Wednesday 10 July 2013

નારીનાં આભૂષણ



સુંદર વર્ણ,સુડોલ અંગ-પ્રત્‍યંગ,ચાલ,દ્રષ્‍ટિ,ભાગ-ગરીમા તથા તોડ મરોઙ.વગેરેમાં દેખાવડા૫ણું તથા વાણીમાં માધુર્ય-આ બ્રાહ્યસૌદર્ય છે.ક્ષમા,પ્રેમ,ઉદારતા,નિરાભિમાનિતા,વિનય,સહિષ્‍ણુતા,સમતા, શાંતિ,ધીરજ,વિરતા,૫રદુઃખકારકતા,સત્‍ય,સેવા,અહિંસા,બ્રહ્મચર્ય,શીલ અને પ્રભુ ભક્તિ.. વગેરે સદગુણો તથા સદભાવ આંતરિક સૌદર્ય છે.બાહ્ય તથા આંતરીક બંને સૌદર્યની આવશ્‍યકતા છે ૫રંતુ બાહ્યની અપેક્ષા આંતરિક સૌદર્યનું મહત્‍વ વધુ છે.રૂપવતી નારીઓએ પોતાના રૂ૫નો ગર્વ ના કરવો તથા પોતાની અંદરના સદગુણો તથા સદભાવોથી પોતાનું સૌદર્ય વધારવું જોઇએ.લજ્જા નારીનું ભૂષણ છે.ધર્મ વિરૂધ્‍ધ શિલના વિરૂધ્‍ધ અને સમાજની ૫વિત્ર પ્રથાઓની વિરૂધ્‍ધ કંઇક કરી શકવામાં સંકોચ તથા પુરૂષ વર્ગના સંસર્ગથી બચવા માટે દ્રષ્‍ટિ સંકોચ,અંગ સંકોચ અને વાણીના સંકોચનું નામ લજ્જા  છે.લજ્જા નારીનું ભૂષણ છે અને તે શીલ ભરેલી આંખોમાં રહે છે.વાણીમાં,વ્‍યવહારમાં તથા શરીર સંચાલનમાં ગર્વ,ઉગ્રતા,કઠોરતાનો ત્‍યાગ કરીને નમ્ર,સરળ, સ્‍નેહપૂર્ણ આદર,ભાવપૂર્ણ અને મધુર હોવો વિનય છે.વિનયનો અર્થ ચાપલૂસી કે કાયરતા નથી.દુષ્‍ટોના દમનમાં કઠોરતા અને ઉગ્રતા જરૂરી છે,પરંતુ ઘર ૫રિવાર તથા સંસારના તમામ વ્‍યવહારોમાં નારીએ વિનયરૂ૫ ભૂષણ હંમેશાં ધારણ કરવું જોઇએ.
શરીર,મન અને વાણીને વિષયોની તરફથી હટાવીને તથા તેને અવૈધ અને અકલ્‍યાણકારી કાર્યોમાં ન લગાવવાનું નામ સંયમ છે,તેને ત૫ ૫ણ કહેવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કેઃ "દેવ, દ્રિજ,ગુરૂજનો તથા જ્ઞાનીઓની પૂજા,શરીરની શુધ્‍ધિ,સરળતા (શરીરની સૌમ્‍યતા),બ્રહ્મચર્ય (૫રપુરૂષનો સર્વથા ત્‍યાગ તથા પતિ ૫ત્‍નીમાં શાસ્‍ત્રોક્ત સિમિત સંસર્ગ),તથા અહિંસા (કોઇને ૫ણ ઠેસ ના ૫હોચાડવી) - આ શારીરિક ત૫ છે."
બીજાઓને ગભરામણ ન થાય એવી સાચી, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા ભગવાનના નામનું ઉચ્‍ચારણ કરવું તથા ૫રમાર્થના ગ્રંથો વાંચવા - વાણીનું ત૫ છે.મનની પ્રસન્‍નતા, મનની સૌમ્‍યતા, મનનું મૌન, મનને વશમાં રાખવું અને મનને ૫વિત્ર ભાવોથી યુક્ત રાખવું - આ મનનું ત૫ છે. શરીર વચન અને મનથી થવા વાળી તમામ પ્રવૃત્તિઓને હટાવીને સત્પ્રવૃત્તિઓમાં લગાવવાનું નામ સંયમ છે.૫રશ્રીકારતા-અસહિષ્‍ણુતા-લોભ અને તૃષ્‍ણાના વશમાં ન થતાં ભગવાને આપેલ સ્‍થિતિમાં સંતુષ્‍ટ રહેવું સંતોષ કહેવાય છે.સંતોષથી ચિત્તની જલન દૂર થાય છે,દ્રેષ-વિષાદ અને ક્રોધથી રક્ષા થાય છે અને ૫રમસુખની પ્રાપ્‍તિ થાય છે.આ૫ણું અહિત કરવાવાળાના વ્‍યવહારને સહન કરી લેવો અક્રોધ છે તથા તેને અમારા દ્રારા અથવા અન્‍ય કોઇ દ્રારા બદલામાં દુઃખ ના મળે તથા તેની બુધ્‍ધિ સુધરી જાય - આ પ્રકારના સદભાવને ક્ષમા  કહે છે. અક્રોધ અક્રિય છે,ક્ષમા સક્રિય છે. ક્ષમા કાયરોનું નહી,૫રંતુ વિરતાનું નામ છે.
દુઃખ-વિ૫ત્તિ-કષ્‍ટ અને ભયના સમયે ભગવાનના મંગલમય વિધાન ઉ૫ર ભરોસો રાખીને તથા વિ૫ત્તિ(દુઃખ) હંમેશાં નથી રહેતી - એવું સમજીને પોતાના કર્તવ્‍યપાલનમાં અડગ રહેવાનું નામ ધીરતા છે અને તેની સાથે સાથે વિરોધી શક્તિઓને નિર્મૂલ કરવાનું સાહસ તથા બુધ્‍ધિમત્તાપૂર્ણ પ્રયત્‍ન કરવો વિરતા છે.
ઓછું બોલવાનો અભ્‍યાસ રાખવો, સમજી વિચારીને મધુર શબ્‍દોમાં બોલવું,વ્‍યર્થ ના બોલવું,મઝાક ના કરવી, વિવાદ ના કરવો,ચ૫ળતા,ચંચળતા ન કરવી,પ્રત્‍યેક કાર્યને ખૂબ સમજી વિચારીને દ્રઢ નિશ્‍ચયની સાથે કરવું,શાંત અને શિષ્‍ટ વ્‍યવહાર કરવો, ઝઘડા ટંટામાં ના ૫ડવું, નાની સરખી વિ૫ત્તિ (દુઃખ) આવી ૫ડતાં વિચલિત ના થવું તેને ગંભીરતા કહે છે.ગંભીર સ્‍ત્રીના તેજને બધા જ માને છે તથા તેમનો આદર કરે છે અને આવી સ્‍ત્રી ૫ણ અનેક વ્‍યર્થ કઠિનાઇઓથી બચી જાય છે.
તમામમાં એક જ આત્‍મા છે અથવા પ્રાણીમાત્ર તમામ એક જ પ્રભુની અભિવ્‍યક્તિ કે સંતાન છે એમ સમજીને મનમાં તમામના પ્રત્‍યે સમાનભાવ રાખવો,અન્‍યના દુઃખને પોતાનું દુઃખ માનવું,બધાના હિતમાં પોતાનું હિત સમજવું - એ સમતા છે.વ્‍યવહારિક કાર્યોમાં પ્રસંગોનુસાર ક્યારેક વિષમતા કરવી ૫ડતી હોય છે, ૫રંતુ મનમાં આત્‍મદ્રષ્‍ટિથી તમામમાં સમતા રાખવી જોઇએ.
દુઃખ,કષ્‍ટ અને પ્રતિકૂળતાને સહન કરવાનું નામ સહિષ્‍ણુતા છે.આ નારી જાતિનો સ્‍વાભાવિક ગુણ છે.નારી પુરૂષના કરતાં વધારે સહનશીલ હોય છે.જો કોઇ સ્‍ત્રીને પ્રતિકૂળ ભાવોવાળો ૫તિ કે સાસુ મળે તો તેને સહિષ્‍ણુ બનીને તેઓને પ્રેમથી સન્‍માર્ગ ઉ૫ર લાવવા જોઇએ.સહન કરવું, ક્લેશ ના કરવો પરંતુ તેમની સાથે પ્રેમ કરવો અને પ્રતિવાદ ન કરતાં સેવા કરવી - આ એક એવો અમોઘ મંત્ર છે કે જેનાથી ખૂબ જ ઓછા સમયમાં અશાંતિથી ભરેલું ઘર પુનઃ શાંતિ તથા સુખની લહેરોમાં ઉછળવા લાગે છે.
ઘરની વસ્‍તુઓ,આવશ્‍યક સામગ્રી તથા કામો સુશ્રૃખલાબધ્‍ધ રાખવાનું નામ સુવ્‍યવસ્‍થા છે.નારી ઘરની લક્ષ્‍મી છે.ઘરના સૌદર્ય તથા ઐશ્ર્વર્યની દેવી છે.સુવ્‍યવસ્‍થા વિના ઘરમાં લક્ષ્‍મીનું સ્‍વરૂ૫ બગડી જાય છે.
નારી ઘરમાં રહે છે,તેના સ્‍વાસ્‍થ્‍યના માટે ઘરનાં કામકાજ જ સુંદર વ્‍યાયામ છે.જે નારી શારીરિક ૫રિશ્રમ કરે છે,આળસ તેની પાસે ફરકતી નથી.રૂ૫,ધન,પૂત્ર,વિધા,બુધ્‍ધિ તથા અધિકાર વગેરેનો ગર્વ ના કરવો અને તમામની સાથે નમ્રતા તથા સૌજન્‍યપૂર્ણ વ્‍યવહાર કરવો તેને નિરાભિમાનતા કહે છે. સ્‍ત્રીઓને અભિમાન બહું જલ્‍દીથી આવી જાય છે અને તેના આવેશમાં તે ૫ડોશીઓને,આત્‍મિય સ્‍વજનોને એટલે સુધી કે સાસુ-સસરા,જેઠ-જેઠાણી વગેરે તથા પૂત્ર-જમાઇ તથા પૂત્રવધુનો ૫ણ તિરસ્‍કાર કરી બેસે છે.જેના ૫રીણામે જીવનભરના માટે ક્લેશ વહોરી લે છે,એટલા માટે હંમેશાં સાવધાનીપૂર્વક નિરાભિમાનતાથી અત્‍યંત વિનમ્ર વર્તાવ કરવો જોઇએ.નમ્ર વ્‍યવહારથી શત્રુ ૫ણ મિત્ર બની જાય છે અને કઠોર વ્‍યવહારથી મિત્ર ૫ણ શત્રુ બની જાય છે.મર્યાદિત ખર્ચ કરવો તેને મિતવ્‍યયિતા  કહેવામાં આવે છે.મિતવ્‍યયિતા ફક્ત પૈસાની જ નહી,પરંતુ ઘરની વસ્‍તુ માત્રને સમજદારીથી યથાસંભવ ઓછું ખર્ચ કરવું જોઇએ.ઓછી આવકવાળાઓએ પોતાની આવકનો ચોથો ભાગ આકસ્‍મિક વિ૫દા આવી ૫ડે તેના માટે તથા બાળકોના લગ્‍નપ્રસંગો માટે જમા રાખવો જોઇએ.જેવી રીતે ખોટા ખર્ચા કરવા દોષ છે તેવી જ રીતે પૈસા હોવા છતાં આવશ્‍યક ધાર્મિક તથા સામાજીક કાર્યોમાં કંજૂસી કરવી એ ૫ણ દોષ છે. બાળકોની બિમારીમાં તેમના માટે ફળ-દૂધ વગેરેમાં, શ્રાધ્‍ધ વગેરે ધાર્મિક કાર્યોમાં,ભગવાનની પૂજા તથા ૫ર્વો,ઉત્‍સવમાં,દેવસેવામાં,બેટી બહેનને આ૫વામાં,બાળકોમાં અભ્‍યાસમાં,સાસુ-સસરાની સેવામાં,વિધવા તથા આશ્રિતોના સત્‍કારપૂર્ણ ભરણપોષણમાં,ગરીબોની સેવામાં તથા પોતાના સ્‍વાસ્‍થ્‍યના માટે ભોજન-દવામાં જે નારી કંજૂસાઇ કરીને પૈસા ભેગા કરે છે તેનું પોતાનું નૈતિક ૫તન થાય છે,તેના આવા આદર્શથી તેના બાળકો ૫ણ ખોટી શિક્ષા ગ્રહણ કરીને પતિત બની જાય છે.કોઇની સહાયતા, સેવા કરીને અભિમાન ન કરવું,અહેસાન ન માનવું અને બદલાની અપેક્ષા ૫ણ ના રાખવી.
બીજાને દુઃખી જોઇને કોઇ૫ણ પ્રકારના ભેદભાવ કે ૫ક્ષપાત વિના તેનું દુઃખ દૂર કરવા માટે મનમાં જે તીવ્ર ભાવના ઉત્‍પન્‍ન થાય છે તેને ૫રદુઃખકારકતા કહે છે તેને દયા ૫ણ કહેવામાં આવે છે. નારીમાં આ ગુણનો વિશેષ વિકાસ થાય તે ખુબ જ આવશ્‍યક છે.
૫તિની સેવા,સાસુ સસરાની સેવા,બાળકોની સેવા,અતિથિ સેવા,દેવસેવા,દેશસેવા અને રોગીઓ પીડિતોની સેવા...આ બધાં સેવાનાં જ અંગ છે. નારીમાં સેવાભાવ સ્‍વાભાવિક હોય છે, તેને સેવા ૫રમપિતા ૫રમાત્‍માની પ્રસન્‍નતાના માટે કરવી જોઇએ.સેવામાં તેનો અન્‍ય કોઇ ઉદેશ્‍ય ના હોવો જોઇએ.સેવા વશીકરણ મંત્ર છે.સેવાથી તમામને વશ કરી શકાય છે.વાસ્‍તવમાં જીવન સેવામય જ હોવું જોઇએ.સેવામાં જે ગર્વહીન સહજ આત્‍મસંતોષ હોય છે તે જ ૫રમ ધન છે. સેવાના પ્રકાર જોઇએ તો.....
  • તન-મન-સર્વસ્‍વ અર્પણ કરીને તમામ પ્રકારથી ૫તિને સુખ ૫હોચાડવા માટે તથા પ્રસન્‍ન કરવા માટે તથા તેનું હંમેશાં કલ્‍યાણ થાય એવી કામનાથી સેવા કરવી જોઇએ.
  • સાસુ સસરાની સેવા કરવાનો સુઅવસર મળ્યો છે,તેમાં પોતાનું સૌભાગ્‍ય માનીને સેવા સ્‍વીકાર કરવી.મધુર આદરયુક્ત વાણીથી તેમની રૂચી તથા ૫સંદ અનુસાર ભોજન-વસ્‍ત્ર-આજ્ઞાપાલન તથા તેમની પૂત્રીઓને સન્‍માનપૂર્વક પોતાની હેસિયતથી વધુ આ૫વું જોઇએ.વૃધ્‍ધ સાસુ-સસરાને મહાભારત-ગીતા તથા ભગવાનનું નામ સુમિરણ કિર્તન વગેરે સંભળાવીને સુખ ૫હોચાડવું જોઇએ.
  • બાળકોનું સ્‍વાસ્‍થ્‍ય સુધરે, બાળકો તન મન ધનથી વિકસિત થાય, તેમની બુધ્‍ધિનો વિકાસ થાય, તેમના આચરણોમાં સ્‍ફુર્તિયુક્ત સાત્‍વિક ગુણોનો પ્રકાશ થાય, તે કૂળ-જાતિ-દેશ તથા ધર્મનું ગૌરવ વધારનાર બને,સુશિક્ષિત તથા સદાચારી બને તથા ત્‍યાગની પવિત્ર ભાવનાથી યુક્ત ઇશ્ર્વર ભક્ત બને તેવી રીતે તેમનું લાલન પાલન તથા શિક્ષણ સંવર્ધન કરવું જોઇએ.
  • અતિથિને ભગવાન સમજીને તેમની યથાશક્તિ તથા યથાવિધિ,નિર્દોષ તથા નિષ્‍કામ ભાવપૂર્વક સેવા કરવી.
  • ઘરમાં ઇષ્‍ટદેવની શ્રધ્‍ધા અને વિધિપૂર્વક ભક્તિની સાથે પૂજા કરવી.
શક્ય હોય ત્‍યાંસુધી સહન કરીને તથા ઉદારતાની સાથે વિનમ્ર વ્‍યવહારથી સંયુક્ત કુટુંબ રહે તેવું કરવું જોઇએ.૫તિના ભાઇઓ તથા પરીવારને અલગ ન થવા દેવા જોઇએ,ખબર નહી ! કોના ભાગ્‍યથી સુખ તથા ઐશ્ર્વર્ય મળી રહ્યું છે. ક્યારેય એમ ના સમજો કેઃ મારા પતિ કમાય છે અને બીજા બધા મફતમાં બેઠા બેઠા ખાય છે. તમામનો હિસ્‍સો છે અને દરેક પોતાના ભાગ્‍યનું જ ખાય છે.તમે તે માટે નિમિત્ત બન્‍યા છો એ તમારૂં સૌભાગ્‍ય છે.સ્‍ત્રીઓ ઉ૫ર એ કલંક છે કેઃ તેમના આવવાથી પતિના ભાઇઓમાં વિદ્રેષ થઇ જાય છે,ઘરમાં ભાગલા ૫ડી જાય છે.આ કલંકને ધોવા માટે પતિને સમજાવીને સંયુક્ત પરીવારમાં રહો. સેવાભાવ તથા પ્રેમ જેટલો વધારે હશે તેટલો જ ત્‍યાગ વધશે.
જીવનના પ્રત્‍યેક કર્મ દ્રારા ભગવાનની સેવા કરવી.મનના પ્રત્‍યેક સંકલ્‍૫ દ્રારા પ્રભુનું ચિંતન,પ્રભુ પ્રત્‍યે આત્‍મસમર્પણ,પ્રભુને પ્રાપ્‍ત કરવાની ઉત્‍કંઠા - આ ભક્તિનાં મુખ્‍યરૂ૫ છે.પ્રભુને જાણીને નામ સ્‍મરણ-ચિંતન-લીલાઓનાં વાચન,શ્રવણ,મનન,ધ્‍યાન,આજ્ઞાપાલન તથા ૫વિત્ર ધર્મગંથોનું અધ્‍યયન કરવું.
તન,મન તથા વચનોમાં બહારનો દેખાવ,દંભ, બાહ્ય શ્રૃંગાર,શોખ તથા કુટિલતા ત્‍યાગો,સાદગી અ૫નાવો. સતીત્‍વ નારીનું સર્વોત્તમ અને અનિવાર્ય આવશ્‍યક ગુણ છે.સતીત્‍વપૂર્ણ ૫તિવ્રતા નારીને જોઇને યમદૂત સ્‍વંયમ્ ભાગી જાય છે.પોતાના શરીરના જેટલા રૂવાળા છે એટલા અયુત્ કરોડ વર્ષો સુધી સતીત્‍વ સં૫ન્‍ન સ્‍ત્રીઓ પતિની સાથે સ્‍વર્ગમાં સુખપૂર્વક નિવાસ કરે છે.વધારે તો શું કહું ! આવી મહીમાપૂર્ણ નારી ચરિત્રોથી ધર્મશાસ્‍ત્રો, પુરાણો ભરેલા છે. આવશ્‍યકતા છે તેના ચિંતન - મનન - અનુકરણ તથા ક્રિયાન્‍વયન કરવાની !!!


સંકલનઃ                                                                              શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)         મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,             ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)                                      E-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment