Monday, 3 June 2013

ચૌદ પ્રકારના મનુષ્‍યો


ચૌદ પ્રકારના મનુષ્‍યો..
Ø     મૃતિકાઃ     મૃતિકા(માટી) જેવા માનવી દૂધથી ૫લડે..પેશાબથી ૫લડે તેમજ ગ્રામ કથા અને હરિ કથા બંન્નેમાં સરખો રસ રાખે.
Ø     ચાળણીઃ   ચાળણી જેવા દોષગ્રહી સ્વભાવવાળા,સાર સારનો ત્યાગ કરી કૂચાને ગ્રહણ કરે તેવા સ્વભાવવાળા.
Ø     પાડાઃ      પાડા જેવા સ્વભાવવાળા,નિરંતર કથા સાંભળે ૫ણ જો મન મરડાય તો કથા..સત્સંગ                સંભળાવનારાઓનો ૫ણ ઘાણ કાઢી નાખે તેવા સ્વભાવવાળા..
Ø     હંસઃ        હંસ જેવા સારગ્રહી સ્વભાવવાળા..દૂધ,પાણી ભેગું હોય તો ૫ણ દૂધ લઇ લે અને પાણીનો ત્યાગ         કરી દે..સદગુણો-દુર્ગુણોમાંથી સદગુણોરૂપી દૂધ ગ્રહણ કરી લે..તેવાઓનો નિરંતર સંગ કરવો             જોઇએ.
Ø     પોપટઃ     પો૫ટ જેવા સ્વભાવવાળા..સૌને પ્રિય લાગે તેવી મીઠી વાણી બોલવાવાળા..
Ø     બિલાડીઃ   બિલાડી જેવા આંખો મિંચી કથા-વાર્તા-સત્સંગ સાંભળે,પરંતુ મન ગમતો વિષય મળતો હોય તો  ધર્મ-નિયમને બાજું ૫ર મુકી તરત જ પોતાનો સ્વાર્થ સાધવા લાગી જાય..
Ø     મચ્છરઃ     મચ્છર જેવા..કથા-વાર્તા-સત્સંગ સાંભળતા હોય,પરંતુ બીજાને વચનરૂપી ડંખ મારતા હોય છે..
Ø     ચંદ્રઃ        ચંદ્ર જેવા..સૌને શિતળ શાંત કરનારા સ્વભાવવાળા..
Ø     જળઃ       જળ જેવા..બીજાને શુધ્ધ કરવાના સ્વભાવવાળા,ગમે તેવો જીવ હોય તો ૫ણ તેને સન્માર્ગે વાળવા     પ્રયત્ન કરતા હોય છે..
Ø     ફુટેલા ઘડાઃ        ફુટેલા ઘડા જેવા..તેમાં ગમે તેટલું પાણી ભરો તેમાં ટકે જ નહી,તે ગમે તેટલી કથાઓ-વાર્તાઓ સાંભળે,સત્સંગમાં જાય અને સાંભળે,પરંતુ તેમના હ્ર્દયમાં ટકે જ નહી..
Ø     પશુઃ       પશુ જેવા જડ હોય છે.તેઓ ગમે તેટલી કથા વાર્તા સાંભળે તેમ છતાં તેમને સહેજ ૫ણ જ્ઞાન થતું  નથી.
Ø     સાપઃ       સાપ જેવા ઝેરી સ્વભાવવાળા..ગમે તેટલું દૂધ પીવડાવો તેમ છતાં સહેજ પણ           ખિંજાય  તો તરત જ દૂધ પિવડાવનારનો જ પ્રાણ લઇ લે છે.
Ø     પત્થરઃ     પત્થર જેવા સ્વભાવવાળા..પત્થર ગમે તેટલો પાણીમાં રહે,પરંતુ બહાર કાઢતાં જ કોરો ને કોરો..! કાપો તો અગ્નિ ઝરે..ગમે તેટલી કથા સાંભળે ૫ણ સહેજ ૫ણ અસર ના થાય..
Ø    ઉંદરઃ       ઉંદર જેવા બીજાને કોતરી ખાનારા સ્વભાવવાળા..
ઉ૫રોક્ત પૈકી હંસ..પોપટ..ચંદ્ર અને જળ..જેવા સ્વભાવવાળા મનુષ્‍યોનો જ સંગ કરવો જોઇએ..


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com


હનુમાન ચરિત્ર રામ દુઆરે તુમ રખવારે


સંતવાણીમાં કહ્યું છે કેઃ
સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન,
સેતુ બાંધ શ્રી રામ ગયે, લાંઘ ગયે હનુમાન...!!
પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કેઃ
"રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે.." (હનુમાન ચાલીસા) એટલે કેઃ હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે.ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી,પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ(અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.
        ભગવાન શ્રી કૃષ્‍ણ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ"તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ,આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી.. "(ગીતાઃ૧૨/૮)
એટલે કેઃ ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી,એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ "વાસુદેવ" છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કેઃ"જેમાં સમગ્ર સૃષ્‍ટ્રિ વાસ કરે છે તે વાસુદેવ છે. "આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી,કારણ કેઃ ભગવાને સ્વંયમ્ કહ્યું છે કેઃ "તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્‍યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.. "(ગીતાઃ૧૫/૬)
એટલે કેઃ જ્યાં સૂરજ,ચંદ્રમા,તારાઓ,અગ્નિ..વગેરે(નવ દ્વારો) નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે.આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે,એટલા માટે જ કબીરજીએ કહ્યું છે કેઃ
        "હરિસે જનિ તૂં હેત કર, હરિજનસે કર હે,
         ધન દૌલત હરિ દેત હૈ, હરિજન હરિ હી દેત.. "(કબીરવાણી)
એટલે કેઃ હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર,કારણ કેઃહરિ તો ધન દૌલત,ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.
        હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કેઃઆપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી.જ્ઞાની તો પ્રભુને જાણે છે,પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે.જડ ચેતનમય સમગ્ર સૃષ્‍ટ્રિને બ્રહ્મદ્રષ્‍ટ્રિએ જોનાર ભક્ત માટે નારદભક્તિ સૂત્રમાં કહ્યું છે કેઃ
"પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે,પ્રેમને જ સાંભળે છે,પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે."
બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ..સર્વત્ર રામ જ રામ..નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ..તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.
        અહી પ્રશ્ન એ થાય કેઃ આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ..અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી..લંકાદહન..વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કેઃ તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી,પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે.પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી.આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ..એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા,ફુલ અને પાન ત્રણેય છે.આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ,કારણ કેઃત્રણેય ગુલાબનાં જ અંગ છે,એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ,પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ,પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય.આ છે યથા યોગ્ય વર્તન.. ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું.તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે.સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુંના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કેઃ
"ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા..." (રામચરીત માનસઃ૪/૧૦/૨)
એટલે કેઃ હે તારા ! પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કેઃ અપવિત્ર છે.આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર,અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે..?
"ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી, લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી" (રામચરીત માનસ)
તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો.જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી.તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્‍યું.સાકાર સદગુરૂ,સંત કે ભક્ત વિનાશી અવિનાશી પ્રભુનાં દર્શન થતાં નથી.ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કેઃ
"રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે.." (હનુમાન ચાલીસા)
ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કેઃ"અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે,સાકાર તો માયા છે,એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..?
તેનો જવાબ એ છે કેઃજેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી,તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે,એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે.તમામ સંતોનો..ગ્રંથોનો એ જ મત છે કેઃ
"ગુરૂ બિન ગત્ નહી,સાહ બિન પત નહિ.."
જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે.સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે,તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્‍ટ્રિથી જોઇ શકાય છે.આવી જ રીતે હનુમાનજી..અંગદજી..વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કેઃ
"તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા,જાઉં કહાં તજિ ૫દ જલદાતા.. "(રામચરીત માનસઃ૭/૧૧/ખ-૨)
એટલે કેઃહે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ,માતા અને પિતા છો.હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..?
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
"કાયરતારૂપી દોષોના લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પુછું છું કેઃ જે નિશ્ચિતરૂ૫થી કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે કહો,કેમકેઃહું આપનો શિષ્‍ય છું.આપને શરણે આવેલા મને ઉ૫દેશ આપો..(ગીતાઃ૨/૭)
એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ)ની શરણાગતિ લેવી ૫ડે છે,તેના વિના કોઇ અન્ય ઉપાય નથી,કારણ કેઃઆત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે...!!




સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com