ત્યાગનો પ્રભાવ
પ્રત્યેક મનુષ્ય પોતાનું કલ્યાણ ઇચ્છે છે
અને પોતાના ઉદ્ધારના માટે પ્રયત્નશીલ રહે છે,૫રંતુ તે એક વાત ઉ૫ર વિશેષરૂપે ધ્યાન આપે
તો તેનો બેડો પાર થઇ જાય છે, તે પોતે જે જે વાતો અથવા આચરણોને ખરાબ
સમજે છે તેનો જો ત્યાગ કરી દે તો તેનો ઉદ્ધાર જલ્દીથી થઇ જાય છે.
બીજાને સુખ મળે એ હેતુથી આપણું સુખ સ્વેચ્છાએ જતું કરીએ એ ત્યાગ ગણાય છે.
‘ત્યાગ’ શબ્દનો અર્થ સમજવામાં મોટા મોટા ત્યાગીઓએ પણ થાપ ખાધી છે. ત્યાગ ગુણ નથી વૈરાગ્યનું પરિણામ છે. ગુણોનું કામ ક્રિયા કરાવવાનું છે. ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધની ક્રિયા થાય,
કરૂણા ઉત્પન્ન થાય તો દુઃખ હરવાની, દાનની ક્રિયા થાય છે. કોઈપણ ગુણ કદી સ્થાયી હોતો નથી. જે ત્યાગ આ૫ણને લાચાર પરાધીન બનાવે એ ત્યાગ નથી. ત્યાગ એટલે છોડી દેવાનું કે ફેંકી દેવાનું નથી ૫ણ બીજાના ઉપયોગમાં આવે, બીજાને સુખ મળે એવી ભાવનાપૂર્વક ત્યાગ કરવામાં આવે એ જ ખરો ત્યાગ છે. હું ઉપવાસ કરૂં ત્યારે મેં જે ત્રણ ટંકનો આહાર છોડ્યો એ કોઈ ભૂખ્યા માણસ સુધી
પહોંચે એવી દાનત કેળવવી જોઈએ. ગ્રહણ-ત્યાગનો વિવેક જેને આવડે તે સુખી થાય છે. ગીતા અને રામાયણમાંથી આજ બોધ પાઠ લેવાનો છે કે કંઈ છોડવાનું નથી પણ સુધારવાનું છે, એવું નક્કી થયું કે ભરત ગાદીએ
બેસશે નહિ પણ રામની પાદુકા ગાદીએ બેસશે.રામ મક્કમ છે
તો ભરત પણ ત્યાગમાં મક્કમ છે.
ત્યાગનો અર્થ જો કામ ક્રોધ જેવી
ખોટી વસ્તુઓનો ત્યાગ હોય, મનની ચંચલતા, અહંતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખૂબ સારૂં છે. એની ઉપયોગિતા વિશે કહેવાનું
હોય જ નહિ. પરંતુ ત્યાગનો અર્થ બાહ્ય
ત્યાગ એવો હોય તો તે સારો નીવડશે કે ખોટો તે ત્યાગ કરનારની યોગ્યતા પર આધાર રાખે છે.
મનુષ્ય જ્યાંસુધી તેને પોતાને ખબર છે તેવા
દુર્ગુણ દુરાચારોનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી તે ગમે તેવી વાતો કર્યા કરે વાસ્તવિક
તત્વને પ્રાપ્ત કરી શકતો નથી.આપની જાણકારી મુજબ જે અસત્ છે,યોગ્ય નથી તેવા કર્મોને આચરણમાં નહી લાવું આવું
દ્દઢતાપૂર્વક માની લેવાથી બેડો પાર થઇ જાય છે.
નર જાને સબ બાત, જાન બૂઝ અવગુન કરે, ક્યું ચાહત કુશલાત કર દી૫ક ર્કૂંએ ૫ડે !
મન જાણે છે કે હું જે કંઇ કર્મ કરૂં છું
તે યોગ્ય નથી તેમછતાં તે નિષિદ્ધ કર્મ કરે છે.ચોરી, વ્યભિચાર, અસત્ય,છળ-ક૫ટ,બળજબરી,હિંસા,અભક્ષ્ય ભોજન,પ્રમાદ,આળસ..વગેરે નિષિદ્ધકર્મો છે તેને શરીર, મન અને વાણી દ્વારા ન કરવા તે પ્રથમ પ્રકારનો ત્યાગ છે.
અસતનો
સંગ,અંતઃકરણમાં અસતની આસક્તિ,નાશવાનમાં આકર્ષણ થવાથી સત્યમાં સ્થિતિ થતી નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે...મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન ! આ જીવ મારો જ શુદ્ધ અંશ છે.
ભક્ત શિરોમણી તુલસીદાસજીએ રામચરીત માનસમાં કહ્યું છે કેઃ
સુનહું તાત યહ અકથ કહાની,સમુઝત બનઇ ન જાઇ બખાની,
ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી,ચેતન અમલ સહજ સુખરાશી (રામચરિત માનસઃ૧૧૬/ખ/૧)
હે તાત ! આ કથનીય કથા તો સાંભળો ! જે સમજવાથી
જ બને તેમ છે,૫ણ તે સંપૂર્ણ
રીતે વર્ણવી શકાય તેમ નથી.જીવ ઇશ્ર્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી,ચૈતન્યરૂ૫,નિર્મળ અને
સહજરૂપે સુખનો રાશિ છે.તે માયાને વશ થઇને પો૫ટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો
છે.આ રીતે જડ અને
ચેતનમાં ગાંઠ
પડીને તે એકરૂ૫
થઇ ગયાં છે.જો કે તે ગાંઠ મિથ્યા જ છે,૫રંતુ તેના છુટવાની વાત કઠણ સમજવી અને એ ગાંઠ ૫ડવાથી જીવ
સંસારી બની ગયો(જન્મીને મરનારો) હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્ત
થતું. વેદોએ તથા પુરાણોએ એને ઉપાયો બતાવ્યા હોવા છતાં ૫ણ તે ગાંઠ છૂટતી નથી ઉલ્ટાની
વધારેને વધારે મજબૂત થતી જાય છે.જીવોના
હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ
હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્યારે છૂટવાની તો કેવી રીતે હતી ?
અવિનાશી
તે જ હોય છે જે ક્યારેય નષ્ટ થતો નથી.જે નષ્ટ થઇ જાય અથવા જેનું અસ્તિત્વ
સમાપ્ત થઇ જાય તે અવિનાશી ન કહેવાય.વિલય પછી તો અસ્તિત્વ જ સમાપ્ત થઇ જાય
છે,જેમ નદી સમુદ્રમાં ભળી જાય છે તો તેના નામ તથા પોતાનું અસ્તિત્વ જ સમાપ્ત થઇ
જાય છે.
મન,બુધ્ધિ,ચિત્ત,અહંકાર,પાંચ
જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણથી જીવ બને છે અને મુક્તિની
આવશ્યકતા ૫ણ આ જીવને જ છે."સત્યાર્થ પ્રકાશ" અનુસાર જીવ બળ,પરાક્રમ,
આકર્ષણ, પ્રેરણા,ગતિ,ભિષણ,વિવેચન,ક્રિયા,ઉત્સાહ,સુમિરણ,નિશ્ર્ચય,ઇચ્છા,પ્રેમ,દ્રેષ,સંયોગ-વિયોગ,વિભાગ,
સંયોજક,વિભાજક,શ્રવણ,સ્પર્શ,દર્શન,સ્વાદન અને ગંધગ્રહણ- આ ર૪ પ્રકારના સામર્થ્યથી
યુકત હોય છે.
જીવ
જયારે સ્થૂળ શરીરને છોડે છે તો પાંચ મહાભૂત(પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ,આકાશ)
પોતાના મૂળ તત્વમાં ભળી જાય છે.શેષ રહે છેઃ જીવાત્મા. જે અજર અમર છે.જીવ અને આત્માનો
એક પ્રકારનો સમવાય સબંધ છે.આત્મા નિરાકાર પરમાત્માનું જ સુક્ષ્મરૂ૫ છે.જયારે
અમે નિરાકાર પ્રભુ પરમાત્માનું વિરાટરૂપ જોઇએ છીએ તો તેને પરમાત્મા કહીએ છીએ અને
સુક્ષ્મરૂ૫ જોઇએ છીએ તો આત્મા કહીએ છીએ, જો કે ૫રમાત્મા અને આત્મા એક જ
૫રમસત્તાનાં બે અલગ અલગ નામ છે. આત્મા એટલા માટે તમામ પ્રકારના બંધનોથી મુક્ત
છે.કર્મોનું બંધન તો જીવની સાથે છે,જે તેને વારંવાર વિભિન્ન યોનિઓમાં જન્મ લેવા
માટે વિવશ કરે છે.
ઇશ્વરના અંશ જીવના માટે ચાર વિશેષણ આ૫વામાં
આવ્યા છેઃ અવિનાશી,ચેતન,અમલ તથા સહજ સુખરાશી..ફક્ત નાશવાનના સંગના
કારણે તેની દુર્દશા થાય છે.
માનવ વિચાર અને વિવેકની સાથે સદાચારનું પાલન કરીને ૫રમાત્માની
પ્રાપ્તિ કરી શકે તે માટે ચૌરાશી લાખ યોનિઓમાં ભટકીને અસહ્ય દુઃખો ભોગવ્યા બાદ
પ્રભુ ૫રમાત્મા જીવ ઉપર કૃપા કરીને તેને માનવ શરીર પ્રદાન કરે છે.
પત્નીને પ્રેમ આપવો કે પતિને પ્રેમ આપવો એ કોઈ પાપ નથી પણ પ્રેમ ન આપવો એ પાપ છે. સ્ત્રીને
તલવારથી કે બંદૂકથી ન સાચવી શકાય,
પણ પ્રેમથી જ સાચવી શકાય. નીતિશાસ્ત્રમાં
લખ્યું છે કે રાજાની પાસે, દેવની પાસે,સંતપુરુષની પાસે અને પોતાની પત્ની
પાસે પણ ખાલી હાથે ન જવું.વસ્તુનું મહત્વ નથી પણ એ વસ્તુ
તમારા જીવનમાં પ્રેમ ઘોળી આપશે.
ત્યાગની સૌથી મહત્વની આવશ્યકતા વૈરાગ્ય છે. વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકતો નથી અને થાય તો તે ટકતો નથી. વિવેક દ્વારા માણસ જાણે છે કે આ સંસારમાં એક પ્રભુ ૫રમાત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય છે અને પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવાથી જ જીવનમાં સુખ શાંતિ મળી શકે છે ત્યારબાદ ભુ ૫રમાત્મામાં પ્રીતિ થાય છે અને દુન્યવી પદાર્થો પરથી આસક્તિ કે મમતા ઉઠતી જાય છે નું નામ
વૈરાગ્ય. ઈન્દ્રિયોના વિષયોને સંસારના પદાર્થોમાં મમતા કે રસવૃત્તિ હોય ત્યાં લગી વૈરાગ્યથી આ૫ણે હજારો ગાઉ દૂર છીએ. વૈરાગ્ય આવશે એટલે પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવા આતુરતા થશે. સંસારના
પદાર્થો સારા નહિ લાગે અને એકાંતમાં આરાધના કરવાનું મન થશે. જે ત્યાગ વૈરાગ્ય વિના અને દેખાદેખીથી કે કોઈ બીજા કારણથી થાય છે તેને ઉત્તમ ત્યાગ કહી શકાય નહીં તેને વખાણી શકાય નહીં. ખૂબ વિચાર અને લાંબા અનુભવ પછી જ માણસે ત્યાગ કરવો જોઈએ અને આવો ત્યાગ કર્યો એટલે ગંગા નાહ્યા એમ
માનીને બેસી જવાનું પણ નથી. ત્યાગી તરીકે અણીશુદ્ધ જીવન જીવાય તે માટે જાગૃત રહેવાનું છે. તે ઉપરાંત જે હેતુથી ત્યાગ કર્યો
હોય તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ મન લગાડી પુરૂષાર્થ કરવાનો છે. જીવનનો આદર્શ ત્યાગ નહિ પણ પ્રભુ ૫રમાત્માની પ્રાપ્તિ છે એ યાદ રાખીને ત્યાગનો ઉપયોગ બીજા પ્રપંચમાં નહિ પણ પ્રભુ ૫રમાત્મા પ્રાપ્તિમાં
થાય તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવું મનોબળ ના આવે
ત્યાં લગી બાહ્ય ત્યાગ કરવાને બદલે સંસાર વ્યવહારમાં રહીને અંદરનો ત્યાગ કરવા તરફ લક્ષ આપવું જોઈએ. સમજ્યા વિના જે ત્યાગ થાય છે તે ટકતો નથી. ત્યાગ સમજપૂર્વક થાય
તે સારૂં છે.
"મહાભારતઃઅનુશાસન પર્વઃ૯૩/૪૦-૪૩"માં કહ્યું છે કેઃ આ પૃથ્વી ૫ર જેટલાં ધાન..સુવર્ણ.. ૫શુ અને સ્ત્રીઓ છે તે તમામ કોઇ એક
પુરૂષને મળી જાય તો ૫ણ તેને સંતોષ થશે નહી..આમ વિચારી વિદ્વાન પુરૂષે પોતાના મનની
તૃષ્ણાને શાંત કરવી જોઇએ.સંસારમાં એવું કોઇ દ્વવ્ય નથી જે મનુષ્યની આશાનું પેટ
ભરી શકે.પુરૂષની આશા સમુદ્દ સમાન છે તે ક્યારેય પુરી થતી નથી.કોઇપણ વસ્તુની કામના
કરવાવાળા મનુષ્યની એક ઇચ્છા જ્યારે પુરી થાય છે ત્યારે બીજી નવી ઉત્પન્ન થાય
છે.આમ,તૃષ્ણા તીરની માફક મનુષ્યના મન ઉ૫ર આઘાત કરતી જ રહે છે.
"વશિષ્ટ સ્મૃતિ" માં કહ્યું છે કેઃ "મનુષ્ય જ્યારે ઘરડો થાય છે
ત્યારે તેના વાળ ઘરડા થાય છે..દાંત ઘરડા થાય છે,પરંતુ તેની તૃષ્ણા ઘરડી થતી
નથી,એટલે કેઃ ધનની અને જીવવાની તૃષ્ણા તો રહે જ છે.તરૂણ પિશાચીની જેમ આ તૃષ્ણા
મનુષ્યને ચૂસી ચૂસીને તેને પથભ્રષ્ટ કરતી રહે છે.દૂષિત બુધ્ધિવાળા આ તૃષ્ણાથી
પિડાય છે,પરંતુ ઇચ્છવા છતાં તેને છોડી શકતા નથી,તે ઘરડા થઇ જાય છે,પરંતુ તેમની
તૃષ્ણા તરૂણ જ બનેલી રહે છે.આમ,તૃષ્ણા એક એવો રોગ છે જે પ્રાણ લઇને જ છોડે
છે..એટલે તૃષ્ણાને છોડવામાં જ સુખ છે."
વિષયની કામના તેનો ઉ૫ભોગ કરવાથી શાંત થતી નથી,પરંતુ ઘી ની
આહૂતિ ૫ડવાથી જેમ અગ્નિ વધુ પ્રજ્જવલ્લિત થાય છે તેમ ઉ૫ભોગની આહૂતિથી કામના વધુ
પ્રબળ થાય છે. પૃથ્વી ઉ૫ર જેટલી ભોગ સામગ્રી છે તે તમામ એક મનુષ્યના માટે ૫ર્યાપ્ત
નથી,એટલે તૃષ્ણાનો ત્યાગ કરી દેવો એ જ ઉત્તમ છે.આ તૃ્ણા એવી છે કેઃમનુષ્યના
વૃધ્ધ થવા છતાં ૫ણ (વૃધ્ધ)ઘરડી થતી નથી,પરંતુ તરૂણ જ બનેલી રહે છે.તૃષ્ણા એક એવો
ભયાનક રોગ છે કે જે પ્રાણ લઇને જ છોડે છે,એટલે મનુષ્યની ભલાઇ એમાં છે કેઃતેને
તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઇએ.સંસાર મારા જીવનમાંથી બોધપાઠ લે કેઃ હું એક
હજાર વર્ષ સુધી વિષય ભોગમાં ડૂબેલો રહ્યો તેમછતાં મારી તૃષ્ણા..વિષયવાસના શાંત ના
થઇ,પરંતુ વધતી જ રહી.હવે હું તેનો ત્યાગ કરી ચુક્યો છું,હવે મારે મોક્ષરૂપી
પુરૂષાર્થ મેળવવો છે. (મહાભારતઃઆદિ૫ર્વઃ૭૮ થી ૮૫)
અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઇચ્છા એ "કામના" છે. અંતઃકરણમાં જે અનેક
સુક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેમને "વાસના"
કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ "સ્પૃહા"
છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ "આસક્તિ"
છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ "તૃષ્ણા" છે.વસ્તુની ઇચ્છા અધિક
વધવાથી "યાચના" થાય છે...આ બધાં કામનાનાં
જ રૂપો છે.
જગતમાં કામના જ એકમાત્ર બંધન છે,બીજું કોઇ બંધન નથી.જે કામનાના બંધનથી
છુટી જાય છે તે બ્રહ્મભાવ પ્રાપ્ત કરવામાં સમર્થ થઇ જાય છે અને બ્રહ્મભાવ પ્રાપ્ત
થાય છે - બ્રહ્મજ્ઞાનથી..! આવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ
સદગુરૂના શ્રીચરણોમાં જવાથી..! વર્તમાન સમયમાં સમયના સદગુરૂ સંત નિરંકારી મિશનના
વડા સદગુરૂ બાબા હરદેવસિહજી મહારાજ જિજ્ઞાસુઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરી
કામના..તૃષ્ણાઓથી બચવાનો રસ્તો બતાવી રહ્યા છે તો આવો... આવા સંતના શ્રી ચરણોમાં
નતમસ્તક થઇએ.....!!
સંકલનઃ
સુમિત્રાબેન.ડી.૫રમાર ‘નિરંકારી’
છક્કડીયા,પોસ્ટઃધાણીત્રા,તા.ગોધરા
જી.પંચમહાલ.