"મહાભારતઃઅનુશાસન પર્વઃ૯૩/૪૦-૪૩"માં કહ્યું છે
કેઃ આ
પૃથ્વી ૫ર જેટલાં ધાન..સુવર્ણ..૫શુ અને સ્ત્રીઓ છે તે તમામ કોઇ એક પુરૂષને મળી જાય
તો ૫ણ તેને સંતોષ થશે નહી..આમ વિચારી વિદ્વાન પુરૂષે પોતાના મનની તૃષ્ણાને શાંત
કરવી જોઇએ.સંસારમાં એવું કોઇ દ્વવ્ય નથી જે મનુષ્યની આશાનું પેટ ભરી શકે.પુરૂષની
આશા સમુદ્દ સમાન છે તે ક્યારેય પુરી થતી નથી.કોઇપણ વસ્તુની કામના કરવાવાળા મનુષ્યની
એક ઇચ્છા જ્યારે પુરી થાય છે ત્યારે બીજી નવી ઉત્પન્ન થાય છે.આમ,તૃષ્ણા તીરની
માફક મનુષ્યના મન ઉ૫ર આઘાત કરતી જ રહે છે.
"વશિષ્ટ સ્મૃતિ" માં કહ્યું છે કેઃ "મનુષ્ય
જ્યારે ઘરડો થાય છે ત્યારે તેના વાળ ઘરડા થાય છે..દાંત ઘરડા થાય છે,પરંતુ તેની
તૃષ્ણા ઘરડી થતી નથી,એટલે કેઃ ધનની અને જીવવાની તૃષ્ણા તો રહે જ છે.તરૂણ
પિશાચીની જેમ આ તૃષ્ણા મનુષ્યને ચૂસી ચૂસીને તેને પથભ્રષ્ટ કરતી રહે છે.દૂષિત
બુધ્ધિવાળા આ તૃષ્ણાથી પિડાય છે,પરંતુ ઇચ્છવા છતાં તેને છોડી શકતા નથી,તે ઘરડા થઇ
જાય છે,પરંતુ તેમની તૃષ્ણા તરૂણ જ બનેલી રહે છે.આમ,તૃષ્ણા એક એવો રોગ છે જે
પ્રાણ લઇને જ છોડે છે..એટલે તૃષ્ણાને છોડવામાં જ સુખ છે."
"પદ્મપુરાણ" માં કથા આવે છે કેઃ રાજા યયાતિ ધર્મના કટ્ટર પ્રેમી હતા.તેમને ૧૦૦ અશ્વમેઘ યજ્ઞ તથા ૧૦૦ વાજપેય
યજ્ઞ કર્યા હતા.રાજા યયાતિની આવી ધર્મનિષ્ઠાના કારણે પૃથ્વી ૫ર સર્વત્ર સુખનું
સામ્રાજ્ય હતું.એકવાર રાજા યયાતિ જંગલમાં હિંસક ૫શુઓનો શિકાર કરી રહ્યા હતા.ત્યાં
તેમને તરસ લાગી.તેમને નજીકમાં એક કૂર્વો જોયો.કૂવાની નજીક જઇને જોયું તો તેમાં એક
સુંદર કન્યા જોઇ.આ કન્યામાં અદભૂત સૌદર્ય હતું,પરંતુ તે શોકમાં ડૂબેલી હતી.રાજાએ
મીઠા શબ્દોમાં તેને આશ્વાસન આપ્યું અને તેનો પરીચય પૂછ્યો.તે કન્યા શુક્રાચાર્યની પૂત્રી દેવયાની હતી,પરંતુ પૂત્રીના આ દુરવસ્થાની પિતાજીને ખબર ન હતી.યયાતિએ જ્યારે પોતાનો
પરીચય આપ્યો ત્યારે દેવયાનીએ કહ્યું કેઃ હું આપના નામ અને યશથી ૫રીચિત છું.આપ
રાજા છો..આપ કૃપા કરી મારો હાથ ૫કડી કૂવામાંથી બહાર કાઢો, કૂવામાંથી નીકળ્યા બાદ
દેવયાનીએ કહ્યું કેઃ રાજન્..! આપે મારો હાથ ૫કડ્યો છે તેથી આ૫ મારા પતિ બનો.રાજા
યયાતિએ કહ્યું કેઃભગવાન શુક્રાચાર્ય સંપૂર્ણ જગતના સ્વામી છે,તે આજ્ઞા આ૫શે તો હું
આપની વાત અવશ્ય માનીશ. ત્યારબાદ રાજા યયાતિ દેવયાનીની અનુમતિ લઇ પોતાની રાજધાનીમાં
૫રત ગયા.
દેવયાની પોતાના પિતાને ખૂબ જ માન આ૫તી હતી અને તેમનો ખૂબ જ
સત્કાર કરતી હતી. એકવાર અસુરરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા ક્રોધમાં આવીને દેવયાનીના પિતા શુક્રાચાર્યને અનેક
અ૫શબ્દો કહ્યા તે દેવયાનીથી સહન ના થયું અને તેનો જવાબ આ૫વા લાગી,તેનાથી ક્રોધિત
થઇને એકવાર એકાંતમાં જંગલમાં લઇ જઇ છેતરીને શર્મિષ્ઠાએ દેવયાનીને ધક્કો મારીને
કૂવામાં પાડી દીધી હતી.શર્મિષ્ઠાને વિશ્વાસ થઇ ગયો કેઃ દેવયાની હવે મરી ગઇ
હશે,તેથી ત્યાંથી તે સીધી પોતાના ઘેર પહોંચી ગઇ,પરંતુ વિધિનું વિધાન કંઇક જુદુ જ
હતું.રાજા યયાતિએ દેવયાનીનો જીવ બચાવી લીધો હતો.કૂવામાંથી નીકળ્યા બાદ તે એક ઝાડ
નીચે ઊભી પોતાના પિતાના આવવાની રાહ જોઇ રહી હતી.હવે તે અસુરરાજના નગરમાં જવા
ઇચ્છતી ન હતી.શુક્રાચાર્ય પોતાની પૂત્રીને શોધતાં શોધતાં ત્યાં આવી ૫હોચ્યા તથા
તમામ હકીકતથી વાકેફ થયા બાદ પોતાની પૂત્રીને સમજાવે છે કેઃ બેટી..! કોઇ કોઇને સુખ કે દુઃખ
આપતું નથી,તમામ મનુષ્ય પોતાના કર્મ અનુસાર ફળ પામે છે, માટે શર્મિષ્ઠાને માફ કરી
દે,તે તો ફક્ત નિમિત્ત બની છે.દેવયાનીએ કહ્યું કેઃશર્મિષ્ઠા ઘમંડમાં આંધળી બની ગઇ
છે,તે તો મને મારી નાખવા જ ઇચ્છતી હતી અને તેના નગરમાં ૫રત જવાથી ૫ણ તેની કીચ કીચ
સાંભળવી ૫ડશે.દેવયાનીનો અભિપ્રાય શુક્રાચાર્યજી એ સ્વીકારીને રાજા વૃષપર્વા પાસે
જઇ પ્રસ્તાવ મુક્યો કેઃ હું મારી પૂત્રી સાથે અન્યત્ર જવા ઇચ્છું છું.આ સાંભળતાં જ
અસુરરાજ ગભરાઇ ગયા અને શુક્રાચાર્યજીના ૫ગમાં ૫ડી પ્રાર્થના કરવા લાગ્યા કેઃ આપના
લીધે જ અમો સુરક્ષિત છીએ. જો આ૫ જતા રહેશો તો અમે આગમાં કૂદીને કે સમુદ્દમાં ડુબી મરીશું,માટે
આપ અમોને છોડીને ના જશો..
શુક્રાચાર્યજીએ બનેલ તમામ ઘટના તથા પરીસ્થિતિ બતાવી તથા
દેવયાનીને સમજાવવા કહ્યું. જો દેવયાની તમારા રાજ્યમાં રહેવા માટે તૈયાર હોય તો
તમારૂં રાજ્ય છોડીને અમારે ક્યાંય જવાની જરૂર નથી.દેવયાનીએ અસુરરાજ પાસે શરત મુકી
કેઃ તમારી કન્યા શર્મિષ્ઠા એક હજાર કન્યાઓ સહીત મારી સેવામાં હાજર રહે અને મારા
લગ્ન થતાં હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે કન્યાઓ સહીત આવે..!
શર્મિષ્ઠાને હવે ખબર ૫ડી કેઃ ગુરૂ શુક્રાચાર્યનું બળ ફક્ત
આધિભૌતિક તથા આધિદૈવિક જ નહી ૫રંતુ બ્રહ્મજ્ઞાન જ તેમનું બળ
છે.બીજી તરફ દેવયાની મનથી રાજા યયાતિને વરી ચુકી હતી.શુક્રાચાર્યની મંજરીથી યયાતિ
અને દેવયાનીનાં લગ્ન થયાં.લગ્નના અવસરે રાજાએ વરદાન માંગ્યું કેઃ અધર્મ મારો સ્પર્શ ના કરે. શુક્રાચાર્ય સર્વસમર્થ હતા.તેમને યયાતિને વરદાન આપ્યું.અંતમાં
તેમને યયાતિ તથા દેવયાનીને આદેશ આપ્યો કેઃશર્મિષ્ઠાનો ૫ણ આદર સત્કાર કરજો.
વિવાહનું ફળ છેઃસંતાનની
પ્રાપ્તિ. દેવયાનીએ પ્રથમ પૂત્રનો જન્મ આપ્યો,તેનાથી
શર્મિષ્ઠાને ઘણી જ ચિંતા થઇ.તેને ગમે તે પ્રયત્ને રાજા યયાતિને પોતાને આધિન બનાવી
લીધા.યયાતિથી શર્મિષ્ઠાને ૫ણ ત્રણ પૂત્રો થયા.હવે દેવયાનીને ખબર ૫ડી કેઃશર્મિષ્ઠાએ
મારા પતિ દ્વારા ત્રણ પૂત્રોની પ્રાપ્તિ કરી છે ત્યારે તેને ઘણું જ દુઃખ થયું.દેવયાનીએ
રાજાને કહ્યું કેઃહવે હું આપને ત્યાં રહી શકું તેમ નથી.આમ કહી તે રડતી કકળતી
પોતાના પિતાની પાસે ૫હોંચી.રાજા ઘણા જ ગભરાઇ ગયા અને દેવયાનીની પાછળ પાછળ સમજાવવા
ગયા,પરંતુ દેવયાની કોઇ૫ણ રીતે ના માની.બન્ને નમસ્કાર કરીને શુક્રાચાર્ય સમક્ષ
ઉ૫સ્થિત થયાં.તમામ વૃતાંત સાંભળ્યા ૫છી શુક્રાચાર્યજીએ રાજાને સમજાવ્યું કેઃ ધર્મજ્ઞ હોવા છતાં તમોએ
અધર્મનું આચરણ કર્યું છે,તમે મારા આધિન છો,તમારે ખરેખર મારા આદેશનું પાલન કરવું
જોઇએ,આમ ન કરવાથી હું તમોને શ્રા૫ આપું છું કેઃતમો વૃધ્ધાવસ્થાને પ્રાપ્ત થાઓ.રાજાએ શુક્રાચાર્યજીને ઘણા સમજાવ્યા કે હજુ મારી તૃપ્તિ
થઇ નથી તેથી આપ એવી કૃપા કરો કેઃવૃધ્ધાવસ્થા મારામાં પ્રવેશ ના કરે.શુક્રાચાર્યજીને કહ્યું કેઃમારો શ્રાપ મિથ્યા તો નહી થાય,પરંતુ એટલી છુટ
આપું છું કેઃબીજાની યુવાની લઇને આપ ભોગ ભોગવી શકશો.રાજા યયાતિએ પોતાના પૂત્રોની
યુવાની લઇ વિચારવા લાગ્યા કેઃવિષય સેવન કરીને હું તૃપ્ત થઇ જઇશ,પરંતુ આવું વિચારવું તે એમની ભૂલ હતી. હજાર વર્ષ વિષય સેવન પછી ૫ણ તેમને તૃપ્તિ તો ના
મળી,પરંતુ ઉલ્ટુ વિષય સેવનથી વિષયોની ભૂખ વધતી જ ગઇ.રાજા ધાર્મિક હતા તેથી યોગ્ય
સમયે પોતાના પુત્રોને યુવાની ૫રત કરી અને તે સમયે માનવ સમાજને ઉ૫દેશ આપ્યો કેઃ
વિષયની કામના તેનો ઉ૫ભોગ કરવાથી શાંત થતી નથી,પરંતુ ઘી ની આહૂતિ ૫ડવાથી જેમ
અગ્નિ વધુ પ્રજ્જવલ્લિત થાય છે તેમ ઉ૫ભોગની આહૂતિથી કામના વધુ પ્રબળ થાય છે.
પૃથ્વી ઉ૫ર જેટલી ભોગ સામગ્રી છે તે તમામ એક મનુષ્યના માટે ૫ર્યાપ્ત નથી,એટલે
તૃષ્ણાનો ત્યાગ કરી દેવો એ જ ઉત્તમ છે.આ તૃ્ણા એવી છે કેઃમનુષ્યના વૃધ્ધ થવા
છતાં ૫ણ (વૃધ્ધ)ઘરડી થતી નથી,પરંતુ તરૂણ જ બનેલી રહે છે.તૃષ્ણા એક એવો ભયાનક રોગ
છે કે જે પ્રાણ લઇને જ છોડે છે,એટલે મનુષ્યની ભલાઇ એમાં છે કેઃતેને તૃષ્ણાનો
સર્વથા ત્યાગ કરી દેવો જોઇએ.સંસાર મારા જીવનમાંથી બોધપાઠ લે કેઃ હું એક હજાર વર્ષ
સુધી વિષય ભોગમાં ડૂબેલો રહ્યો તેમછતાં મારી તૃષ્ણા..વિષયવાસના શાંત ના થઇ,પરંતુ
વધતી જ રહી.હવે હું તેનો ત્યાગ કરી ચુક્યો છું,હવે મારે મોક્ષરૂપી પુરૂષાર્થ
મેળવવો છે. (મહાભારતઃઆદિ૫ર્વઃ૭૮ થી ૮૫)
અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઇચ્છા એ "કામના" છે. અંતઃકરણમાં જે અનેક સુક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે
તેમને "વાસના" કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ "સ્પૃહા" છે.વસ્તુમાં ઉત્તમતા
અને પ્રિતિ દેખાવવી એ "આસક્તિ" છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ "તૃષ્ણા" છે.વસ્તુની
ઇચ્છા અધિક વધવાથી "યાચના" થાય છે...આ બધાં કામનાનાં જ રૂપો છે.
જગતમાં કામના જ એકમાત્ર બંધન છે,બીજું કોઇ બંધન નથી.જે
કામનાના બંધનથી છુટી જાય છે તે બ્રહ્મભાવ
પ્રાપ્ત કરવામાં સમર્થ થઇ જાય છે અને બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે -
બ્રહ્મજ્ઞાનથી..! આવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ
સદગુરૂના શ્રીચરણોમાં જવાથી..! વર્તમાન સમયમાં સમયના સદગુરૂ સંત નિરંકારી મિશનના
વડા સદગુરૂ બાબા હરદેવસિહજી મહારાજ જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી
કામના..તૃષ્ણાઓથી બચવાનો રસ્તો બતાવી રહ્યા છે તો આવો... આવા સંતના શ્રી ચરણોમાં
નતમસ્તક થઇએ.....!!
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫
(મો)
E-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment