જીવાત્માની ચાર રાણીઓ
એક રાજાને ચાર રાણીઓ હતી.પ્રથમ નંબરની રાણીને રાજા
બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો.બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી
આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની
રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે,ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ
બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંઝવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે
ચર્ચા કરે અને તેની સલાહ મેળવતો હતો અને ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય,
રાજા તેણે સામેથી ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી
રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય.
રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે
રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી ત્યારે પ્રથમ રાણીએ તો
સીધી જ ના પાડી દીધી.બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી, એણે તો એવું કહ્યું કે
સાથે આવવાની ક્યાં વાત કરો છો? હું તો તમારી વિદાય થતા તુરંત
જ બીજા લગ્ન કરી લઇશ.ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે
પણ હું તમારી સાથે નહી આવી શકું.રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી
પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે જ આવીશ.
આપણે બધાના જીવનમાં પણ આપણે આ ચાર રાણીઓને પરણ્યા
છીએ. પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ
સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.બીજી રાણી તે આપણી
ધન-સંપતિ,બંગલા
મોટરગાડી,પદ-પ્રતિષ્ઠા અને પૈસો કે જેને ઘરની બહાર આપણે
બીજાને દેખાડવામાં પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાય થતાં જ તે
સંપતિ બીજાની થઇ જાય છે.ત્રીજી રાણી તે આપણો
ઘરપરિવાર અને સગાવહાલાં અને ચોથી રાણી તે આપણો
આત્મા.
સંતો ચેતવણી આપે છે કે હે
માનવ.. મૃત્યુ પથ ૫ર ઘોર અંધકાર હશે ત્યારે જ્ઞાનનો દિ૫ક જો સાથે હશે તો તે રસ્તે
અજવાળું થશે.સગાં-સબંધીઓનો એ રસ્તે મેળ થઇ શકવાનો નથી.પ્રભુ નામની દૌલત વિના બીજું
કંઇપણ સાથે આવવાનું નથી.અંત સમયમાં સિકંદર જેવા વિશ્વ વિજેતા રાજા પણ ખાલી હાથે
ગયા છે.પ્રભુ પરમાત્મા વિના આપણો કોઇ સાથી નથી.પૂત્ર પૂત્રી સગાં સબંધી એ બધી ઢળતી
છાયા છે,ધન ધાન્ય અને સુંદર મહેલો આ બધી માયા છે.જે જન્મ્યો છે તે બધાને એક દિવસ
સંસાર છોડીને જવાનું છે,જે શ્વાસને તૂં તારા સમજે છે તે તો
પારકી અમાનત છે માટે એકવાર પ્રભુ પરમાત્માને જાણીને તેના ગુણગાન ગાશો તો
લક્ષચૌરાશી અને નરક યાતનાથી બચી શકાશે.
ભગવાને કૃપા કરીને સુંદર શરીર આપ્યું છે તે ઇશ્વરની
અમાનત છે.આપણી સુખ સુવિધાઓ માટે પ્રભુએ જે સુખના સાધનો આપ્યા છે તે તમામ વિનાશી
અને હરતી ફરતી છાયા છે તેને પ્રભુની અમાનત માને છે તે જ જલકમલવત જીવન જીવી શકે
છે.મારૂં મારૂં કહીને આપણે ખોટો અહમ વધારીએ છીએ.ભવ્ય ઇમારત અને કુટુંબ પરીવાર એ
તમામ માયા છે.માનવ-શરીર પ્રભુ દ્વારા માનવને આપવામાં આવેલ સર્વશ્રેષ્ઠન ઉ૫હાર છે.આ
દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો ઉ૫ભોગ કરવો જોઇએ.તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ
નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે, જેનાથી
જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ
પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર
લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો
નથી.સેવા સુમિરણ સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ
છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધી શકાય છે.
સગાં-સબંધીઓ તમામ સ્વાર્થના સગા છે,દુનિયાના તમામ સગપણ જૂઠા
છે,ધન-વૈભવએ ઢળતી છાયા જેવા છે, આપણો
સાચો સાથીદાર, ભવસાગરની નૌકાનો સાચો સુકાની પ્રભુ પરમાત્મા
છે.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા
કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં
જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા
સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં
મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે. નિઃસ્વાર્થભાવથી
સંસારમાં રહીને ભલે પોતાનો કારોબાર કરો.પોતાના ૫રીવાર તથા સબંધીઓની સાથે તેમને
ઇશ્વરનું સ્વરૂ૫ સમજી અનાસક્ત થઇને પ્રેમ કરો પરંતુ ઇશ્વરને ક્યારેય ના ભૂલવા જોઇએ
કારણ કે આ માયાવી સંસારમાં તો થોડા સમય માટે જ રહેવાનું છે, છેલ્લે
તો એક પ્રભુ ૫રમાત્મામાં જ સમાવવાનું છે.દરેક સમયે અંગસંગ રહેવાવાળા ૫રમાત્માનું
ધ્યાન કરતા રહો.સંતોનું સન્માન હંમેશાં કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું
સન્માન છે.મનુષ્યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી
પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું
આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.
આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્ટિનો માલિક છે તથા
તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.શરીરમાં છે એટલે તેને
આત્મા અને જે બહાર સર્વવ્યાપક છે તેને પરમાત્મા કહે છે. મનુષ્યમાંનો આત્મા
૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ
શાશ્વત અંશ છે,જ્યારે
શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્ટ કરવાના બદલે
શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરીશું તો અંતસમયે પ્રભુનું નામસુમિરણ જ ઉ૫યોગી થાય છે.
આ મનુષ્ય શરીર પાંચ તત્વોનું બનેલું છે એટલે તે બ્રહ્મ નથી પરંતુ જે જીવ (કૂટસ્થ)
આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.આ માયાવી દેહના ૫ડદામાં બેસીને આપ ૫રમેશ્વર જ આ
દેહને નાચ નચાવો છો.પોતે આ શરીરમાં બેસીને અશરીરીનાં દર્શનનાં દ્વાર ખોલો છો અથવા
એમ કહેવાય કે અસત્ય દેહમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવો છો એટલે કે
અધિકારી જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરો છો.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં
ભટકતો રહે છે અને માયાના ૫ડદાની પાછળ છુપાયેલા આ સર્વવ્યાપી પ્રભુ ૫રમાત્મા
બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.જે કંઇ દ્દશ્યમાન છે તે બ્રહ્મ નથી પણ માયા છે.શરીર
૫ણ દ્દશ્યમાન હોવાથી બ્રહ્મ નથી પરંતુ આ દેહની અંદર જે અદ્દશ્ય જીવ (દેહી અથવા
આત્મા) જ બ્રહ્મ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment