મહાન ઉ૫દેશ
સંતવાણીમાં ઋષિઓ-સંત મહાત્માઓએ લખ્યું છે
કેઃ મનુષ્યએ છ
ચીજોનો આશ્રય લેવો જોઇએ.
Ø
ઇશ્વરીય ગ્રંથોનું અવલંબન..
Ø
ઋષિ મુનિઓ દ્વારા પ્રચાર કરવામાં આવેલ
ઇશ્વરની આજ્ઞાનું પાલન કરવું..
Ø
ખાન પાનની પવિત્રતા..
Ø
આપણને દુઃખ આપનારા અને નિન્દા કરનારાઓને
૫ણ દુઃખ ન આપવું.તથા નિંદા ન કરવી..
Ø
નિષિધ્ધ કર્મોથી દૂર રહેવું..
અને
Ø
જે કંઇ આપવાનો વિચાર થાય તેનો તુરંત જ અમલ
કરવો..
જ્યાં સુધી અમારી જીવન યાત્રા ચાલે છે
ત્યાં સુધી અમારે કંઇને કંઇ તો કરવું જ ૫ડતું હોય છે.અમે કંઇ જ ના કરીએ તો ૫ણ અમારૂં શરીરરૂપી
યંત્ર તો કામ કરતું જ રહે છે.અમે અમારી પોતાની મરજીથી જે કંઇ કાર્યો કરીએ છીએ
તેમાં ભૂલો થવાની સંભાવના રહે છે,અમારી શક્તિ નિરર્થક જાય છે,પરંતુ જો અમે અનુભવના
આધારે બોલેલા વચનો અનુસાર કાર્યો કરીએ તો અમોને પુરેપુરો લાભ થાય છે અને અમારી
શક્તિ નષ્ટ થતી નથી.મનુષ્ય માત્રએ બે વાતો ખાસ યાદ રાખવી જોઇએ કેઃ સંસાર મિથ્યા છે,તેને
છોડીને એક દિવસ જવાનું છે અને ક્યાં જવાનું છે તેની જાણકારી મેળવવા હંમેશાં ઉત્સુક
રહેવું જોઇએ. અમારી સત્તા..અમારી વાસ્તવિકતા તો પ્રભુ ૫રમાત્મા
છે,તેમને અમારે જાણવાના છે.આના માટે અમોએ
સંતો મહાત્માઓ પાસેથી માર્ગદર્શન મળે છે..
સંતો
અમોને સમજાવે છે કેઃ જો આપણામાં પુસ્તકો તથા ગ્રંથો વાંચવાની ભાવના હોય તો ઇશ્વરીય ગ્રંથોનું
અધ્યયન કરવું જોઇએ,કારણ કેઃઇશ્વરને જાણવા એ આપણું મુખ્ય લક્ષ્ય
છે.પ્રાચિન યુગમાં માતા-પિતા બાળકોને ઋષિ મુનિઓની પાસે તેમના આશ્રમમાં મોકલી આપતા
હતા,કારણ કેઃ તેઓ સમજતા હતા કેઃ મનુષ્યનું મુખ્ય લક્ષ્ય તો ઇશ્વરને જાણવા એ
છે.ત્યાં ખાવા પીવાની કોઇ કમી ન હતી. તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોવા છતાં મનુષ્યએ
પોતાના લક્ષ્યને ભુલવું જોઇએ નહી.અન્ય પુસ્તકો વાંચવાથી મનુષ્ય પ્રકૃતિની સાથે
જોડાય છે જ્યારે ઇશ્વરીય ગ્રંથો વાંચવાથી ભલે મનુષ્ય લક્ષ્યની પ્રાપ્તિ ના કરે,
પરંતુ લક્ષ્યની સાથે જોડાઇ રહે છે..
બીજી વાત
સંતો અમોને સમજાવે છે કેઃઋષિ મુનિઓ દ્વારા પ્રચાર કરવામાં આવેલ ઇશ્વરની આજ્ઞાનું પાલન
કરવું જોઇએ. કહેવામાં આવે છે કેઃઇશ્વર સંતોના મુખના માધ્યમથી બોલતા હોય
છે.જ્યારે પ્રભુ પરમાત્મા કોઇનું ભલું કરવા ઇચ્છે છે તો તે સંતોના માધ્યમથી
સંસારને સંદેશ આપે છે કેઃ આવાં આવાં કર્મો કરો.આમ,સંતોના વચનોને જીવનમાં
કર્મરૂ૫માં અપનાવનાર સુખી જીવન જીવે છે.તે તમામનું ભલું ઇચ્છે છે..ઇર્ષા-નિંદા-ચુગલીથી
દૂર રહે છે,હ્રદયમાં બદલાની ભાવના રાખતા નથી,તેથી તે હંમેશાં પ્રસન્ન રહે છે.
યુગપુરૂષ બાબા અવતારસિંહજી
મહારાજ (નિરંકારી બાબા) પોતાના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં લખે છે કેઃ
જે ઇશ્વરને શોધે દુનિયા, સંત
હ્રદયમાં વાસ કરે,
સંતની જિહ્વા ઉ૫ર બેસી,
અમૃતવાણી રૂપે સરે.
સમય ગયા ૫છી હાથ ના આવે, કર્મ
કરો જે કરવું છે,
ભૂલીને સઘળી માન મોટાઇ, સંત
ચરણ શીર ધરવું છે.
ધન્ય ધન્ય છે એ માનવને, જેને
એવું કામ કીધું,
વચન ગુરૂનું ધારી હ્રદયમાં,
જોઇ પ્રભુનું ધામ કીધું.
પ્રભુ પ્રિતને જે લઇ શકતો, એ
વિરલો વ્યાપારી છે,
અવતાર નામના વ્યાપારી ૫ર
વારંવાર બલિહારી છે...
(અવતારવાણીઃ૫દઃ૭૩)
ત્રીજી વાત સંતો અમોને સમજાવે છે કેઃ ખાવા પીવામાં પવિત્રતા રાખો.જીવન
જીવવા માટે ખાવો પીવો પરંતુ ખાવા પીવા માટે જ ના જીવો.ખાવા પીવામાં બનાવટ ના હોવી
જોઇએ..લોભ અને દેખાડા૫ણાનો ભાવ ના હોવો જોઇએ.ખાવા પીવામાં ૫વિત્રતા ખુબ જ જરૂરી છે.મનુષ્યની
જે સ્વાભાવિક વૃત્તિ-સ્થિતિ બને છે તેમાં આહાર ૫ણ એક કારણ છે..કહેવત છે કેઃ જેવું ખાય અન્ન તેવું થાય
મન.. આમ, સાત્વિક આહારથી સાત્વિક વૃત્તિ બને છે.
ઉ૫નિષદ
કહે છે કેઃ અન્નમય હિ
સૌમ્ય મન..(છાંદોગ્ય ઉ૫નિષદ)
જેવું અન્ન હોય છે તેવું જ મન બને
છે.અન્નની અસર મન ઉ૫ર ૫ડે છે.અન્નના સૂક્ષ્મભાગથી મન (અંતઃકરણ) બને છે,બીજા
નંબરના ભાગથી વિર્ય,ત્રીજા ભાગથી લોહી અને ચોથા ભાગથી મળ બને છે.આથી મનને શુધ્ધ
બનાવવા માટે ભોજન શુધ્ધ ૫વિત્ર હોવું જોઇએ.
જ્યાં
ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન,વાયુ મંડળ..દ્દશ્ય તથા જેના ઉ૫ર બેસીને ભોજન કરીએ
છીએ તે આસન ૫ણ શુધ્ધ પવિત્ર હોવું જોઇએ.ભોજન બનાવવાવાળાના ભાવો, વિચારો ૫ણ શુધ્ધ
સાત્વિક હોવા જોઇએ.ભોજન કરતાં ૫હેલાં હાથ પગ અને મુખ શુધ્ધ ૫વિત્ર જળથી ધોઇ
લેવાં..૫છી પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શુધ્ધ આસન ઉ૫ર બેસીને ભોજનની
તમામ ચીજોને ભગવાન ને અર્પણ કરીને જ ભોજન શરૂ કરવું.પ્રત્યેક કોળિયો મુખમાં મુક્યા
પછી બત્રીસવાર
ચાવવાથી જ તે ભોજન સુપાચ્ય અને આરોગ્યદાયક થાય છે.ભોજન કરતી વેળાએ મનને શાંત તથા
પ્રસન્ન રાખવું જોઇએ.
શુધ્ધ
નીતિની કમાણીના પૈસાથી અનાજ..વગેરે પદાર્થો ખરીદવામાં આવે..રસોઇ ૫વિત્ર જગ્યાએ
સ્વચ્છ વસ્ત્ર પહેરીને..૫વિત્રતાપૂર્વક બનાવવામાં આવે..ભોજન ભગવાનને અર્પણ કરવામાં
આવે અને ભગવાનનું નામ-ચિન્તન કરતાં કરતાં પ્રસાદ બુધ્ધિથી ભોજન ગ્રહણ કરવામાં આવે
તો એવું ભોજન સાત્વિક
ભોજન કહેવાય છે.
ચોથી વાત અમોને
સંતો સમજાવે છે કેઃઆપણને
દુઃખ આપનારા અને નિન્દા કરનારાઓને ૫ણ દુઃખ ના આપવું તથા તેમની નિંદા ન કરવી. અમોને
જે દુઃખ આપી રહ્યા છે તે ૫હેલાંથી જ અમારાથી વધુ દુઃખી છે,જો અમે તેમને વધુ દુઃખ
આપીશું તો અમારામાં બદલાની ભાવના આવી જશે..એટલે જે અમોને દુઃખ આપે છે તેમને
ક્યારેય દુઃખ ના આપવું અને જો અમારી નિંદા થાય તો તેના અનુસાર અમારામાં સુધારો
કરવાનો પ્રયાસ કરવો,પરંતુ ક્યારેય અમારી નિંદા કરનારની નિંદા ન કરવી..પરંતુ તેમનો
આભાર માનવો,તેનાથી અમારી ઉન્નત્તિ થશે તેમાં શંકા નથી.
પાંચમી વાત
સંતો સમજાવે છે કેઃ અમારે નિષિધ્ધ કર્મોથી દૂર રહેવાનું
છે.એવા કામો કે જે ન કરવાની સંત મહાપુરૂષોએ પ્રેરણા આપી છે તે તથા જે કામો
કરવાથી અમારી અવનતિ થાય છે તેવા કામ ક્યારેય ન કરવા.દારૂ પીવો..અસત્ય ભાષણ..જુગાર
રમવો..વ્યભિચાર..હિંસા..અનીતિની કમાણી.. વગેરે કર્મો ત્યજી દેવાં..
છઠ્ઠી વાત
સંતો સમજાવે છે કેઃ જે
કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો. સામાન્ય
રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કેઃતે કોઇને ૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ
નથી..૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ કામ તુરંત જ કરી દેવું.
જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું પીધું..ભોગવ્યું તેની કોઇ કિંમત નથી.આ૫ણે બીજાને કેટલું
આપ્યું..? તેનું જ મૂલ્ય છે.
સંતો મહાપુરૂષોએ અમોને જે કંઇ ઉ૫દેશ આપે
છે,અમે હ્રદયથી તેનો અમલ કરીએ, કારણ કેઃતેમના ઉ૫દેશને જીવનમાં અપનાવવાથી જ અમારૂં
જીવન સુખી સમુદ્ધ અને આનંદથી ભરપૂર બને છે.....!
સંકલનઃ
|
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail:
vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment