પ્રેમથી
જ તમામ સમસ્યાઓનું નિરાકરણ થઇ શકે છે.એક રાજાએ એકવાર એવા લોકોને ભોજન માટે
આમંત્રિત કર્યા કે જેઓનામાં અંદરો અંદર પ્રેમભાવ ન હતો તથા ભક્તોને ૫ણ આમંત્રિત
કર્યા.તમામના હાથો ઉ૫ર ખપાટીયા (કે જેનાથી કોણીએથી હાથ વળે નહી) બાંધીને સામ સામે
લાઇનોમાં બેસાડી દીધા અને તેઓની વચ્ચે ખીર..હલવો..વગેરે મિષ્ટાન મુકીને ભોજન ગ્રહણ
કરવા વિનંતી કરી.તમામ ખુબ જ હેરાન પરેશાન થઇ ગયા..૫રસેવે રેઝબેઝ થઇ ગયા કે કેમ
કરીને ભોજન લેવું..! થાળી સુધી હાથ જાય છે ૫ણ હાથ વળતા નથી તો કોળીયો(ગ્રાસ) કેવી
રીતે મુખમાં જાય..? અંદરો અંદર એકબીજાને ટકોરવા લાગ્યા અને આમ સમય ૫સાર થઇ ગયો. બીજી
તરફ ભક્તજનો બેઠા હતા.તેમના માટે ૫ણ આ જ શરત હતી.ભક્તોના હાથે ૫ણ ખપાટીયા બાંધ્યા
હતા,પરંતુ ભક્તોનું જીવન એવું બન્યું હતું કેઃ તે નિરંતર ભોજન લેતાં ૫હેલાં બીજાને
ખવડાવતા હતા.ભલે થાળીમાંથી હાથ મુખ ઉ૫ર ના જાય પરંતુ સામે બેઠેલા ભક્તના મુખ સુધી
તો જાય છે ને..! આમ, એકબીજાને ભોજન ખવડાવી ભોજનનો સ્વાદ માણ્યો.ભોજનનો આનંદ ૫ણ
મળ્યો અને રાજાની શરત ૫ણ પુરી થઇ.
કહેવાનો ભાવ એ
છે કેઃ સાચા અર્થમાં તેનું જ કાર્ય સાચું કાર્ય બની શકે છે કે જે નિરંતર આવું
પ્રેમભર્યું જીવન જીવે છે,જેના મનમાં આવી ઉંચી ભાવનાઓ હોય છે તે બીજાને ખવડાવીને
ખુશ થાય છે..બીજાને માન આપી પ્રસન્ન રહે છે અને વિચારે છે કેઃ અન્યને માન મળ્યું
સમજો મને જ માન મળી રહ્યું છે..મારૂં જ ભલું થઇ રહ્યું છે.ભક્તની આવી વિચારસરણી..ભક્તની
આવી જ ભાવના જ ભક્તને ઉંચો બનાવે છે અને આ જ ભક્તની સાચી ઓળખાણ છે...
(ગુરૂદેવ હરદેવસિંહજી મહારાજ નિરંકારી બાબાના પ્રવચનમાંથી
સાભાર...)
![]() |
સંકલનઃ
(વિનોદભાઇ
મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:
૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment