભક્તિ
જૈન ધર્મમાં સામૂહિક ભોજનનો આગવો મહિમા છે. એ માટે જૈનો ‘સામૂહિક વાત્સલ્ય’ કે ‘સ્વામીભક્તિ’ અથવા ‘સાધર્મિક વાત્સલ્ય’ જેવા શબ્દો પ્રયોજે છે. એમાં મોટે ભાગે કોઈ દાતા તરફથી તમામ જૈનોને સમૂહભોજન
કરાવવામાં આવે છે. દાતા
કરતાંય જમવા આવનારાનો હોદ્દો ઊંચો ગણાયો છે. એટલે તો તેને ‘સ્વામી’ માન્યો છે. તેને ભોજન
કરાવવું એ સ્વામીભક્તિ. પોતાના સમાનધર્મીને ભોજન કરાવવું એ સાધર્મિક વાત્સલ્ય. નોકર-ચાકરની બેસુમાર સાહ્યબી
ભોગવતા શ્રીમંતોને આવા પ્રસંગે લોકોની એઠી થાળીઓ ભેગી કરતા જોયા છે.
આગ્રહ કરીને ભોજન પીરસતા જોયા છે.
જૈન ધર્મમાં ભોજન એઠું મૂકવું એ પાપ ગણાય છે. એટલે ભોજન પતી ગયા પછી થાળી ધોઈને પીવાની પરંપરા છે. થાળીમાં છેલ્લે
એઠવાડ પણ ન
રહી જાય એની કાળજી
લેવામાં આવે છે. આજકાલના જમણવારોમાં પચીસ-ત્રીસ ટકા કે તેથી પણ વધુ ભોજનનો બગાડ થતો જોઈને આપણા દેશની ગરીબી વધુ ડંખે
છે. છતાં એક વાત તો સાવ સાચી જ છે
કે સાથે મળીને જમવાથી ભોજનનો સ્વાદ પણ વધે છે અને સંબંધનો સ્વાદ પણ મધુરો બને છે.
સમૂહભોજન : અવસર
સાથે મળીને જમવું એ અવસર છે. ભૂતકાળમાં લોકો ઉજાણી કે દાબડા-ઉત્સવ ઊજવતા હતા. એમાં ભાગ લેનાર સૌકોઈ પોતપોતાના ઘેરથી જમવાનું લઈને જતા
અને નક્કી
કરેલી વિશાળ જગ્યામાં
સાથે મળીને જમતા. એમાં ન કોઈ ગરીબ ગણાતું ન કોઈ શ્રીમંત. માત્ર સાથે મળીને જ નહીં, પરસ્પરને વહેંચીને સૌ એકસાથે સમૂહમાં જમતા. એથી ભાઈચારો કેળવાતો. પરસ્પર પ્રત્યે નિકટતા કેળવાતી.
જૂની ગેરસમજ ટળતી અને નવી લાગણીઓ
પ્રગટતી. નાતજાત વચ્ચેના કડવા વ્યવહારોમાં સમૂહભોજનને કારણે થોડીક મીઠાશ પણ ભળતી. ગામ-સરણી જેવા પ્રસંગે આખા ગામના લોકોને
કોઈ એક જ વ્યક્તિ તરફથી સમૂહમાં જમાડવામાં આવતા. આવા પ્રસંગો આજે પણ
નાનાં ગામડાંઓમાં થતા-ઊજવાતા જોવા મળે છે.
આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે !
’આપણે જાતે જ આપણા શરીરને અને ગૃહિણીઓ ઘરના બધાના
શરીરને રોગોનું ઘર બનાવીએ છીએ અને પછી દોડીએ છીએ ડૉક્ટર કે વૈદ પાસે આયુર્વેદની ઔષધિઓ કુદરતી છે અને ભગવાને આપણને મફતના ભાવમાં ઉપલબ્ધ કરાવી છે
પશ્ચિમના દેશોની યુનિવર્સિટી કે વૈજ્ઞાનિકો
કહે એટલે આપણે ભારતીયો આંધળી દોટ મૂકીએ છીએ પણ આપણાં
શાસ્ત્રમાં જે અનુભવયુક્ત અને હજારો વર્ષથી અનુભવાયું છે તેમ કરતા આપણે નાનપ અનુભવીએ છીએ.
નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું એટલે સસલાનું દૂધ રોગ
પ્રતિકારક શક્તિ માટે વાપરવા લાગશે.પરંતુ આપણા શાસ્ત્રનો સહારો લઈએ તો આપણે આવા કોઈ
સંશોધન તરફ આંધળી દોટ મૂકવી પડે તેવી સ્થિતિ છે જ
નહીં. આઘુનિક સમયમાં કોઈપણ વસ્તુ કે વનસ્પતિના ગુણધર્મો ચકાશી શકાય છે. બસ આ એક માત્ર સહારો લઈએ
તો આયુર્વેદને આઘુનિક પરિપેક્ષમાં અપનાવી શકાય.
પરંપરાગત જ્ઞાન પ્રમાણે જમતા પહેલા ૩૦ મિનિટ પાણી ન પીવાય અને જમ્યા પછી પણ ૩૦ મિનિટ પાણી ન પીવું
જોઈએ.જમ્યા પછી જેટલી છાશ પીવી હોય તેટલી પી શકાય.
પરંતુ આપણે આવું કરતા નથી. જોકે હવે છાશની ગોળીઓ આવવા લાગી છે એટલે આપણે મોજથી ખાઈએ છીએ.
ત્યારે એમ કહેવું જોઈએ કે આપણા વડીલોએ આપેલો ખાણી
પીણીનો વારસો સાચવી ન શક્યા એટલે છાશની ગોળીઓ ગળવાનો વારો આવ્યો છે!
રસોડામાં વપરાતી વસ્તુઓ રાય, મેથી, ધાણાજીરૂ, હળદર જેવી પરંપરાગત વસ્તુઓની સંખ્યા ૪૦ જેટલી છે તેમાં આપણે વધારો કરી શક્યા નથી. આઘુનિક વિજ્ઞાન પણ કઈ કરી
શકતું નથી એટલે કે શું ખાવું અને શું ન ખાવું તે ઋષિઓએ
એટલે આપણા વૈજ્ઞાનિકોએ જે કહ્યું
અથવા તો આયુર્વેદમાં જે છે તે જ સર્વશ્રેષ્ઠ છે પણ આપણે એ વાત સ્વિકારતા નથી. એટલા બધાં વામણા આપણને અંગ્રેજોએ કરી દીધા છે.
પરિણામે મોંઘીદાટ દવાઓ લેવી પડે છે. રોગ વકરી રહ્યા
છે. નવા નવા રોગ પેદા થઈ રહ્યા છે તેનું કારણ આપણે જ છીએ.
એક વ્યક્તિએ કેટલો ખોરાક લેવો જોઈએ, ક્યાં સમયે લેવો જોઈએ, કેટલા સમયમાં લેવો જોઈએ તેનું ચોક્કસ વિજ્ઞાન છે. હોજરીની ક્ષમતા કરતા ઠાંસી ઠાંસીને ભરી દઈએ
એટલે બિમારી આવવાની પછી દવાઓ લીધા વગર છૂટકો નથી.
વિજ્ઞાન અનેક સંશોધનો કરે છે લોહી બનાવી શકતું નથી. કારણ? જવાબ કોઈ પાસે નથી એટલે એવું કહેવાય છે કે, ઈશ્વરે એ તાકાત પોતાની પાસે
રાખી છે.
જ્યાં પહોંચી ન શકીએ તેના માટે આવો જવાબ એ મન મનાવવા પુરતો છે. ઈશ્વરે ઘણું આપ્યું છે હજારો વર્ષ
પહેલા આપમેળે ઉગેલી વનસ્પતિઓ એ દવા જ છે તેના ગુણધર્મો
બદલાયા નથી. જ્યારે એલોપથીની દવાનું એવું નથી. આપણે એટલું કરી શક્યા કે તેમાં શું છે? અને તે લેવાથી શું થાય? જો આપણે માત્ર આટલું જ સમજી શકતા હોઈએ તો પરંપરાગત જ્ઞાનને
ઠેબે ચઢાવવાથી શું ફાયદો?
આયુર્વેદના મુખ્ય ગ્રંથો જેવા કે ચરક, સુશ્રુત, અષ્ટાંગહૃદય વગેરેમાં મનુષ્યના જીવન માટે અતિ ઉપયોગી આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, રોગ, રોગની કલ્પના તેમાં વપરાતી ઔષધી વિશેનું સંપૂર્ણ જ્ઞાન મનુષ્યને થતા રોગની સાઘ્ય અને સાઘ્યતા વગેરેનું વર્ણન ખૂબ જ ઊંડાઈપૂર્વક કરવામાં આવ્યું છે. આહાર વિહાર અંતર્ગત પાણીના ગુણદોષ વર્ણનથી ચાલુ કરી ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે પ્રાણીઓના દૂધના ગુણધર્મોનું વર્ણન પણ આ ગ્રંથોમાં જોવા મળે છે.
આયુર્વેદના મુખ્ય ગ્રંથો જેવા કે ચરક, સુશ્રુત, અષ્ટાંગહૃદય વગેરેમાં મનુષ્યના જીવન માટે અતિ ઉપયોગી આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, રોગ, રોગની કલ્પના તેમાં વપરાતી ઔષધી વિશેનું સંપૂર્ણ જ્ઞાન મનુષ્યને થતા રોગની સાઘ્ય અને સાઘ્યતા વગેરેનું વર્ણન ખૂબ જ ઊંડાઈપૂર્વક કરવામાં આવ્યું છે. આહાર વિહાર અંતર્ગત પાણીના ગુણદોષ વર્ણનથી ચાલુ કરી ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે પ્રાણીઓના દૂધના ગુણધર્મોનું વર્ણન પણ આ ગ્રંથોમાં જોવા મળે છે.
ઋતુચર્યા અંતર્ગત છ ઋતુઓ હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ એટલે કે
શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ છ ઋતુઓમાં શું ખાવું શું ન ખાવું, કઈ ઋતુમાં ક્યાં કપડા પહેરવા, એટલું જ નહીં કેવા મકાનોમાં રહીએ તો કેવું સારૂં, દસ દિશાઓની ઊંડાઈ, ખોરાકના ગુણદોષ આ ગ્રંથોમાં સારી રીતે દર્શાવેલા છે. કરોડો
રૂપિયાનો બંગલો હોય તેના કરતા કચ્છી માળુઓ જેવા
ભુંગામાં રહે છે એટલે કે કાચા મકાનમાં રહીએ તો રેડીએશનની અસર થાય નહીં આ વાત આપણા પૂર્વજો જાણતા જ
હતા. વૈજ્ઞાનિકોએ હવે કહે છે ત્યારે આપણે આપણા
પરંપરાગત જ્ઞાનને તરછોડવાનું પાપ કર્યા પછી જે સજા ભોગવી રહ્યા છીએ તેમાં પરદેશીઓને બખ્ખા થઈ ગયા છે.
આયુર્વેદના મુખ્ય આઠ અંગો છે. કાય- શરીર, બાલ, ગૃહ, ઉદર્વાંગ, શલ્ય-સર્જરી, દષ્ટા-આંખ, જરા-વૃષાન-વિષ, વ્યાધિ-રોગ. આજના આઘુનિક પરિપેક્ષમાં
આયુર્વેદને સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમાં શુદ્ધ પાણી અને અશુદ્ધ પાણી વિશે ખૂબ જ વિસ્તૃત વર્ણન કરાયું છે. આ ગ્રંથોમાં સમુદ્ર, તળાવ, કૂવા, વહેતું પાણી, વરસાદનું પાણી, બંધીયાર પાણી જેવા વિવિધ પાણીઓનું વર્ણન કરાયા પછી સ્પષ્ટતા કરાઈ છે કે, અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે તેને સારી રીતે ગાળવું.
રાત્રે પાણીને ઉકાળી સવારે ઠંડુ થઈ ગયા પછી ફરીથી ગાળ્યા બાદ તેનો ઉપયોગ કરવો. એટલે પાણીમાં રહેલા જીવાણુ, વિષાણુ તથા વિવિધ પ્રકારના ક્ષાર નિકળી જાય છે ત્યારબાદ રહેતું શુદ્ધ પાણી શરીરમાં પચવામાં હલકુ અને લાભકર્તા છે. જ્યારે આજે આપણે પાણીને શુદ્ધ કરવા માટે ફીલ્ટર અથવા આરો સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આઘુનિક વિજ્ઞાને જે કહ્યું તેમ કરવામાં આપણે ફુલાઈને ફાળકો થઈએ છીએ પણ ઉકાળેલું પાણી પીવામાં આપણને શરમ આવે છે. આપણા દેશને જુદી જુદી બધી નદીઓના પાણીના પણ ગુણધર્મો આયુર્વેદે વર્ણાવ્યા છે.
સ્વસ્થ, નિરોગી અને લાંબુ આયુષ્ય જળવાઈ રહે તે માટે હવા પાણી અને ખોરાક વિશે
આયુર્વેદમાં જે દર્શાવાયું છે તેને આઘુનિક વિજ્ઞાન
જૂદા એંગલથી રજૂ કરે એટલે મોજ પડી જાય છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અન્ન તેવો ઓડકાર. જેવો
ખોરાક ખાઈએ તેની અસર પણ ગુણધર્મો જેવી જ હોય છે. દા.ત.
ગાય, ભેંસ, બકરી કે ઊંટડીના દૂધમાં ગુણધર્મો આયુર્વેદમાં દર્શાવાયા છે તેને આઘુનિક વિજ્ઞાન
લેકટોમીટર લેબોરેટરીના સાધનોથી કહે એટલે આપણે તે માની
લઈએ છીએ. અને આવું દૂધ ગટગટાવવામાં આપણને આનંદ પણ આવે છે!
અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં તાજી, મોળી અને ગાળેલી છાશ જેને તક્ર કહે છે તે પેટ, આંતરડા માટે અતિ ગુણકારી છે. આઘુનિક મત અનુસાર તેમાં લેપ્ટોબેસીલસ નામના
જીવાણુઓ કે જે આંતરડા માટે અતિ લાભકારક છે. પેટ
આંતરડાના રોગમાં છાશનો ઉપયોગ સારી રીતે કરવો તેવી સલાહ આપવામાં આવે છે. આપણે છાશ પીતા નથી પણ
સ્પોરલેક નામની ગોળીઓ ગટગટાવી રહ્યા છીએ. તેમાં પણ
લેપ્ટોબેસીલસ જ છે. એટલે કે હળદરની કેપ્સુલ આવતી હોય તો આપણે તે પહેલા ખાઈશું પણ શુદ્ધ તાજી હળદર
નહીં. આવી આપણી માનસિકતા આપણને રોગનું ઘર બનાવે છે.
હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં જે કહેવાયું તેને વળગી રહેવામાં આવે તો વિશ્વના કોઈ
વૈજ્ઞાનિકો કહે પછી આપણે ઉંટડીનું દૂધ પીવું પડે નહીં.
રોગ પ્રતિકારક શક્તિને આયુર્વેદમાં સૌથી પહેલું પ્રાધાન્ય અપાયું છે. આઘુનિક વિજ્ઞાન હવે
એવું કહે છે કે માનવ શરીરમાં જો રોગ પ્રતિકારક શક્તિ
વઘુ હોય તો તેને રોગથી બચવામાં અનુકૂળતા રહે છે. આપણે એ વાત સ્વિકારી લેશું પણ રોગ પ્રતિકારક
શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તો ફરી પાછુ વિશ્વના
વૈજ્ઞાનિકો શું કહે છે તેના પર નજર દોડાવીએ છીએ.
વિરૂદ્ધ આહારના લાંબા સમયના ઉપયોગથી આનુવાંશીક રોગ થાય છે. દા.ત. દૂધ અને ડુંગળી, દૂધ અને ખટાશ, આવા વિરૂદ્ધ આહાર વઘુમાં વઘુ લેનાર ચોક્કસ જ્ઞાતિઓમાં થેલેસેમીયા જેવા રોગ વઘુ પ્રમાણમાં જોવા મળે છે. જે તે સમયે શાસ્ત્રમાં લખાયું ત્યારે તેની પાછળનું કારણ ડીએનએ જવાબદાર હોવાનું હોઈ શકે પરંતુ ત્યારે તે માત્ર કલ્પના જ હતી. હવે આનુવંશીક રોગોની તપાસ લેબોરેટરી દ્વારા થઈ શકે છે.
રસાયણ તથા વાજીકરણના વિષયમાં રસાયણ ચિકીત્સાને શરીરની મુળભુત ચિકીત્સા કહેવાય છે. કોઈપણ રોગ ન થાય અથવા જલ્દી મટી જાય અથવા તો આયુષ્યને લંબાવવા માટે જે સારવાર થઈ શકે તેને રસાયણ ચિકીત્સા કહેવાય છે. આઘુનિક યુગની દ્રષ્ટિએ રસાયણ ચિકીત્સામાં મુખ્યત્વે એન્ટી ઓક્સીડેન્ટ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને સાંકળી લેવામાં આવે છે. જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેઓ ઓછા માંદા પડે છે અને રસાયણ ચિકીત્સામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધી શકે તેનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું છે. અત્યારનું વિજ્ઞાન આ દિશામાં આગળ વધી રહ્યું છે. તાવ જેવી સામાન્ય બિમારી હોય કે ડાયાબીટીસ જેવો જીર્ણ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તેવા દર્દીઓમાં બીજા દર્દીઓની સાંપેક્ષમાં ઝડપી પરિણામ મળી શકે છે.
વિરૂદ્ધ આહારના લાંબા સમયના ઉપયોગથી આનુવાંશીક રોગ થાય છે. દા.ત. દૂધ અને ડુંગળી, દૂધ અને ખટાશ, આવા વિરૂદ્ધ આહાર વઘુમાં વઘુ લેનાર ચોક્કસ જ્ઞાતિઓમાં થેલેસેમીયા જેવા રોગ વઘુ પ્રમાણમાં જોવા મળે છે. જે તે સમયે શાસ્ત્રમાં લખાયું ત્યારે તેની પાછળનું કારણ ડીએનએ જવાબદાર હોવાનું હોઈ શકે પરંતુ ત્યારે તે માત્ર કલ્પના જ હતી. હવે આનુવંશીક રોગોની તપાસ લેબોરેટરી દ્વારા થઈ શકે છે.
રસાયણ તથા વાજીકરણના વિષયમાં રસાયણ ચિકીત્સાને શરીરની મુળભુત ચિકીત્સા કહેવાય છે. કોઈપણ રોગ ન થાય અથવા જલ્દી મટી જાય અથવા તો આયુષ્યને લંબાવવા માટે જે સારવાર થઈ શકે તેને રસાયણ ચિકીત્સા કહેવાય છે. આઘુનિક યુગની દ્રષ્ટિએ રસાયણ ચિકીત્સામાં મુખ્યત્વે એન્ટી ઓક્સીડેન્ટ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને સાંકળી લેવામાં આવે છે. જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેઓ ઓછા માંદા પડે છે અને રસાયણ ચિકીત્સામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધી શકે તેનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું છે. અત્યારનું વિજ્ઞાન આ દિશામાં આગળ વધી રહ્યું છે. તાવ જેવી સામાન્ય બિમારી હોય કે ડાયાબીટીસ જેવો જીર્ણ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તેવા દર્દીઓમાં બીજા દર્દીઓની સાંપેક્ષમાં ઝડપી પરિણામ મળી શકે છે.
આયુર્વેદમાં વિવિધ પ્રકારની રાસાયણિક ચિકિત્સાનું વર્ણન કરેલ છે. દા.ત. ગળો + ગોક્ષુર +
આમળાનો ઉલ્લેખ છે. જેને રસાયણ ચૂર્ણ કહે છે. આઘુનિક દ્રષ્ટિએ ગળો એ શરીરમાં રક્તકણોનું ઉત્પાદન વધારવાનું, એસીડીટી, શરીરમાં ચયાપચનની
પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા જે નુકસાનકારક તત્વોને
નુકસાન ન કરે તેવા સ્વરૂપમાં ફેરવવાનું છે. જ્યારે ગોક્ષુરનો મુખ્ય ગુણધર્મ ડાઈયુરેટીક્સની
સાથે તેમાં સ્ટેરોઈડલ પ્રોપર્ટીને શરીરની ધાતવાગ્નિઓ
એટલે કે અંતઃસ્ત્રાવોને સમરૂપ
કરવાનું કાર્ય કરે છે. (ગોક્ષુર એટલે ગોખરું જે મેદાનોમાં થતા ખડમાં હોય છે અને મફતમાં જ મળે છે! આપણી મોટાભાગની ઔષધિઓ
મફતના ભાવની જ હોય છે.)
આ ઉપરાંત ગોક્ષુર સારા કોલેસ્ટ્રોનને વધારી ખરાબ કોલેસ્ટોનને ઘટાડે છે તેમજ
લીવરની અંદર સંગ્રહ થતી ચરબીને અટકાવી વધારાની ચરબીને
આંતરડામાંથી બહાર કાઢે છે. આવું કાર્ય આપણે હાઈપર લાઈપેડેમીયાની સારવાર દરમ્યાન
સ્ટેટીનગુ્રપની દવાઓ દ્વારા આઘુનિક વિજ્ઞાનથી કરી
રહ્યા છીએ. રસાયણ ચૂર્ણમાં જે ત્રીજું છે તે આમળા જે વિટામીન ‘‘સી’’થી ભરપૂર છે અને મૂત્રલ
ગુણધર્મ ધરાવે છે. લોહીને શુદ્ધ કરવાનું અને શરીરને
બહાર તથા અંદરના તત્ત્વોથી થતા નુકસાનને બચાવવાનું કામ કરે છે.
પરંતુ આપણે આયુર્વેદનો સહારો લેવાને બદલે જર્મની, અમેરિકા, ચીન કે નેધરલેન્ડના વૈજ્ઞાનિકો કહે તેવી દવાઓનું મૂલ્ય વધારે હોવાનું સ્વિકારી ઉપયોગ કરવા લાગ્યા છીએ અને એટલે જ લીમડો, હળદર, તુલસી જેવી વનસ્પતિઓની પેટન્ટ મેળવવા અમેરિકા જેવા દેશો સતત પ્રયત્નશીલ છે અને જો આપણે નહીં જાગીએ તો હળદર ઉપર ‘‘જગત જમાદાર’’નો હક થઈ જશે એટલે વારસાને જાળવવા માટે જે કરવું જોઈએ તે કરવામાં પાછળ રહ્યાં તો સમજી લેજો કે આપણે આયુર્વેદિક સારવાર લેવા માટે અમેરિકા જવું પડશે. હળદર અને લીંબડાની પેટન્ટ મેળવવાનો કેસ અમેરિકા દસ વર્ષથી લડી રહ્યું છે!
પરંતુ આપણે આયુર્વેદનો સહારો લેવાને બદલે જર્મની, અમેરિકા, ચીન કે નેધરલેન્ડના વૈજ્ઞાનિકો કહે તેવી દવાઓનું મૂલ્ય વધારે હોવાનું સ્વિકારી ઉપયોગ કરવા લાગ્યા છીએ અને એટલે જ લીમડો, હળદર, તુલસી જેવી વનસ્પતિઓની પેટન્ટ મેળવવા અમેરિકા જેવા દેશો સતત પ્રયત્નશીલ છે અને જો આપણે નહીં જાગીએ તો હળદર ઉપર ‘‘જગત જમાદાર’’નો હક થઈ જશે એટલે વારસાને જાળવવા માટે જે કરવું જોઈએ તે કરવામાં પાછળ રહ્યાં તો સમજી લેજો કે આપણે આયુર્વેદિક સારવાર લેવા માટે અમેરિકા જવું પડશે. હળદર અને લીંબડાની પેટન્ટ મેળવવાનો કેસ અમેરિકા દસ વર્ષથી લડી રહ્યું છે!
રસોઈ ઘરમાં વપરાતી વસ્તુઓ અને તેના ગુણધર્મો
આદુ
દુઃખાવાનાશક, સંધીવા, લોહીવા, સાંધાના દુઃખાવામાં અતિ ઉપયોગી છે. એન્ટી ઓક્સીડેન્ટ છે. અપચો કે મોળ આવવા જેવા
લક્ષણો માટે તે અપાય છે. તેના બાયોએક્ટીવ તત્ત્વો
શેગાજોલ, જીંજેરોલ છે.
હૃદય માટે ગુણકારી, એટલે કે કાર્ડિએક ટોનીક તાવ ઉતારનાર (એન્ટી પાઈરેટીક)
આદુમાં રહેલા ફેનોલીક તત્વોને કારણે પેટમાં થતું અલ્સર
રોકે છે.
મેથી ઃ
શરીરમાં ઈન્સ્યુલીનનો અવરોધ ઘટાડે છે તેથી એન્ટી ડાયાબીટીક, શરીરમાં સારો કોલેસ્ટ્રોલ જેને એચડીએલ કહે છે તેને વધારી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ઉપરાંત તે ટ્રાઈગ્લીસેરાઈડને પણ સારી રીતે ઘટાડવામાં ઉપયોગી છે.
મરી ઃ
પાઈપરીન-કાર્યકારી તત્વ, પાચનક્રિયા ઝડપી બનાવે છે. પાચક રસોનો સ્રાવ વધારનાર, બીજા ઔષધ સાથે આપવાથી કાર્યશકિત વધારનાર, શરીરનું તાપમાન વધારનાર એટલે કે થર્મોજેનીક એલીવેટર, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, અમુક પ્રકારની શરીરની ગાંઠો ઘટાડે છે.
રાઈ ઃ
શરીરમાં કેડમીયમ જે શરીરના સેલને અતિ નુકસાન કરે છે તેની વિષાકત અસરને ઓછી કરવામાં શ્રેષ્ઠ મનાય છે. આહારની દ્રષ્ટિએ જોઈએ તો રાયમાં સેલેનીયમ, કોમિયમ, ઝીંક અને આયર્ન છે. ઉપરાંત તેમાં ખૂબ જ સારી માત્રામાં વિટામીન એ અને સી તથા મીનરલ છે.
રોજેરોજ આહારમાં લેવાતા આ દ્રવ્યો ખાસ કરીને આદુ અને મેથીમાં સ્ટેરોઈડસ છે. પરંતુ
માત્રામાં લેવાતી હોવાથી તેની આડ અસર જોઈ શકાઈ નથી
કારણ કે તે હજારો વર્ષોથી રસોડામાં વપરાય છે. એટલે કે કુદરતે સર્જેલું સ્ટેરોઈડ્સ શરીરમાં
નુકસાન કરતું નથી તે અહીં સાબીત થાય છે.
મુડ એલીવેટર તરીકે ઓળખાતી ડોપામીન સામાન્ય રીતે અનેક દર્દીઓને આપવામાં આવે છે પરંતુ તેમાં જે તત્ત્વો છે તે કૌચાના બીજમાંથી વઘુ સારી રીતે મળી શકે. અને તેનો ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. એટલે કે કૌચાના બીજમાંથી આ તત્ત્વ નેચરલ સોર્સમાં મળે છે પરંતુ એલોપથીમાં તેને આર્ટીફીસીયલ રીતે બનાવવાતું હોવાથી ડોપામીનના બદલે કૌચાના બીજનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે.
મુડ એલીવેટર તરીકે ઓળખાતી ડોપામીન સામાન્ય રીતે અનેક દર્દીઓને આપવામાં આવે છે પરંતુ તેમાં જે તત્ત્વો છે તે કૌચાના બીજમાંથી વઘુ સારી રીતે મળી શકે. અને તેનો ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. એટલે કે કૌચાના બીજમાંથી આ તત્ત્વ નેચરલ સોર્સમાં મળે છે પરંતુ એલોપથીમાં તેને આર્ટીફીસીયલ રીતે બનાવવાતું હોવાથી ડોપામીનના બદલે કૌચાના બીજનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે.
જૂનાગઢમાં સંશોધનનું કામ કરી રહેલા ડૉ. અઝય સેવકના કહેવા પ્રમાણે, આયુર્વેદને આઘુનિક વિજ્ઞાનના સંદર્ભમાં ઢાળીને, સરખાવીને કોઈપણ વિષયનું જ્ઞાન એટલે કે, જાણકારી આપણને આપણા ગ્રંથોમાંથી પરંપરાગત રીતે અને વૈજ્ઞાનિક આધાર સાથે
પ્રાપ્ત થાય છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ આપણાં કાને પડે
છે કે જે બુદ્ધિથી પર હોય, મગજમાં ન ઉતરે.
આયુર્વેદના સંદર્ભમાં કહીએ તો તે શશ્વત શાસ્ત્ર છે અને તેમાં જે લખાયું છે તે આજના ભ્રામી વૈજ્ઞાનિક આધારો સાથે ભલે ન હોય પણ
તે જે તે સમયે અનુભવના આધારે લખાયું છે એટલે જ
વૈજ્ઞાનિકો જાત જાતની લેબોરેટરીના સહારે જેટલું પણ સાબીત કરે છે તે આયુર્વેદમાં હજારો વર્ષ
પહેલાં જણાવાયું જ હોય છે એટલે કે, અનુભવના આધારે જે કઈ થયું તેને વૈજ્ઞાનિક આધારથી સાબીત કરવામાં આવે તો હાલના સંજોગોમાં સાજા થવા માટેનું
તબીબી વિજ્ઞાન એટલે કે આયુર્વેદ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ
શકે.
આયુર્વેદના સંદર્ભમાં લખીએ તો તે શાશ્વત શાસ્ત્ર છે. તેમાં જે રોગોની સારવાર લખી છે
તે સારવાર અત્યારે વૈજ્ઞાનિક રીતે સાબીત થઈ રહી છે.
દા.ત. ઘી-ઘૃતિ-સ્મૃતિ (યાદશક્તિ)ના પ્રકરણમાં બ્રાહ્મી નામની અતિ પ્રચલિત વનસ્પતિનો ઉપયોગ
યાદશક્તિ વધારવા માટે કહ્યો છે. અત્યારે આઘુનિક
વિજ્ઞાન તે જ વાતને સ્વીકારી અને કહે છે કે બ્રાહ્મી નામની અતિ પ્રચલિત વનસ્પતિનો ઉપયોગ યાદ
શક્તિ વધારવા થાય છે. અર્થાત્ તે યાદ શક્તિ ઉપર અતિ
સારૂં પરિણામ આપે છે. તે જ રીતે પૂનર્નવા એટલે સાટોડી નામનું ચૂર્ણ એ મુત્રલ છે તેવું
આયુર્વેદમાં તેના ગુણધર્મોમાં લખાયું છે. આ જ
પુર્નનવાનું તુલનાત્મક પરિક્ષણ અને અભ્યાસ અત્યારની મૂત્રલ દવાઓ સાથે કરતા તેનું કાર્ય જે
આયુર્વેદમાં વર્ણાવેલું છે તે સાચું પડ્યું છે.
સૌથી મહત્વની વાત એ છે કે બ્રાહ્મી હોય કે પુનર્નવા, આદુ હોય કે મરી તેના જે ગુણધર્મોનું વર્ણન કરેલ છે તે અત્યારે યોગ્ય રીતે સાચા ઠર્યા છે. કારણકે
ત્યારે લેબોરેટરીનો આધાર ન હતો પણ માત્ર નરી આંખે
જોયેલા અભ્યાસનું તારણ હતું. મતલબ કે આજના વિજ્ઞાન માટેનો ‘‘કલીનીકલ સ્ટડી’’ હતો. આજના આઘુનિક દ્રષ્ટિકોણથી
વિચારીએ તો આયુર્વેદમાં વનસ્પતિઓના જે ગુણધર્મોનું વિસ્તૃત વર્ણન કરે છે જેમાં વનસ્પતિનો રસ, મઘુર, અમલ, લવણ, કટુ, તિકત અને કષાય આ છમાંથી ગમે તે રસ ધરાવનાર વનસ્પતિના ગુણ વિષે આઘુનિક મતાનુસાર.
૧ રસ અર્થાત સ્વાદ ટેસ્ટ
૨ ગુણ અર્થાત ગુણવતા ક્વોલીટી
૩ વિર્ય અર્થાત કર્મ એકશન
૪ વિપાક અર્થાત વનસ્પતિ પચ્યા પછીની અસર પોસ્ટ ડાઈજેસ્ટીવ ઈફેક્ટ
૫ ધાતુ અર્થાત ટીસ્યુ ત્વચા, માંસપેશી જેવા સેન્દ્રિય પદાર્થ
૬ સ્ત્રોતસ અર્થાત ચેનલ નીક કે જેમાં પ્રાણ, અન્ન વગેરેનું વહન થાય છે.
૭ અનુપાન અર્થાત દવાને યોગ્ય રીતે લઈ જનાર
૮ કષાયરસ અર્થાત એસ્ટ્રીજન્ટ
૯ મઘુરવિપાક અર્થાત ન્યુટ્રલ
૧૦ લધુ અર્થાત હળવું
૧૧ ઉષ્ણ અર્થાત ગરમ
૨ ગુણ અર્થાત ગુણવતા ક્વોલીટી
૩ વિર્ય અર્થાત કર્મ એકશન
૪ વિપાક અર્થાત વનસ્પતિ પચ્યા પછીની અસર પોસ્ટ ડાઈજેસ્ટીવ ઈફેક્ટ
૫ ધાતુ અર્થાત ટીસ્યુ ત્વચા, માંસપેશી જેવા સેન્દ્રિય પદાર્થ
૬ સ્ત્રોતસ અર્થાત ચેનલ નીક કે જેમાં પ્રાણ, અન્ન વગેરેનું વહન થાય છે.
૭ અનુપાન અર્થાત દવાને યોગ્ય રીતે લઈ જનાર
૮ કષાયરસ અર્થાત એસ્ટ્રીજન્ટ
૯ મઘુરવિપાક અર્થાત ન્યુટ્રલ
૧૦ લધુ અર્થાત હળવું
૧૧ ઉષ્ણ અર્થાત ગરમ
આમ આને અત્યારના વિજ્ઞાનની દ્રષ્ટિએ આયુર્વેદિક ફાર્મેકોલોજી સાથે સરખાવી શકાય.
અત્યારે આયુર્વેદ જ્ઞાનનો ઉપયોગ શાસ્ત્રમાં જે કહ્યો છે તેના કરતા પરંપરાગત રીતે વઘુ થાય છે. દા.ત. ચોમાસાના વરસાદમાં ભિંજાઈ ગયા પછી જે ઘુ્રજારી શરીરમાં ઉત્પન્ન થાય છે તેમાં લોકો હોંશે હોંશે કાવો પીવે છે. આને કહેવાય પરંપરાગત જ્ઞાન કારણકે કાવો પિવાથી તેમાં વપરાતા ઔષધો જેવા કે ગુંદાણા, મરી વગેરેથી શરીરમાં ગરમાવો ઉત્પન્ન થાય છે. જ્યારે વિજ્ઞાનિક રીતે સમજાવીએ તો કાવામાં વપરાતા મરીમાં રહેલું પાઈપરીન નામના તત્વનું કર્મ શરીરમાં તાપમાનને વધારવાનું છે. તેના આ કાર્યથી શરીરમાં અનુભવાતી ઠંડી ઓછી થઈ જાય છે. આમ કાવામાં રહેલા મુખ્ય તત્વ પાઈપરીનને કોઈ કે તો શોઘ્યું જ હશે ને! તેના આધારે તો સાબીત થઈ શક્યું કે પાઈપરીન એ શરીરમાં લાગતી ઠંડીમાં કાર્ય કરે છે.મતલબ કે શાસ્ત્રોકત જ્ઞાન, પરંપરાગત જ્ઞાન, સંશોધન અને વૈજ્ઞાનિક આધારનો સમન્વય કરવાથી લાંબાગાળાના વ્યાધિઓમાં યોગ્ય સારવાર અને સામાન્ય મનુષ્યને લાંબુ અને સ્વસ્થ આરોગ્ય આપી શકાય છે. જરૂર છે માત્ર માનસિકતા કેળવવાની. હકીકતે સહિયારો પ્રયાસ કરવાથી આયુર્વેદ ચિકિત્સાને વૈજ્ઞાનિક આધાર આપી તેનું અર્થઘટન યોગ્ય રીતે કરી સારવાર કરવાથી માનવજાતને વ્યાધિઓને ભગાડવામાં સારી રીતે મદદ કરી શકાય છે. http://jinaljmehta.blogspot.in
ભોજન આપણુ સુક્ષ્મ સ્ખલન છે.સ્ખલનને પણ આપણે કેટલુ શણગારી શકીયે છીએ તેનો તાદશ્ય નમુનો આપણો ભોજન થાળ છે.ભોજનમાં શક્તિ છે તેવો મિથ્યા
ખ્યાલ આપણા
સમગ્ર સમાજને ગરીબાઈ
અને રોગમાં સબડત્તો રાખે છે.આવતી કાલના ઈતિહાસમાં માનવજાતની મહામુર્ખામી તરીકે આપણી ખાસ કરીને ગુજરાતીઓની ભોજન
પ્રથા ગણાતી હશે.આપણુ મમ કેટલા
સુક્ષ્મ આહારથી ચાલી શકે તેમ છે. તેનુ સહેજ પણ ભાન આવે તો આપણે જગતના સૌથી અમીર બની શકીએ.આ રહસ્ય જો ખુલી જાય કે આપણા
સુખનો આધાર
વસ્તુ,ધન કે નોલેજ જેવુ પરદ્રવ્ય નથી.સાશ્વત સુખ આપણા આત્માનો સહજ ગુણ છે.અને આપણો જન્મસિધ્ધ અધિકાર છે. અને એ અધિકાર મેળવ્યા પછી જે
બાકી રહે તે જ તત્વમસિ !!
તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલી છે જેમાં ગુરૂ તેના સ્નાતક
શિષ્યને તેનો વિધ્યાભ્યાસ પુરો થયા પછી વિદાય વેળાએ છેલ્લો ઉપદેશ આપે
છે. આ ઉપદેશ નીચે પ્રમાણે છે.
-
સદા
સત્ય બોલજે.
-
સદા
ધર્માચરણમાં સ્થિર રહેજે.
-
સત્યમાં
પ્રમાદ કરતો નહિં.
-
ધર્મમાં
પ્રમાદ કરતો નહિં.
-
સ્વાધ્યાયમાં
અને પ્રવચનમાં પ્રમાદ કરતો નહિં.
-
ભણવામાં
અને ભણાવવામાં પ્રમાદ કરતો નહિં.
-
માતાને
તેમજ પિતાને દેવ માનજે.
-
ગુરુને
દેવ માનજે.
-
અતિથિને
દેવ માનજે.
-
સત
કર્મ કરજે, દુષ્કર્મથી દૂર રહેજે.
-
પિતૃઓ
તૃપ્ત થાય તેવા કાર્યો કરજે.
-
શક્તિ
પ્રમાણે દાન દેજે અને જે દાન કરે તે શ્રધ્ધા રાખી દેજે, અશ્રધ્ધા રાખી ન આપીશ. નમ્રતા રાખી દેજે, ઘમંડ રાખીને દાન કરીશ નહિં.
-
સત્ચરિત્ર
થજે.
-
જ્ઞાનની
ભૂખ રાખજે.
-
હું
બધું જાણી ચૂક્યો છું એવું મનમાં કદી ન આણતો તેમજ જ્ઞાનનો પ્રકાશ જ્યાંથી પણ મળે ત્યાંથી મેળવજે.
-
આશાવાન
થજે.
-
દ્રઢ
મનોબળવાળો થજે.
-
બળવાન
થજે.
-
આખી
પૃથ્વી તારી છે, તારા માટે એ વિત્તથી ભરેલી છે એમ સમજજે.
-
અન્નનો
બગાડ ન કરીશ. અન્નની નિંદા ન કરીશ. અન્નની વૃધ્ધિ કરવાનો સંકલ્પ કરજે.
-
રોજ
રાત્રે સુતા પહેલાં વિચાર કરજે કે મેં આજે કરવા જેવું શું ન કર્યું અને ન કરવા
જેવું શું કર્યું.
No comments:
Post a Comment