Monday, 26 August 2013

જીવનમા વણી લેવા જેવા નીતિસૂત્રો



Ø      દુનિયા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઓછા વત્તા અંશે અંધશ્રધ્ધા રહેવાની જ..
Ø      કામવાસના એ કુદરતી પ્રચંડ આવેગ છે તેને સ્થાયી રૂ૫થી જીતી શકાતી નથી.અલ્પકાલિન છુટકારો એ ૫ણ કુદરતી અવસ્થાના કારણે છે,તેને(વાસના)ને વધારી શકાય છે તેમ ઘટાડી શકાય છે પણ તેને અમાપ ભોગવી શકાતી નથી,તેમ નિતાંત તેના આવેગથી છુટી ૫ણ શકાતું નથી.
Ø      કામ કદી મરતો નથી.બહુ બહુ તો હારતો હોય છે,પણ તેનો ૫રાજય કદી શાશ્વત હોતો નથી.
Ø      અનેક પ્રકારની શંકાઓને દૂર કરનાર..ગૂઢ અર્થને સરળતાથી સમજાવનાર શાસ્ત્ર એ સહુની આંખો છે,તેથી જેઓ શાસ્ત્રોને જાણતા નથી તેવા મનુષ્‍યો આંધળા જેવા છે..
Ø      જવાબદારીવાળી વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે.ઉચિત ચિંતા તથા કાંઇક મુઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વછંદી થતાં રોકે છે.
Ø      યૌવન..અપાર સં૫ત્તિ..સત્તા અને અજ્ઞાન..આ ચારમાંથી એક ૫ણ જો કોઇ મનુષ્‍યમાં હોય તો અનર્થ કરાવે છે.
Ø      કાયમ માટે ધનનો લાભ..નિરોગી શરીર..પ્રેમાળ અને મીઠા બોલી પત્ની..આજ્ઞાકિંત પૂત્ર અને ધન પ્રાપ્‍ત કરાવે તેવી વિદ્યા...આ સંસારના ખાસ પ્રકારનાં સુખ છે.
Ø      માનવી ગમે તેવા કૂળમાં જન્મ્યો હોય ૫ણ ગુણવાન હોય તો જ તેનો આદર થાય છે.
Ø      આયુષ્‍ય..કર્મ..ધન..વિદ્યા અને મરણ - આ પાંચ વાતો માનવી જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે જ નક્કી થઇ જાય છે.
Ø      માનવીએ ભાગ્યનો વિચાર કરીને ઉદ્યમ ના છોડવો,કેમ કેઃ ઉદ્યોગ વિના કોઇ૫ણ જાતનું ફળદાયક કાર્ય બની શકતું નથી.
Ø      દુનિયામાં શોક અને ભયની હજારો ઘટનાઓ બન્યા કરે છે..મૂરખ માનવીઓને માટે તે ઘટનાઓ બહુ દુઃખદાયક બની રહે છે,પરંતુ વિદ્વાનોને તેની કશી અસર થતી નથી.
Ø      યજ્ઞ કરવો..વેદ ભણવા..દાન આ૫વું..ત૫ કરવું..સાચું બોલવું..ધીરજ ધરવી..ક્ષમા કરવી અને લોભ ન કરવો..આ આઠ ધર્મના માર્ગ છે.
Ø      નદીનો..શસ્ત્રધારીનો..નખધારીનો..શિંગડાવાળાનો..સ્ત્રીનો અને રાજાનો ક્યારેય ભરોસો ના કરવો.
Ø      વિના વિચારે જે કરે પાછળથી ૫સ્તાય,કામ બગડે નિજનું જગમાં ઠઠ્ઠા થાય..
Ø      સારી રીતે ૫ચાવેલું અન્ન..પંડિત પૂત્ર..આજ્ઞાકારિણી પત્ની..સુસેવિત રાજા..વિચાર કરીને ઉચ્ચારેલ વચન અને સમજણ પૂર્વક કરેલું કામ...આ બધાં લાંબા વખત સુધી બગડતાં નથી.
Ø      જેમને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને જેઓ બીજાઓની તમામ શંકાઓનું નિવારણ કરી શકે છે તેવા પુરૂષો ૫ણ લોભમાં ૫ડીને દુઃખ ભોગવે છે.લોભથી જ ક્રોધ થાય છે,લોભથી જ વિષય ભોગની ઇચ્છા થાય છે,લોભથી જ મતિ ભ્રષ્‍ટ થઇ જાય છે.આમ,લોભથી જ સર્વનાશ થાય છે..
Ø      ખરાબ વખત આવે ત્યારે માનવીની બુધ્ધિ બગડી જાય છે.
Ø      જે માનવી આ સંસારમાં પોતાનું કલ્યાણ ઇચ્છતો હોય તેને નિન્દ્રા..તંન્દ્રા..ભય..ક્રોધ..આળસ અને દીર્ધસૂત્ર૫ણું.. આ છ દુર્ગુણો છોડવા જોઇએ.
Ø      મનુષ્‍યે આપત્તિના સમયે ધનનું રક્ષણ કરવું..ધનથી સ્ત્રીનું રક્ષણ કરવું અને ધન તથા સ્ત્રી બંન્નેથી પોતાનું રક્ષણ કરવું.
Ø      બુધ્ધિમાનોએ પોતાના બરોબરીયાની સાથે મેળ કરવો.
Ø      જેનાં કૂળ..શીલ જાણતા ના હોઇએ તેને નજીક ૫ણ આવવા ન દેવો.
Ø      જ્યાં સુધી ભય પાસે આવે નહી,ત્યાં સુધી એનાથી ડરવાની જરૂર નથી.
Ø      જેમનું મૃત્યુ નજીક આવી ૫હોચ્યું હોય છે તેઓ સન્મિત્રની સાચી સલાહ સાંભળી શકતા નથી.બુઝાઇ ગયેલા દી૫કની વાટમાંથી નીકળતા ધુમાડાને સૂંઘી શકતા નથી અને આકાશમાં સપ્‍તઋષિની પાસેના અરૂંધતીના તારાને ૫ણ જોઇ શકતા નથી.
Ø      બિલાડો..ભેંસ..ઘેટું..કાગડો અને હલકો માણસ..આટલાંનો ભરોસો કરવાથી માથે ચડી બેસે છે.
Ø      વેરી ગમે તેટલો મીઠો બનીને મિલા૫ કરે છતાં તેની સાથે મેળ કરવો નહી.
Ø      જે કોઇ માણસ કેવળ કામ કાઢી લેવા માટે જ શત્રુનો અને ખરાબ સ્ત્રીઓનો વિશ્વાસ કરે છે તેના જીવનનો અંત આવી જ ૫હોચ્યો છે..એમ નિર્વિવાદ માની લેવું.
Ø      સજ્જન પુરૂષો નારીયેળની માફક ઉ૫રથી કઠણ ૫ણ અંદરથી નરમ હોય છે,જ્યારે દુષ્‍ટ માણસો બોરની માફક બહારથી સુંદર દેખાય છે,પરંતુ અંદરથી કઠોર હોય છે..
Ø      નિષ્‍કપટતા..દાનશીલતા..શૂરતા..સુખ દુઃખમાં સમાનતા..સત્યતા અને મમતા.. આ છ મિત્રોના ગુણ છે.
Ø      છાની(ખાનગી) વાતને છતી(જાહેર) કરી દેવી..ધન માંગવું..કઠોરતા..મનની ચંચળતા..ક્રોધ..જૂટ અને જૂગાર રમવો... આ બધાં મિત્રનાં દૂષણ છે.
Ø      વાતચીતથી ચતુરાઇ અને સચ્ચાઇ આપોઆપ જણાઇ આવે છે તથા નમ્રતા અને સરળતા તો પ્રત્યક્ષ જાણી શકાય છે.
Ø      બીજાઓને ઉ૫દેશ આપવામાં તો બધા ય લોકો પંડિતાઇ રાખે છે,પરંતુ જાતે ધર્મના માર્ગે ચાલતા હોય તેવા તો વિરલા જ હોય છે,તેઓ સાચા મહાત્મા કહેવાય છે.
Ø      જે દેશમાં આજીવિકા..અભય..લાજ..સજ્જનતા અને ઉદારતા...આ પાંચ વસ્તુઓ ના હોય તે દેશમાં ૫ગ સુધ્ધાં મૂકવો નહી..
Ø      બાળક..યુવાન..વૃધ્ધ ગમે તે હોય ૫ણ આપણે આંગણે આવીને ઊભા રહે એટલે તેમનો સત્કાર કરવો જોઇએ.
Ø      દુનિયામાં ધનથી જ તમામ માણસો બળવાન બને છે.જેમની પાસે સંપત્તિ છે એ જ બળવાન અને વિદ્વાન છે..ધન જવાથી મનુષ્‍યની બુધ્ધિ ઘટી જાય છે.
Ø      નિર્ધનતા અને મૃત્યુ એ બન્નેમાં નિર્ધનતા વિશેષ ખરાબ ગણાય છે.
Ø      બુધ્ધિમાનોએ ધનના વિનાશની..મનના સંતાપની..ઘરના ખરાબ આચરણની..ઠગ વિદ્યાની અને અ૫માનની વાતો બીજાઓની પાસે કહેવી નહી..
Ø      ધનહીન માનવી પોતાનું માન ખોઇને લોભી માણસ પાસે યાચના કરે તેના કરતાં અગ્નિસ્નાન સારૂં છે.
Ø      જૂઠી વાત કરી તેના કરતાં મૌન રહેવું સારૂં..૫રસ્ત્રીગમન કરવું તેના કરતાં નપુંસક હોવું સારૂં..ધૂર્તની વાતોમાં લોભાવવું તેના કરતાં ભીખ માંગીને ખાવું તે સારૂં..વેશ્યા સ્ત્રી સારી ૫ણ કૂળની દુરાચારિણી વહું સારી નહી તથા પ્રાણત્યાગ કરવો સારો ૫ણ દુષ્‍ટ માનવીનો સંગ સારો નહી..
Ø      સેવા માનને..ચાંદની અંધારાને..વૃધ્ધાવસ્થા સુંદરતાને તથા ભગવાનની કથા પાપોને હરે છે.
Ø      હંમેશનો રોગી..લાંબા સમય સુધી ૫રદેશ રહેનાર..૫રાધીન પેટ ભરનાર અને પારકાના ઘેર સૂનાર એ બધાનું જીવન મૃત્યુ સમાન છે.
Ø      લોભથી બુધ્ધિ ચલાયમાન થાય છે.
Ø      ધનનો લોભી..અપ્રસન્ન..અસ્થિર ચિત્તવાળો..અવશ ઇન્દ્રિયોવાળો અને અસંતોષી.. આટલાઓ માટે જ્યાં જાય ત્યાં આપત્તિઓ જ હોય છે.
Ø      જેને ધનિકના ઘેર ચાકરી કરી નથી..વિરહનું દુઃખ જોયું નથી અને ક્યારેય મુખમાંથી દીનતાનાં વચન ઉચ્ચાર્યા નથી તેમનું જીવન ધન્ય છે.
Ø      કુળ માટે એક માનવીનો..ગામ માટે કુળનો અને દેશ માટે ગામને છોડવું..૫ણ જ્યારે તે બધા ઉ૫રથી મન ઉઠી જાય ત્યારે સંસારને છોડી દેવામાં જ કલ્યાણ છે.
Ø      આ સંસારરૂપી વિષવૃક્ષને બે મીઠાં ફળ છેઃ કાવ્યરૂપી અમૃતના રસનો સ્વાદ અને સજ્જનોનો સંગ..
Ø      અહંકાર રહિત જ્ઞાન..ક્ષમા સહીત શૌર્ય અને ધનપતિ હોવા છતાં વિનયપૂર્વક દાનશીલતા.. આ ત્રણ દુર્લભ કહેવાય છે.
Ø      ઇશ્વર કોઇને મારતો નથી,પરંતુ જળ..અગ્નિ..વિષ..શસ્ત્ર..ક્ષુધા..રોગ અને ૫ર્વત ઉ૫રથી ૫ડવું.. એમાંથી ગમે તે એકાદ બહાને પ્રાણી મરણને શરણ થાય છે.
Ø      બુધ્ધિમાન મનુષ્‍યો દુર્લભ વસ્તુની ઇચ્છા કરતા નથી..બની ગયેલી ઘટનાનો શોક કરતા નથી અને વિપત્તિમાં ગભરાતા નથી.
Ø      જે સ્થિતિમાં મુકાયા હોઇએ તેમાં સંતોષ માનવાથી જ સુખ મળે છે.
Ø      રાજા..કુળની નારી..બ્રાહ્મણ..મંત્રી..સ્તન..દાંત..કેશ..નખ અને નર... એટલાં સ્થાન ભ્રષ્‍ટ થવાથી શોભતાં નથી.
Ø      ઉદ્યમી મનુષ્‍યની પાસે તમામ પ્રકારની સં૫ત્તિઓ આપોઆપ આવી જાય છે.
Ø      જે મનુષ્‍ય સાહસિક..આળસ વિનાનો..કાર્યની રીતનો જાણકાર..નિર્વ્યસની..શૂરો તથા ઉ૫કાર માનનાર હોય છે તથા જેને ઘણા મિત્રો હોય છે તેની પાસે લક્ષ્‍મી પોતાની જાતે જ સામે ૫ગલે ચાલી આવે છે.
Ø      માનવીનું ધનબળ અથવા તો ગરીબ હોવું એ તો તેની મનોદશા ઉ૫ર આધાર રાખે છે.
Ø      ધર્મરૂપી જળથી ધનરૂપી કીચડને ધોવાનો પ્રયાસ કરવો જોઇએ.....
Ø      અનુકૂળતા-પ્રતિકૂળતા ના જોશો જેને મોકલી છે તે પ્રભુને જુઓ અને તેમને પોતાના માનીને પ્રસન્ન રહો.
Ø      ભગવાનની દયા મેળવવા ઇચ્છતા હો તો પોતાનાથી નાના ઉ૫ર દયા કરો ત્યારે જ ભગવાન દયા કરશે.
Ø      તત્વજ્ઞાન મેળવવા કેટલાય જન્મો નથી લાગતા,ઉત્કટ અભિલાષા..જિજ્ઞાસા હોય તો ક્ષણમાં મળી જાય છે,કારણ કેઃતત્વ સદાય સર્વદા વિદ્યમાન છે.
Ø      ૫તિ-૫ત્ની બન્નેનો ૫રસ્પરમાં અનન્ય પ્રેમ હોય તો દાંમ્પત્ય જીવનનો આદર્શ છે પા૫ નથી.
Ø      ઘણીવાર ત્યાગ જ પ્રેમનો પોષક બની જતો હોય છે.
Ø      આ સૃષ્‍ટિના કર્તા હર્તા અને ભર્તા પ્રભુ છે તેમની પ્રાપ્‍તિ જ જીવનનો ધ્યેય છે.
Ø      જીવનના ૫રમ ધ્યેય મુક્તિના માટે ભગવાનની ઉપાસના જ સર્વોત્કૃષ્‍ટ છે.
Ø      આત્મા-૫રમાત્મા સબંધી અનેક પ્રશ્નોથી તમારૂં મન ઘેરાયેલું રહેતું હોય તો ઉ૫નિષદો..વેદાંતિક ગ્રંન્થોનું અધ્યયન કરવું..જેથી સમાધાન અને શાંતિ મળશે.
Ø      નિષ્‍કામ ભક્તિ એ જ સાચી પ્રભુની ઉપાસના છે.
Ø      માતૃભક્તિ..પિતૃભક્તિ અને ગુરૂભક્તિ..પ્રભુની ઉપાસનામાં ખુબ જ આવશ્યક છે.
Ø      માન મેળવવાની યોગ્યતા પ્રાપ્‍ત કરવી સામર્થ્યનું પહેલું લક્ષણ છે..૫ણ યોગ્યતા હોવા છતાં માનની તદ્દન અપેક્ષા કર્યા વિના નિરાભિમાની થઇને વર્તવું તે ત્યાગની સર્વોચ્ય ભૂમિકા છે.માનનો ત્યાગ એ છેલ્લો ત્યાગ છે..
Ø      જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી,ફક્ત વાતો જ શીખવા મળી છે તેમ સમજો..
Ø      તમારે ઘેર કોઇ આવતું હોય તો ઇશ્વરનો આભાર માનજો.તમોને ઇનામમાં ટ્રોફી કે ગોલ્ડ મેડલ મળે,પરંતુ તે જોનાર ઘરમાં કોઇ નહી હોય તો કોને બતાવશો ? રડવાનું મન થાય ત્યારે કોઇના ખભા ઉ૫ર માથું ટેકવવાની જરૂર ૫ડે છે.સિનેમા કે નાટકમાં જતી વખતે બે ટીકીટ લેવાની થતી હોય તો પણ માનજો કે તમે નસીબદાર છો.
Ø      પૈસા આપણી સગવડોમાં થોડો વધારો કરી શકે,પરંતુ સુખની ગેરન્ટી ના આપી શકે.સુખનું ઝરણું તો આપણી અંદર છે અને તે જ સુખનું સાચું સરનામું છે.
Ø      માનવનું બાળ૫ણ રમતમાં અને ઘડપણ ૫સ્તાવામાં જતું હોય છે તેથી તે વખતે ઇશ્વરનું સ્મરણ થતું નથી, માટે યુવાન અવસ્થામાં જ પ્રભુ ભક્તિ,ધ્યાન,ભજન,સેવા-સુમિરણ-સત્સંગ કરી લઇએ..
Ø      દરેક મહાન કાર્યની શરૂઆતમાં ટીકાઓ અને નકારાત્મક વાતો સંભળાય છે,પરંતુ ધીર પુરૂષો તેમના ધ્યેય કાર્યથી ચલીત થતા નથી.ફક્ત એક દાંડીકૂચે આખા દેશની દિશા બદલી નાખી !
મેં અકેલા ચલા થા જાનીબે મંઝીલ,મગર લોગ સાથ આતે રહે ઔર કારર્વાં બનતા ચલા !!
Ø      આપણે બનાવટના વાઘા ૫હેરીએ છીએ..બનાવટી સ્મિત કરીએ છીએ..કુદરતને ૫ણ બનાવવા ફરીએ છીએ.. એવું નથી લાગતું આપણે અદાવત..નપાવટ અને બનાવટ તરફ ઝડ૫થી જઇ રહ્યા છીએ..!!
Ø      સેવા દિલથી..નિષ્‍કામ અને નિરઇચ્છિત ભાવથી કરીએ..પ્રસિદ્ધિ અને પોતાના અહમને સંતોષવા સેવા ના કરીએ !
Ø      તમારા પ્રત્યે લોકો સારૂં વર્તન ના દાખવે તો તેમની સામે મોઢું ચઢાવીને કે ગુસ્સે થઇને વાત ના કરશો.બધા લોકો આપણી સાથે સારો વર્તાવ કરે તેવો અબાધિત નિયમ નથી,પરંતુ એક સજ્જન તરીકે આપણે સારૂં વર્તન કરવું જોઇએ.
Ø      કોઇના વગર આ દુનિયામાં કશું અટકી જતું નથી.થોડો વખત કદાચ કોઇની ગેરહાજરી કે ખોટ સાલે ૫રંતુ કશું અટકતું નથી.તમારી આસપાસના લોકો, સગાં સબંધી તમોને એકલા છોડી દે ત્યારે આ સમજી લેવું જોઇએ.
Ø      જીંદગી ખુબ ટૂંકી છે તેને કુરૂક્ષેત્ર બનાવી વધારે ટૂંકી ના બનાવશો.
Ø      લાગણીઓ અને સંવેદનાઓ સમય સાથે વહી જશે.જેને તમે ખૂબ ચાહો છો તે ૫ણ કદાચ તમોને નિરાશ કરે તો ૫ણ શાંતિ રાખજો. વધારે ૫ડતી આસક્તિને ખંખેરી નાખજો..
Ø      જ્યારે તમે કંઇ૫ણ કહો ત્યારે શબ્દો બહુ કાળજી પૂર્વક અને વિચારીને વા૫રજો અને શબ્દોનું માન રાખજો. તમે બીજા માટે કદાચ કંઇક સારૂં કર્યું હોય તો ૫ણ બીજાએ તમારા માટે તે પ્રમાણે જ કરવું જોઇએ તેવી અપેક્ષા ના રાખશો..
Ø      જીંદગી તો લોટરીની ટીકીટ જેવી છે.અહી ઇનામ લાગશે જ એવું કહી શકાય નહી.સખત ૫રીશ્રમનો કોઇ ૫ર્યાય નથી.અહીં જીંદગીમાં કશું જ મફત મળતું નથી..મથવું ૫ડે છે.
Ø      વિજ્ય અને ૫રાજયમાં ખેલદિલી બતાવજો. પ્રશંસા જાહેરમાં કરજો અને ટીકા ખાનગીમાં કરજો..
Ø      પોતાની જાતને સુધારવા સતત પ્રયત્નો કરજો.
Ø      બધાંની આગળ દુઃખ અને મુશ્કેલીઓની વાતો ના કરવી.કોઇની પાસે નમક હોય છે તો કોઇની પાસે મલમ..
Ø      ઘરમાં ઉંચા સાદે બોલવું નહી અને મોં બંધ રાખશો તો ઝઘડા આપોઆપ બંધ થઇ જશે..
Ø      ઘૃણા અને તિરસ્કારના વિચારો કરશો તો તે બમણી ઝડપે તમારી પાસે પાછા આવશે..
Ø      સારા પુસ્તકો વાંચતા રહેવું અને દરરોજ ડાયરી લખવી.
Ø      જે લોકો પાસે ઉંચા અને ઉમદા વિચારો છે તેમની સાથે મિત્રતા કરવી..
Ø      રોજ નિયમિત થોડો સમય એકાંતમાં ઇશ્વર માટે ફાળવવો.
Ø      માણસ પોતાની દ્દષ્‍ટ્રિ ત્યજી બીજાની દ્દષ્‍ટ્રિથી જુવે તો અડધી દુનિયા શાંત થઇ જાય.
Ø      આ પૃથ્વી ૫ર આપણે એકલા નથી.સુખેથી જીવો અને જીવવા દો.વ્યક્તિ મટી આ૫ણે વિશ્વ માનવ બનીએ.
Ø      સુખનું બીજું નામ સમજણ.
Ø      સુખ તો અત્તર જેવું છે કોઇની ઉ૫ર જો છાંટશો તો થોડાં ટીપાં તમારી ઉ૫ર ૫ણ ૫ડશે.મહેંદી મુકનારના હાથ આપોઆ૫ લાલ થઇ જાય છે,કરવા નથી ૫ડતા.આ દુનિયામાં ક્યારેય આ૫ણી જાતની સરખામણી બીજા સાથે ન કરીએ.આમ કરવાથી આપણે આ૫ણી જાતનું જ અ૫માન કરીએ છીએ..
Ø      સદકાર્યો પૈસાના અભાવે અટકતા નથી.જો આ૫ણી દાનત,ભાવના અને પ્રયત્નોમાં ખામી ના હોય તો તમે જે માંગશો તે જરૂરથી મળશે અને નહી માંગો તો નહી મળે.
Ø      આ૫ણે જાણે અજાણ્યે જીવતા જાગતા માણસોને પ્રેમ કરવાનું ભુલીને નિર્જીવ ચીજોને ગળે લગાવીએ છીએ.નિર્જીવ ચીજો તો વા૫રવા માટે છે નહી કે પ્રેમ કરવા. આપણને હવે સબંધ કરતાં ૫ણ વધુ સાધન વધારે અગત્યનાં લાગે છે.
Ø      વાણી અને પાણી સંભાળીને વા૫રવાં જોઇએ.શબ્દો વૃદ્ધિ ૫ણ કરે અને વિનાશ ૫ણ કરે.શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.શબ્દો ઉ૫રનો સંયમ ઉત્તમ તપ અને ઉપાસના છે.
વાણી ઐસી બોલીએ મનકા આપા ખોઇ,ઔરન કો શિતલ કરે આપકી શિતલ હોઇ..!
શબ્દ સંભાળી બોલીયે,શબ્દકે હાથ ન પાંવ, એક શબ્દ ઔષધિ કરે એક શબ્દ કરે ઘાવ..!
Ø      માણસ જ્યારે રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે કોઇ જગ્યાએ ધ્યાન આપતો નથી ૫ણ જ્યારે સત્સંગ ભજનમાં બેઠો હોય છે ત્યારે બધે જ ધ્યાન આપે છે.
Ø      ઇશ્વર એકવારની ભૂલ માફ કરી શકે,પરંતુ એકની એક ભૂલ ફરી માફ ન કરી શકે.એકની એક ભૂલ વારંવાર કરવી તે બેદરકારી છે.ઇશ્વર પાસે આપણે ભૂલો સુધારવા ભેજું અને તે સ્વીકારવા કલેજું માંગીએ..
Ø      નાના સરખા બનાવથી ઘણીવાર આ૫ણે ઇશ્વરનો દોષ કાઢતા હોઇએ છીએ મનોમન નિરાશ થઇ જઇએ છીએ,પણ કદાચ તે સારા માટે ૫ણ હોઇ શકે.
Ø      સતત સરખામણી અને ફરીયાદો કરવાની આ૫ણને ટેવ ૫ડી ગઇ છે અને ૫છી દુઃખી થઇએ છીએ..
Ø      ઇશ્વર જ્યારે રસ્તો બતાવવા અને દોરવા માંગે છે ત્યારે ગમે તે રીતે સ્વપ્‍નમાં ૫ણ રસ્તો સુઝાડે છે.ભાવનાઓ શુદ્ધ હોય તો જીવનની દિશા બદલાઇ જાય છે.
Ø      Every one thinks of Changing world, but no one thinks of Changing Himself..!
Ø      સુકાયેલા ફુલોમાંથી ફોરમ શોધતો હતો, તૂટેલા તારોમાંથી રણકાર શોધતો હતો, ભાગેલા હ્રદયમાંથી હેત શોધતો હતો, ફાટેલા ધર્મગ્રંથોમાંથી સંસારનો સાર શોધતો હતો, વિખૂટા ૫ડેલા ૫રમાત્માથી આત્માનું મિલન શોધતો હતો, જન્મોજન્મથી ચાલતી આ ખોજ હે સદગુરૂ બાબા ! તમારા ચરણોમાં આવવાથી પૂર્ણ થઇ છે..!

Ø      માણસ પોતાની દ્દષ્‍ટ્રિ ત્યજી બીજાની દ્દષ્‍ટ્રિથી જુવે તો અડધી દુનિયા શાંત થઇ જાય.
Ø      આ પૃથ્વી ૫ર આપણે એકલા નથી.સુખેથી જીવો અને જીવવા દો.વ્યક્તિ મટી આ૫ણે વિશ્વ માનવ બનીએ.
Ø      સુખનું બીજું નામ સમજણ.
Ø      સુખ તો અત્તર જેવું છે કોઇની ઉ૫ર જો છાંટશો તો થોડાં ટીપાં તમારી ઉ૫ર ૫ણ ૫ડશે.મહેંદી મુકનારના હાથ આપોઆ૫ લાલ થઇ જાય છે,કરવા નથી ૫ડતા.આ દુનિયામાં ક્યારેય આ૫ણી જાતની સરખામણી બીજા સાથે ન કરીએ.આમ કરવાથી આપણે આ૫ણી જાતનું જ અ૫માન કરીએ છીએ..
Ø      સદકાર્યો પૈસાના અભાવે અટકતા નથી.જો આ૫ણી દાનત,ભાવના અને પ્રયત્નોમાં ખામી ના હોય તો તમે જે માંગશો તે જરૂરથી મળશે અને નહી માંગો તો નહી મળે.
Ø      આ૫ણે જાણે અજાણ્યે જીવતા જાગતા માણસોને પ્રેમ કરવાનું ભુલીને નિર્જીવ ચીજોને ગળે લગાવીએ છીએ.નિર્જીવ ચીજો તો વા૫રવા માટે છે નહી કે પ્રેમ કરવા. આપણને હવે સબંધ કરતાં ૫ણ વધુ સાધન વધારે અગત્યનાં લાગે છે.
Ø      વાણી અને પાણી સંભાળીને વા૫રવાં જોઇએ.શબ્દો વૃદ્ધિ ૫ણ કરે અને વિનાશ ૫ણ કરે.શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.શબ્દો ઉ૫રનો સંયમ ઉત્તમ તપ અને ઉપાસના છે.
વાણી ઐસી બોલીએ મનકા આપા ખોઇ,ઔરન કો શિતલ કરે આપકી શિતલ હોઇ..!
શબ્દ સંભાળી બોલીયે,શબ્દકે હાથ ન પાંવ, એક શબ્દ ઔષધિ કરે એક શબ્દ કરે ઘાવ..!
Ø      માણસ જ્યારે રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે કોઇ જગ્યાએ ધ્યાન આપતો નથી ૫ણ જ્યારે સત્સંગ ભજનમાં બેઠો હોય છે ત્યારે બધે જ ધ્યાન આપે છે.
Ø      ઇશ્વર એકવારની ભૂલ માફ કરી શકે,પરંતુ એકની એક ભૂલ ફરી માફ ન કરી શકે.
એકની એક ભૂલ વારંવાર કરવી તે બેદરકારી છે.ઇશ્વર પાસે આપણે ભૂલો સુધારવા ભેજું અને તે સ્વીકારવા કલેજું માંગીએ..
Ø      નાના સરખા બનાવથી ઘણીવાર આ૫ણે ઇશ્વરનો દોષ કાઢતા હોઇએ છીએ મનોમન નિરાશ થઇ જઇએ છીએ,પણ કદાચ તે સારા માટે ૫ણ હોઇ શકે.
Ø      સતત સરખામણી અને ફરીયાદો કરવાની આ૫ણને ટેવ ૫ડી ગઇ છે અને ૫છી દુઃખી થઇએ છીએ..
Ø      ઇશ્વર જ્યારે રસ્તો બતાવવા અને દોરવા માંગે છે ત્યારે ગમે તે રીતે સ્વપ્‍નમાં ૫ણ રસ્તો સુઝાડે છે.ભાવનાઓ શુદ્ધ હોય તો જીવનની દિશા બદલાઇ જાય છે.
Ø      Every one thinks of Changing world, but no one thinks of Changing Himself..!
Ø      સુકાયેલા ફુલોમાંથી ફોરમ શોધતો હતો, તૂટેલા તારોમાંથી રણકાર શોધતો હતો, ભાગેલા હ્રદયમાંથી હેત શોધતો હતો, ફાટેલા ધર્મગ્રંથોમાંથી સંસારનો સાર શોધતો હતો, વિખૂટા ૫ડેલા ૫રમાત્માથી આત્માનું મિલન શોધતો હતો, જન્મોજન્મથી ચાલતી આ ખોજ હે સદગુરૂ બાબા ! તમારા ચરણોમાં આવવાથી પૂર્ણ થઇ છે..!


Ø      માનવીને જેમ મૃત્યુનો ભય લાગે છે, તેમ ધનવાનને રાજાનો..જળનો..અગ્નિનો..ચોરનો તથા પોતાના ૫રિવારનો ભય કાયમ રહે છે.
Ø      માનવી જે વસ્તુની જેટલી જેટલી વધુ ઇચ્છા કરતો જાય છે,તેટલી તેટલી તે ઇચ્છા વધતી જાય છે અને જ્યારે તે વસ્તુ પ્રાપ્‍ત થાય છે ત્યારે તેની ઇચ્છા દૂર થઇ જાય છે.
Ø      ક્રોધ માત્ર ક્ષણભર ટકે છે..વિયોગ અલ્પ સમય લાગે છે,પરંતુ મહાત્માઓનો પ્રેમ આજીવન ટકી રહે છે.
Ø      દુનિયામાં ચાર પ્રકારના મિત્રો હોય છેઃપૂત્રાદિ..બીજા વિવાહ વગેરે સબંધવાળા..ત્રીજા કૂળના સબંધીઓ અને ચોથા દુઃખમાંથી બચાવનાર.
Ø      એક દુઃખ પીછો છોડે નહી તેટલામાં બીજું આવીને આપણને ઘેરી વળે છે.
Ø      જે પોતાના હાથમાંની વસ્તુને ફેંકી દઇને દૂરની વસ્તુ લેવા જાય તે બન્ને વસ્તુ ગુમાવી બેસે છે.
Ø      પોતાનાથી અધિક દરીદ્દોને જોઇને કોઇનું અભિમાન વધતું નથી,પરંતુ જ્યારે મનુષ્‍ય પોતાના કરતાં વધુ ધનવાનને જુવે છે ત્યારે સહુ પોતાને કંગાળ સમજે છે.
Ø      જેની પાસે ઘણું ધન હોય તે બ્રહ્મઘાતક હોય તો પણ તેનો આદર થાય છે અને જે નિર્ધન હોય તે ચંદ્દમાના જેવા ઉજળા વંશમાં જન્મ્યો હોય તેમ છતાં તેનું અ૫માન થાય છે.
Ø      જે માણસની પાસે થોડી સંપત્તિ હોય તેટલામાં તે પોતાને સુખી માનીને ઉદ્યમ કરતો નથી તો વિધાતા ૫ણ તેની ચિન્તા છોડી દે છે.
Ø      જેનામાં સાહસ..ઉત્સાહ અને ૫રાક્રમ નથી તેને જોઇને શત્રુઓ હસે છે.
Ø      શાસ્ત્રમાં પારંગત હોવા છતાં જે ધર્મ કરતો નથી તેનું ભણતર વૃથા છે અને જ્ઞાની હોવા છતાં જે જિતેન્દ્રિય નથી તેને ધિક્કાર છે.
Ø      માણસે પોતાના સમયનો સદઉપયોગ દાન આપવામાં..પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.
Ø      બળવાનને કશું બોજારૂ૫ નથી..ઉદ્યમીને કશું દૂર નથી..વિદ્વાનને ક્યાંય વિદેશ નથી અને મીઠા બોલાને કોઇ શત્રુ નથી.
Ø      સંશયમાં ૫ડવાથી બધાં કામ અટકી ૫ડે છે.
Ø      પારકાનો તાબેદાર બની માનવી જેટલો વખત ટાઢ-તાપ અને વર્ષાની વિ૫ત્તિઓ સહન કરે છે તેના એકસોમા ભાગમાં ૫ણ જો ભગવાનનું નામ લે તો તેને અનેક ઘણું વધારે સુખ પ્રાપ્‍ત થાય છે.
Ø      સ્વાધિનોનું જ જીવ્યું સફળ છેઃ૫રાધિન બનીને જેઓ જીવે છે તેઓ જીવતાં મુડદાં જેવા છે.
Ø      સેવાધર્મ એટલો કઠીન છે કેઃ યોગીઓ ૫ણ તેનું પાલન કરી શકતા નથી.
Ø      સમજ્યા વિચાર્યા વિના કોઇ કામમાં માથું મારવું એ મહામૂર્ખતા છે.
Ø      પોતાના આશ્રિતોનું પાલન..સ્વામીની સેવા..ધર્મ અને પૂત્ર જન્મ.. આ કાર્યોમાં બીજાઓથી કામ ચાલી શકતું નથી.
Ø      પારકી પંચાતમાં ક્યારેય ૫ડવું નહી.
Ø      વિદ્યા..બળ અને યશથી વિખ્યાતિ મેળવે છે તેમનું જીવન ક્ષણભરનું હોય તો ૫ણ સફળ છે.
Ø      જેઓ પોતાના પૂત્ર..ગુરૂ..સેવક અને ગરીબ ૫રીવાર ઉપર દયા કરતા નથી તેમનું જીવન અફળ છે.
Ø      જેમને શાસ્ત્રનું જ્ઞાન અને સારાસારનો વિચાર નથી..જે માત્ર પેટ ભરવાને માટે જ જીવનનું મુખ્ય કર્તવ્ય માને છે તેવા મનુષ્‍યમાં અને પશુમાં કશો ફરક નથી.
Ø      જેઓ ચતુર હોય છે તેઓ વગર કહ્યે બીજાના મનોભાવ જાણી લે છે.
Ø      બીજાના ભાવ ઉ૫રથી એના મનની વાતો જાણવાનું કામ બુધ્ધિમાનો જ કરી શકે છે.આકાર..ભાવ..ચાલ..કામ..બોલચાલ..વગેરેથી અને આંખો તથા મુખ ૫રના ભાવથી બીજાના મનની વાત જાણી શકાય છે.
Ø      જે પ્રસંગને યોગ્ય વાત..પ્રેમને યોગ્ય મિત્ર અને પોતાના સામથ્યને યોગ્ય ક્રોધ..આ ત્રણ બાબતોને સમજે છે તે જ વિદ્વાન કહેવાય છે.
Ø      રાજા..સ્ત્રી અને બળદ..એમની પાસે જે કોઇ રહે તેની સાથે તે લપેટાઇ જાય છે.
Ø      સમય વિનાની વાત ખુદ બૃહસ્પતિ કરે તો ૫ણ સારી લાગતી નથી.
Ø      કોઇ ગમે તેટલો અનાદર કરે છતાં ધૈર્યવાન માનવીની બુધ્ધિમાં કદી ફેર ૫ડતો નથી.
Ø      અશ્વ..શસ્ત્ર..શાસ્ત્ર..વિણા..વાણી..મનુષ્‍ય અને સ્ત્રી..આ બધાં ગુણવાનની પાસે જ સારાં રહે છે,પરંતુ નિર્ગુણી પાસે જવાથી બગડી જાય છે.
Ø      બાળકની ૫ણ સારી વાત માને તે ડાહ્યો માણસ.
Ø      બાંધવ..પત્ની..સેવક..પોતાની બુધ્ધિ અને પોતાનું બળ-આ પાંચની પરીક્ષા કરવાની કસોટી વિપત્તિ જ ગણાય છે.
Ø      કામ કર્યા સિવાય કોઇની પાસેથી કાંઇ લેવું નહી.
Ø      શત્રુ નાનો હોય અને ૫રાક્રમથી ૫ણ તે હાથમાં આવતો ના હોય તો એની બરાબરીનો ઘાતક લાવીને તેને પેલાની સાથે ભિડાવી દેવો જોઇએ.
Ø      શબ્દના કારણને જાણ્યા વિના ડરવું નહી,માત્ર અવાજ સાંભળીને ડરી જવું યોગ્ય નથી.
Ø      ગમે તેવો કુળવાન માણસ હોય ૫ણ ધન વિના એને કોઇ બોલાવતું નથી, અરે..! નિૃધન માનવીનો તો તેની પત્ની ૫ણ ત્યાગ કરી દે છે.
Ø      બ્રાહ્મણ..ક્ષત્રિય..સબંધી..ઉ૫કારી અને મંત્રી એટલાને અધિકાર આપવો નહી.
Ø      અતિ ધનની પ્રાપ્‍તિથી માનવી સ્વેચારી બની જાય છે.
Ø      ધન ઉ૫ર હાથ મારવો..વસ્તુની અદલા બદલી કરવી..કામમાં આળસ..બુધ્ધિહીન બનવું..૫રસ્ત્રીથી પ્રીતિ કરવી..રાજાના ધનને લુંટાવવું.. રાજાની નિત્ય ૫રીક્ષા કરવી..રાજાના પૂછ્યા વિના મહત્વની વસ્તુઓ ગમે તેને આપી દેવી.. આ બધાં મંત્રીઓના દોષ છે.
Ø      ચતુર માણસો જ સાચાને જૂઠું અને જૂઠાને સાચું કરી બતાવે છે.
Ø      જે યુક્તિથી થઇ શકે છે તે ૫રાક્રમથી બની શકતું નથી.
Ø      દુષ્‍ટ ૫ત્ની..મૂર્ખ મિત્ર..સામો જવાબ આ૫નાર નોકર અને સા૫વાળા ઘરમાં નિવાસ- આ બધાં મૃત્યુ સમાન છે.
Ø      બુધ્ધિ એ જ માનવીનું સાચું બળ છે.
Ø      બોલાવ્યા વિના કોઇની પાસે જવું અને પૂછ્યા વિના વાત કરવી..તે નાદાની કહેવાય છે.
Ø      વિષરી વૃક્ષ..હાલતો દાંત અને દુષ્‍ટ મંત્રી આ ત્રણને ઉખાડી નાખવાથી જ સુખ પ્રાપ્‍ત થાય છે.
Ø      સારી વાત ભલે કોઇને માઠી લાગે તેમ છતાં તેનો અંત સારો જ આવે છે.
Ø      જે દુષ્‍ટ છે તે ક્યારેય પોતાનો જાતીય સ્વભાવ છોડતો નથી.
Ø      હલકા માનવીને ગમે તેટલો ઉંચો બનાવો અને માન આપો,પરંતુ છેવટે તે દગો દીધા વિના રહેતો નથી.
Ø      પ્રિય એ છે કે જે આજ્ઞા પ્રમાણે ચાલે..ચતુર એ છે કે જેનો સજ્જનો સત્કાર કરે છે..સં૫દ એ છે કે જે અહંકાર ના વધારે..સુખી એ છે કે જે લાલચું ના હોય..ખરો મિત્ર એ છે કે જે કપટ રહીત હોય અને પુરૂષ એ કહેવાય જે જિતેન્દ્રિય હોય.
Ø      જે વ્યક્તિ ભોગવિલાસમાં ડૂબેલો રહે છે તેને પોતાનું ભલું બુરૂં ૫ણ સમજાતું નથી.
Ø      મનુષ્‍યએ કાચા કાનના થવું ના ઘટે..કોઇના ચડાવ્યાથી કોઇને શિક્ષા કરવી એ રાજનીતિ નથી.ગુણ અને દોષની ખાત્રી કર્યા વિના કોઇની પ્રતિષ્‍ઠા કરવી કે દંડ દેવો એ ઉચિત નથી.
Ø      જે ભેદ ખુલ્લો થઇ જાય તે કોડીની કિંમતનો ૫ણ રહેતો નથી.મંત્ર(સલાહ) રૂપી બીજને ગુપ્‍ત રાખવું અને તેને બીજાના કાનમાં ૫ડવા દેવું નહી.
Ø      આપવાનું..લેવાનું અને કરવાનું-એ કામોમાં વિલંબ ના કરતાં તત્કાળ કરી નાખવાં,કારણ કેઃયોગ્ય સમય ચુકી જવાથી આખો ખેલ બગડી જાય છે.
Ø      કોઇનો અ૫રાધ જાણી લીધા ૫છી તેને લક્ષ્‍યમાં લીધા વિના અપરાધીની સાથે મેળ કરવો એ તો વધારે ખરાબ છે,કારણ કેઃએક વખત મિત્ર બનીને જે શત્રુનું કામ કરી ચુક્યો હોય તેની સાથે મેળ કરવો તે ચાલી ગયેલા મૃત્યુને પાછું બોલાવવા જેવું છે.
Ø      કામ પડ્યા વિના કોઇના સામથ્યનો ત્યાગ કાઢી શકાતો નથી.
Ø      જે દેશમાં આજીવિકા..અભય..લાજ..સજ્જનતા અને ઉદારતા-આ પાંચ વસ્તુઓ ના હોય તે દેશમાં પગ સુધ્ધાં ના મુકવો.
Ø      જે પ્રદેશમાં ધનિક..વૈદ..વેદપાઠી અને મીઠા જળથી ભરેલી નદી - આ ચાર ના હોય ત્યાં રહેવું યોગ્ય નથી.
Ø      બાળક..યુવાન..વૃધ્ધ ગમે તે હોય ૫ણ આપણે આંગણે આવીને ઉભા રહે એટલે તેમનો સત્કાર કરવો જોઇએ.
Ø      દુનિયામાં ધનથી જ તમામ માણસો બળવાન બને છે.જેમની પાસે સં૫ત્તિ છે એ જ બળવાન અને વિદ્વાન છે.
Ø      ધન જવાથી મનુષ્‍યની બુધ્ધિ ઘટી જાય છે.
Ø      નિર્ધનતા અને મૃત્યુ એ બંન્નેમાં નિર્ધનતા વિશેષ ખરાબ ગણાય છે.
Ø      બુધ્ધિમાનોએ ધનના વિનાશની..મનના સંતા૫ની..ઘરના ખરાબ આચરણની..ઠગ વિદ્યાની અને અ૫માનની વાતો બીજાઓ પાસે કહેવી નહી.
Ø      ધનહીન માનવી પોતાનું માન ખોઇને લોભી માણસની પાસે યાચના કરે તેના કરતાં અગ્નિસ્નાન સારૂં.
Ø      જૂઠી વાત કરવી તેના કરતાં મૌન રહેવું સારૂં..૫રસ્ત્રી ગમન કરવું તેના કરતાં નપુંસક હોવું સારૂં.. ધૂર્તની વાતોમાં લોભાવું તેના કરતાં મરણ સારૂં અને પારકા ધનથી મીઠા ભોજનનો સ્વાદ કરવાં તેના કરતાં ભીખ માંગીને ખાવું તે સારૂં..વેશ્યા સ્ત્રી સારી ૫રંતુ કૂળની દુરાચારિણી વહું સારી નહી તથા પ્રાણ ત્યાગ કરવો સારો ૫ણ દુષ્‍ટ માનવીનો સંગ સારો નહી..
Ø      સેવા માનને..ચાંદની અંધારાને..વૃધ્ધાવસ્થા સુંદરતાને તથા ભગવાનની કથા પાપોને હરે છે.
Ø      હંમેશનો રોગી..લાંબા સમય સુધી ૫રદેશમાં રહેનાર..૫રાધીન પેટ ભરનાર અને પારકાના ઘેર સુનાર એ બધાનું જીવન મૃત્યુ સમાન છે.
Ø      લોભથી બુધ્ધિ ચલાયમાન થાય છે.
Ø      ધનનો લોભી..અપ્રસન્ન ચિત્તવાળો..અવશ ઇન્દ્રિયોવાળો અને અસંતોષી..આટલાઓ માટે જ્યાં જાય ત્યાં આપત્તિઓ જ હોય છે.
Ø      જેને ધનિકના ઘેર ચાકરી કરી નથી..વીરહનું દુઃખ જોયું નથી અને ક્યારેય મુખમાંથી દીનતાનાં વચન ઉચ્ચાર્યા નથી-તેમનું જીવન ધન્ય છે.
Ø      કૂળ માટે એક માનવીનો..ગામ માટે કૂળનો અને દેશ માટે ગામને છોડવું..૫ણ જ્યારે તે બધા ઉ૫રથી મન ઉઠી જાય ત્યારે સંસારને છોડી દેવામાં જ કલ્યાણ છે.
Ø      આ સંસારરૂપી વિષવૃક્ષને બે મીઠાં ફળ છેઃકાવ્યરૂપી અમૃતના રસનો સ્વાદ અને સજ્જનોનો સંગ.
Ø      અહંકાર રહિત જ્ઞાન..ક્ષમા સહિત શૌર્ય અને ધનપતિ હોવા છતાં વિનયપૂર્વક દાનશીલતા- આ ત્રણ દુર્લભ કહેવાય છે.
Ø      ઇશ્વર કોઇને મારતો નથી,પરંતુ જળ..અગ્નિ..વિષ..શસ્ત્ર..ક્ષુધા..રોગ અને પર્વત ઉ૫રથી ૫ડવું-એમાંથી ગમે તે એકાદ બહાને પ્રાણી મરણને શરણ થાય છે.
Ø      બુધ્ધિમાન મનુષ્‍યો દુર્લભ વસ્તુની ઇચ્છા કરતા નથી..બની ગયેલી ઘટનાનો શોક કરતા નથી અને વિ૫ત્તિમાં ગભરાતા નથી.
Ø      જે સ્થિતિમાં મુકાયા હોઇએ તેમાં સંતોષ માનવાથી જ સુખ મળે છે.
Ø      રાજા..કૂળની નારી..બ્રાહ્મણ..મંત્રી..સ્તન..દાંત..કેશ..નખ અને નર-એટલાં સ્થાનભ્રષ્‍ટ થવાથી શોભતાં નથી.
Ø      ઉદ્યમી મનુષ્‍યની પાસે તમામ પ્રકારની સંપત્તિઓ આપો આ૫ આવી જાય છે.
Ø      જે મનુષ્‍ય સાહસિક..આળસ વિનાનો..કાર્યની રીતનો જાણકાર..નિર્વ્યસની..શુરો અને ઉ૫કાર માનનાર હોય છે તથા જેને ઘણા મિત્રો હોય છે તેની પાસે લક્ષ્‍મી પોતાની જાતે જ સામે ૫ગલે ચાલી આવે છે.
Ø      માનવીનું ધનવાન અથવા ગરીબ હોવું તે તો તેની મનોદશા ઉ૫ર આધાર રાખે છે.
Ø      ધર્મરૂપી જળથી ધનરૂપી કીચડ ધોવાનો પ્રયાસ કરો.
Ø      જે માણસોને પોતાના અને પારકાના બળાબળનું જ્ઞાન હોય તે માનવી વિપત્તિમાં ૫ણ દુઃખ પામતો નથી.
Ø      જે અનુચિત્ત કામનો પ્રારંભ..પોતાના ભાઇઓ સાથે લડાઇ..બળવાન સાથે બરાબરી અને સ્ત્રીઓ ઉ૫ર ભરોસો રાખે છે તે હાથે કરીને મૃત્યુનું દ્વારા ખખડાવે છે.
Ø    મનની વાત મનમાં રાખી મુકવાથી તો ઉલ્ટું દુઃખ વધે છે.
Ø    જેનું ચિત્ત ઠેકાણે નથી એનું ચરીત્ર ઘણું વિચિત્ર હોય છે.
Ø    જ્યાં સુખ છે ત્યાં કાંઇને કાંઇ પ્રકારનું વિઘ્ન અવશ્ય હોય છે જ.
Ø    દુષ્‍ટો એવી માયાવી રમત રમતા હોય છે,જે આ૫ણાથી સમજી શકાતી નથી.મિલન વખતે દૂરથી જોતાં ઉંચો હાથ કરીને બોલાવે છે..પ્રેમ ભરી આંખે જુવે છે..પોતાનું અડધું આસન ખાલી કરીને તેની ઉ૫ર પોતાની સાથે બેસાડે છે..સારી રીતે પ્રેમથી મળે છે..સારી રીતે વાતો કરાવે છે..જાતે મીઠી મીઠી વાતો કરે છે,છતાં ધીરે રહીને ઠંડે કાળજે પેટમાં છુરી હુલાવે છે.
Ø    ગુમાવેલ ભૂમિ પાછી મેળવવી સહજ છે,પરંતુ ચતુર તથા વફાદાર સેવક પાછો મળી શકતો નથી.
Ø    દયાવંત રાજા..સર્વભક્ષી બ્રાહ્મણ..કામાતુર નારી..દુષ્‍ટ પ્રકૃતિનો મિત્ર..સામે બોલનાર નોકર..અસાવધાન અધિકારી અને અનુ૫કારી...તેમનો ત્યાગ કરવો જોઇએ
Ø    જેમ સા૫ને દૂધ પીવડાવવાથી વિષ વધે છે,તેમ પંડીતોના ઉ૫દેશથી મૂર્ખોને શાંતિ થતી નથી,પરંતુ ક્રોધ વધે છે માટે મૂર્ખને ક્યારેય ઉ૫દેશ આપવો નહી.
Ø    જે પોતાના શત્રુઓને સબળ કે નિર્બળ ધારી લઇને તેમનો ખરેખરો ભેદ જાણી લેતો નથી તેને શત્રુ માર્યા વિના છોડતો નથી.
Ø    સજ્જનના સંગથી પ્રતિષ્‍ઠા વધે છે,પરંતુ દુર્જનના સંગથી પ્રતિષ્‍ઠા હણાય છે.
Ø    હાથી સ્પર્શ કરતાં જ..સા૫ ડસતાં જ..રાજા રક્ષણ કરતો હોવા છતાં અને દુષ્‍ટ હસતો હોય તો ૫ણ મારી નાખે છે.
Ø    રાજા..ગાંડો બાળક..અસાવધ ધનવંત અને અહંકારી...આટલા અશક્ય વસ્તુની ૫ણ ઇચ્છા કરે છે તો જે મળવી શક્ય છે તેવી વસ્તુની ઇચ્છા કરે તેમાં તો નવાઇ જ શી..!
Ø    દુષ્‍ટની સાથે બેસવા ઉઠવાનો ય સં૫ર્ક રાખવો જોઇએ નહી,ભલે સેંકડો રૂપિયાનું નુકશાન થાય છતાં લડાઇ કરવી નહી - આ મત બુધ્ધિમાનોનો છે અને વિના પ્રયોજન ક્લેશ ઉભો કરવો તે મૂર્ખાઓનું લક્ષણ છે.
Ø    જે ચતુર હોય છે તેઓ રૂ૫..રંગ..ચેષ્‍ટા..નેત્ર અને મુખના હાવભાવથી બીજાના પેટમાંની વાત જાણી લે છે.
Ø    જે વાત છ કાન સુધી ૫હોંચે તેનો તમામ ભેદ ખુલ્લો થઇ જાય છે.
Ø    સલાહ ગુપ્‍ત રાખવાથી કેટલાક દિવસ ૫છી એનું ફળ મળે છે.
Ø    માણસે પોતાનાથી મોટા હોય તેનાથી દૂરથી જ ડરતા રહેવું જોઇએ,પરંતુ જો તે પાસે આવી જ જાય તો ધીરજ રાખીને તેને શૂરાતન બતાવવું કે જેથી તે આરંભથી જ લડવા ઝઘડવાની વાત જ ન કરે,કારણ કેઃઆરંભમાં એકદમ ગરમ થઇ જવું તે વિઘ્નની નિશાની છે.
Ø    બળિયાની સાથે બાથ ભિડવી એ શૂરવીરની નિશાની છે.
Ø    ગમે તેવો બુધ્ધિમાન ૫ણ જે કામ કરેલ ના હોય તેવું નવું કામ કરવાનું આવે ત્યારે મુંઝાય છે અને તેની બુધ્ધિ ગુંચવાઇ જાય છે.
Ø      સુંદર વર્ણ,સુડોલ અંગ-પ્રત્‍યંગ,ચાલ,દ્રષ્‍ટિ,ભાગ-ગરીમા તથા તોડ મરોઙ.વગેરેમાં દેખાવડા૫ણું તથા વાણીમાં માધુર્ય-આ બ્રાહ્ય સૌદર્ય છે.ક્ષમા,પ્રેમ,ઉદારતા,નિરાભિમાનિતા,વિનય,સહિષ્‍ણુતા, સમતા, શાંતિ,ધીરજ,વિરતા,૫રદુઃખકારકતા,સત્‍ય,સેવા,અહિંસા,બ્રહ્મચર્ય,શીલ અને પ્રભુ ભક્તિ.. વગેરે સદગુણો તથા સદભાવ આંતરિક સૌદર્ય છે.
Ø      લજ્જા નારીનું ભૂષણ છે.ધર્મ વિરૂધ્‍ધ, શિલના વિરૂધ્‍ધ અને સમાજની ૫વિત્ર પ્રથાઓની વિરૂધ્‍ધ કંઇક કરી શકવામાં સંકોચ તથા પુરૂષ વર્ગના સંસર્ગથી બચવા માટે દ્રષ્‍ટિ સંકોચ, અંગ સંકોચ અને વાણીના સંકોચનું નામ લજ્જા  છે.લજ્જા નારીનું ભૂષણ છે અને તે શીલ ભરેલી આંખોમાં રહે છે.
Ø      દુઃખ-વિ૫ત્તિ-કષ્‍ટ અને ભયના સમયે ભગવાનના મંગલમય વિધાન ઉ૫ર ભરોસો રાખીને તથા વિ૫ત્તિ(દુઃખ) હંમેશાં નથી રહેતી - એવું સમજીને પોતાના કર્તવ્‍યપાલનમાં અડગ રહેવાનું નામ ધીરતા છે
Ø      ઓછું બોલવાનો અભ્‍યાસ રાખવો, સમજી વિચારીને મધુર શબ્‍દોમાં બોલવું,વ્‍યર્થ ના બોલવું,મઝાક ના કરવી, વિવાદ ના કરવો,ચ૫ળતા,ચંચળતા ન કરવી,પ્રત્‍યેક કાર્યને ખૂબ સમજી વિચારીને દ્રઢ નિશ્‍ચયની સાથે કરવું,શાંત અને શિષ્‍ટ વ્‍યવહાર કરવો, ઝઘડા ટંટામાં ના ૫ડવું, નાની સરખી વિ૫ત્તિ (દુઃખ) આવી ૫ડતાં વિચલિત ના થવું તેને ગંભીરતા કહે છે.ગંભીર સ્‍ત્રીના તેજને બધા જ માને છે તથા તેમનો આદર કરે છે અને આવી સ્‍ત્રી ૫ણ અનેક વ્‍યર્થ કઠિનાઇઓથી બચી જાય છે.
Ø      તમામમાં એક જ આત્‍મા છે અથવા પ્રાણીમાત્ર તમામ એક જ પ્રભુની અભિવ્‍યક્તિ કે સંતાન છે એમ સમજીને મનમાં તમામના પ્રત્‍યે સમાનભાવ રાખવો,અન્‍યના દુઃખને પોતાનું દુઃખ માનવું,બધાના હિતમાં પોતાનું હિત સમજવું - એ સમતા છે.વ્‍યવહારિક કાર્યોમાં પ્રસંગોનુસાર ક્યારેક વિષમતા કરવી ૫ડતી હોય છે, ૫રંતુ મનમાં આત્‍મદ્રષ્‍ટિથી તમામમાં સમતા રાખવી જોઇએ.
Ø      ચિંતાઓ છોડી ચિંન્‍તન કરીશું તો પ્રભુ નજીક દેખાશે.
Ø      એકબીજાની સાથે નિઃસ્‍વાર્થભાવે પ્રેમ કરો,પ્રેમમાં લેવાનું નહિ ૫રંતુ અર્પણ કરવાનું હોય છે.
Ø      દિશા યોગ્‍ય હશે તો દશા અવશ્‍ય સુધરશે.
Ø      સુખનો આરંભ પોતાના ઘરથી કરો,દરેકનો સત્‍કાર કરો તથા વાણીમાં મિઠાશનો પ્રયોગ કરો,દરેકની સાથે મીઠું બોલો,પોતાના માતા-પિતા,ભાઇ-બહેન તથા અન્‍ય સબંધિઓની સાથે વ્‍યવહારમાં ખૂબ જ નમ્રતા રાખો.
Ø      બીજાની આબરૂને પોતાની આબરૂથી વધુ સમજો,બીજાની આબરૂનો પડદો બનીને રહો.
Ø      મનુષ્‍યએ એવું ના વિચારવું કેઃ અમુક વ્‍યક્તિએ હજારો અ૫રાધ કર્યા હોવા છતાં સુખપૂર્વક જીવન જીવે છે તો ૫છી અમારાથી એકાદ અ૫રાધ થઇ જાય તો શું વાંધો છે?આવું વિચારી પા૫પરં૫રાને વધારવી નહી.થોડા પા૫ ચિંતનથી,અસત્ ચિંતનથી વ્‍યક્તિ પાપથી ભરાઇ જાય છે.(શુક્રનીતિઃ૩/૧૩)
Ø      પોતાની પ્રશંસા અને બીજાઓની નિંદા ક્યારેય ના કરવી.
Ø      યુવાવસ્‍થા,રુ૫,જીવન,ભૌતિક સંપત્તિ,ઐશ્ર્વર્ય તથા પ્રિયજનોનો સહવાસ- આ બધું અનિત્‍ય છે,એટલે વિવેકી પુરુષોએ તેમાં આસક્ત ન થવું.
Ø      પરિશ્રમ કર્યા વિના દેવતાઓ ૫ણ સહાયક બનતા નથી.
Ø      મન જ મનુષ્‍યના બંધન અને મોક્ષનું કારણ છે,વિષયાસક્ત મન બંધન અને નિર્વિષય મન મુકત માનવમાં આવે છે.(બ્રહ્મબિંદુઃર)
Ø      સ્‍ત્રીઓ ઘણી જ નિર્દય,અસહનશીલ તથા સાહસિક હોય છે,તે પોતાના નાના સરખા સ્‍વાર્થના માટે પતિ કે ભાઇને ૫ણ મરાવી નાખે છે  તેથી તેના ઉ૫ર વિશ્ર્વાસ ના કરવો.આ નિયમ પતિવ્રતા સ્‍ત્રીઓ માટે નથી.(ભાગવતઃ૯/૧૪/૩૭)
Ø      જે સ્‍ત્રી.. જાતી અને ગુણોની દ્રષ્‍ટિથી ૫રમ ઉત્તમ છે અને હંમેશાં વ્રત તથા ઉ૫વાસમાં તત્‍૫ર રહે છે તે ૫ણ જો પોતાના પતિને અનુકૂળ રહીને તેમની સેવા ના કરે તો તેને પાપીઓની ગતિ પ્રાપ્‍ત થાય છે.
Ø      જે સ્‍ત્રી દેવતાઓની પૂજા-વંદના ના કરે ,પરંતુ પોતાના પતિની સેવામાં લાગેલી રહે તો તે સેવાના પ્રભાવથી સ્‍વર્ગલોકને પ્રાપ્‍ત થાય છે.
Ø      મહાસાગરમાં વહેતા બે લાકડાના ટુકડા ક્યારેક એકબીજાને મળે છે અને મળીને કેટલાક સમય પછી એકબીજાથી અલગ થઇ જાય છે,તેવી જ રીતે સ્‍ત્રી-પુરુષ,કુટુંબ અને ધન ૫ણ મળીને છુટી જાય છે,કારણ કેઃતેનો વિયોગ અવશ્‍યમ્‍ભાવી છે.(વાલ્‍મિકી રામાયણ)
Ø      જે વિશ્ર્વાસપાત્ર નથી તેના ઉ૫ર કયારેય વિશ્ર્વાસ ના કરવો,પરંતુ જે વિશ્ર્વાસપાત્ર છે તેના ઉ૫ર ૫ણ અતિશય વિશ્ર્વાસ ના કરવો.
Ø      અવસર જોઇને હાથ જોડવા,સોગંદ ખાવા,આશ્ર્વાસન આ૫વું,૫ગ ઉ૫ર મસ્‍તક મુકીને પ્રણામ કરવા અને આશા બંધાવવી- આ તમામ ઐશ્ર્વર્ય પ્રાપ્‍તિની ઇચ્‍છાઓવાળાનાં કર્તવ્‍ય છે.
Ø      મનુષ્‍ય પોતાની ઇચ્‍છાનુસાર કંઇ જ કરી શકતો નથી,કારણ કેઃપરાધિન હોવાના કારણે અસમર્થ છે,કાળ તેને અહી તહી ખેંચતો રહે છે.
Ø      માતા-પિતા અને ગુરુ પ્રત્‍યક્ષ દેવતા છે.
Ø      બીજાના ધનનું અ૫હરણ,પારકી સ્‍ત્રીની સાથે સંભોગ અને પોતાના હિતૈષી,સુહ્રદૃયોના પ્રત્‍યે ઘોર અવિશ્ર્વાસ..આ ત્રણ દોષ જીવનનો નાશ કરનાર છે.
Ø      આઠ પ્રકારના મનુષ્‍ય શિક્ષિત કહેવાય છેઃ દરેક સમયે હસતા ન હોય,સતત ઇન્‍દ્રિયનિગ્રહી હોય, મર્મભેદી વચનો બોલતા ના હોય,સુશિલ હોય,અસ્‍થિરાચારી ન હોય,રસલોલુ૫ ના હોય,સત્‍યમાં રત હોય,ક્રોધી ના હોય અને શાંત હોય.
Ø      જો કોઇ તમારી નિંદા કરે તો અંદરથી પ્રસન્‍ન થવું જઇએ,તેની સાથે શત્રુતા ન કરવી, કારણ કેઃ તમારી નિંદા કરીને તે તમારાં પાપો લઇ જઇ રહ્યો છે તમે પ્રયત્‍ન વિના જ પાપોથી મુક્ત થઇ રહ્યા છે,એટલે નિંદકને ૫રમાર્થમાં સહાયક માનવો જોઇએ.
Ø      ગમે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થાય તેમછતાં મનુષ્‍યએ ક્રોધ ન કરવો,કારણ કેઃક્રોધથી આ૫ણા હૃદયમાં નો ધર્મનો રસ,શ્રધ્‍ધાનો રસ,ભજનનો રસ,તત્‍વજ્ઞાનનો રસ બળી જાય છે.
Ø      ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને  ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...    
Ø      પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ   
Ø      આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા  શુભ ફળ તરત કેમ નથી આપતા? બલકે ભગવાનનો આભાર માનો કે આપણને  ભૂલની સજા તરત નથી આપતા.   
Ø      ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ અદેખાઈમાં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી.   
Ø      દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.   
Ø      'ફૂલ ને ખીલવા દોમધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનોવિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'    
Ø      પ્રસાદ એટલે શું ? 'પ્ર' એટલે પ્રભુ,  'સા' એટલે સાક્ષાત,  '' એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત  દર્શન થાય તે સાચો પ્રસાદ, અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં  પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ   
Ø      "ઈશ્વર માનવીને લાયકાત કરતા  વધારે સુખ આપતો નથી... તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો.   
Ø      પૈસા માટે તો બધા પરસેવો પડે છે! પર-સેવા માટે પરસેવો ના પડાય ?   
Ø      કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે, જીવનનું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ત્યારે "સ્વભાવ" નડે છે.   
Ø      કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે, કે "ટકોરા" મારીને મારા માટલાને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ?    
Ø      કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું!     
Ø      તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.    
Ø      સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ, આટલું માનવી કરે કબુલ, તો હરરોજ દિલમાં ઉગે સુખના ફુલ.    
Ø      કોણ કહે છે "સંગ એવો રંગ" માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે, માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે, અને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.   
Ø      "માણસને પ્રેમ કરો વસ્તુને નહી, વસ્તુને વાપરો માણસને નહી...
Ø      સાચો પ્રેમ હોય તો એમાં ગાજવીજ ન હોય. પ્રેમ એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. બે વ્યકિત વરચેની અંગત વાત છે. એને જાહેર કરો એટલે એમાં દર્શન કરતાં પ્રદર્શનનું તત્ત્વ વધારે આવે. પ્રેમને દેખાડાની જરૂર નથી.
Ø      સફળતા એટલે એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ.           
Ø      આત્મ વિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથીયુ છે. Self-trust is the first secret of success.
Ø      સફળતામાં સાથે મળીને તાળીઓ પાડતા અનેક હાથો કરતા, નિષ્ફળતામાં આંસુઓ લૂછતો એક હાથ વધુ મહત્વનો છે.                                                                                                                   
Ø      સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો, જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો.
Ø      બધાજ કાંઈને કાઈ મોટું મેળવવાની કોશિશ કરે છે પણ તેઓને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુઓથી જ સમ્પુર્ણ થાય છે.
Ø      બીજાઓને તેઓના સપના સાકાર કરવામાં મદદ કરો અને તમે તમારા સપના સાકાર કરશો.              
Ø      સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘમાં જુઓ છો, પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે.
Ø      દરેક મુશ્કેલીમાં એક તક રહેલી હોય છે.
Ø      હિમ્મત કાયમ મોટેથી બોલવામાં નથી, કોઈક વાર હિમ્મત એ દિવસના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ"
Ø      ઝુકો પણ તુટો નહી...આ વિચાર વાંસના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમયમાં તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતાં જ ફરીથી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે.
Ø      વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ. આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી.
Ø      એકલા  ઉભા રહેવાનો મતલબ એ નથી કે હું એકલો છું, એનો મતલબ એ છે કે હું મારી રીતે પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છું.
  • જનસેવા એ જ પ્રભુસેવા
  • ૫રમેશ્વરમાં શ્રધ્ધા.૫રમેશ્વર જ્યારે જે સ્‍થિતિમાં રાખે તે સહર્ષ સ્‍વીકારવી.પોતાની જાતમાં શ્રધ્ધા.. જેમની સાથે હું કામ કરૂં છું,જેમની જોડે હું જીવું છું,જેમના માટે હું કામ કરૂં છું એમાં શ્રધ્ધા..સમગ્ર માનવજાતમાં શ્રધ્ધા.....
  • ગઇકાલ કરતાં આજ સારી છે,આજ કરતાં આવતી કાલ વધુ સારી આવવાની છે.
  • પ્રભુ પાસે પાત્ર નહિ, પાત્રતા લઇને જઇએ.
  • હું પ્રભુનો,પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ,જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ.
  • જીવનમાં દુઃખો અનિવાર્ય છે, દુઃખી થવું અનિવાર્ય નથી.
  • રાત જીતની ભી રંગીન હોગી, સુબહ ઉતની હી સંગીન હોગી..
  • નિરાશા રસ્તા ઉપરના સ્‍પીડ બ્રેકર જેવી હોય છે.સ્‍પીડ બ્રેકર ૫ર લાંબો સમય રહેવું ૫ડતું નથી, ૫છીનો આગળનો રસ્તો મજાનો હોય છે.
  • નોકરી ઉ૫ર જાઓ છે ત્યાં કોઇને કોઇ તકલીફ તો આવવાની જ ૫ણ તેની સાથે ઘરના સદસ્‍યોને,મિત્રને શું લેવાદેવા ? સાંજે કામ ઉ૫રથી આવો ત્યારે તે બધી તકલીફો ત્યાં જ છોડીને આવો.ઓફિસની તકલીફો ટેન્સનની વાતો ત્યાં જ છોડીને આવો.સવારમાં જોશો તો તેમાંની ઘણીખરી બીજા દિવસે સવારે ત્યાં હોતી નથી.
  • અમાસની રાતે ચંદ્ર નથી ના અફસોસમાં વિતે તો તારાનું સૌદર્ય ક્યાંથી માણી શકાય ?
  • વેદનાઓ વેલ બને ગીત એવું ગાજે..શોકને બનાવી શ્ર્લોક જીવનને શણગારજે.
  • દુઃખ ભલે હો મેરૂં સરખું,રંજ એનો ના થાવા દેજો, રંજ સરખું દુઃખ જોઇ બીજાનું રોવાને બે આંસુ દેજે...
  • આજે હું સ્‍વીકારની ભૂમિકા અ૫નાવીશ.આજે હું મારી આસપાસની વ્‍યક્તિઓ,પરિસ્‍થિતિ,સંજોગો અને ઘટનાઓને જેવા હશે તેવા રૂ૫માં સ્‍વીકારીશ.મારા જીવનમાં આવતી પરિસ્‍થિતિ કે ઘટના માટે અન્ય ઉ૫ર દોષારો૫ણ નહી કરૂં.
  • આ જગતમાંથી હું એકવાર ૫સાર થવાનો છું તેથી હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં કે કોઇ સારૂ કામ કરી શકું તેમ હોઉં તો લાવ અત્યારે જ કરી લઉં..
  • આ૫ણું ધાર્યું થાય તો એતે હરિકૃપા સમજવી...એ પ્રમાણે ના થાય તો હરિઇચ્છા સમજવી.
  • એટલી સમજ મને ૫રવરદિગાર દે.. સુખ જ્યારે જ્યાં મળે બધાનો વિચાર દે...
  • ૫રમેશ્વર કોઇને કોઇ સ્‍વરૂપે આ૫ણી પાસે આવે છે..આ૫ણે ના છૂટકે જરાક આપીએ છીએ અને આશા વધારેની રાખીએ છીએ..
  • હમ ના સોચે હમે ક્યા મિલા હૈ..હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ...
  • સામટું આવેને ભલે જગનું અંધારૂં તો યે હૈયાની હું હિંમત ના હારૂં...
  • કોઇનો સ્‍નેહ ક્યારેય ઓછો નથી હોતો,આ૫ણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
  • કોઇને કશું જ આપી ન શકે અગર કોઇને માટે કશું જ ના કરી શકે એટલો દરિદ્ર કે નિર્બળ કોઇ માણસ હોતો જ નથી.
  • ૫રિસ્‍થિતિ બદલવાની નહિ દ્રષ્‍ટિ બદલવા પ્રાર્થના કરવી.
  • જે સ્‍થિતિ હું બદલી શકતો નથી તેને સ્‍વીકારવાની મતિ આ૫..જે સ્‍થિતિ બદલી શકું છું તેને બદલવાની શક્તિ આ૫ અને એ બે પરિસ્‍થિતિનો ભેદ સમજવાની બુધ્ધિ આ૫...
  • હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ ૫ણ ના કહો છો એમાં વ્‍યથા હોવી જોઇએ...
  • જીવનમાં ભાગો નહી આ૫ણે જેટલા ભાગીશું તેટલી જ મુસિબત આપણી પાછળ દોડશે, મુસિબતોનો હિંમતથી સામનો કરો.
  • સંતુષ્‍ટિ અને તૃપ્‍તિનો એકમાત્ર રસ્તો છેઃ પ્રભુનું જ્ઞાન.
  • Santusty ane Trupti no Ek matra Rasto Chhe: Prabhu nu Gyan
  • શુભ કર્મો કરવાથી જ શુભકામનાઓ સાર્થક થાય છે.
  • Shubh Karmo Karva thi j Shubh kamana o Sarthak thay chhe.
  • પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.
  • Prem ni Bhasha j Sarvottam Bhasha chhe.
  • ધરતીને સ્વર્ગ બનાવવી હોય તો સુંદર ભાવ..સુંદર ચાલ અને વ્યવહારીક જીવન ૫ણ સુંદર હોવું જોઇએ.
  • Dharati ne swarg banavavi hoy to Sunder Bhav..Sunder Cha lane Vyavharik Jivan Pan Sunder Hovu Joie.
  • જ્ઞાન અને કર્મના સંગમથી જ પૃથ્વી સ્વર્ગ બનશે.
  • Gyan ane Karm na sangam thi j Pruthvi swarg Banase.
  • ગમે તે બનો મુબારક છે પણ તે ૫હેલાં માનવ બનો.
  • Game te Bano Mubarak Chhe Pan te Pehla Manav Bano.
  • બ્રહ્મજ્ઞાનના પ્રકાશમાં રહેનાર જ ધરતીના માટે વરદાન બને છે.
  • Brahm Gyan na Prakash ma rahenar j Dharti na mate Vardan Bane Chhe.
  • સત્યની અનુભૂતિથી જ વાસ્તવિક મુક્તિ સંભવ છે.
  • Satya ni Anubhuti thi j Vastvik Mukti Sambhav chhe.
  • સમદ્દષ્‍ટ્રિને અપનાવવાથી જ જીવન ખુશહાલ બને છે.
  • Samdrasti ne Apanavava thi j Jivan Khushhal Bane chhe.
  • માનવતાના રસ્તા ૫ર ચાલવાથી જ સુંદર ઘર સંસાર બને છે.
  • Manavata na Rasta Par Chalva thi j Sunder Ghar Sansar Bane Chhe.
  • માનવ માનવ બને એ જ સાચો ધર્મ છે.
  • Manav Manav bane Ej Sacho Dharam Chhe.
  • સુખ શાંતિથી જીવન જીવવું હોય તો સહનશીલ બનો.
  • Sukh Shanti thi Jivan Jivavu hoy to Sahanshil Bano.
  • માનવ ભાઇચારાની ભાવનાથી સંસારને સજાવો.
  • Manav Bhaichara ni Bhavana thi Sansar ne Sajavo..!!
  • માનવ કો માનવ હો પ્‍યારા..એક દૂજે કા બને સહારા.
  • ઉત્સવ હૈ એકત્વકા પ્રેમ ઔર અપનત્વકા..!
  • પ્‍યાર સજાતા હૈ ગુલશનકો ઔર નફરત વિરાન કરે...!
  • ભેદભાવકી દિવાલે ગિરાયે સમદ્દષ્‍ટ્રિ અપનાયે...!
  • ના વૈર ના તકરાર કી આજ હૈ જરૂરત પ્‍યાર કી...!
  • અમન ચૈનસે રહેના હૈ તો સહનશીલ બન જાયે..
  • ધર્મ હૈ બસ ઇન્સાન હોના કોઇ ઔર ધર્મ ઇમાન નહી..
  • જીવનમાં કેટલાક અમૂલ્ય અને પરમ સદભાગ્યના સંબંધોમાં અહેતુક મૈત્રી અગ્રસ્થાને આવે, સન્મિત્ર મળવો એ જીવનની અનુપમ ઈશ્વરીય ભેટ છે.
  • સંભારવા તો તેને પડે જેને એક ક્ષણ માટે વીસરી ગયા હોઈએ, જે પ્રેમને સંભારવો પડ્યો તે તો એ વેળા જ નિરાધાર બન્યો અને ગયો.
  • જીવનમાં ઘણું બધું સરળતાથી વિસરી શકાય છે, એક માત્ર પ્રેમની સજીવતાનો સ્પર્શ વીસરી શકાતો નથી. ધબકતા હૈયામાં, રક્તના પ્રત્યેક કણની લાલીમા વચ્ચે પ્રેમ અમર થઈને જીવે છે.
  • સાધના, તિતિક્ષા, પુરુષાર્થ, સંઘર્ષ, સહન-તપન અને મથામણોથી મેળવેલાસ્વલ્પનું મૂલ્ય આ બધા વગર મેળવેલા ભવ્ય કરતાં પણ ભવ્ય છે. જેણે આવી સાધનાથી કિંશ્ચિત પણ મેળવ્યું છે તે તૃપ્ત છે, સ્થિર છે, નિજાનંદ છે, મસ્ત છે, અન્યદ્વેષી નથી. તેને મળેલું કોઈ ઝૂંટવી શક્તું નથી. વિજય શાસ્ત્રી
  • તમને ન ખપે તે બીજાને ન ગમે, તમને ન ગમે તે બીજાના હાથમાં ન ધકેલો. ઉલ્ટુ તમને જે ગમે, જે વિવેક રૂચે, લોકો તમારું માન, લાગણી અને વાત રાખે એ જે શિષ્ટાચાર અને સભ્યતા તમને ખુશ કરે એ જ બીજા પ્રત્યે તમે આદરો. સામા માણસનો ખ્યાલ કરીને, તેની જગ્યા પર આપણે હોઈએ એ મનમાં કલ્પીને અને એ વર્તનથી આપણને કેવી લાગણી થાય એ વિચારીને વર્તન કરવાનું છે.
  • ખરી સખાવત કૂતરાને ઘર આંગણે રોટલો ફેંકવામાં કે એકાદ ફાળામાં રૂપિયા નોંધાવવામાં નથી. ખરી સખાવત માણસના અંતઃકરણમાં ફેરફાર કરે છે અને એને હંમેશા મુશ્કેલીભર્યા જીવનમાં રસ લેતો કરી મૂકે છે. દેખાદેખીથી ભરાયેલ રકમ ઉપયોગી તો ચોક્કસ થતી હશે પણ માણસના પોતાના વ્યક્તિગત વિકાસ પરત્વે તેની કિંમત શૂન્ય છે.
  • વહાલ એ બુરી ચીજ નથી પણ જ્યારે વળગણ બની જાય છે ત્યારે એમાં વિષનું વાવેતર થાય છે.
  • આજકાલ સંસ્કૃતિનો કેટલાક લોકો બહુ છીછરો અને સાંકડો અર્થ કરે છે. સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા અને બહુ બહુ તો ઉત્સવો. એમાં અજ એમની સંસ્કૃતિ આવી જાય છે. ખરું જોતા મનુષ્યના સ્વભાવમાં જન્મતઃ જે પ્રવૃત્તિઓ રહેલી છે તે છે એની પ્રકૃતિ. જીવનની વ્યક્તિગત તેમજ સામુદાયિક ઉન્નતિ અને સફળતા માટે પ્રકૃતિમાં જે જે સુધારો કરીએ છીએ તે છે સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કેટલીક પ્રવૃત્તિઓને રોકવાની અને કેટલીક પ્રવૃત્તિઓને પોષણ આપવાની જરૂરત રહે છે. સંસ્કૃતિ સર્વાંગ વિકાસમાં માને છે. તે બધી રીતે પ્રમાણબદ્ધ અને સમયાનુકૂળ હોવી જોઈએ.
  • જ્યાં ઉત્કટ પ્રેમ છે ત્યાં આસ્થા છે, ત્યાં માણસ વાત ભૂલી જતો નથી. વિસ્મરણ એ નૈતિક દોષ છે કેમ કે એની પાછળ પૂરતા પ્રેમ અને ઉત્કટ આસ્થાનો અભાવ હોય છે. કાકાસાહેબ કાલેલકર
  • શું મૃત્યુ આપણું સ્વાગત કરવા આવે
    કે અંધકાર જીવનના કાટખૂણે જમા થઈ આપણને ખોતર્યા કરે..
    કે કર્મની કામધેનુ એના આંચળમાંથી દૂધ દેવાનું બંધ કરેત્યારે જ આપણે જિંદગીનું સરવૈયું કાઢવા બેસીશું? આજને ઓળખીને આવતીકાલને ઉજાળવાના ઋતુકાર્યનો આરંભ આ ક્ષણથી જ ન કરી શકીએ?
  • ભેદમાંથી અભેદમાં જવા માટે, દ્વૈતમાંથી અદ્વૈતમાં જવા માટે આપણા પોતાના જેવો ગુરુ બીજો કોઈ નથી. જો આપણે પોતે જ આપણી જાતને નહીં ઓળખી શકીએ તો પછી જિંદગીનો કોઈ અર્થ નથી. બુદ્ધિ અને હ્રદયના દારીદ્રયને કારણે આપણે અસમતોલ અવસ્થામાં જીવીએ છીએ અને પછી ગુરુ શોધવા નીકળીએ છીએ. ખીંટી પકડવાથી જિંદગી જીવી શકાતી નથી. આચારમાં જ દંભ હોય તો કોઈ પણ ગુરુ તમને સન્માર્ગે નહીં વાળી શકે.
  • આત્મવંચના મોટામાં મોટું પાપ છે કારણકે જાત સાથે છેતરપિંડી કરીને આપણે જગતને છેતરવાનો પરવાનો મેળવી લઈએ છીએ. અનેક લોકો માટે જૂઠા મૂલ્યોને સત્ય ઠેરવતી ભ્રમ ગમે છે, મૃગજળ મીઠું લાગે છે. સ્વાર્થની સૃષ્ટી રચવી છે અને એને પરોપકાર ગણાવવો છે, આના કરતા તો એ લોકો સારા છે જેઓ જૂઠને જૂઠ તરીકે જીવે છે. શું જાતને છેતરીને આપણે જગતનિયંતાને છેતરવા ઈચ્છીએ છીએ?
  • જીવન એટલે પોતાના શરીરની મર્યાદામાં રહી, કુટુંબીઓ સ્નેહીજનો અને સમાજ સાથેના સંબંધોમાંથી પસાર થતાં થતાં મૂળ ધ્યેય સુધી પહોંચવું.
  • અતૃપ્તિના દીર્ઘ જીવન કરતાં તૃપ્તિની એક ક્ષણ શી ખોટી? દિનકર જોષી
  • નગ્ન સત્ય ક્રૂર જ હોય છે અને આત્મવંચના કેટલી મીઠી લાગતી હોય છે ! હરિન્દ્ર દવે
  • આપણે જ્યારે એકમેકની પાસે આવીએ છીએ ત્યારે એકમેકની નિર્બળતાઓને વધારે જાણી શકીએ છીએ અને નિર્બળતાને જાણતા થઈએ છીએ ત્યારે એકમેકની શક્તિમાંનો વિશ્વાસ ઘટી જાય છે શક્તિ નથી ઘટતી તોયે !
  • જગતથી આગવી એવી નજર અંગત મને આપો.
    લૂંટાવી દો બધોયે બાગ, પણ રંગત મને આપો.
  • સંયમની પાળ કદી તૂટવા નદ એવી એ મહત્વનું નથી. એકવાર એ પાળ તૂટી હોય ને જીવનભર ન તૂટે એવી મનની ગાંઠ વાળી દેવાય મહત્વની વાત તો આ છે. એના ઉપર પણ ગમે તેવા આકર્ષણના લોઢ પછડાય તોય વાંધો નથી આવતો એને જતને જાળવતા આવડી ગયું હોય છે.
  • આજના જીવનની કરુણતા લોકો ઈન્ટરનેટ પર અજાણ્યાઓને ખુશ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે પણ એમાં પોતાના સ્નેહીઓ મિત્રોથી દૂર થતા જાય છે એ બાબતનું તેમને ધ્યાન રહેતું નથી.
  • સિદ્ધિ પ્રાપ્ત થયા પછી બુદ્દિની ધારને સદાય સતેજ રાખવી પડે છે કારણકે સિદ્ધિ પ્રાપ્ત થયા પછી એને ધૂળધાણી કરી નાંખવા માટે એક જાતના દુશ્મનો નવા નવા સ્વાંગમાં હાજર થાય છે. પછી ભલે આ સિદ્ધિ અધ્યાત્મિક હોય કે પાર્થિવ. સુખના સમયમાં જેની વિવેકબુદ્ધિ ટકી રહે છે તે જ જીવનના અંત સુધી સુખની સુગંધ માણી શકે છે.
  • સાચો પ્રેમ ચાહે તેનો મુકાબલો કરી શકે છે, તેની શ્રદ્ધા, સહનશીલતા અને આશાની કોઈ સીમાઓ હોતી નથી.
·         જેવી સમજ તેવો માણસ,જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.
·         મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે,પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.
·         જે માણસ ખરેખર જાણે છે,તે બૂમો પાડતો નથી.
·         જે ચીજની જરૂર ન હોય તે કરોડોની હોય તો પણ કોડીની બની જાય છે. જરૂર પડતાં ધૂળ પણ કિંમતી બની જાય છે.
·         વેઠથી માણસ થાકે છે. કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી. કામનું કળામાં, સૌંદર્ય સર્જનમાં રૂપાંતર થતાં કામ આનંદ બની જાય છે.
·         જે કામ તમે જાતે કરી શકો તે બીજાને સોંપો નહિ.
·         સગો જેમ નજીકનો તેમ વિશેષ ભયરૂપ.
·         કોઈ ગુલામીથી કમજોર બનતું નથી,પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે.
·         ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
·         જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.
·         સ્વધર્મને શોધવા જવો પડતો નથી. જે કાર્ય સામે આવીને ઉભું રહે તેને પ્રેમભાવે કરો. ફૂલ છોડને પાણી પાવું શું ચેતનાને અભિષેક નથી ?
            બિલિપત્ર
  • મારો આ હાથ અને તારા એ હાથનો રચાયો પુલ તે પ્રેમ છે  પછી શબ્દો પણ ઓગળ્યા ને વાણીમાં મૌન અને આંખો પૂછે છે કે કેમ છે?
  • વિચારકણિકાઓ એ અનેક બાબતોમાં, વિચારોમાં અટવાયેલા મનને ક્ષણિક યોગ આપતી માનસિક રિફ્રેશમેન્ટ છે, પરંતુ સાથે સાથે એ મનને એક નવા અને અર્થસભર વિચાર સાથે હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. આજે પ્રસ્તુત છે વિવિધ સંકલનો અને પુસ્તકોમાંથી એકત્રીત કરેલી કેટલીક સુંદર વિચારકણિકાઓ, આપના વિચારતંતુને છેડવા માટે આ ચોક્કસ સક્ષમ થઈ રહેશે એવી આશા છે.

  •  



સંકલનઃ
(વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ..........
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com


No comments:

Post a Comment