વિશ્વાસ
v વિશ્વાસ પ્રેમની ૫હેલી સીડી છે.કોઇ૫ણ સબંધનો પાયો વિશ્વાસ ઉ૫ર
ટકેલો છે.જો આપણા સબંધોમાં એકબીજા ઉ૫ર વિશ્વાસ છે તો કોઇ૫ણ ત્રીજી વ્યક્તિ આપણી
વચ્ચે તિરાડ સર્જી નહી શકે. એકબીજા સાથે વિશ્વાસ જાળવી રાખવા માટે એકબીજાની વાતો
૫ર શંકા ના કરવી.
v વિશ્વાસ એક શબ્દ છે તેને વાંચતાં સેકન્ડ લાગે,વિચારો તો મિનિટ
લાગે,સમજાવો તો દિવસ લાગે ૫ણ..તેને સાબિત કરવા આખી જીંદગી લાગે છે.
v સુખનો ઉ૫ભોગ એકલા ના કરવો..તમામની ઉ૫ર વિશ્વાસ ના કરવો અને તમામ
ઉપર શંકા ૫ણ ના કરવી.
v પ્રેમ..શંકા અને વિશ્વાસના વિકલ્પોમાં ૫લ્ટી ખાધા કરતો હોય છે.
v ૫તિ-૫ત્નીને સફળતાભર્યું દામ્પ્ત્ય આપનાર ત્રણ તત્વો છેઃ
વિશ્વાસ..પ્રેમ અને સમજણ.
v જે તમારા ઉપર વિશ્વાસ મુકે છે તેને છેતરવામાં કશીએ બહાદુરી નથી.
v જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે, સબંધને ધબક્તુ રાખવા
વિશ્વાસ જરૂરી છે.
v તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી
આવે.
v શંકા કરીને બરબાદ થવું એના કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે
સારૂં.
v હાથથી હાથનાં હસ્ત-મેળાપ થાય તો જન્મો-જન્મનું અતુટ બંધન બંધાય
જાય. લાગણી,વિશ્વાસ,સમર્પણનો ‘સંગમ’ થાય તો પ્રેમભર્યા માસુમ પ્રસંગો સર્જાય છે.
v બધાનો વિશ્વાસ રાખજો,પરંતુ પોતાના મનનો વિશ્વાસ ના રાખશો.કયા
સમયે ફરી જાય..ફેરવી નાખે.. કેટલાકને મન એ રમાડ્યા..કેટલાક મનને રમાડે છે.
v જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.વિશ્વાસ
એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી.
v નારી..ધૂર્ત..આળસુ..ક્રોધી..અહંકારી..ચોર..કૃતઘ્ન અને નાસ્તિક
ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ.
v જેને આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે તે વિશ્વાસ.
v વિશ્વાસ જીવનની શક્તિ છે.
v વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.
v પરમેશ્વર છે એની સાબિતી ન હોવા છતાં તેમને માનવા તેને જ
ખરો વિશ્વાસ કહેવાય.
v શ્વાસ જો શરીર ને ટકાવે છે તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
v વિશ્વાસ એ જ ભગવાન. જો જાત ઉપર વિશ્વાસ આવે તો બધાના ઉપર વિશ્વાસ આવે. જો પોતાનામાં વિશ્વાસ ન હોય તો કોઈના પર વિશ્વાસ ન આવે. વિશ્વાસ જાગે તો સહજતા આવે. જીવનમાંથી પસાર થતાં થતાં જ વિશ્વાસ જન્મે છે અને તે ક્ષણિક નહિ શાશ્વત હોય.
v આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો,પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.
v માણસે કાગડામાંથી ચાર ગુણો શીખવા જોઈએ. કાગડો હંમેશા એકાંતમાં મૈથુન કરે છે,લુચ્ચાઈમાં તે મોખરે છે,ક્યારેક આવનાર ખરાબ સમય માટે તે પોતાની પાસે ભોજનનો સંગ્રહ રાખે છે,તે ક્યારેય પણ આળસુ નથી બનતો અને ક્યારેય કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો.
v નદી..શસ્ત્રધારી..લાંબા નહોર..શીંગડાવાળા પશુ..સ્ત્રી અને રાજદરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે.નદીની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે. શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે.લાંબા નહોરવાળા પશુ,શીંગડાવાળા પ્રાણી ક્યારેક નહોર મારી કે શીંગડા મારી ઘાયલ કરી શકે છે.સ્ત્રી ક્યારેય પણ જુઠું લાંછન લગાવી શકે છે તેમજ રાજકુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે એટલે તેમના તરફથી પણ ક્યારેક ખતરો ઉભો થઇ શકે છે.આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.
v પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.
v દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો,પ્રમાદી,અહંકારી,હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર,જેનો વિશ્વાસ શિથિલ બની ગયો હોય,જેના હૃદયમાં સ્નેહ ન હોય અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.
v શ્રધા અને વિશ્વાસમાં બહુ ફરક છે.વિશ્વાસ નો સંબંધ
બુદ્ધિ સાથે છે અને શ્રદ્ધા નો સંબંધ હૃદય સાથે છે.
v જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત
વહેતી રહે છે.
v જેને હર્ષ અને ક્રોધ સરખાં છે..જેને શાસ્ત્રમાં શ્રધ્ધા છે તથા
સેવકોની ઉ૫ર પ્રેમ અને વિશ્વાસ છે તેને જ પૃથ્વી ઉ૫ર અધિક ધન મળે છે.
v જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
v અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.
v વિશ્વાસ વિના ભક્તિ થતી નથી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.
v વિશ્વાસ અને પ્રાર્થના આત્માનાં બે વિટામીન છે. કોઈ પણ વ્યક્તિ આની વગર સ્વસ્થ જીવન જીવી શકે નહીં.
v વિશ્વાસના પાયા વિના જીવનની ઇમારત ઊભી રહી શકતી નથી.
v શંકા કરી ને બરબાદ થઇ જવું એના કરતા, વિશ્વાસ કરી ને લુટાઈ જવું વધારે સારું છે
v દુ:ખ અને અજંપો ઉત્પન્ન કરનારો, પ્રમાદી, અહંકારી, હંમેશા પોતાના હિત માટે સત્યનું રૂપ બદલી નાખનાર અર્થાત જુઠું બોલી તેને સત્ય કહેનાર, જેનો વિશ્વાસ શિથિલ બની ગયો હોય, જેના હૃદયમાં સ્નેહ ન હોય, અને જે પોતાની જાતને સર્વાધિક બુદ્ધિમાન અને ચાલક ગણાતો હોય, એવા સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહિ.
v ફેરો ફરનારો અને ભિખારીઓનો ક્યારેય વિશ્વાસ ના
કરવો..ઠગ લોકો એવું રૂ૫ ધરીને સ્ત્રીઓને ભરમાવી દે છે.
v જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ...જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.
v આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.
v જ્ઞાનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ અને પ્રેમની દ્દઢતાથી ભક્તિમાં દ્દઢતા આવે છે.પ્રેમ વિના ભક્તિ કેવી ?
|
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment