એકવાર
એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને
ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા
બનાવી વેચતો હતો.ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર
પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ
રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.તમામ હકીકતથી વાકેફ
થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કેઃ ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો
છે..? ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે. બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો.લુહારને આ
નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા. તે પસ્તાવાથી
ઘણું જ રડવા લાગ્યો.તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી,
ત્યારે રાજાએ જવાબ આપ્યો કેઃ આવો ઉ૫હાર વારંવાર મળતો નથી.
આપણા બધાનું
જીવન આ લુહારના જેવું જ છે.અમોને માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે
જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે અમે પ્રભુને પ્રાર્થના
કરીએ છીએ કેઃ હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો,પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ
હોતો નથી.
સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ..........
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment