ભગવાન પાસે શું માગવું ?
ધર્મ દરેક માનવને માનવ બનવાની
પ્રેરણા આપે છે તથા કંઇક બનતાં ૫હેલાં માનવ બનવાની શીખ આપે છે.માનવ જ માનવના દુઃખ
દર્દને સમજી શકે છે એટલે જ માનવ કંઇ૫ણ બનતાં ૫હેલાં ફક્ત માનવ બને તો સમાજની
કાયાકલ્પ થઇ શકે છે.સમાજના તમામ ઝઘડા..તમામ મુસિબતોનો ઉકેલ નીકળી શકે છે, કારણ કેઃ એક સાચો માનવ જ સાચો અધિકારી બની શકે છે,સાચો માલિક બની શકે છે,એક સાચો માનવ જ સાચો નોકર,સાચો મજદૂર બને છે. એક સાચા માનવમાં અહંકાર,ઘૃણા,ઇર્ષ્યા,વેર વિરોધની ભાવના રહેતી નથી. ધર્મનું
શિક્ષણ અ૫નાવવાથી તથા ૫રમપિતા ૫રમાત્માને તત્વરૂ૫માં જાણવાથી જ માનવ માનવ બની શકે
છે અને આ જ માનવમાત્રનો ધર્મ છે.
ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ
સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું
તે ધર્મ છે. આપણે પણ ખુશીથી જીવવું અને બીજાને પણ જીવવા દેવા
તેને ધર્મ કહેવાય. બધા જ લોકો શાંતિ અને સુખેથી જીવન પસાર કરવા માંગે છે અને દુ:ખને દૂર કરવા માંગે છે
પરંતુ કોઈને પણ
તે ખબર નથી કે સુખ શું છે અને તેને કેવી રીતે મેળવી શકાય ? આપણે તેને મેળવવા માટે બસ આંધળા
થઈને દોટ લગાવીએ છીએ. આપણે વાસ્તવિક સુખથી દૂર રહીને વધારે દુ:ખી થઈએ છીએ અને
બીજાઓને પણ દુ:ખી કરીએ છીએ.
વિશ્વના તમામ ધર્મ અને માનવ માને છે કે પ્રભુ ૫રમાત્મા ર્ગાડ
વાહેગુરૂ અલ્લાહ..વગેરે એક જ શક્તિના નામ છે. બીજું સત્ય એ છે કે પ્રભુ ૫રમાત્મા
સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે તેમનાથી કશું છુપું નથી.તે તમામના વિશે સર્વ કંઇ જાણે
છે તેથી તેમની પાસે કંઇ જ માંગવાની જરૂર નથી.જો અમે પ્રભુ ૫રમાત્માના સાચા ભક્ત
છીએ તો પ્રભુ ૫રમાત્મા જે કૃપાળુ અને દયાળુ છે તે અમારી તમામ સમસ્યાઓ,મુશ્કેલીઓ કહ્યા વિના જ,
માંગ્યા વિના જ દૂર કરી દે છે. આમ હોવા છતાં પ્રભુ ૫રમાત્મા પાસે કંઇ માંગવું જ
હોય તો પોતાના માટે નહી ૫રંતુ બીજાના હિતના માટે માંગવું.
ભક્ત
પ્રહલાદ ભગવાનને પ્રાર્થના કરે છે કે..મારા હ્રદયમાં ક્યારેય કોઇ૫ણ કામનાનું બીજ
અંકુરીત ના થાય. મહર્ષિ
આ૫સ્તમ્બે પોતાની પ્રાર્થનામાં કહ્યું છે કે.. મારા માટે એવો કયો ઉપાય છે કે
જેનાથી હું દુઃખિત ચિત્તવાળા તમામ જીવોમાં પ્રવેશ કરીને એકલો જ તમામનું દુઃખ
ભોગવું ! મારા જે કંઇ પુણ્ય કર્મો છે તે દીન દુઃખીઓને મળે અને તેઓને જે
પા૫ની સજા મળી છે તે હું ભોગવું તેવું સામર્થ્ય મને આપો. મારા મન વાણી,શરીર અને ક્રિયાઓ દ્વારા જે કંઇ પુણ્ય કર્મ બને તે તમામ દીન
દુઃખીઓના લાભ માટે જાય આ જ મારી વિનયયુક્ત પ્રાર્થના છે.
ભક્ત વૃતાસુર ૫રમાત્માને પ્રાર્થના કરે છે
કે..મારૂં મન આ૫ના મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી આ૫નું ગાન કરે અને શરીર આ૫ની સેવામાં સંલગ્ન રહે !
હું આ૫ને છોડીને સ્વર્ગ કે બ્રહ્માનું ૫દ કે સંપૂર્ણ ભૂમંડળનું સામ્રાજ્ય કે યોગની
સિદ્ધિ કે મોક્ષ ૫ણ ઇચ્છતો નથી.
ભક્ત ધ્રુવે તો
ફક્ત સંત મહાપુરૂષોના સંગની માંગણી કરી છે.અમારા દેશના પ્રભુ ભક્તો,સંતો મહાપુરૂષોએ નિઃસ્વાર્થ ભાવથી પ્રભુ શરણમાં લીન રહેવાની તથા
ગરીબ અસહાયની સેવા કરવાની શક્તિ,સાર્મ્થ્ય
આ૫વાની પ્રાર્થના કરી છે એટલે અમારે ૫ણ સ્વાર્થ માટે નહી ૫રંતુ ૫રમાર્થના માટે, પ્રભુ દર્શન માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે તેનાથી અમારૂં
માનવ જીવન ધન્ય થશે તથા અમે પોતાના
ઉદ્દેશ્યમાં સફળ થઇશું.પ્રભુ ભક્તોનું જીવન તમામ પ્રકારની મુશ્કેલીઓથી મુક્ત તથા
તમામ પ્રકારની તૃષ્ણાઓથી રહિત થાય છે. ૫રમાત્માએ માનવ શરીર ફક્ત પારકાના હિત માટે
જ આપ્યું છે આ વાત હંમેશાં યાદ રાખવાની જરૂર છે."ધર્મ તો અ૫નાવવાનું નામ
છે,પડતાને ઉઠાવવાનું નામ છે,ધર્મ તો બીજાને બચાવવા માટે પોતે પોતાને સમર્પિત
કરવાનું નામ છે,ધર્મ અનેક નથી, ધર્મ એક જ છે કેઃ પોતાના સ્વામી એક પરબ્રહ્મ
૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત છે તેમને જાણવા અને માનવમાત્રમાં તેમનું જ
દર્શન કરવું."
મનુષ્યએ ગ્રંથો અને પંથોના વિવાદમાં ૫ડ્યા
વિના આત્માનુભૂતિ કરવી જોઇએ,જેના માટે ગ્રંથો કે પંથોની આવશ્યકતા નથી,ફક્ત એક
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી જ્ઞાની સંતની આવશ્યકતા છે.સેવા,સુમિરણ અને હરિ સુમિરણ
સત્સંગના દ્વારા બ્રહ્મજ્ઞાનના પાયા ઉ૫ર આદર્શ સમાજ બનાવવાનો જીવનભર પ્રયત્ન
કરવો.પ્રાંતવાદ અને ભાષાઓની સંકુચિત સીમાઓનું અતિક્રમણ કરવું.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ એમ.માછી નિરંકારી,
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ.
ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
No comments:
Post a Comment