આ જગતમાં એવો કયો મનુષ્ય હશે કે જે જીવનમાં સુખ ઇચ્છતો ના હોય.સુખ અને દુઃખનો માનવીઓની સાથે ઘણો ઉંડો સબંધ છે.દરેક મનુષ્ય એવું જ ઇચ્છતો હોય છે કે તેના જીવનમાં હંમેશાં સુખ જ મળતું રહે. કોઇપણ મનુષ્ય તેના જીવનમાં દુઃખ આવે તેવું ઇચ્છતો નથી.તો આપણને પ્રશ્ન થાય કે શું માનવ જીવનભર ફક્ત સુખ જ પ્રાપ્ત કરતો રહે છે?
એક મનુષ્ય જીવનની પરીભાષા સમજાવતાં કહે છે
કેઃ જીવન એ દુઃખોનો મહાસાગર
છે.અહીયાં ડગલેને ૫ગલે દુઃખ જ દુઃખ છે.બીજો મનુષ્ય જીવન વિશે કહે છે
કેઃ જીવન એ સુખ અને દુઃખનો સંગમ છે.જીવનમાં સુખ
અને દુઃખ આવતું-જતું
રહે છે.ત્રીજો મનુષ્ય જીવનને એક અનોખા અંદાજમાં જુવે છે અને કહે છે કેઃજીવનએ સુખોનો સાગર છે.જીવનમાં સુખ જ સુખ છે.મનુષ્ય
ઇચ્છે તેટલું સુખ પ્રાપ્ત કરી શકે છે. આ ત્રણેનો પોત પોતાનો અલગ દ્રષ્ટ્રિકોણ છે.
સંત
કબીરદાસજી હંમેશાં પ્રભુભક્તિમાં આનંદિત રહેતા હતા.એકવાર સંત કબીરદાસજીની પાસે એક દુઃખી વ્યક્તિ આવે છે અને પોતાના દુઃખની વાતો રડતાં રડતાં
સમજાવ્યા લાગ્યો.થોડીવાર માટે સંત કબીરદાસજી પણ ભાવુક બની જાય છે અને તેમની
આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.તે કહે છે કે...
// ચલતી ચક્કી
દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બિચમેં સાબૂત બચા ન કોઇ //
પ્રભુ પોતાના
ભક્તને દુઃખી
કેવી રીતે જોઇ શકે? કબીરજીનો પૂત્ર
કમાલ જો કે પરીપક્વ ન હતો અને તેમની સાથ
જ કામ કરતો હતો
તેને આ વાત સાંભળી અને તુરંત જ તેના મુખમાંથી નીકળ્યું કે...
//ચક્કી ચક્કી
સબ કહે કિલા કહે ના કોઇ, જો કીલા સંગ જુડ ગયા ઉસકા બાલ ન બાંકા હોય.. //
કબીરજી પોતાના પૂત્રના મુખમાંથી આ સાંભળતાં જ અચંબામાં
૫ડી ગયા.તેમને પતાની ભુલનો અહેસાસ થઇ ગયો અને પ્રભુનો ધન્યવાદ કરતાં કરતાં પોતાના
કામમાં મગ્ન થઇ ગયા.
સુખ અને
દુઃખ એ મનુષ્ય દ્વારા ઉપાર્જીત કરવામાં આવેલ
બે અવસ્થાઓનાં નામ
છે.દરેક મનુષ્યની સામે
બે વિકલ્પ
ખુલ્લા છે કે તે સુખ કે દુઃખ આ બંન્નેમાંથી કોને પસંદ કરે છે.
રવાનાઃ
Date:22/10/2011
S.N.(H) Hindi Oct.2011(9)
|
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી
નવીવાડી,તા.શહેરા,વાયાઃગોધરા,
જી.પંચમહાલ,પિનકોડઃ૩૮૯૦૦૧
E-mail: vinodmachhi@gmail.com
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫ (મોબાઇલ)
|
No comments:
Post a Comment