શિવલિંગ ઉપર
ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે?
ભગવાન શિવનું નામ,ભસ્મ અને રૂદ્રાક્ષ ત્રણે ત્રિવેણી સમાન પરમ પુણ્યવાળાં
માનવામાં આવે છે. ભગવાન શિવના પૂજનમાં ભસ્મ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.બાર
જ્યોતિર્લિંગમાંથી ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ સવારે ભસ્મ આરતી
કરવામાં આવે છે,આ પ્રાચિન પરંપરા છે.આવો શિવ પુરાણ અનુસાર
શિવલિંગ ઉપર ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે તે જોઇએ..
શિવજીનું રૂપ નિરાળુ-અદભૂત અને અવિનાશી છે.ભગવાન શિવ
જેટલા છે એટલા જ રહસ્યમયી છે. ભોળાનાથનું રહન-સહન,આવાસ,ગણ વગેરે તમામ
દેવતાઓથી એકદમ અલગ છે.શાસ્ત્રોમાં દેવી-દેવતાઓને સુંદર વસ્ત્ર અને આભૂષણથી
સજાવવામાં આવે છે.શિવજી હંમેશાં મૃગચર્મ ધારણ કરે છે અને શરીર ઉપર ભસ્મ લગાવે છે.
શિવજીનું પ્રમુખ વસ્ત્ર ભસ્મ છે કારણ કે તેમનું સમગ્ર
શરીર ભસ્મથી ઢંકાયેલું રહે છે.શિવપુરાણ અનુસાર ભસ્મ સૃષ્ટિનો સાર છે.એક દિવસ સમગ્ર
સૃષ્ટિ રાખના રૂપમાં પરિવર્તિત થાય છે.સત્યુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ પછી આ
સૃષ્ટિનો વિનાશ થાય છે અને બ્રહ્માજી દ્વારા પુનઃસૃષ્ટિની રચના કરવામાં આવે છે.આ
ક્રિયા અનવરત ચાલતી રહે છે.આ સૃષ્ટિનો સાર ભસ્મ છે જે શિવજી હંમેશાં ધારણ કરે છે.
આનો અર્થ એ છે કે એક દિવસ આ સંપૂર્ણ સૃષ્ટિ શિવજીમાં વિલીન થઇ જાય છે.
શિવપુરાણ અનુસાર કપિલા ગાયના ગોબર,શમી પિપળો પલાશ વડ અમલતાસ અને બોરડીના
વૃક્ષના લાકડાંને સળગાવવામાં આવે છે અને તે સમયે ઉચિત મંત્રોચ્ચાર કરીને જે ભસ્મ
પ્રાપ્ત થાય છે તેને કપડાથી ગાળીને તૈયાર કરવામાં આવેલ ભસ્મ શિવજીને અર્પણ કરવામાં
આવે છે.આ ભસ્મ જે મનુષ્ય ધારણ કરે છે તેને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે,સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે એટલે શિવજીને અર્પિત કરેલ ભસ્મનું તિલક
કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે તથા
ત્વચા સબંધી રોગોમાં દવાનું કામ કરે છે.
ભસ્મ ધારણ કરનાર શિવ સંદેશ આપે છે કે પરિસ્થિતિ અનુસાર
પોતાને ઢાળવા જોઇએ,જ્યાં જેવી
હાલાત હોય તે પ્રમાણે પોતાને તેને અનુરૂપ બનાવી લેવું જોઇએ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment