કળિયુગના પ્રભાવથી અમે ક્યાં જઇ રહ્યા છીએ..?
મર્યાદાહીનતા
વિકારોની જનની છે.જે મનુષ્ય મર્યાદાઓનું પાલન કરતો નથી તેનું સમાજ કે પરીવારમાં
કોઇ સન્માન કરતું નથી અને લોકો તેને ઘૃણાની નજરથી જુએ છે.મર્યાદા એક પ્રકારનું
અનુશાસન છે જે સ્વસ્થ પરંપરાનું પ્રતિક છે.મર્યાદાનો સબંધ આંતરીક નૈતિકતા સાથે
છે.મર્યાદાની અંદર શાલિનતા, સ્પષ્ટતા, વિનમ્રતા અને
માધુર્યનો સમાવેશ છે.મર્યાદા પાલન એ માનવની તમામ સાધનાઓનું મુખ્ય લક્ષ્ય છે.
પશ્ચિમના
દેશો દ્વારા પ્રચારીત નગ્નપણાના ષડયંત્રનો શિકાર ભારતની હિન્દુ દિકરીઓ,મહીલાઓ
બની છે.જેમનામાં આપણા દેશ-ધર્મ અને ઇતિહાસનું જ્ઞાન શૂન્ય છે અને કપડાં ઉતારવા
આતુર,ઉત્સુક આ દિકરીઓ અને મહિલાઓ પોતે પોતાને મોર્ડન સિદ્ધ
કરવાની કોશિષમાં પોતાને સમાજમાં પ્રતિષ્ઠિત માની લે છે.એક ભ્રમ-વહેમ જેનાથી કોઇ
લાભ નથી તથા હિન્દુ દીકરીઓને ઉન્મુક્ત્ત જીવન,બંધન રહિત
પરંપરાની તરફ લઇ જનાર પુરી પ્રક્રિયા છે.નારીના પહેરવેશમાં પારસી,મુસ્લિમ મહિલાઓમાં કોઇ ફેરફાર થયો નથી ફક્ત હિન્દુ દિકરીઓમાં જ ફેરફાર
જોવા મળે છે અને લવજિહાદનું સૌથી મોટું મૂળ આ જ છે.
જે નારી પોતાના સારા અને સાચા માં-બાપ,વડીલોની મર્યાદા તોડીને છટકીને
બહાર નીકળી સ્વચ્છંદી થઇ ગઇ હોય તેની જુવાની બગડે છે.
આ
બધો કળિયુગનો પ્રભાવ છે..કળિયુગનું ભયંકર રૂપ કેવું હશે? તે અંગે ધર્મશાસ્ત્રોમાં કહયું છે કે અત્યાર સુધી સતયુગ-ત્રેતા અને
દ્વાપરયુગ વિતી ગયા છે અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે.પુરાણો અનુસાર કળિયુગની
સાથે જ દુનિયા સમાપ્ત થઇ જશે.કળિયુગમાં બીજા યુગો કરતાં વધુ અધર્મ અને પાપ વધી
જશે.ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું કળિયુગનું આયુષ્ય છે.અત્યાર સુધી કળિયુગના ૫૧૨૫
વર્ષ થયા છે.આટલા ઓછા વર્ષોમાં કળિયુગ પોતાની ચરમસીમા ઉપર છે.
કળિયુગના
આખરી સમયે તમામ શહેરો ગામડા જેવા બની જશે,ગામડા સ્મશાન જેવા થશે,સુખી લોકો નિર્લજ બનશે,કુળવાન સ્ત્રીઓ વેશ્યા જેવી
બની જશે,રાજા યમદંડ જેવા થશે,કુટુંબીજનો
દાસ જેવા થશે,પૂત્ર સ્વેચ્છાચારી થશે,શિષ્ય
ગુરૂનું અપમાન કરશે,સજ્જન પુરૂષો દુઃખી થશે અને જે દુર્જન
હશે તે સુખી થશે,પૃથ્વી ખરાબ અને દુષ્ટ તત્વોથી આકુળ-વ્યાકુળ
થશે,વિદ્યાનો વેપાર થશે,વિદ્યા મંત્રો
તથા ઔષધિઓનો પ્રભાવ નહી રહે,શિષ્યો અંદરોઅંદર લડાઇ ઝઘડા કરશે,મલેચ્છો(મોગલો) બળવાન થશે, જૂઠ-કપટ ઘણું વધી જશે,સત્ય બોલનારની હાર થશે અને અનીતિ કરનારા લોકોને અંદરોઅંદર સારૂં બનશે,
લગ્ન માટે કુળ-ચરિત્ર અને યોગ્યતા વગેરે જોવામાં નહિ આવે,છોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચીથી જ લગ્ન કરી લેશે.ગમે
તેનું લગ્ન ગમે તેની સાથે થશે,જાતિ-પાંતિનો
કોઇ ભેદભાવ રહેશે નહી.શાસ્ત્ર વિધિ-વિધાન,સંસ્કાર વગેરેની
લોકોને કોઈ જરૂર નહિ લાગે.
સ્ત્રીઓનો
આકાર નાનો થઈ જશે,તેમની ભુખ વધી જશે અને એમને સંતાનો
બહુ થશે.સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લાજ વગેરેને છોડી દેશે
અને હંમેશાં કડવી વાણી બોલશે,ચોરી અને કપટ કરવામાં પ્રવીણ
થશે,તેમનામાં સાહસ બહુ વધી જશે.કળિયુગમાં
મનુષ્યો બહુ જ લંપટ બની જશે.પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈકને પ્રેમ
કરશે.લોકો વિષયવાસનાઓથી એટલા બધા ધેરાઈ જશે કે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન
અને મિત્રોને છોડીને ફક્ત પોતાના સાળા અને સાળીઓની જ સલાહ લેશે.સ્ત્રી અને
પુરૂષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા બની રહેશે.
પોતાના
સામાજીક વ્યવહાર અને સેવા-સત્કારની સાથે સાથે પોતાનો ૫તિ પોતાનાથી સંતુષ્ટ હોવો
જોઇએ.ભગવાનની કૃપા તે જ નારીઓને પ્રાપ્ત થાય છે કે જે યોગ્ય મર્યાદાનું પાલન કરતાં
કરતાં પોતાના પતિને પ્રસન્ન કરે છે.નારી પૂર્ણ રીતે ૫તિવ્રતા તથા આદર્શ ર્માં હોવી
જોઇએ.
અવતારી
પુરૂષો પોતે મર્યાદામાં રહીને બીજાને મર્યાદિત જીવન જીવવાનો રસ્તો બતાવે છે.શ્રીમદ
ભગવદ્ ગીતા(૩/૨૧)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે "શ્રેષ્ઠ પુરૂષ જે જે આચરણ કરે છે અન્ય માણસો પણ તેવું
તેવું આચરણ કરે છે, તે જે કંઇ પ્રમાણ કરી આપે છે બીજા
મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે."
દેશમાં
સમાજના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવવામાં આવે છે તે નિયમોનું પાલન
કરવું એ તમામ નાગરીકોની જવાબદારી છે.કયા સમાજે કેટલી પ્રગતિ કરી છે તે તેના
મર્યાદા પાલન ઉપર આધારીત હોય છે.બીજાઓની ભાવનાને સમજવી,તેમને
સન્માન આપવું, મીઠા શબ્દોનો ઉપયોગ કરવો, બીજાની યથાશક્તિ સેવા કરવી, સમાજમાં કોઇને નાના સમજી
તેમનો તિરસ્કાર ન કરવો,ઘૃણા ન કરવી, તમામને
માનવીય દ્રષ્ટિથી જોઇ સમભાવથી યથાયોગ્ય વ્યવહાર કરવો..આવા નિયમોના પાલનથી સમાજ
ઉન્નત બને છે. સમાજના નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્વાર્થી લોકોને ક્યારેય માનસિક
શાંતિ મળતી નથી, વ્યક્તિની માનસિક શાંતિના માટે પણ મર્યાદા
જરૂરી છે.મર્યાદાની સૌથી વધુ જરૂર આધ્યાત્મિક જીવનમાં પડે છે.પરીવારમાં પણ કેટલાક
નિયમો હોય છે, રીતિ-રિવાજ હોય છે,મર્યાદા
હોય છે જેનું પાલન કરવું દરેક સદસ્યની ફરજ છે.મર્યાદામાં રહેવું,અનુશાસનમાં રહેવું સ્વસ્થ સભ્યતાનું પ્રતિક છે.બાળકો સાથે સ્નેહયુક્ત
વ્યવહાર કરવો, મોટાઓનો આદર-સત્કાર કરવો અને અતિથિ સત્કાર કરવો
એ શુભ મર્યાદાનું પ્રતિક છે.મહાત્માઓ જાણે છે કે પરીવારજનો સાથે કેવો વ્યવહાર કરવો
જેનાથી પ્રેમભર્યું વાતાવરણ બનેલું રહે.સુખી ગૃહસ્થાશ્રમ એ જ છે કે દરેકના મનમાં
લાલસા કે કામના ન હોય અને ઉત્તમ વિચાર અને ઉત્તમ કર્મ હોય, દરેકના
પ્રત્યે નિષ્પક્ષ વ્યવહાર હોય એ જ ગૃહસ્થ જીવનની મર્યાદા છે.
આ
લેખ વાંચીને કેટલાક મિત્રો અને માતૃશક્તિ આલોચના કરશે પરંતુ આપણે આ વાસ્તવિકતાને
સમજીને અમારી સંસ્કૃતિ તથા સંસ્કારોને પુનઃર્જીવિત કરવાનો પ્રયાસ કરીશું તો જ
વર્તમાન સમયમાં વધી રહેલા અપરાધોને અંકુશમાં લેવામાં અમે સફળ થઇ શકીશું.
૧૯૮૦ સુધીમાં
દિકરીઓ કોલેજમાં સાડી કે સલવાર-શૂટ પહેરતી હતી
ત્યારપછી સાડી સંપૂર્ણપણે ગાયબ થઇ ગઇ અને સલવાર-શૂટની
સાથે જીન્સનું આગમન થયું. ૨૦૦૫ પછી
સલવાર-શૂટ ગાયબ થઇ ગયા અને તેની જગ્યાએ સ્કીન-ટાઇટ
સફેદ-કાળા સ્લૈક્સ આવી ગયા.ત્યારપછી ૨૦૧૦
સુધી લગભગ પારદર્શી સ્લૈક્સ આવી ગયાં જેના
પહેરવાથી આંતરીક વસ્ત્રો સ્પષ્ટ દેખાવા લાગ્યાં.ત્યારબાદના શૂટ કે જે ઘુટન કે
જાંઘો પાસેથી બે ભાગમાં કાપેલ હતા જે ૨૦૧૨ પછી
કમરથી બે ભાગમાં વહેંચાયેલા જોવા મળ્યા, ૨૦૧૫
પછી શૂટ લગભગ નાભિથી ઉપરના ભાગથી બે ભાગોમાં વહેંચાયેલા જોવા
મળ્યા જેનાથી છોકરીઓ અને મહિલાઓના નિતંબ સંપૂર્ણ રીતે દેખાવા લાગ્યા અને જ્યારે તે
બે પૈડાવાડા વાહન ચલાવે કે તેની પાછળ બેસે તો વિચિત્ર દેખાય છે.
નવાઇની વાત
તો એ છે કે આવા પહેરવેશ કોલેજમાં ભણતી દિકરીઓથી લઇને ચાલીસ વટાવેલ મહિલાઓમાં પણ જોવા
મળે છે.મોટી ઉંમરની મહિલાઓ નાની દિકરીઓને સમજાવવાના બદલે તેમની સરખામણી કરવા લાગી
ગયેલ છે.સને ૨૦૧૮માં સ્લૈક્સ પણ પ્રિન્ટેડ કે
રંગ-બેરંગી બની ગયા અને શૂટ હવે કમર સુધી આવી ગયા અને શરીરના પ્રદર્શન થવા લાગ્યાં
અને કોલેજની દિકરીઓ કે મોટી મહિલાઓમાં એક નવો ટ્રેડ આવ્યો.સ્લૈક્સ નીચેથી કાપેલી
હવે પિંડીઓ સુધી આવી ગઇ છે.
સૌથી મોટી
વાત તો એ છે કે આ બધી વેશભૂષા ફક્ત હિન્દુ દિકરીઓમાં
જ દેખાય છે.હિન્દુ પુરૂષોમાં આ વેશભૂષામાં છેલ્લા ચાલીસ વર્ષથી કોઇ ઉલ્લેખનીય
પરિવર્તન થયું નથી જ્યારે એનાથી ઉલ્ટું મુસ્લિમ દિકરીઓ બજાર-ર્માલમાં કે મોટી
હોટલમાં સામાજીક પાર્ટીઓમાં જાય છે તો આખા કાળા રંગના બુરખામાં આખું શરીર ઢંકાયેલ
જોવા મળે છે.હિન્દુ દિકરીઓ-મહિલાઓ જેટલું અંગપ્રદર્શન કરવા ઇચ્છે છે જ્યારે
મુસ્લિમ મહિલાઓ પહેરવેશ માટે એટલી જ કઠોર હોય છે.ટી.વી.ઉપર આવતા કાર્યક્રમોના મંચ ઉપર આવેલ વી.આઇ.પી. મહેમાનોમાં હિન્દુ અને મુસ્લિમ
મહિલાઓની વેશભૂષામાં આ અંતર સ્પષ્ટ દેખાય છે. પહેલાં પુરૂષો સાધારણ અને
ઓછાં કપડાં પહેરતા હતા અને નારીઓ સૌમ્યતાપૂર્વક વધારે કપડાં પહેરતી હતી.હવે તો
ટી.વી. સિરીયલો અને ફિલ્મોની લપેટમાં આવીને આજની હિન્દુ નારી અડધા કપડાં ઉતારી
ચુકી છે..!
આલેખનઃ
વિનોદભાઇ
માછી નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)