અઢાર પુરાણના
નામ અને સંક્ષિપ્ત પરીચય
પુરાણો
ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય નિધિ છે.એક એવો વિશ્વકોશ છે જેમાં ધાર્મિક આર્થિક નૈતિક
સાંસ્કૃતિક સામાજીક ઐતિહાસિક ભૌગોલિક વિષયોનું વર્ણન છે.પુરાણ શબ્દનો અર્થ છે
પ્રાચિન કથા.પુરાણ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ્ ગ્રંથ છે.તેમાં લખવામાં આવેલ જ્ઞાન
અને નૈતિકતાની વાતો આજે પણ પ્રાસંગિક,અમૂલ્ય તથા માનવ સભ્યતાની આધારશિલા છે. વેદોની
ભાષા તથા શૈલી કઠન છે.પુરાણ તે જ્ઞાનનું સહજ તથા રોચક સંસ્કરણ છે.તેમાં જટીલ
તથ્યોને કથાઓના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે. વિશેષ તથ્ય એ છે કે પુરાણોમાં દેવી-દેવતાઓ,
રાજાઓ તથા ઋષિ-મુનિઓની સાથે સાથે જન સાધારણની કથાઓનો ઉલ્લેખ કરેલ છે
જેનાથી પૌરાણિક સમયના તમામ પાસાઓનું ચિત્રણ જોવા મળે છે.
ભગવાન વેદ
વ્યાસે અઢાર પુરાણોનું સંસ્કૃત ભાષામાં સંકલન કરેલ છે. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ આ
પુરાણોના મુખ્ય દેવ છે.અઢાર પુરાણ સિવાય અન્ય સોળ ઉપ-પુરાણ પણ છે પરંતુ વિષયને
સિમિત રાખવા માટે ફક્ત મુખ્ય પુરાણોનો જ સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
(૧)
બ્રહ્મપુરાણ સૌથી પ્રાચિન છે.આ પુરાણમાં ૨૪૬ અધ્યાય અને ચૌદ હજાર શ્ર્લોક
છે.આ પુરાણમાં બ્રહ્માની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિ,ગંગા
અવતરણ તથા રામાયણ અને કૃષ્ણાવતારની કથાઓ સંકલિત છે. આ ગ્રંથમાં સૃષ્ટિ ઉત્પત્તિથી
લઇને સિન્ધુ ઘાટી સભ્યતા સુધીની જાણકારી મળે છે.
(૨)
પદ્મપુરાણમાં ૫૫૦૦૦ શ્ર્લોક છે અને જેમાં સૃષ્ટિખંડ સ્વર્ગખંડ ઉત્તરખંડ
ભૂમિખંડ તથા પાતાલખંડ આ પાંચ ભાગોમાં વિભાજીત કરેલ છે.આ ગ્રંથમાં પૃથ્વી-આકાશ તથા
નક્ષત્રોની ઉત્પત્તિ વિશે વર્ણન છે. ઇંડજ પિંડજ સ્વેદજ અને ઉદભિજ આ ચાર પ્રકારના
જીવોની ઉત્પત્તિનું વૈજ્ઞાનિક વર્ણન છે. આ સિવાય તમામ પર્વતો તથા નદીઓ વિશે
વિસ્તૃત વર્ણન છે. શકુંતલા-દુષ્યંતના પૂત્ર ભરત કે જેના નામ ઉપરથી અમારા દેશનું
નામ જમ્બૂદીપના બદલે ભરતખંડ અને પાછળથી ભારત પડેલ છે તેની કથા છે.
(૩)
વિષ્ણુપુરાણમાં છ અંશ અને ૨૩૦૦૦ શ્ર્લોક છે.આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ, બાળક
ધ્રુવ તથા કૃષ્ણાવતારની કથાઓ સંકલિત છે. આ સિવાય સમ્રાટ પૃથુની કથા છે જેના કારણે
અમારી ધરતીનું નામ પૃથ્વી પડેલ છે.આ પુરાણમાં સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો
ઇતિહાસ છે.ભારતની રાષ્ટિય ઓળખાણ સદિઓ પુરાની છે જેનું પ્રમાણ વિષ્ણુપુરાણના આ
શ્ર્લોકથી મળે છે. ઉત્તરંયત્સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ
દક્ષિણમ્, વર્ષ તદ ભારતં
નામ ભારતી યત્ર સંન્તતિઃ (ભૂગૌલિક
ક્ષેત્ર જે ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં સાગરથી ભારત દેશ ઘેરાયેલ છે તથા તેમાં
નિવાસ કરનાર તમામ લોકો ભારત દેશની જ સંતાન છે) તેનાથી ભારત દેશ અને
ભારતવાસિઓની સ્પષ્ટ ઓળખાણ છે.વિષ્ણુ પુરાણ વાસ્તવમાં એક ઐતિહાસિક ગ્રંથ છે.
(૪)
શિવપુરાણમાં ૨૪૦૦૦ શ્ર્લોક છે તથા સાત સંહિતાઓ છે.જેમાં ભગવાન શિવની
મહાનતા તથા તેમના સબંધિત ઘટનાઓ દર્શાવેલ છે. જેમાં કૈલાશપર્વત,શિવલિંગ
તથા રૂદ્રાક્ષનું વર્ણન તથા મહત્વ, અઠવાડીયાના વારના નામોની
રચના, પ્રજાપતિઓ તથા કામ વિજયની કથાનું વર્ણન છે. અઠવાડીયાના
વારના નામોની રચના અમારા સોરમંડલના ગ્રહો પર આધારિત છે અને આજે પણ લગભગ તમામ
વિશ્વમાં તેનો ઉપયોગ થાય છે.
(૫)
ભાગવત્ પુરાણમાં ૧૮૦૦૦ શ્ર્લોક તથા બાર સ્કંધ છે.આ ગ્રંથમાં આધ્યાત્મિક
વિષયો ઉપર વાર્તાલાપ છે. ભક્તિ-જ્ઞાન અને વૈરાગ્યની મહત્તા દર્શાવેલ છે. ભગવાન
વિષ્ણુ અને કૃષ્ણાવતારની કથાઓ સિવાઇ મહાભારતના સમય પહેલાના ઘણા રાજાઓ, ઋષિમુનિઓ
તથા અસુરોની કથાઓને પણ સંકલિત કરેલ છે. આ ગ્રંથમાં મહાભારત યુદ્ધ પછી ભગવાન
શ્રીકૃષ્ણનો દેહત્યાગ,દ્વારીકા નગરી સમુદ્રમાં જળમગ્ન થવાની
તથા યાદવવંશના નાશનું વર્ણન છે.
(૬)
નારદપુરાણમાં ૨૫૦૦૦ શ્ર્લોક છે તથા તેના બે ભાગ છે.આ ગ્રંથમાં તમામ અઢાર
પુરાણોનો સાર આપવામાં આવ્યો છે.પ્રથમ ભાગમાં મંત્ર તથા મૃત્યુ પછીના ક્રમનું વિધાન
છે.ગંગા અવતરણની કથા પણ વિસ્તારપૂર્વક આપવામાં આવી છે.બીજા ભાગમાં સંગીતના સાત
સ્વરો,સપ્તકના મંત્રો,મધ્ય તથા તાર સ્થાનો,મૂર્છનાઓ,શુદ્ધ તથા કૂટ તાનો અને સ્વરમંડલનું જ્ઞાન
લખેલ છે.સંગીત પદ્ધતિનું આ જ્ઞાન આજે પણ ભારતીય સંગીતનો આધાર છે.
(૭)
માર્કણ્ડેય પુરાણ અન્ય પુરાણોની અપેક્ષાએ નાનું છે.તેમાં ફક્ત ૯૦૦૦ શ્ર્લોક તથા
૧૩૭ અધ્યાય છે. આ ગ્રંથમાં સામાજીક ન્યાય અને યોગના વિષયમાં ઋષિ માર્કણ્ડેય તથા ઋષિ
જેમિનિ વચ્ચેનો વાર્તાલાપ છે.આ સિવાય ભગવતી દુર્ગા તથા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી
કથાઓ સંકલિત છે.
(૮)
અગ્નિપુરાણમાં ૩૮૩ અધ્યાય તથા ૧૫૦૦૦ શ્ર્લોક છે.ભગવાન અગ્નિદેવે મહર્ષિ વશિષ્ઠને
આ પુરાણ સંભળાવ્યું હતું.આ પુરાણને ભારતીય સંસ્કૃતિનો જ્ઞાનકોષ કહેવાય છે.તેમાં
મત્સ્યાવતાર,રામાયણ તથા મહાભારતની કથાઓનું ટૂંકમાં વર્ણન
છે.આ સિવાય ધનુર્વેદ, ગાંધર્વ વેદ તથા આયુર્વેદ મુખ્ય છે.
પરા-અપરા વિદ્યાઓનું વર્ણન,અવતારોની કથા,સંક્ષિપ્ત રામાયણની કથા,સંક્ષિપ્ત મહાભારતની કથા,
દીક્ષાના ૪૮ સંસ્કારનું વર્ણન છે.આ પુરાણમાં લૌકિક જ્ઞાન તથા
બ્રહ્મજ્ઞાનના તમામ વિષયોનું વર્ણન છે.
(૯)
ભવિષ્યપુરાણમાં ૧૨૯ અધ્યાય તથા ૨૮૦૦૦ શ્ર્લોક છે.આ ગ્રંથમાં સૂર્યનું મહત્વ,વર્ષના
બાર મહિનાઓનું નિર્માણ,ભારતના સામાજીક,ધાર્મિક
તથા શૈક્ષણિક વિધાનો વગેરે ઘણા વિષયો ઉપર વાર્તાલાપ છે. આ પુરાણમાં સાપોની ઓળખાણ,
વિષ તથા વિષદંશ સબંધી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ
પુરાણમાંની ઘણી કથાઓ બાઇબલની કથાઓ સાથે મળતી આવે છે. જૂના રાજવંશો સિવાઇ ભવિષ્યમાં
આવનાર નંદવંશ, મોર્ય વંશ, છત્રપતિ
શિવાજી અને મહારાણી વિકટોરિયા સુધીનું વૃતાંત છે.ઇસાના ભારત આગમન તથા મુહમ્મદ
ઐબકનું પણ આ પુરાણમાં વર્ણન છે. વિક્રમ વેતાલ તથા વેતાલ પચ્ચિસીની કથાઓનું પણ આ
પુરાણમાં વિવરણ છે.
(૧૦)
બ્રહ્માવિવર્તા પુરાણમાં ૧૮૦૦૦ શ્ર્લોક તથા ૨૧૮ અધ્યાય છે.આ ગ્રંથમાં બ્રહ્મા ગણેશ
તુલસી સાવિત્રી લક્ષ્મી સરસ્વતી તથા ભગવાન કૃષ્ણની મહાનતા દર્શાવી છે.આ પુરાણમાં
આયુર્વેદ સબંધી જ્ઞાન પણ સંકલિત છે.
(૧૧)
લિંગપુરાણમાં ૧૧૦૦૦ શ્ર્લોક તથા ૧૬૩ અધ્યાય છે.સૃષ્ટિની ઉત્પત્તિ તથા
ખગૌલિક કાળમાં યુગ, કલ્પ વગેરેની તાલિકાનું વર્ણન છે.રાજા અંબરિષની
કથા પણ આ પુરાણમાં છે.આ ગ્રંથમાં અઘોર મંત્રો તથા વિદ્યાનું વર્ણન છે.
(૧૨)
વરાહપુરાણમાં ૨૧૭ સ્કંધ તથા ૧૦૦૦૦ શ્ર્લોક છે.જેમાં વરાહ અવતારની કથા
સિવાય ભગવત ગીતા માહાત્મયનું વિસ્તારથી વર્ણન છે. સૃષ્ટિના વિકાસ સ્વર્ગ પાતાળ તથા
અન્ય લોકોનું વર્ણન છે. શ્રાદ્ધ પદ્ધતિ, સૂર્યના ઉતરાયણ તથા
દક્ષિણાયન વિચરણની કથા,અમાસ અને પૂનમના કારણોનું વર્ણન છે.
(૧૩)
સ્કંદપુરાણ સૌથી મોટું પુરાણ છે જેમાં ૮૧૦૦૦ શ્ર્લોક તથા છ ખંડ છે.જેમાં
પ્રાચિન ભારતનું ભૌગોલિક વર્ણન છે. જેમાં ૨૭ નક્ષ્રત્રો ૧૮ નદીઓ,અરૂણાચલ
પ્રદેશનું સૌદર્ય, ભારતમાં સ્થિત ૧૨ જ્યોર્તિલિંગો તથા ગંગા
અવતરણની કથાઓ છે. આ પુરાણમાં સહ્યાદ્રી પર્વત શ્રંખલા તથા કન્યાકુમારી મંદિરનો
ઉલ્લેખ છે. સોમદેવ તારા તથા તેમના પૂત્ર બુદ્ધ ગ્રહની ઉત્પત્તિની કથા અલંકારમયી
રીતે મૂકી છે.
(૧૪)
વામનપુરાણમાં ૯૫ અધ્યાય તથા ૧૦૦૦૦ શ્ર્લોક તથા બે ખંડ છે.આનો ફક્ત પ્રથમ
ખંડ જ ઉપલબ્ધ છે જેમાં વામન અવતારની કથા વિસ્તારથી કહી છે જે ભરૂચ ગુજરાતમાં બની
હતી.આ સિવાય સૃષ્ટિ, જમ્બૂદ્વિપ તથા અન્ય સાત દ્વિપોની ઉત્પત્તિ,પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ,મહત્વપૂર્ણ પર્વતો નદીઓનું
વર્ણન છે.
(૧૫)
કૂર્મપુરાણમાં ૧૮૦૦૦ શ્ર્લોક તથા ચાર ખંડ છે જેમાં ચાર વેદોનો સાર ટૂંકમાં
લીધો છે. ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર ધારણ કરીને આ પુરાણ રાજા ઇન્દ્રધુમ્નને તથા
સમુદ્રમંથન વખતે તમામ દેવતાઓને સંભળાવ્યું હતું.જેમાં સાગર મંથનની કથા
વિસ્તારપૂર્વક લખી છે.બ્રહ્મા વિષ્ણુ શિવ પૃથ્વી ગંગાની ઉત્પત્તિ,ચાર
યુગોનું વર્ણન,માનવ જીવનના ચાર આશ્રમ ધર્મો તથા ચંદ્રવંશી
રાજાઓ વિશે વર્ણન છે.
(૧૬)
મત્સ્યપુરાણમાં ૨૯૦ અધ્યાય તથા ૧૪૦૦૦ શ્ર્લોક છે જેમાં મત્સ્ય અવતારની કથા
વિસ્તારથી લખી છે.સૃષ્ટિની ઉત્પત્તિ,અમારા સૌરમંડળના તમામ ગ્રહો,ચાર યુગો તથા ચંદ્રવંશી રાજાઓનો ઇતિહાસ છે. કચ-દેવયાની-શર્મિષ્ઠા તથા રાજા
યયાતિની રોચક કથા આ પુરાણમાં આવે છે.
(૧૭)
ગરૂડપુરાણમાં ૨૭૯ અધ્યાય તથા ૧૮૦૦૦ શ્ર્લોક છે જેમાં મૃત્યુ પછીની ઘટનાઓ,પ્રેતલોક,
યમ લોક, નરક તથા ચૌરાશી લાખ યોનિઓના નરક
સ્વરૂપી જીવન વગેરેના વિશે વિસ્તારથી બતાવ્યું છે. સામાન્ય લોકો આ પુરાણને વાંચતાં
ગભરાય છે કારણ કે આ પુરાણમાં મૃત્યુ પછી પુનઃજન્મ થતાં ગર્ભમાં સ્થિત ભ્રૃણની
વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિકરૂપમાં બતાવી છે જેને વૈતરણી નદી વગેરેની સંજ્ઞા આપવામાં
આવી છે.
(૧૮)
બ્રહ્માંડપુરાણમાં ૧૨૦૦૦ શ્ર્લોક તથા પૂર્વ મધ્ય અને ઉત્તર ત્રણ ભાગ
છે.માન્યતા એવી છે કે અધ્યાત્મ-રામાયણ પહેલાં બ્રહ્માંડપુરાણનો જ અંશ હતી જે હજુ સુધી
એક પૃથક ગ્રંથ છે.આ પુરાણમાં બ્રહ્માંડમાં સ્થિત ગ્રહોના વિશે વર્ણન છે. ઘણા
સૂર્યવંશી તથા ચંદ્દવંશી રાજાઓનો ઇતિહાસ સંકલિત છે. સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી
લઇને અત્યાર સુધીના સાત મન્વંતર પસાર થઇ ગયા છે તેનું વિસ્તારથી વર્ણન છે. ભગવાન
પરશુરામની કથા આ પુરાણમાં આવે છે.આ પુરાણને વિશ્વનું પ્રથમ ખગોળશાસ્ત્ર કહે છે.
ભારતના ઋષિ આ પુરાણના જ્ઞાનને ઇંડોનેશિયા લઇ ગયા હતા જેનું પ્રમાણ ત્યાંની ભાષામાં
મળે છે.
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment