બોધકથા..સુમતિ-કુમતિ અને જીવનનો સાચો સાર
બહુ સમય
પહેલાંની વાત છે,એક નાનકડા ગામમાં બે બહેનો રહેતી હતીઃસુમતિ અને કુમતિ.
બંનેનો સ્વભાવ એકબીજાથી તદ્દન ભિન્ન હતો.સુમતિ દૂરદર્શી હતી અને
હંમેશાં ભવિષ્યની સુખ-સુવિધાઓના સપનાં જોયા કરતી હતી, જ્યારે
કુમતિ થોડી ચંચળ હતી અને વર્તમાન ક્ષણના નાના-નાના આનંદને માણવામાં માનતી હતી. એક
બપોરે બંને બહેનો ગામની અનાજ દળવાની ઘંટી પર બાજરી દળવા ગઈ.ઘંટી સતત ચાલતી રહી-ઘર્ર-ઘર્ર,ઘર્ર-ઘર્ર. પથ્થરના બે પાટોની વચ્ચે બાજરીના દાણા દળાઈને લોટમાં બદલાઈ
રહ્યા હતા.કામ કરતાં-કરતાં કુમતિને ભૂખ લાગી,તેણે મુઠ્ઠીભર
આખી બાજરી લીધી અને ખાવા લાગી.સુમતિએ તેને ટોકતાં કહ્યું કે "અરે પાગલી ! આ શું કરી રહી છે? કાચા દાણા કેમ ચાવે
છે? જો હજી થોડો ધીરજ રાખ.બધો લોટ દળાઈ જાય પછી ઘેર જઈશું ત્યાં
સરસ ઘીમાં ચોપડીને,ગોળ ભેળવીને 'ચૂરી'
બનાવીશું અને આરામથી બેસીને જમીશું,અત્યારે
મહેનત કરી લે,સ્વાદ તો ઘરે જઈને જ મળશે.!"
કુમતિ ર્હંસીને
બોલી કે "દીદી ! ઘરે જઈને જે મળશે એ તો ભવિષ્યની વાત
છે પણ અત્યારે કામ કરતાં-કરતાં જે તૃપ્તિ મળી રહી છે તેનો આનંદ જ કંઈક અલગ
છે." તે લોટ દળતી પણ રહી અને વચ્ચે-વચ્ચે દાણા પણ ચાવતી રહી. થોડીવાર પછી કામ
પૂરૂં થયું, બંનેએ તાજો દળેલો લોટ કનસ્તરમાં ભર્યો અને માથા
પર મૂકીને ઘર તરફ નીકળી પડ્યાં, રસ્તામાં હજી થોડે જ દૂર
ગયાં હતાં કે અચાનક વાદળો ઘેરાયાં અને ધોધમાર વરસાદ વરસી પડ્યો. રસ્તો કાચો હતો
અને ચારેય બાજુ કાદવ જ કાદવ થઈ ગયો. અચાનક સુમતિનો પગ લપસ્યો અને તે સીધી કાદવમાં
ફસાઈ ગઈ,તેની સાથે જ લોટનું કનસ્તર પણ કાદવમાં પડી ગયું.બધો
લોટ ફેલાઈ ગયો અને જોતજોતમાં કાદવમાં ભળીને કાળો થઈ ગયો.સુમતિ ફૂંફાડા નાખીને રડવા
લાગી-તેની બધી મહેનત,તેના ભવિષ્યના પકવાન અને તેની 'ચૂરી'નું સપનું બધું જ માટીમાં મળી ગયું.
સંત
કબીરદાસજી નજીક જ એક ઝાડ નીચે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા,તેમણે
જોયું કે કુમતિ પાસે પણ હવે કશું બચ્યું નહોતું પરંતુ તેના ચહેરા પર એવો વસવસો કે
અસંતોષ નહોતો જે સુમતિના ચહેરા પર હતો કેમ? કારણ કે કુમતિએ
કામ દરમિયાન જે થોડા-ઘણા દાણા ચાવ્યા હતા તે તેના પેટ સુધી પહોંચી ચૂક્યા હતા-તે જ
તેના શરીરનો સાચો હિસ્સો બન્યા હતા ! ત્યારે કબીરજીએ આ અમર પંક્તિઓ કહી કે
આટો
પડ્યો કીચડમેં કછું ન આયો હાથ,
પિસત
પિસત ચાબ્યો સો હી નિભયો સાથ
આ વાર્તામાં 'ઘઉં
દળવું' એ આપણું જીવન છે અને 'લોટ'
એ આપણી તે બધી ભૌતિક ઉપલબ્ધિઓ છે જે આપણે કાલ માટે બચાવીને રાખીએ
છીએ. સુમતિ તે માનવીનું પ્રતીક છે જે હંમેશાં એમ કહે છે કે અત્યારે તો કમાવવાની ઉંમર
છે, ઘડપણમાં ભગવાનનું નામ લઈશું." તે 'ચૂરી' ભવિષ્યના સુખ પાછળ દોડવામાં વર્તમાનને ખાલી
કરી નાખે છે.જ્યારે કુમતિ એવા ભક્તોનું પ્રતીક છે જે સંસારના કાર્યો-દળવાનું કામ તો
કરે છે પરંતુ સાથે-સાથે હરિનામના દાણા પણ ચાવતા રહે છે. કાદવ એટલે મૃત્યુ કે
આપત્તિ આવે ત્યારે બહાર રહેલો લોટ એટલે કે ધન,સંપત્તિ,પદ તો નષ્ટ થઈ જશે, સાથે સાથે ફક્ત તે જ જશે જે આપણે
'દળતાં-દળતાં' એટલે કે જીવતેજીવ
હૃદયમાં ઉતાર્યું છે.
સુમતિનો
અર્થ જોઇએ તો 'સુ' એટલે સુંદર કે શ્રેષ્ઠ
અને 'મતિ' એટલે બુદ્ધિ. જે મન કે
બુદ્ધિ સન્માર્ગે દોરે, સદગુણોને ધારણ કરે અને ધર્મ-કર્મને
અનુસરે તેને સુમતિ કહે છે.
રામચરિતમાનસમાં
તુલસીદાસજી કહે છે કે
સુમતિ
કુમતિ સબ કેં ઉર રહહી,નાથ પુરાણ નિગમ અસ કહહી,
જહાં
સુમતિ તર્હાં સંપત્તિ નાના,જહાં કુમતિ તર્હાં વિપત્તિ નિદાના
હે નાથ !
પુરાણો અને વેદો એવું કહે છે કે સારી બુદ્ધિ-સુમતિ અને ખરાબ બુદ્ધિ-કુમતિ બંને
દરેકના હૃદયમાં રહેલી જ હોય છે, જ્યાં સુમતિ-સદબુદ્ધિ હોય છે અને ત્યાં અનેક
પ્રકારની સંપત્તિઓ અને સુખ-શાંતિનો વાસ થાય છે અને જ્યાં કુમતિ-દુર્બુદ્ધિ હોય છે ત્યાં
અંતે માત્ર આપત્તિઓ અને દુઃખો જ આવે છે.
સંત નિરંકારી
મિશન અનુસાર સુમતિ એટલે નિરંકાર પ્રભુ સાથે જોડાયેલી બુદ્ધિ. જ્યારે માનવી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને સદગુરૂના વચન મુજબ
જીવન જીવે છે ત્યારે તેની મતિ 'સુમતિ' બને છે. સંતવાણીમાં
તેને 'સૂરતની નિર્મળતા' કહેવામાં આવી
છે.
કુમતિનો
અર્થ જોઇએ તો 'કુ' એટલે નરસું કે ખોટું.
જે બુદ્ધિ મનુષ્યને સ્વાર્થ,અહંકાર,આળસ
કે વિષય -વિકારો તરફ દોરી જાય તેને કુમતિ કહે છે.તુલસીદાસજીના મતે જ્યાં કુમતિ હોય
ત્યાં અંતે વિપત્તિ કે દુઃખ જ આવે છે.
સંત નિરંકારી
મિશનના વિચારો અનુસાર જ્યારે મનુષ્ય પ્રભુને ભુલીને માત્ર ભૌતિક માયામાં અંધ બને
છે ત્યારે તે કુમતિનો શિકાર બને છે.સંતવાણીમાં કુમતિને મનના પાંચ વિકારો કામ,ક્રોધ,લોભ,મોહ, અંહકારની ગુલામી
તરીકે દર્શાવવામાં આવી છે.
સ્વભાવ એટલે વ્યક્તિની
આંતરિક પ્રકૃતિ,તેના સંસ્કારો અને ટેવોનો સમૂહ એટલે સ્વભાવ. ગીતામાં
તેને 'પ્રકૃતિ' કહેવામાં આવી છે.માણસનો
સ્વભાવ તેના પૂર્વ જન્મના કર્મો અને વર્તમાન સંગતિ પર આધાર રાખે છે.સંતો કહે છે કે
માનવ સ્વભાવ અહંકારયુક્ત હોય છે,જેને સદગુરૂની કૃપા અને
સાધસંગત દ્વારા જ વિનમ્ર અને પવિત્ર બનાવી શકાય છે.સ્વભાવ જ્યારે સેવા અને
સ્મરણવાળો બને ત્યારે જ જીવન સાર્થક થાય છે.
દૂરદર્શી
એટલે જે વ્યક્તિ વર્તમાનમાં રહીને ભવિષ્યના પરિણામોનો અગાઉથી તાગ
મેળવી શકે અને દીર્ઘદ્રષ્ટિપૂર્વક નિર્ણયો લે તેને દૂરદર્શી કહે છે.આધ્યાત્મિક
દ્રષ્ટિએ સાચો દૂરદર્શી તે છે જે માત્ર આ લોકનું નહીં પરંતુ પરલોક-આત્માની મુક્તિ અને
પ્રભુ સાથેના મિલનનું ભાથું બાંધે છે. આ ક્ષણિક સંસારને નાશવંત સમજીને શાશ્વત
પ્રભુને યાદ રાખવા એ જ સર્વોચ્ચ દૂરદર્શિતા છે.
ચંચળ
એટલે જે સ્થિર ન રહી શકે,સતત બદલાતું રહે તે
ચંચળ.મનની પ્રકૃતિ કુદરતી રીતે જ ચંચળ છે,જેને અર્જુને
ગીતામાં વાયુ સમાન વેગવાન કહી છે.ચંચળ મનને માત્ર 'પ્રભુ નામ
સુમિરણ' અને સ્થિર ચિત્તવાળા સંતોની સંગત દ્વારા જ કાબૂમાં
લાવી શકાય છે.મનની ચંચળતા જ સંસારના બંધનોનું મુખ્ય કારણ છે.
આનંદ
એટલે ઈન્દ્રિયોના સુખથી પર એવું આંતરિક સંતોષ અને ખુશી જે આત્માને
પ્રફુલ્લિત કરે. ઉપનિષદોમાં બ્રહ્મને 'સચ્ચિદાનંદ' સત-ચિત્ત-આનંદ કહ્યા છે.બાહ્ય પદાર્થોથી મળતો આનંદ ક્ષણિક છે પરંતુ નિરાકાર
પ્રભુની યાદ અને સંતોની સંગતમાં જે અનુભવાય છે તે 'સહજ આનંદ'
છે,જે ક્યારેય નાશ પામતો નથી.
અનિશ્ચિત
જીવન એટલે જે જીવનનો કોઈ ભરોસો નથી, કઈ
પળે શ્વાસ ખૂટી જાય તેની કોઈ ખાતરી નથી તેને અનિશ્ચિત જીવન કહે છે.સંસારમાં મૃત્યુ
જ એકમાત્ર નિશ્ચિત સત્ય છે અને બાકી બધું અનિશ્ચિત છે. સંતો હંમેશાં કહે છે કે
''શ્વાસ શ્વાસ પર નામ લે વૃથા શ્વાસ મત ખો, કબહું ન
જાને શ્વાસકો આવન હોય કિ ન હોય’’
જીવનની આ
અનિશ્ચિતતા જ ભક્તિ માટે સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત છે તેથી સારા કાર્યો કે ભજન
માટે ક્યારેય આવતીકાલની રાહ ન જોવી જોઈએ.
ભજન એટલે પરમાત્માનું
નામ સુમિરણ,ગુણગાન અને તેમના ચરણોમાં સમર્પણ ભાવ એટલે ભજન. ભજન
એ આત્માનો ખોરાક છે.ભજન માત્ર ગીતો ગાવા પૂરતું મર્યાદિત નથી પરંતુ શ્વાસોશ્વાસમાં
પ્રભુનું સ્મરણ કરવું અને જીવનમાં માનવતાના ગુણો અપનાવવા એ જ સાચું ભજન છે.
સંસાર
એટલે જે જે સતત સરકતો રહે,વહેતો રહે અને નાશવંત હોય
તેને સંસાર કહે છે.આ માયાનું જગત છે,જ્યાં જન્મ-મરણનું ચક્ર
ચાલ્યા કરે છે.સંતો કહે છે કે સંસારથી ભાગવાની જરૂર નથી પરંતુ સંસારમાં રહીને
કમળના ફૂલની જેમ નિર્લેપ બનીને રહેવાનું છે.હાથ કામમાં અને મન પ્રભુમાં રાખવું એ જ
સાચી સંસાર યાત્રા છે.
આ બોધકથા
આપણને શીખવે છે કે જીવનમાં ભૌતિક સફળતા અને ભવિષ્યની યોજનાઓ જરૂરી છે પરંતુ તેની
સાથે-સાથે આત્માનું ભાથું-પ્રભુ ભક્તિ અને સત્કર્મો બાંધવું અનિવાર્ય છે.આળસ અને કાલ કરૈ સો આજ કર,આજ કરૈ સો અબ,પલ મેં પ્રલય હોઇગી બહુરિ કરેગા કબ’’ વાળી
નીતિ અપનાવીને વર્તમાનમાં જ પરમાત્માનું સ્મરણ કરવું એ જ માનવ જીવનનું પરમ લક્ષ્ય
છે.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment