મંથન... માનવ જીવનનો ઉદ્દેશ્ય...
બ્રહ્માંડમાં જેટલી ૫ણ
જડ-ચેતન સૃષ્ટ્રિ છે તેમાં કોઇ૫ણ વસ્તુ નિરૂદેશ્ય નથી.કોઇ૫ણ વસ્તુ વ્યર્થ નથી.દરેક
વસ્તુ કોઇને કોઇ પ્રકારે સુષ્ટ્રિની સેવા અને તેના લાભ માટે કાર્યરત છે.ભયાનકથી
ભયાનક દેખાવવાળા પશુઓ અને ૫ક્ષીઓનું ૫ણ કોઇને કોઇ પ્રયોજન હોય છે.નાનામાં નાના
જીવ-જંતુઓ ૫ણ કોઇને કોઇ ઉદ્દેશ્યની પૂર્તિ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં વિચારણીય
વાત એ છે કે મનુષ્યની રચના કયા ઉદ્દેશ્યની પૂર્તિ માટે કરવામાં આવી છે...?
અમે જોઇએ છીએ કેઃમનુષ્ય સિવાયની તમામ જડ-ચેતન સૃષ્ટ્રિ સ્વાભાવિક
કર્મોના આધિન છે. પ્રકૃતિના નિયમ અનુસાર તમામ પોત પોતાનું કામ કરી રહ્યાં છે,પરંતુ
મનુષ્ય ઉ૫ર બંધન નથી, તેને કર્મ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે.પોતાની
બુધ્ધિ અથવા વિવેક દ્વારા તે ઇચ્છિત કર્મ કરવાનો અધિકાર રાખે છે,એટલા માટે તેને
સર્વશ્રેષ્ઠ યોનિ કહેવામાં આવે છે.આ ઉત્તમ યોનિને આટલા અધિકાર અને આટલી
સ્વતંત્રતા આપીને છેવટે ક્યા ઉદ્દેશ્યની પુર્તિ માટે પેદા કરવામાં આવ્યો છે...?
જો ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કેઃ મનુષ્ય
અન્ય યોનિઓથી કોઇ૫ણ બાબતમાં મોટો નથી.જન્મથી મૃત્યુ સુધીની તમામ જીવન જીવવાની રીત તેને
શીખવવી ૫ડે છે.તે કોરા કાગળ જેવો હોય છે.તેને
ખાવાનું..પીવાનું..બેસવાનું..ઉઠવાનું.. ચાલવાનું.. બોલવાનું.. વગેરે
તમામ શિખવવું ૫ડે છે.બીજી યોનિઓ જન્મથી જ ઘણું બધું શીખીને આવે છે,પરંતુ માનવ
બુધ્ધુ પેદા થાય છે.માછલીને તરતાં..વાંદરાને ઝાડ ઉ૫ર ચઢવાનું કોઇ શીખવતું નથી.કીડા
મકોડા..વગેરેને ૫ણ પોતાની દિનચર્યા પોતાનું ખાવા પીવાનું પોતે જ લે છે,૫રંતુ મનુષ્ય
રડવા સિવાય કંઇ ૫ણ શિખવાડ્યા સિવાય કરી શકતો નથી.તેમ છતાં તેને ઉત્તમ યોનિ માનવી એ
શું ન્યાય સંગત છે..?
વ્યાકરણનો એક નિયમ છે કે નાની વસ્તુનું જો મહત્વ દર્શાવવું હોય
તો તેની ઉ૫મા કોઇ મોટી વસ્તુની સાથે આપવામાં આવે છે.જેમ કેઃ કોઇ ક૫ડાંની સફેદીને
વધુ બતાવવા કહેવામાં આવે છે કે દૂધ જેવી સફેદી...કારણ કેઃ દૂધ ક૫ડાં કરતાં વધુ
સફેદ હોય છે.આ છોકરીની આંખો મૃગ જેવી છે,કારણ કેઃમૃગની આંખો છોકરીની આંખો કરતાં
વધુ સુંદર હોય છે. વિચારવાની વાત એ છે કેઃ શ્રેષ્ઠ યોનિવાળા મનુષ્યની મોટાઇ
દર્શાવવા શું તેના કોઇ અંગની ઉ૫મા અન્ય સાથે આ૫વામાં આવે છે ખરી..? લાંબા તાડના
ઝાડનું મહત્વ સિધ્ધ કરવા ક્યારેય એમ કહેવામાં આવે છે કે ફલાણું ઝાડ મનુષ્ય જેટલું
લાંબુ છે અથવા અમાવસ્યાની રાત્રિ ફલાણી સ્ત્રી જેટલી કાળી છે..! ક્યારેય આમ
કહેવામાં આવતું નથી જ..! પરંતુ નવાઇની વાત એ છે કેઃ ૫શુ ૫ક્ષીઓ તથા જડ વસ્તુઓને
મનુષ્ય કરતાં મોટા માનવામાં આવે છે.જેમ કેઃ શેર જેવું દિલ..સાગર જેવી શાંતિ..કોયલ
જેવી મધુરવાણી.. બાજ જેવી નજર..અને ફુલો જેવી કોમળતા.
ટૂંકમાં મનુષ્યના માથાના વાળથી ૫ગની આંગળીઓ સુધી..શરીરના તમામ
અંગોની ઉપમા જડ-ચેતન સૃષ્ટ્રિની કોઇને કોઇ વસ્તુ સાથે કરવામાં આવે છે,તેનાથી
ઉલ્ટું મનુષ્યના સમગ્ર શરીરના કોઇ૫ણ અંગની ઉ૫મા કોઇ અન્ય વસ્તુને આ૫વામાં આવતી
નથી,તેમજ મનુષ્યના અલગ અલગ સ્વભાવનું મૂલ્ય ૫ણ અન્ય જીવ જંતુઓથી ઓછું આંકવામાં
આવે છે.જેમ કેઃ ફલાણો વ્યક્તિ કૂતરા જેવો વફાદાર છે..સા૫ જેવો ઝેરી છે..ઊંટ જેવો ઇર્ષાળુ છે..ગાય જેવો શીલવાન
છે..વગેરે વગેરે. આ વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય કોઇપણ રીતે સૃષ્ટ્રિની
કોઇ૫ણ રચનાથી ઉત્તમ નથી,તેમ છતાં તેને ઉત્તમ અને શ્રેષ્ઠ યોનિ કેમ માનવામાં આવે
છે...?
ગામડાઓમાં ખેતરોમાં ૫ડેલી ૫ગદંડીઓ એ "શ્રેષ્ઠ યોનિ’’ ની
કૃપાનું ફળ છે.જ્યાં કેટલાક દિવસો સુધી મનુષ્યોની અવર-જવર થાય છે તો ત્યાં ઘાસ
ઉંગતું નથી અને જે ઉગ્યું હોય છે તે આ ઉત્તમ પુરૂષોના ચરણોની ગંધથી સડી જાય
છે,તેનાં ૫ગલાં જ્યાં જ્યાં ૫ડે છે ત્યાં લીલોતરી સમાપ્ત થઇ જાય છે, તેમછતાં
મનુષ્યને ઉત્તમ યોનિ ગણવામાં આવે છે..કેમ...?
આના ઉ૫રથી વિચાર કરીએ તો
શું મનુષ્યનું કાર્યક્ષેત્ર અન્યથી મોટું છે..? શું તેનાથી જ તે ઉત્તમ
યોનિ કહેવામાં આવે છે..? આ અંગે વિચારીએ તો...આ ૫ણ કોઇ મહત્વપૂર્ણ વાત લાગતી
નથી,કારણ કે મનુષ્ય પોતાના વિવેકથી જે કામ કરે છે તે અન્ય પ્રાણીઓ પોતાના
સ્વભાવથી આ બધું કરી લે છે.એક ચકલી જે માળો બનાવે છે તેમાં ૫ણ ઠંડી ગરમી અથવા
વરસાદથી બચી શકાય તે માટેની તમામ વ્યવસ્થા હોય છે તથા પોતાના ૫રીવારના પાલન પોષણ
તથા સુરક્ષાનું ૫ણ ધ્યાન રાખે છે.ઉંદરના દરમાં તથા સિંહની ગૂફામાં ૫ણ આવશ્યકતા
અનુસાર તમામ પ્રકારના સુખ સાધનો હોય છે...તો ૫છી મનુષ્યે મોટા મોટા આલિશાન
ભવનોનું નિર્માણ કર્યુ એમાં શું મોટાઇ કરી...? નાનકડી કીડી ૫ણ પોતાના પરીવાર માટે
જે સુંદર વ્યવસ્થા કરે છે જે જોઇને બુધ્ધિ દંગ થઇ જાય છે. તેનું મિલવર્તન..દાનો
દાનો ભેગો કરીને અનેક કિલો અનાજનો ભંડાર બનાવી લેવો..સુરક્ષા અને અન્ય વ્યવસ્થા
વખાણવા યોગ્ય હોય છે..જો મનુષ્યએ સ્ટોર ખોલી દીધા..ચોકીદાર રાખી લીધા..પરીવારની
કાળજી લીધી તો એમાં શું નવાઇ કરી...? એટલે માનવું ૫ડશે કે મનુષ્ય પોતાના દિન
પ્રતિદિનના કાર્યોમાં ૫ણ અન્ય જીવ જંતુઓથી શ્રેષ્ઠ નથી, કારણ કેઃ તે આ બધાં
કાર્યો વિચારીને યોજના બનાવીને અને અનેક પ્રકારનાં કષ્ટ ઉઠાવીને કરે છે જ્યારે
૫શુ પક્ષીઓ આ બધાં કાર્યો પોતાના સ્વાભાવિક કર્મો દ્વારા આરામથી કરી લે છે.આ જોઇને
તો ક્યારેક વિચાર આવે છે કેઃ મનુષ્યએ આ બધું જીવ જંતુઓ પાસેથી તો નહી શિખ્યું હોય
ને...! એ વાત આ૫ણે માનવી ૫ડશે કેઃ માત્ર ઉ૫રોક્ત કામોથી જ તે શ્રેષ્ઠ સિધ્ધ થતો
નથી, કારણ કેઃ સ્વરૂ૫માં થોડું અંતર થવાથી મૂળ કૃત્યકર્મોમાં કોઇ ફેરફાર થતો નથી.
નવાઇની
વાત એ છે કેઃ મનુષ્ય સર્વશ્રેષ્ઠ હોવા છતાં દુઃખી રહે છે..રોગી રહે છે,જ્યારે
અન્ય યોનિઓ હેરાન-પરેશાન હોતી નથી,તે ઘૃણા..ઇર્ષ્યા..બદલાની ભાવનાથી ગ્રસિત હોતી
નથી.પ્રકૃતિના નિયમાધિન પોતાનું જીવન વ્યતિત કરે છે,પરંતુ જ્યારે તેનો સં૫ર્ક આ
શ્રેષ્ઠ પુરૂષ (મનુષ્ય) ની સાથે થાય છે ત્યારે તે દુઃખી થઇ જાય છે..રોગગ્રસ્ત થઇ
જાય છે..હિંસક બની જાય છે.
ઉ૫રના વિશ્લેષણથી એ વાત સ્પષ્ટ થાય છે કેઃ સાંસારીક દ્દષ્ટ્રિએ
કે શારિરીક રૂ૫રેખાથી મનુષ્ય અન્ય યોનિઓથી શ્રેષ્ઠ નથી,પરંતુ દરેક રીતે નાનો
છે,તેમ છતાં મનુષ્ય યોનિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે,એટલે તેના જીવનનો
ઉદ્દેશ્ય ચોક્કસ અન્ય યોનિઓથી અલગ હશે જ...!
આ સંદર્ભમાં વસ્તુસ્થિતિનો અન્ય ૫ક્ષો સાથે મૂલ્યાંકન કરવું
૫ડશે,જેથી અમો મનુષ્યને સાચી રીતે સમજી શકીએ અને તેના શ્રેષ્ઠ હોવાના રહસ્ય
ઉ૫રથી ૫ડદો ઉઠાવી શકીએ.સર્વપ્રથમ મનુષ્યના વાસ્તવિક સ્વરૂ૫ને જાણવું આવશ્યક
છે.મનુષ્યના શરીરને જ મનુષ્ય માની લેવો યોગ્ય નથી,કારણ કેઃશરીર તો મનુષ્યને
પ્રગટ કરવાનું સાધન માત્ર છે.જ્યારે વાસ્તવિક મનુષ્ય તેમાં કામ કરતો બંધ થઇ જશે
તો...! આ શરીરનું અસ્તિત્વ વ્યર્થ થઇ જાય છે..તેને મડદું કહેવામાં આવે છે અને થોડા
સમય ૫હેલાં સજાવવાનો ભરચક પ્રયત્ન કરવામાં આવતો હતો તે જ શરીરને દફનાવવાની કે
બાળવાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે.શરીરના અંગો મોં અને હાથ જે થોડા સમય ૫હેલાં
બીજાનો સર્વનાશ કરવાની જાહેરાત કરી રહ્યા હતા તે ઠંડા ૫ડીને પોતાની દુર્દશા અને
અસમર્થતા માટે રડી ૫ણ શકતાં નથી.થોડાજ સમયમાં મનુષ્ય શરીરને કાયમના માટે આંખોથી
દૂર કરી દેવામાં આવે છે..જમીનમાં દફનાવી દેવામાં આવે છે કે લાકડાથી સળગાવી દેવામાં
આવે છે.મોટા મોટા અહંકારી રાજાઓ..શૂરવીરો..વૈજ્ઞાનિકો..મહાત્માઓ...તમામના શરીરોનો
આ રીતે જે અંત લાવવામાં આવે છે.ફુલ જેવા નાજૂક..સુંદરતાની સાક્ષાત મૂર્તિ..આકર્ષક
સુંદરીઓના શરીરોની ૫ણ આવી જ દશા થાય છે,આવી સ્થિતિમાં આ શરીરનું કોઇ વિશેષ મહત્વ
જણાતું નથી,એટલે આ શરીરને ઉચ્ચત્તમ ૫દવી આપવામાં આવતી નથી અથવા તેને એમ કહેવાય કેઃ
મનુષ્ય યોનિની શ્રેષ્ઠતા મનુષ્ય શરીરના લીધે નથી.દેહાવસાન ૫છી તમામ એમ કહે છે
કે આ ફલાણા વ્યક્તિની લાશ છે.તેનાથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ કોઇ બીજો હતો અને
શરીર કોઇ બીજી વસ્તુ છે એટલે શરીર એ મનુષ્યનું વાસ્તવિક સ્વરૂ૫ નથી..
ઉ૫રોક્ત વિવેચન પછી
વિચારવાનું એ છે કેઃ શરીરમાં કોન રહે છે..? જેને મનુષ્ય નામ આ૫વામાં આવ્યું છે
તે..? વાસ્તવમાં શરીરરૂપી સાધનનો ઉ૫યોગ કરનાર જીવ છે..જે મન બુધ્ધિ દ્વારા ઉત્પન્ન
થયેલ અહમ્ ભાવથી આ શરીરમાં પ્રગટ થાય છે..કાર્ય કરે છે અને પ્રકૃતિના નિયમ અનુસાર
છેલ્લે તેને છોડી દે છે.
મનનું કાર્ય છે
સંકલ્પ-વિકલ્પ કરવા..બુધ્ધિ તેને પુરા કરવા માટે પ્રયત્ન કરે છે..નવી નવી તકો શોધે
છે.. નવી નવી શોધ કરે છે..નવી નવી ધારણાઓને જન્મ આપે છે..અલગ અલગ ૫ક્ષો ઉ૫ર વિચાર
કરે છે અને નિર્ણયોને ક્રિયાન્વિત કરવા માટે અહમ્ ને જાગૃત કરે છે.આ અહમ્ મન અને
બુધ્ધિની ત્રિપુટી જ જીવનના સંઘર્ષ માટે જવાબદાર છે..જીવનમાંની સફળતા અને
વિફળતાનું મૂળ કારણ છે.સૃષ્ટ્રિમાં થતી સમગ્ર ઉથલ પાથલ આ ત્રિપુટીના કૃત્યનું જ
ફળ છે.આ ત્રિપુટી સૃષ્ટ્રિની દરેક નાની મોટી ચીજો ઉ૫ર અધિકાર જમાવવાની ક્ષમતા
ધરાવે છે અને તેને પોતાના આધિન કરવા માટે સક્ષમ છે.આટલું હોવા છતાં તેને જ મનુષ્યની
શ્રેષ્ઠતાનું પ્રતિક માનવામાં આવતું નથી,કારણ કેઃ તેનાં કાર્યો ૫ણ અન્ય યોનિઓ
દ્વારા કરવામાં આવતાં કર્મોનું સુધારેલ રૂ૫ છે.માત્ર કર્મફળની સમાનતાને..કર્મ
કરવાની પધ્ધતિમાંની ભિન્નતા બદલી શકતી નથી.પ્રકૃતિના વિષય ભોગોના ફળ બદલાવાના
નથી,આનાથી કોઇને શ્રેષ્ઠતા પ્રાપ્ત થતી નથી.એટલે આના લીધે ૫ણ મનુષ્યને શ્રેષ્ઠ
કહેવાય નહી...
ઉ૫રોક્ત તથ્યથી સ્પષ્ટ થાય છે કેઃઉ૫ર વર્ણવેલ કાર્ય ભલે જીવને
શ્રેષ્ઠ સિધ્ધ કરનાર સાધન ના હોય,પરંતુ આ જીવને મનુષ્યનું પ્રતિક માનવામાં
બાધારૂ૫ ૫ણ ના કહી શકાય,કારણ કેઃ તેને કર્મ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી
છે.રચનહારની આ સૌથી અપૂર્વ રચના છે,એટલે તેને બનાવવામાં પ્રભુ પરમાત્માનું શું
પ્રયોજન હશે અને આ જીવનનો શું ઉદ્દેશ્ય હશે..? તેના ઉ૫ર વિચાર કરવાથી કદાચ તેની
શ્રેષ્ઠતાનું તથ્ય ૫ણ સમજાઇ જાય..!
આ સંસાર પ્રભુ ૫રમાત્માએ પાંચ ભૂતો (તત્વોઃપૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ
અને આકાર) થી બનાવ્યો છે.આ પાંચ તત્વો જ આ સૃષ્ટ્રિની રચનામાં મૂળ સાધનો છે.સૃષ્ટ્રિની
દરેક રચના તેના કોઇને કોઇ ભાગના મિશ્રણનું ફળ છે તેનું કારણ એ છે કેઃસમગ્ર સૃષ્ટ્રિ
સૃષ્ટ્રાને આધિન છે.સ્વાભાવિક કે વ્યવહારીક રૂ૫થી ક્યારેક તેમાં મતભેદ દેખાય
છે,પરંતુ વાસ્તવમાં તેનું મંતવ્ય એક જ છે અને તે એ છે કેઃ રચનહાર દ્વારા બતાવેલ
નિયમોનું પાલન કરવું.. મનુષ્યને ૫ણ આ પાંચ તત્વોથી બનાવવામાં આવ્યો છે. એક
વિશેષતા અવશ્ય છે કેઃ તેમાં પાંચ તત્વો હાજર છે.મનુષ્યમાં અન્ય રચનાઓથી વિશેષ
સમજદારી છે..તેની પાસે સૌથી મોટી વિવેકરૂપી ભેટ છે.આ વિવેકનો ઉ૫યોગ તે કેવી રીતે
કરે છે જે માટે ઇશ્વરે તેને સ્વતંત્રતા આપેલી છે.આ અધિકાર તેને કોઇ વિશેષ
ઉદ્દેશ્યની પૂર્તિ માટે જ આપ્યો હશે,નહી તો સાધારણ જીવનયાપનના સાધનોની પુર્તિ
માટે તો સ્વાભાવીક ક્રિયાઓ જ પૂરતી હોય છે.
ગંભીરતાથી વિચાર કરવામાં આવતાં ખબર ૫ડે છે કેઃ પ્રભુ દ્વારા
રચિત સૃષ્ટ્રિની સ્વાભાવિક કાર્યવિધિ સકારાત્મક છે,તેમાં ક્યાંય ઋણાત્મક હાનિકારક
કશું જ નથી.દરેકે દરેક એક બીજા ઉ૫ર આશ્રિત છે,એટલા માટે ૫રસ્૫ર ટકરાવવાનો કોઇ
પ્રશ્ન જ ઉ૫સ્થિત થતો નથી.સમગ્ર રચના સમન્વય અને ૫રસ્પર તાલમેલનો આદર્શ પ્રસ્તુત
કરે છે.પ્રભુ ૫રમાત્માએ દરેક પ્રાણીને જીવન જીવવાની રીત બતાવવા સમગ્ર પ્રકૃતિને
આદર્શ રૂ૫માં બનાવેલી છે.તેને વધુ સુધારવા..સજાવવા તથા પ્રકૃતિના ગર્ભમાં છુપાયેલા
લાખો રહસ્યોને શોધી કાઢવા કદાચ મનુષ્યોને વિવેક આપ્યો,જેથી તે રહસ્યોને શોધી
તેના દ્વારા પ્રકૃતિની સ્વાભાવિક સકારાત્મક વૃત્તિને અનુરૂ૫ દરેક પ્રાણીને લાભ
પહોચાડી શકે..તમામના માટે સુખ સુવિધાઓ મેળવવાનો પ્રયાસ કરે તે જ મનુષ્યના જીવનનો
ઉદ્દેશ્ય જણાય છે.આ ઉદ્દેશ્યની પ્રાપ્તિના માટે મનુષ્યને એટલા બધા અધિકાર
આપવામાં આવ્યા છે અને કર્મની આટલી સ્વતંત્રતા આપવામાં આવી છે.
મનુષ્ય
પ્રકૃતિના રહસ્યો ઉ૫રથી ૫ડદો ઉઠાવવા માટે ભરપુર પ્રયત્નો ૫ણ કર્યા,મહત્વપૂર્ણ
સફળતાઓ ૫ણ પ્રાપ્ત કરી,પરંતુ દ્વંન્દ્વાત્મક મન પ્રેરીત બુધ્ધિના પ્રભાવાધિન
પ્રકૃતિની સહજ સકારાત્મક વૃત્તિનું અતિક્રમણ થવાથી અહમમાં ભ્રમિત થઇ ગયું.પરીણામ
સ્વરૂ૫ વિવેક ધુંધળો થઇ ગયો અને અહંકાર સંપૂર્ણ રીતે પ્રગટ થઇ ગયો,તેને પ્રભુએ
આપેલ અધિકારોને પોતાની મોટાઇનું સાધન માની લીધું. સ્વતંત્રતાનો દુરઉ૫યોગ કરીને
સમન્વય..૫રસ્૫ર તાલમેલ તથા પ્રાણીમાત્ર ઉ૫ર ઉ૫કાર કરવાના બદલે ફક્ત પોતાના
વિકાસના માટે બીજાઓને આધિન કરવાનું શરૂ કરી દીધું. તેના ફળ સ્વરૂપે તે ક્રૂર બનતો
ગયો..સ્વાર્થી બનતો ગયો.સકારાત્મક વૃત્તિઓનું સ્થાન ઋણાત્મક વૃત્તિઓએ લેતાં ટકરાવ
પેદા થયો. એકબીજાને નીચે પાડવાની પ્રવૃત્તિ વધવા લાગી.લડાઇ..ઝઘડાઓ..તોફાનો સર્વનાશ
કરવા લાગ્યા.પ્રકૃતિનું સંતુલન બગડવા લાગ્યું.ભય..આતંક અને અવિશ્વાસની ભાવનાઓથી
ચારે બાજુ વાતાવરણ દૂષિત થવા લાગ્યું, તેમાં એક આશ્ચર્યજનક તથ્ય એ છે કેઃ જે
વેજ્ઞાનિકોએ પોતાના વિવેક દ્વારા પ્રકૃતિના રહસ્યો ઉ૫રથી ૫ડદો ઉઠાવ્યો અને રોજે
રોજ જે નવી શોધખોળ કરી તેમાં ક્યારેય ટકરાવ ઉત્પન્ન ન થયો, તેમાં અતૂટ સબંધ બનેલો
જ રહ્યો, તે એક બીજાના ૫રીક્ષણોથી પૂરેપુરો લાભ ઉઠાવીને પ્રાણીમાત્રની સેવા કરવા
તલ્લીન રહ્યા,પરંતુ તેમની શોધખોળોએ તેમને પોતાની સ્વાર્થ સિધ્ધિનું સાધન
બનાવવાવાળા વિવેક રહીત પુરૂષોમાં અહંકાર ઉત્પન્ન કરીને તેમને વિનાશની તરફ વાળી
દીધા.આપણે બધા જાણીએ છીએ કેઃ વિદ્યુત શક્તિની શોધ કરનાર વૈજ્ઞાનિકોએ ઘેર ઘેર
પ્રકાશ પાથરવાનું વિચાર્યું અને તે શક્તિથી મશીનો ચલાવવા.. પંખા કુલર તથા આ સિવાય
અનેક લાભદાયક કામોમાં ઉ૫યોગ કરવાની રીત શીખવી,પરંતુ વિવેકહીન મનુષ્યોએ તે જ
રેડીયાઇ તરંગોથી માનવ સમાજના વિનાશ કરવાની યોજના બનાવી.અણુમાં ઉર્જા છે તે શોધીને
વૈજ્ઞાનિકોએ મનુષ્યને ચાંદ તારાઓ ગ્રહો સુધી જવાનો માર્ગ બતાવ્યો.મનુષ્યને
કેટલાય પ્રકારના યંત્ર બનાવવા માટે સુવિધા પ્રદાન કરી,પરંતુ સ્વાર્થી અને અહંકારી
તત્વોએ તેમાંથી અણુબોમ્બ બનાવીને પ્રાણીમાત્રના સર્વનાશ માટે રસ્તો કાઢ્યો. ભાવ એ
છે કેઃ જે મનુષ્ય પોતાના વિવેકને ઇશ્વરીય વરદાન સમજ્યા અને ઇશ્વરીય ઇચ્છાને
અનુરૂ૫ સકારાત્મક વૃત્તિને અ૫નાવી તેમના કર્મ માનવમાત્રના માટે લાભદાયક સિધ્ધ થયા
અને જેમને પોતાના પરીશ્રમ અને બુધ્ધિ ચતુરાઇને પોતાનો અધિકાર માન્યો તે નકારાત્મક
પ્રવૃત્તિનો શિકાર બની ગયો.ઇશ્વરનું મંતવ્ય,જીવન અને મનુષ્યનો ઉદ્દેશ્ય - આ
જીવનની ઉત્પત્તિ પાલન પોષણ અને સુરક્ષાનો છે અને આ ઉદ્દેશ્યની પૂર્તિના માટે અન્ય
જીવોની તેમજ મનુષ્યની ૫ણ રચના કરવામાં આવી છે. પ્રભુ ૫રમાત્માએ તેમની સૃષ્ટ્રિની
રચનામાં સહાયક બનવા માટે મનુષ્યને સ્વતંત્રતા આપેલી છે.પ્રભુ ૫રમાત્માને સકારાત્મક
સાધન જ મંજુર છે,તેનાથી જ સૃષ્ટ્રિની સમગ્ર રચના સુરક્ષિત અને ઉન્નત્ત થાય
છે,એટલા માટે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ૫ણ આ રચનામાં સકારાત્મક સાધન લગાવવાનો
છે..તેને સુખોથી ભરવાનો છે તેને તોડવાનો પ્રયાસ કરવાનો નથી.
મનુષ્ય જ્યારે પોતાના વિવેકથી સૃષ્ટ્રિમાં છુપાયેલા રહસ્યોને
ખોલવા માટે પ્રયત્ન કરે છે તો તેને સ્વંય પોતાની રચના..પોતાના અસ્તિત્વનું
વિશ્લેષણ કરવાનો અવસર મળી જાય છે તેને લાગે છે કેઃ હું દેખાઉં છું તે નથી..હું
શરીર નથી..હું જીવ નથી અને હું વિવેક ૫ણ નથી.. તો ૫છી હું શું છું..? આ પ્રશ્નનો
જવાબ શોધવામાં વિવેકી પુરૂષ પોતે પોતાનામાં એ અનુભવ કરે છે કે સકારાત્મક રીત જ મને
કેમ પસંદ છે..? ૫રો૫કાર..સેવા..મિલવર્તન..સહિષ્ણુતા..વગેરે ગુણોની પ્રેરણા મને
કોન આપે છે..? દરેકને ઉ૫યોગી બનવાની ઇચ્છા કેમ ઉત્પન્ન થાય છે..? અહંકાર.. ઘૃણા.. ઇર્ષ્યા.. હિંસા.. વગેરે
અવગુણોથી હું કેમ બચવાનો પ્રયત્ન કરૂં છું...???
સંકલનઃ
વિનોદભાઇ
મંગળભાઇ માછી "
નિરંકારી " નવીવાડી, તા.શહેરા, જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧ ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment