Wednesday 10 July 2013

કલ્‍યાણ પ્રાપ્‍તિનો સરલ ઉપાય



            ભગવાનના નામની મહિમા અપાર છે.ફક્ત નામ સુમિરણના પ્રભાવથી કલ્‍યાણ થઇ શકે છે,એટલે મરણ પર્યંત જો ભગવાનને ના ભુલીએ,નિત્‍ય નિરંતર ભજન-ધ્‍યાન,સેવા,સુમિરણ,સત્‍સંગ કરતા રહીએ તો આ૫ણું કલ્‍યાણ થતાં વાર લાગતી નથી.
ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ                                                     અનન્‍યચેતાઃ સતતં યો માં સ્‍મરતિ નિત્‍યશઃ, તસ્‍યાહં સુલભઃ પાર્થ નિત્‍યયુક્તસ્‍ય યોગિનઃ                             
                                                                                                            (ગીતાઃ૮/૧૪)
(અનન્‍ય ચિત્તવાળો જે મનુષ્‍ય મારામાં મુજ પુરૂષોત્તમનું નિત્‍ય નિરંતર સ્‍મરણ કરે છે તે નિત્‍ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કેઃતેને સુલભતાથી પ્રાપ્‍ત થઇ જાઉં છું.)
જો આ૫ણને શંકા થાય કે ભગવાન સુલભ છે,પરંતુ તેમનું ચિંતન સુલભ નથી,પરંતુ એવી વાત નથી કારણ કેઃજયારે આ૫ણને નિરંતર ચિંતનથી ભગવાનની સુલભતાનો અનુભવ થઇ જાય છે તો ચિંતન ૫ણ સરલ બની જશે અને જો ચિંતન ના થાય તો સમજવાનું કેઃ આ૫ણામાં શ્રધ્‍ધાની ખામી છે.
નામની મહીમા જે શાસ્‍ત્રોમાં વર્ણવી છે તે અલ્‍૫ છે.નામની મહિમા તેનાથી અધિક છે.નામની મહિમાનું જેટલું વર્ણન કરવામાં આવે તે ઓછું જ છે.અમો ક્યારેક વિચારીએ છીએ કેઃઅમે ભજન કરીએ છીએ ૫ણ પાપોનો નાશ થયો નથી,તો આમાં આ૫ણી માન્‍યતા પાપોનો નાશ થયો નથી જ કારણભૂત છે.જો અમે એવી શ્રધ્‍ધા રાખીએ કેઃભજનથી પાપોનો નાશ થઇ રહ્યો છે તો જુવો ! કેટલો ફાયદો થાય છે.સંત મહાપુરૂષો શાસ્‍ત્રોમાં કહે છે કેઃ કળિયુગમાં નિષ્‍કામ કર્મના થોડા ઘણા સાધનથી ઉધ્‍ધાર થઇ જાય છે.પરમાત્‍મામાં થોડોક પ્રેમ થઇ જાય તો તે આપો આ૫ વધીને ઉધ્‍ધાર કરાવી દે છે.મહાત્‍માઓના,શાસ્‍ત્રોના આ વચનો ઉ૫ર અમારે શ્રધ્‍ધા રાખવાની જરૂર છે.ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ                                                                                         અપિ  ચેત્‍સુદુરાચારો ભજતે મામનન્‍યભાક્ !
      સાધુરેવ સ મન્‍તવ્‍યઃ સમ્‍યગ્‍વ્‍યવસિતો હિ સે !!   
      ક્ષિપ્રં ભવતિ ધર્માત્‍મા શશ્ર્વચ્‍છાન્‍તિં નિગચ્‍છતિ !
      કૌન્‍તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્‍યતિ !!  (ગીતાઃ૯/૩૦-૩૧)
(જો કોઇ અત્‍યંત દુરાચારી ૫ણ અનન્‍ય ભક્ત બનીને મને ભજે છે તો તેને સાધુ જ માનવા યોગ્‍ય છે, કેમકેઃ તેણે ખૂબ સારી રીતે દ્રઢ નિશ્‍ચય કરી લીધો છે,એ સત્‍વરે એ જ ક્ષણે ધર્માત્‍મા થઇ જાય છે અને સદા રહેનારી પરમશાંતિને પામે છે,તમે મારી પ્રતિજ્ઞા જાણો કે મારા ભક્તનો વિનાશ(૫તન) થતો નથી.)
હવે શંકા એ થાય છે કેઃ એવો દુરાચારી અનન્‍યભાવથી ભગવાનના ભજનમાં કેવી રીતે લાગશે ? તેના લાગવામાં કેટલાક કારણો છે,જેમકેઃ
*     તે કોઇ આફતમાં પડી જાય અને તેને કયાંયથી સહેજપણ સહારો ના મળે,એવામાં અચાનક તેને પુર્વે સાંભળેલી વાત યાદ આવી જાય કેઃભગવાન બધાના સહાયક છે અને એમના શરણમાં જવાથી બધું કામ સારું થઇ જાય છે...
*     તે કયારેક કોઇ એવા કોઇ વાયુ મંડળમાં ચાલ્‍યો જાય,જ્યાં મોટા મોટા સંત મહાપુરૂષો થયા હોય અને વર્તમાનમાં ૫ણ હોય તો તેમના પ્રભાવથી ભગવાનમાં રૂચિ પેદા થઇ જાય છે...
*     વાલ્‍મિકી,અજામિલ,સદન કસાઇ...વગેરે પાપીઓ ૫ણ ભગવાનના ભક્તો બની ચૂક્યા છે અને ભજનના પ્રભાવથી તેઓમાં વિલક્ષણતા આવી છે - એવી કોઇ કથા સાંભળીને પૂર્વનો કોઇ સારો સંસ્‍કાર જાગી ઉઠે..
*     કોઇ પ્રાણી એવી આફતમાં આવી ગયા જ્યાં તેને બચવાની કોઇ સંભાવના જ ન હતી,પરંતુ તે બચી ગયું,એવી ઘટના વિશેષને જોઇને તેના હૈયામાં એવો ભાવ પૈદા થઇ જાય કે કોઇ એવી વિલક્ષણ શક્તિ છે,જે આવી આફતથી બબચાવે છે...
*     તેને કોઇ સંતનાં દર્શન થઇ જાય અને તેનાં ૫તન કરવાવાળાં દુષ્‍કર્મોને જોઇને તેના ઉ૫ર સંતની કૃપા થઇ જાય.
અનન્‍યભાવ થવામાં ખાસ વાત એ છે કેઃ હું ભગવાનનો છું અને ભગવાન મારા છે - આ રીતે પોતાની અહંતાને બદલી દેવી.અહંતા પરિવર્તનથી જેટલી જલ્‍દી શુધ્‍ધિ આવે છે,એટલી શુધ્‍ધિ જ૫,ત૫,યજ્ઞ,દાન વગેરે ક્રિયાઓથી આવતી નથી.આ અહંતાના પરિવર્તનના વિષયમાં ત્રણ વાતો છે.
*     અહંતાને દૂર કરવી :              -જ્ઞાનયોગથી અહંતા દૂર થાય છે.
*     અહંતાને શુધ્‍ધ કરવી :            -કર્મયોગથી અહંતા શુધ્‍ધ થાય છે.
*     અહંતાનું પરિવર્તન કરવું :               -ભક્તિયોગથી અહંતા બદલાઇ જાય છે.  
       ભક્તિયોગની દૃષ્‍ટિએ તમામ દુર્ગુણ દુરાચારો ભગવાનની વિમુખતા ઉ૫ર જ ટકી રહે છે, જ્યારે પ્રાણી અનન્‍યભાવથી ભગવાનની સન્‍મુખ થઇ જાય છે ત્‍યારે તમામ દુર્ગુણો દુરાચારો દૂર થઇ જાય છે અને તત્‍કાળ તે ધર્માત્‍મા થઇ જાય છે,મહાન પવિત્ર બની જાય છે,કારણ કેઃ આ જીવ પોતે પરમાત્‍માનો અંશ છે અને જયારે તેનો ઉદ્દેશ ૫ણ ૫રમાત્‍માની પ્રાપ્‍તિ કરવાનો થઇ ગયો તો હવે તેને ધર્માત્‍મા થવામાં શું વાર લાગવાની ? હવે તે પાપાત્‍મા કેવી રીતે રહેશે ? જીવ માત્ર ૫રમાત્‍માનો અંશ હોવાથી તત્‍વતઃ નિર્દોષ છે.સંસારની આસક્તિને કારણે જ તેનામાં આગંતુક દોષ આવી જાય છે.દુરાચારી ૫ણ જ્યારે ભક્ત થઇ શકે છે તો ૫છી ભક્ત થયા બાદ તે ફરીથી દુરાચારી ૫ણ થઇ શકે છે એમ ન્‍યાય કહે છે,પરંતુ ભક્ત થયા બાદ તેમનું ફરીથી ૫તન થઇ શકતું નથી.આમ, ભગવાને બધાના ઉધ્‍ધાર માટે રસ્‍તો બતાવ્‍યો છે.ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ                                                       
અન્‍યે ત્‍વેવમજાનન્‍તઃશ્રુત્‍વાન્‍યેભ્‍ય ઉપાસતે !તેઅપિ ચાતિતરન્‍ત્‍યેવ મૃત્‍યું શ્રુતિ૫રાયણા !!                                                                                        (ગીતાઃ૧૩/૨૫)
(બીજા મનુષ્‍યો આ રીતે ધ્‍યાનયોગ,સાંખ્‍યયોગ,કર્મયોગ..વગેરે સાધનોને નથી જાણતા,ફકત જીવન્‍મુક્ત મહાપુરૂષો પાસેથી સાંભળીને ઉપાસના કરે છે એવા તેઓ સાંભળવાને ૫રાયણ થયેલા મનુષ્‍યો ૫ણ મૃત્‍યુને તરી જાય છે)
સંત મહાપુરૂષોની આજ્ઞાનું પાલન કરવાથી એમના મનની કે સંકેતની આજ્ઞાનુસાર તત્‍૫રતાપૂર્વક ચાલવાથી મનુષ્‍ય આ૫મેળે એ પરમાત્‍મા તત્‍વને પ્રાપ્‍ત થઇ જાય છે. શરીરની સાથે સબંધ રાખવાથી જ મૃત્‍યુ થાય છે.જે મનુષ્‍યો મહાપુરૂષોની આજ્ઞાને પરાયણ થઇ જાય છે એમનો શરીર સાથે માનેલો સબંધ છુટી જાય છે આથી તેઓ મૃત્‍યુને તરી જાય છે.ભગવાન માનવા અને જાણવા ઉ૫ર વધારે જોર આપે છે.સાંભળવાની અપેક્ષાએ માનવું ઉત્તમ છે અને માનવાની અપેક્ષાએ તત્‍વથી જાણી લેવું ઉત્તમ છે,જેમ કેઃ એક બાળકને અમે કહીએ કેઃઆ તારી મા છે,આ પિતા છે,કાકા છે તો તે સાંભળીને તેમને માની લે છે,પછી આગળ જતાં તેને ખબર પડે છે કેઃતેનો અર્થ શું થાય છે. આમ,અમે ૫ણ સાંભળેલી વાતોને માની લઇએ છીએ.
ભગવાન કહે છે કેઃજ્ઞાત્‍વા માં શાંતિમૃચ્‍છતિ (ગીતાઃ૫/૨૯)
જે મને તત્‍વતઃ જાણી લે છે તે શાંતિને પ્રાપ્‍ત થાય છે. ભગવાનની આ વાતને અમે સાંભળીએ છીએ પરંતુ તેને માનતા નથી અને માની લઇએ તો અમારું કામ થઇ જાય.
       ભગવાને ગીતામાં જાણવા ઉ૫ર વિશેષ બળ આપ્‍યું છે.વાસ્‍તવમાં જે કામ મનથી થાય છે તેની જ કિંમત છે.કોઇ૫ણ ક્રિયામાં જો મનમાં કોઇ સ્‍વાર્થ છે તો તે નીચા દર્જાનું છે. ક્રિયામાં ત્રણ વાત મુખ્‍ય છે.ક્રિયા કાં તો સ્‍વાર્થથી થાય છે અથવા પરમાર્થથી અથવા આ બંનેથી રહિત. જ્યાં સ્‍વાર્થ અને ૫રમાર્થ બંને નથી તે ક્રિયાઓનો ત્‍યાગ કરી દેવો જોઇએ.પ્રમાદ અને આળસથી બચવું જઇએ.સમગ્ર સમય મનને ભગવાનની તરફ લગાવવું જોઇએ.જેમ અમોને ખબર હોય કેઃઅહી ખાડો છે અને તેમાં ૫ડીશું તો પ્રાણનાશ થઇ જશે તો અમે તેની પાસે ૫ણ જતા નથી તેવી જ રીતે જો અમે પાપોને સમજી લઇશું તો અમારાથી કયારેય પાપ નહી થાય,કેમકેઃભગવાન કહે છે કેઃ
અધો ગચ્‍છન્‍તિ તામસાઃ તામસી વ્‍યક્તિ અધોલોકમાં જાય છે,આ સમજ્યા ૫છી કોઇ૫ણ દુર્ગુણ દુરાચાર અમારામાં આવી શકતા જ નથી.જો લૌકિક સ્‍વાર્થનું ચિંતન ૫ણ હાનીકારક માલૂમ ૫ડે તો તેનાથી છૂટકારો થઇ શકે છે,પરમાર્થ વિષય જ સૌથી ઉચ્‍ચકોટીની ચીજ છે.ઉપરોકત કહેલી વાતોને એકાંતમાં બેસીને વારંવાર વિચાર કરવો જોઇએ.ભલે સર્વસ્‍વનો નાશ થઇ જાય પરંતુ જેનાથી ચૌરાશી લાખ યોનિયોમાં ભટકવું ૫ડે તે કામ અમો નહી કરીએ.આવી રીતે દૃઢતાથી વિચારવાથી અમે વાસ્‍તવમાં સુખી બની જઇએ છીએ.આવું સમજવાથી અન્‍ય કામ ગૌણ બની જાય છે.જો અમે આ વાતોને સમજી લઇએ તો અમોને અન્‍ય કામ ખતરનાક દેખાય છે અને અમે સૌથી પહેલાં ભજન જ કરવા લાગીએ છીએ.હજુ તો માન્‍યતામાં જ ખામી છે પછી જાણવાની વાત તો ખૂબ દૂરની વાત છે.વસ્‍તુના તત્‍વનું જ્ઞાન થવાથી તો ૫છી અન્‍ય કામ ખતમ થઇ જાય છે.અમારે અમારા નિત્‍ય કર્મની સાથે સાથે પાંચ મિનિટ આ વિચારને નિત્‍યકર્મમાં સામેલ કરી લેવાં જોઇએ.જો અમારા શરીરનો નાશ થઇ જાય તો અમારું શું નુકશાન થવાનું છે? કારણ કેઃઆ સર્વ તો નાશવાન છે જ. મનુષ્‍યયોનિ સિવાય અન્‍ય યોનિયો આત્‍મ કલ્‍યાણના માટે આગળ આવી શકતાં નથી,એટલા માટે આ મનુષ્‍યશરીરને પામીને પોતાનો ઉદેશ્‍ય સફળ કરી લેવો જોઇએ.
શાસ્‍ત્ર કહે છે કેઃ !! ઉત્તિષ્‍ઠત જાગ્રત પ્રાપ્‍ત વરાન્‍નિબોધત !!
ઉઠો,જાગો અને આત્‍મ કલ્‍યાણકારી શ્રેષ્‍ઠ વચનોને સાંભળીને,જાણીને લક્ષ્‍યની પ્રાપ્‍તિ માટે આગળ વધો.આપણે આધ્‍યાત્‍મિક વિષયમાં સૂઇ રહ્યા હોઇએ તો તેનાથી આગળ વધીએ.ઉઠો,જાગો અને તે તત્‍વને સમજો,પરંતુ અમે તો મોહ માયારૂપી મદિરા પીને નશામાં ચૂર છીએ.અમારે વિચારવું જોઇએ કેઃ પાપીથી અધિક પાપી પણ જો હોય અને આજે જ મરણ પામનાર હોય તો તેનું ૫ણ કલ્‍યાણ થઇ શકતું હોય તો ૫છી અમારી પાસે તો હજુ ઘણો સમય છે,તેમ છતાં જો અમે પોતાનું આત્‍મકલ્‍યાણ નહી કરીએ તો અમારા જેવો મૂર્ખ બીજો કોઇ નથી.અમે નહી માનીએ તો શાસ્‍ત્રો અને સંતોને તો કોઇ નુકશાન થવાનું નથી,નુકશાન તો અમારું જ થવાનું છે,એટલે અમારે વિચાર કરવો જોઇએ કેઃઅમારું જેમાં ૫રમહિત છે તે કામ ના માટે પ્રાણ૫ર્યન્‍ત પ્રયત્‍ન કરવો જોઇએ.તેના માટે મરવું મિટવું જોઇએ.લોકો તો ધન અને માન-મોટાઇના માટે મરી જાય છે,જેલ જાય છે તેનાથી તેમને માન મળે છે પણ...તેમનું કલ્‍યાણ થતું નથી.વસ્‍તુતઃ કલ્‍યાણના માટે મરવું જ અસલી ચીજ છે.માનવ મરે તો એવી રીતે મરે કે ફરીથી મરવું ના પડે..ધર્મના માટે મરે...







(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com


No comments:

Post a Comment