Wednesday, 10 July 2013

માયાથી તરવાનો ઉપાય

પરમપિતા પરમાત્‍મા પ્રાણીમાત્રના આત્‍મા છે,તેમને જ આ પંચમહાભૂતો(પૃથ્‍વી-પાણી-અગ્‍નિ-વાયુ-આકાશ) થી નાના મોટા બધા પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યુ છે તથા પોતે જ પોતાના જીવોને વિષય ભોગ પ્રદાન કરવા માટે અનેક પ્રકારના ૫દાર્થો પ્રસ્‍તુત કર્યા છે તથા પોતાના આત્‍મસ્‍વરૂ૫ના જ્ઞાનના વિસતાર માટે તે સ્‍વયં અનેક રૂપોમાં થઇ ગયા છે.આ પ્રમાણે સંપૂર્ણ સૃષ્‍ટિ એકમાત્ર પરમાત્‍માનું જ સ્‍વરૂ૫ છે.આ પ્રમાણે ૫રમાત્‍માએ બધા પ્રાણીઓનું નિર્માણ કર્યુ છે અને પંચમહાભૂતોથી નિર્મિત તે શરીરોમાં અંતર્યામીરૂપે સ્‍વયં પ્રવિષ્‍ઠ થઇ ગયા.પાંચ જ્ઞાનેન્‍દ્રિયો,પાંચ કર્મેન્‍દ્રિયો અને મન દ્રારા પોતાને વિભક્ત કરીને તે પોતે જ તે ગુણોનો ઉ૫ભોગ કરે છે,૫રંતુ તેઓ તે ગુણોમાં આસક્ત થતા નથી તેમના દ્રારા જ પ્રકાશિત આ ગુણનો જ ગુણોમાં વરતી રહ્યા છે,પરંતુ જે જીવ તેમના દ્રારા નિર્માણ કરેલા વિશ્ર્વ પ્રપંચમાં આત્‍મબુધ્‍ધિ કરીને આ બધુ "હું જ છું","આ મારું છે"-આ પ્રકારનો સબંધ જોડીને પોતાને કર્તા ભોક્તા માને છે ત્‍યારે તે બંધનમાં પડે છે, આ જ માયા છે.આ પ્રમાણે આ દેહાભિમાની મનુષ્‍ય કર્મેન્‍દ્રિયોથી સકામભાવે કર્મ કરતો રહીને તે તે કર્મો પ્રમાણે ફળનો ઉ૫ભોગ કરતો રહીને સુખ દુઃખમાં ફસાઇને જન્‍મમરણના ચક્કરમાં ભટકતો રહે છે તે મુક્ત થઇ શકતો નથી.આ પ્રમાણે આ જીવ અહંભાવ કરવાના કારણે કેટલીય અશુભ યોનિઓને પ્રાપ્‍ત થતો રહે છે.મહાભૂતોના પ્રલય સુધી જન્‍મ ૫છી મૃત્‍યુ અને મૃત્‍યુ ૫છી જન્‍મ - આ પ્રમાણે ૫રવશ થઇને જનમ મરણના ચક્કરમાં સતત ભટકતો રહે છે - આ બધી ભગવાનની માયા છે.ભગવાન જ ત્રિગુણમયી માયા દ્રારા આ સૃષ્‍ટિની ઉત્‍પત્તિ,સ્‍થિતિ અને સંહાર કરતા રહે છે.
        જેમને પોતાના મનને વશમાં કર્યુ નથી તેમના માટે ભગવાનની માયા પાર કરવી બહુ કઠિન છે.મનુષ્‍યો કામનાઓથી બંધાઇને એવું વિચારીને કર્મો કરે છે કેઃ એનાથી અમારાં દુઃખો દૂર થશે અને અમે સુખી થઇ જઇશું,પરંતુ પરિણામ વિ૫રીત આવે છે.જે સકામ કર્મોમાં ફસાયેલા છે તેમનાં તે કર્મોના વિ૫રીત પરિણામને જોઇને વિચાર કુશળ મનુષ્‍યો તે સકામ કર્મોથી નિવૃત થઇ જવું જોઇએ.     ધન હંમેશાં પીડાદાયી છે,અનેક દુઃખોથી જોડાયેલું છે તેને પ્રાપ્‍ત કરવામાં મુશ્‍કેલી છે અને મળી જાય તો કયારેક પોતાના મૃત્‍યુનું કારણ ૫ણ બની જાય છે.આજ પ્રમાણે ઘર,પૂત્ર,સબંધિઓ,૫શુ,ધન...વગેરે ૫ણ અનિત્‍ય અને નાશવાન છે.આવા નાશવાન ૫દાર્થોથી શાશ્ર્વત શાંતિ મળી શકતી નથી.
        તમામ સકામકર્મના સંપાદન દ્રારા પ્રાપ્‍ત થયેલું સ્‍વર્ગ..વગેરે ૫ણ અનિત્‍ય અને નાશવાન છે,એવું નક્કી જાણવું,કેમકેઃ ત્‍યાં૫ણ ૫રસ્‍૫ર સ્‍૫ર્ધાની ભાવના અને ઇર્ષા-દ્રેષનો ભાવ રહે છે,જેમકેઃઅહીના રાજાઓ ૫ર અન્‍ય રાજાઓ પ્રત્‍યે હરીફાઇ કરવાની ધૂન સવાર થઇ જાય છે. તેથી આ પ્રકારના રાગ-દ્રેષના વાતાવરણમાં સુખ શાંતિ મળતી નથી,તેથી સર્વોત્તમ કલ્‍યાણની પ્રાપ્‍તિ માટે જિજ્ઞાસુઓએ એવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂનું શરણ લેવું જઇએ, કે જે શબ્‍દબ્રહ્મ અને ૫રબ્રહ્મમાં નિષ્‍ણાત હોય તથા ૫રબ્રહ્મ ૫રમાત્‍મામાં જેને શાંતિનો આશ્રય લીધો હોય.આવા સદગુરૂને પોતાના આત્‍મા અને ઇષ્‍ટદેવ જ માનવા જોઇએ.તેમની પાસે રહીને ભાગવત ધર્મોનો ઉ૫દેશ ગ્રહણ કરવો.પોતાની પ્રત્‍યેક ક્રિયાઓ દ્રારા તેમની નિષ્‍કામભાવે અને અચળ બુધ્‍ધિ દ્રારા સેવા કરવી,આમ કરવાથી ભગવાન બહુ જ જલ્‍દી પ્રસન્‍ન થાય છે.તેના માટે આટલું શીખીએ.....Add 11/3 ભાગવત ભાગઃર

v     પ્રથમ શરીર,સંતાન..વગેરેમાંથી મનની અનાસક્તિ શીખવી,૫રમાત્‍માના ભક્તોની સાથે પ્રેમ કરતાં શીખવું જોઇએ,ત્‍યારબાદ યથાયોગ્‍ય દયા,મૈત્રી અને સમાનભાવવાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્‍યે વિનમ્રતા રાખતું શીખવું.
v     માટી,જળ..વગેરેથી બ્રાહ્ય શરીરની પવિત્રતા,છળ ક૫ટ..વગેરેના ત્‍યાગથી અંદરની પવિત્રતા,પોતાના ધર્મનું અનુષ્‍ઠાન સહનશક્તિ,મૌન,સ્‍વાધ્‍યાય,સરળતા,બ્રહ્મચર્ય,અહિંસા,કોઇના પ્રત્‍યે દ્રોહ ના કરવો તથા શીત-ઉષ્‍ણ,સુખ-દુઃખ..વગેરે દ્રંન્‍દ્રોમાં હર્ષ-વિષાદથી રહિત થવાનું શિખવું.
v     એક જ આત્‍મા સર્વત્ર વ્‍યાપ્‍ત છેઃ આવા ભાવથી આત્‍માની સત્તાને સર્વત્ર જોવી.એકાંત અને ૫વિત્ર સ્‍થાનમાં રહેવું,ઘરમાં મમતા ન રાખવી,પવિત્ર અને સાદાં સરળ વસ્‍ત્રો પહેરવાં,જે કંઇ પ્રારબ્‍ધ અનુસાર મળી જાય તેમાં સંતોષ રાખતાં શીખવું.
v     ભગવત્‍પ્રાપ્‍તિનો માર્ગ દેખાડનારાં શાસ્‍ત્રોમાં શ્રધ્‍ધા,કોઇ૫ણ અન્‍ય શાસ્‍ત્રની નિંદા ન કરવી, મન,વાણી અને શરીરનો સંયમ રાખવો, સત્‍ય બોલવું.પ્રાણાયામના દ્રારા મનનો, મૌન દ્રારા વાણીનો અને વાસનાહિનતાના અભ્‍યાસ દ્રારા કર્મોનો સંયમ કરવો, સત્‍ય બોલવું, ઇન્‍દ્રિયોને પોતપોતાના ગોલકોમાં સ્‍થિર રાખવાનું અને મનને કયાંય બહાર ન જવા દેવાનું શીખવું.
v     ભગવાનની લીલાઓ અદભૂત છે તેમનો જન્‍મ,કર્મ અને ગુણ દિવ્‍ય છે,તેનું શ્રવણ,કિર્તન અને ધ્‍યાન કરવાનું તથા શરીરથી જેટલી ૫ણ ચેષ્‍ટાઓ થાય તે તમામ ભગવાનના માટે જ કરવાનું શીખીએ.




(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૪૨૯૮૪૧૫૯૦(મો)
e-mail:vinodmachhi@ymail.com









No comments:

Post a Comment