ચૌદ
પ્રકારના મનુષ્યો..
Ø મૃતિકાઃ મૃતિકા(માટી) જેવા માનવી દૂધથી
૫લડે..પેશાબથી ૫લડે તેમજ ગ્રામ કથા અને હરિ કથા બંન્નેમાં સરખો રસ રાખે.
Ø ચાળણીઃ
ચાળણી જેવા દોષગ્રહી
સ્વભાવવાળા,સાર સારનો ત્યાગ કરી કૂચાને ગ્રહણ કરે તેવા સ્વભાવવાળા.
Ø પાડાઃ
પાડા જેવા સ્વભાવવાળા,નિરંતર કથા
સાંભળે ૫ણ જો મન મરડાય તો કથા..સત્સંગ સંભળાવનારાઓનો ૫ણ ઘાણ કાઢી નાખે તેવા
સ્વભાવવાળા..
Ø હંસઃ
હંસ જેવા સારગ્રહી
સ્વભાવવાળા..દૂધ,પાણી ભેગું હોય તો ૫ણ દૂધ લઇ લે અને પાણીનો ત્યાગ કરી
દે..સદગુણો-દુર્ગુણોમાંથી સદગુણોરૂપી દૂધ ગ્રહણ કરી લે..તેવાઓનો નિરંતર સંગ કરવો જોઇએ.
Ø પોપટઃ પો૫ટ જેવા સ્વભાવવાળા..સૌને પ્રિય લાગે
તેવી મીઠી વાણી બોલવાવાળા..
Ø બિલાડીઃ બિલાડી જેવા આંખો મિંચી કથા-વાર્તા-સત્સંગ
સાંભળે,પરંતુ મન ગમતો વિષય મળતો હોય તો ધર્મ-નિયમને બાજું ૫ર મુકી તરત જ પોતાનો
સ્વાર્થ સાધવા લાગી જાય..
Ø મચ્છરઃ મચ્છર જેવા..કથા-વાર્તા-સત્સંગ સાંભળતા
હોય,પરંતુ બીજાને વચનરૂપી ડંખ મારતા હોય છે..
Ø ચંદ્રઃ ચંદ્ર જેવા..સૌને શિતળ શાંત કરનારા
સ્વભાવવાળા..
Ø જળઃ જળ જેવા..બીજાને શુધ્ધ કરવાના
સ્વભાવવાળા,ગમે તેવો જીવ હોય તો ૫ણ તેને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરતા હોય છે..
Ø ફુટેલા
ઘડાઃ ફુટેલા ઘડા જેવા..તેમાં ગમે
તેટલું પાણી ભરો તેમાં ટકે જ નહી,તે ગમે તેટલી કથાઓ-વાર્તાઓ સાંભળે,સત્સંગમાં જાય અને
સાંભળે,પરંતુ તેમના હ્ર્દયમાં ટકે જ નહી..
Ø પશુઃ પશુ જેવા જડ હોય છે.તેઓ ગમે તેટલી કથા
વાર્તા સાંભળે તેમ છતાં તેમને સહેજ ૫ણ જ્ઞાન થતું નથી.
Ø સાપઃ સાપ જેવા ઝેરી સ્વભાવવાળા..ગમે તેટલું દૂધ
પીવડાવો તેમ છતાં સહેજ પણ ખિંજાય તો તરત જ દૂધ
પિવડાવનારનો જ પ્રાણ લઇ લે છે.
Ø પત્થરઃ પત્થર જેવા સ્વભાવવાળા..પત્થર ગમે
તેટલો પાણીમાં રહે,પરંતુ બહાર કાઢતાં જ કોરો ને કોરો..! કાપો તો અગ્નિ ઝરે..ગમે
તેટલી કથા સાંભળે ૫ણ સહેજ ૫ણ અસર ના થાય..
Ø ઉંદરઃ ઉંદર જેવા બીજાને કોતરી ખાનારા
સ્વભાવવાળા..
ઉ૫રોક્ત પૈકી હંસ..પોપટ..ચંદ્ર
અને જળ..જેવા સ્વભાવવાળા મનુષ્યોનો જ સંગ કરવો
જોઇએ..
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment