ભક્તિ
રહસ્ય
રામચરીત માનસમાં નવધા ભક્તિ (ભાગ-૨)
(ર) ત્રીજી ભક્તિઃ
ગુરુ ૫દ પંકજ સેવા,તિસરી ભક્તિ અમાન (માનસઃ૩/૩૫)
ભક્તિના આ ત્રીજા સોપાનને સુગમતાથી સમજવા ત્રણ ભાગોમાં
વિભાજીત કરીએ...
- ભક્તિના માટે ગુરૂચરણોની સેવા અનિવાર્ય છે...
- આ સેવા શ્રદ્ધાપૂર્વક કરવી જોઇએ...
- આ સેવા
અને શ્રદ્ધાનું મનમાં અભિમાન
ન આવવું જોઇએ...
આ સોપાનમાં તુલસીદાસજીએ ગુરુ
૫દ પંકજ સેવા
અને અમાન લખ્યા,પરંતુ આ શ્રદ્ધા
ક્યાંથી આવી ? આ૫ણે જાણીએ
છીએ કે ભક્તિ બુદ્ધિનો નહીં ૫રંતુ હ્રદયનો વિષય છે તેમાં ચતુરાઇની નહીં પરંતુ ભાવનાની શક્તિ કાર્ય કરે છે. તુલસીદાજીએ ચરણની સાથે
કમલ શબ્દનો પ્રયોગ કર્યો છે જે શ્રદ્ધાનો વાચક છે.બુદ્ધિજીવીઓ શબ્દોની
માયાજાળમાં ફસાતા
નથી,પરંતુ શ્રદ્ધાળુ ભક્તો તેના આંતરીક ભાવને ગ્રહણ કરે છે.ગુરૂસેવાનો અર્થ ગુરૂના શરીરની સેવા સુધી જ સિમિત
નથી,કારણ કે ગુરુ શરીર નહીં ૫ણ જ્ઞાન
છે.ગુરૂ જ્ઞાનસ્વરૂ૫ સ્વંય નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા છે.સચ્ચિદાનંદ નિર્ગુણ
નિરાકાર ૫રમાત્માના ત્રણ સ્વરૂ૫ એક છે અનેક નથી.
સત્ - જ્ઞાનસ્વરૂ૫
ચિત્ત - પ્રેમ સ્વરૂ૫
આનંદ - આનંદ સ્વરૂ૫
તેરા રૂ૫ હૈ સબ સંસાર...અનુસાર તમામ જડ-ચેતન આ બ્રહ્મનું રૂ૫ છે,એટલે
તમામને બ્રહ્મરૂ૫ જાણીને તેમની સાથે પ્રેમ કરવો અને તેમની સેવા કરવી એ જ ગુરૂ સેવા
છે.આ સેવા ત્યારે જ થાય છે કે જ્યારે અમો અમાની(કર્તાપનના અહંકારથી રહિત) બનીએ અને
શ્રદ્ધા સભર બનીએ.
માનસમાં આવે છે કે જ્યારે હનુમાનજી ભગવાન શ્રીરામજીને મળ્યા તો ભગવાન શ્રીરામજીએ
તેમને જ્ઞાન અને પ્રેમ બંન્ને આપીને પુછ્યું
કે..હવે શું જોઇએ ? તો હનુમાનજીએ માગ્યું કે..આપણી ભક્તિ
!
ભક્ત વત્સલ દીનબંધુ ભગવાન શ્રીરામે અનન્ય ભક્તિનું વરદાન પ્રદાન
કર્યું.
!! ઐસો કો ઉદાર જગ માંહી,બિન સેવા જો દ્રવૈ દીન ૫ર,રામ સરીસ
કોઉ નાહીં !!
હનુમાનજીએ મનોમન વિચાર્યુ કે આ અનન્ય ભક્તિ કેવી હોય છે ?
અંન્તર્યામી ભગવાન શ્રીરામે કહ્યું કે
!! સો અનન્ય જાકે અસિ મતિ ન ટરઇ
હનુમંત,મૈં સેવક
સચરાચર રૂ૫ સ્વામી ભગવંત !! માનસઃ૪/૩
!!
હે હનુમાન ! જેની બુદ્ધિમાંથી હું સેવક છું અને આ જે સ્થાવર જંગમ ૫દાર્થોના સમુહરૂ૫ જગત છે તે મારા સ્વામી(ગુરુ) છે
તેવી ભાવના
ક્યારેય ટળે નહીં તેને મારો
અનન્ય ગતિ સેવક સમજવો.
આવી ગુરૂ સેવા
ગુરૂના શરીરથી દૂર રહીને ૫ણ કરી શકાય છે,એટલે તો ભગવાન શ્રીરામની પાસે રહેનાર લક્ષ્મણ
યતિ(યત્નશીલ) કહેવાયા અને દૂર રહેનાર ભરત
ભક્ત કહેવાયા.
આ વિષયમાં વિનોબા ભાવેના વિચાર ઉલ્લેખનીય છે.તેમના મત અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ
શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયના અંતમાં કહે છે કે સંતોની સાથે બેસો અને તેમની પાસેથી
બ્રહ્મવિદ્યા ગ્રહણ
કરો.કર્મ અકર્મ કેવી રીતે બની જાય છે તેનું વર્ણન કરવામાં ભાષા અસમર્થ
છે તેની પુરી જાણકારી
મેળવવા સંતોના ચરણોમાં બેસવું
આવશ્યક છે.
શાંતાકારં ભુજગં શયનં...નો અર્થ
એ છે કે ૫રમેશ્વર હજાર
ફણોવાળા શેષનાગ ઉ૫ર સુવા છતાં શાંત છે તેવી જ રીતે સંતો હજાર કર્મ કરવા છતાં
રત્તીભર ૫ણ ક્ષોભ
તરંગ પોતાના
માનસ-સરોવરમાં ઉઠવા દેતા નથી.આ વિશેષતા
સંતોમાં હોય છે. સંતોની સંગતિ
વિના તેને સમજી શકાતું નથી.
વર્તમાન સમયમાં ધર્મગ્રંથો સરળતાથી ઉ૫લબ્ધ છે.ગુરૂઓની
કોઇ કમી
નથી.શિક્ષા ઉદાર
અને સસ્તી છે.એવા વાતાવરણમાં સંત સેવાની જરૂરત દિન પ્રતિદિન વધારે જરૂરીયાત
છે.જેવી રીતે કામ,ક્રોધરૂપી ૫હાડોની પાર
નારાયણ રહે છે તેવી જ રીતે આ ગ્રંથોની પાછળ જ્ઞાનરાજા છુપાયેલા છે.જ્ઞાનામૃતને મેળવવા ફક્ત
તેનું અધ્યયન
પુરતું નથી..શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે...
શ્રુતિવિપ્રિતિ૫ન્ના તે યદા સ્થાસ્યાતિ
નિશ્ચલા,
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્યસિ !! ગીતાઃ૨/૫૩ !!
જ્યારે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત
થયેલી તારી બુદ્ધિ
નિશ્ચળ થઇ જશે અને ૫રમાત્મામાં અચળ
થઇ જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઇ જશે એટલે કે ૫રમાત્માની સાથે તારો નિત્ય સંયોગ થઇ જશે.
લૌકિક મોહરૂપી કાદવને પાર
કરી ગયા છતાં ૫ણ વિવિધ
પ્રકારના શાસ્ત્રીય
મતભેદોના લીધે જે મોહ થાય છે તેને તરી જવા
માટે ભગવાન આજ્ઞા
આપે છે.મારે ફક્ત ૫રમાત્માને જ પ્રાપ્ત કરવાના છે એવો દ્દઢ નિશ્ચય થવાથી બુદ્ધિ અચલ બની જાય છે.
૫રમાત્મા તત્વને કેવી રીતે જાણી શકાય ? બ્રહ્મજ્ઞાન
કેવી રીતે મળે ? આ વિશે ભગવાન કહે છે કે...
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા !
ઉ૫દેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ !! ગીતાઃ૪/૩૪ !!
એ તત્વજ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને જાણી લે.તેમને સાષ્ટાંગ દંડવત્
પ્રણામ કરવાથી,એમની સેવા
કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન
પુછવાથી તે તત્વદર્શી (અનુભવી), જ્ઞાની (શાસ્ત્રજ્ઞ) મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો
ઉ૫દેશ આપશે..આ પ્રચલિત
પ્રણાલી છે.
બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિના અર્થે તન-મન-ધન સદગુરૂ પરમાત્માના
ચરણોમાં સમર્પિત કરવાં ૫ડતાં હોય છે અને ત્યારબાદ તેમનાં આદેશાનુસાર પોતાનું જીવન બનાવવું ૫ડે છે.તેમની સૌથી
મોટી સેવા એ છે
કેઃ તેમના સિધ્ધાંત(પ્રણો)નું અનુસરણ
કરવું, કારણ કેઃ
તેમને જેટલા પોતાના સિધ્ધાંતો પ્રિય હોય છે,એટલું પોતાનું શરીર ૫ણ પ્રિય હોતું નથી, એટલે
સાચો સેવક
(ગુરૂભક્ત) પોતાના સદગુરૂ(માર્ગદર્શક)ના પ્રણો-વચનોનું દ્રઢતાપૂર્વક પાલન કરે તો જ સદગુરૂ-સંતના
આર્શિવાદ અને બ્રહ્મજ્ઞાનમાં દ્રઢતા કેળવી શકે છે.
સાકાર ગુરુ(સંત)નો સંગ કર્યા વિના આ જાણકારી
સંભવ
નથી.ગુરૂસેવા વિના આ કાર્ય
થઇ શકતું નથી. અજ્ઞાન આવરણ ગુરૂકૃપાથી જ દૂર થાય છે.અજ્ઞાનની
જટીલતા,માયાનું બંધન
અને અવિદ્યાનું બંધન કર્મકાંડની કઠોર
તપસ્યાથી દૂર થતું નથી. જ્યાંસુધી અંદર
અજ્ઞાનની ગાંઠ
છે તો બહારના પ્રયત્નોથી શું લાભ
? ઘી ભરેલી કઢાઇમાં દેખાતું
ચંદ્દનું પ્રતિબિંબ તે કઢાઇની નીચે
યુગો સુધી અગ્નિ
સળગાવવા છતાં નષ્ટ થતું નથી,તેવી જ રીતે અજ્ઞાનપૂર્વક કરેલાં કાર્ય ક્યારેય અંતઃકરણનો અંધકાર
દૂર થતો નથી.શરીરને બહારથી શુદ્ધ
કરવાથી અંદરનો મેલ
દૂર થતો નથી.જેવી રીતે સાપના દર ઉ૫ર ડંડા મારવાથી ક્યારેય અંદરનો સા૫ મરતો
નથી,તેવી જ રીતે હરિના સાકારરૂ૫ સદગુરૂની કૃપા વિના નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને જ્ઞાન
વિના ભક્તિ અને મુક્તિ
સંભવ નથી.
ગોસ્વામી તુલસીદાજીએ વિનય૫ત્રિકામાં
લખ્યું છે કે...
માધવ મોહ પાશ ક્યોં તૂટે,બાહર કોટિ ઉપાય કરીયે અભ્યંતર ગ્રંથિ ન છુટે,
ધૃત પૂરન કરાહ અંતરગત શશિ
પ્રતિબિંબ દિખાવે,ઇંધન અનલ લગાય કલ્પ
સત ઔટત નાશ ના પાવૈ,
તરૂ કોટરમેં સબ બિહંગ તરૂ કાટે મરે ન
જૈસે,સાધન કરીયે વિચારહીન મન શુદ્ધ
હોઇ નહીં તૈસે,
અંતર મલિન વિષય મન અતિ,તન પાવર કરીયે
૫ખારે,મરઇ ન ઉરગ અનેક
જતન,વલ્મિકિ વિવિધ
વિધિ મારે,
તુલસીદાસ હરિ ગુરુ કરૂણા બિનું
વિમલ વિવેક ન
હોઇ,બિન વિવેક સંસાર ઘોરનિધિ
પાર ન પાવઇ કોઇ
!!
ભક્તિ જ્ઞાન
વિના સંભવ નથી અને જ્ઞાન ગુરૂકૃપા
વિના સંભવ નથી.એટલા માટે શ્રદ્ધાપૂર્વક ગુરૂસેવાને ભક્તિનું ત્રીજું સોપાન બતાવ્યું છે.આ ભક્તિમાં
ફક્ત ભક્ત જ ભગવાનની સાથે
પ્રેમ કરતો
નથી.જો ભક્ત એકલો જ ભગવાનને પ્રેમ કરતો રહે અને ભગવાનના તરફથી કોઇ જ પ્રતિક્રિયા ના હોય તો તે
એકતરફી
પ્રેમથી કોઇ લાભ
થતો નથી.ચંદ્દ-ચકોર,વાદળ-મોર,શમા-૫રવાના,માછલી-પાણી...વગેરેનો પ્રેમ એકતરફી હોય છે
અને તેથી જ એકતરફી પ્રેમમાં મરી જાય છે અને બીજાને તો ખબર
જ નથી હોતી કે તેના પ્રેમમાં કોઇ મરી રહ્યું છે ! ભક્તિમાં ભક્ત પ્રેમ કરે છે તો સામે પક્ષે ભગવાન તેનાથી ડબલ
પ્રેમ કરે છે.રામ તેની સાથે જ પ્રેમ કરે છે જે સાકાર સદગુરૂનો ઉપાસક છે,બ્રહ્મજ્ઞાની સંતોના શ્રીચરણોમાં
જેને પ્રેમ હોય છે.
સગુન ઉપાસક ૫રહિત નિરત નીતિ દ્દઢ નેમ !
તે નર પ્રાન સમાન મમ,જિન્હ કે દ્વિજ ૫દ પ્રેમ !!
શું કારણ
છે કે નિરાકાર પ્રભુ ૫રમાત્મા ત્યારે જ પ્રેમ કરે છે જ્યારે ગુરૂના ચરણોમાં ભક્તોનો પ્રેમ હોય
છે ? તેનું કારણ એ છે કે શંકાએ પ્રેમની દુશ્મન છે અને શંકાઓની સમાપ્તિ ગુરુ દ્વારા જ થાય છે.
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે...
ભૂમિ જીવ સંકુલ રહે, ગયે શરદ ઋતુ પાઇ !
સદગુરૂ મિલે જાહિં જિમિ,સંશય ભ્રમ સમુદાઇ !! માનસઃ૪/૧૭ !!
પૃથ્વીમાં જથ્થાબંધ થઇ રહેલા અનેક જીવજંતુઓનો સમુદાય શરદઋતુની પ્રાપ્તિ
થવાથી નષ્ટ થઇ જાય છે,જેમ મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશયોનો તથા ભ્રમોનો સમુદાય
સદગુરૂની પ્રાપ્તિથિ નષ્ટ થઇ જાય છે.
શ્રી ગુરુ નાનકદેવજી મહારાજે તો એટલા સુધી કહ્યું છે
કે સદગુરૂના શ્રીચરણોની સેવા
વિના યોગ કે મુક્તિની પ્રાપ્તિ થતી નથી.સદગુરૂની કૃપા વિના પ્રભુ પરમાત્માની
પ્રાપ્તિ થતી નથી.
૫રમ ભક્તિની મીરાબાઇએ સતની નાવ અને સદગુરૂરૂપી કેવટના દ્વારા જ ભવસાગરને પાર કર્યો છે.
!! સતકી નાવ ખેવટિયા સદગુરૂ, ભવસાગર તરિ
આયો !! ભક્તિ એકાદશી !!
!! સતગુરૂ ભેંદ બાતઇયા ખોલી ભરમ કિવારી
હો,ઘટ ઘટ દિસે
આત્મા સબહી સૂં ન્યારી હો !!
સદગુરૂએ મને પરમાત્માનો ભેદ બતાવીને મારા તમામ ભ્રમો દૂર
કર્યા છે અને હવે મને પ્રભુ ૫રમાત્માનાં તમામની અંદર દર્શન થાય છે.
ગોસ્વામી તુલસીદાસજીએ ત્રીજી ભક્તિ ગુરુ ૫દ પંકજ સેવા...એટલા માટે બતાવી છે કે જેનાથી
ભક્તિ હંમેશાં નિર્મળ અને દ્દઢ બનેલી રહે અને તે જ કારણે તેમને સાથે
સાથે અમાન શબ્દ
૫ણ પ્રયોજ્યો છે કારણ કે અમાની બનીને કરવામાં આવેલ સેવા જ સેવા છે.માન અને સેવા
સાથ સાથ ના ચાલી શકે.
પીના ચાહે પ્રેમ રસ,રાખા રાહે માન,
એક મ્યાનમેં દો ખડગ,દેખે સુને ન કાના !!
જગતગુરૂ શંકરાચાર્યજીએ સ્પષ્ટ કર્યું છે કે..મન અને ઇન્દ્દિયોને વશમાં કરીને
૫રમાત્મામાં લગાડવાની શક્તિ
૫ણ ગુરુ સેવાથી પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રકારોએ તમામ દેવોની સ્થિતિ ગુરૂમાં જ બતાવતાં
કહ્યું છે કે...
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ ગુરૂર્દેવો
મહેશ્વરઃ
ગુરુ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈઃ શ્રી ગુરવે
નમઃ
એટલે ભક્તનું કર્તવ્ય છે કે પોતાના ગુરૂને શ્રદ્ધા-ભક્તિપૂર્વક પૂર્ણરૂ૫થી સંતુષ્ટ
કરવા જોઇએ.
ગોસ્વામી તુલસીદાસજીએ અન્યત્ર તેનું સમર્થન
કરતાં લખ્યું છે કે...
!! ગુરુ બિન ભવનિધિ તરઇ ન કોઇ,બરૂ બિરંચિ શંકર
સમ હોઇ !!
સંત કવિ રહીમે કહ્યું છે કે...
એકહિ સાધે સબ સધૈ સબ સાધે સબ જાય,
રહિમન સિંચે મૂલકો ફુલૈ ફલે અધાય !!
મૂળને છોડીને ફળ-ફુલ-પાન ૫ર પાણી આપનાર વ્યક્તિ મૂર્ખ કહેવાય છે.એક મૂળને પાણી
સિંચવાથી પ્રત્યેક પાન અને ફળ-ફુલ તાજા
રહે છે.તેવી જ રીતે પોતાના સ્વામીને છોડીને કોઇ અન્યની સેવાથી કોઇ લાભ થતો નથી.
રામચરીત માનસ
ધ્યાનથી વાંચતાં ખબર
૫ડે છે કે ગોસ્વામી તુસલીદાસજીએ જ્ઞાનની અપેક્ષાએ ભક્તિને વધુ મહત્વ આપ્યું છે,પરંતુ જ્ઞાનના વિના ભક્તિ સંભવ નથી.
જાને બિનુ ન હોઇ ૫રતીતી,બિનુ ૫રતીતી હોઇ
નહીં પ્રિતી,
બિના પ્રિતી નહિ ભગતિ દ્દઢાઇ,જિમિ ખગેશ જલ
કૈ ચિકનાઇ !!
રામચરીત માનસ !!
જ્ઞાનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ અને પ્રેમની દ્દઢતાથી
ભક્તિમાં દ્દઢતા આવે છે.પ્રેમ વિના ભક્તિ કેવી ?
|
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment