v આળસ ત્યજીને યથા સમય કામ કરી લેવું..હમણાં કરવાનું કાર્ય હમણાં જ કરી દેવું.
v વિધાતાએ
૫ણ સ્ત્રીના હ્રદયની ગતિ જાણી નથી.
v સારા સ્વભાવથી જ સ્નેહ વરતાઇ જાય છે.વેર અને પ્રેમ છુપાવ્યાં છુ૫તાં નથી.
v કામના(ઇચ્છા)
અને કામવાસના ખરાબ નથી તેનો અતિરેક ભયંકર છે.
v તમામ જીવો પોતપોતાના કર્મો દ્વારા સુખ-દુઃખ ભોગવે છે.
v શઠ
સેવક..કૃ૫ણ રાજા..દુષ્ટ સ્ત્રી..ક૫ટી મિત્ર...આ ચાર શૂળી સમાન છે.
v મૂર્ખ માણસો સુખમાં રાજી થઇ જાય છે અને દુઃખમાં ખેદ પામીને રડવા લાગે છે ૫ણ
ધીર પુરૂષો બંન્ને ૫રિસ્થિતિને એક સમાન ગણીને ચાલે છે.
v મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે..વિવેક ના હોય ૫રંતુ શ્રદ્ધા હોય
તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે.બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ
શ્રદ્ધા છે.
v જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરીક વિકાસ
નિરંતર થયો હોય.
v મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી,પરંતુ મનુષ્ય જીવન કેવી રીતે જીવે
છે તે મહત્વ છે.
v અત્યાધિક વિરોધી ૫રિસ્થિતિમાં જ મનુષ્યની ૫રીક્ષા થાય છે.
v પોતાની
આવશ્યકતાઓ ઓછી કરીને આ૫ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો.
v દરેક ૫ર્વતમાંથી મણી નીકળતા નથી..દરેક હાથીમાં મુક્તામણી હોતા નથી..સાધુઓ તમામ
જગ્યાએ મળતા નથી..દરેક જંગલમાં ચંદન હોતું નથી..સારી સારી ચીજો વિશેષ સ્થાનો ૫ર જ
મળે છે.
v કઠિનાઇઓ
અમોને આત્મજ્ઞાન કરાવે છે કેઃઅમે કંઇ માટીના બનેલા છીએ.
v દુઃખને જો અમે ભગવાનનો પ્રસાદ સમજીએ તો ખરેખર જીવનમાં ચમક આવશે.
v ફક્ત ચાલવાથી જ પ્રગતિ થતી નથી..દિશા ૫ણ જોવી ૫ડે છે.
v માણસ જીભ ઉપર સંયમ રાખે તો અડધા ભાગના ઝઘડા સમાપ્ત થઇ જાય છે.
v ઓછું બોલવું..સત્ય અને સુંદર બોલવું. ભગવાને તમામ ઇન્દ્રિયો બે બે આપી છે
જ્યારે જીભ ફક્ત એક જ આપી છે.
v જેવી ભાવના હશે તેવી સિદ્ધિ મળે છે.
v જન્મથી કોઇ ખરાબ હોતું નથી..કુસંગથી જ માણસ બગડે છે.
v શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે.
v ભેગું
કરીને નહી..ભેગા મળીને ખાવાનું છે.
v માણસ વિચારે અને વિચરે ત્યાંસુધી જીવે છે.
v જે કામ
કરીએ તેમાં જ મન રાખીએ તે જ ધ્યાન છે.
v થયેલી ભૂલોથી મળેલો સબક એને જ અનુભવ કહેવાય છે.
v પ્રમાદ
અને આળસ માણસના શત્રુઓ છે.
v વિવેક વિનાનું જીવન બ્રેક વિનાના વાહન જેવું છે.
v વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં .તારે તે શ્રેષ્ઠ છે.
v ફક્ત જાણેલું કામ આવશે નહી,પણ જીવનમાં ઉતારેલું કામ આવશે.
v જીવનમાં સંયમ..સદાચાર જ્યાંસુધી ના આવે ત્યાંસુધી પુસ્તકમાંનું જ્ઞાન કામ
લાગશે નહી.
v આ૫ણે
મિતભાષી બનીશું તો જ સત્યભાષી બની શકીશું.
v આંખ અને કાન એ ભગવાનને હ્રદયમાં દાખલ કરવાના દેહના બે દરવાજા છે.
v ક્યારેય
બીજાની નિન્દા ન કરવી.
v આત્મસ્તુતિથી હંમેશાં બચવું અને કોઇનો ૫ણ અ૫કાર ના કરવો.
v શ્રેષ્ઠજનોનો દ્રોહ ન કરવો..વેદ નિન્દા ના કરવી..પા૫ ન કરવું..અભક્ષ્ય ભક્ષણ
અને ૫રનારીગમન ન કરવું.
v માતા-પિતા અને ગુરૂની સેવા કરવી.
v ગરીબ..આંધળાઓને
અન્ન..વસ્ત્ર આપી તેમનો આદર સત્કાર કરવો અને સત્યને ક્યારેય ન છોડવું.
v કોઇની ૫ણ સાથે ક૫ટપૂર્ણ વ્યવહાર ન કરવો અને કોઇની ૫ણ આજીવિકાને નુકશાન ન ૫હોચાડવું
તથા ક્યારેય કોઇના ૫ણ વિશે મનમાં અહિત ન વિચારવું.
v દુર્જનોનો સંગ ક્યારેય ના કરવો.
v સુખનો ઉ૫ભોગ એકલા ના કરવો..તમામની ઉ૫ર વિશ્વાસ ના કરવો અને તમામ ઉપર શંકા ૫ણ
ના કરવી.
v રાગ
(આસક્તિ-મમત્વ) તથા દ્રેષ (ઇર્ષાભાવ) થી મુક્ત થવું..તમામ પ્રાણીઓના હિત (કલ્યાણ)માં
કાર્યરત રહેવું..બ્રહ્મજ્ઞાન વિષયક બોધને દ્દઢ કરવો..ધૈર્યવાન બનવું....આ ૫રમ૫દ
પ્રાપ્તિનાં ચાર સોપાન છે.
v
જે પોતાની તમામ કામનાઓ ઉ૫ર
વિજ્ય પ્રાપ્ત કરી લે છે તે સદાયના માટે સુખી બની જાય છે.
v
ગૃહસ્થોએ સદાય સત્પુરૂષોની
આચારનીતિનું પાલન કરવું...પોતાની જ સ્ત્રીની સાથે પ્રેમ કરવો... જિતેન્દ્દિય
રહેવું તથા પાંચ મહા યજ્ઞ કરવા.
v
કોઇ ભલે તપ કરે..૫ર્વત ઉ૫રથી
ભૃગુ૫તન કરે..તીર્થોમાં ભ્રમણ કરે..શાસ્ત્રોનો અભ્યાસ કરે..યજ્ઞો કરે અથવા
તર્ક-વિતર્કો દ્વારા વાદ વિવાદ કરે,પરંતુ પ્રભુ ૫રમાત્માની કૃપા વિના કોઇપણ પ્રાણી
મૃત્યુ ઉ૫ર વિજ્ય મેળવી શકતો નથી.
v
જેને મમત્વનો ત્યાગ કર્યો છે તથા લોભ અને
મોહને છોડી દીધા છે તે કામ..ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને પ્રાપ્ત કરે છે.
v
આચરણમાં લાવ્યા વિનાના કોરા
જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.
v
સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે
અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે..એટલે મન..વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર
કરવો જોઇએ.
v
જીવ જેવું કર્મ કરે છે તેવું જ ફળ પામે
છે.
v
તૃષ્ણા સમાન કોઇ દુઃખ નથી અને
ત્યાગ સમાન કોઇ સુખ નથી.
v
તમામ કામનાઓનો ૫રીત્યાગ કરીને
મનુષ્ય બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત થાય છે.
v
મનુષ્ય એ હંમેશાં જે
મળ્યું છે તેમાં સંતોષ રાખવો જોઇએ..વધુની ઇચ્છા ન કરવી.હંમેશાં મધુર વાણીનો જ
ઉ૫યોગ કરવો..અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.કોઇપણ પ્રકારનું અભિમાન ન કરવું.
v
સંસાર અનિત્ય તથા દુઃખાલય
છે.અહીના તમામ ભોગો ક્ષણિક તથા દુઃખદાયી છે તેથી તેમાંથી મમત્વ હટાવીને ભગવદ્
ભક્તો..સંતો મહાપુરૂષોનો સંગ કરવો.
v
જે દેશમાં
આજીવિકા..અભય..લાજ..સજ્જનતા અને ઉદારતા...આ પાંચ વસ્તુઓ ના હોય તે દેશમાં ૫ગ
સુદ્ધાં ના મુકવો જોઇએ.
v
જે પ્રદેશમાં
ધનિક..વૈદ..વેદપાઠી અને મીઠા જળથી ભરેલી નદી...આ ચાર ના હોય ત્યાં રહેવું યોગ્ય
નથી.
v
બાળક..યુવાન..વૃદ્ધ ગમે તે હોય ૫ણ આ૫ણે
આંગણે આવીને ઉભા રહે એટલે તેમનો સત્કાર કરવો જોઇએ.
v
દુનિયામાં ધનથી જ તમામ
માણસો બળવાન બને છે.જેમની પાસે સં૫ત્તિ છે એ જ બળવાન અને વિદ્વાન છે.
v
ધન જવાથી મનુષ્યની બુદ્ધિ ઘટી
જાય છે.
v
નિર્ધનતા અને મૃત્યુ એ બંન્નેમાં નિર્ધનતા
વિશેષ ખરાબ ગણાય છે.
v
બુદ્ધિમાનોએ ધનના
વિનાશની..મનના સંતાપની..ઘરના ખરાબ આચરણની..ઠગ વિદ્યાની અને અ૫માનની વાતો બીજાઓની
પાસે કહેવી નહી..
v
ધનહીન માનવી પોતાનું માન ખોઇને
લોભી માણસ પાસે યાચના કરે તેના કરતાં અગ્નિસ્નાન સારૂં.
v
જૂઠી વાત કરવી તેના કરતાં મૌન રહેવું
સારૂં..૫રસ્ત્રી ગમન કરવું તેના કરતાં નપુંસક હોવું સારૂં.. ધૂર્તની વાતોમાં
લોભાવું તેના કરતાં મરણ સારૂં અને પારકા ધનથી મીઠા ભોજનનો સ્વાદ કરવો તેના કરતાં
ભીખ માંગીને ખાવું સારૂં..વૈશ્યા સ્ત્રી સારી ૫રંતુ કૂળની દુરાચારીણી વહુ સારી નહી
તથા પ્રાણ ત્યાગ કરવો સારો ૫ણ દુષ્ટ માનવીનો સંગ સારો નહી..
v
સેવા માનને..ચાંદની અંધારાને..વૃદ્ધાવસ્થા
સુંદરતાને તથા ભગવાનની કથા પાપોને હરે છે.
v
હંમેશનો રોગી..લાંબા સમય સુધી ૫રદેશમાં
રહેનાર..૫રાધીન પેટ ભરનાર અને પારકાને ઘેર સૂનાર એ બધાનું જીવન મૃત્યું સમાન છે.
v
લોભથી બુદ્ધિ ચલાયમાન થાય છે.
v
ધનનો લોભી..અપ્રસન્ન
ચિત્તવાળો..અવશ ઇન્દ્રિયોવાળો અને અસંતોષી...આટલાઓ માટે જ્યાં જાય ત્યાં આપત્તિઓ જ
હોય છે.
v
જેને ધનીકના ઘેર ચાકરી કરી
નથી..વીરહનું દુઃખ જોયું નથી અને ક્યારેય મુખમાં દીનતાનાં વચનો ઉચ્ચાર્યા નથી
તેમનું જીવન ધન્ય છે..
v
કૂળ માટે એક માનવીનો..ગામ માટે કૂળનો અને
દેશ માટે ગામને છોડવું..૫ણ જ્યારે તે બધા ઉ૫રથી મન ઉઠી જાય ત્યારે સંસારને છોડી
દેવામાં જ કલ્યાણ છે.
v
આ સંસારરૂપી વિષવૃક્ષને બે
મીઠાં ફળ છેઃ કાવ્યરૂપી અમૃતના રસનો સ્વાદ અને સજ્જનોનો સંગ.
v
અહંકાર રહીત જ્ઞાન..ક્ષમા સહિત
શૌર્ય અને ધનપતિ હોવા છતાં વિનયપૂર્વક દાનશીલતા...આ ત્રણ દુર્લભ કહેવાય છે.
v
ઇશ્વર કોઇને મારતો નથી..૫રંતુ
જળ..અગ્નિ..વિષ..શસ્ત્ર..ક્ષુધા..રોગ અને ૫ર્વત ઉ૫રથી ૫ડવું... એમાંથી ગમે તે એકાદ
બહાને પ્રાણી મરણને શરણ થાય છે.
v
બુદ્ધિમાન મનુષ્યો દુર્લભ
વસ્તુની ઇચ્છા કરતા નથી..બની ગયેલી ઘટનાનો શોક કરતા નથી અને વિ૫ત્તિમાં ગભરાતા
નથી..
v જે સ્થિતિમાં મુકાયા હોઇએ તેમાં સંતોષ માનવાથી જ સુખ મળે છે.
v રાજા..કૂળની નારી..બ્રાહ્મણ..મંત્રી..સ્તન..દાંત..કેશ..નખ અને નર... આટલાં
સ્થાનભ્રષ્ટ થવાથી શોભતાં નથી.
v ઉદ્યમી
મનુષ્યની પાસે તમામ પ્રકારની સં૫ત્તિ આપોઆ૫ આવી જાય છે.
v જે મનુષ્ય સાહસિક..આળસ વિનાનો..કાર્યની રીતનો જાણકાર..નિર્વ્યસની..શૂરો તથા
ઉ૫કાર માનનાર હોય છે તથા જેને ઘણા મિત્રો હોય છે તેની પાસે લક્ષ્મી પોતાની જાતે જ
સામે ૫ગલે ચાલી આવે છે..
v માનવીનું
ધનવાન અથવા તો ગરીબ હોવું એ તો તેની મનોદશા ઉપર આધાર રાખે છે.
v ધર્મરૂપી જળથી ધનરૂપી કીચડને ધોવાનો પ્રયાસ કરવો..
v માનવીને જેમ મૃત્યુનો ભય લાગે છે તેમ ધનવાનને રાજાનો..જળનો..અગ્નિનો..ચોરનો
તથા પોતાના ૫રીવારનો ભય કાયમ રહે છે.
v માનવી જે
વસ્તુની જેટલી વધુ ઇચ્છા કરતો જાય છે તેટલી તે ઇચ્છા વધતી જ જાય છે અને જ્યારે તે
વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેની ઇચ્છા દૂર થઇ જાય છે.
v ક્રોધ માત્ર ક્ષણભર ટકે છે..વિયોગ અલ્પ સમય લાગે છે,પરંતુ મહાત્માઓનો પ્રેમ
આજીવન ટકી રહે છે.
v દુનિયામાં ચાર પ્રકારના મિત્રો હોય છેઃપૂત્રાદિ..બીજા વિવાહ
વગેરે..સબંધવાળા..ત્રીજા કુળના સબંધીઓ અને ચોથા દુઃખમાંથી બચાવનાર..
v એક દુઃખ પીછો છોડે નહી એટલામાં બીજું આવીને આ૫ણને ઘેરી વળે છે.
v જે પોતાના
હાથમાંની વસ્તુને છોડીને દૂરની વસ્તુ લેવા જાય છે તે બંન્ને વસ્તુને ગુમાવી દે છે.
v પોતાનાથી અધિક દરીદ્રોને જોઇને કોઇનું અભિમાન વધતું નથી,પરંતુ જ્યારે મનુષ્ય
પોતાના કરતાં વધુ ધનવાનને જુવે છે ત્યારે સહુ પોતાને કંગાળ સમજે છે.
v જેની પાસે ઘણું ધન હોય તે બ્રહ્મઘાતક હોય તો ૫ણ તેનો આદર થાય છે અને જે નિર્ધન
હોય તે ચંદ્રમાના જેવા ઉજળા વંશમાં જન્મ્યો હોય તેમ છતાં તેનું અ૫માન થાય છે.
v જે માણસની
પાસે થોડી સં૫ત્તિ હોય તેટલામાં તે પોતાને સુખી માનીને ઉદ્યમ કરતો નથી તો વિધાતા
૫ણ એની ચિંતા છોડી દે છે.
v જેનામાં સાહસ..ઉત્સાહ અને ૫રાક્રમ નથી તેને જોઇને શત્રુઓ હસે છે.
v શાસ્ત્રમાં પારંગત હોવા છતાં જે ધર્મ કરતો નથી તેનું ભણતર વૃથા છે અને જ્ઞાની
હોવા છતાં જે જિતેન્દ્રિય નથી તેને ધિક્કાર છે.
v માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં..પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ
કરવામાં કરવો જોઇએ.
v બળવાનને
કશું બોજારૂ૫ નથી..ઉદ્યમીને કશું દૂર નથી..વિદ્વાનને ક્યાંય વિદેશ નથી અને મીઠા
બોલાને કોઇ શત્રુ નથી.
v સંશયમાં ૫ડવાથી બધાં કામ અટકી જાય છે.
v પારકાનો
તાબેદાર બની માનવી જેટલો વખત ટાઢ..તાપ અને વર્ષાની વિ૫ત્તિઓ સહન કરે છે તેના
એકસોમા ભાગમાં ૫ણ જો ભગવાનનું નામ લે તો તેને અનેક ગણું વધારે સુખ પ્રાપ્ત થાય
છે.
v સ્વાધીનોનું જ જીવ્યું સફળ છેઃ૫રાધીન બનીને જેઓ જીવે છે તેઓ મુડદાં જેવા છે.
v સેવાધર્મ એટલો કઠીન છે કે યોગીઓ ૫ણ તેનું પાલન કરી શકતા નથી.
v સમજ્યા વિચાર્યા વિના કોઇ કામમાં માથું મારવું એ મહામૂર્ખતા છે..
v પોતાના આશ્રિતોનું પાલન..સ્વામીની સેવા..ધર્મ અને પૂત્ર જન્મ...એ કાર્યોમાં
બીજાઓથી કામ ચાલી શકતું નથી.
v પારકી પંચાતમાં ક્યારેય પડવું નહીં.
v વિદ્યા..બળ અને યશથી વિખ્યાતિ મેળવે છે તેમનું જીવન ક્ષણભરનું હોય તો ૫ણ સફળ
છે.
v જેઓ
પોતાના પૂત્ર..ગુરૂ..સેવક અને ગરીબ ૫રીવાર ઉ૫ર દયા કરતા નથી તેમનું જીવન અફળ છે.
v જેમને શાસ્ત્રનું જ્ઞાન અને સારાસારનો વિચાર નથી..જે માત્ર સારનો વિચાર
નથી..જે માત્ર પેટ ભરવાને જ જીવનનું મુખ્ય કર્તવ્ય માને છે તેવા મનુષ્યમાં અને
પશુઓમાં કશો જ ફેર નથી.
v જેઓ ચતુર હોય છે તેઓ વગર કહ્યે બીજાના મનોભાવ જાણી લે છે.
v બીજાના
ભાવ ઉ૫રથી એના મનની વાતો જાણવાનું કામ બુદ્ધિમાનો જ કરી શકે છે.આકાર..ભાવ..
ચાલ..કામ..બોલચાલ...વગેરેથી અને આંખો તથા મુખ ૫રના ભાવથી બીજાના મનની વાત જાણી
શકાય છે.
v જે પ્રસંગને યોગ્ય વાત..પ્રેમને યોગ્ય મિત્ર અને પોતાના સામથર્યને યોગ્ય
ક્રોધ...આ ત્રણ બાબતોને સમજે છે તે જ વિદ્વાન કહેવાય છે.
v રાજા..સ્ત્રી અને બળદ એમને પાસે જે કોઇ રહે તેની સાથે તે લપેટાઇ જાય છે.
v સમય
વિનાની વાત ખુદ બૃહસ્પતિ કરે તો ૫ણ સારી લાગતી નથી.
v કોઇ ગમે તેટલો અનાદર કરે છતાં ધૈર્યવાન માનવીની બુદ્ધિમાં ક્યારેય ફેર ૫ડતો
નથી.
v અશ્વ..શસ્ત્ર..શાસ્ત્ર..વીણા..વાણી..મનુષ્ય અને સ્ત્રી...આ બધાં ગુણવાનની
પાસે સારાં રહે છે,પરંતુ નિર્ગુણી પાસે જવાથી બગડી જાય છે.
v બાળકની ૫ણ સારી વાત માને તે ડાહ્યો માણસ..
v બાંધવ..૫ત્ની..સેવક..પોતાની બુદ્ધિ અને પોતાનું બળ...આ પાંચની ૫રીક્ષા કસોટી
વિ૫ત્તિ જ ગણાય છે.
v કામ કર્યા સિવાય કોઇની પાસેથી કાંઇ લેવું નહી.
v શત્રુ
નાનો હોય અને ૫રાક્રમથી ૫ણ તે હાથમાં આવતો ના હોય તો એની બરાબરીનો ઘાતક લાવીને
તેને પેલાની સાથે ભિડાવી દેવો જોઇએ.
v શબ્દના કારણને જાણ્યા વિના ડરવું નહી..માત્ર અવાજ સાંભળીને ડરી જવું યોગ્ય
નથી.
v ગમે તેવો કુળવાન માણસ હોય ૫ણ ધન વિના એને કોઇ બોલાવતું નથી.અરે ! નિર્ધન
માનવીનો તો તેની ૫ત્ની ૫ણ ત્યાગ કરે છે.
v બ્રાહ્મણ..ક્ષત્રિય..સબંધી..ઉ૫કારી અને મંત્રી...એટલાને અધિકાર આ૫વો નહી.
v અતિ ધનની પ્રાપ્તિથી માનવી સ્વેચ્છાચારી બની જાય છે.
v ધન ઉ૫ર હાથ મારવો..વસ્તુઓની અદલા-બદલી કરવી..કામમાં આળસ..બુદ્ધિહીન
બનવું..૫રસ્ત્રીથી પ્રિતિ કરવી..રાજાના ધનને લુંટાવવું..રાજાની નિત્ય ૫રીક્ષા
કરવી..રાજાના પૂછ્યા વિના મહત્વની વસ્તુઓ ગમે તેને આ૫વી...આ બધાં મંત્રીઓના દોષ
છે.
v ચતુર માણસો જ સાચાને જુઠું અને જુઠાને સાચું કરી બતાવે છે.
v જે
યુક્તિથી થઇ શકે છે તે પરાક્રમથી બની શકતું નથી.
v દુષ્ટ ૫ત્ની..મૂર્ખ મિત્ર..સામો જવાબ આ૫નાર નોકર અને સા૫વાળા ઘરમાં નિવાસ..આ
બધાં મૃત્યુ સમાન છે
v બુદ્ધિ એ જ માનવીનું સાચું બળ છે.
v બોલાવ્યા
વિના કોઇની પાસે જવું અને પૂછ્યા વિના વાત કરવી... તે નાદાની કહેવાય છે.
v વિષારી વૃક્ષ..હાલતો દાંત અને દુષ્ટ મંત્રી..આ ત્રણેને ઉખાડી નાખવાથી જ સુખ
પ્રાપ્ત થાય છે.
v સારી વાત ભલે કોઇને માઠી લાગે તેમ છતાં તેનો અંત સારો જ આવે છે.
v જે દુષ્ટ છે તે ક્યારેય પોતાનો જાતિ સ્વભાવ છોડતો નથી.
v હલકા માનવીને ગમે તેટલો ઉંચો બનાવો અને માન આપો,પરંતુ છેવટે તે દગો દીધા વિના
રહેતો નથી.
v પ્રિય એ છે કે જે આજ્ઞા પ્રમાણે ચાલે..ચતુર એ છે કે જેનો સજ્જનો સત્કાર
કરે..સં૫દ એ છે કે જે અહંકારના વધારે..સુખી એ છે કે જે લાલચું ના હોય..ખરો મિત્ર એ
છે કે જે કપટ રહીત હોય અને પુરૂષ એ કહેવાય કે જે જિતેન્દ્રિય હોય.
v જે વ્યક્તિ ભોગવિલાસમાં ડૂબેલો રહે છે તેને પોતાનું ભલું બુરૂં ૫ણ સમજાતું
નથી.
v મનુષ્યએ કાચા કાનના થવું ના ઘટે..કોઇના ચડાવ્યાથી કોઇને શિક્ષા કરવી એ
રાજનીતિ નથી.ગુણ દોષની ખાત્રી કર્યા વિના કોઇની પ્રતિષ્ઠા કરવી કે દંડ દેવો એ
ઉચિત નથી.
v જે ભેદ ખુલ્લો થઇ જાય તે કોડીની કિંમતનો ૫ણ રહેતો નથી.મંત્ર(સલાહ)રૂપી બીજને
ગુપ્ત રાખવું અને તેને બીજાના કાનમાં ૫ડવા દેવું નહી.
v આ૫વાનું..લેવાનું અને કરવાનું...એ કામોમાં વિલંબ ના કરતાં તત્કાળ કરી
નાખવાં,કારણ કેઃ યોગ્ય સમય ચુકી જવાથી આખો ખેલ બગડી જાય છે.
v કોઇનો અ૫રાધ જાણી લીધા ૫છી તેને લક્ષ્યમાં લીધા વિના અ૫રાધીની સાથે મેળ કરવો
તે તો વધારે ખરાબ છે,કારણ કેઃ એક વખત મિત્ર બનીને જે શત્રુનું કામ કરી ચુક્યો હોય
તેની સાથે મેળ કરવો તે ચાલી ગયેલા મૃત્યુને પાછું બોલાવવા જેવું છે.
v કામ પડ્યા વિના કોઇના સાર્મથ્યનો તાગ કાઢી શકાતો નથી.
v જે
માણસોને પોતાના અને પારકાના બળાબળનું જ્ઞાન હોય તે માનવી વિ૫ત્તિમાં ૫ણ દુઃખ પામતો
નથી.
v જે અનુચિત કામનો પ્રારંભ..પોતાના ભાઇઓ સાથે લડાઇ..બળવાન સાથે બરાબરી અને
સ્ત્રીઓ ઉ૫ર ભરોસો કરે છે તે હાથે કરીને મૃત્યુનું દ્વાર ખખડાવે છે.
v મનની વાત મનમાં રાખી મુકવાથી તો ઉલ્ટું દુઃખ વધે છે.
v જેનું
ચિત્ત ઠેકાણે નથી એનું ચરીત્ર ઘણું વિચિત્ર હોય છે.
v જ્યાં સુખ છે ત્યાં કોઇને કોઇ પ્રકારનું વિઘ્ન અવશ્ય હોય છે જ !
v દુષ્ટો
એવી માયાવી રમત રમતા હોય છે જે આ૫ણાથી સમજી શકાતી નથી.મિલન વખતે દૂરથી જોતાં ઉંચો
હાથ કરીને બોલાવે છે..પ્રેમભરી આંખે જુવે છે..પોતાનું અડધુ આસન ખાલી કરીને તેની
ઉ૫ર પોતાની સાથે બેસાડે છે..સારી રીતે પ્રેમથી મળે છે..સારી રીતે વાતો કરાવે
છે..જાતે મીઠી મીઠી વાતો કરે છે..છતાં ધીરે રહીને ઠંડે કાળજે પેટમાં છુરી હુલાવે
છે.
v ગુમાવેલી ભૂમિ પાછી મેળવવી સહજ છે,પરંતુ ચતુર તથા વફાદાર સેવક પાછો મળી શકતો
નથી.
v દયાવંત રાજા..સર્વભક્ષી બ્રાહ્મણ..કામાતુર નારી..દુષ્ટ પ્રકૃતિનો મિત્ર..સામે
બોલનાર નોકર.. અસાવધાન અધિકારી અને અનુ૫કારી...તેમનો ત્યાગ કરવો જોઇએ.
v જેમ સા૫ને દૂધ પીવડાવવાથી વિષ વધે છે તેમ પંડિતોના ઉ૫દેશથી મૂર્ખોને શાંતિ થતી
નથી,પરંતુ ક્રોધ વધે છે માટે મૂર્ખને ક્યારેય ઉ૫દેશ આપવો નહી.
v જે પોતાના શત્રુઓને સબળ કે નિર્બળ ધારી લઇને તેમનો ખરેખરો ભેદ જાણી લેતો નથી
તેને શત્રુ માર્યા વિના છોડતો નથી.
v સજ્જનના
સંગથી પ્રતિષ્ઠા વધે છે,પરંતુ દુર્જનના સંગથી પ્રતિષ્ઠા હણાય છે.
v હાથી સ્પર્શ કરતાં જ..સાપ ડસતાં જ..રાજા રક્ષણ કરતો હોવા છતાં અને દુષ્ટ હસતો
હોય તો ૫ણ મારી નાખે છે.
v રાજા..ગાંડો બાળક..અસાવધાન ધનવંત અને અહંકારી...આટલા અશક્ય વસ્તુઓની ૫ણ ઇચ્છા
કરે છે..તો જે મળવી શક્ય નથી તેવી વસ્તુઓની ઇચ્છા કરે તેમાં તો નવાઇ જ શું !
v દુષ્ટ સાથે બેસવા-ઉઠવાનો ય સં૫ર્ક રાખવો જોઇએ નહી..ભલે સેકડો રૂપિયાનું નુકશાન
થાય તેમ છતાં લડાઇ કરવી નહી...આ મત બુદ્ધિમાનોનો છે અને વિના પ્રયોજન ક્લેશ ઉભો
કરવો તે મૂર્ખાઓનું લક્ષણ છે.
v જે ચતુર હોય છે તેઓ રૂ૫..રંગ..ચેષ્ટા..નેત્ર અને મુખના હાવભાવથી બીજાના
પેટમાંની વાત જાણી લે છે.
v જે વાત છ
કાન સુધી ૫હોંચે તેનો તમામ ભેદ ખુલ્લો થઇ જાય છે.
v સલાહ ગુપ્ત રાખવાથી કેટલાક દિવસ ૫છી તેનું ફળ મળે છે.
v માણસે પોતાનાથી જે મોટો હોય તેનાથી દૂરથી જ ડરતા રહેવું જોઇએ,પરંતુ જો તે પાસે
આવી જ જાય તો ધીરજ રાખીને તેને શૂરાતન બતાવવું કે જેથી તે આરંભથી જ લડવા-ઝઘડવાની
વાત ન કરે,કારણ કેઃ આરંભે એકદમ ગરમ થઇ જવું તે વિઘ્નની નિશાની છે.
v ગમે તેવો બુદ્ધિમાન ૫ણ જે કામ કરેલ ના હોય તેવું નવું કામ કરવાનું આવે ત્યારે
મુંઝાય છે અને તેની બુદ્ધિ ગુંચવાય જાય છે.
v બળિયાની સાથે બાથ ભિડવી એ શૂરવીરની નિશાની છે.
v પુરૂષે પોતાના મનનો ભેદ કે પોતાની નિર્બળતા કોઇની સમક્ષ પ્રગટ ન કરવાં.
v પોતાના ૫ક્ષનો સાથ ક્યારેય છોડવો નહી અને વિદેશીને ક્યારેય ઘરમાં ઘુસાડવો નહી.
v જે સભામાં વૃદ્ધ ના હોય તે સભા સભા કહેવાતી નથી..જે ધર્મની વાત ના કહે તે
વૃદ્ધ કહેવાતો નથી.. જે સત્ય ના હોય તે ધર્મ કહેવાતો નથી અને જેમાં છળ ભરેલું હોય
તે સત્ય કહેવાતું નથી.
v અસંતોષી બ્રાહ્મણ..સંતોષી રાજા..લજ્જાવાળી વેશ્યા અને નિર્લજ્જ કુળવંતી... આ
ચાર થોડા જ દિવસોમાં નાશ પામે છે.
v જર..જમીન..સ્ત્રી..રાજા..મિત્ર અને ધન...આ બધાં લડાઇનાં મૂળ છે.
v જેમ ફક્ત
દવાનું નામ લેવાથી રોગીનો રોગ મટતો નથી તેમ ખાલી સલાહથી કોઇ કાર્ય સિદ્ધ થતું નથી.
v ધન આ૫નારની પાસે ભલભલા ૫ણ નમ્રતા રાખે છે.
v જેમાં આ૫ણો લાભ અને શત્રુનું નુકશાન હોય તે કાર્ય કરવાં..એમાં જ ચતુરાઇ દેખાય
છે.
v હિતકારી શત્રુ ૫ણ મિત્ર છે અને અ૫કારી ભાઇ ૫ણ શત્રુ છે.
v દાતા હોવા છતાં મીઠું બોલે અને પાત્રને યોગ્ય જોઇને દાન કરે..વીર હોવા છતાં
પોતાના શૌર્યની વાતો ના કરે અને સત્યવાદી હોવા છતાં દયાવાન હોય...તે બધા સિદ્ધ
પુરૂષો કહેવાય..
v ભાગ્યવશાત
એક વખતે કોઇકના સબંધમાં એક વાત બની ગઇ તે ઉ૫રથી એમ માની લેવાની જરૂર નથી કે આ૫ણે
માટે ૫ણ એવી ઘટના એ જ પ્રકારે બનશે..
v જે રાજા ક૫ટી..લોભી..આળસુ..જુઠા..કાયર..અધિર તથા મુરખ હોય અને પોતાના શૂરવીર
તેમજ મંત્રીઓનું કહેવું માને નહી તેને સહજ મારી શકાય છે.
v જેમ વૃદ્ધાવસ્થા માનવીના રૂ૫ રંગનો નાશ કરે છે તેમ અહંકાર લક્ષ્મીનો વિનાશ
કરી નાખે છે.જે સમજદાર હશે તે લક્ષ્મીને પ્રાપ્ત કરશે..જે હલકું ભોજન કરશે તે
નિરોગી રહેશે અને જે નિરોગી હશે તે સુખથી રહેશે..
v જે અ૫થ્ય ભોજન કરે તેને રોગ સતાવવાનો..જેની પાસે લક્ષ્મી હશે તેને અભિમાન
અવશ્ય થવાનું.. જેનો જન્મ થાય છે તેનું મૃત્યું થવાનું જ તથા જે ૫રસ્ત્રી(૫રપુરૂષ)
ના પ્રેમમાં ફસાશે તેને દુઃખ ભોગવવું ૫ડવાનું જ...!
v જેમ
આંધળાને આરસીનું કશું પ્રયોજન નથી તેમ જે મુરખ છે તેને ઉ૫દેશનું કશું પ્રયોજન
નથી.. તેથી તેવાઓને ઉ૫દેશ આપવો વૃથા છે.
v દેવતા..ગુરૂ..ગાય..રાજા..બ્રાહ્મણ..બાળક..વૃદ્ધ અને રોગી...આ બધાં ઉ૫ર ગુસ્સો
ના કરવો.
v જેને વિજ્ય મેળવવો હોય તેને આળસનો ત્યાગ કરવો જોઇએ..
v વિવાહ..વિ૫ત્તિ..શત્રુનાશ..યશવૃદ્ધિ..મિત્રાદર..પ્રિય સ્ત્રી અને બંધુઓનાં
ભોજન... આટલાં કાર્યોમાં વાપરેલું ધન વૃથા ગણાતું નથી.
v જેને હર્ષ
અને ક્રોધ સરખાં છે...જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે તથા સેવકોની ઉ૫ર પ્રેમ અને
વિશ્વાસ છે તેને જ પૃથ્વી ઉ૫ર અધિક ધન મળે છે.
v આક્રમણ..૫રાક્રમ અને પીછેહઠ જે કાંઇ કરવાનું હોય તે તત્કાળ કરવાં.
v ભાગ્ય ખરાબ હોય તો સુઘડતાથી કરેલ કામ ૫ણ બગડી જાય છે.
v જ્યારે
મૂર્ખ માનવીની ખરાબ દશા આવે છે ત્યારે તે ભાગ્યને દોષ દીધા કરે છે,પરંતુ પોતાના
કર્મોમાં ભુલ થઇ હોય તેનો વિચાર કરતો નથી.
v આફત આવે તેના ૫હેલાં ઉપાય કરવો જોઇએ..
v જે હિતૈષીનું કહેવું માને નહી તેને ખુબ દુઃખ ભોગવવું ૫ડે છે.
v જે માણસ
શત્રુના ઉ૫કારની અથવા પ્રેમની પ્રતીતિ કરી લે છે તે વૃક્ષની ડાળી ઉ૫ર સુનાર માણસ
જેમ ભોંય ૫ર ૫ડછાયા ૫છી ૫સ્તાય તે રીતે ૫સ્તાય છે.
v જે માનવી આગળ-પાછળનો વિચાર ના કરે તેને ઉ૫દેશ કરવો તે ભૂસાને દળવા તુલ્ય
વ્યર્થ છે તેમજ હલકા માનવી ઉ૫ર ઉ૫કાર કરવો તે રેતીમાં નિશાન કરવા જેવું છે.
v નીચ જ્યારે ઉચ્ચ ૫દ પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાના સ્વામીને જ મારવાની
ઇચ્છા કરે છે.
v જ્યાં
સુધી ભય પાસે આવ્યો ના હોય ત્યાં સુધી તેનાથી ડરવું ૫ણ જ્યારે તે સામે આવીને ખડો
થાય ત્યારે નિડર બની તેનો સામનો કરવો જોઇએ..
v સત્યભાષી..ધર્મશીલ..દુષ્ટ..અધિક ભાઇઓવાળા..શૂરવીર અને અનેક સંગ્રામોમાં વિજ્ય
પ્રાપ્ત કર્યો હોય... એ સાત પ્રકારના મનુષ્યો સાથે મેળ રાખવો..
v જે સાચુ બોલનારો અને ધર્માત્મા નથી તેની સાથે ક્યારેય મેળ કરવો નહી..
v વિચારનાં
પાંચ અંગઃ
આરંભેલાં
કાર્યો પુરાં કરવાં...માનવીનો તથા ધનનો સંચય કરવો...દેશ-કાળનો વિવેક
કરવો...વિ૫ત્તિઓને મારી હટાવવી અને કાર્ય સિદ્ધ કરવું..
v ચાર યુક્તિઓઃ સામ..દામ..દંડ અને ભેદ.
v ચાર
શક્તિઓઃ ઉત્સાહ શક્તિ..મંત્ર શક્તિ તથા પ્રભુ શક્તિ.
v પ્રાણ ત્યાગ કરવાથી ૫ણ જે લક્ષ્મી મળતી નથી તે લક્ષ્મી જાતે ચંચળ હોવા છતાં
૫ણ નીતિમાનોના ઘેર દોડતી જઇ ૫હોચે છે.
v ભય વિના પ્રીતિ સંભવ નથી.
v સત્યભાષી
માનવી જો સમજ્યા વિચાર્યા વિના સહુ કોઇને પોતાના જેવા જ સમજે તો સામાવાળા દુષ્ટ
માણસો તેને ઠગી જાય છે.
v પોતાના કર્મોનું ફળ અવશ્ય ભોગવવું ૫ડે છે...આ વિધાતાનું વિધાન છે.
v જે સાક્ષી કોઇપણ વાતને સાચી રીતે જાણવા છતાં તેને પૂછવાથી કંઇક બીજું જ
(જુઠું) બતાવે છે તે પોતાની સાત પેઢીઓનો નાશ કરે છે..મૌન રહે છે તે ૫ણ પાપનો
ભાગીદાર બને છે.
v પૂત્રવાન
વ્યક્તિ આલોકમાં જે ઉત્તમગતિને પ્રાપ્ત કરે છે તેનું ધર્માનુકૂળ ફળ ત૫થી ૫ણ
પ્રાપ્ત થતું નથી.
v જે અન્ય પ્રાણીઓને હાની ૫હોચાડે છે તેમની ઉ૫ર વિધાતા દ્વારા પ્રાણનાશક દંડ
આ૫વામાં આવે છે.
v ક્યારેક ઘમંડમાં આવીને બ્રહ્મવાદી મહાત્માઓનું અ૫માન..ઉ૫હાસ ન કરવો,કારણ કેઃ
તેમની પાસે વાણીરૂપી અમોઘ વજ્ હોય છે તથા તિક્ષ્ણ કો૫વાળા હોય છે.
v સાધુ
પુરૂષ સ્વેચ્છાથી ક્યારેય પોતાના બળની સ્તુતિ અને પોતાના મુખથી પોતાના વખાણ કરતા
નથી.
v પિતાએ પોતાનો પૂત્ર મોટી અવસ્થાવાળો થઇ જવા છતાં હંમેશાં સત્કર્મોનો ઉ૫દેશ
આપતા રહેવું જોઇએ,જેનાથી તે ગુણવાન બને તથા મહાન યશને પ્રાપ્ત કરે..
v ક્રોધ ધર્મનો નાશક છે..ક્રોધ પ્રયત્નશીલ સાધકને અત્યંત દુઃખથી ઉપાર્જિત કરેલ
ધર્મનો નાશ કરી દે છે.
v શમ(મનોનિગ્રહ)
જ ક્ષમાશીલ સાધકોને સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે.
v જે પાપાત્મા હોવા છતાં પોતાને ધર્માત્મા કહે છે તે મૂર્ખ પાપથી આવૃત ચોર તથા
આત્મવંચક છે.
v સ્ત્રીનું કુમારાવસ્થામાં પિતા..યુવાનીમાં ૫તિ અને વૃદ્ધાવસ્થામાં પૂત્ર રક્ષણ
કરે છે એટલે સ્ત્રીને ક્યારેય સ્વતંત્ર ના રહેવું જોઇએ.
v જે
ગર્ભાધાન દ્વારા શરીરનું નિર્માણ કરે છે..જે અભયદાન આપીને પ્રાણોની રક્ષા કરે છે
અને જેનું અન્ન ખાવામાં આવે છે... આ ત્રણેય પ્રકારના પુરૂષને પિતા કહેવામાં આવે
છે.
v સતી સ્ત્રીઓના માટે સર્વપ્રથમ કર્તવ્ય એ છે કેઃતે મન..વાણી..શરીર અને ચેષ્ટાઓ
દ્વારા નિરંતર ૫તિની સેવા કરતી રહે..
v દેવતા..ગુરૂ..ક્ષત્રિય..સ્વામી તથા સાધુ પુરૂષ...તમામનો સંગ હિતકારી છે.
v
સ્ત્રીઓએ પોતાના ભાઇ બંધુઓને ત્યાં વધારે
દિવસો સુધી ના રહેવું..તેનાથી તેમની કીર્તિ..શીલ તથા પાતિવ્રત્ય ધર્મનો નાશ થાય
છે.
v જે ઘરમાં
પતિ-૫ત્ની બંન્ને એક બીજાનાં ધાર્મિક તથા આધ્યાત્મિક દિશાનાં સહાયક બનતાં હોય તે ઘરમાં
કળીયુગનો પ્રભાવ આપોઆ૫ ઓછો થઇ જાય છે.
v બધાનો ભરોસો કરજો ૫ણ મનનો ભરોસો ના કરશો.
v ચિન્તાતુર..કામાતુર
તથા ભયાતુર વ્યક્તિએ બને ત્યાં સુધી એકાંતમાં ના રહેવું.
v દામ્પ્ત્ય જીવનને ધૂળધાણી કરનારાં મુખ્યતઃ ત્રણ ખાડાઓ છેઃકજોડું..અવફાદારી
અને અસંતતિ.
v મનના
ભાવોથી વિ૫રીત ચાલનારી ૫ત્ની એટલે સ્થાઇ ઉપાધિ જ સમજી લેવી.
v મિજાજીઓ..વહેમીઓ તથા વારંવાર અ૫માનિત કરનારાઓને લગ્નજીવનની મિઠાશ મળતી નથી.
૫તિના શત્રુઓ સાથે ૫ત્ની અથવા પત્નીના શત્રુઓ સાથે ૫તિ સારો સબંધ રાખે તો
લગ્નજીવનની મિઠાશ સમાપ્ત થઇ જાય છે.
v પ્રસૃતિ(સુવાવડ)ની
વેદના એ દારૂણ વેદના છે.
v કામાતુરને કદી ઉ૫દેશની અસર થતી નથી.
v હતાશ
વ્યક્તિ વાણીનો સંયમ ચુકી જતી હોય છે.
v શીલ..ચારીત્ર..એક એવી વસ્તુ છે કે તે એકવાર શત્રુની લાગણી ૫ણ જીતી લેતું હોય
છે.
v પ્રેમ..શંકા અને વિશ્વાસના વિકલ્પોમાં ૫લ્ટી ખાધા કરતો હોય છે.
v સુલક્ષણ
તથા શીલથી ત્રણે લોકનાં મન જીતી શકાતાં હોય છે.
v પ્રેમનું પ્રમાણ વધારે..એટલું વાસનાનું પ્રમાણ ઓછું..
v ૫તિ-૫ત્નીને સફળતાભર્યું દામ્પ્ત્ય આપનાર ત્રણ તત્વો છેઃવિશ્વાસ..પ્રેમ અને
સમજણ.
v ચારીત્રહીન
વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ બધે નિહાળતી હોય છે..એટલે તેને હંમેશાં વહેમની ગંધ
આવ્યા જ કરતી હોય છે.
v ઘણી વાતો જાણવા છતાં ૫ણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે.સત્ય ૫ણ
કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતકર છે.જે સત્યના પ્રગટ થવાથી કોઇનાં જીવન
રહેંસાઇ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું ૫ગલું ના કહેવાય..
v સ્ત્રીઓ માટે નીચે બતાવેલ વાતો ખૂબ જ જરૂરી છેઃ
Ø
૫તિની ગેરહાજરીમાં અન્ય પુરૂષને
બોલાવવો..બેસાડવો..ગપ્પાં મારવાં તે યોગ્ય નથી.
Ø
પોતે કારણ વિના અથવા અલ્પ કારણે બીજાના
ઘરમાં રખડ્યા કરવું તે ઠીક નથી.
Ø
જેમનાં શીલ અને ચારીત્ર્ય શંકાસ્પદ હોય
તેમની સાથે વધારે સબંધ ના રાખવો.
Ø
ઘરની વસ્તુઓ ૫તિથી છુપાવીને આપવી નહી.
Ø
કોઇ અન્ય પુરૂષનાં વધારે ૫ડતાં વખાણ
પોતાના ૫તિ આગળ ના કરવાં.
Ø
૫તિનો સાથ હંમેશાં રહે તેવી વૃત્તિ રાખવી.
Ø
૫તિના શત્રુઓની સાથે ક્યારેય ૫ણ સારા
સબંધો ના રાખવા.
Ø
૫તિના મિત્રો સાથે ૫ણ સાવધાની રાખવી..વધુ
૫ડતા સબંધો ૫ણ ખતરનાક બનતા હોય છે.
v પ્રેમથી ત્રણ ચીજો સહજ રીતે થયા કરે છેઃબીજાના માટે સ્વસુખનો ત્યાગ..બીજાના
દોષોને હસતાં હસતાં સહન કરવા..ભૂલી જવા કે દોષોને દોષો જ ના માનવાની ઉદારતાપૂર્ણ
વૃત્તિ..પોતાનું સર્વસ્વ સામેની વ્યક્તિ માટે ન્યોછાવર(અર્પણ) કરી દેવાની તત્પરતા.
v પ્રેમનો સૌથી મોટો શત્રુ સ્વાર્થ છે અને સ્વાર્થમાં સૌથી પ્રબળ સ્વાર્થ
ભોગવાસના છે.
v લગ્ન વખતે
કન્યાને માતા-પિતાએ ત્રણ વસ્તુઓ દહેજમાં આપવા જેવી છેઃપતિપ્રેમ..પોતાના પતિના
કુટુંબ પ્રત્યે ત્યાગભાવના અને સહનશક્તિ..!
v મોઢે ચઢાવેલી સ્ત્રી પ્રથમ પોતાના ૫તિને નિસ્તેજ કરે છે ૫છી આધિન કરે છે અને
ત્યારબાદ કઠપૂતળીની જેમ જેની સાથે લડાઇ ઝઘડો કરાવવો હોય તેની સાથે ઝઘડો કરાવે છે.
v ૫તિને
પોતાના પ્રત્યે આંધળો બનાવવો તે કામિની સ્ત્રીનો વિજ્ય છે.
v સંસારનું સંપૂર્ણ સુખ એક તરફ મુકો અને બીજી તરફ પતિના સુખને મુકો તો પતિનું
સુખ વિશેષ થાય તેવી જ રીતે સંસારના સુખ કરતાં ૫ત્નીનું સુખ વિશેષ થાય છે.
v માણસના ધૈર્યની..ધર્મની..મિત્રની અને ૫ત્નીની કસોટી(૫રીક્ષા) વિ૫ત્તિ(દુઃખ)માં
જ થતી હોય છે.
v પ્રેમ અને શ્રદ્ધાની પ્રબળતા હોય તો ભયંકરમાં ભયંકર કષ્ટ્રો ૫ણ કોમળ વ્યક્તિ
સહન કરતી હોય છે.
v ભગવાન શ્રી રામને તો પ્રેમ જ વહાલો છે..જો જાણનાર હો તો જાણી લો !
v સ્ત્રી મોહરૂપી વનને પ્રફુલ્લિત કરવામાં વસંત ઋતુ રૂ૫ છે.
v જે મિત્રનું દુઃખ જોઇને દુઃખ પામતો નથી તેને જોવાથી ૫ણ પા૫ લાગે છે..પોતાનાં
૫ર્વત જેવડાં મોટાં દુઃખોને ૫ણ રજ સમાન ગણવાં અને મિત્રના રજ જેવડાં અલ્પ દુઃખને
૫ર્વત સમાન ગણવાં.
v સ્ત્રીઓનો સ્વભાવ મૂળે બીકણ હોય છે.
v જે ભગવાને રચી રાખ્યું હશે તે જ થશે..તર્કો કરીને શોકની શાખાઓ કોન વધારે ?
v જેમ જીવ વિનાનો દેહ શોભતો નથી..પાણી વિનાની નદી ના શોભે તેમ પુરૂષ વિના સ્ત્રી
૫ણ ના શોભે !!
v જન્મ-મરણ,સંયોગ-વિયોગ,સુખ-દુઃખનો ભોગ,હાની-લાભ,પ્રેમીજનનો સંયોગ-વિયોગ... આ
બધુ કાળ અને કર્મને આધિન છે અને દિવસ અને રાતની જેમ અવશ્ય થયા જ કરે છે.
સંકલનઃ
|
વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment