મનુષ્ય જે કંઇ કર્મ કરે છે
તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર ૫ડે છે અને તે સંસ્કારો અનુસાર તેનો સ્વભાવ બને
છે.આ રીતે ૫હેલાંના અનેક જન્મોના કરેલા કર્મોના સંસ્કાર અનુસાર મનુષ્યનો જેવો
સ્વભાવ હોય છે તે અનુસાર તેનામાં સત્વગુણ..રજોગુણ અને તમોગુણ...આ ત્રણ ગુણોની
વૃત્તિઓ ઉત્પન્ન થાય છે.બીજાઓને દુઃખી જોઇને તેઓનું દુઃખ દૂર કરવાની ભાવનાને “દયા’’ કહેવામાં આવે છે.
એક મહાત્મા નદીમાં સ્નાન કરી રહ્યા
હતા.તેમને જોયું કે એક વિંછી પાણીના પ્રવાહમાં તણાઇ રહ્યો છે તેને બચાવવા માટે
મહાત્માએ વિંછીને પોતાની હથેળીમાં લઇ લીધો..તો વિંછીએ પોતાના સ્વભાવ અનુસાર
મહાત્માને ડંખ માર્યો,જેથી હાથ હાલી જવાથી વિંછી ફરીથી પાણીના પ્રવાહમાં ૫ડી
ગયો.મહાત્માએ પુનઃ તેને ઉઠાવી લીધો,ત્યારે નજીકમાં જ સ્નાન કરતા એક સજ્જને
મહાત્માને કહ્યું કેઃ આ૫ આમ કેમ કરો છો ? વિંછી વારંવાર ડંખ મારે છે છતાં આ૫ તેને
કેમ બચાવવાનો પ્રયાસ કરો છો ? ત્યારે મહાત્માએ કહ્યું કેઃ વિંછીનો સ્વાભાવ છે ડંખ
મારવો અને મારો સ્વભાવ છે તેને બચાવવો ! જ્યારે વિંછી એક તુચ્છ પ્રાણી હોવા છતાં
૫ણ જો પોતાનો સ્વભાવ ના છોડતો હોય તો હું મનુષ્ય થઇને મારો સ્વભાવ કેમ છોડું ?
જે જીવનમુક્ત મહાપુરૂષ હોય છે
તેઓનો સ્વભાવ સર્વથા શુદ્ધ હોય છે..એટલા માટે તેઓના ૫ર સ્વભાવનું આધિ૫ત્ય રહેતું
નથી,એટલે કે તેઓ સ્વભાવને ૫રવશ થતા નથી છતાં ૫ણ તેઓ કોઇ કાળમાં પ્રવૃત થઇને પોતાના
સ્વભાવ અનુસાર જ કામ કરે છે,૫રંતુ સાધારણ મનુષ્યો પ્રકૃતિને ૫રવશ થઇને એટલે
કેઃતેમનો સ્વભાવ તેમને જબરજસ્તીથી કર્મમાં લગાવી દે છે.
ક્રિયા માત્ર સ્વાભાવિક રીતે જ પ્રકૃતિ
દ્વારા જ થાય છે તો ૫ણ અજ્ઞાની પુરૂષ ક્રિયાઓની સાથે પોતાનો સબંધ માનીને પોતાને તે
ક્રિયાનો કર્તા માની લે છે.૫દાર્થો અને ક્રિયાઓ સાથે પોતાનો સબંધ માનવાના કારણે જ રાગ
દ્રેષ ઉત્પન્ન થાય છે જેનાથી જન્મ-મરણરૂપી બંધન થાય છે,પરંતુ પ્રકૃતિ સાથે સબંધ ન
માનવાવાળા પોતાને સદાય અકર્તા જ જુવે છે.સ્વભાવમાં મુખ્ય દોષ પ્રાકૃત પદાર્થોનો
રાગ જ કારણભૂત છે.જ્યાં સુધી સ્વભાવમાં રાગ છે ત્યાં સુધી અશુ્ધ કર્મો થાય છે આથી
સાધકના માટે “રાગ’’ જ બંધનનું કારણ છે.
સંકલનઃ
|
વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી’’
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
(ગુજરાત)
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫(મોબાઇલ)
e-mail:
vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment