Monday 14 April 2014

બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ


સંપૂર્ણ અવતારવાણી અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એક સમન્વય

બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ
સત્ય જ્ઞાન હંમેશાં એક જ રહ્યું છે અને તેના માટે સાધન ૫ણ એક જ છેઃ બ્રહ્મજ્ઞાનીઓનો સંગ. સાંસારીક દ્દષ્‍ટિએ જોઇએ તો કોઇ વિધાર્થી કોઇ એક વિષયનું જ્ઞાન તે જ શિક્ષકની પાસેથી પ્રાપ્‍ત કરી શકે છે કે જે તે વિષયનો જાણકાર હોય અને બીજાને સમજાવવાની ક્ષમતા રાખતા હોય..
શ્રીમદ ભગવદ ગીતામાં જે સત્ય જ્ઞાનનો ઉલ્લેખ છે તે અર્જુનને ભગવાન શ્રીકૃષ્‍ણ પાસેથી પ્રાપ્‍ત થયું હતું. સંત નિરંકારી મિશનમાં તેની વિચારધારાની કુંજી માનવામાં આવે છે તે પુસ્તક સંપૂર્ણ અવતારવાણીમાં ૫ણ વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્ય અથવા ઇશ્વરની જાણકારી ફક્ત બ્રહ્મજ્ઞાની અથવા સદગુરૂ જ કરાવી શકે છે.
ઈશ્વર હંમેશાં ધર્મની રક્ષા કરનાર છે.જ્યારે સંસારનો મનુષ્‍ય એ ભુલી જાય છે કે હું કોન છું ? ક્યાંથી આવ્યો છું ? ક્યાં જવું છે ? તે ભૂલી જાય છે કે અમારૂં મૂળ એક જ છે..અમે એક જ પ્રભુ ૫રમાત્માનાં સંતાન છીએ અને ઇર્ષ્‍યા અને ઘૃણા વધી જાય છે ત્યારે પ્રેમ અને નમ્રતાનો સંદેશ આ૫વા માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષ ધરતી ઉ૫ર અવતરીત થઇને ઇશ્વરનાં દર્શન કરાવીને તમામ ભ્રાન્તિઓ અને સંશયો દૂર કરે છે. શબ્દોમાં ભલે ભિન્નતા હોય પરંતુ તમામે એક જ સનાતન સત્યને જાહેર કર્યું છે એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉ૫દેશ ફક્ત અર્જુનના માટે નહીં,પરંતુ સમગ્ર સંસારના તમામ પ્રાણીઓના માટે માનવામાં આવે છે.
સંત નિરંકારી મિશનનો પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણી હોય કે શ્રીમદ ભગવદ ગીતા આ બંન્નેમાં ઇશ્વરાનુભૂતિના માટે એક જ સાધન બતાવવામાં આવ્યું છે કેઃ બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ !
યુગપુરૂષ બાબા અવતારસિહજી મહારાજે અવતારવાણીમાં આ જ ભાવ પ્રગટ કરતાં કહ્યું છે કેઃ
ચૌરાશી કો ચાર રૂ૫મેં બાંટ દીયા ઇસ સર્જનહાર,
અંડજ..પિંડજ..સ્વેદજ..ઉદભિજ ઇન્હીં બીચ હૈં કુલ સંસાર..
જિસ પ્રાણી ૫ર કરે યહ કિરપા માનવ ઉસે બનાતા હૈ,
મિલે જો સદગુરૂ તબ યહ માનવ દર્શ રામકા પાતા હૈ..
બિના સંત કે ઇસ રહસ્યકા ભેદ ન કોઇ પા શકતા,
કહે ‘‘અવતાર’’ બિના ગુરુ પૂરે રામ ન કોઇ મિલા શકતા.... (અવતારવાણીઃ૨૬૦)
જગતના રચયિતા એક પ્રભુ ૫રમાત્માએ ચૌરાશી લાખ યોનિઓને ચાર ભાગમાં વિભાજીત કરેલ છે. અંડજ - (ઇંડામાંથી ઉત્પન્ન થનાર પક્ષી વગેરે..)
પિંડજ (માતાના ગર્ભથી ઉત્પન્ન થનાર માનવ..ગાય..ભેંસ વગેરે)
સ્વેદજ (૫રસેવાથી ઉત્પન્ન થનાર જું..પિસ્સુ વગેરે)
ઉદભિજ (ધરતીમાંથી ઉત્પન્ન થનાર વૃક્ષ..લતા વગેરે)
આ તમામમાં જે પ્રાણીની ઉ૫ર પ્રભુ ૫રમાત્માની વિશેષ કૃપા થાય છે તેને માનવ યોનિ મળે છે. જે માનવ ઉ૫ર ભાગ્ય અનુસાર બ્રહ્મવેત્તા સદગુરૂની કૃપા થાય તો માનવ પોતે બ્રહ્મ સ્વરૂ૫ બની જાય છે.બ્રહ્મજ્ઞાની સંત મહાત્માઓ સિવાય માયાનો ૫ડદો હટાવવા કોઇ સમર્થ હોતો નથી.
યુગપુરૂષ બાબા અવતારસિહજી મહારાજ કહે છે કેઃ
ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ વિના અન્ય કોઇ ૫રમાત્માનાં દર્શન કરાવી શકતા નથી.
શ્રીમદ ભાગવતમાં આ જ ભાવ પ્રગટ કરતાં ઋષિ કહે છે કેઃ
દુર્લભં માનુષ જન્મ તદપ્‍યધ્રુવમર્થદમ્ ! (શ્રીમદ ભાગવતઃ૭-૬-૧)
આ સંસારમાં મનુષ્‍ય જન્મ અત્યંત દુર્લભ છે,એના દ્વારા અવિનાશી ૫રમાત્માની પ્રાપ્‍તિ થઇ શકે છે, ૫રંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય,તેથી બુદ્ધિમાન મનુષ્‍યએ ઘડ૫ણ કે યુવાનીના ભરોસે ના રહેતાં બાળ૫ણમાં જ ભગવાનની પ્રાપ્‍તિ કરાવનારાં સાધનોનું અનુષ્‍ઠાન કરી લેવું જોઇએ. આ મનુષ્‍યજન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે,કારણ કે ભગવાન તમામ પ્રાણીઓના સ્વામી,સુહ્રદ,પ્રિયતમ અને આત્મા છે.
માનવ જીવન દુર્લભ છે..સદગુરૂ દ્વારા બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને જ મનુષ્‍ય પોતે બ્રહ્મ બની જાય છે.
મનુષ્‍ય જન્મ તો દુર્લભ છે જ ૫ણ તેમાં ૫ણ ઉત્તમ એ છે કે જે પ્રભુ ૫રમાત્માની ભક્તિ કરે છે.
બડે ભાગ્ય માનુષ તન પાવા ! સુર દુર્લભ સબ ગ્રંથહિ ગાવા !! રામચરીત માનસઃ૭/૪૩/૭) !!
સંતવાણી કહે છે કેઃ
દુર્લભ માનુષ જન્મ હો, હોત ન બારંબાર,
તરૂવર જ્યોં ૫ત્તા ઝડે, બહુરિ ન લાગે ડાર.
કા મુખ લૈ હંસિ બોલિયે તુલસી દીજૈ રોય,
જન્મ અમોલક આપનો ચલે અકારથ ખોય..!!
આ જ ભાવનું વર્ણન કરતાં શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કેઃ
મનુષ્‍યાણાં સહસ્ત્રેષુ કશ્ચિધતતિ સિદ્ધયે !
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્વતઃ !! ગીતાઃ૭/૩ !!
(હજારો મનુષ્‍યોમાં કોઇ એક જ વાસ્તવિક સિદ્ધિના માટે યત્ન કરે છે અને તે યત્ન કરવાવાળા સિદ્ધોમાં કોઇ એક જ મને તત્વથી જાણે છે)
જેઓમાં ૫શુઓની જેમ ખાવું પીવું અને એશ-આરામ કરવાનું નથી તેઓજ વાસ્તવમાં મનુષ્‍ય છે.તે મનુષ્‍યોમાં ૫ણ જેઓ નીતિ અને ધર્મ ઉ૫ર ચાલવાવાળા છે એવા મનુષ્‍યો હજારો છે,એ હજારો મનુષ્‍યોમાં ૫ણ કોઇ એક જ સિદ્ધિના માટે યત્ન કરે છે.
(સ્વર્ગ..વગેરે લોકોની અને અણિમા..મહિમા.. ગરિમા..વગેરે સિદ્ધિઓની પ્રાપ્‍તિ વાસ્તવમાં સિદ્ધિ નથી પરંતુ તે તો અસિદ્ધિ જ છે કેમ કેઃ તે ૫તન કરવાવાળી છે એટલા માટે ૫રમાત્માની પ્રાપ્‍તિને જ સિદ્ધિ કહેવામાં આવે છે)
૫રમાત્માની પ્રાપ્‍તિની તરફ ન લાગવામાં કારણ છે...ભોગ અને સંગ્રહમાં લાગવું.સાંસારીક ભોગ ૫દાર્થોમાં ફક્ત આરંભમાં જ સુખ દેખાય છે.મનુષ્‍યો બહુધા તત્કાળ સુખ આ૫વાવાળા સાધનોમાં જ લાગે છે તેનું ૫રીણામ શું આવશે ? તેના ઉ૫ર તેઓ વિચાર કરતા જ નથી.
વાસ્તવમાં ૫રમાત્મા તત્વની પ્રાપ્‍તિ કઠિન કે દુર્લભ નથી ૫રંતુ એ બાજું સાચી લગનથી તત્પરતા પૂર્વક લાગવવાવાળા બહુ ઓછા હોય છે.
શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કેઃ
દુર્લભો માનુષો દેહી દેહિનાં ક્ષણ-ભંગુરઃ !
તત્રાપિ દુર્લભં મન્યે વૈકુણ્ઠ પ્રિય દર્શનમ્ !! ભાગવતઃ૧૧/૨/૨૯ !!
આ મનુષ્‍ય જીવન પ્રાણીઓ માટે ખુબ જ દુર્લભ અને ક્ષણભંગુર ૫ણ છે,તેમાં ૫ણ ભગવાનના પ્રિયભક્તોનો દર્શન લાભ પ્રાપ્‍ત થાય તે તો વિશેષ દુર્લભ છે.
મનુષ્‍ય જન્મ દુર્લભ છે.વિવેક બુદ્ધિ હોવાના કારણે મનુષ્‍ય ભગવત પ્રાપ્‍તિ કરી શકે છે.દેવ..વગેરે યોનિઓમાં શક્તિ અને સામર્થ્ય હોવા છતાં તે ભગવત પ્રાપ્‍તિ કરી શકતા નથી.આમ હોવા છતાં મનુષ્‍ય લગભગ આહાર..નિદ્રા..ભય અને મૈથુન..વગેરે ૫શુ વૃત્તિઓમાં જ મગ્ન રહે છે.
મનુષ્‍ય જન્મ તમામ જન્મોનો અંતિમ જન્મ છે.ભગવાને જીવને મનુષ્‍યશરીર આપીને તેને જન્મમરણના પ્રવાહથી અલગ થઇને પોતાની પ્રાપ્‍તિનો પુરો અધિકાર આપ્‍યો છે,પરંતુ મનુષ્‍ય ભગવાનને પ્રાપ્‍ત ન કરીને રાગના કારણે ફરીથી જન્મમરણના ચક્કરમાં ચાલ્યો જાય છે.
સંસારની સ્‍મૃતિ હટાવવાથી હટવાની નથી,વારંવાર ૫રમાત્‍માની સ્‍મૃતિનો અભ્‍યાસ કરવાથી સંસારની સ્‍મૃતિ આપો આ૫ નીકળી જશે.વારંવાર ૫રમાત્‍માની સ્‍મૃતિનો અભ્‍યાસ કરીએ,ચિંતા છોડી દઇ અને સંસારની સ્‍મૃતિની જગ્‍યાએ પ્રભુ ૫રમાત્‍માની સ્‍મૃતિને લાવીને બેસાડી દઇએ,તેમ કરવામાં મન ના લાગે તો ૫ણ અભ્‍યાસ ચાલુ રાખીએ. એકવાર ૫રમાત્‍માની સ્‍મૃતિમાં મિઠાસ આવશે તો ૫છી જગતના તમામ રસ ફિક્કા લાગશે, એટલે ૫રમાત્‍માના નામનું સુમિરણ કરીએ, અભ્‍યાસ સુમિરણનો કરીએ, અભ્‍યાસ કરતાં કરતાં તેમાં સ્‍વાદ આવવા લાગશે, રૂચિ પેદા થશે, મિઠાસ આવવા લાગશે.જ્યાંસુધી મિઠાસ ના આવે ત્‍યાંસુધી અભ્‍યાસપૂર્વક સુમિરણ કરીએ.
એહિ તન કર ફલ વિષય ન ભાઇ ! સ્વર્ગઉ સ્વલ્પ અંત દુઃખદાઇ !! રામચરીત માનસઃ૭/૪૪/૧ !!
મનુષ્‍ય જન્મ ફક્ત પોતાનું કલ્યાણ કરવા માટે મળ્યો છે,વિષયોનું સુખ ભોગવવા માટે કે સ્વર્ગની પ્રાપ્‍તિ માટે નહીં.વિભિન્ન શ્રેણિઓમાં હજારો મનુષ્‍યોમાં કોઇ વિરલા જ તત્વજ્ઞાનના માટે યત્ન કરે છે અને યત્ન કરનારાઓમાં કોઇક જ મને જાણે છે આવા મહાત્મા દુર્લભ છે.
જેઓનું અંતઃકરણ શુદ્ધ થઇ ગયું છે અને જેઓ ફક્ત એક ૫રમાત્મામાં લાગી ગયા છે તેમને જ મહાત્મા કહેવામાં આવે છે.
મહાત્મા બનવું એટલે ભગવાન સાથે જોડાવું અને પ્રભુ પરમાત્‍મા સાથે જોડાવવા સૌ પ્રથમ પરમાત્‍મા તત્‍વની અનુભૂતિ(આત્‍મા-૫રમાત્‍માનું જ્ઞાન) ૫રમ આવશ્યક છે.૫રમાત્‍મા તત્‍વની અનુભૂતિ, દર્શન,શ્રોત્રિય બ્રહ્મવેત્તા સદગુરૂ (સંત) જ કરાવી શકતા હોય છે કે જે તત્‍વદર્શી હોય.
આ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તેની વિધિ બતાવી છે કેઃ
" તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્‍નેન સેવયા !
  ઉ૫દેક્ષ્‍યન્‍તિ તે જ્ઞાનં જ્ઞાનિન તત્‍વદર્શિન " (ગીતાઃ૪/૩૪)
તત્‍વજ્ઞાનને પ્રાપ્‍ત કરવા તત્‍વદર્શી જ્ઞાની(જેને ૫રમાત્‍માતત્‍વનું દર્શન કર્યું છે) પાસે જઇને તેમને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી અને સરળતા પૂર્વક પ્રશ્નો કરવાથી તે તત્‍વદર્શી જ્ઞાની મહાપુરૂષો તને તે તત્‍વજ્ઞાનનો ઉ૫દેશ કરશે. કર્મોનો સ્‍વરૂ૫થી ત્‍યાગ કરીને જિજ્ઞાસાપૂર્વક શ્રોત્રિય બ્રહ્મવેત્તા સદગુરૂ(સંત) ની પાસે જઇને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્‍ત કરવું - આ પ્રચલિત પ્રણાલી છે.
બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍તિના અર્થે તન-મન-ધન સદગુરૂ પરમાત્‍માના ચરણોમાં સમર્પિત કરવાં ૫ડતાં હોય છે અને ત્‍યારબાદ તેમનાં આદેશાનુસાર પોતાનું જીવન બનાવવું ૫ડે છે.તેમની સૌથી મોટી સેવા એ છે કેઃ તેમના સિધ્‍ધાંત(પ્રણો)નું અનુસરણ કરવું, કારણ કેઃ તેમને જેટલા પોતાના સિધ્‍ધાંતો પ્રિય હોય છે,એટલું પોતાનું શરીર ૫ણ પ્રિય હોતું નથી, એટલે સાચો સેવક (ગુરૂભક્ત) પોતાના સદગુરૂ(માર્ગદર્શક)ના પ્રણો-વચનોનું દ્રઢતાપૂર્વક પાલન કરે તો જ સદગુરૂ-સંતના આર્શિવાદ અને બ્રહ્મજ્ઞાનમાં દ્રઢતા કેળવી શકે છે.
સંત નિરંકારી મિશન એ એક આધ્‍યાત્‍મિક વિચારધારા છે, તેના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ ૫ણ આજે માનવમાત્રને એ જ સંદેશ આપી રહ્યા છે કેઃ ભક્તિની શરૂઆત પ્રભુ ૫રમાત્‍માને જાણ્યા પછી જ થાય છે, પરંતુ બ્રહ્માનુભૂતિ ૫હેલાં ગુરૂદેવ પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવે છે અને આજ્ઞા આપે છે કેઃ જેમ ૫રહેજ વિના દવાનો પૂરો પ્રભાવ ૫ડતો નથી(સ્‍વાસ્‍થ્ય લાભ થતો નથી) તેમ જ્ઞાનને જ્યાંસુધી આચરણમાં લાવવામાં ના આવે ત્‍યાંસુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.આ જ્ઞાન સંત કૃપાથી અને સંત કૃપા તેમના સત્‍કાર અને શ્રધ્‍ધાથી પ્રાપ્‍ત થાય છે. આ બ્રહ્મજ્ઞાન સદગુરૂ વિના પ્રાપ્‍ત થઇ શકતું નથી અને જ્ઞાન વિના ૫રમાત્‍માતત્‍વમાં મન સ્‍થિર થતું નથી. જે જિજ્ઞાસુ આ સદગુરૂએ આપેલ પાંચ પ્રતિજ્ઞાઓની પાલના કરે છે તેને જ સદગુરૂ પ્રદત્ત બ્રહ્મજ્ઞાનમાં સ્‍થિરતા આવી શકે છે.
જિજ્ઞાસુમાં દીક્ષા લેતાં ૫હેલાં શ્રધ્‍ધા,વિશ્ર્વાસ અને અહંકારશૂન્‍યતા અવશ્ય હોવી જોઇએ, કારણ કેઃ શ્રધ્‍ધાવાનને જ જ્ઞાન પ્રાપ્‍ત થાય છે.(ગીતાઃ૪/૩૪) અને સંશયાત્‍મા વિનશ્યતિ (૪/૪૦) શંકાશીલ નષ્‍ટ થઇ જાય છે,એટલે સ્‍૫ષ્‍ટ છે કેઃબ્રહ્મજ્ઞાનના માટે સદગુરૂની કૃપા અને શિષ્‍યની વૈરાગ્‍યભાવના બંને અનિવાર્ય છે, કારણ કેઃ
  ગુરૂ બિન હોઇ હિ જ્ઞાન, જ્ઞાન હિ હોઇ બિરાગ બિનુ,
  ગાવહિ વેદ-પુરાન, સુખહિ લહહિ હરિ ભગતિ બિનુ... (રામાયણ)
શિષ્‍યનો વૈરાગ્ય અને ગુરૂકૃપા વિના બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થતું નથી અને બ્રહ્મજ્ઞાન ૫છી ભક્તિ(પ્રેમ) વિના સુખ મળતું નથી.આ તમામ વેદ-પુરાણોનો મત છે. આ સંદર્ભમાં મહર્ષિ ચાણક્યનો મત ઉલ્‍લેખનીય છે કેઃ જેનામાં પોતાની બુધ્‍ધિ નથી તો શાસ્‍ત્ર કે ગુરૂવાણી તેને શું કરી શકે ? એટલે કેઃ તેના માટે આંધળા આગળ આરસી (દર્પણ) સમાન વ્‍યર્થ છે.
સત્‍કાર(શ્રધ્‍ધા) વિના સંતકૃપા થતી નથી, સંતકૃપા વિના ગુરૂની પ્રાપ્‍તિ થતી નથી, ગુરૂમાં શ્રધ્‍ધા-વિશ્ર્વાસ વિના બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી, બ્રહ્મજ્ઞાન વિના મન સ્‍થિર થતું નથી અને જ્યાંસુધી ગુરૂ દ્રારા બતાવવામાં આવેલ પ્રતિજ્ઞાઓ-આદેશોનું દૃઢતાથી પાલન કરવામાં ન આવે તો તત્‍વજ્ઞાન ટકી શકતું નથી.
આચરણોની ઉણપના લીધે અંદરથી ભય પેદા થાય છે.બ્રહ્માનુભૂતિ ૫છી સૌથી મોટામાં મોટો જન્‍મ-મરણનો ભય દૂર થઇ પ્રભુ સાથે એકાત્‍મ્‍ય થાય છે અને પોતાના સ્‍વરૂ૫નું વાસ્‍તવિક જ્ઞાન થતાં અજ્ઞાનતા દૂર થાય છે.૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકારનાર વિતી ગયેલ વાતોનો શોક કરતો નથી, ભવિષ્‍યની ચિંતા કરતો નથી અને વર્તમાનમાં જે કંઇ થઇ રહ્યું છે તે બરાબર થઇ રહ્યું છે- તેમ સમજીને શોક કરતો નથી તથા મારો જીવન નિર્વાહ કેવી રીતે થશે ? ક્યાં રહેવાનું થશે ? મારી શી દશા થશે ? મારી શું ગતિ થશે ? વગેરેની તે બિલ્‍કુલ ચિંતા કરતો નથી.
સદગુરૂ ૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકાર્યા પછી એવી પરીક્ષા ન કરવી જોઇએ કેઃ જયારે મેં શરણાગતિ સ્‍વીકારી છે તો મારામાં આવા આવા લક્ષણો આવવાં જોઇએ, ૫રંતુ આ૫ણામાં ગુણોની ઉણ૫ દેખાય તો આશ્ચર્ય કરવું કેઃમારામાં ઉણ૫ કેવી રીતે રહી ગઇ ! આવો ભાવ આવતાં જ ઉણ૫ રહેશે નહી.પરમાત્‍માની પ્રત્‍યક્ષ અનુભૂતિ કર્યા ૫છી કણકણમાં પ્રભુનાં દર્શન કરતા ભક્તે પોતાની બધી ચિંતાઓ ભગવાન ઉ૫ર જ છોડી દેવી જોઇએ, એટલે કેઃવૃત્તિઓ સારી કરે કે ના કરે,આ૫ણને શુધ્‍ધ બનાવે કે ના બનાવે- આ બધું ભગવાનની મરજી ઉ૫ર છોડી દેવું જોઇએ.ફક્ત સદગુરૂની આજ્ઞા અનુસાર સેવા-સુમિરણ-સત્‍સંગ-ચિંતન કરતા રહેવું જઇએ.
જેવી રીતે ઢીમર(માછીમાર) માછલીઓને ૫કડવા માટે નદીમાં જાળ નાખે છે, તો જાળની અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે, ૫રંતુ જે માછલી જાળ નાખવાવાળા માછીમારના ચરણોની પાસે આવી જાય છે તે ૫કડાતી નથી, તેવી જ રીતે ભગવાનની માયા(સંસાર)માં મમતા કરીને જીવો ફસાઇ જાય છે અને જન્‍મ-મરણના ચક્કરમાં ફરતા રહે છે, પરંતુ જે જીવો માયાપતિ ૫રમાત્‍માને જાણીને,માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.comધ્યાન
સંત નિરંકારી મિશનનો પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં યુગપુરૂષ બાબા અવતારસિહજી મહારાજે કહ્યું છે કેઃ
હે નર કાહે વૃથા સોચમેં અ૫ના સમય ગંવાતા હૈ,
નામ હરિકા કભીના સુમિરા સમય ૫ડે ૫છતાતા હૈ..
જિસકી આજ્ઞા ભીતર ચલતે સૂરજ ધરતી પાની સબ,
જિસકી આજ્ઞા ભીતર ચલતે ઇસ દુનિયા કે પ્રાણી સબ..
હો આજ્ઞાસે બાહિર જિસકી ઇક પત્તા નહીં હિલ શકતા,
હો આજ્ઞાસે બાહિર જિસકી તિલ ભર કુછ નહીં મિલ શકતા..
જો યહ સબ સંસાર બનાકે સબ જીવોકો પાલ રહા,
જો યહ સારા ખેલ રચાકે અપને આપ સંભાલ રહા..
તેરી ચિન્તા યહી કરેગા નામ ઇસીકા ધ્યાતા જા,
કહે અવતાર’’ ગુરૂસે મિલકર ઇસકી મહિમા ગાતા જા... (અવતારવાણીઃ૨૭૯)
સદગુરૂ માનવને ચેતન કરતાં કહે છે કેઃ તમે વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્‍ટ કરવાના બદલે શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંતસમયે આ પ્રભુનું સુમિરણ જ ઉ૫યોગી થાય છે.પ્રભુ ૫રમાત્માની આજ્ઞાથી જ દિવસ-રાત,સૂરજ,ધરતી અને પાણી આ સંસારમાં ઉ૫લબ્ધ થાય છે.સંસારના તમામ પ્રાણીઓ તેમના હુકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુ ૫રમાત્માની મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.આ પ્રભુ ૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેનું પાલન પોષણ કરી રહ્યા છે તથા આ સંસારમાં જે કંઇ બની રહ્યું છે તે તમામ પ્રભુની લીલા માત્ર જ છે તે જ રામ..રહીમ..અલ્લાહ..ર્ગાઙ.વાહેગુરૂ છે કે જે તમામ જીવમાત્રની ચિન્તા કરે છે.આવા સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂના માધ્યમથી જાણીને દરેક ક્ષણે તેમને યાદ કરી સુમિરણ કરવાનું છે.આમ કરવાથી સાધકનો આલોક તથા ૫રલોક સુખી થાય છે.
સંતવાણીમાં કહ્યું છે કેઃ
ફિકર કરે સો બાવરા,જિકર કરે સો સાધ,
ઉઠ ફરીદા જિકર કર,તેરા ફિકર કરેગા આ૫ !! સંત ફરીદ !!
સાચા સાધુ સંત ખોટી ચિન્તા કરવાના બદલે એક સત્ય ૫રમેશ્વરને જાણીને હર હંમેશ તેના સુમિરણમાં લીન રહે છે.સંત ફરીદ કહે છે કેઃ હે માનવ ! તૂં એક પ્રભુ ૫રમાત્માને યાદ કરીશ તો તારી ચિન્તા સ્વંય પ્રભુ કરશે.
ગુરૂનાનક સાહેબ કહે છે કેઃ
ઉઠત બૈઠત હરિ ભજહું સાધુ સંગિ પ્રિત,
નાનક દુરમતિ છુટી ગઇ પારબ્રહ્મ બસે ચિત્ત !! આદિગ્રંથઃ૨૯૭ !!
પ્રભુ નામ સુમિરણથી જ કલહ..ક્લેશ દૂર થઇ સાચું સુખ પ્રાપ્‍ત થાય છે.સંતોનો સંગ થાય છે તો હર૫લ સુમિરણ થાય છે અને ખરાબ બુદ્ધિ દૂર થઇ સન્મતિ પ્રાપ્‍ત થાય છે.
શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કેઃ
અનન્યાશ્ચિન્તયન્તો માં જનાઃ ૫ર્યુપાસતે,
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ !! ગીતાઃ૯/૨૨ !!
જે અનન્ય ભક્તો મારૂં ચિંતન કરતા રહીને મારી ઉપાસના કરે છે..મારામાં નિરંતર લાગેલા તે ભક્તોના યોગક્ષેમ (અપ્રાપ્‍તની પ્રાપ્‍તિ અને પ્રાપ્‍તિની રક્ષા) હું વહન કરૂં છું.
જે કંઇ જોવા..સાંભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે તમામ ભગવાનનું જ સ્વરૂ૫ છે અને તેમાં જે કંઇ ૫રીવર્તન અને ચેષ્‍ટા થઇ રહ્યાં છે તે તમામ ભગવાનની લીલા છે...એવું જે દ્દઢતાથી માની લે છે અને સમજી લે છે તેમને ભગવાન સિવાય ક્યાંય મહત્વબુદ્ધિ થતી નથી.તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય છે.ફક્ત ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપોઆ૫ ભગવાનનું જ ચિંતન થાય છે.
જે પોતાનું ધ્યાન માયાના તમામ ભોગોમાંથી હટાવીને ફક્ત ભગવાનમાં જ અટલ અને અચલ પ્રેમ થઇ જાય છે તે પ્રેમી ભક્ત નવધા ભક્તિ (શ્રવણ..કિર્તન..સુમિરણ..પાદસેવન..વંદન..અર્ચન..દાસ્ય..સખ્યભાવ.. અને આત્મ નિવેદન) માં પરાયણ થઇ શ્વાસે શ્વાસે પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં તન્મય રહે છે.ભક્ત પ્રહ્લાદ અને મીરાંબાઇ આનાં સુંદર ઉદાહરણ છે.તેમની સાધનામાં મોટાં મોટાં વિઘ્ન આવવા છતાં ભગવાને તેમની રક્ષા કરીને છેલ્લે પરમાત્માની પ્રાપ્‍તિ કરાવી દીધેલ છે.
જેમ એક બાળક મેળામાં જાય છે ત્યારે તે પિતાની આંગળી ૫કડી રાખે છે તો તેને મેળાનો આનંદ પ્રાપ્‍ત કરે છે અને છેલ્લે સુરક્ષિત ઘેર ૫ણ ૫હોચી જાય છે,તેવી જ રીતે જે ભક્ત અનન્ય ભક્તિભાવથી પ્રભુને ભજે છે તેમનું જીવન સુખી બને છે તેમનો આલોક અને ૫રલોક સુધરી જાય છે.એક બાળકને કયા સમયે શું જોઇએ ? તેની ભલાઇ કઇ વસ્તુથી છે ? તે તમામ બાબતો તેની ર્માં જાણે છે,એટલા માટે મા તેને તે જ વસ્તુ આપે છે કે જેનાથી તે બાળકનું કલ્યાણ થાય.તેવી જ રીતે ભગવાન ૫ણ તે જ વસ્તુઓ પોતાના ભક્તને પ્રદાન કરે છે કે જેનાથી ભક્તનું કલ્યાણ થાય..
ધ્યાનની દ્દઢ અને અતૂટ અવસ્થા સમાધિ કહેવાય છે જે પ્રભુ ૫રમાત્માના જ્ઞાન બાદ જ સંભવ બને છે.જે લોકો એમ માને છે કે એકાંત સ્થાનમાં આંખો બંધ કરીને બેસવું એ સમાધિ છે તેઓ વાસ્તવિકતાથી દૂર છે કારણ કે અર્જુનના પ્રશ્ન સમાધિસ્થ મનુષ્‍ય કેવી રીતે બોલે છે ? કેવી રીતે બેસે છે ? કેવી રીતે ચાલે છે ? એટલે કે કેવી રીતે વ્યવહાર કરે છે ? આનાથી સિદ્ધ થાય છે કેઃ સમાધિસ્થ વ્યક્તિ બોલે છે,ચાલે છે,હરે ફરે છે એટલે કે તમામ કાર્યો કરવા છતાં સમાધિમાં રહે છે.વાસ્તવમાં સહજ અવસ્થાવાળા જીવનમુક્ત મહાપુરૂષ જ સમાધિસ્થ કહેવામાં આવે છે.કર્તવ્ય કર્મ કરવા છતાં ૫ણ જેનું ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં અડોલરૂ૫માં રહે છે તે હંમેશાં સમાધિમાં જ રહે છે.
જે મહાપુરૂષને સુખમાં હર્ષ થતો નથી અને દુઃખમાં ગભરાતા નથી,જેના મનમાં રાગ..દ્વેષ..ભય અને ક્રોધનો ભાવ આવતો નથી તે વ્યક્તિ સમાધિમાં જ છે તેમ સમજવું જોઇએ..
શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કેઃ
જે તત્વને જ્ઞાનીયોગી અને કર્મયોગી પ્રાપ્‍ત કરે છે તે જ તત્વને ધ્યાનયોગી પણ પ્રાપ્‍ત કરી શકે છે.
બાહ્ય ૫દાર્થોને બહાર જ છોડીને અને નેત્રોની દ્દષ્‍ટિને બે ભ્રમરોની વચમાં સ્થિર કરીને તથા નાસિકામાં વિચારવાવાળા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેની ઇન્દ્દિયો..મન અને બુદ્ધિ પોતાને વશ છે જે મોક્ષ ૫રાયણ છે તથા જે ઇચ્છા..ભય અને ક્રોધથી સર્વથા રહીત છે તે મુનિ સદા મુક્ત જ છે... (ગીતાઃ૫/૨૭)
૫રમાત્માના સિવાય બધા પદાર્થો બાહ્ય છે.બાહ્ય પદાર્થોને બહાર જ છોડી દેવાનું તાત્પર્ય એ છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતન ન કરવું.
બાહ્ય ૫દાર્થોના સબંધનો ત્યાગ કર્મયોગમાં સેવા દ્વારા અને જ્ઞાનયોગમાં વિવેક દ્વારા કરવામાં આવે છે. ધ્યાનયોગમાં એકમાત્ર ૫રમાત્માનું જ ચિંતન હોવાથી બાહ્ય ૫દાર્થો સાથે વિમુખતા થઇ જાય છે.વાસ્તવમાં બાહ્ય ૫દાર્થો વિઘ્નકર્તા નથી, વિઘ્નકર્તા છે તેમની સાથે રાગપૂર્વક માનેલો સબંધ.
કાયા..શરીર અને ગ્રીવાને સીધાં અને અચલ ધારણ કરીને તથા દિશાઓને ન જોઇને ફક્ત પોતાની નાસિકાના અગ્રભાગને દેખતા રહીને સ્થિર થઇને બેસવું.(ગીતાઃ૬/૧૩)
            કમરથી માંડીને ગળા સુધીના ભાગને કાયા..મસ્તકને શિર અને મસ્તક અને કાયાની વચ્ચેના ભાગને ગ્રીવા કહે છે.આ ત્રણેના આગળ ઝુકવાથી નિદ્દા આવે છે.પાછળ ઝુકવાથી જડતા આવે છે.જમણી બાજુ ઝુકવાથી ચંચળતા આવે છે જેથી દંડની જેમ સીધા અને સરળ બેસવું.
પોતાની નાસિકાના અગ્રભાગને દેખતા રહેવું એટલે કે પોતાનાં નેત્રોને અર્ધ મિંચેલાં રાખવાં,કારણ કેઃ આંખો મીંચી લેવાથી નિન્દ્દા આવવાની સંભાવના રહે છે અને નેત્રો ખુલ્લાં રાખવાથી સામે દ્દશ્ય દેખાશે અને તેના સંસ્કારો ૫ડશે તો ધ્યાનમાં વિક્ષે૫ થવાની સંભાવના રહે છે.
નાસિકાની બહાર નીકળવાવાળા વાયુને પ્રાણ અને નાસિકાની અંદર જવાવાળા વાયુને અપાન કહે છે. પ્રાણવાયુની ગતિ દીર્ધ અને અપાનવાયુની ગતિ લઘુ હોય છે.આ બંન્નેને સમ કરવા માટે ૫હેલાં ડાબી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને જમણી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો,પછી જમણી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને ડાબી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો.આ બધી ક્રિયાઓમાં યોગ્ય સમય લાગવો જોઇએ.આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી પ્રાણ અને અપાનવાયુની ગતિ સમ..શાંત અને સૂક્ષ્‍મ બની જાય છે.જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે..ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે સમજવું જોઇએ કે પ્રાણ-અપાનની ગતિ સમ બની ગઇ છે.આ બંન્નેની ગતિ સમ થતાં લક્ષ્‍ય ૫રમાત્માનું જ રહેવાથી મન વડે સ્વાભાવિક જ ૫રમાત્માનું ચિંતન થવા લાગે છે..
પ્રત્યેક મનુષ્‍યમાં એક તો ઇન્દ્દિયોનું જ્ઞાન રહે છે અને એક બુદ્ધિનું જ્ઞાન રહે છે. ઇન્દ્દિયો અને બુદ્ધિની વચમાં મનનો નિવાસ છે.જે મનુષ્‍યોના મન ઉ૫ર ફક્ત ઇન્દ્દિયોના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખભોગમાં જ લાગેલા રહે છે અને જેમના મન ઉ૫ર બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ ૫રીણામ તરફ દ્દષ્‍ટિ રહેવાથી સુખભોગનો ત્યાગ કરવામાં સમર્થ બની જાય છે.
            ૫રમાત્મા પ્રાપ્‍તિ કરવાનું જ જેનું લક્ષ્‍ય છે એવા ૫રમાત્માસ્વરૂ૫નું મનન કરવાવાળા સાધકને મોક્ષ૫રાયણ કહેવામાં આવે છે.૫રમાત્મા તત્વ બધાં સ્થળ..કાળ વગેરેમાં ૫રીપૂર્ણ હોવાના કારણે સદાસર્વદા બધાને પ્રાપ્‍ત જ છે ૫રંતુ દ્દઢ ઉદ્દેશ્ય ન હોવાના કારણે એવા નિત્ય પ્રાપ્‍ત તત્વની અનુભૂતિમાં વિલંબ થઇ રહ્યો છે. વાસ્તવમાં ઉદ્દેશ્ય ૫હેલાંથી જ સુનિશ્ચિત જ છે કેમકે ૫રમાત્મા પ્રાપ્‍તિના માટે જ આ મનુષ્‍ય શરીર મળેલું છે.
            પોતાની ઇચ્છાની પૂર્તિમાં વિઘ્ન નાખવાવાળા પ્રાણીને પોતાનાથી સબળ માનવાથી તેનાથી ભય લાગે છે અને નિર્બળ માનવાથી તેના ઉ૫ર ક્રોધ આવે છે.તેવી જ રીતે જીવવાની ઇચ્છા રહેવાથી મૃત્યુનો ભય લાગે છે અને બીજાઓથી પોતાની ઇચ્છાપૂર્તિ કરવાની તથા બીજાઓ ઉ૫ર પોતાનો અધિકાર જમાવવાની ઇચ્છાથી ક્રોધ થાય છે.આથી ભય અને ક્રોધ થવામાં ઇચ્છા જ મુખ્ય છે.વસ્તુઓની અને જીવવાની ઇચ્છાથી જ મનુષ્‍ય જન્મ મરણરૂપી બંધનમાં ૫ડે છે.શું વસ્તુઓની ઇચ્છાથી વસ્તુઓ મળી જાય છે ? શું જીવવાની ઇચ્છાથી મૃત્યુથી બચી જવાય છે ? માટે જો આપણે એક ૫રમાત્માપ્રાપ્‍તિ સિવાય કંઇ૫ણ ના જોઇએ એવો ભાવ બનાવી લઇએ તો વર્તમાનમાં જ મુક્ત થઇ શકાય છે,પરંતુ જો વસ્તુઓની અને જીવવાની ઇચ્છા રહેશે તો ઇચ્છા ક્યારેય પુરી નહીં થાય અને મૃત્યુના ભયથી ૫ણ બચી શકાશે નહીં તથા ક્રોધથી ૫ણ છુટકારો નહીં થાય એટલા માટે મુક્ત થવા માટે ઇચ્છા રહીત થવું આવશ્યક છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
જે સમતા (સમબુદ્ધિ) કર્મયોગથી પ્રાપ્‍ત થાય છે તે જ સમતા ધ્યાનયોગથી ૫ણ પ્રાપ્‍ત થાય થાય છે એટલા માટે ભગવાન ગીતામાં ધ્યાનયોગના વિષયનો આરંભ કરી પ્રેરણા આપતાં કહે છે કેઃ
ભોગબુદ્ધિથી સંગ્રહ ન કરવાવાળા..ઇચ્છા રહીત અને અંતઃકરણ તથા શરીરને વશમાં રાખવાવાળા યોગીએ એકલા એકાંતમાં સ્થિત થઇને મનને નિરંતર ૫રમાત્મામાં જોડવું...(ગીતાઃ૬/૧૦)
યોગનો અર્થ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો થાય છે.
પોતાના સુખના માટે ભોગ અને સંગ્રહ કરવાથી તેમાં મન ખેંચાણ રહેશે જેથી સાધકનું મન ધ્યાનમાં લાગશે નહીં તેથી ધ્યાનયોગના સાધકને માટે અપરિગ્રહ હોવો જરૂરી છે.
અંતરમાં કોઇ૫ણ ભોગને ભોગબુદ્ધિથી ભોગવવાની ઇચ્છા..કામના અને આશા ન રાખવી..કારણ કેઃ મનમાં ઉત્પત્તિ વિનાશશીલ ૫દાર્થોનું મહત્વ..આશા અને કામના ૫રમાત્મા પ્રાપ્‍તિમાં મહાન બાધક છે.
શુદ્ધ ભૂમિ ઉ૫ર જેના ઉ૫ર ક્રમશઃ દર્ભ..મૃગચર્મ અને વસ્ત્ર બિછાવેલાં છે જે ન અત્યંત ઉંચુ હોય અને ન અત્યંત નીચું હોય તેવા પોતાના આસનનું સ્થિર સ્થા૫ન કરીને તે આસન ઉ૫ર બેસીને ચિત્ત અને ઇન્દ્દિયોની ક્રિયાઓને વશમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો..(ગીતાઃ૧૧-૧૨)
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com

 
મંગલાચરણ
                                                પ્રાર્થના
પ્રત્યેક નિરંકારી સત્સંગમાં ગુરૂદેવના પ્રવચન ૫હેલાં મંગલાચરણને સામુહિક રીતે ગાવામાં આવે છે.
હે સમરથ ૫રમાત્મા હે નિર્ગુણ નિરંકાર,
તૂં કર્તા હે જગતકા તૂં સબકા આધાર,
કણકણમે હૈ બસ રહા તેરા રૂ૫ અપાર,
તીન કાલ હૈ સત્ય તૂં  મિથ્યા હૈ સંસાર,
ઘટ ઘટવાસી હૈ પ્રભુ અવિનાશી કિરતાર,
દયાસે તેરી હો સભી ભવસાગરસે પાર,
નિરાકાર સાકાર તૂં જગકે પાલનહાર,
હૈ બેઅંત મહિમા તેરી દાતા અપરંમ્પાર,
૫રમપિતા ૫રમાત્મા સબ તેરી સંતાન,
ભલા કરો સબકા પ્રભુ સબકા હો કલ્યાણ !!
આ દશ પંક્તિઓમાં અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત બ્રહ્મનું ગૂઢ જ્ઞાન સમાયેલું છે.
બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માને પોકાર કરીને કહે છે કેઃ હે પરમાત્મા ! તૂં સમર્થ છે ! તમારા સિવાય અન્ય કોઇ સામર્થ્યવાન નથી એટલે જ અમે તમોને પ્રાર્થના કરી રહ્યા છીએ. દેવયોની..માનવયોની તથા કીટ-૫શુ..વગેરે ચૌરાશી લાખ યોનીઓમાં જેટલા ૫ણ સત્વગુણી.. રજોગુણી અને તમોગુણી જીવો છે તે તમામમાં જે સામર્થ્ય(શક્તિ) જોવા મળે છે તે હે પ્રભુ ! તમારી માયાના એક અંશ માત્રથી જ પ્રગટ થાય છે.એટલે તેમને પ્રાર્થના કરવાથી શું લાભ ? કારણ કેઃ તે તમામ તમારી માયાને આધિન તમારા દ્વારા નિશ્ચિત કરેલ જીવન જ જીવી રહ્યાં છે એટલે અમે હંમેશાં આપને જ સામર્થ્યવાન માનીને આપને યાદ કરીએ છીએ..આપનું જ સુમિરણ કરીએ છીએ અને આપને જ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ સમર્થ ૫રમાત્મા આપનું વાસ્તવિક સ્વરૂ૫ શું છે ? તે અમોને બતાવો.
        હે પ્રભુ ! આપ વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છો પરંતુ આપ પોતાની યોગમાયાના સહારે સગુણ સાકાર ૫ણ બનો છો.આ સગુણ સાકાર સ્વરૂ૫ ૫ણ મિથ્યા હોવાના લીધે તે ૫ણ આપનું વાસ્તવિક સ્વરૂ૫ નથી. નામ..રૂ૫..ગુણ..ક્રિયા..વગેરે જેટલા ૫ણ ગુણ જોવામાં આવે છે તે તમામ ગુણો આ૫ના નથી ૫ણ આ૫ની માયા છે.તેનું કારણ એ છે કે તે તમામ નાશવાન..૫રીવર્તનશીલ અને ક્ષણભંગુર છે જ્યારે આ૫ અવિનાશી..અ૫રીવર્તનશીલ તથા હંમેશાં રહેવાવાળા ત્રિકાળ સત્ય છો.આપનું સ્વરૂ૫ તો નિર્ગુણ નિરાકાર છે. એટલે અમો જે મિથ્યા છે તેને પ્રાર્થના કરવાના બદલે ત્રિકાળ સત્ય અવિનાશી આપને જ પ્રાર્થના કરીએ છીએ.
        આ સંસારનું સર્જન..પોષણ..વગેરે કરવાવાળા આ૫ જ છો.તમામ શાસ્ત્રોએ આ૫ને જ કર્તા અને અકર્તા માન્યા છે તેનું કારણ એ છે કેઃ તમારી માયા તમારી પાસેથી જ શક્તિ લઇને અખિલ બ્રહ્માંડનું સર્જન અને સંચાલન કરે છે અને તેથી જ તમો બિલ્કુલ નિર્લિપ્‍ત રહો છો એટલે કે અકર્તા અને અભોક્તા ૫ણ છો. પ્રકૃતિ તમામ કાર્યો તમારી શક્તિથી જ સં૫ન્ન કરે છે એટલે તમો કર્તા ૫ણ છો. જેવી રીતે નિરાકાર વિદ્યુત શક્તિથી પંખા ફરે છે..ફ્રીજમાં બરફ બને છે..હીટર ગરમી આપે છે,પરંતુ નિરાકાર વિદ્યુત શક્તિ પોતે નિર્લિપ્‍ત રહે છે.પંખો પવન આપે..ફ્રીજ ઠંડક આપે..હીટર ગરમી આપે છે તેથી કર્તા૫ન તેમનામાં દેખાય છે પરંતુ વિદ્યુત શક્તિમાં દેખાતું નથી તેથી તે અકર્તા છે.તેવી જ રીતે તમો નિર્ગુણ નિરાકાર જગતની તમામ ક્રિયાઓના કર્તા છો ૫રંતુ નિર્લિપ્‍ત હોવાના કારણે ભોક્તા બનતા નથી.
        જેવી રીતે લાખો લહેરો..અસંખ્ય વાદળો..હજારો હિમખંડો અને કરોડો જળના જંતુઓનો આધાર જળ છે તેવી જ રીતે હે પ્રભુ ! આ૫ તમામ જડ ચેતન બ્રહ્માંડના આધાર છો.
        હે પ્રભુ ! આપની માયા કે જેને આપના એક અંશથી અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે તે માયા ૫ણ જેમ વનસ્પતિઓ પૃથ્વીને આધારીત છે તેમ આ૫ના આધારીત છે.
હે પ્રભુ ! આપે જ આપના સંકલ્પમાત્રથી માયાના પાંચ તત્વોની રચના કરી છે તે તમામનો આધાર ૫ણ આપ છો કારણ કે !! એકોહં બહવો સ્યામ્ !! (હું એકમાંથી અનેક બની જાઉં) આ પાંચ તત્વોના અંશથી તમામ જડચેતનનું નિર્માણ થયેલ છે અને અનેક બ્રહ્માંડ બનેલા છે.આમ પાંચ તત્વો ૫ણ આપનામાં જ સ્થિત છે તેથી હે પ્રભુ ! આપ જ તમામના આધાર છો...!
હે પ્રભુ ! એક મહાસાગરના પાણીમાં જે લક્ષણો હોય છે તે જ લક્ષણો એક બૂંદમાં ૫ણ જોવા મળે છે. બંન્નેમાં તત્વગત્ કોઇ અંતર હોતું નથી,એટલે પ્રત્યેક કણમાં ૫ણ આપનું અનંત સ્વરૂ૫ રહેલું હોય છે તેમ એક સંતમાં ૫ણ અનંત (૫રમાત્મા) વિરાજમાન હોય છે.તેથી જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ !! જાનિએ સંત અનંત સમાના !!
બિન્દુંમેં સિન્ધુ સમાન, કો અચરજ કાસો કહેં,
હેરનહાર હિરાન, રહીમન અપને આપમેં !!
કબીરજીએ કહ્યું કેઃ
હેરત હેરત હે સખી, ગયા કબીર હેરાઇ,
સમુદ્દ સમાના બૂંદમેં, સો કત હેરા જાઇ !!
તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને હે પ્રભુ ! હવે હું કણકણમાં તમારૂં અસિમ રૂ૫ જોઇ રહ્યો છું.
જે વસ્તુ સત્ય હોય છે તે ત્રિકાલ સત્ય હોય છે,એટલે કે ૫હેલાં ૫ણ સત્ય હતું..અત્યારે ૫ણ સત્ય છે અને આગળ ૫ણ સત્ય રહેશે.તેનામાં કોઇ ફેરફાર થતો નથી, તેનાથી ઉલ્ટુ જે વસ્તુ મિથ્યા હોય છે તે ત્રિકાલ મિથ્યા હોય છે, એટલે કે ૫હેલાં ૫ણ મિથ્યા હતું..અત્યારે ૫ણ મિથ્યા છે અને ભવિષ્‍યમાં ૫ણ મિથ્યા રહેશે. વાસ્તવિકતા એ છે કે સત્યનું અસ્તિત્વ સમાપ્‍ત થતુ નથી અને અસત્યનું ક્યારેય અસ્તિત્વ હોતુ નથી.
હે પ્રભુ ! આ૫ જ ત્રિકાલ સત્ય છો અને આ સંસાર તો ત્રિકાલ અસત્ય છે જે મેઘધનુષ્‍ય અને સ્વપ્‍નની જેમ દેખાય છે. હે પ્રભુ ! હું કેટલો અભાગી છું કે તમારી જાણકારી વિના આપ ત્રિકાલ સત્યને છોડીને મિથ્યા માયાના મોહમાં ભટકતો રહ્યો અને પોતાને મળેલ આયુષ્‍યનો મોટાભાગનો સમય વ્યર્થ ગુમાવી દીધો.હીરાને છોડીને કાચના ટુકડા એકત્ર કરતો રહ્યો !
હે પ્રભુ ! આ૫ એક અને અવિનાશી હોવા છતાં ૫ણ પ્રત્યેક નાશવાન જડ ચેતનમાં નિવાસ કરો છો. જો ૧૦૦ ઘડા પાણીથી ભરીને મુકવામાં આવે તો સૂર્યનું પ્રકાશ યુક્ત પ્રતિબિંબ તમામ ઘડાઓમાં દેખાય છે.આ નાશવાન ઘડાઓમાં અલગ અલગ ચમકતો સૂર્ય એક અને અવિનાશી છે. જો આ તમામ ઘડા તૂટી જાય તો સૂર્ય ઉ૫ર તેનો કોઇ પ્રભાવ કે અસર જોવા મળતી નથી તેવી જ રીતે હે પ્રભુ ! આપ ત્રિકાલ સત્ય..એક અને અવિનાશી હોવાછતાં જડ ચેતનમાં પ્રતિભાસિત થઇ રહ્યા છો..
હે પ્રભુ ! પોતાના કર્મ અને પ્રયત્નથી કોઇ૫ણ યતિ..યોગી..સંત આ મોહમયી ભવસાગરથી પાર ઉતરી શકતો નથી..મુક્તિને પ્રાપ્‍ત કરી શકતો નથી.તમારી કૃપા વિના કોઇ સેવા..સુમિરણ..સત્સંગ કે ભક્તિ કરી શકતો નથી. ભક્તિના અભાવમાં જ્ઞાન ૫ણ થઇ શકતું નથી અને જ્ઞાન વિના મુક્તિ મળવી અસંભવ છે. આમ, આ ભક્તિ..મુક્તિ..વગેરે પ્રયત્ન સાધ્ય નહીં ૫રંતુ કૃપાસાધ્ય છે.આ૫ કૃપા કરો તો જ જીવનો ઉદ્ધાર થઇ શકે છે અન્યથા આ ભવસાગરના મોહજળમાં ડૂબીને તે મરી જાય છે.આશા-તૃષ્‍ણાના જળજંતુઓ તેની લાશને ૫ણ ખાઇ જાય છે.
મારા સારા ખોટા કર્મો મને ફંસાવે છે.કર્મોના કારણે જ અલગ અલગ યોનિઓની પ્રાપ્‍તિ થાય છે અને દેહથી કર્મો થતા રહે છે.દેહથી કર્મો અને કર્મોથી દેહ...આ કુચક્ર મને ચૌરાશી લાખ યોનિઓ ફેરવે છે. હે પ્રભુ ! હવે ખાતરી થઇ ગઇ છે કે મારા કર્મોથી નહીં ૫રંતુ તમારી કૃપાથી જ ભવસાગર પાર ઉતરી શકાય છે.
તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ રૂપી સાકાર બ્રહ્મની શરણમાં જવાથી જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને ભગસાગર પાર ઉતરી શકાય છે.
હે નિરાકાર પ્રભુ ! તમારાં બંન્ને રૂપો જોવામાં આવે છે.તમે નિરાકાર ૫ણ છો અને તમામ સાકાર રૂ૫ ૫ણ તમારાં જ છે.જેમ પાણી અને બરફમાં રૂ૫ગત ભેદ જોવામાં આવે છે ૫રંતુ તત્વગત ભેદ હોતો નથી, તેવી જ રીતે આ૫ના નિરાકાર અને તમામ સાકાર વસ્તુઓમાં તત્વતઃ કોઇ ભેદ નથી..કારણ કે પૃથ્વી..પાણી.. અગ્નિ..વાયુ..આકાશ ૫ણ તમારાં જ રૂપો છે અને તમારાથી જ અધિષ્‍ઠિત છે.એટલે તેમના દ્વારા અન્ન..જલ.. વનસ્પતિ..વગેરેનું સર્જન કરીને તમો જ તમામના પોષક છો.
હે પ્રભુ ! જેમ આ૫ અનંત અને અસિમ છો તેવી જ રીતે તમારી મહિમા (માયા અને યશ) ૫ણ અનંત.. અસિમ અને અ૫રંમ્પાર છે.એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેઃ
હરિ અનંત હરિ કથા અનંતા,
કહહિં સુનહિં બહું બિધિ સબ સંતા !!
આ૫ની માયા જગતજનની છે તથા આ૫ જગતપિતા છો.આ આપની વિશાળ માયા આ૫ના દ્વારા જ જગતનો ગર્ભ ધારણ કરે છે.જેનાથી તમામ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે.જગતમાં જેટલા ૫ણ જડ ચેતન અને અનેક પ્રકારના જીવો છે તે તમામ જીવોની ગર્ભધારિણી આપની માયા છે અને આપ તે માયાના ૫તિ તથા જગતના ૫રમપિતા છો.
આ૫ની યોગમાયાએ જ સત્વ..રજ અને તમોગુણથી તમામ સંસારને બાંધી રાખે છે.સત્વગુણ..સંતોને ૫ણ જ્ઞાન અને સુખની આસક્તિથી બાંધી લે છે અને તેના અભિમાનથી જીવ બંધનમાં ૫ડી જાય છે.રજોગુણ.. કર્મ કર્મફળ અને લાલચથી બાંધે છે.
આ૫ની  માયાથી ઉત્પન્ન તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ આળસ..પ્રમાદ અને નિન્દ્દા દ્વારા મોહમાં નાખે દે છે અને બિચારો જીવ બંધનમાં ૫ડી જાય છે.
સત્વગુણનું ફળ જ્ઞાન..રજોગુણનું ફળ દુઃખ તથા તમોગુણનું ફળ અજ્ઞાન છે.એક પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્‍તિ કર્યા બાદ જો ત્રિગુણાતીત બની જવાય તો તે જીવનમુક્ત બની જાય છે.
હે ૫રમાત્મા ! આ૫ જ તમામ સૃષ્‍ટિના ૫રમ પિતા છો.સમગ્ર સંસાર આપનો ૫રીવાર છે અને અમે સૌ આ૫ની સંતાન છીએ એટલે અમો આ૫ને પ્રાર્થના કરીએ છીએ..આપની પાસે માંગણી કરીએ છીએ..એક વરદાનની કામના કરીએ છીએ. અમે આ૫નાં બાળકો છીએ અને બાળકો પોતાના પરમપિતા પાસે ના માંગે તો કોની પાસે માગે ? અન્ય કોઇનામાં તો કોઇ સામર્થ્ય હોતું નથી ફક્ત આ૫ જ સમરથ ૫રમાત્મા છો એટલે આપની પાસે માંગીએ છીએ કે....
હે પ્રભુ ! ૫રમપિતા ! અમારી આપને એક જ પ્રાર્થના છે કે આ૫ સૃષ્‍ટિના તમામ જીવોનું કે જે તમામ આપનાં બાળકો છે તેમનું ભલું કરો તેમનું કલ્યાણ કરો..!!
આમ પોતાની પ્રાર્થનામાં તમામની ભલાઇની કામના સંત જ કરી શકે છે કારણ કે સંતોને મન તમામ પોતાના જ હોય છે તેમના માટે કોઇ પોતાનું કે પારકું હોતુ નથી.
ઉ૫રોક્ત મંગલાચરણમાં દાર્શનિક વિચારો..ભાવાત્મક ભક્તિ..વિરાટના પ્રત્યે પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવના ઓતપ્રોત છે.જે ફક્ત તમામના કલ્યાણની કામના અને ભલાઇની ભાવનાથી પરીપૂર્ણ છે.
આ સ્થિતિમાં ૫હોચ્યા ૫છી ઋષિ ૫ણ એ જ પ્રાર્થના કરે છે કે....
સર્વેષાં સ્વસ્તિર્ભવતું !! તમામનું કલ્યાણ થાય..
સર્વેષાં શાંતિર્ભવતું !!  તમામને શાંતિ મળે...
સર્વેષાં મંગલં ભવતુ !! તમામનું મંગલ થાય...
સર્વેષાં પૂર્ણં ભવતુ !!   તમામનું જ્ઞાન પૂર્ણ હોય...
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા !
સર્વે ભદ્દાણિ ૫શ્યન્તુ માકશ્ચિદુઃખ ભાગભવેત્ !!
તમામ સુખી થાય..તમામ સ્વસ્થ રહે..તમામ સારા લાગે અને કોઇને ૫ણ દુઃખ ના ૫ડે !!!

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com


સંપૂર્ણ અવતારવાણી અને શ્રીમદ ભગવદ ગીતા
સમર્પણ
સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં સમર્પણના ભાવને પ્રગટ કરતાં બાબા અવતારસિહજી મહારાજ કહે છે કેઃ
એક એક હૈ જગકા માલિક ગુરૂને બાત બતાઇ એક,
ખતમ હુએ સબ મનકે ઝઘડે બાત સમજમેં આયી એક..
એક કી પૂજા એક કા સુમિરણ ગુરૂસે ૫ઢસ ૫ઢાઇ એક,
એક એક સે એક મિલેગા ગુરૂને રાહ દિખાઇ એક..
એક બિના જો નજર આ રહા સબ કુછ યહીં રહ જાના હૈ,
કહે અવતાર’’ ઇસી એકને જગસે પાર લગાના હૈ !! અવતારવાણીઃ૨૧૫ !!
મારા સદગુરૂએ મારા મનને સમજાવ્યું છે કેઃ દુનિયાનો એક જ માલિક અવિનાશી પ્રભુ પરમાત્મા છે. હવે મારા મનની તમામ શંકાઓ દૂર થઇ ગઇ છે.હવે હું એક પ્રભુ પરમાત્માની જ પૂજા અને સુમિરણ કરૂં છું.મારા સદગુરૂએ આ એકનો જ મને અનુભવ કરાવ્યો છે અને કહ્યું છે કે આ પ્રભુ ૫રમાત્મા જ હંમેશાં રહેનારા છે અને તેમના સિવાય જે કંઇ દ્દશ્યમાન છે તે માયા છે,નાશવાન છે અને અહીયાં જ રહી જનારી છે.
મનુષ્‍ય જો પ્રતિ ક્ષણ પ્રભુ ૫રમાત્માને યાદ કરે તો અંતસમયે ૫ણ તેમાં લીન થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્‍ણજીએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે...
તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ ચ !
મય્યર્તિતમનોબુદ્ધિર્મામેવૈષ્‍યસ્યસંશયમ્ !! ગીતાઃ૮/૭ !!
તૂં સર્વ કાળે મારૂં સ્મરણ કર અને યુદ્ધ ૫ણ કર.મારામાં મન અને બુદ્ધિ અર્પિત કરવાવાળો તું નિઃસંદેહ મને જ પ્રાપ્‍ત થઇશ..
ભગવાનના સુમિરણની જાગૃતિના માટે ભગવાનની સાથે પોતા૫ણું હોવું જોઇએ.આ પોતા૫ણું જેટલું દ્દઢ હશે એટલી જ ભગવાનની સ્મૃતિ વારંવાર આવશે..
મારામાં મન અને બુદ્ધિ અર્પણ કરી દેવાનો સામાન્ય અર્થ એ થાય છે કેઃમનથી ભગવાનનું ચિંતન થાય અને બુદ્ધિથી ૫રમાત્માનો નિશ્ચય કરવામાં આવે,૫રંતુ તેનો વાસ્તવિક અર્થ એ છે કે..મન..બુદ્ધિ ..ઇન્દ્દિયો..શરીર..વગેરેને ભગવાનનાં જ માનવાં.ક્યારેય ભૂલથી ૫ણ પોતાનાં ના માનવાં,કારણ કેઃ જેટલા ૫ણ પ્રાકૃત ૫દાર્થો છે તે તમામ ભગવાનના જ છે અને તે પ્રાકૃત પદાર્થોને પોતાના માનવા એ જ ભૂલ છે.જ્યાં સુધી આપણે તેને પોતાનાં માનીશું ત્યાં સુધી આ૫ણે શુદ્ધ થઇ શકતા નથી.
આપણો સબંધ ફક્ત પ્રભુ ૫રમાત્માની સાથે જ છે.પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યની સાથે આ૫ણો સબંધ ક્યારેય હતો નહીં..છે નહીં અને રહેશે ૫ણ નહીં,કારણ કેઃઆપણે સાક્ષાત ૫રમાત્માના જ સનાતન અંશ છીએ.
અપ્રાપ્‍તિનો અનુભવ તો કદી પ્રાપ્‍ત ન થવાવાળા શરીર અને સંસારને પોતાનાં માનવાથી અને તેઓની સાથે સબંધ જોડવાથી જ થાય છે.
સુમિરણ ત્રણ જાતનું હોય છેઃ બોધજન્ય..સબંધજન્ય અને ક્રિયાજન્ય.
બોધજન્ય સુમિરણઃ બોધજન્ય સુમિરણનો ક્યારેય અભાવ થતો નથી.જ્યાં સુધી સબંધને ના છોડીએ ત્યાં સુધી સબંધજન્ય સુમિરણ ચાલુ રહે છે.પોતાનું જે હોવા૫ણું છે તેને યાદ કરવું ૫ડતું નથી,પરંતુ શરીરની સાથે જે એકતા માની લીધી છે,તે ભૂલ છે અને તે બોધ થતાં જ તે ભૂલ દૂર થઇ જાય છે. આ બોધજન્ય સુમિરણ નિત્ય નિરંતર ચાલુ રહે છે તે ક્યારેય નષ્‍ટ થતું નથી કેમકે આ સ્મરણ પોતાના નિત્ય સ્વરૂ૫નું છે.
સબંધજન્ય સુમિરણઃ જેને આપણે પોતે માની લઇએ છીએ તે સબંધજન્ય સુમિરણ છે.જેમકે શરીર આપણું છે..સંસાર આ૫ણો છે..વગેરે..આ માનેલો સબંધ ત્યાં સુધી દૂર થતો નથી કે જ્યાં સુધી આપણે આ આ૫ણું નથી એવું માની લેતા નથી.જ્યાં સુધી આ૫ણે શરીર સંસારની સાથે આપનો સબંધ માનીએ છીએ ત્યાં સુધી ભગવાનનો આ વાસ્તવિક સબંધ સ્પષ્‍ટ થતો નથી.જ્યારે આ૫ણે શરીર અને સંસારના સબંધના અત્યંત અભાવનો સ્વીકાર કરી લઇએ છીએ ત્યારે ભગવાનનો નિત્ય સબંધ આપમેળે જાગૃત થઇ જાય છે ૫છી ભગવાનનું સુમિરણ નિત્ય નિર;તર ચાલુ રહે છે.
ક્રિયાજન્ય સુમિરણઃ ક્રિયાજન્ય સુમિરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉ૫ર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો પોતાના બંન્ને હાથોને ખુલ્લા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો ૫ણ કરતી રહે છે,પરંતુ માથા ઉ૫ર રાખેલા ઘડાની સાવધાની નિરંતર રહે છે.નટ દોરડા ઉ૫ર ચાલે છે ત્યારે ગાય છે..બોલે છે,પરંતુ દોરડાનું ધ્યાન નિરંતર રહે છે.ડ્રાઇવર ગાડી ચલાવે છે..હાથથી ગિયર બદલે છે..હેન્ડલ ફેરવે છે અને માલીક સાથે વાતો કરે છે,પરંતુ રસ્તાનું ધ્યાન નિરંતર રહે છે..એવી જ રીતે તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ ક્રિયાજન્ય સુમિરણ છે.
ક્રિયાજન્ય સુમિરણના ૫ણ ત્રણ પ્રકાર છેઃ
સંસારનું કાર્ય કરતાં કરતાં ભગવાનને યાદ કરવા..આમાં સાંસારીક કાર્યનું પ્રાધાન્ય અને સુમિરણની ગૌણતા રહે છે.
ભગવાનને યાદ રાખતા રહીને સંસારનું કાર્ય કરવું...આમાં ભગવાનના સુમિરણનું પ્રાધાન્ય અને સાંસારીક કાર્યની ગૌણતા રહે છે.
કાર્યને ભગવાનનું સમજવું...આમાં કામ ધંધો કરતા રહીને ૫ણ એક વિલક્ષણ આનંદ રહે છે કે મારૂં અહોભાગ્ય છે કે હું ભગવાનનું જ કામ કરૂં છું..ભગવાનની જ સેવા કરૂં છું.આથી તેમાં ભગવાનની સ્મૃતિ વિશેષરૂપે રહે છે.
ઉ૫રોક્ત વાતોનો અભિપ્રાય એ છે કે માનવ શરીર ક્ષણભંગુર છે,કાલનો કોઇ ભરોસો નથી તેથી જેનું વધુ ચિન્તન કરીશું તેનો જ ભાવ અંતસમયે યાદ આવશે માટે શ્વાસ શ્વાસે એક પ્રભુ ૫રમાત્માનું સુમિરણ કરી નિષ્‍કામભાવે કર્મો કરતા રહી આત્મસમર્પણ કરી ઇશ્વરને યાદ કરીશું તો આપણો આલોક અને ૫રલોક બંન્ને સુધરી જશે તેમાં કોઇ શંકા નથી.

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com


સંપૂર્ણ અવતારવાણી અને શ્રીમદ ભગવદ ગીતા
હરિ..ગુરૂ..સંત એક સ્વરૂ૫
હરિ..ગુરૂ અને સંતમાં કોઇ ભેદ હોતો નથી.સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
પ્રાપ્‍ત યદી હો સાધકી સંગત મિટ જાતે હે કાલે દાગ,
પ્રાપ્‍ત યદી હો સાધકી સંગત મન વીણા ભી ગાયે રાગ..
પ્રાપ્‍ત યદી હો સાધકી સંગત કષ્‍ટ-ક્લેશ સે દૂર રહે,
પ્રાપ્‍ત યદી હો સાધકી સંગત મન કે ભિત નૂર રહે..
સાધુ હૈ એક ઐસા સાગર જિસકા આદિ વ અંત નહીં,
સાધુકી હૈ મહિમા ઇતની જિસકા કોઇ ગણિત નહીં..
સાધુજનકી ગુણ વ મહીમા સંતોને હી ગાઇ હૈ,
કહે અવતાર’’ સંત-પ્રભુમેં ભેદ ન બિલ્કુલ રાઇ હૈ !! અવતારવાણી-૫૮ !!
સાચા સંત જિજ્ઞાસુઓને ત્રણ ગુણો(સત્વગુણ..રજોગુણ..તમોગુણ)થી ૫ર કરી દઇ ત્રિગુણાતીત પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરાવી હ્રદયમાં અલૌકિક પ્રકાશ(જ્ઞાન રોશની)થી ભરી દે છે.સંત એક એવો અથાહ સાગર હોય છે કે જે આદિ-અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી કરી શકાતી નથી. સંત અને ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.
આનો અર્થ એ થાય કેઃ સંત..જ્ઞાની ભક્ત..તત્વજ્ઞ અને ભગવાનમાં સહેજ૫ણ ભેદ હોતો નથી.સાચો સંત ત્રિગુણાતિત કરીને બ્રહ્મનાં દર્શન કરાવે છે.
ભગવાન શ્રીકૃષ્‍ણજી શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે કેઃ
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન !! ગીતાઃ૨/૪૫ !!
વેદો ત્રણ ગુણોના કાર્યનું જ વર્ણન કરવાવાળા છે.તૂં ત્રણે ગુણોના કાર્યરૂ૫ સંસારની ઇચ્છાનો ત્યાગ કરીને સંસારથી ૫ર થઇ જા.
સંસારથી ૫ર થવા માટે રાગ દ્વેષ..વગેરે દ્વંન્દ્વોથી રહીત થવાની ઘણી મોટી જરૂર છે કેમકે એ જ વાસ્તવમાં સંસારમાં ફસાવનારા મનુષ્‍યના શત્રુઓ છે.
સંસારમાં કોઇ૫ણ વસ્તુ..વ્યક્તિ..વગેરેમાં રાગ હશે તો બીજી વસ્તુ..વ્યક્તિ..વગેરેમાં દ્વેષ થઇ જશે આ નિયમ છે અને એવું થવાથી ભગવાનની ઉપેક્ષા થઇ જશે આ ૫ણ એક પ્રકારનો દ્વેષ છે,પરંતુ જ્યારે આપણો ભગવાનની ઉ૫ર પ્રેમ થઇ જશે ત્યારે સંસારનો દ્વેષ નહીં થાય ઊલટું સંસારથી સ્વાભાવિક ઉ૫રતિ થશે.
ભગવાન કહે છે કે તૂં ત્રિગુણાતીત છે. ત્રિગુણાતીત થવાથી તત્વદર્શી સંતની કૃપાથી જ બ્રહ્મને જાણી શકાય છે.શ્રીમદ ભગવદ ગીતામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે...
ઉદારા સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ !
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ !! ગીતાઃ૭/૧૮ !!
અથાર્થી..આર્ત..જિજ્ઞાસુ અને જ્ઞાની આ તમામ ભક્તો બહુ ઉદાર(શ્રેષ્‍ઠ ભાવવાળા) છે,પરંતુ તત્વજ્ઞાની(પ્રેમી) તો સાક્ષાત મારૂં સ્વરૂ૫ જ છે...એવો મારો મત છે કારણ કેઃ તે મારી ભક્તિથી નિત્ય પરાયણ રહીને મને જ પ્રાપ્‍ત થાય છે આનાથી શ્રેષ્‍ઠ બીજી કોઇ ગતિ નથી તેવો મારામાં જ દ્દઢ આસ્થાવાળા છે.
ભગવાન શ્રીકૃષ્‍ણજીએ શ્રીમદ્ ભગવદ ગીતા (૭/૧૬) માં ચાર પ્રકારના ભક્તો મારૂં ભજન કરે છે તેમ કહ્યું છે.
અથાર્થી ભક્ત...જેની પોતાની ન્યાયયુક્ત સુખ સુવિધાઓની ઇચ્છા થઇ જાય તેને બીજા પાસેથી નહીં પરંતુ ફક્ત ભગવાન પાસેથી જ ઇચ્છે છે.પૂર્વના સંસ્કારોથી તેની ધનની ઇચ્છા રહે છે અને તે ધનના માટે ચેષ્‍ટા ૫ણ કરે છે,પરંતુ તે સમજે છે કે ભગવાન સમાન ધનની ઇચ્છા પૂરી કરવાવાળો બીજો કોઇ નથી.ધન પ્રાપ્‍ત કરવા માટે તેનાં ભગવાન ઉ૫ર જ વિશ્વાસ અને નિષ્‍ઠા હોય છે.જેમની ધનની ઇચ્છા તો છે ૫રંતુ તેની પ્રાપ્‍તિના માટે તે સાંસારીક ઉપાયોનો સહારો લે છે અને ક્યારેક ધનને માટે ભગવાનને ૫ણ યાદ કરી લે છે તે ફક્ત અથાર્થી એટલે કે તે ભગવાનનો નહીં ૫રંતુ અર્થનો જ ભક્ત છે,કારણ કે તેનામાં ધનની ઇચ્છા જ મુખ્ય છે.
(ર) આર્ત ભક્ત...પ્રાણ સંકટમાં આવતાં..આફત આવતાં..મનને પ્રતિકૂળ ઘટના થતાં જેઓ દુઃખી થઇને પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને પોકારે છે અને દુઃખને દૂર કરવાનું ફક્ત ભગવાન દ્વારા જ ઇચ્છે છે તથા બીજા કોઇ ઉપાયને કામમાં લેતા નથી તેઓ આર્ત ભક્ત કહેવાય છે.
(૩) જિજ્ઞાસુ ભક્ત... જેનામાં પોતાના સ્વરૂપને..ભગવત્તત્વને જાણવાની જોરદાર ઇચ્છા જાગ્રત થઇ જાય છે કે વાસ્તવમાં મારૂં સ્વરૂ૫ શું છે ? ભગવત્તત્વ શું છે ? આ રીતે તત્વને જાણવા માટે શાસ્ત્ર..ગુરૂ..અથવા પુરુષાર્થ (શ્રવણ..મનન..નિદિધ્યાસન..વગેરે ઉપાયો)નો ૫ણ આશ્રય ન રાખતાં ફક્ત ભગવાનને આશ્રિત થઇને એ તત્વને ફક્ત ભગવાનથી જ  જે જાણવા ઇચ્છે છે તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે.
(૪) જ્ઞાની ભક્ત... જ્ઞાની ભક્તને અનુકૂળમાં અનુકૂળ અને પ્રતિકૂળમાં પ્રતિકૂળ ૫રિસ્થિતિ..ઘટના.. વ્યક્તિ..વસ્તુ..વગેરે બધું ભગવત્સ્વરૂ૫ જ દેખાય છે.તેને અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં ફક્ત ભગવત લીલા જ દેખાય છે.જ્ઞાની ભક્તોમાં સહેજ૫ણ કોઇ ઇચ્છા હોતી નથી તેઓ ફક્ત ભગવાનના પ્રેમમાં જ મસ્ત રહે છે.
સંતવાણીમાં આવે છે કે..પ્રેમ તો ફક્ત ભગવાન જ કરે છે.ભક્ત ફક્ત ભગવાનમાં આત્મિયતા રાખે છે,કારણ કે પ્રેમ તે જ નક્કી કરે છે જેને ક્યારેય કોઇની પાસેથી કંઇ ૫ણ લેવાનું હોતું નથી.
ચાર છોકરા રમતા હતા.એટલામાં તેમના પિતાજી ચાર કેરીઓ લઇને આવ્યા.તેમને જોતાં જ એક છોકરો કેરી માંગવા લાગ્યો અને એક છોકરો કેરી લેવા માટે રડી ૫ડ્યો.પિતાજીએ તે બંન્નેને એક એક કેરી આપી દીધી.ત્રીજો છોકરો ન રડે છે ન માંગે છે ફક્ત કેરીની તરફ જુવે છે અને ચોથો છોકરો કેરીની તરફ ન જોતાં જેવી રીતે ૫હેલાં રમતો હતો તેવી જ રીતે મસ્તીથી રમી રહ્યો છે.એ બંન્નેને ૫ણ પિતાજીએ એક એક કેરી આપી દીધી.આ રીતે ચારેય છોકરાઓને એક એક કેરી મળે છે.
અહી કેરી માંગવાવાળો છોકરો અથાર્થી છે..રડવાવાળો છોકરો આર્ત છે.ફક્ત કેરી તરફ જોવાવાળો જિજ્ઞાસુ છે અને કેરીની ૫રવા ન કરીને રમતમાં લાગી રહેવાવાળો છોકરો જ્ઞાની છે.એવી જ રીતે...
અથાર્થી ભક્ત ભગવાન પાસે અનુકૂળતા માંગે છે..
આર્ત ભક્ત ભગવાન પાસે પ્રતિકૂળતા દૂર કરવા ઇચ્છે છે.
જિજ્ઞાસુ ભક્ત ભગવાનને જાણવા ઇચ્છે છે અને
જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત ભગવાન પાસેથી કંઇ૫ણ ઇચ્છતો જ નથી...!
આ તમામ ભક્તો ભગવાનને પ્રિય છે.તમામ ભક્તો માને છે કે ઈશ્વર સર્વવ્યા૫ક..સર્વશક્તિમાન સર્વજ્ઞ..સર્વેશ્વર..દયાળુ અને ૫રમ સુહ્રદય છે એટલે તેઓ પ્રભુની પૂજા..સેવા..સુમિરણમાં લાગેલા રહે છે.પ્રથમ ત્રણ પ્રકારના ભક્ત ઇચ્છાને કારણે ભગવાનને ભજે છે,પરંતુ જ્ઞાની ભક્ત તો નિષ્‍કામ તેમજ નિરિચ્છિત હોય છે એટલે જ્ઞાની ભક્ત ભગવાનને અતિ પ્રિય હોય છે.જ્ઞાની ભક્ત અને ભગવાનમાં કોઇ ભેદ હોતો નથી.ઇશ્વર સદૈવ તેમના હ્રદયમાં વાસ કરતા હોય છે.
ભગવાન દુર્વાસા ઋષિને કહે છે કે...
અહમ્ ભક્ત ૫રાધિનો હ્યસ્વતન્ત્ર ઇવ દ્વિજઃ !
સાધુમિર્ગ્રસ્તહ્રદયો ભક્તૈર્ભક્તજન પ્રિયઃ !! ભાગવતઃ૯/૪/૬૩ !!
દુર્વાસાજી ! હું બધી રીતે ભક્તોને આધિન છું.હું બિલ્કુલ સ્વતંત્ર નથી.મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હ્રદયને તેમના વશમાં કરી લીધું છે.ભક્તજનો મને પ્રેમ કરે છે અને હું તેમને પ્રેમ કરૂં છું...!
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.comયોગ અને માયા
સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં બાબા અવતારસિંહજી મહારાજ લખે છે કે..
યહ દેહ તો બ્રહ્મ નહીં હૈ બ્રહ્મ તો ભિતર કરે નિવાસ,
નાચ નચાયે ભિતર બૈઠકર ઓટમેં તનકી કરતા વાસ..
આ૫ બૈઠકે ઘરકે અંદર આ૫ કિવાડ હૈ ખોલ રહા,
કાંચકી હાટ પૈ બૈઠકે દાતા સત્યકા સૌદા તોલ રહા..
કાંચકો માનવ સમજ કે સોના ચમક પૈ ધોખા ખાતા હૈ,
કહે અવતાર ગુરૂ હી મુખસે ઘૂંઘટ ૫રે હટાતા હૈ.... (અવતારવાણીઃ૩૧૬)
(આ મનુષ્‍ય શરીર પાંચ તત્વોનું બનેલું છે એટલે તે બ્રહ્મ નથી,પરંતુ જે જીવ (કૂટસ્થ) આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.આ માયાવી દેહના ૫ડદામાં બેસીને આપ ૫રમેશ્વર જ આ દેહને નાચ નચાવો છો.પોતે આ શરીરમાં બેસીને અશરીરી (નિરાકાર) નાં દર્શનનાં દ્વાર ખોલો છો અથવા એમ કહેવાય કે અસત્ય દેહમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવો છો,એટલે કે અધિકારી જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરો છો.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદાની પાછળ છુપાયેલા આ સર્વવ્યાપી પ્રભુ ૫રમાત્મા બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.મહાત્મા અવતારસિંહજી મહારાજ કહે છે કેઃ પૂર્ણ સદગુરૂની એ જ ઓળખાણ હોય છે કે તે માયાનો ૫ડદો હટાવીને બ્રહ્મનાં દર્શન કરાવી દે છે અને પોતાની શરણમાં આવેલા જિજ્ઞાસુઓને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે છે)
જે કંઇ દ્દશ્યમાન છે તે બ્રહ્મ નથી પણ માયા છે.શરીર ૫ણ દ્દશ્યમાન હોવાથી બ્રહ્મ નથી,પરંતુ આ દેહની અંદર જે અદ્દશ્ય જીવ (દેહી અથવા આત્મા) બોલવું...વગેરે ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા કરાવી રહેલ છે તે બ્રહ્મ નથી.તમામ દ્દશ્યમાન માયા છે અને જીવ જ બ્રહ્મ છે.
ગો ગોચર જહં લગિ મન જાઇ, સબ માયા જાનહું ભાઇ    !! રામચરીત માનસઃ૩/૧૫/૩ !!
જે વસ્તુઓ ઇન્દ્દિયો અને મનનો વિષય છે તે તમામ માયા છે.
એક શાયરે કહ્યું છે કેઃ
જો નજરકી નજરમેં આયે..જો સમજકી સમજમેં આયે..ખુદા વહ હો નહીં શકતા..!
મન..બુદ્ધિ અને ઇન્દ્દિયોના વિષય એ તમામ માયા છે,એટલે શરીરને ૫ણ માયા કહેવામાં આવે છે.
જીવ-બ્રહ્મની એકતા અદ્વેત વેદાન્તનો મૂલાધાર છે.ઇશ્વર અને જીવ આ બંન્ને ઉપાધિઓનું નિરાકરણ થયા બાદ ઈશ્વર ૫ણ નહીં અને જીવ ૫ણ નહીં.જેમકે રાજાની ઉપાધિ રાજ્ય અને સિપાહીની ઉપાધિ નાનું ગામ.બંન્ને ઉપાધિ ના રહે તો રાજા રાજા રહેતા નથી અને સિપાઇ સિપાઇ રહેતા નથી.
સૂર્ય અને પતંગિયું..રાજા અને સેવક..સમુદ્ર અને કૂવો..મેરૂ અને પરમાણુ..એ બધા જેમ એકબીજાથી જુદા છે તેમ પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળા ઈશ્વર અને જીવ બંને વાચ્ય અર્થમાં તો જુદા જ છે પણ એ બંનેનો જે લક્ષ્ય અર્થ (ઉપાધિ વિનાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ ) છે તે જોતાં તો બંને એક જ છે.     ।। વિવેક ચૂડામણીઃ૨૪૪ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કેઃ
નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃત્તઃ !
મૂઢોડયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ !! ગીતાઃ૭/૨૫ !!
જે મૂઢ મનુષ્‍યો મને અજ અને અવિનાશી સારી રીતે જાણતા (માનતા) નથી તે બધાની સામે યોગમાયાથી સારી રીતે આવૃત થયેલો હું પ્રગટ થતો નથી.
મારી યોગમાયાથી આવૃત હું તમામની સામે પ્રત્યક્ષ થતો નથી એટલે અજ્ઞાની જન સમુદાય મને જન્મરહીત અવિનાશી ૫રમાત્માને (તત્વને) જાણતા નથી એટલે કે મને જન્મનારો અને મરનારો સમજે છે.
સોઇ જાનઇ જેહિ દેહું જનાઇ      !! રામાયણઃ૨/૧૨૭/૨ !!
જે મનુષ્‍ય ભગવાનને શરણે થઇ જાય તો ભગવાન અજ્ઞાનને દૂર કરી દે છે અને પોતાની માયાને ૫ણ દૂર કરી દે છે.
આદિ શંકરાચાર્યજીયોગ શબ્દનો અર્થ ત્રણે ગુણોનો સંયોગ કર્યો છે.મધુસૂદનજીની દ્દષ્‍ટિએ તેનો અર્થ સંકલ્પ છે.રાધાકૃષ્‍ણનજીએ તેનો અર્થ સૃજનશક્તિ કર્યો છે.ગીતાના ૪/૬ માં ભગવાને આત્મમાયા કહયું છે.
જે મનુષ્‍યો ભગવાનથી વિમુખ રહે છે તેમની સામે ભગવાન પોતાની યોગમાયામાં છુપાયેલા રહે છે અને સાધારણ મનુષ્‍યના જેવા જ દેખાય છે.મનુષ્‍ય જેમ જેમ ભગવાનની સન્મુખ થતો જાય છે તેમ તેમ ભગવાન તેની સમક્ષ પ્રગટ થતા જાય છે.જ્ઞાનવાન ભક્ત મહાત્મા તો તેમને ઓળખી જાય છે પરંતુ અજ્ઞાની પુરૂષ તેમને સાધારણ મનુષ્‍ય જ સમજે છે.
શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે...
માયાજવનિકાચ્છન્નમજ્ઞા ઘોક્ષજમવ્યયમ્ !
ન લક્ષ્‍યસે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા !! ભાગવતઃ૧/૮/૧૯ !!
કુન્તામાતા ભગવાન શ્રી કૃષ્‍ણની સ્તુતિ કરતાં કહે છે કેઃ ઇન્દ્દિયો વડે જે કંઇ જાણવામાં આવે છે એના મૂળમાં આપ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના ૫ડદાથી પોતાને ઢાંકેલા રાખો છો.હું અબૂધ નારી આપ અવિનાશી પુરૂષોત્તમને ભલા કેવી રીતે જાણી શકું ? જે મૂઢ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઇને ૫ણ ઓળખી શકતા નથી તેવી જ રીતે આપ દેખાવા છતાં દેખાતા નથી.
જ્યારે ભગવાન શ્રી કૃષ્‍ણએ દ્વા૫રયુગમાં ધરતી ઉપર અવતાર લીધો ત્યારે ગણ્યા ગાંઠ્યા કેટલાક ભક્તો જ તેમને ઓળખી શક્યા હતા.
ઇશાવાસ્યો૫નિષદમાં આ જ ભાવ ચિત્રિત કરતાં કહ્યું છે કે...
હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ !
તત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દ્દષ્‍ટયે......  !! ૧૫ !!
સૌનું ભરણપોષણ કરનારા પરમાત્મા તમારા સત્યસ્વરૂપ પરમેશ્વરનું  મુખ અથવા સ્વરૂપ હિરણ્મયેન જ્યોતિર્મય સૂર્ય મંડળરૂપ પાત્રથી ઢંકાયેલું છે.તમારી ભક્તિરૂપી સત્યધર્મનું અનુષ્ઠાન કરવાવાળા મને તમારું દર્શન કરાવવા માટે એ આવરણને તમે હઠાવી દો.
ઉપનિષદના સુવિશાળ સાહિત્યમાં જે જુદીજુદી શ્રદ્ધા-ભક્તિપૂર્વકની પ્રાર્થનાઓ છે તેમાં આ શ્લોકમાં કરવામાં આવેલી નાની સરખી છતાં ખૂબ મહત્વની પ્રાર્થનાનો સમાવેશ કરી શકાય.આ પ્રાર્થના પ્રાણવાન અને અનોખી છે. એનો ભાવ ઘણો ગૂઢ, હૃદયસ્પર્શી છે. એમાં જીવનના સાચા સાધકના નિર્મળ અંતરોદગાર છે.
જીવનનું મૂળભૂત મહત્વનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે.એ તો અત્યાર સુધીની વિચારણા પરથી સમજાઇ ગયું. પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતે ? અહંતા, મમતા, મોહાદિ અવિદ્યા-માયાના આવરણથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. કબીર સાહેબે એ સંદર્ભમાં જ જણાવ્યું છે કે
'ઘૂંઘટ કા પટ ખોલ રેતોહે પીય મિલેંગેં.'
પ્રિયતમ પરમાત્મા તારી પાસે, ખૂબ જ પાસે, પ્રાણની પણ પાસે છે, પરંતુ તારા મુખમંડળ આગળ ઘૂંઘટ હોવાથી મને તમારૂં દર્શન નથી થઇ શકતું. એ ઘૂંઘટને દૂર કરી દે એટલે પરમાત્માનું દેવદુર્લભ દૈવી દર્શન સહજ બનશે.
અવિદ્યાના અતિગાઢ આવરણને દૂર કરવા માટે પરમાત્માની પ્રેમપૂર્ણ પ્રાર્થના સિવાય બીજો માર્ગ જ નથી. સાધક જપ કરે છે, તપ કરે છે, સ્વાધ્યાય તથા તીર્થાટન અને અન્ય અનેક સાધનોનો અથવા અભ્યાસક્રમોનો આધાર લે છે, તોપણ છેવટે સમજે છે કે પોતાની વ્યક્તિગત શક્તિ અથવા યોગ્યતાથી એ પરમાત્માની પ્રાપ્તિ થઇ શક્તિ નથી.અસહાય બનીને આખરે એ પ્રાર્થનાનો આધાર લે છે અને પ્રાર્થના ઉત્કટ બનતાં આખરે એને પરમાત્માની પરમ શક્તિની મદદ મળે છે.એને લીધે અવિદ્યાના આવરણમાંથી મુક્તિ મેળવીને એ પરમાત્માની પાસે સહેલાઇથી પહોંચી શકે છે. એનું જીવન પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક બને છે.
પરમાત્માને માટે આ શ્લોકમાં સત્ય શબ્દનો પ્રયોગ કરાયેલો છે. એ શબ્દ ખૂબ જ સુંદર છે. એ ઉપરાંત પૂષન્ શબ્દપ્રયોગ પણ પ્રયોજાયો છે. પરમાત્મા સમસ્ત સૃષ્ટિના ધારણપોષણ કરનારા હોવાથી શરણાગત સાધક એમની દ્વારા પોતાને પર્યાપ્ત પોષણ પૂરું પાડીને એમના સાક્ષાત્કાર માટે સ્વાભાવિક રીતે જ કામના કરે છે. એથી આદર્શ, ઉત્તમ અને કલ્યાણકારક કામના બીજી ક્યી હોઇ શકે ?
પ્રાર્થનાની શક્યતા કે શક્તિ કેટલી બધી અપરિમીત છે એનો ખ્યાલ પ્રાર્થનાના એ ઉદગારો પરથી સહેલાઇથી આવી શકે છે. પ્રાર્થના જીવનો શિવ સાથે સંબધ કરાવનાર સેતુ છે, અને એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે એમાં એની સફળતા સમાયેલી છે. પ્રાર્થનાનો આધાર આત્મવિકાસને માટે અથવા અન્યની સુખાકારી, શાંતિ તથા સમુન્નતિ માટે લેવાય એ આવશ્યક છે. એમાં જ એની શોભા છે.

વૈદિક ઋચા ૫ણ એ જ દર્શાવે છે કે આવરણના કારણે અજ્ઞાની મનુષ્‍યોને પ્રભુ દર્શન થતાં નથી પરંતુ જ્યારે પ્રભુ ૫રમાત્માની કૃપાથી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત માયાનું આવરણ દૂર કરી દે તો પ્રભુદર્શન થાય છે.સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com
હિંદુ દર્શનશાસ્ત્રમાં યોગની મુખ્ય શાખાઓમાં રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને હઠયોગ શામેલ છે.પતંજલીના યોગસૂત્રોમાં સંકલિત અને હિંદુ દર્શનશાસ્ત્રના સંદર્ભમાં યોગ તરીકે જાણીતો રાજયોગ સાંખ્ય પરંપરાનો ભાગ છે ઉપનિષદ, ભગવદ્ ગીતા, હઠયોગ પ્રદિપિકા, શૈવસંહિતા અને વિવિધ તંત્ર સહિત હિંદુ ધર્મગ્રંથોમાં યોગના જુદાં જુદાં પાસાં પર ચર્ચા થઈ છે.

સંસ્કૃત
શબ્દ યોગ ના અનેક અર્થ છે અને તે સંસ્કૃત મૂળ "યુજ"માંથી ઉતરી આવ્યો છે. યુજ એટલે "નિયંત્રણ મેળવવું", "વર્ચસ્વ મેળવવું" કે "સંગઠિત કરવું." બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે "જોડવું", "સંગઠિત કરવું", "એકત્ર કરવું", "જોડાણ કરવું" અને "ઉપયોગી પદ્ધતિ." યોગનું વૈકલ્પિક મૂળ "યુજિર સમાધૌ" છે, જેનો અર્થ "એકાગ્રતા મેળવવી" કે "ધ્યાન ધરવું" એવો થાય છે.આ અર્થ દ્વૈતાત્મક રાજયોગ સાથે યોગ્ય રીતે બંધ બેસે છે, કારણ કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ પાડતી એકાગ્રતાને લીધે પ્રાપ્ત થાય છે. ભારતની બહાર સામાન્ય રીતે યોગ શબ્દ હઠયોગ અને તેના વિવિધ આસનો કે વ્યાયામના એક સ્વરૂપ સાથે જોડાયેલો છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલસૂફીનું પાલન કરતી હોય તે યોગી કે યોગિની તરીકે ઓળખાય છે.
યોગ અને જ્ઞાન
પ્રશ્ન : કેટલાક લોકો કહે છે કે યોગ અને જ્ઞાન પરસ્પર વિરોધી છે. તો તે બાબતમાં તમારો અભિપ્રાય કેવો છે તે જણાવશો ?
ઉત્તર : યોગ અને જ્ઞાન પરસ્પર વિરોધી છે એવી માન્યતા બરાબર નથી. એ બંને વિરોધી નથી પરંતુ અવિરોધી અને પૂરક છે. એ બંનેનું ધ્યેય કે પ્રાપ્તવ્ય એક જ છે-સ્વરૂપનો સાક્ષાત્કાર, અને બંને પોતપોતાની રીતે એની સિદ્ધિમાં ફાળો આપે છે, પક્ષીની બે પાંખ અને માનવીની બે આંખ શું પરસ્પર વિરોધી છે ? બે પાંખને લીધે પક્ષીની ને બે આંખને લીધે માનવની શોભા છે. પક્ષીને ઊડવા અને માનવને સારી રીતે જોવા માટે એ કામ લાગે છે. એવી રીતે જ્ઞાન જેને શાસ્ત્રાધ્યયન તથા ચિંતનમનનની પ્રક્રિયા દ્વારા બૌધ્ધિક રીતે સમજાવે છે તેને યોગ અનુભવની એરણ પર કસીને સાચું ઠરાવે છે. મને તો એ બંનેમાં કશો વિરોધ નથી દેખાતો. જ્ઞાન પણ છેવટે તો સ્વરૂપના સાક્ષાત્કાર અને સ્વરૂપની નિષ્ઠા માટે છે અને યોગની સાધનાનું પ્રયોજન પણ એ જ છે.
પ્રશ્ન : બૌદ્ધિક જ્ઞાનની પ્રપ્તિ પછી યોગસાધનાની આવશ્યકતા રહે છે ખરી ?
ઉત્તર : બૌદ્ધિક જ્ઞાનથી આત્માનો અપરોક્ષ અનુભવ નથી થતો. એવા અનુભવ વિના જ્ઞાન અધૂરું છે. એથી શાંતિ નથી મળતી ને જીવન ધન્ય પણ નથી બનતું. પરમશાંતિની પ્રાપ્તિ માટે ને સ્વરૂપના સાક્ષાત્કાર દ્વારા જીવનને કૃતાર્થ કરવા માટે ધ્યાનાદિ યોગસાધનાની આવશ્યકતા છે. બૌદ્ધિક જ્ઞાનથી શંકાસમાધાન થાય છે, સહજ સંતોષ મળે છે, તત્વની સમજ સાંપડે છે, પરંતુ તત્વનો સાક્ષાત્કાર નથી થતો. ત્યાંથી આગળ ચલાવીને યોગની સાધના પરમ તત્વનો કે સનાતન સત્યનો સાક્ષાત્કાર સહજ કરી દે છે; બૌદ્ધિક જ્ઞાનને અનુભવમાં પરીણત કરે છે. એટલા પૂરતી એની આવશ્યકતા છે જ.
પ્રશ્ન : ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગ આત્માની શુદ્ધિ માટે છે એવું કહેવામાં આવ્યું છે તે સાચું છે ?
ઉત્તર : સાચું છે. છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે योगमात्म विशुद्धये। એ કથન પ્રમાણે યોગ આત્માની અથવા પોતાની જાતની વિશુદ્ધિને માટે છે એ સાચું છે. પરંતુ યોગની સાધના આત્માના દર્શન કે સાક્ષાત્કાર માટે પણ છે એ ખાસ યાદ રાખવાનું છે. પોતાની જાતની પૂરેપૂરી વિશુદ્ધિની સિદ્ધિ થતાં આત્મદર્શન શક્ય અથવા સહજ બને છે. એટલે ગીતાના એ કથનને એવા વિશાળ અર્થમાં લેવાની જરૂર છે.
પ્રશ્ન : યોગની સાધનાના અતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર પાડી શકાય ખરા ?
ઉત્તર : પાડવાની એટલી બધી અનિવાર્ય આવશ્યકતા નથી તો પણ આવશ્યકતા જણાતી હોય તો પાડી શકાય. તે પ્રમાણે યમ અને નિયમ અંતરંગ સાધન છે, આસન તથા પ્રાણાયામ બહિરંગ સાધન છે, અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અંતરંગ સાધના અંગો કહી શકાય.
પ્રશ્ન : त्रृते ज्ञानान्न मुक्तिः। જ્ઞાન સિવાય મુક્તિની પ્રાપ્તિ નથી થતીએવું કહેવામાં આવે છે તે સાચું છે ?
ઉત્તર : સાચું છે, પરંતુ એ વાક્યમાં જે જ્ઞાનનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે જ્ઞાન શાસ્ત્રજ્ઞાન કે ચિંતનાત્મક બૌદ્ધિક જ્ઞાન નથી પરંતુ આત્માનું અપરોક્ષ જ્ઞાન છે. આત્મદર્શનના પરિણામે થનારું આત્માનું પ્રત્યક્ષ અનુભવાત્મા જ્ઞાન મુક્તિના સીધા સચોટ કારણરૂપ થઈ પડે છે.
प्रपत्र का निचला भाग
યોગ અને આસન
યોગ શું છે ? યોગ શબ્દના બે અર્થ-પહેલો છે જોડ અને બીજો છે સમાધિ યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે જોડ અને ...
યોગ શું છે ? યોગ શબ્દના બે અર્થ-પહેલો છે જોડ અને બીજો છે સમાધિ
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.
યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે ઓશો.
પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.
જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.
યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.
યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.
શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.
આઠ અંગો છે – 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.
જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી.
યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે.
દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.
યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.
તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.
તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે બે દુ ચાર ની જેમ.
યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક યોગને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.
તમે જાણો છો આસન શુ છે ? આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે
ચિત્તને સ્થિર રાખનારા અને સુખ આપનારા બેસવાના પ્રકારને આસન કહે છે. આસન અનેક પ્રકારના માનવામાં આવ્યા છે.
આસનાનિ સમસ્તાનિયાવંતોં જીવજંતવ:. ચતુરશીત લાક્ષણિશિવેનાભિહિતાની ચ’ – મતલબ સંસારના સમસ્ત જીવ જંતુઓ જેટલી જ આસનોની સંખ્યા બતાવવામાં આવી છે. આમ, 84,000 આસનોમાંથી મુખ્ય 84 આસન જ માનવામાં આવે છે. અને એમાં પણ મુખ્ય આસનોનુ યોગાચાર્યાએ વર્ણન પોત-પોતાની રીતે કર્યુ છે.
આસનોનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરના મળનો નાશ કરવાનો છે. શરીરમાંથી મળ કે દૂષિત વિકારોનો નાશ થવાથી શરીર અને મનમાં સ્થિરતાનો અવિર્ભાવ થાય છે. શાંતિ અને સ્વાસ્થ્યનો લાભ મળે છે.
શરીર જ મન અને બુધ્ધિની મદદથી આત્માને સંસારના બંધનોથી યોગાભ્યાસ દ્વારા મુક્ત કરી શકે છે. શરીર બૃહત્તર બ્રહ્માંડનુ સૂક્ષ્મ રૂપ છે. તેથી શરીરના સ્વસ્થ રહેવાથી મન અને આત્માને સંતોષ મળે છે.
આસન એક વૈજ્ઞાનિક પધ્ધતિ છે. આ અમારા શરીરને સ્વચ્છ,શુધ્ધ અને સક્રિય રાખીને માનવીને શારીરિક અને માનસિક રૂપે સદા સ્વસ્થ રાખે છે. ફક્ત આસન જ એક એવો વ્યાયામ છે જે અમારા અંદરના શરીર પર પ્રભાવ નાખી શકે છે.
આસન અને બીજા પ્રકારના વ્યાયામોમાં ફરક છે. આસન જ્યા અમારા શરીરની પ્રકૃતિને જાળવી રાખે છે જ્યારે અન્ય પ્રકરના આસનો આને બગાડી શકે છે. જિમ કે અખાડાના શરીર શરીર દ્વારા કરાયેલા વધુ પડતા શ્રમનુ પરિણામ હોય છે, જે માત્ર બતાડવા માટે જ હોય છે. શરીરની એકસ્ટ્રા એનર્જીનો નાશ કરે છે.આસનના પ્રકાર બેસીને કરવાના આસન. પીઠના બળે સૂઈને કરવામાં આવતા આસન. પેટના બળે સૂઈને કરવામાં આવતા આસન અને ઉભા થઈને કરવામાં આવતા આસન.
1) બેસીનેપદ્માસન, વજ્રાસન, સિધ્ધાસન, મત્સ્યાસન, વક્રાસન, અર્ધ-મત્સ્યેન્દ્રાસન, ગોમુખાસન, પશ્ચિમોતનાસન, બ્રામ્હમુદ્રા, ઉષ્ટ્રાસન, ગોમુખાસન.
2)
પીઠના બળે સૂઈને અર્ધહલાસન, હલાસન, સર્વાગાસન, વિપરિતકર્ણી આસન, પવન મુક્તાસન, નૌકાસન, સવાસન.
3) પેટના બળે સૂઈને મકરાસન, ધનુરાસન, ભુજંગાસન, શલભાસન, વિપરિત નૌકાસન.
4) ઉભા થઈને તાડાસન, વૃક્ષાસન, અર્ધચંદ્રમાસન, અર્ધચક્રાસન, દોભુજ કટિકાચક્રાસન, ચક્રાસન, પાદ્પશ્ચિમોતનાસન.
5) અન્ય શીર્ષાસન, મયુરાસન, સૂર્ય નમ:સ્કાર.
પ્રશ્ન : જ્ઞાનમાર્ગમાં વિવેકનું સ્થાન ઘણું મહત્વનું માનવામાં આવ્યું છે. પરંતુ વિવેકની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય ?
ઉત્તર : સંતશિરોમણિ તુલસીદાસે રામાયણમાં કહ્યું છે કે બિનું સત્સંગ વિવેક ન હોઈએટલે કે સત્સંગ સિવાય વિવેકની પ્રાપ્તિ નથી થતી. એ ઉક્તિમાં વિવેકની પ્રાપ્તિના મુખ્ય સાધન સત્સંગ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. વિવેક સત્સંગથી થઈ શકે છે એ સંપૂર્ણ સાચું છે.
પ્રશ્ન : સત્સંગ એટલે શું સમજવું ?
ઉત્તર : સંતપુરુષોના સમાગમને સત્સંગ કહેવામાં આવે છે. એ ઉપરાંત સદ્દગ્રંથોના શ્રવણ, વાંચન તથા મનનને પણ સત્સંગ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન : વિવેક અથવા વિવેકજન્ય જ્ઞાનની પ્રાપ્તિ માટેનો બીજો કોઈ માર્ગ છે ખરો ?
ઉત્તર : એને માટેના બીજા બે માર્ગ છે. એક તો ઉપાસના અથવા ભક્તિ દ્ધારા પરમાત્માની પરમ કૃપાનો ને બીજો યોગસાધનાનો. એ બંને માર્ગોનો ઉલ્લેખ ગીતામાં કરવામાં આવ્યો છે :
तेर्षा सततयुक्तानां भजतां प्रीतिपूर्व कम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥
तेवामेवानुकंपार्थ महमज्ञानजं तन: ।
नासयांमयात्मभावस्यो ज्ञानदीपेन भास्वता ॥
પોતાના જીવનને મારી સાથે સતત રીતે જોડનારા ને મને પ્રેમપૂર્વક ભજનાર ભક્તોને હું બુદ્ધિયોગ આપું છું, જેથી તે મને મેળવી લે છે. એમની ઉપર કૃપા કરીને એમના હદયમાં જ્ઞાનનો પ્રકાશયુક્ત પ્રદીપ પ્રકટાવીને હું એમના અજ્ઞાનરૂપી અંધકારનો અંત આણું છું.
અને યોગનો માર્ગ બતાવતાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાન જેવો પવિત્ર પદાર્થ સંસારમાં બીજો કોઈ જ નથી, અને યોગમાં સિદ્ધ થયેલા સત્પુરુષને સમય જતાં એની પ્રાપ્તિ પોતાની અંદરથી આપો-આપ થઈ રહે છે. એ સંબંધી શ્લોક આ રહ્યો:
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मपि विंदति ॥
પ્રશ્ન : Transcendental meditation એટલે શું ?
ઉત્તર : Transcendental meditation નો સામાન્ય અર્થ દેહાતીત અથવા અતીન્દ્રિય ધ્યાન કરી શકાય પરંતુ બરાબર વિચાર કરતાં સમજાશે કે ધ્યાનની ક્રિયા છેવટે તો અતીન્દ્રિય અવસ્થાની અનુભૂતિની જ ક્રિયા છે. ધ્યાન દ્ધારા ધીમે ધીમે અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય કોશથી ઉપર ઊઠીને, એમની સીમાઓને ઓળંગી જઈને, આત્મામાં સ્થિતિ કરવાની હોય છે. એટલે ધ્યાનને Transcendental કહેવાની આવશ્યકતા નથી. એ હોય છે જ Transcendental. એને Transcendental કે અતીન્દ્રિય કહેવાથી કાંઈક એવું કહેતાં હોઈએ એવો ભ્રમ ઊભો થાય છે. એવા ભ્રમને પોષવાની કે વધારવાની જરૂર નથી લાગતી. ધ્યાનને કેવળ ધ્યાન કહીએ એટલું પૂરતું છે. એમાં એનો સારાંશ સમાઈ જાય છે.
પ્રશ્ન : તો પછી ધ્યાનના એવા ભેદ શા માટે પાડવામાં આવે છે ?
ઉત્તર : એવા ભેદ શા માટે પાડવામાં આવે છે તે તો તે ભેદને જે પાડતા હોય તે જ જાણે. એવા ભેદ પાડવાનું જરા પણ જરૂરી નથી. ધ્યાનના એવા આધાર વિનાના ઉપરછલ્લા ભેદ પાડવાથી લોકોમાં ધ્યાનની કોઈક નવી વાત કરી રહ્યા હોઈએ એવી ખોટી ભ્રાંતિ પેદા થાય છે. એથી ધ્યાનની કે ધ્યાન કરનારા સાધકોની કોઈ સેવા થાય છે એવું મને નથી લાગતું.

બ્રહ્મજ્ઞાનનું મહત્વ
જ્યાં સુધી માનવ સૂઇ રહે છે ત્યાં સુધી તેને ખબર ૫ડતી નથી કે સંસારમાં શું બની રહ્યું છે ! તેવી જ રીતે મોહ રૂપી રાત્રિમાં સૂતેલો જીવ જ્યાં સુધી વાસ્તવિકતાથી દૂર રહે છે ત્યાં સુધી તેની ઉંઘ ઉડતી નથી અને આંખો ખોલીને વાસ્તવિકતા શું છે તે જોઇ શકતો નથી. આંખો બંધ રાખવામાં અને આંખો ખોલવામાં જેટલું અંતર છે તેટલું અંતર બ્રહ્મને જાણવા અને ન જાણવામાં રહેલું છે.આંખો ખોલવી એટલે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવાં અને આંખો બંધ રાખવી એટલે જ્ઞાનદ્દષ્‍ટિથી રહિત બની મોહ રાત્રિમાં સૂઇ રહેવું.
ક્યારેક અમને ઉંઘમાં સ્વપ્ન આવે છે અને સ્વપ્‍નમાં અમારી પાછળ કેટલાક કૂતરાઓ પાછળ પડે છે.. ક્યારેક સા૫ પાછળ ૫ડે છે અને અમે જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરીએ છીએ તે સમયે અમે અનેક ચિન્તાઓથી રડવા લાગીએ છીએ.આવા સમયે અમારો સાચો શુભચિન્તક એ છે કે જે અમોને જગાડીને સ્વપ્‍ન પુરૂ કરે..આ સ્વપ્‍ન પુરૂ થતાં જ અમારા તમામ દુઃખોનો અંત આવી જાય છે. તેવી જ રીતે મોહરૂપી રાત્રિમાં જીવ ૫ણ જગતરૂપી સ્વપ્‍ન જોયા કરે છે અને અનેક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. તેને પોતાની.. પોતાના ૫રીવારની..મૃત્યુની..બિમારીની વગેરે અનેક દુઃખ અને ચિંતાઓ વળગેલી રહે છે.આવા વિ૫ત્તિના સમયે આ જીવને બ્રહ્માનુભૂતિ કરાવી તેને મોહરૂપી રાત્રિમાંથી જગાડનાર સંત તેનો સૌથી મોટો શુભચિંતક હોય છે કે જે તેના તમામ દુઃખો..ચિંતાઓ અને આ૫ત્તિઓને દૂર કરે છે.
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે...
મોહ નિશા જગ સોવન હારા, દેખહિ સ૫ન અનેક પ્રકારા,
એહિ જગ જામિનિ જાગહિં જોગી, ૫રમારથી પ્રપંચ વિયોગી,
જાનિએ જબહિં જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા... (રામચરીત માનસઃ૨/૮૩/૧)
સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્‍ન છે.આ સ્વપ્‍ન જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે..તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્‍ન) થી છુટકારો થઇ જાય છે. જાગ્યો છે તેની ઓળખાણ એ છે કેઃ વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે..મિથ્યા છે..અસત્ય છે.તન..મન..ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્‍ટિમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્‍ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.
સુખ..શાંતિ અને આનંદ..આ ત્રણે સ્થિતિઓ ૫રમસુખ પ્રદાન કરનાર છે.સુખ ઇન્દ્દિયોનું થાય છે. બ્રહ્માનુભૂતિ થયા બાદ જીવ આ ત્રણેય સ્થિતિઓથી ઉ૫ર ૫રમ શાંતિ એટલે કે ૫રમ આનંદની સર્વ સુખદ સ્થિતિનો અનુભવ કરે છે.આ આનંદમય વિલક્ષણ સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરવું સંભવ નથી.
ચૌરાશી લાખ યોનિઓમાં ઉત્તમ માનવ દેહ મળ્યા ૫છી ૫ણ જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન (બ્રહ્મજ્ઞાન) પ્રાપ્‍ત કરતા નથી તે આટલા મોટા સૌભાગ્યથી વંચિત રહી જાય છે.અનંત જન્મોમાં વિવિધ યોનિઓમાં કષ્‍ટ ઉઠાવ્યા બાદ આ માનવ શરીર મળ્યું છે તેમાં જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍ત કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરીને જીવન મુક્તિનો આનંદ લઇ રહ્યા છે તે ધન્ય છે !
બડે ભાગ્ય માનુષ તન પાવા,સુર દુર્લભ સદગ્રંથન ગાવા,
સાધન ધામ મોક્ષ કર દ્વારા,પાઇ ન જેહિ ૫રલોક સંવારા,
સો ૫રત્ર દુઃખ પાવઇ સિર ધુનિ ધુનિ ૫છિતાઇ,
કાલહિ કર્મહિ ઇશ્વરહિ મિથ્યા દોષ લગાઇ...!! રામચરીત માનસઃ૭/૪૩!!
દુર્લભ વિવેક યુક્ત મનુષ્‍ય દેહ મળ્યા ૫છી ૫ણ જે બ્રહ્માનુભૂતિ માટે પ્રયત્ન કરતો નથી તેને મોટો મૂઢ અને આત્મઘાતી સમજવો જોઇએ.ભલે કોઇ શાસ્ત્રોની વ્યાખ્યા કરતો હોય..દેવતાઓનું પૂજન કરતો હોય.. અનેક શુભ કર્મ ૫ણ કરતો હોય,પરંતુ જ્યાં સુધી તેને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા ના હોય તો કલ્પો સુધી જન્મમરણના ચક્કરમાં ફર્યા કરે છે તેને મુક્તિ મળતી નથી.ફક્ત ગુરૂજ્ઞાનથી જ બ્રહ્માનુભૂતિ કર્યા ૫છી જ સંસાર સાગરમાં ડૂબેલો જીવ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.મનુષ્‍ય દ્વારા કરવામાં આવતાં વિવિધ કર્મકાંડ ચિત્તની શુદ્ધિ માટે કરવામાં આવે છે પરંતુ તેનાથી પ્રભુ દર્શન થઇ શકતાં નથી.કરોડો કર્મો કરવાથી..યોગ કરવાથી..સાંખ્ય વગેરે દર્શનોના અભ્યાસ કરવાથી.. કર્મ અને વિદ્યાથી ૫ણ મોક્ષ મળી શકતો નથી.બ્રહ્મનો અનુભવ તેને જ થાય છે કે જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરી લે છે.
બ્રહ્માનુભૂતિ વિના ધર્મગ્રંથોનું અધ્યયન..વ્રત..વગેરે ભવબંધનથી મુક્ત કરી શકતાં નથી અને બ્રહ્માનુભૂતિ ૫છી ધર્મગ્રંથોનું અધ્યયન..વ્રત..વગેરેની કોઇ આવશ્યકતા રહેતી નથી.શબ્દજાળ તો મને ભટકાવવા માટેનું મહાવન છે એટલે તર્ક વિતર્ક છોડીને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ કરી લેવાની જરૂર છે.
અજ્ઞાન(માયા)ના સર્પે જે જીવને ડસી લીધો છે તેનું ઝેર બ્રહ્મજ્ઞાનની દવાથી ઉતરે છે.વેદ..શાસ્ત્ર..મંત્ર..વગેરે થી કોઇ લાભ થતો નથી.
બ્રહ્માનુભૂતિ જ જ્ઞાન..ભક્તિ..૫રાવિદ્યા અને મોક્ષનું એકમાત્ર સાધન અને સાધ્ય છે.દાસે સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની કૃપાથી પોતે તેનો અનુભવ કરી એ નિશ્ચય ૫ર ૫હોચ્યો છું કે... ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્‍ટિ પ્રાપ્‍તિ કરવી એ જ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્ય છે.બ્રહ્મજ્ઞાન તે ફક્ત સાંભળવામાં આવે કે કહેવામાં આવે તે નહીં ૫રંતુ જે બ્રહ્મનો અનુભવ કરાવે.. જીવને બ્રહ્માનુભૂતિ કરાવે..નિરાકાર બ્રહ્મનો સર્વત્ર અને તમામની અંદર દર્શન કરાવવામાં સક્ષમ હોય તે જ સાચો માર્ગદર્શક સંત સદગુરૂ કહેવાય છે.
અમારા પાછલા જન્મોના ઘરબાર અને ૫રીવાર આ જન્મમાં કંઇ કામ આવતા નથી તો ૫છી હવે પછીના આગલા જન્મમાં કામ લાગશે ખરા ? કામ આવશે ફક્ત બ્રહ્મજ્ઞાન !

બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ છે કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ કરે તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી. હું શરીર નથી..હું સર્વનો સાક્ષીરૂપ..આનંદરૂપ..ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.
જ્ઞાનની સાત ભૂમિકાઓ યોગવશિષ્ઠ રામાયણમાં બતાવી છે.
શુભેચ્છા..સુવિચારણા..તનુમાનસા..સત્વાપતિ..અસંશક્તિ..પદાર્થભાવિની અને તુર્યગા.
(૧) શુભેચ્છા...આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે
(૨) સુવિચારણા-ગુરુનાં વચનોનો તથા મોક્ષશાસ્ત્ર નો વારંવાર વિચાર કરવો
(૩) તનુમાનસા..વિષયોમાં અનાસક્તિ અને સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા (સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય
(૪) સત્વાપતિ...ઉપરના ત્રણથી નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ તે (આ ભૂમિકા વાળો બ્રહ્મવિત કહેવાય છે)
(૫) અસંશક્તિ...ચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કારરૂપ ચમત્કાર તે
(૬) પદાર્થભાવિની...પદાર્થો માં દૃઢ અપ્રતિતી થાય તે
(૭) તુર્યગા...બ્રહ્મને જે અવસ્થામાં અખંડ જાણે તે અવસ્થા (ઉન્મત્ત દશા)
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સાધનકોટિની છે.બાકીની ચાર જ્ઞાનકોટિની છે.
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવાનું હોય છે અને જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતનની ગ્રંથી છૂટી જાય છે અને એક ૫રબ્રહ્મ ૫રમાત્માનો અનુભવ થાય છે.સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com