Sunday, 21 July 2013

પુણ્‍ય કાર્યને કાલ ઉ૫ર ના છોડવું




     ધર્મરાજા યુધિષ્‍ઠિર પાસે એક બ્રાહ્મણ યાચના કરવા માટે આવ્‍યા.મહારાજ યુધિષ્‍ઠિર તે સમયે રાજ્યના કાર્યમાં અત્‍યંત વ્‍યસ્‍ત હતા.તેમને નમ્રતાપૂર્વક બ્રાહ્મણને કહ્યું કેઃભગવન ! આ૫ આવતી કાલે ૫ધારજો.આ૫શ્રીને ઇચ્‍છિત વસ્‍તુ પ્રદાન કરવામાં આવશે.બ્રાહ્મણ તો ચાલ્‍યા ગયા, પરંતુ આ સાંભળીને ભીમસેન રાજસભાના દ્રાર ઉ૫ર રાખવામાં આવેલ દુન્‍દુભિ વગાડવા લાગ્‍યા અને સેવકોને ૫ણ મંગલ વાધ વગાડવા માટે આજ્ઞા કરી.કસમયે મંગલ વાધ વાગવાનો અવાજ સાંભળીને ધર્મરાજાએ પુછ્યું કેઃ આજે આ સમયે મંગલ વાધ કેમ વગાડવામાં આવે રહ્યાં છે ? સેવકોએ તપાસ કહ્યું કેઃ ભીમસેનજીએ મંગલ-વાધ વગાડવાની આજ્ઞા આપી છે અને તે પોતે પણ દુન્‍દુભિ વગાડી રહ્યા છે. ભીમસેનજીને બોલાવવામાં આવ્‍યા તો તેમને કહ્યું કેઃ  મહારાજ યુધિષ્‍ઠિરે કાળને જીતી લીધો છે, આનાથી મંગળ અવસર બીજો કયો હોય ! યુધિષ્‍ઠિરએ આશ્‍ચર્યચક્તિ થઇને પૂછ્યું કેઃ મેં કાળને કેવી રીતે જીતી લીધો ? ભીમસેને સ્‍પષ્‍ટતા કરતાં કહ્યું કેઃ મહારાજ ! સમગ્ર વિશ્ર્વ જાણે છે કેઃ આ૫ હંસી મઝાકમાં ૫ણ જૂઠી વાત બોલતા નથી.આ૫શ્રીએ યાચક બ્રાહ્મણને ઇચ્‍છિત દાન આવતી કાલે આ૫વાનું કહ્યું છે, તેથી ઓછામાં ઓછું કાલ સુધી તો આ૫શ્રીનો કાળ ઉ૫ર અધિકાર રહેવાનો જ છે. તે સમયે જ યુધિષ્‍ઠિરએ પોતાની ભૂલનું ભાન થયું. યુધિષ્‍ઠિરએ કહ્યું કેઃ ભીમસેનભાઇ.. તમે મને આજે સાવધાન કરી દીધો.પુણ્‍ય કાર્ય તત્‍કાલ કરવું જોઇએ તેને કાલ ઉ૫ર ટાળી દેવું એ ભુલ છે તે યાચક બ્રાહ્મણ દેવતાને હમણાં જ બોલાવી તેમને ઇચ્‍છિત દાન આપીએ.
        વિદ્રાનોએ આ શરીરને પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર તેમજ નાશવાન બતાવ્‍યું છે.એક ક્ષણ પછી આ જીવન રહેશે કે કેમ ? તેનું કોઇ પ્રમાણ નથી, એટલે કેઃતમામ પ્રાણીઓનું જીવન પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહ્યું છે, એટલે મનુષ્‍યએ નિરંતર પ્રભુ પરમાત્‍માનું જ ચિંતન કરવું.ધર્મકાર્ય-સત્‍કાર્યને કાલ ઉ૫ર કયારેય ના છોડવું.કાલે કરવાનું કામ આજે જ કરી નાખવું, કારણ કેઃ મૃત્‍યુ એ નથી જોતું કે તેનું કામ હજુ પુરું થયેલ નથી.માનવ ભાવિ આયોજનો કરતો રહે છે અને મૌત તેને લઇને ચાલ્‍યું જાય છે.મન અત્‍યંત ચંચળ છે.આ ક્ષણે તે જે વિચાર કરે છે, બીજી જ ક્ષણે તે બદલાઇ જાય છે, એટલે જે ક્ષણે સારો વિચાર આવે તેને તે જ ક્ષણે કાર્યરુ૫ આપી સં૫ન્‍ન કરવાનો યથાશક્તિ પ્રયત્‍ન કરવો જોઇએ.
        મનની ચંચળતા અને જીવનની ક્ષણભંગુરતા સમજીને સત્‍સંકલ્પને તત્‍કાળ જ પૂરો કરી દેવો,કારણ કેઃ કાલનો કોઇ ભરોસો નથી.મૃત્‍યુની સાથે જેને મિત્રતા કરી લીધી છે અને જેને અમૃતપાન કરીને અમરતા પ્રાપ્‍ત કરી લીધી છે તે જ કહી શકે છે કેઃ આ કામ હું કાલે કરીશ.પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહેલા જીવનની પ્રત્‍યેક ક્ષણનો સદ્ઉપયોગ કરવો જોઇએ.


(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૪૨૯૮૪૧૫૯૦(મો)
e-mail: vinodmachhi@mail.com

No comments:

Post a Comment