બિલિપત્રના
વૃક્ષને કેમ શુભ માનવામાં આવે છે?
એકવાર માતા પાર્વતીજીના પરસેવાના બૂંદ મંદરાચલ પર્વત ઉપર
પડે છે અને તેમાંથી બિલિના વૃક્ષ ઉગી નીકળે છે.માતા પાર્વતીના પરસેવાથી બિલિના
વૃક્ષનો ઉદભવ થયો છે,તેમાં માતા
પાર્વતીના તમામ રૂપોનો વાસ છે.બિલિના વૃક્ષના મૂળમાં ગિરિજાના રૂપમાં,તેના થડમાં માહેશ્વરીના સ્વરૂપમાં અને શાખાઓમાં દક્ષિણાયની તથા પાનોમાં
પાર્વતીના રૂપમાં રહે છે.ફળોમાં કાત્યાયની સ્વરૂપ તથા ફુલોમાં ગૌરી સ્વરૂપે નિવાસ
કરે છે.આ તમામ રૂપો સિવાય ર્માં લક્ષ્મીનું રૂપ તમામ વૃક્ષમાં નિવાસ કરે છે.
બિલિપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ હોવાના કારણે
તેને ભગવાન શિવ ઉપર ચઢાવવામાં આવે છે. ભગવાન શિવ ઉપર બિલિપત્ર ચઢાવવાથી તે પ્રસન્ન
થાય છે અને ભક્તોની મનોકામના પુરી કરે છે.જે વ્યક્તિ કોઇપણ તિર્થસ્થાન ઉપર જઇ શકતા
નથી તે જો શ્રાવણ માસમાં બિલિના વૃક્ષના મૂળના ભાગમાં પૂજા કરીને તેને જળ અર્પણ
કરે તો તમામ તીર્થોના દર્શનનું પુણ્ય મળે છે.
બિલિના વૃક્ષની આસપાસ સાપ આવતા નથી.જો કોઇની
સ્મશાનયાત્રા બિલિના વૃક્ષની છાયા નીચેથી પસાર થાય તો તેનો મોક્ષ થાય છે.વાયુમંડળમાં
વ્યાપ્ત અશુદ્ધિઓને શોષવાની ક્ષમતા સૌથી વધુ બિલિના વૃક્ષમાં હોય છે.બિલિના
વૃક્ષને કાપવાથી વંશનો નાશ થાય છે અને બિલિના વૃક્ષ રોપવાથી વંશની વૃદ્ધિ થાય
છે.સવાર-સાંજ બિલિના વૃક્ષના દર્શનમાત્રથી પાપોનો નાશ થાય છે.બિલિના વૃક્ષને પાણી
સિંચવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.બિલિના વૃક્ષ અને સફેદ આકડાને જોડે રોપવાથી અટૂટ
લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment