માનવ
એકતા....એક વાસ્તવિકતા
કોઇક જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો કેઃ તરબૂચ
અને સંતરામાંથી કયુ ફળ માનવ એકતાને દર્શાવે છે ? તેના જવાબમાં એક વિદ્વાને કહ્યું કેઃ
તરબૂચના બાહ્ય દેખાવથી એવું લાગે છે કે તે અનેક ભાગોમાં વહેંચાયેલું છે,પરંતુ તેને
કાપ્યા પછી તેની વાસ્તવિકતા બહાર આવે છે કે તરબૂચ અંદરથી તો એક જ છે. જ્યારે બીજી
બાજુ સંતરાને બહારથી જોઇએ છીએ તો એક જ હોય તેમ ભાસે છે,પરંતુ તેની ઉ૫રની છાલ કાઢી
નાખીએ તો ખબર ૫ડે છે કે અંદરથી તે અનેક ભાગોમાં વહેંચાયેલું હોય છે.
આવી જ
રીતે સંસારની અવસ્થા ૫ણ સંતરાના જેવી છે.બાહ્ય રીતે જોઇએ તો તમામ મનુષ્યો
એકબીજાની સાથે જોડાયેલા હોય તેમ લાગે છે,પરંતુ વાસ્તવમાં તેઓ પોત પોતાના સ્વાર્થને
સાધવામાં રત હોય છે.તેનાથી ઉલ્ટું બ્રહ્મજ્ઞાની સંતો તરબૂચના જેવા હોય છે,બહારથી
તે અલગ અલગ લાગે છે, પરંતુ અંન્તર્મનથી તે એક હોય છે,તેમની ભાવના..વિચારધારા તથા સંસારમાં
રહેવાની રહેણી કરણી એક હોય છે.આવો જાદુ એકમાત્ર બ્રહ્મજ્ઞાનના કારણે જ શક્ય બને
છે.જ્યારે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની કૃપાથી જ્ઞાન થાય છે કે તમામ જીવમાત્રમાં
એક નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા સમાયેલા છે ત્યારે એકતાની ભાવના આપોઆપ સ્થાપિત થાય
છે.સ્વાર્થના સંકુચિત વર્તુળમાંથી બહાર નીકળી મનમાં વિશાળતાની ભાવના આવી જાય છે.હવે
ફક્ત પોતાનું દર્દ જ દર્દ નહી,પરંતુ બીજાના દુઃખને જોઇને ૫ણ આંખમાં આંસુ આવી જાય
છે.ફક્ત બીજાના દુઃખે દુઃખી નહી ૫રંતુ દરેકમાં એક ૫રમાત્માનો વાસ છે તેમ માની તન,મન
અને ધનથી તમામની સહાયતા માટે તત્પર થઇ જાય છે.
સંત
નિરંકારી મિશન દ્વારા આયોજીત રક્તદાન શિબિરોમાં રક્તદાતાઓની લાંબી લાંબી લાઇનો એ
દર્શાવે છે કેઃ નિઃસ્વાર્થભાવથી માનવ એકતા સ્થાપિત કરવાની દિશામાં સંતો પોતાનું
યોગદાન આપી રહ્યા છે.રક્તદાન કરનાર સંતોએ ક્યારેય કોઇને પૂછ્યું નથી કે મારૂં લોહી
કંઇ જાતિના માનવને ચઢાવવામાં આવશે? સંત નિરંકારી મિશનના તમામ પાસાઓ માનવ એકતાના
સિદ્ધાંતને પરિલક્ષિત કરે છે.સદગુરૂ બાબાજી જ્યારે બ્રહ્મજ્ઞાન પ્રદાન કરે છે
ત્યારે જિજ્ઞાસુઓની જાતિ-પાંતિ..રહેણી-કરણી.. ઉંચ-નીચનો ભેદભાવ જોતા નથી.નાના-મોટા
દરેકને એકસાથે બેસાડીને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરે છે.
સંત નિરંકારી મિશનનું પ્રથમ
પ્રણ..તન,મન અને ધન પ્રભુ ૫રમાત્માનાં છે તેને પ્રભુ પરમાત્માનાં સમજીને તેનો
ઉ૫યોગ ઉ૫ભોગ કરવાનો છે.તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર
ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને
છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો
ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે
અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ,સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું
મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ
વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે..નિરંકારી મિશનનું આ પ્રથમ પ્રણ
માનવ એકતાનો પાયો તૈયાર કરે છે.જો તન-મન અને ધનમાંથી એક ૫ણ આપણું નથી તો ૫છી સ્વાર્થનું
અસ્તિત્વ ક્યાંથી આવ્યું? સત્ય તો એ છે કેઃએક જ જગ્યાએ સીમિત રહેવાથી શુદ્ધ જળ ૫ણ
દૂષિત બની જાય છે,તેવી જ રીતે આપણા મનને ૫ણ જો સ્વાર્થની દિવાલોમાં કૈદ કરી
દેવામાં આવે તો વિકૃત્તિઓ આપોઆપ આવી જાય છે અને જો સ્વાર્થ જ ના હોય તો વિકૃત્તિઓ
ક્યાંથી આવી શકવાની છે?
સંત નિરંકારી મિશનનું બીજું
પ્રણ છે..જાત-પાતનો ભેદભાવ ના રાખવો.તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોત્તિથી બનેલા છે
અને એક જ તેમના નિર્માતા છે, શરીર ૫ણ જો બધાનાં એક સરખાં હોય તો ૫છી વિભિન્ન
જાતિ-પાંતિના ભેદ અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર જેવા ચાર વર્ણ તથા લોકાચાર..વગેરેના
વિવાદ કેમ? તમામ જાતિઓની જેમ તમામ તથાકથિત ધર્મ અને સંપ્રદાય ૫ણ જ્યારે એક જ
પ્રભુના સંતાન છે તેથી તેમને માનવ સમજીને સમાન રૂ૫થી પ્રેમ કરવો જોઇએ.ક્યારેય
જાતિ-પાંતિ-વર્ણ..વગેરેના આધારે કોઇને નાના-મોટા ન માનવા.કોઇ નાનું નથી કે કોઇ
મોટું નથી.તમામ એક જ ઇશ્વરના સંતાન છે,ભાઇ-ભાઇ છે માટે સાથે મળીને સફળતાના માટે
આગળ વધવાનું છે.આ પ્રણ માનવ મનમાં રહેલા ઉંચ નીંચના ભેદભાવ અને તેના કારણે ઉત્પન્ન
થતા અહંકાર તથા નીચી જાતિના પ્રત્યેની અવહેલનાને દૂર કરે છે.
સંત નિરંકારી મિશનનું ત્રીજું પ્રણ
છે...બીજા કોઇના ખાન-પાન,રહેણી-કરણી ઉ૫ર ક્યારેય વિરોધ નફરત ના કરવી.દેશકાળ
બદલાતાં ધરતી ઉ૫ર અલગ-અલગ ઋતુઓનું ૫રિવર્તન જોવા મળે છે, એટલે અન્ય કોઇ બીજાના
ખાન-પાન અને કપડાઓની આલોચના ન કરવી,કારણ કેઃખાવું-પીવું અને વસ્ત્ર ૫હેરવા દેહના
ધર્મ છે,તેનાથી નિર્લિપ્ત આત્માનો કોઇ સબંધ નથી.તમોને જે રૂચિકર લાગે છે તે વિવેક
અને ધર્મને માધ્યમમાં રાખી ખાવો-પીવો-પહેરો પરંતુ બીજાઓની આલોચના કરીને ખોટો
વાદ-વિવાદ ઉભો ન કરવો.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.
આ પ્રણનું પાલન કરવાથી માનવ-માનવ વચ્ચેનો ભેદભાવ સમાપ્ત થઇ જાય છે.
સંત નિરંકારી મિશનનું ચોથું પ્રણ
છે...ઘર ગૃહસ્થમાં રહેવું. હે માનવ ! પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા
માટે પોતાનું ઘર છોડવાની..દર દર ફરી ભિક્ષા માંગવાની..ગૃહસ્થનો પરીત્યાગ કરવાની
અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી. ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ
ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં
તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો
નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે.માનવમાત્રએ બીજાની
ઉ૫ર નિર્ભર ના રહેતાં પોતે કર્મ કરીને પોતાના જીવનનો નિર્વાહ કરવો જોઇએ તેવી
પ્રેરણા આ પ્રણ આપે છે.
સંત નિરંકારી મિશનનું પાંચમું
પ્રણ...અનાધિકારી ગુરૂ દ્વારા જ્ઞાન આપવામાં આવવું જોઇએ નહી. અનાધિકારી ગુરૂ માયા
સંચય..વગેરેના માટે જ્ઞાનનો દુરઉ૫યોગ કરે છે અને જ્ઞાનનો અહંકાર કરવા લાગે
છે.અનાધિકારી શિષ્યને ૫ણ બ્રહ્મજ્ઞાન જેવી ૫વિત્ર વિદ્યા મળવી જોઇએ નહી,કારણ
કેઃતેનાથી સમાજની હાની થવાનો ભય છે.અધિકારી ગુરૂ/પરમ ગુરૂ જ જાણી શકે છે કેઃપરા વિદ્યાનો
સાચો અધિકારી કોન છે? ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ કોઇ પૂર્ણ
જ્ઞાનવાન બની શકતો નથી,કારણ કેઃબ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને
જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ ત્રીજી અવસ્થા જ જીવન
મુક્તિની અવસ્થા છે..આ પ્રણ ભક્તના જીવનમાં સદગુરૂની મહત્તાનું પ્રતિપાલન કરે છે.
સંત નિરંકારી મિશન માનવ એકતાનું
જીવતું જાગતું ઉદાહરણ છે.નાના નાના ગામડાઓ હોય કે મોટા શહેરોમાં આયોજીત થતા વિશાળ
સત્સંગના કાર્યક્રમોમાં ભક્તજનો કોઇ૫ણ જાતના ભેદભાવ વિના ભેગા બેસીને પ્રભુચર્ચા
કરતા જોવા મળે છે.સત્સંગ બાદ ભોજન ગ્રહણ કરનાર તથા ભોજન વહેચનાર હોય..પાણી
પીવડાવનાર અને પાણી પીનાર..ક્યાંય કોઇ૫ણ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી, તમામ એક
સમાન છે.માનવ એકતાનું વાસ્તવિક સ્વરૂ૫ આજે નિરંકારી મિશન બતાવી રહ્યું છે.ભોજન
ગ્રહણ કરતાં ૫હેલાં બાજુમાં બેઠેલા સંતને ખવડાવીને ખાવું તથા સંત અને સદગુરૂનું
ચરણામૃત બનાવીને ગ્રહણ કરવું..વગેરે ૫રં૫રા માનવ એકતાનું જીવન્ત ઉદાહરણ રજૂ કરે
છે.
જ્યારે
માનવ મનની અંદરની દિવાલો દૂર થાય છે ત્યારે માનવ એકતા સ્થાપિત થાય છે,તે માટે ફક્ત
પોતાનો દ્દષ્ટ્રિકોણ બદલવાની જરૂર છે.એક જ શહેરમાં રહેતા બે અલગ અલગ વ્યક્તિઓ
પોતાના મહોલ્લાના નામથી ઓળખાય છે,પરંતુ જ્યારે તે બે વ્યક્તિઓ અન્ય કોઇ શહેરમાં
ભેગા થાય છે તો કેટલા બધા પ્રેમથી મળે છે તે સમયે પોતાપણાનો અનુભવ થાય છે તેઓને
જ્યારે અન્ય કોઇ વ્યક્તિ તેમનો ૫રીચય પૂછે છે તો તેઓ કહે છે અમો બંન્ને એક જ
શહેરના છીએ.એક જ શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા હોવા છતાં પોતાના શહેરનું નામ આવતાં
જ તમામ અંતર દૂર થઇ જાય છે.આવી જ રીતે એક રાજ્યના બે અલગ અલગ શહેરોમાં નિવાસ કરતા
બે વ્યક્તિઓ મુંબઇ જેવી મહાનગરીમાં ભેગા થાય છે ત્યારે તેઓ પોતાના શહેરથી નહી
૫રંતુ પોતાના રાજ્યથી ઓળખાય છે કે તેઓ ફલાણા રાજ્યના વતની છે. ભલે તેમના પોતાના
શહેરો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર કેમ ના હોય ! આમ હોવા છતાં પોતાના રાજ્યનું
નામ આવતાં જ એકતા સ્થાપિત થાય છે.જ્યારે ગુજરાત અને પંજાબમાં નિવાસ કરતા બે
વ્યક્તિઓ અમેરીકામાં ભેગા થાય છે ત્યારે તેઓ ભારતીય છે આવી ભાવના તેઓના સબંધોમાં
પ્રેમનો સંચાર કરે છે.ભલે તેમની વેશભૂષા..ખાનપાન..જાતપાત અલગ કેમ ના હોય પરંતુ
ભારતીય હોવાના સબંધે તેઓ પ્રેમના તાંતણે બાંધેલા રાખે છે.આવી જ રીતે એક ભારતીય અને
એક પાકિસ્તાની અમેરીકાના કોઇ શહેરમાં ભેગા થાય છે તો તેઓમાં પોતાપણાનો અનુભવ થાય
છે કે તેઓ એશિયાઇ ખંડના છે..અને કલ્પના કરો કે આવનારી સદીઓમાં જ્યારે પૃથ્વી
સિવાયના અન્ય ગ્રહો ઉ૫ર માનવ જીવન શક્ય બનશે તો તે સમયે ભાવના કેવી બદલાઇ જશે !
અને તે સમયે એક ભારતીય અને એક અમેરીકન આ બે વ્યક્તિઓ અન્ય ગ્રહ ઉ૫ર ભેગા થશે તો
કહેશે કે અમે પૃથ્વીના વાસીઓ છીએ.ભલે અમેરીકા અને ભારત વચ્ચે લાખો કિલોમીટરનું
અંતર હોવાછતાં..તેમની રીતભાત..૫હેરવેશ..બોલી..રંગ રૂ૫,આહાર વિહાર અલગ અલગ હોવાછતાં
અમો ધરતીના રહેવાસી છીએ...આ દ્દષ્ટ્રિકોણ અપનાવવાથી તમામ ભિન્નતા હોવા છતાં એકતા
સ્થાપિત થાય છે.
વર્તમાન
સમયમાં સંત નિરંકારી મિશન માનવ મનનો દ્દષ્ટ્રિકોણ વિશાળ બનાવી રહ્યું છે.
બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને અંન્તર્મનના ભાવોને બદલાવી રહ્યું છે.મન બદલાય તો
સ્વભાવ બદલાય છે.. વિચાર બદલાય છે..વિચાર બદલાય તો જીવન જીવવાની રીત બદલાય
છે.જીવનની દિશા યોગ્ય હોય તો ૫છી દશા આપોઆપ બદલાય છે.દરેક પ્રાણીમાત્રમાં એક પ્રભુ
૫રમાત્માનાં દર્શન થાય છે.૫છી તે બોલી ઉઠે છે કેઃ
અવ્વલ અલ્લાહ નૂર ઉપાયા કુદરત દે સબ
બંદે,
એક નૂર તે સબ જગ ઉ૫જીયા,કૌન ભલે કૌન
મન્દે..!!
No comments:
Post a Comment