Tuesday, 8 April 2014

ધ્યાન


સંત નિરંકારી મિશનનો પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં યુગપુરૂષ બાબા અવતારસિહજી મહારાજે કહ્યું છે કેઃ
હે નર કાહે વૃથા સોચમેં અ૫ના સમય ગંવાતા હૈ,
નામ હરિકા કભીના સુમિરા સમય ૫ડે ૫છતાતા હૈ..
જિસકી આજ્ઞા ભીતર ચલતે સૂરજ ધરતી પાની સબ,
જિસકી આજ્ઞા ભીતર ચલતે ઇસ દુનિયા કે પ્રાણી સબ..
હો આજ્ઞાસે બાહિર જિસકી ઇક પત્તા નહીં હિલ શકતા,
હો આજ્ઞાસે બાહિર જિસકી તિલ ભર કુછ નહીં મિલ શકતા..
જો યહ સબ સંસાર બનાકે સબ જીવોકો પાલ રહા,
જો યહ સારા ખેલ રચાકે અપને આપ સંભાલ રહા..
તેરી ચિન્તા યહી કરેગા નામ ઇસીકા ધ્યાતા જા,
કહે અવતાર’’ ગુરૂસે મિલકર ઇસકી મહિમા ગાતા જા... (અવતારવાણીઃ૨૭૯)
સદગુરૂ માનવને ચેતન કરતાં કહે છે કેઃ તમે વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્‍ટ કરવાના બદલે શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંતસમયે આ પ્રભુનું સુમિરણ જ ઉ૫યોગી થાય છે.પ્રભુ ૫રમાત્માની આજ્ઞાથી જ દિવસ-રાત,સૂરજ,ધરતી અને પાણી આ સંસારમાં ઉ૫લબ્ધ થાય છે.સંસારના તમામ પ્રાણીઓ તેમના હુકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુ ૫રમાત્માની મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.આ પ્રભુ ૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેનું પાલન પોષણ કરી રહ્યા છે તથા આ સંસારમાં જે કંઇ બની રહ્યું છે તે તમામ પ્રભુની લીલા માત્ર જ છે તે જ રામ..રહીમ..અલ્લાહ..ર્ગાઙ.વાહેગુરૂ છે કે જે તમામ જીવમાત્રની ચિન્તા કરે છે.આવા સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂના માધ્યમથી જાણીને દરેક ક્ષણે તેમને યાદ કરી સુમિરણ કરવાનું છે.આમ કરવાથી સાધકનો આલોક તથા ૫રલોક સુખી થાય છે.
સંતવાણીમાં કહ્યું છે કેઃ
ફિકર કરે સો બાવરા,જિકર કરે સો સાધ,
ઉઠ ફરીદા જિકર કર,તેરા ફિકર કરેગા આ૫ !! સંત ફરીદ !!
સાચા સાધુ સંત ખોટી ચિન્તા કરવાના બદલે એક સત્ય ૫રમેશ્વરને જાણીને હર હંમેશ તેના સુમિરણમાં લીન રહે છે.સંત ફરીદ કહે છે કેઃ હે માનવ ! તૂં એક પ્રભુ ૫રમાત્માને યાદ કરીશ તો તારી ચિન્તા સ્વંય પ્રભુ કરશે.
ગુરૂનાનક સાહેબ કહે છે કેઃ
ઉઠત બૈઠત હરિ ભજહું સાધુ સંગિ પ્રિત,
નાનક દુરમતિ છુટી ગઇ પારબ્રહ્મ બસે ચિત્ત !! આદિગ્રંથઃ૨૯૭ !!
પ્રભુ નામ સુમિરણથી જ કલહ..ક્લેશ દૂર થઇ સાચું સુખ પ્રાપ્‍ત થાય છે.સંતોનો સંગ થાય છે તો હર૫લ સુમિરણ થાય છે અને ખરાબ બુદ્ધિ દૂર થઇ સન્મતિ પ્રાપ્‍ત થાય છે.
શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કેઃ
અનન્યાશ્ચિન્તયન્તો માં જનાઃ ૫ર્યુપાસતે,
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ !! ગીતાઃ૯/૨૨ !!
જે અનન્ય ભક્તો મારૂં ચિંતન કરતા રહીને મારી ઉપાસના કરે છે..મારામાં નિરંતર લાગેલા તે ભક્તોના યોગક્ષેમ (અપ્રાપ્‍તની પ્રાપ્‍તિ અને પ્રાપ્‍તિની રક્ષા) હું વહન કરૂં છું.
જે કંઇ જોવા..સાંભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે તમામ ભગવાનનું જ સ્વરૂ૫ છે અને તેમાં જે કંઇ ૫રીવર્તન અને ચેષ્‍ટા થઇ રહ્યાં છે તે તમામ ભગવાનની લીલા છે...એવું જે દ્દઢતાથી માની લે છે અને સમજી લે છે તેમને ભગવાન સિવાય ક્યાંય મહત્વબુદ્ધિ થતી નથી.તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય છે.ફક્ત ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપોઆ૫ ભગવાનનું જ ચિંતન થાય છે.
જે પોતાનું ધ્યાન માયાના તમામ ભોગોમાંથી હટાવીને ફક્ત ભગવાનમાં જ અટલ અને અચલ પ્રેમ થઇ જાય છે તે પ્રેમી ભક્ત નવધા ભક્તિ (શ્રવણ..કિર્તન..સુમિરણ..પાદસેવન..વંદન..અર્ચન..દાસ્ય..સખ્યભાવ.. અને આત્મ નિવેદન) માં પરાયણ થઇ શ્વાસે શ્વાસે પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં તન્મય રહે છે.ભક્ત પ્રહ્લાદ અને મીરાંબાઇ આનાં સુંદર ઉદાહરણ છે.તેમની સાધનામાં મોટાં મોટાં વિઘ્ન આવવા છતાં ભગવાને તેમની રક્ષા કરીને છેલ્લે પરમાત્માની પ્રાપ્‍તિ કરાવી દીધેલ છે.
જેમ એક બાળક મેળામાં જાય છે ત્યારે તે પિતાની આંગળી ૫કડી રાખે છે તો તેને મેળાનો આનંદ પ્રાપ્‍ત કરે છે અને છેલ્લે સુરક્ષિત ઘેર ૫ણ ૫હોચી જાય છે,તેવી જ રીતે જે ભક્ત અનન્ય ભક્તિભાવથી પ્રભુને ભજે છે તેમનું જીવન સુખી બને છે તેમનો આલોક અને ૫રલોક સુધરી જાય છે.એક બાળકને કયા સમયે શું જોઇએ ? તેની ભલાઇ કઇ વસ્તુથી છે ? તે તમામ બાબતો તેની ર્માં જાણે છે,એટલા માટે મા તેને તે જ વસ્તુ આપે છે કે જેનાથી તે બાળકનું કલ્યાણ થાય.તેવી જ રીતે ભગવાન ૫ણ તે જ વસ્તુઓ પોતાના ભક્તને પ્રદાન કરે છે કે જેનાથી ભક્તનું કલ્યાણ થાય..
ધ્યાનની દ્દઢ અને અતૂટ અવસ્થા સમાધિ કહેવાય છે જે પ્રભુ ૫રમાત્માના જ્ઞાન બાદ જ સંભવ બને છે.જે લોકો એમ માને છે કે એકાંત સ્થાનમાં આંખો બંધ કરીને બેસવું એ સમાધિ છે તેઓ વાસ્તવિકતાથી દૂર છે કારણ કે અર્જુનના પ્રશ્ન સમાધિસ્થ મનુષ્‍ય કેવી રીતે બોલે છે ? કેવી રીતે બેસે છે ? કેવી રીતે ચાલે છે ? એટલે કે કેવી રીતે વ્યવહાર કરે છે ? આનાથી સિદ્ધ થાય છે કેઃ સમાધિસ્થ વ્યક્તિ બોલે છે,ચાલે છે,હરે ફરે છે એટલે કે તમામ કાર્યો કરવા છતાં સમાધિમાં રહે છે.વાસ્તવમાં સહજ અવસ્થાવાળા જીવનમુક્ત મહાપુરૂષ જ સમાધિસ્થ કહેવામાં આવે છે.કર્તવ્ય કર્મ કરવા છતાં ૫ણ જેનું ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં અડોલરૂ૫માં રહે છે તે હંમેશાં સમાધિમાં જ રહે છે.
જે મહાપુરૂષને સુખમાં હર્ષ થતો નથી અને દુઃખમાં ગભરાતા નથી,જેના મનમાં રાગ..દ્વેષ..ભય અને ક્રોધનો ભાવ આવતો નથી તે વ્યક્તિ સમાધિમાં જ છે તેમ સમજવું જોઇએ..
શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કેઃ
જે તત્વને જ્ઞાનીયોગી અને કર્મયોગી પ્રાપ્‍ત કરે છે તે જ તત્વને ધ્યાનયોગી પણ પ્રાપ્‍ત કરી શકે છે.
બાહ્ય ૫દાર્થોને બહાર જ છોડીને અને નેત્રોની દ્દષ્‍ટિને બે ભ્રમરોની વચમાં સ્થિર કરીને તથા નાસિકામાં વિચારવાવાળા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેની ઇન્દ્દિયો..મન અને બુદ્ધિ પોતાને વશ છે જે મોક્ષ ૫રાયણ છે તથા જે ઇચ્છા..ભય અને ક્રોધથી સર્વથા રહીત છે તે મુનિ સદા મુક્ત જ છે... (ગીતાઃ૫/૨૭)
૫રમાત્માના સિવાય બધા પદાર્થો બાહ્ય છે.બાહ્ય પદાર્થોને બહાર જ છોડી દેવાનું તાત્પર્ય એ છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતન ન કરવું.
બાહ્ય ૫દાર્થોના સબંધનો ત્યાગ કર્મયોગમાં સેવા દ્વારા અને જ્ઞાનયોગમાં વિવેક દ્વારા કરવામાં આવે છે. ધ્યાનયોગમાં એકમાત્ર ૫રમાત્માનું જ ચિંતન હોવાથી બાહ્ય ૫દાર્થો સાથે વિમુખતા થઇ જાય છે.વાસ્તવમાં બાહ્ય ૫દાર્થો વિઘ્નકર્તા નથી, વિઘ્નકર્તા છે તેમની સાથે રાગપૂર્વક માનેલો સબંધ.
કાયા..શરીર અને ગ્રીવાને સીધાં અને અચલ ધારણ કરીને તથા દિશાઓને ન જોઇને ફક્ત પોતાની નાસિકાના અગ્રભાગને દેખતા રહીને સ્થિર થઇને બેસવું.(ગીતાઃ૬/૧૩)
            કમરથી માંડીને ગળા સુધીના ભાગને કાયા..મસ્તકને શિર અને મસ્તક અને કાયાની વચ્ચેના ભાગને ગ્રીવા કહે છે.આ ત્રણેના આગળ ઝુકવાથી નિદ્દા આવે છે.પાછળ ઝુકવાથી જડતા આવે છે.જમણી બાજુ ઝુકવાથી ચંચળતા આવે છે જેથી દંડની જેમ સીધા અને સરળ બેસવું.
પોતાની નાસિકાના અગ્રભાગને દેખતા રહેવું એટલે કે પોતાનાં નેત્રોને અર્ધ મિંચેલાં રાખવાં,કારણ કેઃ આંખો મીંચી લેવાથી નિન્દ્દા આવવાની સંભાવના રહે છે અને નેત્રો ખુલ્લાં રાખવાથી સામે દ્દશ્ય દેખાશે અને તેના સંસ્કારો ૫ડશે તો ધ્યાનમાં વિક્ષે૫ થવાની સંભાવના રહે છે.
નાસિકાની બહાર નીકળવાવાળા વાયુને પ્રાણ અને નાસિકાની અંદર જવાવાળા વાયુને અપાન કહે છે. પ્રાણવાયુની ગતિ દીર્ધ અને અપાનવાયુની ગતિ લઘુ હોય છે.આ બંન્નેને સમ કરવા માટે ૫હેલાં ડાબી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને જમણી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો,પછી જમણી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને ડાબી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો.આ બધી ક્રિયાઓમાં યોગ્ય સમય લાગવો જોઇએ.આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી પ્રાણ અને અપાનવાયુની ગતિ સમ..શાંત અને સૂક્ષ્‍મ બની જાય છે.જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે..ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે સમજવું જોઇએ કે પ્રાણ-અપાનની ગતિ સમ બની ગઇ છે.આ બંન્નેની ગતિ સમ થતાં લક્ષ્‍ય ૫રમાત્માનું જ રહેવાથી મન વડે સ્વાભાવિક જ ૫રમાત્માનું ચિંતન થવા લાગે છે..
પ્રત્યેક મનુષ્‍યમાં એક તો ઇન્દ્દિયોનું જ્ઞાન રહે છે અને એક બુદ્ધિનું જ્ઞાન રહે છે. ઇન્દ્દિયો અને બુદ્ધિની વચમાં મનનો નિવાસ છે.જે મનુષ્‍યોના મન ઉ૫ર ફક્ત ઇન્દ્દિયોના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખભોગમાં જ લાગેલા રહે છે અને જેમના મન ઉ૫ર બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ ૫રીણામ તરફ દ્દષ્‍ટિ રહેવાથી સુખભોગનો ત્યાગ કરવામાં સમર્થ બની જાય છે.
            ૫રમાત્મા પ્રાપ્‍તિ કરવાનું જ જેનું લક્ષ્‍ય છે એવા ૫રમાત્માસ્વરૂ૫નું મનન કરવાવાળા સાધકને મોક્ષ૫રાયણ કહેવામાં આવે છે.૫રમાત્મા તત્વ બધાં સ્થળ..કાળ વગેરેમાં ૫રીપૂર્ણ હોવાના કારણે સદાસર્વદા બધાને પ્રાપ્‍ત જ છે ૫રંતુ દ્દઢ ઉદ્દેશ્ય ન હોવાના કારણે એવા નિત્ય પ્રાપ્‍ત તત્વની અનુભૂતિમાં વિલંબ થઇ રહ્યો છે. વાસ્તવમાં ઉદ્દેશ્ય ૫હેલાંથી જ સુનિશ્ચિત જ છે કેમકે ૫રમાત્મા પ્રાપ્‍તિના માટે જ આ મનુષ્‍ય શરીર મળેલું છે.
            પોતાની ઇચ્છાની પૂર્તિમાં વિઘ્ન નાખવાવાળા પ્રાણીને પોતાનાથી સબળ માનવાથી તેનાથી ભય લાગે છે અને નિર્બળ માનવાથી તેના ઉ૫ર ક્રોધ આવે છે.તેવી જ રીતે જીવવાની ઇચ્છા રહેવાથી મૃત્યુનો ભય લાગે છે અને બીજાઓથી પોતાની ઇચ્છાપૂર્તિ કરવાની તથા બીજાઓ ઉ૫ર પોતાનો અધિકાર જમાવવાની ઇચ્છાથી ક્રોધ થાય છે.આથી ભય અને ક્રોધ થવામાં ઇચ્છા જ મુખ્ય છે.વસ્તુઓની અને જીવવાની ઇચ્છાથી જ મનુષ્‍ય જન્મ મરણરૂપી બંધનમાં ૫ડે છે.શું વસ્તુઓની ઇચ્છાથી વસ્તુઓ મળી જાય છે ? શું જીવવાની ઇચ્છાથી મૃત્યુથી બચી જવાય છે ? માટે જો આપણે એક ૫રમાત્માપ્રાપ્‍તિ સિવાય કંઇ૫ણ ના જોઇએ એવો ભાવ બનાવી લઇએ તો વર્તમાનમાં જ મુક્ત થઇ શકાય છે,પરંતુ જો વસ્તુઓની અને જીવવાની ઇચ્છા રહેશે તો ઇચ્છા ક્યારેય પુરી નહીં થાય અને મૃત્યુના ભયથી ૫ણ બચી શકાશે નહીં તથા ક્રોધથી ૫ણ છુટકારો નહીં થાય એટલા માટે મુક્ત થવા માટે ઇચ્છા રહીત થવું આવશ્યક છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
જે સમતા (સમબુદ્ધિ) કર્મયોગથી પ્રાપ્‍ત થાય છે તે જ સમતા ધ્યાનયોગથી ૫ણ પ્રાપ્‍ત થાય થાય છે એટલા માટે ભગવાન ગીતામાં ધ્યાનયોગના વિષયનો આરંભ કરી પ્રેરણા આપતાં કહે છે કેઃ
ભોગબુદ્ધિથી સંગ્રહ ન કરવાવાળા..ઇચ્છા રહીત અને અંતઃકરણ તથા શરીરને વશમાં રાખવાવાળા યોગીએ એકલા એકાંતમાં સ્થિત થઇને મનને નિરંતર ૫રમાત્મામાં જોડવું...(ગીતાઃ૬/૧૦)
યોગનો અર્થ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો થાય છે.
પોતાના સુખના માટે ભોગ અને સંગ્રહ કરવાથી તેમાં મન ખેંચાણ રહેશે જેથી સાધકનું મન ધ્યાનમાં લાગશે નહીં તેથી ધ્યાનયોગના સાધકને માટે અપરિગ્રહ હોવો જરૂરી છે.
અંતરમાં કોઇ૫ણ ભોગને ભોગબુદ્ધિથી ભોગવવાની ઇચ્છા..કામના અને આશા ન રાખવી..કારણ કેઃ મનમાં ઉત્પત્તિ વિનાશશીલ ૫દાર્થોનું મહત્વ..આશા અને કામના ૫રમાત્મા પ્રાપ્‍તિમાં મહાન બાધક છે.
શુદ્ધ ભૂમિ ઉ૫ર જેના ઉ૫ર ક્રમશઃ દર્ભ..મૃગચર્મ અને વસ્ત્ર બિછાવેલાં છે જે ન અત્યંત ઉંચુ હોય અને ન અત્યંત નીચું હોય તેવા પોતાના આસનનું સ્થિર સ્થા૫ન કરીને તે આસન ઉ૫ર બેસીને ચિત્ત અને ઇન્દ્દિયોની ક્રિયાઓને વશમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો..(ગીતાઃ૧૧-૧૨)




સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સમસ્યાઓ અનેક છે - સમાધાન એક છે.રોગ અનેક છે - ઔષધી એક છે....તે છે ' ધ્યાન ' ....

૧. ધ્યાન કરવું એ જીવનની જરૂરિયાત નથી. તેના વિના પણ સારી રીતે જીવી શકાય છે.
૨. ધ્યાનથી કામ કરવું, એ જ ખરું ધ્યાન છે.
૩. ધ્યાન વધુ પડતું કરવાથી મગજ ડલ થઇ જાય છે.  માણસની સાંસારિક રુચિઓ તથા પ્રવૃતિઓ શિથિલ થઈને સંસારથી ભાગવા માંડે છે, આ આધ્યાત્મિકતા નથી, પલાયનતા છે.
૪. મૂળમાં તો ધ્યાન, અનીશ્વરવાદીઓનું છે.
૫. ઇશ્વરવાદીઓએ ઉપાસના, પ્રાર્થના, ભજન, સ્મરણ, જપ વગેરે કરવાં.
મુસલમાન નમાજ પઢે છે તે ઉપાસના છે. ખ્રિસ્તી પ્રાર્થના કરે છે તે ઉપાસના છે. હિન્દુઓ દેવ-દર્શન, જપ, ભજન-કીર્તન વગેરે કરે છે, તે ઉપાસના છે, ઉપાસનાના અનેક પ્રકાર છે. પણ નવધાભક્તિમાંથી કોઈ એકાદ ભક્તિ -જે અનુકૂળ આવે અને તમારી પ્રકૃતિને રૂચે તે કરવી. સૌથી ઊંચી ભક્તિ શરણાગતિ છે. દાસભાવથી પ્રભુના કાલાવાલા કરવા તે અને શરણાગત થઈને જીવવું તે સર્વોત્તમ સાધના છે. આમાં અહંકાર ઘટે છે, દીનતા, નમ્રતા વધે છે અને વ્યક્તિમાં સંતનાં લક્ષણ વધવા માંડે છે. માટે કોઈ પણ ઉપાસના કરવી.
૬. આજકાલ ધ્યાન કરાવનારા ઘણાં નીકળી પડ્યા છે, ખરેખર તો તેમનું જ ધ્યાન લાગતું નથી, પણ તે યોગી હોવાનો ડોળ કરે છે. કેટલાક શિબિરો લગાવીને પૈસા પણ કમાય છે. તેમનાથી બચવું. તેમાં જવું નહિ, સૌથી મહત્વની વાત એ છે કે અનીશ્વરવાદીઓનાં ગમે તેટલાં પ્રલોભનો હોય તોપણ તેમની શિબિરમાં જવું નહિ. તે તમારી શ્રદ્ધા તોડી નાંખશે. તમે એકે તરફના નહિ રહો. ધ્યાનના નામે તેઓ નાસ્તિક- અનીશ્વરવાદી ધર્મનો પ્રચાર કરતા હોય છે. તેમનાથી બચવું.
૭. આખો દિવસ ઉપાસના ન કરવી, આખો દિવસ કર્તવ્ય-કર્મો કરવાં. કર્તવ્ય-કર્મો છૂટી જાય તેવી કોઈ ઉપાસના ભક્તિ ન કરવી. કર્તવ્યપારાયણ થવું એ જ પ્રથમ ધર્મ છે.
૮. બની શકે તો આખો દિવસ કર્મો કરતાં-કરતાં પ્રભુમાં થોડુંક ચિત્ત રાખવું. સુમિરન કરવું. જેમ અત્યંત પ્રેમીનું સુમિરન થયા કરે છે તેમ.
૯. કુદરતવિરોધી યોગક્રિયાઓ કરનારા તથા કથિત-યોગીઓથી પ્રભાવિત ન થવું. મેં આવા યોગીઓને પાછળથી રીબાઈ-રીબાઈ ને મરતા જોયા છે.
૧૦. આવા કુદરતવિરોધી ક્રિયાઓ કરનારા યોગીઓ લાંબુ જીવતા નથી. નાની વયમાં જ મરી જતા જોયા છે.
૧૧. લાંબુ જીવન તો સહજ જીવન જીવનારા ખેડૂતો, કારીગરો, મજૂરો વગેરે જીવતા હોય છે, એટલે કુદરતવિરોધી ક્રિયાઓવાળા યોગના રવાડે ચઢવું નહિ.
૧૨. પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે.ઈશ્વર પ્રનીધાનાદવાપતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી.
૧૩. યોગથી ચમત્કારો થતાં નથી. સાચા યોગીઓ ચમત્કારો બતાવતા પણ નથી. ચમત્કારો ગોઠવવાથી થતાં હોય છે. તેને માનવા નહિ. પ્રચારસાહિત્યથી બચવું. તે પ્રમાણિક નથી હોતું. પ્રચાર માટે રચાયેલું આવું સાહિત્ય લોકોને ભરમાવે છે. તેનાથી સાવધાન રહેવું. ધન માટે કે વાડો વધારવા માટે ધૂર્ત લોકો પ્રચારસાહિત્યનો ઉપયોગ કરતા રહે છે.
૧૪. અમુક યૌગિક કસરતો કરવાથી કેટલાક રોગોમાં આરામ રહે છે તે વાત સાચી પણ તેથી બધા જ રોગો અચૂક મટી જાય છે તે વાત સાચી નથી. બેજવાબદાર ગેરેંટી વાળા સાચા નથી હોતા.
૧૫. ધ્યાન કુદરતી નથી એટલે ધ્યાન લાગતું નથી. જબરદસ્તી ન કરો.
૧૬. શું પામવા ધ્યાન કરો છો? શાંતિ? તો તો પછી ક્લોરોફોર્મ જ સૂંઘી લ્યો ને ! એટલે તો કેટલાક ગાંજાનો દમ મારે છે. ધ્યાનથી કામ કરો એ જ મોટું ધ્યાન છે.
૧૭. જે ધ્યાન, કર્તવ્ય છોડાવે, બળ-બચ્ચાં છોડાવે, ઘર છોડાવે તેવા ધ્યાનથી તો ભગવાન બચાવે.
૧૮. મન ચંચળ છે તે વાત સાચી પણ તે કુદરતી છે. ચંચળ મનથી જ્ઞાનવૃદ્ધિ થાય છે. જો મન ચંચળ ન હોય તો જડ થઇ જાય. નિષ્ક્રિયતા અને જડતા એક બરાબર છે.
૧૯. મનને વશમાં કરવાનો અર્થ તેને મરી નાખવું એવો નથી, પણ યોગ્ય દ્રષ્ટિ-દિશા તરફ વાળવું તેવો છે.
૨૦. યોગ્ય દ્રષ્ટિ-દિશા તરફ વળેલું મન સર્જન કરે છે. કલ્યાણકારી બને છે.
૨૧. ગુફામાં કે ઓરડામાં લાંબો સમય ધ્યાન લગાવીને કે સમાધિ લગાવીને (જે ભાગ્યે જ લાગતાં હોય છે) કલાકો સુધી બેસી રહેવું તેના કરતાં દીન-દુઃખી લાચાર માણસોના આંસુ લૂછવા ગંદી ગલીઓમાં ભટકવું વધુ શ્રેષ્ઠ છે. અથવા ગામની સફાઈ કરવી એ વધુ શ્રેષ્ઠ છે. ધ્યાનનું ફળ માત્ર પોતાને જ મળે છે, જયારે સફાઈનું ફળ પૂરા ગામને મળે છે.
૨૨. જયારે જરૂર હોય ત્યારે મન આપોઆપ એકાગ્ર થઇ જાય છે. જેમ કે સોયમાં દોરો પરોવતાં, ગણિત ગણતા, પ્રિય પુસ્તક વાંચતાં કે પ્રિય ફિલ્મ જોતાં, પ્રિય રમતો રમતાં, આ બધી એકાગ્રતા કુદરતી સહજ છે. જે અસહજ છે તેને સાધવા જશો તો થાકી જશો, હારી જશો. માટે ધ્યાનના રવાડે ન ચઢો પણ ધ્યાનપૂર્વક કામ કરવાના રવાડે ચઢો.

વાસ્તવિકતા ઉપાસના

 [આ લેખ સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક વાસ્તવિકતામાંથી લેવામાં આવ્યો છે.]
૧. જે જે ક્રિયાઓ ઈશ્વરની સમીપમાં લઇ જાય તે બધી ઉપાસના છે.
૨. શારીરિક, માનસિક, વાચિક, બૌદ્ધિક રીતે ઉપાસના કરી શકાય છે.
૩. ઉપાસના અવશ્ય કરવી જોઈએ. તેનાથી વધુ બીજું કોઈ કલ્યાણકારી કર્મ નથી.

૪. સાચી ઉપાસના લાંબો સમય કરવાથી ઘણી યોગ્ય ઈચ્છાઓ પૂરી થાય છે. ઉપાસના કલ્પતરુ છે.
૫. ઉપાસનાનો મૂલ આધાર શ્રદ્ધા છે. શ્રદ્ધા તૂટે તેવો સંગ ન કરવો. શ્રદ્ધા વધે તેવો સંગ કરવો.
૬. ઉપાસના ચમત્કારો માટે નથી. ચમત્કારદર્શીઓથી દૂર રહેવું.
૭. ઉપાસનાથી જ્ઞાનપ્રાપ્તિ પણ થાય છે.
૮. ઉપાસનાથી સાચી શાંતિ પણ પ્રાપ્ત થાય છે.
૯. ઉપાસનાથી જીવન ધન્ય ધન્ય થઇ જાય છે.
૧૦. ગરીબ-દુઃખી માણસે નિરાશ થયા વિના ઉપાસના જરૂર કરવી.
૧૧. આર્ત, અર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની એ ચાર ભેદથી ઉપાસકો બતાવાયા છે, જ્ઞાની (નિષ્કામી) ઉપાસક શ્રેષ્ઠ છે.
૧૨. ઉપાસના બને તેટલી એકાંતમાં કરવી. પણ નામજાપ તો જાહેરમાં પણ કરવા, હા, પ્રદર્શન ની લાલસા વિના.
૧૩. ઓછામાં ઓછી સામગ્રીથી ઉપાસના કરવી. બને તો કશી જ સામગ્રી વિના ઉપાસના કરવી.
૧૪. મંત્ર કે દેવ બદલ બદલ ન કરવો. દેવ કે મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે.
૧૫. કોઈપણ એક મંત્ર અને પ્રીયદેવ સ્વીકારી લેવો. બધા જ દેવો એક ઈશ્વરનું પ્રતિક છે. ભેદ ન કરવો. ભેદ કરાવનારાથી દૂર રહેવું.
૧૬. ઉપાસના કરવી પણ કર્મકાંડ ઓછું કરવું.  ઈશ્વરમાં સીધેસીધું મન ન લાગે તોપણ જાપ કરવા.
૧૭. સામગ્રીથી પણ ઉપાસના થાય પણ તે ખર્ચાળ ઉપાસના છે.
૧૮. સાકાર અથવા નિરાકાર કોઈ પણ રકાર સ્વીકાર શકાય છે. પણ એકનો સ્વીકાર કરીને બીજાનો વિરોધ ન કરવો. સહિષ્ણુ થવું.
૧૯. સવારે-સાંજે પ્રાર્થના જરૂર કરવી.
૨૦. બને તો સમૂહપ્રાર્થના કરવી. પુરા પરિવારને સાથે રાખવો. તેથી સંસ્કાર પડે છે.
૨૧. પ્રાચીનકાળમાં લોકો સંધ્યા કરતા. પછી મૂર્તિપૂજા આવી એટલે આરતી પૂજા થવા લાગી. સંધ્યાની જગ્યાએ લોકો દેવદર્શન કરવા મંદિરે જવા લાગ્યા.
૨૨. મંદિરે જરૂર જવું. અત્યંત શ્રદ્ધા અને નમ્રતાથી દર્શન કરવાં. પ્રતિમામાં પરમેશ્વરની અનુભૂતિ કરવી.
૨૩. મંદિરને દુકાન ન બનાવવી. જે મંદિરોને કોમર્શીઅલરૂપ અપાયું હોય ત્યાં ન જવું. તેને પ્રોત્સાહન ન આપવું.
૨૪. મંદિરને દુકાન બનાવનારા મહાત્મા નથી હોતા. વ્યાપારી હોય છે.
૨૫. મંદિરમાં કક્ષા ન પાડવી. સૌ સમાન છે.
૨૬. ગરીબ અને શ્રીમંતો માં ભેદ કરનારા, દક્ષિણાલોભી પૂજારીઓને પ્રોત્સાહન ન આપવું.
૨૭. મંદિર વિના ઘરે કે જંગલમાં પણ ઉપાસના થઇ શકે છે. જ્યાં મન લાગે તે જ મંદિર છે.
૨૮. સ્નાન કરીને, સ્વચ્છ થઈને જ મંદિરે જવું. બાહ્ય પવિત્રતા પણ જરૂરી છે.
૨૯. કદાચ સ્નાનાદિની સગવડ ન હોય તો સ્નાન વિના પણ મંદિરે જઈ શકાય છે. પણ દૂરથી દર્શન કરવાં. બીજા દર્શનાર્થીઓને તકલીફ ન થાય.
૩૦. ઈશ્વરને સૂતક લાગતું નથી. ઉપાસના રોકવી નહિ.
૩૧. રજસ્વલા સ્ત્રીએ પણ ઉપાસના કરવી. મંત્ર અભડાતો નથી. પણ લોકોની રુચિનું ધ્યાન રાખીને દુરથી દર્શન કરવાં.
૩૨. રજસ્વલાપણું કુદરતી પ્રક્રિયા છે. કલ્યાણકારી છે. વંશ વારસા માટે જરૂરી છે. તેનાથી ઘૃણા ન કરવી. અભડાવું નહિ. હા, સ્વચ્છતા જરૂર રાખવી.
૩૩. ઉપાસકે ખોટી અને વ્યર્થની ચર્ચા ન કરવી.
૩૪. વિશ્વનાં, જીવનનાં અને ઈશ્વરનાં બધાં રહસ્યો આપણે જાણી શકતા નથી. તેની માયા અપરંપાર છે. જાણકારીનો ગર્વ ન કરવો. હાથ જોડીને રહેવું.
૩૫. જે સંપ્રદાયમુક્ત વાળાબંધીથી મુક્ત હોય તેવા વિશાળ વલણવાળા સંતનો સત્સંગ કરવો. વાડામાં પડવું નહિ.
૩૬. ઉપાસકે દયાળુ અને પરમાર્થી થવું. બને તો દીન-દુખિયાની સેવા કરવી.
૩૭. પોતાના ઇષ્ટદેવને મક્કમતાથી પકડવા પણ બાકીના સૌને પગે લાગવું. વિરોધ ન કરવો. હું જ સાચો છું તેવો અભિનિવેશ ન કરવો. તું પણ સાચો છે તેવી ઉદારતા બતાવવી.
૩૮. બધું ઈશ્વરનું નિર્માણ છે. તે સહેતુક છે. વ્યર્થ નથી. તેનો હેતુ ન સમજાય તોપણ તેનો
તિરસ્કાર ન કરવો.   http://www.sachchidanandjiblog.org/2011/05/dhyan/

ધ્યાન એ યોગની એક ક્રિયા છે. ધારણા પછીનો અને સમાધિ પહેલાનો જે તબક્કો છે તેને ધ્યાન કહી શકાય. સામાન્ય રીતે ધ્યાનમાં ઇશ્વરનો કોઇ આકાર કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવામા આવે છે. આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. જેમાં નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરાય તેને નિરાકાર ધ્યાન કહે છે. શરૂઆતમાં નિરાકાર ધ્યાન કરવું અઘરું હોવાથી સાકાર ધ્યાન કરવાની યોગગુરૂઓ દ્વારા સલાહ આપવામાં આવે છે.

ધ્યાન અંતરની શોધ માટે, સમર્પણની ભાવના માટે, નિર્વિચારીતાની સ્થિતિ કેળવવા માટે, પ્રાર્થનાના ભાવમાં લય થવા માટે પણ યોગીઓ કરતા હોય છે. ધ્યાન કરવાથી આત્મબળ પણ વધતું હોવાનો યોગીઓનો મત છે. વૈજ્ઞાનિક રીતે પણ મન વિચારશૂન્ય બનવાથી તેની કાર્યક્ષમતા વધે છે એમ માની શકાય છે. આ બધા હેતુઓ માટે ધ્યાન થાય છે.
સામાન્ય રીતે ધ્યાન માટે વહેલી સવાર અને મોડી રાતનો સમય વધુ અનુકુળ માનવામાં આવે છે. સ્નાન કરીને વધુ તંગ ન હોય તેવ વસ્ત્રો ધારણ કરીને ધ્યાનમાં બેસી શકાય. ધ્યાનનો સમય અને સ્થળ નિયમિત રીતે એક જ રહે તો વધુ સારી રીતે ધ્યાન થઈ શકે છે. આંખો બંધ કરીને ધ્યાનમાં બેસ્યા બાદ વિચારો પર કાબૂ મેળવીને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો હોય છે, અથવા માત્ર કોઇ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાનું હોય છે. ધ્યાનથી એકાગ્રતા, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, સમતા વગેરે કેળવાય છે.

 

ઈશ્વરનું ધ્યાન કેવી રીતે કરવું

પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું જોઈએ ?
ઉત્તર : એક ઠેકાણે શાંતિપૂર્વક અનુકૂળ આસન પર બેસીને, મનમાં ઉત્પન્ન થતા સંકલ્પવિકલ્પ કે વિચારોને શાંત કરીને વૃત્તિને અંતર્મુખ કરીને બેસી રહેવું તે ધ્યાનનો એક પ્રકાર છે. પરંતુ એવું શાંત ધ્યાન સૌને માટે શક્ય નથી હોતું. ધ્યાનમાં બેસતી વખતે ભાતભાતના ને જાતજાતના વિચારો ઊઠે છે તથા મન દોડાદોડ કરે છે. એટલા માટે જ, મનને સ્થિર કરવાના એક અકસીર સાધન રૂપે, કોઈ મંત્ર કે રૂપ સાથે ધ્યાન કરવાની ભલામણ કરવામાં આવી છે. એને સાકાર ધ્યાનના નામે ઓળખવામાં આવે છે. આરંભમાં કોઈક અનુભવી માર્ગદર્શકની સલાહ પ્રમાણે એવું ધ્યાન કરવાથી આગળના ધ્યાનમાં મદદ મળે છે.

પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું જોઈએ - ઈશ્વર આપણી સામે રહેલા છે અને આપણા પર કૃપા વરસાવી રહ્યા છે એવું માનીને કરવું કે તે આપણા હૃદયમાં વિદ્યમાન છે, એવી ભાવના સાથે કરવું ?
ઉત્તર : ધ્યાન કરવાની પદ્ધતિઓ અનેક છે, હકીકતનું સ્પષ્ટીકરણ મેં પહેલા પણ કરી દીધું છે. એ બધી જ પદ્ધતિઓનો સમાવેશ મુખ્યત્વે બે વિભાગમાં કરી શકાય છે. સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, કોઈ પણ પ્રકારનાં ચિંતન મનન વિના ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહ્યા પ્રમાણે, ધ્યાનમાં બેસીને મનને ધીરે ધીરે કે ક્રમે ક્રમે શાંત કરવાની કોશિશ કરવી તે નિર્ગુણ ધ્યાન છે. અથવા તો આત્મસ્વરૂપનું ચિંતન કરવું કે પછી કોઈક જપનો આધાર લઈને મનને એકાગ્ર અને શાંત કરવાનો અભ્યાસ કરવો તે પણ નિર્ગુણ ધ્યાન કહેવાય છે. સગુણ ધ્યાનમાં ઈશ્વરના કોઈ રૂચિપૂર્વકના રૂપમાં મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો પડે છે. એ બધા પ્રકારની અને એવી જ બીજી પદ્ધતિઓમાંથી કોઈ પણ એક અનુકૂળ પદ્ધતિનો આધાર લઈને ધ્યાનની સાધનામાં આગળ વધી શકાય છે. પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન કે સુખાસનમાંથી કોઈ પણ આસન ધ્યાનને માટે અનુકૂળ ગણાય છે. એમાંથી અનુકૂળ આસન પસંદ કરીને ધ્યાન કરવું જોઈએ. ઈશ્વર હૃદયમાં રહેલા છે અને એમની કૃપા નિરંતર વરસી રહી છે એવું એકસાથે માનીને ધ્યાન કરવાથી તમને વિશેષ લાભ થશે, એવો અભિપ્રાય તમારી ભાવનાને લક્ષમાં લેતા આપી શકાય છે.
પ્રશ્ન : પોતાની જાતને કેવી રીતે ઓળખાય ? પોતાની જાતને ઓળખવી એટલે શું ?
ઉત્તર : પોતાની જાતને ઓળખવી એટલે પોતાના શરીરમાં રહેલી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ અનુભવ કરવો, એનું દર્શન કરવું. એને સ્વરૂપનું દર્શન પણ કહેવાય છે. ધ્યાનથી એ શક્ય બને છે. ધ્યાન કરતાં મન શાંત થાય છે ત્યારે આત્મતત્વનો અનુભવ કરી લે છે.
પ્રશ્ન : મોક્ષનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર : મોક્ષનું સ્વરૂપ ઘણું વિશાળ છે. સ્વરૂપના દર્શનથી આત્માના અપરોક્ષ જ્ઞાનનો ઉદય થાય છે. તેથી ભેદભાવની નિવૃત્તિ થાય છે તથા અશાંતિ ટળી જાય છે. તે મોક્ષનું મુખ્ય સ્વરૂપ છે. એના અનુભવને માટે બધી જાતનાં વ્યસનો, દુર્ગુણો, દુર્વિચારો, દુષ્કર્મો તથા દુન્યવી મમતા, અહંતા અને આસક્તિમાંથી મુક્તિ મેળવવી જોઈએ.

ધ્યાન

ધ્યાન માટે પહેલું કામ છે સ્થિતિ. તમે કોઈપણ રીતે ઝેસી શકો છો.
બેસ્વાનું આરામદાયક અને હલન- ચલન વગર્નું હોવું જેદીએ.
આપણો જમીન પર કે ખુરશી ઉપર બેસીને ધ્યાન કરી શકીએ છીએ.
ધ્યાન આપણે કોઈપણ જગ્યાએ કરી શકીએ છીએ.
જયાં સુખદાયી હોઇએ.
તમારા બંને હાથને એકબીજા સાથે જોડી લો.
તો આંખૉ બંદા કરી શકૉ છે.
અંદર આને બહારના આવાજોને રૉકી દૉ.
કૉઈપણ મંઋ ઓનું ઉચ્ચારણ કરવાની જરૂર નથી.
આખા શરીરને ઢીલું છોડી દૉ... ઢીલું... બિલકુલ ઢીલું.
જયારે આપણે સુખાસમે વાળીએ છીએ.આને હાથનીઅંગળીઓને એક્બીજમાં પરૉવીએ છીએ ત્યારે શક્તિનું પ્રમાણ વધી જાય છે અને સ્થિરતા વધી જાય છે.
આંખો મગજના દરવાજા છે. માટે આંખો બંદા હૉય તૉ વધારે સારું.
મંઋ ઉચ્ચારણ, કે કૉયીપણ અંદરનૉ કે બાહાર્નૉ આવાજ એ મનની ક્રિયાઓ છે. ઇટલે તેને બંધ રાખૉ.
જયારે શરીર ઢીલું છૉડી દય્યે છીએ ચેતના બીજ સ્તર ઉપર પહૉંચી જય છે.
મન અને બુદ્ધિ. મન વિચારનૉ સમુહ છે.
ઘણાં બધાં વિચાર આપણા મનમાં આવતા રહે છે. જયારે વિચાર આવ છે ત્યારે જાણતાં કે અજાણતાં પ્રષ્નૉ પણ ઉદ્દ્ ભવતા હૉય છે.
મન અને બુદ્ધિને શાંત કરવા માટે આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે.
પૉતાની જાત ઉપર ધ્યાન રાખવાની. અપણી પ્રક્રુતિ છે.
તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો.
જાણી જોઇને શ્વાસ ના લો. જાણી જોયિને શ્વાસ ના લો આને ના છૉડો. શ્વાસ લેવો અને છોડવો એ કુદરતી હોવો જેઇએ.
મન અને બુદ્ધિ. મન વિચારોનો સમૂહ છે. ઘણાં બધાં વિચાર આપણાં મનમાં આવતા રહે છે. જયારે વિચાર આવે છે ત્યારે જાણતાં કે અજાણતાં પ્રશ્નૉ પણ ઉધ્ભવતા હૉય છે.
મન અને બુદ્ધિને શાંત કરવા માટે આપણૉ શ્વાસ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે.
પોતાની જાત ઉપર ધ્યાન રાખવાની આપણી પ્રક્રુતિ છે.
તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો. જાણી જોઇને શ્વસ ના લો અને ના છોટો.
શ્વાસ લેવો અને છોટવો એ કુદરતી હોવો જોઇએ. કુદરતી શ્વાસ ઉપર ધ્યાન રાખો. આ એક સારામાં સારી રીત છે.
વિચારોની પાછળ ના પડો. વિચારો અને સવાલો સાથે જોટાઇ ના જાવ. વિચારોને દૂર કરી દો.
શ્વાસ ઉપર ફરીથી ધ્યાન આપો. કુદરતી શ્વાસની આવન જાવન ઉપર ધ્યાન આપો. શ્વાસમાં ખોવાઇ જાવ.
ધીરે ધીરે શ્વાસની ઊંડાઇ ઓછી યતી જશે. ધીરે ધીરે શ્વાસ હલકા અને નાના થતા જશે.
અને બંને આંખની વચ્ચે કપાળ ઉપર ચમકનું રૂપ લેશે.
આ પરિસ્થિતિ મા દરેક વ્યક્તિમાં શ્વાસ નહીં રહે, વિચાર નહી રહે. અને તેઓ વિચારૉથી ઉપર ઉઠી  જશે.
આ પરિસ્થિતિને નિર્મલ સ્થિતિ કેહપાય કે વિચારૉ વગરની સ્થિતિ આ ધ્યાનની અવસ્થા છે.
આ એવી અવસ્થા છે કે જેમાં આપણી ઉપર વિશ્વ શક્તિનો વરસાદ થવા લાગે છે.
અપણો જેટલું ધ્યાન વધારે કરીશુ તેટલી વધારે વિશ્વ શક્તિ પ્રપ્ત થશે.


આનાપાનસતિ ધ્યાન
પાલી ભાષામાં આનાપાનસતિનો અર્થ સહજ અને પ્રાકૃતિક શ્વસનક્રિયા પર જાગૃતિ અને પૂર્ણ એકાગ્રતા સાથે રહેવું એવું થાય છે.
આના ... એટલે ... અંદર જતો શ્વાસ
અપાન ... એટલે ... બહાર આવતો શ્વાસ
સતિ ... એટલે ... સાથે હોવું
આનાપાનસતિમાં સહજ અને પ્રાકૃતિક રીતે ચાલતા શ્વાસ પર મનને એકાગ્ર કરવાનું છે. પ્રયાસો કરતાં કરતાં આનંદપૂર્ણ રીતે શ્વાસની સાથે રહેવાનું છે.
કોઈ મંત્ર-જાપ કરવાનો નથી કે કોઈ દેવી દેવતાઓના સ્વરૂપોને મનમાં લાવવાના નથી, શ્વાસ રોકી રાખવો કે કુંભકજેવા હઠયોગ ના પ્રાણાયામ કરવાનો પણ પ્રયત્ન કરવાનો નથી.
આરામ થી બેસી શકાય તે રીતે બેસવાનું છે. હાથ એકબીજાં સાથે, બધી આંગળીઓ એકબીજામાં પરોવાય જાય એ રીતે રાખવા. આંખો બંધ રાખવી.
સૌથી મહત્વની વાત, વારંવાર મનમાં ઉઠતા ચીલાચાલુ વિચારોને પ્રયત્નો થી દૂર કરવાના છે. અને જ્યાં-ત્યાં ભટકતા મન ને રોકવાની કોશિશ કરતા રહેવાની છે.
જયારે આપણે શ્વાસની સાથે હોઈએ છીએ ત્યારે મન ખાલી કે શૂન્ય થઇ જાય છે. આ સમયે સ્થૂળ શરીરમાં વૈશ્વિક ચૈતન્યનો અદભુત અવતરણ થાય છે. સુષુપ્ત રહેલી ત્રીજી આંખ (Third Eye) ધીરે ધીરે સક્રિય થવા લાગે છે અને વૈશ્વિક ચેતનાનો અનુભવ થવા લાગે છે. 

ધ્યાન

ધ્યાન આપણા અંતરની શોધ માટે થાય. સમર્પણની ભાવના માટે, ખાલીપણું, નિર્વિચારીપણું કેળવવા માટે.પ્રાર્થનાના Mood (ભાવ-તરંગ) જેવું થાય; આમ ધ્યાનના અનેક પ્રયોજનો છે. તેથી એક વખત આમ થયુંને બીજી વખત આમ કેમ થયું ? એવી સ્થિતિચુસ્તતા એમાં નથી. જે થાય તે જોયા કરવું-ધ્યાનમાં એકાગ્રતાનો ભાવ એ મુખ્ય વસ્તુ છે. તે સ્થિરતા-જદાતાવાળી એકાગ્રતા નહી પણ ચેતન-સ્ફુરંતી કાગ્રતા હોવી જોઈએ. ધ્યાન સમયે તંદ્રા એ એક મોટો સામાન્ય અવરોધ આવતો હોય છે. તે આવતા સામાન્યત: તો આપોઆપ ખબર પડી જતી હોય છે. ધ્યાનમાંથી કોઈ ખાસ પ્રકારની લાગણી ઊપજે એવી કોઈ અપેક્ષા ન રાખવી. માત્ર એમાંથી આપણે સતત જાગ્રતિ મેળવીએ ને સાધનામાં વેગ મળે તો તે ઘણું છે. તે વેળાં આગ્રહ-મંતવ્યો-લાગણીઓ, વિચારો આદિ બધું જ સાચા અર્થમાં લય પામી શકે તો તેટલી વેળાં આપણી અંદર રહેલી ચેતનાનો-જેને ભગવાનનો ભાવ પણ કહી શકાય-તેનો સ્પર્શ થાય, જાણ થાય, અનુભવ થાય. ધ્યાનમાં સમયની ગણતરી એ મહત્વનું માપ નથી. અમુક કલાક ધ્યાન થયું તે ગોઉંન છે. ઊંડાણનો ખ્યાલ રાખવો. તે ખ્યાલને પણ મહત્વ દેવાનું નથી. ધ્યાન વેળાં જે કઈ અનુભવો થાય તે તટસ્થપણે જોયા કરવા. ધ્યાનમાં આપોઆપ સ્વાભાવિકપણે શ્વાસોશ્વાસ ધીમા પડતા જશે ને અંતે તો અત્યંત શાંતપણે ચાલશે. તેમાં પ્રાણાયામના નિયમો સ્વત: પળાયા જશે. ને છેવટે તો શ્વાસોશ્વાસ તદ્દન લય પામ્યા જેવી સ્થિતિ થશે. ધ્યાન વખતે ધ્યાન જ. પ્રાર્થના વખતે પ્રાર્થના જ. જે કરતા હોઈએ એના ભાવને જ પ્રધાનપણે વળગી રહેવું. ધ્યાનને છોડવાની ઈચ્છા ન થાય તો ચાલુ રાખવું. સમય થયો માટે છોડી દેવું તેમ ન કરવું. ધ્યાનમાં જવાતા જપ ઉપર ભાર રાખવાનો નથી. જ્યારે પૂરી લીનતા અનુભવાય ત્યારે અંદરની જે ચેતના છે એ અનુભવવામાં ચિત્તનું લક્ષ રાખવાનું છે. ધ્યાન પૂરું થયા પછી જે ઘૂમરી અને એકાગ્રતા જેવું રહે છે તેનાથી જપ, ધારણાનો ભાવ ઊંડો હૃદયસ્થ ઉતારવો. ધ્યાન શરુ કરતી વેળાં જપનો આશ્રય લઇ શકાય, પણ તેના પર ઝોક દીધા વિના, પછી તેનો પણ આગ્રહ ન હોય. ખરેખરી સર્જનાત્મક શક્તિનો અનુભવ પ્રત્યક્ષ કાર્ય ક્ષેત્રમા ઊતરી સર્વાંગે ધ્યાનની સાધના ચાલુ રાખવાની છે. ધ્યાન માત્ર શાંત બેસી રહેવા માટે નથી. મનને નીરવતામાં પ્રકટાવવા ધ્યાન મદદરૂપ છે-એ તો જો કે તેનો તાત્કાલિક લાભ છે. તેમ થવાતા મનથી ઉપરનો અનુભવ શક્ય બને છે. ધ્યાન એટલે જ આપનાં આંતર્તત્વની ખોજ. હળવા ધ્યાનમાં મનની ચાલબાજીઓ જણાઈ શકે છે-ધ્યાનમાંથી શક્તિ, આનંદ, નૂતનતા સાંપડે છે. તથા આપનાં દ્રષ્ટિબિંદુઓમાં તે ફેરફાર કરવી આપે છે. આત્મવિશ્વાસ અને શ્રધ્ધાની વૃદ્ધિ કરે છે-આવા બધા આડકતરા લાભ પણ મળે છે. મૂળ હેતુ તો આત્માની ખોજ છે. ધ્યાન સમયે આસનની ફેરબદલી ન કરવી. શરીર ઠીક ન હોય ત્યારે સુતા સુતા પણ ધ્યાન થઇ શકે. સુતા સુતા પલાઠી વાળીને પણ થાય. તે વેળાં તંદ્રા કે નિંદ્રામાં ના પડી જવાય તેની તકેદારી રાખવી જોઇશે. ધ્યાનનો સમય પણ બનતા સુધી અમુક મુકરર રાખવો અને સ્થળ પણ. આસનની જરૂર તેમાં શરૂમાં જ રહે છે. તેમાં તરબોળ થવાતા અમુક ચોક્કસ આસનની જરૂર રહેતી નથી. ધ્યાન વેળાં બહારના અવાજો સંભળાય તેનો અર્થ એ કે હજુ એકાગ્રતા જામી નથી. એનો અર્થ એમ પણ નથી કે ધ્યાનમાં મૂઢ થવાનું કે રહેવાનું છે. અજ્ઞાન, મુંઢપણું તો ઈન્દ્રિયોનું કેળવવાનું છે.મનની શૂન્યતા તો ક્રમશ: વધવી જ જોઈએ ને મનના અંગ ઉપાંગો પણ સાથે સાથે રસ લેતા થવા ઘટે.
 (જીવનપગરણ આ-૨, પૃ.૩૭,૪૪,૪૭)

મેડિસીન એક ઉમદા વ્યવસાય છે. આ સેવા અને સમપર્ણનો વ્યવસાય છે.આરોગ્યસુરક્ષાના ક્ષેત્રે ભારતનો દૃષ્ટિકોણ અનોખો જ છે.આપણે પશ્ચિમી દેશો પાસેથી ટેકનોલોજી અને આધુનિકતા અપનાવી છે તેવા સમયે આપણે ત્યાં એક સામાન્ય અભિપ્રાય એવા છે કે પૂર્વની તુલનાએ પશ્ચિમમાં તો આ તબીબી નવિજ્ઞાનની સમજણની શરૂઆત માત્ર છે. પૂર્વમાં, યુગો યુગોથી શરીર, માનસ અને આત્મા વચ્ચેનો સહસંબંધ સ્થાપિત થઈ ચૂકયો છે. આત્મામાં રહેલી શકિતને સારી રીતે સમજી લેનારા ભારતનાં ઋષિમુનિઓ એ જ્ઞાન લોકોમાં વહેંચ્યું. તાજેતરમાં ,પશ્ચિમનાં તબીબી સંશોધકો અને ડોકટરોએ ધ્યાન / ચિંતનમાં રહેલી રોગ મટાડવાની શકિતની શોધ કરી છે. પૂર્વ અને પશ્ચિમ બન્નેમાં શ્રેષ્ઠ તબીબી સંશોધનો થવા જરૂરી છે. પશ્ચિમમાં અમુક લોકોએ તબીબી સારવાર માટે આ શકિતનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે, આવા સમયે પૂર્વમાં આ નવી તબીબી ટેકનોલોજીનીદોડમાં આપણે પોતાની યુગો જૂની પરંપરાઓ અને તેની શકિતઓને વિસરી જવી જોઈએ નહીં
ભૌતિક શરીરના આરોગ્ય સંદર્ભે એક રમૂજી કહેવત છે. એવું કહેવાય છે કે આરોગ્ય કથળવાથી ચાર પ્રકારના નુકશાન થાય છે ઃ પેહલું એ કે માંદા પડાય, બીજું એ કે ગોળી લેવી પડે, ત્રીજું નુકશાન દવાનાં બિલનું અને અમુક કિસ્સામાં ચોથું નુકશાન વિલએટલે કે સંકલ્પશકિતને થાય છે.હું ફકત માંદગીની સારવારમાં ફકત એક વિકલ્પ તપીરે ધ્યાન ચિંતનનો ઉમેરો કરવા ઈચ્છું છું. ધ્યાન કેવી રીતે થાય છે, એકાગ્ર થઈ જવાની કલા આપણા શરીર, માનસ, લાગણીઓ, આત્મા અને વિશ્વર ઉપર સુધારાત્મક અસર કરી શકે છે.
ધ્યાન દ્વારા શરીર સુધારણા
ધ્યાનને લીધે શરીરને લાભ થાય છે.તબીબી સંશોધકો શરીર અને માનસ વચ્ચેની કડીઓની તપાસ કરી રહ્યા છે. તેઓએ કેટલીક માંદગીને આપણી મનોસ્થિતિ અને ભાવનાત્મક સ્થિતિ સાથે જોડી છે. તેમને જણાયું છે કે જયારે આપણે માનસિક તાણ, લાગણીજન્ય પીડાઅથવા હતાશા ભોગવતા હોઈએ છીએ ત્યારે રોગની સામે આપણા શરીરનો પ્રતિકાર ઘટે છે.
ઘણાં તબીબી કેન્દ્રો અને હોસ્પિટલો હવે મેડિટેશનના વર્ગો પણ રાખે છે જેથી તાણ ઘટી શકે અને અમુક કક્ષાની માંદગીઓથી છૂટકારો મળી શકે. આપણાં મન અને ભાવનાત્ક સ્થિતિમાં સુધારો કરીને આપણાં ભૌતિક શરીરને તંદુરસ્ત કરવાની શકિત ધ્યાનમાં રહેલી છે.
સંતોએ સાચું જ કહ્યું છે કે, ” પરમાત્મામાં રહેલી સુધારણાત્મક શકિતને મેળવવા માટે આપણી ચેતનાને આપણે શરીરથી ખસેડીને પરમાત્માની નજીક લઈ જઈએ એ જ ધ્યાન.આ બંન્ને શકિતને પરસ્પર સાંકળીને આપણે ભૌતિક પીડાને ભૂલીને આગળ વધી શકીએ છીએ.
ધ્યાન દ્વારા માનસ તથા લાગણીજન્ય પીડામાં સુધારણા
આપણું મન ઘણીવાર દબાણોને લીધે અશાંત બની જાય છે જીવન હવે જટિલ બની ગયું છે. લોકો પાસે ખૂબ કામ કહે છે. પરંતુ સમય ઓછો મળે છે. કેટલાક લોકો એવી નોકરી કરતા હોય છે. જેમાં ઘણાં કલાકો સુદી કામ કરવું પડે છે અને ખૂબ જવાબદારીઓ સંભાળવી પડે છે. અન્ય અમુલ લોકો બે નોકરી કરીને કુટુંબના બે છેડા ભેગા કરે છે. આવા લોકો ઘણીવાર પોતાની તાણ-હતાશાનો ઊભરો પોતાના પ્રિયજનો ઉપર ઠાલવતા હોય છે.
માનસિક તાણને લીધે સર્જાતીઆ માનસિક અસમતુલાથી છૂટકારો મેળવવાનો માર્ગ ધ્યાનમાંથી મળે છે. આપણી માનસિક સમતુલાને જાળવવા માટે ધ્યાન દ્વારા આપણે આપણાં મનમાં એક શાંત ખૂણાંનું સર્જન કરીએ છીએ. માનસિક કામગીરીને માપનારા સંશોધકોએ એવું તારણ કાઢયું છે કામ, ટ્રાફિકમાં હંકારતી વખતે અથવા ઝઘડા કે વિમામાં સવારી જેવી માનસિક તાણ ધરાવતી સ્થિતિઓમાં મગજમાં ૧૩ થી ૨૦ હર્ટ્ઝનાં મોજા નોંધાય છે. ધ્યાન -ચિંતન દ્વારા આપણે આપણા મનની સ્થિતિની સુધારણા કરીએ છીએ. ધ્યાનને લીધે આપણે વધુ કાર્યધમતાપૂર્વક અને શાંતિપૂર્વક કામ કરી શકીએ છીએ.
ધ્યાન એ લાગણીજન્ય પીડામાં સુધારો કરવા માટેની પૂરક ચિકીત્સા છે. તાલીમબદ્ધ વિશેષજ્ઞોના માર્ગદર્શન હેઠળ ધ્યાન દ્વારા પોતાની લાગણીજન્ય સમસ્યાઓમાં સુધારો લાવી શકાય છે.
ડોકટરો પોતાના દર્દીઓને કેવી રીતે મદદરૂપ થઈ શકે ?
પોતાના દર્દીઓને તબીબી સારવાર આપતી વખતે ડોકટરો તેમને ધ્યાનમાં થોડો સમય વિતાવવાની સલાહ આપી શકે કેમ કે ધ્યાનને લીધે આરોગ્યમાં સર્જાનારી સમસ્યાઓ ટાળી શકાય છે. તેમજ ધ્યાન એ તબીબી સારવારની પૂરક સારવાર પણ છે. ડોકટરો જયોતિ મેડિટેશનતરીકે આએળખાતી એક લાભદાયી અને પરિચયાત્મક મેડિટેશન ટેક્નીક શીખી શકે છે. કોઈ પણ ધર્મ કે જાતિ કે વયની કોઈ પણ વ્યકિત આ પ્રકારનું ધ્યાન કરી શકે છે. ધ્યાન સંપૂર્ણપણે એક સુરક્ષિત પ્રક્રિયા છે. આ ટેક્નીકમાં પોતાના શ્વાસોચ્છ્વાસનાં લય, ગતિ કે આસન વગેરેની કોઈ ચિંતા કરવાની હોતી નથી. આપણે એક એવી જગ્યાએ બેસવાનું હોય છે જયાં આપણે લાંબો સમય અનુકૂળતાથી ધ્યાનપૂર્વક બેસી શકીએ. જયોતિ મેડેિટેશનમાં આપણે આંખો બંધ કરીને આપણી સમાના અંધકારમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. ડોકટરો પોતાના દર્દીઓને આ ટેક્નીકની ભલામણ કરે તે આવકાર્ય છે. દૈનિકપણે ધ્યાનમાં સમય વિતાવવાથી લોકો તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે એવી તથા રાહત પૂરી પાડી શકે એવી સુધારાત્મક શકિત સાથે સંપર્કમાં રહેશે અને ખુશીભર્યા જીવન જીવી શકશે.

ધ્યાન-ચિત્ત એકાગ્રતા – 1

સ્વામિ વિવેકાનંદ બાળપણથી જ ધ્યાન કરતા. તેઓ પોતાના બાળમિત્રોને એકઠાં કરીને તેઓને ધ્યાનની રમત શીખવાડતા. અલબત્ત બાળકોને એમાં કોઈ રસ ન પડતો પરંતુ બાળ નરેન્દ્ર (સ્વામિ વિવેકાનંદ) ઘણા લાંબા સમય સુધી ધ્યાનમાં બેસી રહેતા. ધ્યાન (મેડિટેશન) એ પછીથી આવે છે, પહેલા ચિત્ત એકાગ્રતા (કોંસંટ્રેશન)નો અભ્યાસ કરવાનો હોય છે. ધ્યાનથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું આકર્ષણ બાજુએ રાખીને વિચારીએ તો જીવનને વિકસિત કરીને એક ચોક્કસ ઉંચાઈ સુધી લઈ જવા માટે ચિત્ત એકાગ્રતા અનિવાર્ય છે. અષ્ટ સિદ્ધી, નવ નિધિ કે દાતા એવા હનુમાનજીને એ બધું ધ્યાનથી જ પ્રાપ્ત થયું હતું. આપણે જીવનમાં જે અલ્પતા, જે અસમર્થતા અનુભવીએ છીએ, કોઈ કાર્ય સિદ્ધ કરવામાં આપણી શક્તિઓ ટુંકી પડે છે એનું મૂળ કારણ એ છે કે મન પર આપણો કાબુ નથી. ગીતા કહે છે કે મન વાયુ જેવું તીવ્રગામી છે. બ્રહ્માંડમાં (સમગ્ર વિશ્વમાં) એ પળવારમાં ઘુમીને પાછું આપણા શરીરમાં આવી શકે છે. એના પર કાબુ મેળવવો એ અત્યંત દુ:ષ્કર બાબત છે. છતાં એ સાવ અશક્ય તો નથી જ. ગીતા આગળ કહે છે: અભ્યાસેન તુ કૌંતેય, વૈરાગ્યેણ ચ ગૃહ્યતે’ – એટલે કે અભ્યાસ દ્વારા તેમજ જગતના નાશવંત પદાર્થોની કામના છોડીને મન પર કાબુ મેળવવી શકાય છે. જેનો પોતાના મન પર કાબુ છે એ આ સૃષ્ટિમાં જે ચાહે એ કરી શકે છે.
મન પર કાબુ મેળવવા માટે ચિત્ત એકાગ્રતા અનિવાર્ય છે. ચિત્ત એકાગ્રતા માટે બે ભારતીય પરંપરાઓ: સગુણોપાસનાતેમજનિર્ગુણોપાસનાજાણીતી છે. સગુણોપાસના એટલે મૂર્તિપૂજા અને નિર્ગુણોપાસના એટલે મૂર્તિ કે અન્ય કોઈ અવલંબન (ઓબ્જેક્ટ) વિના જ મનને એકાગ્ર કરવું. નિર્ગુણોપાસકો સગુણ ઉપાસનાના કટ્ટર વિરોધી છે. આપણે એ બાબતમાં નથી પડતા. પરંતુ ચિત્ત એકાગ્ર કરવા માટે શરૂઆતમાં મૂર્તિ અનિવાર્ય છે એવું સ્વીકારીને આગળ ચાલીએ છીએ. તમને કોઈ કહે, કે તમારા ઘરની ખુરશીતો એમાં મન લાગશે પરંતુ જો કોઈ એવું કહે, કે તમારી ઓફિસનું આકાશતો કંઈ ધ્યાનમાં નહિ આવે. આથી સાબિત થાય છે કે ચિત્ત એકાગ્ર કરવા માટે કોઈ ને કોઈ પદાર્થ (ઓબ્જેક્ટ) આવશ્યક છે. કોઈ મહાન ચરિત્ર અથવા અવતારની મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમા લઈને એના ગુણો તેમજ એના જીવનપ્રસંગોનું ચિંતન કરીને આપણે પણ તેના જેવા મહાન બની શકીએ છીએ. મૂળ વાત છે, મનને જગતથી અલિપ્ત કરીને કોઈ વિષયમાં જોડવું. નિદ્રા (ઉંઘ)માં આપણું મન જગતથી વિખુટું પડી જાય છે. સવારે ઉઠીએ ત્યારે શરીર તેમજ મનનો બધો થાક ઉતરી ગયેલો હોવાથી આપણે શરીરને તાજું તેમજ મનને પ્રસન્ન અનુભવીએ છીએ. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ મનને જગતથી જુદા પાડીને સ્વસ્થ તેમજ પ્રસન્ન રહેવાનો અનુભવ કરાવવાનો છે. ચિત્ત એકાગ્રતાનો અભ્યાસ ક્યારે કરવાનો ? મૂર્તિ સામે બેસીને કરવાનું શું ? મોટે ભાગે શરીર અને મન સ્વસ્થ હોય ત્યારે વહેલી સવારે અને કોલાહલ કે ઘોંઘાટ વિનાના એકાંત સ્થળે ચિત્ત એકાગ્ર માટે બેસવું જોઈએ.
થિયેટરમાં મૂવી જોતા હોઈએ છીએ ત્યારે સહજતાથી આપણું મન એમાં એકાગ્ર થાય છે. પરંતુ જેવો ઈંટરવલ પડે કે આપણે પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ, સમોસા, પફ જેવા ભોગ્ય પદાર્થોમાં એક્ટીવ થઈ જઈએ છીએ. એનો અર્થ એ કે ઓબ્જેક્ટ (મૂવી) ચલિત હોય ત્યારે આપણું મન (સબજેક્ટ) એમાં સ્થિર થાય છે પરંતુ જેવો ઓબ્જેક્ટ સ્થિર થાય કે આપણું મન ચલિત થઈ જાય છે. ગોપાલ કૃષ્ણની મૂર્તિ સમક્ષ બેસીને એના જન્મથી લઈને તેઓના બ્રહ્મનિર્વાણ (મૃત્યુ) સુધીની ઘટનાઓ પર ચિંતન શરૂ કરી શકાય. આપણા મનમાં કૃષ્ણના જીવન પર ફિલ્મની પટ્ટી ચાલવી જોઈએ તો મન એમાં સ્થિર થઈ શકશે. જેને જે ચરિત્ર ચિત્ત એકાગ્ર કરવા માટે લેવું હોય એ લઈ શકે છે. એમાં બે બાબતો આવે છે: ધ્યાનાંતે જપ ક્રિયામઅને જપાંતે ધ્યાનમ.એટલે કે ચિંતનનો થાક લાગે ત્યારે હાથમાં માળા લઈને અથવા માળા લીધા વિના કોઈ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ – ‘ઓમ નમ: શિવાય’, ‘શ્રીકૃષ્ણ: શરણમ મમ’, ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’, ‘શ્રીરામ જય રામ જય જય રામવગેરે. થોડી વાર જપ કરીને ફરીથી ચિત્ત એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો. શરૂઆતમાં રોજ દસ મિનિટ ત્યારબાદ દર અઠવાડિયે થોડો-થોડો સમય વધારતા જવું. સમગ્ર ક્રિયા કંટાળાજનક ન બનવી જોઈએ.
થાય છે શું કે ચિત્ત એકાગ્ર કરવા બેસીએ ત્યારે આગલા દિવસે બનેલી ઘટનાઓનું જ ચિંતન શરૂ થઈ જાય છે. આથી સાધક તરીકે આપણે આપણા જીવન વ્યવહારમાં એવી સાવધાની રાખતા થઈ જઈએ છીએ કે સવારે ઉઠ્યા ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીના વ્યવહાર દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ, મનમોટાવ, ઉંચા અવાજે બોલાચાલી કે ઝઘડો કે એવું અન્ય કંઈ જ ન બનવું જોઈએ. સાથે-સાથે કોઈ વ્યક્તિ મનને એટલી બધી ગમી જાય કે એનું જ ચિંતન થયા કરે એવું પણ ન બનવું જોઈએ. નાણાકીય વ્યવહારો પણ નીતિ-નિયમ મુજબ ચલાવવાના થાય જેથી કોઈ જાતનો ડર કે લાલચ મનને ધૃજાવે નહિ. આમ હળવે-હળવે જીવન વિકસિત થતું જાય. ચિત્ત એકાગ્રતા એ આંતરભક્તિ છે જ્યારે પ્રભુકાર્ય માટે જ આપણું જીવન જીવાતું રહે તો એ બહિર્ભક્તિ બને છે. આમ જીવન વ્યવહાર અને ચિત્ત એકાગ્રતા બન્ને એક બીજા પર અસર પાડે છે અન્યોન્યને વિકસિત કરે છે.
ચિત્ત એકાગ્રતા માટે મૂર્તિ પણ આકર્ષક હોવી જોઈએ. ભયંકર મૂર્તિ ન ચાલે. લાલ-લાલ જીભ, રાક્ષસોનું વાઢેલું માથું, લોહીની ધારાઓ, ખોપરીની માળા, સિંહ-વાઘના વિકરાળ ચહેરાઓ મનને કોઈ જુદી જ દિશામાં લઈ જાય છે. ચહેરા પર સૌમ્ય હાસ્ય હોય, સુંદર વસ્ત્રો પરિધાન કરેલા હોય, આકર્ષક શારિરીક મુદ્રા હોય તો એ મનને પ્રસન્ન કરે છે. આથી જ એવી મૂર્તિ બનવા લાગી કે રોજ એને જુદા-જુદા વસ્ત્રો પહેરાવી શકાય. આ બાબતોને સહેલાઈથી સમજવી હોય તો વિચારવું, કે કોઈ કુંવારો યુવાન પોતાની સાથે ભણતી કે નોકરી કરતી છોકરીને, એ હાજર હોય તો એને જોયા કરે ને એની ગેરહાજરીમાં એનું ચિંતન કર્યા કરે છે. કારણ કે છોકરી એના રસનો વિષય છે, એ એને આવશ્યક લાગે છે, એ આકર્ષક પણ છે. એ છોકરી રોજ નવા કપડા, નવા ઘરેણા, નવા શણગાર કરીને આવે છે. આથી મૂર્તિ પણ આવશ્યક, આકર્ષક તેમજ રસનો વિષય બનવી જોઈએ. આથી જ વાતાવરણને પણ સુગન્ધિત કરવા અગરબત્તી આવી. એક જમાનામાં ઈલેક્ટ્રિસિટી ન હતી તેથી દીવો પ્રગટાવવામાં આવતો હતો. આજે ઘરમાં પૂજાનો સ્વતંત્ર રૂમ હોય ને વહેલી સવારે લાઈટ ચાલુ કરીને બેસવાથી ઘરના અન્ય સભ્યોની ઉંઘમાં ખલેલ ન પડતી હોય ને દીવો કરવા જેવી વિધિ કષ્ટદાયક જણાય તો એને ટાળવી જોઈએ. એ જ રીતે બેસવા માટે કોઈ ચોક્કસ આસન નથી. શરીરને કષ્ટ ન પડે એ રીતે સુખાસનમાં બેસવું જોઈએ. ઠંડીના દિવસોમાં ગરમ ગોદડી અને ગરમીના દિવસોમાં હળવુ પાથરણું પાથરી શકાય. ચિત્ત એકાગ્ર કરતી વખતે ઉંઘ આવતી હોય તો આંખોમાં ઠંડા પાણીનો છંટકાવ કરી શકાય. એ સમયે ઉંઘ પુરી થયેલી હોવી જોઈએ. શરીર અને મન સ્વસ્થ અને પ્રસન્ન હોવા જોઈએ, શરીરમાં તકલીફ દેનારો રોગ ન હોવો જોઈએ.
મૂર્તિપૂજામાં ગીતા કહે છે તેમ: મન્મના ભવઅગત્યની બાબત છે. મન્મના ભવ એટલે મને તારું મન આપ.ભગવાન કહે છે:તું જીવન વ્યવહાર કરે છે, મેં સર્જેલા આ જગતના તમામ પદાર્થોને માણે છે, તો એના કર્તા એવા મને પણ તારું મન આપ.એટલે કે મારું ચિંતન પણ કર, મારી સાથે વાતો કર.સંસારમાં પિતાજી આપણા માટે બધું જ કામ કરે ને આપણે એ સુખ માણતા રહીએ ને કોઈ વાર પિતાજી સાથે વાત પણ ન કરીએ તો પિતાજીને કેવું લાગે – ‘મારો દિકરો કૃતઘ્ની છે. મારો પ્રેમ માણે છે પરંતુ મને થેંક્યુ પણ કહેતો નથી.આમ ચિત્ત એકાગ્રતા એટલે ભગવાનને થેંક્યુ કહેવાની વેળા. ચિત્ત એકાગ્રતામાં આપણા જીવનમાં ભગવાને આપણને મદદ કરી હોય એવા પ્રસંગો આપણે યાદ કરવા જોઈએ. આનાથી પ્રભુ આપણને ગમવા લાગશે. આપણને પેટમાં દુ:ખતું હોય ને રાત્રે બે વાગે ઉંઘ ઉડી જાય ત્યારે એકલા આપણે જ એ પીડા અનુભવતા હોઈએ છીએ. અત્યંત વ્હાલી પત્ની પણ બાજુમાં નિરાંતે સુતી હોય ત્યારે આપણી સાથે કોણ આપણી પીડામાં ભાગીદાર હોય છે ? એક માત્ર ભગવાન, જે સદાય આપણી સાથે છે, આપણી પીડાનો સાક્ષી તેમજ ભોક્તા હોય છે. આ રીતે વિચારવાથી આપણને જાણ થાય છે કે ક્ષણ માત્ર પણ આપણાથી વિખુટો ન પડનાર આપણો સદાનો જન્મોજન્મનો સાચો સાથી તો આપણો ભગવાન જ છે. આ વિચારધારાએ જ મીરા કે નરસિંહ મહેતા પ્રભુના અનન્ય ભક્ત બન્યા હતા ને !
આથી જીવન વ્યવહારમાં પણ ભગવાન માટે આ પૃથ્વી કે જન્મનો પણ ત્યાગ કરવાનો આવે તો ફટ દઈને કરવાની તૈયારી હોવી જોઈએ. આપણી આ ભાવના આપણને ઈશ્વરની એટલી વધુ નજીક લઈ જાય છે. તો પછી સગાવ્હાલા દ્વારા મળતી કીર્તિ કે પરિવારના સભ્યો પ્રત્યેનો પ્રેમ આપણને આપણા ભગવાનથી અલગ કેવી રીતે કરી શકે ? તેઓ માટે ઈશ્વરને ન ગમતા રસ્તે ધન કમાવાનું મન કેમ કરીને થાય ? ‘મન્મના ભવમાંગીને ભગવાન પણ આપણો સંસાર દુ:ખી નહિ પરંતુ અત્યંત સુખી કરવા માંગતા હોય છે. અનસીન એવા ગોડ પર પણ તમે પ્રેમ કરી શકતા હોવ, એ તમને આવશ્યક ને આકર્ષક લાગવા માંડે તો તો પછી તમારી આસપાસ તમને દૃશ્યમાન એવા તમારા માણસોને તો તમે કેટલું બધું વધારે ચાહવા લાગો ! આજના યુગની આજ તો સમસ્યા છે. આપણે કોઈ જગ્યાએ આપણું મન આપતા જ નથી. રુપિયા પણ આપણે મન દઈને કમાતા નથી. પત્નીએ પ્રેમથી બનાવેલી રસોઈ પણ મનથી ન જમતા યંત્રવત જમી લઈએ છીએ. આપણા સંતાનોના શાળાકીય અનુભવોની એમની ભાષામાં થનારી કાલીઘેલી વાતોને પણ માણી શકતા નથી. પત્નીએ ઘરમાં કે પોતાના શરીરના શણગાર પર કોઈ ચેંજ કર્યો હોય તો એ પણ ધ્યાનમાં આવતો નથી. જગતના પ્રત્યેક પદાર્થો આપણને કહી રહ્યા છે: મન્મના ભવ.થાળીમાં પીરસાયેલી ફુલ્કા રોટલી પણ કહે છે: મન્મના ભવ. મોલમાંથી ખરીદી કરીને બહાર નિકળતી વખતે ગેટ પર ઉભેલો વોચમેન પણ કહે છે: મન્મના ભવ.ઘરેથી કામધંધે જવા નિકળતી વખતે સોસાયટીનું રખડતું કુતરું પણ આપણને પ્રેમથી કહે છે: મન્મના ભવ.પરંતુ આપણે એવા અનાડી છીએ કે આપણા પ્રિય પાત્રોના અગત્યના દિવસો પણ ભુલી જઈએ છીએ.
ચિત્ત એકાગ્રની ટેવ પડી હોય તો આપણને એક તબક્કે એવો અનુભવ થાય છે કે આપણી ખોટકાયેલી ગાડીને આગળ ચલાવવા માટે (અચાનક કામ આપતા બંધ થયેલા સાધનો) પર થોડુંક જ ધ્યાન આપવાની જ જરૂર હોય છે. લખતી વખતે પેન અટકી કે રસ્તે બાઈક બંધ પડી કે નળમાં પાણી આવતું બંધ થયું કે કેલ્ક્યુલેટર કે ડિજિટલ વજનકાંટો વગેરે અચાનક કામ કરતા બંધ પડી જાય કે એવા કોઈ પણ કામ અટકે ત્યારે સહેજ ઊંડા ઉતરીને એને મન આપીએ તો તરત જ ખામી નજરે પડે છે ને હળવો પ્રયત્ન કરવાથી અટકેલી ગાડી ફરીથી સ્મૂથરીતે ચાલવા લાગે છે. આજે તો વૈશ્વિક સ્તરે રમાતી તીરંદાજી કે શૂટિંગ જેવી સ્પર્ધાઓમાં ધ્યાન જ અગત્યની બાબત છે જે સ્પર્ધકને ગોલ્ડ મેડલ અપાવી શકે છે. ધ્યાનની કળા હસ્તગત હોય તો વિપક્ષના ખેલાડીની નબળી બાજુ તરત જ ધ્યાનમાં આવી જાય છે, જેનો ફાયદો ઉઠાવીને વિજયી બની શકાય છે. ચિત્ત એકાગ્રતા એ આપણા આધ્યાત્મિક વિકાસ માટે, જીવનને ટોચ પર લઈ જવા માટે અત્યંત આવશ્યક તો છે જ પરંતુ આપણા વ્યાવહારિક જીવનને પ્રસન્ન બનાવવા માટે પણ અનિવાર્ય છે. અધ્યાત્મ ને વ્યવહાર ક્યારેય જુદા છે જ નહિ. કંટ્રોલ રૂમ ને ડીસ્પ્લે રૂમ ઈંટર કેનેક્ટેડ જ હોય છે, બ્લોગમાં જે રીતે ડીસ્પ્લે પેજ અને એડમિનિસ્ટ્રેશન પેજ હોય છે તેમ !

ધ્યાન અને યોગની સાચી વ્યાખ્યા
સાધારણ રીતે સિદ્ધાસન વાળી, પ્રાણને બ્રહ્મરંધ્રમાં ચડાવી, યોગસાધના દ્વારા ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળી હૃદય સન્મુખ કરવા માટે ઘણા મુમુક્ષુઓ જગતમાં મથતા હોય છે. આવા મુમુક્ષુઓને જ સિદ્ધયોગી સમજી સાધારણ જનતા તેમને પૂજવા લાગે છે. તેવા યોગીઓ પણ ક્યારેક આસન અને પ્રાણાયામના પ્રયોગો બતાવીને યોગી હોવાનો દાવો સમાજ આગળ ધરે છે.પરંતુ ભગવાન સ્વામિનારાયણના મતે આ પ્રકારનું ધ્યાન આધ્યાત્મિક ઊર્ધ્વગતિ માટે આવશ્યક નથી. તેમના મતે તો ભગવાનમાં મનની વૃત્તિ જોડાઈ જાય તે જ સાચું ધ્યાન અને તે જ સાચો યોગ છે. વસ્તુતઃ યોગદર્શનની પ્રતિજ્ઞા જ એ છે કે,'योगश्र्चित्तवृत्तिनिरोघः ચિત્તની વૃત્તિનો નિરોધ થાય તે જ યોગ.પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુધ્ન્ય સંહિતા આ સૂત્રને સબીજ ધ્યાનમાં ફેરવતાં કહે છે કે, 'संयोगो योग इत्युक्तो जीवात्म-परमात्मनोः'૬ જીવાત્મા અને પરમાત્માનો દૃઢ સંબંધ થાય તે જ સાચો યોગ છે. આવી રીતે યોગદર્શનનું સાધ્ય સ્વયં યોગવિદ્યા નથી પરંતુ સાધ્ય પરમાત્મા છે. યોગવિદ્યા તો માત્ર સાધન છે. આ વિવેક જાણ્યા વગર સાધક થોડાં ઘણાં આસનો અને પ્રાણાયામના પ્રયોગો કરીને સાચો યોગી બની શકતો નથી. ભગવાન સ્વામિનારાયણ તેથી જ જણાવે છે કે, 'જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનનો સ્વરૂપમાં જોડાઇ તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઇ ગયો.'
માત્ર ચૌદ વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે પૂર્ણ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. આમ છતાં તેમણે પોતાના અનુયાયી સમુદાયને અષ્ટાંગ યોગની હઠસાધના પર ચઢાવવાને બદલે યોગની ઉપરોક્ત વિશિષ્ટ અને અદ્વિતીય સાધનાનો જ સૌને બોધ આપ્યો હતો. એટલે જ તેમના સમયથી જ આ સંપ્રદાયમાં આધ્યાત્મિક સાધના માટે આસન, પ્રાણાયામ વગેરે કવાયતો કરતાં ભગવાનની મૂર્તિનું ચિંતવન જ સવિશેષપણે મુખ્ય રહ્યું છે. સંપ્રદાયના ભક્તિસાહિત્ય ઉપરાંત તત્ત્વચિંતનમાં પણ ભગવાનના પ્રત્યેક અંગને ધારી ધારીને નીરખવા પર વારંવાર ભાર અપાયો છે. શ્રીહરિલીલાકલ્પતરુમાં તો કહે છે કે, ભગવાનના જમણા ચરણના અષ્ટકોણ ચિŽનાં ધ્યાનથી જ અષ્ટાંગયોગ સિદ્ધ થઇ જાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી જવાય છે.૮
આથી જ ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંતો-ભક્તો ભગવાન સ્વામિનારાયણના શ્રીઅંગનું જ ધ્યાન ધરવાની શ્રેષ્ઠ સાધનામાં લાગી ગયા હતા. અને એ સાધનામાંથી જ તેમણે દિવ્યતાનો સાક્ષાત્કાર કર્યો હતો. હકીકતે, ભગવાનના સમસ્ત શ્રીઅંગમાં દર્શાતાં અનેક તિલો અને ચિŽùમાંથી ફક્ત ચરણારવિંદના એક જ ચિŽને સમગ્ર યોગદર્શનના ધ્યેયની સિદ્ધિ આપનાર કહેવું તે ફક્ત મહિમામૂલક જ નથી પરંતુ પરમહંસોના અનુભવમૂલક સિદ્ધાંત હતો.

 

ધ્યાન માટેના આંતર-બાહ્ય ઉપાયો વિનોબા ભાવે

ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા સાધવા માટે કેટલાંક બાહ્ય સાધનો અને બાહ્ય અનુકૂળ પરિસ્થિતિનો આશરો લેવાય છે. ક્યાંક સંગીત રાખે છે, ક્યાંક જ્યોતિ રાખે છે, ક્યાંક ધૂપ-દીપ રાખે છે. આ બધું એકાગ્રતા સાધવા માટે અનુકૂળ છે.
એવી જ રીતે ધ્યાન માટે સૌથી અનુકૂળ સમય પ્રાત:કાળ છે. તે અનુપમ છે, જાણે તે સત્વ ગુણનો જ પ્રતીક છે, અંધકાર ચાલ્યો ગયો છે, પ્રકાશ હજી આવ્યો નથી. દિવસ રજોગુણનો પ્રતિનિધિ છે અને રાત તમોગુણની. તે બંનેનો સંધિકાળ સત્વગુણનો, આત્માના સમત્વનો, પ્રશાંતતાનો પ્રતિનિધિ છે. તે સમય ચિત્તની એકાગ્રતા સાધવા માટે બહુ ઉપયોગી છે. ધ્યાન માટે તે સમયનો ઉપયોગ કરી લેવાનું નિ:સંશય શ્રેયસ્કર છે. આમ, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા અવશ્ય અપેક્ષિત છે. આસપાસનું વાતાવરણ અશાંત હોય, પરિસ્થિતિ ઘણી પ્રતિકૂળ હોય, તો ધ્યાન માટે જોઈતી ચિત્તની એકાગ્રતા સધાશે નહીં. આપણે ધ્યાન કરવા બેઠા અને નજીકમાં કૂતરાં ભસતાં હોય તો ધ્યાન વિચલિત થઈ જશે. એટલા માટે ધ્યાન કરવા સારું એવું સ્થાન હોય, જ્યાં કોઈ જાતની ગરબડ ન હોય. એકાગ્રતા સાધવા માટે કેટલાકને એકાંત જોઈએ. તો, જરૂર જણાય તો ધ્યાન માટે એકાંતમાં પણ જઈ શકાય.
ટૂંકમાં, બાહ્યસાધનોની તેમજ બાહ્ય પરિસ્થિતિથી ધ્યાનમાં મદદ મળતી હોય છે. તેથી ધ્યાન માટે તેનો ઉપયોગ કરી લેવામાં કંઈ ખોટું નથી. પરંતુ સાથોસાથ આની મર્યાદાયે સમજી લેવી ઘટે. ચિત્તને બહારથી ટેકો આપીને, સહારો દઈને ખડું કરવું એક વાત છે, અને દીવાલની માફક તેનું આપોઆપ સીધું ટટ્ટાર ઊભું રહેવું બીજી વાત છે. એટલે કે બાહ્ય સાધનો અને બાહ્ય પરિસ્થિતિની મદદ વિનાયે ચિત્ત એકાગ્ર થઈ શકે કે ? આના પ્રયોગો થવા જોઈએ. મને લાગે છે કે બાહ્ય સાધનો ને બાહ્ય પરિસ્થિતિનું અવલંબન ઓછું થતું જવું જોઈએ. જેમ બદબૂ આપણને ન ખપે, તેમ ખુશબૂ પણ ન ખપે. સામાન્ય રીતે લોકોનું નાક ખુશબૂ અંગે ફરિયાદ નથી કરતું. કેવળ બદબૂ અંગે જ ફરિયાદ કરે છે. પરંતુ મારું નાક એવું બન્યું છે કે તે ખુશબૂનીયે ફરિયાદ કરે છે ! નાકમાં જ્યારે સુગંધ જાય છે ત્યારે તેની અસરથી દિમાગ શૂન્ય બને છે. ક્લૉરોફોર્મ આખરે શું છે ? એક પ્રકારની ગંધ જ છે. તે મગજને શૂન્ય બનાવી દે છે. તો, સુગંધ એક પ્રકારનું કલૉરોફોર્મ છે. સારી કે ખરાબ, કોઈ પણ પ્રકારની ગંધથી મગજની વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેથી ખરું જોતાં, આપણને બદબૂયે ન જોઈએ અને ખુશબૂયે ન જોઈએ. દિમાગમાં તાજગી ત્યારે આવે છે, જ્યારે વાતાવરણ બિલકુલ સાફ હોય.
મતલબ કે, બાહ્ય સાધનની મદદ વિનાયે ચિત્તની એકાગ્રતા સધાવી જોઈએ. નાના બાળકનું મન સહજ એકાગ્ર થઈ જાય છે, ધ્યાનસ્થ થઈ જાય છે. હા, તેનું દિમાગ હજી કમજોર હોવાને કારણે તેનું ધ્યાન વધુ વખત ટકતું નથી. પરંતુ એકાગ્રતા તેના માટે બહુ સહજ છે. આનું કારણ છે, ચિત્તમાં મેલ ન હોવો. બાળકનું ચિત્ત નિર્મળ હોય છે, એટલે તેને ધ્યાન સહજ સધાય છે. માટે ચિત્ત-શુદ્ધિ જ સ્થાયી એકાગ્રતાનું મુખ્ય અને પ્રત્યક્ષ સાધન છે. બીજા બધા કોરા બાહ્ય ઉપાયો છે. જ્યાં સુધી ચિત્તમાં વાસનાઓ ભરી છે, ત્યાં સુધી કેવળ બાહ્ય સાધનોથી એકાગ્રતા કઈ રીતે સધાશે ? હા, સવારનો સમય હોય, ઊંઘ પૂરી થઈ ગઈ હોય, ચિત્ત તાજું હોય, આસન પર ટટ્ટાર બેઠા હોઈએ, ધ્યાન માટે કોઈક શ્લોક કે નામ ગણગણતા હોઈએ, કોઈક મૂર્તિ, ચિત્ર કે જ્યોતિ આંખની સામે હોય, શાંત સંગીતના સુમધુર સ્વર સંભળાતા હોય ત્યારે આટલી બધી બાહ્ય અનુકૂળતા પછી કદાચ પાંચ-દસ મિનિટ એકાગ્રતા સધાય તો સધાય. પણ તે એકાગ્રતા બાહ્ય સાધનોથી આવી હોય છે, એટલે બહુ લાંબી ટકતી નથી. થવું તો એમ જોઈએ કે બાહ્ય સાધનોની જરૂર જ ન રહે, અને એકાગ્રતા સહજ સધાય. ચિત્ત કોઈ બાહ્ય ટેકા વિના આપોઆપ પોતાના બળ ઉપર સીધું ખડું રહે.
જ્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય છે, નિર્વિકાર બની જાય છે, ત્યારે આવું બની શકે છે. પતંજલિએ પણ આવો જ સંકેત કર્યો છે. એમની ભાષામાં કહીએ તો, ધ્યાનયોગને યમ-નિયમનો આધાર આવશ્યક છે. યમ-નિયમ એ આખરે ચિત્તશુદ્ધિની સાધના જ છે. જ્યારે ચિત્તશુદ્ધિ થઈ જાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પછી ચિત્તને સ્થિર કરવાની કે એકાગ્ર કરવાની ચિંતા કરવી પડતી નથી.પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે.ચિત્તની પૂરી શક્તિ પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં લગાવો ! લોકો ચિત્તને સ્થિર કરવા માટે જાતજાતના પ્રયત્ન કરે છે, આંખો બંધ કરે છે, કમર એકદમ ટટ્ટાર કરીને બેસે છે, તેમ છતાં ચિત્તની સ્થિરતા સધાતી નથી. ચિત્ત તો ચારે કોર દોડતું રહે છે. ગીતા કહે છે કે ચિત્તને પ્રસન્ન કરો, તો એકાગ્રતા સાધવામાં મુશ્કેલી નહીં પડે. સૌથી પહેલાં ચિત્તને નિર્મળ કરો, શુદ્ધ કરો, તો તે પોતાની મેળે શૂન્યમાં જશે અને એકાગ્ર થશે. આમ, પૂરી ધ્યાન-પ્રક્રિયા જ કપાઈ ગઈ ! ગીતામાં ધ્યાન-પ્રક્રિયાનો પત્તો જ નથી.
આવી જ એક બીજી યુક્તિ પણ છે. પોતાના મનની અનેક ઈચ્છાઓની તુલના કરીને જુઓ કે તેમાંથી સૌથી પ્રબળ ઈચ્છા કઈ છે. પછી બાકીની ઈચ્છાઓ છોડીને તે જ એક ઈચ્છાની ધૂન લાગવા દો ! તેમાં જ તમારું ચિત્ત એકાગ્ર કરી દો ! આવી રીતે પોતાની મુખ્ય ઈચ્છાને પ્રમાણ માનીને તેના અનુસાર પોતાનું આખું જીવન ગોઠવવું. અને ઈચ્છાઓને દૂર કરીને એક જ ઈચ્છા પર કેન્દ્રિત થાઓ, અને પછી તેનેય છોડી દો. એકાગ્રતા સધાઈ જાય, પછી તે ઈચ્છાનોય ત્યાગ કરીને મુક્ત થઈ જવું. આવી પણ ધ્યાનયોગની એક યુક્તિ છે.
જો કે છેવટે એક વાત સમજી લેવા જેવી છે કે, ધ્યાન એ કોઈ જીવનથી અલાયદી વસ્તુ નથી. ધ્યાન જીવન સાથે સંકળાયેલું છે. તમારા જીવનની અસર ધ્યાન ઉપર પણ પડશે જ. ધ્યાનમાં સ્થિરતા ને એકાગ્રતા ત્યારે આવશે, જ્યારે તમારા જીવનમાં સ્થિરતા ને એકાગ્રતા રહેશે. બહારનો અપરંપાર સંસાર જો આપણા મનમાં કાયમ ભર્યો પડ્યો હશે, તો ધ્યાનમાં એકાગ્રતા સાધવાનું શક્ય નહીં બને. મનની દોટ કાયમ બહારની તરફ રહેશે, તો આપણી જ્ઞાનશક્તિ, આત્મશક્તિ ક્ષુદ્ર બાબતોમાં નષ્ટ થતી રહેશે. માટે મનની બેઠક બદલ્યા વિના ધ્યાન સધાશે નહીં. મનની બેઠક શુદ્ધ હોવી જોઈએ. આ માટે આપણા બધા વ્યવહાર શુદ્ધ હોવા જોઈએ. વ્યવહાર શુદ્ધ કરવા માટે તેના ઉદ્દેશ બદલવા જોઈએ. આપણા બધા વ્યવહારો જો માત્ર વ્યક્તિગત લાભ માટે, વાસના-તૃપ્તિ માટે, અથવા બાહ્ય બાબતો માટેના જ રહ્યા કરશે, તો વ્યવહાર-શુદ્ધિ ને જીવન-શુદ્ધિ થશે નહીં, અને તે ધ્યાનમાં એકાગ્રતા સાધવામાં નડતરરૂપ બનશે.
આ ઉપરાંત જરૂરી છે, જીવનની પરિમિતતા. આપણું બધું કામ નિયમિત, વ્યવસ્થિત ને માપ-તોલ મુજબ થવું જોઈએ. ગણિત આપણી બધી ક્રિયાઓમાંયે આવવું જોઈએ. ઔષધિ જેમ બરાબર ઉચિત માત્રામાં લેવાય છે, તેમ જ આહાર-નિદ્રાનુંયે હોવું જોઈએ. પ્રત્યેક ઈન્દ્રિય આપણ કાબૂમાં હોય. જીવનમાં નિયમન અને પરિમિતતા આવે. ખરાબ ચીજ ન જોઈએ. ખરાબ પુસ્તક ન વાંચીએ. નિંદાસ્તુતિને કાન ન દઈએ. દોષવાળી વસ્તુ તો ઠીક, નિર્દોષ વસ્તુનુંયે જરૂર કરતાં વધારે સેવન ન કરીએ. જીભનો સ્વેચ્છાચાર ન ચલાવી લઈએ. નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહે છે.
આની સાથે જ જીવનમાં સમદષ્ટિ હોવી જોઈએ. વિશ્વ તરફ જોવાની ઉદાર દષ્ટિ, શુભ દષ્ટિ. શુભ દષ્ટિ કેળવ્યા વિના એકાગ્ર નહીં થઈ શકાય. આ સમસ્ત સૃષ્ટિ મંગલમય લાગવી જોઈએ. જેમ મને મારી જાત પર વિશ્વાસ છે, તેમ જ આખી સૃષ્ટિ પર મને વિશ્વાસ હોય. વિશ્વં તદ ભદ્રં યદવન્તિ દેવા:’ – આ વિશ્વ મંગલ છે, કેમ કે પરમેશ્વર તેની સારસંભાળ રાખે છે. અંગ્રેજ કવિ બ્રાઉનિંગે પણ આવું જ કહ્યું છે : ઈશ્વર આકાશમાં વિરાજમાન છે, અને વિશ્વ આખું બરાબર જ ચાલી રહ્યું છે.આપણા મનમાં જો એવો નિશ્ચય નહીં હોય કે આ સૃષ્ટિ શુભ છે, તો ચિત્તની એકાગ્રતામાં ખલેલ પહોંચશે. જ્યાં સુધી હું એમ માનતો રહીશ કે સૃષ્ટિ બગડેલી છે, ત્યાં સુધી હું ચારે કોર શંકાશીલ દષ્ટિએ જ જોતો રહીશ. અને તો મારી એકાગ્રતા નહીં સધાય. સર્વત્ર માંગલ્ય જોવાની ટેવ પાડશો, તો ચિત્ત આપોઆપ શાંત થતું જશે. માટે સમદષ્ટિની ભાવના ઘૂંટતા રહેવી, એ એકાગ્રતા ને ધ્યાન માટેનો ઉત્તમ ઉપાય છે.
આમ, ધ્યાનમાં બાહ્ય સાધનો ને સંકેતો ને અવલંબનો ઉપયોગી થશે ખરાં, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતાયે તેમાં મદદરૂપ થશે; પરંતુ જીવનની શુદ્ધતા, જીવનની પરિમિતતા, જીવન તેમજ વિશ્વ તરફ જોવાની સમદષ્ટિ, શુભ દષ્ટિ ધ્યાનયોગની સાધનામાં સૌથી મહત્વનો ભાગ ભજવશે. માટે કોઈ મને પૂછે કે, ધ્યાન માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ ? તો હું કહીશ કે, મહેનત-મજૂરી અને ભગવાનની પ્રાર્થના. કોઈ પૂછે કે, ધ્યાનનું લક્ષ્ય શું ? તો હું કહીશ કે ચિત્તશુદ્ધિ. ચિત્તમાં કોઈ વિકાર ન રહે, એ ધ્યાનનો હેતુ છે, ધ્યાનનું ધ્યેય છે. સાચું ધ્યાન કોને કહેવું ? મારે મન સાચું ધ્યાન એટલે ચિત્તની શાંતિ. ચિત્ત પ્રક્ષુબ્ધ ન હોય, ચિત્ત પ્રશાંત બની જાય, ત્યારે ધ્યાન સધાયું, તેમ કહેવાય.
http://archive.readgujarati.in/sahitya/?p=1955
ધ્યાન
તમે મન બહાર ક્યારેય જો તમે તેને વાપરવા પર જઈ શકો છો. તમે એક કૂદકો લઇ જાય છે, અને ધ્યાન કે જમ્પ થાય છે. કે શા માટે ધ્યાન અતાર્કિક છે છે, અતાર્કિક. અને તે લોજિકલ બનાવી શકાય નહી, તે કારણ માટે ઘટાડો કરી શકાય નહીં. તમે તેને અનુભવી હોય છે. જો તમે અનુભવ કરો, માત્ર પછી તમે જાણતા નથી. તેથી આ પ્રયાસ કરો: તે વિશે વિચારો નથી, પ્રયાસ તમારા પોતાના વિચારોને સાક્ષી પ્રયત્ન કરવાનો પ્રયાસ કરો. નીચે બેસો, રિલેક્સ્ડ, તમારા આંખો બંધ કરો, તો તમારા વિચારો સ્ક્રીન પર ચલાવવા ચિત્રો જેમ જ ચાલે છે. તેને જોવા માટે, તેમને જોવા માટે, તેમને તમારા પદાર્થો બનાવે છે. એક માનવામાં ઉદભવે છે: તે અંતે ઊંડે જુઓ. તે વિશે વિચારો નથી, ફક્ત તે જુઓ. જો તમે એના વિશે વિચારો શરૂ પછી તમે સાક્ષી નથી તમે એક છટકું માં ઘટી છે.
ત્યાં એક હોર્ન બહાર છે; એક વિચાર ઉદભવે છે, કેટલાક કાર પસાર થાય છે; અથવા કૂતરો બાર્ક, અથવા કંઈક બને છે. શું તે વિશે નથી લાગતું; માત્ર વિચાર જુઓ. વિચાર દેખાવું છે, લેવામાં ફોર્મ. હવે તો તે તમને પહેલાં છે. ટૂંક સમયમાં તે પસાર થશે. અન્ય વિચારો તે બદલશે. આ વિચાર પ્રક્રિયા જોઈ પર જાઓ. એક ક્ષણ માટે પણ, જો તમે તેના વિશે વિચારવાનો વગર આ વિચાર પ્રક્રિયા જોઈ સક્ષમ છે, તો તમે સાક્ષી કંઈક મેળવી હશે અને તમે સાક્ષી કંઈક છે ઓળખાય આવશે. સંપૂર્ણપણે અલગ આ એક સ્વાદ, વિચારસરણી કરતા અલગ સ્વાદ છે. પરંતુ એક તેની સાથે પ્રયોગ છે. ધર્મ અને વિજ્ઞાન ધ્રુવો સિવાય હોય છે, પરંતુ એક વસ્તુ માં તેઓ સમાન છે અને તેમના ભાર જ છે: વિજ્ઞાન પ્રયોગ, અને ધર્મ પર પણ આધાર રાખે છે. માત્ર ફિલસૂફી વિચારધારા પર માત્ર આધાર રાખે છે. વસ્તુઓ વિજ્ઞાન, વ્યક્તિગતતાને પર ધર્મ: ધર્મ અને વિજ્ઞાન બંને પ્રયોગ પર આધાર રાખે છે. સાયન્સ તમે કરતાં અન્ય વસ્તુઓ સાથે પ્રયોગ પર આધાર રાખે છે, અને ધર્મ સીધો તમારી સાથે પ્રયોગ પર આધાર રાખે છે.
તે મુશ્કેલ છે, કારણ કે વિજ્ઞાનમાં પ્રયોગકર્તાને ત્યાં છે, પ્રયોગ છે અને તેના પર પ્રયોગો કરી પદાર્થ છે. ઓબ્જેક્ટ, વિષય અને પ્રયોગ: ત્રણ વસ્તુઓ છે. ધર્મ તમે બધા એક સાથે ત્રણ છે. તમે તમારી જાતને પર પ્રયોગ થાય છે. તમે વિષય છે અને તમે પદાર્થ છે અને તમે લેબ છે. વિચારધારા પર જાઓ નથી. શરૂ કરવા માટે, ક્યાંક પ્રયોગ કરવા માટે, શરૂ કરો. પછી તમે વિચારો શું અને સાક્ષી શું છે સીધી લાગણી હશે. અને પછી તમે જાણો છો કે તમે બંને એક સાથે ન કરી શકો આવે છે, જેમ તમે રન નથી અને વારાફરતી બેસી શકો છો. જો તમે રન પછી તમે ન બેસી શકે છે, તો પછી તમે બેઠી નથી કરવામાં આવે છે. અને જો તમે બેઠક હોય, તો પછી તમે ચાલી શકતું નથી. પરંતુ બેઠક પગ એક કાર્ય નથી. ચાલી રહેલ પગ એક કાર્ય છે. તેના બદલે, બેસવું પગ બિન-કાર્ય છે. જ્યારે પગ કાર્યરત છે, તો પછી તમે બેઠી નથી કરવામાં આવે છે. બેઠક પગ એક બિન કાર્ય છે: ચાલી રહેલ કાર્ય છે. આ જ મન સાથે છે: વિચાર મન એક કાર્ય છે; સાક્ષી મન બિન કાર્ય છે. જ્યારે મન નથી કાર્યરત છે, તમે સાક્ષી, પછી તમે જાગૃતિ હોય છે.
ઓશો પુસ્તક માંથી શું મેડિટેશન છે?

૧૪. ધ્યાન

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે અર્જુનને સમજાવ્યું ત્યારે અર્જુને કહ્યું :
ચંચલં હિ મનઃ કૃષ્ણ ! પ્રમાથિ બલવદ્ દ્રઢમ્,
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્  (ગીતા 6 - 34)
અસંશયં મહાબાહો ! મનો દુર્નિગ્રહં ચલમ્,
અભ્યાસેન તુ કૌન્તેય ! વૈરાગ્યેણ ચ ગૃહ્યતે     (ગીતા 6 - 35)
‘‘હે શ્રીકૃષ્ણ ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દ્રઢ છે. તેને વશ કરવાનું હું અતિ દુષ્કર માનું છું.’’ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ‘‘હે મહાબાહો ! ખરેખર મન ચંચળ અને વશ કરવું અતિ કઠિન છે તો પણ હે કૌંતેય ! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે અવશ્ય વશ કરાય છે.’’
મનને વશ કરવાની શી જરૂર ? જો એ જરૂરી હોય તો મનને વશ કરવાનો અભ્યાસ એટલે શું? ગીતાજીમાં તો એ અભ્યાસને બહુ મહત્વ આપ્યું છે, પરંતુ આપણો અનુભવ શું કહે છે ?
ઇચ્છાઓ મનના સતત સંકલ્પ વિકલ્પનું પરિણામ છે. ઇચ્છાઓમાંથી જ અશાંતિ જન્મે છે. જો મનને વશ કરીએ તો ઇચ્છાઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટે, બુદ્ધિ સ્થિર થાય અને પરમ શાંતિનો અનુભવ કરી શકાય.
આખા દિવસની સતત પ્રવૃત્તિને લીધે શરીર થાકે છે એ આપણો અનુભવ છે. એ જ રીતે સતત વિચારોને લીધે મગજ પણ થાકે છે. કુદરતે દિવસ અને રાત્રી બનાવ્યાં છે. દિવસ પ્રવૃત્તિ માટે છે, રાત્રી આરામ માટે છે. રાત્રે સૂઈ જવાથી શરીર અને મગજ બંનેને આરામ મળે, પણ જેનું મન શાંત ન હોય તેને રાત્રે નીંદર આવતી નથી, નીંદર ન આવે તો શી તકલીફ પડે એ જાતે અનુભવવા જેવું છે. વળી નીંદર આવે તો પણ સ્વપ્નાઓ આવે, જેથી પૂરો આરામ ન મળે. સ્વપ્નાઓ સતત વિચારોનું પરિણામ છે. સ્વપ્ન વિનાની નીંદરથી કેટલો બધો આરામ મળે એ તો દરેક વ્યક્તિએ પોતે જ અનુભવવાનું છે. આમ મન શાંત થાય તો શરીર અને મગજને ગજબ શાંતિ મળે અને બીજે દિવસ સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકાય.
જુદાં જુદાં કારણે થતું આર્થિક નુકસાન ઘણા લોકોનું બ્લડ પ્રેસર વધારી મૂકે છે, ક્યારેક મોટું નુકસાન હૃદયરોગ તરફ દોરી જાય છે, હાર્ટ ફેઇલ થતાં મૃત્યુ પણ થાય છે. ક્યારેક દહેજની રકમ ન આપી શકે તો દીકરીનાં લગ્નનું શું થશે એ ચિંતા માબાપને સતત સતાવે છે. જુદી જુદી અનેક ચિંતા ગંભીર બીમારી નોતરે છે. મુશ્કેલીઓને કારણે ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ચિંતા એ ઉકેલ નથી. કહેવાય છે કે ‘‘ચિતા મૃતદેહને બાળે છે, પણ ચિંતા જીવંત માનવીને બાળે છે.’’ ચિંતાથી ક્યારેય પ્રશ્નો ઉકલતા નથી. શાંત મન રાખીને ઉકેલ શોધવો પડે. આમ મનની શાંતિ બહુ જરૂરી છે.
અખબારો તથા અન્ય સામાયિકોમાં પ્રગટ થતી અશ્લીલ તસવીરો તેમ જ અશ્લીલ વાર્તાઓ વગેરે મન પર બહુ જ ખરાબ અસર કરે છે. ફિલ્મો, ટીવી વગેરેમાં રજૂ થતાં અનેક દ્રશ્યો તથા દ્વિઅર્થી સંવાદો કામવાસના જન્માવે તેવાં હોય છે. આ બધું ધીમું ઝેર છે, તેની તાત્કાલિક અસર દેખાતી નથી. આવા ગંધાતા વાતાવરણમાં જીવવાથી ધીમે ધીમે માનવીનું મન ગંધાય છે, સમાજમાં દુર્ગંધ ફેલાય છે, પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે આવું બધું ફેલાતું રહે છે. આપણે દુર્ગંધથી એવા ટેવાઈ ગયા છીએ કે આપણને દુર્ગંધ લાગતી જ નથી.
અશાંતિને જન્મ આપનાર ઇચ્છાઓ તથા અન્ય અનેક પરિબળોના ઉદભવ સ્થાન એવા મન પર કાબૂ મેળવવો બહુ કઠિન છે એ તો શ્રીકૃષ્ણ ભગવાને પણ સ્વીકારેલી હકીકત છે, પરંતુ અભ્યાસથી મનને વશ કરી શકાય છે એ સત્ય પણ તેમણે જ આપણને સમજાવ્યું છે. એ અભ્યાસ એટલે જ ધ્યાન. શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં છઠ્ઠા અધ્યાયમાં શ્લોક નં. ૧૦ થી ૧૫માં ધ્યાન કેમ કરવું એ વિષે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એકાંતમાં, પવિત્ર સ્થાનમાં, નીચે દર્ભ અને તેની ઉપર મૃગચર્મ કે વસ્ત્રાસન પાથરીને બેસવું. મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઈંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીમે ધીમે મન પ્રભુમય થતાં મનની શાંતિ અનુભવી શકાય.
કોઈ મહાત્માનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી થાય. એક સજ્જને એક મહાત્માને વાત કરી કે, ‘‘ધ્યાનથી મનની શાંતિ મળે એમ આપ કહો છો, પરંતુ મારા અનુભવ પ્રમાણે ધ્યાનમાં બેસતાં અત્યંત ખરાબ વિચારો આવે છે. સામાન્ય સંજોગોમાં તેવું બનતું નથી. મારા મનના આવા વિચારોને કારણે હું અત્યંત ત્રાસી જાઉં છું. મને ધ્યાનમાંથી ઊઠી જવાનું વધુ યોગ્ય લાગે છે. તો મારે શું કરવું ?’’
મહાત્માએ બહુ શાંતિથી જવાબ આપ્યો: ‘‘તમારું મન ગંદું છે, તેમાંથી બહુ ખરાબ વિચારો બહાર આવે છે, તેની દુર્ગંધથી તમે અકળાઈ જાઓ છો એમ તમારો પોતાનો અનુભવ કહે છે. એટલે તમારા મનને ધોવાની બહુ જરૂર છે એ વાત તમે સ્વીકારો છો. ધ્યાન મનને ધોવાની, સ્વચ્છ અને નિર્મળ કરવાની પ્રક્રિયા જ છે, એટલે ધ્યાનમાંથી ઊઠી જવાય નહિ. ઊલટું વધુ ને વધુ ધ્યાન કરવાની જરૂર છે.’’
તમે કોઈ ગંદું કપડું ધોવા બેસો ત્યારે સાબુ લગાડી પાણી રેડતાં પહેલાં મેલનો કદડો બહાર નીકળશે. કપડું વધુ પડતું ગંદું હશે તો એ કદડામાંથી વાસ આવશે. એ વાસથી અકળાઈને કપડું ધોવાનું છોડી દો તો કપડું ક્યારેય ચોખ્ખું નહિ થાય. તેને બદલે ફરીથી સાબુ લગાડી ધૂઓ. ફરીથી મેલ નીકળશે. બસ, જ્યાં સુધી મેલ નીકળ્યા કરે ત્યાં સુધી સાબુ લગાડતા રહો અને કપડાંને ધોયા કરો. એક સમય એવો આવશે કે બધો મેલ નીકળી જવાથી કપડું તદ્દન સ્વચ્છ થઈ જશે. પછી દુર્ગંધ નહિ આવે. એક વાત ખાસ યાદ રાખવાની છે કે એક વાર કપડું ઊજળું કરી નાખીએ એટલે ફરીથી મેલું નહિ થાય એવું નથી. ઊજળું કર્યા પછી પણ વાતતાવરણની અસરથી એ ફરીથી મલિન થઈ જશે એટલા માટે વારંવાર ધોતા રહેવું બહુ જરૂરી છે.
આપણને બાહ્ય ચોખ્ખાઈ ગમતી હોય તો અંદરની ચોખ્ખાઈ પણ રાખવી જોઈએ. આપણું મન ગંદું હોય એ કેમ ચાલે ? એને નિર્મળ કરવું જ જોઈએ. કોઈનું અહિત કરવાની ઇચ્છા જ ન થાય, કોઈને છેતરવાનું આપણને ન ગમે, કોઈ પ્રત્યે દ્વેષ ન રહે, એવું નિર્મળ મન હોય તો કેટલો બધો આનંદ થાય, પરમ શાંતિ મળે, તો સ્વાનુભવથી જ સમજાય. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે કે ધ્યાનથી પરમ શાંતિ મળે છે. પોતાની જાતને ભૂલીને પ્રભુમય થવાની કોશિશ એ જ ધ્યાન.
દરરોજ વહેલી સવારે તેમ જ રાત્રે જ્યારે વાતાવરણ ખૂબ શાંત હોય ત્યારે પવિત્ર સ્થળે ધ્યાન કરવા બેસવું. મનના તરંગો અવિરત ચાલુ રહે છે એને રોકવાની કોશિશ ન કરવી. નહીંતર મન વધુ ઉશ્કેરાઈને બળવો કરશે. એ વધુ ચંચળ બનશે. શાંત રહીને મનના તરંગો જોયા કરો. મન ધીમે ધીમે શાંત થતું જશે, વિચારો ઘટતા જશે, તમે પોતે એ અનુભવી શકશો. ઊંડા શ્વાસ લેવાથી મનના તરંગો ઝડપથી ઘટશે, મન જેમ વધુ ને વધુ વિચારવિહીન બનતું જશે તેમ તેમ શાંતિ વધતી જશે.
અલબત્ત, બહુ ટૂંકા ગાળામાં એવો કોઈ ચમત્કાર નહિ થાય, પણ જેમ ધ્યાનની ટેવ પડશે, ધ્યાનનો સમય ધીમે ધીમે વધતો જશે, તેમ એક બે વર્ષ (ક્યારેક તેથી વધુ સમય બાદ) પછી ધ્યાનમાં બેસતાં જ મનની શાંતિ અનુભવાશે, ખરાબ વિચારો પરેશાન નહિ કરે, વિચારવિહીન દશા એ અદભુત અનુભવ છે, મનની શાંતિ વધતાં આનંદ વધશે. એ આનંદ જ ધીમે ધીમે પરમ આનંદ તરફ લઈ જશે. ધ્યાન વખતે તમારા ઇષ્ટદેવની છબી તમારી નજર સામે રાખી, તમને ગમતા ઇષ્ટ મંત્રનું કે ‘‘’’નું રટણ ધીમે ધીમે કરો તો તે મન શાંત કરવામાં ઉપયોગી થશે. પરમાત્માની અનન્ય કૃપાથી જ મન શાંત થતાં પ્રભુની કૃપા અનુભવી શકાશે. ધ્યાનની મદદથી સંતો, પ્રભુનો સાક્ષાત્કાર કરી શકે છે એ હકીકત છે. આપણી મર્યાદાઓને કારણે પ્રભુનાં દર્શન ન કરી શકીએ તો પણ પ્રભુને આપણે જરૂર વિનવી શકીએ કેઃ
‘‘ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ! ભૂલ જાના,
રાધે કો સાથ લાના, જબ પ્રાણ તનસે નીકલે.’’

ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને… – ગંગાસતી

ધ્યાન ને  ધારણા કાયમ રાખવી ને, કાયમ કરવો અભ્યાસ રે ;
ભાળી ગયા પછી તરપત ન થાવું નેવિશેષ રાખવો ઉલ્લાસ રે
ધ્યાન  ને ધારણા કાયમ
ગુરુના વચનોમાં સાંગોપાંગ ઊતરવું ને, કાયમ કરવું ભજન રે ;
આળસ કરીને સૂઈ નવ રહેવું રે, ભલને કબજે કર્યું હોય મન રે
ધ્યાન  ને ધારણા કાયમ
ભાઈ રે ! આઠે પહોર રહેવું આનંદમાં ને, વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે ;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ ને, છોડી દેવું નહિ નીમ રે
ધ્યાન  ને ધારણા કાયમ
ભાઈ રે ! નિત્ય પવન ઊલટાવવો ને, રમવું સદા હરિની સંગ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, પછી ચડે નહિ દૂજો રંગ રે
ધ્યાન  ને ધારણા કાયમ
ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને… – ગંગાસતી શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ધ્યાન ને  ધારણા કાયમ રાખવી ને, કાયમ કરવો અભ્યાસ રે ;
ભાળી ગયા પછી તરપત ન થાવું નેવિશેષ રાખવો ઉલ્લાસ રે
ધ્યાન  ને ધારણા કાયમ
ગુરુના વચનોમાં સાંગોપાંગ ઊતરવું ને, કાયમ કરવું ભજન રે ;
આળસ કરીને સૂઈ નવ રહેવું રે, ભલને કબજે કર્યું હોય મન રે
ધ્યાન  ને ધારણા કાયમ
ભાઈ રે ! આઠે પહોર રહેવું આનંદમાં ને, વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે ;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ ને, છોડી દેવું નહિ નીમ રે
ધ્યાન  ને ધારણા કાયમ
ભાઈ રે ! નિત્ય પવન ઊલટાવવો ને, રમવું સદા હરિની સંગ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, પછી ચડે નહિ દૂજો રંગ રે
ધ્યાન  ને ધારણા કાયમ

No comments:

Post a Comment