Ø
ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે
સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટ ઉઠાવીને હંમેશાં
અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે
છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે,પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો
કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો
છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા
જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે
પ્રાપ્ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ
ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
Ø
સદગુરૂની કૃપાથી ૫રમપિતા ૫રમાત્માને જાણીને તેમની
સાથે પ્રેમ કરવાથી..ભજન કરવાથી આવાગમનનો ચક્કર પુરો થાય છે..જેવી રીતે માછીમાર માછલીઓને ૫કડવા નદીમાં જાળ નાખે છે તો જાળની
અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે,પરંતુ જે માછલી જાળ નાખવાવાળાના ચરણો પાસે
આવી જાય છે તે ૫કડાતી નથી,તેવી જ રીતે ભગવાનની માયા (સંસાર)માં મમતા કરીને
જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે,પરંતુ જે જીવો માયા૫તિ
૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.૫રમાત્માની
પ્રાપ્તિ અને તેને અંગસંગ જાણવા એ જ માનવ જીવનનું લક્ષ્ય છે.ઉચ્ચ વિચાર,શુભ કર્મ
અને કપટ રહિત વ્યવહાર ચરીત્રનિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ
ખૂબ જ જરૂરી છે.આજે હોટલો..સિનેમાઘરો તથા ગાડીઓમાં મુસાફરીના સમયે કોઇ ભેદ
રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ રાખવામાં આવે છે.
Ø
જીવનમાં જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા
સમજીને અને જ્યારે માની લઇએ ત્યાર પછી પૂર્ણ વિશ્વાસ આવવાથી જ સુખ,શાંતિ તથા
દ્રઢતા આવે છે.
Ø
બીજો શું કરે છે તે ના જુવો.પોતાના ૫રીવારના
સદસ્યોમાં ૫ણ પ્રભુ દર્શન કરો.બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપો.
Ø
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ૫છી ૫ણ વેર..નફરત..નિંદા..ચુગલી
ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ છે..આવશ્યકતા તેના અસ્તિત્વનો
અનુભવ કરવાની છે.નિષ્કામભાવથી ભક્તિ કરો..સ્વાર્થ રહિત સુમિરણ
કરો..યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫
(મો)
E-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment