Saturday, 12 October 2013

ગુજરાતી ભજનો-૫



ગુજરાતી ભજનો-૫

Ø      શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન

Ø      નીંભાડો મારા નાથનો..

Ø      જેને વાગ્યા શબદના બાણ રેરવિ સાહેબ

Ø      ખાખ મેં ખપી જાના બંદા

Ø      મારી નાડ તમારે હાથ હરિ

Ø      અમે નાનાં નાનાં બાળ સૌ ભગવાનનાં

Ø      અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

Ø      मोको कहाँ ढूंढे रे बन्दे, मैं तो तेरे पास में

Ø      पायोजी मैंने राम-रतन धन पायो

Ø      આજની ઘડી તે રળિયામણી,

Ø      જા જા નિંદરા હું તુંને વારું
આજે સૌને જય શ્રી કૃષ્ણ

Ø      કાચી રે માટીનું કોડિયું આ કાયા

Ø      અંતરમાં અભિમાન - ગંગાસતી

Ø      તારી એક એક પળ જાય સવા લાખની
તિલક કરતાં ત્રેપન થયાં

Ø      જ્યાં લગી આત્મા અંગમાં છે

Ø      જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
Ø      તરણાં ઓથે ડુંગર રે
Ø      ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

Ø      મારું જીવન અંજલિ થાજો.

Ø      ઓ કરુણાના કરનારા

Ø      મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

Ø      એકલા જવાના મનવા, એકલા જવાના

Ø      નીંભાડો મારા નાથનો

Ø      જેને વાગ્યા શબદના બાણ રેરવિ સાહેબ

 

 

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ
કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ,
પટ પીત માનહુ તડીત રૂચિસુચિ નવમી જનકસુતાવરમ . . શ્રી રામ
ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ,
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ . . શ્રી રામ
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ . . શ્રી રામ
ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ,
મમ હૃદયકુંજ નિવાસ કરુ કામાદી ખલ દલ ગંજનમ . . શ્રી રામ
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ . . શ્રી રામ

 

નીંભાડો મારા નાથનો..

નીંભાડો ખડકાણો મારા નાથનો,
માંહીં ઓરણા તમામ;
નાનાં ને મોટાં નીચે ઉપરે,
ઠાંસીને ભરિયા છે ઠામ.
લાગી રે લાગી આ ઝાળું આગની,
એના તમે કરી લ્યો ને સંગ,
ચારે રે દિશાથી તાપને નોતરો,
જો જો એક્કે કાચું રહે નહીં અંગ. નીંભાડો..
આયખું ઉજાળો તપીને ટેકથી,
જોજો ભાઈ ખૂટી નવ જાય હામ!
ફૂટ્યાં તે દીકહેવાશે ઠીકરાં,
કોઈ કહેશે નહીં તમને ઠામ. નીંભાડો..
નીંભાડો ઉખાળી લેશે પારખાં,
છાપ દેશે છાતીને મોઝાર;
ઝીલીને રુદિયામાં એની છાપને
પહોંચવું દુનિયાને દુવાર. નીંભાડો..
કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી,
શોષી સઘળા તાપ.
ભીતરની ભીનાશું ભાઈ, નવ મૂકવી,
પડે ભલે તડકા અમાપ. નીંભાડો..
નીંભાડો એટલે પકવવા ગોઠવેલાં માટીનાં વાસણોનો ઢગલો અને ભઠ્ઠી. પ્રસ્તુત ભજનમાં રચનાકાર પ્રભુની રચના એવા મનુષ્યોનો નીંભાડો કલ્પે છે, અને એમાં પાકી જવા એ તાપમાં તપવા અને મજબૂત થવા બધાને સૂચવે છે. એક વખત દુઃખનો, મુસીબતોનો તાપ ઝીલીને પાકા થઈ જઈએ પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધા અડગ અને અવિચળ રહેશે હિંમતભેર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવાશે અને તેથી બહારથી કઠોર અને ભીતરે ભીનાશથી ભર્યાભર્યા એવા સંપૂર્ણ માનવ બનાવીને તે વિશ્વ સમક્ષ આપણને ઉભા કરશે એવી સુંદર ભાવના અને અર્થ ધરાવતું ભાવવાહી ભજન શ્રી જયંતિલાલ દવેની રચના છે.
ગુસ્સે થવું એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદને જ નુકસાન કરવું.
-
ગૌતમ બુદ્ધ

જેને વાગ્યા શબદના બાણ રેરવિ સાહેબ

જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.
પતિવ્રતા જેના પિયુ પરદેશે,
એની કેમ ઝંપાવું ઝાળ રે ?
નાથ વિના અમને નિંદ્રા ન આવે,
સૂતા સેજલડી શૂળી સમાન રેજેને.
દીપક દેખી જ્યારે મનડા લોભાણાં,
ત્યાં પતંગે છોડ્યા એના પ્રાણ રે,
આપ પોતાનું જ્યારે અગ્નિમાં હોમ્યું,
ત્યારે પદવી પામ્યો એ નિર્વાણ રેજેને.
ચંદ્ર ચકોરને પ્રીત બંધાણી,
બંદા ચાંદો વહે આસમાન રે,
દેહ ઉલટાવે તોય દ્રષ્ટિ ન પલટે,
જેનાં નયણાંમાં ઘૂરે એ નિશાન રેજેને.
જળ શેવાળને પ્રીત ઘણેરી બંદા,
મીન વસે જળ માંય રે,
સૂકા ગયા નીર ત્યારે પ્રાણ વછૂટ્યા,
જો જો પ્રીત કર્યાના પ્રમાણ રેજેને.
ઊડી ગઈ રજની ઢળી ગયા તિમિર,
તોય ન મટ્યાં અભિમાન રે.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
તોય ન મટ્યાં અભિમાન રેજેને.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
સ્વપ્નું સંસારિયો જાણ રે,
જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.
- રવિસાહેબ
પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. કવિ બિહારીએ કહ્યું છે,
યા અનુરાગી ચિત્તકી ગતિ ન સમજે કોઈ, જ્યોં જ્યોં ડૂબે શ્યામ રંગ ત્યોં ત્યોં ઉજ્જવલ હોઈ.
પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છેએક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે
મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.                             બિલિપત્ર
તરુવર સરવર સંત જન, ચોથા બરસત મેહ
પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ.

જ્ઞાનેશ્વરના રત્નો સંત જ્ઞાનેશ્વર

૧. ઈશ્વર
ઈશ્વર ન તો દૂર છે ન નજીક,
એને બ્રાહ્ય જગતમાં ખોળવો
એ જ ભૂલભરેલું છે.
અંતઃકરણના બિલકુલ મૂળમાં
એનું અધિષ્ઠાન છે.
અંતઃવૃત્તિથી જોઈશું તો
સૂક્ષ્મ જીવજંતુ
અને અણુ-રેણુ સુદ્ધામાં
એના દર્શન થશે.
નહીં તો બ્રાહ્ય દ્રષ્ટિથી
વિજ્ઞાનના પ્રકાશમાં,
ગમે તેટલું ખોળવા છતાંય
એ દેખાવાનો નથી.
એને જોવા માટે દ્રષ્ટિ નિરુપયોગી
કારણ એ જ દ્રષ્ટિનો દ્રષ્ટા
એનું વર્ણન કરવા સારું
વાણી કોઈ કામની જ નહીં.
કારણ એ જ વાણીનો વક્તા
એટલે જ્ઞાનદેવ કહે છે,
આધ્યાત્મિક ચર્ચા ઝાઝી મા કરો!
હ્રદયાધિષ્ઠિત પરમેશ્વરને,
શાંતિપૂર્વક નિહાળી લો,
એનું ધ્યાન ધરી લો.
૨. જીવનશાસ્ત્ર
હવે તને આખુંયે જીવનશાસ્ત્ર સઁક્ષેપમાં કહું છું,
પહેલી વાત એ કે ક્ષણભર પણ નવરો ન રહીશ.
સંસારને અમથું જ મહત્વ ન આપતો.
નામ વિશેનો સંકલ્પ દ્રઢ રાખજે,
અહંતા ને મમતા છોડજે.
ઈન્દ્રિયોને લાડ ન લડાવતો.
તીર્થવ્રતાદિ સાધનમાર્ગ વિશે શ્રદ્ધા રાખજે.
દયા, ક્ષમા અને શાંતિને ભૂલીશ માં.
આવેલા અતિથિને હરિરૂપ જ સમજજે.
નિવૃત્તિદેવની આ શિખામણ છે અને જ્ઞાનદેવને તે પ્રમાણ છે.
સર્વ શાસ્ત્રોનું રહસ્ય અને સર્વ સુખોનો સાર તેમાં સંઘરાયેલો છે.
૩. ઈન્દ્રિયો
ઈન્દ્રિયોને ચાળે ચઢવું એટલે દીનતા સ્વીકારી લેવી.
ઈન્દ્રિયોનું પોતાનું જ કદી સમાધાન થતું નથી ત્યાં
તેઓ તારું સમાધાન શું કરવાની?
સ્વપ્નમાંનું ધન, ઝાંઝવાના જળ, વાદળનો છાંયો,
અને ઈન્દ્રિયોનો આધાર સરખાં જ મૂલનાં.
તેથી એમનો નાદ છોડીને તું તારે માર્ગે વળ.
તારો જીવનાધાર અંતરાત્મા શ્રીહરિ છે.
એનું ચિંતન કરતો જા.
એમાં સુખનો સાગર ભર્યો પડ્યો છે.
૪. સિદ્ધિશાસ્ત્ર
પ્રીતિ અને શ્રદ્ધાથી
ઈશ્વરનું સ્મરણ કરીને
શુભ કાર્યનો આરંભ કરીએ.
એટલે તે કાર્ય પાર પડે જ.
કારણ કે ઈશ્વરસ્મરણથી બુદ્ધિ નિઃશંક થાય છે.
અને કર્મમાં ભાવનાની ભીનાશ ભળે છે.
નિઃશંક બુદ્ધિ અને ભાવનાથી કરેલું કર્મ
સિદ્ધ કેમ ન થાય?
મૃણાલીની દેસાઈ જ્ઞાનદેવમાં લખે છે, ‘જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળા મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઈના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘાડતાં નથી, કોઇને ઉઘાડવા દેતા!તો મુક્તાબાઈ કહે છે, ‘તાટી ઉઘડા જ્ઞાનેશ્વરાતેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે? એ તાળા છે જ્ઞાનભંડાર પર પડેલા અજ્ઞાનના અને અંધવિશ્વાસના અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે. આજે પ્રસ્તુત છે તેમની વાણીના કેટલાક સંકલિત અંશો.
બિલિપત્ર
એકવાર પિંજરના પોપટે સમયના પ્રાંગણમાં પડેલા ભાગ્યના પરબીડિયાને ઉંચકવા ચાંચ લંબાવી  અને ખરી પડ્યા મારા હાથ !
- અલ્પ ત્રિવેદી

ખાખ મેં ખપી જાના બંદા… – કબીરજી

ખાખમેં ખપી જાના બંદા માટી સે મિલ જાના;
તુમ મત કરો અભિમાના, એક દિન પવન સે ઊડી જાનાટેક
સ્વપ્ન મિટ્ટીકા મહેલ બનાયા, મૂર્ખ કહે ઘર મેરા,
જમડા આવશે જીવ લેવા, નહીં પૂછે ઘર તેરાખાખમેં..
લીલા પહેરો, પીળા પહેરો, પહેરો પિતાંબર સાચા,
રૂપિયાનું ગજ મસરૂ પહેરો, તો યે મરણ કેરી આશાખાખમેં..
સોનાએ પહેરો, રૂપાએ પહેરો, પહેરો ઝગમગ સાચા;
વારી વારીએ મોતી રે ઠાંસો, તો યે મરણ કેરી આશાખાખમેં..
હાથીસે ચલતા, ઘોડેસે ચલતા, ચલતા નોબત નિશાના,
લીલીએ પીળી ખેરખ ચલતી, તોયે મરણ કેરી આશાખાખમેં..
માતા તારી જન્મ રૂએ, રૂએ બેની બારે માસા;
ઘર કેરી તીરીયા તેર દિન રૂએ, ફેર કરે પર આશાખાખમેં..
એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ પચાસા;
કહત કબીર સુનો મેરે સાધુ, તો યે મરણ કેરી આશાખાખમેં..
- કબીરજી
મહાભારતના વનપર્વમાં યક્ષે યુધિષ્ઠિરને સવાલ પૂછ્યો છે કે આ વિશ્વનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે -
अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् शेषा जीवितुमिच्छन्ति किमाश्चर्यमतः परम्
રોજ સેંકડો મૃત્યુ પામે છે તે બધા જુએ છે, છતાં એમ માનીને જીવે છે કે આપણે તો જાણે અમરતા લખાવીને આવ્યા છીએ, આનાથી મોટું બીજુ આશ્ચર્ય કયું હોઈ શકે? અત્યારની ઘડીને અંત પહેલાની ઘડી માનીને જો મનુષ્ય જીવે તો જીવનમાં કોઈ પણ દુઃખ, મોહ કે અભિમાન રહેતું નથી. પણ મનુષ્ય પોતાના જીવનની અનિશ્ચિતતાઓમાં પણ જીવનકાળ વિશે અજબ વિશ્વાસથી જીવે છે.
ગીતાના આ જ બોધને લોકભોગ્ય બનાવીને કબીર સાહેબ લોકો સુધી પહોંચાડે છે, તેઓ કહે છે કે જે શરીર માટીમાં મળી જવાનું છે તેનું અભિમાન શા માટે કરવું? યમદૂતો આવશે ત્યારે આત્માએ શરીર છોડવાનું જ છે. આ જ બતાવે છે કે શરીર આપણું નથી, આપણું હોય તો કયા કારણે છોડવું પડે? જે સંબંધો છે તે બધા શરીરને સાથે છે આત્માને કોઈ સંબંધ લાગતો વળગતો નથી, મૃત્યુ બધા સંબંધોને છોડાવી દે છે. કબીરજી આમ સરળ પરંતુ બોધપ્રદ વાણીમાં ગહન વાત ખૂબ સહજતાથી કહી જાય છે.

 

મારી નાડ તમારે હાથ હરિ

મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે!
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.
પથ્યાપથ્ય નથેી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે!
અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.
વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો?
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે.
કેશવ હરિ મારુ શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.
- કેશવરામ
જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ મોટામાં મોટો રોગ થયો છે. એ રોગ ત્યારે મટે કે જ્યારે આપણને ઈશ્વરને આપણાં વૈદ્ય બનાવીએ, તેમના હાથમાં આપણી નાડી સોંપીએ. મીરાંબાઈએ પણ કહ્યું છે -
દરદકી મારી બન બન ફિરું બૈદ મિલ્યા નહીં કોય,
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવરિયા હોય.
મનુષ્યના આ ભવરોગની દવા બીજા કોની પાસે છે? એટલે ઉપરના ભજનમાં કેશવ કવિ કહે છે કે હે પ્રભુ, મેં મારી નાડ તમારા હાથમાં સોંપી છે. તો હવે તમે જ મારી સંભાળ રાખજો. પ્રભુ તારી અને મારી પ્રીત પુરાણી છે. તમે તો દયાના સાગર છો. ભક્તોના ભયને હરનારા છો તો તમારું એ બિરુદ સંભારી મને તમારો દાસ જાણીને મારી સંભાળ રાખજો.
આ સંસારમાં શું કરવું અને શું ન કરવું એ મને સમજાતું નથી. મારું દુઃખ વધતું જાય છે. મારા મનની વાત તો તમે જ જાણી શકો છો. તો વૈદ્યની જેમ દર્દીની સંભાળ રાખે છે તેમ તમે મારી સંભાળ રાખજો. જીવનમાં મને સાચા રાહે ચલાવજો. પ્રભુ આ ભવરોગ એવો છે કે તેમાં દુનિયાના વૈદ્યો કાંઈ કામ આવે તેમ નથી. વૈદ્યોના વૈદ્ય તો આપ છો. તો આપને છોડી હું બીજા વૈદ્ય પાસે શું કામ જાઉં? નાથ, રાત થોડી અને વેશ ઝાઝા છે. હે અખિલ બ્રહ્માંદના નાયક તમે મને શું ભૂલી જશો? મારા જીવનની બાજી તમારા હાથમાં છે. તમે મને જીતવાની શક્તિ આપનો અને બધી મૂંઝવણને ટાળજો. તમે મારી સંભાળ નહીં રાખો તો તમારી જ લાજ જશે. લોકો કહેશે કે શરણે આવેલાનું પ્રભુએ રક્ષણ ન કર્યું. તમારા ભક્તોના ચરિત્રો પરથી એ સ્પષ્ટ થાય છે કે જેણે પોતાની નાડ તમારા હાથમાં સોંપી છે તેની સંભાળ તમે રાખો જ છો. પણ આ જીવ એવો કૃતઘ્નિ છે કે તે ઈશ્વરના ઉપકારોને ભૂલી જાય છે. તે ઈશ્વરનું શરણ લેતો નથી. મને સદા તમારી શરણમાં રાખજો.
- સંગ્રાહક અને ટીકાકાર શ્રી દુર્લભદાસ ભગત દ્વારા પ્રસ્તુત ભજનસંગ્રહ પીઓને પ્રેમ રસ પ્યાલામાંથી સાભાર.
બિલિપત્ર
મધુરં મધુરેભ્યોડપિ મંગલોભ્યોડપિ મંગલમ્
પાવનં પાવનેભ્યોડપિ હરે નામૈવ કેવલમ્
સર્વ મધુર વસ્તુઓમાં સર્વથી શ્રેષ્ઠ મધુર, મંગલ કરનારાઓમાં સર્વથી શ્રેષ્ઠ મંગલ કરનાર, પવિત્ર કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર કરનાર જો કોઈ હોય તો એ કેવળ હરિનું નામ જ છે.

અમે નાનાં નાનાં બાળ સૌ ભગવાનનાં

અમે નાનાં નાનાં બાળ  સૌ ભગવાનનાં….
અમે હસતાં રમતાં  ગાતાં ગીતો તાનમાં.. અમે.
રોજ સવારે સ્નાન કરીને  માતપિતાને નમન કરીને
ગુરૂ ચરણોમાં આવતાંઅમે.
સરસ્વતિનું મંદિર આ છે,સુંદર રૂડા ફૂલ ખિલ્યા છે,
ફૂલડાં રૂડાં બાગનાંઅમે.
આવ્યા અહીંયા એક જ આશે,વિદ્યાદેવી ! તારી પાસે,દેજે વિદ્યા દાનમાંઅમે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે અખિલ બ્રહ્માંડમાં
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડમાં
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે અખિલ બ્રહ્માંડમાં
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝેઅખિલ બ્રહ્માંડમાં
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં
- નરસિંહ મહેતા

मोको कहाँ ढूंढे रे बन्दे, मैं तो तेरे पास में
ना तीरथ में , ना मूरत में  ना एकांत निवास में
ना मन्दिर में, ना मस्जिद में  ना काबे कैलास में
मैं तो तेरे पास में  बन्दे मैं तो तेरे पास में
ना मैं जप में , ना मैं तप में  ना में बरत उपवास में
ना मैं किरिया करम में  रहता नहीं जोग सन्यास में
नहीं प्राण में नहीं पिंड में  ना ब्रह्माण्ड अकास में
ना में प्रकुति प्रवर गुफा में  नहीं स्वसन की स्वांस में
खोजी होए तुरत मिल जाऊं  इक पल की तलास में
कहत कबीर सुनो भाई साधो  में तो हूँ विस्वास में
- संत कबीर
पायोजी मैंने राम-रतन धन पायो.
वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो पायोजी मैंने
जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो पायोजी मैंने
खरचै खूटे, चोर लूटे,
दिन दिन बढत सवायो पायोजी मैंने
सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो पायोजी मैंने
मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो पायोजी मैंने
- मीरांबाई
આજની ઘડી તે રળિયામણી,
આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી
જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.
જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.
જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.
જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રેઆજની ઘડી.
જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રેઆજની ઘડી.
જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રેઆજની ઘડી.
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.
 - નરસિંહ મહેતા
જા જા નિંદરા હું તુંને વારું
જા જા નિંદરા હું તુંને વારું
તું છે નાર ધુતારી રે….
પહેલા પોરે સૌ કોઈ જાગે જી જી
બીજે પોરે ભોગી રે..
ત્રીજે પોરે તશ્કર જાગે
ચોથે પોરે જોગી રે..
જા જા નિંદરા….
એક સમય રામ વનમાં પધાર્યા જી જી
લક્ષ્મણને નિંદરા આવી રે..
સતી સીતાને કલંક લાગ્યું
ભાયુમાં ભ્રાંતિ પડાવી રે..
જા જા નિંદરા….
બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી જી જી
કુંભકર્ણે લાડ લડાવ્યા રે..
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
નિંદરા કરોના કોઈ વ્હાલી રે..
જા જા નિંદરા….
- નરસિંહ મહેતા

આજે સૌને જય શ્રી કૃષ્ણ

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને

મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને

વ્યવહારો સૌ પૂરા કરીને, પરમારથમાં પેસજો,
સઘળી ફરજો અદા કરીને, સત્સંગ માંહે આવજો... આજે સૌને

હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને રાખજો,
માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો... આજે સૌને

હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપવજો,
ભક્તિ કેરું અમૃત પીને, બીજાને પીવડાવજો... આજે સૌને

સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતી બાંધજો,
વલ્લભશીખ હૈયે રાખી, હરિથી સુરત સાધજો... આજે સૌને

વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો... આજે સૌને
કાચી રે માટીનું કોડિયું આ કાયા
ઝબકી ઝબકીને બુઝાવાનું રે
જાનકીનો નાથ પણ જાણી શક્યો નહી
કાલે સવારે શું થવાનું?
કાચી રે માટીનું
તન મન ધન ના તલને પીસતી
ઘાણી ઘૂમ્યા કરતી
ભવસાગરનો નહીં ભરોસો
ઘડી ઓટ ઘડી ભરતી
લેણું દેણું લખ્યું લલાટે
અહીંનું અહીં દેવાનું
જાનકીનો નાથ પણ જાણી શક્યો નહી
કાલે સવારે શું થવાનું?
કાચી રે માટીનું

અંતરમાં અભિમાન - ગંગાસતી

સરળ ચિત્ત રાખી નિરમળ રે'વું ને
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણીમાત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને
અભ્યાસે જીતવો અપાન રે... સરળ ચિત્ત....
ભાઈ રે ! રજકર્મથી સદા દૂર રહેવું ને
કાયમ કરવો અભ્યાસ રે,
પાંચ પ્રાણને એક ઘરે લાવવા
શીખવો વચનનો વિશ્વાસ રે... સરળ ચિત્ત....
ભાઈ રે ! ડાબી ઇંગલા ને જમણી પિંગલા ને
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને
એમ કાયમ લેવું વ્રતમાન રે... સરળ ચિત્ત....
ભાઈ રે ! નાડી શુદ્ધ થયા પછી અભિયાસ જાગે ને
નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ રે બોલિયા રે,
આ ખેલ છે અગમ અપાર રે... સરળ ચિત્ત....


તારી એક એક પળ જાય સવા લાખની,
તું તો માળા રે જપી લે મારા રામની,

સાથે આવ્યો શું લઈ જશો? આવ્યો તેવા ખાલી જશો;
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી... તું તો માળા...

જૂઠા જગના જૂઠા ખેલ, મનવા ! મારું તારું મેલ,
તું તો છોડી દે ચિંતા આખા ગામની... તું તો માળા...

રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાનો ચોર,
મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની... તું તો માળા...

ભક્તિ ખાંડા કેરી ધાર, ઊંઘણશિનું નહિ કામ;
હાંરે મને લાગી રે લગન, આંખે આંસુડાંની હેલી,
નંદુ ચેતીને તું ચાલ યમ તણા મારથી... તું તો માળા...

તિલક કરતાં ત્રેપન થયાં

તિલક કરતાં ત્રેપન થયાં,
ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ,
તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
દેહાભિમાન હૂતો પાશેર,
વિધ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો,
ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય,
આત્મજ્ઞાન મૂળગું ખોય.
- અખો

જ્યાં લગી આત્મા અંગમાં છે

જ્યાં લગી આત્મા અંગમાં છે,
ત્યાં લગી હરિ હરિ તું કહે ... ટેક
હાલતાં હરિ ને ચાલતાં હરિ,
ને બેસતાં હરિ તું કહે;
સુતાં પહેલાં જે સ્મરણ કરે ભાઇ,
તેની બોલો જય જય ... જ્યાં
લીધા રે સરખું નામ હરિનું,
લઇ શકે તો લે,
દીઘા રે સરખું દાન છે અન્નનું,
દઇ શકે તો દે ... જ્યાં
આ રે સંસારીઓ સર્વે ખોટા
ને સાચી વસ્તુ બે;
એક તો પુણ્ય, બીજું હરિભજન ભાઇ,
જીવડા સમજી લે ... જ્યાં
દૃષ્ટ પદારથ સર્વે ખોટા ને
આત્મા અખંડ છે;
કીડી થકી તે કુંજર લગણ ભાઇ,
કાળચક્કરનો ભે ... જ્યાં
એક દિન આંગણે દીવા, વિવાહ, ને વળી
ઢોલ શરણાઇ વાગે;
કહે 'જીવણ ' એવો એક દિન આવશે,
સ્મશાને ધગશે ... જ્યાં
કવિ જીવણ

જેને રામ રાખે રે

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.

ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,
થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;
તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.

નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,
ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.

બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,
પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.

રજ કાતરણી લઈને બેઠા દરજી તો દીનદયાલ,
વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ;
ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે.

- ધીરા ભગત

તરણાં ઓથે ડુંગર રે

તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ જોણે સહી ... ટેક
સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન;
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃતજ રે, વસ્તુ એમ છૂપી રહી ... તરણાં
કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર;
અગમ કેરી ગમ નહિ રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહા ... તરણાં
મન પવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ;
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરાણ, તેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહિ કો ઠાલો રે, એક અણુમાત્ર કહાં ... તરણાં
સદગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ;
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હી તું હી ... તરણાં
- ધીરા ભગત

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી.. ત્યાગ

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિય વિષય આકાર જી

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી

પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી

- નિષ્કુળાનંદ

મારું જીવન અંજલિ થાજો.

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લોતાં, અંતર કદી ન ધરાજોમારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજોમારું જીવન અંજલિ થાજો.
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,
હૈયાનાં પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજોમારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક્ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદી ઓલવાજોમારું જીવન અંજલિ થાજો.
કરસનદાસ માણેક
ઓ કરુણાના કરનારા,
ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથીઓ કરુણાના કરનારા,
હે પરમ કૃપાળુ વ્હાલા,મેં પીધા વિષનાં પ્યાલા,
મારા જીવન રક્ષણહારા, તારી કરુણાનો કોઇ પાર નથીઓ કરુણાના કરનારા,
હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી-સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથીઓ કરુણાના કરનારા,
ભલે છોરૂં કછોરૂં થાયે, તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથીઓ કરુણાના કરનારા,
મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઇ પાર નથી….ઓ કરુણાના કરનારા,
છે જગનું જીવન ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાના દિલ રમનારા, તારી કરુણાનો કોઇ પાર નથીઓ કરુણાના કરનારા,
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા,
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા,
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારામુખડાની માયા લાગી રે,
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન પ્યારામુખડાની માયા લાગી રે,
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને ઘેરે શીદ જઇએ રે, મોહન પ્યારામુખડાની માયા લાગી રે,
પરણું હું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રંડાવાનો ભય ટાળ્યો રે, મોહન પ્યારામુખડાની માયા લાગી રે,
મીરાંબાઇ બલિહારી, આશા મને એક તારી,
હવે હું તો બદભાગી રે, મોહન પ્યારામુખડાની માયા લાગી રે,
મીરાંબાઇ
એકલા જવાના મનવા, એકલા જવાના
એકલા જવાના મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના…..એકલા જવાના મનવા
કાળજાની કેડીયે, કાયાના સથવારે,
કાળી કાળી રાતલડીએ છાયાના સથવારે,
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે,
પોતાના જ પંથે, પોતાના વિનાના,
સાથી વિના, સંગી વિના, એકલા જવાનાએકલા જવાના મનવા
આપણે યે એકલાને કિરતારે એકલો,
આપણા જીવોને તેનો આધાર એકલો,
એકલા રહીયે ભલે, વેદના સહીયે ભલે,
એકલા રહીને ભેરૂ, થાય બધાના,
સાથી વિના, સંગી વિના, એકલા જવાનાએકલા જવાના મનવા

મોઘવારી એ તો માઝા મેલી…..      
રાગ:  શંભુ શરણે  પડી માગું ઘડી રે ઘડી )
  • મોઘવારીએ માઝા મેલી ,ગરીબોનું કોણ  બેલી,
  • મનમોહન જાગો,દયા કરી અમને જીવવા દો.
  • તમે છો પ્રધાનમંત્રી, કેવા   છે તમારા  સંત્રી,
  • કોઈ  પરદેશ  દોડે , કોઈ  ક્રિકેટ  ના છોડે,
  • હવે તો જાગો ,દયા  કરી  અમને  જીવવા   દો.
  • વસ્તુમાં ભાવવધારોના જીવવાનો  આરો.
  • પેટ્રોલમાં થયો પડકારો, સાયકલનો છે વારો ,
  • ઊઘ તો ઉડાડો,દયા  કરી  અમને   જીવવા દો .
  • શરદને લાગી શરદીઆઈસીસીની જોઈએ  વર્ધી 
  • મમતા તો મમત  કરે, પ્રફુલ તો પ્લેનમાં  ફરે.
  • જીદ તો છોડો, દયા  કરી  અમને   જીવવા દો.
  • ક્રિશ્ના,કપિલ નામ રાખ્યા, બયાનમાં ભાખ્યાં,
  • પ્રણવ શું રે થયું , બંગાળ હાથમાંથી  ગયું,
  • નિદ્રા  તો ત્યાગો,દયા કરી  અમને  જીવવા દો.
  • કઠોળ  થયું છે  કડવું, ખાંડ જોઈ ને  રડવું,
  • શાકભાજી ગયા સુકાઈ, મતિ અમારી મુઝાઇ ,
  • લુંટવાનું  ત્યાગો,દયા  કરી  અમને  જીવવા દો.
  • છે  નામ  સ્વરાજ સારું, શું કર્યું  તમે  ન્યારું ,
  • ભાઈતમે તો  જેટલી, લડત આપી કેટલી,
  • વિરોધ તો કરો,દયા  કરી અમને જીવવા દો.
  • મુલાયમ, ને લાલુ, મંત્રી પદ  છે વહાલું,
  • કરાત કેટલે રહ્યા , બંગાળમાં તો વહ્યા ,
  • મોહ તો ત્યાગો,દયા કરી  અમને જીવવા  દો.
  • લાલકૃષ્ણ કયાં ગયા, સતામાં ના રહ્યા,
  • બધા મચી પડો, કમાન્ડોને  તો છોડો,
  • કષ્ટ તો કાપો,દયા કરી અમને જીવવા દો.
  • તમે પગારમાં રાચવાના,અમને ભૂલવાના
  • આવશે વખત અમારો, ઘેર જવાનો  વારો,
  • શાનમાં સમજાવો,દયા કરી અમને  જીવવા  દો.
  • તમે છો અર્થશાસ્ત્રી, કે સોનિયાના સારથી,
  • મોઘવારી  ને હણો, સાચા  સરદાર  બનો,
  • સ્વપ્ન  સજાવો,દયા કરી  અમને જીવવા દો.

નીંભાડો મારા નાથનો..(ભજન) જયંતીલાલ દવે

નીંભાડો ખડકાણો મારા નાથનો,
માંહીં ઓરણા તમામ;
નાનાં ને મોટાં નીચે ઉપરે,
ઠાંસીને ભરિયા છે ઠામ.
લાગી રે લાગી આ ઝાળું આગની,
એના તમે કરી લ્યો ને સંગ,
ચારે રે દિશાથી તાપને નોતરો,
જો જો એક્કે કાચું રહે નહીં અંગ. નીંભાડો..
આયખું ઉજાળો તપીને ટેકથી,
જોજો ભાઈ ખૂટી નવ જાય હામ!
ફૂટ્યાં તે દીકહેવાશે ઠીકરાં,
કોઈ કહેશે નહીં તમને ઠામ. નીંભાડો..
નીંભાડો ઉખાળી લેશે પારખાં,
છાપ દેશે છાતીને મોઝાર;
ઝીલીને રુદિયામાં એની છાપને
પહોંચવું દુનિયાને દુવાર. નીંભાડો..
કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી,
શોષી સઘળા તાપ.
ભીતરની ભીનાશું ભાઈ, નવ મૂકવી,
પડે ભલે તડકા અમાપ. નીંભાડો..
- જયંતિલાલ સો. દવે (મોતીની ઢગલી માંથી સાભાર. સંપાદક મહેન્દ્ર મેઘાણી)
નીંભાડો એટલે પકવવા ગોઠવેલાં માટીનાં વાસણોનો ઢગલો અને ભઠ્ઠી. પ્રસ્તુત ભજનમાં રચનાકાર પ્રભુની રચના એવા મનુષ્યોનો નીંભાડો કલ્પે છે, અને એમાં પાકી જવા એ તાપમાં તપવા અને મજબૂત થવા બધાને સૂચવે છે. એક વખત દુઃખનો, મુસીબતોનો તાપ ઝીલીને પાકા થઈ જઈએ પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધા અડગ અને અવિચળ રહેશે હિંમતભેર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવાશે અને તેથી બહારથી કઠોર અને ભીતરે ભીનાશથી ભર્યાભર્યા એવા સંપૂર્ણ માનવ બનાવીને તે વિશ્વ સમક્ષ આપણને ઉભા કરશે એવી સુંદર ભાવના અને અર્થ ધરાવતું ભાવવાહી ભજન શ્રી જયંતિલાલ દવેની રચના છે.
બિલિપત્ર
ગુસ્સે થવું એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદને જ નુકસાન કરવું.
-
ગૌતમ બુદ્ધ

જેને વાગ્યા શબદના બાણ રેરવિ સાહેબ

જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.
પતિવ્રતા જેના પિયુ પરદેશે,
એની કેમ ઝંપાવું ઝાળ રે ?
નાથ વિના અમને નિંદ્રા ન આવે,
સૂતા સેજલડી શૂળી સમાન રેજેને.
દીપક દેખી જ્યારે મનડા લોભાણાં,
ત્યાં પતંગે છોડ્યા એના પ્રાણ રે,
આપ પોતાનું જ્યારે અગ્નિમાં હોમ્યું,
ત્યારે પદવી પામ્યો એ નિર્વાણ રેજેને.
ચંદ્ર ચકોરને પ્રીત બંધાણી,
બંદા ચાંદો વહે આસમાન રે,
દેહ ઉલટાવે તોય દ્રષ્ટિ ન પલટે,
જેનાં નયણાંમાં ઘૂરે એ નિશાન રેજેને.
જળ શેવાળને પ્રીત ઘણેરી બંદા,
મીન વસે જળ માંય રે,
સૂકા ગયા નીર ત્યારે પ્રાણ વછૂટ્યા,
જો જો પ્રીત કર્યાના પ્રમાણ રેજેને.
ઊડી ગઈ રજની ઢળી ગયા તિમિર,
તોય ન મટ્યાં અભિમાન રે.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
તોય ન મટ્યાં અભિમાન રેજેને.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
સ્વપ્નું સંસારિયો જાણ રે,
જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.
- રવિસાહેબ
પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. કવિ બિહારીએ કહ્યું છે,
યા અનુરાગી ચિત્તકી ગતિ ન સમજે કોઈ,
જ્યોં જ્યોં ડૂબે શ્યામ રંગ ત્યોં ત્યોં ઉજ્જવલ હોઈ.
પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છે એક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.
બિલિપત્ર
તરુવર સરવર સંત જન, ચોથા બરસત મેહ
પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ.