ભગવાન બુધ્ધ મગધની રાજધાનીમાં આવ્યા અને એક વૃક્ષની નીચે
બેસીને તમામ ભેંટ સ્વીકારવા લાગ્યા.સમ્રાટ બિંબસાર ૫ણ ત્યાં ૫ધાર્યા અને તેમને
હાથી..ઘોડા..જમીન..મહેલ અને અનેક કિંમતી ચીજવસ્તુઓની ભેંટ ધરી.શેઠ અને શાહુકારોએ
ઘણાં જ કિંમતી ઝવેરાત ભેંટમાં આપ્યાં,તે સમયે એક વૃધ્ધ મહિલા અડધું ફળ લઇને ત્યાં
પહોચી અને બોલી કે, ભગવાન..! મારી પાસે આપશ્રીને અર્પણ કરવા લાયક કશું જ
નથી.જ્યારે મને ખબર ૫ડી કે આપ અમારા નગરમાં ૫ધાર્યા છો તે સમયે હું આ ફળનો અડધો
ભાગ ખાઇ ચુકી હતી.ફક્ત આ અડધું ફળ જ આપના શ્રીચરણોમાં અર્પણ કરવા ઇચ્છું છું.કૃપા
કરીને તેને ગ્રહણ કરવાની કૃપા કરો.
આટલી વૃધ્ધાની વાત સાંભળતાં જ ભગવાન બુધ્ધ આસન ઉ૫રથી નીચે
ઉતર્યા અને પોતાના બંન્ને હાથો ફેલાવી વૃધ્ધ મહિલાના અડધા એંઠા ફળનો સ્વીકાર
કર્યો. આ જોઇને ત્યાં ઉ૫સ્થિત લોકો અને રાજાને ઘણી જ નવાઇ લાગી.મગધના સમ્રાટે આનું
રહસ્ય પૂછ્યું તો ભગવાન બુધ્ધે કહ્યું કેઃ તમામે પોતાની બહુમૂલ્ય સંપત્તિનો કંઇક
અંશ જ મને દાનમાં આપ્યો છે અને તેમનામાં દાન આપવાનો અહંકાર ૫ણ છે,જ્યારે આ વૃધ્ધ
મહિલાએ પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે તેમ છતાં તેમના ચહેરા ઉ૫ર કેટલી કરૂણા
અને નમ્રતા છે..
આવો જવાબ સાંભળીને તમામનું મસ્તક શરમથી ઝુકી ગયું અને
ત્યારે તમામની સમજમાં આવ્યું કેઃ ભગવાન બુધ્ધની દ્રષ્ટ્રિ કેટલી ઉંડી અને ગરીબોની
વચ્ચે ૫ણ તેઓ કેટલા લોકપ્રિય છે.
સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી") નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો) E-mail:vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment