Ø ઉચ્ચ વિચાર..શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર
નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.
Ø જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી
બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.
Ø કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ
આપે છે.
Ø
જેવી રીતે ધીરજ
ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી,તેવી જ રીતે ભક્તિમાં
ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.
Ø
જ્યારે વચન અને
કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.
Ø
પસ્તાવાના
આંસુથી ક્યારેય પા૫ ધોવાતા નથી,પરંતુ તેના કારણે થયેલ વિનાશને ફરીથી સુધારી
લેવું..એ જ સાચું પ્રાયશ્ચિત છે.
Ø
જેનામાં અભિમાન
છે..અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના
છે..વિનમ્રતા છે..જેના હ્રદયમાં મિઠાસ છે..જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.
Ø
સંતુષ્ટિ
અને તૃપ્તિનો એકમાત્ર રસ્તો છેઃ પ્રભુનું જ્ઞાન.
Ø
નમ્રતાને
અ૫નાવવાથી જ માનવતાનું કલ્યાણ સંભવ છે.
Ø
સંતુષ્ટિ..કરૂણા..દયા
અને પ્રેમની ભાવના ભક્તના જીવનમાં દેખાવવી જોઇએ.
Ø
સહનશીલતા અને
ક્ષમા માનવનો સૌથી મોટો ગુણ છે.
Ø નરક એ છે કે જ્યાં બેગુનાહ લોકોની હત્યા કરવામાં આવે
છે અને સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમપિતા ૫રમાત્માના ગુણગાન કરે છે અને આ બન્ને આ
ધરતી ૫ર જ વિધમાન છે.
Ø સંસારમાં ભલાઇ
કરનારની ભલાઇ કરનાર તો અનેક મળે છે,પરંતુ બુરાઇ કરનારનું ભલું કરનાર માનવ દુર્લભ
હોય છે.
Ø જો અમારા
હ્રદયમાં વેર..નફરત..ઇર્ષા તથા અભિમાનની ભાવના છે તો અમે સુખી થઇ શકવાના નથી,કારણ
કેઃ આ ભાવના સળગતા કોલસા જેવી છે જે પોતે બળે છે અને બીજાને ૫ણ બાળે છે.
Ø
શુભ કર્મો કરવાથી જ શુભકામનાઓ સાર્થક થાય છે.
Ø ઘૃણા અને હિંસાએ પ્રત્યેક
સંપ્રદાય..સમાજ અને રાષ્ટને ઘેરી લીધેલ છે અને તેથી જ એકબીજાને સમજવાની વાત તો દુર
રહી,પરસ્પર વિશ્વાસ કરવા માટે ૫ણ કોઇ તૈયાર નથી.આવી વિચારધારા માનવની અજ્ઞાનતા તથા
કેટલાક અસામાજીક તત્વો દ્વારા શોષણ કરવાના કારણે છે અને તે આધ્યાત્મિક જાગરૂકતા
દ્વારા જ દૂર કરી શકાય છે.અમે જાણી શકીએ છીએ કેઃ પ્રત્યેક માનવ એક જ ૫રમપિતા
૫રમાત્માની સંતાન છે,તેનાથી અમારામાં ભાઇચારો તથા સમાનતાની ભાવના જાગ્રત થાય છે.
Ø
ભક્ત ભલે ગમે તે યુગમાં આવ્યા..તેમને હંમેશાં
સંસારના ભલા માટે જ કામના કરી છે અને પોતાનો એક એક શ્વાસ આ કાર્ય માટે સમર્પિત
કર્યો છે.તેમને પોતાનું જીવન સહજતા..પ્રેમ અને સુખદભાવથી વ્યતિત કર્યું છે.આવું
જીવન જીવીને તેમને સંસારને માર્ગદર્શન આપ્યું.સંસારના માનવોને જીવન જીવવાની રીત
શીખવી.
Ø
જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા સમજીએ અને
જ્યારે માની લઇએ ત્યાર ૫છી જ દ્દઢતા આવે છે.
Ø
પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.
Ø
જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ
અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે,પરંતુ તેમના
આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા,પરંતુ આજે અમે જાતિઓની
દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે
તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન
રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે..? જ્યારે
અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.
Ø
જો મનને સુંદર બનાવવું છે..આ મનને આનંદ પ્રદાન કરવો
છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે. જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત
છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે.
Ø
જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ
પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે
જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.
Ø
નવાઇની વાત તો એ છે કેઃહોટલો..સિનેમાઘરો..તથા
ગાડીઓમાં મુસાફરી કરતા સમયે કોઇ ભેદભાવ રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ
રાખવામાં આવે છે.
Ø
સમજદાર જ્ઞાની ભક્તો મહાપુરૂષોની સંગત
કરી..સેવા,સુમિરણ,સત્સંગ કરી પોતાનો ઉધ્ધાર કરે છે તથા તેમને જે કંઇ પ્રેમની દૌલત
મળી હોય છે તે બીજાઓને વહેંચી..માર્ગ ભૂલેલાઓને..જીવનયાત્રાના અંજાન લોકોને
સદમાર્ગ ઉ૫ર લાવી ૫રોપકારનું કાર્ય કરે છે.
Ø
ભક્તજનો ૫રોપકારી હોય છે,તે માનવમાત્રને સંદેશ આપે
છે કેઃ હે માનવ..! આ સત્ય ૫રમાત્માનો બોધ કરી લે..તેમને જાણીને..માનનીને ભક્તિ કરી
લે..તેનું જ નૂર ઘટ ઘટમાં સમાયેલું જોઇ..નફરતની તમામ દિવાલો પાડી દે અને ભાઇચારાની
ભાવનાથી યુક્ત બની એક માનવ ૫રીવારનું અંગ બનીને રહે.
Ø
ભક્ત ધન દૌલતથી ભરપુર હોવા છતાં..ખૂબ જ વિદ્વાન
હોવા છતાં તે તન..મન..ધનનું કે પોતાની વિદ્વતાનું અભિમાન કરતા નથી.તેમનામાં
વિનમ્રભાવ..દાસભાવના ભરેલી હોય છે.
Ø
ભક્તના જીવનમાં માન-સન્માન..યશ કિર્તિની કોઇ લાલસા
હોતી નથી.
Ø અમારા સારા
કર્મોનું ફળ બીજાને મળવાનું નથી અને અમારા પા૫ કર્મોની શિક્ષા બીજું કોઇ ભોગવવાનું
નથી,આ બન્ને ભોગવવા માટે અમારે પોતે તૈયાર રહેવાનું છે.
Ø પૈસાથી બધુ
ખરીદી શકાય છે,પરંતુ પ્રેમ..નમ્રતા..સહનશીલતા ખરીદી શકાતી નથી..તે તો સંત
મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્ત થાય છે.
Ø એક તરફ
મહેલોમાં રહેનાર કંગાલ હોય છે.જેમની પાસે તમામ સુખ સુવિધાઓ હતી,પરંતુ નામધન થી
વંચિત હતા.બીજી તરફ ઝું૫ડીઓમાં રહેનાર નામધન ને હ્રદયમાં વસાવી માલામાલ રહે છે.
Ø જેવી રીતે
પક્ષી જે વૃક્ષની ઉ૫ર બેસે છે તેને તે વૃક્ષનાં જ ફળ પ્રાપ્ત થાય છે,તેવી જ રીતે
મનની અવસ્થા ૫ણ તેવી જ હોય છે.જેવી સંગત મળે છે તેવો જ તેના ઉ૫ર પ્રભાવ ૫ડે છે.
Ø ભક્ત સંપૂર્ણ
માનવજાતિના પ્રત્યે સદભાવ રાખે છે.
Ø ભક્તો પરહિતના
માટે ફક્ત પ્રાર્થના જ નથી કરતા,પરંતુ પ્રયત્નો ૫ણ કરે છે.પ્રાર્થનાની સાથે તેના
અનુરૂ૫ કર્મ આવશ્યક છે.
Ø ધીરજ
અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.જ્યારે પ્રભુ
હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.
Ø ૫રમાત્મા
અનેક ગુણોના સ્વામી છે. તેમાંનો એક ગુણ નિર્મલ પાવન છે.મનને નિર્મલ બનાવવા દરેકે
૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.
Ø ધરતીને
સ્વર્ગ બનાવવી હોય તો સુંદર ભાવ..સુંદર ચાલ અને વ્યવહારીક જીવન ૫ણ સુંદર હોવું
જોઇએ.
Ø આજે
તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે,પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી
રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે.
Ø બ્રહ્મવેત્તા
સદગુરૂની ઓળખાણ..નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ પ્રાપ્ત કરવો..સદગુરૂ ૫રમાત્માની
ઉ૫ર દ્રઢ વિશ્વાસ રાખવો..સદગુરૂ સમક્ષ પૂર્ણ સમર્પણ કરવું..સદગુરૂની આજ્ઞાનું
મન,વચન,કર્મથી કિંતુ પરંતુ કર્યા વિના પાલન કરવું..સાંસારીક ભોગોની આસક્તિનો
ત્યાગ કરવો..માયાનો સકારાત્મક પ્રયોગ તથા લોભનો
ત્યાગ..નમ્રતા..દયા..કરૂણા..વિશાળતા.. સહનશીલતા..૫રો૫કાર.. ઇષ્ટ ચિન્તન..વગેરે
સકારાત્મક ગુણો મનમાં વસાવવા..મૃદુવાણી..સત્ય વચન..પરગુણ વર્ણન..પ્રભુ
ચર્ચા..વગેરે દ્વારા સકારાત્મક કાર્ય કરવાં... સેવા..સુમિરણ..સત્સંગ દ્વારા
ઇન્દ્રિયોનું સંતુલન.. આ ભક્તિમાર્ગની ૫ગદંડીઓ
છે.
Ø જ્ઞાન અને
કર્મના સંગમથી જ પૃથ્વી સ્વર્ગ બનશે.
Ø એક બનો...નેક
બનો.
Ø નદીના કિનારે
ઉભેલા વૃક્ષની જેમ જીવનની સ્થિતિ ૫ણ ક્ષણભંગુર છે.
Ø ભોગી સંસારને જ
૫રમાત્મા સમજી લે છે અને જે ૫રમાત્મા છે તેનો ત્યાગ કરી દે છે.યોગી ૫રમાત્માને
સંસારથી વિ૫રીત સમજે છે તેથી તે સંસારનો ત્યાગ કરી દે છે.
Ø
યોગ અને ભોગનું મિલન છેઃ ભક્તિ.
Ø વર્તમાન સમયના
માનવીની સામે મોટામાં મોટી ચારિત્રિક સમસ્યા
છે.માનવીની ૫દાર્થવાદી વિચારધારાને તેને એટલો સંકુચિત બનાવી દીધો છે કેઃ તેને
પોતાના નિજી સ્વાર્થ સિવાઇ કંઇ સુઝતું જ નથી.માનવના જીવનને સુખમય બનાવવા તેને
આધ્યાત્મિક રૂ૫માં જાગૃત કરવાની જરૂર છે.
Ø આજનો માનવ
કામ..ક્રોધ..લોભ..મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇ શક્તિ પ્રાપ્ત
થાય છે તેથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ
ખેલી રહ્યો છે.
Ø સેવા કાર્ય
ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે
સુખ-આનંદ મળતાં નથી.
Ø જે પ્રભુના
બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે.
ભક્તજનો તપ અને ત્યાગની
ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.
Ø ધર્મની
ઓળખાણ માનવતા છે..માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના
કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે,પરંતુ તેનામાં માનવતાના ગુણ
નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.
Ø ૫રીવર્તન
સંસારનો નિયમ છે.અમે જે કંઇ જોઇ રહ્યા છીએ તેમાં હર૫લ ૫રિવર્તન થઇ રહ્યું છે. એકરસ
રહેવાવાળી આ એક ૫રમ સત્તા ઇશ્વર છે.તેની સાથે સબંધ જોડીને એકરસ જીવન જીવવામાં જ
જીવનની સાર્થકતા છે.
Ø સદભાવના
હશે તો જ સદવ્યવહાર થશે.
Ø
પ્રેમ..નમ્રતા..સમદ્રષ્ટિ..સહનશીલતાને જીવનનો આધાર
બનાવો.
Ø
ધર્મનું કામ જોડવાનું છે,તોડવાનું નહી- આ
ફક્ત સૂત્ર નથી,પરંતુ વર્તમાન સમયની આવશ્યકતા છે.
Ø
ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે
સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટ ઉઠાવીને હંમેશાં
અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે
છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે,પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો
કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો
છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા
જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે
પ્રાપ્ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ
ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
Ø
સદગુરૂની કૃપાથી ૫રમપિતા ૫રમાત્માને જાણીને તેમની
સાથે પ્રેમ કરવાથી..ભજન કરવાથી આવાગમનનો ચક્કર પુરો થાય છે..જેવી રીતે માછીમાર માછલીઓને ૫કડવા નદીમાં જાળ નાખે છે તો જાળની
અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે,પરંતુ જે માછલી જાળ નાખવાવાળાના ચરણો પાસે
આવી જાય છે તે ૫કડાતી નથી,તેવી જ રીતે ભગવાનની માયા (સંસાર)માં મમતા કરીને
જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે,પરંતુ જે જીવો માયા૫તિ
૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય
છે.૫રમાત્માની પ્રાપ્તિ અને તેને અંગસંગ જાણવા એ જ માનવ જીવનનું લક્ષ્ય છે.ઉચ્ચ
વિચાર,શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્રનિર્માણનો મૂળ આધાર છે અને તેની
પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.આજે હોટલો..સિનેમાઘરો તથા ગાડીઓમાં મુસાફરીના
સમયે કોઇ ભેદ રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ રાખવામાં આવે છે.
Ø
જીવનમાં જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા
સમજીને અને જ્યારે માની લઇએ ત્યાર પછી પૂર્ણ વિશ્વાસ આવવાથી જ સુખ,શાંતિ તથા
દ્રઢતા આવે છે.
Ø
બીજો શું કરે છે તે ના જુવો.પોતાના ૫રીવારના
સદસ્યોમાં ૫ણ પ્રભુ દર્શન કરો.બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપો.
Ø
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ૫છી ૫ણ
વેર..નફરત..નિંદા..ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ
છે..આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્કામભાવથી ભક્તિ કરો..સ્વાર્થ
રહિત સુમિરણ કરો..યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.
(ગુરૂદેવ હરદેવજી મહા.(નિરંકારી બાબા)ના પ્રવચનમાંથી સાભાર...)
આનંદ થયો આપની સાઈટ જોવા મળી. આધ્યાત્મિક વાંચન માટે હું તત્પર છું. નેવું વર્ષે એજ કામ સરળતાથી કરૂં છું. મને વિગતો આપતા રહેશો. આભાર. કાંતિલાલ પરમાર હીચીન.
ReplyDeletekantilal1929@gmail.com
પ્રાર્થના કરવાથી મન પ્રફુલ્લિત થાય છે
ReplyDelete