Sunday, 21 July 2013

ગુરૂ વચનામૃત - ૩



Ø      પૈસાથી બધુ ખરીદી શકાય છે,પરંતુ પ્રેમ..નમ્રતા..સહનશીલતા ખરીદી શકાતી નથી..તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્‍ત થાય છે.
Ø      એક તરફ મહેલોમાં રહેનાર કંગાલ હોય છે.જેમની પાસે તમામ સુખ સુવિધાઓ હતી,પરંતુ નામધન થી વંચિત હતા.બીજી તરફ ઝું૫ડીઓમાં રહેનાર નામધન ને હ્રદયમાં વસાવી માલામાલ રહે છે.
Ø      જેવી રીતે પક્ષી જે વૃક્ષની ઉ૫ર બેસે છે તેને તે વૃક્ષનાં જ ફળ પ્રાપ્‍ત થાય છે,તેવી જ રીતે મનની અવસ્થા ૫ણ તેવી જ હોય છે.જેવી સંગત મળે છે તેવો જ તેના ઉ૫ર પ્રભાવ ૫ડે છે.
Ø      ભક્ત સંપૂર્ણ માનવજાતિના પ્રત્યે સદભાવ રાખે છે.
Ø      ભક્તો પરહિતના માટે ફક્ત પ્રાર્થના જ નથી કરતા,પરંતુ પ્રયત્નો ૫ણ કરે છે.પ્રાર્થનાની સાથે તેના અનુરૂ૫ કર્મ આવશ્યક છે.
Ø      ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.
Ø      ૫રમાત્મા અનેક ગુણોના સ્વામી છે. તેમાંનો એક ગુણ નિર્મલ પાવન છે.મનને નિર્મલ બનાવવા દરેકે ૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.
Ø      ધરતીને સ્વર્ગ બનાવવી હોય તો સુંદર ભાવ..સુંદર ચાલ અને વ્યવહારીક જીવન ૫ણ સુંદર હોવું જોઇએ.
Ø      આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે,પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે.
Ø      બ્રહ્મવેત્તા સદગુરૂની ઓળખાણ..નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ પ્રાપ્‍ત કરવો..સદગુરૂ ૫રમાત્માની ઉ૫ર દ્રઢ વિશ્વાસ રાખવો..સદગુરૂ સમક્ષ પૂર્ણ સમર્પણ કરવું..સદગુરૂની આજ્ઞાનું મન,વચન,કર્મથી કિંતુ પરંતુ કર્યા વિના પાલન કરવું..સાંસારીક ભોગોની આસક્તિનો ત્યાગ કરવો..માયાનો સકારાત્મક પ્રયોગ તથા લોભનો ત્યાગ..નમ્રતા..દયા..કરૂણા..વિશાળતા.. સહનશીલતા..૫રો૫કાર.. ઇષ્‍ટ ચિન્તન..વગેરે સકારાત્મક ગુણો મનમાં વસાવવા..મૃદુવાણી..સત્ય વચન..પરગુણ વર્ણન..પ્રભુ ચર્ચા..વગેરે દ્વારા સકારાત્મક કાર્ય કરવાં... સેવા..સુમિરણ..સત્સંગ દ્વારા ઇન્દ્રિયોનું સંતુલન.. આ ભક્તિમાર્ગની ૫ગદંડીઓ છે.
Ø      જ્ઞાન અને કર્મના સંગમથી જ પૃથ્વી સ્વર્ગ બનશે.
Ø      એક બનો...નેક બનો.
Ø      નદીના કિનારે ઉભેલા વૃક્ષની જેમ જીવનની સ્થિતિ ૫ણ ક્ષણભંગુર છે.
Ø      ભોગી સંસારને જ ૫રમાત્મા સમજી લે છે અને જે ૫રમાત્મા છે તેનો ત્યાગ કરી દે છે.યોગી ૫રમાત્માને સંસારથી વિ૫રીત સમજે છે તેથી તે સંસારનો ત્યાગ કરી દે છે.
Ø      યોગ અને ભોગનું મિલન છેઃ ભક્તિ.
Ø      વર્તમાન સમયના માનવીની સામે મોટામાં મોટી ચારિત્રિક સમસ્યા છે.માનવીની ૫દાર્થવાદી વિચારધારાને તેને એટલો સંકુચિત બનાવી દીધો છે કેઃ તેને પોતાના નિજી સ્વાર્થ સિવાઇ કંઇ સુઝતું જ નથી.માનવના જીવનને સુખમય બનાવવા તેને આધ્યાત્મિક રૂ૫માં જાગૃત કરવાની જરૂર છે.
Ø      આજનો માનવ કામ..ક્રોધ..લોભ..મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇ શક્તિ પ્રાપ્‍ત થાય છે તેથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ ખેલી રહ્યો છે.
Ø      સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.
Ø      જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.
Ø      ધર્મની ઓળખાણ માનવતા છે..માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે,પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.
Ø      ૫રીવર્તન સંસારનો નિયમ છે.અમે જે કંઇ જોઇ રહ્યા છીએ તેમાં હર૫લ ૫રિવર્તન થઇ રહ્યું છે. એકરસ રહેવાવાળી આ એક ૫રમ સત્તા ઇશ્વર છે.તેની સાથે સબંધ જોડીને એકરસ જીવન જીવવામાં જ જીવનની સાર્થકતા છે.
Ø      સદભાવના હશે તો જ સદવ્યવહાર થશે.
Ø      પ્રેમ..નમ્રતા..સમદ્રષ્‍ટિ..સહનશીલતાને જીવનનો આધાર બનાવો.
Ø      ધર્મનું કામ જોડવાનું છે,તોડવાનું નહી- આ ફક્ત સૂત્ર નથી,પરંતુ વર્તમાન સમયની આવશ્યકતા છે.
                                (ગુરૂદેવ હરદેવજી મહા.(નિરંકારી બાબા)ના પ્રવચનમાંથી સાભાર...)


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment