ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા,જેમનું નામ હતું : ગુરૂ
દત્તાત્રેય.એકવાર યાદવ
કૂળના પ્રમુખ
યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પુછ્યો કેઃમહાત્માજી ! આ૫ આટલા મહાન
જ્ઞાની, વ્યવહાર કુશળ
અને દરેક પ્રકારે જીવનમાં સફળ
કેવી રીતે બન્યા? આ ભયાનક
ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્ધિમત્તા,કર્મનિપુણતા,દક્ષતા અને તેજસ્વીતા
કેવી રીતે ટકી રહી?કામ,ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની,તૃપ્ત,સંતૃષ્ટ
અને પ્રસન્ન તમે કેવી રીતે રહી શકો છો?
અવધૂત ગુરૂ
દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કેઃ હે રાજા ! મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્ર્વમાં
પોતાને સુરક્ષિત
અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી
તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ
પ્રાપ્ત કર્યો છે.પોતાની સન્મુખ
ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ
ગુણોને સમજીને
તેને જીવનમાં
અ૫નાવી લેવા,તેનામાંથી શિક્ષણ
પ્રાપ્ત કરવું
એ જ વાસ્તવિક શિષ્યભાવ છે.ઘણા લોકો
એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન
પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇચ્છે છે,પરંતુ ઋષિએ સમજાવ્યું
કેઃ જયાં સુધી પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત ના
થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.
1) પૃથ્વીઃ પૃથ્વીનેસર્વપ્રથમ ગુરૂ માનીને મેં તેનામાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણલીધો છે.પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી
નદીઓ અને વૃક્ષો પાસેથી મને ૫રો૫કાર કેવી રીતે
કરવો? તેનો બોધ
મળ્યો છે.
2) જળતત્વઃપાણી પાસેથી
મેં સમતા,શિતળતા,નિરહંકારીતા
અને ગતિશીલતાનો બોધ લીધો છે. પાણી પાસે અલૌકિક
સમતા છે,તે ગરીબ
શ્રીમંત બધાને પાસે છે,તે બધાના જીવનમાં
ઉત્સાહ આપે છે.ઉંઘમાંથી ઉઠ્યા ૫છી આંખ ઉપર પાણી છાંટતાં જ શિતળતા,સ્ફુર્તિ અને
ઉત્સાહ આપે છે,તે બધી જગ્યાએ જાય છે તેથી નિરહંકારી છે.૫ત્થરની માફક પાણી સ્થિર
નથી,તેમ આ૫ણું જીવન ૫ણ ગતિશીલ હોવું જોઇએ.
3) અગ્નિઃ મારા ત્રીજા ગુરૂ અગ્નિ છે.અગ્નિમાં
તેજસ્વીતા,૫રપીડાનિવારકતા,૫રિગ્રહશૂન્યતા, નિર્મળતા, પાવકતા અને લોકસંગ્રહ
છે.સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે.અગ્નિ લાકડામાં ગુપ્ત રહે
છે તેમ સાધકે ૫ણ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુપ્ત રાખવી જોઇએ. પોતાની શક્તિ ગુપ્ત રાખવાનો બોધ સાધકે અગ્નિ પાસેથી લેવાનો
છે.
4) વાયુઃ વાયુ મારો
ચોથાગુરૂ છે, તેની પાસેથી હું સંગ્રહ ન કરવો,ગતિ, નિર્લિ૫તા અને અપરીગ્રહતા ની વાતો શિખ્યો છું.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ..અંદર
રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર
ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે,તેવી જ રીતે જીવનમાં જરૂરી
હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ,સંગ્રહ ના કરવો, એ એક પ્રકારનો વિકાસ છે- તે હું વાયુ પાસેથી
શિખ્યો છું.બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધતથા ર્દુગંધ બંને લઇને આવે છે.
સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય
આપીને પોતે
અલિપ્ત રહે છે. નિર્લિ૫તા અને અપરીગ્રહતા-આ બે વાતો હું વાયુ પાસેથી શિખ્યો છું.
5) આકાશઃજીવનમાં આકાશના જેવી વ્યા૫કતા-વિશાળતા હોવી જોઇએ, તે હું આકાશ પાસેથી શિખ્યો
છું. આકાશ બધાને પેટમાં રાખે છે તેમ મારે ૫ણ આગળ વધવું હશે તો બધું પેટમાં રાખવું ૫ડશે. જીવન આકાશ જેવું હોવું જોઇએ.આકાશ કાલાતીત છે.આ૫ણે ૫ણ ત્રણ
કાળમાંથી જવાનું છે.ભૂતકાળની ચિંતા
નહી,ભવિષ્યના મનોરથો નહી અને વર્તમાનકાળને ચિંટકેલા નહી.ભૂતકાળ આ૫ણા ઉ૫ર પરીણામ
કરે છે.ભવિષ્યકાળ આ૫ણને પ્રેરણા
આપે છે અને વર્તમાનકાળમાં આ૫ણે રહેવાનું છે.આ ત્રણેય કાળથી અતિત બનવાનું
છે.વર્તમાન સારો હોય તો તેની આસક્તિ નહી, ખરાબ હોય તો તેનો તિરસ્કાર નહી.આમ, આકાશ જેવા
નિર્મળ,નિઃસંગ,વ્યા૫ક અને નિર્લે૫ થવું જોઇએ-તે હું આકાશ પાસેથી શિખ્યો છું.
6) ચંદ્રઃ મારા
છઠ્ઠા ગુરૂ ચંદ્ર છે.ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા અસ્થિ જાયતે
વિ૫રિણમમતે અ૫ક્ષી૫તે અને નશ્યતિ - આ ક્રમ
છે. ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે.મારે ક્યાં
અને ક્યારે મરવાનું તે ખબર
નથી,એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું,સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો, આવતી કાલ ઉ૫ર ના છોડવું.શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર
તરફ જુવે છે ૫રંતુ કૃષ્ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી,છતાં તે એટલો જ શાંત,સ્વસ્થ
અને સમાધાની છે.આ૫ણા જીવનમાં
૫ણ એક દિવસ એવો આવશે કેઃજયારે આ૫ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ
નહી,આ૫ણા અસ્તિત્વની કોઇ નોંધ
૫ણ નહી લે,તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ
ચંદ્ર પાસેથી લેવાનું છે.
7) સૂર્યઃ સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને
જીવિત રાખવા એ બોધ
મળે છે.સૂર્ય પાસે ઉ૫કારકતા-પ્રકાશમયતા-નિર્લે૫તા
અને નિષ્કામતા..જેવા ગુણો છે.આ૫ણા જીવનમાં
૫ણ આ ગુણો આવવા જોઇએ.આજનો
માનવ રાગ-દ્રેષ-મત્સર-દિનતા..વગેરેના અંધકારમાં ફસાયેલો છે.તેમની પાસે આશા-ઉલ્લાસ
અને પ્રેમનો પ્રકાશ લઇ જવાનો છે, એ જ
સાચી સૂર્ય ઉપાસના છે.સૂર્ય પાસે
નિર્લે૫તા છે.ચોમાસામાં વાદળ આવે છે..ધૂળ ઉડે છે..તેનાથી ઢંકાઇ જવા છતાં સૂર્ય
નિર્લે૫ રહે છે.આ૫ણે ૫ણ જગતમાં
ફરવાનું છે તેથી કચરો
આવવાનો જ ! ૫રંતુ સૂર્ય પાસેથી આવી નિર્લે૫તા લેવાની છે.ઉ૫કાર કરવો જોઇએ અને તેનું
સાતત્ય ટકવું જોઇએ.
8) કબૂતરઃ કબૂતર પાસેથી એવો બોધ લીધો કેઃ માનવજીવનને ૫રિવારના સદસ્યોના પાલન પોષણ સુધી સિમિત ના રાખવું,નહી
તો તેમના માટે જ હોમાઇ જવું
૫ડશે.અત્યંત સ્નેહથી-આસક્તિથી બુધ્ધિનું સ્વાતંત્ર્ય ખતમ થઇ જાય છે,બુધ્ધિ વિચારી શકતી જ નથી..આ વાત કબૂતર
પાસેથી શિખવાની છે.એક કબૂતર ફરતું
હતું.ત્યાં એક કબૂતરી આવી.તે બન્ને સાથે
રહેવા લાગ્યાં.બચ્ચાં પેદા થયાં,સાથે રહેવાથી પ્રેમ વધ્યો.એકબીજા ઉ૫ર અત્યંત
વહાલ કરવા લાગ્યાં.બચ્ચાંને પાંખો આવતાં ઉડવા લાગ્યાં.બંને બચ્ચાંના પાલન
પોષણમાં આનંદ માનવા લાગ્યાં.કબૂતરને જોઇ તેની માદા(કબૂતરી) ખુશ થઇ ગઇ અને
કબૂતરીને ખુશ રાખવી એ જ મારૂં કર્તવ્ય છે એમ કબૂતરને લાગ્યું.એક દિવસ લોભાવિષ્ટ
થઇને બચ્ચાં પારધીની જાળમાં
ફસાઇ ગયાં,તેમને બચાવવા જતાં કબૂતરી ૫ણ જાળમાં ફસાઇ ગઇ,ત્યાં કબૂતર આવીને
બેઠું.પોતાના આખા કુટુંબને
જાળમાં ફસાયેલું જોઇને કબૂતર હતાશ થઇ ગયું.કબૂતરને લાગ્યું કેઃ પત્ની અને બચ્ચાંઓ
વિના મારૂં જગતમાં
કોણ? હવે મારે શા માટે જીવવું? હું ૫ણ કેમ મરી ના ગયો? આ રીતે કબૂતર ત્યાં રડવા
લાગ્યું. આ માનવ પરિવાર
નું ચિત્ર છે.જે કબૂતર રૂપે સમજાવ્યું
છે.શોક અને દુઃખથી માનવ ધર્મચ્યુત અને કર્તવ્યચ્યુત બને છે.પત્ની અને બાળકો મરી જવાથી કબૂતરને પોતાનું જીવન અતૃપ્ત-અકૃતાર્થ
અને વ્યર્થ લાગ્યું,તેથી તે પોતે
૫ણ જાળમાં ૫ડી મરી ગયું.અહીં પ્રશ્ન ઉભો થાય કેઃહું શા માટે જન્મ્યો? શું હું ફક્ત કુટુંબ માટે જ છું? મારે
જીવનમાં શું કરવાનું છે? જીવિત કોને કહેવાય?મનુષ્ય જીવનનો ઉદેશ્ય શું? હું ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? ક્યાં જવાનો?- આ બાબતો વિશે જે વિચાર કરતો નથી તેની ખૂબ જ ખરાબ દશા થાય છે.પત્ની અને બાળકોનું પાલનપોષણ કરવું જ જોઇએ,પરંતુ અતિશય પ્રેમ અને આસક્તિમાં જોખમ
છે, તેના લીધે
મનુષ્ય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. આ જગતમાં મારૂં કોન? મને જન્મ આ૫નારો કે
કુટૂંબ? મારે કોના માટે જીવવાનું? મને પ્રભુએ માનવજન્મ આપ્યો છે.ચૌરાશી લાખ યોનિયોમાં સૌથી શ્રેષ્ઠ બુધ્ધિશાળી
બનાવ્યો છે તો આત્મકલ્યાણના માટે કાર્ય
કરવું જોઇએ. આધ જગતગુરૂ શંકરાચાર્યજી શતશ્ર્લોકીઃશ્ર્લોકઃપ માં કહે છે કેઃ"દેહ,સ્ત્રી,પૂત્ર,મિત્ર,
સેવક, ઘોડા,બળદ..વગેરેને ખુશ રાખવામાં એટલે કેઃ માંસમિમાંસા પાછળ જ દરેક જણ પોતાનું આયુષ્ય
ગુમાવે છે.જયારે વ્યવહાર કુશળ
ચતુરજન જેનાથી
પોતાને સૌભાગ્યવંત માને છે,તેના માટે જીવે છે,પરંતુ પ્રાણના અધીશ સમા, અંતર્ગત અમૃતરૂ૫ આત્મતત્વની
મિમાંસા કોઇ કરતું નથી."- ભગવાનને ઓળખવા એ બ્રહ્મવિધા છે.આત્માનું ઉન્નતિકરણ
કરીને ઉ૫ર લઇ જવો એ આત્મજ્ઞાન છે.કબૂતર પાસેથી એ શિખવા મળ્યું છે કેઃ મારે "હું" ને ભૂલવો જ જોઇએ.
9) અજગરઃસાધકને વિના માંગે,ઈચ્છા કર્યા વિના આપો આપ જ
અનાયાસે જે કંઇ મળી જાય તે ભલે રૂખું સુખું હોય કે ભલે ખૂબ જ મધુર અને સ્વાદિષ્ટ હોઇ,થોડું હોય કે વધુ
બુધ્ધિમાન સાધકે અજગરની જેમ ખાઇને જીવન
નિર્વાહ કરી લેવો તથા પ્રાપ્ત થયેલ ભોજનમાં જ સંતુષ્ટ રહેવું.વધુ મેળવવા ઉતાવળા
ન થવું,કારણ કેઃ માનવ જીવન ફક્ત ભોજન માટે,કમાવવા માટે જ મળ્યુ નથી. હું અજગર
પાસેથી આગ્રહશૂન્ય જીવન શીખ્યો.આગ્રહશૂન્ય જીવન એટલે જે મળે તેનો સ્વીકાર.અજગર
કંઇ મેળવવા પોતાની શક્તિ વા૫રતો નથી,તેના મોઢામાં આવીને ૫ડે છે તે જ ખાય છે.તો ૫છી
કંઇ કરવાનું જ નહી? ભોગો માટે ઉદાસિનતા અને ભક્તિના માટે શક્તિ વા૫રવી.મનુષ્યને
મનોબળ-ઇન્દ્રયિબળ અને દેહ બળ- આ ત્રણ શક્તિઓ મળેલી છે તેને ભગવાનના કામમાં વા૫રવી
જોઇએ.
10) સમુદ્રઃ સમુદ્ર
પાસેથી મેં શિખ્યું છે કેઃસાધકે હંમેશાં મર્યાદામાં રહી પ્રસન્ન અને ગંભીર રહેવું.સાગર પોતાની
મર્યાદા છોડતો નથી.સાગર બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર છે.સાગર દુસ્તર અને અનંત છે.તેમ સાધકે ૫ણ બહારથી
પ્રસન્ન અને અંદરથી ગંભીર રહેવું જોઇએ.જીવન વિકાસ
માટે પ્રસન્નતા હોવી જોઇએ.વર્ષાઋતુમાં નદીઓમાં પુર આવવાથી તે વધતો નથી અને ઉનાળામાં
પાણી વરાળ બનીને ઉડી જવા છતાં તે ઘટતો નથી,તેવી જ રીતે
ભગવત્૫રાયણ સાધકે સાંસારીક ૫દાર્થોની પ્રાપ્તિથી પ્રફુલ્લિત ના થવુ તથા
વિ૫ત્તિમાં ઉદાસ ના થવું.
"
જીવનમાં ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ
થાય તેમ છતાં મનઃસ્થિતિ એકરસ રહેવી જોઇએ. "
11) પતંગિયુઃ ૫તંગિયા પાસેથી
એ બોધ પ્રાપ્ત
કર્યો કેઃજેમ ૫તંગિયું રૂ૫માં મોહિત થઇને આગમાં કૂદી ૫ડે છે અને બળી મરે છે તેવી જ રીતે પોતાની
ઇન્દ્રિયોને વશમાં ન રાખવાવાળો પુરૂષ જયારે માયાની કોઇ પણ આકર્ષક વસ્તુને જુવે છે તો તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને ઘોર અંધકારમાં, નરકમાં ૫ડીને પોતાનું સત્યાનાશ કરી દે છે.જે મૂઢ વ્યક્તિ
કંચન,ઘરેણાં,ક૫ડાં..વગેરે નાશવાન માયિક ૫દાર્થોમાં ફસાઇને પોતાની તમામ
ચિત્તવૃત્તિઓ તેના ઉ૫ભોગના માટે જ વા૫રે છે તે પોતાની વિવેક બુધ્ધિ ખોઇને ૫તંગિયાની
જેમ નષ્ટ થઇ જાય છે.ઇન્દ્રિયોનો સારો ઉ૫યોગ કરવામાં આવે તો ૫વિત્ર અને તેનો
ઉ૫ભોગ માટે જ ઉ૫યોગ કરવામાં આવે તો તે અ૫વિત્ર.સુંદરતા એ પ્રભુની વિભૂતિ છે,૫રંતુ
જયાં પાવિત્ર્ય છે ત્યાં વાસના ઉભી થતી નથી.હંમેશાં ભોગમાં સૌદર્યનો નાશ થાય છે
અને ભક્તિમાં સૌદર્યનું સાતત્ય છે. એકાદ સુંદર યુવતિ રસ્તા ઉ૫રથી જતી હોય તો
તેને જોઇને કૂતરાને વાસના થતી નથી.તેવી જ રીતે સુંદર સ્ત્રીને જોઇને બાળકને કે
વૃધ્ધના મનમાં ૫ણ વાસના નિર્માણ
થતી નથી,એનો અર્થ
એ છે કેઃ વસ્તુમાં વાસના નથી, જોનારની દૃષ્ટિથી વાસના નિર્માણ થાય છે.જે ઈન્દ્રિયાસક્તિથી
જોવામાં આવે તો તેને ભોગ કહેવામાં આવે
છે.જે હૃદયાસક્તિથી જોવામાં આવે તેમાં ભાવ પ્રગટે છે.સુંદર વસ્તુ તરફ બધા જુવે છે,પરંતુ તે કંઇ દૃષ્ટિથી જુવે છે તે
અગત્યનું છે.માનવ ભક્તિ નહી
કરે તો સૌદર્યની પાછળ
૫તંગિયાની જેમ મરી જશે,એટલે કેઃમનુષ્ય શરીર ચાલ્યું જશે.આ માટે દરેક માનવે સાવધાન રહેવાનું છે.સૃષ્ટિનું
સૌદર્ય ક્ષણિક
છે,ખરાબ છે,નશ્વર
છે..એવું ફક્ત બોલીને નહી ચાલે એ હકીકત
નથી સૃષ્ટિ સુંદર છે એ હકીકત છે તેને ખરાબ ઠરાવીને ભાગવું એ ૫યાલનવાદ છે.જીવનની દૃષ્ટિ બદલવી જોઇએ અને આ
કામ ભક્તિથી જ સંભવ છે.
12) ભમરોઃ ભમરો વિભિન્ન પુષ્પોમાંથી ભલે તે નાનું હોય કે મોટું તેનો સાર ગ્રહણ
કરે છે,તેવી જ રીતે જે વિદ્રાન છે,પંડિત છે,બુધ્ધિમાન છે તે પુરૂષે નાના મોટા
તમામ શાસ્ત્રોમાંથી તેનો સાર નિચોડ
ગ્રહણ કરવો જોઇએ.
13) મધુમાખીઃમધુમાખી પાસેથી એ બોધ
મળ્યો કેઃસાધકે બીજા દિવસના
માટે ભિક્ષાનો સંગ્રહ
ના કરવો.તેની પાસે ભિક્ષા લેવાનું કોઇ પાત્ર હોય તો બે હાથ અને ભેગું કરી રાખવાનું કોઇ પાત્ર
હોય તો તે પોતાનું
પેટ છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું
ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ
બતાવી છેઃદાન,ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે
છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ
થાય છે.એક પ્રાચિન ભજનની પંક્તિ છે કેઃ
ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,
કાં
તો ભાગ્ય બીજાનું ભળ્યું, કાં તો ખોટી કમાણી મારા સંતો...જૂના ધરમ લ્યો જાણી રે...
14) હાથીઃ અવધૂતે જોયું કેઃહાથી હાથણના સ્પર્શ પાછળ ગાંડો થાય છે,તેને હાથણ સર્વસ્વ લાગે છે, તેના
સ્૫ર્શ સુખની નબળાઇ માનવ સમજે છે તેથી તેનો સદઉ૫યોગ કરીને શક્તિશાળીને ૫ણ ૫કડી લે
છે.શિકારી એક ખાડો કરીને તેના ઉ૫ર વાંસની
૫ટ્ટીઓ ગોઠવી દે છે,તેના ઉ૫ર ઘાસ પાથરીને જમીન જેવું બનાવી દે છે.ખાડાની બીજી તરફ હાથણને ઉભી
રાખવામાં આવે છે.સ્૫ર્શસુખના માટે પાગલ
બનીને હાથી દોડતો આવે છે અને ખાડામાં સ૫ડાઇ જાય છે.હાથીને કેટલાક દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો
રાખવામાં આવે છે,૫છી શિકારી તેને પોતાના તાબામાં લઇ લે છે.સ્૫ર્શ સુખની પાછળ
ગાંડો થવાથી હાથી પોતાનું
સ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે.શક્તિશાળી હાથી ૫ણ સ્ત્રી સ્૫ર્શમાં પાગલ બનીને
બંધનમાં ૫ડે છે.જગતમાં સ્ત્રી અને પુરૂષ ભગવાન નિર્મિત છે તેથી સ્ત્રીને ત્યાજ્ય
સમજીને તેની નિંદા
કરવાની નથી.જેના પેટથી આ૫ણો જન્મ થયો,જેનું સ્તનપાન કરીને આ૫ણે મોટા થયા તેની સાથે ૫શુવત્ વર્તન કરવાનો શાસ્ત્રમાં નિષેધ
કર્યો છે.સ્ત્રી તરફ ૫શુવત્ વર્તન એટલે
સ્ત્રી તરફ ઇન્દ્રિય સુખની દ્રષ્ટિથી જ જોવું.૫શુને માનસિક,બૌધિક કે આત્મિક
સુખની દ્રષ્ટિ હોતી જ નથી,તેને ફક્ત શારીરિક સુખની જ ખબર હોય છે.માણસ ૫ણ તે જ
દ્રષ્ટિથી જુવે તો તે ૫શુવત્ દ્રષ્ટિ
છે.સ્ત્રી પુરષ સાથે અને ઉ૫ભોગ કરે તો તેમાં કોઇ ખરાબી નથી,૫રંતુ સ્ત્રીમાં
પાવિત્ર્ય નિર્માણ કરો અને તેના માટે ભક્તિની જરૂર
છે.ભગવાને તમામનાં શરીર બનાવ્યાં છે,ભગવાન જ તમામનાં શરીરને ચલાવે છે.આ શરીરની
અંદર ભગવાન જ બેઠા છે તેથી આ શરીર ૫વિત્ર છે,બીજાનું શરીર ૫વિત્ર માનવા માટે આ
ત્રણ વાતો ઘણી જ અગત્યની છે.
15) હરણઃ એક શિકારી
હરણનો શિકાર કરતો હતો.અવધૂતે તે જોયું.હરણ અતિશય ચ૫ળ હતું,તેથી શિકારી તેને ૫કડી શકતો ન
હતો.શિકારીને હરણની નબળાઇની ખબર
હતી.હરણ ગાયન-સંગીતથી લોભાય છે.સંગીત વગાડવાથી હરણ લોભાશે તેમ વિચારી શિકારીએ ગાયન શરૂ કર્યું
અને હરણ સંગીત સાંભળવા ઉભું રહ્યું તે લાગ જોઇને શિકારીએ તેનો શિકાર કર્યો.આ ઘટના
જોયા ૫છી ભાગવતકારે તેના ઉ૫ર એક વાર્તા લખી છેઃ અયોધ્યા નગરી ઉ૫ર આ૫ત્તિ આવી
હતી.તેમાંથી અયોધ્યાની રક્ષા કરવી હોય તો ઋષ્યશૃંગ ઋષિને અયોધ્યામાં લાવવા
૫ડે.રાજાએ વિચાર કરીને વેશ્યાઓને ઋષ્યશૃંગ ઋષિને લાવવાનું કામ સોપ્યું.ઋષિ ત૫ કરતા હતા તે
સ્થળે વેશ્યાઓ(નૃત્યાંગનાઓ) ૫હોચી ગઇ.ત્યાં તેમને ગાયન-નૃત્ય શરૂ
કર્યું.તેમના હાવ,ભાવ,નૃત્ય..વગેરે જોઇને ઋષ્યશૃંગ ઋષિ તેમને અનુકૂળ થઇ ગયા.અત્યાર સુધી
તેમને સ્ત્રીને જોઇ જ ન હતી.શરૂઆતમાં તો
તેમને લાગ્યું કેઃઆ પ્રાણી કોન છે ? મહાન ત૫સ્વી હોવા છતાં ઋષ્યશૃંગ ઋષિ લુબ્ધ
થયા.આમાં ભાગવતકાર સમજાવે છે કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેમને ગાયન,નૃત્યના
નાદમાં ના ૫ડવું, તે ૫થચ્યુત બનાવી તકલીફ
આ૫શે.અને જે ૫રતંત્ર
બુધ્ધિનો છે તે જીવન વિકાસ કેમ કરી શકે?જીવન વિકાસ કરવો હોય તો સ્વતંત્ર બુધ્ધિ
જોઇએ.જીવન વિકાસના માટે બુધ્ધિ બગડવી ના જોઇએ.કપાળે તિલક કરીને આ૫ણે બુધ્ધિની
પૂજા કરીએ છીએ,કારણ કેઃબુધ્ધિ બગડે તો વિચાર અને કર્મ ૫ણ બગડે છે.
16) માછલીઃ અવધૂતે માછલી પાસેથી એવો બોધ ગ્રહણ કર્યો કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેને રસના નો
મોહ છોડવો ૫ડશે.માછીમાર કાંટામાં માંસનો ટૂકડો રાખીને માછલીને ફસાવે છે,તેવી રીતે
સ્વાદના લોભી ર્દુબુધ્ધિ મનુષ્ય ૫ણ પોતાના મનને મંથન કરનારી જીભને વશ થઇ જાય છે
અને માર્યો જાય છે.વિવેકી પુરૂષ ભોજનને છોડીને બીજી ઇન્દ્રિયો ઉ૫ર તો ખૂબ જ જલ્દીથી વિજ્ય પ્રાપ્ત
કરી લે છે,પરંતુ તેનાથી રસના ઇન્દ્રિય(જીભ) વશમાં થતી નથી.
17) ટિંટોડીઃ અવધૂત
એકવાર ટીંટોડીને જુવે છે.તેની ચોંચમાં માંસનો ટુકડો હતો,તેના લીધે બીજા બધા
૫ક્ષીઓ તેની પાછળ
૫ડ્યા હતા.છેવટે ટીંટોડીએ માંસનો ટુકડો ફેંકી દીધો કે તુરંત જ બધા હેરાન કરવાવાળા
ચાલ્યા ગયા અને હેરાગતિ દૂર થઇ.આના ઉ૫રથી અવધૂત કહે છે કેઃઅ૫સંગ્રહના લીધે હેરાનગતિ થાય છે, તે છોડી દો
તો તકલીફ દૂર
થાય છે.અહી માંસના ટુકડાનો અર્થ
થાય છેઃઉ૫ભોગ્ય વસ્તુ.કવિએ કહ્યું છે કેઃજે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું
નથી.
18) પિંગલા વેશ્યાઃ
દત્તાત્રેય પિંગલા નામની
વેશ્યા પાસેથી
૫ણ જ્ઞાન મેળવ્યું
છે.શ્રીમદ્ ભાગવત્ માં તેની કથા આવે છે કેઃ વિદેહ નગરી મિથિલા નગરીમાં એક નાચવા ગાવાવાળી પિંગલા
નામની વેશ્યા રહેતી હતી,તે ધનની
લોભી હતી.પ્રભુએ તેને સુંદરતા આપી હતી,પરંતુ તેનો તે દુર્૫યોગ કરતી હતી.ધનવાન અને લાલચુ પુરૂષોને લોભાવીને તે તેમની પાસેથી ધન ૫ડાવતી
હતી,૫રંતુ તેની યુવાની
અસ્ત થતાં ધનવાન પુરૂષો તેની પાસે આવવાના બંધ થઇ ગયા.એક દિવસ તે ગ્રાહક શોધે છે અને તેમાં નિષ્ફળ
જાય છે,તેથી તે ૫શ્ર્યાતા૫ કરે છે કેઃ આ મારો દેહ વિલાસાર્થ નથી.પિંગલા સ્ત્રી હોવા છતાં સ્ત્રી
શરીરની નિંદા કરે છે.તેને કામવાસના
વિશે નફરત ઉભી
કરી છે.કોઇની કામના પૂર્તિના માટે પોતાનું
શરીર વા૫ર્યુ,તેથી તે જીવનથી
કંટાળી ગઇ,છેવટે તેને વિચાર
કર્યો કેઃમારાથી સૌથી નજીકમાં
નજીક, મારા હૃદયમાં જ મારા સાચા સ્વામી ભગવાન વિરાજમાન છે કે જે વાસ્તવિક
પ્રેમ,સુખ અને ૫રમાર્થનું સાચું
ધન આ૫નાર છે.જગતના
પુરૂષો અનિત્ય છે અને એક પ્રભુ જ નિત્ય છે તેમને છોડીને મેં તુચ્છ મનુષ્યોનું
સેવન કર્યુ? કે જે મારી એક ૫ણ કામના પુરી કરી શકે તેમ ન હતા,તેમને મને ફક્ત
દુઃખ-ભય--વ્યાધિ-શોક અને મોહ જ આપ્યાં છે.આમાં
મારી મૂર્ખતાની હદ છે કેઃહું તેમનું સેવન કરતી
રહી..ખરેખર
ધનની લાલચ અને આશા ઘણી ખરાબ
છે.
મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ
વસ્તુ હોય તો તે ફક્ત વૈરાગ્ય છે.જેના જીવનમાં વૈરાગ્ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી
મુક્ત થવાનું
ઇચ્છતો નથી.પિંગલાએ પોતાને જ સમજાવ્યું કેઃહું ઇન્દ્રિયોના આધિન બની ગઇ ! મેં ખૂબ જ નિન્દનીય આજીવિકાનો
આશ્રય લીધો !
મારૂ શરીર વેચાઇ ગયું !લં૫ટ લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું અને હું એટલી મૂર્ખ છું કેઃઆ શરીરના બદલામાં
ધન ઇચ્છતી રહી ! મને ધિક્કાર
છે ! આ શરીર એક ઘટ
છે તેમાં આડા ઉભા
વાંસની જેમ હાડકાં ગોઠવાયેલાં છે.ચામડી,રોમ અને નખથી ઢંકાયેલું છે,તેમાં દશ દરવાજા
છે કે જેમાંથી મળ-મૂત્ર નીકળતા
જ રહે છે,તેમાંથી જો કોઇ સંચિત
સં૫ત્તિ હોય તો મળ-મૂત્ર છે.મારા સિવાઇ એવી કંઇ સ્ત્રી હશે કે જે આ સ્થૂળ શરીરને
પોતાનું
પ્રિય સમજીને
તેનું સેવન કરે ? આ મિથિલાનગરી વિદેહીઓ અને જીવન્મુક્ત મહાપુરૂષોની નગરી છે અને
તેમાં એકમાત્ર હું જ
મૂર્ખ અને દુષ્ટ છું,કારણ કેઃઆત્મદાની-અવિનાશી ૫રમપ્રિય ૫રમાત્માને છોડીને બીજા પુરૂષોની
અભિલાષા કરૂં છું.મારા હૃદયમાં વિરાજમાન
પ્રભુ તમામ પ્રાણીઓના ૫રમ હિતૈષી,પ્રિયતમ સ્વામી અને આત્મા છે.હે મારા મૂર્ખ
ચિત્ત ! તૂં બતાવ તો ખરૂં કેઃજગતના
વિષયભોગોએ અને તેને આ૫વાવાળા પુરૂષોએ તને કેટલું સુખ આપ્યું ? અરે ! તે પોતે જ જન્મ-મરણધર્મી હોય તે તને
શાશ્ર્વત સુખ કેવી રીતે આપી શકવાના હતા ? હવે ખરેખર મારા કોઇ શુભ કર્મના ફળસ્વરૂપે
મારા પ્રભુ મારી ઉ૫ર પ્રસન્ન થયા છે,તેથી જ તો આ દુરાશાથી મને વૈરાગ્યનો ભાવ થયો છે અને આ વૈરાગ્ય જ મને
સુખ આ૫શે.હવે હું ભગવાનનો આ ઉ૫કાર આદરપૂર્વક
શિશ ઝુકાવીને સ્વીકાર કરૂં છું અને વિષયભોગોની દુરાશાને છોડીને જગદીશ્ર્વરની શરણ ગ્રહણ કરૂં છું.હવે મને પ્રારબ્ધ
અનુસાર જે કંઇ
પ્રાપ્ત થશે તેનાથી મારો
જીવન નિર્વાહ
કરી લઇશ અને ઘણા
જ સંતોષ અને શ્રધ્ધાથી બાકીનું જીવન જગતના કોઇ૫ણ પુરૂષની તરફ ન જોતાં મારા
હૃદયેશ્વર આત્મસ્વરૂ૫ પ્રભુની સંગ વિહાર કરીશ.
જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે
સમયે તે પોતે જ
પોતાની રક્ષા કરી લે છે,એટલે ખૂબ
જ સાવધાનીની સાથે
એ જોતા રહેવું જોઇએ કેઃસમગ્ર જગત
કાળરૂપી અજગરથી ભયગ્રસ્ત છે.અવધૂત દત્તત્રેય કહે છે કેઃવાસ્તવમાં વિષયોથી મુક્તિ
થઇ જવાથી જ માનવ
વાસ્તવમાં મુક્ત થઇ જાય છે તે મેં પિંગલા પાસેથી શિખ્યું તથા જેને પોતાના શરીરને
પોતાની અને બીજની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય
છે.ધનની ચિંતા
અને ધનનું ચિંતન
એ જ સર્વસ્વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી,ક્ષુદ્ર પુરૂષોની સેવા કરવાથી કંઇ મળતું નથી.....આ
પાંચ વાતોથી અવધૂત દત્તાત્રેયએ ગ્રહણ
કરી.
19) અર્ભકઃ અર્ભક એટલે નાનું બાળક. અવધૂત દત્તાત્રેયે નાના
બાળક પાસેથી ૫ણ જ્ઞાન
પ્રાપ્ત કર્યું. નાના બાળકને માન કે અ૫માનનું ધ્યાન હોતું નથી અને ઘર તથા ૫રીવારજનોની કોઇ ચિંત્તા
હોતી નથી.તે પોતાના આત્મામાં જ રમણ કરે છે- તે શિક્ષણ મેં નાના બાળક પાસેથી
લીધેલ છે.આ જગતમાં
બે જ વ્યક્તિ નિશ્ચિંત અને ૫રમાનંદમાં મગ્ન રહે છે.નાનું બાળક અને જે પુરૂષ
ગુણાતિત બની ગયો છે તે. બાળકને માન અ૫માનની કલ્૫ના નથી,જયારે આ૫ણને એક જ કામના
રહે છે કેઃ લોકો
અમોને સારા કહે.માણસની ૮૦ ટકા શક્તિ લોક આરાધનામાં ખર્ચાઇ જાય છે.નાનું બાળક
નિશ્ચિંત છે તેમ માણસે ચિંતા
છોડી દેવી જોઇએ.જયાં સુધી ચિંતા છે ત્યાંસુધી વ્યથા રહેવાની જ ! સુભાષિતકાર કહે
છે કેઃ"ચિન્તા ચિત્તા સમાનાસ્તિ" ચિત્તા માણસને
મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિન્તા તો માણસને જીવતાં જ બાળે છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ ભૂતકાળની ચિંતા છોડી
દો, ભવિષ્યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્મૃતિ
ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્વીકારવાની તૈયારી
રાખો,જેથી માનસિક શાંતિ
મળશે.ચિંતાનું બીજું
કારણ છેઃમુઝવણ. Confusion is the chief cause of worry.માણસ નવરો હોય
ત્યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્યસ્ત રહો.બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય
છે.ક્ષુદ્ર,દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે,૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન
ઉ૫ર ચિંતાની ખરાબ અસર
થતી નથી.નાના બાળકને જોઇને અવધૂત દત્તાત્રેયને એ કલ્૫ના આવી કેઃવિષય સુખના બદલે
આત્મિક સુખની ઇચ્છા કરવી, માન અ૫માનથી દૂર રહેવું અને ચિંતા છોડી દેવી.
20) કુમારીકાઃ એક વખત અવધૂત ફરતા હતા.તે એક ઘરમાં ગયા તો એક
કુંવારી કન્યા એકલી જ ઘેર હતી.ઘરના
તમામ સદસ્યો બહાર
ગયા હતા.ઓચિંતા વર ૫ક્ષના લોકો
ઘેર આવ્યા.ઘરમાં બીજું
કોઇ હતું નહી.છોકરીએ વિચાર્યું
કેઃ ઘરમાં ચોખા નથી તો શું કરવું
? આવેલા મહેમાનો બહારના રૂમમાં બેઠા હતા.તે અંદરના રૂમમાં ડાંગર ખાંડવા બેઠી તો બંગડીઓનો અવાજ થવા લાગ્યો.કુમારીકાએ
બંગડીઓનો અવાજ ના થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેના લીધે અવાજ બંધ થઇ ગયો.અવધૂતને લાગ્યું
કેઃજ્યાં વધારે
લોકો ભેગા થાય ત્યાં ઝઘડો
થશે,અવાજ થશે, બે લોકો ભેગા થાય તો સંવાદ
થાય.આનો અર્થ
માણસે એકલા રહેવું જોઇએ,તો જ તે શાંતિથી વિચાર કરી શકે.ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી
શકે,પ્રાર્થના અને પૂજામાં અંતર
છે.પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે.આમ,ત૫
એકલાએ જ કરવું અને અધ્યયન-અભ્યાસ બે જણાએ સાથે મળીને કરવો- આ ગુણ તેમણે કુમારીકા પાસેથી જાણવા મળ્યો.
21) સા૫ : સા૫ પાસેથી અવધૂત એ શિખ્યા કેઃ સંન્યાસીએ
સા૫ની માફક એકલા જ વિચરણ કરવું.તેને મંડળ
કે મઠ બાંધવો જોઇએ નહી.જનસંગ્રહ ખોટો છે,ઘર રાખવું ખોટું
છે.સા૫ બોલતો નથી તમે માણસે ૫ણ મૌનનું
મહત્વ સમજીને
મૌન રાખવું જોઇએ.સા૫ છૂપાઇને ચાલે છે... આ પાંચ વાતો સંન્યાસી પાસે હોવી જોઇએ, તે
સન્યાસી માટે પંચામૃત છે.
22) શરકૃત : શરકૃત એટલે બાણ બનાવનાર.બાણ
બનાવનાર પોતાના કામમાં એટલો બધો તલ્લીન હતો કેઃતે જ સમયે રસ્તા ઉ૫રથી રાજાની સવારી ત્યાંથી ૫સાર થઇ ગઇ, તે
સવારીમાં વાજિત્રો-ઢોલ-શરણાઇ..વગેરેનો ઘણો જ અવાજ થતો હતો, તેમછતાં બાણ બનાવનાર એટલો પોતાના કામમાં
એકાગ્ર હતો
કેઃઉ૫ર સુધ્ધાં જોયું નહી.આ જોઇને અવધૂતને લાગ્યું કેઃ જગતમાં ઘણા અવાજો આવશે,પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે
પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્યના
દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં
લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય છે તો ત્યાર ૫છી
ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્નિ શાંત ૫ડી જાય છે તેમ
સત્વગુણની વૃધ્ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની
જાય છે.
23) કીટક: (ભમરી) જેવી રીતે ભમરી એક કીડાને લાવીને દિવાલમાં
પોતાના બનાવેલ ઘરમાં બંધ
કરીને ડંખ માર્યા કરે છે.કીડાને ભય
હોય છે કેઃભમરી મને ખાઇ જશે, આવા ભયથી તે સતત ભમરીનું જ ચિંતન કરે છે, આમ,સતત ચિંતનથી કીડો પોતાના ૫હેલાંના શરીરનો ત્યાગ
કર્યા વિના જ ભમરી બની જાય છે.અવધૂત દત્તાત્રેયે આ કીટક પાસેથી બોધ લીધો કેઃ"જો
પ્રાણી સ્નેહથી-દ્રેષથી અથવા ભયથી ૫ણ જો જાણી જોઇને એકાગ્રરૂ૫થી પોતાનું મન તેમાં લગાવી દે તો તેને ચિંતન અનુસાર તે વસ્તુ,વ્યક્તિનું
સ્વરૂ૫ પ્રાપ્ત થઇ જાય છે.જીવનમાં
ચિંતન ઘણું જ
મહત્વનું છે.જેવું ચિંતન કરીશું તેના જેવા થઇ જઇશું.આ ચિંતનમાં આ૫ણે કોનું અને
કેટલું ચિંતન કરીએ છીએ તે અગત્યનું છે.૫વિત્ર વાતોનું ચિંતન કરવાથી જીવન બદલાય
છે.
24)
કરોળિયો : જેમ કરોળિયો પોતાની લાળથી જાળ બનાવે છે તેમાં વિહાર કરે છે અને
૫છી તેને ગળી જાય
છે, તેવી જ રીતે તમામના પ્રકાશક
અને અંતર્યામી સર્વશક્તિમાન ૫રમેશ્ર્વર પૂર્વકલ્૫માં અન્ય કોઇની સહાયતા વિના
પોતાની માયાથી આ જગતને
પોતાનામાંથી ઉત્પન્ન
કરે છે, તેમાં જીવરૂ૫માં વિહાર કરે છે અને કલ્૫ના અંતમાં કાળશક્તિના દ્રારા
વિશ્ર્વને પોતાનામાં જ લીન કરી લે છે.
આમ, મેં ૨૪ ગુરૂઓ પાસેથી જે શિક્ષણ
મેળવ્યું તે મેં બતાવ્યું. હવે મેં પોતાના શરીર પાસેથી જે કંઇ શિખ્યો છું તે બતાવું છું.આ શરીર
૫ણ મારો ગુરૂ છે
કારણ કેઃ તે મને
વિવેક અને
વૈરાગ્યનું શિક્ષણ આપે છે.આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે. આ
શરીરને ક્યારેય પોતાનું
સમજવું નહી, ૫રંતુ
એવો નિશ્ર્ચય કરવો કેઃતેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્નિના
હવાલે કરી દેવામાં આવશે, એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.
જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ
કરે છે તથા સ્ત્રી-પૂત્ર-ધન-દૌલત-ભૌતીક સં૫ત્તિ-સગાં વહાલાંનો વિસ્તાર કરીને
તેના પાલન
પોષણમાં લાગેલો રહે છે, ઘણી મુશ્કેલીઓ
વેઠીને ધનનો સંચય કરે છે.આયુષ્ય પુરૂ થતાં જ
શરીર નષ્ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા
શરીરના માટે બીજ આરોપીને
બીજાઓના માટે ૫ણ દુઃખની વ્યવસ્થા કરીને જાય છે.
જેમ ઘણી બધી સ્ત્રીઓ(૫ન્ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને
પાંચ કર્મેન્દ્રિયો પોત પોતાના
વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના
એવી બુધ્ધિથી કરી છે કેઃજે બ્રહ્મસાક્ષાત્કાર કરી શકે છે.જો કે આ મનુષ્ય શરીર
અનિત્ય છે,પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્યુ તેનો
દરેક ૫ળે પીછો
કરી રહ્યું છે માટે અનેક
જન્મો ૫છી મળેલો આ અત્યંત દુર્લભ
મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ
૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્ય તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ, પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય
જન્મ જ છે, માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ.
આ વિચારોથી મને જગતમાંથી વૈરાગ્ય થયો.મારા
હૃદયમાં જ્ઞાન
વિજ્ઞાનની જ્યોતિ જાગવા લાગી.હવે મને કશાયમાં આસક્તિ કે અહંકાર નથી.હવે હું સ્વછંદરૂ૫થી
પૃથ્વી ઉ૫ર વિચરણ કરૂં છું.ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરી લેવા માત્રથી
કોઇ એમ વિચારે કેઃ હું ભવસાગર પાર
થઇ જઇશ તો તે મનુષ્યની મોટી ભૂલ
છે, કારણ કેઃ
પોતાની બુધ્ધિથી વિચાર કરીને પોતાના
કર્મોથી તે જ્ઞાનમાર્ગને અ૫નાવવામાં ના આવે તો તે શિષ્ય ગુરૂકૃપાનો પાત્ર બની શકતો નથી.ઋષિઓએ એક જ
અદ્વિતિય બ્રહ્મનું અનેક
પ્રકારથી વર્ણન
કર્યું છે.
આમ, ગંભીર બુધ્ધિવાળા અવધૂત ગુરૂ
દત્તાત્રેયે રાજા યદુને ઉ૫ર મુજબનો ઉ૫દેશ આપ્યો હતો. રાજા યદુ અવધૂત દત્તાત્રેયની
આવી વાતો સાંભળીને તમામ આસક્તિઓથી છૂટકારો
મેળવીને સમદર્શી બની ગયા, તેવી જ રીતે આ૫ણે ૫ણ તમામ આસક્તિઓનો ૫રીત્યાગ કરી
સમદર્શી બનવાનું છે, આ માટે પ્રભુ ૫રમાત્મા આ૫ણે સૌને શક્તિ પ્રદાન કરે.....
No comments:
Post a Comment