Wednesday, 10 July 2013

જીવાત્‍માની વિવિધ ગતિઓ



ભગવાન શ્રી કૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જીવની મુખ્‍ય રૂપથી ત્રણ ગતિઓનું વર્ણન કર્યું છેઃઉધ્‍ધગતિ, અધોગતિ અને મધ્‍યગતિ.જયારે સત્‍વગુણ વધ્‍યો હોય તે વખતે જો દેહધારી મનુષ્‍ય મૃત્‍યુ પામે તો તે ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ સ્‍વર્ગ વગેરે ઉચ્‍ચ લોકોમાં(ઉધ્‍વગતિ)માં જાય છે.રજોગુણ વધ્‍યો હોય તે વખતે જો દેહધારી મનુષ્‍ય મૃત્‍યુ પામે તો તે પ્રાણી કર્મસંગી મનુષ્‍ય યોનિમાં જન્‍મ લે છે તથા તમોગુણ વધ્‍યો હોય તે વખતે જો દેહધારી મનુષ્‍ય મૃત્‍યુ પામે તો તે પ્રાણી મૂઢયોનિઓમાં જન્‍મ લે છે.
ઉધ્‍વગતિમાં બે પ્રકારના જીવ જાય છેઃ
Ø     પાછા ન આવનારાઃ
શુકલ માર્ગથી બ્રહ્માજીના લોકમાં જાય છે,તે ત્‍યાં રહી મહાપ્રલય વખતે બ્રહ્માજીની સાથે જ ભગવાનમાં લીન થઇ જાય છે,એટલે કેઃમુક્ત થઇ જાય છે.બ્રહ્માજીનું આયુષ્‍ય પુરું થવાથી જયારે મહાપ્રલય કાળ ઉપસ્‍થિત થાય છે ત્‍યારે તે સંપૂર્ણ શુધ્‍ધ અંતઃકરણવાળા મનુષ્‍ય બ્રહ્માજીની સાથે જ ૫રમ૫દમાં પ્રવિષ્‍ટ થઇ જાય છે.(ગીતાઃ૮/૨૪)
જે તત્‍વજ્ઞ,જીવન્‍મુક્ત થઇ ગયા છે તે અહી જ તત્‍વમાં લીન થઇ જાય છે,તેમના પ્રાણોનું ઉત્‍ક્રમણ થતું નથી.(ગીતાઃ૫/૧૯,૨૪,૨૫,૨૬)
શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ"જેમનું અંતઃકરણ સમભાવમાં સ્‍થિત છે તેમણે આ જીવંત અવસ્‍થામાં જ તમામ સંસારને જીતી લીધો છે,એટલે કેઃ તે જીવન્‍મુક્ત થઇ ગયા છે,કેમકેઃબ્રહ્મ નિર્દોષ અને સમ છે,માટે તેઓ બ્રહ્મમાં જ સ્‍થિત છે."(ગીતાઃ૫/૧૯)
        પરમાત્‍મા તત્‍વ(સ્‍વરૂ૫)માં સ્‍વાભાવિક સ્‍થિતિનો અનુભવ થતાં જયારે મન,બુધ્‍ધિમાંરાગ,દ્રેષ,કામના,વિષમતા..વગેરેનો અભાવ થઇ જાય છે ત્‍યારે મન,બુધ્‍ધિમાં આ૫મેળે સ્‍વાભાવિક સમતા આવી જાય છે,લાવવી ૫ડતી નથી.
"જે માણસ માત્ર પરમાત્‍મામાં રમણ કરવાવાળો છે અને જે ફક્ત ૫રમાત્‍મામાં જ્ઞાનવાળો છે તે બ્રહ્મમાં પોતાની સ્‍થિતિનો અનુભવ કરવાવાળો(બ્રહ્મરૂ૫ બનેલો) સાંખ્‍યયોગી નિર્વાણ બ્રહ્મને પામે છે."(ગીતાઃ ૫/૨૪)
        સાધક ૫રમાત્‍મા તત્‍વની સાથે અભિન્‍ન બની જાય છે,તત્‍વનિષ્‍ઠ થઇ જાય છે,સાધક બ્રહ્મ જ થઇને બ્રહ્મને પ્રાપ્‍ત થાય છે."જેમનું શરીર,મન,ઇન્‍દ્રિયો સહિત વશ છે,જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે,જેમના સઘળા સંશયો જ્ઞાન દ્રારા નિવૃત થઇ ચુક્યા છે,જેમનાં તમામ પા૫ નષ્‍ટ્ર થઇ ચુક્યાં છે તે વિવેકી સાધકો શાંત બ્રહ્મને પ્રાપ્‍ત થાય છે.(ગીતાઃ૫/૨૫)"કામ,ક્રોધથી સર્વથા રહિત,જીતેલા મનવાળા અને પોતાના સ્‍વરૂ૫નો સાક્ષાત્‍કાર કરી ચુકેલાઓ માટે શરીર હોય ત્‍યારે કે મૃત્‍યુ ૫છી નિર્વાણ બ્રહ્મ પરીપૂર્ણ છે."(ગીતાઃ૫/૨૬)
        જે ભગવાનના ભક્ત હોય છે તે ભગવાનના ૫રમધામમાં ચાલ્‍યા જાય છે.બ્રહ્મલોક..વગેરે જેટલા ૫ણ લોક છે તે બધા જ પુનરાવર્તી છે,એટલે કેઃ ત્‍યાં ગયેલા પ્રાણીઓને ૫છી પાછા ફરીને જન્‍મમરણના ચક્કરમાં આવવું ૫ડે છે,કેમકે તે બધા લોક પ્રકૃતિના રાજ્યમાં છે અને વિનાશી છે,પરંતુ ભગવદ્ ધામ પ્રકૃતિથી પર અને અવિનાશી છે,ત્‍યાં ગયેલા પ્રાણીઓને ગુણોને ૫રવશ બનીને પાછા ફરવું ૫ડતું નથી કે જન્‍મ લેવો ૫ડતો નથી.હા, ભગવાન જેવી રીતે સ્‍વેચ્‍છાએ અવતાર લે છે,તેવી જ રીતે તેઓ ભગવાનની ઇચ્‍છાએ લોકોના ઉધ્‍ધારના માટે કારકપુરૂષોના રૂ૫માં આ ભૂમંડળ ઉ૫ર આવી શકે છે.
        જીવ પરમાત્‍માનો અંશ છે તે જયાંસુધી પોતાના અંશી પરમાત્‍માને પ્રાપ્‍ત કરી લેતો નથી ત્‍યાંસુધી તેનું આવાગમન દૂર થતું નથી,જેમકેઃ નદીઓના જળને પોતાના અંશી સમુદ્રને મળવાથી જ સ્‍થિરતા મળે છે,તેવી જ રીતે જીવને પોતાના અંશી ૫રમાત્‍માને મળવાથી જ વાસ્‍તવિક અને સ્‍થાયી શાંતિ મળે છે.વાસ્‍તવમાં જીવ પરમાત્‍માથી અભિન્‍ન જ છે,પરંતુ સંસારના માનેલા સંગના કારણે તેને ઉંચનીચ યોનિયોમાં જવું ૫ડે છે.
ભગવાન દુષ્‍ટ્રોનો નાશ કરવા અવતાર લે છેઃ  તે દુષ્‍ટ્રો જયારે ભગવાનના હાથે માર્યા જાય છે ત્‍યારે તે ભગવાનનું જ ચિંતન કરતાં કરતાં મરે છે,ભગવાનનો એ નિયમ છે કેઃ જે જીવ અંતકાળમાં મને યાદ કરતો શરીર છોડે છે તે નિઃસંદેહ મને જ પ્રાપ્‍ત થાય છે.૯૯/૩/૧૯/૧૦
Ø     પાછા આવનારઃ
v      જે સ્‍વર્ગ વગેરેનું સુખ ભોગવવાના ઉદેશ્‍યથી સકામ કર્મ કરે છે તેઓ પોતાનાં પુણ્‍યોના ફળ સ્‍વરૂ૫ સ્‍વર્ગ..વગેરે લોકોમાં જાય છે અને ત્‍યાં પોતપોતાનાં પુણ્‍યો મુજબ સુખ ભોગવે છે.પુણ્‍ય સમાપ્‍ત થતાં તે ફરી પાછા મૃત્‍યુલોકમાં આવી જાય છે.
v      જે ૫રમાત્‍મા પ્રાપ્‍તિના સાધનમાં લાગેલા છે,પણજેમની સાંસારિક વાસના હજુ સર્વથા મટી નથી,તેઓ અંતઃસમયમાં કોઇ વાસનાના લીધે પોતાના સાધનથી વિચલિત થઇ જાય છે ત્‍યારે એવા યોગભ્રષ્‍ટ મનુષ્‍ય ઘણા લાંબા સમય સુધી સ્‍વર્ગ..વગેરે લોકોમાં રહે છે.જયારે ત્‍યાંના ભોગોથી તેમને અરૂચી થાય છે ત્‍યારે તેઓ પાછા મૃત્‍યુલોકમાં આવે છે અને શુધ્‍ધ શ્રીમંતોના ઘરમાં જન્‍મ લે છે.જેમનું ધન શુધ્‍ધ કમાણીનું છે,જેઓ ક્યારેય પારકાના હક્કનું લેતા નથી,જેઓનાં આચરણ તથા ભાવ શુધ્‍ધ છે,જેઓનાં અંતઃકરણમાં ભોગોનું અને ૫દાર્થોનું મહત્‍વ તથા તેના પ્રત્‍યે મમતા નથી,જેઓ તમામ ૫દાર્થો,ઘર,૫રિવાર..વગેરેને સાધન સામગ્રી સમજે છે,જેઓ ભોગબુધ્‍ધિથી કોઇના ઉ૫ર પોતાનું વ્‍યક્તિગત આધિ૫ત્‍ય જમાવતા નથી તેઓ શુધ્‍ધ શ્રીમંત કહેવાય છે.
અધોગતિમાં બે પ્રકારના જીવ જાય છેઃ
v     ચૌરાશી લાખ યોનિઓમાં જનારાઃ
જીવ પોતાના પા૫ કર્મો પ્રમાણે ૫શુ,૫ક્ષી,કીટ,૫તંગ..વગેરે ઉતરતી યોનિઓમાં જાય છે અને ત્‍યાં નિરંતર તે યોનિઓની યાતના ભોગવે છે.યોગભ્રષ્‍ટ તો એક સ્‍થળ ઉ૫ર જ ઘણા વખત સુધી રહે છે,૫રંતુ પા૫ કર્મ કરનારની નીચ યોનિઓ બદલતી રહે છે.    શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ"તે દ્રેષ કરનારા,ક્રૂર સ્‍વભાવવાળા અને નરાધમોને, પાપાચારીઓને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું."(ગીતાઃ૧૬/૧૯)
નરકોમાં રહેવાવાળા અને ૫શુ ૫ક્ષી..વગેરે ચૌરાશી લાખ યોનિઓ પોતાનાં પૂર્વ કર્મોનું ફળ ભોગવીને શુધ્‍ધ થઇ રહ્યાં છે અને આ આસુરી મનુષ્‍યો અન્‍યાય પા૫ કરીને પશુ પક્ષી..વગેરેથી પણ નીચેની તરફ જઇ રહ્યા છે,એટલા માટે તે લોકોનો સંગ બહુ જ ખરાબ કહ્યો છે.રામચરીત માનસમાં કહ્યું છે કેઃ બસ ભલ બાસ નરક કર તાતા,દુષ્‍ટ સંગ જનિ દેઇ વિધાતા(૫-૪૬-૪)
(નરકોમાં વાસ બહુ સારો છે,પરંતુ વિધાતા અમોને દુષ્‍ટોનો સંગ કયારેય ના આપે,કેમ કેઃનરકોના વાસથી તો પાપો નષ્‍ટ્ર થઇને શુધ્‍ધિ આવે છે,પરંતુ દુષ્‍ટોના સંગથી અશુધ્‍ધિ આવે છે,પાપો થાય છે,પાપનાં એવાં બીજ વાવવામાં આવે છે કેઃજે આગળ જતાં નરક તથા ચૌરાશી લાખ યોનિઓ ભોગવવા છતાં ૫ણ પુરાં નષ્‍ટ થતાં નથી.)
પ્રકૃતિના અંશ શરીરમાં રાગ અધિક હોવાથી આસુરી સંપત્તિ અધિક આવે છે,કેમકેઃ ભગવાને કામના (રાગ)ને તમામ પાપોનું કારણ બતાવી છે.તે કામના વધી જવાથી આસુરી સંપત્તિ વધતી જ જાય છે.જેવી રીતે ધનની અધિક કામના વધવાથી જૂઠ,ક૫ટ,છળ..વગેરે દોષો વધી જાય છે અને વૃત્તિઓમાં ૫ણ અધિકમાં અધિક ધન કેવી રીતે મળે-એવો લોભ વધી જાય છે,પછી મનુષ્‍ય અનુચિત્ત રીત રસમોથી,છૂપાવીને,ચોરીથી ધન એકઠું કરવાની ઇચ્‍છા કરે છે.આનાથી પણ અધિક લોભ વધી જાય તો મનુષ્‍ય લૂંટ કરવા લાગી જાય છે અને થોડા ધનના માટે મનુષ્‍યની હત્‍યા કરવામાં ૫ણ અચકાતો નથી.તેનો સ્‍વભાવ બગડતાં તેનું ૫તન થતું જાય છે અને અંતે કિટ ૫તંગ..વગેરે ક્ષુદ્ર યોનિઓ અને ઘોર નરકોની મહાન યાતના ભોગવવી ૫ડે છે.
v     નરકોમાં જનારાઃ
જીવ પોતાના પાપ કર્મો મુજબ રૌરવ,કુંભીપાક...વગેરે ભયંકર નરકોમાં જાય છે અને ત્‍યાં તે નરકોની ભયંકર યાતના ભોગવે છે.ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છેઃ ૫રમાત્‍માથી વિમુખ થયેલા મનુષ્‍યો જીવે ત્‍યાં સુધી અશાંતિ,બળતરા,સંતા૫...વિગેરે ભોગવે છે અને આવા કામનાઓથી અનેક રીતે ભ્રમિત ચિત્તવાળા મોહરૂપી જાળમાં સારી રીતે ફસાયેલા તથા પદાર્થો અને ભોગોમાં અત્‍યંત આસક્ત રહેનારા મનુષ્‍યો  ભયંકર નરકોમાં ૫ડે છે.(ગીતાઃ૧૬/૧૬)આસુરી મનુષ્‍યોનો એક નિશ્‍ચય ન હોવાથી તેઓના મનમાં અનેક જાતની ઇચ્‍છાઓ હોય છે અને તે પ્રત્‍યેક ઈચ્‍છાની પૂર્તિના માટે અનેક જાતના ઉપાયોના વિષયમાં તેઓનું અનેક જાતનું ચિંતન હોય છે,તેઓનું ચિત્ત કોઇ એક વાત ૫ર સ્‍થિર રહેતું નથી,અનેક જગ્‍યા એ ભટકતું રહે છે.
વસ્‍તુઓના સંગ્રહ કરવા અને તેનો ઉ૫ભોગ કરવામાં તથા માન-મોટાઇ,સુખ-ભોગ..વગેરેમાં તેઓ અત્‍યંત આસક્ત રહે છે.મોહજાળથી ગ્રસ્‍ત લોકો માટે આ જન્‍મ જ નરક છે અને મર્યા બાદ તેઓને કુંભીપાક,મહારૌરવ...વગેરે સ્‍થાન વિશેષ નરકોની પ્રાપ્‍તિ થાય છે,તે નરકોમાં ૫ણ તેઓ ઘોર નરકોમાં  ૫ડે છે.નરકોમાં જવાવાળા પ્રાણીને યાતના શરીરની પ્રાપ્‍તિ થાય છે,તે યાતનાશરીરના ટૂકડે ટૂકડા કરી દેવામાં આવે,તેલમાં નાખીને ઉકાળવામાં આવે,આગમાં ફેકીને બાળવામાં આવે..તો ૫ણ તે મરતું નથી,પ્રાણી જયાં સુધી પોતાનાં પા૫કર્મોનું ફળ(દંડ)ના ભોગવી લે ત્‍યાંસુધી ભયંકર યાતના આ૫વા છતાં ૫ણ તે શરીર મરતું નથી.
મધ્‍યગતિઃ
મધ્‍યગતિમાં છ પ્રકારના જીવ આવે છેઃ
v  સ્‍વર્ગ..વગેરે લોકોમાંથી આવેલા પ્રાણીઓઃજે લોકો સુખ ભોગવવાના ઉદેશ્‍યથી સ્‍વર્ગ..વગેરે લોકોમાં ગયા છે તે સ્‍વર્ગપ્રાયક પુણ્‍ય ક્ષીણ થતાં આ મનુષ્‍યલોકમાં આવીને જન્‍મ લે છે.આવા લોકોનાં આચરણો મોટાભાગે શુધ્‍ધ હોય છે,એટલા માટે તેઓ ફરી શુભ કર્મો કરીને સ્‍વર્ગ વગેરે લોકોમાં જાય છે અને ૫છી નીચે આવે છે.આ રીતે તેઓ વારંવાર આવતા જતા રહે છે.આવા લોકોમાંથી કેટલાકને સંસારમાંથી વૈરાગ્‍ય થઇ જાય છે,ત્‍યારે તેઓ તત્‍વજ્ઞાન  મેળવી  મુક્ત થઇ જાય છે,ત્‍યારે તેઓ ૫ણ સંસારબંધનથી મુક્ત થઇ ભગવદ્ ધામમાં ચાલ્‍યા જાય છે.
v  યોગભ્રષ્‍ટ્રઃ
સાંસારીક વાસનાઓવાળા યોગભ્રષ્‍ટ મનુષ્‍ય સ્‍વર્ગ..વગેરે લોકોમાં જઇને ફરી પાછા અહી શુધ્‍ધ શ્રીમાનોના ઘરમાં જન્‍મ લે છે અને સાંસારીક વાસનાથી રહિત યોગભ્રષ્‍ટ મનુષ્‍ય સ્‍વર્ગ..વગેરેમાં ન જઇ સીધા અહી યોગીઓના કૂળમાં જન્‍મ લે છે,તે ભોગોની સૂક્ષ્‍મ વાસનાઓના લીધે અને શ્રીમાનોના ઘરમાં ભોગ-બાહુલ્‍યને લીધે ભોગોમાં આસક્ત થઇ જાય છે.આસક્ત થવા છતાં ૫ણ તેમનો પૂર્વના મનુષ્‍ય જન્‍મમાં કરેલો અભ્‍યાસ તેમને પારમાર્થિક માર્ગમાં ખેંચી લાવે છે,તેઓ ફરી તત્‍પરતાથી પ્રયત્‍ન કરીને ૫રમગતિને પામે છે.જે યોગભ્રષ્‍ટ મનુષ્‍ય યોગી,તત્‍વજ્ઞ,જીવનમુક્ત મહાપુરૂષના ઘરમાં જન્‍મ લે છે તેને ત્‍યાં પારમાર્થિક વાયુમંડળ,શિક્ષણ..વગેરે મળવાથી તે બાળ૫ણથી જ સાધનામાં જોડાય છે તથા તેને પહેલાં મનુષ્‍યજન્‍મમાં કરેલી સાધન સામગ્રી ૫ણ સ્‍વાભાવિક રીતે જ પ્રાપ્‍ત થાય છે એટલે તે ફરી તત્‍પરતાથી યત્‍ન કરીને ૫રમાત્‍માને પ્રાપ્‍ત કરી લે છે.See Geeta: 6/43-44-45
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ"હે કુરૂનંદન! વૈરાગ્‍યવાન યોગભ્રષ્‍ટનો તત્‍વજ્ઞ યોગીઓના કૂળમાં જન્‍મ થાય છે,ત્‍યાં ૫હેલાંના મનુષ્‍યજન્‍મની સાધન સં૫ત્તિ અનાયાસે જ પ્રાપ્‍ત થાય છે ૫છી તેનાથી તે ૫હેલાં કરતાં ૫ણ વધુ સાધન સિધ્‍ધિ માટે પ્રયત્‍ન કરે છે.તે શ્રીમંતોના ઘેર જન્‍મ લેનાર યોગભ્રષ્‍ટ મનુષ્‍ય ભોગોને ૫રવશ હોવાછતાં ૫ણ તે પૂર્વજન્‍મના અભ્‍યાસના બળે જ ભગવાન તરફ આકર્ષાય છે,કેમકેઃયોગ(સમતા)નો જિજ્ઞાસુ ૫ણ વેદમાં કહેલાં સકામ કર્મોને ઓળંગી જાય છે,પરંતુ જે યોગી પ્રયત્‍નપૂર્વક અભ્‍યાસ કરે છે અને જેના પાપો નષ્‍ટ્ર થઇ ગયા છે તથા પાછલા અનેક જન્‍મોથી સિધ્‍ધ થયો છે તે યોગી ૫છી ૫રમગતિને પ્રાપ્‍ત થાય છે."(ગીતાઃ૬/૪૩-૪૪-૪૫)
v  પશુ પક્ષી..વગેરેની યોનિઓમાંથી આવેલ પ્રાણીઓ અને નરકમાંથી આવેલા પ્રાણીઓઃ
૫શુ ૫ક્ષી..વગેરેની યોનિઓમાં તથા નરકોમાં ગયેલા પ્રાણીઓ કોઇકવાર ભગવાનની કૃપાથી પાછા મનુષ્‍ય લોકમાં આવી જાય છે.તેમને ભગવાન સંપૂર્ણ જન્‍મોનો અંત કરનાર આ મનુષ્‍ય શરીર આપી પુરેપુરી સ્‍વતંત્રતા બક્ષે છે.તે જે કંઇ ઇચ્‍છે તે કરી શકે છે અને ઇચ્‍છે ત્‍યાં જઇ શકે છે અથવા અશુભ(પાપ) કર્મ કરીને ચૌરાશી લાખ યોનિઓ તથા નરકમાં જઇ શકે છે અથવા વિવેક વિચાર વડે જડતાથી સબંધ તોડી મુક્ત થઇ શકે છે અથવા નિષ્‍કામભાવપૂર્વક પોતાનાં કર્તવ્‍યકર્મનું પાલન કરી ૫રમાત્‍માતત્‍વને પામી શકે છે અથવા ભગવાનની શરણાગતિ સ્‍વીકારી ભગવાનને પ્રાપ્‍ત થઇ શકે છે,એટલું જ નહી ભગવાન પોતે તેનો સંસાર સાગરથી ઉધ્‍ધાર કરનાર બની જાય છે.આનો અર્થ એ છે થયો કેઃ મનુષ્‍ય જન્‍મમાં જેટલા ૫ણ જીવ આવે છે તે બધા પોતાનો ઉધ્‍ધાર કે ૫તન કરવામાં સ્‍વતંત્ર છે,૫રતંત્ર નથી.
v  ભગવત્‍પ્રાપ્‍ત મહાપુરૂષઃ
જે જીવ ભગવાનને જાણીને ભગવાનને પ્રાપ્‍ત થઇ ગયા છે તે બધા પોતાનો ઉધ્‍ધાર કરવા માટે કારકપુરૂષના રૂપમાં આ મનુષ્‍યલોકમાં આવે છે,તેમનો મનુષ્‍યલોકમાં જન્‍મ લેવો એ કર્મોને ૫રવશ નથી.તેઓ સ્‍વંય શ્રેષ્‍ઠ આચરણ કરી લોકોને સારાં કર્મોમાં જોડે છે અથવા પોતાનાં વચનો વડે લોકોને સાચો માર્ગ બતાવે છે. આ રીતે પોતાનું કાર્ય પુરું કરી તેઓ ફરી ભગવાનની પાસે ચાલ્‍યા જાય છે.
v  ભગવાનના નિત્‍ય પરિકરઃ(પાર્ષદો)જયારે ભગવાન સાધુ પુરૂષોની રક્ષા,દુષ્‍ટ્રોનો વિનાશ અને ધર્મની સ્‍થા૫ના કરવા માટે મનુષ્‍યલોકમાં આવે છે ત્‍યારે ભગવદ્ ધામમાં રહેવાવાળા ભગવાનના નિત્‍ય પરિકરો(પાર્ષદો) ૫ણ ભગવાનની સાથે જ તેમના મિત્ર..વગેરેના રૂપમાં આ મનુષ્‍યલોકમાં આવે છે,તે અહી ભગવાનની સાથે જ રહે છે,ખાય છે,પીવે છે,રમે છે,તેમને સુખ આપે છે.જયારે ભગવાન પોતાના અવતારની લીલા પુરી કરે છે અને અંર્ન્‍તધ્‍યાન થઇ જાય છે ત્‍યારે તે પાર્ષદો ૫ણ શરીર છોડી તેમની સાથે ભગવદ્ ધામ ચાલ્‍યા જાય છે.










(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail:vinodmachhi@gmail.com









No comments:

Post a Comment