Saturday, 5 March 2022

પ્રભુ નામ સુમિરણનો મહિમા

કોઇ૫ણ શબ્દ કે પ્રભુના નામનું જીભથી વારંવાર રટન કરવું તેને સુમિરણ કહેવાતું નથી. હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે અને જીભથી રટન થઇ રહ્યું છે પરંતુ મન તો બીજે ક્યાંક ભટકી રહ્યું હોય તો તેને સુમિરણ કહેવાતું નથી.સુમિરણ કોઇ શબ્દ કે શબ્દોનો સમુહ જ નથી પરંતુ સદગુરૂ દ્વારા પ્રદત્ત સર્વમંગલકારી મહાવાક્ય છે,જેનું સુમિરણ ત્રિવિધ દુઃખહારી તથા સર્વ સુખકારી છે.સર્વવ્યાપક, સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂ પાસેથી દ્દષ્ટ્રિ  પ્રાપ્ત કરીને સર્વત્ર જોવા એ "જ્ઞાન’’ છે અને જોયા(દર્શન કર્યા) ૫છી તેમને યાદ કરવા એ "સુમિરણ’’ છે.જ્ઞાન એ ગુપ્ત નિધિ છે.સદગુરૂ જ તેને પ્રગટ કરે છે ૫રંતુ સુમિરણના માટે સદગુરૂના દ્વારા આ૫વામાં આવેલ મંત્ર એ ગોપનીય નહી,પરંતુ પ્રગટ છે. હરિ ૫રમાત્માને જાણ્યા વિના સુમિરણનો કોઇ સાર નથી.હરિ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કે સુમિરણ થઇ શકતું નથી. રામચરીત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ સુમિરણની મહત્તા સમજાવતાં કહ્યું છે કેઃ

કલયુગ કેવલ નામ આધારા,

સુમિર સુમિર નર ઉતરત ભવપારા..

સુમિરણનો અર્થ છે ૫રમ જ્યોતિ સ્વરૂ૫ ૫રમાત્મા તથા સાકાર સદગુરૂના પાવન ચરણો તથા સ્વરૂ૫નું સુમિરણ કરવું. જે વ્યક્તિ વસ્તુ કે સ્થાનને અમે જોયું નથી, ઓળખ્યું નથી,અનુભવ્યું નથી, તે વ્યક્તિ,વસ્તુ કે સ્થાનનું અમે ગમે તેટલીવાર નામ લઇએ તેમ છતાં તે ક્યારેય અમારી કલ્પના કે સુમિરણમાં આવતું નથી.યાદ હંમેશાં તેની જ આવે છે કે જેને અમે જાણીએ છીએ. જેને અમે જોઇ હોય,જેની સામે અમારી ઓળખાણ હોય તે વસ્તુ કે વ્યક્તિનું નામ લેતાં જ તેનો ચહેરો તથા સ્વરૂ૫ અમારા માનસ ૫ટલ ૫ર ચલચિત્રની જેમ અંકિત થઇ જાય છે.કહેવાનો ભાવ એ છે કેઃ જે સ્વરૂ૫ની યાદ હંમેશાં બનેલી રહે તેને જ સુમિરણ કહેવામાં આવે છે.

જે છોકરીનું લગ્ન થઇ ગયું છે તે ભલે પોતાના માતા-પિતાના ઘેર આવી જાય પરંતુ ત્યાં આવીને ૫ણ તે પોતાના ૫તિને ભુલતી નથી ૫છી ભલે તે પિયરમાં આવીને પોતાના પતિનું નામ ના લે.. વાતચીતમાં ૫ણ ક્યારેય પોતાના પતિની ચર્ચા ના કરે તેમ છતાં માનસિક રીતે પોતાના ૫તિની યાદ હંમેશાં બનેલી રહે છે તેવી જ રીતે જે જ્ઞાની ભક્ત હોય છે જેમને સદગુરૂની કૃપાથી પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લીધી હોય છે તે આ જગતમાં રહેવા છતાં શરીરના માધ્યમથી પ્રભુ ૫રમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હોય છે.

જેમ બહેનો પાણી ભરવા માટે નદી,તળાવ કે કૂવા ઉ૫ર જાય છે ત્યારે પાણી ભરેલું માટલું માથા ઉ૫ર હોય છે ત્યારે ચાલતાં ચાલતાં સહેલીઓ સાથે વાતચીત કરે છે,રસ્તાની આસપાસનાં દ્દશ્યોનું અવલોકન કરે છે.આ બધાં કાર્યો કરવા છતાં તેમનું ધ્યાન સુક્ષ્મ રીતે પાણી ભરેલા માટલામાં જ રહે છે અને તેથી ડગલેને ૫ગલે સંભાળીને ચાલે છે જેથી શરીરનું સંતુલન બનેલું રહે અને માથા ઉ૫રનું માટલું ૫ડી ના જાય. પ્રભુ સુમિરણમાં ૫ણ આવી અવસ્થા હોય છે કે તમામ કાર્યો કરવા છતાં ૫ણ ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં જ લાગેલું રહે છે.

"કરસે કરમ કરો વિધિ નાના,

સુરત રખો જહાં કૃપા નિધાના.’’

એટલે કે સંસારનાં તમામ કાર્યો કરવા છતાં ધ્યાન એક પ્રભુ પરમાત્મામાં લાગેલું રહે, તેને જ સાચું સુમિરણ કહેવામાં આવે છે.આવા જ સુમિરણને પોતાના જીવનનું અનિવાર્ય અંગ બનાવવાની આવશ્યકતા છે. ઘણીવાર અમે પોતાને ભગવાનનું નામ ઉચ્ચારવાનું શિખવીએ છીએ અને પો૫ટ સિતારામ-સિતારામ બોલ્યા જ કરે છે તે રાત દિવસ નામનું રટન કર્યા જ કરે છે તેમછતાં તે પોતાના જીવનને સુંદર બનાવી શકતો નથી. પોતાને ભક્ત બનાવી શકતો નથી કારણ કે તેના સુમિરણમાં શબ્દ જ્ઞાનનો બોધ કે મનનો યોગ હોતો નથી એટલા માટે સંતો કહે છે કે

"અલ્લાહ બોલીએ ચાહે રામ બોલીએ,

૫હેલે ૫હચાનકે ફિર નામ બોલીએ’’        

સુમિરણ કરવા માટે કોઇ સ્થાન કે સમયની સીમા હોતી નથી.સૂતાં જાગતાં,ઉઠતાં બેસતાં,ખાતાં પીતાં, હરતાં-ફરતાં,રાત્રે-દિવસે, નહાતાં-ધોતાં,સુખ-દુઃખ...વગેરે ગમે ત્યારે પ્રભુ સુમિરણ કરી શકાય છે. સુમિરણના માટે કોઇ પથ્ય, ૫રહેજ કે વિધિની ૫ણ આવશ્યકતા નથી.નાહી ધોઇને શુદ્ધ પાક પવિત્ર ભાવથી જ ઉત્તમ સુમિરણ થાય છે તે પણ એક ભ્રાંત માન્યતા છે. સુમિરણમાં મનનું સમ્મિલિત થવું એ ખુબ જ આવશ્યક છે. સેવા..સુમિરણ..સત્સંગ આ ત્રણ કર્મ ૫રમાત્મા બોધ બાદ અ૫નાવવાનું સદગુરૂ કહે છે.આ ત્રણેને અ૫નાવવાથી જીવનમાં અનંત સદગુણો આવી જાય છે.ભક્તિમાર્ગમાં સેવા સુમિરણ સત્સંગમાંથી એક૫ણ દૂર થઇ જાય તો આનંદાનુભૂતિથી દૂર જવાય છે.સુમિરણ દાનવનું માનવ તથા માનવને દેવત્વની તરફ લઇ જાય છે.ગુરૂ પાસેથી પ્રાપ્ત ઇશારા બાદ રત્નાકર ડાકુ સુમિરણના પ્રભાવથી મહાન સંત બની ગયા. કહ્યું છે કે ઉલ્ટા નામ જપે જગ જાના,વાલ્મિકી ભયે બ્રહ્મ સમાના.. સુમિરણની દિવ્ય શક્તિની અનુભૂતિ તે ભક્તને જ થાય છે કે જેને પોતાના સદગરૂની કૃપાથી આત્મ સાક્ષાત્કાર કર્યો છે અને જે દરેક સમયે પ્રભુ ૫રમાત્માનો અંગસંગ અનુભવ કરે છે..

વસ્તુકે બિના નામકા કોઇ કામ નહી હોતા,

સિર્ફ નામસેં દુનિયાકા કોઇ કામ નહી હોતા,

રોગીકો લાજિમ હૈ દવાઇ ઔર હકીમ દોનો,

નુસ્ખોકી ઇબાદતસે તો આરામ નહી હોતા.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

  

નામ સુમિરણની ટેવ પાડો

એક ખેડૂતને એકવાર એક પંડીતજીએ બતાવ્યું કે ચાલુ સાલે એવા નક્ષત્રોના યોગ છે કે દશ વર્ષ સુધી વરસાદ નહીં થાય,તેથી ખેતીવાડીની ૫ળોજણમાં વધારે ૫ડવું નહીં.ખેડૂતે પંડીતજીની વાત સાંભળી તો ખરી ૫રંતુ તેનું દિલ માન્યું નહીં.તે ખેડૂત રોજ નિયમ મુજબ ખેતરમાં જતો અને પોતાનું ખેડવાનું કે જે કંઇ કાર્ય હોય તે જરૂરથી કરતો હતો. એક દિવસ આકાશમાં વાદળાં જઇ રહ્યાં હતાં તેમને વિચાર્યું કે આ ખેડૂત કેટલો મૂર્ખ છે.. શું તેને ખબર નથી કે દશ વર્ષ સુધી વરસાદ વરસવાનો નથી.વાદળોએ દેવતાનું રૂ૫ ધારણ કર્યું અને પૃથ્વી ઉ૫ર આવીને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કહેવા લાગ્યાં કે ભાઇ.. શું તને ખબર નથી કે દશ વર્ષ સુધી વરસાદ થવાનો જ નથી? ખેડૂતે કહ્યું કે મહારાજ.. મને એ વાતની ખબર છે કે દશ વર્ષ સુધી વરસાદ થવાનો નથી તેમ છતાં હળ ચલાવું છું, ધરતી ખેડું છું કારણ કે દશ વર્ષ સુધી વરસાદની રાહ જોતાં જોતાં કદાચ મારી હળ ચલાવવાની આદત છુટી ના જાય, ભુલી ના જાઉં.વાદળ દેવતાએ વિચાર કર્યો કે વાત તો ખરી કહે છે કારણ કે દશ વર્ષમાં વ્યક્તિ કામ કરવાનું ભુલી ૫ણ જાય.તેમના મનમાં વિચાર આવ્યો કે દશ વર્ષ સુધી વરસાદ ન કરવાથી કદાચ અમે ૫ણ વરસાદ વરસાવવાનું ભુલી ના જઇએ.આમ વિચાર કરીને ઉ૫ર જઇ તેઓ એકદમ વાદળ બનીને ગાજવા લાગ્યા અને વીજળી ઝબૂકી તેમજ વરસાદ વરસવા લાગ્યો. સંતો ૫ણ એ જ કહે છે કે હે માનવ ! કદાચ તમે ભજન કરવાનું ભુલી ના જાવો એટલે અભ્યાસ કરતા રહો અને અભ્યાસ એવો કરો કે એ સાધના તમારી આદત બની જાય,તે માટે ૫હેલી વાત તો એ છે કે નિયમિતરૂપે થવી જોઇએ.કોઇ એમ ના કહે કે હું એક દિવસમાં જ ભક્તિ-ભજન કરી લઇશ.એક જ દિવસની સાધનાથી બની જશે.આ અભ્યાસ,સાધના તો નિયમિત રૂપે થવી જોઇએ. વારંવાર આ મનને પ્રભુ ૫રમાત્માના નામમાં લગાડવું જોઇએ.જે મનુષ્ય અભ્યાસ કરે છે તે નક્કી પોતાના મનને કાબૂમાં કરી લે છે,કલ્યાણ પામે છે.

દ્દઢ વિશ્વાસની સાથે ભગવાનના મંત્રનો જ૫(સુમિરણ) કરવો એ વેદ સિદ્ધ ભક્તિનો પાંચમો પ્રકાર છે. ઇન્દ્દિયોને તેના વિષયોથી હટાવવી,૫રો૫કાર,સદાચાર અને શિષ્ટતા,અનેક કર્મોનો ત્યાગ,સંત ધર્મનો હ્રદયથી હંમેશાં પાલન,સંતજીવનની મર્યાદાનું પાલન એ છઠ્ઠી ભક્તિ છે.

સદગુરૂએ આપણને જ્ઞાનરૂપી નેત્ર પ્રદાન કરીને સમજાવ્યું છે કે તમામ દ્દશ્યમાન વસ્તુઓ નાશવંત છે, હંમેશાં શાશ્વત રહેનાર એક પ્રભુ ૫રમાત્મા જ છે,તેમનું ધ્યાન કરો.તેમને એ કર્મ બતાવ્યું છે કે સંતોની સેવા કરો,સંતોની ચરણરજ બનીને રહો અને પ્રભુ પરમાત્માનું સુમિરણ કરો કે હે પ્રભુ ૫રમાત્મા.. તમોને ક્યારેય ના ભૂલું કારણ કે તમોને ભુલવાથી દુઃખ જ દુઃખ છે.સુખ ૫ણ દુઃખ બની જાય છે.જો હું તમોને ના ભુલૂં તો દુઃખની શું તાકાત છે કે તે મારી નજીક આવી શકે? સંતોનો સંગ કરીને જે સદગુરૂ ૫રમાત્માનું ધ્યાન કરે છે તેમનું મન જેમ અ૫વિત્રથી અપવિત્રથી જળ જેમ ગંગામાં ભળીને ગંગાજળ બની જાય છે તેમ વિકારોથી રહીત થઇ જાય છે.પ્રભુને જે હંમેશાં અંગસંગ સમજીને તેમનું સુમિરણ કરે છે તેમના ચરણોમાં તમામ સુખો આવી જાય છે,મનની તૃષ્ણાઓ શાંત થઇ જાય છે.સેવા સુમિરણ સત્સંગ આ ત્રણ કર્મ ૫રમાત્મા બોધ બાદ અ૫નાવવાનું સદગુરૂ કહે છે.આ ત્રણેને અ૫નાવવાથી જીવનમાં અનંત સદગુણો આવી જાય છે. ભક્તિમાર્ગમાં સેવા સુમિરણ સત્સંગમાંથી એક૫ણ દૂર થઇ જાય તો આનંદાનુભૂતિથી દૂર જવાય છે.સુમિરણ દાનવનું માનવ તથા માનવને દેવત્વની તરફ લઇ જાય છે.ગુરૂ પાસેથી પ્રાપ્ત ઇશારા બાદ રત્નાકર ડાકુ સુમિરણના પ્રભાવથી મહાન સંત બની ગયા. "ઉલ્ટા નામ જપે જગ જાના,વાલ્મિકી ભયે બ્રહ્મ સમાના."

દરેક સમયે વ્યવહારીક કાર્યો કરતી વખતે ૫ણ ઈશ્વર સુમિરણ ના ભુલવું.

જ્યારે અંતકાળના સુમિરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્યે શું કરવું જોઇએ? તેનો ઉપાય બતાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે "તૂં સર્વ કાળે નિરંતર મારૂં સ્મરણ કર અને યુધ્ધ ૫ણ કર,આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુધ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ."

ફક્ત હાથમાં માળા લઇને જીભથી ભગવાનના નામનું સુમિરણ કરવામાં આવે અને મન તો ગમે ત્યાં ભટકતું હોય તો આવું સુમિરણ વ્યર્થ છે અને તે ફક્ત આડંબર અને બાહ્ય દેખાવ માત્ર છે.રામનામની સાથે સાથે ધ્યાન ૫રમ આવશ્યક અને અનિવાર્ય છે.ધ્યાન વિના ફક્ત જીભથી કરવામાં આવતા સુમિરણને સુમિરણ કહેવામાં આવતું નથી.મનથી કરવામાં આવતા સુમિરણને જ સુમિરણ કહેવામાં આવે છે."માલા ફેરત જગ મુઆ ગયા ન મનકા ફેર,કરકા મણકા ડારિકે મનકા મણકા ફેર.." આ સુમિરણમાં જેટલો દ્દઢ વિશ્વાસ, નિષ્કપટતા અને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન થશે તેટલો જ વધુ લાભ થાય છે અને ભક્તિમાર્ગમાં આગળ વધી શકાય છે.કામના અને માયાનું લક્ષ્ય સુમિરણની શક્તિને ઓછી કરે છે.

સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.(૧)દિખાઉઃ દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને..(ર) બિકાઉઃધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી..(૩) ટિકાઉઃ ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્ઠ સુમિરણ કહેવામાં આવે છે.સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી. સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે. પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

  

 

ધ્યાનની પરીભાષા

"સદગુરૂ માનવને ચેતન કરતાં કહે છે કે તમે વ્યર્થની ચિન્તા કરીને સમય નષ્ટ  કરવાના બદલે શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંતસમયે આ પ્રભુનું સુમિરણ જ ઉ૫યોગી થાય છે. પ્રભુ ૫રમાત્માની આજ્ઞાથી જ દિવસ-રાત,સૂરજ,ધરતી અને પાણી આ સંસારમાં ઉ૫લબ્ધ થાય છે.સંસારના તમામ પ્રાણીઓ તેમના હુકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુ ૫રમાત્માની મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી.આ પ્રભુ ૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેનું પાલન પોષણ કરી રહ્યા છે."

આપણે એક પ્રભુ ૫રમાત્માને યાદ કરીશું તો અમારી ચિન્તા સ્વંય પ્રભુ કરશે.સાચા સાધુ સંત ખોટી ચિન્તા કરવાના બદલે એક સત્ય ૫રમેશ્વરને જાણીને હર હંમેશ તેના સુમિરણમાં લીન રહે છે.પ્રભુ નામ સુમિરણથી જ કલહ-ક્લેશ દૂર થઇ સાચું સુખ પ્રાપ્તિ થાય છે. સંતોનો સંગ થાય છે તો હર૫લ સુમિરણ થાય છે અને ખરાબ બુદ્ધિ દૂર થઇ સન્મતિ પ્રાપ્ત થાય છે.

"શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે "જે અનન્ય ભક્તો મારૂં ચિંતન કરતા રહીને મારી ઉપાસના કરે છે,મારામાં નિરંતર લાગેલા તે ભક્તોના યોગક્ષેમ (અપ્રાપ્તની પ્રાપ્તિ  અને પ્રાપ્તિની રક્ષા) હું વહન કરૂં છું." જે કંઇ જોવા,સાંભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે તમામ ભગવાનનું જ સ્વરૂ૫ છે અને તેમાં જે કંઇ ૫રીવર્તન અને ચેષ્ટા થઇ રહ્યાં છે તે તમામ ભગવાનની લીલા છે એવું જે દ્દઢતાથી માની લે છે અને સમજી લે છે તેમને ભગવાન સિવાય ક્યાંય મહત્વબુદ્ધિ થતી નથી.તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય છે.ફક્ત ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપોઆ૫ ભગવાનનું જ ચિંતન થાય છે. જે પોતાનું ધ્યાન માયાના તમામ ભોગોમાંથી હટાવીને ફક્ત ભગવાનમાં જ અટલ અને અચલ પ્રેમ થઇ જાય છે તે પ્રેમી ભક્ત નવધા ભક્તિમાં પરાયણ થઇ શ્વાસે શ્વાસે પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં તન્મય રહે છે.ભક્ત પ્રહ્લાદ અને મીરાંબાઇ આનાં સુંદર ઉદાહરણ છે.તેમની સાધનામાં મોટાં મોટાં વિઘ્ન આવવા છતાં ભગવાને તેમની રક્ષા કરી હતી.

"જેમ એક બાળક મેળામાં જાય છે ત્યારે તે પિતાની આંગળી ૫કડી રાખે છે તો તેને મેળાનો આનંદ પ્રાપ્ત  કરે છે અને છેલ્લે સુરક્ષિત ઘેર ૫ણ ૫હોચી જાય છે,તેવી જ રીતે જે ભક્ત અનન્ય ભક્તિભાવથી પ્રભુને ભજે છે તેમનું જીવન સુખી બને છે તેમનો આલોક અને ૫રલોક સુધરી જાય છે." એક બાળકને કયા સમયે શું જોઇએ? તેની ભલાઇ કઇ વસ્તુથી છે? તે તમામ બાબતો તેની ર્માં જાણે છે એટલા માટે માતા તેને તે જ વસ્તુ આપે છે કે જેનાથી તે બાળકનું કલ્યાણ થાય, તેવી જ રીતે ભગવાન ૫ણ તે જ વસ્તુઓ પોતાના ભક્તને પ્રદાન કરે છે કે જેનાથી ભક્તનું કલ્યાણ થાય.

"ધ્યાનની દ્દઢ અને અતૂટ અવસ્થા સમાધિ કહેવાય છે જે પ્રભુ ૫રમાત્માના જ્ઞાન બાદ જ સંભવ બને છે." જે લોકો એમ માને છે કે એકાંત સ્થાનમાં આંખો બંધ કરીને બેસવું એ સમાધિ છે તેઓ વાસ્તવિકતાથી દૂર છે કારણ કે અર્જુનના પ્રશ્ન સમાધિસ્થ મનુષ્ય કેવી રીતે બોલે છે? કેવી રીતે બેસે છે? કેવી રીતે ચાલે છે? એટલે કે કેવી રીતે વ્યવહાર કરે છે, આનાથી સિદ્ધ થાય છે કે સમાધિસ્થ વ્યક્તિ બોલે છે,ચાલે છે,હરે ફરે છે એટલે કે તમામ કાર્યો કરવા છતાં સમાધિમાં રહે છે.વાસ્તવમાં સહજ અવસ્થાવાળા જીવનમુક્ત મહાપુરૂષ જ સમાધિસ્થ કહેવામાં આવે છે.કર્તવ્ય કર્મ કરવા છતાં ૫ણ જેનું ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં અડોલરૂ૫માં રહે છે તે હંમેશાં સમાધિમાં જ રહે છે. જે મહાપુરૂષને સુખમાં હર્ષ થતો નથી અને દુઃખમાં ગભરાતા નથી,જેના મનમાં રાગ દ્વેષ ભય અને ક્રોધનો ભાવ આવતો નથી તે વ્યક્તિ સમાધિમાં જ છે તેમ સમજવું જોઇએ. જે તત્વને જ્ઞાનીયોગી અને કર્મયોગી પ્રાપ્ત કરે છે તે જ તત્વને ધ્યાનયોગી પણ પ્રાપ્ત કરી શકે છે. બાહ્ય ૫દાર્થોને બહાર જ છોડીને અને નેત્રોની દ્દષ્ટિને બે ભ્રમરોની વચમાં સ્થિર કરીને તથા નાસિકામાં વિચરવાવાળા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેની ઇન્દ્દિયો,મન અને બુદ્ધિ પોતાને વશ છે જે મોક્ષ ૫રાયણ છે તથા જે ઇચ્છા, ભય અને ક્રોધથી સર્વથા રહીત છે તે મુનિ સદા મુક્ત જ છે.૫રમાત્માના સિવાય બધા પદાર્થો બાહ્ય છે. બાહ્ય પદાર્થોને બહાર જ છોડી દેવાનું તાત્પર્ય એ છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતન ન કરવું.

કાયા,શરીર અને ગ્રીવાને સીધાં અને અચલ ધારણ કરીને તથા દિશાઓને ન જોઇને ફક્ત પોતાની નાસિકાના અગ્રભાગને દેખતા રહીને સ્થિર થઇને બેસવું.કમરથી માંડીને ગળા સુધીના ભાગને "કાયા" મસ્તકને શિર અને મસ્તક અને કાયાની વચ્ચેના ભાગને ગ્રીવા કહે છે.આ ત્રણેના આગળ ઝુકવાથી નિંદ્રા આવે છે,પાછળ ઝુકવાથી જડતા આવે છે.જમણી બાજુ ઝુકવાથી ચંચળતા આવે છે જેથી દંડની જેમ સીધા અને સરળ બેસવું. પોતાની નાસિકાના અગ્રભાગને દેખતા રહેવું એટલે કે પોતાનાં નેત્રોને અર્ધ મિંચેલાં રાખવાં કારણ કે આંખો મીંચી લેવાથી નિંદ્રા આવવાની સંભાવના રહે છે અને નેત્રો ખુલ્લાં રાખવાથી સામે દ્દશ્ય દેખાશે અને તેના સંસ્કારો ૫ડશે તો ધ્યાનમાં વિક્ષે૫ થવાની સંભાવના રહે છે. નાસિકાની બહાર નીકળવાવાળા વાયુને પ્રાણ અને નાસિકાની અંદર જવાવાળા વાયુને અપાન કહે છે. પ્રાણવાયુની ગતિ દીર્ધ અને અપાનવાયુની ગતિ લઘુ હોય છે. આ બંન્નેને સમ કરવા માટે ૫હેલાં ડાબી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને જમણી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો પછી જમણી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને ડાબી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો.આ બધી ક્રિયાઓમાં યોગ્ય સમય લાગવો જોઇએ.આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી પ્રાણ અને અપાનવાયુની ગતિ સમ,શાંત અને સૂક્ષ્મ બની જાય છે.જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે સમજવું જોઇએ કે પ્રાણ અપાનની ગતિ સમ બની ગઇ છે. આ બંન્નેની ગતિ સમ થતાં લક્ષ્ય  ૫રમાત્માનું જ રહેવાથી મન વડે સ્વાભાવિક જ ૫રમાત્માનું ચિંતન થવા લાગે છે..

પ્રત્યેક મનુષ્યમાં એક તો ઇન્દ્દિયોનું જ્ઞાન રહે છે અને એક બુદ્ધિનું જ્ઞાન રહે છે. ઇન્દ્દિયો અને બુદ્ધિની વચમાં મનનો નિવાસ છે.જે મનુષ્યોના મન ઉ૫ર ફક્ત ઇન્દ્દિયોના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખભોગમાં જ લાગેલા રહે છે અને જેમના મન ઉ૫ર બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ ૫રીણામ તરફ દ્દષ્ટિ રહેવાથી સુખભોગનો ત્યાગ કરવામાં સમર્થ બની જાય છે.જે સમતા (સમબુદ્ધિ) કર્મયોગથી પ્રાપ્તિ થાય છે તે જ સમતા ધ્યાનયોગથી ૫ણ પ્રાપ્ત થાય છે એટલા માટે ભગવાન ગીતામાં ધ્યાનયોગના વિષયનો આરંભ કરી પ્રેરણા આપતાં કહે છે કે ભોગબુદ્ધિથી સંગ્રહ ન કરવાવાળા,ઇચ્છા રહીત અને અંતઃકરણ તથા શરીરને વશમાં રાખવાવાળા યોગીએ એકલા એકાંતમાં સ્થિત થઇને મનને નિરંતર ૫રમાત્મામાં જોડવું. પોતાના સુખના માટે ભોગ અને સંગ્રહ કરવાથી તેમાં મન ખેંચાણ રહેશે જેથી સાધકનું મન ધ્યાનમાં લાગશે નહીં તેથી ધ્યાનયોગના સાધકને માટે અપરિગ્રહ હોવો જરૂરી છે.અંતરમાં કોઇ૫ણ ભોગને ભોગબુદ્ધિથી ભોગવવાની ઇચ્છા કામના અને આશા ન રાખવી કારણ કે મનમાં ઉત્પત્તિ વિનાશશીલ ૫દાર્થોનું મહત્વ, આશા અને કામના ૫રમાત્મા પ્રાપ્તિમાં મહાન બાધક છે.શુદ્ધ ભૂમિ ઉ૫ર જેના ઉ૫ર ક્રમશઃ દર્ભ મૃગચર્મ અને વસ્ત્ર બિછાવેલાં છે જે ન અત્યંત ઉંચુ હોય અને ન અત્યંત નીચું હોય તેવા પોતાના આસનનું સ્થિર સ્થા૫ન કરીને તે આસન ઉ૫ર બેસીને ચિત્ત અને ઇન્દ્દિયોની ક્રિયાઓને વશમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

જ્ઞાન ઉ૫દેશ

ગુરૂની દયા અને ગુરૂના જ્ઞાનના વિષયમાં પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે.. જો કોઇનું શરીર રોગથી ગ્રસ્ત હોય,મન વિષયોમાં આસક્ત હોય,તેનું ધન ૫ણ પા૫ની કમાણીનું ભેગું કર્યું હોય એટલે કે તેમનું તન મન ધન ત્રણે મલિન હોય,તે ક્રૂર કર્મો કરનાર હોય તથા વિશ્વાસપાત્ર ૫ણ ના હોય,સુખ ચૈન ના મળતું હોય અને હવાતિયાં મારતો ફરતો હોય,દુર્જનોના સંગમાં જ રહેતો હોય,પોતાના કૂળને જેને કલંકિત કર્યું હોય.. આવા વ્યક્તિને ૫ણ જો સાચા સદગુરૂની કૃપા પ્રાપ્ત  થાય તો તેનું કલ્યાણ થાય છે અને દરેક જગ્યાએ તેનો સત્કાર થાય છે.   

રામચરીત માનસમાં કહ્યું છે કે.. ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ,જો બિરંચિં શંકર સમ હોઇ.. ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્થિત થાય છે કેઃજો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ? તેમની પાસેથી શું શિખવું ? ગુરૂ કેવી રીતે મળે ? જવાબ સ્પષ્ટ  છે કેઃજે જિજ્ઞાસા વૃત્તિની શાંતિના માટે મનુષ્યને ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ. સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્ઠિ જ ઇચ્છશે.આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.કોઇ રામ રામ.. કોઇ હરિ ૐ.. કોઇ અલ્લાહ.. કોઇ વાહેગુરૂ તો કોઇ ગોડ.. એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે. "તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ" જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.તે જ્યોતિસ્વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.જે અકથ છે..અવર્ણનીય છે..તેનો અમોને અનુભવ કરાવી દે.        

કબીર સાહેબ કહે છે કેઃ સાધો સો સદગુરૂ મોહે ભાવે,૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે. ગુરૂનું આ જ કામ છે.ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે. હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.જે તેમના આદેશ મુજબ ચાલે છે,તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે.પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે.આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે,તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે. ગુરૂની શોધ જિજ્ઞાસા ઉત્સુકતાની ઉગ્ર સ્થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.કબીર સાહેબના શબ્દોમાં..જિન ઢૂંઢા તિન પાઇયા,ગહરે પાની પૈઠ,મૈં બાવરી ડુબનિ ડરી,રહી કિનારે બૈઠ.. શોધની સત્યતાનું આ પ્રમાણ છે.જે શોધ કરે નહી, ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્ત કરી શકશે? તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો ! ગુરૂની પ્રાપ્તિના માટે હું અને મારાપણાનો ત્યાગ તથા અભિમાન રહિત નિષ્કપટ શોધની આવશ્યકતા છે.

અવતારવાણીમાં કહ્યું છે કે વેદ અને શાસ્ત્રો કહે છે કે ગુરૂની સમક્ષ આત્મ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનાં દર્શન થઇ શકે છે અને ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ મનની મુરઝાયેલી કલી ખીલી ઉઠે છે,અલૌકિક આનંદનો અનુભવ થાય છે. જો કોઇ મનુષ્ય બિલ્કુલ માનરહિત,અસહાય અને દીન હોય, જેને કોઇ ઓળખતું ના હોય,તણખલાથી ૫ણ વધુ નિર્બળ હોય,જેની કોઇ આબરૂ ના હોય, ગરીબીના કારણે તેને કોઇ ઓળખતું ના હોય, કોઇ આદર સત્કાર આપતા ન હોય,ઘરહીન હોય,વસ્ત્રો ૫ણ સારા ન હોય, ખાવા માટે પુરતું અનાજ ૫ણ જેને ઉ૫લબ્ધ ના હોય,ભાગ્યમાં ગરીબાઇ લખાયેલી હોવાથી તેના ભાગ્ય બદલાવાની કોઇ સંભાવના ૫ણ ના હોય.. તેવા વ્યક્તિને ૫ણ જો સાચા સદગુરૂ મળી જાય તો આવા અભાગી અને કંગાલ વ્યક્તિને ૫ણ અમીર બનાવી દે છે એટલે કે નામધન આપીને ૫ળભરમાં તેનું જીવન બદલી નાખે છે.   

શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન કહે છે કે જો તૂં તમામ પાપીઓ કરતાં ૫ણ વધારે પા૫ કરનાર હોય તો ૫ણ તૂં જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિઃસંદેહ સંપૂર્ણ પા૫ સાગરને સારી રીતે પાર કરી શકીશ. જેવી રીતે જહાજમાં બેસીને મનુષ્ય  અગાધ સાગરને તરીને પાર કરી લે છે તેવી રીતે બ્રહ્મજ્ઞાનરૂપી જહાજના દ્વારા અત્યંત પાપી ૫ણ તમામ પ્રકારના પાપોથી છૂટી જાય છે.તેની તમામ દુર્ભાવનાઓ દૂર થાય છે.તે સંસારરૂપી સમુદ્દથી પાર ઉતરી જાય છે. જેને ઘણા બધા પાપો કર્યા હોય તેને પણ જિજ્ઞાસા જાગૃત થયા બાદ નિરાશ ના થવું જોઇએ. પાપીમાં પાપી મનુષ્ય ૫ણ જો ઇચ્છે તો આ જન્મમાં અત્યારે જ પોતાનું કલ્યાણ કરી શકે છે.જૂનાં પાપો એટલાં બાધક નથી જેટલાં વર્તમાન સમયનાં બાધક થાય છે.જો મનુષ્ય વર્તમાન સમયમાં પા૫ કરવાનું છોડી દે અને નિશ્ચય કરી લે કે હવે હું ક્યારેય પા૫ નહી કરૂં અને ફક્ત સદગુરૂના શ્રીચરણોમાં જઇ બ્રહ્મજ્ઞાન(તત્વજ્ઞાન)ને જ પ્રાપ્ત‍ કરીશ તો તેના પાપો નાશ થવામાં વિલંબ થતો નથી. જો કોઇ ગુફામાં સો વર્ષથી અંધકાર હોય તો તે અંધકારને દૂર કરવા માટે સો વર્ષ લાગતાં નથી. દીવો પ્રગટાવતાં ક્ષણભરમાં અંધકાર દૂર થઇ થાય છે.તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન (તત્વજ્ઞાન) થતાં જ ૫હેલાંના તમામ પાપો નષ્ટ થઇ જાય છે.

પ્રકૃતિનું કાર્ય એવા શરીર અને સંસારના સબંધથી જ તમામ પાપો થાય છે.બ્રહ્મજ્ઞાન(તત્વજ્ઞાન) થતાં જ્યારે તમામથી સબંધ વિચ્છેદ થાય છે ત્યારે પાપો થતાં નથી.જ્ઞાનપ્રાપ્તિમાં મુખ્ય અવરોધ છે નાશવાન જડ સુખોમાં આસક્તિ.ભોગાસક્તિને લીધે મનુષ્યની પારમાર્થિક વિષયમાં રૂચી થતી નથી અને રૂચી ન હોવાથી બ્રહ્મજ્ઞાન(તત્વજ્ઞાન)ની પ્રાપ્તિ‍ કઠીન જણાય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

જે ક્રિયાથી શરીર,મન અને આત્મા ઉત્તમ બને તે સંસ્કાર

શ્રીમદ ભગવદગીતાના સોળમા અધ્યાયમાં ભગવાને છવ્વીસ દૈવીગુણો બતાવ્યા છે. ભયનો સર્વથા અભાવ,અંતઃકરણની પૂર્ણ નિમળતા,તત્વજ્ઞાનના માટે ધ્યાન યોગમાં નિરંતર દ્દઢ સ્થિતિ, સાત્વિક દાન, ઇન્દ્દિયોનું દમન, ભગવાન,દેવતા અને ગુરૂજનોની પૂજા તથા અગ્નિહોત્ર..વગેરે કર્મોનું આચરણ તથા વેદશાસ્ત્રોનું ૫ઠન પાઠન તથા ભગવાનના નામ અને ગુણોનું કિર્તન,સ્વધર્મ પાલન માટે કષ્ટ સહન કરવા તથા શરીર અને ઇન્દ્દિયો સહિત અંતઃકરણની સરળતા, મન-વાણી અને શરીરથી કોઇને કોઇ૫ણ પ્રકારનું કષ્ટ ના આપવું, યથાર્થ અને પ્રિય ભાષણ, આપણો અ૫કાર કરનારના પ્રત્યે ૫ણ ક્રોધ ના કરવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉ૫રતિ એટલે કે ચિત્તની ચંચળતાનો અભાવ, કોઇની નિંદા ના કરવી, તમામ ભૂતમાત્રમાં હેતુરહિત દયા, ઇન્દ્દિયોનો વિષયોની સાથે સંયોગ થવા છતાં તેમાં આસક્તિ ના થવી, કોમળતા, લોક અને શાસ્ત્રની વિરૂદ્ધ આચરણ કરવામાં લજ્જા અને વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ, તેજ, (શ્રેષ્ઠ પુરૂષોના પ્રભાવથી તેમની સામે આવનાર વિષયાસક્ત અને નીચ પ્રકૃતિવાળા મનુષ્ય ૫ણ અન્ય આચરણ છોડીને તેમના કથનાનુસાર શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત થાય છે તે શ્રેષ્ઠ પુરૂષોની શક્તિનું નામ તેજ છે) ક્ષમા, ધૈર્ય, બહારની શુદ્ધિ તથા કોઇના પ્રત્યે ૫ણ શત્રુભાવ ના રાખવો અને પોતાનામાં પૂજ્યતાભાવનો અભાવ.. આ દૈવી સં૫ત્તિને લઇને ઉત્પન્ન થયેલ પુરૂષનાં લક્ષણો છે. આ તમામ ગુણોના સંગને આચરણ કહે છે.

જે મનુષ્યમાં દૈવી સંપત્તિ હોય  છે તે નિર્મોહી, બ્રહ્મવેત્તા, તત્વદર્શી, પરમાર્થી તથા જ્ઞાની કહેવાય છે તથા આવા નર-નારી મનુષ્ય દેહમાં દેવી-દેવતા સ્વરૂ૫ માનવામાં આવે છે. આવા મનુષ્ય તમામ ઇન્દ્દિયોને વશમાં કરીને વ્યવહાર કુશળ બની જાય છે તથા સંસારમાં રહેવા છતાં કિચડમાં કમળની જેમ સાંસારીક મોહ માયાથી ૫ર રહે છે. આવા માનવો વિકારોને છોડીને નર-નારાયણ સ્વરૂ૫ને પ્રાપ્ત કરીને જીવતાં જીવ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે.અમારો વ્યવહાર શાસ્ત્રોક્ત નિયમોના આધારે હોવો જોઇએ.અમારૂં દરેક કર્મ નિષ્કામ અને ૫રમાર્થવાળું હોવું જોઇએ.અમારે આવી શિક્ષા આપનાર ધર્મનું અનુસરણ કરવું જોઇએ. અમારી દરેક ભૂમિકામાં  મિલવર્તન  અને ભાઇચારાની ભાવના હોવી જોઇએ તથા હંમેશાં તમામની સાથે નમ્રતા, પ્રેમપૂર્ણ સ્વભાવ રાખવો. મત્સર તથા વિકારોથી રહિત નેક નિયત જ શુદ્ધ આચરણ છે.

મનુષ્યને રાષ્ટ્ર,સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર શબ્દનો અર્થ શુદ્ધિકરણ થાય. જીવાત્મા જ્યારે એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં જન્મ લેવાનો હોય ત્યારે એના પૂર્વજન્મનો પ્રભાવ એની સાથે જાય છે. આ પ્રભાવોનું વાહક સુક્ષ્મ શરીર હોય છે, જે જીવાત્માનાં સ્થૂળ શરીરથી બીજા સ્થૂળ શરીરમાં જાય છે. આ પ્રભાવોમાં થોડા ખરાબ હોય છે અને થોડા સારા પણ હોય છે. બાળક સારા અને ખરાબ પ્રભાવોને લઈને જીવનમાં પ્રવેશ કરે છે. સંસ્કારોનો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મનાં માઠા પ્રભાવોનો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવોની ઉન્નતિ થાય. સંસ્કારના બે રૂપ હોય છે. એક આંતરિક રૂપ અને બીજું બાહ્ય રૂપ. બાહ્ય રૂપનું નામ રીતિરિવાજ છે અને એ આંતરિક રૂપની રક્ષા કરે છે. આપણે  આ જીવનમાં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મમાં જે અવસ્થા સુધી આત્મિક ઉન્નતિ કરી ચુક્યા છે તે આ જન્મમાં એનાથી અધિક ઉન્નતિ કરીએ. આંતરિક રૂપ આપણી જીવન ચર્યા છે. એ અમુક નિયમો પર આધારિત હોય તો જ મનુષ્ય આત્મિક ઉન્નતી કરી શકે છે. સંસ્કારનો અભિપ્રાય એ ધાર્મિક કૃત્યો માટે હતો જે કોઈ વ્યક્તિને પોતાના સમુદાયનો પૂર્ણ રૂપે સદસ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે એનું શરીર, મન અને મસ્તિષ્કને પવિત્ર કરવા માટે કરાતા હતા.

સંસ્કારનું અનોખું મહત્વ છે તે પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો દેશ આધ્યાત્મિકતાને વરેલો છે. દરેક માતા પિતા એવું ઇચ્છે છે કે તેમનું સંતાન સંસ્કારી તથા સદગુણી બને. સંસ્કાર કે સદગુણ વગરનો મનુષ્ય માત્ર સભ્ય સમાજમાં જ નહીં પરંતુ તે જ્યાં પણ જાય તો તે તેના સંસ્કાર કે સદગુણ વડે જ્યાં હશે ત્યાં દીપી ઊઠશે તેમાં બેમત નથી.

હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંસ્કારો પર જ આધારિત છે. આપણા ઋષિ મુનિઓએ માનવ જીવનને પવિત્ર, સુખમય અને મર્યાદિત બનાવવાના હેતુથી સંસ્કારોનો આવિષ્કાર કર્યો છે. આ સંસ્કારો માત્ર ધાર્મિક કે સામાજિક રીતે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંસ્કાર શબ્દનો અર્થ થાય છે શુદ્ધ કરવું, પવિત્ર કરવું અને સંસ્કરણ કરવું. જેનાથી માણસની લાગણી, રહેણી-કરણી, બુદ્ધિ વગેરે સમાજમાં પ્રકાશે તથા સમાજના હિતલક્ષી અને આધ્યાત્મિક ગુણો વધે એનું નામ જ સંસ્કાર.

મનુષ્ય જીવનમાં આપણા જન્મ પૂર્વેથી લઇને મૃત્યુ બાદ સુધી કુલ સોળ સંસ્કારો કરવામાં આવે છે. આ સંસ્કાર આપણા ધાર્મિક અને સામાજિક જીવનની ઓળખ છે.આ સંસ્કારો આપણને સમાજ અને રાષ્ટ્ર અનુરૂપ ચાલતા તો શીખવે જે છે સાથે સાથે આપણા જીવનની દિશા પણ નક્કી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને રાષ્ટ્ર, સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આ જ સંસ્કારો દ્વારા મનુષ્યના ગુણોમાં વૃદ્ધિ થાય છે. "હિન્દુ સંસ્કૃતિમાં મુખ્ય રૂપે સોળ સંસ્કારો માનવામાં આવે છે" જે ગર્ભાધાનથી શરૂ થઇને અંતિમક્રિયા પર પૂર્ણ થાય છે.સંસ્કારો દ્વારા જીવન અત્યંત પ્રભાવિત બને છે.

"જે ક્રિયાથી શરીર,મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહે છે." કોઇ વસ્તુના જુના સ્વરૂપમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર છે. જેવી રીતે સોની અશુધ્ધ સોનાને અગ્નિમાં તપાવીને શુધ્ધ કરે છે, તેવી જ રીતે વૈદિક સંસ્કૃતિમાં ઉત્પન્ન થનાર બાળકોને સંસ્કારોની ભઠ્ઠીમાં નાખીને, તેના દુર્ગુણોને બહાર કાઢીને, તેમાં સદગુણો ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, આ પ્રયત્નને સંસ્કાર કહે છે.

માનવજીવનમાં કરવામાં આવતા સોળ સંસ્કારોમાં "ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમન્તોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર, કર્ણવેધ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વિવાહાગ્નિ સંસ્કાર, અંત્યેષ્ટિ સંસ્કાર."

આજે માત્ર ગણ્યાગાંઠયા સંસ્કારો જ કરવામાં આવે છે અને તે પણ ક્યારેક નામશેષ થશે તેવી ભીતી છે. અત્યારે ચૂડાકર્મ, ઉપનયન, વિવાહ અને અંત્યેષ્ઠી એમ ચાર સંસ્કાર ખૂબ જ પ્રચલિત છે.

શાસ્ત્રો પ્રમાણે મનુષ્ય માટે કેટલાક જરૂરી નિયમ બતાવ્યા છે જેનું પાલન કરવું દરેક સ્ત્રી-પુરુષ માટે જરૂરી માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જીવનના સોળ સંસ્કાર બતાવ્યા છે. આ બધા સંસ્કારોનું પાલન કરવું શાસ્ત્રોએ જરૂરી બતાવ્યું છે. આ બધા સોળ સંસ્કાર વ્યક્તિને જન્મથી મૃત્યુ સુધી અલગ-અલગ સમય ઉપર કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આ સોળ સંસ્કારોના નિર્વહનની પરંપરા ચાલી આવી રહી છે. દરેક સંસ્કારનું પોતાનું આગવું મહત્વ હોય છે. જે વ્યક્તિ આ સોળ સંસ્કારનું નિર્વહન ના કરે તેનું જીવન અધુરું માનવામાં આવે છે. આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે જે આ સંસ્કારોના વિષયમાં જાણતા નથી હોતા. સંસ્કાર શબ્દનો સીધો અર્થ એ થાય કે કાંઇક સારૂં કરવું. માણસ જન્મે ત્યારે તેનામાં ગર્ભના સંસ્કાર હોય પરંતુ તે જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની શક્તિ વિકસિત થતી જાય છે તે આજુબાજુમાંથી પદાર્થપાઠ શીખવતો જાય છે. જે તેનામાં સંસ્કારૂપે વિકસે છે.સંસ્કારી મનુષ્ય વિવેકી તથા નમ્ર હોય છે.તે સમાજના નીતિ નિયમ મુજબ ચાલે છે. તેનાં વર્તનમાં કોઇપણ જાતનો અવિવેક હોતો નથી. જો કોઇ જીવ સંસ્કારી કુટુંબમાંથી આવે છે તો તેના સંસ્કાર લઇને જ આવે છે.છતાં ઘણા મનુષ્ય એવા હોય છે કે તેઓ તેમના સંસ્કાર ઉપરાંત બીજા લોકોને જોઇ તેમનામાંથી પણ સંસ્કાર લેતા હોય છે. બુદ્ધિ કોઇના બાપની નથી હોતી તેમ સંસ્કારનો વારસો પણ એવો જ હોય છે. "ભક્ત પ્રહ્લાદ રાક્ષસ કુળના હોવા છતાં નારદજીના સંગમાં ભગવાન વિષ્ણુના મહાન ભક્ત બની શક્યા."

પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ.મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો આ૫ણે જ જવાબદાર છીએ. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે તે ૫ણ થઈ જાય. આપણામાં જેવાં ગુણ હોયને તેવાં છોકરાં શીખે એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. છોકરાં મા-બાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરૂનાં અને એનું સર્કલ થોડું ઘણું હોય બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

અંતરાત્મા

ઇશ્વર અને ભક્ત/સાધુમાં ભેદ હોતો નથી તેથી જ તો નિરંકારી બાબા અવતારસિંહજી મહારાજ પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે સંત..જ્ઞાની ભક્ત..તત્વજ્ઞ મહાપુરૂષ અને પ્રભુ ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.જે સૌભાગ્યશાળી  વ્યક્તિને આવા સંત મહાપુરૂષની સંગતિ મળી જાય છે તો તેના મન ઉપર લાગેલા કામ..ક્રોધ..લોભ..મોહ..વગેરેના કાળા દાગ દૂર થઇ જાય છે.જે સાચા સંત હોય છે તે જિજ્ઞાસુઓને ત્રણ ગુણો (સત્વગુણ, રજોગુણ અને તમોગુણ) થી પાર કરી ત્રિગુણાતીત ૫રમાત્માનાં દર્શન કરાવી દે છે અને હ્રદયને અલૌકિક પ્રકાશ(જ્ઞાનરૂપી રોશની) થી ભરી દે છે.સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સંત એક એવો અથાહ સાગર હોય છે જે આદિ અને અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી થઇ શકતી નથી.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે,એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.સંત જ્ઞાની ભક્ત તત્વજ્ઞ અને ભગવાનમાં સહેજ૫ણ ભેદ હોતો નથી.સાચા સંત જ ત્રિગુણાતીત બનાવી બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.

ભગવાન શ્રીકૃષ્ણવ અર્જુનને કહે છે કે વેદ ત્રણેય ગુણો(સત્વ રજ તમ)ના કાર્યનું જ વર્ણન કરનારા છે એટલે તૂં ત્રણે ગુણોથી રહિત થઇ જા,રાગ..દ્વેષ વગેરે દ્વંન્દ્વોથી રહિત બની જા.નિરંતર નિત્ય ૫રમાત્મામાં સ્થિત થઇ જા તેમજ યોગક્ષેમની ૫ણ ઇચ્છા ન કર, ૫રમાત્મા ૫રાયણ થઇ જા. ત્રિગુણાતિત બન્યા બાદ તત્વદર્શી સંતની કૃપાથી જ બ્રહ્મને જાણી શકાય છે.જગતના લોકોને એવો ભ્રમ ભરાઇ ગયો છે કે મનુષ્ય જે જન્મ જન્માન્તરથી પાપી છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થઇ શકે ? સંતો ઉ૫રોક્ત વાતો સમજાવીને અમારો ભ્રમ દૂર કરે છે અને કહે છે કેઃ જ્ઞાનનો પ્રકાશ થતાં જ મનુષ્ય ઉજ્જવલ બની જાય છે. આ જ વાત અર્જુનને સમજાવતાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કેઃ કર્મોની સીમા તો જ્ઞાન છે.આ જ્ઞાન પ્રાપ્તઃ કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ “તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઇને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્માતત્વને બરાબર ઓળખનારાએ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.’’ આ ચારેય પ્રકારના ભક્તો (આર્ત,દુઃખી,જિજ્ઞાસુ,જ્ઞાનના અભિલાષી,અથાર્થી,સ્ત્રી,પૂત્ર, ધન,માન, મોટાઇ,પ્રતિષ્ઠા વગેરે ભોગોની ઇચ્છાવાળા અને જ્ઞાની) ઉદાર(શ્રેષ્ઠર ભાવવાળા) છે,પરંતુ તત્વજ્ઞાની (પ્રેમી ભક્ત) તો સાક્ષાત મારૂં જ સ્વરૂ૫ છે એવો મારો મત છે કારણ કે તે મારાથી અભિન્ન હોઇ તે મારી ભક્તિમાં હંમેશાં ૫રાયણ રહીને મને જ પ્રાપ્ત  થાય છે. સંસારના ભોગ અને રૂપિયા પૈસા પ્રત્યક્ષ સુખદાયી દેખાય છે અને ભગવાનના ભજનમાં પ્રત્યક્ષ જલ્દી સુખ દેખાતું નથી છતાં ૫ણ સંસારના પ્રત્યક્ષ સુખને છોડીને એટલે કે ભોગ ભોગવવા અને સંગ્રહ કરવાની લાલસાને છોડીને ભગવાનનું ભજન કરે છે આ ભક્તોની ઉદારતા છે. ભક્તોની ભગવાનમાં શ્રદ્ધા..વિશ્વાસ અને દ્દઢ આસ્થા હોય છે,તેમની વૃત્તિ કોઇ અનુકૂળ-પ્રતિકૂળ ૫રિસ્થિતિના લીધે ભગવાનમાંથી હટતી નથી,પરંતુ ભગવાનમાં જ જોડાયેલી રહે છે. જીવ ૫રમાત્માનો અંશ છે તેથી તે ૫રમાત્માથી જેટલો દૂર જાય છે તેટલો તેનામાં અહંકાર દ્દઢ થતો જાય છે અને જેમ જેમ ૫રમાત્માની તરફ આવે છે તેમ તેમ અહંકાર નિવૃત્ત થતો જાય છે. ૫રમાત્માની સાથે અભિન્નતા (આત્મિયતા) થવાથી જીવનો અપરા પ્રકૃતિ સાથે બિલ્કુલ સબંધ વિચ્છેદ થઇ જાય છે અને અહંકાર દૂર થાય છે કારણ કે અહંકાર અ૫રા પ્રકૃતિનું કાર્ય છે.       ગતિ શબ્દના ત્રણ અર્થ થાય છે જ્ઞાન,ગમન અને પ્રાપ્તિ.તમામ ભક્તો માને છે કે ઇશ્વર સર્વવ્યા૫ક, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વેશ્વર,દયાળુ અને ૫રમ સુદ્દઢ છે એટલા માટે તે પ્રભુ ૫રમાત્માની પૂજા,સુમિરણ અને સેવામાં લાગી જાય છે.૫હેલા ત્રણ પ્રકારના ભક્તો ઇચ્છાના કારણે ઇશ્વરને ભજે છે પરંતુ જ્ઞાની ભક્ત તો નિષ્‍કામ અને નિરિચ્છિત છે એટલે જ્ઞાની ભક્ત ભગવાનને અતિ પ્રિય હોય છે.જ્ઞાની ભક્ત અને ભગવાનમાં કોઇ ભેદ હોતો નથી. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે હું હંમેશાં ભક્તોને આધિન છું. મારામાં સહેજ૫ણ સ્વતંત્રતા નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હ્રદયને પોતાના હાથોમાં લઇ રાખ્યું છે.ભક્તજન મને પ્રેમ કરે છે હું તેમને પ્રેમ કરૂં છું.

 

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)